SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ - પ્રવચન નવનીત: ભાગ-૨ પ્રભુ! મારગડા જુદા (છે) નાથ! (વીતરાગનો) માર્ગ, અંતર્મુખ દષ્ટિ કર્યા વિના, ક્યારેય હાથ આવે નહીં. આહા... હા! “છહુઢાળા” માં આવે છે ને..! “લાખ બાત કી બાત યહી, નિશ્ચય ઉર લાઓ; તોરિ સકલ જગ દંદ-ફંદ, નિજ આતમ ધ્યાઓ”. આહા.... હા ! એક (છંદમાં) કેટલું ભરી દીધું છે! ગાગરમાં સાગર ભરી દીધો છે. લાખ વાત હોય, ક્રોડ વાત હોય કે અનંત વાત હોય, પણ નિશ્ચય આત્મા, આનંદનો નાથ અંદર છે; એનો લંદ છોડો! આ ગુણી છે અને એમાં અનંતગુણ (છે) એવો કંઠ-દ્વત પણ છોડી દ્યો! આહા. હા! “નિજ આતમ (ધ્યાઓ)” -નિજ આતમ... પાછું; પરભગવાનને ધ્યાવો, એમ નહીં. એ તો પરદ્રવ્ય છે. આહા... હા ! “નિજ આતમ ધ્યાઓ.’ અહીંયાં તો એ કહે છે કેઃ (આત્મા) ચાર ભાવથી ગમ્ય નથી ! (પણ) ક્ષાયિકભાવમાંકેવળજ્ઞાનમાં તો આખું દ્રવ્ય જાણવામાં આવે છે. અને ઉપશમયોપશમભાવમાં પણ આત્મા જાણવામાં આવે છે. ક્ષયોપશમ, (એ) સમકિતનો ક્ષયોપશમ હું! અમથા અજ્ઞાનીઓના જ્ઞાનનો ક્ષયોપશમ નહીં. સમકિતમાં તો આત્મા પ્રતીતમાં ખ્યાલમાં આવે છે. અહીં તો (એને પણ) હેય કહ્યું! “ચાર ભાવાંતરોને અગોચર હોવાથી”—એનો અર્થ આ કે: ચાર ભાવ-પર્યાયના લક્ષથી અગમ્ય (અગોચર) છે! આહા... હા ! સમજાય છે કાંઈ ? સૂક્ષ્મ વાત છે, ભગવાન! ભગવાન અંદરમાં બિરાજે છે. પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ છો ને.. ભાઈ પર્યાયની પામરતા તારી નથી. આહા. હા ! ક્ષાયિકભાવ પણ પર્યાય (છે) એ તો અનંતમા. અનંતમાં.... અનંતમાં... ભાગની એક સમયની પર્યાય છે. અને એવી ક્ષાયિકપર્યાય સાદિ-અનંત (છે). જ્યારે કેવળજ્ઞાન થાય છે તો એ (પહેલા) એ પર્યાય નથી રહેતી; (નવી પ્રગટે છે ). (એ) પહેલી પર્યાયની મુદત એક સમયની છે. તો કેવળજ્ઞાન એક સમય, (પછી) બીજું કેવળજ્ઞાન બીજે સમયે (છે, એમ) બીજું... બીજું બીજું એવું સાદિ-અનંત કેવળજ્ઞાન; એની પર્યાયોનો પિંડ એ “જ્ઞાનગુણ” છે. એવા અનંતગુણનો પિંડ એ “આત્મા” છે. આહા... હા ! (અહીંયાં) એ આત્માને ચાર ભાવોથી (અગોચર) અગમ્ય કહ્યો. તો (કોઈ) એવો અર્થ લે (કે, આત્મા સર્વથા અગોચર છે, તો) એમ કહેવાનો આશય આચાર્યનો છે જ નહીં. (આ) પદ્મપ્રભમલધારિદેવની (સંસ્કૃત) ટીકા છે! (એનો) બ્ર. શીતલપ્રસાદજીએ (જે હિંદી અનુવાદ કર્યો છે એમાં) એનો અર્થ જ કર્યો નથી. જેમ ભાષા છે તેમ મૂકી દીધી છે. પણ ભાવાંતરનો અર્થ આ જે સ્વભાવભાવ નિત્ય પ્રભુ, આનંદદળ, અતીન્દ્રિય જ્ઞાનનો રસકંદ, ધ્રુવ, નિત્ય, ત્રિકાળ, એકરૂપ સ્વભાવ; એનાથી (ઔદયિકાદિ) ચાર ભાવ ભાવાંતર છે. એ (સ્વભાવ) ભાવથી અનેરા ભાવ છે! સમજાય છે કાંઈ? (“સમયસાર' માં અમૃતચંદ્રાચાર્ય પહેલા શ્લોકમાં કહ્યું કે:) “નમ: સમયસારીય સ્વાનુમૂલ્ય વારસો વિસ્વમાવીય મોવીય સર્વમાવીત્તેરછા –આવે છે ને.. સર્વભાવાંતરરિઝવે” –એ ચોથા પદમાં આવ્યું છે: “સર્વ ભાવાંતર' – પોતાના સિવાય બીજા ભાવ છે. બધાને જાણવાવાળો છે. અહીંયા કહે છે કેઃ “ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કારણપરમાત્મા )” Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy