SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ संगावेशान्निवृत्तानां मा भून्मोक्षो वशंवदः । यत्किंचन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ॥८७॥ |ઃ અર્થ : સંગના આવેશથી નિવૃત્ત થયેલા પુરુષોનો, ભલે કદી મોક્ષન થાય, પરંતુ તેમને જે સુખ મળે છે, તે અનિર્વચનીય હોય છે. : વિવેચનઃ | નિઃસંગ પુરુષોની મુક્તિ જલ્દી થતી હોય છે, છતાં કદાચ કોઈની મુક્તિ મોડી થાય તો પણ એમને જે આંતરસુખ હોય છે, એ સુખનું વર્ણન શબ્દોમાં કરી શકાય એવું નથી હોતું. પ્રશમરતિ' ગ્રંથમાં ભગવાન ઉમાસ્વાતીએ કહ્યું છે - यत् सर्वविषयकांक्षोद्भवं सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं मुधैव लभते विगतरागः ॥१२४॥ સર્વ વિષયોની આકાંક્ષામાંથી પેદા થતું જે સુખ રાગી (સંગી) જીવને મળે છે, એનાથી અનંત કોટિગુણ સુખ રાગરહિત (નિસંગ) જીવને મળે છે.” નિઃસંગ-વિરક્ત આત્માને જે સુખ મળે છે, તેનું શબ્દોમાં વર્ણન થઈ શકતું નથી. તે અનુભવગમ્ય હોય છે. એવી રીતે તીવ્ર આસક્તસંગાવેશવાળો જીવ જે દુઃખ પામે છે, તે દુઃખનો એક અંશ પણ નિઃસંગ વિરક્તજીવને સ્પર્શતો નથી. નિઃસંગ અને વિરક્ત આત્માનું વર્ણન પ્રશમરતિમાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે જેમણે વેદ અને કષાયોને શાંત કરી દીધા છે, જેઓ હાસ્ય, રતિ, અરતિ અને શોકમાં સ્વસ્થ રહે છે, જેઓ ભય અને નિંદાથી પરાજિત થતા નથી, આવા મહાત્માઓને જે સુખ હોય છે, તેવું સુખ બીજાઓને કેવી રીતે હોય? અને એ સુખનું શબ્દોમાં વર્ણન પણ કેવી "રીતે થઈ શકે ? નિઃસંગ, શાન્ત-ઉપશાન્ત આત્માઓ જે આંતરસુખને અનુભવે છે, તેવું સુખ, અશાન્ત અને અનુપશાન એવા સમ્યમ્ વૃષ્ટિ, જ્ઞાની, બાની અને તપસ્વીઓ પણ અનુભવતા નથી. ૮૮ SARARARARARARARA શાખ્યશતક
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy