________________
मनः पवनयोरैक्यं मिथ्या योगविदो विदुः । बंभ्रमीति यतः स्वैरमतीत्य पवनं मनः ॥७२।।
: અર્થ : યોગીપુરુષો મન અને પવનની એકતા બતાવે છે, તે ખોટું છે. કારણ કે મન તો પવનનું પણ ઉલ્લંઘન કરી સ્વેચ્છાથી અતિ કરે છે.
: વિવેચન : મનની ગતિ, પવનની ગતિ કરતાં વધારે છે. આ વાત ગ્રંથકારને કહેવી છે. એ માટે તેઓ મન અને પવનની ગતિની સમાનતાનું ખંડન કરે છે !
પવનની ગતિ કરતાં મનની ગતિ અતિશય વધારે છે. એ પણ વિષયોમાં ! પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયોમાં મનના આ અતિ પરિભ્રમણનાં અનેક નુકસાનો છે. એમનની ગતિ ઓછી કરવી જોઈએ. મનના પરિભ્રમણનું ક્ષેત્ર બદલી નાંખવું જોઈએ. તે માટે કેટલીક સાવધાનીઓ જરૂરી છે - - શ્રવણ-દર્શન-અધ્યયન અને ભોજનમાં સાવધાન રહો. – વિધેયાત્મક વિચારો કરતા રહો. - કર્તુત્વ-ભોસ્તૃત્વના વિચારો ન કરો. – મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવતા રહો. - મંત્રજાપ અને પરમાત્મધ્યાન કરતા રહો. - માનસિક તનાવથી બચતા રહો.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે. एक भाव मन-पवनको, जूठ कहे ग्रंथकार, या ते पवन हि तें अधिक, होत चित्त को चार. પવન કરતાં મનની ગતિ ઘણી વધારે છે. એવા મનનું વશીકરણ અને સ્થિરીકરણ કરવું અતિ આવશ્યક છે. એ માટે ઉપર બતાવેલા ૬ ઉપાયો કરવા જ રહ્યા. સ્થિર અને પવિત્ર મન, આત્માને મુક્તિની નિકટ લઈ જાય છે. અસ્થિર અને ગંદુ મન જીવને નરકમાં લઈ જાય
શાખ્યશતક GASARAKARAN
૭૩