________________
=
केषांचित्कल्पते मोहाद् व्यावभाषीकृते श्रुतम् । पयोऽपि खलु मंदानां सन्निपाताय जायते ॥ २१ ॥ : અર્થ :
કેટલાક વિદ્વાનોનું જ્ઞાન, મોહથી વાદ-વિવાદ માટે થાય છે. જેવી રીતે માંદા માણસોને આપેલું દૂધ પણ, સંનિપાત-રોગ ઉત્પન્ન કરે છે.
: વિવેચન :
करे मूढमति पुरुषकुं श्रुत भी मद भय रोष, ज्युं रोगीके खीर घृत, सन्निपात का पोष
- ઉપા. યશોવિજયજી
ઘી-દૂધનો આહાર મનુષ્યની તુષ્ટિ-પુષ્ટિ કરનારો હોય છે. પરંતુ જો એ આહાર બીમાર મનુષ્યને આપવામાં આવે તો એને સંનિપાત જેવો રોગ થઈ જાય છે. મનુષ્યની બીમારી વધી જાય છે.
એવી રીતે, શ્રુતજ્ઞાનથી, શાસ્ત્રજ્ઞાનથી મનુષ્યના મોહ, રાગ, દ્વેષ દૂર થતા હોય છે, આત્માનું કલ્યાણ થતું હોય છે, પરંતુ જો મનુષ્ય એ શાસ્ત્રજ્ઞાનનું અભિમાન કરે છે, એ શાસ્ત્રજ્ઞાનથી બીજાઓને વાદવિવાદમાં હરાવવાનો પ્રયત્ન કરે છે... તો એ શાસ્ત્રજ્ઞાન એને ભવસાગરમાં ડુબાડનારૂં બને છે.
શ્રુતજ્ઞાનથી તો અહંકાર અને તિરસ્કારનો નાશ કરવાનો છે. એ જ શ્રુતજ્ઞાનથી જો વિદ્વાનો અહંકારી બનીને, બીજાઓનો તિરસ્કાર કરે, બીજાઓ સાથે વિતંડાવાદ કરે, તો એ સંનિપાત-રોગ' જ છે ને ?
આમે ય અભિમાની-અહંકારી પુરુષને શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાન માટે અયોગ્ય-અપાત્ર કહેવામાં આવ્યા છે. આવા પુરુષો શ્રુતજ્ઞાનની પરિણતિ પામી શકતા નથી. શ્રુતજ્ઞાનનો આંતિરક આનંદ અનુભવી શકતા નથી. એમનો આનંદ, એ જ્ઞાનથી વાદ-વિવાદ કરવામાં જ સમાયેલો હોય છે. આવા જ્ઞાનીપુરુષો કરતાં અજ્ઞાની પુરુષો સારા હોય છે ! કારણ કે તેઓ પોતાને અજ્ઞાની માને છે. તેથી અભિમાન નથી કરતા કે બીજાઓનો તિરસ્કાર નથી કરતા.
"
મૂઢમતિ લોકો, શાસ્ત્રજ્ઞાનથી સ્વ-પરનું હિત નથી કરતા, અહિત કરે છે.
૨૨
શામ્યશતક