________________
मूदुत्वभिदुरोद्योगादेनं मानमहीधरम् । मित्वा विधेहि हे स्वात ! प्रगुणं सुखवर्तिनीम् ॥४१॥
: અર્થ : હે હ્મય! એ માનરૂપ પર્વતને કોમળતારૂપ વજવડે ભેદીને સુખનો માર્ગ સરળ
: વિવેચન : હે આત્મન્ ! તારે સહજ-સ્વાભાવિક રીતે સુખના માર્ગે ચાલીને સુખ મેળવવું છે? તો તારે અભિમાનના પહાડને તોડવો પડશે. અભિમાનના પહાડને તોડવા માટે “વજ જોઈએ. કોમળતાના વજથી માનના પહાડને તોડવો પડશે. કોમળતા કહો કે નમ્રતા કહો, એનાથી માનનો પહાડ તોડવાનો છે.
કોમળતા-નમ્રતા એ હૃદયનો ગુણ છે. માટે ગ્રંથકાર હૃદયને સંબોધીને કહે છેઃ હે દય, તારા કોમળતાના વજથી માનના પહાડને
તોડ.'
આંતરસુખ, આંતરિક શક્તિ મેળવવા માટેનો આ સરળ-સીધો માર્ગ ગ્રંથકાર બતાવે છે. બીજા બધા પ્રયત્ન છોડીને આ એક જ કામ કરવાનું કહે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે ? मानमहीधर छेद तूं, कर मृदुता-पवि धात,
ज्यं सुख मारग सरलता, होवे चित्त विख्यात. આંતરખોજ કરવાની જરૂર છે. જો ભીતરમાં સુખ નથી, શાન્તિ નથી, સમતા નથી કે સમાધિ નથી, તો એનું કારણ શોધી કાઢવું જોઈએ. એ કારણ હશે કોઈ ને કોઈ વાતનું અભિમાન. એ અભિમાન દૂર કરો એટલે સુખ-શાન્તિ તમને મળ્યાં સમજો.
ગ્રંથકારે આ એક વિશેષ વાત કરી છે. શાન્તિ-સમતામાં અને આંતર સુખમાં કોઈ અભિમાન બાધક છે ! અનેક પ્રકારનાં અભિમાનો દયમાં પડેલાં હોય છે. જુદા જુદા સમયે જુદાં જુદાં અભિમાન બાધક બનતાં હોય છે.
૪૨
KARASHAN
શાખ્યશતક