________________
प्रातिहार्यमियं धत्ते निवृत्तिनिवृत्तिश्रियः । य एव रोचतेऽमुष्यै तां स एव हि पश्यति ॥१०॥
: અર્થ : આ નિવૃત્તિ (ઉપરતિ) મોક્ષલક્ષ્મીની પ્રતિહારીનું કામ કરે છે. તેથી જે પુરુષ એ નિવૃત્તિને ગમે છે, તે પુરુષ મોક્ષલક્ષ્મીનું દર્શન કરી શકે છે.
.: વિવેચન : તમારે મોક્ષલક્ષ્મીનાં દર્શન કરવાં છે? તમારે શિવસુંદરીનાં દર્શન કરવાં છે ?
તો તમારે, એની પ્રતિહારી (દ્વારપાલ) ને સાધવી પડશે. એ પ્રતિહારીને તમે ખુશ કરી શકો, એ તમારા પર રીઝી જાય તો તમને મોક્ષલક્ષ્મીનાં, શિવસુંદરીનાં દર્શન કરાવી દે !
એ પ્રતિહારી છે નિવૃત્તિ ! ઉદાસીનતા ! સૌમ્યતા ! તમે નિવૃત્ત બનો, ઉદાસીન બનો, સૌમ્ય બનો, શાન્ત-ઉપશાન્ત બનો, તો તમને મોક્ષપ્રાપ્તિ થતાં વાર નહીં લાગે. તમને મુક્ત થતાં વાર નહીં લાગે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ લખ્યું છે - निवृत्ति ललना कुं सहज, अचारेजकारी कोउ,
जो नर याकुं रुचत है याकुं देखे सोउ. તમારે પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસતિથી નિવૃત્ત બનવું પડશે. તમારે સંસારવાર પ્રત્યે ઉદાસીન બનવું પડશે. તમારે કષાયોને શાન્ત કરી, ઉપશમરસમાં લીન બનવું પડશે. એ માટે આ દુનિયાના તમામ સંબંધોના વળગણોથી વેગળા બની જવું પડશે !
બસ, પછી તમારે કંઈ જ કરવાનું, સાધવાનું, આરાધવાનું બાકી નહીં રહે. તમે કૃતકૃત્ય-કૃતાર્થ બની શકો. તમે પરમ સુખમય, પરમાનંદમય બની જશો.
તમે નિવૃત્તિના પ્રિયતમ બની જાઓ!
૧૦૨
(ISecretariation શામ્પશતક