________________
अध्यात्मोपनिषद्विजमौदासीन्यममन्दयन् । न किंचिदपि यः पश्येत्स पश्येत् तत्त्वमत्मनः ॥८४॥
: અર્થ: અધ્યાત્મજ્ઞાનના બીજરૂપ ઉદાસીનપણાને સતેજ કરનાર જે પુરુષ કંઈપણ જોતો નથી, તે પુરુષ આત્મતત્વને જુએ છે.
.: વિવેચન : ઉદાસીનતા ! મધ્યસ્થ ભાવ ! સામ્ય ભાવ ! આ ઉદાસીનતામાંથી અધ્યાત્મજ્ઞાન પ્રગટે છે. અધ્યાત્મજ્ઞાનીને આત્મહત્ત્વની પ્રાપ્તિ થાય છે.
અર્થાત્ આત્મતત્ત્વને પામવા સર્વપ્રથમ, સંસાર પ્રત્યે ઉદાસીન બનવું જ પડે. માયામય વિશ્વ તરફ મધ્યસ્થભાવ જાગ્રત રાખવો જ પડે. મોહમય અવિદ્યાને સામ્યભાવથી દૂર કરવી જ પડે.
અધ્યાત્મજ્ઞાનનો ઉઘાડ થયા પછી એ પુરુષને બીજું કંઈ જ દેખાતું નથી. સહજ રીતે એ આત્મભાવ તરફ ઢળી જાય છે. એનું સમગ્ર ચિંતન, એની સમસ્ત ક્રિયાઓ, આત્માની આસપાસ જ થતી હોય છે. आत्मानमधिकृत्य या क्रिया प्रवर्तते तदध्यात्मम् ।
એકવાર નિજરૂપ દેખાઈ જવું જોઈએ. પછી બીજું કંઈ એને જોવું ગમતું નથી. એવી રીતે, જ્યારે સમગ્ર સંસાર પ્રત્યે ઉદાસીનતા આવી ગયા પછી એને કંઈ પણ જોવું ગમતું નથી. ન ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે :
उदासीनता मगन हुइ, अध्यातम रसकूप .. देखे नहीं क© और जब, तव देखे निजरूप.
મૂળભૂત વાત ગ્રંથકારે કરી છે ઉદાસીનતાને સતેજ રાખવાની. જે પુરુષ ઉદાસીનતાને જીવંત રાખે છે, તે જ અધ્યાત્મજ્ઞાની બની શકે છે, અને એ અધ્યાત્મજ્ઞાની આત્મતત્ત્વની પ્રતીતિ કરે છે.
શામ્યશતક Nati
,
૮૫