________________
शीर्णपर्णाशनप्रायैर्यन्मुनिस्तप्यते तपः । औदासीन्यं विना विद्धि, तद्भस्मनि हुतोपमम् ॥१०॥
: અર્થ : સુકાં પાંદડાંનો આહાર કરવારૂપ જે તપ મુનિજન કરે છે, તે તપ, સમતા વિના કરવામાં આવે, તો તે રાખમાં હોમેલા પદાર્થ જેવો સમજો.
: વિવેચન : કોઈ મુનિ વૃક્ષનાં સુક્કાં પાંદડાં ખાઈને તપ કરે, કોઈ મુનિ વાયુનું ભક્ષણ કરીને તપ કરે, કોઈ મુનિ અનેક વર્ષો સુધી આયંબિલનો તપ કરે. કોઈ મુનિ માસખમણના પારણે માસખમણ કરે...
પરંતુ જો સમતા વિના, સમભાવ વિના આ તપ કરે છે તો તેનું કોઈ મૂલ્ય નથી. રાખમાં નાંખેલા ઘીની જેમ નિરર્થક છે.
ભલે તમે સમ્યગૃષ્ટિ હો, ભલે તમે જ્ઞાની-ધ્યાની હો, કે ભલે મહાત્ તપસ્વી હો, તમે જો અનુપશાન્ત છો તો બધું જ વ્યર્થ છે, બધું જ નિરર્થક છે. શું અગ્નિશર્મા તાપસે લાખો માસખમણ નહોતો કર્યો? છતાં એ ભવસાગરને તરી ન શકયો.
શાન્ત-ઉપશાન્ત આત્માને જે સુખ આ જન્મમાં મળે છે, તે સુખ નથી તો ચક્રવર્તીને મળતું કે નથી દેવેન્દ્રને મળતું. સાધક આત્મા તો જ શાન્ત-પ્રશાન્ત-ઉપશાન્ત રહી શકે, જો એ લોકચિંતા ત્યજીને આત્મજ્ઞાનના ચિંતનમાં અભિરત રહે, રાગ-દ્વેષ અને કામવિકારો પર વિજય પ્રાપ્ત કરે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ પ્રમાણે અર્થ કરે છે –
योगी जे बहु तप करे, खाइ जुरे तस्पात, उदासीनता विनु भसम, हुति में सो भी जात. ઉદાસીનતા - સમભાવ વિના બધી જ સાધના-આરાધના વ્યર્થ છે, એમ ગ્રંથકાર કહે છે. એ ઉદાસીનતાને સિદ્ધ કરવા પ્રયત્ન કરતા રહો.
શામ્યશતક (
૯૧