________________
: અર્થ :
ઝાંઝવાના જળ તરફ જેમ હરણ દોડે છે, તેમ હે મૂઢ જીવ, તારા આત્માની અંદર સહજ સુખ રહેલું છે, તે છોડીને બહાર શા માટે વલખાં મારે છે ?
3
: વિવેચન :
आत्मन्येव हिनेदिष्टे निरायासे सुखे सति । किं ताम्यसि बहिर्मूढ ! सतृष्णायामिवैणकः ॥७५॥
ભોળું હરણ !
દૂર
હરણને પાસે રહેલું પાણી ભરેલું તળાવ દેખાતું નથી... એને દૂર ઝાંઝવાનાં જળ દેખાય છે... એ પીવા એ દોડે છે... બળબળતા તાપમાં દોડે છે. પાણી નથી મળતું... જ્યાં સુધી સૂર્યના કિરણો રણની રેતી ઉપર પડતાં રહે છે, પાણીનો ભ્રમ ઊભો રહે છે, ત્યાં સુધી હરણ દોડયા કરે છે... છેવટે થાકીને..ઘોર તૃષામાં મરણને શરણ થાય છે.
મૂઢ જીવની પણ એવી જ સ્થિતિ થાય છે. પોતાની નજીક...પોતાની અંદર જ સહજ અનંત સુખ રહેલું છે, તે એને દેખાતું નથી. એને દૂરનાં વૈયિક સુખો દેખાય છે, એ સુખો મેળવવા અને ભોગવવા, જન્મથી મૃત્યુ સુધી દોડતો રહે છે... કૃત્રિમ અને નિઃસાર વિષયસુખોથી જીવને કયારેય તૃપ્તિ થતી નથી. અતૃપ્તિ અને આસક્તિના પરિણામે એ મૂઢ જીવ દુઃખી-દુઃખી થઈ જાય છે, અને મોતને શરણ થાય છે. દુર્ગતિમાં ચાલ્યો જાય છે.
-
-
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે
-
મૂઢતાને દૂર કરી, એ વિષયસુખોનો ત્યાગ કરો, અને
તમારા આત્મામાં રહેલા સહજ ને શાશ્વત્ સુખને જાણો. મૂઢતા દૂર થશે તો જ આત્માની ભીતર દૃષ્ટિ જશે અને ભીતરમાં સુખનો મહાસાગર દેખાશે.
૭૬
बाहिर बहुरि कहा फिरे, आपहि में हित देख, मृगतृष्णा सम विषय को सुख सब जानी उवेरव. વૈષયિક સુખોને મૃગતૃષ્ણા જેવાં સમજો.
શામ્યશતક