________________
विधाय कायसंस्कारमुदारघुसृणादिभिः । आत्मानमात्मनैवाहो, वंचयन्ते जड़ाशयाः ॥६९॥ .
: અર્થ : જડબુદ્ધિના પુરુષો, ઊંચી જાતના કેશર વગેરેથી પોતાના શરીરને શણગારીને, આત્માથી જ આત્માને ઠગે છે !
: વિવેચન : આ શરીર અશુચિથી ભરેલું છે. મળ-મૂત્ર, માંસ-મા , લોહી અને હાડકાં વગેરે ગંદા પદાર્થોથી ભરેલું છે. એના ઉપર કાળી-ગોરી ચામડીનું આવરણ માત્ર છે.. આવા શરીરને રોજ નવરાવીને એના ઉપર સુગંધી વિલેપનો કરવાં, એવા શરીરને સુંદર વસ્ત્રાલંકારોથી શણગારવું.... એમાં બુદ્ધિમત્તા નથી, પરંતુ બુદ્ધિની જડતા છે !
કારણ કે શરીરના આવા બધા શણગારથી, શરીરની અશુચિતા દૂર થતી જ નથી. શરીરમાં ભરેલી ગંદકી યથાવત્ રહે છે. પછી શા માટે બધા શણગાર કરવા? શા માટે સુગંધી સેંટ-ઇસેંસ ચોપડવા? શા માટે પફ-પાવડરના લપેડા કરવા ?
જો તમે શરીરની શોભા કરો છો, શરીરને સજાવો છો, તો તમે ખરેખર, તમારી જાતને જ છેતરો છે ! તમે સ્વયં તમારા આત્માને ઠગો
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે -
शोभन बहु बनावते, चंदन चरवत देह, वंचत आप ही आपकुं जड़ धरी पुद्गलनेह. પુદ્ગલ સાથેના પ્રેમ, જડબુદ્ધિનું કામ છે. શરીર પુદ્ગલ છે. શરીર પર પ્રેમ રાખવાનો નથી. શરીરની શોભા કરવાની નથી. શરીરથી આત્મા જુદો છે. શરીરમાં વ્યાપીને રહેલો છે, છતાં શરીરથી જુદો છે. એ આત્માની સંભાળ લેવાની છે. એ આત્માને ક્ષમા વગેરે ગુણોથી શણગારવાનો છે. આત્મા ઉપર લાગેલાં કર્મોનાં બંધનો તોડવાનાં છે.
૭૦
MARNAAN શાખ્યશતક