________________
रागोरग विषज्वालावलीढ़
द्रढचेतनः ।
न किंचिच्चेतति स्पष्टं विवेकविकलः पुमान् ॥ २३ ॥
: અર્થ :
રાગ-સર્પના વિષની જ્વાલાથી જેનું ચૈતન્ય સજ્જડ વ્યાપ્ત થયેલું છે, એવો પુરુષ સ્પષ્ટ રીતે વિવેક વિનાનો થઈ, જરાપણ ચૈતન્ય પામતો નથી. : વિવેચન :
રાગનો સર્પ તીવ્ર વિષની જ્વાળાઓ ઓકે છે. એ તીવ્ર વિષજ્વાળાઓથી આત્માનો ‘વિવેક’ બળી જાય છે. આત્માનું ચૈતન્ય હણાઈ જાય છે.
રાગને ભયંકર ઝેરીલો સાપ સમજો.
આ સાપ નિરંતર ઝેર ઓકતો રહે છે.
એ ઝેરની ભયાનક જ્વાળાઓ જે જીવને સ્પર્શે છે, તેનો વિવેક તત્કાલ ભસ્મીભૂત થઈ જાય છે.
એ જીવાત્માનું ચૈતન્ય હણાઈ જાય છે.
ગ્રંથકાર, રાગની ભયાનકતા સમજાવે છે. જડ-ચેતન પદાર્થો પર રાગ ક૨વાની ના પાડે છે. ‘રાગ’ને ‘ઝેરી સર્પ’ કહીને, એનાથી દૂર રહેવા પ્રેરણા આપે છે. મોક્ષમાર્ગની આરાધનામાં મહત્ત્વપૂર્ણ તત્ત્વ જે ‘વિવેક’ છે, એ વિવેકને રાગ નષ્ટ કરી દે છે. આ એક બહુ મોટું નુકસાન બતાવે છે. કારણ કે ‘વિવેક વિના ચૈતન્ય નહીં' - આ એક મોટું સત્ય ઉજાગર કરે છે.
‘વિવેક નહીં તો ચૈતન્ય નહીં' - આ સત્યને પ્રગટ કરીને ગ્રંથકાર ‘વિવેક’ને બચાવી રાખવાની તાકીદ કરે છે. તે માટે રાગ-સર્પથી દૂર રહેવા સાવધાન કરે છે.
એક વાત સદૈવ સ્મૃતિમાં રાખો : રાગ, હડકાયો કૂતરો છે. એ ભસતો નથી અને પાછળથી આવીને કરડે છે ! રાગ, એવો ઝેરી સાપ છે કે જે ફૂંફાડા મારતો નથી... ગેલ કરતો-કરતો આવે છે ને ડંખ દે છે. માટે રાગથી દૂર રહો. રાગ ન કરો. આસિત - મમતા અને વાસનાથી બચો.
૨૪
શામ્યશતક