________________
निःसंगतां पुरस्कृत्य यः साम्यमवलम्बते । परमानन्दजीवातौ योगेऽस्य क्रमते मतिः ॥८५॥
: અર્થ : જે પુરુષ નિઃસંગતાને આગળ કરીને, સામ્યગુણનો આશ્રય કરે છે, તે પુરુષની બુદ્ધિ પરમાનંદને જીવન આપનારી યોગવિદ્યામાં પ્રવેશ કરે છે.
': વિવેચન : પરમાનંદનું જીવન એટલે મોક્ષ. પરમાનંદનું જીવન એટલે મુક્તિ.
એ મોક્ષ, એ મુક્તિ મળે છે “યોગ'ની આરાધનાથી, સમતાયોગ'થી. એ સમતાયોગ'ની પ્રાપ્તિ, અધ્યાત્મયોગભાવનાયોગ અને ધ્યાનયોગની પ્રાપ્તિ થયા પછી થાય છે.
સમતાયોગ એટલે અવિઘાકલ્પિત ઈષ્ટાનિષ્ટ વસ્તુઓમાં સમ્ય જ્ઞાનથી સમતા રાખવી. અર્થાત્ ઈષ્ટમાં રાગ નહીં, અનિષ્ટમાં દ્વેષ નહીં. પરપદાર્થોની કોઈ અપેક્ષા નહીં. આવો સમાયોગ એ પુરુષને પ્રાપ્ત થાય છે કે જે નિઃસંગ બનીને સામ્યગુણને આત્મસાત્ કરે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
आगे करी निःसंगता, समता सेवत जेहु, रमे परम आनंदरस, सत्ययोग में तेहु. નિઃસંગ બનવું, સંગરહિત બનવું, એ પહેલી વાત છે. જ્યાં સુધી પદ્રવ્ય-પરપુદ્ગલનો સંગ રહે છે, ત્યાં સુધી સમતાગુણ આવતો નથી. પદ્રવ્યના સંગમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના રહે જ છે. ઇષ્ટ-અનિષ્ટની કલ્પનામાં રાગ-દ્વેષ આવે જ. એટલે નિઃસંગ બનવું અનિવાર્ય છે. - સામ્યયોગી પરમાનંદનો અનુભવ કરે છે. - સામ્યયોગી આત્માનુભૂતિ કરે છે. - ક્રમશઃ એ શાશ્વત્ પરમાનંદનું જીવન પામે છે.
૮૬
KANGANA RANAGARશામ્યશતક