________________
રહેલા દીપકની જેમ આત્મામાં ‘તત્ત્વજ્ઞાન'નો ઉદય થાય છે.
અતિ ચંચળ, અતિ સૂક્ષ્મ અને તીવ્ર ગતિવાળા મનને, જરાય પ્રમાદ કર્યા વિના, જરાય વિશ્રામ કર્યા વિના, ઉન્મનીભાવથી ભેદી નાંખવું જોઈએ, વિંધી નાંખવું જોઈએ.
આવી અમનસ્કતા (ઉન્મનીભાવ) આવે ત્યારે યોગી પુરુષ પોતાના શરીરને, જાણે વિખરાઈ ગયું, બળી ગયું, ઉડી ગયું... વિલય પામી ગયું... એમ સમજે. અર્થાત્ શ૨ી૨૨હિત શુદ્ધ આત્માની અનુભૂતિ કરે.
આ રીતે ઉન્મનીભાવરૂપ નૂતન અમૃતકુંડમાં મગ્ન થયેલો યોગી અનુપમ અને ઉત્કૃષ્ટ તત્ત્વામૃતનો આસ્વાદ અનુભવે છે ! આવો આસ્વાદ અનુભવે છે ત્યારે મુદ્દત વ માતિ યોની' - યોગી મુક્તાત્માની જેમ શોભે છે ! અર્થાત્ મોક્ષલક્ષ્મી જાણે અંગીકાર કરી હોય, તેવો યોગી શોભે છે.
यो जाग्रदवस्थायां स्वस्थः सुप्त इव तिष्ठति लयस्थः । श्वासोच्छ्वासविहीनः स हीयते न खलु मुक्तिजुषः ॥ ४७ ॥ (યોગશાસ્ત્ર, પ્રાણ : ૨૨) ‘જાગ્રત અવસ્થામાં, આત્મભાવમાં રહેલો યોગી, લય (ધ્યાન) અવસ્થા માં સુપ્ત રહે છે, આવો લય અવસ્થામાં શ્વાસોચ્છવાસ વિનાનો યોગી, સિદ્ધ-મુક્ત આત્માઓથી જરાય ઉતરતો નથી !
લયમાં મગ્ન થયેલા તત્ત્વજ્ઞાનીઓ જાગતા પણ નથી હોતા અને ઊંઘતા પણ નથી હોતા !
तत्त्वविदो लयमग्ना नो जाग्रति शेरते नापि । આવા યોગી પુરુષો કહે છે :
અમારો મોક્ષ થાઓ કે ન થાઓ, પણ ધ્યાનથી પ્રાપ્ત થતો પરમાનન્દે તો ખરેખર, અહીં ભોગવીએ જ છીએ. એ પરમાનંદની આગળ, આ દુનિયાનાં બધાં જ સુખ, તૃણવત્ તુચ્છ છે.. માત્ર સુખાભાસ છે !'
'मोक्षोऽस्तु मास्तु यदि वा परमानन्दस्तु वेद्यते स खलु । આવા યોગીઓ શું સદૈવ-સર્વત્ર જય ન પામે ?
શામ્યશતક
૩