SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनंदः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ॥३॥ : અર્થ : ઔદાસીન્ય (મધ્યસ્થપણું) ના ક્રમ વડે ભોગ ભોગવતા એવા યોગીઓને મોક્ષ આપવામાં જામીનરૂપ એવો કોઈ આનંદ (ચિદાનંદ) થાય છે, તે આનંદ જય પામો! : વિવેચન સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો, કેવલ-ભાનું પ્રભાત ! - ઉપા. યશોવિજયજી. ચિદાનન્દનો જય હો ! યોગી પુરુષોનો ચિદાનન્દ કહે છેઃ હવે કેવળજ્ઞાનનું પ્રભાત પ્રગટ થયું સમજો ! મુક્તિ હવે હાથવેંતમાં સમજો ! યોગીના હૃદયમાં આવો ચિદાનન્દ પ્રગટે છે ઉદાસીનભાવના કારણે. ઉદાસીનભાવની પરિભાષા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ પ્રમાણે આપે છે : અનાસંગ મતિ વિષયમેં રાગ-દ્વેષકો છેદ, સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ, જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અનાસક્તિ-અનાસંગ પ્રગટે છે અને રાગ-દ્વેષ ખૂબ મંદ પડી જાય છે ત્યારે યોગી સહજ આત્મભાવમાં લીન બને છે ! આ લીનતાનું નામ છે ઉદાસીનતા. આવી ઉદાસીનતા પ્રગટ થયા પછી યોગીનો વિષયોપભોગ પણ અનાસક્ત ભાવે થાય છે... અને ચિદાનન્દની મસ્તી અખંડ રહે છે. આ ઉદાસીનતાને ‘સમાધિશતક'માં • ઉદાસીનતા સુખસદન. • ઉદાસીનતા સુરલતા. • ઉદાસીનતા જ્ઞાનફળ. કહેવામાં આવી છે. કારણ કે આવી ઉદાસીનતામાંથી જ ચિદાનન્દ પ્રગટે છે. ગ્રંથકાર આવા ચિદાનન્દનો જય પોકારે છે ! AAAAAAAAAAAAAAAA% શાખ્યશતક
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy