Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/005960/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'પીયો અનુભવ ૨સ થાલા આચાર્યશ્રી વિજ્યભદ્રગુપ્તસૂરીશ્વ૨જી | Page #2 -------------------------------------------------------------------------- ________________ ક પીયો અનુભવરસ પ્યાલા, શ્રી વિજયસિંહસૂરિ - વિરચિત શાભ્યશતક (મૂળ શ્લોક-અર્થ-વિવેચન) : વિવેચનકાર : આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ કંબોઈનગર પાસે, મહેસાણાઃ ૩૮૪૦૦૨ વિ.સં. ૨૦૫૧ શ્રાવણ ઈ.સ. ૧૯૯૫ મૂલ્ય: રૂ. ૨૫/- . પ્રતઃ ૩000 : ટાઈપ - સેટીંગ્સઃ મેક ગ્રાફીક્સ, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ : મુદ્રક : ચંદ્રિકા પ્રીન્ટરી, અમદાવાદ - ૩૮૦ ૦૦૧. : પ્રાપ્તિસ્થાનો : ૦ સેવંતીલાલ વી. જૈન ૦ ૨૦) મહાજન ગલી ઝવેરી બજાર, મુંબઈ - ૨ (ફોન - ૨૦૬૬૭૧૭ – ઓફીસ) • ચીમનલાલ કોઠારી ૯. એસ. ટી. સ્ટોલ શંખેશ્વર - તીર્થ (Via - હારીજ) Page #4 -------------------------------------------------------------------------- ________________ (ગ્રંથ અને ગ્રંથકાર) સર્વ ધર્મોના પ્રવર્તક મહાત્માઓએ મનુષ્ય જીવનની શ્રેષ્ઠતા સ્વીકારી છે. મનુષ્ય જમાયાનાં, અવિદ્યાનાં, કર્મોનાં બંધનો તોડી પરમાનન્દ-પદ પ્રાપ્ત કરી શકે છે, આ વાત કહી ગયા છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પણ મનુષ્ય જીવનને અતિ દુર્લભ જીવન કહીને, એ જીવનનો સદુપયોગ કરવાનો ઉપદેશ આપ્યો છે. પરંતુ બહુ જ ઓછા મનુષ્યો આ ઉપદેશને જાણે છે, સમજે છે. એમાંય ઘણા ઓછા જીવો એ ઉપદેશને જીવનમાં જીવવા પ્રયત્ન કરે છે. જે જીવે છે, જે માણે છે, તે ખરેખર ધન્ય બની જાય છે. અલ્પકાલીન અને અનિશ્ચિત જીવનમાં આત્મહિત કરી લેવાની વાત, બહુ જ ઓછા મનુષ્યો સમજે છે. પરંતુ એવા આત્મહિત માટે તત્પર; સંસાર પ્રત્યે વિરફત આત્માઓ માટે આ “શામ્યશતક' નામનો લઘુગ્રંથ પ્રેરણાદાયી - આનંદદાયી બનશે. આ ગ્રંથ વિસ્તારમાં લઘુ છે, છતાં એમાં પ્રરૂપાયેલા તત્ત્વજ્ઞાનથી મહાનુ છે. તેનો એક-એક શ્લોક વાચકના દયમાં સાત્ત્વિક વૃત્તિ અને તત્ત્વોનુસંધાન પેદા કરે છે. વિષયવિરાગ, સર્વાત્મભાવના, વિવેક-બુદ્ધિ, કષાય-તિરસ્કાર, સમત્વભાવ વગેરે સદ્ગણોના સંસ્કારો નાખે છે, તે સંસ્કારોને પુષ્ટ કરે છે અને આસ્તિકતાને વૃઢ બનાવે છે. આ શામ્યશતક'નાં તમામ પદ્યો શામભાવને પુષ્ટ કરનારાં છે. કોઈ પણ મુમુક્ષુ - સાધુ કે સંસારી, આ ગ્રંથના શ્લોકોને કંઠસ્થ કરે, અર્થના મનન સાથે સ્વાધ્યાય કરે તો તેની મનઃસ્થિતિ ઉચ્ચ ભૂમિકા (આધ્યાત્મિક ભૂમિકા) પ્રાપ્ત કરે " જ, એ નિઃશંક વાત છે. ગ્રંથકાર આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરીશ્વરજીએ આ ગ્રંથમાં શામ્યભાવને પુષ્ટ કરનારા ઉત્તમ વિષયો સંક્ષેપમાં આપ્યા છે. સર્વપ્રથમ આદ્ય પરમેષ્ઠિનું ધ્યાનાત્મક મંગળકરી, મહાનુ યોગીપુરુષોના વિજયસ્વરૂપ બીજું મંગલ કર્યું છે. તે પછી શામ્યગુણના ઉત્તમ આનંદને ઘણી સારી રીતે વર્ણવ્યો છે. ત્યારબાદ બાનાવસ્થાના લયનું સ્વરૂપ બતાવીને, તેનાથી આત્મજ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ બતાવી છે. તે પછી ગ્રંથના મુખ્ય વિષય સમત્વના સ્વરૂપને પલ્લવિત કરવા માટે ઔદાસીન્ય, નિમમત્વ, વૈરાગ્ય આદિ ગુણોનું સ્વરૂપ બતાવ્યું છે. મોહ-રાગ-દ્વેષના ત્યાગ માટે સારું એવું વિવેચન કર્યું છે. તે પછી, વાસનાનો ત્યાગ, ક્ષમાનો સ્વીકાર, અહંકાર વિજય, માનનો નાશ, Page #5 -------------------------------------------------------------------------- ________________ માયાનો વિલય વગેરેનું સ્વરૂપ અલંકારિક ભાષામાં વર્ણવ્યું છે. લોભ અને સંતોષ વગેરે પરસ્પર વિરોધવાળા ગુણ-અવગુણ ઉપર ચમત્કારિક ભાવ દર્શાવનારા શ્લોકોથી અને કષાય તથા ઇન્દ્રિયોની પ્રબળતાને હઠાવનારા ઉત્તમ ઉપાયો બતાવીને ગ્રંથકારે સદ્ભય વાચકોના મનને સારી રીતે આકર્ષ્યા છે. છેવટે કામ, કામવાસના, કામચેષ્ટા, મનની પ્રબળતા વગેરેનું યથાર્થ સ્વરૂપ બતાવી, ગ્રંથના મુખ્ય વિષય "શામ્યભાવ"નું પ્રૌઢ માહાભ્ય દર્શાવી ગ્રંથકારે મુખ્ય વિષય "શામ્યભાવ"નું પ્રૌઢ માહાભ્ય દર્શાવી આ લઘુગ્રંથ સમાપ્ત કર્યો છે. આ શામ્યશતકના રચયિતા આચાર્યશ્રી વિજયસિંહસૂરિજી કયાં અને કયારે થઈ ગયા, એ ઈતિહાસ મળતો નથી. ગ્રંથના અંતે તેમણે એક શ્લોકની પ્રશસ્તિમાં તેઓના ગુરુદેવના નામનો ઉલ્લેખ કર્યો છે. તેઓ આચાર્યશ્રી અભયદેવસૂરિજીના શિષ્ય હતા. પરંતુ ભગવાન મહાવીરસ્વામીની શાસનપરંપરામાં છ અભયદેવસૂરિ થઈ ગયા છે ! આ ગ્રંથકાર કયા અભયદેવસૂરિજીના શિષ્ય હતા, તેનો નિર્ણય થઈ શકયો નથી. છતાં, ગ્રંથકાર શ્રી વિજયસિંહસૂરિજીનું નામ, જિનશાસનમાં ગૌરવપૂર્વક લેવામાં આવે છે. તેઓના પ્રબુદ્ધ હૃદયનું અભિજ્ઞાન, તેમના આ આધ્યાત્મિક ગ્રંથ પરથી જણાઈ આવે છે. તેઓની આ રચના, મુમુક્ષુ આત્માઓને જ્ઞાનની ઉન્નત સ્થિતિએ પહોંચાડનારી છે. મુમુક્ષુ આત્માઓનું શ્રેય કરવા માટે જ તેઓનો આ ભારે પરિશ્રમ દેખાઈ આવે છે. ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જેવા પ્રકાંડ વિદ્વાને, પોતાના શિષ્ય હેમ વિજય મુનિના સ્વાધ્યાય માટે આ ગ્રંથનો દોહારૂપે અનુવાદ કર્યો છે. "સમતાશતક” રૂપે એ પ્રસિદ્ધ છે. આ ગ્રંથની ઉપાદેયતા માટે બીજી કોઈ સાક્ષીની જરૂર છે ખરી ? સાવા ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન-મનન-અધ્યયન કરવાથી મનોવૃત્તિ સમભાવથી પુષ્ટ થાય છે. વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે સ્નેહ જાગ્રત થાય છે. સંસારના મોહજનક પ્રસંગોમાં જીવાત્મા લોલુપ નથી બનતો. મુમુક્ષુ આત્માઓનું જ્ઞાનબળ અને તપોબળ વૃદ્ધિ પામે છે. આ સંસારના પ્રપંચનું સ્વરૂપ સમજાય છે. અંતઃ કરણમાં ગુપ્તરૂપે રહેલા દોષોની જાણ થાય છે. તે દોષોને દૂર કરવાની પ્રબળ ભાવના જાગે છે. મિથ્યાત્વનો અંધકાર નાશ પામે છે અને સમ્યગુ દર્શનનો પ્રકાશ ઝળહળી ઊઠે છે ! પંચગીની શ્રાવણ સુદ : ૧ વિ. સં. ૨૦૧૧ થુનને Page #6 -------------------------------------------------------------------------- ________________ એક પત્ર : આત્મસાધકને પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, તમારો પત્ર મળ્યો. તમે લખ્યું છે કે બે વર્ષથી હું સિવિયર ડિપ્રેશનથી પીડાઉ છું. મુંબઈ-અમદાવાદ-કલકત્તાના ઘણા બધા સારા ડૉક્ટરોને મળી ચૂકયો છું. મનની આ ઊંડી ઉદાસીની દવાઓ પણ મેં લીધી, પણ હજુ સુધી કંઈ ફરક પડયો. નથી. મને સમજાતું નથી કે મારે હવે શું કરવું? આનો શું કોઈ ઇલાજ જ નથી?” છે, ઇલાજ છે ! તમે મનની તીવ્ર ઉદાસીનો, મંદોત્સાહનો-ડિપ્રેશનનો જે અનુભવ કરી રહ્યા છો, એવો અનુભવ ઘણા બધાને કોઈને કોઈ વખતે થતો હોય છે. આવા કેસોમાં મનોચિકિત્સકોનો એક ચોકકસ અભિગમ હોય છે. અને તેમની આપેલી દવાઓથી ઘણા લોકોને ફાયદો પણ લાગે છે. તમને કોઈ ફાયદો નથી, લાગતો, એ પણ હકીકત છે. મિત્ર, કોઈ દેખીતા કારણ વિના તમે તમારા મનમાં “ઓટ'નો અનુભવ કરો. છો. તમને તમારા જીવનમાં કોઈ રસ ના રહ્યો હોય, એવું લાગે છે! કોઈની સાથે વાતો કરવી પણ ગમતી નથી ને ? પાંજરામાં પુરાયેલા ઉંદરની જેમ તમારૂં મન અંદરને અંદર દોડયા કરે છે. એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તમને દેખાતો નથી. મનની આવી મંદીના કેટલાંક કારણ હોય છે. ગૃહસ્થોના જુદાં, સાધુઓના - સાધકોના જુદા. બંનેની સમાનતા એક હોય છેઃ એક સરખા દિવસો, એક સરખો જ નિત્યક્રમ અને એક જ ઘરેડની આ જીંદગીથી કંટાળો! અહીં-તહીં મનને પ્રફુલ્લિત કરવા માટેના ઇલાજો કરે છે, પરંતુ મન, ઉત્સાહ-ઉમંગની કોઈ ભરતી અનુભવતું નથી! કશું જ ગમતું નથી. કયાંય સારું લાગતું નથી. ખોટા-ખોટા વિચારો આવ્યા કરે છે. રોજિંદા કાર્યો શૂન્યમનસ્ક કે અન્યમનસ્ક રીતે કરે છે. ફુરસદમાં કંટાળાની લાગણી તીવ્ર બને છે ! તમને આ વાતો સાચી લાગશે. લાગે છે ને? આવા સંજોગોમાં મનની જે મંદી જન્મી, નિરાશાહતાશાની પ્રબળ લાગણીથી મન ભરાઈ ગયું અને નિરર્થકતાનિષ્ફળતાની લાગણી ડંખ્યા કરી, ત્યારે તમે મને પત્ર લખી નાંખ્યો, બરાબરને? સારું કર્યું તમે મને પત્ર લખ્યો. મને તમે ઘણું ચિંતન-મનન કરવા પ્રેર્યો. મોટા ભાગે તો મારી એવી ધારણા હતી કે ડિપ્રેશન'નો આ રોગ ગૃહસ્થોને થાય છે. પરંતુ તમારા પત્રથી મારી ઝાંખી ઝાંખી ધારણા નિશ્ચિત બની કે સાધકોને - સાધુઓને (સાધ્વીઓને પણ) પણ ડિપ્રેશન - મનની મંદી આવે છે. તમે તો પ્રૌઢ - સાધુ છો, (લગભગ ૫૦ વર્ષ) યુવાન સાધુઓને પણ ડિપ્રેશન’ આવે છે. આનાં Page #7 -------------------------------------------------------------------------- ________________ કારણ મેં હમણાં જ લખ્યાં - ૧. એક જ ઘરેડની આ જીંદગી, ૨. કંઈ ગમતું નથી, ઉત્સાહ નથી, ઉમંગ નથી. ૩. કયાંય સારું લાગતું નથી. ૪. ખોટા-ખોટા વિચારો. પ. શૂન્યમનસ્કતા, અન્યમનસ્કતા. ૬. જીવનની નિષ્ફળતાની લાગણીનો ડંખ. ૭. કંટાળો...કંટાળો કંટાળો. બરાબરને ? મુનિરાજ ! સહુથી મોટું અને મહત્વનું કારણ બતાવું? જે સાધુ વૈરાગ્યમાર્ગ પર વિજય નથી મેળવતો, વૈરાગ્યને દ્રઢ-પરિપક્વ નથી કરતો, તેને મનની મંદી સતત સતાવતી રહે છે! પ્રશમરતિમાં ભગવાન ઉમાસ્વાતીએ કહ્યું છેઃ तत्प्राप्य विरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्यः । ન્દ્રિય-ગાય-વ-પરીસહ-સંપવિથોણ છે સાધુ બની ગયા પછી પણ વૈરાગ્યની જ્યોત જ્વલંત રાખવી, ઘણી મુશ્કેલ હોય છે. તેનાં કારણો તેમણે આપ્યાં છે :૧. ઈન્દ્રિયોની ચંચળતા, ૨. કષાયોની પ્રબળતા, ૩. ગારવો (રસ - અદ્ધિ - શાતા) ની પ્રચુરતા. ૪. પરીસહો સહવાની કાયરતા. આ ચારે નબળાઈઓ છે ને આજના સાધુમાં? તમારે કબૂલ કરવું પડશે. આજે સાધુ આ નબળાઈઓને સ્વીકારીને જીવી રહ્યો છે ! એ ઇન્દ્રિયોને પરવશ છે. એ કષાયોને આધીન છે. એ ગારવોને ઇચ્છે છે અને પરીસહો સહવાથી દૂર ભાગે છે. એ કેય પરિસહ આનંદથી સહવા તૈયાર નથી... પછી મનની મંદીનો - ડિપ્રેશનનો શિકાર બને જ ને ! છતાં તમને હું કહું છું કે કશી દવા લીધા વિના મનની આ મંદી દૂર કરી શકાય છે. ડિપ્રેશનની તીવ્ર લાગણી કોઈને કોઈવાર-ઘણીવાર તો વર્ષો સુધી અનુભવી હોય તેવી વ્યક્તિઓનાં મોટાં નામ જોઈએ તો તેમાં મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યુટન, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, સર વિન્સ્ટન ચર્ચિલ, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન જેવા અનેકોનો સમાવેશ થાય છે. ચર્ચિલે તો પોતાના ડિપ્રેશનને જીવતું નામ આપ્યું હતું Black Dog'ચર્ચિલને જ્યારે ડિપ્રેશનનો હુમલો આવતો Page #8 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે કહેતા - બ્લેક ડોગ મારી પાછળ પડયો છે ! આ ડિપ્રેશનનો કાળો કૂતરો કોઈને કરડી ગયાનો અનુભવ થાય છે, તો કોઈને એની ભસાભસથી બહુ ડર લાગે છે ! ઘણા બધા લોકોએ ડિપ્રેશનના આ કાળા કૂતરાથી ડર્યા વિના, મક્કમપણે તેનો સામનો કર્યો છે. આ સામનો જુદી જુદી વ્યક્તિઓએ જુદી જુદી રીતે કર્યો છે. એ બધી રીતો તમને પછી બતાવું છું. આજે મારે તમને પહેલી અને અતિ અસરકારક રીત બતાવવી છે. અને એ રીત છે વાંચનની, અધ્યયનની, મનનની. તમે નીચેના ગ્રંથોનું અધ્યયન-મનન કરો ઃ ૧. શાનસાર. ૨. યોગસાર ૩. અધ્યાત્મસાર ૪, શામ્યશતક ૫. વૈરાગ્યશતક ૬. ધ્યાનશતક મુનિરાજ, તમે સંસ્કૃત-પ્રાકૃત ભાષાને જાણો છો. આ ગ્રંથોના અર્થ તમે જાણી શકો છો. તમે અવશ્ય આ ગ્રંથોનો સ્વાધ્યાય કરજો. આની સાથે સાથે થોડા પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાયેલા કેટલાક ગ્રંથોના નામ સૂચવું છું - ૧. સમાધિશતક ૪. ક્ષમા છત્રિશી ૨. સમતાશતક ૩. પુદ્ગલ ગીતા આ રચનાઓને કંઠસ્થ કરી, તેનો સ્વાધ્યાય કરતા રહો. આ રચનાઓ ‘આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ' નામના પુસ્તકમાંથી મળશે. (પ્રકાશક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા) અમે પણ આ છ રચનાઓને નાની પોકેટ સાઈઝમાં છપાવીને પ્રકાશિત કરવા ધારીએ છીએ. સાધુ-સાધ્વી-સંઘમાં આ રચનાઓનો પ્રસાર કરવો ઘણો નાવશ્યક અને ઉપકારક લાગે છે. ૫. પરમાત્મ ઇત્રિશી ૬, યતિધર્મ બત્રિશી સાધુ-સાધ્વી બન્યા પછી તરત જો આ રચનાઓ કંઠસ્થ કરાવવામાં આવે તો સાધુ-સાધ્વીનો વૈરાગ્ય જીવંત રહે. પછી સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન મળ્યા પછી, ‘જ્ઞાનસાર’ આદિ અને ‘શામ્યશતક’ આદિ છ ગ્રંથો કંઠસ્થ કરવામાં આવે તો સાધુસાધ્વીને પોતાની આરાધનાની ચોક્કસ દિશા મળે અને તેમનું મન કયારેય મંદી · ન અનુભવે. છ આ બધા ગ્રંથો, (અને આવા બીજા પણ ‘પ્રશમરતિ’ ‘શાન્તસુધારસ' વગેરે ગ્રંથો) મનની તરડાયેલી ધરતી પર પુષ્કરાવર્ત મેઘ-વર્ષા જેવા છે, કાજળઘેરી કાળી રાતના અંધારા જેવા મનની અંદર મધ્યાહ્નના સૂર્યના કિરણો જેવા છે. આ ગ્રંથો તમને ઉત્સાહ-ઉમંગથી ભરી દેશે. ઇન્દ્રિયોની ચંચળતા ઘટશે અને કષાયો ઉપશાન્ત થશે. અલબત્ત, તમારે આ બે ધ્યેય જીવંત રાખવાં પડશે. ગારવોની આસક્તિ ઘટશે અને પરિષહોને સહવાની શક્તિ વધશે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રિય મુનિરાજ, હવે એકલતાની અંધારી કોટડીમાંથી બહાર નીકળો. સુખદુઃખના જાતજાતના તોફાનોમાં ઘેરાયેલા જિંદગીના મહાસાગરના કિનારે ઊભા રહો. ઊભા ઊભા તેનું દર્શન કરો. તમારા મનમાં ડિપ્રેશન લાંબુ ટકી શકશે નહીં. દરિયો તોફાની છે તે જાણવા છતાં પોતાની હોડીને મુકામ પર પહોંચાડવા તત્પર સાગરખેડુઓને જે જુએ છે તેને પોતાના મનની ઉદાસીના ખાબોચિયામાં જ પડયા રહેવાનું ગમે નહીં વ્હાલા મુનિવર, તમે તમારા અંતરાત્માને પૂછો ઃ સાધુ છું ને ? એક સાધુ તરીકે મારામાં જે કાંઈ રચનાત્મક ગુંજાશ છે, તેનો મેં શું ઉપયોગ કર્યો ? મારા સાથી, મારા પરિચિત મૂનિઓની ઉદાસી દૂર કરી ? તમારા પરિચયમાં આવનારા જીવાત્માઓને આત્મજ્ઞાનનો પ્રકાશ આપ્યો ? એમને શાન્તિ-સમતા અને પ્રસન્નતાનો અનુભવ કરાવ્યો ? સુજ્ઞ મુનિવર, તમારા કુંડાળાની બહાર બીજા પણ સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા સાથે તમારી સગાઈ છે, તમારો સંબંધ છે - એ વાત તમે જાણો છો ને? પરમાત્માના ચતુર્વિધ સંઘમાં એ બધાનો સમાવેશ છે ! આ ચતુર્વિધ સંઘનો નાતો સર્વશ્રેષ્ઠ નાતો છે, આ વાત ન ભૂલશો. - વિદ્વાન મુનિરાજ, તમારામાં ઘણી બધી રચનાત્મક ગુંજાશ છે તેને શોધી કાઢો. તેને અનુરૂપ તમે નવાં જીવનધ્યેય નકકી કરો. એ જીવનધ્યેયોને દ્રઢતાથી અનુસરો. એની સાથે સાથે તમે તમારા મનને ઔષધ અને ખોરાક આપો. એ ઔષધ ને ખોરાક છે ઈષ્ટ-પરમાત્માનું સ્મરણ અને ચિંતન. તમારા શ્રદ્ધેય તીર્થકર પરમાત્માનું ખૂબ સ્મરણ કરતા રહો અને એમની કૃપાને પાત્ર બનતા રહો. | મુનિવર, એક અગત્યની વાત કરું. તમારી સાથે રહેનારા-જીવનારા મુનિવરોની ભૂલોને માફ કરતા રહો. એમને ક્ષમા આપતા રહો. એમની સાથે નેહભર્યું સાહચર્ય સ્થાપિત કરો. એમના જીવનમાં રસ લેવાનું શરૂ કરો. તમારા પ્રત્યે આંતર પ્રીતિ છે; માટે આ પત્ર લખ્યો છે. ખાસ તો આ ‘શામ્યશતક' વાંચી જવા - વિચારી જવા તમને લખવું જ હતું, ત્યાં તમારો પત્ર આવ્યો ! એટલે વિસ્તૃત પત્ર લખાઈ ગયો ! તમે મારા સ્વાથ્યની ચિંતા કરો છો, એ સ્વાભાવિક છે. ચિંતાજનક સ્વાથ્ય નથી. ખૂબ સ્વસ્થતા ને પ્રસન્નતા છે. આ અંગે તમને અવસરે પત્ર લખીશ. મારા યોગ્ય સેવાકાર્ય લખજો. જલ્દી સ્વસ્થ બનો, એ જ કામના. Page #10 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अर्ह नमः 'चीयो अनुभवरस घ्याII' श्री विजयसिंहसूरि - विरचित शाम्यशतक Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ अहंकारादिरहितं निःछद्मसमतास्पदम् । आद्यमप्युत्तमं किंचित् पुरुषं प्रणिदध्महे ॥१॥ : અર્થ : અહંકાર આદિ દોષોથી રહિત, સ્વાભાવિક સમતાના સ્થાનરૂપ, અને સર્વપ્રથમ થયેલા ઉત્તમ એવા કોઈ અનિર્વચનીય પુરુષનું અમે ધ્યાન કરીએ છીએ. : વિવેચન : આચાર્યશ્રી વિજયસિંહસૂરિ, એક શ્રેષ્ઠ પૂર્ણપુરુષનું ધ્યાન કરીને ‘શામ્યશતક’ ગ્રંથનો મંગલ પ્રારંભ કરે છે ! પોતાના હૃદયકમળમાં તેઓ એવા આદ્ય અને ઉત્તમ પુરુષને પધરાવીને એમનું ધ્યાન કરે છે. ‘સ્વયંબુદ્ધ’ એવા સમતાસાગર પૂર્ણ પુરુષને ધ્યેય બનાવે છે. તેઓ સ્વાભાવિક સમતાભાવથી પરિપૂર્ણ હોય છે. કૃત્રિમ સમતા તેમનામાં નથી હોતી. કારણ કે તેમનામાં અહંકાર, અભિમાન, દંભ, માયા-કપટરાગ-દ્વેષ આદિ દોષો નથી હોતા. તેઓ સર્વ દોષોથી મુક્ત હોય છે. સર્વ ગુણોથી યુક્ત હોય છે. ગ્રંથકાર આચાર્યદેવ આવા વીતરાગ અરિહંત પરમાત્માનું ધ્યાન કરે છે. એમને શામ્ય-સમતાના વિષય પર લખવું છે, એટલે તેમણે એવી શ્રેષ્ઠ વિભૂતિમાં ‘નિઃછદ્મસમતા’નું દર્શન કરી, એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વીતરાગમાં અનંત ગુણો હોય છે, તેમાંથી એમણે ‘સ્વાભાવિક સમતા ગુણનો ખાસ નિર્દેશ કર્યો છે, તે ઘણો સૂચક છે ! કારણ કે એમને ‘સહુ જીવો સમતા પામો...' આ ભાવના અભિપ્રેત છે. માટે જ તેઓ આ ગ્રંથ લખવા તત્પર બન્યા છે. સમતાસાગર વીતરાગ પરમાત્માનું ધ્યાન કરીને, ગ્રંથકાર પોતાના · ‘વ્યક્તિત્વને સમતા-ભાવથી રસી દે છે ! સમતા-ભાવથી ઓતપ્રોત કરી દે છે... અને આ રીતે તેઓ સ્વયં ‘યોગી’ કક્ષામાં મુકાઈ જાય છે ! કારણ કે શામ્ય=સમતા-ગુણ યોગીપુરુષોનો જ વિશિષ્ટ ગુણ હોય છે. સમતાયોગી બનીને તેઓ ‘સમતા-શતક’ની, ‘શામ્યશતક’ની રચના કરે છે ! શામ્યશતક ૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ उन्मनीभूयमास्थाय निर्माय-समतावशात् । जयन्ति योगिनः शश्वदंगीकृत-शिवश्रियः ॥२॥ : અર્થ : માયારહિત સમતાના કારણે ઉન્મનીભાવ' પ્રાપ્ત કરીને, હમેશાં મોક્ષલક્ષ્મી અંગીકાર કરનારા યોગીઓ જય પામે છે. .: વિવેચન : યોગી પુરુષોનો જય હો !” આ વિશ્વમાં સદૈવ-સર્વત્ર યોગી પુરુષો જ વિજય પ્રાપ્ત કરે છે. ' ભોગી પુરુષો સદૈવ-સર્વત્ર પરાજય પામતા હોય છે ! વિજયનું મૂળ કારણ હોય છે, એમનો સમતાભાવ. માયારહિત સમતાભાવ! એમની સમતા સહજ હોય છે. કોઈ સ્વાર્થ-પ્રેરિત સમતા નથી હોતી. દાંભિક સમતા નથી હોતી. દાંભિક સમતા તો તમને રાખવી પડે કે જેમને કોઈ ભૌતિક કાર્ય સિદ્ધ કરવું હોય. કોઈ સ્વાર્થ-સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ! યોગીપુરુષો તો ભૌતિક ઋદ્ધિ-સિદ્ધિ તરફ ઉદાસીન હોય છે, નિર્મમ હોય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનાસંગઅનાસક્ત હોય છે ! આવી સહજ સમતાથી યોગીને ‘ઉન્મની ભાવની પ્રાપ્તિ થાય છે! बहिरंतश्च समंतात् चिंताचेष्टापरिच्युतो योगी । तन्मयभावं प्राप्तः कलयति मृशमुन्मनीभावम् ॥ (યોગશાસ્ત્ર, પ્રાશ ૨૨) ‘બાહ્ય અને આંતર સર્વથા ચિંતારહિત અને ચેષ્ટારહિત થયેલા યોગી, તન્મયભાવને પ્રાપ્ત કરી, અત્યંત ‘ઉન્મનીભાવીને ધારણ કરે છે.” આત્મા મનને પ્રેરણા કરતો નથી. મન ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી, ત્યારે ઉભય-ભ્રષ્ટ બનેલું મન સ્વયં જ નાશ પામે છે ! આ રીતે મનનો નાશ થવો, એનું નામ ઉન્મનીભાવ! મનનો પ્રેરક-ભાવ અને પ્રેર્ય-ભાવ નષ્ટ થઈ જાય, ચિંતા, સ્મૃતિ વગેરે મનોવ્યાપાર વિલય પામે એટલે નિર્વાત (વાયુ વિનાના) સ્થાનમાં ૨ A ANANAGARશામ્યશતક Page #14 -------------------------------------------------------------------------- ________________ રહેલા દીપકની જેમ આત્મામાં ‘તત્ત્વજ્ઞાન'નો ઉદય થાય છે. અતિ ચંચળ, અતિ સૂક્ષ્મ અને તીવ્ર ગતિવાળા મનને, જરાય પ્રમાદ કર્યા વિના, જરાય વિશ્રામ કર્યા વિના, ઉન્મનીભાવથી ભેદી નાંખવું જોઈએ, વિંધી નાંખવું જોઈએ. આવી અમનસ્કતા (ઉન્મનીભાવ) આવે ત્યારે યોગી પુરુષ પોતાના શરીરને, જાણે વિખરાઈ ગયું, બળી ગયું, ઉડી ગયું... વિલય પામી ગયું... એમ સમજે. અર્થાત્ શ૨ી૨૨હિત શુદ્ધ આત્માની અનુભૂતિ કરે. આ રીતે ઉન્મનીભાવરૂપ નૂતન અમૃતકુંડમાં મગ્ન થયેલો યોગી અનુપમ અને ઉત્કૃષ્ટ તત્ત્વામૃતનો આસ્વાદ અનુભવે છે ! આવો આસ્વાદ અનુભવે છે ત્યારે મુદ્દત વ માતિ યોની' - યોગી મુક્તાત્માની જેમ શોભે છે ! અર્થાત્ મોક્ષલક્ષ્મી જાણે અંગીકાર કરી હોય, તેવો યોગી શોભે છે. यो जाग्रदवस्थायां स्वस्थः सुप्त इव तिष्ठति लयस्थः । श्वासोच्छ्वासविहीनः स हीयते न खलु मुक्तिजुषः ॥ ४७ ॥ (યોગશાસ્ત્ર, પ્રાણ : ૨૨) ‘જાગ્રત અવસ્થામાં, આત્મભાવમાં રહેલો યોગી, લય (ધ્યાન) અવસ્થા માં સુપ્ત રહે છે, આવો લય અવસ્થામાં શ્વાસોચ્છવાસ વિનાનો યોગી, સિદ્ધ-મુક્ત આત્માઓથી જરાય ઉતરતો નથી ! લયમાં મગ્ન થયેલા તત્ત્વજ્ઞાનીઓ જાગતા પણ નથી હોતા અને ઊંઘતા પણ નથી હોતા ! तत्त्वविदो लयमग्ना नो जाग्रति शेरते नापि । આવા યોગી પુરુષો કહે છે : અમારો મોક્ષ થાઓ કે ન થાઓ, પણ ધ્યાનથી પ્રાપ્ત થતો પરમાનન્દે તો ખરેખર, અહીં ભોગવીએ જ છીએ. એ પરમાનંદની આગળ, આ દુનિયાનાં બધાં જ સુખ, તૃણવત્ તુચ્છ છે.. માત્ર સુખાભાસ છે !' 'मोक्षोऽस्तु मास्तु यदि वा परमानन्दस्तु वेद्यते स खलु । આવા યોગીઓ શું સદૈવ-સર્વત્ર જય ન પામે ? શામ્યશતક ૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनंदः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ॥३॥ : અર્થ : ઔદાસીન્ય (મધ્યસ્થપણું) ના ક્રમ વડે ભોગ ભોગવતા એવા યોગીઓને મોક્ષ આપવામાં જામીનરૂપ એવો કોઈ આનંદ (ચિદાનંદ) થાય છે, તે આનંદ જય પામો! : વિવેચન સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો, કેવલ-ભાનું પ્રભાત ! - ઉપા. યશોવિજયજી. ચિદાનન્દનો જય હો ! યોગી પુરુષોનો ચિદાનન્દ કહે છેઃ હવે કેવળજ્ઞાનનું પ્રભાત પ્રગટ થયું સમજો ! મુક્તિ હવે હાથવેંતમાં સમજો ! યોગીના હૃદયમાં આવો ચિદાનન્દ પ્રગટે છે ઉદાસીનભાવના કારણે. ઉદાસીનભાવની પરિભાષા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ પ્રમાણે આપે છે : અનાસંગ મતિ વિષયમેં રાગ-દ્વેષકો છેદ, સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ, જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અનાસક્તિ-અનાસંગ પ્રગટે છે અને રાગ-દ્વેષ ખૂબ મંદ પડી જાય છે ત્યારે યોગી સહજ આત્મભાવમાં લીન બને છે ! આ લીનતાનું નામ છે ઉદાસીનતા. આવી ઉદાસીનતા પ્રગટ થયા પછી યોગીનો વિષયોપભોગ પણ અનાસક્ત ભાવે થાય છે... અને ચિદાનન્દની મસ્તી અખંડ રહે છે. આ ઉદાસીનતાને ‘સમાધિશતક'માં • ઉદાસીનતા સુખસદન. • ઉદાસીનતા સુરલતા. • ઉદાસીનતા જ્ઞાનફળ. કહેવામાં આવી છે. કારણ કે આવી ઉદાસીનતામાંથી જ ચિદાનન્દ પ્રગટે છે. ગ્રંથકાર આવા ચિદાનન્દનો જય પોકારે છે ! AAAAAAAAAAAAAAAA% શાખ્યશતક Page #16 -------------------------------------------------------------------------- ________________ साम्यपीयूषपाथोधि-स्नाननिर्वाणचेतसाम् । योगिनामात्मसंवेद्यमहिमा जयताल्लयः ॥४॥ : અર્થ : સમતારૂપી અમૃતના સાગરમાં સ્નાન કરવાથી જેમનાં ચિત્ત શાન્ત થયાં છે, તેવા યોગીઓનો આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય જય પામો, કે જે લયનો મહિમા, આત્માનુભવરૂપ છે. .: વિવેચન : શું તમારે આત્માનુભૂતિ કરવી છે? શું તમારે આત્માનુભૂતિનો પરમાનન્દ પામવો છે? તો તમે આત્મજ્ઞાનમાં તન્મય બનો ! તો તમે આત્મજ્ઞાનમાં લયલીન બનો! આ લય, આ લયલીનતા તમને બ્રહ્માનંદ આપશે ! પરંતુ આત્મજ્ઞાનમાં લયલીનતા યોગીપુરુષો જ પામી શકે છે, કારણ કે યોગીપુરુષો જ સમતામૃતના મહાર્ણવમાં સર્વાગીણ સ્નાન કરતા હોય છે. આવું દિવ્ય સ્નાન કરીને તેઓ ચિત્તને શાન્ત કરતા હોય છે. આત્માનુભૂતિ કરાવનાર લય જય પામો! આત્મજ્ઞાનમાં તન્મયતારૂપ લય જય પામો ! મહત્વની વાત છે સમતામૃતના મહાસાગરમાં સ્નાન કરતા રહેવાની. ગ્રંથકાર આચાર્યદેવ, સમતાને અમૃતનો મહાસાગર કહે છે ! એ મહાસાગરમાં સ્નાન કરનાર જ શાન્તિ પામે છે. એટલે કે ચિત્ત'શાન્તિનો રાજમાર્ગ છે સમતાભાવમાં રમણતા. સદેવ.... ક્ષણેક્ષણ સમતાભાવમાં રહેવાનું ! - તમે ગૃહસ્થ હો કે મુનિ હો, સંસારી હો કે સાધુ હો, તમારે જો ચિત્તશાંતિ જોઈએ છે તો સમતારસનું જ અમૃતપાન કરતા રહો, સમતામૃતના સાગરમાં જ નિમજ્જન કરતા રહો. ચિત્ત શાંત થશે એટલે આત્માનુભવ થશે જ. તમને ‘લય'ની પ્રાપ્તિ થશે. * શામ્યશતક (SANSKARNAARAK ૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ आस्तामयं लयः श्रेयान् कलासु सकलास्वपि । निष्कले किल योगेऽपि स एव ब्रह्मसंविदे ॥५॥ : અર્થ : સર્વ કળાઓમાં શ્રેષ્ઠ લય છે, એ વાતને છોડો, પરંતુ સંપૂર્ણ નિષ્કલ) યોગમાં પણ એ જ લય, બ્રહ્મજ્ઞાન માટે બને છે. : વિવેચન : ઉપાધ્યાયશ્રી યશોવિજયજી ‘સમતાશતકમાં આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છે ? સકલ કલામાં સાર લય, રહો દૂર સ્થિતિ એહ, સકલ યોગમાં ભી સકલ, લય કે બ્રહ્મ વિદેહ ‘આત્મજ્ઞાન મેળવવાની બધી જ કળાઓમાં શ્રેષ્ઠ કળા આ લય છે !' આ વાતને હાલ એક બાજુ રાખીએ, તો પણ, જો આ લય, મનવચન-કાયાના યોગોમાં આવી જાય તો પણ બ્રહ્મજ્ઞાન પ્રગટી શકે છે. મન-વચન-કાયાના યોગોમાં સ્થિરતાને ગ્રંથકાર લય કહે છે. આવો લય, આવી તલ્લીનતા આવી જાય તો પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે साम्यं मानसमावेषु साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु साम्यं सर्वत्र सर्वदा ॥ स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा साम्यं सेव्यं सुयोगिना ॥ (યોસ - ૨૦૦/૧૦૦) ઉત્તમ યોગીએ, મનના વિચારોમાં, વચનના તરંગોમાં, કાયાની ચેષ્ટાઓમાં, દરેક સ્થળે અને દરેક ક્ષણે, સૂતાં ને જાગતાં, રાત્રે કે દિવસે, બધાં જ કાયમાં મન-વચન-કાયાથી સામ્ય સેવવું જોઈએ અથતુ સમભાવ રાખવો જોઈએ. આવો સમભાવ એ પણ લય' છે ! આ લય યોગીને આત્મજ્ઞાની બનાવે છે ! માટે સમભાવ રાખવા, સતત જાગ્રત રહેવાનું છે. * ૬ SRINAGAR GANGA શાભ્યશતક Page #18 -------------------------------------------------------------------------- ________________ नित्यानन्द-सुधारश्मेरमनस्ककलामला । अमृतं स्यादिमं बीजमनपाया जयत्यसौ ॥६॥ અર્થ : નિત્ય આનંદસ્વરૂપ ચંદ્રની અમનસ્કતારૂપ નિર્મળ કળા, અમૃત (મોક્ષ) નું મૂળ બીજ છે. એવી એ શાશ્વત્ કળા જય પામે છે. .: વિવેચન : જેમ ચંદ્રની કળા અમૃતનું બીજ કહેવાય છે, તેમ નિત્યાનંદની નિર્મળ કળા મોક્ષનું બીજ છે ! નિત્યાનંદની નિર્મળ કળા છે અમનસ્કતા ! આ અમનસ્કતા એટલે ઉન્મનીભાવ. એવી અમનસ્કતા પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ અનાસક્ત બનવું જોઈએ. તમામ પ્રકારની આસક્તિઓમાંથી મન મુક્ત થઈ જાય, પછી જ અમનસ્ક ભાવ પ્રગટે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી તો કહે છે : ચિદાનંદ-વિધુકી કલા અમૃતબીજ અપાય, જાને કેવળ અનુભવી, કિનહિ કહી ન જાય. નિત્યાનંદ એટલે ચિદાનંદ! ચિદાનંદની કલા (અમનસ્કતા) અમૃતબીજ છે. એને માત્ર અનુભવી જ જાણી શકે છે, એને વાણીમાં - વચનમાં બાંધી ન શકાય ! ‘ઉન્મનીભાવ' વચનનો વિષય નથી, અનુભવનો વિષય છે. આ નિત્યાનંદને, આ ચિદાનંદને “યોગસાર' ગ્રંથમાં ‘સહજાનંદ' કહેલો છે. सहजानन्दता सेयं सैवात्मारामता मता ।। उन्मनीकरणं तद् यद् मुनेः शमरसे लयः ॥(योगसारे-९९) - મુનિનો સમભાવરૂપી રસમાં જે લય થાય તે જ સહજાનંદતા છે. તે જ આત્મારામતા છે અને તે જ ઉન્મનીભાવ (મનનો નાશઉદાસીનતા) છે. ગ્રંથકાર મહર્ષિ નિત્યાનંદની આવી શાશ્વત્ કળાની જય બોલાવે છે ! એમની સાથે આપણે પણ એ શાશ્વત્ કળાની જય બોલીએ ! જ શાગ્યશતક Page #19 -------------------------------------------------------------------------- ________________ यः कश्चिन्न लयः साम्ये मनागाविर्मन्मम ।। तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः ॥७॥ : અર્થ : મને સમતામાં કોઈ જાતનો લય જરા પણ પ્રગટ થયો નહીં, તેથી હવે મારી બુદ્ધિ તે લયને તત્કાળ વચનનો વિષય કરવાનો પ્રયત્ન કરે છે.” : વિવેચન : લય ! આત્મજ્ઞાનમાં તન્મયતા ! સમતામૃતના સાગરમાં સર્વાગીણ સ્નાન ! ' ઘણી-ઘણી ઇચ્છા આવું સ્નાન કરવાની છે, આત્મજ્ઞાનમાં તન્મય બનવાની છે. નિત્યાનંદની અનુભૂતિ કરવાની છે. પરંતુ આજ સુધી, વર્તમાન ક્ષણ સુધી એ ઇચ્છા અધુરી જ રહી છે. કયારે એ ઇચ્છા પૂર્ણ થશે...ખબર નથી... મન અકળાય છે... હૃદય આક્રન્દ કરે છે... ત્યારે બુદ્ધિ, એ અનુભવગમ્ય લયને શબ્દોમાં બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.... અનુભવને શબ્દોમાં કેવી રીતે અભિવ્યક્ત કરી શકાય? - ખાંડનો સ્વાદ, - મધની મધુરતા, - ભોગસુખની અનુભૂતિ.. જેમ વચનોમાં, શબ્દોમાં વર્ણવી શકાતી નથી, તેમ આ ‘લયને વચનોમાં વ્યક્ત કરી શકાતો નથી. છતાં બુદ્ધિ એવો પ્રયત્ન કરવા તત્પર બને છે ! ગ્રંથકાર આચાર્યદવ, આવા સમતારસ’નું વર્ણન કરવા આ “શામ્યશતક' ગ્રંથની રચના કરવા તત્પર બન્યા છે. ઘણું-ઘણું દુષ્કર કાર્ય છે આ. છતાં, ગ્રંથકારે દુષ્કર કાર્યને ઘણું પાર પાડયું છે, એમ આ ગ્રંથનું અધ્યયન - અવગાહન કરતાં સમજાય છે. તેમણે અંતરાત્માને સમતામૃતના સાગરમાં ડૂબકીઓ મારવા ઉત્તેજિત તો જરૂર કર્યો છે! ૮ SCRASANGANGASAN શાખ્યશતક Page #20 -------------------------------------------------------------------------- ________________ अष्टांगस्यापि योगस्य रहस्यमिदमुच्यते । यद् विषयासंगत्यागान्माध्यस्थ्य – सेवनम् ॥८॥ : અર્થ : વિષયોની આસક્તિનો ત્યાગ કરી, માધ્યસ્થ્યભાવ (સમતા)ને સેવવો, એ અષ્ટાંગ યોગનું રહસ્ય કહેવાય છે. : વિવેચન : યોગની પિરભાષા આ કરવામાં આવી છે क्लिष्टचित्तवृत्तिनिरोधो योगः । ચિત્તની ક્લિષ્ટ-અશુભ વૃત્તિઓનો નિરોધ, તે યોગ છે. જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષયોની આક્તિનો ત્યાગ ન થાય ત્યાં સુધી ચિત્તની અશુભ વૃત્તિઓનો નિરોધ ન થઈ શકે. અને ચિત્તવૃત્તિઓનો નિરોધ ન થાય ત્યાં સુધી માધ્યસ્થ્ય ભાવ, સમતાભાવ ન આવી શકે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-આ અષ્ટાંગ યોગ છે. આ અષ્ટાંગ યોગની સાધનાનું તાત્પર્ય છે શામ્યભાવની પ્રાપ્તિ, માધ્યસ્થ ભાવની પ્રાપ્તિ ! ન પ્રિય વિષયોમાં રાગ, ન અપ્રિય વિષયોમાં દ્વેષ ! વિષયોમાં પ્રિયાપ્રિયત્નની કલ્પના જ નથી કરવાની. ‘આ પ્રિય, આ અપ્રિય, આ ઇષ્ટ, આ અનિષ્ટ...' આવા વિકલ્પોથી મનને મુક્ત કરવાનું છે. આવા વિકલ્પોથી મન મુક્ત બન્યું, કે માધ્યસ્થ્ય ભાવ આવ્યો સમજવો ! અને માધ્યસ્થ્ય ભાવ આવ્યો એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ થયો સમજવો ! વિષયોની આસક્તિથી મુકત થવ્રા, ઉપાધ્યાયશ્રી યશોવિજયજી એક શ્રેષ્ઠ ઉપાય બતાવે છે - ‘જ્ઞાન-ધ્યાન રંગ રોલ !’ તમે આત્મજ્ઞાનમાં, આત્મધ્યાનમાં રમતા રહો... બસ, વિષયોમાં મન જશે જ નહીં. જ્ઞાન-ધ્યાનનો રંગ લાગી જવો જોઈએ. અષ્ટાંગ યોગની સાધનાનું ફળ માધ્યસ્થ્ય ભાવ છે. એ માધ્યસ્થ્ય ભાવ (સમત્વ) વિષયાસક્તિના ત્યાગથી આવે. વિષયાસક્તિનો ત્યાગ, જ્ઞાન-ધ્યાનની રમણતાથી થાય. 台 શામ્યશતક ૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ રાપ–પરિત્યાદિષષ્ય વર્તન / औदासीन्यमिति प्राहुरमृताय रसांजनम् ॥१॥ : અર્થ : વિષયોમાં રાગ-દ્વેષ વિના પ્રવર્તવું, તેને ઔદાસીન્ય કહેવાય. તે ઔદાસીન્ય (સમત્વ) મોક્ષ (અમૃત) માટે રસાંજન (ઔષધરૂપ) છે. .: વિવેચન : ગ્રંથકારે ઉદાસીનતાની વ્યાખ્યા આપી છે આ. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ કર્યા વિના પ્રવર્તવું, પ્રવૃત્તિ કરવી, તેનું નામ ઉદાસીનતા. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ શ્લોકનો અર્થ આ રીતે કર્યો છે : અનાસંગમતિ વિષયમેં રાગ-દ્વેષ કો છેદ, સહજભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. ‘સહજભાવમાં લીનતા થવી, તેનું નામ ઉદાસીનતા ! સહજ ભાવમાં લીનતા તો જ થાય, જો રાગ-દ્વેષનો નાશ થાય. રાગ-દ્વેષનો નાશ તો જ થાય, જો મનુષ્યની મતિ અનાસક્ત બની હોય. મનને વિષયોમાં અનાસક્ત બનાવવા માટે નીચે પ્રમાણે ચિંતન કરવું જોઈએ. – વિષયો પ્રત્યે મનને જે રાગ-દ્વેષ થાય છે, તે તેના માત્ર વિકલ્પો જ હોય છે. કોઈ વિષય કાયમ માટે ઈષ્ટ નથી હોતો કે કાયમ માટે અનિષ્ટ નથી હોતો. આજે જે ઈષ્ટ લાગે છે તે કાલે અનિષ્ટ લાગી શકે છે, આજે જે * અનિષ્ટ લાગે છે તે કાલે ઇષ્ટ લાગી શકે છે. મનની વિકલ્પ-જાળ મુજબ રાગ-દ્વેષ જન્મે છે. માટે વિકલ્પોનો નાશ થતાં રાગ-દ્વેષનો નાશ થાય છે. વાસ્તવમાં રાગ કે દ્વેષ તાત્ત્વિક નથી. પ્રિય - અપ્રિયની કલ્પનાઓનો ત્યાગ કરો. એટલે ચિત્તમાં સ્થિરતા આવશે. એ સ્થિરતાનું નામ સમતા છે. એ સમતા જ ઉદાસીનતા છે. ૧૦ GSSSSSSS શામશતક Page #22 -------------------------------------------------------------------------- ________________ तस्यानघमहो बीजं निर्ममत्वं स्मरन्ति यत् । तद्योगी विदधीताशु तत्रादरपरं मनः ॥१०॥ : અર્થ : ખરેખર, તે ઉદાસીનતાનું પવિત્ર બીજ નિમમતા છે. માટે યોગીએ અવિલંબ તે નિર્મમત્વ ઉપર મનને આદરવાળું કરવું જોઈએ. .: વિવેચન : શું તમારે સહજભાવમાં લીનતા પ્રાપ્ત કરવી છે ? તો તમે ઉદાસીનતા આત્મસાત્ કરો. તમારે ઉદાસીનતા આત્મસાત્ કરવી છે? તો તમે રાગ-દ્વેષનો નાશ કરો. તમારે રાગ-દ્વેષનો નાશ કરવો છે ? તો મમત્વનો ત્યાગ કરો, નિર્મમ બનો ! આ રીતે નિર્મમતા, ઉદાસીનતાનું નિષ્પાપ બીજ છે. તમે આ બીજભૂત નિર્મમતાને વહાલી કરો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : તાકો કારણ અમમતા તામેં મન વિશ્રામ. કરે સાધુ આનંદઘન, હોવત આતમરામ. અત્યાર સુધી મન મમતામાં વિશ્રામ કરતું હતું, હવે નિર્મમતામાં મન વિશ્રામ કરે. રમણતા કરે.. તો ઉદાસીનતાનો આત્માની ક્ષિતિજ ઉદય થાય. મમત્વ દૂર થાય, આસતિનાં બંધન તૂટે. તો આત્મા ‘આતમરામ બને ! આત્મામાં આરામ કરનારો બને તો જ આત્માનો આનંદ અનુભવનારો બને. મનને અનાસક્તિ ગમી જવી જોઈએ. આસક્િત-વિષયાસતિ પ્રત્યે તીવ્ર અણગમો જાગી જવો જોઈએ. અનાસક્તિનો પ્રેમ તમને વિરાગી બનાવશે, તમને ઉદાસીન બનાવશે અને તમે સહજભાવમાં લીન બની શકશો. શાખ્યશતક RAGNA AAAA AAAA ૧૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ विहाय विषयग्राममात्माराममना भवन् । निर्ममत्वसुखास्वादान्मोदते योगिपुंगवः ॥११॥ : અર્થ : વિષયોના સમુહનો ત્યાગ કરી, પોતાના આત્મામાં મનને રમાડતો ઉત્તમ યોગી, નિર્મમત્વના સુખનો સ્વાદ લઈ આનંદ પામે છે. : વિવેચનઃ ભોગી મમત્વમાં સુખાસ્વાદ કરે છે, યોગી નિર્મમત્વના સુખનો આસ્વાદ કરે છે ! મમત્વનો સુખાસ્વાદ ક્ષણિક આનંદ આપે છે. નિર્મમત્વનો સુખાસ્વાદ પરમાનંદ પ્રદાન કરે છે.... એ આનંદનો અંત જ નથી આવતો ! પાંચ ઇન્દ્રિયોના બધા જ વિષયોનો ત્યાગ કરવાનું કહે છે. એકાદ ઇન્દ્રિયના એકાદ વિષય પર પણ જો મમત્વ રહે તો આત્મામાં મન રમતું થતું નથી... વારંવાર એ વિષયમાં ચાલ્યું જાય છે. એકાદ પણ વિષય પ્રત્યે મમત્વ ન રહેવું જોઈએ. એક પણ શબ્દ નહીં, એક પણ રૂપ નહીં, એક પણ ગંધ નહીં, એકાદ પણ રસ નહીં. ને એકાદ પણ સ્પર્શ નહીં! એકેય પર મમત્વ નથી રાખવાનું, આસક્તિ નથી રાખવાની. વિષયો માટે મન મરી જવું જોઈએ ! આત્મામાં, આત્માના અનંત ગુણોમાં મનને રમતું રાખવાનું છે. એ આત્મરણિતામાંથી સુખાનુભૂતિ પ્રગટે છે.... પરમાનંદની ધારા વહેવા માંડે છે ! આ સ્થિતિ ઉત્તમ યોગીપુરુષોની હોય છે. મમતા અને નિર્મમતા' માટે ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે: મમતા થિર સુખ શાકિની, નિર્મમતા સુખમૂલ, મમતા શિવ-પ્રતિકૂલ હૈ, નિર્મમતા અનુકૂળ. ‘મમતા ડાકણ છે ! સ્થિર સુખને ગ્રસી લે છે. જ્યારે નિર્મમતા તો પરમ સુખનું મૂળ છે. મમતા મોક્ષપ્રાપ્તિમાં પ્રતિકૂળ છે, નિર્મમતા અનુકૂળ હોય છે.’ માટે, મમત્વનો સર્વથા ત્યાગ કરવાનો છે. જ ૧૨ S ARARARARARA૮ શાખ્યશતક Page #24 -------------------------------------------------------------------------- ________________ येऽनिशं समतामुद्रां विषयेषु नियुञ्जते । करणैश्वर्यधुर्यास्ते योगीनो हि नियोगिनः ॥१२॥ : અર્થ : જે યોગીપુરુષો વિષયો ઇન્દ્રિયોના)માં સદેવ સમતાની મુદ્રા યોજે છે, તે યોગી પુરુષો, ઇન્દ્રિયોના નિયામકપણાને વહન કરનારા સાચા સત્તાધીશ અધિકારી છે. : વિવેચન : જેમ એક દેશના ઐશ્વર્યના, સમૃદ્ધિના પૂર્ણ નિયામક બનવા માટે સત્તાધીશ પોતાની મુદ્રા (મહોરછા૫) સ્થાપિત કરે છે, અને દેશ ઉપર પોતાની સત્તા ચલાવે છે, તેવી રીતે યોગી ઇન્દ્રિયો ઉપર પોતાની સત્તા સ્થાપિત કરવા, ઇન્દ્રિયોના નિયામક બનવા, તે વિષયો પર સમતાની મુદ્રા સ્થાપિત કરે છે ! વિષય’ શબ્દના બે અર્થ ગ્રંથકારે કર્યા છે. એક દેશ, અને બીજો ઇન્દ્રિયોના વિષય. કહેવાનું તાત્પર્ય આ છેઃ અત્યાર સુધી ઇન્દ્રિયો આત્મા પર રાજ કરતી હતી, હવે આત્માએ ઇન્દ્રિયો પર રાજ કરવાનું છે. ઇન્દ્રિયો પર અધિકાર સ્થાપિત કરવાનો છે. તે માટે તેણે એક કામ કરવાનું છે. વિષયોમાં સમત્વ ધારણ કરવાનું છે ! - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઇષ્ટોનિષ્ટની ભ્રાન્તિનો નાશ થાય એટલે - અપ્રતિહત સમતાની અનુભૂતિ થાય. – દરેક જીવ શુદ્ધાત્મસ્વરૂપે દેખાવા લાગે, સૈવિધ્યની કલ્પના ઉપરમે ત્યારે અબાધિત સમતાની પ્રાપ્તિ થાય. . – ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય આ છે : વિષયોમાં રાગ-દ્વેષ ન કરો, સમત્વ ધારણ કરો. ભોગી જીવો પર ઇન્દ્રિયોની સત્તા ચાલતી હોય છે, યોગી જીવો ઇન્દ્રિયો પર પોતાની સત્તા ચલાવતા હોય છે ! ‘આ યોગીપુરુષો ઇન્દ્રિયોના વિજેતા છે,’ આ વાત, વિષયો પર લાગેલી સમત્વની મુદ્રા (મહોરછાપ) થી ઉદૂઘોષિત થાય છે. આ શાખ્યશતક GSSSSSSSSSSB, ૧૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ममत्ववासना नित्यसुखनिर्वासनानकः । निर्ममत्वं तु कैवल्य-दर्शनप्रतिभूः परम् ॥१३॥ |ઃ અર્થ : મમતાની વાસના શાશ્વત્ સુખને વિદાય કરવામાં પટહરૂપ છે, અને નિર્મમતા કૈવલ્ય દર્શન કરાવવામાં ઉત્કૃષ્ટ સાક્ષીરૂપ છે. .: વિવેચન : મમતાનો ઘંટ વાગ્યો એટલે આંતરસુખ ભાગ્યું સમજો ! નિર્મમતા આવી એટલે નિશ્ચિતપણે માનો કે કૈવલ્ય હાથવેંતમાં છે ! નિર્મમ આત્માની મુક્તિ થતાં વાર નથી લાગતી. મમતાની સાથે રાગ-દ્વેષ જોડાયેલા જ હોય છે. રાગ-દ્વેષ હોય ત્યાં આંતરિક-માનસિક સુખ ન રહી શકે. રાગી-દ્વેષી જીવાત્મા હમેશાં આંતર દ્વન્દ્રોમાં ફસાયેલો રહે છે.... આનંદ અને ઉદ્વેગ, હર્ષ અને શોક હાસ્ય અને વિલાપ. રતિ અને અરતિ... આવાં અનેક કંઢો એના ચિત્તમાં ઉછળ્યાં કરતાં હોય છે. આવા ચિત્તમાં શાન્તિ, સમતા કે પ્રસન્નતા કેવી રીતે રહી શકે ? મમત્વની ઉપસ્થિતિમાં જો સમત્વનું સુખ નથી રહી શકતું, તો પછી નિત્ય સુખની, શાશ્વત્ સુખની તો વાત જ કયાં કરવાની? માટે નિર્મમ બનવાનો ઉપદેશ આપવામાં આવે છે. ન મમ' મારું કંઈ નથી. આ દુનિયામાં કોઈ મારૂં નથી, કંઈ જ મારૂં નથી.' આ સત્ય આત્મસાત્ કરવાનું છે. • સ્વજનો મારા નથી. • પરિજનો મારા નથી. વૈભવ, સંપત્તિ...ધન મારૂં નથી. આ શરીર પણ મારું નથી. જડ-ચેતન પદાર્થો પર મારેલી મારાપણાની છાપ ભૂંસી નાંખવાની છે. જ્યારે મમત્વની છાપ સંપૂર્ણ રીતે ભૂંસાઈ જશે ત્યારે કેવળજ્ઞાન દૂર નહીં હોય, મુક્તિ દૂર નહીં હોય. ૧૪ NARMARશાશતક Page #26 -------------------------------------------------------------------------- ________________ भुव्यभिष्वंग एवायं तृष्णाज्वरभरावहः । निर्ममत्वौषधं तत्र विनियुंजीत योगवित् ॥१४॥ : અર્થ : આ જગતમાં અતિ આસક્િત, તે જ તૃષ્ણારૂપ વરનો મોટો ભાર છે. તે વરને દૂર કરવા યોગીએ નિર્મમત્વરૂપ ઔષધનો ઉપયોગ કરવો જોઈએ. : વિવેચન : અતિ આસક્િત એ જ તૃષ્ણા છે. તૃષ્ણા જવર છે, તાવ છે. તીવ્ર જવરથી વ્યથિત મનુષ્યનું શરીર ભારેભારે લાગે છે, માથું પણ ભારે લાગે છે, દુઃખે છે. તૃષ્ણા, વિષયતૃષ્ણા... ભોગતૃષ્ણાથી જીવાત્મા તપી જાય છે, ભારેખમ બની જાય છે. વિષયતૃષ્ણાનો તીવ્ર તપારો જીવને હેરાનપરેશાન કરી મૂકે છે. તેમાંય જ્યારે અનેક વિષયોની, અનેક પદાર્થોની તૃષ્ણા જાગે છે.... ત્યારે તો જીવની આંતર-બાહ્ય સ્થિતિ ગંભીર બની જતી હોય છે. શરીર-શાતાની તૃષ્ણા, પ્રિય ભોજનની તૃષ્ણા, પ્રિય શબ્દની તૃષ્ણા, પ્રિય સ્પર્શની તૃષ્ણા, યશકીર્તિની તૃષ્ણા, માન-સન્માનની તૃષ્ણા, ધનસંપત્તિની તૃષ્ણા, પુત્ર-શિષ્યાદિની તૃષ્ણા... આવી બધી તૃષ્ણાઓ ૧૦૫ ડીગ્રીના જવર હોય છે.... જીવો તરફડતા હોય છે. જીવોનો આ દુઃખપૂર્ણ તરફડાટ જોઈને જ્ઞાની પુરુષ, એ જવરને દૂર કરવાનું અમોઘ ઔષધ બતાવે છે ઃ નિર્મમત્વ ! તૃષ્ણાનો તાવ ઉતારવા માટે નિર્મમત્વનું ઔષધ લેવું પડે. આ જેવું તેવું ઔષધ નથી, અમોઘ ઔષધ છે. અને આ જ એક-અદ્વિતીય ઔષધ છે. તૃષ્ણાના તાવને ઉતારવા માટે બીજું કોઈ ઔષધ નથી. જો તમે તૃષ્ણાના જ્વરથી પીડાઓ છો તો તમે જરાય વિલંબ કર્યા વિના નિર્મમત્વનું ઔષધ લઈ લો. એનું નિત્ય સેવન કરો. તમે જ્વરમુક્ત બનશો, નિરોગી બનશો. શાખ્યશતક RINGANGASANA ૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ पर्यवस्यति सर्वस्य तारतम्यमहो क्वचित् । निर्ममत्वमतः साधु कैवल्योपरि निष्ठितम् ॥१५॥ : અર્થ : અહો ! સર્વે પદાર્થોની તરતમતા (ઓછાવત્તાપણું) કોઈ ઠેકાણે પર્યવસાન પામે છે. (અર્થાત્ સમાપ્ત થાય છે.) પણ એ બધામાં શ્રેષ્ઠ એવું નિર્મમત્વ તો કેવળજ્ઞાનમાં જ પર્યવસાન પામે છે. : વિવેચન : • મનુષ્યના સુખની સીમા હોય છે, • દેવોનાં સુખની પણ સીમા હોય છે. સુખની જેમ દુઃખોની પણ સીમા હોય છે. પશુઓનાં દુઃખોની સીમા હોય છે, • નારકી જીવોનાં દુઃખોની સીમા હોય છે... પરંતુ નિર્મમત્વનું સુખ નિઃસીમ હોય છે ! નિર્મમત્વનું સુખ વિલીન થાય છે કેવળજ્ઞાનમાં, વીતરાગતામાં... અને અંતે મુક્તિમાં. અર્થાત્ નિર્મમત્વ જીવાત્માને પરમસુખ તરફ લઈ જાય છે. નિર્મમત્વની ગંગા, અનંત સુખના સાગરમાં જઈને મળે છે. નિર્મમત્વના સુખ સિવાયનાં બધાં જ સુખના રેલા સહરાના રણ જેવા સંસારમાં વિલીન થઈ જાય છે. મમત્વજન્ય સુખો ક્ષણિક હોય છે, અલ્પકાલીન હોય છે... વાસ્તવમાં તો એ સુખ હોતા જ નથી, સુખાભાસ હોય છે. : મમત્વજન્ય સુખાભાસોમાં મૂઢ બનેલા જીવો, નિર્મમત્વના સુખની કલ્પના પણ કરી શકતા નથી. તેમને આશ્ચર્ય થાય છે ઃ ‘નિર્મમત્વમાં શું સુખ હોય ? નિર્મમત્વમાં સુખ હોઈ જ શકે નહી !' આવા જીવો જન્મથી માંડીને મૃત્યુ સુધી ભિન્ન-ભિન્ન મમત્વ કરતા રહે છે... સુખાભાસોમાં અટવાયા કરે છે અને દુઃખ, અશાન્તિ, ક્લેશ તથા સંતાપની આગમાં બળ્યા કરે છે. મમતાનો ત્યાગ કરીને આંતરસુખનો એકાદવાર અનુભવ કરી જુઓ ! એના જેવું સુખ તમે કર્યાય કે કયારેય અનુભવ્યું નહીં હોય ! ૧૬ શામ્યશતક Page #28 -------------------------------------------------------------------------- ________________ ममत्वविषमूर्छालमांतरं तत्त्वमुच्चकैः । तद्वैराग्यसुधासेकाच्चेतयंते हि योगिनः ॥१६॥ : અર્થ : મમતાના ઝેરથી અત્યંત મૂચ્છિત થયેલા આંતર તત્ત્વને યોગીજનો વૈરાગ્યના અમૃતસિંચનથી સચેત કરે છે. : વિવેચન : આ તો હૃદયની વાત છે, અંતઃકરણની વાત છે ! ભલે એ યોગીનું ય હોય, યોગીનું અંતઃકરણ હોય ! કયારેક મમત્વને ઝેરી ઝંઝાવાત એ હૃદયને મૂચ્છિત કરી શકે છે, અંતઃકરણને મોહમૂઢ કરી શકે છે. આ સંસાર છે. સંસારમાં મમતાના ઝેરી વાયરા વાતા જ હોય છે. એ વાયરાઓના ઝપાટામાં કયારેક યોગીમુનિ પણ ઝડપાઈ જતા હોય છે. જ પરંતુ યોગી જાગ્રત હોય છે. એને ખ્યાલ આવી જાય છે પોતાના હદયનો, એના ઉપર થયેલી મમત્વની ઝેરી અસરનો. અને તરત જ તેનો ઉપચાર આરંભી દે છે ! એ ઉપચાર છે વૈરાગ્યચિંતનનો. વૈરાગ્યનું ચિંતન એટલે અમૃત સિંચન ! મૃતપ્રાયઃ બનેલી અંતઃ ચેતનાને વૈરાગ્યનું અમૃતસિંચન મળે એટલે અંતઃચેતના આળસ મરડીને બેઠી થઈ જાય છે. વૈરાગ્યના ચિંતનના મુખ્ય ચાર વિભાગો પાડી શકાય ? - મમત્વ જો સ્વજનવિષયક હોય તો એકત્વભાવનાનું ચિંતન કરાય. - મમત્વ જે પરિજનવિષયક હોય તો અશરણ ભાવનાનું ચિંતન કરાય. - મમત્વ જો વૈભવ-સંપત્તિવિષયક હોય તો અનિત્ય ભાવનાનું ચિંતન કરાય. - મમત્વે જો શરીર-વિષયક હોય તો અશુચિ ભાવનાનું ચિંતન કરાય. આ રીતે અન્યત્વ અને સંસાર ભાવનાઓનું ચિંતન કરી શકાય. આ ભાવનાઓનું ચિંતન એ જ વૈરાગ્યનું ચિંતન છે. વૈરાગ્ય ચિંતનથી મમત્વના ઝેરની અસર દૂર થાય છે. હૃદય-અંતઃકરણ સ્વચ્છ ને સ્વસ્થ બને છે. એમાં નિર્મમત્વ પુનઃ પ્રસ્થાપિત થાય છે. જ શાખ્યશતક Nationalist Assoc૧૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ विरागो विषयेष्वेषु परशुर्भविकानने । समूलकाषं कषित ममता - वल्लिरुल्बणः ॥१७॥ : અર્થ : વિષયો પ્રત્યે પ્રગટેલો વૈરાગ્ય, સંસારવનમાં કુહાડા સમાન છે. વૈરાગ્યનો કુહાડો મમતાની વેલને મૂળમાંથી ઉખેડી નાખે છે, : વિવેચન : परिणति विषय - विरागता भवतस्मूलकुठार, ता आगे क्युं करी रहे, ममता - वेलि प्रचार. - ઉપા. યશોવિજયજી ‘વિષય-વૈરાગ્ય’ કુહાડો છે. એ કુહાડાથી મમતાની વેલને મૂળમાંથી ઉચ્છંદી નાંખો. ભવ-વનમાં ઠેર-ઠેર મમતાની વેલો ઊગી નીકળે છે. એ મમતાનું ઝેર ફેલાય, એ પૂર્વે એ વેલનો વિચ્છેદ કરી દો. જેવી રીતે કઠિયારો પોતાના ખભે કુહાડો રાખીને ફ઼રતો હોય છે જંગલમાં, તેવી રીતે યોગી પણ પોતાના ખભે વિષયવૈરાગ્યનો કુહાડો રાખીને ફરે ભવના જંગલમાં. જ્યાં મમતાની વેલ દેખાય, મૂળમાંથી એનો વિચ્છેદ કરી નાંખે. એ વિષય-વૈરાગ્ય ‘પરિણતિ’રૂપ જોઈએ. પરિણત-વૈરાગ્ય એટલે તીક્ષ્ણ-ધારદાર કુહાડો ! આ કુહાડો બુઢ્ઢો ન થાય. એ કુહાડાનો ઘા નકામો ન જાય. પરિણત વૈરાગ્ય એટલે જ્ઞાનમૂલક વૈરાગ્ય. જ્ઞાનજન્ય વિરક્તિ. રામચન્દ્રજી જ્યારે રામચન્દ્રમુનીશ્વર બન્યા, જંગલમાં પાષાણશીલા પર ધ્યાનસ્થ બન્યા. સીતેન્દ્ર (સીતાનો જીવ) એમને વિચલિત કરવા આવ્યા. અપ્સરાઓનાં ગીત-નૃત્ય થવા લાગ્યાં... ચારે બાજુ વસંત ઋતુની બહાર ફેલાઈ ગઈ... પરંતુ મહામુનિ રામચન્દ્રજીના હૃદયમાં વૈરાગ્યની પરિણતી હતી. મમત્વ સૌ ગજ દૂર રહ્યું ! તેઓ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશી ગયા. સમતાભાવમાં સ્થિર થઈ ઘાતીકર્મોને હણી નાંખ્યાં. સર્વજ્ઞ-વીતરાગ બની ગયા. ૧૮ શામ્યશતક Page #30 -------------------------------------------------------------------------- ________________ शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्पराः । क्लिश्यन्ते जंतवो हंत, दुःस्तरा भववासना ॥१८॥ : અર્થ : અહો ! સંસાર-વાસના કેવી દુસ્તર છે ! શરીર ઉપરનો મોહ દુઃખી જ કરે છે છતાં મોહાસક્ત રહીને જીવો ક્લેશ પામે છે! .: વિવેચન : સંસાર-વાસના એટલે વૈતરણી નદી. વૈતરણી હમેશાં દુસ્તર હોય છે. વૈતરણીને પાર કરવી સરળ નથી. સંસારવાસનાથી પર થવું એટલું જ મુશ્કેલ છે. એ સંસારવાસનામાં મુખ્ય વાસના હોય છે. શરીરની. મોહાધીન જીવાત્મા દેહને - શરીરને જ સર્વસ્વ માને છે, એટલે એની દેહાસક્તિ પ્રબળ હોય છે. આ દેહાસતિ જીવને દુઃખી કરે છે, ત્રાસ આપે છે.... છતાં મૂઢ જીવ દેહાસક્િત છોડતો નથી. દેહાલત જીવાત્મા સમજતો નથી કે – આ દેહ નાશવંત છે, – આ દેહમાં અશુચિ ભરેલી છે, – આ દેહ સદેવ પવિત્ર રહેતો નથી. આ દેહાસક્િત, શરીરવાસના છૂટવી સરળ નથી હોતી, ઘણી મુશ્કેલ હોય છે. મનુષ્ય, સ્વજનોનો ત્યાગ કરી શકે છે, સ્નેહી મિત્રોનો ત્યાગ કરી શકે છે, વૈભવ-સંપત્તિનો ત્યાગ કરી શકે છે... માનસન્માનનો ત્યાગ કરી શકે છે. પરંતુ શરીરના મમત્વનો ત્યાગ કરવો એના માટે પણ મુશ્કેલ હોય છે. * મારું શરીર રોગી ન બનવું જોઈએ. * મારું શરીર દુર્બળ ન થવું જોઈએ. * મારું શરીર ગંદુ ન રહેવું જોઈએ ! આવી બધી દેહવાસનાઓ જીવાત્માને સંતાપ પમાડતી રહે છે, છતાં મોહમૂઢ જીવાત્મા દેહાસકિત છોડતો નથી. શરીર ઉપરનું મમત્વ ત્યાગતો નથી...કારણ કે સંસારવાસના વૈતરણી છે ! અને તે દુતર છે ! શાખ્યશતક Nataka Rese ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ अहो मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विजृभते । अहंकारभवात्तेषां यदंधं करणं श्रुतम् ॥१९॥ : અર્થ : અહો ! વિદ્વાનોમાં પણ મોહનો પ્રભાવ વૃદ્ધિ પામે છે અહંકાર ઉત્પન્ન થવાથી. તેમને શાસ્ત્ર પણ બંધ કરી નાંખે છે. .: વિવેચન : हहा, मोहकी वासना बुधकुं भी प्रतिकूल, ... या केवल श्रुतअंधता अहंकार को मूल ॥ - ઉપા. યશોવિજયજી તમે વિદ્વાન છો? શાસ્ત્રોના જ્ઞાતા છો? ભલે, પરંતુ તમને વિદ્વત્તાનું શાસ્ત્રજ્ઞાનનું અભિમાન નથી ને ? અહંકાર નથી ને? જો છે, તો તમે મોહના પ્રભાવ નીચે છો. તમારું શાસ્ત્રજ્ઞાન તમને પ્રકાશ નહીં આપી શકે. કારણ કે તમે સ્વયં અંધ બની ગયા છો ! શાસ્ત્રજ્ઞાનનું અભિમાન અંધાપો આપે છે.. મોહનો અંધાપો. - વિદ્વત્તાનું અભિમાન સ્વોત્કર્ષ કરાવે છે, પરાપકર્મ કરાવે છે. શ્રુતજ્ઞાનનો ગર્વ મનુષ્યને અહંકારી બનાવે છે અને બીજાઓ તરફ તિરસ્કાર કરાવે છે. આ ગર્વ, આ અભિમાન, આ અહંકાર એ જ મોહ જે શ્રુતજ્ઞાનથી, જે વિદ્વત્તાથી મોહનાં મૂળ ઉખાડીને ફેંકી દેવાના છે, તે જ શ્રુતજ્ઞાનથી અભિમાન કરવાનું? તે જ શ્રુતજ્ઞાનથી મોહનાં મૂળ મજબૂત કરવાનાં? આ તો કેટલી મોટી ભૂલ કહેવાય ? અજ્ઞાની માણસ મોહના પ્રભાવ તળે આવી જાય એ સામાન્ય વાત છે, પરંતુ જ્ઞાની-વિદ્વાન્ પુરુષ મોહાધીન બની જાય. એ અસાધારણ વાત કહેવાય. પરંતુ મોહ જ ખતરનાક તત્ત્વ છે. એનાથી બચવું ઘણું કપરું કામ છે.” આ વાત સમજાવવા માટે જ ગ્રંથકારે આ શ્લોક લખ્યો છે. મોહના પ્રભાવ નીચે શાસ્ત્ર પણ વિદ્વાને અંધ કરી દે છે....! ૨૦ RAMAMAN શાખ્યશતક Page #32 -------------------------------------------------------------------------- ________________ श्रुतस्य व्यपदेशेन विवर्तस्तमसामसौ । अंतः संतमसः स्फातिर्यस्मिन्नुदयमीयुषी ॥२०॥ : અર્થ : જે શ્રુતના અભિમાનથી અંદર અજ્ઞાનરૂપ અંધકારનો વિસ્તાર ઉદય પામે, તે શાસ્ત્ર નથી, પરંતુ શાસ્ત્રના બહાને અજ્ઞાનરૂપ અંધકારનું રૂપાંતર છે. : વિવેચન : मोहतिमिर मनमें जगे, याके उदय अछेह, अंधकार परिणाम है, श्रुतके नामे तेह. - ઉપા. યશોવિજયજી પ્રકાશથી ઝળહળતા દીપક ઉપર કાળો કાગળ લપેટી દેવામાં આવે તો ? દીપક પ્રકાશ આપે કે અંધકાર ? એવી રીતે, શ્રુતજ્ઞાન ઉપર અભિમાનનો કાળો કાગળ લપેટાઈ જાય એટલે શ્રુતજ્ઞાનથી અંજ્ઞાનનો અંધકાર જ ફેલાય ! ભીતરમાં મોહતિમિર જ પ્રસરે. ગ્રંથકાર, શાસ્ત્રોના જ્ઞાન ઉપર અભિમાન કરવાની ના પાડે છે. તેઓ સાવધાન કરે છે ઃ જો જો, જ્ઞાન ૫૨ અભિમાન ન કરતા, નહીંતર તમારૂં અંતઃકરણ મોહાન્ધકારથી ભરાઈ જશે ! જો અભિમાન નહીં કરો તો શ્રુતજ્ઞાન તમારા હૃદયને પ્રકાશથી ભરી દેશે. અભિમાનથી આવરાયેલું શ્રુતજ્ઞાન, અજ્ઞાનના અંધકારરૂપ જ છે. એ જ્ઞાન, જ્ઞાનરૂપ નથી રહેતું, અજ્ઞાનમાં પરિણત થઈ જાય છે. હું વિદ્વાન્ છું, હું જ શાસ્ત્રજ્ઞાની છું... હું જ શાસ્ત્રાર્થ જાણું છું... મારા જેવો બીજો કોઈ શાસ્ત્રજ્ઞ નથી...' આ છે અભિમાનનો કાળો કાગળ ! આ છે શ્રુત-મદ; જ્ઞાનનું અભિમાન. જેમ જેમ શાસ્ત્રજ્ઞાન વધે, તેમ તેમ જ્ઞાનીપુરુષ વિનમ્ર બને. વિનમ્રતાના કાચમાંથી ચળાઈને આવતો શાસ્ત્રજ્ઞાનનો પ્રકાશ, મોહાંધકારનો નાશ કરે છે. આત્મજ્ઞાનની કેડી બતાવે છે. પરમાનંદ પામવાનો પંથ બતાવે છે. શામ્યશતક ૨૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ = केषांचित्कल्पते मोहाद् व्यावभाषीकृते श्रुतम् । पयोऽपि खलु मंदानां सन्निपाताय जायते ॥ २१ ॥ : અર્થ : કેટલાક વિદ્વાનોનું જ્ઞાન, મોહથી વાદ-વિવાદ માટે થાય છે. જેવી રીતે માંદા માણસોને આપેલું દૂધ પણ, સંનિપાત-રોગ ઉત્પન્ન કરે છે. : વિવેચન : करे मूढमति पुरुषकुं श्रुत भी मद भय रोष, ज्युं रोगीके खीर घृत, सन्निपात का पोष - ઉપા. યશોવિજયજી ઘી-દૂધનો આહાર મનુષ્યની તુષ્ટિ-પુષ્ટિ કરનારો હોય છે. પરંતુ જો એ આહાર બીમાર મનુષ્યને આપવામાં આવે તો એને સંનિપાત જેવો રોગ થઈ જાય છે. મનુષ્યની બીમારી વધી જાય છે. એવી રીતે, શ્રુતજ્ઞાનથી, શાસ્ત્રજ્ઞાનથી મનુષ્યના મોહ, રાગ, દ્વેષ દૂર થતા હોય છે, આત્માનું કલ્યાણ થતું હોય છે, પરંતુ જો મનુષ્ય એ શાસ્ત્રજ્ઞાનનું અભિમાન કરે છે, એ શાસ્ત્રજ્ઞાનથી બીજાઓને વાદવિવાદમાં હરાવવાનો પ્રયત્ન કરે છે... તો એ શાસ્ત્રજ્ઞાન એને ભવસાગરમાં ડુબાડનારૂં બને છે. શ્રુતજ્ઞાનથી તો અહંકાર અને તિરસ્કારનો નાશ કરવાનો છે. એ જ શ્રુતજ્ઞાનથી જો વિદ્વાનો અહંકારી બનીને, બીજાઓનો તિરસ્કાર કરે, બીજાઓ સાથે વિતંડાવાદ કરે, તો એ સંનિપાત-રોગ' જ છે ને ? આમે ય અભિમાની-અહંકારી પુરુષને શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાન માટે અયોગ્ય-અપાત્ર કહેવામાં આવ્યા છે. આવા પુરુષો શ્રુતજ્ઞાનની પરિણતિ પામી શકતા નથી. શ્રુતજ્ઞાનનો આંતિરક આનંદ અનુભવી શકતા નથી. એમનો આનંદ, એ જ્ઞાનથી વાદ-વિવાદ કરવામાં જ સમાયેલો હોય છે. આવા જ્ઞાનીપુરુષો કરતાં અજ્ઞાની પુરુષો સારા હોય છે ! કારણ કે તેઓ પોતાને અજ્ઞાની માને છે. તેથી અભિમાન નથી કરતા કે બીજાઓનો તિરસ્કાર નથી કરતા. " મૂઢમતિ લોકો, શાસ્ત્રજ્ઞાનથી સ્વ-પરનું હિત નથી કરતા, અહિત કરે છે. ૨૨ શામ્યશતક Page #34 -------------------------------------------------------------------------- ________________ ममत्वपंकं निःशंकं परिमाष्टुं समंततः । वैराग्यवारिलहरी परिरंभपरो भव ॥२२॥ : અર્થ : મમતાના કાદવને ચારે બાજુથી નિઃશંકપણે ધોઈ નાંખવા વૈરાગ્ય જલનો સંપર્ક કરવા તત્પર થા. .: વિવેચન : टाले दाह तृषा हरे, गाले ममतापंक, लहरी भाव वैराग्य की, ताकुं भजो निःशंक. - ઉપા. યશોવિજયજી. મનમાં કોઈપણ જાતની શંકા રાખ્યા વિના, મમત્વના કાદવને ધોઈ નાંખો.... જરાય મમત્વને ન રહેવા દો... ચારેબાજુથી ધોઈ નાંખો..કારણ કે સર્વે દુઃખોનું મૂળ કારણ આ મમત્વ જ છે. મમત્વનો કાદવ જે તે પાણીથી નહીં ધોવાય. એના માટે વૈરાગ્યનું પાણી જોઈએ. વૈરાગ્યના પાણીથી મમત્વના કાદવને ધોતા જ રહો ! જેમ હાથ-પગ કાદવથી ખરડાય કે તરત જ તમે પાણીથી ધોઈ નાંખો છો ને! તેવી રીતે જ્યાં અને જયારે મમત્વ થઈ જાય, તરત જ વૈરાગ્યના ચિંતનથી એ મમત્વને ધોઈ નાંખો. કોઈ વસ્તુ પર મમત્વ થઈ જાય, કોઈ વ્યક્તિ ઉપર મમત્વ થઈ જાય. ‘આ સારું છે, આ મારૂં છે, આ મને ગમે છે, આ મને પ્રિય છે, આ મને ઇષ્ટ છે...' તરત જ અનિત્ય ભાવનાનું કે એકત્વ ભાવનાનું, અથવા અન્યત્વ કે સંસાર ભાવનાનું ચિંતન કરો ! અશુચિ ભાવનાનું કે અશરણ ભાવનાનું ચિંતન કરો ! મમત્વનો કાદવ ધોવાઈ જશે. હૃદય સ્વચ્છ બની જશે. આ ભાવનાઓનું ચિંતન એ જ વૈરાગ્યનું ચિંતન છે. આ ચિંતન મમત્વના કાદવને તો ધોઈ જ નાંખે છે, સાથે સાથે અહંકારના દાહવરને શાંત કરે છે. અને તૃષ્ણાની તૃષાને હરી લે છે ! સદૈવ વૈરાગ્ય-જલનો કુંભ તમારી પાસે રાખો. શામશતક SAN SANK ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ रागोरग विषज्वालावलीढ़ द्रढचेतनः । न किंचिच्चेतति स्पष्टं विवेकविकलः पुमान् ॥ २३ ॥ : અર્થ : રાગ-સર્પના વિષની જ્વાલાથી જેનું ચૈતન્ય સજ્જડ વ્યાપ્ત થયેલું છે, એવો પુરુષ સ્પષ્ટ રીતે વિવેક વિનાનો થઈ, જરાપણ ચૈતન્ય પામતો નથી. : વિવેચન : રાગનો સર્પ તીવ્ર વિષની જ્વાળાઓ ઓકે છે. એ તીવ્ર વિષજ્વાળાઓથી આત્માનો ‘વિવેક’ બળી જાય છે. આત્માનું ચૈતન્ય હણાઈ જાય છે. રાગને ભયંકર ઝેરીલો સાપ સમજો. આ સાપ નિરંતર ઝેર ઓકતો રહે છે. એ ઝેરની ભયાનક જ્વાળાઓ જે જીવને સ્પર્શે છે, તેનો વિવેક તત્કાલ ભસ્મીભૂત થઈ જાય છે. એ જીવાત્માનું ચૈતન્ય હણાઈ જાય છે. ગ્રંથકાર, રાગની ભયાનકતા સમજાવે છે. જડ-ચેતન પદાર્થો પર રાગ ક૨વાની ના પાડે છે. ‘રાગ’ને ‘ઝેરી સર્પ’ કહીને, એનાથી દૂર રહેવા પ્રેરણા આપે છે. મોક્ષમાર્ગની આરાધનામાં મહત્ત્વપૂર્ણ તત્ત્વ જે ‘વિવેક’ છે, એ વિવેકને રાગ નષ્ટ કરી દે છે. આ એક બહુ મોટું નુકસાન બતાવે છે. કારણ કે ‘વિવેક વિના ચૈતન્ય નહીં' - આ એક મોટું સત્ય ઉજાગર કરે છે. ‘વિવેક નહીં તો ચૈતન્ય નહીં' - આ સત્યને પ્રગટ કરીને ગ્રંથકાર ‘વિવેક’ને બચાવી રાખવાની તાકીદ કરે છે. તે માટે રાગ-સર્પથી દૂર રહેવા સાવધાન કરે છે. એક વાત સદૈવ સ્મૃતિમાં રાખો : રાગ, હડકાયો કૂતરો છે. એ ભસતો નથી અને પાછળથી આવીને કરડે છે ! રાગ, એવો ઝેરી સાપ છે કે જે ફૂંફાડા મારતો નથી... ગેલ કરતો-કરતો આવે છે ને ડંખ દે છે. માટે રાગથી દૂર રહો. રાગ ન કરો. આસિત - મમતા અને વાસનાથી બચો. ૨૪ શામ્યશતક Page #36 -------------------------------------------------------------------------- ________________ तद्विवेकसुधांभोधौ स्नायं स्नायमनामयः । विनयस्व स्वयं रागभुजंगम-महाविषम् ॥२४॥ : અર્થ : (હે આત્મનું!) તે સ્વયં વિવેકરૂપ અમૃતના સમુદ્રમાં સ્નાન કરી, તંદુરસ્ત થઈ, રાગ-સપના તીવ્ર વિષને દૂર કર. : વિવેચન : કરુણાવંત જ્ઞાની પુરુષો આટલું સમજાવે છે, છતાં રાગને પરવશ બનીને, વિવેકભ્રષ્ટ બનેલા. ચૈતન્ય માટે તરફડતા જીવોની, એ જ્ઞાની પુરુષો ઉપેક્ષા નથી કરતા, તેમના ઉપર કરુણા કરીને કહે છે : ‘હજુ સર્વનાશ નથી થયો, હજુ મનુષ્યજીવન છે, દેવ-ગુરુનું સાન્નિધ્ય છે, માટે નિરોગી-નિરામય બનવાની તક છે. રાગના તીવ્ર વિષનો નાશ કરી દે. એ માટે વિવેકના અમૃત-સમુદ્રમાં કૂદી પડ... આત્મસ્નાન કર. જ્યાં સુધી રાગનું ઝેર ઉતરી ન જાય ત્યાં સુધી સ્નાન કરે જ જા. એક ક્ષણ એવી આવશે, જ્યારે રાગનું ઝેર ઉતરી જશે. વિવેકનું અજવાળું પથરાશે... અને તું મોક્ષમાર્ગ પર દોડવા લાગીશ.' સાર-અસારનો, ધર્મ-અધર્મનો, પુણ્ય-પાપનો, હેય-ઉપાદેયનો સમ્યક્ત-મિથ્યાત્વનો અને આચાર-અનાચારનો વિવેક જાગ્રત જોઈએ. આ વિવેક જ આત્માનું સાચું ચૈતન્ય છે. અસારને સાર માનશો નહીં, અધર્મને કયારેય ધર્મ સમજશો નહીં, પાપને કયારેય પુણ્ય કહેશો નહીં, હેયને કયારેય ઉપાદેય માનવાની ભૂલ કરશો નહીં, મિથ્યાત્વને કયારેય સમ્યકત્વમાં આરોપશો નહીં. અનાચારોને કદીય આચારોમાં ખપાવશો નહીં. આવી ભૂલો રાગનું ઝેર ફેલાવે છે. માટે રાગનું ઝેર વહેલી તકે ઉતારી નાંખવા જ્ઞાની પુરુષો પ્રેરણા આપે છે. રાગની સુંવાળી ધરતી પર ચાલતાં લપસી ન પડાય - એની ખૂબ કાળજી રાખવાની છે. આ સંસાર છે! રાગની ધરતી પર ચાલવું પડે... ત્યાં ખૂબ સાવધાનીથી પગલાં મૂકજો ! શાખ્યશતક (AAAAAAAAAAA. ૨૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ बहिरंतर्वस्तुतत्त्वं प्रथयन्तमनश्वरम् । विवेकमेकं कलयेत्तार्तीयीकं विलोचनम् ॥२५॥ : અર્થ : બહારની અને અંદરની વસ્તુના તત્ત્વને જોનાર અને ક્યારેય નાશ નહીં પામનાર એવો વિવેક, ત્રીજું લોચન છે, એમ જાણવું. : વિવેચન : ઉપાધ્યાયશ્રી યશોવિજયજી “સમતાશતકમાં કહે છે: रागभुजंगम-विष हरन, धारो मंत्र विवेक, भव-वन-भूल उच्छेदकुं, विलसे याकी टेक ॥ - રાગ-વિષધરનું વિષ ઉતારવા માટે વિવેક' મંત્રનો જાપ કરો ! - ભવ-વનના મૂળનો ઉચ્છેદ કરવા વિવેકની કુહાડી હાથમાં લો ! આગળ વધીને તેઓ વિવેકને ત્રીજું નેત્ર કહીને, એ નેત્રથી અંતરના ભાવોને પ્રકાશિત કરવા માટે કહે છે. તે માટે કહે છે : “करो धंध सब परिहरी, एक विवेक अभ्यास." બીજાં બધાં કામ છોડીને, એક માત્ર વિવેકનો અભ્યાસ કરો. કારણ કે વિવેક અનશ્વર – અવિનાશી ત્રીજું નેત્ર છે ! આ વિવેક નેત્રથી જ | બાહ્ય અને આંતરિક વસ્તુતત્ત્વને જોઈ શકાય છે, વાસ્તવિકરૂપે જોઈ શકાય છે ! – ચર્મચક્ષુ તો માત્ર બહારની વસ્તુઓને જોઈ શકે છે, વિવેકચક્ષુ ' બહારનાં અને ભીતરના વસ્તુતત્ત્વને જુએ છે. – ચર્મચક્ષુ (અખો) તો રોગથી નાશ પામી શકે છે, જ્યારે વિવેક ચક્ષુ તો અનશ્વર છે ! નાશ પામતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે રાગદશાનો નાશ કરવા માટે મનુષ્ય વિવેકી બનવું જ પડે. વિવેક મનુષ્ય જ રાગદશાને ટાળી શકે છે. માટે વિવેકને પ્રાપ્ત કરવો જોઈએ. પ્રાપ્ત કરેલા વિવેકને જાળવી રાખવો જોઈએ. વિવેકને બધાં તત્ત્વો કરતાં મૂલ્યવાન સમજવો જોઈએ. બધું ચાલ્યું જાય તો ભલે જાય, પરંતુ વિવેકને જવા દેવો ન જોઈએ. આ રીતે ગ્રંથકાર, રાગનો નાશ કરવાનું કહીને; હવે દ્વેષનો નાશ કરવાનો ઉપદેશ આપે છે. ૨૬ NNNNAGAR RANASA શાખ્યશતક Page #38 -------------------------------------------------------------------------- ________________ उद्दामक्रममाबिभ्रद् द्वेषदंतावली बलात् । धर्माराममयं भिन्दन् नियम्यो जितकर्मभिः ॥२६॥ : અર્થ : ઉદ્ધત રીતે ચાલીને દ્વેષરૂપ હાથી, પોતાના બળથી ધર્મરૂપી બગીચાને ભાંગી નાખે છે. માટે કર્મોને જીતનારા (જીતવાનો પ્રયત્ન કરનારા) પુરુષોએ તે દ્વેષરૂપ હાથીને વશ રાખવો જોઈએ. : વિવેચન : દ્વેષ, ઉન્મત્ત હાથી છે. ઈિર્ષા, રોષ, પરિવાદ, મત્સર, અસૂયા... આ બધા દ્વેષના જ પર્યાયો છે. આ બધા, દારૂ પીધેલા હાથી જેવા ઉન્મત્ત દોષો છે. રાજમાર્ગ પર આવો ઉન્મત્ત હાથી દોડતો આવતો હોય, ત્યારે એ શો અનર્થ ના કરે? શું નુકસાન ન કરે? ગ્રંથકાર કહે છે એ ધર્મના સુંદર બગીચાનો નાશ કરી નાંખે છે. ધર્મ, એ સુંદર બગીચો છે. દાન, શીલ, તપ, ભાવ-આ બધા ધર્મ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ – આ બધા ધર્મ છે. દ્વેષ આ ધર્મોનો નાશ કરી નાંખે છે. - જો તમારે કર્મો પર વિજય મેળવવો છે, એ માટે તમે પ્રયત્નશીલ છો, તો તમારે સર્વપ્રથમ દ્વેષ પર વિજય મેળવવો પડશે. દ્વેષરૂપ ઉન્મત્ત હાથીને વશ રાખવો પડશે. તે માટે – - તમારે કોઈ જીવની ઈર્ષ્યા નહીં કરવાની, - કોઈ જીવ પ્રત્યે રોષ નહીં કરવાનો. - કોઈ જીવની નિંદા નહીં કરવાની.... . - કોઈ જીવ પ્રત્યે વેરની ગાંઠ નહીં બાંધવાની ! - વાત-વાતમાં ક્રોધ-ગુસ્સો નહીં કરવાનો ! આ રીતે તમે દ્વેષ ઉપર વિજય મેળવશો તો કર્મો ઉપર પણ જલ્દી વિજય મેળવી શકશો. અલબત્ત, દ્વેષ ઉપર વિજય મેળવવાનું કામ સહેલું તો નથી જ. ઉન્મત્ત હાથીને વશ કરવો સહેલો નથી હોતો. શામ્યશતક Arabia Senerated શામશતક ૨૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ सैष द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः । निर्वाप्यः प्रशमोद्दामपुष्करावर्तसेकतः ॥२७॥ અર્થ : હદયને તપાવનાર, વાલાઓથી વ્યાપ્ત હૈષાગ્નિને, પ્રશમના પુષ્કરાવતી નામના ઉગ્ર મેઘના જળસિંચનથી શમાવવો જોઈએ. ઃ વિવેચન : લેષ ભયંકર અગ્નિ છે. એ અગ્નિમાંથી ભયાનક જ્વાળાઓ પ્રગટી રહી છે. આ દ્વેષાગ્નિ, જીવાત્માના હૃદયને સંતાપે છે, ઉદ્વિગ્ન કરે છે. માટે એને તત્કાલ બુઝાવી દેવો જોઈએ. દ્વેષની આ પ્રચંડ આગ, સામાન્ય અગ્નિશામક બંબાથી બુઝાય એવી નથી. એને બુઝવવા સામાન્ય વર્ષા પણ સમર્થ નથી. એને બુઝવવા તો પ્રશમનો પુષ્પરાવર્ત મેઘ જોઈએ ! પુષ્કરાવી મેઘની વર્ષા જ દ્વેષના પ્રચંડ દાવાનલને બુઝવી શકે છે. પ્રશમભાવનો પુષ્કરાવર્ત મેઘ ! ગ્રંથકારે કેવો શ્રેષ્ઠ અને અસાધારણ ઉપાય બતાવ્યો છે ! આ મેઘ, મૂશળધારે વરસ્યા જ કરતો હોય છે... કોઈ એવી આગ નથી આ દુનિયામાં, કે જે આ મેઘવર્ષાથી ન બુઝાય. શમભાવ, પ્રશમભાવ, ઉપશમ ભાવ... વરસતો જ રાખો ! છે – છ મહિનાઓ સુધી સંગમદેવ ઉપર ભગવાન મહાવીરસ્વામીએ આ પ્રશમભાવના પુષ્કરામેઘને વરસતો જ રાખ્યો હતો ને ! આગ બુઝાઈ ગઈ હતી.. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો ભાવાનુવાદ આ રીતે કરે છે. प्रशम-पुष्करावर्तके, बरसत हरख विशाल, द्वेष-हुताश बुझाइये, चिंताजाल ज टाल ॥ ‘જ્યારે પ્રથમ-પુષ્પરાવર્ત વરસે, ત્યારે ખૂબ હરખો ! ખૂબ હરખો! દ્વેષાગ્નિ (હુતાશન=આગ) ને બુઝાવો ! પછી કોઈ ચિંતા નહીં રહે. આપણે આપણા જ હૃદયમાંથી (હૃદયના આકાશમાંથી) આ પુષ્કરાવ-મેઘની વર્ષા કરવાની છે ! ૨૮ SANSARI RAMA શાખ્યશતક Page #40 -------------------------------------------------------------------------- ________________ वश्या वेश्येव कस्य स्याद्वासना भवसंभवा । विद्वांसोऽपि वशे यस्याः कृत्रिमैः किल किंचितैः ॥२८॥ : અર્થ : આ સંસારની વાસના, વેશ્યાની જેમ કોને વશ થાય? જેના કૃત્રિમ (બનાવટી) હાવભાવથી વિદ્વાનો પણ વશ થઈ જાય છે. .: વિવેચન : સંસારની વાસના એટલે વેશ્યા ! જેમ વેશ્યા કોઈને વશ નથી થતી, અર્થાત્ એ કોઈને સાચા હૃદયથી સમર્પિત નથી થતી, તેમ સંસારવાસના પણ કોઈને સમર્પિત નથી થતી. જેમ વેશ્યાના કૃત્રિમ હાવભાવથી મોટા મોટા વિદ્વાનો પણ ભૂલા પડી જાય છે અને વેશ્યાને વશ થઈ જાય છે, એવી રીતે સંસારના પણ ભિન્ન ભિન્ન મોહક પ્રસંગો, પ્રિય ઘટનાઓ વગેરેને વાસ્તવિક માનવાની ભૂલ મોટા વિદ્વાનો પણ કરી બેસે છે. તો પછી અજ્ઞાની અને મોહમૂઢ મનુષ્યની તો વાત જ શી કરવાની? સંસારની વિવિધ વાસનાઓ મુખ્ય ચાર પ્રકારની હોય છે : ૧. સ્વજનો - સંબંધિત. ૨. પરિજનો - સંબંધિત. ૩. ધન-વૈભવ - સંબંધિત. ૪. શરીર - સંબંધિત. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : किनके वश. भववासना, होवे वेश्याधूत, - मुनि भी जिनके वशमये, हावभाव अवधूत. વિદ્વાનો, બુદ્ધિમાનો, શ્રીમંતો, કલાકારો... વગેરે વેશ્યાને પરવશ બની જાય છે, પરંતુ વેશ્યા કોઈને પરવશ થતી નથી. એવી રીતે સંસારની વિવિધ વાસનાને, વિદ્વાનો વગેરે પરવશ થઈ જાય છે, પરંતુ એ ભવવાસનાઓ કોઈને આધીન થતી નથી. એવી પ્રબળ હોય છે ભવની વાસનાઓ. એવી વાસનાઓને વશ નહીં થનારા વીરોમાં પણ વીર કહેવાય છે. શામ્યશતક (SANSKRISHNANAGARટ ૨૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ यावज्जागर्ति संमोहहेतुः संसारवासना । निर्ममत्वकृते तावत् कुतस्त्या जन्मिनां रुचिः ॥२९॥ : અર્થ : જ્યાં સુધી જીવોને મોહના હેતુભૂત સંસારની વાસનાઓ જાગે છે, ત્યાં સુધી નિર્મમત્વની રૂચિ કયાંથી થાય? .: વિવેચન : - શું તમારા મનમાં સ્વજનો પ્રત્યે રાગ છે? - શું તમારા ચિત્તમાં સ્નેહી-સગા-મિત્રો પ્રત્યે સ્નેહ છે? - શું તમારા હૃદયમાં ધન-સંપત્તિની આસક્િત છે? - શું તમારા મનમાં શરીર ઉપર મમત્વ છે? જો છે, તો પછી તમારા મનમાં મમત્વરહિત બનવાની ઇચ્છા નહીં જાગે. "મારે નિર્મમ-નિર્મોહ બનવું છે.” આવી રૂચિ નહીં જ જાગે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : ज्युं ज्युं भव की वासना, जगे मोहनिदान, त्यु त्युं स्चे न लोक कुं, निर्मलभाव प्रधान. જ્યાં સુધી ભવવાસનાઓ તમારા ચિત્તમાં જાગતી રહેશે ત્યાં સુધી નિર્મમ-નિર્મોહ બનવાની નિર્મલ ભાવનાઓ નહીં જાગે તમારા મનમાં. ‘અમારા મનમાં પવિત્ર વિચારો, નિર્મલ ભાવનાઓ, શુભ ઈચ્છાઓ કેમ જાગતી નથી? જાગે છે, તો ટકતી કેમ નથી? જો આવો પ્રશ્ન તમારા ચિત્તમાં જાગે છે, તો આ પ્રશ્નનું સમાધાન આ શ્લોકમાં ગ્રંથકાર કરી દે છે ! નિર્મમ-નિર્મોહ બનવાની વાત તો ઘણી દૂર છે, એવા બનવાની ઇચ્છા - રૂચિ જાગે છે મનમાં? દિવસ - રાતમાં એકાદવાર પણ આવી ઈચ્છા જાગે છે ખરી? આંતરખોજ કરવી જરૂરી છે. વિવિધ ઈચ્છાઓ જાગે છે મનમાં, એ ઈચ્છાઓમાં એકાદ ઇચ્છા આવી પણ જાગે છે ખરી? શાન્ત ચિત્તે આંતરખોજ કરવી જરૂરી છે. ૩૦ AMAR NAA%AAશામ્યશતક Page #42 -------------------------------------------------------------------------- ________________ दोषत्रयमयः सैषः संस्कारो विषमज्वरः । મેઘૂરીમૂથો વેને પાવાથયોતિ ારા : અર્થ : તે આ સંસ્કાર (વાસના), ત્રિદોષમય વિષમ વરના જેવો છે. જે કષાયરૂપ કવાથ (ઉકાળો)ના યોગથી પુષ્ટ થાય છે. : વિવેચન : એ જ સંસારવાસનાને “સંસ્કાર' કહીને, ગ્રંથકાર એને એક વિષમ વરની ઉપમા આપે છે. ત્રિદોષ એટલે વાત-પિત્ત અને કફના યોગથી થતો સંનિપાત! એ સંનિપાતથી ઉત્પન્ન થતો વિષમ વર ઘણો ભયંકર હોય છે. સંસારવાસનાનો પણ જ્વર ઘણો ભયંકર છે. મન-વચન-કાયા (ત્રિદોષ) ના યોગથી એ વર આમેય જીવલેણ બને છે, તેમાં વળી ચાર કષાયનો ક્વાથ (ઉકાળો) લેવામાં આવે, તો પછી બાકી શું રહે? એ જ્વર ભાવપ્રાણોને હરી લે છે. - પહેલી વાત તો, સંસારવાસનાઓ જ ખતરનાક છે. - તેમાં ત્રિદોષ ભળે એટલે ભયંકર સંનિપાત થાય. - એમાં વળી કષાયોનો ક્વાથ પીવામાં આવે, એટલે એ વાસનાઓનો જવર પ્રાણોને, ભાવપ્રાણોને હરી લે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી, આ શ્લોકનો અર્થ આ રીતે કરે છે - विषय ताप भववासना, त्रिविध दोष को जोर, प्रकटे याकी प्रबलता, क्वाथ-कषाइ घोर. મન-વચન-કાયાથી જો સંસારવાસનાઓને રમાડતા રહેશો તો ક્રોધ, માન, માયા અને લોભ પેદા થવાના જ ! વાસનાઓની સાથે આ ચાર કષાયો ભળે છે એટલે જીવનો સર્વનાશ કરે છે. કંઈ જ શુભ બચતું નથી. અસંખ્ય વિકારોથી જીવ ખદબદી ઊઠે છે... પરિણામે એ તરફ નરક આદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે. એટલે, ભવવાસનાઓ સાથે કષાયોને જોડાવા ન દો. મન-વચન-કાયાથી એ વાસનાઓ સાથે રમો નહીં. શાખ્યશતક ISSNAGAR ૩૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ तत्कषायानिमांच्छेतुमीश्वरीमविनश्वरम् । पावनां वासनामेनामात्मसात्कुरुते द्रुतम् ॥३१॥ : અર્થ : (તેથી) એ ચાર કષાયોને છેદવાને સમર્થ અને કયારેય નાશ ન પામે એવી પવિત્ર વાસનાને સત્વરે સ્વાધીન કરવી. : વિવેચન : વાસના બે પ્રકારની હોય છે ઃ એક સંસારની વાસના, બીજી ધર્મની વાસના. સંસારની વાસનાનો ત્યાગ કરવો. ધર્મની વાસનાને સ્વાધીન કરવી. ધર્મની વાસના, ક્રોધ-માન-માયા અને લોભ-આ ચાર કષાયોનો નાશ કરી શકે છે. આ ધર્મવાસના એવી આત્મસાત્ કરવી કે એનો કયારેય નાશ ન થાય. જો હ્રદયમાં ધર્મવાસના સ્થિર થઈ જાય તો સદૈવ હૃદય શુદ્ધ અને પવિત્ર રહે. હૃદયમાં કષાયો સ્થિર ના થઈ શકે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો ભાવાર્થ આપતા કહે છેઃ ता तें दुष्ट कषायके, छेदे हित निज चित्त, धरो एह शुभभावना, सहज भाव में मित्त. “મારા મિત્ર, તમારા હૃદયમાં ધર્મની એવી શુભ ભાવના સ્થિર કરો, સહજ રીતે સ્થિર કરો, કે જે ક્રોધાદિ કષાયોનો નાશ કરે.' ભાવનાને વાસનારૂપ બનાવવી પડે. શુભ-પ્રશસ્ત ભાવનાઓ વાસનારૂપ, એટલે કે અવિનાશી બની જવી જોઈએ, સુદ્દઢ બની જવી જોઈએ. એ માટે મન-વચન-કાયાથી પ્રયત્ન કરવો જોઈએ. કષાયો પર વિજય મેળવવો સરળ નથી. ચારે ચાર કષાયો પર વિજય મેળવવાનો છે. એ વિજય, માત્ર ધર્મક્રિયાઓથી મળતો નથી. એના માટે ભાવનાત્મક પુરુષાર્થ કરવો પડે છે. જ્ઞાનાત્મક પ્રયત્ન કરવો પડે છે. સંસારની ચાર પ્રકારની વાસનાઓનો ત્યાગ કરીને, એની (કષાયોની) પ્રતિપક્ષી ચાર પ્રકારની વાસનાઓને સ્વાધીન કરવાની છે. ૩૨ શામ્યશતક Page #44 -------------------------------------------------------------------------- ________________ स्पष्टं दुष्टो ज्वरः क्रोधः चैतन्यं दलयन्नयम् । सुनिग्राह्यः प्रयुज्याशु सिद्धौषधिमिमां क्षमाम् ॥३२॥ : અર્થ : સ્પષ્ટ રીતે જ ક્રોધ દુષ્ટ જ્વર છે, તે ચૈતન્યનો નાશ કરનાર છે. માટે ક્ષમારૂપી સિદ્ધ ઔષધિનો પ્રયોગ કરી, તેનો (ક્રોધનો) નાશ કરવો જોઈએ. .: વિવેચન : પહેલો કષાય છે ક્રોધ. ક્રોધની દુષ્ટતા સ્પષ્ટ જ દેખાતી હોય છે. તમે ક્રોધી મનુષ્યને જોયો છે ને? જાણે એને તીવ્ર વર (તાવ) ચઢયો હોય, તેવો લાગે છે. એની આંખો લાલ થઈ જાય છે. એનું શરીર ધ્રુજતું હોય છે... એના હોઠ ફફડતા હોય છે... એ સુધ-બુધ ગુમાવીને ચેષ્ટાઓ કરતો હોય છે. વિવેકશૂન્ય બની જતો હોય છે. ક્રોધના આ બધાં બાહ્ય લક્ષણો છે. આંતરિક રીતે ક્રોધ પરિતાપ ઉપજાવે છે. સ્વ-પરને અશાન્તિ કરે છે. માટે ક્ષમાના સિદ્ધ ઔષધનો પ્રયોગ કરી, એ ક્રોધનો નાશ કરવો જોઈએ. ક્ષમા સિદ્ધ ઔષધિ છે. એટલે કે ક્ષમાથી ક્રોધ પર વિજય મેળવી જ શકાય. પરંતુ એ માટે ક્ષમાધર્મને આત્મસાત્ કરવો પડે. ક્ષમા વાસનારૂપ બની જવી જોઈએ. કોઈ પણ જીવાત્મા,ગમે તેવું અયોગ્ય, અનુચિત આચરણ કરે, તમારે એને ક્ષમા જ આપવાની ! એના પ્રત્યે તમારા મનમાં ક્રોધ ઉઠે જ નહીં! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - सिद्ध औषधि इक क्षमा, ताको करो प्रयोग, ज्युं मिट जाये मोहधर, विषम क्रोध ज्वर रोग. ક્રોધનો જ્વર રોગ, ક્ષમાથી જ નાશ પામે ! માટે ક્ષમાને એવી આત્મસાત્ કરવી જોઈએ કે એ અવિનાશી બની જાય. ક્ષમા અલ્પકાલીન ન ચાલે. ક્ષમાં સર્વકાલીન જોઈએ, અવિનાશી જોઈએ. ક્ષમા આપવામાં કયારેય કૃપણ ન બનો. ક્ષમા આપવામાં કયારેય થાકો નહીં. * શાશતક ૩૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ आत्मनः सततस्मेरसदानन्दमयं वपुः । स्फुरल्लुकाजिलस्फातिः कोपोऽयं ग्लपयत्यहो ॥३३॥ : અર્થ : આત્માના નિરંતર વિકાસ પામેલા શ્રેષ્ઠ આનંદથી વ્યાપ્ત એવા આ શરીરને, પ્રજવલિત જ્વાળાઓના વિસ્તારથી હુરાયમાન એવો ક્રોધ ગ્લાનિ પમાડે છે. : વિવેચન : કોઈ યોગીએ આ શરીરને કથિર જેવું કહ્યું છે, કોઈ મુનિએ આ કાયાને માટી જેવી કહી છે, કોઈ ઋષિએ આ દેહને લાકડા જેવો તુચ્છ કહ્યો છે ! આ ગ્રંથકાર કહે છે. આ શરીર આત્માનંદને અનુભવવાનું શ્રેષ્ઠ સાધન છે ! આ શરીર નિરર્થક નથી, તુચ્છ નથી, અનુપયોગી નથી. આત્માના નિરંતર વિકાસ પામતા. ઉલ્લસિત થતા શ્રેષ્ઠ નાનંદને, આ શરીરના માધ્યમથી અનુભવવાનો છે. યોગીઓ, ઋષિઓ અને મુનિવરો. આ શરીરથી જ આત્માનંદની અનુભૂતિ કરે છે. એવા આ શ્રેષ્ઠ માનવદેહને, આ ક્રૂર-કષાય નુકસાન પહોંચાડે છે. ક્રોધથી આ શરીર સુકાઈ જાય છે, જીર્ણ થઈ જાય છે. ભૂકો થઈ જાય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - चेतनका कोमल ललित, चिदानंदमय देह, सूक भूक जुर जात है, क्रोध लूकते तेह. ક્રોધની શરીર પર કેટલી બધી ખરાબ અસરો થાય છે, એ વાતો તો વૈદ્યો અને ડોકટરો પણ કરે છે, પરંતુ એ વાતો ભૌતિક દૃષ્ટિની હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ શરીરને કેવું મોટું નુકસાન થાય છે, એ વાત ગ્રંથકારે કરી છે. આ માનવશરીરના માધ્યમથી આત્માનંદને અનુભવવાની વાત કરી છે. માનવદેહ સાથે માનવ-મનનો સંબંધ સમજી લેવાનો છે. માનવ-મનને, ક્રોધ ભયંકર નુકસાન કરે છે. જ ૩૪ Barassessions: શામ્યશતક Page #46 -------------------------------------------------------------------------- ________________ व्यवस्थाप्य समुन्मीलदहिंसा-वल्लि-मंडपे । નિર્વાય તાત્માનં ક્ષમ-શ્રીવન્દ્રન-વૈદ રૂ૪l : અર્થ: (હે આત્મન) તારા આત્માને અહિંસારૂપ પ્રફુલ્લિત લતામંડપમાં રાખીને, ક્ષમારૂપ શ્રીચંદનના રસથી તેને શાંતિ આપ. : વિવેચન : અહિંસાના, કરુણાના, દયાના પ્રફુલ્લિત લતામંડપમાં સદૈવ તમે રહો... અને તમારા શરીર પર ક્ષમાના ચંદનનું વિલેપન કરતા રહો! પછી તમે જોજો કે તમને કેવી અદ્દભુત શાન્તિનો અનુભવ થાય છે ! - કરુણાના લતા-મંડપમાં રહેવાનું તમને ગમશે? - અવારનવાર તમારા મન પર ક્ષમાના ચંદનરસનું “પ્રે' કરતા રહેશો? તો ક્રોધાગ્નિની જ્વાળાઓ તમને દઝાડી નહીં શકે, બાળી નહીં શકે. તમે, મારા મિત્ર, સુખપૂર્વક જીવી શકશો. આ વંત ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ રીતે કહે છે क्षमा सार चंदनरसे, सिंचो चित्तपवित्त, दयावेल मंडप तले रहो, लहो सुख मित्त । પરંતુ જો તમે દયાના, કરુણાના મંડપમાંથી બહાર ફરવા નિકળશો તો ક્રોધ તમને જરૂર બાળશે ! કરુણાના મંડપમાંથી ભૂલે ચૂકે પણ બહાર ના નિકળશો. આટલી સાવધાની તો રાખવી જ પડશે. સાથે સાથે, તમારા મનને ક્ષમાના ચંદનરસથી ભીનુ-ભીનું રાખવાનું ના ભૂલશો. ક્ષમારસનું “એ” તમારી પાસે જ રાખજો. મન પર અવારનવારે છંટકાવ કરતા જ રહેજો. આ દુનિયામાં રહીને આ કરવાનું છે. તમે સંસારી હો કે સાધુ હો, તમારે આ બે કામ કરવાનાં છે. તો તમે ક્રોધની જ્વાળાઓથી બચી શકશો. સર્વભક્ષી ક્રોધથી બચવાની જો તમારી તીવ્ર ઇચ્છા હોય તો આ શ્રેષ્ઠ ઉપાય છે. શામ્યશતક a ded ૩પ Page #47 -------------------------------------------------------------------------- ________________ क्रोधयोधः कथंकारमहंकारं करोत्ययम् । लीलयैव पराजिग्ये क्षमया रामयापि च ॥३५॥ : અર્થ : આ ક્રોધરૂપી યોદ્ધો શા માટે અભિમાન કરતો હશે ? કેમ કે એક ક્ષમા-સ્ત્રી લીલામાત્રમાં હરાવી શકે છે ! : વિવેચન : ક્રોધ એક દુર્જેય યોદ્ધો છે, સુભટ છે, ક્ષમા એક અદ્ભુત સ્ત્રી છે ! સ્ત્રી, યોદ્ધાને પલવારમાં હરાવી દે છે ! જો તમારે ક્રોધ ઉપર વિજય મેળવવો છે, તો તમારે ક્ષમાને જ આગળ કરવી પડશે. ક્ષમા જ, ક્રોધસુભટને પરાજિત કરી શકે છે. ગ્રંથકારે અહીં ક્ષમાને ‘સ્ત્રી'ની ઉપમા આપીને, ક્રોધની નબળી કડી ખૂલ્લી કરી છે. બળવાન પુરુષોની નબળાઈ ‘સ્ત્રી' હોય છે. યોગી-મુનિઋષિઓની નબળાઈ ‘સ્ત્રી' હોય છે ! ક્રોધને યોદ્ધાની-સુભટની ઉપમા આપીને, એની નબળાઈ ‘ક્ષમા-સ્ત્રી' બતાવી છે ! તાત્પર્યાર્થ આ છે ઃ ક્ષમાથી જ ક્રોધ ઉપર વિજય મેળવી શકાય. તમે ગમે તેટલા તપ કરો, ગમે તેટલું દાન આપો, ગમે તેટલા વ્રત-નિયમ પાળો... તમે ક્રોધ પર વિજય નહીં મેળવી શકો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છેयाको मासे सम-वधू क्षमा सहज में जोर, क्रोध - योध क्युं कर सके, सो अपनो बल सोर મારે ક્રોધ ઉપર વિજય મેળવવો જ છે,' આવો તમારો દ્દઢ નિર્ણય હોવો જોઈએ. તો જ તમે ‘ક્ષમા’ ને સાથે રાખી શકશો. ક્ષમા પર વિશ્વાસ રાખી શકશો. “ક્ષમાથી ક્રોધ ઉપર વિજય મેળવાય જ છે.' આ શ્રદ્ધા રાખી શકશો. તમે યાદ રાખો : ક્રોધની નબળાઈ ક્ષમા-સ્ત્રી છે ! ક્રોધની નબળી કડી ક્ષમા છે. ક્રોધ આવે ત્યારે એની સામે ક્ષમા-સ્ત્રીને ઊભી રાખી દો. ક્રોધનું રૂપ જ બદલાઈ જશે ! 參 ૩૬ શામ્યશતક Page #48 -------------------------------------------------------------------------- ________________ भर्तुः शमस्य ललितैर्बिभ्रती प्रीतिसंपदम् । नित्यं पतिव्रता वृत्तं क्षांतिरेषा निषेवते ॥३६॥ : અર્થ : પોતાના વિલાસોથી, શમી રૂપ પતિની પ્રીતિ-સંપત્તિને ધારણ કરતી એ ક્ષમાસ્ત્રી સદૈવ પતિવ્રતાનું વ્રત સેવે છે. ': વિવેચન : ક્ષમા પતિવ્રતા સ્ત્રી છે ! એનો પતિ છે શમ - પ્રશમ. ક્ષમાએ પ્રશમની પ્રીતિ પ્રાપ્ત કરેલી છે. કારણ કે એ પતિવ્રતા છે અને કલાનિપુણ છે ! સ્ત્રીની એકલી પતિવ્રત-પતિપરાયણતા, પતિને વશ રાખવા સમર્થ નથી હોતી, સાથે સાથે એનામાં કલાનૈપુણ્ય પણ જોઈએ. તો જ એ પતિનો પ્રેમ સંપાદન કરી શકે. કળાનપુણ્ય હોય, પરંતુ પતિપરાયણતા ન હોય, તો પણ એ પતિનો પ્રેમ નિભાવી ન શકે. એટલે સ્ત્રીમાં બંને ગુણ જોઈએ. ક્ષમા-સ્ત્રીમાં આ બંને ગુણ છે. એટલે પ્રથમ અને ક્ષમાની જોડી અખંડ રહે છે ! જ્યાં ક્ષમા, ત્યાં પ્રશમ. જ્યાં પ્રશમ, ત્યાં ક્ષમા. ગ્રંથકારે બે શબ્દોનો લિંગ-ભેદ ધ્યાનમાં રાખીને કેવો સુંદર અર્થ ઉભાસિત કર્યો છે ! ક્ષમા સ્ત્રીલિંગ છે, શમ-પ્રશમ પુરૂષલિંગ શબ્દ છે. એ રીતે ક્ષમાને પ્રશમની પત્ની બતાવી છે ! ૩પ મા શ્લોકમાં ‘ક્ષમા'ને સ્ત્રી કહી, તો એ કોની પત્ની છે, એ પણ બતાવવું જરૂરી હતું. એટલે ૩૬ મા શ્લોકમાં એને ‘શમ-પ્રશમની પત્ની બતાવી દીધી. આ રીતે ક્ષમા અને પ્રશમની સામે ક્રોધ-સુભટ કેવી રીતે ટકી શકે? એને ભાગવું જ પડે ! .. ક્ષમા અને પ્રશમની જોડી સાથે ગાઢ મૈત્રી સ્થાપિત કરો. જ શાખ્યશતક SARAGASANANAGAR ૩૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ कारणानुगतं कार्यमिति निश्चिनु मानस ! निरायासं सुखं सूते यन्निःक्लेशमसौ क्षमा ॥३७॥ : અર્થ : હે મન, કારખાનુસાર કાર્ય હોય છે, એમ તું નિશ્ચય કરો જેથી પ્રયત્ન વિના, ક્ષમા કલેશ વિનાનું સુખ ઉત્પન્ન કરે છે. : વિવેચન : તમારે માનસિક સુખ જોઈએ છે? એ પણ સહજતાથી જોઈએ છે? એવું સહજ માનસિક સુખ, એક માત્ર ક્ષમા જ આપી શકે છે. પહેલી વાત તો એ છે કે બાહ્ય ભૌતિક સુખોનાં તીવ્ર આકર્ષણોમાંથી તમારું મન મુક્ત થવું જોઈએ. તે પછી આંતરસુખ મેળવવાની ઝંખના જાગવી જોઈએ.. ઇન્દ્રિયોનાં સુખો મેળવવા પ્રયત્ન કરવો પડે છે, કુલેશ સહન કરવાં પડે છે. આંતરસુખ મેળવવા પ્રયત્ન કરવો પડતો નથી, કે તકલીફો પણ સહન કરવી પડતી નથી. સહજ રીતે આંતરસુખ મળી શકે છે ! એવું સુખ મેળવવાનો એક જ ઉપાય છે : ક્ષમા ! ક્ષમા, આત્માનો એવો સહજ ગુણ છે. જેવી રીતે ક્ષમા સહજ ગુણ છે, એ ગુણને સિદ્ધ કરવા જેમ પ્રયત્ન – મહેનત નથી કરવી પડતી કે ક્લેશ નથી કરવો પડતો, એવી રીતે ક્ષમાજન્ય આંતરસુખ મેળવવા માટે પણ પ્રયત્ન કે ફલેશ કરવા પડતા નથી. કારણ કે દરેક કાર્ય કારણાનુસારી હોય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - देत खेदवर्जित क्षमा, खेदरहित सुखराज, इनमें नहीं संदेह कछु, कारन सरिखो काज. ક્ષમાની આ આગવી વિશેષતા બતાવવામાં આવી છે. ક્ષમાને સિદ્ધ કરવા માટે કોઈ વિશેષ વ્યાયામ કરવો પડતો નથી. એ સહજતાથી સિદ્ધ થઈ શકે છે. એવી રીતે ક્ષમાજન્ય આંતરસુખ પણ સહજ રીતે પ્રગટ થાય છે, એમાં જરાય શંકા રાખવાની જરૂર નથી. ૩૮ શાખ્યશતક Page #50 -------------------------------------------------------------------------- ________________ अखर्वगर्व-शैलाग्र-शृंगादुद्धरकंधरः । पश्यन्नहयुराश्चर्यं गुरुनपि न पश्यति ॥३८॥ : અર્થ : મોટા ગવરૂપ પર્વતના અગ્રશિખર ઉપરથી ડોક ઊંચી કરીને આશ્ચર્યથી જોતો એવો અહંકારી મનુષ્ય ગુરુજનોને પણ જોઈ શકતો નથી. : વિવેચન : ક્રોધ પહેલો કષાય છે, માન બીજે કષાય છે. માન કહો, અભિમાન કહો કે ગર્વ કહો ! એક જ વાત છે. ગર્વને પર્વતની ઉપમા આપવામાં આવી છે. ગવરૂપ મોટા પર્વતની ટોચ ઉપર ચડેલો મનુષ્ય પોતાનામાં જ રહેલી વિશેષતાઓને (આશ્ચર્યોને) જોયા કરે છે, તેથી તે ગુરુજનોને જોઈ શકતો નથી, અર્થાત્ ગુરુજનોને તુચ્છ માને છે, નગણ્ય માને છે. પોતાની ઉચ્ચ જાતિ, ઉચ્ચ કૂળ, રૂપ, ધન, ઐશ્વર્ય, બુદ્ધિ, લોકપ્રિયતા, જ્ઞાન આદિનું અભિમાન, મનુષ્યને ઉદ્ધત બનાવે છે. ઉદ્ધત બનેલો મનુષ્ય ગુરુજનોને અવગણી નાંખે છે. ગુરુજનોનું અપમાન કરી નાંખે છે. એમની જરાય પરવા કરતો નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : पर्वत गर्व शिखर चडयो, गुरुकुंभी लघुरूप, • कहे तिहां अचरज किश्यो, कथन ज्ञान अनुरूप. અભિમાનનું આ લક્ષણ છે - વોત્કર્ષ અને પરોપકર્ષ. પોતાને મહાનું માનવો, બીજાને હલકોતુચ્છ માનવો. અભિમાનની આ રીતે અભિવ્યક્તિ થતી હોય છે. - અભિમાનના પહાડના ઊંચા શિખર પર ચઢેલા, ઊંચી ડોક કરીને અને છાતી કાઢીને ઊભેલા ગર્વિષ્ઠ મનુષ્યને જોજો તો ખરા ! એ બીજા કોઈને જોતો જ નથી હોતો ! એ પોતાનામાં રહેલી જાતિ, કુળ, રૂપ, ધન, બુદ્ધિ, જ્ઞાન.. આદિ વિશેષતાઓ જ જોવામાં લીન હોય છે. ભલે ને એના કરતાં વધારે વિશેષતાઓવાળા મનુષ્યો એની સામે આવે, એને દેખાતા જ નથી ! શામ્યશતક (RIGINAMIKANKARIA ૩૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ उच्चैस्तरमहंकारनगोत्संगमसौ श्रितः । युक्तमेव गुरुन्मानी मन्यते यल्लघीयसः ॥३९॥ : અર્થ : અભિમાનરૂપ પર્વતના ઊંચા ઉલ્લંગમાં રહેલો, અભિમાની પુરુષ, ગુરુ ને લઘુ (મોટાઓને નીચા) માને છે, તે યુક્ત જ છે ! : વિવેચન : અભિમાની મનુષ્ય, ગુરુજનોને, મોટા ગજાના માણસોને અવગણી નાખે, તુચ્છ માને. એમાં આશ્ચર્ય પામવું! અભિમાની માટે એ યોગ્ય જ હોય છે. અભિમાનની એ પ્રતિક્રિયા જ હોય છે. - અભિમાની મનુષ્ય પાસેથી નમ્રતાની અપેક્ષા ન રાખો. - અહંકારી મનુષ્ય પાસેથી આદર-સત્કારની અપેક્ષા ન રાખો. - ગર્વિષ્ઠ મનુષ્ય પાસેથી પ્રશંસાના શબ્દોની અપેક્ષા ન રાખો. આવા લોકોમાં ઉદ્ધતાઈ હોય, તે સ્વાભાવિક માનો. આવા લોકોમાં અનાદર-તિરસ્કારભર્યું આચરણ હોય, તેને સ્વાભાવિક માનો. આવા લોકો હંમેશાં બીજાઓની ટીકા-નિંદા જ કરતા હોય છે, તે એમના માટે યોગ્ય જ હોય છે. આશ્ચર્ય ન પામો. ખેદ ન પામો. આઘાત ન અનુભવો. અભિમાની મનુષ્યો, માતા-પિતાને અવગણી નાખે છે. ઉપકારીજનોનું અપમાન કરી નાંખે છે. વડીલો-સજ્જનોને ઉતારી પાડે છે. જ્ઞાની-ધ્યાની પુરુષોને તિરસ્કારી કાઢે છે. આ બધું એમના માટે યોગ્ય જ હોય છે ! આમ કહીને, ગ્રંથકાર આચાર્યદિવ, અભિમાની – અહંકારી મનુષ્યો પ્રત્યે ઉપેક્ષા-ભાવ રાખવાની પ્રેરણા આપે છે. એમના પ્રત્યે દુર્લક્ષ્ય રાખવાનું કહે છે. તેઓ આવા જ હોય.” એવું સમજીને એમની પાસેથી બીજી કોઈ સારી અપેક્ષા નહીં રાખવાનો ઉપદેશ આપે છે. આપણે પણ જો અભિમાન-પર્વતના ઊંચા શિખર પર આરુઢ થઈ જઈએ તો આપણી પણ આવી જ સ્થિતિ થાય. બીજાઓનો અપકર્ષ જ કરવાના.. આપણા જ ગુણ ગાવાના ! ૪૦ RANASKANKARSANટ શાશતક Page #52 -------------------------------------------------------------------------- ________________ तिरयन्नुज्वलालोकमभ्युन्नतशिराः पुरः । निरुणद्धि सुखाधानं मानो विषमपर्वतः ॥४०॥ : અર્થ : માન-અભિમાન ઊંચા શિખરવાળો વિષમ પર્વત છે. તે પોતાની આગળ રહેલા ઉજજવલ પ્રકાશને ઢાંકીને, સુખના પ્રવાહને રોકે છે. .: વિવેચન : અભિમાનનો આ પહાડ નાનો-સુનો નથી. એનાં આઠ | આઠ ઊંચા શિખરો છે ! ભયાનક ભેખડો છે. એવા પહાડમાં રહેલા માનવીને પ્રકાશનું સુખ કેવી રીતે મળી શકે ? એ આઠ શિખરો એટલે આઠ મદ ! પ્રકાશનું સુખ એટલે જ્ઞાનના પ્રકાશનું સુખ મદાંધ માનવીને જ્ઞાનપ્રકાશનું સુખ ન જ મળે. એ તો અજ્ઞાનના અંધકારમાં જ ભટકતા રહે છે અને દુઃખનાં રૂદન કર્યા કરે છે. - અજ્ઞાની હોવા છતાં માનવી પોતાને જ્ઞાની માને છે. – બુદ્ધિહીન હોવા છતાં માની માનવી પોતાને ‘અભયકુમાર'માને છે! - રૂ૫હીન હોવા છતાં પોતાને ‘સનકુમાર’ માને છે ! - બળહીન હોવા છતાં, પોતાને ભીમ કે અર્જુન માને છે ! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - आठ शिखर गिरिराज के, ठामे विमलालोक, तो प्रकाशसुख क्युं लहे, विषम मानवश लोक. ઉજ્જવલે પ્રકાશમય જ્ઞાનથી જે સુખ પ્રાપ્ત થઈ શકે છે, તે સુખ અભિમાની મનુષ્ય મેળવી શકતો નથી. જ્ઞાનાનન્દ, ચિદાનન્દ...પૂણનન્દ... અભિમાની મનુષ્યના ભાગ્યમાં હોતો જ નથી. એ અભિમાનના મિથ્યા આનંદમાં રમ્યા કરે છે. અને જ્યારે એનો મિથ્યા ગર્વ ભેદાય છે, એનું અભિમાન ચૂર-ચૂર થઈ જાય છે. ત્યારે એના કરુણ રૂદનને સાંભળનાર હોતું નથી. એની અશ્રુધારાને સહાનુભૂતિથી લૂછનાર કોઈ હોતું નથી. જ શામશતક BANASKANGANAGAR, ૪૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ मूदुत्वभिदुरोद्योगादेनं मानमहीधरम् । मित्वा विधेहि हे स्वात ! प्रगुणं सुखवर्तिनीम् ॥४१॥ : અર્થ : હે હ્મય! એ માનરૂપ પર્વતને કોમળતારૂપ વજવડે ભેદીને સુખનો માર્ગ સરળ : વિવેચન : હે આત્મન્ ! તારે સહજ-સ્વાભાવિક રીતે સુખના માર્ગે ચાલીને સુખ મેળવવું છે? તો તારે અભિમાનના પહાડને તોડવો પડશે. અભિમાનના પહાડને તોડવા માટે “વજ જોઈએ. કોમળતાના વજથી માનના પહાડને તોડવો પડશે. કોમળતા કહો કે નમ્રતા કહો, એનાથી માનનો પહાડ તોડવાનો છે. કોમળતા-નમ્રતા એ હૃદયનો ગુણ છે. માટે ગ્રંથકાર હૃદયને સંબોધીને કહે છેઃ હે દય, તારા કોમળતાના વજથી માનના પહાડને તોડ.' આંતરસુખ, આંતરિક શક્તિ મેળવવા માટેનો આ સરળ-સીધો માર્ગ ગ્રંથકાર બતાવે છે. બીજા બધા પ્રયત્ન છોડીને આ એક જ કામ કરવાનું કહે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે ? मानमहीधर छेद तूं, कर मृदुता-पवि धात, ज्यं सुख मारग सरलता, होवे चित्त विख्यात. આંતરખોજ કરવાની જરૂર છે. જો ભીતરમાં સુખ નથી, શાન્તિ નથી, સમતા નથી કે સમાધિ નથી, તો એનું કારણ શોધી કાઢવું જોઈએ. એ કારણ હશે કોઈ ને કોઈ વાતનું અભિમાન. એ અભિમાન દૂર કરો એટલે સુખ-શાન્તિ તમને મળ્યાં સમજો. ગ્રંથકારે આ એક વિશેષ વાત કરી છે. શાન્તિ-સમતામાં અને આંતર સુખમાં કોઈ અભિમાન બાધક છે ! અનેક પ્રકારનાં અભિમાનો દયમાં પડેલાં હોય છે. જુદા જુદા સમયે જુદાં જુદાં અભિમાન બાધક બનતાં હોય છે. ૪૨ KARASHAN શાખ્યશતક Page #54 -------------------------------------------------------------------------- ________________ चित्रमंभोजिनीकोमलं किल मार्दवम् । वज्रसारमहंकारपर्वतं सर्वतः स्यति ॥४२॥ : અર્થ : કમલપત્ર જેવી કોમળ મૃદુતા, વજ જેવા અભિમાનના પહાડને ચોતરફથી તોડી નાખે છે, એ આશ્ચર્ય છે ! : વિવેચન : વજ જેવો કઠોર અભિમાનનો પહાડ, અને કમળપત્ર જેવી કોમળ મૃદુતા ! છતાં મૃદુતા એ પહાડને તોડી-ફોડી શકે છે ! ગ્રંથકારને આ આશ્ચર્ય લાગે છે. કારણ કે એ સમયે વિજ્ઞાને અણુવિસ્ફોટ નહોતો કર્યો ! એક નાનકડા અણુનો વિસ્ફોટ કેવો વિનાશ કરે છે – એ વાત આજના વિજ્ઞાનયુગમાં સર્વવિદિત છે. મૃદુતા-કોમળતાનો અણુ-વિસ્ફોટ, અભિમાનના વિશાળ પહાડને તોડી-ફોડી શકે છે ! અભિમાનનું નામનિશાન રહેવા દેતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે દ્ધયમાં મૃદુતા રહે, કોમળતા રહે, એટલે અહંકાર-અભિમાન ન રહે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : मृदुता कोमल कमल थे, वज्रसार अहंकार, छेदत है एक पलक में, अचरिज एह अपार. વાત એક છે : ‘મારે અહંકારનો – અભિમાનનો નાશ કરવો છે. હવે મારે અભિમાની નથી રહેવું. કોઈ પણ વાતનું અભિમાન નથી રાખવું.' આવો નિર્ણય આત્મસાક્ષીએ કરવો જોઈએ. ‘અભિમાન કરીને મારે દુર્ગતિમાં નથી જવું... ભવપરંપરા નથી વધારવી...' આવો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. આ સંકલ્પ હશે તો જ તમે મૃદુતા-કોમળતાને હૃયમાં સાચવી રાખશો. તમે તમારા હૃદયને કઠોર નહીં બનવા દો, નિષ્ફર નહીં બનવા દો. ભૌતિક દ્રષ્ટિએ ગમે તેટલું નુકસાન થાય, છતાં દયની કોમળતા અખંડ રાખવાના. શાખ્યશતક GNANSARGASANA. ૪૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ अस्मिन् संसारकान्तारे स्मेरमाया लतागृहे । अश्रान्तं शेरते हंत, पुमांसो हतचेतसः ॥४३॥ : અર્થ : આ સંસારરૂપ જંગલમાં, વિકાસ પામેલા માયારૂપ લતામંડપમાં દયાહીન પુરુષો ભાર વિનાના થઈને હંમેશા સૂઈ રહે છે ! .: વિવેચન : તીર્થકર ભગવંતોએ આ સંસારને જંગલરૂપે જોયું છે. આ જંગલમાં અનેક લતામંડપો છે. એમાં કેટલાક લતામંડપ માયાના છે ! એ લતામંડપોમાં દ્ધયહીન - ભાન વિનાના માણસો સૂઈ રહે છે. જો કે એ લોકો નિરાંતે સુતા નથી, સુવાનો ઢોંગ કરે છે. માયાના મંડપ નીચે કયારેય મનુષ્ય નિરાંતે ઊંઘી શકતો નથી, નિશ્ચિત બનીને સૂઈ શકતો નથી. માયાનો આ લતામંડપ સામાન્ય મંડપ નથી, વિકસિત વેલોનો લતામંડપ છે. આ લતામંડપની નીચે મનુષ્યના હૃદયની સરળતા હણાઈ જાય છે. તે બેહોશ બની જાય છે અને લતામંડપમાં પડયો રહે છે. જ્ઞાનનયન એનાં બીડાઈ જાય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - विकसितमाया वेली-घर, भव अटवी के बीच, सोवत है नित मूढ नर, नयन ज्ञान के मीच. માયાવી મનુષ્યને ગ્રંથકારે મૂઢ કહ્યો છે અને અજ્ઞાની કહ્યો છે. ભલે પછી એ અનેક શાસ્ત્રો ભણ્યો હોય કે અનેક કલાઓને એ જાણતો હોય. માયાવી અજ્ઞાની જ હોય, મૂઢ જ હોય. માયાવી, માયાના ભયંકર અપાયોને જાણતો નથી, એ એની મૂઢતા છે. માયાવી, માયાના નુકસાનોને લાભ' સમજે છે, એ એની ઘોર અજ્ઞાનતા છે. છતાં, માયા એક વિકસિત લતામંડપ છે ! માટે એમાં વિશ્રામ કરવા અસંખ્ય જીવો લલચાય છે ! અને એમાં પડયા-પાથર્યા રહે છે. ૪૪ SANGANGASARAN શામ્યશતક Page #56 -------------------------------------------------------------------------- ________________ मायावल्लीवितानोऽयं रुद्धब्रह्मांडमंडपः । विधत्ते कामपिच्छायां पुंसां संतापदीपनम् ॥४४॥ : અર્થ : જેણે બ્રહ્માંડના મંડપને ઢાંકી દીધો છે, એવો આ માયાનો લતા-ચંદરવો, માણસોને કોઈ સંતાપ કરનારી છાયા આપે છે. .: વિવેચન : સમગ્ર બ્રહ્માંડ પર છવાઈને આ માયાનો ચંદરવો રહેલો છે. આ ચંદરવા નીચે રહેલા માણસોને એ કોઈક એવી છાયા આપે છે કે જે માણસોને સંતપ્ત કરે છે. સામાન્ય રીતે, ચંદરવા નીચે રહેલા માણસોને શીતલ છાયા મળતી હોય છે. ઉકળાટ શમી જતો હોય છે. જ્યારે આ માયાના ચંદરવા નીચે માણસો પરિતાપ અનુભવે છે. સંતાપનું ઉદ્દીપન થાય છે. માયાને ચંદરવાની યથાર્થ ઉપમા આપી છે ! માયાવી માનવી છલકપટ કરીને એમ નિરાંત અનુભવે છે કે હવે મારું કામ જરૂર થઈ જશે.” પરંતુ એ નિરાંત' માત્ર કલ્પના હોય છે. નિરાંતની અંદર અશાન્તિ ઘુઘવતી હોય છે. ‘સમગ્ર બ્રહ્માંડ ઉપર માયાનો ચંદરવો રહેલો છે.” એમ કહીને ગ્રંથકારે ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યંન્ગ લોકના સર્વ જીવોનો નિર્દેશ કર્યો છે. દેવ-દાનવ કે માનવ હોય, પશુ-પક્ષી કે માનવી હોય. જે કોઈ જીવ આ માયાના ચંદરવા નીચે હોય છે, એના મનમાં શાંતિ કે સમતા હોય જ નહીં. એ જીવો સંતાપ-પરિતાપથી બળતા જ હોય છે. | સામાન્ય રીતે માણસ એમ સમજતો હોય છે કે ચંદરવા નીચે શીતળતા મળે છે, છાયા મળે છે. પરંતુ આ માયાનો ચંદરવો વિચિત્ર છે. એની છાયા વિચિત્ર છે. છાયા પરિતાપ આપે છે ! છાયા આંતરિક ઉકળાટ આપે છે. માટે ગ્રંથકાર કહે છે માયાના ચંદરવા નીચે ન રહો. શામશતક (NAN A AAAAAAAC ૪૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ सूत्रयंती गतिं जिह्यां मार्दवं बिभ्रति बहिः । अजस्त्रं सर्पिणीवेयं माया दंदश्यते जगत् ॥४५॥ : અર્થ : વક્ર (વાંકી) ગતિવાળી અને બહારથી કોમળતા દેખાડતી આ માયા-સાપણ નિરંતર જગતને અતિશય ડસ્યા કરે છે. : વિવેચન : માયાવી માનવી - કયારેય સીધો ન ચાલે, વાંકો ચાલે. - કયારેય એ કોમળ ન હોય, કઠોર હોય. છતાં એ બહારથી સીધો દેખાય! બહારથી કોમળ દેખાય! એટલે સરળ જીવો એના પર વિશ્વાસ કરે છે. જેઓ એના પર વિશ્વાસ મૂકે છે, એમનો એ વિશ્વાસઘાત કરે છે. નાગણની જેમ એ ડરે છે. માયાને સાપણની - નાગણની ઉપમા આપી છે. સાપણ હંમેશાં વાંકી ચાલે. ઉપરથી એ કોમળ દેખાય, લીસ્સી દેખાય, પરંતુ ભીતરમાં એ કઠોર હોય છે. જે કોઈ જીવ એને દેખાય છે, અને એ ડરે છે. ડંખ મારે છે. આખા જગતને ડંખે છે. એનો ડંખ પ્રાણ હરનારો હોય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - कोमलता बाहिर धरत, करत वक्रगति चार, माया सापिणी जग डसे, असे सकल गुण सार. ઉપાધ્યાયજીએ એક વિશેષ વાત કરી છે. “ગ્રસે સકલ ગુણસાર.” માયાવી માણસ ડરે છે બીજાને, પરંતુ એના જ બધા ગુણ ગ્રસિત થઈ જાય છે. એના જ બધા ગુણ નાશ પામી જાય છે. માયા-સાપણની આ ભયંકરતા છે ! માયાવીનો ગુણ-વૈભવ નાશ પામી જાય છે. માયાવી માનવી પર કયારેય વિશ્વાસ ન કરવો. એની કોમળતા જોઈને કે એની મીઠી વાણી સાંભળીને ભ્રમિત ન થવું. એ ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે. ૪૬ BANASKANNAAMAA% શાખ્યશતક Page #58 -------------------------------------------------------------------------- ________________ प्रणिधाय ततश्चेतः तन्निरोधविधित्सया । ગુતાં નાપુત્રીતિ શીતાંશુ માં રેત્ ૪૬ છે : અર્થ : તે માયાને રોકવાની ઇચ્છા હોય તો ચિત્તને સ્થિર રાખીને ચન્દ્રની કાંતિ જેવા સરળતારૂપી જાંગુલી મંત્રનું સ્મરણ કરવું. .: વિવેચન : - એ માયા-નાગણને તમારી પાસે આવતી રોકવી છે? - એને રોકવાની પ્રબળ ઇચ્છા છે ? – તો સર્વપ્રથમ તમારા ચિત્તને સ્થિર કરો, અને - સરળતા-રૂપી “જાંગુલી-મંત્રનું સ્મરણ કરો. સપનું ઝેર ઉતારવા માટે “જાંગુલીમંત્રનો જાપ કરવો પડે છે. અહીં ગ્રંથકાર કહે છે કે સાપણ પાસે જ ન આવે તે માટે જાંગુલીમંત્રનું સ્મરણ કરો ! પરંતુ મંત્રસ્મરણ કરવાની વાત તો પછીની છે. પહેલાં તો એ પૂછે છે માયા - સાપણને રોકવાની તમારી ઈચ્છા છે ખરી ? પ્રબળ ઇચ્છા છે ખરી? તો પહેલાં ચિત્તને સ્થિર કરો. જે મનુષ્યોને માયા-કપટ કરવાની કુટેવ પડી ગઈ હોય છે, તેઓ પ્રાયઃ મરતા સુધી, એ કુટેવ છોડી શકતા નથી. હું માયા-કપટ કરું છું. એ ખોટું કરું છું.” એવું પણ પ્રાયઃ એમને લાગતું નથી. માયા-કપટની જાળમાં કોઈ ફસાય છે, તો એ ખુશ થાય છે. આવા માણસને માયા છોડવાની ઇચ્છા જ થતી નથી. પછી એ ચિત્તને સ્થિર કરી, મંત્રજાપ, - કેવી રીતે કરવાનો? ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - ताके निग्रह करनकुं, करो ज्यु चित्त विचार, समरो ऋजुता-जांगुली पाठसिद्ध निरधार. સરળતા-રૂપ જાંગુલીમંત્ર પાઠસિદ્ધ છે. એટલે કે એને સિદ્ધ કરવા માટે તપ કરવાની જરૂર નથી કે અમુક હજાર કે લાખ વાર જપ કરવાની જરૂર નથી ! તમે તમારા હૃદયને સરળ કરો, બસ, મંત્ર સિદ્ધ જશે શાભ્યશતક GRANNAPARK ૪૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ लोभद्रुममवष्टभ्य तृष्णावल्लिरुदित्वरी । आयासकुसुमस्फीता, दुःखैरेषा फलेग्रहिः ॥ ४७ ॥ : અર્થ : લોભરૂપી વૃક્ષના સહારે તૃષ્ણારૂપી વેલ ઉપર ચઢે છે. તે પ્રયાસરૂપ પુષ્પોથી વૃદ્ધિ પામે છે અને તેને દુઃખરૂપ ફળો આવે છે. : વિવેચન : ક્રોધ, માન, અને માયાના અપાયો બતાવ્યા પછી હવે ગ્રંથકાર લોભ-કષાયના અપાયો બતાવે છે. - લોભ એક વૃક્ષ છે. – એ વૃક્ષના સહારે તૃષ્ણાની વેલ ઉપર ચઢે છે. - તેને પ્રયાસ-મહેનતનાં પુષ્પો આવે છે, અને - દુઃખરૂપ ફળો આવે છે. લોભના કારણે તૃષ્ણા જન્મે છે પછી તૃષ્ણાની વેલને લોભવૃક્ષનો ટેકો મળે છે. તૃષ્ણા વૃદ્ધિ પામતી જાય છે. પછી જીવને એ તૃષ્ણાઓ પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પરિણામે અનેક જાતનાં દુઃખ ઉત્પન્ન થાય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ શ્લોકનો અર્થ આ રીતે કર્યો છેઃ लोभ महातरु शिर चढी, बडी ज्युं तृष्णावेली, खेदकुसुम विकसित भई, फले दुःख ऋतु मेली. જ્યાં લોભ અને તૃષ્ણાની રમત મંડાય છે, ત્યાં દુઃખ-અશાન્તિનાં મંડાણ થઈ જ જાય છે. લોભ-કષાય સર્વનાશ કરનાર છે, પછી એ લોભ ભિખારીનો હોય કે લખપતિનો હોય ! ઇતિહાસ એનો સાક્ષી છે. વર્તમાનમાં આંખો ખુલ્લી રાખીને જુઓ. લોભે ધનવાનોને રસ્તે રઝળતા ભિખારી બનાવી દીધા છે. ભિખારીઓને બૂરી રીતે મારી નાખ્યા છે. લોભ અને તૃષ્ણાનો પરસ્પર સંબંધ છે. લોભ રહેશે ત્યાં સુધી તૃષ્ણા રહેશે. તૃષ્ણા હશે ત્યાં સુધી લોભ રહેવાનો જ. આ બંનેના કારણે ત્રાસ, દુઃખ અને અશાન્તિ રહેવાની. ૪૮ BRARARARARARARA શામ્યશતક Page #60 -------------------------------------------------------------------------- ________________ आशाः कुवलयन्नुच्चैस्तमो मांसलयन्नयम् । लोभः पुमर्थहंसानां प्रावृषेण्यघनाघनः ॥ ४८ ॥ : અર્થ : આશાઓને ઉચ્ચ રીતે પ્રફુલ્લિત કરતો અને અંધકારને પુષ્ટ કરતો એવો લોભ, પુરુષાર્થરૂપ હંસોને માટે વર્ષાકાળના મેઘ જેવો છે. .: વિવેચન : લોભ વર્ષાકાળના મેઘ જેવો છે. જેવી રીતે વર્ષાકાળનો મેઘ દિશાઓને (આશા-દિશા) પ્રફુલ્લિત કરે છે, અંધકારને (તમઃ) પુષ્ટ કરે છે અને રાજહંસોને નસાડી મૂકે છે. (વર્ષાકાળમાં રાજહંસો માનસરોવરમાં ચાલ્યા જાય છે.) તેવી રીતે લોભ, આશાઓને ઇચ્છાઓને પ્રફુલ્લિત કરે છે, અર્થાત્ ઇચ્છાઓને વધારે છે, અજ્ઞાનતાને પુષ્ટ કરે છે અને ચાર પુરુષાર્થ (ધર્મઅર્થ-કામ-મોક્ષ) રૂપી રાજહંસોને ભગાડી મૂકે છે. - લોભથી ઇચ્છાઓ વધે છે. - લોભથી અજ્ઞાનતા વધે છે. - લોભથી પુરુષાર્થ સિદ્ધ થતા નથી. લોભનાં આ ત્રણ મોટા નુકસાનો છે. લોભથી ઇચ્છાઓ વધે છે. જેમ જેમ ઇચ્છાઓ વધે, તેમ તેમ અશાન્તિ વધે, સંતાપ વધે, મનની ચંચળતા વધે. લોભથી અજ્ઞાનતા વધે છે. ભલે શાસ્ત્રોનું જ્ઞાન હોય, એને કયારેય આત્મજ્ઞાન ન થાય. લોભી આત્મજ્ઞાની ન બની શકે. અજ્ઞાનતાના ઘોર અંધકારમાં એ ભટકતો રહે છે. લોભી કોઈ પણ પુરુષાર્થને સિદ્ધ કરી શકતો નથી. એમાંય ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થથી તો તે હજારો યોજન દૂર રહે છે. કામપુરુષાર્થમાંય તેને નિષ્ફળતા જ મળે છે. અર્થપુરુષાર્થમાં એને કયારેય સંતોષ થતો નથી. અસંતોષની આગમાં સળગ્યા જ કરે છે. આ રીતે લોભનાં નુકસાનો જાણીને વિવેકી મનુષ્ય લોભનો ત્યાગ કરવો જોઈએ. શાખ્યશતક , ૪૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ क्षमाभृदप्रियः साधुवृत्तलक्ष्मीविनाकृतः । मर्यादामदयं लुपन् लोभोऽम्बुनिधिरयं नवः ॥ ४९ ॥ : અર્થ : આ લોભરૂપી સમુદ્ર નવી જાતનો છે ! તે પર્વતોને અપ્રિય છે. તે સાધુવૃત્ત (સારું આચરણ) ની લક્ષ્મી (શોભા) વિનાનો છે. અને નિર્દયપણે મયદાને લોપનારો છે. : વિવેચન : ગ્રંથકારે લોભને સમુદ્રની ઉપમા આપી છે. પરંતુ વિચિત્ર સમુદ્ર છે. આ લોભનો ! નવી જાતનો સમુદ્ર છે આ લોભનો." | પહેલી વાતઃ ક્ષમાભૂત એટલે પર્વત. સામાન્ય રીતે સમુદ્ર પર્વતોને પ્રિય કહેવાય છે. પ્રસ્તુતમાં ક્ષમામૃત” એટલે ક્ષમાશીલ પુરુષો. તેમને લોભ અપ્રિય હોય છે ! બીજી વાતઃ સાધુવૃત્ત એટલે સારી રીતે ગોળ-વત્સ ર. સમુદ્ર સાધુવૃત્તની શોભાથી યુક્ત હોય છે. બીજો અર્થ સારા આચરણવાળી લક્ષ્મીથી લક્ષ્મી દેવી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી છે, એવી માન્યતાની દ્રષ્ટિએ) યુક્ત હોય છે સમુદ્ર. પ્રસ્તુતમાં, લોભરૂપી સમુદ્ર, સારા આચરણવાળી લક્ષ્મી (શોભા)થી રહિત હોય છે. અર્થાત્ જ્યાં લોભ હોય છે, ત્યાં સદાચરણની લક્ષ્મી રહેતી નથી. ત્રીજી વાતઃ સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદા છોડતો નથી. જ્યારે આ લોભરૂપી સમુદ્ર, મર્યાદાનો લોપ કરે છે. જ્યાં લોભ હોય છે, ત્યાં કોઈ જાતની મર્યાદા રહેતી નથી. આ રીતે – . લોભથી ક્ષમા રહેતી નથી, લોભથી સદાચરણનો નાશ થાય છે, અને લોભથી મર્યાદાનો ભંગ થાય છે. માટે લોભનો ત્યાગ કરવો જોઈએ. ભિન્ન-ભિન્ન રીતે લોભના અનર્થો સમજાવીને, ગ્રંથકાર આચાર્યદિવ લોભનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. લોભને વૃક્ષની, વર્ષાકાળના મેઘની અને અભિનવ સમુદ્રની ઉપમા આપી, ચિંતનની દિશાઓને વિસ્તારી છે. ૫૦ SAMAશાભ્યશતક Page #62 -------------------------------------------------------------------------- ________________ लवणो दन्वतो यः स्यादगाधबोधने विभुः । अलंभविष्णुः सोऽप्यस्य नैव वैभवसंविदे ॥५०॥ : અર્થ : જે પુરુષ લવણ સમુદ્રની અગાધતાને જાણવા સમર્થ હોય, તે પુરુષ પણ આ લોભના વૈભવને જાણવા સમર્થ થતો નથી. : વિવેચન : જે પુરુષ સ્વયંભૂરમણ સમુદ્રની અગાધતા જાણી શકે છે, તે પુરુષ માટે પણ લોભના મહાસમુદ્રની અગાધતા જાણવી શકય નથી ! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : कोउ सयंभूरमनको, जे नर पावे पार, सो भी लोभ समुद्रको, लहे न मध्य प्रचार. લોભનો મહાસાગર એવો અગાધ છેએની અંત વિનાની ઉંડાઈ છે... કે જેને કેવળજ્ઞાની સિવાય કોઈ સમજી શકતું નથી. લોભનો મહાસાગર, દુનિયાના મહાસાગર (સ્વયંભૂરમણ સમુદ્ર) કરતાંય વધુ ઊંડો છે. જો એમાં જીવ ડૂબી ગયો, તો બહાર નીકળવું શકય નથી. એને બચાવવા માટે પણ કોઈ સમર્થ નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ, લોભને મેઘની ઉપમા આપીને કહ્યું છે : . लोभमेघ उन्नत भये, पापपंक बहु होत, धर्महंस रति नहु लहै, चाहे न ज्ञान उद्योत. લોભની મૂશળધાર વષ થાય છે ત્યારે પાપનો ખૂબ કીચડ થાય છે. ધર્માત્મારૂપી હંસોને ખુશી નથી થતી અને લોભી જીવોને જ્ઞાનનો પ્રકાશ ગમતો નથી. મૂળ શ્લોકમાં “લોભનો વૈભવ' કહેવામાં આવ્યો છે. લોભનાં વૈભવને જાણવા કોઈ સમર્થ નથી. એનો તાત્પર્યાર્થિ આ છે કે લોભની અનંત ગહરાઈને કોઈ માપી શકતું નથી. શામ્યશતક National, ૫૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ समंतात् तस्य शोषाय स्वस्थीकृतजलाशयम् । इमं मानससंतोषमगस्तिं श्रय सत्वरम् ॥५१॥ : અર્થ : એનું (લોભરૂપી સમુદ્રનું) સમગ્રતયા શોષણ કરવા માટે જલાશયને (જડાશયને) સ્વસ્થ કરનાર ર્દયી સંતોષરૂપ અગસ્તિ મુનિનો સત્વર આશ્રય કર. .: વિવેચન : લૌકિક શાસ્ત્રમાં એવી કથા છે કે અગસ્તિ નામના મુનિએ સમુદ્રનું પાન કરીને શોષણ કર્યું હતું ! આકાશમાં અગસ્તિનો તારો ઉગે છે ત્યારે સમુદ્રજળનું શોષણ થાય છે અને બીજાં જલાશયોનાં જળ સ્વચ્છ થઈ જાય છે. તેવી રીતે લોભ-સમુદ્રનું શોષણ કરવા માટે સંતોષરૂપી અગસ્તિ મુનિનો આશ્રય લેવો જોઈએ. સંતોષ જ લોભસમુદ્રનું શોષણ કરી શકે છે. હૃદયમાં સંતોષને ધારણ કરો. સંતોષને આશ્રય આપો. જેવી રીતે અગસ્તિનો તારો જળાશયોને સ્વચ્છ કરે છે, તેવી રીતે સંતોષ-અગસ્તિનો તારો જડાશયને સ્વચ્છ કરે છે ! સંતોષ, ભડકુત્સિત લોભ-તૃષ્ણાના આશયને દૂર કરે છે. સંતોષને દયમાં સ્થિર કરો. કયારે પણ અસંતોષ મનમાં ન પ્રગટે, તે માટે સાવધાન રહો. સંતોષરૂપી અગસ્તિમુનિને દ્ધયમાં કાયમ માટે પ્રતિષ્ઠિત કરી દો. લોભ-સમુદ્રનું શોષણ કરતા જ રહો ! દયના આકાશે સંતોષના અગસ્તિના તારાને ચમકવા દો. હદયના આશયોને-ઇચ્છાઓને સ્વચ્છ રાખશે. તમારા પુણ્યોદયથી મળેલા સુખના સાધનોમાં સંતોષ માનો. બીજાના ચઢીયાતા પુણ્યોદયથી એને મળેલાં સુખનાં સાધનો જોઈ, એ મેળવવાની કયારેય ઈચ્છા ના કરો. તમને મળેલાં સુખનાં સાધનોનો ધીરે ધીરે ત્યાગ કરવાની ભાવના કેળવો. સાથે સાથે આત્મગુણોને વધુને વધુ મેળવવાના મનોરથ કરતા રહો. ઓછામાં ઓછા સુખનાં સાધનોમાં સંતોષ-તૃતિ મેળવો. * પર GAAAAAAAAGGA શાશતક Page #64 -------------------------------------------------------------------------- ________________ यस्मै समीहसे स्वांत ! वैभवं भवसंभवम् । अनीहयैव तद्वश्यमवश्यं श्रय शंसुखम् ॥५२॥ : અર્થ : હે &ય! જે સુખ માટે તું સંસારના વૈભવો ઈચ્છે છે, તે સુખને અનિચ્છાથી વશ કરીને શમસુખનો આશ્રય કર.” : વિવેચન : તારે કયું સુખ જોઈએ છે? તું કયા સુખની લાલચમાં ભટકી રહ્યો છે? કયા સુખ માટે તારૂં મન આટલું બધું ડામાડોળ બન્યું છે? આ સંસારના ભૌતિક વૈભવો તને સુખી નહીં કરી શકે. તું એ વૈભવોની જો ઇચ્છા કરતો હોય તો એ ઇચ્છા છોડી દે. એ ઇચ્છાને જમીનમાં દાટી દે. જ્યાં સુધી ભૌતિક વૈભવોની લાલચ દૂર નહીં થાય ત્યાં સુધી તને સાચું શમ-સુખ, પ્રશમ-સુખ, ઉપશમ-સુખ નહીં મળે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : याकी लालच तुं फिरे, चिंते तुं डमडोल, ता लालच मिटि जातघट, प्रकटे सुख रंगरोल. પ્રકટે સુખ રંગરોલ,’ એટલે અંતરંગ શમસુખ પ્રગટે છે. એ ઘટઅંતરમાં પ્રગટ થનારૂં શમસુખ અભુત-અનુપમ હોય છે. એ સુખની તોલે દેવરાજ ઇન્દ્રનું સુખ પણ નથી આવતું. ‘મારે સંસારના ભૌતિક વૈભવો નથી જોઈતા.” આવી અનિચ્છાને વૃઢ કર. વારંવાર વૃઢ કર. તો જ અંતરંગ શમસુખ પ્રગટ થશે. પ્રશમરતિ’ ગ્રંથમાં પ્રશમસુખને પ્રત્યક્ષ મોક્ષસુખ કહેલું છે. પેલું સિદ્ધશિલાવાળું મોક્ષસુખ તો આપણા માટે પરોક્ષ છે, ઘણું ઘણું દૂર છે, જ્યારે પ્રશમસુખ તો આપણી ભીતરમાં જ છે. આપણે એ સુખને પ્રગટ કરી શકીએ છીએ અને એનો અનુભવ કરી શકીએ છીએ. શમસુખ કહો, શામ્યસુખ કહો કે પ્રશમસુખ કહો... એ મોક્ષસુખનો ક્ષણિક અનુભવ છે ! કરવા જેવો છે. શાખ્યશતક NARANAMAARAA પ૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ अजितैरिन्द्रियैरेषः कषायविजयः कुतः ? तदेतानि जयेद्योगी वैराग्यस्थेमकर्मभिः ॥५३॥ ક અર્થ : એ કષાયવિજય ઇન્દ્રિયોને જીત્યા વિના કયાંથી થાય? તેથી યોગીએ વૈરાગ્યની સ્થિરતા કરી, ઈન્દ્રિયોને જીતવી જોઈએ. : વિવેચન : ચારે કષાયોના અપાયો-નુકસાનો બતાવ્યા પછી, એ કષાયો પર વિજય મેળવવાના જુદા જુદા ઉપાયો બતાવ્યા પછી, ગ્રંથકાર કહે છેઃ એક વાત નિશ્ચિતરૂપે સમજી લો ઇન્દ્રિયોને જીત્યા વિના તમે કષાયોને નહીં જીતી શકો. માટે, જો તમારે કષાયવિજય કરવો જ છે, તો ઇન્દ્રિયો પર, પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવવો પડશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - होत न विजय कषायको, विनु इन्द्रिय वश कीन, ताते इन्द्रिय वश करे, साधु सहज गुण लीन. ઇન્દ્રિયો પર વિજય મેળવવો સરળ નથી, ઘણો મુશ્કેલ છે. યોગીમુનિ જ ઇન્દ્રિયવિજય કરી શકે. પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયો પ્રત્યે વૈરાગ્યને દ્રઢ કરવાથી જ વિજયી બની શકાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ- આ પાંચ વિષયોના અસંખ્ય પ્રકારો છે. એના પ્રત્યે વૈરાગ્ય આવે તો જ રાગ-દ્વેષ ઘટે, નાશ પામે... અને ઇન્દ્રિયો શાન્ત થાય પછી ક્રોધ વગેરે કષાયો શાન્ત થવાના જ. ઇન્દ્રિયવિજય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે વિષયવૈરાગ્ય. પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય જોઈએ. વિષયો પ્રત્યે પ્રિય-અપ્રિયની કલ્પનાઓ નહીં કરવાની. આ વિષય સારો, આ વિષય ખરાબ.... આ વિષય મને ગમે, આ વિષય મને ન ગમે...' આવી પ્રિયાપ્રિયની, ઇષ્ટનિષ્ટની, ગમાઅણગમાની કલ્પનાઓ નહીં કરવાની. મનને એવી કલ્પનાજાળમાંથી મુક્ત કરવાનું. તો જ વૈરાગ્ય આવે તો જ ઇન્દ્રિયવિજય થાય, અને તો જ કષાયવિજય થાય. ૫૪ State Nirikshak શાખ્યશતક Page #66 -------------------------------------------------------------------------- ________________ एतानि सौमनस्यस्य द्विषन्ति महतामपि । स्वार्थसंपत्तिनिष्टानि स्पर्धन्ते हंत दुर्जनैः ॥५४॥ : અર્થ : સ્વાર્થ સાધવામાં તત્પર એવી એ ઇન્દ્રિયો, મહા પુરુષોના શ્રેષ્ઠ દયનો પણ દ્વેષ કરે છે. એથી તેઓ ખરેખર, દુર્જનોની સ્પર્ધા કરે છે. (અથતિ દુર્જનોની સાથે હરિફાઈમાં ઉતરે છે.) : વિવેચનઃ ઇન્દ્રિયો સ્વાર્થ સાધવામાં એવી તત્પર હોય છે કે તે, દુર્જનોને પણ શરમાવે છે. દુર્જનોની સ્વાર્થસાધના કરતાં ઇન્દ્રિયોની સ્વાર્થસાધના વધુ પ્રબળ હોય છે. - શ્રવણેન્દ્રિય પ્રિય શબ્દના શ્રવણમાં, – નેગેન્દ્રિય પ્રિય રૂપના દર્શનમાં, – ધ્રાણેન્દ્રિય પ્રિય ગંધની આઘાણમાં, - રસનેન્દ્રિય પ્રિય રસના આસ્વાદમાં, અને - સ્પર્શનેન્દ્રિય પ્રિય વિષયના સ્પર્શમાં લીન રહે છે. એનાથી ઉત્તમ પુરુષોના હૃદયને કેટલું નુકસાન થાય છે, એની એ પરવા નથી કરતી. ઇન્દ્રિયો, ઉત્તમ પુરુષોના હૃદયને પણ પોતાના વિષયો તરફ આકર્ષવા માટે લાખ પ્રયત્ન કરે છે. અને આ રીતે એ ઉત્તમ-શ્રેષ્ઠ પવિત્ર હૃદયોને પણ બગાડે છે. - આષાઢાભૂતિ મુનિનાં પવિત્ર દયને કોણે બગાડયું હતું? – નંદીષેણ મુનિના નિર્મળ હૃયને કોણે મલિન કર્યું હતું ? - અરણિક મુનિના સ્વચ્છ મનને કોણે ગંદુ કર્યું હતું ? ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - आप काज पर सुख हरे, धरे न कोसुं प्रीति, इन्द्रिय दुर्जनपरिदहे वहे, न धर्म, न नीति. પોતાના સ્વાર્થ માટે એ ઇન્દ્રિયો બીજાનાં સુખ હરી લે છે, અને એ ઇન્દ્રિયો કયારેય કોઈની સગી થતી નથી. એને કોઈ ધર્મ નથી હોતો કે કોઈ નીતિ નથી હોતી. એ દુર્જનોમાં પણ દુર્જન છે ! શાખ્યશતક SARAGAR MANINAGAR પપ Page #67 -------------------------------------------------------------------------- ________________ यद्वामी पिशुनाः कुर्युरनार्यमिह जन्मनि ।' इन्द्रियाणि तु दुर्वृत्ता, न्यमुत्रापि प्रकुर्वते ॥५५॥ : અર્થ : અથવા, પેલા દુર્જનો તો આ જન્મમાં જ અનર્થ કરે છે, જ્યારે દુષ્ટ આચરણવાળી ઇન્દ્રિયો તો આ જન્મમાં અને પરલોકમાં પણ અનર્થકારી છે.. .: વિવેચન : દુર્જનો કરતાં ઇન્દ્રિયો કેમ વધુ અનર્થકારી છે, એ વાત ગ્રંથકાર બતાવે છે. દુર્જનો તો વર્તમાન જીવનમાં જ બીજા લોકોને દુઃખ આપે છે, ત્રાસ આપે છે, જ્યારે આ ઇન્દ્રિયો તો વર્તમાન જીવનમાં અને પારલૌકિક જીવનમાં પણ દુઃખ આપનારી છે. આ ઇન્દ્રિયોની પરવશતાથી જીવ પાપાચરણ કરવા પ્રેરાય છે. એ પાપાચરણના કારણે એ વર્તમાન જીવનમાં અપયશ આદિ પામે છે અને પરલોકમાં દુર્ગતિનાં દુઃખો પામે છે. – શ્રમણ ભગવાન મહાવીરના કાનમાં ખીલા કેમ ઠોકાણા હતા? પૂર્વજન્મમાં પ્રિય શબ્દ-સંગીતના રસના કારણે નોકરના કાનમાં ગરમ-ગરમ સીસુ રેડાવ્યું હતું ! - દ્રૌપદીને પાંચ પતિ કેમ કરવા પડ્યા? પૂર્વજન્મમાં સાધ્વીના ભવમાં આંખોથી વેશ્યાનો વિલાસ જોયો હતો અને ગમ્યો હતો! - મથુરાના મંગુ આચાર્યને ગટરના યક્ષનો જન્મ કેમ મળ્યો? કઈ ઇન્દ્રિયના પાપે? રસનેન્દ્રિયના જ પાપે. આવા તો અનેક શાસ્ત્રીય દ્રષ્ટાંતો છે. ઈન્દ્રિયોની પરવશતા જીવને ઉભય લોકમાં દુઃખી કરે છે. માટે ઇન્દ્રિયો પર વિજય મેળવવો અતિ આવશ્યક છે. કષાયોને તો ઇન્દ્રિયો ઉત્તેજિત કરે જ છે, સાથે સાથે જીવ પાસે અનેક પાપ કરાવે છે. એ પાપો અનેક જન્મો સુધી જીવને દુઃખ આપ્યા કરે છે, માટે ઈન્દ્રિયોના ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરો. પs SAN GAMAN શામશતક Page #68 -------------------------------------------------------------------------- ________________ भोगिनो द्रग्विषाः स्पष्टं दशा स्पृष्टं दहंत्यहो । स्मृत्यापि विषयाः पापाः दंदह्यन्ते च देहिनः ॥५६॥ : અર્થ : દૃષ્ટિવિષ' જાતના સર્વે જેને દૃષ્ટિથી સ્પર્શ કરે તે બળી મરે છે પરંતુ પાપી વિષયો તો તેમના સ્મરણ કરવા માત્રથી જીવોને બાળી નાંખે છે! : વિવેચન : પાંચ ઇન્દ્રિયોના વિષયો, દ્રષ્ટિવિષ સર્પ કરતાં ય વધારે ભયંકર છે. દ્રષ્ટિવિષ સર્પોની દ્રષ્ટિમાં - આંખોમાં ઝેર રહેલું હોય છે. એ સર્પો, જે જીવો પર દૃષ્ટિ નાંખે, જે વૃક્ષો પર, જે પશુ-પક્ષી પર દૃષ્ટિ નાંખે. તે બળીને રાખ થઈ જાય છે. જ્યારે આ ઇન્દ્રિયોના વિષયોનું જે જીવ સ્મરણ કરે છે, તેને આ વિષયો બાળી નાખે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : नयनफरस जनु तनु लभे, दहे द्रष्टिविष साप, तिनसुं . भी पापी विषय, सुमरे करे संताप. પાંચ ઇન્દ્રિયોના વિષયો સાથે મનમાં પણ પ્રેમ કરવાનો નથી, મનથી પણ એનો ભોગ કરવાનો નથી. અર્થાત્ માનસિક રીતે પણ વૈષયિક સુખોના ભોગોપભોગની કલ્પનાઓ કરવા જેવી નથી. મનથી પણ કરેલી વિષયસ્પૃહા, વિષયભોગ, આત્માના શુભ પરિણામોને બાળી નાંખે છે. પવિત્ર અધ્યવસાયોનો ઘાણ કાઢી નાખે છે. જો મનથી સ્મરણ કરવા માત્રથી આવું દુઃખદાયી પરિણામ આવે . છે, તો એ વિષયોના શારીરિક ઉપભોગથી તો કેવું દારુણ પરિણામ આવે ? એ જાણવા-સમજવા ‘વિપાકસૂત્ર' ને એકાગ્રતાથી વાંચવુંસાંભળવું જોઈએ. વિષયાસક્તિના દારુણ વિપાકોનું વર્ણન સાંભળતાં કે વાંચતાં વાડા ખડાં થઈ જશે. પાંચ ઇન્દ્રિયો તો વિષયો (પોતાના પ્રિય) મળતાં નાચી ઉઠે છે. ખુશખુશાલ થઈ જાય છે, પરંતુ પરિણામ ભયંકર છે. જ શાખ્યશતક (KGRAMMAR ૫૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ विषयेष्विन्द्रियग्रामश्चेष्टमानोऽसमंजसम् । नेतव्यो वश्यतां प्राप्य साम्यमुद्रां महीयसीम् ॥५७॥ : અર્થ : વિષયોમાં અયોગ્ય ચેષ્ટા કરનારી ઇન્દ્રિયોના સમુહને, સમતાની મોટી મુદ્દા પ્રાપ્ત કરી, વશ કરવો જોઈએ. .: વિવેચન : - વિષયોમાં (શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં) ઇન્દ્રિયો અયોગ્ય ચેષ્ટા કરે છે ! અયોગ્ય ચેષ્ટા એટલે રાગ-દ્વેષ. ઇન્દ્રિયો વિષયોમાં રાગદ્વેષ કરીને આત્માને મલિન કરે છે. માટે ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ. રાગ-દ્વેષ કરતી ઇન્દ્રિયોને રોકવી જોઈએ. રાગ-દ્વેષ કરતી ઇન્દ્રિયોને રોકવી, એ નાનુંસુનું કામ નથી, અતિ વિકટ કામ છે. પરંતુ અહીં ગ્રંથકારે સરસ ઉપાય બતાવ્યો છે. એ ઉપાય છે સામ્યમુદ્દાનો ! સમતાનો, શમ-પ્રશમ ભાવનો. તમારું મન જો સમતા ભાવમાં લીન રહે, પ્રશમભાવમાં તલ્લીન રહે તો રાગ-દ્વેષ ઓછા થઈ જાય. જે મનમાં, જે ચિત્તમાં સમતા રહે છે એ ચિત્તમાં તીવ્ર કોટિના રાગદ્વેષ નથી રહેતા. પછી ઇન્દ્રિયોના ઉન્મત્ત અશ્વો ઉન્માર્ગગામી નથી બનતા. જો તમે સમતાભાવથી ઇન્દ્રિયોને વશ નહીં કરો તો એ ઇન્દ્રિયોના ઘોડા તમને નરકના અરણ્યમાં લઈ જશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - उन्मारगगामी अवश, इन्द्रिय चपल तुरंग, । खेंची नरक अरण्यमें, लेइ जाय निज संग. પ્રસ્તુતમાં ગ્રંથકારે ઇન્દ્રિયોના સમુહને (પાંચે ઇન્દ્રિયોને) વશ કરવાનો જે ઉપાય બતાવ્યો છે તે અદ્વિતીય છે ! તમે સામ્યભાવ તમારા ચિત્તમાં ધારણ કરો. સામ્યભાવથી ભરેલું ચિત્ત, ઇન્દ્રિયોને વશ કરશે! ઇન્દ્રિયોની ચંચળતા દૂર થશે. રાગ-દ્વેષ મંદ પડી જશે. વિષયોમાં ખપ પૂરતું જ વિચરણ કરશે. ઉન્માર્ગે નહીં જાય. સીધા માર્ગે ચાલશે. માટે મનમાં સામ્યભાવને સ્થિર કરો. ૫૮ of Researatiશાશતક Page #70 -------------------------------------------------------------------------- ________________ यदामनन्ति विषयान् विषसब्रह्मचारिणः । तदलीकममी यस्मादिहामुत्रापि दुःखदाः ॥५८॥ : અર્થ : કેટલાક (લોકો) વિષયોને વિષ સમાન કહે છે, તે ખોટું છે. કારણ કે વિષ (ઝેર) તો આ લોકમાં જ દુઃખ આપે છે, જ્યારે વિષયો આ લોક અને પરલોકમાં પણ દુઃખ આપે છે. : વિવેચન : ‘વિષયો વિષ કરતાં પણ ભયંકર છે.’ આમ કહેવા માટે તેઓ કહે છે: વિષયોને ઝેર જેવા કહેવા, તે ખોટું છે ! ઝેર તો માત્ર એક જીવનનો નાશ કરે છે, જ્યારે વિષયોનો ઉપભોગ અનેક જન્મોમાં દુઃખી કરે છે. - વિષયોના ભોગ-ઉપભોગમાં જીવ તીવ્ર રાગ-દ્વેષ કરે છે. – તીવ્ર રાગ-દ્વેષથી નિકાચિત જેવાં પાપકર્મો બાંધે છે. - એ પાપકર્મો અનેક જન્મો સુધી ભોગવવા પડે છે, અર્થાત્ વિવિધ તીવ્ર દુ:ખો ભોગવવા પડે છે. – દુર્ગતિઓની પરંપરા ચાલે છે. માટે ગ્રંથકાર કહે છે ઈન્દ્રિયોને ખપ પૂરતી જ વિષયોના સંપર્કમાં રાખો; તે પણ મનમાં સમભાવ રાખીને વિષયોનો સંપર્ક કરાવો. વિષયોમાં રાગ-દ્વેષ કરવાની જનમ-જનમની ટેવને ટાળવાની છે. રાગદ્વેષ કર્યા વિના, સમતાભાવે વિષયોનો પરિમિત ભોગ-ઉપભોગ કરવાની આદત પાડવાની છે. • મનમાં સમભાવ રાખી, તમે તમારી નિંદા-પ્રશંસા સાંભળો. • મનમાં શમ-પ્રશમભાવ રાખીને વસ્તુનું રૂપ જુઓ. • મનમાં ઉપશમભાવ રાખીને સુગંધ-દુર્ગધનો અનુભવ કરો. • મનમાં ઉપશાન્તભાવ ધારણ કરીને સરસ-નિરસ ભોજન કરો. • મનમાં શામ્યભાવ રાખીને પ્રિય-અપ્રિય વિષયનો સ્પર્શ કરો... આ રીતે કરેલા વિષયોપભોગ દુઃખી નહીં કરે. આ લોકમાં કે પરલોકમાં તમને દુઃખ નહીં આપે. શાખ્યશતક Sease Page #71 -------------------------------------------------------------------------- ________________ यदात्मन्येव निःक्लेशं नेदियोऽकृत्रिमं सुखम् । अमिभिः स्वार्थलाम्पट्र्यादिन्द्रियैस्तद्विबाध्यते ॥५९॥ : અર્થ : જે ફ્લેશ વિનાનું અને અકૃત્રિમ-સ્વાભાવિક સુખ આત્માની નજીક રહેલું છે, તે સુખનો, આ ઇન્દ્રિયો પોતાની સ્વાર્થલંપટતાથી બાધ કરે છે. : વિવેચન : દરેક ઇન્દ્રિય પોતાના સ્વાર્થમાં લંપટ બનેલી છે. અને મન પણ તે તે ઇન્દ્રિયના સ્વાર્થમાં સાથ આપે છે ! કાન મધુર શબ્દોના શ્રવણમાં, આંખો વસ્તુઓના સૌન્દર્યને જોવામાં, નાક સુગંધ લેવામાં, જીભ પ્રિય રસનો આસ્વાદ લેવામાં અને સ્પર્શનેન્દ્રિય પ્રિય વિષયનો સ્પર્શ કરવામાં લીન છે, લંપટ છે. એટલે મન આત્મસુખ તરફ વળતું નથી. આત્માનું સ્વાધીન અને સ્વાભાવિક સુખ મનને યાદ જ નથી આવતું ! ઇન્દ્રિયોની વિષયલંપટતા મનને આત્મસુખ પાસે જવા જ દેતી નથી. અત્યંત નિકટ રહેલું આત્મસુખ... જીવાત્મા મેળવી શકતો નથી કે ભોગવી શકતો નથી. તાત્પર્યાર્થ એ છે કે ઇન્દ્રિયો અને મન એના વિષયોમાં રમમાણ હોય છે તો આત્મસુખની અનુભૂતિ થઈ શકતી નથી. આત્મસુખ સ્વાધીન અને સ્વાભાવિક સુખ છે, નિત્ય અને નિર્ભય સુખ છે, એ સુખ જીવાત્મા મેળવી શકતો નથી. આ બહુ મોટું નુકસાન છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - जे नजीक है श्रमरहित, आप ही में सुखराज, बाधत है ताकुं करन आप अरथके काज. સ્વાર્થલંપટ ઇન્દ્રિયો, પાસે રહેલા સ્વાધીન સુખને મેળવવામાં વિઘ્ન બને છે. માટે ઇન્દ્રિયોની સ્વાર્થલંપટતાનો નાશ કરવો જ પડે. તે નાશ ક૨વા માટે શામ્યભાવનો આશ્રય લેવો પડે. Fo શામ્યશતક Page #72 -------------------------------------------------------------------------- ________________ अंतरंगद्विषत्सैन्यनासीरैर्वीरकुंजरैः ।। क्षणादक्षैः श्रुतबलं लीलयैव विलुप्यते ॥६०॥ : અર્થ : અંતરંગ શત્રુઓના સૈન્યના મોખરે રહેનારા ઇન્દ્રિયોરૂપ મહાવીર, લીલા માત્રથી (સહજતાથી) શ્રુતબળ (જ્ઞાનબળ) નો ક્ષણમાં નાશ કરી નાખે છે. .: વિવેચન : અંતરંગ શત્રુઓની એક મોટી સેના છે. એ સેનાના અગ્રભાગે આ ઇન્દ્રિયરૂપ પાંચ મહાવીરો રહેલા હોય છે. આ પાંચેય મહાવીરો પ્રચંડ શકિત ધરાવે છે. આ ઇન્દ્રિય-મહાવીરો - ભલભલા તપસ્વીઓને ભૂશરણ કરી દે છે. - મોટમોટા દાનવીરોને ધૂળ ચાટતા કરી દે છે. - મોટા શાસ્ત્રજ્ઞોને વિદ્વાનોને પરાજિત કરી દે છે. - મહાનું બુદ્ધિમાનોને ક્ષણવારમાં હરાવી દે છે ! શાસ્ત્રો સાક્ષી છે, ઇતિહાસ સાક્ષી છે. માટે મહત્ત્વનું કાર્ય છે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનું. પાંચે ઇન્દ્રિયોને વશ કરવાની છે. આ વશ કરવાની અદ્ભુત કળા આપણે મહામુનિ સ્થૂલભદ્રજી પાસેથી શીખવાની છે. જે કોશા-વેશ્યાના ભવનમાં સ્થૂલભદ્ર ઇન્દ્રિયોથી પરાજિત થઈને પડયા રહ્યા હતા, તે જ ભવનમાં સ્થૂલભદ્ર મહામુનિ બનીને પાંચ ઇન્દ્રિયોના વિજેતા બનીને રહ્યા હતા. કોશાએ ઇન્દ્રિયોના બધા જ સુભટો દ્વારા સ્થૂલભદ્ર ઉપર આક્રમણ કર્યું હતું. પરંતુ તે ફાવી ન હતી. સ્થૂલભદ્રજીએ એ મહા અદ્વિતીય વિજય, આત્મજ્ઞાનની લીનતાથી મેળવ્યો હતો, સમત્વની શ્રેષ્ઠ સાધનાથી મેળવ્યો હતો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - ગંતાં-fપુ–દેવી-મટ, સેનાની વવંત, इन्द्रिय क्षणमें हरत है, श्रुतबल अतुल अनंत. શામશતક NANAGAR MANINAGAR 1 Page #73 -------------------------------------------------------------------------- ________________ स्वैरचारीन्द्रियाश्वीयविशृंखलपदक्रमैः । विसृत्वरेण रजसा तत्त्वद्रष्टिविलीयते ॥ ६१ ॥ : અર્થ : સ્વેચ્છાચારી ઈન્દ્રિયોરૂપી અશ્વોના ઉદ્ધત નિબંધન) પગલાંથી ઉડેલી જ વડે “તત્તવૃષ્ટિ' લોપાય છે. .: વિવેચન : ધુળાટીયો રસ્તો હોય અને સ્વેચ્છાચારી નિબંધન ઘોડાદોડતા હોય, ત્યારે જે ધૂળ ઉડે, એ ધૂળથી આંખો ભરાઈ જાય, દેખાતું બંધ થઈ જાય. એવી રીતે આ ભવના મારગ પર સ્વેચ્છાચારી ઈન્દ્રિયોના અશ્વો, નિબંધન બનીને દોડે છે ત્યારે રજોગુણની ધૂળથી તત્ત્વદ્રષ્ટિ લોપાઈ જાય તત્તવૃષ્ટિ ! મોક્ષમાર્ગની આરાધનામાં તત્ત્વદ્રષ્ટિનું અસાધારણ મહત્ત્વ હોય છે. આત્મસામ્રાજ્યનું દર્શન તત્ત્વદૃષ્ટિથી જ થઈ શકે છે. વૈરાગ્ય-સંપત્તિ, તત્ત્વદ્રષ્ટિથી જ મળી શકે છે. તત્ત્વદ્રષ્ટિથી જ આ બધી ભવની ભ્રાન્તિઓ દૂર થાય છે. તત્ત્વદ્રષ્ટિથી જ જગતનું વાસ્તવિક દર્શન પ્રાપ્ત થાય છે. તમારી પાસે જ્યાં સુધી તત્ત્વદ્રષ્ટિનો ઉઘાડ હશે ત્યાં સુધી એક પણ ઇન્દ્રિયનો વિકાર તમારા મનમાં ઉત્પન્ન નહીં થઈ શકે. આ તત્ત્વદ્રષ્ટિનો મહાન્ ઉપકાર છે. આવી પરમ ઉપકારી તત્ત્વદ્રષ્ટિને ય એક માત્ર ઇન્દ્રિયોના ઉદ્ધત અને ઉન્મત્ત આચરણનો છે. એટલે ઇન્દ્રિયોના અશ્વોને છૂટા મૂકી દેવાના નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - अनियत चंचलकरण हय, पद-प्रवाह रजपूर, आशाछादत करत है, तत्त्वद्रष्टि बल दुर. આશા' એટલે દિશા. હય એટલે અશ્વ. અશ્વોના પદ-પ્રહારથી જે રજ (ધૂળ) નું પૂર ઉછળે છે, તે દિશાઓને ઢાંકી દે છે અને તત્ત્વદ્રષ્ટિનું બળ તોડી નાંખે છે. દર SANAND SARARARARARARA શાખ્યશતક Page #74 -------------------------------------------------------------------------- ________________ इन्द्रियाण्येव पंचेषुर्विधाय किल सायकान् । जगत्त्रयजयी दत्ते पदं वक्षसि विद्विषाम् ॥६२॥ : અર્થ : કામદેવ, પાંચ ઈન્દ્રિયોનાં જ પાંચ બાણ બનાવી, એનાથી ત્રણ જગતને જીતી, શત્રુઓની છાતી ઉપર પગ મૂકે છે. : વિવેચન : કામદેવ ! કામ સુભટ ! કામ વાસના ! કામદેવ સમગ્ર જગત ઉપર કેવી રીતે વિજય મેળવે છે, એ વાત ગ્રંથકાર અલંકારિક શૈલીથી સમજાવે છે. કામદેવ, પાંચ ઇન્દ્રિયોનાં પાંચ બાણ બનાવીને દુશ્મનો (સાધુ પુરુષો, સદાચારી-બ્રહ્મચારી સ્ત્રી-પુરુષો.) સાથે લડે છે, જીતે છે અને છાતી ઉપર પગ મૂકે છે ! મેનકાએ વિશ્વામિત્ર જેવા ઋષિ પર કેવી રીતે વિજય મેળવ્યો હતો? પાંચ ઇન્દ્રિયોનાં પાંચ બાણોથી જ ઋષિને ઘાયલ કરી દીધા હતા અને ઋષિને વશ કરી લીધા હતા. મધુર ગીત, કટાક્ષ ભરેલું સ્મિત.... અંગોપાંગોના હાવભાવ અને ભોગપભોગ માટેની પ્રાર્થના. પાંચે ઇન્દ્રિયોની જરૂર નહીં, બે-ત્રણ ઇન્દ્રિયોના બાણો જ પર્યાપ્ત થઈ જતાં હોય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની ભાષામાં - पंच बाण इन्द्रिय करी, कामसुभट जग जीती, सब के शिर पद देत है, गणे न कोसु भीति. આ અજેય સુભટ કામદેવ, જેના પર ત્રાટકે છે એને પછાડીને એના માથે પગ મૂકે છે. અર્થાત્ પાંચ ઇન્દ્રિયોનાં બાણોથી એ ધારે એને ઘાયલ કરી શકે છે. અપવાદરૂપ સ્થૂલભદ્ર મુનિ, ઝાંઝરીયા મુનિ કે સુદર્શન શેઠને છોડી દો ! બાકી કામદેવે કેવા-કેવા ઋષિ-મુનિઓને પણ પછાડી દીધા છે? કામદેવની શક્તિ છે પાંચ ઇન્દ્રિયો. જે સાધક સમભાવથી આ ઇન્દ્રિયોને જીતી લે છે, તેના ઉપર કામદેવનું કંઈ ચાલતું નથી. શાખ્યશતક GSSAG , ૬૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ वीरपंचतयीमेतामुरीकृत्य मनोभवः । उपैति सुभट श्रेणी संख्यारेखां न पूरणीम् ॥ ६३ ॥ : અર્થ : મનમાંથી ઉત્પન્ન થનારો કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ યોદ્ધાઓને અંગીકાર કરીને, સુભટોની શ્રેણીને પૂરનારી સંખ્યાને પ્રાપ્ત થતો નથી. અર્થાત્ તે તેટલાથી જ પૂર્ણ છે ! : વિવેચન : કામદેવ સ્વયં પ્રચંડ યોદ્ધો છે. તેમાં વળી, પાંચ ઇન્દ્રિયોરૂપી મહાવીર સૈનિકો મળી ગયા ! તેથી હવે એને બીજા સૈનિકોની બેટાલીયનની જરૂર નથી રહી. એ કામદેવ, પાંચ ઇન્દ્રિયોથી જ પૂર્ણ શક્તિશાળી બની ગયો છે. પછી એને બીજા સૈનિકોની શી જરૂર ? કહેવાનું તાત્પર્ય એ છે કે, મોક્ષમાર્ગના આરાધકે, કામદેવ ઉપર (વિષયવાસના ઉપર, સેક્સીવૃત્તિઓ ઉપર) વિજય મેળવવા માટે એક જ કામ કરવાનું છે - ઇન્દ્રિયવિજય ! પાંચ ઇન્દ્રિયો ૫૨ વિજય મેળવવાનો છે. એ વિજય મેળવવા ઇન્દ્રિયનિરોધની સાથે સાથે પ્રશમભાવ - ઉપશમભાવને દ્દઢ કરવાનો છે. વૈરાગ્યને વાસનારૂપ બનાવી દેવાનો છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના શબ્દોમાં - वीर पंच इन्द्रिय लही, कामनृपति बलवंत, करे न संख्या- पूरणी सुभट - सेणी की तंत. સમગ્ર વિશ્વમાં કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ સુભટો લઈને ફરે છે અને જગત ઉપર એકચક્રી રાજ્ય કરે છે ! એને બીજા વધારે સૈનિકોની જરૂ૨ જ નથી. ૬૪ એવી રીતે, સાધકે પણ બીજી બધી સાધનાઓનો મોહ છોડી, એક જ સાધના - ઇન્દ્રિયવિજયની કરી લેવી જોઈએ. જે ક્ષણે એ ઇન્દ્રિયવિજેતા બનશે, એ વિશ્વવિજેતા બની જશે. પછી એની મુક્તિ હાથવેંતમાં સમજવી. શામ્યશતક Page #76 -------------------------------------------------------------------------- ________________ अहो संकल्पजन्मायं विधाता नूतनः किल । क्लेशजं दुःखमप्येतद्धत्ते यस्तु सुखाख्यया ॥६४॥ : અર્થ : અહો, સંકલ્પજન્ય કામદેવ એક નવી જાતનો વિધાતા છે કે જે ફ્લેશજન્ય દુઃખને પણ સુખરૂપે ધારણ કરે છે. .: વિવેચન : કામવાસના સંકલ્પ (વિચાર)માંથી ઉત્પન્ન થાય છે. એટલે એમ કહેવાય છે કે “કામદેવ’ સંકલ્પજન્મા છે. કામવાસનાને પરવશ જીવ, દુઃખને પણ સુખરૂપે સમજે છે. ફ્લેશમય દુઃખને પણ સુખ માને છે. આ કામવાસના જીવને ભ્રમિત કરતી રહે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - दुःख सब ही सुख विषय को, कर्मव्याधि-प्रतिकार, ताकुं मन्मथ सुख कहे धूर्त जगत दुःखकार. વૈષયિક સુખ દુઃખરૂપ જ છે, પરંતુ મન્મથ પરવશ જીવ એને સુખ માને છે. માટે જગતમાં મન્મથને - કામદેવને ધૂર્ત કહેવામાં આવ્યો છે. જગતને ઠગે છે માટે તે ધૂર્ત છે. જ્ઞાની-યોગી પુરુષોની દૃષ્ટિએ કામવાસના દુઃખરૂપ છે, પરંતુ અજ્ઞાની અને ભોગી લોકોની દ્રષ્ટિએ એ વાસના સુખરૂપ મનાય છે. પ્રસ્તુતમાં ગ્રંથકારે અલંકારિક ભાષામાં કામદેવને નવી જાતના વિધાતા તરીકે વર્ણવ્યો છે ! લોકપ્રસિદ્ધ વિધાતા તો સુખને સુખરૂપે ઓળખાવે છે અને દુઃખોને દુઃખરૂપે ઓળખાવે છે. જ્યારે આ કામદેવ એવો વિધાતા છે કે જે દુઃખને સુખરૂપે ઓળખાવે છે ! માલવપતિ મુંજ જેવો વિદ્વાન્ રાજા પણ આ કામદેવના ફંદામાં ફસાઈને દુઃખરૂપ કામવાસના (પરસ્ત્રીજન્ય)માં સુખ માની બેઠો હતો. એના પરિણામે ભયંકર મોતને પામ્યો હતો. હાથીના પગ નીચે ચગદાઈને મર્યો હતો. શાખ્યશતક RINGANAGAR ૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ ' विषमेषुरयं धूर्तचक्रशक्रत्वमर्हति । दुःखं सुखतयादर्शि येन विश्वप्रतारिणा ॥ ६५ ॥ : અર્થ : વિષમ બાણવાળો એ કામદેવ, ધૂર્ત લોકોના સમૂહનો ઇન્દ્ર થવાને લાયક છે. કારણ કે વિશ્વને ઠગનારો એ કામદેવ દુઃખને સુખરૂપે દેખાડે છે. : વિવેચન : કામદેવ ‘વિષમ' બાણવાળો છે. વિષમ' એટલે વિપરીત અથવા એકી સંખ્યાવાળાં (પાંચ) બાણ ધારણ કરનારો છે કામદેવ. જેમ ઠગારો - ધૂતારો ખોટી વાતને ખરી અને ખરી વાતને ખોટી બતાવે છે, તેવી રીતે કામદેવ પણ દુઃખને સુખરૂપે બતાવીને આ દુનિયાને ઠગે છે, ભલભલા વિદ્વાનોને, જ્ઞાનીઓને પણ લગે છે, માટે તે ઠગારો છે, ધૂતારો છે, પરંતુ સામાન્ય કોટિનો ધૂતારો નથી, ધૂતારા લોકોનો રાજા છે ! એક વાત સમજી રાખો કે આ ધૂર્તસમ્રાટ કામદેવના સામ્રાજ્યમાં જીવવાનું છે અને રહેવાનું છે. સમગ્ર વિશ્વ, આ કામદેવનું સામ્રાજ્ય છે. એટલે તો ગ્રંથકારે વિશ્વ પ્રતારિણા' શબ્દનો પ્રયોગ કર્યો છે. કામદેવે સમગ્ર વિશ્વને છેતર્યું છે ! દુનિયા એનાથી છેતરાતી રહી છે. એ છેતરામણને ઢાંકવા માટે વિદ્વાનોએ ઘણી ઘણી વાતો લખી છે; પરંતુ એથી કંઈ કામવાસનાની ધૂર્તતાને નકારી શકાતી નથી. અલબતું. આ કામવાસના વેદમોહનીય કર્મના ઉદયથી પ્રગટે છે, કર્મજન્ય છે, પરંતુ જ્યાં સુધી એ જીવના કંટ્રોલમાં રહે છે, ત્યાં સુધી જ બરાબર, જ્યારે એ જીવને વશ નથી રહેતી, જીવ એ વાસનાને પરવશ બની જાય છે ત્યારે જીવ સુખની ભ્રમણામાં અટવાતો, દુઃખના ઊંડા પાણીમાં ઉતરતો જાય છે. છેવટે એનો સર્વનાશ થાય છે. ૬૬ શાશતક Page #78 -------------------------------------------------------------------------- ________________ यस्य साम्राज्यतिायां प्रधानं हंत योषितः । सोऽपि संकल्पभूः स्वस्य कथं स्थेमानमीहते ॥६६॥ : અર્થ : ઘણા અફસોસની વાત છે કે જેના સામ્રાજ્યની મશલતમાં સ્ત્રીઓ પ્રધાન છે, એવો એ કામદેવ, પોતાની સ્થિરતા કેમ ઈચ્છતો હશે? : વિવેચન : પ્રાચીન ભારતીય રાજનીતિમાં, સ્ત્રીનું સ્થાન નગણ્ય હતું. સ્ત્રીને પ્રધાનમંડળમાં સ્થાન મળતું ન હતું. જે રાજા પોતાના પ્રધાનમંડળમાં સ્ત્રીને પ્રધાનપદ આપતો હતો તેનું રાજ્ય સલામત રહેતું ન હતું. રાજનીતિમાં સ્ત્રીની સલાહ લેવામાં આવતી ન હતી. અપવાદરૂપે કોઈ રાજા, એવી વિદુષી સ્ત્રીની સલાહ લેતા, એ જુદી વાત છે. પ્રસ્તુતમાં રાજનીતિની વાત નથી. પ્રસ્તુતમાં તો કામદેવના સામ્રાજ્યની વાત છે ! કામદેવનું તો સમગ્ર પ્રધાનમંડળ સ્ત્રીઓનું બનેલું છે ! કામદેવની સલાહકાર બધી સ્ત્રીઓ જ છે. અને તે છતાં અસંખ્ય વર્ષોથી કામદેવ. આ વિશ્વ પર રાજ્ય કરે છે ! વિશ્વ પર જામીને બેઠો છે ! સ્થિર થઈને બેઠો છે... ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - जा के राज-विचारमें अबला एक प्रधान, - सो चाहत है सर्वजय, कैसे काम तमाम ? - જે કામદેવના રાજ્યમાં, રાજકીય સલાહમાં સ્ત્રી-પ્રધાન છે, તે આ વિશ્વમાં વિજય ઇચ્છે છે, તે કેવી રીતે શકય છે ? . . કામદેવે એ શકય કરી બતાવ્યું છે. “સ્ત્રીના માધ્યમથી જ એણે વિશ્વ પર વિજય મેળવ્યો છે. એક માત્ર જ્ઞાની પુરુષો ઉપર એનું કંઈ ઉપજતું નથી. જેમના હૃદયમાં આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો હોય છે, તેઓ કામવિજેતા બને છે. સામાન્ય શ્રુતજ્ઞાની તો વિષયોની ઈન્દ્રજાળમાં ભ્રમિત થઈ જાય છે. જેમ દિમોહ થાય છે તેમ વિષયભ્રમ થાય છે. શાગ્યશતક SARARARARA & ૬૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ दर्शयन्ति रवलवैरतथ्यमपि तात्त्विकम् । या इन्द्रजालिकप्रष्टास्ताः किं विश्रम्भभाजनम् ॥६७॥ : અર્થ : જે સ્ત્રીઓ, શબ્દોના અંશમાત્રથી અસત્યને સત્યરૂપે બતાવી શકે છે, એવી એ (સ્ત્રીઓ) ઇન્દ્રજાળ રચવામાં નિપુણ હોય છે. એ સ્ત્રીઓ વિશ્વાસપાત્ર કેમ ગણાય ? : વિવેચન : સ્ત્રીઓનો એવો એક ઇતિહાસ છે કે - જેમણે સાવ અસત્ય વાતને સત્યરૂપે સિદ્ધ કરી છે, - જેમણે મોહક ઇન્દ્રજાળ રચીને પુરુષોને ફસાવ્યા છે... - જેમણે પુરુષો સાથે વિશ્વાસઘાત કર્યો છે ! આ બધું જાણ્યા પછી, ગ્રંથકાર પૂછે છે કે આવી સ્ત્રીઓ પર વિશ્વાસ કેમ કરાય ? ન જ કરાય. આ એક સર્વસામાન્ય (જનરલ) વાત છે. અપવાદરૂપે એવી સ્ત્રીઓ હોય છે કે જે વિશ્વાસને નિભાવે છે. જે મોહની ઈન્દ્રજાળ રચતી નથી કે અસત્યને સત્યરૂપે સિદ્ધ કરતી નથી. સામાન્ય સ્ત્રીને લક્ષ્ય બનાવીને ઉપાધ્યાયજી કહે છે - दाखे आप विलासकरी जूठेकु भी साच, इन्द्रजाल पर कामिनी, तासुं तुं मन राच. हसितफूल पल्लव-अधर, कुचफल कठिन विशाल. प्रिया देखी मत राच तुं, या विषवेली रसाल. ‘સ્ત્રી એક વિષવેલ છે. સ્ત્રીનું હાસ્ય ફૂલ છે. પલ્લવ એના હોઠ છે અને એના કઠિન - વિશાલ સ્તન ફળ છે ! એવી સ્ત્રીને જોઈને હે મુનિ, તું રાચીશ નહીં.' આગળ વધીને કહે છે - चर्ममढित है कामिनी, भाजन मूत-पुरीख, काम-कीट आकुल सदा, परिहर मुनि ! गुरुशीख. સ્ત્રીના ઉપર માત્ર સુંદર ચામડી મઢેલી છે. બાકી અંદર તો મૂત્ર અને વિષ્ટા જ ભરેલી છે. વાસનાના કીડા ખદબદે છે. હે મુનિ, તું એવી સ્ત્રીનો ત્યાગ કર. ૬૮ AASASASASAAAAAA% શાખ્યશતક Page #80 -------------------------------------------------------------------------- ________________ निजलालाविलं लीढे यथा श्वा शुष्ककीकसम् । स्ववासनारसाज्जन्तुर्वस्तुभिः प्रीयते तथा ॥६८॥ : અર્થ : જેમ કૂતરો પોતાની લાળથી વ્યાપ્ત એવાં સુકાં હાડકાંને રસપૂર્વક ચાટે છે, તેમ જીવાત્મા પોતાની વાસનાના રસથી, વસ્તુઓથી ખુશ થાય છે. .: વિવેચન : સુકાં હાડકામાં રસ નથી હોતો, છતાં કૂતરો એમાં રસ માનીને મજેથી ચાટે છે ! વાસ્તવમાં, એ હાડકું કૂતરાની પોતાની લાળથી ખરડાયેલું હોય છે. કૂતરો એ પોતાની લાળને જ ચાટીને રાજી થાય છે... પરંતુ અજ્ઞાનતાથી એ સમજે છે કે, “આ હાડકામાં રસ છે !' મનુષ્ય પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માને છે. સુખ માનીને ભોગવે છે. પરંતુ આ મનુષ્યની અજ્ઞાનતા છે. વિષયમાં ખરેખર, કોઈ રસ હોતો જ નથી. મનુષ્યની જે સુખની વાસના છે, એ વાસનાના કારણે વિષયોમાં સુખ માને છે. વાસના દૂર થઈ ગયા પછી વિષયોમાં સુખદુઃખની કોઈ લાગણી પેદા થતી નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - चाटे निज लाला मिलित, शुष्क हाड ज्युं श्वान, तैसे राचे विषयमें, जड़ निज रुचि अनुमान. જડબુદ્ધિ મનુષ્ય, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પોતાની વાસનાના કારણે રાચે છે. વાસના બે પ્રકારની હોય છે. સુખની અને દુઃખની. સુખની વાસનાથી ખુશ થાય છે, દુઃખની વાસનાથી નાખુશ થાય છે. અને જ્યારે વાસનાથી મુક્ત થાય છે ત્યારે સુખ-દુઃખની કલ્પનાઓ દૂર થઈ જાય છે. ગ્રંથકાર સમજાવે છે કે વિષયોમાં સુખ-દુઃખ ન માનો. તમારી વાસના જ સુખ - દુઃખરૂપ છે. સુખ-દુઃખની કલ્પનાઓથી મનને મુક્ત કરવાનું છે. તે માટે સમતાનો, સામ્યભાવનો અભ્યાસ કરતા રહો. શાખ્યશતક (MANGANA RANA ૬૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ विधाय कायसंस्कारमुदारघुसृणादिभिः । आत्मानमात्मनैवाहो, वंचयन्ते जड़ाशयाः ॥६९॥ . : અર્થ : જડબુદ્ધિના પુરુષો, ઊંચી જાતના કેશર વગેરેથી પોતાના શરીરને શણગારીને, આત્માથી જ આત્માને ઠગે છે ! : વિવેચન : આ શરીર અશુચિથી ભરેલું છે. મળ-મૂત્ર, માંસ-મા , લોહી અને હાડકાં વગેરે ગંદા પદાર્થોથી ભરેલું છે. એના ઉપર કાળી-ગોરી ચામડીનું આવરણ માત્ર છે.. આવા શરીરને રોજ નવરાવીને એના ઉપર સુગંધી વિલેપનો કરવાં, એવા શરીરને સુંદર વસ્ત્રાલંકારોથી શણગારવું.... એમાં બુદ્ધિમત્તા નથી, પરંતુ બુદ્ધિની જડતા છે ! કારણ કે શરીરના આવા બધા શણગારથી, શરીરની અશુચિતા દૂર થતી જ નથી. શરીરમાં ભરેલી ગંદકી યથાવત્ રહે છે. પછી શા માટે બધા શણગાર કરવા? શા માટે સુગંધી સેંટ-ઇસેંસ ચોપડવા? શા માટે પફ-પાવડરના લપેડા કરવા ? જો તમે શરીરની શોભા કરો છો, શરીરને સજાવો છો, તો તમે ખરેખર, તમારી જાતને જ છેતરો છે ! તમે સ્વયં તમારા આત્માને ઠગો ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - शोभन बहु बनावते, चंदन चरवत देह, वंचत आप ही आपकुं जड़ धरी पुद्गलनेह. પુદ્ગલ સાથેના પ્રેમ, જડબુદ્ધિનું કામ છે. શરીર પુદ્ગલ છે. શરીર પર પ્રેમ રાખવાનો નથી. શરીરની શોભા કરવાની નથી. શરીરથી આત્મા જુદો છે. શરીરમાં વ્યાપીને રહેલો છે, છતાં શરીરથી જુદો છે. એ આત્માની સંભાળ લેવાની છે. એ આત્માને ક્ષમા વગેરે ગુણોથી શણગારવાનો છે. આત્મા ઉપર લાગેલાં કર્મોનાં બંધનો તોડવાનાં છે. ૭૦ MARNAAN શાખ્યશતક Page #82 -------------------------------------------------------------------------- ________________ स्वान्तं विजित्य दुर्दान्तमिन्द्रियाणि सुखं जयेत् । तत्तु तत्त्वविचारेण जेतव्यमिति मे मतिः ॥७॥ : અર્થ : દુઃખે કરીને દમન કરી શકાય એવા મનને જીતવાથી, ઇન્દ્રિયો સુખપૂર્વક જીતી શકાય છે. મનને તત્ત્વવિચારથી જીતવું જોઈએ. એમ મારૂં (ગ્રંથકારનું) માનવું છે. : વિવેચન : મનને જીતવું, ઘણું દુઃખદાયી છે. ઘણું મુશ્કેલ છે. પરંતુ જો તમે મનને જીતી લો છો, તો ઇન્દ્રિયોને સુખપૂર્વક જીતી શકશો. ઇન્દ્રિયો મનની આજ્ઞા માને છે. દુન્તિ મનનું દમન કરવાથી એ નહીં જીતી શકાય. એનું શમન કરવાનો પ્રયત્ન કરો, શાન્ત-પ્રશાન્ત કરવાનો ઉપાય કરો તો એને જીતી શકાશે. મનનું શમન તત્ત્વચિંતનથી કરી શકાય છે ! તત્ત્વચિંતન મનશમનનો અમોઘ ઉપાય છે. એટલે જ તીર્થકર ભગવંતોએ તત્ત્વઅભ્યાસ કરવાનો, તત્ત્વોની અનુપ્રેક્ષા (ચિંતન) કરવાનો ખાસ ઉપદેશ આપ્યો છે. ખાસ કરીને સાધુ-સાધ્વીને દિવસ-રાતના ૧૫ કલાક એ માટે ફાળવ્યા છે ! જીવ, અજીવપુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષઆ નવ તત્ત્વોનું ચિંતન કરતા રહો. કોઈ જ્ઞાનીપુરુષ પાસેથી ચિંતન કરવાની કળા શીખી લો. આ તત્ત્વચિંતથી અવશ્ય તમે મનોવિજય મેળવી શકશો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ પણ આ જ વાત કહી છે - दुर्दमन के जय किये, इन्द्रिय जग सुख होत, तात मन जय करन कुं, करो विचार-उद्योत. વિચાર-ઉદ્યોત’ એટલે તત્ત્વચિંતન. ઇન્દ્રિયો પર વિજય મેળવવા મનોજય કરો. મનોજય કરવા તત્ત્વચિંતન કરો. તત્ત્વચિંતન કરવા તત્ત્વોનો અભ્યાસ કરો. શાખ્યશતક ૭૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ संचरिष्णुरसौ स्वैरं विषयग्रामसीमसु । વાસ્તવંતી વશ યાતિ વીતવાનુશાસનાન્િ આશા : અર્થ : વિષયરૂપી ગામના સીમાડામાં સ્વચ્છેદપણે ફરનારો મનરૂપી હાથી, કમરહિત વીતરાગના શાસનથી વશ થાય છે. .: વિવેચન : પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયોનું એક મોટું નગર છે ! એ નગરના સીમાડામાં મનરૂપી હાથી સ્વચ્છંદપણે, ઉન્મત્ત બની ફરતો રહે છે. મનને ઉન્મત્ત-સ્વચ્છંદી હાથીની ઉપમા આપી છે. એને સામાન્ય માવત વશ નથી રાખી શકતો. એનું અનુશાસન વીતરાગનું શાસન જ કરી શકે છે. અર્થાત્ વીતરાગભગવંતની વાણીનું શ્રવણ કરવાથી તત્ત્વવિચાર’ પ્રાપ્ત થાય છે. તત્ત્વવિચારથી મનની ચંચળતા દૂર થાય છે. તો જ મનને વશ કરી શકાય છે. મનનો હાથી વીતરાગશાસનથી જ વશ કરી શકાય છે. - ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ શ્લોકનો અનુવાદ આ રીતે કર્યો છે - विषयग्राम की सीममें, इच्छाचारी चरंत, जिन-आणा अंकुश धरी, मन-गज वश करो संत. જિનાજ્ઞાના અંકુશથી મન-ગજને વશ કરો! અર્થાતુ મનને જ્ઞાનથી જ વશ કરી શકાય છે, એ તાત્પર્ય છે. | જિનવાણીનું સદ્ગુરુના મુખે પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. શ્રાવકનું આ એક દૈનિક કર્તવ્ય બતાવવામાં આવેલું છે. વધુમાં વધુ સમય જિનોત તત્ત્વોના શ્રવણ, મનન, ચિંતનમાં પસાર કરવો જોઈએ. તો મનનું વશીકરણ થઈ શકે, મન પવિત્ર રહે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભટકવાનું ઓછું થાય. વિષયોની નિઃસારતાનો જેમજેમ બોધ વધતો જાય, તેમતેમ મન વિરક્ત બનતું જાય અને તત્ત્વચિંતનમાં લીનતા વધતી જાય. ૭૨ NAGAR ANANટ શાશતક Page #84 -------------------------------------------------------------------------- ________________ मनः पवनयोरैक्यं मिथ्या योगविदो विदुः । बंभ्रमीति यतः स्वैरमतीत्य पवनं मनः ॥७२।। : અર્થ : યોગીપુરુષો મન અને પવનની એકતા બતાવે છે, તે ખોટું છે. કારણ કે મન તો પવનનું પણ ઉલ્લંઘન કરી સ્વેચ્છાથી અતિ કરે છે. : વિવેચન : મનની ગતિ, પવનની ગતિ કરતાં વધારે છે. આ વાત ગ્રંથકારને કહેવી છે. એ માટે તેઓ મન અને પવનની ગતિની સમાનતાનું ખંડન કરે છે ! પવનની ગતિ કરતાં મનની ગતિ અતિશય વધારે છે. એ પણ વિષયોમાં ! પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયોમાં મનના આ અતિ પરિભ્રમણનાં અનેક નુકસાનો છે. એમનની ગતિ ઓછી કરવી જોઈએ. મનના પરિભ્રમણનું ક્ષેત્ર બદલી નાંખવું જોઈએ. તે માટે કેટલીક સાવધાનીઓ જરૂરી છે - - શ્રવણ-દર્શન-અધ્યયન અને ભોજનમાં સાવધાન રહો. – વિધેયાત્મક વિચારો કરતા રહો. - કર્તુત્વ-ભોસ્તૃત્વના વિચારો ન કરો. – મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવતા રહો. - મંત્રજાપ અને પરમાત્મધ્યાન કરતા રહો. - માનસિક તનાવથી બચતા રહો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે. एक भाव मन-पवनको, जूठ कहे ग्रंथकार, या ते पवन हि तें अधिक, होत चित्त को चार. પવન કરતાં મનની ગતિ ઘણી વધારે છે. એવા મનનું વશીકરણ અને સ્થિરીકરણ કરવું અતિ આવશ્યક છે. એ માટે ઉપર બતાવેલા ૬ ઉપાયો કરવા જ રહ્યા. સ્થિર અને પવિત્ર મન, આત્માને મુક્તિની નિકટ લઈ જાય છે. અસ્થિર અને ગંદુ મન જીવને નરકમાં લઈ જાય શાખ્યશતક GASARAKARAN ૭૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ चक्षुष्यद्वेष्यतां भावेष्विन्द्रियैः स्वार्थतः कृताम् । आत्मन् स्वस्याभिमन्वानः, कथं नु मतिमान् भवान् ॥७३॥ : અર્થ : હે આત્માનું સર્વ પદાર્થોમાં ઈન્દ્રિયો સ્વાર્થથી જે રાગ-દ્વેષ કરે છે, તેમાં તું જે કર્તુત્વનું અભિમાન રાખે છે, તેથી તે બુદ્ધિમાન કેમ ગણાય? અથતુ ન જ ગણાય. : વિવેચન : પૂછો, તમારા આત્માને પૂછો - પદાર્થોમાં રાગ-દ્વેષ ઇન્દ્રિયો કરે છે, અને કર્તુત્વનું પ્રિય - અપ્રિયની કલ્પનાઓ) અભિમાન તું રાખે છે, તે શું બુદ્ધિમત્તા છે?' હા, જે પદાર્થો, જે વિષયો ઇન્દ્રિયોને પ્રિય હોય છે, તેમાં તે રાગ રાખે છે અને જે અપ્રિય હોય છે, તેમાં તે દ્વેષ રાખે છે... ઈન્દ્રિયો ખરેખર સ્વાર્થી છે. તે છતાં અજ્ઞાની જીવાત્મા ઇન્દ્રિયોના રવાડે ચઢીને સ્વય એ વિષયોમાં પ્રિય-અપ્રિયની કલ્પનાઓ કરે છે ! “મને આ પ્રિય છે.' મને આ અપ્રિય છે.' આવું કર્તુત્વનું અભિમાન રાખવું મિથ્યા છે. ઇન્દ્રિયો ભલે વિષયોમાં રાગ-દ્વેષ કરે, આત્માએ રાગ-દ્વેષ નથી કરવાના. આત્માએ તો વિચારવાનું છે કે કોઈ વિષય સારો નથી કે નરસો નથી. સારા-નરસાની માન્યતાઓ ઇન્દ્રિયોની છે. હું તો વીતરાગ છું. મને નથી રાગ, નથી દ્વેષ. હવે હું પ્રજ્ઞાવંત છું, બુદ્ધિમાન છું. મારાથી હવે ઇન્દ્રિયોની જેમ રાગ-દ્વેષ ન કરાય.' ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - केवलतामें कर्मको, राग द्वेष को बंध, पर में निज अभिमान धर, क्या फिरत हो अंध... જે વિષયોનો આત્મા કત નથી કે ભોક્તા નથી, તે વિષયોમાં અપનત્વનું અભિમાન કરનારને ઉપાધ્યાયજી આંધળો કહે છે ! - આત્મા જ વિષયોથી વિમુખ બની રાગ-દ્વેષ કરવાનું છોડી દે, તો ઇન્દ્રિયો પણ શાન્ત થાય. વિષયો તરફ દોડતી અટકી જાય. * ૭૪ RANKARIA KANKN શાખ્યશતક Page #86 -------------------------------------------------------------------------- ________________ ગવલ્લે વથા મૂઢ ! સનાતે મને ! मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः ॥७४॥ : અર્થ : હે મૂઢ જીવ! જેમ તું સ્ત્રીના વિલાસમાં મન રાખે છે, તેમ મંત્રી વગેરે ભાવનાઓમાં રાખવું અને તારા આત્માનું હિત કર. .: વિવેચન : પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રમુખ વિષય છે સ્ત્રી ! આ વિશ્વમાં અનાદિકાળથી “સ્ત્રી' એવો આકર્ષક વિષય રહેલો છે કે પુરુષ, અજ્ઞાની પુરુષ એના પ્રત્યે આકર્ષાયેલો રહે છે. જો કે પુરુષમાં રહેલું પુરુષવેદ' નામનું મોહનીય કર્મ જ એને સ્ત્રી તરફ ઉશ્કેરે છે, મોહિત કરે છે અને એના મન-વચન-કાયાને વાસનાથી રંગી દે છે. એવી જ સ્થિતિ પુરુષ પ્રત્યે સ્ત્રીની હોય છે. સ્ત્રીમાં રહેલું ‘સ્ત્રીવેદી નામનું મોહનીય કર્મ સ્ત્રીને પુરુષ તરફ આકર્ષે છે ને મોહિત કરે છે. સ્ત્રી, પુરુષવાસનાથી રંગાઈ જાય છે. ગ્રંથકાર કહે છે : સ્ત્રીના વિવિધ વિલાસોમાં તારા મનને ન જોડ. તારું મન મૂલ્યવાન છે. એનો સદુપયોગ કર. મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ-આ ચાર ભાવનાઓમાં મનને જોડ. મનમાં આ ભાવનાઓની રમણતા કર. - બીજા જીવોના હિતનો વિચાર કર. - બીજા જીવોનું સુખ જોઈને રાજી થા. - બીજા જીવોના દુઃખોને દૂર કરવાનો વિચાર કર. - બીજા જીવોના અપરિહાર્ય દોષોની ઉપેક્ષા કર. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - जैसे ललना-ललितमें भाव थरत है सार, तैसे मैत्री प्रमुख में, चित्त धरी कर सुविचार. ગ્રંથકારે મનને વિષયોથી મુક્ત રાખવા માટે મૈત્રી આદિ ભાવનાઓનું ચિંતન કરવાનો, શ્રેષ્ઠ ઉપાય સૂચવ્યો છે. શાશતક (KAKAR ૭પ Page #87 -------------------------------------------------------------------------- ________________ : અર્થ : ઝાંઝવાના જળ તરફ જેમ હરણ દોડે છે, તેમ હે મૂઢ જીવ, તારા આત્માની અંદર સહજ સુખ રહેલું છે, તે છોડીને બહાર શા માટે વલખાં મારે છે ? 3 : વિવેચન : आत्मन्येव हिनेदिष्टे निरायासे सुखे सति । किं ताम्यसि बहिर्मूढ ! सतृष्णायामिवैणकः ॥७५॥ ભોળું હરણ ! દૂર હરણને પાસે રહેલું પાણી ભરેલું તળાવ દેખાતું નથી... એને દૂર ઝાંઝવાનાં જળ દેખાય છે... એ પીવા એ દોડે છે... બળબળતા તાપમાં દોડે છે. પાણી નથી મળતું... જ્યાં સુધી સૂર્યના કિરણો રણની રેતી ઉપર પડતાં રહે છે, પાણીનો ભ્રમ ઊભો રહે છે, ત્યાં સુધી હરણ દોડયા કરે છે... છેવટે થાકીને..ઘોર તૃષામાં મરણને શરણ થાય છે. મૂઢ જીવની પણ એવી જ સ્થિતિ થાય છે. પોતાની નજીક...પોતાની અંદર જ સહજ અનંત સુખ રહેલું છે, તે એને દેખાતું નથી. એને દૂરનાં વૈયિક સુખો દેખાય છે, એ સુખો મેળવવા અને ભોગવવા, જન્મથી મૃત્યુ સુધી દોડતો રહે છે... કૃત્રિમ અને નિઃસાર વિષયસુખોથી જીવને કયારેય તૃપ્તિ થતી નથી. અતૃપ્તિ અને આસક્તિના પરિણામે એ મૂઢ જીવ દુઃખી-દુઃખી થઈ જાય છે, અને મોતને શરણ થાય છે. દુર્ગતિમાં ચાલ્યો જાય છે. - - ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - મૂઢતાને દૂર કરી, એ વિષયસુખોનો ત્યાગ કરો, અને તમારા આત્મામાં રહેલા સહજ ને શાશ્વત્ સુખને જાણો. મૂઢતા દૂર થશે તો જ આત્માની ભીતર દૃષ્ટિ જશે અને ભીતરમાં સુખનો મહાસાગર દેખાશે. ૭૬ बाहिर बहुरि कहा फिरे, आपहि में हित देख, मृगतृष्णा सम विषय को सुख सब जानी उवेरव. વૈષયિક સુખોને મૃગતૃષ્ણા જેવાં સમજો. શામ્યશતક Page #88 -------------------------------------------------------------------------- ________________ प्रियाप्रियव्यवतिर्वस्तुनो वासनावशात् । अंगजत्वे सुतःप्रेयान्, यूकालिक्षमसंमतम् ॥७६॥ : અર્થ : વસ્તુમાં પ્રિયાપ્રિયનો વ્યવહાર વાસનાના કારણે છે. (તાત્ત્વિક નથી.) કેમ કે , શરીરમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર પ્રિય લાગે છે, એ જ શરીરમાંથી ઉત્પન્ન થયેલી જૂકે લીખ અપ્રિય લાગે છે. : વિવેચન : કોઈ વસ્તુ એકાંતે પ્રિય નથી લાગતી, એકાંતે અપ્રિય નથી હોતી. એક સમયે પ્રિય લાગતી વસ્તુ કાળાંતરે અપ્રિય લાગે છે. એક સમયે અપ્રિય લાગતી વસ્તુ, સમયાંતરે પ્રિય લાગે છે. પ્રિય-અપ્રિયની કલ્પનાઓ દેશ, કાલ, વ્યક્તિ, અવસ્થા... આદિના પરિવર્તન સાથે બદલાયા કરે છે. ગ્રંથકાર એક સચોટ દષ્ટાંત આપીને આ વાત સમજાવે છે. એક જ શરીર સ્ત્રીનું ! એમાંથી પુત્ર જન્મે છે, ગમે છે. જૂ - લીખ પેદા થાય છે, નથી ગમતી ! એવી રીતે અનેક દ્રષ્ટાંતો આપી શકાય એમ છે - - એક સમયે ગમતી માતા, પરણ્યા પછી પુત્રને નથી પણ ગમતી! – એક સમયે ગમતો પત્ની, પરસ્ત્રીમાં આસક્ત પતિને નથી ગમતી! - કમાતો દીકરો, બેકાર બની જતાં નથી પણ ગમતો ! - શ્રીમંત મિત્ર, નિર્ધન બની ગયા પછી નથી ગમતો ! આ શ્લોકનો અર્થ ઉપાધ્યાયજીએ આ રીતે કર્યો છે - प्रिय-अप्रिय व्यवहार निज, रुचिरस साचो नाही, अंगज वल्लभ सुत भयो, यूकादिक नहि काही. કહેવાનું તાત્પર્ય એ છે કે - કોઈ વસ્તુ, કોઈ પદાર્થ પ્રિય હોતો નથી કે અપ્રિય હોતો નથી. એ પ્રિય-અપ્રિયનો સમગ્ર વ્યવહાર, જીવની વાસનાના કારણે હોય છે. જ શામ્યશતક New ૭૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ इदं कृत्रिमकर्पूरकल्पं संकल्पजं सुखम् । रंजयत्यंजसा मुग्धानंतरज्ञानदुःस्थितान् ॥७७॥ : 242: બનાવટી કપૂરના જેવું, સંકલ્પથી ઉત્પન્ન થયેલું સુખ, આંતરજ્ઞાનરહિત મુગ્ધ જીવોને તત્કાળ રાજી કરે છે. : વિવેચન : બનાવટી કપૂરની સુગંધ અલ્પકાલીન હોય છે, એવી રીતે વિચારોમાંથી જનમતું સુખ પણ ક્ષણજીવી હોય છે. આવું ક્ષણજીવી પણ સુખ, અજ્ઞાની - મૂઢજીવોને ગમતું હોય છે. ‘તત્કાળ તો સુખ મળે છે ને !' બસ, અજ્ઞાની જીવો રાજી થઈ જતા હોય છે. જ્ઞાની પુરુષો ક્ષણિક સુખોમાં રાજી નથી થતા. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - भवको सुख संकल्प-भव, कृत्रिम जिसो कपूर, रंजत है जन मुग्ध कुं, वर्जित ज्ञान - अंकूर. સંસારનાં બધાં સુખ કૃત્રિમ કપૂર જેવાં હોય છે. પાંચ ઇન્દ્રિયોનાં બધાં જ વૈષયિક સુખ બનાવટી કપૂર જેવાં છે. એમાં જ્ઞાની પુરુષો રાજી થતા નથી. જેમને “આંતરજ્ઞાન' પ્રાપ્ત થાય છે, તેવા જ્ઞાની પુરુષોને અંતરાત્મામાં રહેલું આત્મજ્ઞાન જ પ્રિય હોય છે. અને, આત્મજ્ઞાની પુરુષોને આંતરસુખ ગમતું હોય છે. અર્થાત્ જે સુખ મૂઢ-અજ્ઞાની જીવોને ગમે છે, તે ક્ષણિક સુખ આત્મજ્ઞાની પુરુષોને ગમતું નથી અને આત્મજ્ઞાની પુરુષોને જે સુખ ગમે છે તે મૂઢ જીવોને ગમતું નથી. વિચારો-વિકારોમાંથી જનમતી સુખની કલ્પના ક્ષણિક હોય છે... પછી દીર્ઘકાલીન દુઃખ આવે છે. ક્ષણિક સુખોમાં રાજી થનારા મૂઢ જીવો પછીથી લાંબા કાળ સુધી દુઃખી થતા હોય છે. વળી, કલ્પનાજન્ય સુખો પણ કર્મોને આધીન હોય છે, ઇચ્છા મુજબ મળતાં નથી. માટે એવાં સુખોની ઇચ્છા ન કરો. ન ૭૮ શામ્યશતક Page #90 -------------------------------------------------------------------------- ________________ ममत्वं माम भावेषु वासनातो, न वस्तुतः । औरसादपरत्रापि पुत्रवात्सल्यमीक्ष्यते ॥७८॥ : અર્થ : પદાર્થોમાં વાસનાથી જ મમત્વ છે, વસ્તુથી નથી. જેમ પોતાના ઔરસ પુત્ર સિવાય પણ બીજે પુત્રવાત્સલ્ય જોવા મળે છે. .: વિવેચન : આ વસ્તુ મારી છે. માટે વસ્તુમાં મમત્વ થાય છે. મારાપણાની વાસના, મારાપણાની આસક્તિ મમત્વનું કારણ છે. એવી રીતે જે વસ્તુ, જે વ્યક્તિ તમારી ન હોય, છતાં જો એના તરફ પ્રિયત્વની વાસના જાગે તો, એ વસ્તુ કે એ વ્યક્તિ ઉપર મમત્વ જાગે છે. - તમારા પુત્ર ઉપર વાત્સલ્ય જાગે છે, તેમ જે બાળક તમારૂં ન હોય એના ઉપર પણ પુત્રવત્ વાત્સલ્ય જાગે છે. - તમારી પત્ની ઉપર પ્રેમ હોય છે, તેમ જે સ્ત્રી તમારી નથી, એ પણ જો તમને ગમે છે તો પત્નીવત્ પ્રેમ જાગે છે. વાસના મારા-તમારાનો વિચાર કરતી નથી. વાસના એટલે વાસના ! જે આપણું હોય એના પર મમત્વ થાય અને જે આપણું ન હોય, એના ઉપર પણ મમત્વ થાય. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - गुन ममकार, न वस्तु को, सो वासना निमित्त, माने सुत में सुत अधिक, वोरत है हित चित्त. સ્વપદાર્થમાં જેમ મમત્વની વાસના નથી રાખવાની, તેમ પર 'પદાર્થમાં પણ પ્રિયત્વની વાસના નથી રાખવાની. જો પરપદાર્થ તમને પ્રિય લાગશે તો તે મેળવવાની વાસના જાગશે. એ વાસના ખતરનાક હોય છે. એમાં ય - પરધન અને પરસ્ત્રી - આ બે વસ્તુ કયારેય ગમવા દેશો નહીં. એમાં પ્રિયત્વની વાસના બંધાવા દેશો નહીં. નહીંતર તમારો વિનાશ થશે. શાગ્યશતક Assistant & ૭૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ वासनावेशवशतो ममता न तु वास्तवी । गवाश्वादिनि विक्रीते, विलीनेयं कुतोऽन्यथा ॥७९॥ : અર્થ : જીવની વાસનાના આવેશથી મમતા હોય છે, વાસ્તવિક નથી હોતી. જો મમતા વાસ્તવિક હોય તો ગાય, ઘોડા આદિ વેચી દીધા પછી, મમતા કેમ જતી રહે છે? : વિવેચન : મન જે પદાર્થો પર મમતા કરે છે, તે સાચી નથી હોતી, વાસ્તવિક નથી હોતી. કારણ કે તે વસ્તુનિષ્ઠ નથી હોતી, મનકૃત હોય છે. જો વસ્તુનિષ્ઠ હોય તો તે કાયમ રહેવી જોઈએ. પરંતુ તે કાયમ નથી રહેતી. જ્યાં સુધી મનની મમતા હોય છે ત્યાં સુધી જ રહે છે. જે મકાન, જે ગાય-ભેંસ, જે ગાડી-ઘોડા, જે કાર-સ્કુટર.... પોતાના હોય છે, આ બધું મારૂં, આવી વાસના હોય છે, ત્યાં સુધી મમત્વ રહે છે, રાગ-દ્વેષ થાય છે, પરંતુ એ બધું વેચાઈ ગયા પછી મમત્વ રહેતું નથી! કારણ કે મનકૃત વાસના ચાલી ગઈ છે ! ગ્રંથકાર આ વાત વારંવાર, જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજાવે છે કે વિષયોમાં સુખ કે દુઃખ નથી. તમારા મનની કલ્પનામાં સુખ-દુઃખ રહેલાં છે. કોઈ વિષય સારો-નરસો નથી. સારા-નરસાની કલ્પનાઓ તમારા મનની છે ! રાગ-દ્વેષ તમારું મન કરે છે.... ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે: मनकृत ममता जूठ है, नहीं वस्तु पर जाय, नहिं तो वस्तु विकायथें, क्युं ममता मिट जाय? બધી માયા મનની છે. મનના વિકારો, મનના વિલાસો જ રાગદ્વેષ અને મોહ કરાવે છે, કર્મબંધ કરાવે છે અને સંસારની ચાર ગતિમાં ભટકાવે છે. ૮૦ RANA ANGANA RAN શાખ્યશતક શાશતક Page #92 -------------------------------------------------------------------------- ________________ विश्वं विश्वमिदं यत्र मायामयमुदाहृतम् । अवकाशोऽपि शोकस्य कुतस्तत्र विवेकिनाम् ॥८०॥ અર્થ : : જેમાં, આ સમગ્ર વિશ્વ માયામય કહેલું છે, તેમાં વિવેકી પુરુષોને શોકનો અવકાશ જ કર્યાં છે ? (અર્થાત્ વિવેકીએ શોક ન કરવો જોઈએ.) : વિવેચન : એક અપેક્ષાએ બ્રહ્મસત્ય નમિથ્યા આ કથન સત્ય છે - એમ ગ્રંથકાર કહે છે. ‘આ વિશ્વ માયામય છે... સાચું નથી...' તો પછી, આ વિશ્વમાં કંઈ બગડી જાય, કંઈ નાશ પામી જાય... કંઈ ચોરાઈ જાય... તો શોક શા માટે કરવાનો ? યાદ રાખો - ‘આ વિશ્વ... જે ચર્મચક્ષુથી દેખાય છે, તે મિથ્યા છે... માયા છે. ઇન્દ્રજાળ છે... ખોટું છે...' આ વિવેકદૃષ્ટિથી હમેશાં જોશો તો તમારા મનમાં કયારેય શોક નહીં થાય, વિષાદ નહીં જન્મે. હે આત્મ, તમે તો તમારા આત્મગુણોમાં જ રાચો ! સમતાને ઘટમાં રાખીને સદૈવ આનંદમાં રહો ! ૫૨૫દાર્થોમાં જેને રાચવું હોય તેને રાચવા દો ! મિથ્યા જગતમાં રાચવું હોય તેને રાચવા દો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના શબ્દોમાં - पर में राचे पररुचि, निजरूचि निज गुणमांही, खेले प्रभु आनंदघन, धरी समता गले बांहि, मायामय जग को कह्यो, जहाँ सब ही विस्तार, ' ज्ञानीकुं होवत कहां, तिहां शोक को चार. આ વિશ્વમાં કંઈ પણ ઘટે, કંઈ પણ બને, તમે શોક ન કરો. તમે હર્ષ ન પામો. આ વિશ્વ માયામય છે, અસત્ય છે. તેમાં વિવેકી પુરુષ હર્ષ-શોક ન કરે. શામ્યશતક 5 ૮૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ धिगविद्यामिमां मोहमयीं विश्वविसृत्वरीम् । यस्याः संकल्पितेऽप्यर्थे तत्त्वबुद्धिर्विज्रभते ॥८॥ અર્થ : આ વિશ્વમાં પ્રસરતી મોહમય અવિદ્યાને ધિક્કાર છે, કે જેનાથી સંકલ્પિત કરેલા પદાર્થમાં તત્ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. : વિવેચન : આ સમગ્ર વિશ્વ માયામય-મિથ્યા હોવા છતાં, જીવાત્મા આ વિશ્વના પદાર્થોને તત્ત્વરૂપ-વાસ્તવિક માને છે, એનું કારણ છે અવિદ્યા ! મોહમયી અવિદ્યા ! આ વિશ્વમાં નિરંતર પ્રસાર પામતી અવિદ્યા ! જે મિથ્યા છે, જે અસત્ છે, તેને તાત્ત્વિક સમજાવે છે આ અવિદ્યા. એટલું જ નહીં, જે સત્ છે, જે બ્રહ્મસ્વરૂપ છે, તેને અસત્ય સમજાવે છે આ અવિદ્યા. એટલે ગ્રંથકાર અવિદ્યાને ધિક્કારે છે. - મોહ-અજ્ઞાન = અવિદ્યા મોહનીય કર્મ અને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અવિદ્યા જન્મે છે. અવિદ્યાનો નાશ કરવો જ જોઈએ. અવિદ્યા નાશ પામે તો જ ભ્રમણાઓ નાશ પામે. જે સત્ છે તે સત્ સમજાય અને જે અસત્ છે, તે અસતું સમજાય. આ વિશ્વને, આ જગતને સાચું માનવાની અવિદ્યા, જીવને જનમજનમથી વળગી છે, અનાદિકાળથી વળગેલી છે. તેને દૂર કરવા નાનોસુનો ઉપાય કરવાથી નહીં ચાલે. એના માટે સતત અને ચીવટભર્યો ઉપાય કરવો પડશે. - ‘અવિદ્યાથી ઘેરાયેલા અને જગતને તત્વરૂપ માનનારા લોકોથી દૂર રહો. - અવિદ્યાની વાસનાને વૃઢ કરનારૂં વાંચન ન કરો, એવું સાંભળો નહીં. - તમારા અંતઃકરણને જાગ્રત રાખો. ૮૨ SNANAMRELIANNA શાભ્યશતક Page #94 -------------------------------------------------------------------------- ________________ अनादि-वासना-जालमाशातन्तुभिरुम्भितम् । निशातसाम्यशस्त्रेण निकृन्तति महामतिः ॥८॥ : અર્થ : આશા-તંતુઓથી ભરેલી અનાદિવાસના-જાળને, મહામતિ પુરુષ, સામ્યભાવરૂપ તીક્ષ્ણ શસ્ત્રથી છેદે છે. .: વિવેચન : - અનાદિકાલીન વાસનાજાળ ! - આશાઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓથી ઠસોઠસ ભરેલી વાસનાજાળ! એ વાસનાજાળને સામાન્ય માનવી ન છેદી શકે. એને છેદી શકે મહાન્ મતિમાન પુરુષ, પ્રજ્ઞાવંત પુરુષ. વાસનાજાળને છેદવાનું તીક્ષ્ણ શસ્ત્ર જોઈએ સામ્યભાવનું. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ પ્રમાણે અર્થ કયો છે - कूट वासना मढित है, आशातंतु वितान, छेटे ताकु शुभमति, कर धरी साम्यकृपान. હાથમાં સામ્યભાવની કૃપાણ લો અને આશા-અપેક્ષાઓથી ભરેલી વાસનાજાળને છેદી નાંખો. જો તમે પ્રજ્ઞાવંત પુરુષ છો, મહામતિ પુરુષ છો તો મનમાં સામ્યભાવ - સમતાભાવ ધારણ કરીને ઇચ્છાઓથી મુક્ત થાઓ, અપેક્ષાઓથી મુક્ત થાઓ, આશાઓથી મુક્ત થાઓ. તો જ અનાદિકાલીન વાસનાકાળ ભેદાશે, છેદાશે. અને આત્મા વાસનાઓથી મુક્ત બનશે. ચિત્તમાં સામ્યભાવ આવશે એટલે મનોમન નિર્ણય થશે - હવે મારે પરદ્રવ્યોની આશા નથી રાખવી. હવે મારે પરપદાર્થોની અપેક્ષા નથી રાખવી. હવે મારે ઇચ્છાઓની વણઝાર ન જોઈએ.' કરી જુઓ આ નિર્ણય. તમારું મન કેવી અપૂર્વ શાન્તિ અનુભવે છે. તમારો આત્મભાવ કેવો ઉપશાન્ત બને છે, તમને ત્યારે પ્રતીતિ થશે. હૃદયમાં સામ્યભાવને સ્થિર કરો. શાખ્યશતક ૮૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ अनादिमायारजनी, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वदालोकादंतं नयति योगविद् ॥८३॥ : અર્થ: અંધકારની જનની એવી અનાદિકાલીન માયા-રાત્રિનો યોગીપુરુષ, પોતાના જ્ઞાન-સૂર્યના પ્રકાશથી બલાત્કારે નાશ કરે છે. (બળપ્રયોગથ) : વિવેચન : માયાની રાત્રિ અને અજ્ઞાનનો અંધકાર ! જ્ઞાનનો સૂર્ય ઉગે એટલે રાત્રિ જાય, અંધકાર નાશ પામે. પરંતુ આ જ્ઞાન-સૂર્ય આપોઆપ નથી ઉગતો, યોગી પુરુષ એ ઉગાડે છે ! તે પણ સહજતાથી-સરળતાથી જ્ઞાનસૂર્ય નથી ઉગતો, તેને પ્રયત્નપૂર્વક ઉગાડવો પડે છે. માયાની ઘનઘોર રાત્રિનો પ્રગાઢ અજ્ઞાન-અંધકાર, સામાન્ય મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનથી દૂર થાય એવો નથી હોતો. સામાન્યબુદ્ધિવાળા જ્ઞાનીનું એ કામ નથી હોતું. એવા સામાન્યજ્ઞાનીઓ તો એ માયારાત્રિમાં ભૂલા પડી જાય છે, અંધકારમાં ખોવાઈ જાય છે. માયા-રાત્રિના પ્રગાઢ અંધકારને દૂર કરવાનું કામ હોય છે યોગી પુરુષોનું. આત્મજ્ઞાની યોગીપુરુષો, આત્મજ્ઞાનનો પ્રકાશ રેલાવીને એ માયા રાત્રિનો અંધકાર નષ્ટ કરી શકે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ જ વાત કહી છે - जननी मोह-अंधार की, माया-रजनी क्रूर, ज्ञानभानु आलोकते, ताको कीजे दूर. માયાની રાત્રિમાં ક્રૂર કષાયપશુઓ ફરતાં હોય છે. મોહના અંધકારમાં વિષયવાસનાઓની જીવતી ડાકણો ફરતી હોય છે. અજ્ઞાની જીવોના એ લોહી ચૂસી લે છે. અજ્ઞાની જીવોનાં એ કષાયપશુઓ કોળીયા કરી જાય છે. માયાથી અને મોહથી બચવા, યોગીપુરુષોનું શરણ લો. ૮૪ ississionerate શાભ્યશતક શાયશતક Page #96 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मोपनिषद्विजमौदासीन्यममन्दयन् । न किंचिदपि यः पश्येत्स पश्येत् तत्त्वमत्मनः ॥८४॥ : અર્થ: અધ્યાત્મજ્ઞાનના બીજરૂપ ઉદાસીનપણાને સતેજ કરનાર જે પુરુષ કંઈપણ જોતો નથી, તે પુરુષ આત્મતત્વને જુએ છે. .: વિવેચન : ઉદાસીનતા ! મધ્યસ્થ ભાવ ! સામ્ય ભાવ ! આ ઉદાસીનતામાંથી અધ્યાત્મજ્ઞાન પ્રગટે છે. અધ્યાત્મજ્ઞાનીને આત્મહત્ત્વની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ આત્મતત્ત્વને પામવા સર્વપ્રથમ, સંસાર પ્રત્યે ઉદાસીન બનવું જ પડે. માયામય વિશ્વ તરફ મધ્યસ્થભાવ જાગ્રત રાખવો જ પડે. મોહમય અવિદ્યાને સામ્યભાવથી દૂર કરવી જ પડે. અધ્યાત્મજ્ઞાનનો ઉઘાડ થયા પછી એ પુરુષને બીજું કંઈ જ દેખાતું નથી. સહજ રીતે એ આત્મભાવ તરફ ઢળી જાય છે. એનું સમગ્ર ચિંતન, એની સમસ્ત ક્રિયાઓ, આત્માની આસપાસ જ થતી હોય છે. आत्मानमधिकृत्य या क्रिया प्रवर्तते तदध्यात्मम् । એકવાર નિજરૂપ દેખાઈ જવું જોઈએ. પછી બીજું કંઈ એને જોવું ગમતું નથી. એવી રીતે, જ્યારે સમગ્ર સંસાર પ્રત્યે ઉદાસીનતા આવી ગયા પછી એને કંઈ પણ જોવું ગમતું નથી. ન ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : उदासीनता मगन हुइ, अध्यातम रसकूप .. देखे नहीं क© और जब, तव देखे निजरूप. મૂળભૂત વાત ગ્રંથકારે કરી છે ઉદાસીનતાને સતેજ રાખવાની. જે પુરુષ ઉદાસીનતાને જીવંત રાખે છે, તે જ અધ્યાત્મજ્ઞાની બની શકે છે, અને એ અધ્યાત્મજ્ઞાની આત્મતત્ત્વની પ્રતીતિ કરે છે. શામ્યશતક Nati , ૮૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ निःसंगतां पुरस्कृत्य यः साम्यमवलम्बते । परमानन्दजीवातौ योगेऽस्य क्रमते मतिः ॥८५॥ : અર્થ : જે પુરુષ નિઃસંગતાને આગળ કરીને, સામ્યગુણનો આશ્રય કરે છે, તે પુરુષની બુદ્ધિ પરમાનંદને જીવન આપનારી યોગવિદ્યામાં પ્રવેશ કરે છે. ': વિવેચન : પરમાનંદનું જીવન એટલે મોક્ષ. પરમાનંદનું જીવન એટલે મુક્તિ. એ મોક્ષ, એ મુક્તિ મળે છે “યોગ'ની આરાધનાથી, સમતાયોગ'થી. એ સમતાયોગ'ની પ્રાપ્તિ, અધ્યાત્મયોગભાવનાયોગ અને ધ્યાનયોગની પ્રાપ્તિ થયા પછી થાય છે. સમતાયોગ એટલે અવિઘાકલ્પિત ઈષ્ટાનિષ્ટ વસ્તુઓમાં સમ્ય જ્ઞાનથી સમતા રાખવી. અર્થાત્ ઈષ્ટમાં રાગ નહીં, અનિષ્ટમાં દ્વેષ નહીં. પરપદાર્થોની કોઈ અપેક્ષા નહીં. આવો સમાયોગ એ પુરુષને પ્રાપ્ત થાય છે કે જે નિઃસંગ બનીને સામ્યગુણને આત્મસાત્ કરે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - आगे करी निःसंगता, समता सेवत जेहु, रमे परम आनंदरस, सत्ययोग में तेहु. નિઃસંગ બનવું, સંગરહિત બનવું, એ પહેલી વાત છે. જ્યાં સુધી પદ્રવ્ય-પરપુદ્ગલનો સંગ રહે છે, ત્યાં સુધી સમતાગુણ આવતો નથી. પદ્રવ્યના સંગમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના રહે જ છે. ઇષ્ટ-અનિષ્ટની કલ્પનામાં રાગ-દ્વેષ આવે જ. એટલે નિઃસંગ બનવું અનિવાર્ય છે. - સામ્યયોગી પરમાનંદનો અનુભવ કરે છે. - સામ્યયોગી આત્માનુભૂતિ કરે છે. - ક્રમશઃ એ શાશ્વત્ પરમાનંદનું જીવન પામે છે. ૮૬ KANGANA RANAGARશામ્યશતક Page #98 -------------------------------------------------------------------------- ________________ दंभजादपि निःसंगाद् भवेयुरिह संपदः । निःछद्मनः पुनस्तस्मात् किं दवीयः परंपदम् ॥८६॥ : અર્થ : આ દુનિયામાં ભયુક્ત નિઃસંગતાથી પણ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે, તો જો નિસંગપણે નિષ્કપટ હોય, તો તેનાથી મોક્ષ અતિ દૂર કેમ હોય? અથતિ ન જ હોય. : વિવેચન : દિંભ-સહિત નિઃસંગતા, દંભ-રહિત નિઃસંગતા. ગ્રંથકારે નિઃસંગતા બે પ્રકારની બતાવી છે. અને ત્યાં સુધી કહ્યું છે કે દંભ-સહિત આચરેલી નિઃસંગતાથી પણ સંપત્તિઓ પ્રાપ્ત થાય બહારથી દેખાવની) નિઃસંગતા હોય, પરંતુ હદય નિઃસંગ ન હોય. બહારથી વિરક્તિ હોય પરંતુ અંતઃકરણ વિરક્ત ન હોય. આને દંભસહિત નિઃસંગતા કહેવાય. આવી નિઃસંગતા જોઈને પણ આ દુનિયાના ભોળા-સરળ જીવી ઝુકી જાય છે અને એવા દંભી નિઃસંગીઓના ચરણે સંપત્તિ ધરી દે છે. ગ્રંથકાર કહે છે કે જો દંભી નિ સંગીઓ સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે, તો પછી જેઓ ખરેખર, દંભરહિત નિઃસંગી હોય તેમને મુક્તિની સંપત્તિ, પરમપદની સંપત્તિ કેમ ન મળે? અથ મળે જ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - दंभजनित असंगता इहभव के सुख देत, ' રંગરહિત નિઃસંતા, શોને દૂર સુd હેત. ગ્રંથકાર આચાદવ, સાચી આંતર નિઃસંગતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે. જે નિઃસંગતાના પરિણામે સાચો સામ્યભાવ પ્રાપ્ત થાય અને એ સામ્યભાવના પરિણામે ‘સમતાયોગની પ્રાપ્તિ થાય. સમતાયોગમાં સ્થિર થઈ, આત્મા કર્મરહિત બને અને પરમાનંદની પ્રાપ્તિ કરે. શાખ્યશતક ૮૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ संगावेशान्निवृत्तानां मा भून्मोक्षो वशंवदः । यत्किंचन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ॥८७॥ |ઃ અર્થ : સંગના આવેશથી નિવૃત્ત થયેલા પુરુષોનો, ભલે કદી મોક્ષન થાય, પરંતુ તેમને જે સુખ મળે છે, તે અનિર્વચનીય હોય છે. : વિવેચનઃ | નિઃસંગ પુરુષોની મુક્તિ જલ્દી થતી હોય છે, છતાં કદાચ કોઈની મુક્તિ મોડી થાય તો પણ એમને જે આંતરસુખ હોય છે, એ સુખનું વર્ણન શબ્દોમાં કરી શકાય એવું નથી હોતું. પ્રશમરતિ' ગ્રંથમાં ભગવાન ઉમાસ્વાતીએ કહ્યું છે - यत् सर्वविषयकांक्षोद्भवं सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं मुधैव लभते विगतरागः ॥१२४॥ સર્વ વિષયોની આકાંક્ષામાંથી પેદા થતું જે સુખ રાગી (સંગી) જીવને મળે છે, એનાથી અનંત કોટિગુણ સુખ રાગરહિત (નિસંગ) જીવને મળે છે.” નિઃસંગ-વિરક્ત આત્માને જે સુખ મળે છે, તેનું શબ્દોમાં વર્ણન થઈ શકતું નથી. તે અનુભવગમ્ય હોય છે. એવી રીતે તીવ્ર આસક્તસંગાવેશવાળો જીવ જે દુઃખ પામે છે, તે દુઃખનો એક અંશ પણ નિઃસંગ વિરક્તજીવને સ્પર્શતો નથી. નિઃસંગ અને વિરક્ત આત્માનું વર્ણન પ્રશમરતિમાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે જેમણે વેદ અને કષાયોને શાંત કરી દીધા છે, જેઓ હાસ્ય, રતિ, અરતિ અને શોકમાં સ્વસ્થ રહે છે, જેઓ ભય અને નિંદાથી પરાજિત થતા નથી, આવા મહાત્માઓને જે સુખ હોય છે, તેવું સુખ બીજાઓને કેવી રીતે હોય? અને એ સુખનું શબ્દોમાં વર્ણન પણ કેવી "રીતે થઈ શકે ? નિઃસંગ, શાન્ત-ઉપશાન્ત આત્માઓ જે આંતરસુખને અનુભવે છે, તેવું સુખ, અશાન્ત અને અનુપશાન એવા સમ્યમ્ વૃષ્ટિ, જ્ઞાની, બાની અને તપસ્વીઓ પણ અનુભવતા નથી. ૮૮ SARARARARARARARA શાખ્યશતક Page #100 -------------------------------------------------------------------------- ________________ स्फुरत्तृष्णालताग्रंथि-विषयावर्तदुस्तरः । क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ॥८॥ : અર્થ : આ સંસારરૂપ સમુદ્રમાં તૃષ્ણારૂપી લતા-ગ્રંથીઓ સ્કૂરાયમાન થાય છે, વિષયોરૂપ આવતથી તે દુસ્તર છે અને ફ્લેશરૂપ તરંગોની ક્રીડાથી ભયંકર છે. : વિવેચન : આ સંસાર એક મહાસાગર છે. આ મહાસાગરમાં તૃષ્ણાઓની લતાઓ ફેલાયેલી છે. એટલે તરનારાઓ એ લતાઓમાં અટવાઈ જાય છે. તેમના શરીરે એ તૃષ્ણાલતાઓ વીંટળાઈ જાય છે. એવી રીતે આ મહાસાગરમાં ઠેર-ઠેર વિષયોના આવર્ત રહેલા છે. બહુ ખતરનાક હોય છે આ વિષયાવ. જે જીવો એ વિષયાવતમાં ફસાય છે, તેઓ ઊંડા પાણીમાં ડૂબી જાય છે. આ મહાસાગરમાં ફ્લેશોના તરંગો નિરંતર ઉછળ્યા કરે છે. એવા ભયંકર એ તરંગો હોય છે કે જીવાત્માઓ પણ એ તરંગો સાથે ઉછળ્યા કરે છે અને પછડાયા કરે છે ! જાત-જાતના ફ્લેશોમાં જીવો ઉછળ્યા કરે છે અને પછડાયા કરે છે ને ! માટે આ ભવસાગર દુત્તર છે અને ભયંકર છે. આવા ભવસાગરમાં આપણો જીવ અનંતકાળથી ઉછળ્યા કરે છે ને પછડાયા કરે છે. જ્યારે સાગરમાં ઓટ આવે છે ત્યારે જીવો કંઈક શાન્તિ-સુખ અનુભવે છે. એટલે જીવોને થોડું ગમે છે, અને એ વખતે તરી જવા ઇચ્છતા નથી! . ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - तिसना विदुम वल्लिघन, विषय घुमर बहु जोर, भीम भयंकर खेद जल,, भवसागर चिहुं ओर. (વિષય-ઘુમર' એટલે વિષયાવ. ભીમ ભયંકર ખેદ જલએટલે લેશોના ભયંકર તરંગો. ‘તિસના' એટલે તૃષ્ણા.) શાખ્યશતક (GSWAMINARARARARA ૮૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ विगलद् बंधकर्माणमद्भुतां समतातरीम् । आरुह्य तरसा योगिन् तस्य पारीणतां श्रय ॥८९॥ : અર્થ : હે યોગી, જે નાવડીના બંધકર્મ (લંગર) તૂટી ગયો છે, એવી સમતા (સામ્ય) રૂપ અદ્ભુત નાવડીમાં બેસી, જલ્દી ભવસાગર તરી જા. .: વિવેચન : ભવસાગર તરવો છે? ભવસાગર જલ્દી તરવો છે? તો સમતાની નાવડીમાં બેસીને તારી શકશો. ભલે આ ભવસાગરમાં સર્વત્ર તૃષ્ણાની લતાઓ પથરાયેલી હોય, તારે એ લતાઓનો સ્પર્શ તો નહીં જ કરવાનો, મનમાં ય એ લતાઓનું ચિંતન નહીં કરવાનું. ભલે ભવસાગરમાં અનેક વિષયાવત આવે, તારે આંખો બંધ કરીને સમતાની નૈયામાં બેસી રહેવાનું. એ આકર્ષક આવતમાં સ્નાન કરવાની ઇચ્છા પણ નહીં કરવાની. ભલે ભવસાગરમાં ફ્લેશના તરંગો આકાશને આંબવા ઉછળતા હોય, તારે તારી સામ્યભાવની નૈયામાં દ્રઢતાથી બેસી રહેવાનું! નૈયામાંથી ઉછળી ના પડાય, એવી કાળજીથી નૈયાને સજ્જડ પકડી રાખીને બેસી રહેવાનું. આવી રીતે ભવસાગરને યોગી' જ તરી શકે. એટલે ગ્રંથકારે આ તરવાની વાત યોગીને કરી છે. તૃષ્ણાઓ અને વિષયોથી યોગી જ અલિપ્ત રહી શકે ! ભયંકર લેશોના તરંગો વચ્ચે યોગી જ નિર્ભય રહી શકે. ભવસાગર તરવાનું કામ ભોગીનું નહીં, યોગીનું જ છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી, આ નાવડીને અઢાર હજાર શીલાંગના પાટીઆઓથી સજ્જ કરીને એમાં બેસવાનું કહે છે - चाहे ताको पार तो, सज कर समतानाउ, शील अंग द्रढ़ पाटीए सहस हजार बनाउ. ૯૦ NSS NSS શામ્યશતક Page #102 -------------------------------------------------------------------------- ________________ शीर्णपर्णाशनप्रायैर्यन्मुनिस्तप्यते तपः । औदासीन्यं विना विद्धि, तद्भस्मनि हुतोपमम् ॥१०॥ : અર્થ : સુકાં પાંદડાંનો આહાર કરવારૂપ જે તપ મુનિજન કરે છે, તે તપ, સમતા વિના કરવામાં આવે, તો તે રાખમાં હોમેલા પદાર્થ જેવો સમજો. : વિવેચન : કોઈ મુનિ વૃક્ષનાં સુક્કાં પાંદડાં ખાઈને તપ કરે, કોઈ મુનિ વાયુનું ભક્ષણ કરીને તપ કરે, કોઈ મુનિ અનેક વર્ષો સુધી આયંબિલનો તપ કરે. કોઈ મુનિ માસખમણના પારણે માસખમણ કરે... પરંતુ જો સમતા વિના, સમભાવ વિના આ તપ કરે છે તો તેનું કોઈ મૂલ્ય નથી. રાખમાં નાંખેલા ઘીની જેમ નિરર્થક છે. ભલે તમે સમ્યગૃષ્ટિ હો, ભલે તમે જ્ઞાની-ધ્યાની હો, કે ભલે મહાત્ તપસ્વી હો, તમે જો અનુપશાન્ત છો તો બધું જ વ્યર્થ છે, બધું જ નિરર્થક છે. શું અગ્નિશર્મા તાપસે લાખો માસખમણ નહોતો કર્યો? છતાં એ ભવસાગરને તરી ન શકયો. શાન્ત-ઉપશાન્ત આત્માને જે સુખ આ જન્મમાં મળે છે, તે સુખ નથી તો ચક્રવર્તીને મળતું કે નથી દેવેન્દ્રને મળતું. સાધક આત્મા તો જ શાન્ત-પ્રશાન્ત-ઉપશાન્ત રહી શકે, જો એ લોકચિંતા ત્યજીને આત્મજ્ઞાનના ચિંતનમાં અભિરત રહે, રાગ-દ્વેષ અને કામવિકારો પર વિજય પ્રાપ્ત કરે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ પ્રમાણે અર્થ કરે છે – योगी जे बहु तप करे, खाइ जुरे तस्पात, उदासीनता विनु भसम, हुति में सो भी जात. ઉદાસીનતા - સમભાવ વિના બધી જ સાધના-આરાધના વ્યર્થ છે, એમ ગ્રંથકાર કહે છે. એ ઉદાસીનતાને સિદ્ધ કરવા પ્રયત્ન કરતા રહો. શામ્યશતક ( ૯૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ येनैव तपसा प्राणी मुच्यते भवसंततेः । तदेव कस्यचिन्मोहाद् भवेद् बन्धनिबन्धनम् ॥९१॥ અર્થ : જે તપથી જીવાત્મા આ સંસારપરંપરાથી મુક્ત થાય છે, તે જ તપ, મોહના કારણે કોઈ પુરુષના સંસારબંધનનું કારણ થાય છે. .: વિવેચન : તપથી સંસારને તરી શકાય છે. તપથી સંસારમાં ડૂબી શકાય છે ! જે તપ મોહનાં બંધન તોડવા માટે થાય, તે તપથી સંસારને તારી જવાય છે. જે તપ મોહથી પ્રેરિત થઈને કરાય, તે તપથી સંસારમાં ડૂબી જવાય છે. તપ ક્રોધથી થાય, જેમ અગ્નિશમ. તપ અભિમાનથી થાય, જેમ બાહુબલી. તપ માયાથી થાય, જેમ મલ્લીનાથનો પૂર્વભવ. તપ લોભથી થાય, જેમ દ્રોપદીનો પૂર્વભવ. બાહુબલીને તો એમની બે બહેન-સાધ્વીઓ પ્રતિબોધ કરનારી મળી હતી, એટલે એ બચી ગયા ને ભવસાગર તરી ગયા ! પરંતુ અગ્નિશમ ભવસાગરમાં ડૂબી ગયો. મલ્લીનાથ ભલે “સ્ત્રીનો અવતાર પામ્યા, પણ તીર્થંકર નામકર્મ બાંધી લીધું હતું એટલે ભવસાગર તરી ગયા.... અને દ્રૌપદીને પાંચ પતિ મળ્યા હતા, છતાં એના મહાસતીત્વે એને બચાવી લીધી. તપ માત્ર કર્મનિર્જરાની ભાવનાથી કરવાનો છે. આત્મવિશુદ્ધિ માટે કરવાનો છે. કોઈ ભૌતિક આશંસાથી તપ નથી કરવાનો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છેઃ छूटे भव के जालथें जीनहि तप करी लोक, सो भी मोहे काहे कुं, देत जनमको शोक. ભવપરંપરાથી મુક્ત થવા તપ કરો, મોહથી નહીં ૯૨ SRI RAMAKRAN શાખ્યશતક Page #104 -------------------------------------------------------------------------- ________________ संतोषः संभवत्येष विषयोपप्लवं विना । तेन निर्विषयं कंचिदानन्दं जनयत्ययम् ॥१२॥ : અર્થ : વિષયોના ઉપદ્રવ વિના એવો સંતોષ ઉત્પન્ન થાય છે કે જેથી એ સંતોષ, વિષય વિના કોઈ અનિર્વચનીય આનંદ આપે છે. : વિવેચન : | વિષયોનો ઉપદ્રવ શાન્ત થાય ત્યારે સંતોષનું સુખ મળે. એ સંતોષ, આત્માને કોઈ દિવ્ય આંતરસુખ આપે છે. જો તમારે દિવ્ય આંતરસુખ અનુભવવું છે, તો તમારે સંતોષગુણને પ્રાપ્ત કરવો જ પડશે. એ સંતોષને મેળવવા તમારે વિષયો (પાંચ ઇન્દ્રિયોના) પ્રત્યે વિરક્ત બનવું પડશે. વિષયવિરક્તિ માટે તમારે તપશ્ચર્યાનું આલંબન લેવું પડશે. તપશ્ચર્યા દ્વારા વિષયોનો માનસિક ઉપદ્રવ શાન્ત કરી શકાય છે. બાહ્ય તપશ્ચર્યા અને અત્યંતર (આંતરિક) તપશ્ચર્યા કરતા રહો અને વિષયો તરફ અનાસક્ત બનતા રહો. વિષયોની અભિરુચિથી ધીરેધીરે મુક્ત બનો. • ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - विषयउपद्रव सब मिटयो, होवत सुख संतोष, ताते विषयातीत है, देत शान्तरस पोष. - ‘મનમાંથી વિષય ઉપદ્રવ દૂર થઈ ગયો, મનમાં સુખ-સંતોષ વ્યાપ્ત થઈ ગયો. પરમ શાન્તરસનો અનુભવ થયો !' ‘શાન્તરસની અનુભૂતિ સંતોષથી જ થઈ શકે છે. સંતોષ તો જ સ્થિર રહે, વિષય-ઉપદ્રવ મટી જાય ! વિષયોનો ઉપદ્રવ ન જોઈએ. તે તે યોગ્ય સમયે તમે વિષયોનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકો છો, પરંતુ ઉપદ્રવ ન જોઈએ. વિષયોની તીવ્ર આસક્િત ઉપદ્રવ પેદા કરે છે; પછી સંસારી હોય કે સાધુ હોય. વિષયાતીત આનંદ કહો, અનિર્વચનીય સુખ કહો કે શાન્તરસ કહો - આ બધાની પ્રાપ્તિ સંતોષથી થાય છે. શાખ્યશતક GSWANASKANKAR ૯૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ वशीभवन्ति सुन्दर्यः पुंसां व्यक्तमनीहया । यत्परब्रह्मसंवित्तिनिरीहं श्लिष्यति स्वयम् ॥१३॥ : અર્થ : નિસ્પૃહ પુરુષને પરબ્રહ્મની સંવિત્તિ (જ્ઞાન) સ્વયં જ આલિંગન કરે છે. જેમ સ્પૃહારહિત મનુષ્યને સુંદર સ્ત્રીઓ સ્વયં જ વશ થાય છે, એ વાત સ્પષ્ટ છે. : વિવેચન : આ જગતમાં એવો નિયમ છે કે જે પુરુષ, સુંદર સ્ત્રીની સ્પૃહા નથી રાખતો તેને સુંદરીઓ સ્વયં વશ થાય છે. સ્પૃહા રાખનાર પુરુષની ચતુર સ્ત્રીઓ ગરજ સમજી જાય છે. તેથી તેના તરફ અનાદર બતાવતી જાય છે. છેવટે એ આસક્ત પુરુષને વશ કરીને, પોતે સ્વતંત્ર-સ્વચ્છેદી બનતી જાય છે. પરંતુ જો પુરુષ નિઃસ્પૃહ રહે તો સુંદરી સ્વયં જ વશ થાય છે. આ લૌકિક દ્રષ્ટાંત આપીને ગ્રંથકાર કહે છે નિઃસ્પૃહ વિષયોની સ્પૃહા વિનાના) પુરુષને પરબ્રહ્મની સંવિત્તિ સ્વયં જ આલિંગન આપે છે ! એને વશ થાય છે. અર્થાત્ વિષયોમાં અનાસક્ત આત્માને સ્વયં જ પરબ્રહ્મનું જ્ઞાન થાય છે. વિષયો પ્રત્યે નિઃસ્પૃહ બનો. - યાદ રાખો પર મહાકુ ઉં, નિઃસ્પૃહત્વે મહાકુલમાં પરસ્પૃહા મહા દુઃખ છે. નિઃસ્પૃહતામાં જ મહાસુખ છે.' - જો તમે ને સ્પૃહ છો તો આ જગતને તૃણ સમાન ગણો. - જો તમે વિદ્વાન છો તો તમારા ચિત્તારમાંથી સ્પૃહાને કાઢી મૂકો. - જો તમે જ્ઞાની છો તો જ્ઞાનના દાતરડાથી સ્પૃહાની વિષવેલને કાપી નાંખો. – નિઃસ્પૃહ મહાત્મા ભલે ભૂમિ પર સુઈ જાય, ભિક્ષા લાવીને ભોજન કરે, જીર્ણ વસ્ત્રો પહેરે અને જંગલમાં રહે, છતાં એને ચક્રવર્તી કરતાં પણ વધારે સુખ હોય છે. - નિઃસ્પૃહ મહાત્મા વિચારે છેઃ હવે મારે આત્મસ્વભાવ સિવાય કંઈ જ મેળવવાનું બાકી નથી. બીજું કાંઈ ન જોઈએ.” બ્ર ૯૪ GANGASARAN શામશતક Page #106 -------------------------------------------------------------------------- ________________ सूते सुमनसां कंचिदामोदं समतालता । यद्वशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणः ॥९४॥ : અર્થ : સમતાલતા સારા મનવાળાને કોઈ સુગંધ આપે છે, જે સુગંધના કારણે નિત્ય વૈર રાખનારા પ્રાણીઓ પણ મૈત્રીની સૌરભ પ્રાપ્ત કરે છે. : વિવેચન : તમે સારા મનવાળા જો છો, તો સમતા તમારા મનને એવી દિવ્ય સુગંધથી ભરી દેશે કે એ સુગંધના પ્રતાપે નિત્ય વૈરી એવાં પ્રાણીઓમાં પણ મૈત્રીભાવની સૌરભ ઉત્પન્ન થશે. અર્થાત્ વૈરભાવથી ભરેલા જીવો પણ તમારી પાસે આવતાં, મૈત્રીભાવ ધારણ ક૨શે. એમનો વૈરભાવ દૂર થઈ જશે. પહેલી વાત કરી છે સારા મનની ! તમારું મન સારું છે ? જો મન સારું હશે તો, સ્વચ્છ હશે તો સમતા-લતાની સુગંધ એમાં ભરી શકાશે. સમતા-લતાની સુગંધ એમાં ટકશે ! તમે સુગંધમય બની જશો. તમારા અણુ-અણુમાં સમત્વની સુવાસ પ્રસરી જશે... પછી જે કોઈ તમારા સંપર્કમાં આવશે તેના ઉપર જાદુઈ અસર થશે ! એનામાં રહેલા વૈરવિરોધ નામશેષ બની જશે અને એ પણ મૈત્રીભાવથી છલકાઈ ઉઠશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - दे परिमल समतालता, वचन - अगोचर सार, नित्य वैरी भी ज्यां वसे, लहत प्रेममहकार. જે પશુઓ અને જે મનુષ્યોના મનમાં હંમેશાં વૈરભાવ રહે છે, એવા જીવો પણ, સમત્વભાવથી ઓતપ્રોત બનેલા મહાત્માઓના પરિચયમાં આવતાં, વૈરભાવને ભૂલી જાય છે. તેમનામાં પણ મૈત્રીભાવ પ્રગટે છે. સામ્યભાવનો આ પ્રભાવ જાણીને, મુમુક્ષુ આત્માએ એ સામ્યભાવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. શામ્યશતક ॐ ૯૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ साम्यब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षवः । मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ॥९५॥ : અર્થ : સામ્યરૂપ બ્રહ્માસ્ત્રને લઈને, મુમુક્ષુઓ ! મોહરૂપ રાક્ષસરાજની આ માયાવી સેના ઉપર વિજય મેળવો. : વિવેચન : મોહ રાક્ષસરાજ છે. રાક્ષસરાજની સેના ઘણી માયાવી હોય છે. માયાવી સેના ઉપર વિજય મેળવવો ઘણો-ઘણો અઘરો હોય છે. મોહ રાક્ષસરાજ છે, અને એની સેના ભયાનક માયાવી છે. એ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ-અતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ... આ બધી સેના છે મોહની. એક-એક ઉપ૨ વિજય મેળવવો મહામુશ્કેલ છે. આ બધા માયાવી છે, એટલે જુદાં જુદાં રૂપ કરી શકે છે, જીવાત્માને છેતરી શકે છે. એટલે આ બધાં ઉપર વિજય મેળવવો અશકય લાગે છે. છતાં જો મુમુક્ષુ આત્મા પાસે સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર આવી જાય તો એ માયાવી સેના પર વિજય મેળવી શકે છે. સામ્યભાવ એ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્રની આગળ માયાવી સેનાનું કંઈ ઉપજતું નથી ! બ્રહ્માસ્ત્રથી ત્રણ ભુવન પર વિજય મેળવી શકાય છે. જો તમે મુમુક્ષુ છાં, મોક્ષ મેળવવાની ઇચ્છાવાળા છો, તો તમારે આ સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર પાસે જ રાખવું જોઈએ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે सेना राखस मोह की, जीपे सुखे प्रबुद्ध. બ્રહ્મ-શસ્ત્ર ો છેì, સમતા અંતર શુદ્ધ. જો તમે મુમુક્ષુ હશો તો જ સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર તમારી પાસે આવશે અને રહેશે. અને તો જ મોહ-રાક્ષસરાજની માયાવી સેનાને પરાજિત કરી શકશો. શામ્યશતક Page #108 -------------------------------------------------------------------------- ________________ मा मुहः कवि संकल्पकल्पितामृतलिप्सया । निरामयपदप्राप्त्यै सेवस्व समतासुधाम् ॥१६॥ : અર્થ : હે આત્મન, કવિજનોએ મનના સંકલ્પોથી કલ્પેલા અમૃતને મેળવવાની ઈચ્છાથી મોહ ન પામ, પરંતુ મોક્ષપદની પ્રાપ્તિ માટે સમતારૂપ અમૃતનું સેવન કર, : વિવેચન : સાહિત્યના ગ્રંથોમાં કવિઓની કલ્પનાઓ પ્રસિદ્ધ છે. કવિજનો સ્ત્રીઓના અધરમાં અમૃતની કલ્પના કરે છે. મોહમૂઢ જીવો એ કલ્પનાને સાચી માની લે છે અને એ અમૃત પીવા દોડે છે. ખરેખર, એ સ્ત્રીઓના અધરોમાં અમૃત નથી હોતું, હલાહલ ઝેર હોય છે. પરંતુ મોહમૂઢ જીવોને કોણ સમજાવે? તેઓ એ હલાહલ ઝેરને અમૃત માનીને પીએ છે, મરે છે અને દુર્ગતિમાં ચાલ્યા જાય છે. ગ્રંથકાર એવા કવિ-કલ્પિત અમૃત પીવાની ના પાડે છે. તેઓ તો સમતારૂપ અમૃતનું પાન કરી, અમૃતમય બનવાની પ્રેરણા આપે છે. નિરામયપદ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપે છે. તમારે મોક્ષપદ જોઈએ છે ? તમારી મુક્તિનો આનંદ જોઈએ છે? તમારે નિરામયપદની પ્રાપ્તિ કરવી છે? તો તમે જ્ઞાનીપુરુષોએ બતાવેલી સમતા-સુધાનું પાન કરતા રહો. પેલી કવિકૃત કલ્પનાઓના અમૃતને દૂરથી ત્યજી દો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - कवि-मुख-कल्पित अमृत के, रसमें मुझत कांही? भजो एक समतासुधा, रति धरी शिवपदमांही. એ સમતા-સુધાનું પાન કરવા - - અનિત્ય વગેરે ૧૨ ભાવનાઓ ભાવતા રહો, - મૈત્રી વગેરે ચાર ભાવનાઓ ભાવતા રહો. - યોગગ્રંથોનું અધ્યયન-પરિશીલન કરતા રહો. શામ્યશતક feat . ૯૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ योगग्रंथमहांभोधिभवमथ्य मनोमथा । साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिम् ॥१७॥ : અર્થ : હે આત્મનું, યોગગ્રંથરૂપ મહાસાગરને મનરૂપ રવૈયાથી મંથન કર અને સમતારૂપ અમૃતને પ્રાપ્ત કરી તત્કાળ સુખી થા. .: વિવેચન : તત્કાલ માનસિક સુખ જોઈએ છે? તત્કાલ મનના ફલેશોથી મુક્ત થવું છે? તો યોગના ગ્રંથો, યોગના શાસ્ત્રોનું અધ્યયન, મનન, ચિંતન કરી, મનના રવૈયાથી મંથન કરી, સમતામૃતને પ્રાપ્ત કરે અને એ સમતામૃતનું પાન કર. યોગના ગ્રંથો મહાસાગર જેવા છે ! મહાસાગરનું મનના મેરુથી મંથન કરો, તો સમતામૃતની પ્રાપ્તિ થશે અને એ સમતામૃતનું પાન કરી તમે પરમસુખનો અનુભવ કરશો. જો આ ગ્રંથની રચના કરનાર આચાર્યદવે, અનેક યોગગ્રંથોનું અધ્યયન-મનન-મંથન કરીને આ ગ્રંથની રચના કરી છે. એટલે આપણને તો તૈયાર જ અમૃત-પ્યાલો મળી ગયો છે! બસ, એ અમૃતનું આપણે પાન કરીએ, પાન કરતા રહીએ, એ જ જરૂરી છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - योगग्रंथ जलनिधि मथो, करी मन को मंथान, समता अमृत पाई के अनुभव रस को जान. જ્યારે જ્યારે મન અશાન્ત થાય, બેચેન થાય, ઉદ્વિગ્ન થાય, ત્યારે આ ‘સામ્યશતક'ને હાથમાં લો અને એના ગમે તે ચાર-પાંચ શ્લોકનું એકાગ્રતાથી વાંચન-મનન કરો. તમને તત્કાલ શાન્તિ-સમતા મળશે. તમે સ્વસ્થ બનશો. ૯૮ , શામ્યશતક Page #110 -------------------------------------------------------------------------- ________________ मैत्र्यादिवासनामोदसुरभीकृतदिङ्मुखम् । पुमांसं ध्रुवमायान्ति, सिद्धि गांगनाः स्वयम् ॥१८॥ મૈત્રી વગેરેની વાસનારૂપ સુગંધથી, જેણે દિશાઓનાં મુખ સુવાસિત કરેલાં છે, એવા પુરુષની પાસે સિદ્ધિઓરૂપ ભમરીઓ સ્વયે અવશ્ય આવે છે. : વિવેચન : મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય – આ ચાર ભાવનાઓ ભાવતાં ભાવતાં જ્યારે એ વાસનારૂપ બની જાય છે ત્યારે એની દિવ્ય સુવાસથી દિશાઓ સુવાસિત થઈ જાય છે. એ યોગીપુરુષની આસપાસની દુનિયા સુવાસિત થઈ જાય છે. આવા મૈત્રી આદિ ભાવનાઓથી સભર યોગીપુરુષોની પાસે સિદ્ધિઓ સ્વયં આવે છે. તેઓને સિદ્ધિઓ મેળવવા સાધના કરવી પડતી નથી. જેવી રીતે પુષ્પોની સુવાસથી આકર્ષિત થઈને ભ્રમરીઓ એ પુષ્પો પાસે આવે છે, ગુંજારવ કરે છે, તેવી રીતે મૈત્રાદિ ભાવનાઓથી સુવાસિત મહાત્માઓના ચરણે અનેક સિદ્ધિઓ સ્વયં આવી રહે છે. સામ્યભાવની સાધના એટલે આ ચાર ભાવનાઓ ! આ મૈત્રી વગેરે ચાર ભાવનાઓથી તમે ભાવિત થયા એટલે સામ્યભાવ સિદ્ધ થયો સમજો. એટલે, જો તમારે સામ્યભાવ સિદ્ધ કરવો છે તો આ ચાર ભાવનાઓ ભાવતા રહો. - સહુ જીવોનું હિત થાઓ, કલ્યાણ થાઓ. - સહુ જીવોનું સુખ જોઈને હું રાજી છું. - સહુ જીવોનાં દુઃખો નાશ પામો. - સહુ જીવોના દોષો-પાપો દૂર થાઓ. પ્રતિદિન ત્રિકાળ આ ભાવનાઓ ભાવો. સર્વ જીવો પ્રત્યે તમારા ભાવ નિર્મળ બનશે. “આત્મવત્ સર્વભૂતેષુની ભાવના ચરિતાર્થ બનશે. શાશતક ૯૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसंभ्रमम् ।। कोपादिव विमुंचन्ति स्वयं कर्माणि पुरुषम् ॥१९॥ : અર્થ : ઉદાસીનતાથી ઉલ્લાસ પામતા મૈત્રીગુણથી પવિત્ર થયેલા, સંજમથી રહિત એવા પુરુષને કર્મો સ્વયે જ જાણે રોષથી છોડી દે છે ! : વિવેચન : ઉદાસીનતા એટલે સામ્યતા. સામ્યતાને અને મૈત્રીભાવને ગાઢ સંબંધ છે. કમને આ સામ્યતા-મૈત્રીની યુતિ પ્રત્યે ઘોર દુશ્મની છે ! એટલે જે આત્મા આ યુતિને પોતાનામાં પ્રતિષ્ઠિત કરે છે, કમ એ આત્માનો ત્યાગ કરી દે છે ! તમારે તમારામાં અનાદિકાળથી રહેલાં કમને હાંકી કાઢવા છે? તો બીજી કોઈ ધમાલ ન કરો. એક જ કામ કરો. સામ્યતા અને મૈત્રીની યુતિને તમારા હૃદયમાં સ્થાપિત કરી દો ! કર્મોને આ યુતિ દીઠી નથી ગમતી. જ્યારે સામ્યતા અને મૈત્રી તમારામાં પ્રતિષ્ઠિત થશે ત્યારે તમારામાંથી ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન અને ભ્રાન્તિ - આ દોષો ભાગી જશે. અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા તત્ત્વશ્રવણ અને સૂક્ષ્મબોધ - આ ગુણો પ્રગટ થશે. સૌમ્યતા-પ્રશમગુણ આવે એટલે મૈત્રીભાવ આવે જ. સર્વે જીવો પ્રત્યે, સમગ્ર જીવસૃષ્ટિ તરફ મૈત્રીભાવ વ્યાપક બને છે. આ જીવસૃષ્ટિમાં એકાદ જીવ પ્રત્યે પણ શત્રુતા નથી રહેતી. ‘આ વિશ્વમાં મારો કોઈપણ જીવ શત્રુ નથી. સર્વે જીવો મારા મિત્ર છે.. સર્વે જીવોનું હિત થાઓ. સર્વે જીવો સુખી થાઓ.” આ ભાવનાથી સૌમ્ય આત્મા સભર બનેલો હોય છે. આવા આત્માઓ જલ્દીથી કર્મમુક્ત બને છે. કર્મનાં બંધનો સ્વતઃ તૂટી પડે છે. આત્મા શુદ્ધ-બુદ્ધ-મુક્ત બને છે. % ૧૦૦ RANAGAR NARAN શાખ્યશતક Page #112 -------------------------------------------------------------------------- ________________ योगश्रद्धालवो ये तु नित्यकर्मण्युदासते । प्रथमे मुग्धबुद्धीनामुमयभ्रंशिनो हि ते ॥१०॥ : અર્થ : જે પુરુષો માત્ર યોગ' ઉપર શ્રદ્ધા રાખીને, બીજો આવશ્યક ધર્મકૃત્યો તરફ ઉદાસ રહે છે, તેઓ મૂMશિરોમણિ છે. તેઓ ઉભય ભ્રષ્ટ થાય છે. .: વિવેચન : સાવધાન રહો! ‘માત્ર યોગસાધનાના વિશ્વાસે રહી, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પરમાત્મપૂજન આદિ આવશ્યક ધર્મકૃત્યોનો ત્યાગ ન કરી દેશો. નહીંતર તમે મૂર્ખ બનશો. અધ્યાત્મમાર્ગે છેતરાઈ જશો. આ ભવ અને પરભવમાં ભ્રષ્ટ થશો.' ગ્રંથકારે શતાબ્દિઓ પૂર્વે આ સાવધાની આપી છે ! આજે વર્તમાનકાળે, અપાંત્ર અને અયોગ્ય જીવો જ્યારે એકાદ-બે ધ્યાન ક્રિયાઓ શીખી લે છે, એક-બે કલાક એક આસને બેસી યૌગિક ક્રિયાઓ કરી લે છે, તેઓ લગભગ આવશ્યક ધર્મક્રિયાઓ છોડી દે છે ! એ ક્રિયાઓ કરનારાઓ તરફ નફરતભરી દ્રષ્ટિથી જુએ છે. ધ્યાનાભિમાન અને યોગાભિમાનથી ઉન્મત્ત બની, અધ્યાત્મમાર્ગને દૂષિત કરે છે. આ અભિમાન એમનું શતમુખી પતન કરે છે. આવશ્યક ક્રિયાઓ પ્રતિદન કરવી જોઈએ, ભાવપૂર્વક કરવી જોઈએ, ઉપયોગપૂર્વક કરવી જોઈએ. ધ્યાન’ અને ‘યોગ’ એ ધર્મક્રિયાઓમાં પૂરક બનવાં જોઈએ, બાધક નહીં. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - शुद्ध योगश्रद्धान करी, नित्य करम को त्याग, प्रथम करे जो मूढ़ सो, उभय भ्रष्ट निर्भाग. થોડીક ઉપરછલ્લી યોગક્રિયાઓ કરીને યોગી નથી બની જવાતું કે થોડી ધ્યાન-પ્રક્રિયાઓ શીખીને ધ્યાન નથી બની જવાતું. શામશતક , ૧૦૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ प्रातिहार्यमियं धत्ते निवृत्तिनिवृत्तिश्रियः । य एव रोचतेऽमुष्यै तां स एव हि पश्यति ॥१०॥ : અર્થ : આ નિવૃત્તિ (ઉપરતિ) મોક્ષલક્ષ્મીની પ્રતિહારીનું કામ કરે છે. તેથી જે પુરુષ એ નિવૃત્તિને ગમે છે, તે પુરુષ મોક્ષલક્ષ્મીનું દર્શન કરી શકે છે. .: વિવેચન : તમારે મોક્ષલક્ષ્મીનાં દર્શન કરવાં છે? તમારે શિવસુંદરીનાં દર્શન કરવાં છે ? તો તમારે, એની પ્રતિહારી (દ્વારપાલ) ને સાધવી પડશે. એ પ્રતિહારીને તમે ખુશ કરી શકો, એ તમારા પર રીઝી જાય તો તમને મોક્ષલક્ષ્મીનાં, શિવસુંદરીનાં દર્શન કરાવી દે ! એ પ્રતિહારી છે નિવૃત્તિ ! ઉદાસીનતા ! સૌમ્યતા ! તમે નિવૃત્ત બનો, ઉદાસીન બનો, સૌમ્ય બનો, શાન્ત-ઉપશાન્ત બનો, તો તમને મોક્ષપ્રાપ્તિ થતાં વાર નહીં લાગે. તમને મુક્ત થતાં વાર નહીં લાગે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ લખ્યું છે - निवृत्ति ललना कुं सहज, अचारेजकारी कोउ, जो नर याकुं रुचत है याकुं देखे सोउ. તમારે પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસતિથી નિવૃત્ત બનવું પડશે. તમારે સંસારવાર પ્રત્યે ઉદાસીન બનવું પડશે. તમારે કષાયોને શાન્ત કરી, ઉપશમરસમાં લીન બનવું પડશે. એ માટે આ દુનિયાના તમામ સંબંધોના વળગણોથી વેગળા બની જવું પડશે ! બસ, પછી તમારે કંઈ જ કરવાનું, સાધવાનું, આરાધવાનું બાકી નહીં રહે. તમે કૃતકૃત્ય-કૃતાર્થ બની શકો. તમે પરમ સુખમય, પરમાનંદમય બની જશો. તમે નિવૃત્તિના પ્રિયતમ બની જાઓ! ૧૦૨ (ISecretariation શામ્પશતક Page #114 -------------------------------------------------------------------------- ________________ अहो, वणिक्कला कापि मनसोऽस्य महीयसी । निवृत्तितुलया येन, तुलितं दीयते सुखम् ॥१०२॥ અર્થ : અહો! મનની આ વણિક કળા કેવી મોટી છે કે જેમને નિવૃત્તિરૂપ ત્રાજવાથી તોળીને, જેટલું જોઈએ તેટલું સુખ આપે છે. .: વિવેચન : મન, નિવૃત્તિના ત્રાજવે સુખને તોલે છે ! જેમ વેપારી ત્રાજવે તોલીને વસ્તુ આપે છે તેમ ! તમારે ખરેખરું આંતરસુખ જોઈએ તો તમને એ સુખ તમારું મન આપશે. નિવૃત્તિના ત્રાજવે તોલીને આપશે ! તમે કેટલા નિવૃત્ત છો, ઉદાસીન છો, પ્રશાન્ત છે. સૌમ્ય છો, એના પ્રમાણમાં તમને આંતર આત્મસુખ મળશે. બહારની દુનિયામાં સુખ શોધવાનું છોડો. દુનિયાનાં વૈષયિક સુખો શોધવાથી નથી મળતાં, એ સુખો તો પુણ્યકર્મને આધીન છે. તમારા પુણ્યકર્મના ઉદય મુજબ એ સુખો આવી મળશે. જ્યારે આંતર આત્મસુખ સૌમ્યભાવથી-ઉદાસીન ભાવથી જ મળશે. સૌમ્યભાવને આત્મસાત્ કરી લેવાનો છે. પળેપળની આત્મજાગ્રતિથી સૌમ્યભાવ ટકી શકે છે. કષાયો ને નો-કષાયોના હુમલા જીવનમાં આવ્યા જ કરે છે. એની સામે સૌમ્યભાવ ટકી રહેવો જોઈએ. વિષયોના આકર્ષણોની સામે સૌમ્યભાવ ટકી રહેવો જોઈએ. તો જ સહજ આત્મસુખનો અનુભવ થાય. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - भावत जाकु तत्त्व मन, हो समता रसलीन, ज्यु प्रगटे तुज सहज सुख, अनुभवगम्य अहीन. મનની આ વણિકકલા છે કે એ આંતરસુખ, નિવૃત્તિના ત્રાજવે તોલીને જ આપે છે ! ઓછું-વતું નહીં. માટે મનમાં નિવૃત્તિને, ઉદાસીનતાને કાયમ રાખો. શાખ્યશતક ( ૧૦૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ साम्यदिव्यौषधिस्थेममहिम्ना निहतक्रियम् । कल्याणमयतां धत्ते, मनो हि बहु पारदम् ॥१०३॥ : અર્થ : પારાના જેવું અતિ ચંચળ મન, સામ્યગુણરૂપ દિવ્ય ઔષધિના સ્થિરપણાના મહિમાથી ક્રિયારહિત થઈ, કલ્યાણપણું ધારણ કરે છે. : વિવેચન: મન ‘પારા’ જેવું ચંચળ છે. પારાને બાંધવો, સ્થિર કરવો, હજુ સહેલો છે, મનને બાંધવું, સ્થિર" કરવું ઘણું દુષ્કર છે. છતાં એને બાંધી શકાય છે. સામ્યગુણ'ની દિવ્ય ઔષધિથી મનને બાંધી શકાય છે. શમ-પ્રશમથી જ્યારે મનને બાંધી લેવામાં આવે છે ત્યારે આત્મસ્વરૂપના ચિંતનમાં લીનતા પ્રાપ્ત થાય છે. "તત્ત્વપ્રતિપત્તિ” પ્રાપ્ત થાય છે. - યોગી બનેલો આત્મા વાસનાઓ ઉપર વિજય મેળવે છે. - વિવેક અને પ્રશમભાવથી સભર બને છે. - કષાયો પર વિજય મેળવે છે. – રોગાદિકમાં વિચલિત થતો નથી. - ભવના ભોગોને તુચ્છ સમજે છે. ઇચ્છાઓ નાશ પામે છે. એટલે કિયારહિત બને છે અને પૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ કરે છે. सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुख-दुःखयोः ॥ જે બધું પરવશ છે તે દુઃખ છે, અને જે આત્મવશ છે તે સુખ છે.' આ સાચી સમજણ આવી જાય છે એટલે શમ-પ્રશમભાવ દ્રઢ રહે છે. તેથી આત્મા સ્થિરતાને અનુભવે છે. આવો આત્મા કિયારહિત બની, પૂર્ણકલ્યાણને પ્રાપ્ત કરે છે, અર્થાત્ નિર્વાણ પામે છે. ૧૦૪ ( SSNAGAR RANASAN શાખ્યશતક Page #116 -------------------------------------------------------------------------- ________________ भूयांसि यानि शास्त्राणि, यानि सन्ति महात्मनाम् । इदं साम्यशतं किंचित्तेषामंचलमंचतु ॥१०४॥ અર્થ : મહાત્માઓનાં રચેલાં જે જે ઘણાં શાસ્ત્રો છે, તે તે શાસ્ત્રોના એક-એક પ્રદેશને આ શાખ્યશતક પ્રાપ્ત થાઓ. .: વિવેચન : ગ્રંથકાર કહે છે : ‘આ શામ્યશતક કોઈ મોટો યોગગ્રંથ નથી, કોઈ ધ્યાનગ્રંથ નથી. આ તો એક નાનકડો ગ્રંથ છે, લઘુગ્રંથ છે. પરંતુ જો આ “શાશતક'નું એકાગ્રતાથી અધ્યયન, મનન, ચિંતન કરવામાં આવશે તો એ મોટા યોગગ્રંથોની, અધ્યાત્મગ્રંથોની ગરજ સારશે ! જેઓને મોટાગ્રંથોનું અધ્યયન કરવાની અનુકૂળતા નથી, મોટા ગ્રંથોનું, ગહન-ગંભીર ગ્રંથોનું અધ્યયન કરવાની પ્રજ્ઞા નથી, તેમના માટે આ લઘુગ્રંથ ઘણો ઉપયોગી સિદ્ધ થશે. જે વાતો, જે તત્ત્વો, મોટા ગ્રંથોમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે, એ જ તત્ત્વો આ “શામ્યશતકમાં સંક્ષેપથી કહેવામાં આવ્યા છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - बहुत ग्रंथ नय देख के महापुरुष कृत सार, वजयसिंह सूरि कियो, समता-शतको हार ! આ શાશતકના રચયિતા આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરિજીએ અનેક ગ્રંથોનો સાર લઈને, આ ગ્રંથની રચના કરી છે !” આ વાત જ્યારે ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપાધ્યાયજી કહે છે, ત્યારે આ ‘શાયેશતક'ની મહત્તા ઘણી વધી જાય છે. ઉપાધ્યાયજીએ તો આ સંસ્કૃત - ગ્રંથનો અનુવાદ, પોતાના એક શિષ્ય માટે કર્યો છે ! એટલે તો હજારગણી મહત્તા વધી જાય છે. શમ્મશતક INSANKRANTIC ૧૦૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ क्लेशावेशमपास्य निर्भरतरं ध्यातोऽपि यश्चेतसा, सत्कल्याणमयत्वमाशु तनुते योगीन्द्रमुद्राभृताम् । सोऽयं सिद्धरसः स्फुटं समरसो भावो मया व्याकृतः, . श्रीमानद्भुतवैभवः सुमनसामानन्द-जीवातवे ॥१०५॥ : અર્થ : કલેશાવેશનો ત્યાગ કરીને, સામ્યભાવનું માત્ર પૂર્ણ રીતે ધ્યાન કર્યું હોય તો પણ, યોગીન્દ્રની મુદ્રાને ધારણ કરનારા પુરુષોને શુભ કલ્યાણપણું આપે છે. એવો. આ સામ્યભાવરૂપ સિદ્ધરસ કે જે મોક્ષલક્ષ્મીવાળો અને અદ્ભુત વૈભવવાળો છે; " તેને વિદ્વાનોના આનંદને જીવાડવા માટે મેં કહ્યો છે. : વિવેચન : સામ્યભાવ સિદ્ધરસ છે ! સામ્યભાવ મોક્ષલક્ષ્મીદાયક છે ! એવા આ સામ્યભાવનું ધ્યાન કરવા માત્રથી યોગીન્દ્રોનું કલ્યાણ થાય છે અને વિદ્વાનોને અપૂર્વ આનંદ થાય છે. માત્ર એક સાવધાની રાખવાની છે : ફલેશોનો ત્યાગ કરીને સામ્યભાવનું ધ્યાન કરજો. મનમાંથી કુલેશોને વાળી-ઝુડી સાફ કરી નાંખજો ! સિદ્ધરસ છે આ સામ્યભાવ! સિદ્ધરસ લોહ જેમ સુવર્ણ બની જાય છે, તેમ સામ્યભાવના ધ્યાનથી આત્મા મહાત્મા બની પરમાત્મસ્વરૂપ બની જાય છે. સામ્યભાવનો સિદ્ધરસ અદ્ભુત છે, અમૃતમય છે ! તે પવિત્ર મનવાળા વિદ્વાનોને આનંદથી ભરી દે છે ! દેવા માટે પણ આનંદપ્રદ બને છે. આચાર્યદેવ વિજયસિંહસૂરિજીએ આ શામ્યશતક'ની રચના કરી, વિદ્વાનો પર, યોગીજનો પર, મહાન્ ઉપકાર કર્યો છે. વર્ષો-શતાબ્દિઓ વીતી ગયા પછી પણ એ ગ્રંથ એટલો જ આજે ઉપાદેય છે, કલ્યાણકારી છે. સહુ મુમુક્ષુ આત્માઓ આ ગ્રંથનું અવશ્ય અધ્યયન-મનન કરી આંતર આનંદ પ્રાપ્ત કરો. ૧૦૬ GAAAAAAAAAAAAAAA% શાશતક Page #118 -------------------------------------------------------------------------- ________________ श्रीमच्चंद्रकुलांबुजैकतरणेः षट्तर्क-विद्याटवी, सिंहस्याभयदेवसूरिसुगुरोरध्यात्मसंविज्जुषः ।। शिष्यांशेन किमप्यकारि विजयप्राज्येन सिंहेन यनव्यं साम्यशतं तदस्तु सहदामुज्जागरुकं दि ॥ : અર્થ : શ્રીમાન ચંદ્રકુળરૂપી કમળમાં સૂર્યસમાન, છ તર્ક (દર્શન) વિદ્યારૂપી અરણ્યમાં સિંહ સમાન, અધ્યાત્મજ્ઞાનનું સેવન કરનારા ગુરુદેવ શ્રી અભયદેવસૂરિના એક નાનકડા શિષ્ય વિજયસિંહે આ નવીન શામ્યશતક રચેલું છે. તે સદ્ભય પુરુષોના હૃયમાં બોધની જાગૃતિ આપનાર થાઓ : ados SOQU શાખ્યશતક (SARAGASANA & ૧૦૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ પૂ. ન્યાય વિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજય ગણિવર્ય વિરચિત સમતાશતક દોહા સમતાગંગા મગનતા, ઉદાસીનતા જાત; ચિદાનંદ જયવંત હો, કેવલ ભાનું પ્રભાત. ૧ સકલ કલામેં સાર લય, રહો દૂર સ્થિતિ એહ; અકલ યોગમેં ભી સકલ, લય દે બહ્મ વિદેહ. ૨ ચિદાનંદ વિધુકી કલા, અમૃત બીજ અનાય; જાનિ કેવલ અનુભવિ, કિનહિ કહી ન જાય. ૩ તો ભી આસવ તાપકે, ઉપશમ કારણ નિદાન; બરષતહું તાકે બચન, અમૃતબિંદુ અનુમાન. ૪ ઉદાસીનતા પરિનયન, જ્ઞાન ધ્યાને રંગરોલ; અષ્ટ અંગ મુનિયોગકો, એડી અમૃત નિચોલ. ૫ અનાસંગ મતિ વિષયમ્, રાગ-દ્વેષકો છેદ; સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. ૬ તાકો કારણ અમમતા, તામેં મન વિશ્રામ; કરે સાધુ આનંદઘન, હોવત આતમરામ. ૭ મમતા શિર સુખ શાકિની, નિર્મમતા સુખમૂલ; મમતા શિવ પ્રતિકૂલ હૈ, નિર્મમતા અનુકૂલ. ૮ મમતા વિષ મૂછિત ભયે, અંતરંગ ગુણવૃંદ; જાગે ભાવ નીરાગતા, લગત અમૃતકે બુંદ. ૯ પરિણિત વિષય વિરાગતા, ભવતરુમૂલ કુઠાર; તા આગે ક્યું કરિ રહે? મમતાવેલી પ્રચાર. ૧૦ હા હા મોહકી વાસના, બુધનું ભી પ્રતિકૂલ; યા કેવલ શ્રુત-અંધતા, અહંકારકો મૂલ. ૧૧ ૧૦૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ મોહતિમિર મનમેં જગે, યાકે ઉદય અછે; અંધકાર પરિણામ છે, શ્રુતકે નામેં તેહ. ૧૨ કરે મૂઢમતિ પુરુષ, શ્રત ભી મદ ભય રોષ; રૂં રોગીકે ખીર ધૃત, સનિપાતકો પોષ. ૧૩ ટાલે દાહ તૃષા હરે, ગાલે મમતાપંક; લહરી ભાવ વૈરાગકી, તાકે ભજો નિઃશંક. ૧૪ રાગ ભુજંગમ વિષહરન, ધારો મંત્ર વિવેક; ભવવનમૂલ ઉચ્છેદકું, વિલસે યાકી ટેક. ૧૫ રવિ દૂજો તીજો નયન, અંતર ભાવ પ્રકાશ; કરો ધંધ સબ પરિહરી, એક વિવેક અભ્યાસ. ૧૬ પ્રથમ પુષ્કરાવર્તકે, બરષત હરષ વિશાલ; વેષ , હુતાશ બુઝાઈએ, ચિંતાજાલ જ ટાલ. ૧૭ કિનકે વશ ભવવાસના, હોવે વેશ્યા ધૂત? મુનિ ભી જિનકે વશ ભયે, હાવભાવ અવધૂત. ૧૮ જબલો ભવકી વાસના, જાગે મોહ નિદાન; તબલો રૂચે ન લોકકું, નિર્મમ ભાવપ્રધાન. ૧૯ વિષમ તાપ ભવવાસના, ત્રિવિધ દોષો જોર; પ્રકટે યાકી પ્રબળતા, ક્વાથ કષાયેં ઘર. ૨૦ તાતેં દુષ્ટ કષાયકે, છેદે હિત નિજ ચિત્ત; ધરો એહ શુભ ભાવના, સહજ ભાવમેં મિત્ત. ૨૧ સિદ્ધ ઔષધિ છે, ક્ષમા, તાકો કરો પ્રયોગ; ન્યું મિટિ જાયે મોહઘર, વિષમ ક્રોધ વર રોગ. ૨૨ ચેતનકું કોમલ લલિત, ચિદાનંદમય દેહ; સૂક ભૂક જુર જાત છે, ક્રોધ લૂકતે તેહ. ૨૩ ૧૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા સાર ચંદનરસે, સીંચો ચિત્ત પવિત્ત; દયાવેલ મંડપ તલ, રહો લહો સુખ મિત્ત! ૨૪ યાકો ભાસે શમ વધુ, ક્ષમા સહજમેં જોર; ક્રોધ યોધ ક્યું કરી કરે, તો અપનો બલ સોર? ૨૫ દેત પેદવર્જિત ક્ષમા, ખેદ રહિત સુખરાજ; ઈનમેં નહિ સંદેહ કછું, કારન સરિખો કાજ. ૨૬ પર્વત ગર્વ શિખરે ચડ્યો, ગુરૂકું ભી લઇ રૂપ; કહે તિહાં અચરજ કિશ્યો? કથન જ્ઞાન અનુરૂપ. ૨૭ આઠ શિખર ગિરિરાજકે, ઠામેં વિમલાલોક; તો પ્રકાશસુખ ક્યું લહે? વિષમ માનવશ લોક. ૨૮ માન મહીધર છેદ તું, કર મૃદુતા પવેિ ઘાત; ચું સુખ મારગ સરલતા, હવે ચિત્ત વિખ્યાત. ૨૯ મૃદુતા કોમલ કમલથું, વજસાર અહંકાર; છેદત છે ઇક પલકમેં, અચરિજ એહ અપાર. ૩૦ વિકસિંત માયાવેલી ઘરિ, ભવ-અટવીકે બીચ; સોવત હે નિત મૂઢ નર, નયન જ્ઞાનકે મીચ. ૩૧ કોમલતા બાહિર ધરત, ફરત વક્ર ગતિ ચાર; માયા સાપિણી જગ ડસ, મસે સકલ ગુણ સાર. ૩૨ તાકે નિગહ કરનકું, કરો ક્યું ચિત્ત વિચાર; સમરે ઋજુતા જાંગુલી, પાઠસિદ્ધ નિરધાર. ૩૩ લોભ મહાત, શિર ચઢી, બઢી ક્યું તૃષ્ણાવેલી; ખેદ કુસુમ વિકસિત ભઈ, ફલે દુઃખઋતુ મેલી. ૩૪ આગર સબહી દોષકો, ગુન ધનકો બડ ચોર; વ્યસન વેલીકો કંદ છે, લોભ પાસ ચિહું ઓર. ૩૫ ૧૧૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ લોભમેઘ ઉન્નત ભયે, પાપપંક બહુ હોત; ધર્મહંસ રતિ નહુ લઈ, ચાહે ન જ્ઞાન ઉદ્યોત. ૩૬ કોઉ સ્વયંભુરમનકો, જે નર પાવે પાર; સો ભી લોભસમુદ્રકો, લહે ન મધ્ય પ્રચાર. ૩૭ મન સંતોષ અગસ્તિવું, તાકે શોષ નિમિત્ત; નિત સેવા જિનિ સો કિયો, નિજ જલ અંજલિ મિત્ત! ૩૮ યા લાલચમેં તું ફિરે, ચિતે તું ડમડોલ; તા લાલચ મિટિ જાત ઘટ, પ્રકટે સુખ રંગરોલ. ૩૯ ધન માનત ગિરિ મૃત્તિકા, ફિરત મૂઢ દુર્ગાન; અખય ખજાનો જ્ઞાનકો, લખે ન સુખનિદાન. ૪૦ હોત ન વિજય કષાયકો, બિન ઈન્દ્રિય વશ કન; તાતેં ઇન્દ્રિય વશ કરે, સાધુ સહજ ગુણલીન. ૪૧ આપ કાજ પર સુખ હરે, ધરે ન કોનું પ્રીતિ; ઇન્દ્રિય દુર્જન પર દહે, વહે ન ધર્મ ન નીતિ. ૪૨ અથવા દુર્જનથે બુરે, ઈહ પરભવ દુઃખકાર; ઇન્દ્રિય દુર્જન દેતુ છે, ઈહ ભવ દુઃખ ઇક વાર. ૪૩ નયન ફરસ જનુ તનુ લગે, દો દષ્ટિવિષ સાપ; તિનસે ભી પાપી વિષે, સુમરે કરે સંતાપ. ૪૪ ઇચ્છાચારી વિષયમેં, ફિરતે ઇન્દ્રિયગ્રામ; વશ કીજે પગમેં ધરી, યંત્ર જ્ઞાન પરિણામ. ૪૫ ઉન્મારગગામી અવસ, ઈન્દ્રિય ચપલ તુરંગ; ખેંચી નરક-અરણ્યમેં, લેઈ જાય નિજ સંગ. ૪૬ જે નજીક હે શ્રમ રહિત, આપહીમેં સુખરાજ; બાબત છે તાકે કરન, આપ અરથકે કાજ. ૪૭ ૧૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ રિપુ કટક ભટ, સેનાની બલવંત; ઈન્દ્રિય ક્ષણમેં હરત છે, ઋતબલ અતુલ અનંત. ૪૮ અનિયત ચંચલ કરણ હય, પદ પ્રવાહ રજપૂર; આશા છાદક કરતુ હૈ, તત્ત્વદૃષ્ટિ બલ દૂર. ૪૯ પંચ બાણ ઈન્દ્રિય કરી, કામ સુભટ જગ જીતિ; સબક શીર પદ દેતુ છે, ગણે ન કોસે ભીતિ. ૫૦ વીર પંચ ઇન્દ્રિય લહી, કામ નૃપતિ બલવંત; કરે ન સંખ્યા પૂરણી, સુભટ સેરીકો તંત. પ૧ દુઃખ સબહિ સુખ વિષયકો, કર્મ વ્યાધિ પ્રતિકાર; તા મન્મથ સુખ કહે, ધૂર્ત જગત દુઃખકાર પર ઠગે કામકે સુખ ગિને, પાઈ વિષયકી ભીખ; સહજ રાજ પાવત નહિ, લગી ન સદ્ગુરુ શીખ. ૨૩ અપ્રમાદ પવિ દંડથું, કરી મોહ ચકચૂર; જ્ઞાની આતમપદ લહેં, ચિદાનંદ ભરપૂર. ૫૪ જાકે રાજ વિચારમેં, અબલા એક પ્રધાન; સો ચાહત હે જ્ઞાન જય, કેસે કામ અયાન. પપ ઔર ભાંતિ મિટિ જાત છે, પ્રકટત જ્ઞાન-ઉદ્યો; જ્ઞાનીકું ભી વિષયમ, દિશા મોહ સમ હોત. પ૬ દાખે આપ વિલાસ કરિ, જૂઠેકું ભી સાચ; ઈન્દ્રજાલ પરે કામિની, તારું તું મત રાચ. ૫૭ હસિત કુલ પલ્લવ અધર, કુચ ફલ કઠિન વિશાલ; પ્રિયા દેખી મત રાચ તું, યા વિષવેલી રસાલ. ૫૮ ચર્મ મઢિત હે કામિની, ભાજન મૂત પૂરીખ; કામ કીટ આકુલ સદા, પરિહર સુનિ ગુરુશીખ. ૫૯ ૧૧ર Page #124 -------------------------------------------------------------------------- ________________ વિષય તજે સો સબ તજે, પાતક દોષ વિતાન; જલધિ તરત નવિ ક્યું તરે, તટિની ગંગ સમાન? ૬૦ ચાટે નિજ લાલા મિલિત, શુષ્ક હાડ જ્યું શ્વાન; તેમેં રાચે વિષયમેં, જડ નિજ રુચિ અનુમાન. ૬૧ ભૂષન બહુત બનાવã, ચંદન ચરચત દેહ; વંચત આપહી આપકું, જડ! ધરિ પુદ્ગલ નેહ. ૬૨ દુર્દમનકે જય કિયે, ઇન્દ્રિય જન સુખ હોત; તાતેં મનજય કરનકું, કરો વિચાર-ઉદ્યોત. ૬૩ વિષયગામકી સીમમેં, ઇચ્છાચારી ચરંત; જિન-આણા અંકુશધરિ, મનગજ વશ કરો સંત. ૬૪ એક ભાવમન પૌનકો, જૂઠ કહે કહે ગ્રંથકાર; યાતેં પવનહિતેં અધિક, હોત. ચિત્તકો ચાર. ૬૫ જામેં રાચે તાહિમેં, વિરચે કરિ ચિત્ત ચાર; ઇષ્ટ અનિષ્ટ ન વિષયકો, યૂં નિશ્ચય નિરધાર. ૬૬ કેવલ તામેં કર્મકો, રાગ-દ્વેષનેં બંધ; પરમેં નિજ અભિમાન ધરિ, ક્યા ફિરત? હો અંધ! ૬૭ જેસે લલના લલિતભેં, ભાવ ધાતુ કે સાર; તેસે મૈત્રી પ્રમુખમેં, ચિત્ત ધરિ કરિ સુવિચાર. ૬૮ બાહિર બહુરી કહા ફિરે? આપહિમેં હિત દેખ; મૃગતૃષ્ણા સમ વિષયકો, સુખ સબ જાતિ ઉવેખ. ૬૯ પ્રિય અપ્રિય વ્યવહાર નિજ, રુચિરસ સાચો નાહિ; અંગજ વલ્લભ સુત ભયો, યૂકાદિક નહિ કાહિ. ૭૦ હોવત સુખ નૃપ રેંકકું, નોબત સુનત સમાન; ઇંક ભોગે ઇંક નાહિ સો, બઢ્યો ચિત્ત અભિમાન. ૭૧ ૧૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ ભવકો સુખ સંકલ્પ ભવ, કૃત્રિમ જિસો કપૂર; રજત હે જન મુગલકું, વર્જિત જ્ઞાન-અંકુર. ૭૨ ગુન મમકાર ન વસ્તકો, સો વાસના નિમિત્ત; માને સુતમેં સુત અધિક, દોરત હે હિત ચિત્ત. ૭૩ મનકૃત મમતા જૂઠ છે, નહિ વસ્તુ પરજાય; નહિ તો વસ્તુ બિકા થૈ, ક્યું મમતા મિટિ જાય? ૭૪ " જન જનકી રૂચિ ભિન્ન છે, ભોજન દૂર કપૂર; ભોગવંત; જો રચે, કરભ કરે સો દૂર. ૭૫ કરભ હસે નૃપ ભોગવું, હસે કરભકું ભૂપ; ઉદાસીનતા બિનું નહિ, દોનુંકું રતિ રૂપ. ૭૬ પરમેં રાચે પર રુચિ, નિજ રુચિ નિજ ગુણ માંહિ; ખેલે પ્રભુ આનંદઘન, ધરિ સમતા ગલે બાંહિ. ૭૭ માયામય જગકો કહ્યો, જહાં સબહિ વિસ્તાર; જ્ઞાનીકું હોવત કહાં, તહાં શોકકો ચાર? ૭૮ શોચત નહિ અનિત્યમતિ, હોવત માલ મલાન; ભાડે ભી શોચત ભગે, ધરત નિત્ય અભિમાન. ૭૯ ફૂટ વાસના મઢિત હૈ, આશાતંતુ વિતાન; છે તાકું શુભ મતિ, કર ધરિ બોધકૃપાન. ૮૦ જનની મોહ અંધારકી, માયા રજની પૂર; જ્ઞાન ભાનુ આલોકર્તે, તાકો કીજે દૂર. ૮૧ ઉદાસીનતા મગન હુઈ, અધ્યાતમ રસકૂપ; દેખે નહિ કછુ ઔર જબ, તબ દેખે નિજરૂપ. ૮૨ આગે કરી નિરસંગતા, સમતા સેવત જેહુ; રમે પરમ આનંદરસ, સત્ય યોગમેં તેહુ. ૮૩ ૧૧૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ દંભહી જનિત અસંગતા, ઇહ ભવકે સુખ દેત; દંભ રહિત નિસંગતા, કોન દૂર સુખ હેત. ૮૪ મત હો સંગ નિવૃત્તકું, પ્રેમ પરમ ગતિ પાઈ; તાકો સમતારંગ પુનિ, કિનહી કહ્યો ન જાય. ૮૫ તિસના વિદ્ગમ વલ્લિ ઘન, વિષય ઘુમર બહુ જોર; ભીમ ભયંકર ખેદ જલ, ભવસાગર ચિહું ઓર. ૮૬ ચાહે તાકો પાર તો, સજ કર સમતા નાઉ; શીલ અંગ દઢ પાટીએ, સહસ અઢાર બનાઉ. ૮૭ કૂઆ-થંભ શુભ યોગ પરિ, બેઠે માલિમ જ્ઞાન; અધ્યાતમ સઢ બલે ચલે, સંયમ પવન પ્રમાણ. ૮૮ યોગી જબહુ તપ કરે, ખાઈ જુરે તપાત; ઉદાસીનતા બિનું ભસમ, હુતિમેં સો ભી જાત. ૮૯ છુટે ભવકે જાલથું, જિનહિ તપ કરિ લોક; સો ભી મોહે કાહુલું, દેત જનમકો શોક. ૯૦ વિષય ઉપદ્રવ સબ મિટ્યો, હોવત સુખ સંતોષ; તાતે વિષયાતીત છે, દેત શાંત રસ પોષ. ૯૧ બિન લાલચ બશ હોત છે, વસા બાત યહ સાચ; યાતે કરે નિરીકે, આગે સમરતિ નાચ. ૯૨ દે પરીમલ સમતા લતા, વચન અગોચર સાર; નિત્ય વૈરિ ભી જિહાં વસે, લહતુ પ્રેમ મહકાર. ૩ સેના રાખસ મોહકી, જીપે સુખે પ્રબુદ્ધ; બહ્મ બાનિ ક લેઈક, સમતા અંતર શુદ્ધ. ૯૪ કવિમુખ કલ્પિત અમૃતકે, રસમેં મુઝત કાંહિ? ભજો એક સમતા સુધા, રતિ ધરિ શિવપદ માંહિ. ૯૫ ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ યોગ ગંથ જલનિધિ મથો, મન કરિ મેરુ મથાન; સમતા અમૃત પાઈકે, હો અનુભવ રસ જાન. ૯૬ ઉદાસીન મતિ પુરુષ જો, સમતા નિધિ શુભ વેષ; છોરત તાકે ક્રોધક છે, આપ કર્મ અશેષ. ૭ શુદ્ધ યોગ શ્રદ્ધાન ધરિ, નિત્ય કરમકો ત્યાગ; પ્રથમ કરે જો મૂઢ સો, ઉભય ભષ્ટ નિભંગ. ૯૮ ક્રિયામૂઢ જૂઠી ક્રિયા, કરે ન થાપે શાન; ક્રિયાભષ્ટ એક જ્ઞાન મતિ, છેદે ક્રિયા અજ્ઞાન. ૯૯ તે દોનુંર્થે દૂરિ શિવ, જે નિજ બલ અનુસાર; યોગ રુચિ મારગ ગહે, સો શિવ સાધનહાર. ૧૦૦ નિવૃત્તિ લલનાકું સહજ, અચિરકારી કોલે? જો નર યાકું રુચત છે, યાકું દેખે સોઉ. ૧૦૧ મન પારદ મૂર્ણિત ભયો, સમતા ઔષધિ આઈ; સહજ વેધ રસ પરમ ગુન, સોવન સિદ્ધિ કમાઈ. ૧૦૨ બહુત ગ્રંથ નય દેખિકે, મહા પુરુષ કૃત સાર; વિજયસિંહસૂરિ કીઓ, સમતાશતક ઉદાર. ૧૦૩ ભાવત જાકું તત્ત્વ મન, હો સકતાર લીન; પ્રગટે તુજ સહજ સુખ, અનુભવગમ્ય અહીન. ૧૦૪ કવિ જશવિજય સુશિખ એ, આપ આપકું દેત; સામશતક ઉદ્ધાર કરી, હેમવિજય મુનિ હેત. ૧૦૫ યશોવિજયજી ઉપાધ્યાયે તેમના શિષ્ય “હેમ વિજય” મુનિના સ્વાધ્યાય માટે “સામ્યશતક” ગ્રંથનો દોહારૂપે અનુવાદ કરવામાં આવેલ છે અને તે “સમતાશતક રૂપે પ્રસિધ્ધ છે. ૧૧૬ Page #128 --------------------------------------------------------------------------  Page #129 -------------------------------------------------------------------------- ________________ • શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ ઃ ઉપલબ્ધ ગુજરાતી પુસ્તકો ૧. ધર્માં સરણે પવામિ : ભાગ : ૧-૨-૩-૪ ૨. શ્રાવક જીવન : ભાગ : ૧-૨-૩-૪ ૩. પર્વપ્રવચનમાળા ૪. સમરાદિત્ય મહાકથા : ભાગ : ૧-૨-૩ (વાર્તા) ૫. જૈન રામાયણ ભાગ : ૧-૨-૩ (વાર્તા) ૬. પાંપણે બાંધ્યું પાણિયારું (વાતા) ૭. ધી ફ઼િયે દુખ હોય (વાર્તા) ૮. એક રાત અનેક વાત ૯. નીલ ગગનનાં પંખેરુ (વાત) ૧૦. મને તારી યાદ સતાવે ૧૧. દોસ્તી (વાર્તા) ૧૨. રીસાયેલો રાજકુમાર (વાત) ૧૩. સર્વજ્ઞ જેવા સૂરિદેવ (વાત) ૧૪. અંજના (વાર્તા) ૧૫. વાતિદીપ (વાર્તા) ૧૬. ફૂલપાંદડી (વાર્તા) ૧૭. વ્રત ધરે ભવ તરે (વાતા) ૧૮. શ્રદ્ધાની સરગમ ૧૯. જ્ઞાનસાર (સંપૂર્ણ) ૨૦. પ્રશમરતિ (સંપૂર્ણ) ૨૧. હરિભદ્રી યોગદર્શન ૨૨. મારગ સાચા કૌન બતાવે ૨૩. સમાધાન ૨૪. શાંત સુધારસ ૨૫. હું તો પલ પલમાં મુંઝાઉં ૨૬. તારા દુઃખને ખંખેરી નાખ ૨૭. વિચારપંખી ૨૮. ન પ્રિયતે ૨૯. ભવના ફેરા ૩૦. જૈનધર્મ (પરિચય ગાઈડ) ૩૧. જિનદર્શન (દર્શન વિધિ) ૩૨. માંગલિક (નિત્ય સ્વાધ્યાય) ૩૩. વિજ્ઞાન-સેટ (૩ પુસ્તકો) ૩૪. બાળકોની સુવાસ-સેટ ૩૫. ગીતગંગા કિંમત ૧૦૦-૦૦ ૨૦૦-૦૦ ૫૦-૦૦ ૨૦૦-૦૦ ૧૩૦-૦૦ ૨૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૨૦:૦૦ ૩૦-૦૦ ૧૫-૦૦ ૨૦-૦૦ ૧૫-૦૦ ૨૦-૦૦ ૧૦-૦૦ (-00 ૧૫-૦૦ ૩૦-૦૦ ૫૦-૦૦ ૩૦-૦૦ ૪૦-૦૦ ૩૦-૦૦ ૩૦-૦૦ ૧૨-૦૦ ૩૦-૦૦ ૧૫-૦૦ ૨૦-૦૦ ૧૦-૦૦ ૧૦-૦૦ ૧૫-૦૦ ૧૦-૦૦ ૮-૦૦ ૨૦-૦૦ ભવિષ્યમાં ૨૦-૦૦ Page #130 -------------------------------------------------------------------------- ________________ биеде AISISKIN