________________
शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्पराः । क्लिश्यन्ते जंतवो हंत, दुःस्तरा भववासना ॥१८॥
: અર્થ : અહો ! સંસાર-વાસના કેવી દુસ્તર છે ! શરીર ઉપરનો મોહ દુઃખી જ કરે છે છતાં મોહાસક્ત રહીને જીવો ક્લેશ પામે છે!
.: વિવેચન : સંસાર-વાસના એટલે વૈતરણી નદી. વૈતરણી હમેશાં દુસ્તર હોય છે. વૈતરણીને પાર કરવી સરળ નથી.
સંસારવાસનાથી પર થવું એટલું જ મુશ્કેલ છે. એ સંસારવાસનામાં મુખ્ય વાસના હોય છે. શરીરની.
મોહાધીન જીવાત્મા દેહને - શરીરને જ સર્વસ્વ માને છે, એટલે એની દેહાસક્તિ પ્રબળ હોય છે. આ દેહાસતિ જીવને દુઃખી કરે છે, ત્રાસ આપે છે.... છતાં મૂઢ જીવ દેહાસક્િત છોડતો નથી.
દેહાલત જીવાત્મા સમજતો નથી કે – આ દેહ નાશવંત છે, – આ દેહમાં અશુચિ ભરેલી છે, – આ દેહ સદેવ પવિત્ર રહેતો નથી.
આ દેહાસક્િત, શરીરવાસના છૂટવી સરળ નથી હોતી, ઘણી મુશ્કેલ હોય છે. મનુષ્ય, સ્વજનોનો ત્યાગ કરી શકે છે, સ્નેહી મિત્રોનો ત્યાગ કરી શકે છે, વૈભવ-સંપત્તિનો ત્યાગ કરી શકે છે... માનસન્માનનો ત્યાગ કરી શકે છે. પરંતુ શરીરના મમત્વનો ત્યાગ કરવો એના માટે પણ મુશ્કેલ હોય છે. * મારું શરીર રોગી ન બનવું જોઈએ. * મારું શરીર દુર્બળ ન થવું જોઈએ. * મારું શરીર ગંદુ ન રહેવું જોઈએ !
આવી બધી દેહવાસનાઓ જીવાત્માને સંતાપ પમાડતી રહે છે, છતાં મોહમૂઢ જીવાત્મા દેહાસકિત છોડતો નથી. શરીર ઉપરનું મમત્વ ત્યાગતો નથી...કારણ કે સંસારવાસના વૈતરણી છે ! અને તે દુતર છે ! શાખ્યશતક Nataka Rese
૧૯