________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૯ – ૩૦૩ વ્યવહારથી છે. આહા... હા! એકકોર મોક્ષનો માર્ગ નિશ્ચય છે એમ કહેવો અને એક બાજુ કહેવું કે એ તો વ્યવહાર છે, દ્રવ્યની અપેક્ષાએ. નિશ્ચય તો, રાગનો ભાવ નથી અને સ્વભાવનો આશ્રય છે, માટે નિશ્ચય છે. પણ છે એ પર્યાય અને વ્યવહાર. ત્રિકાળ દ્રવ્યની અપેક્ષાએ એ પણ વ્યવહાર છે. આહા... હા! એક બાજુ રાગને વ્યવહારરત્નત્રય કહેવો. એકકોર નિશ્ચયરત્નત્રયને વ્યવહાર કહેવો!
આહા.... હા! (વસ્તુ સ્વરૂપ) સમજ્યા વિના બધી જિંદગી હાલી જાય છે! પોતાને જે કરવાનું છે એ કરવું નથી અને (બાહ્યપ્રવૃત્તિની) ધમાલ.. ધમાલ... ધમાલ. “હું કંઈક ધર્મ કરું છું' , એ બતાવવા બારના ઠાઠ બધા (ક) જુઓ ને.. અમે કંઈક કર્યું, એમાં મૂળ વાત રહી ગઈ.
અહો જિનંદ્ર ! આવું તે તત્ત્વ; પાછું એમ કહે છે: “આવું તે તત્ત્વ'. એકકોર પરમાત્મતત્ત્વમાં ધ્યાનાવલી નથી; અને એકકોર (એ) વ્યવહારમાર્ગે છે, એ પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. –આવું તે તત્ત્વ, “અહો ! મહા ઈદ્રજાળ છે.” જેમ ઇંદ્ર લશ્કરને વૈક્રિયક કરે અને સંકેલે ત્યારે એકલો હોય. પ્રભુ! તારા નયનો અધિકાર ઇંદ્રજાળ જેવો છે. આહા... હા! એને ન સમજે તો ફસાઈ જાય એવું છે. સમજાણું કાંઈ ?
અહો ! આવું મનુષ્યપણામાં વીતરાગીમાર્ગ છે એને આદરવો ને સેવવો એ કોઈ પળ ધન્ય છે. બાકી તો બધાં થોથાં છે. આહા. હા! બહારના દેખાવ કર્યા–પાંચપચાસ લાખ-કરોડ ખચ્ય, મંદિરો બનાવ્યાં ને ગજરથ કરાવ્યા ને પણ અરે ! તને નિવૃત્તિ, વિચાર કરવા (માટે) ન મળે અને આમાં ને આમાં રોકાઈ જાય છે! કરોડો મંદિરો બનાવે ને એક એકમાં કરોડો રૂપિયા ખર્ચ ને.... (તોપણ) ત્યાં ધર્મ નથી. એ તો એક શુભભાવ છે. એ ધર્મ નથી અને ધર્મનું કારણ પણ નથી. આવી વાત જગતને આકરી પડે.
અહીં તો વ્યવહારરત્નત્રય નિશ્ચયનું કારણ તો નથી એટલે વ્યવહારરત્નત્રય તો દ્રવ્યમાં નથી પણ નિશ્ચયરત્નત્રય પણ એમાં નથી. એ પર્યાય ઉપર-ઉપરટપકે છે, અંદર પેસતી નથી. દ્રવ્ય ઉપર પર્યાય તરે છે. પર્યાય દ્રવ્યમાં પેસતી નથી. આહા.. હા! શું વાણી !! દિગંબર સંતોની વાણી સાક્ષાત્ પરમાત્માની વાણી છે. એ વાણી (બીજ) ક્યાંય મળે એવી નથી. અને જેના ઘરમાં છે એને ય હજી ખબરું ય ન મળે.
“હે જિસેંદ્રઆવું તે તત્ત્વ (- તે નય દ્વારા કહેલું વસ્તુસ્વરૂપ), અહો ! મહા ઇંદ્રજાળ છે.” એકલી ઇંદ્રજાળ ન લીધું... જોયું! “મહત ઇંદ્રજાળ'. પાઠમાં છેઃ “સ્તત્વ જિનેન્દ્ર તવેદો મહિન્દ્રનામ” –એ મોટી ઇંદ્રજાળ છે. ઇંદ્ર લાખો-કરોડો માણસો એકકોર વિક્રિય (થી) બનાવે છે ને....! (અને એને) સંકેલીને એકલો ઊભો રહે. એમ, વ્યવહાર અને નિશ્ચયની વાતો કરે અનેક. (એને) સંકેલી કાઢીને (કહે કે) મોક્ષના માર્ગની પર્યાય પણ દ્રવ્યમાં નથી, ત્યાં તારી દષ્ટિ હોવી જોઈએ. અને તે દષ્ટિ કાયમ રહેવી જોઈએ. આહા... હા! આવો માર્ગ!! (હવે,) બીજો શ્લોક ૧૨):
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com