SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ येऽनिशं समतामुद्रां विषयेषु नियुञ्जते । करणैश्वर्यधुर्यास्ते योगीनो हि नियोगिनः ॥१२॥ : અર્થ : જે યોગીપુરુષો વિષયો ઇન્દ્રિયોના)માં સદેવ સમતાની મુદ્રા યોજે છે, તે યોગી પુરુષો, ઇન્દ્રિયોના નિયામકપણાને વહન કરનારા સાચા સત્તાધીશ અધિકારી છે. : વિવેચન : જેમ એક દેશના ઐશ્વર્યના, સમૃદ્ધિના પૂર્ણ નિયામક બનવા માટે સત્તાધીશ પોતાની મુદ્રા (મહોરછા૫) સ્થાપિત કરે છે, અને દેશ ઉપર પોતાની સત્તા ચલાવે છે, તેવી રીતે યોગી ઇન્દ્રિયો ઉપર પોતાની સત્તા સ્થાપિત કરવા, ઇન્દ્રિયોના નિયામક બનવા, તે વિષયો પર સમતાની મુદ્રા સ્થાપિત કરે છે ! વિષય’ શબ્દના બે અર્થ ગ્રંથકારે કર્યા છે. એક દેશ, અને બીજો ઇન્દ્રિયોના વિષય. કહેવાનું તાત્પર્ય આ છેઃ અત્યાર સુધી ઇન્દ્રિયો આત્મા પર રાજ કરતી હતી, હવે આત્માએ ઇન્દ્રિયો પર રાજ કરવાનું છે. ઇન્દ્રિયો પર અધિકાર સ્થાપિત કરવાનો છે. તે માટે તેણે એક કામ કરવાનું છે. વિષયોમાં સમત્વ ધારણ કરવાનું છે ! - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઇષ્ટોનિષ્ટની ભ્રાન્તિનો નાશ થાય એટલે - અપ્રતિહત સમતાની અનુભૂતિ થાય. – દરેક જીવ શુદ્ધાત્મસ્વરૂપે દેખાવા લાગે, સૈવિધ્યની કલ્પના ઉપરમે ત્યારે અબાધિત સમતાની પ્રાપ્તિ થાય. . – ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય આ છે : વિષયોમાં રાગ-દ્વેષ ન કરો, સમત્વ ધારણ કરો. ભોગી જીવો પર ઇન્દ્રિયોની સત્તા ચાલતી હોય છે, યોગી જીવો ઇન્દ્રિયો પર પોતાની સત્તા ચલાવતા હોય છે ! ‘આ યોગીપુરુષો ઇન્દ્રિયોના વિજેતા છે,’ આ વાત, વિષયો પર લાગેલી સમત્વની મુદ્રા (મહોરછાપ) થી ઉદૂઘોષિત થાય છે. આ શાખ્યશતક GSSSSSSSSSSB, ૧૩
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy