SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ व्यवस्थाप्य समुन्मीलदहिंसा-वल्लि-मंडपे । નિર્વાય તાત્માનં ક્ષમ-શ્રીવન્દ્રન-વૈદ રૂ૪l : અર્થ: (હે આત્મન) તારા આત્માને અહિંસારૂપ પ્રફુલ્લિત લતામંડપમાં રાખીને, ક્ષમારૂપ શ્રીચંદનના રસથી તેને શાંતિ આપ. : વિવેચન : અહિંસાના, કરુણાના, દયાના પ્રફુલ્લિત લતામંડપમાં સદૈવ તમે રહો... અને તમારા શરીર પર ક્ષમાના ચંદનનું વિલેપન કરતા રહો! પછી તમે જોજો કે તમને કેવી અદ્દભુત શાન્તિનો અનુભવ થાય છે ! - કરુણાના લતા-મંડપમાં રહેવાનું તમને ગમશે? - અવારનવાર તમારા મન પર ક્ષમાના ચંદનરસનું “પ્રે' કરતા રહેશો? તો ક્રોધાગ્નિની જ્વાળાઓ તમને દઝાડી નહીં શકે, બાળી નહીં શકે. તમે, મારા મિત્ર, સુખપૂર્વક જીવી શકશો. આ વંત ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ રીતે કહે છે क्षमा सार चंदनरसे, सिंचो चित्तपवित्त, दयावेल मंडप तले रहो, लहो सुख मित्त । પરંતુ જો તમે દયાના, કરુણાના મંડપમાંથી બહાર ફરવા નિકળશો તો ક્રોધ તમને જરૂર બાળશે ! કરુણાના મંડપમાંથી ભૂલે ચૂકે પણ બહાર ના નિકળશો. આટલી સાવધાની તો રાખવી જ પડશે. સાથે સાથે, તમારા મનને ક્ષમાના ચંદનરસથી ભીનુ-ભીનું રાખવાનું ના ભૂલશો. ક્ષમારસનું “એ” તમારી પાસે જ રાખજો. મન પર અવારનવારે છંટકાવ કરતા જ રહેજો. આ દુનિયામાં રહીને આ કરવાનું છે. તમે સંસારી હો કે સાધુ હો, તમારે આ બે કામ કરવાનાં છે. તો તમે ક્રોધની જ્વાળાઓથી બચી શકશો. સર્વભક્ષી ક્રોધથી બચવાની જો તમારી તીવ્ર ઇચ્છા હોય તો આ શ્રેષ્ઠ ઉપાય છે. શામ્યશતક a ded ૩પ
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy