________________
संतोषः संभवत्येष विषयोपप्लवं विना । तेन निर्विषयं कंचिदानन्दं जनयत्ययम् ॥१२॥
: અર્થ : વિષયોના ઉપદ્રવ વિના એવો સંતોષ ઉત્પન્ન થાય છે કે જેથી એ સંતોષ, વિષય વિના કોઈ અનિર્વચનીય આનંદ આપે છે.
: વિવેચન : | વિષયોનો ઉપદ્રવ શાન્ત થાય ત્યારે સંતોષનું સુખ મળે.
એ સંતોષ, આત્માને કોઈ દિવ્ય આંતરસુખ આપે છે.
જો તમારે દિવ્ય આંતરસુખ અનુભવવું છે, તો તમારે સંતોષગુણને પ્રાપ્ત કરવો જ પડશે. એ સંતોષને મેળવવા તમારે વિષયો (પાંચ ઇન્દ્રિયોના) પ્રત્યે વિરક્ત બનવું પડશે. વિષયવિરક્તિ માટે તમારે તપશ્ચર્યાનું આલંબન લેવું પડશે.
તપશ્ચર્યા દ્વારા વિષયોનો માનસિક ઉપદ્રવ શાન્ત કરી શકાય છે. બાહ્ય તપશ્ચર્યા અને અત્યંતર (આંતરિક) તપશ્ચર્યા કરતા રહો અને વિષયો તરફ અનાસક્ત બનતા રહો. વિષયોની અભિરુચિથી ધીરેધીરે મુક્ત બનો. • ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - विषयउपद्रव सब मिटयो, होवत सुख संतोष,
ताते विषयातीत है, देत शान्तरस पोष. - ‘મનમાંથી વિષય ઉપદ્રવ દૂર થઈ ગયો, મનમાં સુખ-સંતોષ વ્યાપ્ત થઈ ગયો. પરમ શાન્તરસનો અનુભવ થયો !'
‘શાન્તરસની અનુભૂતિ સંતોષથી જ થઈ શકે છે. સંતોષ તો જ સ્થિર રહે, વિષય-ઉપદ્રવ મટી જાય ! વિષયોનો ઉપદ્રવ ન જોઈએ. તે તે યોગ્ય સમયે તમે વિષયોનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકો છો, પરંતુ ઉપદ્રવ ન જોઈએ. વિષયોની તીવ્ર આસક્િત ઉપદ્રવ પેદા કરે છે; પછી સંસારી હોય કે સાધુ હોય.
વિષયાતીત આનંદ કહો, અનિર્વચનીય સુખ કહો કે શાન્તરસ કહો - આ બધાની પ્રાપ્તિ સંતોષથી થાય છે.
શાખ્યશતક GSWANASKANKAR
૯૩