________________
ममत्वपंकं निःशंकं परिमाष्टुं समंततः । वैराग्यवारिलहरी परिरंभपरो भव ॥२२॥
: અર્થ : મમતાના કાદવને ચારે બાજુથી નિઃશંકપણે ધોઈ નાંખવા વૈરાગ્ય જલનો સંપર્ક કરવા તત્પર થા.
.: વિવેચન : टाले दाह तृषा हरे, गाले ममतापंक, लहरी भाव वैराग्य की, ताकुं भजो निःशंक.
- ઉપા. યશોવિજયજી. મનમાં કોઈપણ જાતની શંકા રાખ્યા વિના, મમત્વના કાદવને ધોઈ નાંખો.... જરાય મમત્વને ન રહેવા દો... ચારેબાજુથી ધોઈ નાંખો..કારણ કે સર્વે દુઃખોનું મૂળ કારણ આ મમત્વ જ છે.
મમત્વનો કાદવ જે તે પાણીથી નહીં ધોવાય. એના માટે વૈરાગ્યનું પાણી જોઈએ. વૈરાગ્યના પાણીથી મમત્વના કાદવને ધોતા જ રહો ! જેમ હાથ-પગ કાદવથી ખરડાય કે તરત જ તમે પાણીથી ધોઈ નાંખો છો ને! તેવી રીતે જ્યાં અને જયારે મમત્વ થઈ જાય, તરત જ વૈરાગ્યના ચિંતનથી એ મમત્વને ધોઈ નાંખો.
કોઈ વસ્તુ પર મમત્વ થઈ જાય, કોઈ વ્યક્તિ ઉપર મમત્વ થઈ જાય. ‘આ સારું છે, આ મારૂં છે, આ મને ગમે છે, આ મને પ્રિય છે, આ મને ઇષ્ટ છે...' તરત જ અનિત્ય ભાવનાનું કે એકત્વ ભાવનાનું, અથવા અન્યત્વ કે સંસાર ભાવનાનું ચિંતન કરો ! અશુચિ ભાવનાનું કે અશરણ ભાવનાનું ચિંતન કરો ! મમત્વનો કાદવ ધોવાઈ જશે. હૃદય સ્વચ્છ બની જશે.
આ ભાવનાઓનું ચિંતન એ જ વૈરાગ્યનું ચિંતન છે. આ ચિંતન મમત્વના કાદવને તો ધોઈ જ નાંખે છે, સાથે સાથે અહંકારના દાહવરને શાંત કરે છે. અને તૃષ્ણાની તૃષાને હરી લે છે !
સદૈવ વૈરાગ્ય-જલનો કુંભ તમારી પાસે રાખો. શામશતક SAN
SANK ૨૩