________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૭૩ ચારિત્રમાં તો અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. આહા.... હા! અરે ભગવાન! એ ચારિત્રવંતને માથે કોઈ બોજો નથી: આ કામ તમારે કરવું, ત્યાં સુધી અમે ધ્યાન રાખીશું; એમ આ પાઠશાળામાં, પૈસા ઉઘરાવવામાં, ફલાણામાં, - એ કોઈ કામ મુનિને હોતા નથી. આહા. હા! જ્યાં અતીન્દ્રિય આનંદનો હળવો સ્વભાવ પ્રગટ થયો છે અને તે પણ ચારિત્ર એટલે ગજબ વાત, પ્રભુ! એ તો પરમેશ્વરપદ છે (એ પ્રગટયો છે!!) (જુઓઃ “પ્રવચનસાર' ગાથાઃ ૨૦૬ ની ટીકાની ફૂટનોટ:) કર્મપ્રક્રમ=કામ માથે લેવું તે; કામમાં જોડાવું તે; કામની વ્યવસ્થા. સંસ્કૃત ટીકામાં એમ છે: “મમત્વવર્મમપરિણામચ.” ર્મપ્રર્ન' એવો શબ્દ મૂળ પાઠમાં છે. “(મમત્વના અને કર્મપ્રક્રમના પરિણામ, શુભાશુભ ઉપરક્ત ઉપભોગ અને તપૂર્વક તથાવિધ યોગની અશુદ્ધિથી યુક્તપણું તથા પરદ્રવ્યથી સાપેક્ષપણું તેમનો (એ ત્રણનો) અભાવ હોય છે. અહીં આપણે એટલું લેવું: કર્મપ્રક્રમ. કામ માથે લેવું. કોઈ પણ સંસારનું (કામ અર્થાત્ ) પૈસા ઉઘરાવવા કે દયા પાળવાની કે પાંજરાપોળનું કામ હું કરીશ કે આ નિશાળ શરૂ કરવી તે અમારું કામ તે હું બરાબર ચલાવીશ, પૈસા જોઈતા હોય તો પણ ઉઘરાવીશ-એ (કંઈ) કામ મુનિને હોતાં નથી. પ્રભુ ! આમાં તો કોઈ સિફારસ કામ કરે નહીં કે, ભાઈ ! આ અમારો ભાઈ છે માટે કાંઈક ગમે તે રીતે કરે પણ આપણે એને માનવો-એવું અહીં તો નથી. અહીં તો આગમપ્રમાણે હોય તો માનવું).
અહીંયાં કહે છે: “હું રાગાદિભેદરૂપ ભાવકર્મોના ભેદોને કરતો નથી,” આહા... હાં.. હા ! કરાવતો નથી. ઓહોહો ! વ્યવહારના ઉપદેશમાં આવે કે પંચમહાવ્રત અંગીકાર કરો-એ આવે. પણ એ તો જાણવા માટે. પણ નિશ્ચયમાં તો ભેદોનો કરાવનાર પણ નથી અને કરે છે એનો હું અનુમોદક પણ નથી અને કરે છે એનું હું કારણ પણ નથી. [“સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”] એનું નામ પરમાર્થ-પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પરમાર્થપ્રતિક્રમણ અર્થાત્ નિશ્ચયચારિત્રનો એક પેટાભેદ. સમજાય છે કાંઈ ?
હવે, “હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી.” ચાર કષાય કેવા છે? કે: ભાવકર્મસ્વરૂપ છે. “હું” તો અહંકાર થઈ ગયો તને (-વેદાંત કહે છે. પણ, એમ નથી! ત્યાં પરથી જુદો પડી ગયો. હું મારી ચીજ (ને ભાવું છું ). મારી ચીજ પરથી ભિન્ન છે. બધા ભેગા થઈ ગયા એમ નથી. સમજાણું કાંઈ ? ત્યારે “હું” એ “હું” માં અભિમાન નથી. “હું” માં આત્માની–પોતાની ભિન્નતા બતાવે છે. મારો આત્મા”. “હું”. એમ “હું” કહે છે. હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી. ક્રોધ-માન એ દ્રષમાં જાય છે અને માયા-લોભ આદિ એ રાગમાં જાય છે. એ ચારેય (કષાય) ને હું કરતો નથી, કરાવતો નથી, કરે છે એનું કારણ નથી અને અનુમોદક પણ નથી. “સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” આહા. હા ! વ્યવહારને ભાવતો નથી એમ કહે છે. વચ્ચે આવે છે; પણ તે તરફની મારી ભાવના નથી. આહા... હા! “હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્મા (ને જ ભાવું છું ).” ચૈતન્યનો વિલાસ ભગવાન, અતીન્દ્રિય આનંદથી અંદર છલોછલ ભર્યો છે, લબાલબ ભર્યો છે. આહા.. હા... હા ! અંતર ચેતન રતન, અનંત અનંત ગુણના આનંદ આદિ ગુણ રતનથી પરિપૂર્ણ ભર્યો છે. એની હું ભાવના કરું છું. વ્યવહારરત્નત્રયની નહીં અને નિશ્ચયરત્નત્રયના ભેદની પણ (ભાવના) નહીં. ઝીણી વાત બહુ, બાપુ! સમજાણું કાંઈ ? એ નિશ્ચયરત્નત્રય-ક્ષાયિક સમકિત (આદિ) એ માર્ગણાસ્થાનમાં આવી ગયું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com