________________
योगश्रद्धालवो ये तु नित्यकर्मण्युदासते । प्रथमे मुग्धबुद्धीनामुमयभ्रंशिनो हि ते ॥१०॥
: અર્થ : જે પુરુષો માત્ર યોગ' ઉપર શ્રદ્ધા રાખીને, બીજો આવશ્યક ધર્મકૃત્યો તરફ ઉદાસ રહે છે, તેઓ મૂMશિરોમણિ છે. તેઓ ઉભય ભ્રષ્ટ થાય છે.
.: વિવેચન : સાવધાન રહો! ‘માત્ર યોગસાધનાના વિશ્વાસે રહી, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પરમાત્મપૂજન આદિ આવશ્યક ધર્મકૃત્યોનો ત્યાગ ન કરી દેશો. નહીંતર તમે મૂર્ખ બનશો. અધ્યાત્મમાર્ગે છેતરાઈ જશો. આ ભવ અને પરભવમાં ભ્રષ્ટ થશો.'
ગ્રંથકારે શતાબ્દિઓ પૂર્વે આ સાવધાની આપી છે ! આજે વર્તમાનકાળે, અપાંત્ર અને અયોગ્ય જીવો જ્યારે એકાદ-બે ધ્યાન ક્રિયાઓ શીખી લે છે, એક-બે કલાક એક આસને બેસી યૌગિક ક્રિયાઓ કરી લે છે, તેઓ લગભગ આવશ્યક ધર્મક્રિયાઓ છોડી દે છે ! એ ક્રિયાઓ કરનારાઓ તરફ નફરતભરી દ્રષ્ટિથી જુએ છે. ધ્યાનાભિમાન અને યોગાભિમાનથી ઉન્મત્ત બની, અધ્યાત્મમાર્ગને દૂષિત કરે છે. આ અભિમાન એમનું શતમુખી પતન કરે છે.
આવશ્યક ક્રિયાઓ પ્રતિદન કરવી જોઈએ, ભાવપૂર્વક કરવી જોઈએ, ઉપયોગપૂર્વક કરવી જોઈએ. ધ્યાન’ અને ‘યોગ’ એ ધર્મક્રિયાઓમાં પૂરક બનવાં જોઈએ, બાધક નહીં. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
शुद्ध योगश्रद्धान करी, नित्य करम को त्याग, प्रथम करे जो मूढ़ सो, उभय भ्रष्ट निर्भाग. થોડીક ઉપરછલ્લી યોગક્રિયાઓ કરીને યોગી નથી બની જવાતું કે થોડી ધ્યાન-પ્રક્રિયાઓ શીખીને ધ્યાન નથી બની જવાતું.
શામશતક
, ૧૦૧