________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ દે! આહા... હા! “નિરવશેષ' (અર્થાત્ ) કંઈપણ બાકી રાખ્યા વિના રાગ-વિરાધના-ને છોડીને (એટલે કે) આ અંશ ઠીક છે. આ અંશ ઠીક છે એમ બિલકુલ નહીં, રાગના બધા અંશ છોડીને.
આહા.... હા ! આ તો વીતરાગમાર્ગ છે, ભાઈ ! રાગથી વીતરાગપણું આવતું નથી. (કેમકે) રાગની દિશા પરતરફ છે અને ધર્મની-વીતરાગની દિશા તરફ છે. બેઉની દિશા ફેર તો દશા ફેર. સમજાણું કાંઈ ?
“નિરવશેષપણે વિરાધન છોડીને-એમ કહ્યું છે.” પાઠમાં છે ને..! “મોજૂળ વિરહ વિસેસેળ” ‘વિરેસેળ' એટલે નિરવશેષપણે-કંઈ પણ બાકી રાખ્યા વિના. કોઈ પણ રાગનો અંશ, ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ પણ અપરાધ છે. આહા... હા! અપરાધ છે. શું થાય? એ અપરાધથી નિરપરાધી થાય? વ્યવહારથી નિશ્ચય થાય? (-એમ નથી) એમ કહે છે. શું થાય, ભાઈ ?
અહીંયાં તો કહે છે. જે પોતાના સ્વરૂપની આરાધનામાં રત રહે છે તે નિરપરાધી અને એનાથી રહિત તે સાપરાધી. તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીને (પાઠમાં) એમ કહ્યું છે.
“જે પરિણામ “વિગતરાધ” અર્થાત્ રાધ રહિત છે.” “રાધ” ની વ્યાખ્યા: આરાધનાશુદ્ધસ્વરૂપની આરાધના શુદ્ધસ્વરૂપની પ્રસન્નતા; શુદ્ધસ્વરૂપની કૃપા આ કૃપા. કોઈ પરની કૃપા ત્યાં કામ ન કરે (એમ) કહે છે. એ શુદ્ધસ્વરૂપ જે પુણ્ય-પાપથી રહિત એવા ભગવાન આત્માનું સેવન એ આરાધના, એ રાધ અર્થાત સેવના, એ આત્માની પ્રસન્નતા. શુદ્ધતા તે આત્માની પ્રસન્નતા. શુભરાગ તે આત્માની અપ્રસન્નતા.
જિજ્ઞાસા: છ આવશ્યકની પ્રતિજ્ઞા લીધી હોય એનું (શું ?
સમાધાન: છે આવશ્યકનો વિકલ્પ આવે તે અપરાધ છે. એ તો પહેલાં કહી ગયા ને...! ગાથા-૮૩: “મોજૂન વયરિયાં રા/વીમાવવાનું વિચા” (વિકલ્પ) આવે પણ એને છોડીને સ્વરૂપની આરાધના કરવી એ નિશ્ચયપ્રતિક્રમણ છે. વ્યવહાર આવે છે પણ એ અપરાધ છે. આવું (વસ્તુસ્વરૂપ) છે!
જે પરિણામ “વિગતરાધ”” ( રાધ એટલે) પ્રસન્નતા. –આત્મા શુદ્ધસ્વરૂપ પરમાત્મા; એનું સેવન-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-એને આરાધના કહીએ, પ્રસન્નતા કહીએ, કૃપા કહીએ, સિદ્ધિ કહીએ, વસ્તુની સિદ્ધિ થઈ (એમ કહીએ), પૂર્ણતા કહીએ. અને સિદ્ધ કરવું તે, વસ્તુની નિર્મળદશા સિદ્ધ કરવી (થવી) તે, અને પૂર્ણ કરવું તે. –એ બધી રાધની વ્યાખ્યા છે.
એ “સમયસાર” મોક્ષ અધિકાર (ગાથા-૩૦૪) માં આવે છેઃ “અપગતરાધ” અર્થાત્ રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.” એ અહીં કહ્યું: “વિગતરાધ” અર્થાત્ રાધ રહિત છે તે વિરાધન છે. ભગવાન (આત્મા) ની આરાધના રહિત છે તે વિરાધન છે. ભગવાન આત્માની પ્રસન્નતાની વિરુદ્ધ છે. તે વિરાધના છે. આત્માની કૃપાથી વિરુદ્ધ છે. તે વિરાધના છે. આત્મસ્વરૂપસિદ્ધિ કરે એ સિવાય (ઉપયોગ) બીજે જાય તો વિરાધના છે. પોતાના પૂર્ણ સ્વરૂપમાં પૂર્ણતા કરવાનો પ્રયત્ન (પુરુષાર્થ) ન હોય અને પરમાં જાય તો તે અપરાધ છે. પોતાના સ્વરૂપની સિદ્ધિ ન કરતાં રાગની સિદ્ધિ કરે તો તે અપરાધ છે. પૂર્ણ કરવું (જોઈએ, છતાં) પૂર્ણ ન કરે અને રાગમાં જાય તો તે અપરાધ છે. આહા. હા!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com