________________
वश्या वेश्येव कस्य स्याद्वासना भवसंभवा । विद्वांसोऽपि वशे यस्याः कृत्रिमैः किल किंचितैः ॥२८॥
: અર્થ : આ સંસારની વાસના, વેશ્યાની જેમ કોને વશ થાય? જેના કૃત્રિમ (બનાવટી) હાવભાવથી વિદ્વાનો પણ વશ થઈ જાય છે.
.: વિવેચન : સંસારની વાસના એટલે વેશ્યા !
જેમ વેશ્યા કોઈને વશ નથી થતી, અર્થાત્ એ કોઈને સાચા હૃદયથી સમર્પિત નથી થતી, તેમ સંસારવાસના પણ કોઈને સમર્પિત નથી થતી.
જેમ વેશ્યાના કૃત્રિમ હાવભાવથી મોટા મોટા વિદ્વાનો પણ ભૂલા પડી જાય છે અને વેશ્યાને વશ થઈ જાય છે, એવી રીતે સંસારના પણ ભિન્ન ભિન્ન મોહક પ્રસંગો, પ્રિય ઘટનાઓ વગેરેને વાસ્તવિક માનવાની ભૂલ મોટા વિદ્વાનો પણ કરી બેસે છે. તો પછી અજ્ઞાની અને મોહમૂઢ મનુષ્યની તો વાત જ શી કરવાની?
સંસારની વિવિધ વાસનાઓ મુખ્ય ચાર પ્રકારની હોય છે : ૧. સ્વજનો - સંબંધિત. ૨. પરિજનો - સંબંધિત. ૩. ધન-વૈભવ - સંબંધિત. ૪. શરીર - સંબંધિત. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે :
किनके वश. भववासना, होवे वेश्याधूत, - मुनि भी जिनके वशमये, हावभाव अवधूत.
વિદ્વાનો, બુદ્ધિમાનો, શ્રીમંતો, કલાકારો... વગેરે વેશ્યાને પરવશ બની જાય છે, પરંતુ વેશ્યા કોઈને પરવશ થતી નથી. એવી રીતે સંસારની વિવિધ વાસનાને, વિદ્વાનો વગેરે પરવશ થઈ જાય છે, પરંતુ એ ભવવાસનાઓ કોઈને આધીન થતી નથી. એવી પ્રબળ હોય છે ભવની વાસનાઓ. એવી વાસનાઓને વશ નહીં થનારા વીરોમાં પણ વીર કહેવાય છે.
શામ્યશતક (SANSKRISHNANAGARટ
૨૯