________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૧૧ પદ્રવ્ય કહીને, (એનાથી જે) પરાઠુખ (છે) અને સ્વદ્રવ્યમાં (જેની) તીક્ષ્ણ બુદ્ધિ (છે) (એવી બુદ્ધિ) સમ્યગ્દષ્ટિજીવની (છે)!
“છબુઢાળા” માં આવે છે ને....! “મોક્ષમહલ કી પરથમ સીઢી, યા બિન જ્ઞાન ચરિત્રા.” – ધર્મની (એટલે) મોક્ષમહેલની પહેલી સીડી સમ્યગ્દર્શન છે, એ વિના, જ્ઞાન–ચારિત્ર બધું વ્યર્થ છે.
આહા... હા! અંતર્મુખ ધ્રુવ ચીજ, પરમસ્વભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, ભૂતાર્થભાવ, પરમપરિણામિકભાવ (રૂપ) જે દ્રવ્ય (છે) – (એને) પર્યાય સ્પર્શતી જ નથી. આહા.... હા ! પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. ચાહે તો પર્યાય ક્ષાયિકભાવની હોય! (કેમકે) પર્યાય, એ તો વ્યક્ત છે, પ્રગટ છે અને વસ્તુ અવ્યક્ત છે. પર્યાયની અપેક્ષાએ (વસ્તુ અવ્યક્ત.) પણ વસ્તુ અપેક્ષાએ તો
ગટ છે! આહા... હા ! પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી (તે કારણે ) પર્યાયમાત્ર દ્રવ્યમાં નથી! સમ્યગ્દષ્ટિનો વિષય-ધ્યેય, જે ધ્રુવ. ધ્રુવ દ્રવ્યસ્વભાવ; એમાં એ ક્ષાયિક (આદિ) ચાર ભાવ છે જ નહીં. પુણ્ય-પાપ, દયા-દાનના વિકલ્પ-ઉદયભાવ તો ઠીક; પણ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવ પણ પરમસ્વભાવભાવમાં નથી !
“જયધવલ” માં એક અપેક્ષાએ તો એમ પણ કહ્યું છે કે જે રાગ-દ્વેષ છે એ પારિણામિકભાવ છે. પરમપારિણામિકભાવ ભિન્ન (ચીજ) છે. (ત્યાં) પરમપરિણામિકની (જે) રાગાદિ (રૂપ) પર્યાય છે, (તેને) પારિણામિક ગણવામાં આવી છે; પરમપરિણામિક નહીં. પરમપરિણામિકસ્વભાવ તો અંતર્મુખ ધ્રુવ છે.
(અહીં તો કહે છે કે) જે પર્યાય સન્મુખતા છે તે પર્યાયથી વિમુખતા-પરાક્ષુખતા કરીને, જે અંતર તીક્ષ્ણ બુદ્ધિથી દ્રવ્યને અનુભવે છે, એને સમ્યગ્દષ્ટિ, અથવા જ્ઞાનની અપેક્ષાએ આત્મજ્ઞાની કહેવામાં આવે છે. શ્રદ્ધાની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ અને જ્ઞાનની અપેક્ષાએ આત્મજ્ઞાની. તો આત્મજ્ઞાનીનો શું અર્થ થયો? –આત્મા જે (ઉદય-ઉપશમાદિ) ચાર ભાવથી રહિત છે; એનું જ્ઞાન (જેને છે તે આત્મજ્ઞાની) છે. નિમિત્તનું જ્ઞાન ને રાગનું જ્ઞાન ને પર્યાયનું જ્ઞાન-એમ નથી લીધું, (પણ) આત્મજ્ઞાન (લીધું ) આહા... હા ! આત્મા જે પરમ પિંડ, આનંદકંદ પ્રભુ (છે), (એની અંતર) દષ્ટિ તીક્ષ્ણ કરીને (એ) અંતરમાં લગાવવી, અને પદ્રવ્ય અર્થાત્ પર્યાય (માત્ર) થી પરાઠુખ થવું!
(હવે કહે છે:) “એવા આત્માને “આત્મા” ખરેખર ઉપાદેય છે.” આહા... હા! કેવા આત્માને? કેઃ પર્યાયમાત્રથી જે પરાક્ષુખ (છે). સ્વદ્રવ્યમાં (જેની) તીક્ષ્ણ બુદ્ધિ (છે). તીક્ષ્ણ બુદ્ધિનો અર્થ: સ્વદ્રવ્યમાં શુદ્ધપયોગ લગાવી દીધો છે. “એવા આત્માને “આત્મા” ખરેખર ઉપાદેય છે.” આહા... હા! (કેવા) આત્માને? (ક) પરદ્રવ્યથી (જે) પરાઠુખ (છે). સ્વદ્રવ્ય સન્મુખ અથવા રક્ત (છે) અને (જેની) બુદ્ધિ તીક્ષ્ણ છે. આહા... હા ! (જેણે) પર્યાયમાં ઉપયોગને સૂક્ષ્મ કરીને, સૂક્ષ્મ દ્રવ્યસ્વભાવમાં લગાવ્યો છે. લગાવવાનો અર્થ તે તરફ ઝૂકવું. પણ એ પર્યાય, કંઈ દ્રવ્યમાં એક થઈ જતી નથી. પણ પર્યાયનો-તીક્ષ્ણ બુદ્ધિનો-ઝુકાવ ત્યાં દ્રવ્યસ્વભાવમાં ઊંડ ગયો-એવા આત્માને, “આત્મા” ખરેખર ઉપાદેય છે. આહા.... હા ! આવો માર્ગ છે!! એ આત્મા ત્રિકાળી જ્ઞાયકભાવ, ભૂતાર્થભાવ (છે). એ “આત્મા” -પર્યાયથી પરાઠુખ જેની દષ્ટિ છે એવા આત્માને-ઉપાદેય છે! આહા.... હા! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે. ભગવાન! વાત તો એવી છે! પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com