Book Title: Agam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
Catalog link: https://jainqq.org/explore/005059/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल सणस्स આગમદીપ 1 ૪૫ આગમ ગુર્જર છાયાઃ ज्योतिषाचार्य मुनिराज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ વોરઃ રાનીઢ (ઘર) પિન : 454 116 (5.J.) ON આગમ:- ૨૪ થી ૩૯ દશ વયના- છ છેદસૂત્ર -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરતના-સાગર For Påvate & Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ (ા ? ના કાકા મારી છે બાલ બહચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मल दंसणस्स ही पद्मावती देव्यै नमः શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ કે છે જે છે આગમ-દીપ. -- ૪૫-આગમ-ગુર્જરછાયા ? વિભાગ છઠ્ઠો આગમ-૨૪ થી ૩૯- ગુર્જરછાયા દશ વયના - છ છેદ સૂત્ર સY? - ગુર્જર છાયા કર્તા:( મુનિ દીપરત્નસાગર lutiiiiiiiiiiiiiiiiiii તા. ૩૧/૩/૯૭ સોમવાર ૨૦પ૩ ફા. વ. ૭ કે ૪૫ આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. ૨૦૦૦/ રે રે છે કી આગમ દીપ પ્રકાશન કી ૪૪૪ 5:333 33 Page #3 -------------------------------------------------------------------------- ________________ [૨] ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स મુદ્રક નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ -: આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક ઃશ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા કમ્પોઝ શ્રી ગ્રાફિકસ ૨૧, સુભાષનગર, ગિરધરનગ૨, શાહિબાગ, અમદાવાદ. * ૪૫ આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ ૧૬, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે ૧, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેબ્લિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ૨૦, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ ૨૧, સુભાષનગર, ગિરધરનગર, શાહીબાગ, અમદાવાદ. નોંધ :- ૪૫ આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટીપ પ્રાશન અમદાવાદનો રૂા. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ . [૩] આગમદીપ - વિભાગ-૬ - અનુક્રમ દશપયન્ના || છ છેદ સૂત્ર આગમક્રમ ૨૪ થી ૩૩ પૃષ્ઠ. ૧૩ આગમક્રમ ૩૪ થી ૩૯ પૃષ્ઠ. (૨૪ ચઉસરણ - પહેલો પચનો - ગુર્જરછાયા ) ક્રમ વિષય અનુક્રમ પૃષ્ઠાંક આવશ્યક - અધિકાર ૧-૭ | ૧૩મંગલ આદિ | | ૮-૯ | ૧૩-૧૪ ચાર શરણા ૧૦-૪૮ ૧૪-૧૬ દુષ્કૃત ગહ ૪૯-૫૪ | ૧૬-૧૭ સુકૃત અનુમોદના ૫૫-૫૮ ૧૭૬ | ઉપસંહાર ૫૯-૬૩. ૧૭(૨૫Y આઉર પચ્ચખાણું - બીજો પચનો - ગુર્જરછાયા વિષય અનુક્રમ | પૃષ્ઠક પ્રરૂપણા ૧-૧૦ ૧૮પ્રતિક્રમણ આદિ આલોચના ૧૧-૩૩ ૧૮-૨૦ આલોચના દાયક-ગ્રાહક સ્વરૂપ ૩૩-૩૬ ૨૦-૨૧ અસમાધિ મરણ ૩૭-૪૫ ૨૧પંડિત મરણ અને આરાધના ૪૬-૭૧ ૨૧-૨૩ - - ક્રમ મ (૨૦) મહા પચ્ચખ્ખાણું - ત્રીજો પયત્નો - ગુર્જર છાયા) વિષય અનુક્રમ | પૃષ્ઠક મંગલ ૧-૨ ૨૪વોસિરાવવું અને ખામણા ૩-૭. ૨૪નિંદા-ગહ આદિ ૮-૧૨ | ૨૪ભાવના ૧૩-૧૭ | ૨૪-૨૫. મિથ્યાત્વ ત્યાગ, આલોચના, પ્રાયશ્ચિત. ૧૮-૩૬ ૨૫-૨૬ વિવિધ ધર્મોપદેશ આદિ ૩૭-૧૪૨ ૨૬-૩૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧-૪ 3 | می را به وامع امه I ==== = (૨૦) ભત્ત પરિણા - ચોથો પયત્નો - ગુર્જર છાયા છે મ વિષય - અનુકમ | પૃષ્ઠક મંગલ અને જ્ઞાનની મહત્તા ૩રશાશ્વત - અશાશ્વત સુખ ૩રમરણના ભેદો [૮-૧૧ ૩૨આલોચના - પ્રાયશ્ચિત્ત ૧૨-૨૩ ૩૨-૩૩ વ્રત - સામાયિક – આરોપણ આદિ ૨૪૩૩ ૩૩-૩૪ S આચરણા - ખામણા - ઉપદેશ આદિ | ૩૪-૧૭૨ [ ૩૪-૪ર (૨૮) સંકુલ વેચાલિય - પાંચમોપયનો - ગુર્જર છાયા ) વિષય અનુકમ પૃષ્ઠોક મંગલ અને દ્વાર નિરૂપણ ૧-૩ ૪૩ગર્ભ પ્રકરણ પ-૪૨ | ૪૩-૪s પ્રાણીની દશ દસાઓ ૪૩-૫૭ ૪૬ધર્મ ઉપદેશ અને ફળ ૫૮-૬૪ ૪૬-૪૮ દેહ સંહનન અને આહાર આદિ ૬પ-૭૪ ૪૯-૫૦ કાળ – પ્રમાણ ૭પ-૯૫ પ૦-પ૧ અનિત્યત્વ-અશુચિત્વ આદિ પ્રરૂપણા | ૯૬-૧૧૬ પ૧-પ૩ ઉપદેશ - ઉપસંહાર ૧૧૭-૧૬૧ પ૩-૫૬ સંથારગં - છઠ્ઠો પયનો - ગુર્જર છાયા )) અનુક્રમ છે મંગલ અને સંથારગના ગુણો ૧-૩૦ પ૭-પ૯ સંથારગનું સ્વરૂપ અને લાભો ૩૧-પપ ! પ૯-૬૧ સંથારગના દ્રષ્ટાંતો પs-૮૮ ૬૧-૩ ભાવના ૮૯-૧૨૧ ૧ ૩-૬૬ - (૧) ગચ્છાચાર - સાતમો પયત્નો - ગુર્જર છાયા વિષય અનુક્રમ | પૃષ્ઠક ૧ | મંગલ આદિ ૧-૨ | ૬૭| ૨ | ગચ્છમાં વસનારના ગુણો ૩-૬ | ૬૭ વિષય ها પૃષ્ઠક - - فیلم به ૪૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ [૫] મ વિષય અનુક્રમ પૃષ્ઠક ૭-૪૦ ૬૭-૬૯ -{. આચાર્યનું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ સાધ્વી સ્વરૂપ ઉપસંહાર ૪૧-૧૦૬ ૬૯-૭૩ ૧૦૭-૧૩૪ ૭૩-૭૫ ૧૩૪-૧૩૭ | ૭૫ (૩૦ - (૨) ચંદાવે×ય - સાતમો પચનો - ગુર્જર છાયા) વિષય અનુક્રમ | પૃષ્ઠક | ૧ | મંગલ અને દ્વાર નિરૂપણ ૧-૩ | ૭૬વિનયગુણ- દ્વાર ૪-૨૧ ૭૬-૭૭ આચાર્ય - દ્વાર ૨૨-૩૬ ૭૭-૭૮ શીલ્પ - દ્વાર ૩૭-૫૩ ૭૮-૭૯ વિનય નિગ્રહ દ્વાર ૫૪-૭૧ ૭૯-૮૧ ' જ્ઞાન-ગુણ દ્વાર ૦૨-૯૯ ૮૧-૮૨ ચારિત્ર-ગુણ દ્વાર ૧૦૦-૧૧૬ ૮૩-૮૪ મરણ ગુણ દ્વાર ૧૧૭-૧૭૨ ૮૪-૮૭. ૯ | ઉપસંહાર ૧૭૩-૧૭પ ૮ | ૮૭ ૧ ગણિવિજા - આઠમો પચનો - ગુર્જર છાયા ક્રમ વિષય عاب ] દિવસ દ્વાર | ૨ | તિથિ દ્વાર નક્ષત્ર દ્વાર ૪ | કરણ દ્વાર ગ્રહ દિવસ દ્વાર મુહૂર્ત દ્વાર શકુન દ્વાર લગ્ન દ્વારા નિમિત્ત દ્વારા અનુક્રમ | પૃષ્ઠક ૧-૩ [ ૮૮૪-૧૦ | ૮૮૧૧-૪૦ | ૮૮-૮૯ ૪૧-૪૫ ૮૯-૯૦ ૪૬-૪૭ ૯૦૪૮-૫૫ ૯૦૫૬-૬૦ ૯૦૬૧-૬૮ ૯૦૬૯-૮૨ ૯૦-૯૧ ૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૯૫ વિષય ૨૨ દેવિંદસ્થઓ - નવમો પયગ્નો - ગુર્જર છાયા ) વિષય અનુકમ | પૃષ્ઠક મંગલ - દેવેન્દ્ર વિષયક પૃચ્છા ૧-૧૧ | ૯૨ભવનપતિ અધિકાર ૧૧-૬૬ | ૯૨-૯૫ ૩ | વાણવ્યંતર અધિકાર ૬૭-૮૦ ૪ | જ્યોતિષ્ક અધિકાર ૮૧-૧૬૧ ૯૫-૯૮ પ વૈમાનિક અધિકાર ૧૬૨-૨૭૩ ૯૮-૧૦૩ | ઈસતુ પ્રાભાર પૃથ્વી અને સિદ્ધ અધિકાર | ૨૭૪-૩૦૨ | ૧૦૩-૧૦૪ | ૭ | જિન ઋદ્ધિ અને ઉપસંહાર | ૩૦૩-૩૦૭ | ૧૦૪- | વીરત્થવ - દશમો પચનો - ગુર્જર છાયા કિમ | અનુકમ | પૃષ્ઠક શ્રમણ ભગવાન મહાવીર - વિશેષણ આદિ : ૧-૪ ૧૦પવિશેષણ આશ્રીને સ્તવના ૫-૪૩ | ૧૦પ-૧૦૭ (૩૪ નિસીહ - પહેલું છેદસૂત્ર - ગુર્જર છાયા છે | ઉસો વિષય | અનુકમ | પૃષ્ઠક | ગુરુ માસિક પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૧-૫૮ ૧૦૮-૧૧૧ લઘુ માસિક પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૫૯-૧૧૭ ૧૧૧-૧૧૫ લઘુ માસિક પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૧૧૮-૧૯૬ ૧૧૫-૧૧૭ | લઘુ માસિક પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૧૭-૩૧૩ ૧૧૭-૧૨૦. લઘુ માસિક પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૩૧૪-૩૯૨ ૧૨૦-૧૨૨ ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૩૯૩-૪૬૯ ૧૨૨-૧૨૩ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૪૭૦-પ૬૦ ૧૨૩-૧૨૫ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૫૬૧-પ૭૯ ૧૨૫-૧૨૬ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૫૮૦-૬૦૭. ૧૨૬-૧૨૮ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૬૦૮-૬૫૪ ૧૨૮-૧૩૦ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૬પપ-૭૪૬ ૧૩૦-૧૩૨ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો ७४७-७८८ ૧૩૩-૧૩૪ ૧૩ | | લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૭૮૯-૮૨ ૧૩૪-૧૩પ Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેસો ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ઉદ્દેસો વિષય ૧ સાધુ-સાધ્વી આચાર વિધિ-નિષેધ ર સાધુ-સાધ્વી આચાર વિધિનિષેધ ૩ સાધુ-સાધ્વી આચાર વિધિનિષેધ ૪ સાધુ-સાધ્વી આચાર વિધિ-નિષેધ સાધુ-સાધ્વી આચાર વિધિ-નિષેધ સાધુ-સાધ્વી આચાર વિધિ-નિષેધ ૫ ક્ ઉદ્દેસો ૧ ૨ [9] વિષય લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો પ્રાયશ્ચિત દેવાની અને વહન કરવાની વિધિ | ૧૩૭૦-૧૪૨૦ ૩૫ બુહત્ કપ્પો - બીજું છેદસૂત્ર - ગુર્જર છાચા અનુક્રમ ૩ ૪ પ્ ૬ ૭ ८ ૯ ૧૦ 35 વવહાર - ત્રીજું છેદસૂત્ર વિષય પરિહાર સ્થાન પ્રાયશ્ચિત વિધિ... આદિ બે કે વધુ સાધર્મિક સહ વિચરણ - ભૂલો- વિધિ અનુક્રમ પૃષ્ઠાંક ૮૬૩-૯૦૪ ૧૩૫-૧૩૬ ૯૦૫-૧૦૫૮ ૧૩૭-૧૩૮ ૧૦૫૮-૧૧૦૮ ૧૩૮-૧૪૦ ૧૧૦૯-૧૨૫૯ ૧૪૦-૧૪૨ ૧૨૬૦-૧૩૩૨ ૧૪૨-૧૪૪ ૧૩૩૩-૧૩૬૯ ૨૧૪૪-૧૪૫ ૧૪૫-૧૪૮ પૃષ્ઠાંક ૧-૫૦ ૧૪૯-૧૫૨ ૫૧-૮૦ ૧૫૨-૧૫૩ ૮૧-૧૧૦ ૧૫૪-૧૫૫ ૧૧૧-૧૪૨ ૧૫૫-૧૫૮ ૧૪૩-૧૯૫ ૧૫૮-૧૬૦ ૧૯૬-૨૧૫ ૧૬૦-૧૬૧ ગુર્જર છાયા ૩૬-૭૫ |૧૬૪-૧૬૬ ૬૬-૯૪ |૧૬૭-૧૯૯ દીક્ષાપર્યાય અને શાસ્ત્ર અનુજ્ઞા...આદિ ઋતુકાળ સંબંધે સાધુ વિધિ-નિષેધ ઋતુકાળ સંબંધે સાધ્વી વિધિ નિષેધ ૯૫-૧૨૬ ૧૬૯-૧૭૧ ૧૨૭-૧૪૭ ૧૭૧-૧૭૩ ૧૪૮-૧૫૯ ૧૭૩-૧૭૪ ભિક્ષા - અતિશય - સાધુસાધ્વી સ્થાન આદિ સાધુ-સાધ્વી કલ્પ અકલ્પ વિધાનો ૧૬૦-૧૮૬ ૧૭૪-૧૩૬ શય્યા - સંથારા પાત્ર વિધિ...આદિ ૧૮૭-૨૦૨ ૧૧૬-૧૭૭ ખાવું - બેસવું - પ્રવેશવું - આદિ સંબંધિ વિષયો ૨૦૩-૨૪૮ ૧૦૦-૧૮૦ પ્રતિમા વર્ણન ૨૪૯-૨૮૫ ૧૮૦-૧૮૨ પૃષ્ઠાંક અનુક્રમ ૧-૩૫ |૧૬૨-૧૬૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ૨ ૩ ४ ૫ ૬ ૭ ८ ૧૦ ક્રમ ૧ ૨ ૩ ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ ક્ ७ ८ 36 દસાઓ અસમાધિસ્થાનો શબળદોષો આશાતના ગણિસંપદા ચિત્તસમાધિ સ્થાનો [૮] દસાસુચ ંધ - ચોથું છેદસૂત્ર - ગુર્જર છાચા અનુક્રમ ઉપાસક પ્રતિમા ભિક્ષુ પ્રતિમા પર્યુષણા મોહનિય સ્થાનો નિદાન વગેરે ૩. જીયકો - પાંચમું છેદસૂત્ર - ગુર્જર છાયા વિષય અનુક્રમ પ્રસ્તાવના દવિધ - આલોચના અને વિધિ ઉપસંહાર ૩૯ અધ્યયન શલ્ય ઉદ્ધરણ કર્મ વિપાક વિવરણ કુશીલ લક્ષણ કુશીલ સંસર્ગી નવનીત સાર મહાનિસીહં - છઠ્ઠું છેદસૂત્ર - ગુર્જર છાયા અનુક્રમ ૧-૨૨૫ ૨૨૬-૪૬૬ ૪૬૭-૬૫૩ ૬૫૪-૬૮૩ ૬૮૪-૮૪૪ ૮૪૫-૧૩૫૬ ૧૩૫૭-૧૪૮૩ ૧૪૮૪-૧૫૨૮ ગીતાર્થ વિહાર પ્રાયશ્ચિત સૂત્ર સુસઢ અણગાર કથા ૧-૨ ૧૮૩-૧૮૪ ૩ ૧૮૪-૧૮૫ ૪ ૧૮૫-૧૮૬ ૫-૧૫ ૧૮૬-૧૮૯ ૧૬-૩૪ ૧૮૯-૧૯૧ ૩૫-૪૭ ૧૯૧-૧૯૧ ૪૮-૫૨ ૧૯૮-૨૦૧ ૫૩ ૨૦૧ ૫૪-૯૩ ૨૦૧-૨૦૩ ૯૪-૧૧૪ ૨૦૩-૨૧૨ ૧-૩ ૪-૧૦૧ ૧૦૨-૧૦૩ પૃષ્ઠાંક પૃષ્ઠાંક ૨૧૩ ૨૧૩-૨૨૨ ૨૨૨ પૃષ્ઠાંક ૨૨૩૨૩૫ ૨૩૫-૨૫૭ ૨૫૭-૨૮૪ ૨૮૪-૨૯૪ ૨૯૪૩૨૫ ૩૧-૩૪૮ ૩૪૮-૩૭૦ ૩૭૦-૩૯૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો / 1 ભાગ - ૧ ભાગ - ૨ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા રત્નત્રયારાધકા સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (૨) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (૩) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે તથા સંવત ૨૦૫૨ના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 3 Sભાગ-૪ (૧) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ, (૨) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ ભાગ-) તથા } ભાગ - ૭ ) સમ્યગુ કૃતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા Page #11 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક (૧) આયારો (૨) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જેન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (૧) ઠાણ ક્રિયાનુરાગી સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (૨) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (૧) જંબુદ્ધીવપન્નત્તિ (૨) સૂરપન્નતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (૧) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.! પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (૧) પહાવાગરણું - સ્વ.પૂ.આગમોદ્વારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પઘલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (૧) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રજ્ઞાશ્રીજી તથા કોકીલકંઠી સા.કૈરવપ્રજ્ઞાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ [૯] [૯] [૧૨] -: અ-માં-રા - પ્રકા -શનો :अभिनव हेम लघुप्रक्रिया - १ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - २ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ३ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ४ - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [૧૦] अभिनव जैन पञ्चाङ्ग - २०४६ [૧૧] અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૧. શ્રાવક કર્તવ્ય - ૧ થી ૧૧ અભિનવ-ઉપદેશ પ્રાસાદ - ૨. શ્રાવક કર્તવ્ય - ૧૨ થી ૧૫ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૩. શ્રાવક કર્તવ્ય - ૧૬ થી ૩૬ નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ ચૈત્યવંદન માળા [૭૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી [૨૧] અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી [૨] શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે. [૨૩] , શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [૨૪] શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી [૨૫]. શ્રી બાઝત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [] અભિનવ જૈન પંચાંગ - ૨૦૪૨ [સર્વપ્રથમ ૧૩ વિભાગોમાં. [૨૭] શ્રી જ્ઞાનપદ પૂજા [૨૮] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [૨૯] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [૩૦] વીતરાગ સ્તુતિ સંચય [૧૧૫૧ ભાવવાહી સ્તુતિઓ] પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [૩૨] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [૩૩] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [૩૪] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ LAULUL [૩૧] Page #13 -------------------------------------------------------------------------- ________________ [१०] [34] [3] [39] [३८] [36] [४०]] [४१] [४३] ४४] - - [४५] ४६] [४७] ४८] [४९] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯, તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા – અધ્યાય-૧૦ - o -x - --x -0 आयारो [आगमसुत्ताणि-१ ] पढमं अंगसुत्तं सूयगडो [आगमसुत्ताणि-२ बीअं अंगसुत्तं ठाणं [आगमसुत्ताणि-३ तइयं अंगसुत्तं समवाओ [आगमसुत्ताणि-४ चउत्थं अंगसुत्तं विवाहपन्नति [आगमसुत्ताणि-५ पंचमं अंगसुत्त नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ 'छठं अंगसुत्तं उवासगदसाओ [अगमसुत्ताणि-७ सत्तमं अंगसुत्तं अंतगडदसाओ [आगममुत्ताणि-८ अठ्ठम अंगसुत्तं अनुत्तरोववाइयदसाओ [आगमसुत्ताणि-९ नवमं अंगसुत्तं पण्हावागरणं [आगमसुत्ताणि-१० दसमं अंगसुत्तं विवागसूर्य आगमसुत्ताणि-११ एक्कारसमं अंगसुत्तं उववाइयं [आगमसुत्ताणि-१२ पढम उवंगसुत्तं रायप्पसेणियं आगमसुत्ताणि-१३ बीअं उवंगसुत्तं जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ तइयं उवंगसुत्तं पनवणासुत्तं [आगमसुत्ताणि-१५ चउत्थं उवंगसुत्तं सूरपन्नति [आगमसुत्ताणि-१६ पंचमं उवंगसुत्तं चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ छठं उवंगसुत्तं जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ सातमं उवंगसुत्तं निरयावलियाणं [आगमसुत्ताणि-१९ अठुमं उवंगसुत्तं कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० नवमं उवंगसुत्तं पुफियाणं [आगमसुत्ताणि-२१ दसमं उवंगसुत्तं पुष्फचूलियाणं [आगमसुत्ताणि-२२ ] एक्कारसमं उवंगसुत्तं वण्हिदसाणं [आगमसुत्ताणि-२३ ] बारसमं उवंगसुत्तं चउसरणं आगमसुत्ताणि-२४ ] पढमं पईण्णगं आउरपच्चक्खाणं [आगमसुत्ताणि-२५ ] बीअं पईण्णगं महापच्चक्खाणं - [आगमसुत्ताणि-२६ ] तीइयं पईण्णगं भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ ] चउत्थं पईण्णगं तंदुलवेयालियं आगमसुत्ताणि-२८ ] पंचमं पईण्णगं تن تن تن تن تن کن ست کت کککککک [६७]] [६८] [६९] Page #14 -------------------------------------------------------------------------- ________________ संथारगं गच्छायार चंदावेज्झयं गणिविजा देविंदत्थओ मरणसमाहि वीरत्थव निसीह बुहत्कप्पो ववहार दसासुयखंधं जीयकप्पो पंचकप्पभास महानिसीहं आवसस्सयं ओहनिजत्ति पिंडनित्ति दसवेयालियं उतरज्झयणं नंदीसूर्य __ अणुओगदारं [११] [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ [आगमसुत्ताणि-३१ अठ्ठमं पईण्णगं [आगमसुत्ताणि-३२ ] नवमं पईण्णगं [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-१ [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुत्तं [आगमसुत्ताणि-३६ तइयं छेयसुत्तं [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुत्तं. [आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-१ [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ [आगमसुत्ताणि-३९ छठं छेयसुत्तं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया ९०) [८१] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [२] सूया - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] पीए मंगसूत्र [3] 6ti - ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [४] समवासी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [૫] વિવાહપન્નત્તિ - “ ગુર્જરછાયા [આગમદીપ-પ ] પાંચમું અંગસૂત્ર [s] नयाधम्मामी - गुरछाया [मारामही५-६ ] છઠું અંગસૂત્ર [८७] 6वासरासामी - गुरछाया [मागमट्टी५-७ ] सात, अंगसूत्र [૮] અંતગડદસાઓ - ગુજરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [८] मनुत्तरीपति सामी • गुर्डरछाया [मागमही५-८ ] नवमुं. अंगसूत्र [૧૦૦] પહાવાગરણ - ગુર્જરછાયા [આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [१०१] विवागसूर्य - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [१०२] 6440ऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [१०3] २रायप्पलियं - ગુર્જરછાયા [આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [૧૦૪] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૦૫] પન્નવણા સુત્તું[૧૦૬] સૂ૨૫ન્નત્તિ - [૧૦૭] ચંદપન્નતિ - [૧૦૮] જંબુદ્દીવપન્નતિ[૧૦૯] નિરયાવલિયાણું - [૧૧૦] કપ્પવિિસયાણું - [૧૧] મહાપચ્ચક્ખાણું [૧૧૭] ભત્તપરિણા [૧૧૮] તંદુલવેયાલિયું - [૧૧૯] સંથારગં - [૧૧૧] પુલ્ફિયાણું - [૧૧૨] પુચૂલિયાણું - [૧૧૭] વહ્વિદસાણું - [૧૧૪] ચઉસરણ - [૧૧૫] આઉરપચ્ચક્ખાણું –ગુર્જરછાયા [૧૨૦] ગચ્છાયા૨ - [૧૨૧] ચંદાવેજ્ડયં - [૧૨૨] ગણિવિજ્જા - [૧૨૩] દેવિંદત્થઓ - [૧૨૪] વીરત્થવ - [૧૨૫] નિસીહું - [૧૨૬] બુહતકપ્પો - [૧૨૭] વવહાર - [૧૨૮] દસાસુયમ્બંધ - [૧૨૯] જીવકપ્પો - [૧૩૦] મહાનિસીહં - [૧૩૧] આવસ્તર્યં [૧૩૨] ઓહનિજ્જુત્તિ[૧૩૩] પિંડનિજ્જુત્તિ - [૧૩૪] દસવેયાલિયું - [૧૩૫] ઉત્તરજ્ગ્યણ - [૧૩૬] નંદીસુi - [૧૩૭] અનુયોગદારાઈ - નોંધ : - [૧૨] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] આગમદીપ-૧૮ ] [ આગમદીપ-૧૯ ] ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] ગુર્જરછાયા ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] [ આગમદી૫-૨૪ ] ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા [ આગમદી૫-૨૫ ]. [ આગમદી૫-૨૬ ] [ આગમદીપ-૨૭ ] [ આગમદીપ-૨૮ ] [ આગમદી૫-૨૯ ] ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] ગુર્જરછાયા ગુર્જરાયા ગુર્જરછાયા [ આગમદી૫-૨૦ ] [ આગમદીપ-૨૧ ] ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] ગુર્જછાયા [ આગમદીપ-૩૧ ] ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] આગમદી૫-૩૪ ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા અગિયારમું ઉપાંગસૂત્ર બારમું ઉપાંગસૂત્ર પહેલો પયત્નો બીજો પયત્નો ત્રીજો પયત્નો ચોથો પયત્નો પાંચમો પયત્નો છઠ્ઠો પયત્નો સાતમો પયત્નો-૧ સાતમો પયત્નો-૨ આઠમો પયત્નો નવમો પયત્નો દશમો પયત્નો પહેલું છેદસૂત્ર બીજું છેદસૂત્ર ત્રીજું છેદસૂત્ર ચોથું છેદસૂત્ર પાંચમું છેદસૂત્ર છઠ્ઠું છેદસૂત્ર પહેલું મૂલસુત્ર બીજું મૂલસુત્ર-૧ બીજું મૂલસુત્ર-૨ આગમદીપ-૪૧ આગમદીપ-૪૨] ત્રીજું મૂલસુત્ર ચોથું મૂલસુત્ર આગમદીપ-૪૩ આગમદી૫-૪૪ ] પહેલી ચૂલિકા આગમદી૫-૪૫ બીજી ચૂલિકા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા આગમદી૫-૩૫ આગમદીપ-૩૬ આગમદી૫-૩૭ આગમદીપ-૩૮ ] આગમદીપ-૩૯ ] આગમદીપ-૪૦ ] આગમદીપ-૪૧ ચોથું ઉપાંગસૂત્ર પાંચમું ઉપાંગસૂત્ર છઠ્ઠું ઉપાંગસૂત્ર સાતમું ઉપાંગસૂત્ર આઠમું ઉપાર્ગસૂત્ર નવમું ઉપાયંસૂત્ર દશમું ઉપાંગસૂત્ર ** ·O પ્રકાશન ૧ થી ૩૧ અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૪૨ થી ૯૦ આગમશ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૯૧ થી ૧૩૭ આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૩] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામિને નમઃ ૨૪ ચઉસરણ- પઈણયં પહેલુ પ્રકિર્ણક-ગુર્જરછાયા [૧]પાપ વ્યાપારથી નિવર્તવા રૂપ સામાયિક નામે પહેલું આવશ્યક, ચોવીસ તીર્થંકરના ગુણોનું ઉત્કીર્તન કરવા રૂપ ચવિસત્થઓ નામનું બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદના રૂપ વંદનક નામનું ત્રીજું આવશ્યક, લાગેલા અતિચાર રૂપ દોષની નિંદા રૂપ પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક, ભાવ વ્રણ, એટલે આત્માને લાગેલા ભારે દૂષણ મટાડનાર કાઉસ્સગ્ગ નામનું પાંચમું આવશ્યક, અને ગુણને ધારણ કરવા રૂપ પચ્ચક્ખાણ નામનું છઠ્ઠું આવશ્યક નિશ્ચે કરી કહેવાય છે. [૨]આ જિનશાસનમાં સામાયિક વડે નિશ્ચે ચારિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવધયોગનો ત્યાગ કરવાથી અને નિરવધયોગને સેવવાથી થાય છે. [3]દર્શનાચારની વિશુદ્ધિ ચઉવિસત્થઓ (લોગસ્સ) વડે કરાય છે, તે ચોવીસ જિનના અતિ અદ્ભૂત ગુણના કીર્તનરૂપ સ્તુતિવડે થાય છે. [૪]જ્ઞાનાદિક ગુણો, તે વડે યુક્ત ગુરૂ મહારાજને વિધિપૂર્વક વંદન કરવા રૂપ ત્રીજા વંદન નામક આવશ્યક વડે જ્ઞાનાદિક ગુણોની શુદ્ધિ કરાય છે. [૫] વડે તે જ્ઞાનાદિકની (મૂલ અને ઉત્તરગુણની) આશાતનાની નિંદાઆદિ વિધિ વડે શુદ્ધિ કરવી તે પ્રતિક્રમણ કહેવાય છે, [૬]ચારિત્રાદિકના જે અતિચારોની પ્રતિક્રમણ વડે શુદ્ધિ ન થઈ હોય તેમની શુદ્ધિ ગુમડાના ઓસડ સરખા અને અનુક્રમે આવેલા પાંચમા કાઉસ્સગ્ગ નામના આવશ્યક વડે થાય છે. [9]ગુણના ધારણ કરવા રૂપ પચ્ચક્ખાણ નામના છઠ્ઠા આવશ્યક વડે કરી તપના અતિચારની શુદ્ધિ થાય છે અને વીર્યાચારના અતિચારોની સર્વ આવશ્યક વડે શુદ્ધિ કરાય છે. [૮]૧- હાથી, ૨-વૃષભ, ૩સિંહ, ૪ -અભિષેક (લક્ષ્મી), પ-માળા, ૬-ચંદ્રમા, ૭-સૂર્ય, ૮-ધજા, ૯-કળશ, ૧૦ -પદ્મ સરોવર, ૧૧-સાગ૨, ૧૨-દેવગતિ માંથી આવેલા તીર્થંકરોની માતા) વિમાન, અને (નરકમાંથી આવેલા તીર્થકરોની માતા) ભવન દેખે, ૧૩ -રત્નનો ઢગલો અને ૧૪ -અગ્નિ, એ ચૌદ સ્વપ્નો સર્વ તીર્થંકરોની માતા તેઓ (તીર્થં કરો ) ગર્ભમાં આવે ત્યારે દેખે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ચઉસર–0િ [૯]દેવેન્દ્રો, ચક્રવર્તિઓ અને મુનીશ્વરોએ વાંદેલા મહાવીર સ્વામીને વાંદીને મોક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ. [૧૦]ચાર શરણ કરવાનું પાપ કાર્યોની નિંદા કરવી, અને સુકતની અનુમોદના કરવી આ ત્રણ અધિકારો મોક્ષનાં કારણ છે. માટે નિરંતર કરવા યોગ્ય છે. [૧૧]અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેવળી ભગવંતે કહેલો સુખ આપનાર ધર્મ આ ચાર શરણ ચાર ગતિનો નાશ કરનાર છે અને તે ભાગ્યશાળી પુરૂષ પામે છે. [૧૨-૧૩]હવે તીર્થંકરની ભક્તિના સમૂહે કરી ઉછળતી રોમરાજી રૂપ બખ્તરે કરી શોભાયમાન તે આત્મા ઘણા હર્ષ અને સ્નેહ સહિત મસ્તકને વિષે બે હાથ જોડી આ પ્રમાણે કહે છે. રાગ અને દ્વેષ રૂપ શત્રુઓના હણનાર, આઠ કમદિ શત્રુના હણનાર, અને વિષય કષાયાદિક વૈરીઓને હણનાર અરિહંતભગવાન મારા શરણ હો. [૧૪]રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરીને દુષ્કર તપ અને ચારિત્રને સેવીને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને યોગ્ય અરહંતો મને શરણ હોય. [૧પીસ્તુતિ અને વંદનને યોગ્ય ઈન્દ્ર અને ચક્રવર્તીની પૂજાને યોગ્ય અને શાશ્વત સુખ પામવાને યોગ્ય અરહંતો મને શરણ હોય. [૧૬]બીજાના મનના ભાવને જાણનારા, યોગીશ્વરો અને મહેદ્રોને ધ્યાન કરવા યોગ્ય, વળી ધર્મકથી અરહંત ભગવાન મને શરણ હો. [૧૭]સર્વ જીવોની દયા પાળવાને યોગ્ય, સત્ય વચનને યોગ્ય, વળી) બ્રહ્મચર્ય પાળવાને યોગ્ય અરહંતો મને શરણ હો. | [૧૮]સમવસરણમાં બેસીને ચોત્રીસ અતિશયોને સેવવાપૂર્વક ધર્મકથાને કહેતા અરિહંતો મને શરણ હો. [૧૯]એક વાણી વડે પ્રાણીઓના અનેક સંદેહોને એક કાળે છેદનારા અને ત્રણ જગતને ઉપદેશ આપતા અરિહંતો મને શરણ હો. [૨૦]વચનામૃત વડે જગતને શાંતિ પમાડતા, ગુણોમાં સ્થાપતા, વળી જીવ લોકનો ઉદ્ધાર કરતાં અરિહંત ભગવાન મને શરણ હો. . [૨૧]અતિ અદ્દભૂત ગુણવાળાં, પોતાના યશરૂપ ચંદ્રવડે દિશાઓના અંતને શોભાવનાર, શાશ્વત, અનાદિ અનંત અરિહંતોને શરણપણે મેં અંગીકાર કર્યો છે. [૨૨]ઘડપણ અને મરણનો સર્વથા ત્યાગ કરનાર, દુખથી પીડાએલાં સમસ્ત પ્રાણીઓને શરણભૂત અને ત્રણ જગતના લોકને સુખ આપનાર તે અરિહંતોને . (મારો) નમસ્કાર થાઓ. [૨૩]અરિહંતના શરણથી થએલ કર્મરૂપ મેલની શુદ્ધિ વડે જેને અતિ શુદ્ધ સ્વરૂપ પ્રગટયું છે તેવા સિદ્ધ પરમાત્માને વિષે બહુ જેને માન છે એવા આત્મા નમેલા મસ્તકને વિષે વિકસ્વર કમળના દોડા સમાન અંજલિ જોડીને હર્ષ સહિત સિદ્ધનું શરણ) કહે છે. [૨૪]આઠકર્મના ક્ષયથી સિદ્ધથએલા, સ્વાભાવિક જ્ઞાન દર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિો સિદ્ધ થઈ છે જેમને એવા તે સિદ્ધો મને શરણ હો. [૨૫] ત્રણ ભુવનના મસ્તકે સિદ્ધશિલાને વિષે) રહેલા, અને પરમપદ એટલે Page #18 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૨૬ ૧૫ મોક્ષને પામેલા, અચિંત્ય બળવાલા, મંગળકારી સિદ્ધ પદમાં રહેલા, અને અનંત સુખે કરી પ્રશસ્ત સિદ્ધો મને શરણ હો. [૨૬] રાગ દ્વેષ રૂપ શત્રુને મૂલમાંથી ઉખેડી નાખનાર, અમૂઢ લક્ષ્યવાળા (સદા ઉપયોગવંત) સયોગી કેવળીઓને પ્રત્યક્ષ જણાતા, સ્વભાવિક સુખનો અનુભવ કરનાર ઉત્કૃષ્ટ મોક્ષવાળા સિદ્ધો (મને) શરણ હો. [૨૭]રાગાદિક શત્રુઓનો તિરસ્કાર કરનાર, સમગ્ર ધ્યાનરૂપ અગ્નિ વડે ભવ બીજ (કર્મો) ને બાળી નાખનાર, યોગીશ્વરોને આશ્રય કરવા યોગ્ય અને સર્વ પ્રાણીઓને સ્મરણ કરવા યોગ્ય સિદ્ધો મને શરણ હો. [૨૮]પરમ આનંદને પામેલા, ગુણોના સાર ભૂત, ભવરૂપ કંદનો સર્વથા નાશ કરનાર, કેવળજ્ઞાનના પ્રકાશ વડે સૂર્ય અને ચંદ્રને ઝાંખા કરનાર, વળી રાગદ્વેષાદિ દ્વંદ્વોનો નાશ કરનાર સિદ્ધો મને શરણ હો. [૨૯]પરમ બ્રહ્મ (ઉત્કૃષ્ટ જ્ઞાન) ને પામેલા, મોક્ષરૂપ દુર્લભ લાભ મેળવનાર, અનેક પ્રકારના સમારંભથી મૂકાએલા, ત્રણ ભુવન રૂપી ઘરને ધારણ કરવામાં સ્તંભસમાન, આરંભરહિત સિદ્ધો મને શરણ હો. [૩૦]સિદ્ધના શરણવડે નય (જ્ઞાન) અને બ્રહ્મના કારણભૂત સાધુના ગુણોમાં પ્રગટેલા અનુરાગવાળો ભવ્ય પ્રાણી પોતાના અતિ પ્રશસ્ત મસ્તકને પૃથ્વી ઉપર મૂકીને આ રીતે કહે છે. [૩૧]જીવલોક (છ જીવનિકાય) ના બંધુ, કુગતિ રૂપી સમુદ્રના પાર પામનાર, મહા ભાગ્યવાળા અને જ્ઞાનાદિક વડે મોક્ષ સુખના સાધનાર સાધુઓ મને શરણ હો. [૩૨]કૈવલીઓ, પરમાવધિજ્ઞાનવાળા, વિપુલમતિમન:પર્યવજ્ઞાની શ્રુતધરો તેમજ જિનમતને વિશે રહેલા આચાર્યો, અને ઉપાધ્યાયો તે સર્વે સાધુઓ મને શરણ હો. [૩૩-૩૪]ચૌદપૂર્વી, દસપૂર્વી અને નવપૂર્વી, અને વળી જે બારઅંગ ધરનાર અને અગિયારઅંગ ધરનાર, જિનકલ્પી, યથાલંદી તથા પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાસાધુઓ ક્ષીરાશ્રવલબ્ધિવાળા, મધ્યાશ્રવલબ્ધિવાળા, સંભિન્નશ્રોતલબ્ધિવાળા, કોષ્ટબુદ્ધિવાળા, ચારણમુનિયો, વૈક્રિયલબ્ધિવાળા અને પદાનુસારીલબ્ધિવાળા સાધુઓ મને શરણ હો. [૩૫]વૈર વિરોધ ત્યજનાર, હમેશાં અદ્રોહ વૃત્તિવાળા, અતિશય શાંત મુખની શોભાવાળા, ગુણના સમૂહનું બહુમાન કરનારા અને મોહને હણનારા સાધુઓ મને શરણ હો. [૩૬]સ્નેહરૂપ બંધન તોડનાર, નિર્વિકારી સ્થાનમાં રહેનાર, વિકારરહિત સુખની ઈચ્છાવાળા, સત્પુરૂષોના મનને આનંદ આપનાર અને આત્મામાં રમનાર મુનિઓ મને શરણ હો. [૩૭]વિષયો, કષાયોને દૂર કરનાર, ઘર અને સ્ત્રીના સંગના સુખના સ્વાદનો ત્યાગ કરનાર, હર્ષ તથા શોક રહિત અને પ્રમાદ રહિત સાધુઓ મને શરણ હો. [૩૮]હિંસાદિક દોષ રહિત, કરૂણા ભાવવાળા સ્વયંભુરમણ સમુદ્ર સમાન વિશાળ બુદ્ધિવાલા, જરા અને મરણ રહિત મોક્ષ માર્ગમાં જનારા, અને અતિશય Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચઉસરણ– ૩િ૯] પુન્યશાળી સાધુ મને શરણ હો. [૩૯]કામની વિડંબનાથી મૂકાએલા, પાપમળથી રહિત, ચોરીનો ત્યાગ કરનાર, પાપરૂપ રજના કારણ રુપ, મૈથુન રહિત અને સાધુના ગુણરૂપ રત્નની બ્રિતિવાળા મુનિઓ મને શરણ હો. [૪૦] જે માટે સાધુપણામાં સારી રીતે રહેલા આચાદિક છે તે માટે તેઓ પણ સાધુ કહેવાય. સાધુ કહેવાવડે તેમને ગ્રહણ કયતે માટે તે સાધુઓ મને શરણ હો. [૪૧] સાધુનું શરણ સ્વીકારીને વળી અતિ હર્ષથી થયેલા રોમાંચના વિસ્તાર વડે કરી શોભાયમાન શરીરવાળો. (તે જીવ) આ જિનકથિત ધર્મના શરણને અંગીકાર કરવા માટે આ રીતે બોલે છે. [૪૨]અતિ ઉત્કૃષ્ટ પુન્યવડે પામેલો, વળી કેટલાક ભાગ્યવાળા પુરૂષોએ પણ નહિ પામેલો કેવળી ભગવાને પ્રરૂપેલો તે ધર્મ હું શરણ-રૂપે અંગીકાર કરું છું [૪૩]જે ધર્મ પામીને અને પામ્યા વિના પણ જેણે માણસ અને દેવતાના સુખોને મેળવ્યાં, પરંતુ મોક્ષસુખ તો ધર્મ પામેલાએ જ મેળવ્યું તે ધર્મ મારે શરણ હો. [૪]મલીન કર્મોનો નાશ કરનાર, જન્મને પવિત્ર કરનાર, અધર્મને દૂર કરનાર ઈત્યાદિક પરિણામે સુંદર જિન ધર્મ મને શરણ હો. ૪૫]ત્રણ કાળમાં પણ નાશ નહિ પામેલું, જન્મ, જરા,મરણ અને સેંકડો વ્યાધિઓને શમાવનાર, અમૃતની પેઠે ઘણાને ઈષ્ટ જિન મતનું હું શરણ અંગીકાર કરું છું. . [૪૬]કામના ઉન્માદને સારી રીતે શમાવનાર, દેખેલા અને નહિ દેખેલા પદાર્થોનો જેમાં વિરોધ કર્યો નથી તેવા, અને મોક્ષના સુખરૂપ ફળને આપવામાં અમોઘ એટલે સફળ ધર્મને હું શરણરૂપે અંગીકાર કરું છું.. [૪૭]નરકગતિમાં ગમનને રોકનાર, ગુણના સમૂહવાળા અન્ય વાદી વડે અક્ષોભ્ય અને કામ સુભટને હણનાર ધર્મને શરણરુપે હું અંગીકાર કરું છું. [૪૮]દેદીપ્યમાન, ઉત્તમ વર્ણોની સુંદર રચના (રત્ન) રૂપી અલંકાર વડે મોટાઈના કારણ ભૂત મહામૂલ્યવાળા, નિધાનની પેઠે અજ્ઞાનરૂપ દરિદ્રને હણનાર, જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મને હું વંદુ છું. [૪૯]ચાર શરણ અંગીકાર કરવાથી એકઠાં થએલ સુકતથી વિકસ્વર થએલી રોમરાજી યુક્ત શરીરવાળો, કરેલાં પાપની નિંદાથી અશુભ કર્મના ક્ષયને ઈચ્છતો તે જીવ (આ પ્રમાણે) કહે છે. [૫૦] જિનશાસનમાં નિષેધેલ આ ભવમાં અને અન્ય ભવમાં કરેલ મિથ્યાત્વના પ્રવર્તનરૂપ જે અધિકરણ, (પાપ પ્રવૃત્તિ) તે દુષ્ટ પાપને હું ગહું છું એટલે ગુરૂની સાક્ષીએ નિંદુ છું. [૫૧]મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થયેલા મેં અજ્ઞાનથી અરિહંતાદિક વિશે જે અવર્ણવાદ, વિશેષે કર્યો હોય તે પાપને હમણાં હું રહું છું નિંદુ છું [પર]કૃતધર્મ, સંઘ, અને સાધુઓમાં શત્રુપણાએ જે પાપ મેં આચર્યું હોય તે, અને બીજા પાપસ્થાનકોમાં જે પાપ લાગ્યું હોય તે પાપ હમણાં હું ગણું છું. પિ૩]બીજા પણ મૈત્રી કરૂણાદિકના વિષયરૂપ જીવોમાં પરિતાપનાદિક દુઃખ Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પ૪ ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદુ છું. [૫૪] મન, વચન, અને કાયા વડે કરવા, કરાવવા, અને અનુમોદવા થકી આચરેલું જે ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ એવું સર્વ પાપ તેને હું નિંદુ છું. [પપહવે દુષ્કતની નિંદાથી આકરાં પાપ કર્મોનો નાશ કરનાર અને સુકૃતના રાગથી વિકસ્વર થએલી પવિત્ર રોમરાજીવાળો તે જીવ પ્રગટપણે આમ કહે છે. [૫૬-૫૭અરિહંતોને વિષે અરિહંતપણું. વળી સિદ્ધોને વિષે જે સિદ્ધપણું, આચાર્ય માં જે આચાર, ઉપાધ્યાયમાં ઉપાધ્યાયપણું. સાધુઓનું જે ઉત્તમ ચરિત્ર, શ્રાવકલોકોનું દેશવિરતિપણું, અને સમદ્ધિદષ્ટિનું સમક્તિ એ સર્વને હું અનુમોદુ છું. [૫૮]અથવા વીતરાગના વચનને અનુસાર જે સર્વ સુકૃત ત્રણે કાળમાં કર્યું હોય તે ત્રણ પ્રકારે (મન, વચન, અને કાયાઓ કરી) અમે અનુમોદીએ છીએ. [૫૯]નિરંતર શુભપરિણામવાળો જીવ ચારશરણની પ્રાપ્તિ વગેરેને આચરતો પુન્ય પ્રવૃતિઓને બાંધે છે અને (અશુભ) બાંધેલીને શુભ અનુબંધવાળી કરે છે. [0]વળી તે શુભ પરિણામવાળો જીવ જે (શુભ) પ્રકૃતિઓ મંદ રસવાળી બાંધી હોય તેને જ તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ (મંદ રસવાળી) પ્રકૃતિઓને અનુબંધ રહિત કરે છે, અને તીવ્ર રસવાળીને મંદ રસવાળી કરે છે. ( [૧]તે માટે પંડિતોએ હંમેશાં સંકલેશમાં (રોગાદિ કારણમાં) આ આરાધન નિત્ય કરવું, અસંકલેશપણામાં પણ ત્રણે કાળ સારી રીતે કરવું તે આરાધન સુકૃતના ઉપાર્જનરૂપ ફળનું નિમિત્ત છે. [૨]જે (દાન, શિયળ, તપ, અને ભાવરૂપ) ચાર અંગવાળો જિનધર્મ ન કર્યો જેણે (અરિહંતાદિ) ચાર પ્રકારનું શરણ પણ ન કર્યું. તેમજ જેણે ચાર ગતિરૂપ સંસારનો છેદ ન કર્યો, તે ખરેખર મનુષ્ય જન્મ હારી ગયો. [૬૩]હે જીવ ! આ રીતે પ્રમાદરૂપી મોટા શત્રને જીતનાર, કલ્યાણરૂપ અને મોક્ષના સુખોના અવંધ્ય કારણભૂત આ અધ્યયનનું ત્રણ સંધ્યાએ ધ્યાન કર. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ૨૪ ચઉસરણપયનો ગુર્જરછાયા પૂર્ણ પહેલો પયનો ગુર્જરછાયા પૂર્ણ Page #21 -------------------------------------------------------------------------- ________________ sis नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રીસુધમસ્વિામિને નમઃ Tags:// હું ૨૫ આઉરપચ્ચકખાણ-પDણય (બીજું પ્રકિર્ણક-ગુર્જર છાયા . . . રય છે [૧]છ કાયની હિંસાનો એક ભાગ જે ત્રસની હિંસા, તેનો એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપરાધી જીવની નિરપેક્ષપણે હિંસા, તેથી તથા જૂઠું બોલવા આદિથી નિવૃત્તિ પામેલો જે સમકિત દષ્ટિ જીવ મરે તે જિન-શાસનને વિષે (પાંચ મરણમાંનું) બાલ પંડિત મરણ કહેલું છે. રિજિન શાસનમાં સર્વ વિરતિ અને દેશવિરતિએ બે પ્રકારનો યતિ ધર્મ છે, તેમાં દેશવિરતિને પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતો મળી શ્રાવકનાં બાર વત કહ્યાં છે. તે સર્વ વ્રતોએ અથવા એક બે આદિ વ્રત રૂપ તેના દેશે કરીને જીવ. દેશવિરતિ હોય છે. [૩]પ્રાણીનો વધ, જૂઠું બોલવું અદત્તાદાન, અને પરસ્ત્રીનો નિયમ કરવા થી, તેમજ પરિમાણ રહિત ઈચ્છાનો નિયમ કરવા થી પાંચ અણુવ્રતો થાય છે. | [૪] જે દિવિરમણ વ્રત, અનર્થદંડ થકી નિવર્તવું તે અનર્થદંડ વિરમણ, અને દેશાવગાસિક મળી તે ત્રણ ગુણવ્રતો કહેવાય છે. []ભોગ-ઉપભોગનું પરિમાણ, સામાયિક, અતિથિ સંવિભાગ અને પૌષધ એ સર્વે (મળી) ચાર શિક્ષાવ્રત કહેલાં છે. દિ-૭ઉતાવળું મરણ થવાથી, જીવિતવ્યની આશા નહિ તૂટવાથી, અથવા. સ્વજનોએ (સંલેખના કરવાની રજા નહિ આપવાથી છેવટની સંલેખના કર્યા વિના. શલ્યરહિત થઈ, પાપ આલોવી પોતાના ઘરને વિષે નિચે સંથારા ઉપર ચઢીને જો દેશવિરતિ થઈ મરે તો તે બાલપંડિત મરણ કહેવાય. [૮] વિધિ ભક્તપરિણાને વિષે વિસ્તારથી બતાવેલો છે તે નક્કી બાલ પંડિત મરણને વિષે યથાયોગ્ય જાણવો. []કલ્પોપત્ર વૈમાનિક (બાર) દેવલોકને વિશે નિશ્ચય કરીને તેની ઉત્પતિ થાય છે અને તે ઉત્કૃષ્ટથી નિશ્ચયે કરી સાતમા ભવને વિષે સિદ્ધ થાય છે. [૧૦]જિનશાસનને વિષે આ બાલ પંડિત મરણ કહેલું છે. હવે પંડિત મરણ સંક્ષેપમાં કહું છું. [૧૧] ભગવંત ! હું અનશન કરવાને ઈચ્છું છું. પાપ વ્યાપારને પડિક્કમું છું. Page #22 -------------------------------------------------------------------------- ________________ ' સુત્ર- ૧૧ ભૂતકાળનાં (પાપને), ભવિષ્યમાં થનારા (પાપ)ને વર્તમાનકાળના પાપને કરેલા પાપને, કરાવેલા પાપને અને અનુમોદેલા પાપને પડિક્કામું છું, મિથ્યાત્વને અવિરતિને, કષાયને, અને પાપ વ્યાપારને પડિક્કામું છું. - મિથ્યાદર્શન પરિણામને વિશે, આ લોકને વિશે, પર લોકને વિષે, સચિત્તને વિષે, અચિત્તને વિશે પાંચ ઈદ્રિયના વિષયને વિશે, અજ્ઞાન સારૂં એમ ચિંતવે છતે...ખોટો આચાર ચિંતવે છd, બૌદ્ધાદિક કુદર્શન સારૂં એમ ચિતવે છતે, ક્રોધ માન, માયા અને લોભ,રાગ, દ્વેષ અને મોહના વિશે ચિંતવે છતે, (પુદ્ગલ પદાર્થ અને યશ આદિની) ઈચ્છા વિષે ચિંતવે છતે, મિથ્યાદષ્ટિપણે ચિંતવે છતે, મૂચ્છ વિશે ચિંતવે છતે, મૂચ્છ વિષે ચિંતવે છતે, સંશયથી, કે અન્યમતની વાંછાએ ચિંતવે છત, ઘર વિષે ચિંતવે છતે, બીજાની વસ્તુ પામવાની વાંછા થકી ચિંતવે છતે, તરસથી અને ભૂખથી ચિંતવે છતે, સામાન્ય માર્ગમાં કે વિષમ માર્ગમાં ચાલવાં છતાં ચિંતવે છત, નિદ્રામાં ચિંતવે છેતે, નિયાણું ચિંતવે છતે, નેહવશે, વિકારના કે ચિત્તના ડહોણાણથી ચિંતવે છતે, કલેશ,સામાન્ય યુદ્ધને વિષે ચિંતવે છતે, કે મહા યુદ્ધને વિષે ચિંતવે છતે, સંગ ચિંતવે, છતે સંગ્રહ ચિંતવે છd, રાજસભામાં ન્યાય કરાવવા માટે ચિંતવે છતે, ખરીદ કરવા અને વેચવા માટે ચિંતવે છતે, અનર્થ દંડ ચિંતવે છતે, ઉપયોગ કે અનુપયોગે ચિંતવે છતે, માથે દેવું હોય તેના વિશે ચિંતવે છતે, વેર, તર્ક વિતર્ક, હિંસા, હાસ્યના વિશે, અતિહાસ્યના વિશે, અતિ રોષે કરી કે કઠોર પાપ કર્મ ચિંતવે છતે, ભય ચિંતવે છd, રૂપ ચિંતવે છતે, પોતાની પ્રશંસા બીજાની નિંદા, કે બીજાની ગહ ચિંતવે છતે, ધનાદિક પરિગ્રહ મેળવવાને ચિંતવે છતે, બીજાને કલેશ આપવાનું કે બીજાને માથે પોતાનું દૂષણ ચઢાવવા ચિંતવે છતે, આરંભ ચિંતવે છતે, વિષયના તીવ્ર અભિલાષથી સંરભ ચિંતવે છતે, પાપ કાર્ય અનુમોદવા રૂપ ચિંતવે છતે, જીવહિંસાના સાધનોને મેળવવાનું ચિંતવે છતે, અસમાધિએ મરવું એમ ચિંતવે છતે, ગાઢ કર્મના ઉદય થકી ચિંતવે છતે, ઋદ્ધિના અભિમાને કરી, સારા ભોજનના અભિમાને, કે સુખના અભિમાને કરી ચિંતવે છતે, અવિરતિ સારી એમ ચિંતવે છd, સંસાર સુખના અભિલાષ સહિત મરણ ચિંતવે છતે... દિવસ સંબંધી અથવા રાત્રી સંબંધી સુતાં અથવા જાગતાં કોઈ પણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યો હોય તેનું મારે મિચ્છામિ દુક્કડે હો. | [૧૨]જિનને વિષે વૃષભ સમાન વર્તમાન સ્વામીને વળી ગણધર સહિત બાકીના સર્વ તીર્થકરોને હું નમસ્કાર કરું છું. [૧૩]આ પ્રકારે હું સર્વ પ્રાણીઓના આરંભ, અલિક (અસત્ય) વચન, સર્વ અદત્તાદાન (ચોરી), મૈથુન અને પરિગ્રહને પચ્ચખું છું. ૧૨ [૧૪]મારે સર્વ પ્રાણીઓને વિષે મિત્રપણું છે. કોઈની સાથે મારે વેર નથી, વાંચ્છાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. [૧૫]સર્વ પ્રકારની આહાર વિધિનો, સંજ્ઞાઓનો, ગારવોનો, કષાયોનો અને સર્વ મમતાનો ત્યાગ કરૂં છું સર્વને ખમાવું છું. [૧]જો મારા જીવિતનો ઉપક્રમ (આયુષ્યનો નાશ) આ અવસરમાં હોય, તો Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આઉરપચ્ચકખાણ [૧૭] આ પચ્ચકખાણ અને વિસ્તારવાળી આરાધના મને થાઓ. [૧૭]સર્વ દુઃખ ક્ષય થયાં છે જેમનાં એવા સિદ્ધોને તથા અરિહંતોને નમસ્કાર થાઓ, જિનેશ્વરોએ કહેલું તત્ત્વ હું સદહું છું, પાપકર્મને પચ્ચકખું છું. [૧૮]જેમનાં પાપ ક્ષય થયાં છે એવા સિદ્ધોને તથા મહા ઋષિઓને નમસ્કાર થાઓ, જેવી રીતે કેવળીએ બતાવ્યો છે તેવો સંથારો હું અંગીકાર કરું છું. [૧૯]જે કાંઈ પણ ખોટું આચર્યું હોય તે સર્વને મન, વચન, કાયાએ કરી હું વોસિરાવું છું. વળી સર્વ આગાર રહિત (જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપ) ત્રણ પ્રકારનું સામાયિકે હું કરું છું. [૨૦] બાહ્ય અભ્યતર ઉપધિ, અને ભોજન સહિત શરીરાદિ એ સર્વને ભાવથી મન, વચન, કાયાએ કરીને હું વોસિરાવું છું. [૨૧]આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અખિલ (અસત્ય) વચનને, સર્વ અદત્તાદાન ચોરી ને, મૈથુન અને પરિગ્રહને હું પચ્ચકખું છું. [૨૨]મારે સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા છે. કોઈની સાથે મારે વેર નથી, વાંચ્છનાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. [૨૩]રાગને, બંધને તથા દ્રષને, હર્ષને, રાંકપણાને, ચપળપણાને, ભયને, શોકને, રતિને અને અરતિને હું વોસિરાવું છું. [૨૪]મમતા રહિતપણામાં તત્પર થયેલો હું મમતાનો ત્યાગ કરું છું. વળી, મને આત્મા આલંબન ભૂત છે, બીજા સર્વ પદાર્થને વાસિરાવું છું. [૨૫]મને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા ચારિત્રમાં આત્મા, પચ્ચકખાણમાં, આત્મા અને સંજમ જોગમાં પણ આત્મા (આલંબન) થાઓ. [ ૨જીવ એકલો જાય છે, નક્કી એકલો ઉપજે છે, એકલાને જ મરણ પણ, થાય છે, અને કર્મરહિત થયો છતાં એકલો જ સિદ્ધ થાય છે. [૨૭]જ્ઞાન. દર્શન સહિત મારો આત્મા એક શાશ્વતો છે, બાકીના સર્વે બાહ્ય પદાર્થો માટે સંબંધ માત્ર સ્વરૂપવાળા છે. [૨૮]જેનું મૂળ સંબંધ છે એવી દુઃખની પરંપરા આ જીવે મેળવી, તે માટે સર્વે સંજોગ સંબંધને મન, વચન અને કાયાએ કરી વોસિરાવું છું. [૨૯]પ્રયત્ન (પ્રમાદ) વડે જે મૂળ ગુણો અને ઉત્તર ગુણો મેં આરાધ્યા નહિ તે સર્વને હું નિંદુ છું. ભવિષ્યકાળની વિરાધનાને પડિક્કામું છું. ૩િ૦-૩૧]સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ આશાતના, રાગ, દ્વેષને અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ અને જીવમાં તથા અજીવમાં સર્વ મમત્વને હું નિંદું છું અને ગહું છું. [૩૨]નિંદવા યોગ્યને હું નિંદું છું અને જે મને ગહેવા યોગ્ય છે તે (પાપોને) ગણું છું. સર્વ અત્યંતર અને બાહ્ય ઉપધિને વોસિરાવું છું. [૩૩]જેમ વડિલ આગળ બોલતો કાર્ય કે અકાર્યને સરળપણે કહે છે તેમ માયા મૃષાવાદ મૂકીને તે પાપને આલોવે. [૩૪]જ્ઞાન, દર્શન, તપ, અને ચારિત્ર એ ચારેમાં અચલાયમાન, ધીર, Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૩૪. આગમમાં કુશળ, કહેલા ગુપ્ત રહસ્યોને અન્ય આગળ નહિ કહેનાર (તેવા ગુરૂ પાસે આલોયણ લેવી જોઈએ.) [૩૫) હે ભગવન્! રાગે કરી, દ્વેષે કરી, અકતજ્ઞપણાએ કરી અને પ્રમાદે કરી (બીજાને) મે જે કંઈ તમારૂં અહિત કહ્યું હોય તે હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. [૩૬] મરણ ત્રણ પ્રકારનું કહે છે બાલ મરણ, બાલ- પંડિત મરણ અને પંડિત મરણ જેણે કરી કેવળીઓ મરણ પામે છે. છે. [૩૭] વળી જેઓ આઠ મદવાળા, નાશ પામેલી બુદ્ધિવાળાં અને વક્રપણાને (માયાને) ધારણ કરનારા અસમાધિએ મરે છે તેઓ નિશ્રે આરાધક કહેલા નથી. [૩૮]મરણ વિરાધે છતે (અસમાધિ મરણ વડે) દેવતામાં દુર્ગતિ થાય છે. સમ્યકત્વ પામવું દુર્લભ થાય છે અને વળી આવતા કાળમાં અનંત સંસાર થાય છે. [૩૯-૪૬]દેવની દુર્ગતિ કરી ? અબોધિ શું ? શા હેતુએ (વારંવાર) મરણ થાય? કયા કારણે સંસારમાં જીવ અનંતકાળ સુધી ભમે ? મરણ વિરાધે છતે કંદપ (મશ્કરા) દેવ, કિલ્બિષિક દેવ, ચાકરદેવ, અસુરદેવ અને સંમોહા (સ્થાન ભ્રષ્ટ રખડુ ) દેવ એ પાંચ દુર્ગતિઓ થાય છે. આ સંસારમાં મિથ્યા દર્શનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણ લેશ્યાવાળા જે જીવો મરણ પામે તેઓને બોધિ બીજ દુર્લભ થાય છે. આ સંસારમાં સમ્યક દર્શનમાં રક્ત, નિયાણા રહિત, શુકલ લેશ્યાવાળા જ જીવો મરણ પામે છે તે જીવોને બોધિ બીજ (સમક્તિ) સુલભ થાય છે. જેઓ વળી ગુરૂના શત્રુભૂત ઘણા મોહવાળા, દૂષણ સહિત, કુશીલ હોય છે અને અસમાધિએ મરણ પામે છે તેઓ અનંત સંસારી થાય છે. જિનવચનમાં રાગવાળા, જેઓ ગુરૂનું વચન ભાવે કરીને કરે છે, દૂષણ રહિત અને સંકુલેશરહિત હોય છે તેઓ થોડા સંસારવાળા થાય છે. જેઓ જિન વચનને જાણતા નથી તે બિચારા (આત્માઓ) બાળ મરણો અને ઘણી વાર ઈચ્છા રહિતપણે મરણ પામશે. શસ્ત્રગ્રહણ (શસ્ત્રથી આપઘાત કરવો) વિષભક્ષણ, બળીમરવું, પાણીમાં બૂડીમરવું, અનાચાર તથા અધિક ઉપગરણ સેવનાર, જન્મ મરણની પરંપરા વધારનાર થાય છે. ૪િ૭] ઉર્ધ્વ, અઘો, તિથ્ય (લોક) માં જીવે બાળમરણો કયાં. પણ હવે દર્શન, જ્ઞાને સહિત એવો હું પંડિત મરણે મરીશ. [૪૮] ઉદ્વેગ કરનારાં જન્મ મરણ અને નરકને વિષે ભોગવેલી વેદનાઓ, એઓને સંભારતો હમણાં તું પંડિત મરણે મર. [૪૯]જો દુઃખ ઉત્પન્ન થાય તો સ્વભાવ થકી તેની વિશેષ ઉત્પત્તિ જોવી (સંસારમાં ભોગવેલાં વિશેષ દુઃખોને યાદ કરવાં.) સંસારમાં ભમતો હું શું શું દુઃખ નથી પામ્યો (એમ વિચારવું.) [૫૦]વળી મેં સંસાર ચક્રમાં સર્વે પણ પુદ્ગલો ઘણી વખત ખાધા, તેમજ પરિણમાવ્યા, તો પણ હું તૃપ્તિ પામ્યો નહિ. [૫૧]તરણાં અને લાકડાથી જેમ અગ્નિ અને હજારો નદીઓએ કરીને જેમ લવણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, તેમ કામ ભોગો વડે આ જીવ તૃપ્તિ પામતો નથી. [પર]આહારના કારણે કરી (તંદુલીયા) મત્સ્યો સાતમી નરકભૂમિમાં જાય Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આરિપચ્ચખાણ-પિર] છે. માટે સચિત્ત આહાર મન વડે કરીને પણ પ્રાર્થના યોગ્ય નથી. [પ૩પ્રથમ (અનશનનો) અભ્યાસ કર્યો છે જેણે અને નિયાણા રહિત થએલો, એવો હું મતિ અને બુદ્ધિથી વિચારીને પછી કષાય રોકનાર હું જલદી મરણ અંગીકાર કરું છું. [૫૪]લાંબા વખતના અભ્યાસ વિના અકાળે (અનસન કરનારા) તે પુરૂષો મરણના અવસરે પૂર્વે કરેલા કમના યોગે પાછા પડે છે. (દુગતિએ જાય છે.) પિપોતે માટે રાધાવેધ (ના સાધનાર પુરૂષની પેઠે) ની જેમ હેતુપૂર્વક ઉદ્યમવાળા પુરૂષે મોક્ષમાર્ગ સાધવા માટે પોતાના આત્મા જ્ઞાનાદિ ગુણોનો સહિત કરવો. [૫૬]તે (મરણના) અવસરે બાહ્ય (પગલિક) વ્યાપારે રહિત, અભ્યત્તર (આત્મ સ્વરૂપ) ધ્યાનમાં લીન, સાવધાન મનવાળો શરીરને છોડી દે છે. [૫૭]રાગ-દ્વેષને હણીને, આઠ કર્મોના સમૂહનો નાશ કરીને, જન્મ અને મરણરૂપ અરહટ્ટ (રંટ) ને ભેદીને તું સંસારથી મૂકાશે. [૫૮]આ પ્રકારે ત્રસ અને સ્થાવરને કલ્યાણ કરનાર, મોક્ષ માર્ગનો પાર પમાડનાર, જિનેશ્વરે બતાવેલો સર્વ ઉપદેશ મન, વચન, કાયાએ કરી હું સકહું છું. [૫૯-૬૨એ (મરણના) અવસરે અતિશય સમર્થ ચિત્તવાળાથી પણ બાર અંગરૂપ સર્વ શ્રુતસ્કંધનું ચિંતવન કરવાનું શકય નથી. (આથી) વીતરાગના માર્ગમાં જે એક પણ પદથી મનુષ્ય વારંવાર વૈરાગ્ય પામે તેણે કરી ( તે પદના ચિંતવન) સહિત મરણ તારે મરવા યોગ્ય છે. તે માટે મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળો જે પુરૂષ એક પણ શ્લોક ચિંતવતો રહે તે આરાધક થાય છે. આરાધનાના ઉપયોગવાળો, સુવિહિત (સારા આચારવાળો) આત્મા રૂડી રીતે (સમાધિ ભાવથી) કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષ પામે. [૬૩]પ્રથમ તો હું સાધુ છું. બીજું સર્વ પદાર્થોમાં સંયમવાળો છું (તેથી) સર્વને વોસિરાવું છું. આ સંક્ષેપમાં કહ્યું છે. . [૬૪] જિનેશ્વર ભગવાનના આગમમાં કહેલું અમૃત સરખું અને પૂર્વે નહિ પામેલું એવું (આત્મતત્ત્વ) હું પામ્યો છું. અને શુભ ગતિનો માર્ગ ગ્રહણ કર્યો છે તેથી હું મરણથી બીતો નથી. [૬૫] ધીર પુરૂષે પણ મરવું પડે છે, કાયર પુરૂષે પણ અવશ્ય મરવું પડે છે, બંનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તો ધીરપણે મરવું એ નિશે સુંદર છે. [૬૬]શીલવાળાએ પણ મરવું પડે છે, શીલ રહિત માણસે પણ અવશ્ય કરવું પડે છે. બંનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તો શીલ સહિત મરવું એ નિશે સુંદર છે. [૬૭] જે કોઈ ચારિત્રસહિત જ્ઞાનમાં દર્શનમાં અને સમ્યકત્વમાં સાવધાનપણું પ્રયત્નો કરશે તે વિશેષ કરી સંસારથકી મૂકાશે. [૬૮]ઘણા કાળ સુધી બ્રહ્મચર્ય સેવનાર બાકીના કર્મનો નાશ કરીને તથા સર્વ કલેશનો નાશ કરીને અનુક્રમે શુદ્ધ થએલો સિદ્ધિમાં જાય છે. [૯]કષાય રહિત, દાન્ત, (પાંચ ઈદ્રિયો તથા મનને દમન કરનાર) શૂરવીર, ઉદ્યમવંત તથા સંસારથી ભય ભ્રાંત થએલા આત્માનું પચ્ચકખાણ રૂડું હોય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ગાથા-૭૦ [૭૦]ધીર અને મુંઝવણ રહિત જ્ઞાનવાળો જે મરણના અવસરે આ પચ્ચકખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. [૭૧]ધીર, જરા અને મરણને જાણનાર, જ્ઞાન દર્શન કરીને સહિત લોકમાં ઉદ્યોતના કરનાર એવા વીપ્રભુ સર્વ દુઃખોનો ક્ષય બતાવનારા થાઓ. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ થઈ ૨૫ આઉર પચ્ચકખાણ પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ બીજો પયનો ગુર્જરછાયા પૂર્ણ Page #27 -------------------------------------------------------------------------- ________________ રિ૪] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ૨૬મહાપચ્ચકખાણ પઈણય zzzzzzzzzzzz G SSSSSSSSSSSS (ત્રીજું પ્રકિર્ણક-ગુર્જર છાયા) [૧] હવે હું ઉત્કૃષ્ટ ગતિવાલા તીર્થકરોને, સર્વ જિનોને, સિદ્ધોને અને સંતો (સાધુઓ) ને નમસ્કાર કરું છું [૨]સર્વ દુઃખ રહિત એવા સિદ્ધોને અને અરિહંતોને નમસ્કાર થાઓ, જિનેશ્વર ભગવાને ભાખેલું સર્વ સદ્દઉં છું, અને પાપના યોગને પચ્ચકખું છું. [જે કંઈ પણ માઠું આચરણ મારાથી થયું હોય તે હું સાચા ભાવથી નિંદુ છું, અને મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારે સર્વ આગાર રહિત સામાયિક હું કરું છું. ૪-૫બાહ્ય ઉપધિ (વસ્ત્રાદિક), અત્યંતર ઉપધિ (ક્રોધાદિક), શરીર વિગેરે ભોજન સહિત સર્વને મન, વચન, કાયાએ વોસિરાવું છું. રાગનો બંધ, દ્વેષ, હર્ષ દીનપણું આકુળપણું, ભય, શોક, રતિ અને મદને હું વોસિરાવું છું. []રોષ વડે, કદાગ્રહ વડે, અકૃતજ્ઞતા વડે તેમજ અસતું ધ્યાનવડે જે કાંઈ હું અવિનયપણે બોલ્યો હોઉં તે ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું. [9]સર્વે જીવોને ખમાવું છું. સર્વે જીવો મને ખમો, આશ્રયોને વોસિરાવીને સમાધિ (શુભ) ધ્યાનને હું આદરૂં છું. | [૮]જે નિંદવા યોગ્ય હોય તેને હું નિંદુ છું, જે ગુરૂ, સાક્ષીએ નિંદવા યોગ્ય હોય તેને ગહું છું અને જિનેશ્વરે જે જે નિષેધ્યું છે તે સર્વને હું આલોચું છું. [૯]ઉપધી, શરીર ચતુર્વિધ આહાર, અને સર્વે દ્રવ્યોને વિષે મમતા તે સર્વને ' જાણીને હું ત્યાગ કરૂ છું. [૧૦]નિર્મમપણાને વિષે ઉદ્યમવંત થએલો હું મમતાનો સમસ્ત પ્રકારે ત્યાગ કરું છું. એક મારે આત્માનું જ આલંબન છે, બીજું સર્વ વોસિરાવું છું. ૧૧]મારૂં જે જ્ઞાન તે મારો આત્મા છે, આત્મા તેજ મારું દર્શન અને ચારિત્ર છે, આત્મા જ પચ્ચકખાણ છે. આત્મા જ મારૂં સંયમ અને આત્મા જ મારો યોગ છે. [૧૨]મૂલગુણ અને ઉત્તરગુણ જે મેં પ્રમાદથી ન આરાધ્યા હોય તે સર્વને હું નિંદુ છું અને આગામી કાલને વિષે થનારાથી હું પાછો વળું છું. [૧૩-૧૬]હું એકલો છું, મારૂં કોઈ નથી, અને હું પણ કોઈનો નથી એમ અદીન ચિત્તવાળો આત્માને શિક્ષા આપે. જીવ એકલો ઉપજે છે, અને એકલો નાશ પામે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૧૬ ૨૫ એકલાને મરણ હોય છે અને એકલો જ જીવ કમરજ રહિત થઈ મોક્ષ પામે છે. એકલો કર્મ કરે છે, તેનું ફલ પણ એકલો જ અનુભવે છે, એકલો જન્મે છે ને મરે છે ને પરલોકમાં એકલાજ ઉત્પન્ન થાય છે. જ્ઞાન, દર્શન, લક્ષણવંત એકલો મારો આત્મા શાશ્વતો છે; બાકીના મારા બાહ્ય ભાવ સર્વે સંયોગરૂપ છે. [૧૭]જેનું મૂળ સંયોગ છે એવી દુખની પરંપરા જીવ પામ્યો તે માટે સર્વ સંયોગ સંબંધને ત્રિવિધે વોસિરાવું છું. [૧૮]અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ, અને જીવ તથા અજીવને વિશે મમત્વ, તેને હું નિંદુ છું અને ગુરૂની સાક્ષીએ ગણું છું. [૧૯]મિથ્યાત્વને સારી રીતે જાણું છું. તેથી સર્વ અસત્ય વચનને અને સર્વ થકી મમતાને છાંડું છું અને સર્વને ખમાવું છું. ૨૦]જે જે ઠેકાણે મારા અપરાધો થએલા જિનેશ્વર ભગવાન જાણે છે સર્વ પ્રકારે ઉપસ્થિત થએલો હું તે અપરાધને તેમજ આલોચું છું. [૨૧]ઉત્પન્ન એટલે વર્તમાનકાલની, અનુત્પન એટલે ભવિષ્યકાલની માયા બીજીવાર ન કરું એ રીતે આલોચન નિંદન અને ગહ વડે ત્યાગ કરૂં છું. [૨૨]જેમ બોલતું બાળક કાર્ય અને અકાર્ય બધુએ સરળ પણે કહી દે તેમ માયા અને મદવડે રહિત પુરૂષ સર્વ પાપ આલોચે. [૨૩]જેમ ધી વડે સિંચેલો અગ્નિ દીપે તેમ સરળ થએલા માણસને આલોઅણ શુદ્ધ થાય અને શુદ્ધ થએલાને વિશે ધર્મ સ્થિર રહે તેમજ પરમ નિવર્ણિ એટલે મોક્ષને તે પામે. [૨૪] શલ્ય સહિત માણસ સિદ્ધિ પામે નહિ, એમ પાપ મેલ ખરી ગએલા (વીતરાગ) ના શાસનમાં કહેલું છે, માટે સર્વ શલ્યને ઉદ્વરીને કલેશ રહિત એવો જીવ સિદ્ધિ પામે છે. ૨૫-૨૬ઘણું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે આલોવીને નિઃશલ્ય થઈ સંથારો (અણશણ) આદરે તો તેઓ આરાધક થાય છે. જેઓ થોડું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે ન આલોવે તે અત્યંત જ્ઞાનવંત છતાં પણ આરાધક ન થાય. [૨૭]ખરાબ રીતે વાપરેલું શસ્ત્ર, વિષ, દુષ્પયુકત વૈતાલ દુષ્યયુક્ત યંત્ર, અને પ્રમાદથી કોપેલો સાપ તેવું કામ ન કરે. (જેવું ભાવ શલ્ય કરે.) [૨૮-૨૯]જે કારણથી અંત કાળે અણઉદ્વરેલું ભાવ શલ્ય દુર્લભ બોધિપણું અને અનંત સંસારીપણું કરે તે કારણથી ગારવ રહિત જીવો પુનર્ભવ રૂપી લતાઓના મૂળ સરખા મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્યને ઉદ્ધરે [૩]જેમ ભારનો વહન કરનારો માણસ ભાર ઉતારીને હળવો થાય તેમ પાપનો કરનારો માણસ આલોચના અને નિંદા કરીને ઘણો જ હળવો થાય છે. [૩૧-૩૨] માર્ગને જાણનારા ગુરૂ તેનું જે પ્રાયશ્ચિત કહે છે તે અનવસ્થાના (-અયોગ્ય) પ્રસંગની બીકવાળા માણસે તેમજ અનુસરવું. તે માટે જે કંઈ અકાર્ય કર્યું હોય તે સર્વ છુપાવ્યા સિવાય દસ દોષ રહિત જેમ થયું હોય તેમજ કહેવું જોઈએ. [૩૩]સર્વ પ્રાણીઓના આરંભ, સર્વ અસત્યવચન, સર્વ અદત્તાદાન, સર્વ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મહાપચ્ચકખાણ-[૩૪] મિથુન અને સર્વ પરિગ્રહનો હું ત્યાગ કરૂં છું. [૩૪]સર્વ અશન અને પાનાદિક ચતુર્વિધ આહાર અને જે બાહ્ય પાત્રાદિ) ઉપધિ અને કષાયાદિ અભ્યતર ઉપધિ તે સર્વને ત્રિવિધ વોસિરાવું છું. [૩૨]વનમાં, દુકાળમાં અથવા મોટો રોગ ઉત્પન્ન થયે છતે જે વ્રત પાળ્યું અને ન ભાંગ્યું તે શુદ્ધ પાળ્યું સમજવું. [૩૬]રાગે કરીને, દ્વેષે કરીને અથવા પરિણામે કરીને જે પચ્ચખાણ દુષિત ન કર્યું તે ખરેખર ભાવ વિશુદ્ધ પચ્ચખાણ જાણવું. [૩૭-૩૮]આ અનંત સંસારને વિષે નવી નવી માતાઓનાં દૂધ જીવે પીધાં છે. સમુદ્રના પાણીથી પણ વધારે થાય છે. તે તે જાતિઓમાં વારંવાર મેં ઘણું રૂદન કર્યું તે નેત્રના આસુંનું પાણી પણ સમુદ્રના પાણીથી વધારે જાણવું. [૩૯]એવો કોઈ પણ વાળના અગ્ર ભાગ જેટલો પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં ભમતો જીવ જન્મ્યો નથી અને મર્યો નથી. | [૪૦]લોકને વિષે ખરેખર ચોરાશી લાખ જીવયોનિયો છે. તેમાંની એકેક યોનિમાં જીવ અનંતી વાર ઉત્પન્ન થયો છે. [૪૧]ઉર્ધ્વલોકને વિષે, અધોલોકને વિષે અને તિર્યલોકને વિષે હું ઘણાં બાલ મરણ પામ્યો છું, તો તે મરણોને સંભારતો પંડિતમરણે હું મરીશ. [૪૨]મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બેન, મારો પુત્ર, મારી પુત્રી, એ બધાને સંભારતો હું પંડિત મરણ મરીશ. [૪૩]સંસારમાં રહેલાં ઘણી યોનિમાં નિવાસ કરતા માતા, પિતા અને બંધુઓ વડે આખો લોક ભરેલો છે, તે તારૂં ત્રાણ તથા શરણ નથી. [૪]જીવ એકલો કર્મ કરે છે, અને તે એકલો જ માઠાં કરેલાં પાપના ફળને ભોગવે છે, અને એકલો જ જરા મરણવાળા ચતુગતિરૂપ ગહન વનમાં ભમે છે. ૪િ૫-૪૮] નરકમાં જન્મ અને મરણ ઉગ કરનારાં છે, નરકમાં અનેક વેદનાઓ છે તિર્યંચની ગતિમાં ઉગના કરનારા જન્મ અને મરણ છે, અથવા અનેક વેદનાઓ છે મનુષ્યની ગતિમાં જન્મ અને મરણ છે અથવા વેદનાઓ છે. દેવલોકમાં જન્મ, મરણ ઉગ કરનાર છે અને દેવલોકથી ચ્યવન થાય છે એ સર્વે સંભારતો હું પંડિત મરણ મરીશ. [૪૯] એક પંડિત મરણ બહુ સેંકડો જન્મોને (મરણોને) છેદે છે. તે મરણે મરવું જોઈએ કે જે મરણ વડે મરેલો શુભ મરણવાળો થાય. [૫૦] જિનેશ્વર ભગવાનોએ કહેલું શુભ મરણ એટલેકે –પંડિત મરણ તેને શુદ્ધ અને શલ્ય રહિત એવો હું પાદાપિગમ અણશણ લઈ કયારે પામીશ? [૫૧]સર્વ ભવ સંસારને વિષે પરિણામના પ્રસંગ વડે ચાર પ્રકારના પુદ્ગલો મેં બાંધ્યા અને આઠ પ્રકારના કર્મોનો સમુદાય મેં બાંધ્યો. [પર-૫૪]સંસારચક્રને વિષે તે સર્વે પુદ્ગલો મેં ઘણી વાર આહારપણે લઈ પરીણમાવ્યા તો પણ તતિ થઈ નહિ. આહારના નિમિત્તે હું સર્વ નરક લોકને વિષે ઘણી વાર ઉપન્યો છું તેમજ સર્વ પ્લેચ્છ જાતિયોમાં ઉપન્યો છું.આહારના નિમિત્તે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગાથા૫૬ મત્સ્ય ભયંકર નરકને વિષે જાય છે. તેથી સચિત્ત આહાર મનવડે પણ પ્રાર્થવાને યુક્ત નથી. [પપ-પતૃણ અને કાષ્ટવડે જેમ અગ્નિ, અથવા હજારો નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતો નથી તેમ આ જીવ કામ ભોગો વડે તૃપ્ત થતો નથી.-- તેમ આ જીવ દ્રવ્ય વડે તૃપ્ત થતો નથી. -- તેમ જીવ ભોજનવિધિવડે તૃપ્ત થતો નથી. [૫૮]વડવાનલ જેવા અને દુઃખે પાર પામીએ એવા અપરિમિત ગંધ માલ્યવડે આ જીવ તૃપ્ત થઈ શકતો નથી. [૫૯]અવિદગ્ધ (મૂખ) એવો આ જીવ અતીત કાલને વિષે અને અનાગતા કાલને વિષે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ કરી તૃપ્ત ન થયો અને થશે નહીં. [૬૦]દેવકુરૂ, ઉત્તરકુરૂમાં ઉત્પન્ન થએલાં કલ્પવૃક્ષોથી મળેલા સુખથી તેમજ મનુષ્ય વિદ્યાધર અને દેવોને વિષે ઉત્પન્ન થએલા સુખવડે આ જીવ તૃપ્ત થયો નહિ. [૧]ખાવાવડે તેમજ પીવાવડે આ આત્મા બચાવાતો નથી, જો દુર્ગતિમાં ન જાય તો નિક્ષે બચાવાએલો કહેવાય. [૨]દેવેન્દ્ર અને ચક્રવર્તિપણાના રાજ્યો તથા ઉત્તમ ભોગો અનંતીવાર પામ્યા પણ તેઓ વડે હું તૃપ્તિ પામ્યો નહિ. [૩] દૂધ, દહીં અને શેરડીના રસ સમાન સ્વાદિષ્ટ મોટા સમુદ્રોને વિષે ઘણીવાર હું ઉત્પન્ન થયો તો પણ શીતળજળવડે મારી તૃષ્ણા ન છીપી. [૬૪]મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારે કામભોગના વિષયસુખોના અતુલ સુખને મેં બહુવાર અનુભવ્યાં તો પણ સુખની તૃષ્ણા શમી નહિ. દિપો જે કોઈ પ્રાર્થના મેં રાગ દ્વેષને વશ થઈ પ્રતિબંધ કરી ઘણા પ્રકારે કરી હોય તે હું નિંદું છું અને ગુરૂની સાક્ષીએ ગણું છું. [૬૬]મોહજાલને હણીને, આઠકમની સાંકળને છેદીને અને જન્મ મરણરૂપી આરહટ્ટને ભાંગીને તું સંસારથી મૂકાઈશ. - [9] પાંચ મહાવ્રતને ત્રિવિધે ત્રિવિધ અરોપીને મન વચન અને કાય ગુપ્તિવાળો સાવધાન થઈ મરણને આદરે. ૬૮-૭૦]ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ તેમજ દ્વેષને ત્યજીને અપ્રમત્ત એવો હું તથા કલહ, અભ્યાખ્યાન, ચાડી. અને પરની નિંદાને ત્યાગ કરતો અને ત્રણ ગુપ્તિવાળો હું તથા પાંચ ઈદ્રિયોને સંવરીને અને કામના પાંચ (શબ્દાદિ) ગુણોને રૂંધીને દેવ ગુરૂની અતિઆશાતનાથી બીતો હું મહાવ્રતનું રક્ષણ કર્યું. 1 [૭૧]કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, અને આ રીદ્ર ધ્યાનને વર્જતો થકો ગુપ્તિવાળો તેમજ તેજોવેશ્યા, પદમૂલેશ્યા અને શુકલલેશ્યા તથા અને શુકલધ્યાનને આદરતો અને તે સહિત પંચમહાવ્રતનું રક્ષણ કરું [૭૩]મનવડે મન સત્યપણે, વચન સત્યપણે અને કર્તવ્ય સત્યપણે એ ત્રણ પ્રકારે સત્ય પણે પ્રવર્તતો તથા જાણતો પંચમહાવ્રતનું રક્ષણ કરું છું. [૭૪]સાત ભયથી રહિત ચાર કષાયને રોકીને, આઠ મદના સ્થાનક રહિત થએલો હું પંચમહાવ્રતનું રક્ષણ કરું Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મહાપચ્ચક્ખાણ-પિ [૩૫]ત્રણ ગુપ્તિ, પાંચ સમિતી, પચ્ચીસ ભાવનાઓ, જ્ઞાન અને દર્શનને આદરતો અને તે સહિત હું પંચમહાવ્રતનું રક્ષણ કરૂં . [૭૬એ પ્રમાણે ત્રણ દેડથી વિરક્ત, ત્રિકરણ શુદ્ધ, ત્રણ શલ્યથી રહિત અને વિવિધે અપ્રમત્ત એવો હું પંચમહાવ્રતનું રક્ષણ કરૂં . [૭૭]સર્વ સંગને સમ્યક પ્રકારે જાણું છું. માયા શલ્ય, નિયાણ શલ્ય, અને મિથ્યાત્વ શલ્ય રૂપ ત્રણ શલ્યોને ત્રિવિધે ટાળીને ત્રણ ગુપ્તિઓ અને પાંચ સમિતીઓ મને રક્ષણ અને શરણ હો. [૭૮-૭૯જેમ સમુદ્રનું ચક્રવાલ ક્ષોભે ત્યારે સમુદ્રને વિષે રનથી ભરેલા વહાણને કૃત કરણ અને બુદ્ધિવાળા વહાણવટીઓ રક્ષણ કરે છે. તેમ ગુણ રૂપી રત્નવડે ભરેલું પરિષહ રૂપી કલ્લોલો વડે ક્ષોભાયમાન થવા શરૂ થએલું તારૂપી વહાણ ઉપદેશ રૂપ આલંબનવાલા ધીર પુરૂષો આરાધે છે. . [૮૦-૮૨જો આ પ્રમાણે આત્માને વિષે વતનો ભાર મૂકનાર, શરીરને વિષે નિરપેક્ષ અને પર્વતની ગુફામાં રહેલા એવા તે સત્પરૂષો પોતાના અર્થને સાધે છે. જો પર્વતની ગુફા, પર્વતની કરાડ, અને વિષમ સ્થાનકોમાં રહેલા, ધીરજવડે અત્યંત તૈયાર રહેલા તે સંપુરૂષો પોતાનો અર્થ સાધે છે. તો કેમ સાધુઓને સહાય આપનાર એવા અન્યોઅન્ય સંગ્રહના બળવડે એટલે વૈયાવચ્ચ કરવાવડે પરલોકના અર્થે પોતાનો અર્થ ન સાધી શકે ? (સાધી શકે.) [૩]અલ્પ, મધુર, અને કાનને ગમતું આ વીતરાગનું વચન સાંભળતા જીવે સાધુઓની મધ્યે પોતાનો અર્થ સાધવા ખરેખર સમર્થ થઈ શકાય. [૮૪]ધીરપુરૂષોએ પ્રરૂપેલો, સપુરૂષોએ સેવેલો અને ખૂબ મુશ્કેલ પોતાના અર્થને જે શિલાતલને વિષે રહેલા પુરૂષો સાધે છે તેઓ ધન્ય છે. []પૂર્વે જેણે સંજમ જોગ પાળ્યો ન હોય, અને મરણ કાળને વિષે સમાધિ ઈચ્છતો હોય તે વિષય સુખમાં લીનઆત્મા પરિસહ સહન કરવાને સમર્થ થતો નથી. [૮૭]પૂર્વે જેણે સંયમ યોગ પાળ્યો હોય, મરણના કાલે સમાધિને ઈચ્છતો હોય, અને વિષય સુખ થકી આત્માને નીવાર્યો હોય તે પુરૂષ પરિસહને સહન કરવાને સમર્થ થઈ શકે. [૮૮પૂર્વે સંયમ યોગ આરાધ્યો હોય, તે નિયાણા રહિત બુદ્ધિપૂર્વક ' વિચારીને, કષાયને ટાળીને, સજ્જ થઈને મરણને અંગીકાર કરે. | [૪૯]જે જીવોએ સમ્યક પ્રકારે તપ કર્યો હોય તે જીવો પોતાનાં આકરાં પાપ કર્મોને બાળવાને સમર્થ થઈ શકે છે. [0]એક પંડિત મરણને આદરીને તે અસંભ્રાંત સુપુરૂષ જલદીથી અનંત મરણોનો અંત કરશે. [૯૧-૯૨એક પંડિત મરણ ! અને તેનાં કેવાં આલંબન કહ્યાં છે? એ બધાં જાણીને આચાર્યો બીજા કોની પ્રશંસા કરે. પાદપોપગમ અણશણ, ધ્યાન અને ભાવનાઓ તે આલંબન છે, એ જાણીને (આચાય) પંડિત મરણને પ્રશંસે છે. [૩] ઈદ્રિયની સુખ શાતામાં આકુલ, વિષમ પરિસહને સહેવાને પરવશ થઈ Page #32 -------------------------------------------------------------------------- ________________ 82-me ગએલો અને સંયમ જેણે નથી પાળ્યું એવો ક્લબ (કાયર) માણસ આરાધનાના વખતે મુંઝાય છે. [૪]લજ્જાવડે, ગારવવડે અને બહુ શ્રુતના મદ વડે જેઓ પોતાનું પાપ ગુરૂઓને કહેતા નથી તેઓ આરાધક થતા નથી. ૨૯ [૫]દુષ્કર ક્રિયા કરનાર સુઝે, માર્ગને જાણે, કીર્તિને પામે અને પોતાનાં પાપ છુપાવ્યા વિના તેની નિંદા કરે માટે આરાધના શ્રેય-કલ્યાણકારી ભલી કહી છે. [૯૬]તરણાંનો સંથારો અથવા પ્રાશુક ભૂમિ તે વિશુદ્ધિનું) કારણ નથી, પણ જે મનુષ્યનો આત્મા વિશુદ્ધ હોય તેજ ખરો સંથારો કહેવાય. [9]જિન વચનને અનુસરતી શુભધ્યાન અને શુભયોગમાં લીન એવી મારી મતિ થાઓ, જેમ તે દેશ કાલને વિષે પંડિત થયેલો આત્મા દેહ ત્યાગ કરે. [૯૮]જિનવર વચનથી રહિત અને ક્રિયાને વિષે આળસુ કોઈ મુનિ જ્યારે પ્રમાદી થાય ત્યારે ઈંદ્રિયો રૂપી ચોરો (તેના) તપ સંયમનો નાશ કરે છે. [૯]જિન વચનને અનુસરતી મતિ વાળો પુરૂષ જે વેળા સંવરમાં પેઠેલો હોય તે વેળા વાયરા સહિત અગ્નિની પેઠે મૂલ અને ડાળખાં સહિત કર્મને બાળી મૂકે છે. [૧૦૦]જેમ વાયુ સહિત અગ્નિ લીલા વનખંડનાં વૃક્ષોને પણ બાળે છે, તેમ પુરૂષાકાર (ઉદ્યમ) સહિત માણસ જ્ઞાનવડે કર્મનો ક્ષય કરે છે. [૧૦૧]અજ્ઞાની ઘણા ક્રોડો વર્ષે કરીને જે કર્મ ખપાવે છે તે કર્મને ત્રણ ગુપ્તિએ ગુપ્ત જ્ઞાનીપુરૂષ એક શ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે છે. [૧૦૨-૧૦૫]ખરેખર મરણ પાસે આવ્યે છતે બારપ્રકારનું શ્રુતસ્કંધ (દ્વાદશાંગી) સર્વ મજબુત પણ સમર્થ ચિત્તવાળા માણસથી ચિંતવી શકાય નહિ. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરે છે તે તેનું જ્ઞાન છે, જેનાથી વૈરાગ્ય પમાય છે. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરાય છે, તેનાથી તે માણસ મોહાલને અધ્યાત્મયોગ વડે છેદે છે. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરે છે, તે પુરૂષ નિરંતર વૈરાગ્ય પામે છે. તેથી સમાધિ મરણે તેણે મરવું. [૧૦૬]જેનાથી વૈરાગ્ય થાય તે તે કાર્ય સર્વ આદ૨વડે કરવું જોઈએ. જેથી સંવેગી જીવ સંસારથી મુક્ત થાય છે અને અસંવેગી જીવને અનંતો સંસાર થાય છે. [૧૦૭]જિનેશ્વર ભગવાને પ્રકાશેલો આ ધર્મ હું સમ્યક્ પ્રકારે ત્રિવિધ સદ્દહું (કારણ કે )તે ત્રસ અને સ્થાવર પ્રાણીને હિતકારક છે અને મોક્ષ નગરનો રસ્તો [૧૦૮-૧૦૯]હું શ્રમણ છું સર્વ અર્થનો સંયમી છું જિનેશ્વર ભગવાને જે જે નિષેધેલું છે તે તે સર્વ તેમજ ઉપધિ, શરીર અને ચતુર્વિધ આહારને મન વચન અને કાયાવડે હું ભાવથી વોસિરાવું છું. [૧૧૦]મન વડે જે ચિંતવવા યોગ્ય નથી તે સર્વ હું ત્રિવિધે વોસિરાવું છું. [૧૧૧-૧૧૩] અસંયમથી વિરમવું, ઉપધિનું વિવેક કરણ, (ત્યાગ કરવું), ઉપશમ, અયોગ્ય વ્યાપારથી વિરમવું, ક્ષમા, નિર્લોભતા અને વિવેક... આ ' Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મહાપચ્ચખાણ-[૧૧૭] પચ્ચખાણને રોગથી પીડાએલો માણસ આપત્તિમાં ભાવવડે અંગીકાર કરતો અને બોલતો સમાધિ પામે છે. એ નિમિત્તને વિષે જો કોઈ માણસ પચ્ચકખાણ કરીને કાલ કરે તો આ એક પણ પદ વડે પચ્ચકખાણ કરાવવું. [૧૧૪]મને અરિહંત, સિદ્ધ, સાધુ, ચુત અને ધર્મ એ મંગલ છે, તેમનું શરણ પામેલો હું સાવદ્ય (પાપકમ) ને વોસિરાવું છું. [૧૧૫-૧૧૯] અરિહંતો -- સિદ્ધો – આચાર્યો – ઉપાધ્યાયો અને સાધુઓ મને મંગલ છે અને અરિહંતો મારા દેવ છે, તે અરિહંતોની સ્તુતિ કરીને હું પાપ વોસિરાવું છું. [૧૨]સિદ્ધોનો, અરિહંતોનો, અને કેવલીનો ભાવ વડે આશરો લઈને અથવા મધ્યના ગમે તે એક પદ વડે આરાધક થવાય છે. [૧૨૧]વળી જેને વેદના ઉત્પન્ન થઈ છે એવા સાધુ હદયવડે કાંઈક ચિંતવે, અને કાંઈક આલંબન કરીને તે મુનિ દુઃખને સહન કરે. [૧૨૨]વેદનાઓ ઉત્પન્ન થાય ત્યારે આ તે શી વેદના ? એમ જાણી ખમે અથવા કાંઈક આલંબન કરીને તે દુઃખની વિચારણા કરે. [૧૨૩]પ્રમાદમાં વર્તતા મેં નરકોમાં ઉત્કૃષ્ટી વેદનાઓ અનંતી વાર પામી છે. [૧૨૪]અબોધિપણું પામીને મેં આ કર્મ કર્યું આ જુનું કર્મ હું અનંતીવાર પામ્યો છે. [૨૫]તે તે દુખના વિપાકોવડે ત્યાં ત્યાં વેદના પામે છતે અચિંત્ય જીવ પૂર્વે અજીવ કરાયો નહિ. [૧૨]અપ્રતિબદ્ધ વિહાર, વિદ્વાન માણસોએ પ્રશંસેલું અને મહાપુરૂષ સેવેલું એવું જિનભાષિત જાણીને અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરે. [૧૨૭]જેમ છેલ્લા કાળે છેલ્લા તીર્થકર ભગવાને ઉદાર ઉપદેશ આપ્યો એમ હું નિશ્ચય માર્ગવાળું અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરું છું. [૧૨.૮-૧૨-બત્રીસ ભેદે યોગ સંગ્રહના બળ વડે સંયમ વ્યાપાર સ્થિર કરી અને બાર ભેદે તપરૂપ નેહપાને કરી, સંસારરૂપી રંગ ભૂમિકામાં ધીરજરૂપી બળ અને ઉદ્યમ રૂપી બખતર પહેરી સજ્જ થએલો તું મોહરૂપી મલને હણીને આરાધના રૂપી જય પતાકા હરણ કર. [૧૩]વળી સંથારામાં રહેલા સાધુ જૂનાં કર્મ ખપાવે છે. નવાં કર્મ બાંધતા , નથી અને કર્મ વ્યાકુળતારૂપી વેલડીને છેદે છે. [૧૩૧]આરાધનાનો વિષે સાવધાન એવો સુવિહિત સાધુ સમ્યક્ પ્રકારે કાલ કરીને ઉત્કૃષ્ટા ત્રણ ભવ અતિક્રમીને નિવણિ (મોક્ષ) પામે. [૧૩]ઉત્તમ પુરૂષોએ કહેલું, સપુરૂષોએ સેવેલું, ઘણું જ આકરૂં અનસન કરીને નિર્વિધ્યપણે જયપતાકા મેળવ. [૧૩૩]હે ધીર ! જેમ તે દેશ કાલને વિષે સુભટ જયપતાકાનું હરણ કરે તેમ સૂત્રાર્થને અનુસરતો અને સંતોષ રૂપી નિશ્ચલ સન્નાહ (બખ્તર) પહેરીને સજ્જ થએલો તું જયપતાકાનું હરણ કર. Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૧૩૪ [૧૩૪]ચાર કષાય, ત્રણ ગારવ, પાંચ ઈદ્રિયનો સમૂહ અને પરિસહ રૂપી ફોજને હણીને આરાધના રૂપ જયપતાકાને તું હરણ કર. [૧૩પહે આત્મા ! જો તું અપાર સંસાર રૂપી મહોદધિ તરવાને ઈચ્છા રાખતો હોય તો હું ઘણું જીવું અથવા શીધ્ર મરણ પામું એવું નિશે વિચારીશ નહિ. [૧૩]જો સર્વ પાપકર્મને ખરેખર વિસ્તારવાને ઈચ્છે છે, તો જિન વચન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ભાવને વિષે ઉદ્યમવંત થવાને જાગૃત થા. [૧૩૩-૧૩૯]‘દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદ થાય, વળી તે આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ, જધન્ય એમ ત્રણ ભેદે થાય. પંડિત પુરૂષ ચાર ભેદ વાળી ઉત્કૃષ્ટ આરાધનાને આરાધીને કર્મ ૨જ રહિત થઈને તેજ ભવે સિદ્ધિ પામે • અને ચાર ભેદે જધન્ય આરાધનાને આરાધીને સાત અથવા આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે. [૧૪૦]મારે સર્વ જીવને વિષે સમતા છે, મારે કોઈની સાથે વેર નથી હું સર્વ જીવોને ખમું છું. અને સર્વ જીવોને ખમાવું છું. [૧૪૧]ધીર ને પણ મરવાનું છે અને કાયરને પણ અવશ્ય કરવાનું છે બંનેને મરવાનું છે તો ધીરપણે મરવું ઉત્તમ. [૧૪૨]સુવિહિત સાધું એ પચ્ચકખાણ સમ્યફ પ્રકારે પાળીને વૈમાનિક દેવ થાય અથવા સિદ્ધિ પામે. મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ મહાપચ્ચકખાણ પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ ત્રીજો પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ Page #35 -------------------------------------------------------------------------- ________________ [૩૨] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ ૨૭ ભત્તપરિણા-પઈણ્યં ચોથુ પ્રકિર્ણક-ગુર્જર- છાયા [૧]મહાઅતિશયવંત અને મહાપ્રભાવવાલા મુનિ મહાવીર સ્વામીને વાંદીને પોતાને તથા ૫૨ને સ્મરણ કરવા અર્થે ભક્ત પરિશા હું કહું છું. [૨]સંસારરુપી ગહન વનમાં ભમતાં પીડાએલા જીવો જેના આશરે મોક્ષ સુખને પામેછે તે કલ્પવૃક્ષના ઉદ્યાન સરખું સુખને આપનારૂં જૈન શાસન જયવંતુ વર્તે. [૩]દુર્લભ મનુષ્યપણું અને જિનેશ્વર ભગવાનનું વચન પામીને સત્પુરૂષોએ શાશ્વતા સુખના એક ૨સીક એવા અને જ્ઞાનને વશવર્તી થવું જોઈએ. [૪]જે સુખ આજ થવાનું છે તે કાલ સંભારવા યોગ્ય થવાનું છે, તે માટે પંડિત પુરૂષો ઉપસર્ગ રહિત મોક્ષનું સુખ વાંછે છે. [૫]પંડિત પુરૂષો માણસનું અને દેવતાઓનું જે સુખ છે તેને પરમાર્થ થકી દુઃખ જ કહે છે, કેમકે તે પરિણામે દારૂણ અને અશાશ્વત છે. તેથી તે સુખ વડે સર્યું. (અર્થાત્ તે સુખનું કામ નથી) [૬]જિનવચનમાં નિર્મલ બુદ્ધિવાળા માણસોએ શાશ્વતા સુખનું સાધન જે જિનેન્દ્રોની આજ્ઞાનું આરાધન છે તે આજ્ઞા પાળવા વિશે ઉદ્યમ કરવો. [9] તે જિનેશ્વરોએ કહેલા જ્ઞાન, દર્શન ચારિત્ર, ને તપ તેઓનું જે આરાધન તે જ અહિં આજ્ઞાનું આરાધન કહેલું છે. [૮]દિક્ષા પાલનમાં તત્પર (અપ્રમત્ત) આત્મા પણ મરણને અવસરે સૂત્રમાં કહ્યા મુજબ આરાધના કરતો થકો સંપૂર્ણ આરાધકપણું પામે. [૯] મરણરૂપી ધર્મ નથી એવા ધૈર્યવંતોએ (વીતરાગોએ) તે ઉદ્યમવંતનું મરણ ભક્ત પરિશા મરણ, ઈંગિની મરણ, અને પાદપોપગમ મરણ એમ ત્રણ પ્રકારે કહેલું છે. [૧૦-૧૧]ભક્ત પરિશા મરણ બે પ્રકારનું છેઃ- સવિચાર અને અવિચાર. સંલેખના વડે દુર્બલ શરીરવાળા ઉદ્યમવંત સાધુનું સવિચાર. (ભક્ત પરિશા મરણ અને પરાક્રમ રહિત સાધુને સંલેખના કર્યા વિના જે મરણ થાય તે અવિચાર ભક્ત પરિક્ષા મરણ કહીએ. તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણને યથામતિ હું કહીશ. Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨ ૩૩ [૧૨]ધીરજ બલ રહિત, અકાલ મરણના કરનારા અને અમૃત (અતીચાર) ના કરનારા એવા નિરવદ્ય વર્તમાન કાલના યતિઓને ઉપસર્ગરહિત મરણ યોગ્ય છે. [૧૩]ઉપશમ સુખને વિષે અભિલાષવાળો, શોક અને હાસ્ય રહિત, પોતાના જીવિતને વિષે આશા રહિત, વિષય સુખની તૃષ્ણા રહિત, અને ધર્મને વિષે ઉદ્યમ કરતાં જેને સંવેગ થએલો છે એવો (ભક્ત પરિજ્ઞા મરણને યોગ્ય છે.) [૧૪] જેણે મરણની અવસ્થા નિચે કરી છે જેણે સંસારનું વ્યાધિગ્રસ્ત અને નિર્ગુણપણું જાણ્યું છે, એવો ભવ્ય યતિ અથવા ગૃહસ્થ ભક્તપરિજ્ઞા મરણને યોગ્ય જાણવો. [૧૨]વ્યાધિ જરા અને મરણરૂપી મગરોવાળો, નિરંતર જન્મરૂપી પાણીના સમૂહવાળો, પરિણામે દારૂણ દુઃખને આપનારો સંસારરૂપી સમુદ્ર ઘણો દુરંત છે, એ ખેદની વાત છે. [૧૬]પશ્ચાતાપથી પીડાએલો, જેને ધર્મ પ્રિય છે, દોષને નિંદવાને તૃષ્ણાવાળો, તથા દોષ અને દુશીલપણા વડે પણ સહિત એવા પાસત્કાદિક પણ અનસનને યોગ્ય છે. [૧૭-૧૮]આ અનશન કરીને હર્ષ સહિત વિનય વડે ગુરૂના ચરણકમળ આગળ આવી હસ્તકમલ મુકુટ પેઠે કપાળે લગાડી ગુરૂ વાંદીને આ પ્રમાણે કહે. હે સપુરૂષ ! ભક્ત પરિજ્ઞારૂપ ઉત્તમ વહાણ ઉપર ચઢીને નિયમિક ગુરૂ વડે સંસારરૂપી સમુદ્રને તરવાને હું ઈચ્છું છું. [૧૯-૨૨]દયારૂપ અમૃત રસથી સુંદર તે ગુરૂ પણ તેને કહે છે કે-(હે વત્સ !) આલોચણ લઈ, વ્રત ઉચરી, સર્વને ખમાવવાપૂર્વક, ભક્ત પરિજ્ઞા અણશણને અંગીકાર કર. ઈચ્છે ! એમ કહીને ભક્તિ અને બહુમાન વડે શુદ્ધ સંકલ્પવાલો, ગયેલા અનર્થવાળા ગુરૂના ચરણ કમલને વિધિપૂર્વક વાંદીને. પોતાના શલ્યને ઉદ્ધરવાને ઈચ્છતો, સંવેગ (મોક્ષનો અભિલાષ) અને ઉદ્વેગ (સંસાર છોડવાની ઈચ્છા) થકી તીવ્ર શ્રદ્ધાવાળો શુદ્ધિને માટે જે કંઈ કરે તે વડે તે માણસ આરાધક થાય. હવે તે આલોયણના દોષે કરીને રહિત, બાળકની જેમ બચપણના વખતથી જેવું આચરણ કર્યું હોય તેવું સમ્યક પ્રકારે આલોચન કરે. ૨૩-૨૪]આચાર્યના સમગ્ર ગુણે સહિત આચાર્ય પ્રાયશ્ચિત આપે ત્યારે, સમ્યક પ્રકારે તે પ્રાયશ્ચિતતપ આદરીને નિર્મલભાવવાળો તે શિષ્ય ફરીને કહે. દારૂણ દુઃખરૂપ જલચર જીવોના સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રમાંથી તારવાને સમર્થ એવા ગુરૂ મહારાજ નિર્વિઘ્ન વહાણ સમાન મહાવ્રતને વિષે અમને મૂકો. (સ્થાપો) [૨પીજેણે કોપને ખંડ્યો છે તેવો અખંડ મહાવ્રતવાલો તે યતિ છે, તો પણ પ્રવ્રજ્યા વતની ઉપસ્થાપનાને યોગ્ય તે છે. [૨]સ્વામીની સારી પાલન કરેલી આજ્ઞાને જેમ ચાકરો વિધિ વડે બનાવીને પાછી આપે છે, તેમ જીવન પર્યંત ચારિત્ર પાળીને તે પણ ગુરૂને એ પ્રમાણે જણાવે છે. [૨૭]જેણે અતિચાર સહિત વ્રત પાળ્યું તથા આકુદી (કપટ) દડે વ્રત ખંડયું એવા પણ સમ્યક ઉપસ્થિત થએલા તેને શિષ્યને) ઉપસ્થાપના કરી છે. [3] Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભરપરિણા- [૨૮] [૨૮]ત્યાર પછી મહાવ્રતરૂપ પર્વતના ભારથી નમેલા મસ્તકવાળા તે શિષ્યને સુગુરૂ વિધિ વડે મહાવ્રતની આરોપણા કરે. [૨૯હવે દેશવિરતિ શ્રાવક સમકિતને વિષે રક્ત અને જિનવચનને વિશે તત્પર હોય તેને પણ શુદ્ધ અણુવતો મરણ વખતે આરોપણ કરાય છે. [૩૦]નિયાણા રહિત અને ઉદાર ચિત્તવાલો, હર્ષને લીધે વિસ્તાર પામ્યાં છે રોમરાજી જેનાં એવો તે ગુરૂની, સંઘની અને સાધર્મિકની નિષ્કપટ ભક્તિ વડે પૂજા કરે. [૩૧]પ્રધાન જિનેન્દ્ર પ્રસાદ, જિનબિંબ, અને ઉત્તમ પ્રતિષ્ઠાને વિષે તથા પ્રશસ્ત પુસ્તક લખાવવામાં, સુતીર્થમાં અને તીર્થંકરની પૂજાને વિશે શ્રાવક પોતાના દ્રવ્યને વાપરે. [૩૨-૩૩]જો તે શ્રાવક સર્વ વિરતિ સંયમને વિષે પ્રીતિવાળો, વિરુદ્ધ મન (વચન) અને કાયાવાલો, સ્વજન કુટુંબના અનુરાગ રહિત, વિષય ઉપર ખેદવાળો અને વૈરાગ્યવાળો. તે શ્રાવક સંથારા રૂપ દીક્ષાને અંગીકાર કરે અને નિયમ વડે દોષ રહિત સર્વવિરિતિ રૂપ પાંચ મહાવ્રતે પ્રધાન સામાયિક ચારિત્રને અંગીકાર કરે. [૩૪-૩૫]હવે તે સામાયિક ચારિત્ર ધારણ કરનારો અને મહાવ્રતને અંગીકાર કરનારો જે સાધુ તથા છેલ્લું પચ્ચખાણ કરું એવા નિશ્ચયવાળો દેશ વિરતિ શ્રાવક. મોટા ગુણો વડે મહાન ગુરૂના ચરણ કમલમાં મસ્તક વડે નમસ્કાર કરીને કહે છે કે હે ભગવન્! તમારી અનુમતિથી ભક્ત પરિજ્ઞા અણશણ હું અંગીકાર કરું છું ૩િ૬-૩૯]આરાધના વડે તેને (અણસણ લેનારને) અને પોતાને કલ્યાણ થાય તેમ દિવ્ય નિમિત્ત વડે જાણીને, આચાર્ય અણસણ લેવરાવે, નહિ તો નિમિત્ત જોયા વિના લેવાય તો) દોષ લાગે. ત્યાર પછી તે ગુરૂ ઉત્કૃષ્ટ સર્વ દ્રવ્યો પોતાના શિષ્યને દેખાડીને ત્રણ પ્રકારના આહારનાં જાવજૂજીવ સુધી પચ્ચકખાણ કરાવે. તે (ઉત્કૃષ્ટાં દ્રવ્યોને) જોઈને ભવ સમુદ્રના કાંઠે પહોંચેલા મારે આના વડે શું કામ છે એમ કોઈ જીવ ચિંતવે, કોઈ જીવ દ્રવ્યની ઈચ્છા હોય તે ભોગવીને સંવેગ પામ્યો છતાં એ પ્રમાણે ચિંવે. શું મેં ભોગવીને છાંડયું નથી, જે પવિત્ર પદાર્થ હોય તે પરિણામે અશુચિ છે એમ જ્ઞાનમાં તત્પર થઈને શુભ ધ્યાન કરે, જે વિષાદ પામે તેને આવી ચોયણા (પ્રેરણા) આપવી [૪૦]ઉદરમલની શુદ્ધિને અર્થે સમાધિપાન (સાકર વિગેરેનું પાણી) એને સારું હોય તો તે મધુર પાણી પણ તેને પાવું અને થોડું થોડું વિરેચન કરાવવું. [૪૧-૪૨]એલચી, તજ, નાગકેસર અને તમાલપત્ર સાકરવાળું દૂધ કઢીને કઠું કરી પાઈએ તે સમાધિ પાણી કહીએ. (એ પીવાથી તાપ ઉપશમે) ત્યાર પછીઃફોફલાદિક દ્રવ્ય કરીને મધુર ઔષધનું વિરેચન કરાવવું જોઈએ. કેમ કે એ રીતે ઉદરનો અગ્નિ હોલવાવાથી આ (અણશણનો કરનારો) સુખે સમાધિ પામે છે. ૪િ૩અનશન કરનાર તપસ્વી જાવજીવ સુધી ત્રણ પ્રકારના આહાર (અશન, ખાદિમ, અને સ્વાદિમ) ને અહીં વોસિરાવે છે, એમ નિયમિણા કરાવનાર આચાર્ય સંઘને નિવેદન કરે. [૪૪]તે (તપસ્વી) ને આરાધના સબંધિ સર્વ વાત નિરૂપસર્ગ પણે પ્રવર્તે તે Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૪ ૩૫ માટે સર્વ સંઘે બનેં છપ્પન શ્વાસોશ્વાસનો કાઉસ્સગ કરવો. [૪૫-૪૬]ત્યાર પછી તે આચાર્ય સંઘના સમુદાયમાં ચૈત્યવંદન પૂર્વક વિધિ વડે તે ક્ષેપક (તપસ્વી) ને ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરાવે. અથવા સમાધિને અર્થે ત્રણ પ્રકારના આહારને સાગારપણે પચ્ચકખે. ત્યાર પછી પીને પણ અવસરે વોસિરાવે. [૪૭]ત્યાર પછી મસ્તક નમાવી પોતાના બે હાથને મસ્તકે મુકુટ સમાનકરીને તે (અણશણ કરનાર) વિધિ વડે સંવેગ પમાડતો સર્વ સંઘને ખમાવે. [૪૮]આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, કુલ અને ગણ ઉપર મેં જે કોઈ કષાય ક્ષહિોય, તે સર્વે હું ત્રિવિધ (મન, વચન, કાયા વડે) ખમાવું છું. [૪૯]હે ભગવન્! મારા સર્વે અપરાધના પદ (વાંક), હું નમાવું છું માટે મને ખમો હું પણ ગુણના સમૂહવાળા સંઘને શુદ્ધ થઈને ખમાવું છું. [૫૦]આ રીતે વંદન, ખામણાં અને સ્વનિંદાઓ વડે સો ભવનું ઉપાર્જેલું કમી એક ક્ષણ માત્રમાં મૃગાવતી રાણીની પેઠે ક્ષય કરે છે. [પ૦-પપહવે મહાવ્રતને વિષે નિશ્ચલ રહેલા, જિનવચન વડે ભાવિત મનવાળા, આહારનાં પચ્ચખાણ કરનાર અને તીવ્ર સંવેગ વડે મનોહાર તે (અણસણ કરનાર)ને. અણશણની આરાધનાના લાભથી પોતાને કૃતાર્થ માનનારા તેને આચાર્ય મહારાજ પાપરૂપી કાદવને ઓળંગવાને લાકડી સમાન શીખામણ આપે છે. વધ્યું છે કુગ્રહ (કદાગ્રહ) રૂપી મૂલ જેનું એવા મિથ્યાત્વને મૂલથકી ઉખેડી નાંખી હે વત્સ ! પરમતત્ત્વ એવા સમ્યકત્વને સૂત્રનીતિએ વિચાર. વળી ગુણના અનુરાગ વડે વીતરાગ ભગવાનની તીવ્ર ભક્તિ કર. તથા પ્રવચનના સાર એવા પાંચ નમસ્કારને વિષે અનુરાગ કર. સુવિહિત સાધુને હિતના કરનાર સ્વાધ્યાયને વિષે હંમેશાં ઉદ્યમવંત થા, અને નિત્ય પાંચ મહાવ્રતની રક્ષા આત્મ સમક્ષ કર. [૫૬-૫૯]મોહ વડે કરીને મોટા અને શુભકર્મને વિષે શલ્ય સમાન નિયાણ શલ્યનો તું ત્યાગ કર, અને મનીંદ્રોના સમૂહમાં નિંદાએલ ઈદ્રિય રૂપી મૃગેંદ્રોને તું દમ નિવણ સુખમાં અંતરાયભૂત, નરકાદિને વિષે ભયંકર પાતકારક અને વિષય તૃષ્ણામાં સદા સહાય કરનાર કષાયો રૂપી પિશાચોને હણ. કાળ નહીં પહોંચતે અને હમણાં થોડું ચારિત્ર બાકી રહે છતે, મોહ રૂપી મહા વૈરીને વિદારવાને માટે ખગ અને લાઠી (ડાંગ) સમાન હિત શિક્ષાને તું સાંભલ. સંસારના મૂળ બીજભૂત મિથ્યાત્વનો સર્વ પ્રકારે ત્યાગ કર, સમ્યકત્વને વિષે દઢ ચિત્તવાલો થઈ, નમસ્કારના ધ્યાનને વિષે કુશલ થા. [0] જેમ માણસો પોતાની તૃષ્ણા વડે મૃગતૃષ્ણાને વિષે (ઝાંઝવાના જલમાં) પાણી માને છે, તેમ મિથ્યાત્વથી મૂઢ મનવાલો કુધર્મ થકી સુખની ઈચ્છા કરે છે. [૬૧]તીવ્ર મિથ્યાત્વ જીવોને જે મહા દોષ કરે છે, તે દોષ અગ્નિ, વિષ કે કૃષ્ણ સપ પણ કરતા નથી. [૬૨]મિથ્યાત્વથી મૂઢ ચિત્તવાળો સાધુ ઉપર દ્વેષ રાખવા રૂપી પાપથી તુરૂમણિ નગરીના દત્તરાજાની પેઠે તીવ્ર દુઃખ આ લોકમાં જ પામે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ભરપરિણા - [૩] [૩]સર્વ દુઃખનો નાશ કરનાર સમ્યકત્વને વિષે તું પ્રમાદ ન કરીશ, કારણ કે સમ્યકત્વને આધારે જ્ઞાન, તપ, વીર્ય અને ચારિત્ર રહેલાં છે. [૬૪]જેવો તું પદાર્થના ઉપર અનુરાગ કરે છે, પ્રેમનો અનુરાગ કરે છે અને સદ્ગણના અનુરાગને વિષે રક્ત થાય છે. તેવો જ જિનશાસનને વિષે હમેશાં ધર્મના અનુરાગ વડે રક્ત થા. [૬૫-૬૬]સમ્યકત્વથી ભ્રષ્ટ તે સર્વથી ભ્રષ્ટ જાણવો પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલો બધાંથી ભ્રષ્ટ થતો નથી, કેમ કે સમ્યકત્વ પામેલા જીવને સંસારને વિષે ઝાઝું પરિભ્રમણ નથી. દર્શન થકી ભ્રષ્ટ તે ભ્રષ્ટ જાણવો, કારણ કે સમ્યકત્વથી પડેલાને મોક્ષ નથી. ચારિત્રથી રહિત જીવ મુક્તિ પામે છે, પણ સમકિતથી રહિત જીવ મોક્ષ પામતા નથી. [૭]શુદ્ધ સમક્તિ છતે અવિરતિ જીવ પણ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરે છે. જેમ આગામી કાળમાં કલ્યાણ થવાનું છે જેમનું એવા હરિવંશના પ્રભુ એટલે કૃષ્ણ મહારાજ અને શ્રેણિક વિગેરે રાજાઓએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું તેમ. [૬૮]નિર્મલ સમ્યકત્વવાળા જીવો કલ્યાણની પરંપરાને પામે છે. કેમ કે) સમ્યગ્દશન રૂપી રત્ન સુર અને અસુર લોકને વિષે અમૂલ્ય છે. [૬૯]ત્રણ લોકની પ્રભુતા પામીને પણ કાળે કરીને જીવ પડે છે. પણ સમ્યકત્વ પામે છતે જીવ અક્ષય સુખવાળા મોક્ષ પામે છે. [૭૦-૭૨] અરિહંત સિદ્ધ, ચૈત્ય, જિન પ્રતિમા) પ્રવચન-સિદ્ધાંત, આચાર્ય અને સર્વ સાધુઓને વિષે મન, વચન અને કાયા એ ત્રણ કારણ વડે શુદ્ધ ભાવથી તીવ્ર ભક્તિ કર. એકલી જિનભક્તિ પણ દુર્ગતિને નિવારવાને સમર્થ થાય છે અને સિદ્ધિ પામે ત્યાં સુધી દુર્લભ એવા સુખોની પરંપરા થાય છે. વિદ્યા પણ ભક્તિવંને સિદ્ધ થાય છે અને ફળને આપનારી થાય છે. તો વળી શું મોક્ષની વિદ્યા અભક્તિવંતને સિદ્ધ થાય? ૭૩] તે આરાધનાઓના નાયક વીતરાગ ભગવાનની જે માણસ ભક્તિ ના કરે તે માણસ ઘણો પણ ઉદ્યમ કરતો ડાંગરને ઊખર ભૂમિમાં વાવે છે. * [૭૪]આરાધકની ભક્તિ ન કરતો છતાં પણ આરાધનાને ઈચ્છતો માણસ બી વિના ધાન્યની અને વાદળાં વિના વરસાદની ઈચ્છા કરે છે. [૩૫]રાજગૃહ નગરમાં મણિઆર શેઠનો જીવ જે દેડકો થયો હતો તેની જેમ શ્રી જિનેશ્વર મહારાજની ભક્તિ ઉત્તમ કુલમાં ઉત્પત્તિ અને સુખની નિષ્પતિ કરે છે. ૭િ૬]આરાધનાપૂર્વક, બીજે ઠેકાણે ચિત્ત રોકયા વિના, વિશુદ્ધ લેશ્યાથી સંસારના ક્ષયને કરનાર નવકારને તું મુકતો નહિ. [૭૭]મરણની વખતે જો અરિહંતને એક પણ નમસ્કાર થાય તો તે સંસારનો નાશ કરવાને સમર્થ છે એમ જિનેશ્વર ભગવાને કહેલું છે. [૮]માઠાં કર્મનો કરનારો મહાવત, જેને ચોર કહીને શૂળીએ ચઢાવેલો, તે પણ “નમો જિણાણું કહેતો શુભ ધ્યાને વર્તતો કમલપત્રના જેવી આંખવાલો યક્ષ થયો. | [૭૦]ભાવ નમસ્કાર રહિત, નિરર્થક દ્રવ્યલિંગો જીવે અનંતી વાર ગ્રહણ કર્યા Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૮૦ અને મૂક્યાં છે. [૮] આરાધના રૂપ પતાકા લેવાને નમસ્કાર હાથરૂપ થાય છે, તેમજ સદ્ગતિના માર્ગે જવામાં તે જીવને અપ્રતિહત રથ સમાન છે. " [૧]અજ્ઞાની ગોવાળ પણ નવકાર આરાધીને મરણ પામ્યો તે ચંપાનગરીને વિષે શ્રેષ્ઠીપુત્ર સુદર્શન નામે પ્રખ્યાત થયો. [૮૫]જેમ સારી રીતે આરાધેલી વિદ્યા વડે પુરૂષ, પિચાશને વશ કરે છે, તેમ સારી રીતે આરાધેલું જ્ઞાન મનરૂપી પિચાશને વશ કરે ચે. [૩]જેમ વિધિએ આરાધેલા મંત્રવડે કૃષ્ણ સર્પ ઉપશમે છે, તેમ સારી રીતે • આરાધેલા જ્ઞાન વડે મનરૂપી કૃષ્ણ સર્પ વશ થાય છે. [૮૪]જેમ માંકડો ક્ષણમાત્ર પણ નિશ્ચલ રહી શકતો નથી, તેમ વિષયોના આનંદ વિના મન ક્ષણમાત્ર મધ્યસ્થ નિશ્ચલ) રહી શકતું નથી. [૮૫]તે માટે તે ઉઠતા મનરૂપી માંકડાને જિનના ઉપદેશ વડે દોરીથી બાંધેલો. કરીને શુભ ધ્યાનને વિષે રમાડવો. [૮]જેમ દોરા સહિત સોય કચરામાં પડી હોય તો પણ ખોવાતી નથી, તેમ (શુભ ધ્યાનરૂપી) દોરા સહિત જીવ પણ સંસારને વિષે પડયો હોય તો પણ નાશ પામતો નથી. [૭]જો લૌકિક શ્લોકો વડે યવ રાજર્ષિએ રાજાને મરણ થકી બચાવ્યો અને તે (રાજા) રૂડું સાધુપણું પામ્યો, તો જિનેશ્વર ભગવાને કહેલા સૂત્રવડે જીવ મરણના દુખથી છુટે એમાં શું કહેવું ? [૮૮]અથવા ઉપશમ, વિવેક, સંવર એ પદના સાંભળવા (સ્મરણ) માત્ર (તેટલા જ) શ્રુતજ્ઞાનવાળો ચિલાતીપુત્રજ્ઞાન તેમજ દેવપણું પામ્યો. [૯]જીવના ભેદને જાણીને જાવજીવ પ્રયત્નવડે સમ્યફ મન, વચન, કાયાના યોગવડે છે કાયના જીવના વધનો ત્યાગ કર. [0]જેમ તને દુઃખ વહાલું લાગતું નથી, એમ સર્વ જીવને પણ દુખ ગમતું નથી એવું જાણીને, સર્વ આદરવડે ઉપયુક્ત (સાવધાન) થઈ આત્મવત્ દરેક જીવને માનીને તું દયાને કર ૯િ૧]જેમ જગતને વિષે મેરૂ પર્વત કરતાં કોઈ ઉંચું નથી અને આકાશથી કોઈ મોટું નથી, તેમ અહિંસા સમાન ધર્મ નથી એમ તું જાણ. []આ જીવ સર્વ જીવો સાથે સર્વ પણ (સઘળાએ) સંબંધો પામ્યો છે. તેથી જીવોને મારતો સર્વ સંબંધિઓને મારે છે. [૩] જીવનો વધ તે આપણો જ વધ જાણવો અને જીવની દયા તે આપણી જ દયા છે, તેથી આત્માના સુખને ઈચ્છતા જીવોએ સર્વ જીવ હિંસા ત્યાગ કરી છે. [૪] ચાર ગતિમાં રખડતા જીવને જેટલાં દુઃખો થાય છે તે સર્વે હિંસાનાં ફળ છે એમ સુક્ષ્મ બુદ્ધિથી જાણ. [૯૫જે કંઈ મોટું સુખ, પ્રભુપણું, જે કંઈ સ્વભાવિક રીતે સુંદર છે તે, નિરોગપણું, સૌભાગ્યપણું, તે તે સર્વે અહિંસાનું ફળ સમજવું. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભરપરિણા – [૬] [૯] સુસુમાર કહને વિષે ફેંકાએલો છતાં ચંડાલ પણ એક દિવસમાં એક જીવ બચાવવાથી ઉત્પન્ન થએલા અહિંસા વ્રતના ગુણવડ દેવતાનું સાનિધ્ય પામ્યો. [૯૭સર્વે પણ ચાર પ્રકારના અસત્ય વચનને પ્રયત્નવડે ત્યાગ કર, જે માટે સંયમવંત પુરૂષો પણ ભાષાના દોષવડે (અસત્ય ભાષણવડે કર્મથી) લેપાય છે. ચાર પ્રકારનાં અસત્ય આ પ્રમાણે :- અછતાનું પ્રગટ કરવું, જેમ આત્મા સર્વગત છે, બીજો અર્થ કહેવો, જેમ ગો શબ્દ શ્વાન. છતાને ઓળવવું જેમ આત્મા નથી. નિંદાનું કરવું, જેમ ચોર ન હોય તેને ચોર કહેવો. [૯૮] વળી હાસ્ય વડે, ક્રોધ વડે, લોભ વડે, અને ભય વડે તે અસત્ય ન બોલ, પણ જીવને હિતકારી અને સુંદર સત્ય વચન બોલ. [૯] સત્યવાદી પુરૂષ માતાની પેઠે વિશ્વાસ રાખવા લાયક, ગુરૂની પેઠે લોકને પૂજવા યોગ્ય અને સગાંની પેઠે સર્વને વહાલો લાગે છે. [૧૦] જટાવંત હોય અથવા શિખાવંત હોય, મુંડ હોય, વલ્કલ (ઝાડની છાલનાં વસ્ત્ર) પહેરનાર હોય અથવા નગ્ન હોય તો પણ અસત્યવાદીઓ લોકને વિશે પાખંડી અને ચંડાલ કહેવાય છે. [૧૦૧] એક વાર પણ બોલેલું જૂઠું ઘણાં સત્ય વચનોનો નાશ કરે છે, કેમકે એક અસત્ય વચન લડે વસુ રાજા નરકને વિષે પડ્યો. [૧૦૨] હે ધીર ! થોડું કે વધારે પારકું ધન (જેમકે) દાંત ખોતરવાને માટે એક સળી માત્ર પણ, અદત્ત (આપ્યા વિના) લેવાને વિચાર ન કર. [૧૦૩] વળી જે પુરૂષ (પારકું) દ્રવ્ય હરણ કરે છે તે તેનું જીવિત પણ હરણ કરે છે. કારણ કે તે પુરૂષ પૈસાને માટે જીવનો ત્યાગ કરે છે, પણ પૈસાને છોડતો નથી. [૧૦૪] તેથી જીવદયા રૂપ પરમ ધર્મને ગ્રહણ કરીને અદત ન લે, કેમકે જિનેશ્વર ભગવાને અને ગણધરે તે નિષેધ્યું છે, તેમજ લોક વિરૂદ્ધ અને અધર્મ છે. [૧૦૫] ચોર પરલોકમાં પણ નરક તિર્યંચને વિષે ઘણાં દુઃખો પામે છે; મનુષ્યપણામાં પણ દીન અને દરિદ્રતાથી પીડાએલો થાય છે. [૧૦૬] ચોરીથી નિવર્સેલો શ્રાવકનો પુત્ર જેમ સુખ પામ્યો, કઢી નામની ડોશીને ઘેર ચોર પેઠા. તે ચોરોના પગોને વિશે ડોશીએ અંગુઠો મોર પિંછવડે ચિતયાં તે એંધાણ નિશાની) એ રાજાએ ઓળખીને શ્રાવકના પુત્રને છોડીને બધા ચોરોને માય. [૧૦૭] નવ બ્રહ્મચર્યની ગુપ્તિ વડે શુદ્ધ બ્રહ્મચર્યનું તું રક્ષણ કર, અને કામને ઘણા દોસાથી ભરેલો જાણીને હંમેશા જીત. [૧૧૮] ખરેખર જેટલા દોષો આલોક અને પરલોકને વિષે દુખના કરનારા છે, તે બધા દોષોને મનુષ્યની મૈથુન સંજ્ઞા લાવે છે. [૧૦૯-૧૧૦] રતિ અને અરતિરૂપ ચંચલ બે જીભવાલા, સંકલ્પરૂપ પ્રચંડ ફણાવાલા, વિષયરૂપે બિલમાં વસનારા, મદરૂપ મુખવાલા અને ગર્વથી અનાદરરૂપ રોષવાલા. લજ્જારૂપ કાંચળીવાળા, અહંકારરૂપ દાઢવાળા અને દુલ્સહ દુઃખકારક વિષવાલા કામરૂપી સર્પ વડે ડસાયેલા માણસો પરવશ થએલા દેખાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૯ [૧૧૧-૧૧૩]રૌદ્ર નરકની વેદનાઓ અને ઘોર સંસાર સાગરનું વહન કરવું તેને તે જીવ પામે છે, પરંતુ કામિત સુખનું તુચ્છપણું જોતો નથી. જેમ કામના સેંકડો બાણવડે વિંધાએલો અને વૃદ્ધ થએલો વાણીઓ રાજાની સ્રીએ પાયખાનાના ખાળની અંદર નાંખ્યો ને અનેક દુર્ગંધોને સહન કરતો ત્યાં રહ્યો. કામાસકત્ માણસ વૈશ્યાયન તાપસની પેઠે ગમ્ય અને અગમ્યને જાણતો નથી. જેમ કુબેરદત્ત શેઠ તરત બાળકને જન્મ આપનારી પોતાની માતાના ઉપર સુરત (વિષય) સુખથી રક્ત થએલો રહ્યો. ગાથા-૧૧૧ [૧૧૪]કંદર્પથી વ્યાપ્ત અને દોષરૂપ વિષની વેલડી સરખી સ્રીઓને વિષે જેણે કામ કલહ પ્રેર્યો છે એવા પ્રતિબંધને સ્વભાવથી જોતા એવા તમે છોડી દો. [૧૧૫]વિષયમાં અંધ બનેલી સ્ત્રી કુલ, વંશ, પતિ, પુત્ર, માતા તેમજ પિતાને નહિ ગણકારતી દુઃખરૂપી સમુદ્રમાં પાડે છે. ૧૧૬]સ્રીઓને નદી સાથે સરખાવતાં જણાવે કે–સ્રીઓ નીચગામીની, (નદી પક્ષે ઢળતી જમીનમાં જનારી) સારા સ્તનવાલી, (નદી પક્ષે-સુંદર પાણીને ધારણ કરનારી) દેખવા યોગ્ય સુંદર અને મંદ ગતિવાળી નદીઓની પેઠે મેરૂ પર્વત જેવા ભારે (પુરૂષો) ને પણ ભેદી નાંખે છે. [૧૧૭]અતિશય પરિચયવાલી, અતિશય પ્રિય, વળી અતિશય પ્રેમવંત એવી પણ ઓરૂપ સાપણોને વિષે ખરેખર કોણ વિશ્વાસ કરે. [૧૧૮]હણએલી આશાવાળી (તે સ્રીઓ) અતિ વિશ્વાસવંત, ઉપકારને વિશે તત્પર, અને ગાઢ પ્રેમવાળા પણ એક વાર અપ્રિય કરનાર પતિને જલદી મરણ પમાડે છે. [૧૧૯]સુંદર દેખાવવાળી,સુકુમાર અંગવાળી અને ગુણથી (દોરીથી) બંધા એલી નવી જાઈની માળા જેવી સ્ત્રીઓ પુરૂષના હૃદયને હરણ કરે છે. [૧૨૦]પરંતુ દર્શનની સુંદરતાથી મોહ ઉત્પન્ન કરનાર તે સ્ત્રીઓની આલિંગનરૂપ મદિરા, કણેરની વધ્ય (વધ્ય પુરૂષને ગળે પહેરાવવામાં આવતી) માળાની પેઠે પુરૂષોને વિનાશ આપે છે. [૧૨૧]ીઓનું દર્શન ખરેખર સુંદર છે, માટે સંગમના સુખ વડે સર્યુ. માલાની ગંધ પણ સુગંધી હોય છે, પણ મર્દન વિનાશરૂપ થાય છે. [૧૨૨]સાકેત નગરનો દેવરતિ નામે રાજા રાજ્યના સુખથી ભ્રષ્ટ થયો, કારણ કે રાણીએ પાંગળા ઉપરના રાગના કારણે તેને નદીમાં ફેંકયો અને તે નદીમાં બૂડયો. [૧૨૩] શોકની નદી, દુદરતની (પાપની) ગુફા, કપટનું ઘર, કલેશની કરનારી, વૈરૂપી અગ્નિને સળગાવવાને અરણીના લાકડા સમાન, દુઃખની ખાણ અને સુખની પ્રતિપક્ષી છે. [૨૪] કામના બાણના વિસ્તારવાળા મૃગાક્ષીઓ (સ્રીઓ) નાં દૃષ્ટિનાં કટાક્ષને વિષેથી મનના નિગ્રહને નહિ જાણનાર કયો પુરૂષ સમ્યક્ પ્રકારે નાશી જવાને સમર્થ થાય ? [૧૨૫]અતિ ઉંચા અને ઘણાં વાદળાંવાળી મેઘમાલા જેમ હડકવાના વિષને વધારે તેમ અતિશય ઉંચા પયોધર (સ્તન)વાળી સ્રીઓ પુરૂષના મોહ વિષને વધારે છે. [૧૨૬]તેથી દષ્ટિવિષ સર્પની દૃષ્ટિની જેવી તે સ્ત્રીઓની દૃષ્ટિનો તમે ત્યાગ કરો; કેમકે સ્ત્રીનાં નેત્રબાણ ચારિત્રરૂપી પ્રાણોનો નાશ કરે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ - - - ૪૦ ભરપરિણા - [૨૭] [૧૨૭]સ્ત્રીની સોબતથી અલ્પ સત્વવાળા મુનિનું પણ મન અગ્નિથી મીણ ઓગળી જાય તેમ ખરેખર જલદી ઓગળી જાય છે. [૧૨૮]જો સર્વ સંગનો પણ ત્યાગ કરનાર અને તપવડે પાતળા અંગવાળા. હોય તો પણ કોશાના ઘરમાં વસનાર (સિંહ ગુફાવાસી) મુનિની જેમ સ્ત્રીના સંગથી મુનિઓ ચલાયમાન થાય છે. [૧૨]શંગારરૂપી કલ્લોલવાળી, વિલાસરૂપી ભરતીવાળી, અને યૌવનરૂપી પાણીવાળી સ્ત્રીરૂપી નદીમાં જગતના કયા કયા પુરૂષો નથી ડુબતા? [૧૩]ધીર પુરૂષો વિષયરૂપ જલવાળા, મોહરૂપી કાદવવાળા, વિલાસ અને અભિમાનરૂપી જલચરોથી ભરેલા, અને મદરૂપી મગરવાળા, યૌવનરૂપી સમુદ્રને તરી ગયા છે. [૧૩૧]કરવા કરાવવા અને અનુમોદવારૂપ ત્રણ કરણવડે અને મન, વચન અને કાયાના યોગોવડે અત્યંતર અને બાહ્ય એવા સર્વે સંગોનો તું ત્યાગ કર. [૧૩૨-૧૩૩]સંગના (પરિગ્રહના) હેતુથી જીવ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, મૈથુન સેવે છે, અને પરિમાણ રહિત મૂછ કરે છે. (પરિગ્રહનું પરિમાણ કરતો નથી.) પરિગ્રહ મોટા ભયનું કારણ છે, કારણ કે પુત્રે દ્રવ્ય ચોર્યે છતે શ્રાવક કુંચિક શેઠે મુનિપતિ મુનિને વહેમથી પીડા કરી. [૧૩૪સર્વ (બાહ્ય અને અત્યંત૨) પરિગ્રહથી મુક્ત, શીતલ પરિણામ વાળો, અને ઉપશાંત ચિત્તવાળો પુરૂષ નિલભપણાનું (સંતોષનું) જે સુખ પામે છે તે સુખ ચક્રવર્તી પણ પામતા નથી. [૧૩પ-૧૩૭]શલ્ય રહિત મુનિનાં મહાવ્રતો, અખંડ અને અતિચાર રહિત હોય તે મુનિના પણ મહાવ્રતો, નિયાણ શલ્યવડે નાશ પામે છે. તે નિયાણ શલ્ય) રાગગર્ભિત, દ્વેષગર્ભિત અને મોહગર્ભિત, ત્રણ પ્રકારે થાય છે; ધર્મને માટે હીન કુળાદિકની પ્રાર્થના કરે તે મોહગર્ભિત નિયાણું સમજવું રાગને લીધે જે નિયાણું કરવું તે રાગગર્ભિત અને દ્વેષને લીધે જે નિયાણું કરવું તે દ્વેષગર્ભિત જાણવું. રાગ ગર્ભિત નિયાણાને અંગે ગંગદત્તનું, દ્વેષ ગર્ભિત નિયાણાને અંગે વિશ્વભૂતિ વગેરે (મહાવીર સ્વામીના જીવ) નું અને મોહ ગર્ભિત નિયાણાને અંગે ચંડપિંગલ આદિનાં દષ્ટાંત પ્રસિદ્ધ છે. [૧૩૮]જે મોક્ષના સુખને અવગણીને અસાર સુખના કારણરૂપ નિયાણું કરે છે તે પુરૂષ કાચમણિને માટે વૈડૂર્ય રત્નનો નાશ કરે છે. [૧૩] દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિ મરણ અને બોધિ બીજનો લાભ એટલી ? વસ્તુની પ્રાર્થના કરવી, તે સિવાય બીજું કંઈ માગવા યોગ્યનથી. [૧૪]નિયાણ શલ્યનો ત્યાગ કરી, રાત્રિભોજનની નિવૃત્તિ કરી, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિવડે પાંચ-મહાવતની રક્ષાને કરતો મોક્ષ સુખને સાધે છે. [૧૪૧ ઈદ્રિયોના વિષયમાં આસક્ત જીવો સુશીલ ગુણરૂપ પીછાં વિનાના અને છેદાએલી પાંખવાલા પક્ષીની જેમ સંસારસાગરમાં પડે છે. [૧૪ર-૧૪૩જેમ શ્વાન (કુતરો) સુકાઈ ગયેલા હાડકા ચાટવા છતાં તેના રસને પામતો નથી અને પોતાના) તાળવાનો રસ શોષવે છે, છતાં તેને ચાટતો તે સુખ માને છે. તેમ સ્ત્રીઓના સંગને સેવનાર પુરૂષ કંઈ પણ સુખ પામતો નથી, તોપણ તે બાપડો પોતાના શરીરના પરિશ્રમને સુખ માને છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા = ૧૪૪ ૪૧ [૧૪૪]સારી રીતે શોધવા છતાં જેમ કેળના ગર્ભમાં કોઈ ઠેકાણે સાર નથી. તેમ ઈંદ્રિયોના વિષયોમાં ઘણું શોધમાં છતાં સુખ મલતું નથી. [૧૪૫]શ્રોત્ર ઈંદ્રિય વડે પરદેશ ગએલા સાર્થવાહની સ્ત્રી, ચક્ષુના રાગવડે મથુરાનો વાણિયો, પ્રાણને વશે રાજપુત્ર અને જીહવા ૨સે સોદાસ રાજા હણાયો. [૧૪૬]સ્પર્શઈંદ્રિયવડે દુષ્ટ સોમાલિકાનો રાજા નાશ પામ્યો; એકૈક વિષયે તે જો નાશ પામ્યા તો પાંચેઈંદ્રિયોમાં આસક્ત હોય તેનું શું ? [૧૪૭]વિષયની અપેક્ષા કરનારો જીવ દુસ્તર ભવ સમુદ્રમાં પડે છે, અને વિષયી નિરપેક્ષ હોય તે ભવસમુદ્રને તરે છે. (આ ઉપર) રત્નદ્વીપની દેવીને મળેલા (જિનપાલિત અને જિનરક્ષિત નામના) બે ભાઈઓનું દૃષ્ટાંત કહ્યું છે. [૧૪૮]રાગની અપેક્ષા રાખનારા જીવો ઠગાયા છે અને રાગની અપેક્ષા વિનાના વિઘ્ન વિના (ઈચ્છિતને) પામ્યા છે, પ્રવચનના સારને પામેલા જીવોએ રાગની અપેક્ષા વિનાના થવું. [૧૪૯]વિષયમાં આસક્તિ રાખતા જીવો ઘોર સંસાર સાગરને વિષે પડે છે, અને વિષયોમાં આસક્તિ વિનાના જીવો સંસારરૂપી અટવીને ઓળંગી જાય છે. [૧૫૦]તેથી હે ધી૨ પુરૂષ ! ધીરજરૂપી બળવડે દુર્દત (દુ:ખે દમાય તેવા) ઈંદ્રિયોરૂપ સિહોને દમ, તેથી કરીને અંતરંગ વૈરીરૂપ રાગ અને દ્વેષનો જય કરનાર તું આરાધના પતાકાનો સ્વીકાર કર. [૧૫૧]ક્રોધાદિકના વિપાકને જાણીને અને તેના નિગ્રહથી થતા ગુણને જાણીને હે સુપુરૂષ ! તું પ્રયત્ન વડે કષાયરૂપી કલેશનો નિગ્રહ કર. [૧૫૨]જે ત્રણ જગતને વિષે અતિ તીવ્ર દુઃખ છે અને જે ઉત્તમ સુખ છે તે સર્વ અનુક્રમે કષાયની વૃદ્ધિ અને ક્ષયનું કારણ સમજ. [૧૫૩]ક્રોધવડે નંદ વિગેરે, અને માનવડે પરશુરામાદિ, માયાવઢે પંડરજ્જા (પાંડુ આય) અને લોભવડે લોહનંદાદિ દુઃખ પામ્યા છે. [૧૫૪-૧૫૫]આ પ્રકારના ઉપદેશરૂપ અમૃત પાનવડે ભીના થએલા ચિત્તને વિષે, જેમ તરસ્યો માણસ પાણી પીને શાંત થાય તેમ, તે શિષ્ય અતિશય સ્વસ્થ થઈ ને કહે છે. હે ભગવાન્ ! હું ભવરૂપી કાદવને ઓળંગવાને દઢ લાકડી સમાન આપની હિત શિક્ષાને ઈચ્છું છું, આપે જે જેમ કહ્યું તે હું તેમ કરૂં છું. એમ વિનયથી નમેલો તે કહે છે. [૧૫૬-૧૫૯]જો કોઈ દિવસ (આ અવસરમાં) અશુભ કર્મના ઉદયથી શરીરને વિષે વેદના અથવા તૃષા વિગેરે પરિષહો તેને ઉત્પન્ન થાય. તો નિર્યામક, ક્ષપક (અનશન કરનાર) ને સ્નિગ્ધ, મધુર, હર્ષદાયી હ્રદયને ગમતું, અને સાચું વચન કહેતા શીખામણ આપે. હે સત્ પુરૂષ ! તેં ચતુર્વિધ સંઘની વચ્ચે મોટી પ્રતિજ્ઞા કરી હતી. કે હું સારી રીતે આરાધના કરીશ તેનું સ્મરણ કર. અરિહંત, સિદ્ધ, કેવલી અને સર્વ સંઘની સાક્ષીએ પ્રત્યક્ષ કરેલા પચ્ચખ્ખાણનો ભંગ કોણ કરે ? [૧૬૦-૧૬૩]શિયાલણીથી અતિશય ખવાતા,ઘોર વેદના પામતા પણ અવંતિ સુકુમાલ ધ્યાન વડે આરાધના પામ્યા. સિદ્ધાર્થ (મોક્ષ) છે પ્યારૂં જેને એવા ભગવાન સુકોસલ પણ ચિત્રકૂટ પર્વતને વિષે વાઘણવડે ખવાતા મોક્ષ પામ્યા. ગોકુળમાં પાદપોપગમ અણશણ કરનાર ચાણકય મંત્રી સુબંધુ મંત્રીએ સળગાવેલાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૨. ભરપરિણા-[૧૩]. છાણાંથી બળાયાછતાં ઉત્તમાર્થ (આરાધકપણાને) પામ્યા. તે કારણથી હે ધીરપુરૂષ ! તું પણ સત્વને અવલંબીને ધીરતા ધારણ કરી અને સંસારરૂપી મહા સમુદ્રનું નિર્ગુણપણે વિચાર. [૧૬૪] જન્મ, જરા અને મરણ રૂપી પાણી વાળો, અનાદિ, દુઃખ રૂપી વ્યાપદ (જળચર જીવો) વડે વ્યાપ્ત, અને જીવોને દુઃખનો હેતુ એવો ભવ સમુદ્ર ઘણો કષ્ટદાયી અને રૌદ્ર છે. [૧૬પ-૧૬૭]હું ધન્ય છું, કારણ કે મેં અપાર ભવ સમુદ્રને વિશે લાખો ભવમાં પામવાને દુર્લભ આ સદ્ધર્મ રૂપી નાવ (વહાણ) મેળવ્યું છે. એક વાર પ્રયત્ન વડે પળાતા આના પ્રભાવડ, જીવો જન્માંતરને વિષે પણ દુઃખ અને દારિદ્રય પામતા નથી. આ ધર્મ અપૂર્વ ચિંતામણિ રત્ન છે, અને અપૂર્વ કલ્પવૃક્ષ છે, આ પરમ મંત્ર છે, વળી આ પરમ અમૃત સમાન છે. [૧૬૮]હવે (ગુરૂના ઉપદેશથી) મણિમય મંદિરને વિષે સુંદર રીતે સ્કુરાયમાન જિન ગુણ રૂપ અંજન રહિત ઉદ્યોતવાળો વિનયવંત (આરાધક) પંચ નમસ્કારના સ્મરણ સહિત પ્રાણોનો ત્યાગ કરે. [૧૯]તે (શ્રાવક) ભક્ત પરિણાને જઘન્યથી આરાધીને પરિણામની વિશુદ્ધિવડે સૌધર્મ દેવલોકમાં મહર્તિક દેવતા થાય છે. [૧૭૦]ઉત્કૃષ્ટપણે ભક્તપરિજ્ઞા આરાધીને ગૃહસ્થ અચુત નામના બારમા દેવલોકમાં દેવતા થાય છે, અને જો સાધુ હોય તો ઉત્કૃષ્ટપણે મોક્ષને સુખ પામે છે. અથવા તો સવર્થિ સિદ્ધને વિશે જાય છે. [૧૭૧-૧૭૨]એ રીતે યોગીશ્વરજિનવીરસ્વામીએ કહેલા કલ્યાણકારી વચનો મુજબ કહેલા આ ભક્ત પરિજ્ઞા પન્નાને ધન્ય પુરૂષો ભણે છે, ભાવે છે અને સેવે છે (તેઓ શું પામે તે હવેની ગાથામાં જણાવે છે.) મનુષ્ય ક્ષેત્રને વિશે ઉત્કૃષ્ટપણે વિચરતા અને સિદ્ધાંતને વિષે કહેલ એકસો સિત્તેર તીર્થકરોની પેઠે એકસોસિત્તેર ગાથાઓની વિધિપૂર્વક આરાધના કરતો આત્મા શાશ્વત સુખવાળા મોક્ષને પામે છે. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ ભરપરિણા પયનો ગુર્જરછાયા પૂર્ણ ચોથો પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ Page #46 -------------------------------------------------------------------------- ________________ [૪૩] नमो नमोनिम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિનેનમઃ ૨૮ તંદુલવેયાલિયં-પઈણયં પાંચમું પ્રકિર્ણક-ગુર્જરછાયા [૧]જરા-મરણ થી મુક્ત થયેલા એવા જિનેશ્વર મહાવીર ને પ્રણામ કરીને આ “તંદુલ વેયાલિય” પયન્નાને હું કહીશ. [૨-૩] ગણવામાં મનુષ્યનું આયું સો વર્ષ લઈ તેને દશ-દશમાં વિભાજીત કરાય છે. તે સો વર્ષના આયુ સિવાયનો કાળ તે ગર્ભાવાસ. તે ગર્ભકાળ અને જેટલા દિવસ, રાત્રિ, મુહૂર્ત, શ્વાસોશ્વાસ જીવ ગર્ભવાસમાં રહે તેની આહાર વિધિ કહીશ [૪-૮]જીવ ૨૭૦ પૂર્ણ દિવસરાત અને અડધો દિવસ ગર્ભમાં રહે છે. નિયમથી જીવને આટલા દિવસ રાત ગર્ભવાસ માં લાગે. પણ ઉપઘાતને કારણે તેનાથી ઓછા કે અધિક દિવસ માં પણ જન્મ લઈ શકે છે. નિયમથી જીવ ૮૩૨૫ મુહૂર્ત સુધી ગર્ભમાં રહે પણ તેમાં હાનિ-વૃદ્ધિ પણ થાય છે. જીવને ગર્ભમાં ૩૧૪૧૦૨૨૫ શ્વાસોચ્છ્વાસ હોય છે. પણ તેનાથી ઓછા-અધિક પણ હોઈ શકે. [૯-૧૨] હે આયુષ્યમાન્ ! સ્ત્રીની નાભિની નીચે પુષ્પડંઠલ ના આકાર વાળી બે સિરા હોય છે. તેની નીચે ઉલટું કરેલ કમળના આકારની યોનિ હોય છે. જે તલવારની મ્યાન જેવી હોય છે. તે યોનિ નીચે કેરીની પેશી જેવો માંસપિંડ હોય છે તે ઋતુકાળ માં ફૂટીને લોહીના કણ છોડે છે. ઉલટા કરાયેલ કમળ ના આકારની તે યોનિ જ્યારે શુક્ર મિશ્રિત હોય છે ત્યારે તે જીવ ઉત્પન્ન કરવા યોગ્ય હોય છે. તેમ જિનેન્દ્રોએ કહયું છે. ગર્ભ ઉત્પત્તિ યોગ્ય યોનિ માં ૧૨ મુહુર્ત સુધી લાખ પૃથક્ત્વ થી અધિક જીવ રહે છે. ત્યાર પછી તે વિનાશ પામે છે. [૧૩-૧૪]૫૫ વર્ષ બાદ સ્ત્રી યોનિ ગર્ભધારણ યોગ્ય રહેતી નથી અને ૭૫ વર્ષ બાદ પુરુષ પ્રાયઃ શુક્રાણુ રહિત થઈ જાય છે. ૧૦૦ વર્ષથી પૂર્વકોટી સુધી જેટલું આયુ હોય છે. તેના અડધા ભાગ પછી સ્ત્રી સંતાનો ઉત્પત્તિ માં અસમર્થ થઈ જાય છે. અને આયુના ૨૦ ટકા ભાગ બાકી રહેતા પુરુષ શુક્રાણુ રહિત થઈ જાય છે. [૧૫]તોત્કટ સ્ત્રી યોનિ ૧૨ મુહૂર્તમાં ઉત્કૃષ્ટથી લાખ પૃથકત્વ જીવોને સંતાન રૂપે ઉત્પન્ન કરવામાં સમર્થ હોય છે. ૧૨ વર્ષ માં અધિકતમ ગર્ભકાળમાં એક જીવના અધિકતમ શો પૃથક્ત્વ (૨૦૦થી ૯૦૦) પિતા થઈ શકે છે. [૧૬]જમણી કુક્ષી પુરુષ નો અને ડાબી કુક્ષી સ્ત્રીનું નિવાસ સ્થળ હોય છે. જે Page #47 -------------------------------------------------------------------------- ________________ ४४ તંદુલયાલિય- [૧૬] બંને ની મધ્યમાં નિવાસ કરે છે તે નપુંસક જીવ હોય છે. તિર્યંચ યોનિમાં ગર્ભની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ વર્ષ માનેલી છે. T [૧૭-૧૯]નિશ્ચયથી આ જીવ માતા-પિતાના સંયોગે ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તે પહેલો માતાની રજ અને પિતાના શુક્રના કલુષ અને કિલ્શિષ નો આહાર કરી રહે છે. પહેલા સપ્તાહે જીવ તરલ પદાર્થ રૂપે, બીજે સપ્તાહે દહીં જેવા જામેલા રૂપે ત્યાર બાદ લચીલી માંસપેશી જેવો અને પછી ઠોસ થઈ જાય છે. ત્યાર પછી પહેલે મહિને તે ફૂલેલા માંસ જેવો, બીજે મહિને માંસપિંડ જેવો ઘનીભૂત હોય છે. ત્રીજે મહિને તે માતાને ઈચ્છા ઉત્પન્ન કરાવે છે. ચોથે મહિને માતાના સ્તન વગેરેને પુષ્ટ કરે છે. પાંચમે મહિને હાથ, પગ, માથું એ પાંચ અંગો તૈયાર થાય છે. છટ્ટે મહિને પિત્ત અને લોહીનું નિમણિ થાય છે. તેમજ અન્ય અંગ-ઉપાંગ બને છે. સાતમે મહિને ૭૦૦ નસ, પ૦૦ માંસ પેશી, નવ ધમની અને માથા તથા દાઢી સિવાયના વાળોના ૯૯ લાખ રોમછિદ્ર બને છે. બને છે. માથા અને દાઢી ના વાળ સહિત સાડા ત્રણ કરોડ રોમકૂવા ઉત્પન્ન થાય છે. આઠમે મહિને પ્રાયઃ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. [૨૦]હે ભગવન્! શું ગર્ભસ્થ જીવ ને મળ, મૂત્ર, કફ, શ્લેષ્મ, વમન, પિત્ત, વીર્ય કે લોહી હોય છે ? આ અર્થ બરાબર નથી અથતુ તેમ હોતું નથી. હે ભગવનું ! કયા કારણથી આપ આમ કહો છો કે ગર્ભસ્થ જીવને મળ યાવતું લોહી હોતું નથી, ગૌતમ ! ગર્ભસ્થ જીવ માતાના શરીરમાં જે આહાર કરે છે. તેને નેત્ર, ચક્ષ, ધાણ, રસના અને સ્પર્શન ઈન્દ્રિય રૂપે, હાડકા, મજ્જા, કેશ, દાઢી, મંછ, રોમ અને નખ રૂપે પરિણમાવે છે. એ કારણે એમ કહયું કે ગર્ભસ્થ જીવને મળ યાવતું લોહી હોતું નથી. [૨૧-૨૨]હે ભગવન્! ગર્ભસ્થ સમર્થ જીવ મુખેથી કવલ આહાર કરવા સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. હે ભગવનુ એમ કેમ કહો છો ? હે ગૌતમ ! ગર્ભસ્થ જીવ બધી તરફથી આહાર કરે છે. બધી તરફથી પરિણમિત કરે છે. બધી તરફથી શ્વાસ લે છે અને છોડે છે. નિરંતર અહાર કરે છે અને પરિણાવે છે. નિરંતર શ્વાસ લે છે અને મૂકે છે. તે જીવ જલ્દી થી આહાર કરે છે અને પરિણમાવે છે. જલ્દી શ્વાસ લે છે અને મૂકે છે. માતાના શરીરથી જોડાયેલ પુત્રના શરીરને સ્પર્શિત કરનાર એક નાડી હોય છે જે માતાના શરીર રસની ગ્રાહક અને પુત્રના જીવન રસની સંગ્રાહક હોય છે. તેથી તે જેવો આહાર ગ્રહણ કરે છે તેવો જ પરિણમાવે છે. પુત્રના શરીર સાથે જોડાયેલી અને માતાના શરીરને સ્પર્શતી એક બીજી નાડી હોય છે. તેમાં સમર્થ ગર્ભસ્થ જીવ મુખે થી કવલ-આહાર ગ્રહણ કરતો નથી. હે ભગવન્! ગર્ભસ્થ જીવ કયો આહાર કરે? હે ગૌતમ ! તેની માતા જે વિવિધ પ્રકારની રસવિગઈ- કડવું, તીખું, તુર, ખારું, મીઠું દ્રવ્ય ખાય તેના જ આંશિક રૂપે ઓજાહાર કરે છે. તે જીવ ની ફળ ના બિંટ જેવી કમળની નાળના આકારની નાભિ હોય છે. તે રસ ગ્રાહક નાડી માતાની નાભિ સાથે જોડાયેલી હોય છે. તે નાડીથી ગર્ભસ્થજીવ ઓજાહાર કરે છે. અને વૃદ્ધિ પ્રાપ્ત કરી ઉત્પન્ન થાય છે. [૨૩ હે ભગવન્! ગર્ભના માતુ અંગ કેટલા અને પિતૃ અંગ કેટલા ? હે ગૌતમ ! માતાના ત્રણ અંગ કહયા છે. માંસ, લોહી અને મસ્તક, પિતાના ત્રણ અંગ હાડકા, મજ્જા અને દાઢી-મુંછ-રોમ તથા નખ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૫ [૨૪]હે ભગવન્ ! શું ગર્ભમાં રહેલો જીવ (ગર્ભમાં જ મરીને) નરકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કોઈ ગર્ભમાં રહેલો સંજ્ઞી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિ વાળો જીવ વીર્ય-વિભંગજ્ઞાન-વૈક્રિયલબ્ધિ દ્વારા શત્રુસેના ને આવેલી સાંભળીને વિચારે કે હું આત્મ પ્રદેશ બહાર કાઢું છું. પછી વૈક્રિય સમુદ્દાત કરી ચતુરંગિણી સેનાની સંરચના કરું છું. શત્રુસેના સાથે યુદ્ધ કરું છું. તે અર્થ-રાજય-ભોગ અને કામ નો આકાંક્ષી, અર્થ આદિનો પ્યાસી, તે જ ચિત્ત-મન-લેશ્યા અને અધ્યવસાયવાળો, અર્થાદિને વિશે તત્પર, તેને જ માટે ક્રિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત, તેજ સમય ગાળામાં મૃત્યુ પામે તો નરકમાં ઉત્પન્ન થાય.તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે ગર્ભસ્થ કોઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. કોઈ નથી થતો. સૂત્ર -૨૪ [૨૫]હે ભગવાન્ ! ગર્ભસ્થ જીવ શું દેવલોકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કોઈ જીવ ઉત્પન્ન થાય અને કોઈ ન થાય. હે ભગવન્ ! એમ કેમ કહો છો ? હે ગૌતમ ! ગર્ભમાં સ્થિત સંજ્ઞી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિ વાળો જીવ વૈક્રિય-વીર્ય અને અવધિજ્ઞાન લબ્ધિ દ્વારા તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય અને ધાર્મિક વચન સાંભળીને ધારણ કરી શીવ્રપણે સંવેગ થી ઉત્પન્ન તીવ્ર ધર્માનુરાગથી અનુરક્ત થાય. તે ધર્મ-પુણ્ય-સ્વર્ગ-મોક્ષનો કામી, ધર્માદિની આકાંક્ષાવાળો-પીપાસાવાળો, તેમાં જ ચિત્ત-મન લેશ્યા-અને અધ્યવસાયવાળો, ધર્માદિને વિશે જ પ્રયત્નશીલ, તેમાં જ તત્પર, તેના પ્રતિ સમર્પિત થઈ ક્રિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત થઈ તે જ સમયમાં મૃત્યુ પામે તો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેથી કોઈજીવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, કોઈ થતો નથી, [૨૬-૩૧]હે ભગવન્ ! ગર્ભમાં રહેલો જીવ ઉલટો સુવે છે, પડખે સુવે છે કે વક્રાકાર ? ઉભો હોય છે કે બેઠો ? સુતો હોય કે જાગતો ? માતા સુવે ત્યારે સુવે અને જાગે ત્યારે જાગે ? માતા સુખી હોય તો સુખી અને દુઃખી હોય તો દુઃખી રહે ? હે ગૌતમ ! ગર્ભસ્થિત જીવ ઉલટો સુવે છે- યાવત્ માતાના દુઃખે દુઃખી થાય છે. સ્થિર રહેલા ગર્ભનું માતા રક્ષણ કરે, સમ્યક્ રૂપે પરિપાલન કરે છે, વહન કરે છે. તેને સીધો રાખે અને એ રીતે ગર્ભની તથા પોતાની રક્ષા કરે છે. માતા સુવે ત્યારે સુવે, જાગે ત્યારે જાગે, સુખી હોય ત્યારે સુખી અને દુઃખી હોય ત્યારે દુઃખી થાય છે તેને વિષ્ઠા, મૂત્ર, કફ, નાકનો મેલ પણ હોતા નથી. અને આહાર અસ્થિ, મજ્જા, નખ, કેશ, દાઢી-મૂંછના રોમના રૂપમાં પરિણમે છે. આહાર પરિણમન અને શ્વાસોશ્વાસ બધું શરીર પ્રદેશોથી થાય છે. અને તે કવલાહાર કરતો નથી. આ રીતે દુઃખી જીવ ગર્ભમાં શરીરને પ્રાપ્ત કરી અશુચિ પ્રદેશમાં નિવાસ કરે છે. [૩૨-૩૪]હે આયુષ્યમાન્ ! ત્યારે નવ મહિનામાં માતા તેના દ્વારા ઉત્પન્ન થનારા ગર્ભને ચારમાંથી કોઈ એકરૂપે જન્મ આપે છે. તે આ પ્રમાણે સ્ત્રી, પુરુષ, નપુસંક કે માંસપિંડ. શુક્ર ઓછું અને રજ વધુ હોય તો સ્ત્રી થાય, રજ ઓછી અને શુક્ર વધુ હોય તો પુરુષ ઉત્પન્ન થાય, રજ અને શુક્ર બંને સમાન માત્રામાં હોય તો નપુસંક ઉત્પન્ન થાય અને માત્ર સ્ત્રી રજની સ્થિરતા રહે તો માંસપિંડ ઉત્પન્ન થાય. [૩૫]પ્રસવ સમયે બાળક માથા અથવા પગની નીકળે છે. જો તે સીધું બહાર નીકળે તો સકુશલ જન્મે છે પણ જો તે તીછું થઈ જાય તો મરણ પામે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તંદુલયાલિય- [૩] [3]કોઈ પાપાત્મા અશુચિ પ્રસ્ત અને અશુચિરૂપ ગર્ભવાસમાં ઉત્કૃષ્ટ થી ૧૨-વર્ષ સુધી રહે છે [૩૭-૪૨]જન્મ અને મૃત્યુ સમયે જીવ જે દુઃખ પામે છે તેનાથી તે વિમૂઢ બનેલો પોતાના પૂર્વજન્મોનું સ્મરણ કરી શકતો નથી. ત્યારે રડતો તથા પોતાની માતાના શરીરને પીડા પહોંચાડતો યોનિ મુખથી બહાર નીકળે છે. ગર્ભગૃહમાં જીવા કુંભીપાક નરકની જેમ વિષ્ઠા, મળ-મૂત્ર આદિ અશુચિ સ્થાને ઉત્પન્ન થાય છે. જેમ વિષ્ઠામાં કૃમિ ઉત્પન્ન થાય છે તે જ રીતે પુરુષ ના પિત, કફ, વીર્ય, લોહી અને મૂત્ર વચ્ચે જીવ ઉત્પન્ન થાય છે. તે જીવનું શુદ્ધિકરણ કઈ રીતે થાય જેની ઉત્પત્તિ જ શુક્ર અને લોહીના સમૂહ માં થઈ હોય. અશુચિથી ઉત્પન્ન અને હંમેશા દુર્ગધ યુક્ત વિષ્ઠાથી ભરેલા અને હંમેશા શુચિની અપેક્ષા કરનારા આ શરીર પર ગર્વ કેવો ? [૪૩-૫૭]હે આયુષ્યમાનું ! આ પ્રકારે ઉત્પન્ન જીવની કમથી દશ દશા કહી. છે. તે આ પ્રમાણે- બાલા, કીડા, મંદા, બલા, પ્રજ્ઞા, હાયની, પ્રપંચા, પ્રભારા, મુન્દુખી અને શાયની જીવનકાળની આ દશ અવસ્થા કહેલી છે. – જન્મ થતા જ તે જીવ પ્રથમ અવસ્થા પામે છે. તેમાં અજ્ઞાનતા ને લીધે સુખ-દુઃખ અને ભુખને જાણતો નથી. બીજી અવસ્થા માં તે વિવિધ કીડા દ્વારા ક્રીડા કરે છે. તેની કામ ભોગ માં તીવ્ર મતિ ઉત્પન થતી નથી. જ્યારે તે ત્રીજી અવસ્થા પામે છે. ત્યારે પાંચ પ્રકારના ભોગો ભોગવવા નિક્ષે સમર્થ થાય છે. ચોથી બલા નામની અવસ્થામાં મનુષ્ય કોઈ તકલીફ ન હોય તો પણ પોતાનું બળ પ્રદર્શન કરવા સમર્થ બને છે. પાંચમી અવસ્થામાં તે ધનની ચિંતા માટે સમર્થ હોય છે. અને પરિવારને પામે છે. છઠ્ઠી “હાયની” અવસ્થામાં તે ઈન્દ્રિયમાં શિથિલતા આવતા કામભોગ પ્રતિ વિરકત થાય. સાતમી પ્રપંચા દશામાં તે સ્નિગ્ધ લાળ અને કફ પાડતો અને વારંવાર ખાંસતો રહે છે. સંકુચિત થયેલી પેટની ચામડી વાળો આઠમી અવસ્થામાં તે સ્ત્રીઓને અપ્રિય થાય છે. અને વૃદ્ધાવસ્થામાં પરિણમે છે. નવમી મનુખ દશામાં શરીર વદ્ધાવસ્થા થી આક્રાન્ત થઈ જાય છે અને કામવાસના થી રહિત થાય છે. દશમી દશામાં તેની વાણી ક્ષીણ થાય છે અને સ્વર બદલાઈ જાય છે. તે દીન, વિપરીત બુદ્ધિ ભ્રાન્તચિત્ત, દુર્બળ અને દુઃખદ અવસ્થા પામે છે. દશવર્ષની ઊંમર દૈહિક વિકાસની, વીસ વર્ષની ઊંમર વિદ્યા પ્રાપ્તિની ત્રીસ સુધી વિષય સુખ અને ચાલીસ વર્ષ સુધીની ઊંમર વિશિષ્ટ જ્ઞાનની હોય છે. પચાસે આંખની દષ્ટિ ક્ષીણ થાય, સાઠે બાહુબળ, ઘટે, એસીમાં વર્ષની ઊંમરે આત્મ ચેતના ક્ષીણ થાય, નેવુની ઊંમર સુધીમાં શરીર વળી જાય અને સોમાં વર્ષે જીવન પૂર્ણ થાય. આમાં સુખ કેટલું-દુઃખ કેટલું? [૫૮-કરજે સુખ પૂર્વક ૧૦૦ વર્ષ જીવે અને ભોગોને ભોગવે છે. તેના માટે પણ જિનભાષિત ધર્મનું સેવન શ્રેયસ્કર છે. જે નિત્ય દુઃખી અને કષ્ટપૂર્ણ અવસ્થામાં જ જીવન જીવે છે તેના માટે શ્રેષ્ઠ શું ? તેને જીતેન્દ્ર દ્વારા ઉપદેશિત શ્રેષ્ઠતર ધર્મનું પાલન કરવું તે જ કર્તવ્ય છે. સાંસારિક સુખ ભોગવતો તે એમ વિચારી ધર્માચરણ કરે કે મને ભવાંતરમાં શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થશે. દુઃખી એમ વિચારી ધર્માચરણ કરે કે ભવાંતરમાં મને દુઃખ પ્રાપ્ત ન થાય. નર કે નારીને જાતિ, ફળ, વિદ્યા અને સુશિક્ષા પણ સંસારથી પાર ઉતારતી નથી. આ બધું તો શુભ કમોંથી જ વૃદ્ધિને પામે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨ ૪૭ શુભ કર્મો (પુણ્ય) ક્ષીણ થતા પૌરુષ પણ ક્ષીણ થાય છે. શુભકમની વૃદ્ધિ થતા પૌરુષ પણ વૃદ્ધિ પામે છે. [૩] હે આયુષ્યમાનું ! પુણ્ય કૃત્યો કરવાથી પ્રીતિમાં વૃદ્ધિ થાય છે. પ્રશંસાધન અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે. તેથી હે આયુષ્યમાનું ! એવું કદી ન વિચારવું કે અહીં ઘણાં સમય, આવલિકા, ક્ષણ, શ્વાસોશ્વાસ, સ્તોક, લવ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, શતવર્ષ, સહસ, વર્ષ લાખ, કરોડ કે ક્રોડા ક્રોડ વર્ષ જીવવું છે. જ્યાં અમે ઘણાં શીલ, વ્રત, ગુણવિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ સ્વીકારીને સ્થિર રહીશું. હે આયુષ્યમાનું ! ત્યારે એવું ચિંતન કેમ નથી કરતો કે નિશ્ચયથી આ જીવન ઘણી બાધા થી યુક્ત છે. અને તેમાં ઘણાં વાત્ત, પિત્ત, ગ્લેખ, સન્નિપાત વગેરે વિવિધ રોગાંતક જીવનને સ્પર્શે છે. ? [૬૪]હે આયુષ્યમાનું ! પૂર્વકાળમાં યુગલિક, અરિહંત ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ચારણ અને વિદ્યાધર આદિ મનુષ્ય રોગ રહિત હોવાથી લાખો વર્ષો સુધી જીવન જીવતા હતા. તેઓ અત્યંત સૌમ્ય, સુંદર રૂપ વાળા ઉત્તમ ભોગ-ભોગવનારા, ઉત્તમ લક્ષણ ધારી, સવાંગ સુંદર શરીરવાળા હતા તેમના હાથ અને પગના તળીયા, લાલ કમળ પત્ર જેવા, અને કોમળ હતા. આંગળીઓ પણ કોમળ હતી. પર્વત, નગર, મગર, સાગર, તથા ચક્ર આદિ ઉત્તમ અને મંગલ ચિલોથી યુક્ત હતા. પગ કાચબાની જેમ સુપ્રતિષ્ઠિત, અને સુસ્થિત, જાંઘ હરિણી અને કુરૂવિંદ નામના તૃણ સમાન વૃત્તાકાર, ગોઢણ ડબ્બા અને તેના ઢાંકણની સંધિ જેવા, સાથળ હાથીની સૂંઢ જેવી, ગતિ શ્રેષ્ઠ મદોન્મત્ત હાથી જેવી વિક્રમ અને વિલાસ યુક્ત, ગુહ્ય પ્રદેશ ઉત્તમ જાતિના શ્રેષ્ઠ ઘોડા જેવો, કેળ સિંહની કમરથી પણ અધિક ગોળાકાર, શરીરનો મધ્યભાગ સમેટેલી ટીપાઈ, મૂસલ, દર્પણ અને શુદ્ધ કરાયેલા ઉત્તમ સોનાના બનેલા ખગની મૂઢ અને વજ જેવા વલયાકાર, નાભિ ગંગાના આવર્ત અને પ્રદક્ષિણાવર્તી તરંગ સમૂહ જેવી, સૂર્યકિરણોથી વિકસિત કમળ જેવી ગંભીર અને ગૂઢ, રોમરાજિ રમણીય, સુંદર સ્વાભાવિક, પાતળી, કાળી, સ્નિગ્ધ, પ્રશસ્ત, લાવણ્યયુક્ત અતિ કોમળ, મૃદુ, કુક્ષિ મત્સ્ય અને પક્ષીની જેમ ઉન્નત, ઉદર કમળ સમાન વિસ્તીર્ણ સ્નિગ્ધ અને ઝુકેલા પડખાં વાળું, અલ્પરોમ યુક્ત આવા પ્રકારના દેહને પૂર્વેના મનુષ્યો ધારણ કરે છે. જેના હાડકાં માંસ યુક્ત હોવાથી નજરે પડતાં નથી, તે સોના જેવા નિર્મળ, સુંદર રચના વાળા, રોગાદિ ઉપસર્ગ રહિત અને પ્રશસ્ત બત્રીશ લક્ષણોથી યુક્ત હોય છે. વક્ષસ્થળ સોનાની શિલા જેવા ઉજ્જવળ, પ્રશસ્ત, સમતલ.. પુષ્ટ, વિશાળ અને શ્રીવત્સ ચિલ વાળા, ભૂજા નગરના દ્વારના આગળીયા સમાન ગોળ, બાહુ ભુજંગેશ્વરના વિપુલ શરીર અને પોતાના સ્થાનથી નીકળતા આગળીયા જેવી લટકતી, સાંધા મુગ-જોડાણ જેવા, માંસ-ગૂઢ- હષ્ટ-પુષ્ટ-સંસ્થિત-સુગઠિત સુબદ્ધ-નસોથી કસાયેલ- ઠોસ,સ્થિર, વર્તુળાકાર, સુશ્લિષ્ટ, સુંદર અને દઢ, હાથ લાલ હથેળી વાળા- પુષ્ટ કોમળ-માંસલ-સુંદર બનાવટ વાળા-પ્રશસ્ત લક્ષણો વાળા, આંગળી પુષ્ટ-છિદ્રરહિત-કોમળ અને શ્રેષ્ઠ, નખો તાંબા જેવા રંગનાપાતળા-સ્વચ્છ-કાંતિવાળા- સુંદર અને સ્નિગ્ધ, હાથની રેખાઓ ચંદ્રમાંસૂર્ય-શંખ-ચક્ર અને સ્વસ્તિક આદિશુભ લક્ષણ વાળી અને સુવિરચિત, ખભા શ્રેષ્ઠ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તંદુલયાલિય – [૪] ભેંસો, સુવર, સિંહ, વાઘ, સાંઢ, હાથીના ખભા જેવા વિપુલ-પરિપૂર્ણ-ઉન્નત અને મૃદુ, ગર્દન ચાર આંગળ સુપરિમિત અને શંખ જેવી શ્રેષ્ઠ, દાઢી-મૂંછ અવસ્થિત અને સસ્પષ્ટ, ડોઢી પુષ્ટ, માંસલ, સુંદર અને વાઘ જેવી વિસ્તીર્ણ, હોઠ સંશદ્ધ, મુગા અને બિંબના ફળ જેવા લાલ રંગના, દેત પંક્તિ ચંદ્રમા જેવી નિર્મળ-શંખ-ગાયનું દુધના ફણ-કુન્દપુષ્પ-જલકણ અને મૃણાલનાલની જેમ શ્વેત, દાંત અખંડ-સુડોળ-અવિરલઅત્યન્ત સ્નિગ્ધ અને સુંદર, એક સરખા, તાળવું અને જિભનું તળ અગ્નિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવું, સ્વર સારસ પક્ષી જેવા મધુર-નવીન મેઘની ગર્જના જેવો ગંભીર તથા કૉચ પક્ષીના અવાજ જેવો- દુંદુભી યુક્ત, નાક ગરુડની ચાંચ જેવું લાંબુ સીધુ અને ઉન્નત, મુખ વિકસિત કમળ જેવું, આંખ પક્ષ કમળ જેવી વિકસીતધવલ-કમળપત્ર જેવી સ્વચ્છ, ભંવર થોડી નીચે ઝુકેલી ધનુષ જેવી સુંદર પંક્તિયુક્ત-કાળા મેઘ જેવી ઉચિત માત્રામાં લાંબી અને સુંદર- કાન કંઈક અંશે શરીરને ચોટેલ પ્રમાણયુક્ત ગોળ અને આસપાસનો ભાગ માંસલ યુક્ત અને પુષ્ટ, કપાળ અર્ધચંદ્રમાં જેવું સંસ્થિત, મુખ પરિપૂર્ણ ચંદ્રમાં જેવું, સૌમ્ય, મસ્તક છત્રના આકાર જેવું ઉભરતું, માથાનો અગ્રભાગ મુદ્ગર જેવો, સુર્દઢ નસોથી બદ્ધ- ઉન્નત લક્ષણથી યુક્ત અને ઉન્નત શિખર યુક્ત, માથાની ચામડી અગ્નિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવી લાલ, માથાના વાળ શાલ્મલી વૃક્ષના ફળ જેવા ધન, પ્રમાણપત, બારીક, કોમળ, સુંદર, નિર્મળ, સ્નિગ્ધ, પ્રશસ્ત લક્ષણવાળા, સુગંધિત, ભુજ-ભોજક રત્ન, નીલમણી અને કાજળ જેવા કાળા હર્ષિત ભ્રમરના ઝુંડ ના સમૂહ જેવા, ઘુઘરાલા, દક્ષિણાવર્ત હોય છે. તેઓ ઉત્તમ લક્ષણ, વ્યંજન, ગણથી પરિપૂર્ણ પ્રમાણોપેતા માન-ઉન્માન, સવાંગ સુંદર, ચંદ્રમા સમાન સૌમ્ય આકૃતિ વાળા, પ્રિયદર્શી, સ્વાભાવિક શૃંગાર ને લીધે સુંદરતાયુક્ત, જોવા લાયક, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હોય છે. આ મનુષ્યો નો સ્વર અક્ષરિત, મેઘ સમાન, હંસ સમાન, ક્રોંચ પક્ષી નંદી-નંદીઘોષ- સિંહ-સિહઘોષ દિશાકુમાર દેવોનો ઘંટ-ઉદધિકુમાર દેવોનો ઘંટ એ સર્વે સમાન સ્વર હોય છે, શરીરમાં વાયુના અનુકૂળ વેગ વાળા, કબુતર જેવા સ્વભાવવાળા, શકુનિ પક્ષી જેવા નિર્લેપ મળ દ્વાર વાળ, પીઠ અને પેટની નીચે સુગઠિત બંને પડખા અને ઉચિત પરિમાણ જાંઘવાળા, પદ્મકમળ નીલકમળ જેવા સુગંધિત મુખવાળા, તેજ યુક્ત, નિરોગી, ઉત્તમ, પ્રશસ્ત, અત્યન્ત શ્વેત, અનુપમ જળ-મળ-ડાઘ- પસીના અને રજ રહિત શરીરવાળા અત્યંત સ્વચ્છ ને ઉદ્યોતિ શરીરવાળા, વજઋષભનારાચ સંઘયણ વાળા, સમચતુરગ્ન સંસ્થાન થી સંસ્થિત અને છ હજાર ધનુષ ઊંચાઈ વાળા કહ્યા છે. હે આયુષ્યમાનું શ્રમણ ! તે મનુષ્યો ૨૫૬ પૃષ્ઠહાડકા વાળા કહ્યા છે. આ મનુષ્યો સ્વભાવે સરળ, પ્રકૃતિથી વિનિત, વિકારરહિત, પ્રકૃતિ થી અલ્પક્રોધમાન-માયા-લોભવાળા, મૃદુ અને માર્દવતા યુક્ત, તલ્લીન, સરળ, વિનિત, અલ્પ ઈચ્છાવાળા, અલ્પ સંગ્રહી શાંત સ્વભાવી. અસિ-મસિ-કૃષિ વ્યાપારરહિત, ગૃહાકારવૃક્ષની શાખા ઉપર નિવાસ, ઈચ્છિત વિદ્યાભિલાસી, કલ્પવૃક્ષના પૃથ્વીફળ અને પુષ્પનો આહાર કરે છે. [૬૫-૭૦)હે આયુષ્યમાન શ્રમણ ! પૂર્વકાળમાં મનુષ્યો ના છ પ્રકારના Page #52 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૭૦ ૪૯ સંહનન હતા તે આ પ્રમાણે-વજઋષભ નારાચ, ઋષભ નારાચ, નારાચ, અર્ધનારા, કાલિકા અને સેવાર્ત, વર્તમાન કાળે મનુષ્યોને સેવા સંહનન જ હોય છે. હે આયુષ્યમાન ! પૂર્વકાળમાં મનુષ્યોને છ પ્રકારના સંસ્થાન હતા તે આ પ્રમાણે - સમચતુરસ્ત્ર, ચોધ પરિમંડલ, સાદિક, કુન્જ, વામન અને હુંડક પણ હે આયુષ્યમાનું ! વર્તમાનકાળે માત્ર હુંડક સંસ્થાન જ હોય છે. મનુષ્યોના સંહનન, સંસ્થાન, ઊંચાઈ અને આયુ અવસર્પિણી કાળના દોષ ને કારણે સમયે-સમયે ક્ષીણ થતા જાય છે ક્રોધ-માન-માયા- લોભ તથા ખોટા તોલ માપ ની પ્રવૃત્તિ વગેરે બધા અવગુણ વધે છે. ત્રાજ્યા અને જનપદોમાં માપતોલ વિષમ હોય છે. રાજકુળ અને વર્ષ વિષમ હોય છે. વિષમ વર્ષોમાં ઔષધિની શક્તિ ઘટી જાય છે. આ સમયમાં “ઔષધિની દુર્બળતાને લીધે આવુ પણ ઘટે છે. આ રીતે કષ્ણ પક્ષના ચંદ્રમાની જેમ હૂાસમાન લોકમાં જે ધર્મમાં અનુરકત મનુષ્ય છે તે સારી રીતે જીવન જીવે છે. [૭૧-૭૩]હે આયુષ્યમાનું ! તે જે કોઈ પણ નામનો પુરુષ નાહીને, દેવપૂજા કરીને, કોતક મંગલ અને પ્રાયશ્ચિત કરીને, માથે નાહીને ગળામાં માળા પહેરી, મણી અને સોનાના આભૂષણો ધારણ કરી, નવા અને બહુમૂલ્ય વસ્ત્રો પહેરી. ચંદન ના લેપ વાળા શરીરે, શુદ્ધ માળા અને વિલેપન યુક્ત, સુંદર હાર-અદ્ધહાર- ત્રિસરોહાર, કંદોરાથી શોભાયમાન થઈને, વક્ષસ્થળ ઉપર રૈવેયક, આંગળીમાં સુંદર વીટી, બાહુ ઉપર અનેક પ્રકારના મણી અને રત્નોથી જડીત બાજુ બંધથી વિભૂષિત, અત્યધિક શોભાયુકત, કુંડળથી પ્રકાશિત મુખવાળા, મુગટથી દીપતા મસ્તકવાળ, વિસ્તૃતહાર થી શોભતા વક્ષસ્થળ, લાંબા સુંદર વસ્ત્રના ઉત્તરીય ને ધારણ કરી, વીંટી થી પીળાવણની આંગળીવાળા, વિવિધ મણી-સુવર્ણ, વિશુદ્ધ રત્નયુક્ત, બહુમૂલ્ય પ્રકાશયુક્ત, સુશ્લિષ્ઠ, વિશિષ્ઠ, મનોહર, રમણીય અને વીરત્વના સૂચક કડા ધારણ કરે. વધારે કેટલું કહેવું? કલ્પ વૃક્ષ જેવા, અલંકૃત વિભૂષિત અને પવિત્ર થઈને પોતાના માતા-પિતાને પ્રણામ કરે ત્યારે તેઓ આ પ્રમાણે કહે- હે પુત્ર ! સો વર્ષનો થા. પણ તેનું આયુષ્ય ૧૦૦ વર્ષ હોય તો જીવે અન્યથા વધારે કેટલું જીવે? સો વર્ષ જીવતો તે વીસ યુગ જીવે છે. આથી તે ૨૦૦ અયન કે ૬૦૦ ઋતુ કે ૧૨૦૦ મહિના કે ૨૪૦૦ પક્ષ કે ૩000 રાતદિવસ કે ૧૦૮૦૦૦૦ મુહૂર્ત કે ૪૦૭૪૮૪૦૦૦૦ શ્વાસોશ્વાસ જેટલું જીવે છે. હે ભગવન્! તે સાડાબાવીસ “તંદુલવાહ” કઈ રીતે ખાય છે ? હે ગૌતમ ! દુર્બલ સ્ત્રી વડે ખાંડેલ, બળવાનું સ્ત્રી દ્વારા સૂપડાથી છડેલ. ખરઅસલ થી કુટેલ, ભુંસા અને કાંકરા રહિત કરેલ અખંડિત અને પરિપૂર્ણ ચોખાના સાડા બાર “પલનો એક પ્રસ્થ’ થાય. તે પ્રસ્થ ને “માગધ' પણ કહે છે. (સામાન્યથી) રોજ સવારે એક પ્રસ્થ અને સાંજે એક પ્રસ્થ એમ બે વખત ભાત ખાય છે. એક પ્રકમાં ૬૪000 ભાત હોય છે. ૨૦૦૦ ચોખા ના દાણાનો એક કવલ (કોળીયો) થકી પુરુષનો આહાર ૩૨ કવલ સ્ત્રીનો આહાર ૨૮ કવલ અને નપુંસકનો ૨૪ કવલ હોય છે. આ ગણના આ રીતે છે. બે અસતીની પ્રસૃતિ, બે પ્રકૃતિ ની એક સેતિકા, ચાર સેતિકાનો એક કુડવ, ચાર કુડવનો એક પ્રસ્થક, ચાર પ્રસ્થકનો એક આઢક, સાઈઠ આઠક નો એક જઘન્ય કુંભ, એસી આઢક નો એક મધ્યમકુંભ, સો આઢક નો એક ઉત્કૃષ્ટ કુંભ અને ૮૦૦ આઢકનો એક વાહ થાય છે. આ વાહ પ્રમાણે સાડા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તંદુલયાલિય- [૭૩] બાવીસ વાહ તંદુલ ખાય છે એ ગણિત અનુસાર ૪૦ કરોડ, ૮૦ લાખ ચોખાના ઘણા થાય છે તેમ કહયું છે. આ રીતે સાડા બાવીસ વાહ તંદુલ ખાતો તે સાડા પાંચ કુંભ મગ ખાય છે. અતિ ૨૪૦૦ આઢક ઘી અને તેલ કે ૩૬ હજાર પલ મીઠું ખાય છે. તે બે માસે કપડા બદલતો હોય છ00 ધોતી પહેરે છે. એક માસે બદલતો હોય તો ૧૨૦૦ ધોતી પહેરે છે. એ રીતે હે આયુષ્યમાન ૧૦૦ વર્ષની આયુ વાળા મનુષ્યોના તેલ-ઘી, મીઠું, ભોજન અને વસ્ત્ર નું બધું ગણિત કે માપતોલ છે, આ ગણિત પરિમાણ પણ મહર્ષિઓએ બે પ્રકારે કહેવું છે. જેની પાસે આ બધું છે તેની ગણના કરી, જેની પાસે આ કંઈ નથી તેની શું ગણના કરવી? [૭૪-૮૦]પહેલા વ્યવહાર ગણિત જોયું હવે સૂક્ષ્મ અને નિશ્ચયગત ગણિત જાણવું જોઈએ. જો આ પ્રકારે ન હોય તો ગણના વિષમ જાણવી. સવધિક સૂક્ષ્મકાળ, જેનું વિભાજન ન થઈ શકે તેને “સમય” જાણવો. એક શ્વાસોશ્વાસમાં અસંખ્યાત સમય થાય છે. હૃષ્ટપુષ્ટ, ગ્લાનિ રહિત અને કષ્ટરહિત પુરુષ નો જે એક શ્વાસોશ્વાસ હોય છે તેને પ્રાણ કહે છે. સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોક નો એક લવ, ૭૭ લવનું એક મુહૂર્ત કહ્યું છે. હે ભગવન્! એક મુહૂર્તમાં કેટલા ઉશ્વાસ કહ્યા છે ? હે ગૌતમ ! ૩૭૦૩ ઉશ્વાસ થાય છે. બધા જ અનંતજ્ઞાનીઓએ આ જ મુહૂર્ત-પરિમાણ બતાવેલું છે. બે ઘડી નું એક મુહૂર્ત, સાઈઠ ઘડીનો એક અહોરાત્ર, પંદર અહોરાત્રનો એક પક્ષ, બે પક્ષનો એક મહિનો થાય છે. [૮૧-૮૬]દાડમના પુષ્પની આકૃતિ વાળી લોખંડની ઘડી બનાવી તેના તળમાં છિદ્ર કરવું. ત્રણ વર્ષની ગાયના બચ્ચાની પૂંછડીના ૯૬ વાળ જે સીધા હોય અને વળેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ. અથવા બે વર્ષના હાથીના બચ્ચાની પૂંછડીના બે વાળ, જે ટુટેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ. અથવા ચારે માસા સોનાની એક ગોળ અને કઠોર સોય કે જેનું પરિમાણ ચાર અંગુલ હોય તેવું છિદ્ર હોવું જોઈએ. તે ઘડીમાં પાણીનું પરિણામ એ આઢક હોવું જોઈએ. તે પાણી ને કપડાં દ્વારા ગાળીને પ્રયોગ કરવો. મેઘનું સ્વચ્છ પાણી અને શરદકાલીન પર્વતીય નદી ના જ જેવું પાણી લેવું. [૮૭-૯૨]૧૨- માસનું એક વર્ષમાં એક વર્ષના ૨૪-પક્ષ અને ૩૬૦ રાતદિવસ હોય છે. એક રાત્રિ દિવસમાં ૧,૧૩,૯૦૦ ઉશ્વાસ હોય છે એક મહિનામાં ૩૩પપ૭૦૦ ઉશ્વાસ થાય છે. એક વર્ષમાં ૪૦૭૪૮૪૦૦ ઉશ્વાસ થાય છે. ૧૦૦ - વર્ષના આયુષ્યમાં ૪૦૭૪૮૪૦૦૦૦ ઉશ્વાસ થાય છે. હવે રાત દિવસ ક્ષીણ થતા આયુ ના ક્ષય ને જુઓ. (સાંભળો) [-૧૦૧]રાત દિવસમાં ત્રીસ અને મહિનામાં ૯૦૦ મુહૂર્ત પ્રમાદિના નાશ પામે છે. પણ અજ્ઞાની તેને જાણતા નથી. હેમંત ઋતુમાં સૂર્ય પૂરા ૩૬૦૦ મુહૂર્ત આયુનો નાશ કરે છે. એ જ રીતે ગ્રીષ્મ અને વર્ષો ઋતુઓમાં પણ થાય છે તેમ જાણવું. આ લોકમાં સામાન્ય થી સો વર્ષના આયુષ્યમાં ૫૦ વર્ષ નિદ્રામાં નાશ પામે છે. એ જ રીતે ૨૦ વર્ષ બાળપણ અને વૃદ્ધાવસ્થામાં નાશ પામે છે. બાકીના ૧૫ વર્ષ ઠંડી, ગરમી, માર્ગગમન, ભૂખ, તરસ, ભય, શોક અને વિવિધ પ્રકારના રોગ થાય છે. એમ ૮૫ વર્ષ નાશ પામે છે. જે સો વર્ષ જીવનાર હોય તે ૧૫ વર્ષ જીવે છે અને Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સત્ર- ૧૦૧ ૧૦૦ વર્ષ જીવનાર પણ બધાં નથી હોતા. આ રીતે વ્યતીત થતા નિઃસ્સાર મનુષ્ય જીવન માં સામે આવેલ ચારિત્ર ધર્મનું પાલન કરતા નથી તેને પાછળથી પશ્ચાતાપ કરવો પડશે. આ કર્મભૂમિમાં ઉત્પન્ન થઈ ને પણ કોઈ મનુષ્ય મોહથી વશ જિનેન્દ્રો દ્વારા પ્રતિપાદિત ધર્મતીર્થ રૂપી શ્રેષ્ઠ માર્ગ અને આત્મ સ્વરૂપને જાણતો નથી આ. જીવન નદીના વેગ જેવું ચપળ, યૌવન ફૂલો જેવું કરમાનારું અને સુખ પણ અશાવત. છે. આ ત્રણે શીધ્ર ભોગ્ય છે. જેવી રીતે મૃગના સમૂહને જાળ વીંટાઈ જાય છે એ રીતે મનુષ્ય ને જરામરણ રૂપી જાળ વીંટાઈ જાય છે. તો પણ મોહ જાલ થી મૂઢ બનેલા તમે આ બધું જોઈ શકતા નથી. [૧૦૨]હે આયુષ્ય માનું ! આ શરીર ઈષ્ટ, પ્રિય, કાંત, મનોજ્ઞ, મનોહર, મનાભિરામ, દઢ, વિશ્વાસનીય, સંમત, અભીષ્ટ, પ્રશંસનીય, આભુષણ અને રતન કરંડક સમાન સારી રીતે ગોપનીય, કપડાની પેટી અને તેલપાત્ર ની જેમ સારી રીતે રક્ષણીય, ઠંડી-ગરમી-ભૂખ-તરસ-ચોર-દેશ-મશકલાતપિત્ત-કફ-સંનિપાત-આદિ રોગોના સંસ્પર્શથી બચાવવા યોગ્ય મનાય છે. પણ ખરેખર આ શરીર ? અધુવ, અનિત્ય, અશાશ્વતા, વૃદ્ધિ અને હાની પામનારું, વિનાશીલ છે. તેથી પહેલા કે પછી તેનો અવશ્ય પરિત્યાગ કરવો પડશે. હે આયુષ્યમાનું ! આ શરીરમાં પૃષ્ઠ ભાગના હાડકાંમાં ક્રમશઃ ૧૮ સાંધા છે. તેમાં કરંડક આકારની બાર પાંસળીના હાડકા છે. છ હાડકા માત્ર પડખાના ભાગ ઘેરે છે જેને કડાહ કહેવાય છે. મનુષ્યની કુક્ષિ એક વિતસ્તિ (૧૨-અંગુલ પ્રમાણ) પરિમાણ યુક્ત અને ગર્દન ચાર અંગુલ પરિમાણ ની છે. જીભ ચાર પલ અને આંખ બે પલની છે. હાડકાના ચાર ખંડથી યુક્ત માથાનો ભાગ છે. તેમાં ૩ર દાંત, સાત અંગુલ પ્રમાણ જીભ, સાડા ત્રણ પલનું હૃદય, ૨૫ પલનું કલેજું હોય છે. બે આંત હોય છે. જે પાંચ વામ પરિમાણની કહેવાય છે. બે આત આ પ્રકારે- ધૂળ અને પાતળી. તેમાં જે સ્થૂળ આંત છે તેમાંથી મળ નીકળે છે અને જે સૂક્ષ્મ ત છે તેમાંથી મૂત્ર નીકળે છે. બે પડખાં કહ્યા છે. એક ડાબું બીજું જમણું. તેમાં જે ડાબુ પડખું છે તે સુખ પરિણામ વાળું છે. જે જમણું પડખું છે તે દુઃખ પરિણામવાળું છે. હે આયુષ્યમાનુ! આ શરીરમાં ૧૬૦ સાંધા છે. ૧૦૭ મર્મસ્થાન છે, એક બીજાથી જોડાયલા ૩૦૦ હાડકાં છે, ૯૦૦ સ્નાયુ, ૭૦૦ શિરા, ૫૦૦ માંસ પેશી, ૯ ધમની, દાઢી મૂંછના રોમ સિવાયના ૯૯ લાખ રોમકૂપ, દાઢીમૂછ સહિત સાડા ત્રણ કરોડ રોમકૂપ હોય છે. હે આયુષ્યમાનું ! આ શરીરમાં ૧૬૦ શિરા નાભિથી નીકળી મસ્તિષ્ક તરફ જાય છે. જેને રસતરણી કહે છે. ઉર્ધ્વગમન કરતી આ શિરા ચક્ષ, શ્રોત્ર, ઘાણ અને જિલ્લા ને ક્રિયાશીલતા બક્ષે છે. અને તેના ઉપઘાતથી ચક્ષ, નેત્ર, ઘાણ અને જીભની ક્રિયાશીલતા નાશ પામે છે. તે આયુષ્યમાનુ! આ શરીરમાં ૧૬૦ શિરા નાભિથી નીકળી નીચે પગના તળીયા સુધી પહોંચે છે. તેનાથી જંઘાને ક્રિયાશીલતા પ્રાપ્ત થાય છે. આ શિરાના ઉપઘાત થી મસ્તકપીડા, આધાશીશી, મસ્તકશૂળ અને આંખનો અંધાપો આવે છે. હે આયુષ્યમાન ! આ શરીર માં ૧૬૦ શિરાનાભિથી નીકળી તિછ હાથના તળીયા સુધી પહોંચે છે. તેનાથી બાહુને ક્રિયાશીલતા મળે છે. અને તેના ઉપઘાતથી પડખામા વેદના, પૃષ્ઠ વેદના, કુક્ષિપિડા અને કુક્ષિશૂળ થાય છે. હે આયુષ્યમાનું ! Page #55 -------------------------------------------------------------------------- ________________ પર તંદુલવેયાલિય – [૧૦૨] ૧૬૦ શિરા નાભિથી નીકળી નીચે તરફ જઈ ગુદાને મળે છે. અને નિરુપઘાતથી મળ-મૂત્ર, વાયુ ઉચિત માત્રામાં થાય છે. અને ઉપઘાતથી મળ-મૂત્ર-વાયુ નો નિરોધ થતા મનુષ્ય ક્ષુબ્ધ બને છે અને પંડુ નામક રોગ થાય છે. હે આયુષ્યમાન્ ! કફ ધારક ૨૫ શિરા, પિત્ત ધા૨ક ૨૫ શિરા અને વીર્ય ધારક ૧૦ શિરા હોય છે. પુરુષને ૭૦૦ શિરા, સ્ત્રીને ૬૭૦ શિરા અને નપુંસકને ૬૮૦ શિરા હોય છે. હે આયુષ્યમાન્ ! આ માનવ શરીરમાં લોહીનું વજન એક આઢક, વસાનું અડધું આઢક, મસ્તુલિંગનું એક પ્રસ્થ, મૂત્રનું એક આઢક, પુરીસનું એક પ્રસ્થ પિત્તનું એક કુડવ, કફનું એક કુડવ, શુક્રનું અડધું કુડવ પરિમાણ હોય છે. તેમાં જે દોષયુક્ત હોય છે તેમાં તે પરિમાણ અલ્પ હોય છે. પુરુષના શરીરમાં પાંચ કોઠા અને સ્ત્રીના શરીરમાં છ કોઠા હોય છે. પુરુષને નવ સ્રોત અને સ્ત્રીને ૧૧-સ્રોત હોય છે પુરુષને ૫૦૦ પેશિ, સ્ત્રીને ૪૭૦ પેશી અને નપુંસક ને,૪૮૦ પેશી હોય છે. [૧૦૩-૧૦૫]કદાચ જો શરીરનું અંદરનું માંસ પરિવર્તન કરીને બહાર કરી દેવાય તો તે અશુચિ ને જોઈને માતા પણ ઘૃણા કરવા માંડે, .. મનુષ્યનું શરીર માંસ, શુક્ર, હાડકાથી અપવિત્ર છે. પણ આ વસ્ત્ર, ગંધ અને માળા દ્વારા આચ્છાદિત હોવાથી શોભે છે. આ શરીર ખોપરી, ચરબી, મજ્જા, માંસ, હાડકાં, મસ્તુલિંગ, લોહી, વાલુંડક, ચર્મકોશ, નાકનોમેલ અને વિષ્ઠાનું ઘર છે. આ ખોપરી-નેત્ર, કાન, હોઠ, કપાળ, તાળવું વગેરે અમનોજ્ઞ મળથી યુક્ત છે. હોઠનો ઘેરાવો અત્યંત લાળ થી ચીકણો, મોઢું પસીનાવાળું, દાંત મળથી મલિન, જોવામાં બીભત્સ છે. હાથ-આંગળી, અંગુઠા, નખના સાંધા થી જોડાયેલ છે. આ અનેક તરલ-આવનું ઘર છે. આ શરીર ખભાની નસ, અનેક શિરા અને ઘણાં સાંધાથી બંધાયેલું છે. શરીરમાં ફૂટેલા ઘડા જેવું કપાળ, સુકાવૃક્ષની કોટર જેવું પેટ, વાળવાળો અશોભનીય કુથિપ્રદેશ, હાડકાં અને શિરાના સમૂહથી યુક્ત તેમાં સર્વત્ર અને બધી તરફ રોમકૂપોમાંથી સ્વભાવથી જ અપવિત્ર અને ઘોર દુર્ગંધ યુક્ત પરસેવો નીકળી રહ્યો છે. તેમાં કલેજું, આંતરડા, પિત્ત, હૃદય, ફેફસા, પ્લીહા, ફુપ્ફુસ, ઉંદર એ ગુપ્ત માંસપિંડ અને મળસ્રાવક નવ છિદ્ર છે. તેમાં ધક્ અવાજ કરતું હૃદય છે. તે દુર્ગંધ યુક્ત પિત્ત, કફ, મૂત્ર અને ઔષધિનું નિવાસ સ્થાન છે. ગુહ્ય પ્રદેશ, ગોઠણ, જંઘા અને પગના જોડથી જોડાયેલ, માંસગંધથી યુક્ત અપવિત્ર અને નશ્વર છે. આ રીતે વિચાર કરતા અને તેનું બીભત્સ રૂપ જોઈને એ જાણવું જોઈએ કે આ શરીર અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, સડન-ગલન અને વિનાશ ધર્મી તથા પહેલા કે પછી અવશ્ય નષ્ટ થનાર છે. આદિ અને અંત વાળું છે. બધાં મનુષ્યોનો દેહ આવો જ છે. [૧૦૬-૧૦૮] માતાની કુક્ષિમાં શુક્ર અને શોણિત માં ઉત્પન્ન તે જ અપવિત્ર રસને પીતો નવ માંસ ગર્ભમાં રહે છે. યોનિમુખથી બહાર નીકળ્યો, સ્તન પાનથી વૃદ્ધિ પામ્યો, સ્વભાવથી જ અશુચિ અને મળ યુક્ત એવા આ શરીરને કઈ રીતે ધોવું શકય છે? અરે ! અશુચિમાં ઉત્પન્ન અને જયાંથી તે મનુષ્ય બહાર નીકળેલ છે. કામક્રીડાની આકિત થી તે જ અશુચિ યોનિ માં રમણ કરે છે. [૧૦૯-૧૧૨]પછી અશુચિ થી યુક્ત સ્ત્રીના કટિભાગ ને હજારો કવીઓ દ્વારા અશ્રાન્ત ભાવથી વર્ણન કેમ કરાય છે. ? તેઓ આ રીતે સ્વાર્થવશ મૂઢ બને છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સૂત્ર૧૧૨ તેઓ બિચારા રાગને કારણે આ કટિભાગ અપવિત્ર મળની થેલી છે તે જાણતા નથી. તેથી જ તેને વિકસિત નીલકમલ ના સમૂહ સમાન માનીને તેનું વર્ણન કરે છે. વધારે કેટલું કહીએ ?– પ્રચુર મેદ યુક્ત, પરમ અપવિત્ર વિષ્ઠાની રાશિ અને ધૃણા યોગ્ય શરીરમાં મોહ કરવો જોઈએ નહીં સેંકડો કૃમિ સમૂહોથી યુક્ત, અપવિત્ર મળથી વ્યાપ્ત, અશુદ્ધ, અશાશ્વત, સારરહિત, દુર્ગધયુક્ત, પરસેવા અને મળથી મલિન આ શરીરમાં તમે નિર્વેદ પામો. [૧૧૩-૧૧૯] આ શરીર દાંત-કાન-નાકનો મેલ, મુખની પ્રચુર લાળથી યુક્ત છે. આવા બિભત્સ અને ઘણિત શરીર પ્રત્યે રાગ કેવો ? સડન-ગલનવિનાશવિધ્વંસન-દુઃખકર અને મરણધર્મી, સડેલા લાકડા સમાન આ શરીરની અભિલાષા કોણ કરે? આ શરીર કાગડા, કુતરા, કીડી, મકોડા, માછલી અને શમશાન માં રહેતા ગિધ વગેરેનું ભોજય તથા વ્યાધિથી ગ્રસ્ત છે. એ શરીરમાં કોણ રાગ કરે ? અપવિત્ર વિષ્ઠા થી પૂરિત, માંસ અને હાડકાનું ઘર, મલસ્રાવિ, રજ-વીર્યથી ઉત્પન્ન નવ છિદ્રથી યુક્ત અશાશ્વત જાણ. તિલકયુક્ત, વિશેષથી રક્ત હોઠ વાળી યુવતિના જુઓ છો. બાહ્ય રૂપને જુઓ છો પણ અંદર રહેલ દુગધિત મળને નથી જોતા. મોહથી ગ્રસિત થઈ નાચો છો અને કપાળના અપવિત્ર રસને (ચુંબન થી) પીઓ છો કપાળથી ઉત્પન્ન રસ જેને સ્વય થકો છો, ધૃણા કરો છો અને તેમાં અનુરક્ત થઈ અત્યંત આસક્તિ થી પીઓ છો. [૧૨૦-૧૨૪]કપાળ અપવિત્ર છે. નાક-વિવિધ અંગ-છિદ્ર વિછિદ્ર પણ અપવિત્ર છે. શરીર પણ અપવિત્ર ચામડાથી ઢાંકેલું અંજન થી નિર્મળ, સ્નાન-ઉદ્વર્તન થી સંસ્કારિત, સુકુમાલ પુષ્પોથી સુશોભિત કેશરાશિ યુક્ત સ્ત્રીનું મુખ અજ્ઞાનીને રાગ ઉત્પન્ન કરે છે. અજ્ઞાન બુદ્ધિવાળો જે ફૂલોને મસ્તકનું આભુષણ કહે છે. તે કેવળ ફૂલ જ છે. મસ્તકનું આભુષણ નહીં. સાંભળો ! ચરબી, વસા, રસિ, કફ, શ્લેષ્મ, મેદ આ બધાં માથાના ભૂષણ છે આ પોતાના શરીરના સ્વાધિન છે. આ શરીર ભૂષિત થવા માટે અયોગ્ય છે. વિષ્ઠાનું ઘર છે. બે પગ અને નવ છિદ્રોથી યુક્ત છે. તીવ્ર દુર્ગધથી ભરેલું છે. તેમાં અજ્ઞાની મનુષ્ય અત્યંત મૂર્શિત થાય છે. " [૧૨૫-૧૨૯]કામરાગથી રંગાયેલા તમે ગુપ્ત અંગોને પ્રગટ કરીને દાંતોના ચિકણા મળ અને ખોપરી માંથી નીકળતી કાંજી અથતુિ વિકૃત રસને પીઓ છો. હાથિના દેત મૂસલ-સસલા અને મૃગનું માંસ, ચમરી ગાયના વાળ અને ચિત્તાનું ચામડું તથા નખને માટે તેઓનું શરીર ગ્રહણ કરાય છે (મનુષ્યનું શરીર શું કામનું છે ?) હે મૂર્ખ આ શરીર દુર્ગધ યુક્ત અને મરણના સ્વભાવવાળું છે. તેમાં નિત્ય વિશ્વાસ કરી તમે કેમ આસકત થાઓ છો ? એનો સ્વભાવ તો કહો- દાંત કોઈ કામના નથી, મોટા વાળ ઘણા યોગ્ય છે. ચામડી પણ બિભત્સ છે હવે કહો કે તમે શેમાં રાગ રાખો છો? કફ, પિત્ત, મૂત્ર, વિષ્ઠા, વસા, દાંઢો આદિ શેનો રાગ છે? [૧૩૦-૧૩૫]જંઘાના હાડકા ઉપર સાથળ છે. તેના ઉપર કટિભાગ છે. કટિ ઉપર પૃષ્ઠ ભાગ છે. પૃષ્ઠ ભાગમાં ૧૮ હાડકાં છે. બે આંખના હાડકાં છે બે આંખના હાડકા અને સોળ ગર્દનના હાડકા જાણવા. પીઠમાં બાર પાસળી છે. શિરા અને સ્નાયુ થી બાંધેલ કઠોર હાડકાનો આ ઢાંચો, માંસ અને ચામડામાં લપેટાયેલો છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ તંદુલવાલિય– [૩૫] આ શરીર વિષ્ઠાનું ઘર છે આવા મળગૃહમાં કોણ રાગ કરે ? જેમ વિષ્ઠાના કુવા નજીક કાગડા ફરે છે. તેમાં કૃમિ દ્વારા સુલ-સુલ શબ્દ થયા કરે છે અને સ્ત્રોતોથી દુર્ગધ નીકળે છે. (મરેલા શરીર ની પણ આ જ દશા છે. મૃત શરીરના નેત્રને પક્ષી ચાંચ થી ખોદે છે. લતાની માફક હાથ ફેલાય જાય છે. આંત બહાર કાઢી લે છે અને ખોપરી ભયંકર દેખાય છે. મૃત શરીર ઉપર માંખી બણબણ કરે છે. સડેલા માંસમાંથી સુલ–સુલ અવાજ આવે છે. તેમાં ઉત્પન્ન કમિ સમૂહ મિસમિસ અવાજ કરે છે. આંતરડામાંથી થિવથિવ શબ્દ થાય છે. આમ આ ઘણું બીભત્સ લાગે છે. [૧૩૬-૧૪૨]પ્રગટ પાંસળી વાળું વિકરાળ, સુકા સાંધાથી યુક્ત, ચેતના રહિત શરીરની અવસ્થા જાણો. નવ દ્વારોથી અશુચિ ને કાઢનાર, ઝરતા કાચા ઘડા સમાન આ શરીર પ્રતિ નિર્વેદ ભાવ ધારણ કરો. બે હાથબે પગ અને મસ્તક ધડ સાથે જોડેલ છે. તે મલિન મલનું કોષ્ઠાગાર છે. આ વિષ્ઠાને તમે કેમ ઉપાડીને ફરો છો ? આ રૂપવાળા શરીરને રાજપથ ઉપર ફરતું જોઈને પ્રસન્ન થાઓ છો અને પર ગંધ થી સુગંધિત તમારી ગંધ માનો છો, ગુલાબ, ચંપો, ચમેલી, અગર, ચંદન અને તરૂષ્ક ની ગંધને પોતાની ગંધ માની પ્રસન્ન થાઓ છો. તારું મોઢું મુખવાસથી, અંગ-પ્રત્યંગ અગરથી, કેશ સ્નાનાદિ વેળા લગાડેલ સુગંધિત દ્રવ્યોથી સુગંધિત છે. તો આમાં તારી પોતાની ગંધ શું છે? તે પુરુષ ! આંખ-કાન-નાક નો મેલ તથા શ્લેષ્મ, અશુચિ અને મુત્ર એ જ તો તારી પોતાની ગંધ છે. [૧૪૩) કામ રાગ અને મોહરૂપી વિવિધ દોરડાથી બંધાયેલ હજારો શ્રેષ્ઠ કવિઓ દ્વારા આ સ્ત્રિયોની પ્રશંસા માં ઘણું જ કહેવાયું છે. વસ્તુતઃ તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે. સ્ત્રિયો સ્વભાવથી કુટીલ, પ્રિયવચનોની લતા, પ્રેમ કરવામાં પહાડની નદીની જેમ કુટીલ, હજારો અપરાધોની સ્વામિની, શોક ઉત્પન્ન કરાવનારી, વાળનો વિનાશ કરનારી, પુરુષો માટે વધસ્થાન લજ્જાનો નાશ કરનારી, અવિનયની રાશિ, પાપખંડનું ઘર, શત્રુતાની ખાણ, શોકનું ઘર, મયદા તોડનારી, રાગનું ઘર, દુરાચારિયોનું નિરાસ સ્થાન, સંમોહનની માતા, જ્ઞાનનો નાશ કરનારી, બ્રહ્મચર્યનાશ કરનારી, ધર્મમાં વિધ્વરૂપ, સાધુઓની શત્રુ, આચાર સંપન્ન માટે કલંકરૂપ કર્મરૂપી રજનું વિશ્રામ ગૃહ મોક્ષમાર્ગમાં વિદ્ધભૂત, દરિદ્રતાનો આવાસ, કોપાયમાન થાય ત્યારે ઝેરી સાપ જેવી, કામથી વશ થાય ત્યારે મદોન્મત હાથી જેવી, દુષ્ટ હૃદયા હોવાથી વાઘણ જેવી, કાલિમાં વાળા હૃદયની હોવાથી તૃણ આચ્છાદિત કૂવા સમાન, જાદૂગરની જેમ સેંકડો ઉપચાર થી આબદ્ધ કરનારી, દુગ્રહ્યિ સભાવ હોવા છતાં આદર્શની પ્રતિમા, શીલને સળગાવવામાં વનખંડની આગ જેવી, અસ્થિર ચિત્ત હોવાથી પર્વત માર્ગની જેમ અનવસ્થિત, અન્તરંગ વણ ની સમાન કુટીલ હૃદય. કાળા સર્પની જેમ અવિશ્વાસનીય. છળ છવા યુક્ત હોવાથી પ્રલય જેવી, સંધ્યાની લાલીમાની જેમ ક્ષણિક પ્રેમ કરનારી, સમુદ્રના તરંગની જેમ ચપળ સ્વભાવવાળી, માછલીની જેમ દુષ્પરિવર્તનીય, ચંચળતા માં વાંદરા જેવી, મૃત્યુની જેમ કંઈ બાકી ન રાખનારી, કાળની જેમ કુર, વરુણની જેમ કામપાશરૂપી હાથ વાળી, પાણીની જેમ નિમ્ન-અનુગામિની, કૃપણ ની જેમ ઉલટા હાથ વાળી, નરક સમાન ભયાનક, ગર્દભની જેમ દુશીલા, દુષ્ટ ઘોડાની જેમ દુનીય, બાળકની જેમ ક્ષણમાં Page #58 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૧૪૩ પપ, પ્રસન્ન અને ક્ષણમાં રોષાયમાન થતી, અંધકારની જેમ દુwવેશ, વિષ લતાની જેમ આશ્રયને અયોગ્ય, કુવા માં આક્રોશ થી અવગાહન કરનાર દુષ્ટ મગર જેવી. સ્થાનભ્રષ્ટ ઐશ્વર્યવાનુ ની જેમ પ્રશંસા માટે અયોગ્ય, કિંપાક ફળની જેમ પહેલા સારી લાગતી પણ પછી. કરુ ફળ દેનારી, બાળકને લલચાવનારી ખાલી મુઠ્ઠી જેવી સાર વગરની, માંસપિંડ ને ગ્રહણ કરવાની જેમ ઉપદ્રવ ઉત્પન કરનારી, બળેલા ઘાસ ના પૂળાની જેમ નહીં છૂટેલ માન અને બળેલા શીલવાળી, અરિષ્ટની જેમ દુર્ગાનીય, ખોટા સિક્કાની જેમ સમયે શીલને ઠગનારી, ક્રોધીની જેમ કષ્ટ થી રક્ષિત, અત્યંતવિષાદવાળી, નિતિ, દુરપચારા, અગંભીર, અવિશ્વસનીય, અનવસ્થિત, દુઃખથી રક્ષિત, અરતિકર, કર્કશ, દંડ વૈરવાળી, રૂપ અને સૌભાગ્યથી ઉન્મત, સાંપની ગતિની જેમ કુટીલ હૃદયા, અટવીમાં યાત્રા ની જેમ ભય ભય ઉત્પન્ન કરનારી, કુળ-પરિવાર અને મિત્રમાં ફૂટ પાડનારી, બીજાના દોષો પ્રકાશિત કરનારી કતબ, વીર્યનાશ કરનારી, કોલની જેમ એકાંતમાં હરણ કરનારી, ચંચળ, અગ્નિથી લાલ થયેલ ઘડાની જેમ લાલ હોઠોથી રાગ ઉત્પન્ન કરનાર, અંતરંગમાં ભગ્નશત હૃદયા દોરડા વિનાનું બંધન, વૃક્ષરહિત જંગલ, અગ્નિનિલય, અદશ્ય વૈતરણી, અસાધ્ય બિમારી, વિના વિયોગો પ્રલાપ કરનારી, અનભિવ્યક્ત ઉપસર્ગ, રતિક્રિડામાં ચિત્ત વિભ્રમ કરનારી, સવગ સળગાવનારી, મેઘવિના જ વજપાત કરનારી, જળશુન્ય પ્રવાહ અને સમુદ્ર સમાન નિરંતર ગર્જન કરનારી, આ સ્ત્રીઓ હોય છે. આ રીતે સ્ત્રીઓની અનેક નામ નિર્યુક્તિ કરાય છે. લાખો ઉપાયો થકી અને વિવિધ પ્રકારે પુરુષોની કામાસક્તિ વધારે છે તથા તેને વધ બંધનનું ભાજન બનાવનાર નારી સમાન પુરુષનો બીજો કોઈ શત્રુ નથી. તેથી તેના નારી વગેરે નિયુક્તિ આ પ્રમાણે છે- પુરુષને તેના સમાન કોઈ શત્રુ નથી, માટે “નારી વિવિધ પ્રકારના કર્મો અને શિલ્પથી પુરુષોને મોહિત કરે માહે “મહિલા', પુરુષો ને મત્ત કરે છે માટે “પ્રમદા, મહાનું કલહને ઉત્પન્ન કરે છે માટે “મહિલિકા', પુરુષને હાવભાવ થી રમણ કરાવે છે માટે “રમા', પુરુષોને પોતાના અંગમાં રાગ કરાવે માટે “અંગના', અનેક પ્રકારના યુદ્ધ- કલહ-સંગ્રામ-અટવીમાં ભ્રમણ, વિના પ્રયોજન ઋણ લેવું. ઠંડીગરમી નું દુઃખ અને કલેશ ઉભો કરવા આદિ કાર્યો માં તે પુરુષ ને પ્રવૃત્ત કરે છે માટે 'લલના', યોગ-નિયોગ દ્વારા પુરુષને વશ કરે માટે “યોજિતુ' તથા વિવિધ ભાવો દ્વારા પુરુષની વાસના ઉદ્દીપ્ત કરે છે માટે વનિતા કહેવાય છે. T કોઈ સ્ત્રી પ્રમત્ત ભાવને, કોઈ પ્રણય વિભ્રમને અને કોઈ શ્વાસ રોગીની જેમ શબ્દ-વ્યવહાર કરે છે. કોઈ શત્રુ જેવી હોય છે અને કોઈ રડી રડી પગે પ્રણામ કરે છે. કોઈ સ્તુતિ કરે છે. કોઈ કુતુહૂલ, હાસ્ય અને કટાક્ષ પૂર્વક જુએ છે. કોઈ વિલાસયુક્ત મધુર વચનોથી, કોઈ હાસ્ય ચેષ્ટા થી, કોઈ આલિંગન દ્વારા, કોઈ સીત્કારના શબ્દથી, કોઈ ગૃહયોગ ના પ્રદર્શન થી, કોઈ ભૂમિ ઉપર લખીને અથવા ચિલ કરીને, કોઈ વાંસડા પર ચડી નૃત્ય દ્વારા, કોઈ બાળકના આલિંગન થકી, કોઈ આંગળીના ટચાકા, સ્તન મર્દન અને કટિતટ પીડન આદિ થકી પુરુષોને આકષ્ટ કરે છે. આ સ્ત્રીયો વિપ્ન કરવામાં જાળની જેમ, ફાંસવામાં કીચડની જેમ, મારવામાં મૃત્યુ ની જેમ, સળગાવવામાં અગ્નિ ની જેમ અને છિન્નભિન્ન કરવામાં તલવાર જેવી હોય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ તંદુવેયાલિય-[૧૪] [૧૪૪-૧૫૧]ત્રીયો તલવાર જેવી તીણ, શાહી જેવી કાલિમા, ગહન વન જેવી ભ્રમિત કરનારી. કબાટ અને કારાગાર જેવી બંધન કારક, પ્રવાહશીલ અગાધ જળની જેમ ભયદાયક હોય છે. આ સ્ત્રીઓ સેંકડો દોષોની નગરી, અનેક પ્રકારના અપયશને ફેલાવનારી, કુટીલ હૃદયા, કપટપૂર્ણ વિચારવાળી હોય છે. તેના સ્વભાવને બુદ્ધિમાન પણ જાણી શકતા નથી. ગંગાના બાલુકણ, સાગરનું જલ, હિમવતનું પરિમાણ, ઉગ્રતપનું ફળ, ગર્ભથી ઉત્પન્ન થનાર બાળક, સિંહની પીઠના વાળ, પેટમાં રહેલ પદાર્થ, ઘોડાના ચાલવા નો અવાજ તેને કદાચ બુદ્ધિમાન મનુષ્ય જાણી શકે પણ સ્ત્રીના હૃદયને જાણી શકતો નથી. આ પ્રકારના ગુણોથી યુક્ત આ સ્ત્રીઓ વાંદરા જેવી ચંચળ મનવાળી અને સંસારમાં વિશ્વાસ કરવા યોગ્ય નથી. લોકમાં જેમ ધાન્ય વિહિન ખળ, પુષ્પરહિત બગીચો, દુધ રહિત ગાય, તેલ રહિત તલ નિરર્થક છે તેમ સ્ત્રી પણ સુખહિન હોવાથી નિરર્થક છે. જેટલા સમયમાં આંખ મીંચીને ઉઘાડાય એટલો સમયમાં સ્ત્રીઓનું હૃદય અને ચિત્ત હજાર વખત વ્યાકુળ થઈ જાય છે. [૧પ૨]મૂર્ખ, વૃદ્ધ, વિશિષ્ટ જ્ઞાનથી હીન, નિર્વિશેષ સંસારમાં શૂકર જેવી નીચ પ્રવૃત્તિ વાળાને ઉપદેશ નિરર્થક છે. [૧પ૩-૧૫૪]પુત્ર, પિતા અને ઘણા-સંગ્રહ કરેલા તે ધનથી શું લાભ ? જે મરતી વખતે કંઈ પણ સહારો આપી ન શકે? મૃત્યુ થતા પુત્ર-મિત્ર કે પત્ની પણ સાથ છોડી દે છે પણ સુઉપાર્જિત ધર્મ જ મરણ સમયે સાથ છોડતો નથી. [૧પપ-૧૫૮]ધર્મ રક્ષક છે. ધર્મશરણ છે, ધર્મ જ ગતિ અને આધાર છે. ધર્મનું સારી રીતે આચરણ કરવાથી અજર અમર સ્થાનની પ્રાપ્તિ થાય છે. ધર્મ પ્રીતિકર-કીતિકર-દીપ્તિકરચશકર-રતિકર-અભયકર-નિવૃત્તિકર અને મોક્ષ પ્રાપ્તિ સહાયક છે. સુકૃતધર્મ થકી જ મનુષ્યને શ્રેષ્ઠ દેવતાઓના અનુપમ રૂપ- ભોગોપભોગ-દ્ધિ અને વિજ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય છે. દેવેન્દ્ર- ચક્રીપદ, રાજ્ય, ઈચ્છિત ભોગથી– નિવણ પર્યત આ બધું ધમચરણનું જ ફળ છે. [૧૫૯-૧૬૧]અહીં સો વર્ષના આયુવાળા મનુષ્યના આહાર, ઉચ્છવાસ, સંધિ, શિરા, રોમફળ, પિત્ત, લોહી, વીર્ય ની ગણિત દષ્ટિએ પરિગણના કરાઈ છે. જેની ગણના દ્વારા અર્થ પ્રગટ કરાયો છે એવા શરીર ના વર્ષોને સાંભળીને તમે મોક્ષરૂપી કમળ માટે પ્રયત્ન કરો જેના સમ્યક્ત્વરૂપી હજારો પાંદડા છે. આ શરીર જન્મ, જરા મરણ, વેદના થી ભરેલી ગાડી જેવું છે. તેને પામીને એ જ કરવું જોઈએ જેથી બધા દુઃખોથી છૂટી જવાય. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ તંદુલ વેયાલિય પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ પાંચમો પયનો ગુર્જરછાયા પૂર્ણ Page #60 -------------------------------------------------------------------------- ________________ [૫૭] 'અટક नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ SYSTEM ૨૯ સંથારગ પDણય છઠ્ઠપ્રકિર્ણક-ગુર્જરછાયા [૧] શ્રી જિનેશ્વરદેવો– સામાન્ય કેવળજ્ઞાનીઓને વિશે વૃષભ સમાન, દેવાધિદેવ શ્રમણ ભગવાનું શ્રી મહાવીર પરમાત્માને નમસ્કારકરીને, અંતિમ કાલની આરાધનારૂપ સંથારાના સ્વીકારથી પ્રાપ્ત થતી ગુણોની પરંપરાને હું કહું છું. [૨] શ્રીજિનકથિત આ આરાધના, ચારિત્રધર્મની આરાધનારુપ છે. સુવિહિત પુરૂષો આવા પ્રકારની અન્તિમ આરાધનાનાં મનોરથો સેવે છે, કારણ કે તેમની જીવનપર્યંતની સઘળી આરાધનાઓની પતાકાના સ્વીકારરુપ આ આરાધના છે. ( [૩] દરિદ્રપુરૂષો ધન, ધાન્ય વગેરેમાં જેમ આનન્દ માને છે, વળી મલ્લ પુરુષો જય પતાકાને મેળવવામાં જેમ ગૌરવ લે છે અને આના અભાવે તેઓ અપમાન તથા દુધ્વનિને પામે છે, તેમ સુવિહિત પુરૂષો આ આરાધનામાં આનન્દ તેમજ ગૌરવને પ્રાપ્ત કરે છે. [૪-૫] સર્વ ઉત્તમ પુરૂષોમાં જેમ પુરૂષવરપુંડરીક અરિહંતપરમાત્મા, જગતના સર્વસ્ત્રસમુદાયને વિશે જેમ તીર્થંકરદેવોની માતા, મણિની સર્વ જાતિયોને વિશે જેમ વૈર્ય, સર્વ પ્રકારના સુગન્ધી દ્રવ્યોને વિશે જેમ ચંદન અને રત્નોમાં જેમ વજ, તેમ આરાધનાઓને વિશે આ સંથારાની આરાધના, સુવિહિત આત્માઓ માટે શ્રેષ્ઠતર છે. [૬-૭ તથા વંશોમાં જેમ શ્રીજિનેશ્વરદેવોનો વંશ, સર્વ કુલોમાં જેમ શ્રાવકકુલ, ગતિઓને વિશે જેમ સિદ્ધિગતિ, સર્વપ્રકારનાં સુખોમાં જેમ મુક્તિનું સુખ, સર્વ ધર્મોમાં જેમ શ્રીજિનકથિત અહિંસાધર્મ, લોકવચનમાં જેમ સાધુપુરૂષોનાં વચનો, ઈતર સર્વ પ્રકારની કૃતિઓમાં જેમ શ્રીજિનવચનરૂપ શ્રુતિ, અને સર્વ પ્રકારની શુદ્ધિઓને વિશે જેમ સમ્યકત્વરૂપ આત્મગુણની શુદ્ધિ, તેમ શ્રીજિનકથિત અન્તિમકાલની આરાધનાઓમાં આ આરાધના મુખ્ય છે. ૮સમાધિમરણરૂપ આ આરાધના સાચે જ કલ્યાણકર છે. અભ્યદયઉન્નતિનો પરમહેતુ છે. આથી આવા આરાધના ત્રણભુવનમાં દેવતાઓને પણ દુર્લભ છે. દેવલોકના ઈન્દ્રો પણ સમાધિપૂર્વકના પંડિતમરણની એક મને અભિલાષા રાખે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંથારગ - . [૯] વિનય ! શ્રી જિનકથિત પંડિતમરણને તેં મેળવ્યું. આથી નિશંક કર્મ મલ્લને હણી તેં સિદ્ધિની પ્રાપ્તિરૂપ જયપતાકા મેળવી. [૧૦] સર્વ પ્રકારનાં ધ્યાનોમાં જેમ પરમશુકલધ્યાન, મત્યાદિ જ્ઞાનોમાં કેવલજ્ઞાન, અને સર્વ પ્રકારનાં ચારિત્રોમાં જેમ કષાય આદિના ઉપશમથી યથાખ્યાત ચારિત્ર ક્રમશઃ મોક્ષનું કારણ છે, તેમ આ પંડિત મરણ પણ મોક્ષનું કારણ બને છે. [૧૧-૧૨] શ્રીજિનકથિત શ્રમણપણું એ, સર્વ પ્રકારનાં શ્રેષ્ઠ લાભોમાં સર્વશ્રેષ્ઠ લાભ ગણાય છે કે જેના યોગે શ્રીતીર્થંકરપણું, કેવલજ્ઞાન અને મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. વળી પરલોકના હિતમાં રક્ત અને કિલષ્ટ મિથ્યાત્વી આત્માઓને પણ મોક્ષની પ્રાપ્તિનું મૂળ જે સમ્યકત્વ ગણાય છે, તે સમ્યકત્વ દેશવિરતિનું તેમ જ સમ્યજ્ઞાનનું મહત્વ વિશેષ ગણાય છે. આના કરતાં શ્રીજિનકથિત શ્રમણપણાની પાપ્તપ લાભનું મહત્વ વિશેષતર છે. કારણ કે જ્ઞાનદર્શન રૂપ મુક્તિનાં કારણોની સફળતાનો આધાર શ્રમણ પણા પર રહેલો છે. [૧૩] તથા સર્વપ્રકારની લેશ્યાઓમાં જેમ શુકલેશ્યા, સર્વ વ્રત, યમ, આદિમાં જેમ બ્રહ્મચર્ય નું વ્રત અને સર્વ પ્રકારનાં નિયમોને વિશે જેમ શ્રીજિનકથિત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ ગુણો વિશેષ ગણાય છે, તેમ શ્રામય એ સઘળાં ગુણોમાં પ્રધાન છે. જ્યારે સંથારાની આરાધના આના કરતાં અધિક ગણાય છે. [૧૪-૧૫]સર્વ ઉત્તમતીર્થોમાં જેમ શ્રીતીર્થંકરદેવોનું તીર્થ સર્વ જાતિનાં અભિષેકોને વિશે સુમેરૂના શિખર પર દેવદેવેન્દ્રોથી કરાતા અભિષેકની જેમ સુવિહિત પુરૂષોની સંથારાની આરાધના શ્રેષ્ઠતર ગણાય છે. શ્વેતકમળ, પૂર્ણકળશ, સ્વસ્તિક, નન્દાવર્ત અને સુંદર ફૂલમાલા આ સઘળીયે મંગળવસ્તુઓ કરતાં, અન્તિમકાલની આરાધનારૂપ સંથારો એ અધિકતર મંગળ છે. [૧૬-૧૭]શ્રીજિનકથિત તમરૂપ અગ્નિથી કર્મકાષ્ઠોનો નાશ કરનારા, વિરતિ-નિયમપાલને શૂરા, અને સમ્યજ્ઞાનથી વિશુદ્ધ આત્મ પરિણતિવાળા, તથા ઉત્તમ ધર્મરૂપ ભાથુ જેને મેળવ્યું છે એવા મહાનુભાવ આત્માઓ સંથારારૂપ ગજેન્દ્ર પર આરુઢ થઈને સુખપૂર્વક પારને પામે છે. આ સંથારો સુવિહિત આત્માઓને માટે અનુપમ આલંબન છે. ગુણોનું નિવાસસ્થાન છે, કલ્પ-આચારરૂપ છે. તથા સર્વોત્તમ શ્રીતીર્થંકર પદ, મોક્ષગતિ અને સિદ્ધદશાનું મૂળ કારણ છે. [૧૮-૨૦]તેં શ્રીજિનવચનરૂપ અમૃતથી વિભૂષિત શરીર મેળવ્યું છે. તારા, ભવનને વિષે ધર્મરૂપ રત્નને આશ્રયીને રહેવાવાળી વસુધારા પડી છે. કારણ કે ગતમાં મેળવલા યોગ્ય છે, તે સઘળું તે મેળવ્યું છે. તેમજ સંથારાની આરાધનાને સ્વીકારવાના યોગે, તેં જિનપ્રવચન વિશે સારી ધીરતા રાખી છે. આથી ઉત્તમપુરૂષોથી સેવ્ય અને પરમદિવ્ય એવી કલ્યાણલાભોની પરંપરા પ્રાપ્ત કરી છે. તથા સમ્યગૂજ્ઞાન અને દર્શનરૂપ સુન્દર રત્નોથી મનોહર, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનરૂપ પ્રકાશથી શોભાને ધરનાર અને ચારિત્ર, શીલ વગેરે ગુણોથી શુદ્ધ ત્રિરત્નમાલાને તેં મેળવેલી છે. [૨૧]સુવિહિત પુરૂષો, જેના યોગે ગુણોની પરંપરાને પ્રાપ્ત કરી શકે છે, તે શ્રીજિનકથિત સંથારાને જે પુણ્યવાન આત્માઓ પામે છે, તે શ્રીજિનકથિત સંથારાને Page #62 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૧ પ૯ જે પુણ્યવાન આત્માઓ પામે છે, તે આત્માઓએ જગતમાં સારભૂત જ્ઞાન વગેરે રત્નોનાં આભૂષણોથી પોતાની શોભાને વધારી છે.' [૨૨]સમસ્ત લોકમાં ઉત્તમ અને સંસાર સાગરના પારને આણનાર એવું શ્રીજિનપ્રણીત તીર્થ, તે મેળવ્યું છે કારણ કે શ્રીજિનપ્રણીત તીર્થનાં સ્વચ્છ અને શીતળ ગુણરૂપ જલપ્રવાહોમાં સ્નાન કરી, અનંતા મુનિવરોએ નિવણ સુખ પ્રાપ્ત કર્યું છે. [૨૩] “આશ્રવ, સંવર અને નિર્જરા વગેરે તત્ત્વો, જે તીર્થમાં સુવ્યવસ્થિત જળવાઈ રહ્યાં છે; તથા શીલ, વ્રત આદિ ચારિત્ર ધર્મરૂપ સુંદર પગથીયાઓથી જેનો માર્ગ સારી રીતે વ્યવસ્થિત છે, તે શ્રીજિનપ્રણીત તીર્થ કહેવાય છે.” [૨૪] જેઓ પરિષહની સેનાને જીતીને, ઉત્તમ પ્રકારના સંયમબળથી યુક્ત બને છે, તે પુણ્યવાન આત્માઓ કર્મથી મુક્ત બનીને અનુત્તર, અનન્ત, અવ્યાબાઘ અને અખંડ એવા નિવણ સુખને ભોગવે છે.” [૨૫-૨૬શ્રીજિનકથિત સંથારાની આરાધનાને પ્રાપ્ત કરવાથી તે ત્રણ ભુવનના રાજ્યમાં મૂળ કારણ સમાધિસુખને મેળવ્યું છે. સર્વ સિદ્ધાન્તોમાં અસાંધારણ અને વિશાલકુલનું કારણ એવા સંથારા રૂપ રાજ્યાભિષેક, તેને પણ લોકને વિષે તેં મેળવ્યો. આથી મારું મન આજે અવશ્ય આનન્દને અનુભવે છે, કારણ કે મોક્ષના સાધનરૂપ ઉપાય અને પરમાર્થથી વિસ્તારના માર્ગરૂપ સંથારાને તે પ્રાપ્ત કર્યો છે.” [૨૭]દેવલોકને વિષે બહપ્રકારના દેવતાઈ સુખોને ભોગવનારા દેવો પણ, શ્રીજિનકથિત સંથારાની આરાધનાનું પૂર્ણ આદરભાવપૂર્વક ધ્યાન કરતાં આસન, શયન આદિ અન્ય સર્વ વ્યાપાર ત્યજી દે છે. [૨૮-૨૯]ગુપ્તિ સમિતિથી સહિત; વળી સંયમ, તપ, નિયમ અને યોગોમાં ઉપયોગશીલ, તેમજ જ્ઞાન, અને દર્શનની આરાધનામાં અનન્ય મનવાળા, તથા સમાધિથી યુક્ત એવા સાધુ, ચન્દ્રની જેમ પ્રેક્ષણીય અને સૂર્યની જેમ તેજથી દેદીપ્યમાન હોય છે. વળી તે સુવિહિત સાધુ, જ્ઞાનરૂપ ધનવાળા, ગુણવાન, અને સ્થિરતા ગુણથી મહાહિમવાન પર્વતની જેમ પ્રસિદ્ધિને પામે છે. [૩૦]પર્વતોમાં જેમ મેરૂપર્વત, સર્વ સાગરોને વિશે જેમ સ્વયંભૂરમણ, તારાઓના સમૂહને વિષે જેમ ચન્દ્ર, તેમ સર્વ પ્રકારનાં શુભ અનુષ્ઠાનોની મધ્યમાં સંથારારૂપ અનુષ્ઠાન પ્રધાન ગણાય છે. [૩૧]હે ભગવન્! કેવા પ્રકારના સાધુપુરૂષના માટે આ સંથારાની આરાધના. વિહિત છે? વળી કયા આલંબનને પામીને આ અન્તિમકાલની આરાધના થઈ શકે ? અને અનશનને કયારે સ્વીકારી શકાય ? આ વસ્તુ હું જાણવાને ઈચ્છું છું, [૩ર-૩૪]“જેના મન, વચન અને કાયાના શુભયોગો સીદાતા હોય, વળી જે સાધુને અનેક પ્રકારના રોગો શરીરમાં ઉત્પન્ન થયા હોય, આ કારણે પોતાના મરણ કાલને નજીક સમજીને, જે સંથારાને સ્વીકારે છે, તે સંથારો સુવિશુદ્ધ છે. પણ જે ત્રણ પ્રકારના ગારવથી ઉન્મત્ત બની ગુરૂની પાસે સરળતાથી પાપોની આલોચના લેવા તૈયાર નથી. આ સાધુ સંથારાને સ્વીકારે તો તે સંથારો અવિશદ્ધ છે. જે આલોચનાને યોગ્ય છે, અને ગુરૂની પાસે નિર્મળભાવ પૂર્વક આલોચના લઈ ને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સંથારગ-[૩૪] સંથારાને સ્વીકારે છે, તેનો સંથારો અવિશુદ્ધ ગણાય [૩૫]શંકા આદિ દૂષણોથી જેનું સમગ્દર્શનરૂપ રત્ન મલિન છે, અને જે શિથિલ રીતે ચારિત્રનું પાલન કરવાપૂર્વક શ્રમણપણાનો નિવહિ કરે છે, તે સાધુની સંથારાની આરાધના શુદ્ધ નથી–અવિશુદ્ધ છે. [૩૬-૩૯]જે મહાનુભાવ સાધુનો સમ્યક્ દર્શનગુણ અત્યન્ત નિર્મળ છે, તથા જે નિરતિચારપૂર્વક સંયમધર્મનું પાલન કરીને પોતાના સાધુપણાનો નિવાહ કરે છે, રાગ અને દ્વેષથી રહિત, વળી મન, વચન અને કાયાના અશુભ યોગોથી આત્માનું જતન કરનાર તથા ત્રણ પ્રકારના શલ્ય અને આઠ જાતિના મદથી મુક્ત એવો પૂણ્યવાન સાધુ, સંથારા પર આરૂઢ થાય છે, ત્રણ ગારવથી રહિત, ત્રણ પ્રકારના પાપદંડને ત્યજી દેનાર, આ કારણે જગતમાં જેની કીતિ વિસ્તારને પામી છે, એવા શ્રમણ મહાત્મા સંથારા પર આરૂઢ થાય છે. ક્રોધ, માન આદિ ચારેય પ્રકારના કષાયોનો નાશ કરનાર, ચારે વિકથાના પાપથી સદા મુકત રહેનાર એવા સાધુ મહાત્મા સંથારાને સ્વીકારે છે, તે સર્વેનો સંથારો સુવિશુદ્ધ છે. ૪૦-૪૩પાંચ પ્રકારના મહાવ્રતોનું પાલન કરવામાં તત્પર, પાંચ સમિતિના નિવહિમાં સારી રીતે ઉપયોગશીલ એવો પુણ્યવાન સાધુપુરૂષ સંથારાને સ્વીકાર છે, છજીવનિકાયની હિંસાના પાપથી વિરત, સાતે ભયસ્થાનોથી રહિત બુદ્ધિવાળો, જે રીતે સંથારા પર આરૂઢ થાય છે, જેણે આઠ મદસ્થાનોને ત્યજી દીધાં છે એવો સાધુપૂરૂષ આઠ પ્રકારના કર્મોનો નાશ કરવાને સારૂ, જે રીતે સંથારા પર આરૂઢ થાય છે, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિનું વિધિ મુજબ પાલન કરનાર અને દશવિધ યતિધર્મનો નિવહિ કરવામાં કુશળ એવો સંથારાપર આરૂઢ થાય છે તે સર્વેનો સંથારો સુવિશુદ્ધ ગણાય છે. [૪૪-૪૫]કષાયોને જીતનાર, અને સર્વ પ્રકારના વિષયોના વિકારથી રહિત. વળી અન્તિમકાલીન આરાધનામાં ઉદ્યુત હોવાને કારણે સંથારાપર આરૂઢ થયેલ એવા સાધુને કયા પ્રકારનો લાભ મળે ?” તેમ જ કષાયોને જીતનાર તથા સર્વ પ્રકારના વિષયવિકારોથી રહિત અને અન્તિમકાલીન આરાધનામાં ઉદ્યુત હોવાથી સંથારાપર વિધિ મુજબ આરૂઢ થયેલા સાધુને કેવું સુખ પ્રાપ્ત થાય? - ૪િ૬-૪૮] વિધિ મુજબ સંથારા પર આરૂઢ થયેલા મહાનુભાવ ક્ષેપકને, પ્રથમ દિવસે જ જે અમૂલ્ય લાભની પ્રાપ્તિ થાય છે, તેનું મૂલ્ય આંકવાને કોણ સમર્થ છે?. કેમકે તે અવસરે, તે મહામુનિ વિશિષ્ટ પ્રકારના શુભ અધ્યવસાયના યોગે સંખ્યય ભવોની સ્થિતિવાળા સર્વકર્મા પ્રત્યેક સમયે ખપાવે છે. આ કારણે તે ક્ષેપકસાધુ એ વેળાયે વિશિષ્ટ પ્રકારના શ્રમણગુણને પ્રાપ્ત કરે છે. વળી એ અવસરે તૃણ–સૂકા ઘાસના સંથારાપર આરૂઢ થવા છતાંયે રાગ, મદ અને મોહથી મુક્ત હોવાને કારણે તે ક્ષેપક મહર્ષિ, જે અનુપમ મુક્તિ-નિઃસંગદશાના સુખને પ્રાપ્ત કરે છે, તે સુખ નિરંતર રાગદશામાં મૂંઝાતો ચક્રવર્તી પણ કયાંથી પ્રાપ્ત કરે ? [૪૯૫૦)વૈક્રિયલબ્ધિના યોગે પોતાનાં પુરૂષરૂપોને વિતુર્વી, દેવતાઓ જે બત્રીશ ભેદના હજારો પ્રકારથી, સંગીતની લયપૂર્વક નાટકો કરે છે, તેમાં તેઓ તે આનંદ મેળવી શકતા નથી, કે જે આનંદ પોતાના હસ્તપ્રમાણ સંથારાપર આરૂઢ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૫૦ ૬૧ થયેલ ક્ષેપક મહર્ષિ મેળવે છે. રાગ, દ્વેષમય તથા પરિણામે કટુ એવા વિષપૂર્ણ જે વૈષયિક સુખોને છ ખંડનો નાથ અનુભવે છે તે સંગદશાથી મુક્ત, વીતરાગ સાધુ પુરૂષો અનુભવતા નથી. તેઓ કેવળ અખંડ આત્મરમણતાના સુખને અનુભવે છે. પિન-પ૨]મોક્ષના સુખની પ્રાપ્તિને માટે, શ્રી જૈનશાસનમાં એકાન્ત વર્ણકાલની ગણના નથી. કેવળ આરાધક આત્માઓની અપ્રમત્તદશા પર સઘળો આધાર છે. કેમકે ઘણાયે વર્ષો ગચ્છમાં રહેનારા પણ પ્રમત્ત આત્માઓ જન્મમરણરૂપ સંસારસાગરમાં ડુબી ગયા છે. જે આત્માઓ અન્તિમ કાલે સમાધિ પૂર્વક સંથારારૂપ આરાધનાને સ્વીકારીને મરણને પામે છે, તે મહાનુભાવ આત્માઓ જીવનની પાછલી અવસ્થામાં પણ પોતાનું હિત શીધ્ર સાધી શકે છે. પસૂકા ઘાસનો સંથારો કે જીવરહિત–પ્રાસક ભૂમિ એજ કેવળ અન્તિમકાલની આરાધનાનું આલંબન નથી. પણ વિશુદ્ધ નિરતિચાર ચારિત્રના પાલનમાં ઉપયોગશીલ આત્મા એ સંથારારૂપ છે. આ કારણે આવો આત્મા આરાધનામાં આલંબન છે. [૫૪]દ્રવ્યથી સંલેખનાને સ્વીકારવાને તત્પર, ભાવથી કષાયના ત્યાગ-દ્વારા રૂક્ષ-લુખ્ખો એવો આત્મા સદાકાલ જૈનશાસનમાં અપ્રમત્ત હોવાને કારણે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ કાલે શ્રીજિનકથિત આરાધનામાં પરિણત બને છે.. [પપ]વષકાળમાં અનેક પ્રકારના તપોને સારી રીતે કરીને, આરાધક આત્મા. હેમન્તઋતુમાં સર્વ અવસ્થાઓને વિષે સંથારા પર આરૂઢ થાય છે, [૫૬-૫૭]પોતનપુરમાં પુષ્પચૂલા આયના ધર્મગુરૂ શ્રી અર્ણિકાપુત્ર પ્રખ્યાત હતા. તેઓ એક અવસરે નાવદ્રારાયે ગંગાનદીને ઊતરતા હતા. નાવમાં બેઠેલા લોકોએ તે વેળાએ તેમને ગંગામાં ધકેલી દીધા. ત્યારબાદ શ્રીઅર્ણિકાપુત્ર આચાર્યું તે સમયે સંથારાને સ્વીકારી સમાવિપૂર્વક મરણને મેળવ્યું. [૫૮-૬૦]કુંભકર નગરમાં દેડકરાજાના પાપબુદ્ધિ પાલક નામના મંત્રીએ, અંદકકુમાર દ્વારા વાદમાં પરાજિત થવાના કારણે, ક્રોધવશ બની માયાપૂર્વક પંચ મહાવ્રતયુક્ત એવા શ્રીસ્કન્દ,સૂરિ આદિ પાંચસો નિર્દોષ સાધુઓને યંત્રમાં પીલી નાંખ્યા. મમતા રહિત, અહંકારથી પર તેમજ પોતાના શરીરને વિષે પણ અપ્રતિબદ્ધ એવા તે ચારસો નવાણુ મહર્ષિપુરૂષો તે રીતે પીલાવા છતાંયે સંથારાને સ્વીકારીને આરાધભાવમાં રહી મોક્ષને પામ્યા. [૧-૬૨] દંડ નામના પ્રખ્યાત રાજર્ષિ, કે જેઓ પ્રતિમાને ધારણ કરનારા હતા. એક અવસરે યમુનાવક્ર નગરનાં ઉદ્યાનમાં તેઓ પ્રતિમાને ધારણ કરીને કાયોત્સર્ગધ્યાને ઉભા હતા, ત્યાં યવન રાજાએ તે મહર્ષિને બાણથી વીંધી નાંખ્યા, તેઓ તે વેળાયે સંથારાને સ્વીકારી, આરાધક ભાવમાં રહ્યા. ત્યાર બાદ યવનરાજાએ સંવેગ પામીને શ્રમણપણાને સ્વીકાર્યું શરીરને વિષે સ્પૃહાવિનાના બનીને કાયોત્સર્ગધ્યાને ઉભા રહ્યા. તે અવસરે કોઈએ તેઓને બાણથી વીંધ્યા. છતાંયે સંથારાને સ્વીકારી તે મહર્ષિ સમાધિકરણને પામ્યા. ૬ [૬૩-૬૪] સાકેતુરના શ્રી કીર્તિધર રાજાના પુત્ર શ્રીસુકેશલ ઋષિ, ચાતુમાસમાં માસક્ષમણના પારણાના દિવસે, પિતામુનિને સાથે પર્વતપરથી ઉતરતા. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સંથારગ-[૩]. હતા. તે વેળાયે વાઘણ એવી પૂર્વજન્મની માતાએ તેઓને ફાડી નાંખ્યા, છતાંયે તેને સમયે ગાઢ રીતે ધીરતા પૂર્વક પોતાના પ્રત્યાખ્યાનમાં બરોબર ઉપયોગશીલ રહ્યા. વાઘણથી ખવાતાં તેઓએ અન્ને સમાધિપૂર્વક મરણને મેળવ્યું. [૬પ-૬૬] ઉજ્જયિની નગરીમાં શ્રી અવન્તિસુકમાલે સંવેગ ભાવને પામીને દીક્ષા લીધી. યોગ્ય અવસરે પાદપોપગમ અનશન સ્વીકારી તેઓ મશાનના મધ્યે એકાન્ત ધ્યાને રહ્યા હતા. રોષાયમાન એવી શિયાલણે તેઓને ત્રાસ પૂર્વક ફાડી ખાધા. આ રીતે ત્રણપ્રહર સુધી ખવાતાં તેઓ સમાધિપૂર્વક મરણને પામ્યા. [૬૭-૬૯] શરીરનો મળ, રસ્તાની ધૂળ, અને પરસેવો વગેરેથી કાદવમય શરીરવાળા, પણ શરીરનાં સહજ અશુચિ સ્વભાવના જ્ઞાતા, સુરવણગ્રામના શ્રી કાર્તિકાર્યઋષિ શીલ તથા સંયમગુણોના આધારરૂપ હતા. ગીતાર્થ એવા તે મહર્ષિનો દેહ અજીર્ણ રોગથી પીડાતો હોવા છતાંયે તેઓ સદાકાલ સમાધિ ભાવમાં રમણ કરતા. એક વેળાયે રોહિડકનગરમાં પ્રાસુક આહારને ગવેષતા તે ઋષિને, પ્રવર્તરી કોઈ ક્ષત્રિયે શક્તિના પ્રહારથી વિંધ્યા. દેહ ભેદાવા છતાંયે તે મહર્ષિ એકાન્ત-ઉજજડ અને તાપ વિનાની વિશાલ ભૂમિ પર પોતાના દેહને ત્યજીને સમાધિ મરણને પામ્યા. [૭૦-૭૨] પાટલીપુત્ર નગરમાં શ્રી ચન્દ્રગુપ્ત રાજાનો શ્રી ધર્મસિંહ નામનો મિત્ર હતો. સંવેગભાવ પામીને તેણે ચન્દ્રગુપ્તની લક્ષ્મીનો ત્યાગ કરી પ્રવજ્યા સ્વીકારી. શ્રીજિનકથિતધર્મમાં સ્થિત એવા તેઓએ ફોલ્લપુર નગરમાં અનશનને સ્વીકાર્યું અને ગૃપૃષ્ઠ પચ્ચક્ખાણને શોકરહિતપણે કર્યું. તે વેળાયે જંગલમાં હજારો પશુઓએ તેઓના શરીરને ચૂંથવા માંડ્યું. આમ જેનું શરીર ખવાઈ રહ્યું છે, એવા એ મહર્ષિ, શરીરને વોસિરાવીને પંડિત મરણને પામ્યા. [૭૩] પાટલીપુત્ર-પટણા નગરમાં ચાણક્ય નામે મંત્રી પ્રસિદ્ધ હતો. અવસરે સર્વપ્રકારના પાપઆરંભોથી નિવૃત્ત થઈને તેઓએ ઈગિની મરણને સ્વીકાર્યું. [૭૪-૭૫] ત્યારબાદ ગાયોના વાડામાં પાદપોપગમ અનશનને સ્વીકારીને તેઓ કાયોત્સર્ગધ્યાને ઉભા રહ્યા. આ પ્રસંગે પૂર્વવૈરી સુબધુ મંત્રીએ અનુકૂલ પૂજાના ન્હાનાથી. છાણા સળગાવ્યા આમ શરીર સળગવા છતાંયે, તે શ્રીચાણક્ય ઋષિએ સમાધિપૂર્વક મરણને પ્રાપ્ત કર્યું. ૭િ૬-૭૮] કકન્દી નગરીમાં શ્રી અમૃતઘોષ નામનો રાજા હતો. યોગ્ય અવસરે તેણે પુત્રને રાજ્ય સોંપી પ્રવજ્યાને ગ્રહણ કરી. સૂત્ર અને અર્થમાં કુશલ તથા શ્રુતના રહસ્યને પામનાર એવા તે રાજર્ષિ શોકરહિતપણે પૃથ્વીપર વિહાર કરતાં ક્રમશઃ કાકન્દી નગરમાં પધાર્યા. ત્યાં ચંડવેગ નામના વૈરીએ તેઓના શરીરને શસ્ત્રના પ્રહારથી છેદી નાંખ્યું. શરીર છેદાઈ રહ્યું છે તેવી વેળાએ પણ તે મહર્ષિ સમાધિભાવમાં સ્થિર રહ્યા, અને પંડિત મરણને પ્રાપ્ત કર્યું. [૭૯-૮૦] કૌશામ્બી નગરીમાં લલિતઘટા બત્રીશ પુરૂષો પ્રખ્યાત હતા. તેઓએ સંસારની અસારતાને જાણીને શ્રમણપણાને ગ્રહણ કર્યું. શ્રુતસાગરના રહસ્યને પ્રાપ્ત કરનારા એવા તેઓએ શરીરના મમત્વથી રહિત બની, યોગ્ય અવસરે પાદપોપગમઅનશનને સ્વીકાર્યું. અકસ્માતુ નદીના પૂરથી તણાતા મોટા Page #66 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૧ ૬૩ દૂહ મધ્યમાં તેઓ ખેંચાઈ ગયા. આવા અવસરે પણ તેઓએ સમાધિપૂર્વક પંડિતમરણને પ્રાપત કર્યું. [૮૧-૮૩) કુલાણ [કુણાલ] નગરમાં વૈશ્રમણદાસ નામનો રાજા હતો. આ રાજાને રિષ્ઠ નામનો મંત્રી કે જે મિથ્યા દષ્ટિ અને દુરાગ્રહ વૃત્તિવાળો હતો. તે નગરમાં એક અવસરે મુનિવરોને વિષે વૃષભ સમાન, ગણિપિટકરૂપ શ્રી દ્વાદશાંગીના ધારક તથા સમસ્ત મૃતસાગરના પારને પામનાર અને ધીર એવા શ્રી ઋષભસેન આચાર્ય, પોતાના પરિવાર સહિત પધાર્યા હતા. તે સૂરિના શિષ્ય શ્રીસિંહસેન ઉપાધ્યાય કે જેઓ અનેક પ્રકારના શાસ્ત્રાર્થ રહસ્યના જ્ઞાતા, તથા ગણની તૃપ્તિને કરનારા હતા. રાજમંત્રી રિષ્ઠની સાથે તેઓને વાદ થયો. વાદમાં રિષ્ઠ પરાજિત થયો. આથી રોષથી ધમધમતા, નિર્દય એવા તેણે પ્રશાન્ત અને સુવિહિત શ્રીસિંહસેન ઋષિને અગ્નિથી સળગાવી મૂક્યા. શરીર અગ્નિથી બળી રહ્યું છે. આ અવસ્થામાં તે ઋષિવરે સમાધિપૂર્વક મરણને પ્રાપ્ત કર્યું. [૮૪] હસ્તિનાગરપુરના કુરૂદત્ત શ્રેષ્ઠીપુત્રે, સ્થવિરોની પાસે દીક્ષાને સ્વીકારી હતી. એક અવસરે નગરના ઉદ્યાનમાં તેઓ કાયોત્સર્ગથ્થાને ઉભા હતા. ત્યાં ગોપાળે નિર્દોષ એવા તેઓને શાલ્મલીવૃક્ષના લાકડાની જેમ સળગાવી મૂક્યાં. છતાંયે આ અવસ્થામાં તેઓએ સમાધિપૂર્વક પંડિત મરણને પ્રાપ્ત કર્યું. [૮૫] ચિલાતીપુત્ર નામના ચોરે, ઉપશમ, વિવેક અને સંવરરુપ ત્રિપદીને સાંભળીને દીક્ષા ગ્રહણ કરી. તે અવસરે તેઓ ત્યાંજ કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. કીડીઓએ તેમના શરીરને ચાલણીની જેમ છિદ્રવાળું કર્યું. આમ શરીર ખવાતું હોવા છતાંયે તેઓ સમાધિથી મરણને પામ્યા. [૮] શ્રીગજસુકુમાલ ઋષિ નગરના ઉદ્યાનમાં કાયોત્સર્ગધ્યાને રહ્યા હતા. નિરપરાધી અને શાન્ત એવા તેઓને, કોઇ પાપાત્માએ હજારો ખીલાથી જાણે મઢેલ હોય એવી રીતે લીલા ચામડાથી બાંધી, પૃથ્વી પર પછાડયાં. આ છતાંયે તેઓએ સમાધિપૂર્વક મરણને મેળવ્યું. (આ કથાનકમાં કંઇ મિશ્રણ થયાનો સંભવ છે.) | [૮૭] મંખલી ગોશાળાએ નિર્દોષ એવા શ્રીસુનક્ષત્ર અને શ્રીસવનુભૂતિ નામના શ્રી મહાવીર પરમાત્માના શિષ્યોને તેજલેશ્યાથી બાળી નાંખ્યા હતા. તે રીતે સળગતાં તે બન્ને મુનિવરો સમાધિભાવને સ્વીકારી પંડિત મરણને પામ્યા. [૮૮] સંથારાના સ્વીકારની વિધિ “યોગ્ય અવસરે, ત્રણગુપ્તિથી ગુપ્ત એવો ક્ષપકસાધુ જ્ઞપરિજ્ઞાથી જાણે છે. બાદ માવજીવને માટે સંઘસમુદાયની મધ્યમાં ગુરૂના આદેશ મુજબ આગારો પૂર્વક ચારેય આહારનું પચ્ચકખાણ કરે છે. [૮] અથવા સમાધિ જાળવવાને માટે, કોઈક અવસરે ક્ષપકસાધુ ત્રણ-આહારનું પચ્ચકખાણ કરે છે. અને કેવળ પ્રાસુક જળનો આહાર કરે છે.બાદ ઉચિત કાલે તે ક્ષેપક, પાણીના આહારનું પણ પચ્ચકખાણ કરે છે. [eo] “શેષલોકોને સંવેગ પ્રગટ થાય તે રીતે તે ક્ષેપકે ક્ષમાપના કરવી અને સર્વ સંઘ સમુદાયની મધ્યમાં કહેવું કે “પૂર્વેમન વચન અને કાયાના યોગોથી કરવા, કરાવવા કે અનુમોદવા દ્વારા મેં જે કાંઈ અપરાધો કર્યો હોય તેને હું નમાવું છું.' [૯૧] બે હાથને મસ્તકે જોડીને તેણે ફરી કહેવું કે શલ્યથી રહિત આ હું આજે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સંથારગ- [૨] સર્વ પ્રકારના અપરાધોને ખમાવું છું. માતાપિતા સમાન સર્વજીવો મને ક્ષમા કરો. [૯૨] ધીરપુરૂષોએ પ્રરૂપેલ, વળી સત્પુરૂષોથી સદા સેવાતા, અને કાયર આત્માઓ માટે અત્યન્ત દુષ્કર એવા પંડિતમરણ-સંથારાને, શિલાતલપર આરૂઢ થયેલા નિઃસંગ અને ધન્ય આત્માઓ સાધે છે. [૩] સાવધાન બનીને તું વિચાર કર. મેં નરક અને તિર્યંચગતિમાં તથા દેવગતિ અને મનુષ્યગતિમાં કેવા કેવાં સુખદુઃખો ભોગવ્યા છે? [૯૪-૯] હે મુમુક્ષુ ! નરકને વિષે તેં અસાતા બહુલ-દુખપૂર્ણ, અસાધારણ અને તીવ્ર વેદનાઓને શરીરની ખાતર પ્રાયઃ અનન્તીવેળાયે ભોગવી છે.” “વળી દેવપણામાં તથા મનુષ્યપણામાં પારકાના દાસભાવને પામેલા તેં દુઃખ, સંતાપ અને ત્રાસને ઉપજાવનારી વેદનાઓને પ્રાયશ અનન્તીવેળાયે અનુભવી છે' “અને હે પુણ્યવાનું ! તિર્યંચગતિને પામીને ન પાર પામી શકાય એવી મહાવેદનાઓને ઘણીયે વાર તે ભોગવી છે. આ રીતે જન્મ તથા મરણરુપ રેંટના આવત જ્યાં સતતું ચાલુ છે, એવા સંસારમાં તું અનન્તકાળ ભટક્યો છે. [૯૭-૯૮] સંસારને વિષે તે અનન્તકાલ સધી અનન્તીવેળા અનન્તા જન્મમરણોને અનુભવ્યાં છે. આ બધાંયે દુઃખો સંસારવર્તી સર્વ જીવોને માટે સહજ છે. માટે વર્તમાનકાલના દુઃખોથી તું મૂઝાઈશ નહિ અને આરાધનાને ભૂલીશ નહિ. મરણના જેવો મહાભય નથી, જન્મ સમાન અન્ય કોઈ દુઃખ નથી. તેથી જન્મ-મરણરૂપ મહાભયોના કારણભૂત શરીરના મમત્વભાવને તું શીધ્ર છેદી નાંખ.” [૯૯-૧૦૦] આ શરીર જીવથી અન્ય છે. તથા જીવ શરીરથી ભિન્ન છે' આ નિશ્ચયપૂર્વક દુઃખ અને કલેશના મૂળ ઉપાદાન સમા શરીરના મમત્વને તારે છેદી નાંખવું જોઈએ. કારણ કે ભીમ અને અપાર આ સંસારમાં, આત્માએ જે કાંઈ શરીર સંબંધી કે મનસંબંધી દુઃખોને અનન્તી વેળાયે ભોગવ્યાં છે, આથી “જો સમાધિમરણને મેળવવું હોય તો તે ઉત્તમઅર્થની પ્રાપ્તિને માટે તારે શરીર આદિ અભ્યત્તર અને અન્ય બાહ્ય પરિગ્રહને વિષે મારાપણું સર્વથા વોસિરાવી દેવું.' * [૧૦૧]જગતના શરણરૂપ, હિતવત્સલ સમસ્તસંઘ, મારાં સઘળાં અપરાધોને ખમો, તથા શલ્યથી રહિત બનીને હું પણ, ગુણોના આધારભૂત શ્રીસંઘને ખમાવું છું. [૧૦૨-૧૦૪] તથા “શ્રી આચાર્યદિવ, ઉપાધ્યાય, શિષ્યો, સાધર્મિકો, કુળ તથા ગણ વગેરે જે કોઇને મેં કષાય ઉત્પન્ન કરાવ્યો હોય-કષાયનું હું કારણ બન્યો હોઉં તે સર્વને હું ત્રિવિધ યોગે ખમાવું છું.' “સર્વ શ્રમણ સંઘના સઘળાંયે અપરાધોને હું મસ્તક પર બે હાથ જોડવારૂપ અંજલિ કરી ખમાવું છું. તથા હું પણ સર્વને ખમું છું.' વળી હું જિનકથિત ધર્મમાં અર્પિત ચિત્તવાળો થઈને સર્વ જગતના જીવ સમૂહની સાથે બંધુભાવથીનિઃશલ્ય રીતે ખમાવું છું. અને હું પણ સર્વને ખમું છું.' [૧૦૫-૧૦૬] આમ અતિચારોને ખમનાર, અને અનુત્તર તપ તથા અપૂર્વ સમાધિને પ્રાપ્ત કરનાર ક્ષપક આત્મા; બહુવિધ બાધા સંતાપ વગેરેના મૂળ કારણ કર્મસમૂહને ખપાવતો સમભાવમાં વિહરે છે. અસંખ્યય લાખ કોટિ અશુભ ભવોની પરંપરા દ્વારા જે ગાઢ કર્મ બાંધ્યું હોય, તે સર્વ કર્મસમૂહને સંથારા પર આરૂઢ થયેલો ક્ષપક આત્મા, શુભ અધ્યવસાયોના યોગે એક સમયમાં ખપાવે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૧૦૭ ૬૫ [૧૦૭-૧૦૯] આ અવસરે; સંથારાપર આધરૂઢ થયેલા મહાનુભાવ ક્ષેપકને કદાચ પૂર્વકાલીન અશુભના યોગે, સમાધિભાવમાં વિઘ્ન કરનારી વેદના ઉદયમાં આવે, તો તેને શમાવવાને માટે ગીતાર્થ એવા નિયમિક સાધુઓ બાવનાચંદન જેવી શીતલ ધમશિક્ષા આપે. હે પુણ્ય પુરૂષ ! આરાધનામાં જ જેઓએ પોતાનું સઘળુંયે અર્પિત કર્યું છે, એવા પૂર્વકાલીન મુનિવરો; જ્યારે તેવા પ્રકારના અભ્યાસ વગર પણ, અનેક જંગલી જાનવરોથી ચોમેર ઘેરાએલા ભયંકર પર્વતની ટોચ પર કાયોત્સર્ગથ્થાને રહેતા હતા. “વળી અત્યન્ત ધીરવૃત્તિને ધરનારા આ કારણે શ્રીજિનકથિત આરાધનાના માર્ગમાં અનુત્તર રીતે વિહરનારા તે મહર્ષિ પુરૂષો, જંગલી જાનવરોની દાઢમાં આવવા છતાંયે સમાધિભાવને અખંડ રાખે છે અને ઉત્તમ અર્થને સાધે છે.” [૧૧૦-૧૧૧] હે સુવિહિત ! ધીર અને સ્વસ્થ મનોવૃત્તિવાળા નિયમિક સાધુઓ, જ્યારે સદા સહાય કરનારા છે એવી સ્થિતિમાં સમાધિભાવને પામીને શું આ સંથારાની આરાધનાને પાર ન પામી શકાય ? અથતું તારે સહેલાઇથી આ સંથારાની પારને પામવો જોઇએ. કારણ કે જીવ એ શરીરથી અન્ય છે, તેમ શરીર એ પણ જીવથી ભિન્ન છે. આથી શરીરના મમત્વને મૂકી દેનારા સુવિહિત પુરૂષો શ્રીજિનકથિત ધર્મની આરાધનાની ખાતર અવસરે શરીરને પણ ત્યજી દે છે.” [૧૧૨] “સંથારાપર આરૂઢ થયેલ ક્ષપક, પૂર્વકાલીન અશુભના ઉદયથી ઉત્પન્ન થયેલી વેદનાઓને સમભાવપૂર્વક સહન કરીને કર્મરૂપ અશુભ કલંકની. પરંપરાને વેલડીની જેમ મૂળથી હલાવી નાંખે છે. આથી તારે પણ આ વેદનાઓને સમભાવે સહવાપૂર્વક કમને ખપાવવા જોઈએ.” [૧૧૩-૧૧૪] બહુકોડ વર્ષો સુધી તપ, ક્રિયા વગેરે દ્વારા અજ્ઞાન આત્મા જે કર્મસમૂહને ખપાવે છે. મન, વચન, કાયાના યોગોથી આત્માનું રક્ષણ કરનાર જ્ઞાની આત્મા, તે કર્મસમૂહને શ્વાસ માત્રમાં ખપાવે છે. કારણ કે સમ્યગૃજ્ઞાન પૂર્વકનાં અનુષ્ઠાનોનો પ્રભાવ અચિત્ય છે. મન, વચન અને કાયાથી આત્માનું જતન કરનાર જ્ઞાની આત્મા, બહુ ભવોથી સંચિત કરેલા આઠ પ્રકારનાં કર્મસમૂહરૂપ પાપોને શ્વાસમાત્રમાં ખપાવે છે. આ કારણેઃ હે સુવિહિત ! સમ્યગુજ્ઞાનનાં આલંબન પૂર્વક તારે પણ આ આરાધનામાં ઉજમાળ રહેવું.’ [૧૧૫ આ મુજબ હિતોપદેશરૂપ આલંબનને મેળવનાર સુવિહિત આત્માઓ ગુરૂ વગેરે વડિલજનોથી પ્રશંસાને પામેલા સંથારાપર ધીરતાપૂર્વક આરૂઢ થઇ, સર્વપ્રકારના કર્મમલને ખપાવવાપૂર્વક તે ભવમાં યા ત્રીજા ભવમાં અવશ્ય સિદ્ધ થાય છે અને મહાનંદ પદને પ્રાપ્ત કરે છે. [૧૧-૧૧૭ ગુપ્તિ સમિતિ આદિ ગુણોથી મનોહર, સમ્યગૂજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીથી મહામૂલ્યવાન, તથા સંયમ, તપ, નિયમ વગેરે ગુણરૂપ સુવર્ણથી જડેલો શ્રીસંઘરૂપ મહામુકુટ, દેવ, દેવેન્દ્ર, અસુર અને માનવોથી સહિત ત્રણ લોકમાં વિશુદ્ધ હોવાને કારણે પૂજનીય છે, અતિશય દુર્લભ છે. વળી નિર્મળગુણોનો આધાર છે, માટે પરમશુદ્ધ છે, અને સૌને શિરોધાર્ય છે. [૧૧૮-૧૨૦] ગ્રીષ્મઋતુમાં અગ્નિથી લાલચોળ તપેલા લોખંડના તાવડાના Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સંથારગ-[૧૧૮]. જેવી કાળી શિલામાં આરૂઢ થઈને હજારો કિરણોથી પ્રચંડ, અને ઉગ્ર એવા સૂર્યના તાપથી બળવા છતાંયે, કષાય વગેરે લોકનો વિજય કરનાર અને ધ્યાનમાં સદાકાલ ઉપયોગશીલ, વળી અત્યન્ત સુવિશુદ્ધ જ્ઞાનદર્શનરૂપ વિભૂતિથી યુક્ત, તથા આરાધનામાં અર્પિત ચિત્તવાળા વિહિત પુરૂષ, ઉત્તમ લેયાના પરિણામપૂર્વક રાધાવેધ સમાન દુર્લભ, કેવલજ્ઞાનની સદશ, સમતાભાવથી પૂર્ણ એવા ઉત્તમ અર્થરૂપ સમાધિમરણને મેળવ્યું છે. " [૧૨૧] આ પ્રકારે મેં જેઓની સ્તુતિ કરી છે, એવા શ્રીજિનકથિત અન્તિમ કાલીન સંથારારૂપ હાથીના સ્કન્ધપર સુખપૂર્વક આરૂઢ થયેલા, નરેન્દ્રોને વિશે ચન્દ્ર સમાન શ્રમણપુરૂષો, સદાકાલ શાશ્વત, સ્વાધીન અને અખંડસુખોની પરંપરા આપો. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયાપૂર્ણ સંથારગ પUણય ગુર્જરછાયા પૂર્ણ છઠ્ઠોપયનો ગુર્જરછાયા પૂર્ણ Page #70 -------------------------------------------------------------------------- ________________ [૬૭] नमो नमो निम्मल दंसणस्स પંચામ ગણધાર શ્રી સુધામાંામિને નમઃ ૩૦ ગચ્છાચાર પઈગ્ણય સાતમું પ્રકિર્ણક- ગુર્જર છાયા [૧]દેવેન્દ્રોથી નમિત મહાઐશ્વર્યશાળી, શ્રીમહાવીરદેવને નમસ્કાર કરીને, શ્રુતરૂપ સમુદ્રમાંથી સુવિહિતમુનિ સમુદાયે આચરેલ ગચ્છાચાર સંક્ષેપથી ઉદ્ધરીને હું કહીશ. [૨] ગૌતમ ! આ જગતમાં કેટલાએક એવા પણ જીવો છે કે જે, એ ઉન્માર્ગગામી ગચ્છમાં રહીને અથવા તેનો સહવાસ કરીને ભવપરંપરામાં ભમે છે. કારણ કે અસત્પુરૂષોનો સંગ શીલવંત-સજ્જનને પણ અધઃપાતનો હેતુ છે. [૩-૭]ગૌતમ ! અર્ધ પ્રહર-એક પ્રહર-દિવસ-પક્ષ-એક માસ-અથવા એક વર્ષપર્યન્ત પણ સન્માર્ગગામી ગચ્છમાં રહેનાર આળસુ-નિરુત્સાહી અને વિમનસ્ક મુનિ પણ, બીજા મહાપ્રભાવવાળા સાધુઓને સર્વ ક્રિયાઓમાં અલ્પ સત્ત્વવાળા જીવોથી ન થઈ શકે એવા તપાદિરૂપ ઉદ્યમ કરતા જોઈને, લજ્જા અને શંકા તજી દઈ ધર્માનુષ્ઠાન કરવામાં ઉત્સાહ ધરે છે. વળી ગૌતમ ! વીર્યોત્સાહવડે જ જીવે જન્માન્તરમાં કરેલા પાપો મુહૂર્તમાત્રમાં બળીને ભસ્મ થઈ જાય છે, માટે સારીરીતે પરીક્ષા કરીને જે ગચ્છ સન્માર્ગપ્રતિષ્ઠિત હોય તેમાં જીવનપર્યન્ત વસવું. કેમકે જે સંયત-સક્રિયાવાન્ હોય તેજ મુનિ છે. [૮]આચાર્ય મહારાજ ગચ્છને માટે મેથી, આલંબન, સ્તંભ, દ્રષ્ટિ, ઉત્તમ યાન સમાન છે. એટલે કે મેથી- (જે બંધથી પશુઓ મર્યાદાએ વર્તે તે) માં બંધાએલ પશુઓ જેમ મર્યાદામાં વર્તે છે, તેમ ગચ્છ પણ આચાર્યના બંધનથી મર્યાદાએ પ્રવર્તે છે. ખાડા આદિમાં પડતાં જેમ હસ્તાદિકનું આલંબન ધારી રાખે છે, તેમ સંસારરૂપ ગતિમાં પડતા ગચ્છને આચાર્ય ધારી રાખે છે. જેમ સ્તંભ પ્રાસાદનો આધાર છે, તેમ આચાર્ય પણ ગચ્છરૂપ પ્રાસાદનો આધાર છે. જેમ દ્રષ્ટિ શુભાશુભ વસ્તુ જીવને બતાવનાર છે, તેમ આચાર્ય પણ ગચ્છને ભાવિ શુભાશુભ બતાવનાર છે. જેમ છિદ્રવિનાનું ઉત્તમ વહાણ જીવોને સમુદ્રતીરે પહોંચાડે છે, તેમ આચાર્ય પણ ગચ્છને સંસારના તીરે પહોંચાડે છે. માટે ગચ્છની પરીક્ષા કરવા ઈચ્છનારાએ પ્રથમ આચાર્યનીજ પરીક્ષા કરવી. [૯-૧૧]હે ભગવન્ ! છદમસ્થમુનિ કયા ચિન્હોથી ઉન્માર્ગગામી આચાર્યને Page #71 -------------------------------------------------------------------------- ________________ Fe ગચ્છાચાર – [૧૧] જાણી શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીગુરુ કહે છે કે હે મુનિ ! તે ચિન્હો હું કહું છું તે સાંભળ. પોતાની મરજી મુજબ વર્તનાર, દુષ્ટ આચારવાનું, આરંભમાં પ્રવતવિના, પીઠફલક આદિમાં પ્રતિબદ્ધ, અપ્કાયની હિંસા કરનાર, મૂળ અને ઉત્તર ગુણથી ભ્રષ્ટ થએલ, સામાચારીનો વિરાધક, હંમેશાં ગુરૂ આગળ આલોચના નહિ કરનાર, અને રાજકથા આદિ વિકથાઓમાં નિત્ય તત્પર હોય તે આચાર્ય અધમ જાણવા. [૧૨-૧૩]છત્રીસ ગુણયુક્ત અને અતિશય વ્યવહાર કુશળ એવા પણ આચાર્યે બીજાની સાક્ષીએ આલોચનારૂપ વિશુદ્ધિ કરવી, જેમ અતિશય કુશળ વૈદ્ય પોતાની વ્યાધિ બીજા વૈદ્યને જણાવે છે, અને તે વૈદ્ય કહેલું સાંભળીને વ્યાધિના પ્રતિકારરૂપ કર્મ આચરે છે, તેમ આલોચક સૂરિ પણ અન્ય પાસે પોતાનું પાપ પ્રગટ કરે અને તેમણે આપેલું તપ વિધિપૂર્વક અંગીકાર કરે છે. [૧૪]દેશ-ક્ષેત્ર-દ્રવ્ય-કાળ અને ભાવ જાણીને વસ્ત્ર પાત્ર, ઉપાશ્રય તથા સાધુ સાધ્વીના સમૂહને સંગ્રહ કરે, અને સૂત્રાર્થનું ચિંતવન કરે, તે સારા આચાર્ય જાણવા. [૧૫-૧૬]જે આચાર્ય આગમોક્ત વિધિપૂર્વક શિષ્યનો સંગ્રહ અને તેમને માટે શ્રુતદાન આદિ ઉપગ્રહ ન કરે- ન કરાવે, સાધુ તથા સાધ્વીને દિક્ષા આપીને સામાચારી ન શીખવે, અને જે બાળશિષ્યોને ગાય જેમ વાછરડાને ચુંબે છે તેમ ચુંબન કરે, તેમજ સન્માર્ગ ગ્રહણ ન કરાવે, તે આચાર્ય શિષ્યોનો શત્રુ જાણવો. [૧૭]જે આચાર્ય શિષ્યોને સ્નેહથી ચુંબન કરે, પણ સા૨ણા-વારણા-પ્રેરણા અને વારંવાર પ્રેરણા ન કરે તે આચાર્ય શ્રેષ્ઠ નથી; પરન્તુ જે સારણા વારણાદિ કરે છે તે દંડ આદિવડે મારવા છતાં પણ શ્રેષ્ઠ છે. [૧૮]વળી જે શિષ્ય પ્રમાદરૂપ મદીરાથી ગ્રસ્ત અને સામાચારી વિરાધક ગુરુને હિતોપદેશ દ્વારાએ ધર્મમાર્ગમાં સ્થિર ન કરે તે શિષ્ય પણ શત્રુ જ છે. [૧૯]પ્રમાદી ગુરૂને કેવી રીતે બોધ કરે તે જણાવે છે. રે મુનિવર ! રે ગુરૂદેવ ! તમારા જેવા પુરૂષો પણ જો પ્રમાદને આધીન થાય, તો પછી આ સંસાર સાગરમાં અમારા જેવાને નૌકાસમાન બીજાં કોણ આલંબન થશે ? [૨૦]પ્રવચન પ્રધાન જ્ઞાનાચાર-દર્શનાચારને ચારિત્રાચાર એ ત્રણમાં, તેમજ પંચવિધ આચારમાં, પોતાને તથા ગચ્છને સ્થિર કરવાને જે પ્રેરણા કરે તે આચાર્ય. [૨૧]ચાર પ્રકારનો પિંડ-ઉપધિ-અને શય્યા આ ત્રણોને, ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાવડે શુદ્ધ, ચારિત્રની રક્ષા માટે, ગ્રહણ કરે તે ખરો સંયમી છે. [૨૨] બીજાએ કહેલું ગુહ્ય ન પ્રગટ કરનાર અને સર્વથા પ્રકારે સર્વ કાર્યોમાં અવિપરીત જોનાર હોય તે, ચક્ષુની જેમ, બાળક અને વૃદ્ધથી સંકીર્ણ ગચ્છને ક્ષે છે. [૨૩]જે આચાર્ય સુખશીલ આદિ ગુણોવડે નવકલ્પરૂપ અથવા ગીતાર્થરૂપ વિહારને શિથિલ કરે છે, તે આચાર્ય સંયમયોગવડે માત્ર વેશધારી જ છે. [૨૪]કુળ-ગામ-નગર-અને રાજ્ય તજીને પણ જે આચાર્ય ફરી તે કુળ આદિમાં મમત્વ કરે છે, તે સંયમયોગવડે નિઃસાર માત્ર વેશધારીજ છે. [૨૫-૨૬]જે આચાર્ય શિષ્યસમૂહને કરવાલાયક કાર્યમાં પ્રેરણા કરે છે, અને સૂત્ર તથા અર્થ ભણાવે છે, તે આચાર્ય ધન્ય છે, પવિત્ર છે, બંધુ છે, અને મોક્ષદાયક છે; એજ આચાર્ય ભવ્યજીવોને ચક્ષુસમાન કહેલ છે, કે જે જિનેશ્વરે બતાવેલ Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૭ se અનુષ્ઠાન યથાર્થ પણ બતાવે છે. 1 [૨૭]જે આચાર્ય સમ્યફપ્રકારે જિનમત પ્રકાશે છે તે તીર્થકરસમાન છે, અને જે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે કાપુરૂષ છે, સત્પરૂષ નથી. [૨૮]ભ્રષ્ટાચારી આચાર્ય, ભ્રષ્ટાચારી સાધુની ઉપેક્ષા કરનાર આચાર્ય અને ઉન્માર્ગમાં રહેલ આચાર્ય. આ ત્રણે જ્ઞાનાદિ મોક્ષમાર્ગનો નાશ કરે છે. [૨૯]ઉન્માર્ગમાં રહેલ અને સન્માર્ગનો નાશ કરનાર આચાર્યને જે સેવે છે, તે ગૌતમ ! જરૂર તે પોતાના આત્માને સંસારમાં પાડે છે. [૩૦]જેમ અયોગ્ય તરનાર માણસ ઘણાને ડૂબાડે છે, તેમ ઉન્માર્ગમાં રહેલ -એક પણ આચાર્ય તેના માર્ગને અનુસરનારા ભવ્યજીવોના સમૂહને નાશ પમાડે છે. [૩૧]ઉન્માર્ગગામીના માર્ગમાં વર્તનારા અને સન્માર્ગનો નાશ કરનારા માત્ર સાધુવેશ ધરનારાઓને હે ગૌતમ ! જરૂર અનંતસંસાર થાય છે. [૩૨]પોતે પ્રમાદી હોય, તો પણ શુદ્ધ સાધુમાર્ગની પ્રરૂપણા કરે, અને પોતાને સાધુ તથા શ્રાવકપક્ષ સિવાય ત્રીજા સંવિજ્ઞપક્ષમાં સ્થિત કરે. પણ આથી વિપરીત અશુદ્ધમાર્ગની પ્રરૂપણા કરનાર પોતાને ગૃહસ્થધર્મથી પણ ભ્રષ્ટ કરે છે. [૩૩-૩૪]પોતાની દુર્બળતાને લીધે કદાચ ત્રિકરણશુદ્ધ જિનભાષિત અનુષ્ઠાન કરી ન શકે, તો પણ જેમ શ્રી વીતરાગદેવે કહ્યું છે, તેમ યથાર્થ સમ્યપ્રકારે તત્ત્વપ્રરૂપે. મુનિયામાં શિથિલ છતાં પણ વિશુદ્ધ ચરણસિત્તરી-કરણસિત્તરીની પ્રશંસા કરી પ્રરૂપણા કરનાર સુલભબોધી જીવ પોતાના કમોને શિથિલ કરે છે. [૩૫]સંવિજ્ઞપાક્ષિકમુનિ સન્માર્ગમાં પ્રવર્તતા બીજા સાધુઓનું ઔષધભૈષજ આદિવડે સમાધિ પમાડવા રૂપ પોતે વાત્સલ્ય કરે અને બીજા પાસે કરાવે. [૩૬]ત્રિલોકવર્તી જીવોએ જેના ચરણયુગલને નમસ્કાર કરેલ છે એવા કેટલા એક જીવો જ ભૂતકાળમાં હતા, અત્યારે છે, ને ભવિષ્યમાં હશે, કે જેમનો કાળ માત્ર બીજાનું હિત કરવામાંજ એક લક્ષપૂર્વક વીતે છે. [૩૭]ગૌતમ ! ભૂત-ભવિષ્ય-ને વર્તમાન કાળમાં પણ કોઈક એવા આચાર્યો છે, કે જેઓનું ફકત નામ જ ગ્રહણ કરવામાં આવે, તોપણ જરૂર પ્રયશ્ચિત્ત લાગે. [૩૮]જેમ લોકમાં નોકર તથા વાહન શિક્ષા વિના સ્વેચ્છાચારી થાય છે, તેમ શિષ્ય પણ સ્વેચ્છાચારી થાય છે. માટે ગુરૂએ પ્રતિકૃચ્છા અને પ્રેરણાદિવડે શિષ્ય વર્ગને હમેશાં શિક્ષા આપવી. [૩૯]જે આચાર્ય અગર ઉપાધ્યાય પ્રમાદથી અથલા આળસથી શિષ્યવર્ગને મોક્ષાનુષ્ઠાન માટે પ્રેરણા નથી કરતા તેમણે જિનેશ્વરની આજ્ઞાનું ખંડન કર્યું સમજવું. [૪૦]હૈ ગૌતમ ! એ પ્રમાણે મેં સંક્ષેપથી ગુરૂનું લક્ષણ કહ્યું હવે ગચ્છનું લક્ષણ કહીશ, તે તું હે ધીર ! એકાગ્રપણે શ્રવણ કર. [૪૧-૪૨] જે ગીતાર્થ સંવેગશાળી-આળસવિનાના-દ્રઢવ્રતી-અખ્ખલિત ચારિત્રવાનું હંમેશાં રાગદ્વેષરહિત-આઠમદરહિત-ક્ષણિકષાયી-અને જીતેન્દ્રિય એવા તે છવસ્થ મુનિની સાથે પણ કેવળી વિચરે અને વસે. [૪૩]સંયમમાં વર્તતા છતાં પરમાર્થને નહિ જાણનાર અને દુર્ગતિના માર્ગને આપનાર એવા અગીતાર્થને દૂરથી જ તજી દે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ગચ્છાચાર– [૪૪] [૪-૪૫]ગીતાર્થના વચને બુદ્ધિમાન માણસ હળાહળ ઝેર પણ નિઃશંકપણે પી જાય અને મરણ પમાડે એવા પદાર્થને પણ ખાઈ જાય. કારણકે વાસ્તવિક રીતે એ ઝેર નથી, પરંતુ અમૃતસમાન રસાયણ હોય છે; નિર્વિધ્વકારી છે, તે મારતું નથી. કદાચ મરણ પામે છે, તો પણ તે અમર સમાન થાય છે. ૪િ૬-૪૭અગીતાર્થના વચને કોઈ અમૃત પણ ન પીવે, કારણકે તે અગીતાર્થે બતાવેલું વાસ્તવિક અમૃત નથી. પરમાર્થથી તે અમૃત ન હોવાથી ખરેખર હળાહળ ઝેર છે, તેથી કરીને અજરામર ન થાય, પણ તેજ વખતે વિનાશ પામે. ૪િ૮-૪૯] અગીતાર્થ અને કુશીલીયા આદિનો સંગ મન-વચન-કાયાથી તજી દેવો, કારણ કે મુસાફરીના માર્ગમાં ડાકુઓ જેમ વિદ્ભકારી છે, તેમ તેઓ મોક્ષમાર્ગમાં વિબકારી છે. દેદીપ્યમાન અગ્નિને સળગતો જોઈ તેમાં નિઃશંકપણે પોતાને ભસ્મીભૂત કરી નાખે, પરંતુ કુશીલીયાનો આશ્રય કદી પણ ન કરે. પિજ ગચ્છની અંદર ગુરૂએ પ્રેરણા કરેલા શિષ્યો, રાગદ્વેષ પશ્ચાતાપ વડે ધગધગાયમાન અગ્નિની પેઠે સળગી ઉઠે છે, તેને હે ગૌતમ ! ગચ્છ ન સમજવો. [૫૧]ગચ્છ મહાપ્રભાવશાળી છે, કારણ કે તેમાં રહેનારાઓને મોટી નિર્જરા થાય છે, સારણા-વારણા ને પ્રેરણા આદિ વડે તેમને દોષની પ્રાપ્તિ પણ નથી થતી. [પર-પપીગુરૂની ઈચ્છાને અનુસરનાર, સુવિનીત, પરિસહ જીતનાર, ધીર, અભિમાનરહિત, લોલુપતારહિત, ગારવ અને વિકથા ન કરનાર, ક્ષમાવાનું. ઈન્દ્રિયને દમનાર, ગુપ્તિવંત, નિલભી, વૈરાગ્યમાર્ગમાં લીન, દસ-વિધ સામાચારી આવશ્યક અને સંયમમાં ઉધમવાન, તથા ખર-કઠોર-કર્કશ, અનિષ્ટ અને દુષ્ટ વાણીવડે, તેમજ તીરસ્કાર અને કાઢી મૂકવાદિવડે પણ જેઓ દ્વેષ ન કરે, અપકીર્તિ ન કરે, અપયશ ન કરે, અકાર્ય ન કરે અને કંઠે પ્રાણ આવે તોપણ પ્રવચન મલીન ન કરે, તેવા મુનિઓ નિર્જરા ઘણી કરે છે. [૫૬]કરવા લાયક અગર ન કરવા લાયક કામમાં કઠોર-કર્કશ-દુષ્ઠ-નિષ્ફર ભાષાથી ગુરૂમહારાજ કંઈ કહે તો ત્યાં શિષ્યો વિનયથી બોલે કે- “હે પ્રભો, આપ કહો છો તેમ તે વાસ્તવિક છે.” આ પ્રમાણે જ્યાં શિષ્યો વર્તે છે, હે ગૌતમ ! તે ખરેખર ગચ્છ છે. [૫૭] પાત્ર આદિમાં પણ મમત્વરહિત, શરીર વિષે પણ સ્પૃહા વિનાના, શુદ્ધ - આહાર લેવામાં કુશળ હોય તે મુનિ છે. અગર અશુદ્ધ મળે તો તપસ્યા કરનારા, અને એષણાના બેતાલીસ દોષરહિત આહાર લેવામાં કુશળ હોય તે મુનિ છે. [૫૮-૫૯)એ નિદોર્ષ આહાર પણ રૂપ રસને માટે નહિ, શરીરના સુંદર વર્ણ માટે નહિ, તેમજ કામની વૃદ્ધિ માટે પણ નહિ, પરન્તુ અક્ષોપાંગની જેમ, ચારિત્રનો ભાર વહન કરવાનું શરીર ધારણ કરવા માટે ગ્રહણ કરે. સુધાની વેદના શાન્તા કરવા, વૈયાવચ્ચ કરવા, ઈયસિમિતિ માટે, સંયમ માટે, પ્રાણ ધારણ કરવા માટે અને ધર્મચિન્તવન અર્થે, એમ એ જ કારણે સાધુ આહાર ગ્રહણ કરે. [૬૦]જે ગચ્છમાં નાના મોટાનો તફાવત જાણી શકાય, મોટાના વચનનું બહુમાન થાય, અને એક દિવસે પણ પર્યાયિથી મોટો હોય તેમજ ગુણવૃદ્ધ હોય તેની હીલના ન થાય, હે ગૌતમ ! તે વાસ્તવિક ગચ્છ જાણવો. Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૧ ૭૧ [ ૬૧-૬૨]વળી જે ગચ્છમાં ભયંકર દુષ્કાળ હોય તેવા વખતે પ્રાણ નો ત્યાગ થાય, તો પણ સાધ્વીએ લાવેલો આહાર વગર વિચારે ન ખાય, તેને હે ગૌતમ ! વાસ્તવિક ગચ્છ કહેલ છે. તથા જે ગચ્છમાં સાધ્વીઓની સાથે યુવાન તો શું, પણ જેના દાંત પડી ગએલા છે એવા વૃદ્ધ મુનિઓ પણ આલાપ સંલાપ ન કરે, અને સ્ત્રીઓના અંગોપાંગનું ચિત્તવન ન કરે, તે વાસ્તવિક ગચ્છ છે . [૩] રે ! અપ્રમાદી મુનિયો ! તમે અગ્નિ અને વિષસમાન સાથ્વીનો સંસર્ગ તજી દ્યો, કારણ કે સાધ્વીને અનુસરનારો સાધુ થોડા જ કાળમાં જરૂર અપકીર્તિ પામે. [૬૪-૬૬]વૃદ્ધ, તપસ્વી, બહુશ્રુત, સર્વજનને માન્ય, એવા પણ મુનિને - સાધ્વીનો સંસર્ગ લોકની નિંદાનો હેતુ થાય છે, તો પછી જે યુવાન, અલ્પકૃત, થોડો તપ કરનાર એવા મુનિને આયનો સંસર્ગ લોકનિંદાનો હેતુ કેમ ન થાય? જો કે પોતે દ્રઢ અન્તઃકરણવાળો હોય તોપણ સંસર્ગ વધવાથી અગ્નિસમીપે જેમ ઘી ઓગળી જાય છે, તેમ મુનિનું ચિત્ત સાધ્વી સમીપે વિલીન થાય છે. [૬૭]સર્વ સ્ત્રીવર્ગની અંદર હંમેશાં અપ્રમત્તપણે વિશ્વાસ રહિત વર્તે તો તે બ્રહ્મચર્ય પાળી શકે છે, અન્યથા તેથી વિપરીત વર્તે તો નથી પાળી શકતો. [૬૮-૬૯]સર્વત્ર સર્વ પદાથોમાં મમતારહિત મુનિ સ્વાધીન હોય છે, પરન્તુ તે મુનિ જે સાધ્વીના પાસમાં બંધાએલ હોય તો તે પરાધીન થઈ જાય છે. લીંટમાં પડેલ માખીઓ છુટી શકતી નથી, તેમ સાધ્વીને અનુસરનાર સાધુ છૂટો થઈ શકતો નથી. [૭૦]આ જગતમાં અવિધિએ સાધ્વીને અનુસરનાર સાધુને એના સમાન બીજાં, કોઈ બંધન નથી, અને સાધ્વીને ધર્મમાં સ્થાપન કરનાર સાધુને એના સમાન બીજી નિર્જરા નથી. [૭૧]વચનમાત્રથી પણ ચારિત્રથી ભ્રષ્ટ થએલા બહુલબ્ધિવાળા સાધુને પણ જ્યાં વિધિપૂર્વક ગુરૂથી નિગ્રહ કરાય તેને ગચ્છ કહેવાય છે. - [૭૨-૭૪]જે ગચ્છમાં રાત્રિએ અશનાદિ લેવામાં, ઔદેશિક- અભ્યાહતા આદિનું નામ ગ્રહણ કરવામાં પણ, ભય પામે તથા ભોજન અનંતર પાત્રાદિ સાફ કરવારૂપ કલ્પ, અને અપાનાદિ ધોવારૂપ ત્રેપ એ ઉભયમાં સાવધાન હોય, વિનયવાન હોય, નિશ્ચળ ચિત્તવાળા હોય, હાંસી- મશ્કરી કરવાથી રહિત, વિકથાથી, મુક્ત, વગર-વિચાર્યું નહિ કરનારા, અશનાદિ માટે વિચરનારા, અથવા ઋતુ આદિ આઠ પ્રકારની ગોચરભૂમિ માટે વિહરનારા, વિવિધ પ્રકારના અભિગ્રહ તથા દુષ્કર પ્રાયશ્ચિત આચરનારા મુનિઓ જે ગચ્છમાં હોય, તે દેવેન્દ્રોને પણ આશ્ચર્યકારી છે. ગૌતમ ! એવા ગચ્છનેજ ગચ્છ જાણવો. ૩૫]થ્વી, અપુ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા વિવિધ પ્રકારના બેઈન્દ્રિય આદિ ત્રસ જીવોને જ્યાં મરણાંતે પણ મનથી પીડા ન કરાય, હે ગૌતમ ! તેને વાસ્તવિક ગચ્છ જાણવો. ૭િ૬ખજુરી અને મુંજની સાવરણીથી જે સાધુ ઉપાશ્રયને પ્રમાર્જે છે, તે સાધુને જીવોપર બીલકુલ દયા નથી, એમ હે ગૌતમ ! તું સારી પેઠે સમજ. [૭૭]ગ્રીષ્મ આદિ કાળમાં તૃષાથી પ્રાણ સોસાઈ જાય અને મરણ પ્રાપ્ત થાય, તો પણ બહારનું સચિત્ત પાણી બિંદુમાત્ર પણ જે ગચ્છમાં મુનિ ન લે, તે ગચ્છ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ગચ્છાચાર– [૭૭] જાણવો. [૩૮]વળી જે ગચ્છમાં અપવાદમાર્ગથી પણ હમેશાં પ્રાશક-નિર્જીવ પાણી સમ્યફપ્રકારે આગમવિધિએ ઈચ્છાય, તેને હે ગૌતમ ! ગચ્છ જાણવો. [૭૯-૮૦]શૂળ વિશુચિકા આદિમાંનો કોઈપણ વિચિત્ર રોગ ઉત્પન્ન થએ, જે ગચ્છમાં મુનિ અગ્નિ આદિ ન સળગાવે, તેને ગચ્છ જાણવો, પરન્તુ અપવાદપદે સારૂપિક આદિ અથવા શ્રાવકાદિ પાસે યતનાથી તેવું કરાવે. [૮૧-૮૨)પુષ્પ, બીજ, ત્વચા વિગેરે વિવિધ પ્રકારના જીવોનો સંઘટ્ટ તથા પરિતાપ આદિ જે ગચ્છમાં મુનિઓથી જરાપણ ન કરાતો હોય તે ગચ્છ જાણવો. તથા હાંસી, ક્રીડા, કંદર્ટ, નાસ્તિકવાદ, અકાળે કપડાં ધોવાં,વંડી, ખાડા આદિ ઠેકવા, સાધુ શ્રાવક ઉપર ક્રોધાદિકથી લાંઘણ કરવી, વસ્ત્ર પાત્રાદિ પર મમતા, અને અવર્ણવાદનું ઉચ્ચારણ એ વિગેરે જે ગચ્છમાં ન કરાય તે સમ્યગુ ગચ્છ જાણવો. [૮૩-૮૪]જે ગચ્છની અંદર કારણ ઉત્પન્ન થાય તો પણ વસ્ત્રાદિકનું અત્તર કરીને સ્ત્રીના હાથ આદિનો સ્પર્શ દ્રષ્ટિવિષ સર્પ અને જ્વલાયમાન અગ્નિની પેઠે તજી દેવાતો હોય તે ગચ્છ જાણવો. બાલિકા, વૃદ્ધા, પુત્રી, પૌત્રી, અથવા ભગિની, વિગેરેના શરીરનોસ્પર્શ થોડો પણ જે ગચ્છમાં ન કરાય, હે ગૌતમ ! તેજ ગચ્છ છે. [૮૫-૮]સાધુના વેષને ધરનાર, આચાયદિ પદવીથી યુક્ત એવો પણ મુનિ જો સ્વયં સ્ત્રીના કરનો સ્પર્શ કરે, તો હે ગૌતમ ! જાણવું કે જરૂર તે ગચ્છ મૂળગુણથી ભ્રષ્ટ ચારિત્રહીન છે. અપવાદપદે પણ સ્ત્રીના કરનો સ્પર્શ આગમમાં નિષેધ્યો છે, પરતુ દીક્ષાનો અંત આદી થાય એવું કાર્ય ઉત્પન્ન થાય તો આગમોક્ત વિધિ જાણનારાએ સ્પર્શ કરાય તે ગચ્છ જાણવો. [૮૭અનેક વિજ્ઞાનાદિ ગુણયુક્ત, લબ્ધિસંપન્ન, અને ઉત્તમકૂળમાં જન્મેલા એવો પણ મુનિ જો પ્રાણાતિપાતવિરમણ આદિ મૂળગુણોથી રહિત હોય તેને ગચ્છમાંથી બહાર કાઢી મૂકાય તેને ગચ્છ જાણવો. [૮૮-૮૯]જે ગચ્છમાં સુવર્ણ, રૂપું, ધન, ધાન્ય, કામું તાંબુ, ફટક, પલંગ આદિ શયનીય, ખુરશી આદિ આસન અને સચ્છિદ્ર વસ્તુનો ઉપભોગ થતો હોય, તેમજ જે ગચ્છમાં મુનિને યોગ્ય ચેતવસ્ત્ર મૂકીને રાતાં તથા લીલાં પીળાં વસ્ત્રોનો. ઉપયોગ થતો હોય તે ગચ્છમાં મયદા કયાંથી હોય? [0]વળી જે ગચ્છમાં કારણે કોઈ ગૃહસ્થ આપેલ બીજાનું પણ સોનું રૂપું, ' અર્ધ નિમેષમાત્ર પણ હાથે સ્પર્શે નહિ. [૧] જે ગચ્છમાં આયઓએ મેળવેલ વિવિધ ઉપકરણ અને પાત્રા વિગેરે સાધુઓ કારણવિના પણ ભોગવે, તેને કેવો ગચ્છ કહેવો? [૨]બળ અને બુદ્ધિને વધારનાર, પુષ્ટિકારક, અતિદુર્લભ એવું પણ ભૈષજ્ય સાધ્વીએ પ્રાપ્ત કરેલું સાધુઓ ભોગવે, તો તે ગચ્છમાં મયદા કયાંથી હોય? [૩]જે ગચ્છમાં એકલો સાધુ એકલી સ્ત્રી અથવા સાધ્વી સાથે રહે, તેને હે ગૌતમ ! અમે વિશેષે કરીને મયદારહિત ગચ્છ કહીએ છીએ. [૯૪]દઢચારિત્રવાળી, નિલભી, ગ્રાહ્યવચના, ગુણ સમુદાયવાળી, એવી પણ મહત્તરા સાધ્વીને જે ગચ્છમાં એકલો સાધુ ભણાવે છે, તે અનાચાર છે, ગચ્છ નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૫ [૫-૯૬)મેઘની ગર્જના-અશ્વ હૃદયગત વાયુ-અને વિદ્યુતની જેમ દુગ્રહ્યિ ગૂઢહૃદયવાળી આયઓ જે ગચ્છમાં અટકાવ રહિત અકાર્ય કરે છે, જે ગચ્છની અંદર ભોજન સમયે સાધુની મંડળીમાં સાધ્વીઓ આવે છે, તે ગચ્છ નથી પણ સ્ત્રિયા રાજ્ય છે. [૭]સુખે બેઠેલા પંગુ માણસની જેમ જે મુનિના કષાયો બીજાના કષાયોવડે પણ ઉદ્દીપન ન થાય, તેને હે ગૌતમ ગચ્છ જાણવો. [૯૮]ધર્મના અન્તરાયથી ભય પામેલા અને સંસારની અંદર રહેવાથી ભય પામેલા મુનિઓ મુનિના ક્રોધાદિ કષાયોને ઉદીરે નહિ તે ગચ્છ જાણવો. [૯]કદાચ કોઈ કારણથી અગર કારણ વિના મુનિયોને કષાયનો ઉદય આવે, અને ઉદયને રોકે, અને તદનન્તર ખમાવે, તેને હે ગૌતમ! ગચ્છ જાણવો. [૧૦૦]દાન-શીલ-તપ-અને ભાવના, એ ચાર પ્રકારના ધર્મના અન્તરાયથી ભય પામેલા ગીતાર્થ સાધુઓ જે ગચ્છમાં ઘણા હોય, તેને હે ગૌતમ! ગચ્છ કહેલ છે. [૧૦૧-૧૦૨]વળી હે ગૌતમ ! જે ગચ્છમાં ઘંટી-ખાંડણીયો-ચૂલો-પાણીયારુંઅને સાવરણી, આ પાંચ વધસ્થાનોમાનું એક પણ હોય, તો તે ગચ્છ મન-વચનકાયાથી તજીને અન્ય સારા ગચ્છમાં જવું. ખાંડવા વિગેરેના આરંભમાં પ્રવર્તેલા અને ઉજવળવેશ ધારણ કરનારા ગચ્છની સેવા ન કરવી, પણ જે ગચ્છ ચારિત્રગુણોથી ઉજવળ હોય તેની સેવા કરવી. [૧૦૩]વળી જે ગચ્છની અંદર મનિયો ક્રય-વિક્રય આદિ કરે-કરાવે ને અનુમોદે, તે મુનિયો સંયમભ્રષ્ટ જાણવા. હે ગુણસાગર ગૌતમ ! તેવાઓને વિષની પેઠે દૂરથી જ તજી દેવા જોઈએ. [૧૦૪-૧૦૫]આરંભમાં આસક્ત, સિદ્ધાન્તમાં કહેલ અનુષ્ઠાન કરવામાં પરાગ઼મુખ અને વિષયોમાં લંપટ એવા મુનિઓનો સંગ મૂકીને હે ગૌતમ ! સુવિહિત મુનીઓના સમુદાયમાં વસવું. સન્માર્ગ પ્રતિષ્ઠિત ગચ્છને સમ્યકપ્રકારે જોઈને તેવા સન્માર્ગગામી ગચ્છમાં પક્ષ-માસ-અથવા જીવનપર્યન્ત વસવું, કેમકે હે ગૌતમ ! તેવો ગચ્છ સંસારનો ઉચ્છેદ કરનાર છે. [૧૦૬-૧૦૭] જે ગચ્છની અંદર ક્ષુલ્લક-અથવા નવદીક્ષિત શિષ્ય-અગર એકલો યુવાન યતિ ઉપાશ્રયનું રક્ષણ કરતો હોય, તે ગચ્છમાંઅમે કહીએ છીએ કે મર્યાદા કયાંથી હોય ? જે ગચ્છમાં એકલી ક્ષુલ્લક સાધ્વી, નવદીક્ષિત સાધ્વી, અગર એકલી યુવાન સાધ્વી ઉપાશ્રયનું રક્ષણ કરતી હોય, તે વિહારમાં-ઉપાશ્રયમાં હે ગૌતમ ! બ્રહ્મચર્યની શુદ્ધિ કેવી હોય? અથતુ ન હોય. [૧૦૮)જે ગચ્છની અંદર રાત્રિએ એકલી સાધ્વી બે હાથ માત્ર પ્રમાણ પણ ઉપાશ્રયની બહાર નીકળે ત્યાં ગચ્છની મર્યાદા કેવી હોય ? ન જ હોય. [૧૯]જે ગચ્છની અંદર એકલી સાધ્વી પોતાના બંધ મુનિ સાથે બોલે, અગર એકલો મુનિ પોતાની ભગિની સાધ્વી સાથે વાતચીત પણ કરે, તો હે સૌમ્ય ! તે ગચ્છને ગુણહીન જાણવો. [૧૧૭] ગચ્છની અંદર સાધ્વી જ કાર મકારાદિ અવાચ્ય શબ્દો ગૃહસ્થની સમક્ષ બોલે છે, તે સાથ્વી પોતાના આત્માને પ્રત્યક્ષ રીતે સંસારમાં નાખે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ગચ્છાચાર – [૧૧૦] [૧૧૧]જે ગચ્છમાં રુષ્ટ થએલી એવી પણ સાધ્વી ગૃહસ્થના જેવી સાવઘ ભાષાથી બોલે છે, તે ગચ્છને હે ગુણસાગર ગૌતમ ! શ્રમણગુણથી રહિત જાણવો. [૧૧૨]વળી જે સાધ્વી પોતાને ઉચિત એવાં શ્વેત વસ્ત્રો તજીને વિવિધરંગી, વિચિત્ર વસ્ર-પાત્ર સેવે છે, તેને સાધ્વી નથી કહેલી. ૭૪ [૧૧૩]જે સાધ્વી ગૃહસ્થ વિગેરેનું શીવવું-તુણવું-ભરવું વિગેરે કરે છે અથવા પોતાને પ૨ને તેલ આદિનું ઉદ્ઘતન કરે છે, તેને પણ સાધ્વી નથી કહી. [૧૧૪-૧૧૫]વિલાસયુક્ત ગતિથી ગમન કરે, રૂ આદિથી ભરેલ તળાઈમાં ઓશીકાપૂર્વક પલંગ આદિમાં શયન કરે, તેલ આદિથી શરીરનું ઉદ્ઘર્તન કરે, અને જે સ્નાનાદિકથી વિભૂષા કરે, તેમજ ગૃહસ્થોના ઘેર જઈને કથા-વાર્તા કહે, યુવાન પુરૂષોના આગમનને અભિનંદે તે સાધ્વીને જરૂર શત્રુ સમાન જાણવી. [૧૧૬]વૃદ્ધ અગર યુવાન પુરૂષોની આગળ રાત્રિએ જે સાધ્વી ધર્મ કહે તે સાધ્વીને પણ ગુણસાગર ગોતમ ! ગચ્છની શત્રુ તુલ્ય જાણવી. [૧૧૭]જે ગચ્છમાં સાધ્વીઓ પરસ્પર કલહ ન કરે અને ગૃહસથના જેવી સાવધ ભાષા ન બોલે, તે ગચ્છને સર્વ ગોમાં શ્રેષ્ટ જાણવો. ન [૧૧૮-૧૨૨]દેવસી -રાઈ -પાક્ષિક -ચાતુમિિસક અથવા સાંવત્સરિક જે અતિચાર જેટલો થએલો હોય તેટલો તે ન આલોચે અને મુખ્ય સાધ્વીની આજ્ઞામાં ન રહે, નિમિત્ત આદિનો પ્રયોગ કરે, ગ્લાન તથા નવદીક્ષિતને ઔષધ-વસ્ત્ર આદિવડે પ્રસન્ન ન કરે, અવશ્ય કરવાલાયક ન કરે, ન ક૨વા યોગ્ય અવશ્ય કરે, યતનારહિત ગમન કરે, ગ્રામાન્તરથી આવેલ પ્રાહુણા સાધ્વીઓનું નિર્દોષ અન્ન-પાનાદિવડે વાત્સલ્ય ન કરે, વિવિધ રંગી વસ્ત્રો સેવે તેમજ વિચિત્ર રચનાવાળા રજોહરણ વાપરે. ગતિ-વિભ્રમ આદિવડે સ્વભાવિક આકારનો વિકાર એવી રીતે પ્રગટ કરે કે જેથી યુવાનોને તો શું, પરન્તુ વૃદ્ધોનો પણ મોહોદય થાય. મુખ, નયન, હાથ, પગ, કક્ષા વિગેરે વારંવાર ધૂએ અને વસંતદિ રંગના સમૂહથી બાળકોની પણ શ્રોત્રાદિ ઈન્દ્રિયોને હરણ કરે. આવી સાધ્વીઓ સ્વેચ્છાચારી જાણવી. [૧૨૩]જે ગચ્છમાં સ્થવિરા પછી તરૂણી અને તરૂણી પછી સ્થવિરા એમ એકએકના અંતરે સૂએ, તે ગચ્છને હે ગૌતમ ! ઉત્તમન્નાન તથા ચારિત્રનો આધારરૂપ જાણવો. [૧૨૪-૧૨૬]જે સાધ્વી કંઠપ્રદેશને પાણીથી ધૂએ, ગૃહસ્થોના મોતી વિગેરે પરોવે, બાળકો માટે વસ્ત્ર આપે, અથલા ઔષધ જડીબુટ્ટી આપે, ગૃહસ્થોની કાર્યચિન્તા કરે, જે સાધ્વી હાથી, ઘોડા, ગધેડા આદિના સ્થાને જાય, અથવા તેઓ તેના ઉપાશ્રયે આવે, વેશ્યા સ્રીનો સંગ કરે અને જેનો ઉપાશ્રય વેશ્યાના ગૃહસમીપે હોય તેને સાધ્વી ન કહેવી. તથા સ્વાધ્યાયયોગથી મુક્ત, ધર્મકથા કહેવામાં વિકથા કરે, ગૃહસ્થોને વિવિધ પ્રેરણા કરે, ગૃહસ્થના આસનપર બેસે અને ગૃહસ્થોનો પરિચય કરે તેને હે ગૌતમ સાધ્વી ન કહેવી. [૧૨૭-૧૨૮]પોતાની શિષ્યાઓ તથા પ્રાતીચ્છિકાઓને સમાન ગણનાર, પ્રેરણા ક૨વામાં આળસરહિત, અને પ્રશસ્ત પુરુષોને અનુસરનારી મહત્તરા સાધ્વી ગુણસંપન્ન જાણવી.સંવેગવાળી, ભીત પર્ષદાવાળી, કારણ પચ્ચે ઉગ્ર દંડ આપનારી, Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૧૨૮ ૭૫ સ્વાધ્યાય તથા ધ્યાનમાં યુક્ત, અને શિષ્યાદિકનો સંગ્રહ કરવામાં કુશળ, એવી સાધ્વી પ્રવતિની પદને યોગ્ય છે. [૧૨]જે ગચ્છમાં વૃદ્ધા સાથ્વી કોપાયમાન થઈને સાધુની સાથે ઉત્તરપ્રત્યુત્તર વડે મોટેથી પ્રલાપ કરે છે, તેવા ગચ્છથી હે ગૌતમ ! શું પ્રયોજન છે? [૧૩૦-૧૩૧હે ગૌતમ ! જે ગચ્છની અંદર સાધ્વીઓ કારણ ઉત્પન્ન થાય તો મહત્તરા સાથ્વીની પાછળ ઉભા રહીને મૃદુ-કોમળ શબ્દોથી બોલે છે તે જ વાસ્તવિક ગચ્છ છે. વળી માતા-પુત્રી-નુષા-અથવા ભગીની આદિ વચન ગુપ્તિનો ભંગ જે ગચ્છમાં સાધ્વી ન કરે તેને જ સાચો જાણવો. [૧૩૨-૧૩૩]જે સાધ્વી દર્શનાતિચાર લગાડે, ચારિત્રનો નાશ અને મિથ્યાત્વ ઉત્પન્ન કરે. બન્ને વર્ગના વિહારની મર્યાદાનું ઉલ્લંઘન કરે તે સાધ્વી નથી. ધર્મોપદેશ સિવાયનું વચન સંસારમૂલક હોવાથી તેની સાથ્વી સંસાર વધારે છે, માટે હે ગૌતમ ! ધમપદેશ મૂકીને બીજું વચન સાધ્વીઓએ ન બોલવું. [૧૩૪]એકેક મહીને એકજ કણથી જે સાધ્વી તપનું પારણું કરતી હોય, તેવી સાધ્વી પણ જો ગૃહસ્થની સાવધ ભાષાથી કલહ કરે, તો તેનું તે સર્વ અનુષ્ઠાન નિરર્થક છે. | [૧૩૫-૧૩૭]મહાનિશીથકલ્પ અને વ્યવહારભાષ્યમાંથી સાધુ-સાધ્વીઓના માટે આ ગચ્છાચાર પ્રકરણ ઉદ્ધત કરેલ છે. પ્રધાનશ્રતના રહસ્યભૂત એવું આ અતિ ઉત્તમ ગચ્છાચાર પ્રકરણ અસ્વાધ્યાય કાળ વર્જિને સાધુ-સાધ્વીઓએ ભણવું. આ ગચ્છાચાર સાધુ-સાધ્વીઓએ ગુરૂમુખે વિધિપૂર્વક સૌભળીને અથવા ભણીને આત્મહિત ઈચ્છનારાએ જેમ અહીં કહ્યું છે તેમ કરવું. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયાપૂર્ણ ગચ્છાચાર પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ સાતમો પયનો-(૧) ગુર્જરછાયા પૂર્ણ Page #79 -------------------------------------------------------------------------- ________________ [૭] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ S ૩૦ ચંદાવેઝર્ષ પછણય IIIII (સાતમું પ્રકિર્ણક-ગુર્જર છાયા [૧]લોક પુરૂષ ના મસ્તક [સિદ્ધશિલા]ઉપર સદા વિરાજમાન વિકસિત-પૂર્ણ શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ગુણના ધારક એવા શ્રી સિદ્ધ ભગવંતો અને લોકમાં જ્ઞાનનો ઉદ્યોત કરનારા શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. [૨] આ પ્રકરણ મોક્ષમાર્ગના દર્શક શાસ્ત્રો-જિનાગમો ના સારભૂત અને મહાન ગંભીર અર્થવાળું છે. તેને ચાર પ્રકારની વિકથાઓથી રહિત એકાગ્ર ચિત્ત વડે સાંભળો અને સાંભળીને તદનુસાર આચરણ કરવામાં લેશ પણ પ્રમાદ ન કરો [૩]વિનય, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો, વિનયનિગ્રહના ગુણો, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, અને મરણ ગુણ. ને હું કહીશ. [૪]જેમની પાસેથી વિદ્યાશિક્ષા મેળવે છે, તે આચાર્ય-ગુરૂનો જે મનુષ્ય પરાભવ તિરસ્કાર કરે છે, તેની વિદ્યા ગમે તેટલા કષ્ટથી પ્રાપ્ત કરેલી હોય તો પણ નિષ્ફળ થાય છે. [૫]કની પ્રબળતાને લઈને જે જીવ ગુરૂનો પરાભવ કરે છે, તે અક્કડ-અભિમાની અને વિનયહીન જીવ જગતમાં કયાંય યશ કે કીતિ પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ સર્વત્ર પરાભવ પામે છે. [9]ગુરુજનોએ ઉપદેશેલી વિદ્યાને જે મનુષ્ય વિનય પૂર્વક પ્રહણ કરે છે, તે . સર્વત્ર આશ્રય, વિશ્વાસ અને યશ-કીર્તિ પ્રાપ્ત કરે છે. [૭]અવિનીત શિષ્યની શ્રમપૂર્વક શીખેલી પણ વિદ્યા ગુરુજનો ના પરાભવ કરવાની બદ્ધિના દોષથી અવશ્ય નાશ પામે છે, કદાચ સર્વથા નાશ ન પામે તો પણ પોતાના વાસ્તવિક લાભ-ફળને આપનારી બનતી નથી. [૮-૯]વિદ્યા વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે, સાચવવા યોગ્ય છે. દુર્વિનીત-અપાત્રને આપવા યોગ્ય નથી. કેમકે દુર્વિનીત વિદ્યા અને વિદ્યાદાતા ગુરૂ-બનેનો પરાભવ કરે છે. વિધાનો પરાભવ કરતો અને વિદ્યાદાતા આચાર્યના ગુણોને પ્રગટ નહીં કરતો-પ્રબળ મિથ્યાત્વને પામેલો દુર્વિનીત જીવ ઋષિઘાતકની ગતિ એટલે નરકાદિ દુર્ગતિનો ભોગ બને છે. [૧૦]વિનયાદિ ગુણોથી યુક્ત પુન્યશાલી પુરૂષવડે ગ્રહણ કરાયેલી વિદ્યા પણ Page #80 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૦ બળવતી બને છે. જેમ ઉત્તમ કુલમાં જન્મેલી પુત્રી અસાધારણ પુરૂષને પતિરપે પામી મહાન બને છે. [૧૧]હે વત્સ ! ત્યાં સુધી તું વિનયનો જ અભ્યાસ કર, કારણકે વિનય વિના-દુર્વિનીત એવા તને વિદ્યા વડે શું પ્રયોજન છે. ખરેખર વિનય શીખવો જ દુષ્કર છે. વિદ્યા તો વિનીત ને અત્યન્ત સુલભ હોય છે. [૧૨]હે સુવિનીત વત્સ ! તું વિનય પૂર્વક વિદ્યા-શ્રુતજ્ઞાન ને શીખ, શીખેલી વિદ્યા અને ગુણ વારંવાર યાદ કર, તેમાં લેશ પણ પ્રમાદ ન કર. કેમકે ગ્રહણ કરેલી અને ગણેલી વિદ્યા જ પરલોકમાં સુખકારી બને છે. | [૧૩]વિનયપૂર્વક શીખેલી પ્રસન્નતાપૂર્વક ગુરુજનોએ ઉપદેશેલી અને સૂત્રવડે સંપૂર્ણ કંઠસ્થ કરેલી વિદ્યાઓનું ફળ અવશ્ય અનુભવી શકાય છે. [૧૪આ વિષમ કાળમાં સમસ્ત શ્રુતજ્ઞાન ના દાતા આચાર્ય ભગવંત મળવા અત્યંત દુર્લભ છે, તેમજ ક્રોધ, માન આદિ ચાર કષાયથી રહિત શ્રુતજ્ઞાનને શીખવનાર શિષ્ય મળવા પણ દુર્લભ છે. [૧૫]સાધુ કે ગૃહસ્થ કોઈપણ હોય, તેના વિનય ગુણની પ્રશંસા જ્ઞાની પુરુષો અવશ્ય કરે છે. અવિનીત કદી પણ લોકમાં કીર્તિ કે યશ પ્રાપ્ત કરી શકતો નથી. [૧]કેટલાક લોકો વિનયનું સ્વરુપ, ફળ વગેરે જાણવા છતાં તેવા પ્રકારના પ્રબળ અશુભ કર્મોના પ્રભાવને લઈને રાગદ્વેષથી ઘેરાયેલા વિનયની પ્રવૃત્તિ કરવા ઈચ્છતા નથી. [૧૭]નહિં બોલનાર અથવા વધારે નહિં ભણનાર છતાં વિનયથી સદા વિનીત-નમ્ર અને ઈદ્રિયો ઉપર કાબૂ મેળનાર કેટલાક પુરુષો કે સ્ત્રીઓની યશ-કીર્તિ લોકમાં સર્વત્ર પ્રસરે છે. [૧૮]ભાગ્યશાલી પુરુષોને જ વિદ્યાઓ ફળ આપનારી થાય છે, પરંતુ ભાગ્યહીનને વિદ્યાઓ ફળતી નથી. [૧૯]વિદ્યાનો તિરસ્કાર-દુરુપયોગ કરનારો, તથા નિંદા અવહેલનાદિ દ્વારા વિદ્યાવાનું આચાર્ય ભગવંતાદિના ગુણોનો નાશ કરનારો ગાઢ મિથ્યાત્વથી મોહિત થઈ ભયંકર દુર્ગતિને પામે છે. [૨૦]ખરેખર ! સમસ્ત શ્રુતજ્ઞાનનાં દાતા આચાર્ય ભગવંતો મળવા સુલભ, નથી તેમજ સરલ અને જ્ઞાનાભ્યાસમાં સતત ઉદ્યમી શિષ્યો મલવા સુલભ નથી. [૨૧]આ રીતે વિનયના ગુણ વિશેષાવિનીત બનવાથી થતાં મહાન લાભો ને ટુંકમાં કહ્યા. હવે આચાર્ય ભગવંતોના ગુણો કહું છું, તે એકાગ્ર ચિત્તથી સાંભળો. [૨૨]શુદ્ધ વ્યવહાર માર્ગના પ્રરુપક, શ્રુતજ્ઞાન રુપ રત્નોના સાર્થવાહ અને ક્ષમા વગેરે અનેક-લાખો ગુણોના ધારક એવા આચાર્યના ગુણોને હું કહીશ. [૨૩-૨૭]પૃથ્વીની જેમ સઘળું સહન કરનારા, મેરૂ જેવા નિષ્પકંપ-ધર્મમાં નિશ્ચલ, અને ચન્દ્ર જેવા સૌમ્ય કાંતિવાળા, શિષ્યાદિએ આલોચેલા દોષો બીજા પાસે પ્રકટ નહિ કરનાર, આલોચના યોગ્ય હતું, કારણ અને વિધિને જાણનારા, ગંભીર હૃદયવાળા, પરવાદીઓ વગેરેથી પરાભવ નહિં પામનારા, ઉચિત કાલ, દેશ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ચંદાઝયં-[૨૭]. અને ભાવના જાણકાર, ત્વરા વિનાના-કોઈ પણ કાર્યમાં ઉતાવળ નહિં કરનારા, ભ્રાંતિરહિત, આશ્રિત શિષ્યાદિને સંયમ-સ્વાધ્યાયાદિ માં પ્રેરક અને માયા વિનાના, લૌકિક, વૈદિક અને સામાજિક-શાસ્ત્રોમાં જેમનો પ્રવેશ છે, તથા સ્વસમય-જિનાગમ અને પર સમય-અન્ય દર્શન શાસ્ત્રોના જ્ઞાતા, જેની આદિમાં સામાયિક અને અન્તમાં પૂર્વે વ્યવસ્થિત છે, એવી દ્વાદશાંગીના અર્થો જેમણે મેળવ્યા છે, ગ્રહણ કર્યા છે, એવા આચાર્યોના વિદ્વજનો પંડિતો-ગીતાર્થો સદા પ્રશંસા કરે છે. [૨૮]અનાદિ સંસારમાં અનેક જન્મોને વિશે આ જીવે કર્મ-કામ ધંધા શિલ્પકળાં તથા બીજા ધર્મ આચારોના જ્ઞાતા-ઉપદેષ્ટા હજારો આચાર્ય પ્રાપ્ત કર્યા છે. [૨૯-૩૧સર્વજ્ઞ કથિત નિર્ઝન્ય પ્રવચનમાં જે આચાર્યો છે. તેઓ સંસાર અને મોક્ષ-બન્નેનાં યથાર્થ સ્વરુપને જણાવનારા હોવાથી જેમ એક પ્રદીપ્ત દીવાથી સેંકડો દીપક પ્રકાશિત થાય છે, છતાં તે દીવો પ્રદીપ્ત-પ્રકાશમાન જ રહે છે. તેમ દીપક જેવા આચાર્ય ભગવંતો સ્વ-અને પર-પોતાના અને બીજા આત્માઓના પ્રકાશક-ઉદ્ધારક હોય છે. સૂર્ય જેવા પ્રતાપી, ચન્દ્ર જેવા સૌમ્ય-શીતલ અને ક્રાંતિમય તથા સંસાર સાગરથી પાર ઉતારનાર આચાર્ય ભગવંતોના ચરણોમાં જે પુણ્યશાલીઓ નિત્ય પ્રણામ કરે છે, તેઓ ધન્ય છે. [૩૨]આવા આચાર્ય ભગવંતોની ભક્તિના રાગવડે આ લોકમાં કીર્તિ, પરલોકમાં ઉત્તમ દેવગતિ અને ધર્મમાં અનુત્તર-અનન્ય બોધિ-શ્રદ્ધા પ્રાપ્ત થાય [૩૩]દેવલોકમાં રહેલા દેવો પણ દિવ્ય અવધિજ્ઞાન વડે આચાર્ય ભગવંતોને જોઈને હંમેશા તેમના ગુણોનું સ્મરણ કરતા પોતાના આસન-શયનાદિ મુકી દે છે. [૩૪]દેવલોકમાં રુપમતી અપ્સરાઓના મધ્યમાં રહેલા દેવો પણ નિર્ચન્થ પ્રવચનનું સ્મરણ કરતાં તે અપ્સરાઓ દ્વારા આચાર્ય ભગવંતોને વંદન કરાવે છે. [૩૫]જે સાધુઓ છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ આદિ દુષ્કર તપ કરવા છતાં ગુરૂ વચનનું પાલન કરતા નથી, તેઓ અનંત સંસારી બને છે. [૩૬]અહિં ગણાવ્યા છે અને બીજા પણ ઘણા આચાર્ય ભગવંતોના ગુણો હોવાથી તેની સંખ્યાનું પ્રમાણ થઈ શકે એમ નથી. હવે હું શિષ્યના વિશિષ્ટ ગુણોને સંક્ષેપમાં કહીશ. [૩૭]જે હમેશા નમ્રવૃત્તિ વાળો. વિનીત, મદ્રહિત, ગુણને જાણનારો, સુજન-સજ્જન અને આચાર્ય ભગવંતના અભિપ્રાય-આશયને સમજનારો હોય છે, તે શિષ્યની પ્રશંસા પંડિત પુરૂષો પણ કરે છે. (અથતિ તેવો સાધુ સુશિષ્ય કહેવાય છે. [૩૮]શીત, તાપ, વાયુ, ભૂખ, તરસ અને અરતિ પરીષહને સહન કરનાર, પૃથ્વીની જેમ સર્વ પ્રકારની પ્રતિકૂળતા- અનુકૂળતા વિગેરેને સહી લેનાર-ખમી ખાનાર શિષ્યને કુશલ પુરૂષો વખાણે છે. [૩૯]લાભ કે અલાભ ના પ્રસંગમાં પણ જેના મુખનો ભાવ બદલાતો નથી. અથાત્ હર્ષ કે ખેદ યુક્ત બનતો નથી, તેમજ જે અલ્પ ઈચ્છાઓ વાળો અને સદા સંતુષ્ટ હોય છે, તેવા શિષ્યની પંડિત પુરૂષો પ્રશંસા કરે છે. [૪૦] જે છ પ્રકારના વિનયની વિધિ ને જાણનારો તથા આત્મિક હિતની રુચિ Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૪૦ વાળો હોય છે, એવો વિનીત તેમજ ઋદ્ધિ આદિ ગારવ થી રહિત શિષ્ય ને ગીતાર્થ જનો વખાણે છે [૪૧]આચાર્ય વગેરે દશ પ્રકારની વૈચ્યાવચ્ચ કરવામાં સદા ઉદ્યત, વાચનાદિ સ્વાધ્યાય માં નિત્ય પ્રયત્નશીલ તથા સામાયિક આદિ સર્વ આવશ્યક માં ઉઘુત્ત શિષ્યની જ્ઞાની પુરૂષો પ્રશંસા કરે છે [૪૨]આચાર્ય ભગવંતનો ગુણાનુવાદ કરનાર, ગચ્છવાસી ગુરુ અને શાસનની કીર્તિ ને વધારનાર, અને નિર્મળ પ્રજ્ઞા વડે પોતાના ધ્યેય પ્રત્યે અત્યંત જાગરુક શિષ્ય ને મહર્ષિજનો વખાણે છે. [૩] હે મુમુક્ષ મુનિ ! સર્વ પ્રથમ સર્વ પ્રકારના માનને હણીને શિક્ષા પ્રાપ્ત * કર. ખરેખર ! સુવિનીત શિષ્યના જ બીજા આત્માઓ શિષ્ય બને છે, અશિષ્યના શિષ્ય કોઈ બનતું નથી. [૪]સુવિનીત શિષ્ય આચાર્ય ભગવંતના અતિશય કટુક-રોષભર્યા વચનો કે પ્રેમભય વચનોને સારી રીતે સહવા જોઈએ. [૪૫-૪૮] હવે શિષ્યની પરિક્ષા માટે તેના કેટલાક વિશિષ્ટ લક્ષણો અને ગુણો બતાવે છે કે જે પુરુષ ઉત્તમ જાતિ, કુળ, રૂપ, યૌવન બળ, વીર્ય-પરાક્રમ સમતા. અને સત્ત્વ ગુણ થી યુક્ત હોય મૃદુ-મધુરભાષી, કોઈની ચાડીચુગલી નહિ કરનારો, અશઠ, નગ્ન અને અલોભી હોય. તથા અખંડ હાથ અને ચરણવાળો, ઓછા રોમ વાળો. સ્નિગ્ધ અને પુષ્ટ દેહ વાળો, ગંભીર અને ઉન્નત નાસિકા વાળો, ઉદાર દષ્ટિ–દીર્ઘ દૃષ્ટિવાળો, અને વિશાલ નેત્રવાળો હોય, જિનશાસનનો અનુરાગી-પક્ષ પાતી, ગુરુ જનોના મુખ તરફ જોનારો, ધીર, શ્રદ્ધા ગુણથી પૂર્ણ, વિકારરહિત અને વિનય પ્રધાન જીવન જીવનારો હોય કાલ, દેશ અને સમય-પ્રસંગ ને ઓળખનારો, શીલ રૂપ અને વિનય ને જાણનારો, લોભ, ભય, મોહથી રહિત, નિદ્રા અને પરીષહોને જીતનારો હોય, તેને કુશલ પુરૂષો યોગ્ય શિષ્ય કહે છે. [૪૯] કોઈ પુરૂષ કદાચ શ્રુતજ્ઞાનમાં કુશલ હોય, હેતુ, કારણ અને વિધિનો. જાણકાર હોય છતાં જો તે અવિનીત અને ગૌરવ યુક્ત હોય તો શ્રત ધર મહર્ષિઓ તેની પ્રશંસા કરતા નથી. [૫૦-૫૧] પવિત્ર, અનુરાગી, સદા વિનયના આચારો ને આચરનાર, સરલ હૃદય વાળા, પ્રવચનની શોભાને વધારનાર અને ધીર એવા શિષ્યને આગમની વાચના આપવી જોઈએ. ઉક્ત વિનયાદિ ગુણથી હીન અને બીજા નયાદિ સેંકડો ગુણથી યુક્ત એવા પુત્ર ને પણ હિતેષી પંડિત શાસ્ત્ર વાચન કરાવતો નથી, તો સર્વથા ગુણહીન શિષ્ય ને શાસ્ત્રજ્ઞાન કેમ કરાવાય ? 1 [પર-પ૩]નિપુણ–સૂક્ષ્મ અર્થવાળા શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવેલી આ શિષ્ય પરીક્ષા સંક્ષેપમાં કહી છે. પારલૌકિક હિતના કામી ગુરૂએ શિષ્યની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ. શિષ્યોના ગુણોની કીર્તના મેં સંક્ષેપમાં વર્ણવી છે, હવે વિનયના નિગ્રહ ગુણોને કહીશ, તે તમે સાવધાન ચિત્તવાળા બનીને સાંભળો [૫૪] વિનય મોક્ષનો દ્વાર છે. વિનય ને કદી પણ મુકવો નહિં કારણ કે અલ્પ Page #83 -------------------------------------------------------------------------- ________________ ८० ચંદાવેજ્ઞયં – [૫૫] શ્રુતનો અભ્યાસી પુરુષ પણ વિનય વડે સર્વ કર્મોને ખપાવી દે છે, [પ૫] જે પુરૂષ વિનયવડે અવિનય ને જીતી લે છે, શીલસદાચાર વડે નિઃશીલત્વ-દુરાચાર ને જીતી લે છે, અને અપાપ-ધર્મવડે પાપ ને જીતી લે છે, તે ત્રણે લોકને જીતી લે છે. [૫૬-૫૭]પુરૂષ-મુનિ શ્રુતજ્ઞાનમાં નિપુણ હોય, હેતુ, કારણ અને વિધિનો જાણકાર હોય છતાં અવિનીત અને ગૌરવ યુક્ત હોય તો શ્રુતધર-ગીતાર્થ પુરૂષો તેની પ્રશંસા કરતા નથી. બહુ શ્રુત પુરૂષ પણ ગુણહીન, વિનયહીન અને ચારિત્રયોગમાં શિથિલ બનેલો હોય તો ગીતાર્થ પુરૂષો તેને અલ્પશ્રુત વાળો માને છે. [૫૮]જે તપ, નિયમ અને શીલથી યુક્ત હોય, જ્ઞાન દર્શન અને ચારિત્રયોગમાં સદા ઉઘત-તત્પર હોય તે અલ્પ શ્રુતવાળો હોય તો પણ જ્ઞાની પુરૂષો તેને બહુશ્રુતનું સ્થાન-માન આપે છે. [પ]સમ્યક્ત્વમાં શાન સમાયેલું છે ચારિત્રમાં જ્ઞાન અને દર્શન બન્નેનો સમાવેશ થયેલો છે, ક્ષમાના બળવડે તપ અને વિનય વડે વિશિષ્ટ પ્રકારના નિયમો સફળ-સ્વાધીન બને છે [૬૦]મોક્ષ ફળ ને આપનાર વિનય જેનામાં નથી, તેના વિશિષ્ટ પ્રકારના તપો, વિશિષ્ટ કોટીના નિયમો અને બીજા પણ અનેક ગુણો નિષ્ફળ-નિરર્થક બને છે [૬૧]અનંતજ્ઞાની શ્રી જિનેશ્વર ભગવંતોએ સર્વ કર્મ ભૂમિઓ માં મોક્ષમાર્ગની પ્રરુપણા કરતા સર્વ પ્રથમ વિનયનો જ ઉપદેશ આપ્યો છે. [૬૨]જે વિનય છે, તે જ જ્ઞાન છે, જે જ્ઞાન છે, તે જ વિનય છે.કારણ કે વિનય વડે જ્ઞાન મળે છે અને જ્ઞાન દ્વારા વિનયનું સ્વરુપ જાણી શકાય છે. [૬૩]મનુષ્યોના સંપૂર્ણ ચારિત્રનો સાર વિનયમાં પ્રતિષ્ઠિત આથી વિનય-હીન મુનિની પ્રશંસા નિગ્રંથ મહર્ષિઓ કરતા નથી. [૪]બહુશ્રુત હોવા છતાં જે અવિનીત અને અલ્પ શ્રદ્ધા-સંવેગવાળો છે, ચારિત્રને આરાધી શકતો નથી અને ચારિત્ર-ભ્રષ્ટ જીવ સંસારમાં ભમ્યા કરે છે. તે [૬૫]જે મુનિ થોડા પણ શ્રુતજ્ઞાનથી સંતુષ્ટ ચિત્તવાળો બની વિનય કરવામાં તત્પર રહે છે તથા પાંચ મહાવ્રતોનું નિરતિચાર પાલન કરે છે અને મન, વચન, કાયાને ગુપ્ત રાખે છે, તે અવશ્ય ચારિત્રનો આરાધક થાય છે. [૬૬]ઘણા શાસ્ત્રોનો અભયાસ પણ વિનય રહિત સાધુને શું લાભ કરી શકે ? લાખો કરોડો ઝગમગતા દીવા પણ આંધળા માણસને શો ફાયદો કરી શકે ! [૬૭]આ રીતે મેં વિનયના વિશિષ્ટ લાભોનું સંક્ષેપમાં વર્ણન કર્યું. હવે વિનય પૂર્વક શીખેલા શ્રુતજ્ઞાનના વિશેષ ગુણો-લાભોનું વર્ણન કરૂં છું, તે સાંભળો. [૬૮]શ્રી જિનેશ્વર પરમાત્માએ ઉપદેશેલા, મહાન વિષયવાળા શ્રુતજ્ઞાનને સંપૂર્ણ રીતે જાણવો શકય નથી. માટે તે પુરૂષો ધન્યવાદને પાત્ર છે, જે જ્ઞાની અને ચારિત્ર સંપન્ન છે. [૬૯-૭૦]સુર, અસુર, મનુષ્ય, ગરુડકુમાર, નાગકુમાર તથા ગંધર્વદેવો વગેરે સહિત ઉર્ધ્વલોક, અધોલોક અને તિલિોકનું વિશદ સ્વરુપ શ્રુતજ્ઞાનથી Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૭૦ ૮૧ જાણી શકાય છે. તેમજ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ-આ નવ તત્ત્વોને પણ બુદ્ધિમાન પુરૂષો શ્રુતજ્ઞાન વડે જાણી શકે છે. તેથી જ્ઞાન એ ચારિત્રનો હેતુ છે, [૭૧]જાણેલા દોષોનો ત્યાગ થાય છે, અને જાણેલા ગુણોનું સેવન થાય છે, એટલે કે ધર્મના સાધનભૂત એ બન્ને વસ્તુ જ્ઞાન દ્વારા જ સિદ્ધ થાય છે. [૭૨]જ્ઞાન વિનાનું એકલું ચારિત્ર (ક્રિયા) અને ક્રિયા વિનાનું એકલું જ્ઞાન ભવતારક બનતા નથી. પરંતુ (ક્રિયા) સંપન્ન જ્ઞાની જ સંસાર સમુદ્રને તરી જાય છે. [9]જ્ઞાની હોવા છતાં જે ક્ષમાદિ ગુણોમાં વર્તતો ન હોય, ક્રોધાદિ દોષોને છોડતો ન હોય તો તે કદાપિ દોષોથી મુક્ત અને ગુણવાન ન બની શકે. [૭૪]અસંયમ અને આજ્ઞાનદોષથી ઘણા ભવોમાં બાંધેલા શુભાશુભ કર્મ મલને જ્ઞાની ચારિત્રના પાલન વડે સમૂલ ખપાવી નાંખે છે. [૭૫]શસ્ત્ર વિનાનો એકલો સૈનિક, કે સૈનિક વિનાના એકલા શસ્રોની જેમ જ્ઞાન વિનાનું ચારિત્ર અને ચારિત્ર વિનાનું જ્ઞાન મોક્ષ સાધક બનતું નથી. [૭૬]મિથ્યાદષ્ટિને જ્ઞાન હોતું નથી, જ્ઞાન વિના ચારિત્રના ગુણો હોતા નથી, ગુણ વિના સંપૂર્ણક્ષય રુપ મોક્ષ નથી અને સંપૂર્ણ કર્મક્ષય-મોક્ષ વિના નિર્વાણ-પરમ શાંતિનો અનુભવ થતો નથી. [૭૭]જે જ્ઞાન છે, એ જ કરણ-ચારિત્ર છે, જે ચારિત્ર છે, એ જ પ્રવચનનો સાર છે. અને જે પ્રવચનનો સાર છે, એ જ પરમાર્થ છે. એમ જાણવું. [૭૮]પ્રવચનના પરમાર્થને સારી રીતે ગ્રહણ કરનાર પુરૂષ જ બંધ અને મોક્ષને સ્પષ્ટ રીતે જાણીને તેઓ જ પુરાતન-જીનાં કર્મોનો ક્ષય કરે છે. · [૭૯]જ્ઞાનથી સમ્યક્ ક્રિયા થાય છે અને ક્રિયાથી જ્ઞાન -આત્મસાત્ બને છે. આ રીતે જ્ઞાન અને સમ્યગ્ ક્રિયાના યોગથી ભાવ ચારિત્ર ની વિશુદ્ધિ થાય છે. [૮૦]જ્ઞાન પ્રકાશ કરનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ રક્ષણ કરનાર છે આ રીતે જ્ઞાન, તપ અને સંયમ-ત્રણેના યોગથી જિન શાસનમાં મોક્ષ કહ્યો છે. [૮૧]જગતના લોકો ચન્દ્રની જેમ બહુશ્રુત-મહાત્મા પુરૂષના મુખને વારંવાર જુએ છે. એનાથી શ્રેષ્ઠતર, આશ્ચર્ય કા૨ક અને અતિશય સુંદર કયી વસ્તુ છે ? [૮૨] ચન્દ્રથી જેમ શીતલ -જ્યોત્સ્ના-નિકળે છે, અને તે સર્વ લોકોને આનંદિત-આલ્હાદિત કરે છે. એમ ગીતાર્થ-જ્ઞાની પુરૂષોના મુખથી ચંદન જેવા શીતલ જિનવચનો નિકળેછે, જે સાંભલીને મનુષ્યો ભવાટવીનો પાર પામીજાય છે. [૮૩] દોરાથી પરોવાયેલી સોય જેમ કચરામાં પડેલી છતાં ખોવાતી નથી તેમ આગમનો અભ્યાસી જીવ સંસાર અટવીમાં પડવા છતાં ખોવાતો નથી. [૮૪]જેમ દોરા વિના સોય નજરમાં નહિં આવતાં ખોવાઈ જાય છે. તેમ સૂત્ર-શાસ્ર બોધ વિના મિથ્યાત્વથી ઘેરાયેલો જીવ ભવાટવીમાં ખોવાઈ જાય છે. [૮૫]શ્રુતજ્ઞાન દ્વારા પરમાર્થનું યથાર્થદર્શન થવાથી, તપ અને સંયમ ગુણને જીવનભર અખંડિત રાખવાથી મરણ સમયે શરીર સંપત્તિનો નાશ થવા છતાં જીવને વિશિષ્ટ ગતિ-સદ્ગતિ અને સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે. Jain Edation International Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ચંદાઝયં-[૭]. ૮િ૬]જેમ વૈદ્ય વૈદક શાસ્ત્રોના જ્ઞાન વડે રોગની નિપુણ ચિકિત્સા જાણે છે, તેમ શ્રુતજ્ઞાન વડે મુનિ ચારિત્રની શુદ્ધિ કેમ કરવી, તે સારી રીતે જાણે છે. [૮૭]વૈદક ગ્રન્થોના અભ્યાસ વિના જેમ વૈધ વ્યાધિની ચિકિત્સા જાણતો નથી, તેમ આગમિક જ્ઞાનથી રહિત મુનિ ચારિત્ર શુદ્ધિનો ઉપાય જાણી શકતો નથી. * [૮૮] તે કારણથી મોક્ષાભિલાષી આત્માએ શ્રી તીર્થંકર પ્રપિતા આગમોના અર્થ પૂર્વકના અભ્યાસમાં સતત ઉદ્યમ કરવો જોઈએ. [૮૯] શ્રી જિનેશ્વર પરમાત્માએ બતાવેલા બાહ્ય અને અત્યંતર તપના બારે પ્રકારોમાં સ્વાધ્યાય સમાન અન્ય કોઈ તપ નથી અને થશે પણ નહિં [૯૦]જ્ઞાનાભ્યાસની રૂચિવાળાએ બુદ્ધિ હોય કે ન હોય પણ ઉદ્યમ અવશ્ય કરવો જોઈએ. કેમકે બુદ્ધિ જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. [૧]અસંખ્ય જન્મોના ઉપાર્જન કરેલા કર્મને ઉપયોગ યુક્ત આત્મા પ્રતિ સમય ખપાવે છે પણ સ્વાધ્યાયથી ઘણા ભવોના સંચિત કર્મ ક્ષણવારમાં ખપાવે છે. ૯િ૨]તિર્યંચ, સુર, અસુર, મનુષ્ય, કિન્નર, મહોરગ અને ગંધર્વ સહિત સર્વ છસ્વસ્થ જીવો કેવલી ભગવાન ને પૂછે, એટલે કે લોકમાં છમસ્થ જીવોને પોતાની જિજ્ઞાસાના સમાધાન માટે પૂછવા યોગ્ય સ્થાન એક માત્ર કેવલજ્ઞાની છે. [૯૩-૯૪જે કોઈ એક પદના શ્રવણ-ચિંતનથી મનુષ્ય સતત છે. વૈરાગ્યને પામે છે તે એક પદ પણ સમ્યગુ જ્ઞાન છે. કારણ કે–જેનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, તેજ તેનું સાચું જ્ઞાન છે. વીતરાગ પરમાત્માના માર્ગમાં જે એક પણ પદ વડે મનુષ્ય તીવ્ર વૈરાગ્યને પામ્યો હોય, તે પદને મરણ સુધી પણ મુકવું ન જોઈએ. 1 [૫] જિન શાસનના જે કોઈ એક પદના ધારણથી જેને સંવેગ પ્રાપ્ત થાય છે, તેજ એક પદના આલંબનથી અનુક્રમે અધ્યાત્મયોગની આરાધના દ્વારાવિશિષ્ટ ધર્મધ્યાન અને શુકલધ્યાન દ્વારા સમગ્ર મોહજાળને ભેદી નાખે છે. [૯૬-૯૭મરણ સમયે સમગ્ર દ્વાદશાંગીનું ચિંતન-થવું એ અત્યન્ત સમર્થ ચિત્તવાળા મુનિથી પણ શકય નથી. તેથી તે દેશ-કાલમાં એક પણ પદ નું ચિંતન આરાધનામાં ઉપયુક્ત થઈને જે કરે તેને જિનેશ્વરે આરાધક કહ્યો છે. [૯૮]સુવિહિત મુનિ આરાધનામાં એકાગ્ર બની સમાધિ પૂર્વક કાળ કરી ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં અવશ્ય મોક્ષ પામે છે. અથતિ નિવણિ-શાશ્વત પામે છે. [૯]આ રીતે શ્રુતજ્ઞાનના વિશિષ્ટ ગુણો- મહાન લાભો સંક્ષેપથી મેં વર્ણવ્યા , છે. હવે ચારિત્રના વિશિષ્ટ ગુણો એકાગ્ર ચિત્તવાળા બનીને સાંભળો. | [૧૦૦] જિનેશ્વર પરમાત્માએ કહેલા ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવા માટે જેઓ સર્વ પ્રકારે ગૃહપાશના બંધનથી સર્વથા મુક્ત થાય છે, તેઓ ધન્ય છે. [૧૦૧]વિશુદ્ધ ભાવ વડે એકાગ્ર ચિત્તવાળા બનીને જે પુરૂષો જિનવચનનું પાલન કરે છે, તે ગુણ-સમૃદ્ધ મુનિઓ મરણ સમય પ્રાપ્ત થવા છતાં સ્ટેજ પણ વિષાદ-ગ્લાનિ અનુભવતા નથી. [૧૦૨]દુઃખ માત્રથી મુક્ત કરનાર એવા મોક્ષમાર્ગમાં જેઓએ પોતાના આત્માને સ્થિર નથી કર્યો, તે દુર્લભ એવા શ્રમણપણાને પામીને પણ સીદાય છે. [૧૦૩] જે દઢ પ્રજ્ઞાવાળા, ભાવથી એકાગ્ર ચિત્તવાળા બની પારલૌકિક Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૦૩ હિતની ગવેષણા કરે છે. તે મનુષ્યો સર્વ દુઃખનો પાર પામે છે. [૧૦૪]સંયમમાં અપ્રમત્ત બની જે પુરૂષ ક્રોધ, માન, માયા, લોભ, અરતિ અને દુર્ગછાને ખપાવી દે છે. તેઓ પરમ સુખને અવશ્ય પ્રાપ્ત કરે છે. ૧૦૫]અત્યન્ત દુર્લભ મનુષ્ય જન્મ મેળવીને પણ જે મનુષ્ય તેની વિરાધના. કરે છે, જન્મને સાર્થક બનાવતો નથી, તે વહાણ ભાંગી પડવાથી દુઃખી થતા વહાણવટીઓની જેમ પાછળથી અત્યંત દુઃખી થાય છે. [૧૦૬દુર્લભતર શ્રમણધર્મને પામી જે પુરૂષો મન, વચન અને કાયાના યોગથી તેની વિરાધના કરતા નથી, તેઓ દરિયામાં વહાણ મેળવનાર નાવિકની જેમ પાછલથી શોક પામતા નથી. [૧૦૭સર્વ પ્રથમ તો મનુષ્ય જન્મ મળવો દુર્લભ મનુષ્ય જન્મમાં બોધિ પ્રાપ્તિ દુર્લભ છે. બોધિ મળે તો પણ શ્રમણપણું અત્યન્ત દુર્લભ છે. [૧૦૮]સાધુપણું મલવા છતાં શાસ્ત્રોનું રહસ્યજ્ઞાન મળવું ઘણું દુર્લભ છે. જ્ઞાનનું રહસ્ય સમજાવા છતાં ચારિત્રની શુદ્ધિ થવી અતિ દુર્લભ છે. એથી જ જ્ઞાની પુરૂષો આલોચનાદિ કરવા દ્વારા ચારિત્રની વિશુદ્ધિ માટે સતત ઉદ્યમશીલ રહે છે. [૧૦]કેટલાક પુરૂષો સમ્યક્ત્વગુણની નિયમા પ્રશંસા કરે છે. કેટલાક પુરૂષો ચારિત્રની શુદ્ધિને વખાણે છે તો કેટલાક સમ્યગુ જ્ઞાનને વખાણે છે. [૧૧૦-૧૧૨]સમ્યકત્વ અને ચારિત્ર અને ગુણો સાથે પ્રાપ્ત થતાં હોય તો બુદ્ધિશાળી પુરૂષે તેમાંથી કયો ગુણ પ્રથમ કરવો જોઈએ ? ચારિત્ર વિના પણ સમ્યકત્વ હોય. જેમ કૃષ્ણ અને શ્રેણિક મહારાજાને અવિરતિપણામાં પણ સમ્યકત્વ હતું. પણ જેઓ ચારિત્રવાનું છે, તેઓને સમ્યકત્વ નિયમા હોય છે. ચારિત્રથી ભ્રષ્ટ થયેલાએ શ્રેષ્ઠતર સમ્યકત્વને અવશ્ય ધારણ કરી રાખવું જોઈએ. કેમકે દ્રવ્ય ચારિત્રને નહિ પામેલા પણ સિદ્ધ બની શકે છે, પરંતુ દર્શનગુણ રહિત જીવો સિદ્ધ થઈ શકતા નથી. [૧૧૩]ઉત્કૃષ્ટ ચારિત્રને પાળનારા પણ કોઈક મિથ્યાત્વના યોગે સંયમ શ્રેણીથી પડી જાય છે, તો સરાગ ધર્મમાં વર્તતા-સમ્યગદષ્ટિ તેમાંથી પતિત થઈ જાય એમાં શી નવાઈ? [૧૧૪]જે મુનિની બુદ્ધિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત છે. અને જે રાગ દ્વેષ કરતો નથી, તેનું ચારિત્ર શુદ્ધ બને છે. [૧૧]તે ચારિત્રની શુદ્ધિ માટે સમિતિ અને ગુપ્તિના પાલન રુપ કાર્યમાં પ્રયત્નપૂર્વક ઉદ્યમ કરો. તેમજ સમ્યગ્દર્શન, ચારિત્ર અને જ્ઞાનની સાધનામાં લેશમાત્ર પ્રમાદ ન કરો..! [૧૧]આ રીતે ચારિત્રધર્મના ગુણો-મહાન લાભો મેં ટુંકમાં વર્ણવ્યા છે. હવે સમાધિમરણના ગુણ વિશેષો ને એકાગ્ર ચિત્તે સાંભલો. [૧૧૭-૧૨૦]જેમ અનિયંત્રિત-ઘોડા ઉપર બેઠેલો અજાણ-પુરૂષ શત્રુ સૈન્યને પરાસ્ત કરવા કદાચ ઈચ્છે, પરંતુ તે પુરૂષ અને ઘોડો અગાઉ તેવી તાલીમ-અને અભ્યાસ નહિ કરવાથી..સંગ્રામમાં શત્રુ સૈન્યને જોતાંની સાથે જ નાશી જાય છે, તેમ પૂર્વે સુધાદિ પરીષહો, લોચાદિ કષ્ટો અને તપનો અભ્યાસ નથી કર્યો. એવો Page #87 -------------------------------------------------------------------------- ________________ ८४ ચંદાવે×યં– [૧૨] મુનિ મરણ સમય પ્રાપ્ત થતાં શરીર ઉપર આવતા પરીષહો-ઉપસર્ગો તથા વેદનાઓને સમતા પૂર્વક સહી શકતો નથી. પૂર્વે તપ આદિનો અભ્યાસ કરનાર તથા સમાધિની કામનાવાળો એવો મુનિ જો વૈષયિક- સુખોની ઈચ્છાને રોકે તો પરીષહોને અવશ્ય સમતા-પૂર્વક સહન કરી શકે છે. [૧૨૧] પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિગઈ ત્યાગ, ઉણોદરી ઉત્કૃષ્ટ તપ આદિ કરીને ક્રમશઃ સર્વ આહારનો ત્યાગ કરનાર મુનિ મરણ કાલે નિશ્ચયનયરુપ પરશુના પ્રહાર વડે પરીષહની સેનાને છેદી નાખે છે. [૧૨૨]પૂર્વે ચારિત્ર પાલનમાં પ્રબળ પ્રયત્ન નહિ કરનાર મુનિને મરણ સમયે ઈન્દ્રિયો પીડે છે. સમાધિમાં બાધા- ઉત્પન્ન કરે છે. આ રીતે તપ આદિનો પૂર્વ અભ્યાસ ન કરનાર મુનિ અંતિમ આરાધના વખતે કાયર-ભયભીત બની મુંઝાય છે. [૧૨૩] આગમનો અભ્યાસ મુનિ પણ ઈન્દ્રિયોની લોલુપતાવાળો બને, તો તેને મરણ વખતે સમાધિ કદાચ રહે યા ન પણ રહે, શાસ્ત્રના વચનો યાદ આવે તો સમાધિ રહે પણ ખરી પરન્ત ઈન્દ્રિયરસની પરવશતાને લઈને શાસ્ત્રવચનની સ્મૃતિ અસંભવિત હોવાથી પ્રાયઃ કરીને સમાધિ રહેતી નથી. [૧૨૪અલ્પકૃતવાળો મુનિ પણ તપ વગેરેનો સુંદર અભ્યાસ કરેલો હોય તો. સંયમ અને મરણની શુભ પ્રતિજ્ઞાને વ્યથા- વિના સુંદર રીતે નભાવી શકે છે. [૧૨૫) ઈન્દ્રિય સુખ-શાતામાં વ્યાકુલ ઘોર પરીસહોની પરાધીનતાથી ઘેરાયેલો,તપ વગેરેનો અનભ્યાસી કાયરપુરૂષ અંતિમ આરાધનાના કાળે મુંઝાય છે. [૧૨]પ્રથમથી જ સારી રીતે કઠોર તપ-સંયમની સાધના કરવા દ્વારા સત્ત્વશીલ બનેલા મુનિને મરણ સમયે ધૃતિબળથી નિવારણ કરાયેલી પરીષહની સેના કંઈ પણ કરવા સમર્થ બની શકતી નથી. [૧૨૭]પ્રારંભથી જ કઠોર તપ-સંયમની સાધના કરનાર બુદ્ધિમાન મુનિ પોતાના ભાવિ હિતનો સારી રીતે વિચાર કરીને નિદાન-પૌગલિક સુખની. આશંસાથી રહિત બની, કોઈપણ દ્રવ્ય-ક્ષેત્રાદિ વિષયક પ્રતિબંધ- નહિ રાખનાર એવો તે સ્વકાર્યસમાધિ યોગને સારી રીતે સાધે છે. [૧૨૮]ધનુષ્યને ગ્રહણ કરીને, એના ઉપર ખેંચીને બાણ ચડાવી દઈને લક્ષ્ય પ્રત્યેન-સ્થિર મતિવાળો પુરૂષ પોતાની શિક્ષાને વિચારતો રાધા વેધને વિંધે છે. [૧૨]પરંતુ તે ધનુર્ધર પોતાના ચિત્તને લક્ષ્યથી અન્યત્ર લઈ જવાની ભૂલ * કરી બેસે તો પ્રતિજ્ઞાબદ્ધ હોવા છતાં રાધાના ચંદ્રક રુપ વેધ્યને વીંધી શકતો નથી. [૧૩૦ચંદ્રકવેધ્યની જેમ મરણ સમયે સમાધિ પ્રાપ્ત કરવા માટે પોતાના આત્માને મોક્ષ માર્ગમાં અવિરાધિગુણવાળો અથતું આરાધક બનાવવો જોઈએ. [૧૩૧] સમ્યગ્દર્શનની દઢતાથી નિર્મલ બુદ્ધિવાલા, તેમજ સ્વકૃત પાપોની આલોચના નિંદા-ગહ કરનારા, અંતિમ સમયે વર્તતા મુનિનું મરણ શુદ્ધ થાય છે. [૧૩]જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયમાં મારાથી થયેલા જે અપરાધોને, શ્રી જિનેશ્વર ભગવંતો સાક્ષાતું જાણે છે, તે સર્વ અપરાધોની સર્વ ભાવથીઆલોચના કરવા હું ઉપસ્થિત થયો છું. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ગાથા – ૧૩૩ [૧૩૩] સંસારનો બંધ કરાવવાળા, જીવ સંબંધી રાગ અને દ્વેષ રુપ બે પાપોને જે પુરૂષ રોકે - દૂર કરે તે મરણ સમયે અવશ્ય અપ્રમત્ત-સમાધિયુક્ત બને છે. [૧૩૪]જે પુરૂષ જીવ સાથેના ત્રણે દડોનો જ્ઞાનાંકુશ વડે ગુપ્તિ રાખવા દ્વારા નિગ્રહ કરે છે, તે મરણ સમયે કૃત યોગી-એટલે અપ્રમત્ત રહી સમાધિ રાખી શકે છે. [૧૩પજિનેશ્વર ભગવંતોથી ગહિત, સ્વ શરીર માં ઉત્પન્ન થતાં, ભયંકર ક્રોધાદિ ચાર કષાયોનો જે પુરૂષ નિત્ય નિગ્રહ કરે છે, તે મરણમાં અવશ્ય સમતાયોગને સિદ્ધ કરે છે. [૧૩૬]જે જ્ઞાની પુરૂષ વિષયોમાં અત્યંત લેપાયેલી ઈન્દ્રિયોનો જ્ઞાન રુપ • અંકુશ વડે નિગ્રહ કરે છે, તે મરણ સમયે સમાધિ સાધનારો બને છે. [૧૩૭]છ જીવ નિકાયનો હિતસ્વી, ઈહલોકાદિ સાતે ભયોથી રહિત, અત્યન્ત મૃદુ-નમ્ર સ્વભાવવાળો મુનિ નિત્ય સહજ સમતાને અનુભવતો મરણ સમયે પરમ સમાધિને સિદ્ધ કરનારો બને છે. [૧૩૮]જેને આઠે મદોને જીત્યા છે, જે બ્રહ્મચર્યની નવ-ગુપ્તિથી ગુપ્તસુરક્ષિત છે, ક્ષમા આદિ દશ યતિ ધર્મોના પાલનમાં ઉદ્યત છે, તે મરણ સમયે પણ અવશ્ય સમતા-સમાધિભાવ પામે છે. [૧૩૯]જે અત્યન્ત દુર્લભ એવા મોક્ષમાર્ગની આરાધનાને ઈચ્છતો હોય, દેવ, ગુરુ વગેરેની આશાતનાને વર્જતો હોય તથા ધર્મધ્યાનના સતત અભ્યાસ વડે શુકલ-ધ્યાનને સન્મુખ થયો હોય, તે મરણમાં અવશ્ય સમાધિ પ્રાપ્ત કરે છે. [૧૪]જે મુનિ બાવીસ પરીષહો અને દુઃસહ એવા ઉપસર્ગોને શૂન્ય- સ્થાનો કે ગામ નગર આદિમાં સહન કરે છે, તે મરણકાલે સમાધિમાં ઝીલી શકે છે. [૧૪૧] ધન્ય પુરૂષોના કષાયો બીજાના ક્રોધાદિક કષાયોથી અથડાવા છતાં-સરખી રીતે બેઠેલા પાંગળા માણસની જેમ ઉભા થવાને ઈચ્છતા નથી [૧૪૨]શ્રમણ ધર્મને આચરનારા સાધુને જો કષાયો ઉત્કટ કોટિના હોય તો તેનું શ્રમણપણું શેલડીના ફૂલની જેમ નિષ્ફળ છે, એમ મારું માનવું છે. [૧૪૩]કંઈક ન્યૂન પૂર્વ કોટિ વર્ષ સુધી પાળેલું નિર્મળ ચારિત્ર પણ કષાયથી કલુષિત ચિત્તવાળો પુરૂષ એક મુહૂર્ત માત્રમાં હારી જાય છે. [ ૧૪]અનંતકાલથી પ્રમાદના દોષ વડે ઉપાર્જન કરેલા કમોને, રાગ-દ્વેષને પરાસ્ત કરનાર-હણી નાખનાર મુનિ માત્ર કોટિ પૂર્વ વર્ષોમાં જ ખપાવી દે છે. [૧૪૫]ો ઉપશાંત કષાયવાળો- ઉપશમ શ્રેણીમાં આરુઢ થયેલો યોગી પણ અનંત વાર પતન પામે છે. તો બાકી રહેલા થોડાં કષાયોનો વિશ્વાસ કેમ કરાય? ૧૪]જો ક્રોધાદિ કષાયોનો ક્ષય થયો હોય તો જ પોતાને ક્ષેમ-કુશળ છે, એમ જાણે, જો કષાયો જીતાયા હોય તો સાચો જય જાણે, જો કષાયો હત-પ્રહત થયા હોય તો અભય પ્રાપ્ત થયો જાણે અને જો કષાયોનો સર્વથા નાશ થઈ ગયો હોય તો, અવિનાશી સુખ અવશ્ય મળવાનું છે, એમ જાણે. [૧૪૭]ધન્ય છે, તે સાધુ ભગવંતોને-જે હંમેશા જિન-વચનમાં રક્ત રહેછે, કષાયો ઉપર કાબૂ-જય મેળવે છે, બાહ્ય પદાર્થો પ્રત્યે જેને રાગ નથી અને નિઃસંગ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ચંદાઝયં– [૧૪૭] નિમમત્વ બની યથેચ્છ રીતે સંયમ માર્ગમાં વિચરે છે. [૧૪૮]મોક્ષમાર્ગમાં લીન તત્પર બનેલા જે મહામુનિઓ, અવિરહિતગુણોવાળા બનીને આ લોક કે પરલોકમાં તથા જીવન કે મરણમાં પ્રતિબંધ કર્યા વિના વિચરે છે તેઓને ધન્ય છે. [૧૪]બુદ્ધિમાન પુરૂષે મરણ સમુદ્ધાતના સમયે મિથ્યાત્વને વમીને સમ્યકત્વને પ્રાપ્ત કરવા, પ્રબળ પુરૂષાર્થ અવશ્ય કરવો જોઈએ. [૧૫]ખેદની વાત છે કે મહાન ધીર પુરૂષો પણ બળવાન મરણ ઉપસ્થિત થાય, ત્યારે મરણસમુદ્દઘાતની તીવ્ર વેદનાથી વ્યાકુલ બની મિથ્યાત્વ દશા પામે છે. [૧૫૧]તે કારણને લઈને બુદ્ધિશાલી મુનિએ ગુરૂની પાસે દીક્ષા દિવસથી થયેલા સર્વ પાપોને યાદ કરીને, તેની આલોચના, નિંદા-ગહ કરવા દ્વારા તે ઋણ-પાપની શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ. [૧પર તે સમયે ગુરુ જેને જે ઉચિત પ્રાયશ્ચિત આપે તેની ઈચ્છાપૂર્વક સ્વીકાર કરે અને ગુરુનો અનુગ્રહ માનતો કહે છે કે “ભગવન્! આપનું આપેલું પ્રાયશિચત-તપ હું કરવાને ઈચ્છું છું, આપે મને આ પાપથી ઉગારી ખરેખર ! ભવ સાગરથી પાર ઉતાર્યો છે. [૧૫૩]પરમાર્થથી મુનિઓએ અપરાધ કરવો જ ન જોઈએ, પ્રમાદવશ કદાચ અપરાધ થઈ જાય-અતિચાર સેવાઈ જાય તો તેનું પ્રાયશ્ચિત અવશ્ય કરી લેવું જોઈએ. ૧૫૪પ્રમાદની બહુલતાવાળા જીવને વિશુદ્ધિ પ્રાયશિચતથી જ થઈ શકે છે, ચારિત્રની રક્ષા માટે તેના અંકુશભૂત પ્રાયશ્ચિતનું અવશ્ય આચરણ કરવું જોઈએ. [૧પપશલ્યવાળા જીવોની કદાપિ શુદ્ધિ થતી નથી, એમ સવભાવદર્શી શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે. પાપની આલોચના, નિંદા કરનારા સાધુઓ મરણ અને પુનર્ભવથી રહિત બની છે. [૧૫]એક વાર પણ શલ્ય સહિત મરણથી મરીને જીવો મહાભયાનક આ સંસારમાં વારંવાર અનેક જન્મ અને મરણ કરતાં ભમે છે. " [૧૧૭] જે મુનિ પાંચ સમિતિથી સાવધાન બની, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈ, ચિરકાલ સુધી વિચરીને પણ જો મરણ સમયે ધર્મની વિરાધના કરે તો તેને જ્ઞાની પુરૂષોએ અનારાધક-આરાધના રહિત કહ્યો છે. [૧૫૮-૧પ૯]ઘણા સમય પયંત અત્યંત મોહવશ જીવન જીવીને, છેલ્લી જિંદગીમાં જે સંવૃત્ત બની મરણ સમયે આરાધનામાં ઉપયુક્ત થાય તો તેને જિનેશ્વરોએ આરાધક કહ્યો છે. તેથી સર્વભાવથી શુદ્ધ, આરાધનાને અભિમુખ થઈ, ભ્રાન્તિ રહિત બની સંથારો-સ્વીકારી રહેલો મુનિ પોતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતન કરે. [ ૧૦- ૧૩મારો આત્મા એક છે, શાશ્વત છે, જ્ઞાન અને દર્શનથી યુક્ત છે. શેષ સર્વ-દહાદિ બાહ્ય પદાર્થો સંયોગ સંબંધથી ઉત્પન્ન થયેલા છે. હું એક છું, મારું કોઈ નથી, અથવા હું કોઈનો નથી. જેનો હું છું તેને હું જોઈ શકતો નથી, તેમજ એવો કોઈ પદાર્થ નથી કે જે મારો હોય. પૂર્વે ભૂતકાળમાં અજ્ઞાન દોષ વડે અનંતવાર દેવ-પણું, મનુષ્યપણું, તિર્યંચયોનિ અને નરકગતિ પ્રાપ્ત કરી ચુકયો છું. પરન્તુ દુઃખના હેતુ ભૂત એવા પોતાના જ કમ વડે હજુ સુધી મને ન તો સંતોષ પ્રાપ્ત થયો Page #90 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૧૬૪ છે ન સમ્યકત્વથી યુક્ત વિશુદ્ધ બુદ્ધિ મળી છે. [૧૬૪]દુઃખથી છોડાવનાર ધર્મમાં જે મનુષ્યો પ્રમાદ કરે છે, તેઓ મહા ભયંકર એવા સંસાર સાગરમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરે છે. [૧૫] દઢ-બુદ્ધિવાળા જે મનુષ્યો પૂર્વ-પુરૂષોએ આચરેલા જિન-વચનના માર્ગને છોડતા નથી, તેઓ સર્વ દુઃખોનો પાર પામી જાય છે. [૧૬]જે ઉદ્યમી પુરૂષો ક્રોધ, માન, માયા, લોભ, તથા રાગ અને દ્વેષનો ક્ષય કરે છે, તેઓ પરમ-શાશ્વત સુખ રુપ મોક્ષને અવશ્ય સાધે છે. | [૧૬૭પુરૂષના મરણ સમયે માતા, પિતા, બધુઓ, કે પ્રિય મિત્રો કોઈપણ જરાએ આલંબન રુપ બનતા નથી અથતું મરણથી બચાવી શકતા નથી. [૧૬૮ચાંદી, સોનું, દાસ, દાસી,રથ-ગાડાં તથા પાલખી વગેરે કોઈપણ બાહ્ય વસ્તુઓ પુરૂષને મરણ સમયે કામ આવતાં નથી, આલંબન આપી શકતા નથી. [૧૯]અશ્વબળ, હસ્તીબળ, સૈનિકબળ, ધનુર્બળ, કે રથબળ આદિ કોઈ બાહ્ય સંરક્ષક સામગ્રી માણસને મરણથી બચાવી શકતી નથી. [૧૭૦]આ રીતે સંકુલેશને દૂર કરી, ભાવશલ્યનો ઉદ્ધાર કરનાર આત્મા જિનોકત સમાધિમરણની આરાધના કરતો શુદ્ધ થાય છે. [૧૭૧]વ્રતોમાં લાગતા અતિચારો-દોષોની શુદ્ધિના ઉપાયને જાણનાર મુનિ પણ પોતાના ભાવશલ્ય ની વિશુદ્ધિ ગુરુ આદિ પરસાક્ષીએ જ કરવી જોઈએ. [૧૭૨]જેમ ચિકિત્સા કરવામાં અત્યંત કુશળ વૈદ્ય પણ પોતાના રોગની વાત બીજા કુશળ વૈદ્યને કરે છે, અને તેની બતાવેલી ચિકિત્સા કરે છે. તેમ સાધુ પણ યોગ્ય ગુરુની આગળ પોતાના દોષોને પ્રગટ કરીને તેની શુદ્ધિ કરે છે. ૧૭૩આ રીતે મરણ કાલના સમયે મુનિને વિશુદ્ધ પ્રવ્રજયા-ચારિત્ર ઉત્પન્ન થાય છે, જે સાધુ મરણ સમયે મોહ પામતો નથી, તેને આરાધક કહ્યો છે. [૧૭૪-૧૭પહે મુમુક્ષ આત્માઓ ! વિનય, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો, વિનયનિગ્રહના ગુણો, જ્ઞાનગુણ, ચરણ-ગુણ અને મરણગુણની વિધિને સાંભળીને, તમે એવી રીતે વર્તે- કે જેથી ગર્ભવાસના વસવાટથી તથા મરણ, પુનર્ભવ, જન્મ અને દુર્ગતિના પતન થી સર્વથા મુક્ત બની શકાય. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ૩૦ ચંદાઝય પયનો ગુર્જરછાયા પૂર્ણ સાતમો પયનો (૨) ગુર્જરછાયા પૂર્ણ Page #91 -------------------------------------------------------------------------- ________________ [૮૮] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ૩૧ ગણિવિજા પઈણય (આઠમું પ્રકિર્ણક-ગુર્જરછાયા) [૧] પ્રવચન શાસ્ત્રમાં જે રીતે દેખાડેલ છે. એવું આ જિનભાષિત વચન છે અને વિદ્વાનોએ પ્રશંસેલ છે તેવી ઉત્તમ નવ બળ વિધિની બળાબળ વિધિ હું કહીશ. [૨]આ ઉત્તમ નવબળ વિધિ આ પ્રમાણે છે. દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહદિવસ, મુહૂર્ત, શકુનબળ, લગ્નબળ, નિમિત્તબળ, [૩] ઉભયપક્ષમાં દિવસે હોરા બળવાન છે. રાત્રે તે દુર્બલ છે રાત્રિ માં વિપરીત છે તે બલબલ વિધિને જાણો. [૪-૮]એકમે લાભ નથી. બીજે વિપત્તિ છે. ત્રીજે અર્થ સિદ્ધિ, પાંચમે વિજય આગળ રહે છે. સાતમમાં ઘણા ગુણ છે તેમાં શંકા નથી, દશમીએ પ્રસ્થાન કરીએ તો માર્ગ નિષ્કટક બને છે. એકાદશીએ આરોગ્યમાં વિખરહિતતા અને કલ્યાણ ને જાણવું. જે અમિત્ર થયા છે તે તેરસ પછી વશ થાય છે. ચૌદશ, પૂનમ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ, બારસ એ ઉભય પક્ષમાં વર્જવી. એકમ, પાંચમ, દશમ, પૂર્ણિમા, અગિયારસ આ દિવસે શિષ્ય દીક્ષા કરવી. . [૯-૧૦] તિથિઓ પાંચ છે- નંદા, ભદ્રા, વિજયા, તુચ્છા અને પૂ. છ વખતએક મહિના માં આ એક એક અનિયત વર્તે છે. નંદા, જયા અને પૂણ તિથિમાં શિષ્ય દીક્ષા કરવી. નંદા-ભદ્રામાં વ્રત અને પૂણમાં અનશન કરવું [૧૧-૧૩] પુષ્ય, અશ્વિની, મૃગશિર્ષ, રેવતી, હસ્ત, ચિત્રા, અનુરાધા, જયેષ્ઠા * અને મૂળ આ નવ નક્ષત્ર ગમન માટે સિદ્ધ છે. મૃગશિર્ષ, મઘા, મૂળ, વિશાખા, અનુરાધા, હસ્ત, ઉત્તરા, રેવતી, અશ્વિની અને શ્રવણ આ નક્ષત્રોમાં માર્ગે પ્રસ્થાન અને સ્થાન કરવું પણ આ કાર્ય અવસરે ગ્રહણ કે સંધ્યા હોવી ન જોઈએ. (આ રીતે સ્થાનપ્રસ્થાન કરનારને) સદા માર્ગે ભોજન-પાન પુષ્કળ ફળ-ફૂલ પ્રાપ્ત થાય છે. અને જતા પણ ક્ષેમકુશળ પામે છે. [૧૪-૧૭|સધ્યાગત, રવિગત, વિડ્રડેર, સગ્રહ, વિલંબિ રાહુગત અને ગ્રહભિન્ન આ સર્વ નક્ષત્ર વર્જવા. (જેની વ્યાખ્યા કરતા આગળ જણાવે છે કે, અસ્ત સમયનું નક્ષત્રને સધ્યાગત, જેમાં સૂર્ય રહેલો હોય તે રવિગત નક્ષત્ર, ઉલટું પડતું તે વિફેર નક્ષત્ર, કુર ગ્રહ રહેલો હોય તે સગ્રહ નક્ષત્ર, સૂર્યે છોડેલું તે વિલંબી નક્ષત્ર, જેમાં ગ્રહણ થાય તે રાહુહત નક્ષત્ર જેની મધ્યમાંથી ગ્રહો પસાર થાય તે ગ્રહ ભિન્ન Page #92 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭ નક્ષત્ર કહેવાય છે. [૧૮-૨૦સધ્યાગત નક્ષત્રમાં ઝઘડો થાય છે અને વિલંબી નક્ષત્ર માં વિવાદ થાય છે. વિફેરમાં સામાનો જય થાય અને આદિત્યગત માં પરમ દુઃખ પ્રાપ્ત થાય છે. સગ્રહ નક્ષત્રમાં નિગ્રહ થાય, રાહુહત માં મરણ થાય અને ગ્રહભિન્ન માં લોહીની ઉલટી થાય છે. સધ્યાગત, રાહુગત અને આદિત્ય ગત નક્ષત્રો દુર્બળ અને રૂક્ષ છે. સંધ્યાદિ ચાર થી અને ગ્રહનક્ષત્રથી વિમુક્ત બાકીના નક્ષત્રો બળવાન જાણવા. ૨૧-૨૮]પુષ્ય, હસ્ત, અભિજિત, અશ્વિની અને ભરણી આ નક્ષત્રોમાં પાદપોપગમન કરવું. શ્રવણ, ધનિષ્ઠા અને પુનર્વસુ માં નિષ્ક્રમણ- દિક્ષા) કરવી નહીં. શતભિષા, પુણ્ય, હસ્ત નક્ષત્રમાં વિદ્યારંભ કરવો. મૃગશિર્ષ, આદ્રા પુષ્ય, ત્રણે પૂર્વમૂળ, આશ્લેષા, હસ્ત, ચિત્રા આ દશ જ્ઞાનના વૃદ્ધિકારક નક્ષત્રો કહયા છે. પુનર્વસુ, પુષ્ય શ્રવણ અને ઘનિષ્ઠા આ ચાર નક્ષત્રોમાં લોચકર્મ કરવું. ત્રણ ઉત્તરા અને રોહિણીમાં નવ દીક્ષિત ને નિષ્ક્રમણ (દિક્ષા) ઉપસ્થાપના (વડી દીક્ષા) અને ગણિ કે વાચક ની અનુજ્ઞા કરવી, ગણસંગ્રહ કરવો, ગણધર સ્થાપના કરવી. અવગ્રહ વસનિ, સ્થાનમાં સ્થિરતા કરવી. [૨૯-૩૦]પુષ્ય, હસ્ત, અભિજિત, અશ્વિની આ ચાર નક્ષત્ર કાયરિંભ માટે સુંદર અને સમર્થ છે. (કયા કાર્યો તે જણાવે છે) વિદ્યા ધારણ કરવી, બ્રહ્મયોગ. સાધના, સ્વાધ્યાય, અનુજ્ઞા, ઉદ્દેશ અને સમુદ્દેશ. [૩૧-૩૨]અનુરાધા, રેવતી, ચિત્રા અને મૃગશિર્ષ આ ચાર મૃદુ નક્ષત્રો છે તેમાં મૃદુ કાર્યો કરવા. ભિક્ષાચરણ થી પિડિત ને ગ્રહણ ધારણ કરવું. બાળ અને વૃદ્ધો માટે સંગ્રહ-ઉપગ્રહ કરવો. [૩૩-૩૪]આદ્ર, આશ્લેષા, જયેષ્ઠા અને મૂલ આ ચાર નક્ષત્રમાં ગુરુપ્રતિમા અને તપકર્મ કરવું, દેવ-મનુષ્ય-તિર્યંચના ઉપસર્ગો સહેવા, મૂળગુણ- ઉત્તરગુણ પુષ્ટી કરવી. [૩૫-૩૬મધા,ભરણી, ત્રણેપૂવને ઉગ્ર નક્ષત્ર કહ્યા છે. તેમાં બાહ્ય અત્યંતર તપ કરવો. ૩૬૦ તપ કર્મ કહ્યા છે. ઉગ્રનક્ષત્રના યોગમાં તેનાથી બીજા તપ કરવા. [૩૭-૩૮]કૃતિકા અને વિશાખા આ બે ઉષ્ણ નક્ષત્રમાં લેપન અને સીવણ. તથા સંથારો-અવગ્રહ ધારણ કરવા. ઉપકરણ-ભાંડ (પાત્ર) આદિ, વિવાદ અવગ્રહ અને વસ્ત્રો ધારણ કરવા) આચાર્ય દ્વારા ઉપકરણ અને વિભાગ કરવા, [૩૯-૪૧]ઘષ્ઠિા , શતભિષા, સ્વાતિ, શ્રવણ અને પુનર્વસુ આ નક્ષત્રોમાં ગુરુસેવા, ચૈત્યપૂજન, સ્વાધ્યાયકરણ કરવું. વિદ્યા અને વિરતિ કરાવવી, વ્રતઉપસ્થાપના ગણિ તથા વાચકની અનુજ્ઞા કરવી. ગણસંગ્રહ, શિષ્યદીક્ષા અને ગણાવચ્છેદક થકી સંગ્રહ-અવગ્રહ કરવો. [૪૨-૪૪]બવ, બાલવ, કોલવ, શ્રિલોચન, ગર-આદિ, વણિજ, વિષ્ટી, શુકલ પક્ષના નિશાદિ કરણો છે ; શકુનિ, ચતુષ્પાદ, નાગ, કિંતુષ્મ એ ધ્રુવ કરણો છે. કૃષ્ણ, ચૌદશની રાત્રિના શકુનિકરણ હોય છે. તિથિ ને બમણી કરી અંધારી રાત ન ગણતા સાત વડે ભાગ કરતા જે શેષ ભાગ રહે તે કરણ. (સામાન્ય વ્યવહારમાં એક તિથિના બે કરણ કહ્યા છે.) Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯O ગણિવિજ્જા [૪૫] [૪૫-૪૬]બવ, બાલવ, કૌલવ, વણિજુ , નાગ, ચતુષ્પાદ આ કરણોમાં શિષ્ય-દિક્ષા કરવી. બવમાં વ્રત-ઉપસ્થાપન, ગણિ–વાચકની અનુજ્ઞા કરવી. શકુનિ અને વિષ્ટી કરણમાં અનશન કરવું. [૪૭-૪૮]ગુરુ શુક્ર અને સોમ દિવસોમાં શૈક્ષનિષ્ક્રમણ, વ્રત-ઉપસ્થાપન અને ગણિ-વાચક અનુજ્ઞા કરવી, રવિ, મંગળ અને શનિ દિવસે મૂળ-ઉત્તરગુણ, તપકર્મ અને પાદપોપગમન કાર્ય કરવું. [૪૯-૫૫]રૂદ્ર વગેરે મુહૂર્તા ૯૬ અંગુલ છાયા પ્રમાણ છે. ૬૦ અંગુલછાયાએ શ્રેય, બારે મિત્રે, છ અંગુલે આરભડ મુહૂર્ત, પાંચ અંગુલે સૌમિત્ર. ચારે વાયવ્ય, બે અંગુલે સુપ્રતીત મુહૂર્ત થાય છે. મધ્યાહ્ન સ્થિત પરિમંડલ મુહૂર્ત થાય છે. બે અંગુલે રોહણ, ચાર અંગુલ છાયાએ પુનબલ મુહૂર્ત થાય છે. પાંચ અંગુલ છાયા એ વિજય મુહૂર્ત, છ એ નૈઋત થાય છે. બાર અંગુલ છાયાએ વરુણ ૬૦ અંગુલે અધર્મ અને દ્વિીપ મુહૂર્ત થાય છે. ૯૬ અંગુલ છાયા પ્રમાણે એ રાત્રિ દિવસના મુહૂર્ત કહ્યા. દિવસ મુહૂર્ત ગતિ વડે છાયાનું પ્રમાણ જાણવું. 1 [૫૬-૫૮]મિત્ર, નંદ, સુસ્થિત, અભિજિત, ચંદ્ર, વારુણ, અગ્નિવેશ્ય, ઈશાન, આનંદ, વિજય આ મુહૂર્ત-યોગમાં શિષ્ય- દિક્ષા વ્રત-ઉપસ્થાપના અને ગણિવાચકની અનુજ્ઞા કરવી, દંભ, વલય, વાયુ, વૃષભ અને વરુણ મુહૂર્ત-યોગમાં ઉત્તમા (મોક્ષ) ને માટે પાદપોપગમન અનસન કરવું પિ૯-૬૪]૫નામધેય શકુનો માં શિષ્ય દીક્ષા કરવી. સ્ત્રીનામી શકુનોમાં વિદ્વાનો સમાધિને સાથે, નપુસંક શકુનોમાં સર્વ કમનું વર્જન કરવું, વ્યામિશ્ર નિમિત્તોમાં સર્વ આરંભો વર્જવા, તિર્યંચ બોલે ત્યારે માર્ગગમન કરવું, પુષ્પફલિત વૃક્ષ જુએતો સ્વાધ્યાયક્રિયા કરવી. વૃક્ષની ડાળ ફુટવાના અવાજે શિલ્પની ઉપસ્થાપના કરવી. આકાશ ગડગડાટ થાય તો ઉત્તમાર્થ (મોક્ષ) સાધના કરવી. બિલકૂલ ના અવાજથી સ્થાન ને ગ્રહણ કરવું. વ્રજના ઉત્પાતના શકુન થાય તો મરણ થાય. પ્રકાશ શકુનોમાં હર્ષ અને સંતોષ વિકુવો. : [૬૪-૬૮]ચલરાશિ લગ્નમાં શિષ્ય-દિક્ષા કરવી. સ્થિર રાશિ લગ્નમાં વ્રત-ઉપસ્થાપના, શ્રુતસ્કંઘ અનુજ્ઞા, ઉદ્દેશ, સમુદેશ કરવા, દ્વિરાશી લગ્ન માં મૂળગુણ ઉત્તરગુણ શિક્ષા આપવી, ખૂણા-દિશા લગ્નમાં ઉત્તમાર્થ સાધવો, એ પ્રમાણે લગ્ન બળ જાણવું અને દિશા-ખૂણાવિશે સંશય ન કરવો. [૯-૭૧]સૌમ્યગ્રહ લગ્નમાં હોય ત્યારે શિષ્યદીક્ષા કરવી, કુરગ્રહ લગ્નમાં હોય ત્યારે ઉત્તમાર્થ સાધવો. રાહુ કે કેતુ લગ્નમાં સર્વકર્મ વર્જવા, પ્રશસ્ત લગ્નોમાં પ્રશસ્ત કાર્યો કરવા, અપ્રશસ્ત લગ્નમાં સર્વ કાર્ય વર્જવા. જિનેશ્વર ભાષિત એવા ગ્રહોના લગ્નોને જાણવા જોઈએ. [૭૨]નિમિત્તો નષ્ટ થતા નથી.ઋષિભાષિતુ મિથ્યા થતું નથી,દુર્દિષ્ટ નિમિત્તો વડે વ્યવહાર નાશ પામે છે. સુદષ્ટ નિમિત્તો વડે વ્યવહાર નાશ પામતો નથી. [૭૩-૭૯]જે ઉત્પાતિકી ભાષા અને જે બાળકો બોલે છે. તેમજ સ્ત્રીઓ જે બોલે છે તેનો વ્યતિક્રમ નથી. તે જાત વડે તે જાતનું અને તે સરીખાવડે સરખું તરૂપ થી તાદ્રપ્ય અને સંદેશથી સદેશ નિર્દેશ થાય છે. સ્ત્રી-પુરુષ ના નિમિત્તોમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૭૯ શિષ્ય-દીક્ષા કરવી. નપુંસક નિમિત્તોમાં સર્વકાર્યો વર્જવા વ્યામિશ્ર નિમિત્તોમાં સર્વઆરંભ વર્જવો, નિમિત્તો કૃત્રિમ નથી. નિમિત્તો ભાવિને દર્શાવે છે. જેના વડે સિદ્ધ પુરુષો નિમિત્ત-ઉત્પતું લક્ષણને જાણે છે. પ્રશસ્ત-દઢ અને બળવાનું નિમિત્તોમાં શિલ્પ દીક્ષા, વ્રત-સ્થાપના, ગણસંગ્રહ કરવો અને ગણધર સ્થાપના કરવી. શ્રુતસ્કંઘ અને ગણિ-વાચકની અનુજ્ઞા કરવી. [૮૦-૮૧]અપ્રશસ્ત, નિર્બળ અને શિથિલ નિમિત્તોમાં સર્વ કાર્યો વર્ષવા અને આત્મસાધના કરવી, પ્રશસ્ત નિમિત્તોમાં હંમેશાં પ્રશસ્ત કાર્યો આરંભ વા, અપ્રશસ્ત નિમિત્તોમાં સર્વકાયો વર્જવા. * [૮૨-૮૪]દિવસ કરતા તિથિ બળવાન છે. તિથિ કરતાં નક્ષત્ર બળવાનું છે. નક્ષત્ર થી કરણ, કરણ થી ગ્રહદિનબળવાનું છે. ગ્રહદિન થી મુહૂર્ત, મુહૂર્તથી શકુન બળવાનું છે. શકુનથી લગ્ન બળવાનું છે. તેના કરતા નિમિત્ત પ્રધાન છે. વિલગ્ન નિમિત્ત થી નિમિત્ત બળ ઉત્તમ છે. નિમિત્ત પ્રધાન છે. નિમિત્ત થી બળવાનું લોકમાં કશું નથી. 1 [૮૫]આ રીતે સંક્ષેપ થી બળ-નિર્બળ વિધિ સુવિહિત દ્વારા કહેવાઈ છે. જે અનુયોગ જ્ઞાન ગ્રાહ્ય છે. અને તે અપ્રમત્તપણે જાણવી જોઈએ. મુનિ દીરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ૨૧ ગણિ વિજ્જા-પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ આઠમો પયનો ગુર્જરછાયા પૂર્ણ WWW.jainelibrary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ [૨] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ દેવિંદOઓ- પઈષ્ણય (નવમું પ્રકિર્ણક-ગુર્જરછાયા) [૧-૩]સૈલોક્ય ગુર, ગુણોથી પરિપૂર્ણ, દેવ અને મનુષ્ય વડે પૂજિત, ઋષભ આદિ જિનવર તથા અંતિમ તીર્થંકર મહાવીરને નમસ્કાર કરીને નિશે આગમવિદ્ કોઈ શ્રાવક સંધ્યાકાળના પ્રારંભે જેનો અહંકાર જિત્યો છે તેવા વર્ધમાન સ્વામીની મનોહર સ્તુતિ કરે અને તે સ્તુતિ કરતા શ્રાવકની પત્ની સુખપૂર્વક સામે બેસી સમભાવથી બંને હાથ જોડી વર્ધમાન સ્વામીની સ્તુતિ સાંભળે છે. [૪]તિલક રૂપી રત્ન અને સૌભાગ્યસૂચક ચિલ થી અલંકૃત ઈન્દ્રની પત્નીની સાથે અમે પણ- માન ચાલ્યું ગયું છે તેવા વર્ધમાનસ્વામીના ચરણે વંદીએ છીએ. [૫] વિનયથી પ્રણામ કરવાને કારણે જેમના મુકટ શિથિલ થઈ ગયા છે તે દેવો. દ્વારા અદ્વિતીય યશવાળા અને ઉપશાંત રોષવાળા વર્ધમાન સ્વામીના ચરણો વંદિત થયા છે. [૬]જેમના ગુણો દ્વારા બત્રીસ દેવેન્દ્રો પુરી રીતે પરાજિત કરાયા છે તેથી તેમના કલ્યાણકારી ચરણોનું અમે ધ્યાન કરીએ છીએ. [૭-૧૦]તે શ્રાવક પત્ની પોતાના પ્રિયને કહે છે કે આ રીતે અહીં જે બત્રીશ દેવેન્દ્રો કહેવાયા છે. તે વિશે મારી જિજ્ઞાસા સંતોષવા વિશેષ વ્યાખ્યા કરો. તે બત્રીશ ઈન્દ્ર કેવા છે? કયાં રહે છે? કેની કેવી સ્થિતિ છે ? ભવન-પરિગ્રહ કેટલો છે ? કોના કેટલાવિમાન છે? કેટલા ભવન છે ? કેટલા નગર છે? ત્યાંની પૃથ્વીની પહોડાઈ-ઊંચાઈ કેટલી છે ? તે વિમાનોનો વર્ણ કેવો છે ? આહારનો જધન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ કાળ કેટલો છે ? શ્વાસોશ્વાસ, અવધિજ્ઞાન કેવા છે ? વગેરે મને જણાવો. [૧૧] જેણે વિનય અને ઉપચાર દૂર કર્યા છે, હાસ્ય રસ સમાપ્ત કર્યો છે તેવી પ્રિયા દ્વારા પૂછાયેલ પ્રશ્ન ના ઉત્તરમાં તેના પતિ કહે છે કે હે સુતનુ! તે સાંભળો. [૧૨-૧૩પ્રશ્નના ઉત્તર રૂપ શ્રુતજ્ઞાનરૂપી સાગર થી જે વાત ઉપલબ્ધ છે તેમાં ઈન્દ્રોની નામાવલી ને સાંભળો. અને વીર દ્વારા પ્રણામ કરાયેલ તે જ્ઞાનરૂપી રત્ન કે જે તારાગણની પંક્તિની જેમ શુદ્ધ છે તેને પ્રસન્ન ચિત્ત હૃદયથી તમે સાંભળો. [૧૪-૧૯હે વિકસીત નયનો વાળી સુંદરી ! રત્નપ્રભા પૃથ્વી માં રહેવાવાળા તેજલેશ્યા સહિત વીસ ભવનપતિ દેવોના નામ મારી પાસેથી શ્રવણ કરો. અસુરોના Page #96 -------------------------------------------------------------------------- ________________ ગાથા = ૧૯ ૯૩ બે ભવનપતિ ઈન્દ્ર છે. ચમરેન્દ્ર અને અસુરેન્દ્ર, નાગકુમાર ના બે ઈન્દ્ર છે ધરણેન્દ્ર અને ભૂતાનંદ, સુપર્ણ ના બે ઈન્દ્રો છે વેણુદેવ અને વેણુદાલી, ઉદધિકુમાર ના બે ઈન્દ્રો છે વેણુ દેવ અને વેણુદાલી, ઉદધિકુમાર ના બે ઈન્દ્ર છે જલકાંત અને જલપ્રભ, દિશાકુમારના બે ઈન્દ્ર છે અમિતગતિ અને અમિતવાહન, વાયુકુમારના બે ઈન્દ્ર છે વેલંબ અને પ્રભંજન, સ્તનિત કુમારના બે ઈન્દ્રો- ઘોષ અને મહાઘોષ, વિદ્યુતકમારના બે ઈન્દ્રો-હરિકાંત અને હરિસ્સહ, અગ્નિકુમારના બે ઈન્દ્રો- અગ્નિ શિખ અને અગ્નિમાનવ. [૨૦-૨૭]હે વિકસિત યશ અને વિકસિત નયનો વાળી, સુખપૂર્વક ભવન માં બેસેલી (સુંદરી) મેં જે આ વીસ ઈન્દ્રો કહયા તેમનો ભવન પરિગ્રહ સાંભળ-તે ચમરેન્દ્ર, વૈરોચન અને અસુરેન્દ્ર મહાનુભવો ના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૬૪-લાખ છે. .. તે ભૂતાનંદ અને ધરણ નામક બંને નાગકુમાર ઈન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૮૪ લાખ છે, હે સુંદર ! વેણુદેવ અને વેણુદાલિ એ બંને સુપર્ણ ઈન્દ્રોના ભવનો ૭૨ લાખ છે, વેલંબ અને પ્રભંજન એ વાયુકુમાર ઈન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૯૬ લાખ છે. આ રીતે અસુરોના-૬૪, નાગકુમા૨ના-૮૪, સુવર્ણકુમાર ના-૭૨, વાયુકુમારના- ૯૬, દ્વિપ-દિશા-ઉદધિ- વિદ્યુત-સ્તનિત અને અગ્નિ એ છ એ યુગલો ના પ્રત્યેકના ભવન ૭૬-૭૬ લાખ છે. હે લીલા સ્થિત સુંદરી હવે તેમની સ્થિતિ અર્થાત્ આયુષ્ય વિશેષને ક્રમથી સાંભળ. [૨૮-૩૦]હે સુંદરી ! ચમરેન્દ્ર ની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ એક સાગરોપમ છે. તે જ બિલ અને વૈરોચન ઈન્દ્રની પણ સમજવી ચમરેન્દ્ર સિવાયના બાકીના દક્ષિણ દિશાના ઈન્દ્રની ઉત્કૃષ્ટ આયુ-સ્થિતિ દોઢ પલ્યોયમ છે. .. બલિ સિવાયના બાકી જે ઉત્તર દિશા સ્થિત ઈન્દ્રો છે તેની આયુસ્થિતિ કંઈક ન્યુન બે પલ્યોપમ છે. [૩૧-૩૮]આ બધું આયુ-સ્થિતિનું વિવરણ છે. હવે તું ઉત્તમ ભવનવાસી દેવોના સુંદર નગરોનું માહાત્મ્ય પણ સાંભળ,.. સંપૂર્ણ રત્નપ્રભા પૃથ્વી ૧૧૦૦૦ યોજન છે. તેમાં એકહજાર યોજન ઉપરાંત ભવનપતિના નગર બનેલા છે. આ બધાં ભવન અંદરથી ચતુષ્કોણ અને બહારથી ગોળાકાર છે. સ્વાભાવિક રીતે અત્યન્ત સુંદર, રમણીય, નિર્મળ,અને વજ્ર રત્ન ના બનેલા છે ભવન નગરોના પ્રાકાર સોનાના બનેલા છે. શ્રેષ્ઠ કમળની પાંખડી પર રહેલા આ ભવન વિવિધ મણીઓથી શોભિત સ્વભાવથી મનોહારી જણાય છે. લાંબા સમય સુધી ન મુરઝાનારી પુષ્પ માળા અને ચંદનથી બનેલા દરવાજાથી યુક્ત તે નગરોના ઉપરના ભાગ પતાકાઓથી શોભે છે. તેથી તે શ્રેષ્ઠ નગર રમણીય છે, તે શ્રેષ્ઠ દ્વાર આઠયોજન ઊંચા છે અને તેની ઉપરનો ભાગ લાલ કળશોથી સજાવેલા છે ઉપ૨ સોનાના ઘંટ બાંધેલા છે. આ ભવનોમાં ભવનપતિ દેવ શ્રેષ્ઠ તરુણી ના ગીત અને વાદ્યોના અવાજ ને કારણે નિત્ય સુખયુક્ત અને પ્રમુદિત રહી પસાર થતા સમયને જાણતા નથી. [૩૯-૪૨]ચમરેન્દ્ર, ધરણેન્દ્ર, વેણુદેવ, પૂર્ણ, જલકાંત, અમિતગતિ, વેલંબ, ઘોષ, હરિ અને અગ્નિશીખ એ ભવનપતિ ઈન્દ્રોના મણિરત્નોથી જડિત સ્વર્ણ સ્તંભ અને રમણીય લતામંડપ યુક્ત ભવન દક્ષિણદિશા તરફ હોય છે ઉત્તરદિશા અને તેની આસપાસ બાકીના ઈન્દ્રોના ભવન હોય છે. દક્ષિણ દિશા તરફ અસુરકુમાર ના Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૪ દેવિંદથઓ- [૪૨] ૩૪ લાખ, નાગકુમારના ૪૪ લાખ, સુવર્ણકુમારના ૪૮ લાખ, તેમજ દ્વિીપ, ઉદધિ, વિદ્યુત નિત અને અગ્નિકુમારના ૪૦-૪૦ લાખ અને વાયુકુમારના પ૦ લાખ ભવન હોય છે. ઉત્તરદિશા તરફ અસુરકુમારના ૩૦ લાખ, નાગકુમારના ૪૦ લાખ, સુવર્ણકુમારના ૩૪ લાખ, વાયુકુમારના ૪૬ લાખ, તેમજ દ્વીપ, ઉદધિ, સ્વનિત, અગ્નિકુમારના ૩૬-૩૬ લાખ ભવનો છે. [૪૩-૪૫]બધાં ભવનપતિ અને વૈમાનિક ઈન્દ્રોની ત્રણ પર્ષદા હોય છે. એ બધાના ત્રાયઅિંશક, લોકપાલ અને સામાનિક દેવ હોય છે અને ચાર ગણા અંગરક્ષક દેવ હોય છે. દક્ષિણ દિશાના ભવન પતિના ૬૪000 અને ઉત્તર દિશાના ભવનપતિના ૬0000 વાણવ્યંતરોના ૬૦૦૦ અને જ્યોતિષ ઈન્દ્રોના ૪૦૦૦ સામાનિક દેવ હોય છે. એ જ રીતે ચમરેન્દ્ર અને બલિન્દ્રની પાંચ અગ્રમહિષી અને બાકીના ભવનપતિની છ અગ્રમહિષી હોય છે. [૪-૫૦]એ રીતે જંબૂદીપમાં બે, માનુષોત્તર પર્વત્તમાં ચાર, અરુણ સમુદ્રમાં છ અને અરૂણ દ્વીપ માં આઠ એ રીતે ભવનપતિના આવાસ છે. જે નામના સમુદ્ર કે દ્વીપમાં તેમની ઉત્પત્તિ થાય છે. અસર, નાગ અને ઉદધિ કુમારોના આવાસ અણવર સમુદ્રમાં હોય છે અને તેમાં જ તેની ઉત્પત્તિ થાય છે. દ્વીપ-દિશા-અગ્નિ અને સ્વનિત કુમારોના આવાસ અણવર દ્વીપ માં હોય છે અને તેમાં જ તેમની ઉત્પત્તિ થાય છે. વાયુકુમાર-સુવર્ણકુમાર ઈન્દ્રોના આવાસ માનુષોત્તર પર્વત ઉપર હોયછે. હરિહરિસ્સહ દેવોના આવાસ વિધુત્રભ અને માલ્યવંતપર્વતો પર હોય [પ૧-૬૫)હે સુંદરી આ ભવનપતિ દેવોમાં જેનું જે બળ-વીર્ય પરાક્રમ છે તેનું યથાક્રમથી આનુપૂર્વી પૂર્વક વર્ણન કરું છું. અસુર અને અસુરકન્યા દ્વારા જે સ્વામિત્વનો વિષય છે તેનું ક્ષેત્ર જંબુદ્વીપ અને અમરેન્દ્રની ચમચંચા રાજધાની સુધી છે. આ જ સ્વામિત્વ બલિ અને વૈરોચન માટે પણ સમજવું. ધરણ અને નાગરાજ જબૂદ્વીપને ફેણ દ્વારા આચ્છાદિત કરી શકે છે. તે જ રીતે ભૂતાનંદ માટે પણ જાણવું. ગરુડેન્ટ અને વેણુદેવ પાંખ દ્વારા જંબુદ્વીપ ને આચ્છાદિત કરી શકે છે. તે જ અતિશય વેણદાલીનો પણ જાણવો. જલકાંત અને જલપ્રભ એક જલતરંગ દ્વારા જંબુદ્વીપને ભરી દઈ શકે છે. અમિતગતિ અને અમિતવાહન પોતાના એક પગની એડીથી સંપૂર્ણ જંબુદ્વીપને કંપાવી શકે છે. વેલંબ અને પ્રભંજન એક વાયુના ગુંજન દ્વારા , આખા જંબુદ્વીપને ભરી શકે છે. હે સુંદરી ! ઘોષ અને મહાઘોષ એક મેઘગર્જના શબ્દ થી જંબુદ્વીપને બહેરો કરી શકે છે. હરિ અને હરિસ્સહ એક વિદ્યુત થકી આખા જંબુદ્વિપ ને પ્રકાશિત કરી શકે છે. અગ્નિશીખ અને અગ્નિમાનવ એક અગ્નિ જવાળાથી આખા જંબુદ્વીપ ને બાળી શકે છે. હે સુંદરી તિછલોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. આમાંનો કોઈપણ એક ઈન્દ્ર પોતાના રૂપો દ્વારા આ દ્વીપ-સમુદ્રોને અવગાહી શકે છે. કોઈપણ સમર્થ ઈન્દ્ર જંબુદ્વીપ ને ડાબા હાથે છત્રની જેમ ધારણ કરી શકે છે અને મેરુપર્વતને પણ પરિશ્રમ વિના ગ્રહણ કરી શકે છે. કોઈ એક શક્તિશાળી ઈન્દ્ર જબુદ્વીપ ને છત્ર અને મેરુપર્વતને દંડ બનાવી શકે છે. આ એ બધાં ઈન્દ્રોનું બળ વિશેષ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૬૮ [૬૬-૬૮]સંક્ષેપ થી આ ભવનપતિઓના ભવનની સ્થિતિ કહી હવે યથાક્રમે વાણવ્યંતરના ભવનોની સ્થિતિ સાંભળો, પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંમર, કિંજુરષ, મહોરગ અને ગંધર્વ એ વાણવ્યંતર દેવોના આઠ પ્રકાર છે. આ વાણ વ્યંતર દેવ મેં સંક્ષેપથી કહ્યા. હવે એક-એક કરીને સોળ ઈન્દ્રો અને તેની ઋદ્ધિ ને કહીશ. [૬૯-૭૨]કાળ, મહાકાળ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિંમર, લિંપુરુષ, સપુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ અને ગીતયશ આ વાણવ્યંતર ઈન્દ્ર છે અને વાણવ્યંતરોના ભેદમાં સન્નિહિત, સામાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાલહાસ, હાયરતિ, શ્વેત, મહાશ્વેત, પતંગ, પતંગપતિ એ સોળ ઈન્દ્રો જાણવા. [૭૩-૮૦]વ્યંતર દેવ ઉર્ધ્વ અઘો અને તિર્યકુ લોકમાં ઉત્પન્ન થાય છે અને નિવાસ કરે છે. તેના ભવનો રત્નપ્રભા પૃથ્વી ના ઉપરના વિભાગમાં હોય છે. એક-એક યુગલ માં નિયમા અસંખ્યાત શ્રેષ્ઠભવન છે. તે વિસ્તારથી સંખ્યાત યોજન વાળા છે જેના વિવિધ ભેદ આ પ્રમાણે છે. તે ઉત્કૃષ્ટથી જંબુદ્વીપ સમાન, જધન્ય થી ભરતક્ષેત્ર સમાન અને મધ્યમથી વિદેહ ક્ષેત્ર સમાન હોય છે. જેમાં વ્યંતર દેવો શ્રેષ્ઠ તરુણીના ગીત અને સંગીત ના અવાજને કારણે નિત્ય સુખ યુક્ત અને આનંદિત રહેતા પસાર થતાં સમયને જાણતા નથી. મણિ-સ્વર્ણ અને રત્નોના સ્તૂપ અને સોનાની વેદિકાથી યુક્ત એવા તેમના ભવન દક્ષિણ દિશા તરફ હોય છે અને બાકીના ઉત્તર દિશા પાસે હોય છે. આ વ્યંતર દેવોનું જઘન્ય આયુ ૧૦૦૦૦ વર્ષ છે. અને ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ છે. આ રીતે વ્યંતર દેવોના ભવન અને સ્થિતિ સંક્ષેપથી કહી છે હવે શ્રેષ્ઠ જ્યોતિષ્ક દેવોના આવાસનું વિવરણ સાંભળ. [૮૧-૮૬] ચંદ્ર, સૂર્ય, તારાગણ, નક્ષત્ર અને ગ્રહગણ સમૂહ એ પાંચ પ્રકાર ના જ્યોતિષી દેવ કહયા છે. હવે તેની સ્થિતિ અને ગતિ કહીશ. તિછલોકમાં જ્યોતિષીઓના અધકપિત્થ ફળના આકારવાળા સ્ફટિક રત્નમય, રમણીય અસંખ્યાત વિમાન છે. રત્નપ્રભા પૃથ્વીના સમભૂતલા ભાગથી ૭૦૦ યોજના ઊંચાઈએ તેનું નિમ્ન તળ છે અને તે સમભૂલા પૃથ્વીથી સૂર્ય ૮00 યોજન ઉપર છે. એ જ રીતે ચંદ્રમાં ૮૮૦ યોજનમાં ઉપર છે એ રીતે જ્યોતિષ દેવોનો વિસ્તાર ૧૧૦ યોજનમાં છે. એક યોજનના ૬૧ ભાગ કરીએ તો તે ૬૧ ભાગમાં પ૬ માં ભાગ જેટલું ચંદ્ર પરિમંડલ હોય છે. અને સૂર્યનો આયામ વિખંભ ૪૮ ભાગ જેટલો હોય છે. જેમાં જ્યોતિષી દેવ શ્રેષ્ઠ તરુણીઓ ના ગીત અને વાદ્યોના અવાજને કારણે નિત્ય સુખ અને પ્રમોદથી પસાર થતા કાળને જાણતા નથી. [૮૭-૮૧એક યોજનના ૬૧ ભાગમાંથી પ૬ ભાગ વિસ્તાર વાળું ચંદ્ર મંડલ હોય છે અને ૨૮ ભાગ જેટલી પહોડાઈ હોય છે. ૪૮ ભાગ જેટલા વિસ્તાર વાળું સૂર્યમંડલ અને ૨૪ ભાગ જેટલી પહોડાઈ હોય છે. ગ્રહો અડધા યોજન વિસ્તારમાં તેનાથી અડધા વિસ્તાર માં નક્ષત્ર સમૂહ અને તેનાથી અડધા વિસ્તારમાં તારા સમૂહ હોય છે. તેના અડધા વિસ્તાર પ્રમાણે તેની પહોડાઈ હોય છે. એક યોજનનું અડધું બે ગાઉ થાય છે. તેમાં પ૦૦ ધનુષ હોય છે. આ ગ્રહનક્ષત્ર સમૂહ અને તારા વિમાનો નો વિસ્તાર છે. જેનો જે આયામ વિષ્કન્મ છે તેનાથી અડધી તેની પહોડાઈ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૬ દેવિંદFઓ- [૨] હોય છે. અને તેનાથી ત્રણ ગણી અધિક પરિધિ હોય છે તેમ જાણવું [૯૨-૯૩]ચંદ્ર-સૂર્ય વિમાનોનું વહન ૧૬૦૦૦ દેવ કરે છે, ગ્રહ વિમાનોનું વહન ૮000 દેવ કરે છે. નક્ષત્ર વિમાનોનું વહન 8000 દેવ કરે છે અને તારા વિમાનોનું વહન ૨000 દેવ કરે છે. તે દેવ પૂર્વમાં સિંહ, દક્ષિણમાં મહાકાય હાથી, પશ્ચિમમાં બળદ અને ઉત્તરમાં ઘોડા રૂપે વહન કરે છે. [૯૪-૯૬]ચંદ્ર-સૂર્ય-ગ્રહ નક્ષત્ર અને તારા એક એક થી તેજ ગતિએ ચાલે છે. ચંદ્રની ગતિ સૌથી ઓછી અને તારાની ગતિ સૌથી તેજ છે. એ પ્રમાણે જ્યોતિષ્ક દેવની ગતિ વિશેષ જાણવી. ઋદ્ધિમાં તારા-નક્ષત્ર-ગ્રહ-સૂર્ય અને ચંદ્ર એક-એક કરતા વધારે ઋદ્ધિવાન જાણવા. [૯૭-૧૦૦] બધાંની અંદર અભિજિત નક્ષત્ર છે, બધાંની બહાર મૂળ નક્ષત્ર છે. ઉપર સ્વાતિ નક્ષત્ર છે અને નીચે ભરણી નક્ષત્ર છે. નિશ્ચયથી ચંદ્ર અને સૂર્યની વચ્ચે બધાં ગ્રહ-નક્ષત્ર હોય છે. ચંદ્ર અને સૂર્યની બરાબર નીચે અને ઉપર તારા હોય છે. તારાઓનું પરસ્પર જઘન્ય અંતર ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ અંતર ૪૦૦૦ ધનુષ (બે ગાઉ) હોય છે. વ્યવધાનની અપેક્ષાએ તારાઓનું અંતર જઘન્ય ૨૬૬ યોજન અને ઉત્કૃષ્ટ થી ૧૨૨૪૨ યોજન કહેવાયું છે. (૧૦૧-૧૦૪]આ ચંદ્રયોગ ની ૬૭ ખંડિત અહોરાત્રિ, ૯ મુહૂર્ત અને ૨૭ કળા હોય છે. શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા આ છ નક્ષત્ર ૧૫ મુહૂર્ત સંયોગવાળા છે. ત્રણે ઉત્તરા નક્ષત્ર તથા પુનર્વસુ, રોહિણી, વિશાખા આ છ નક્ષત્ર ચંદ્રમાં સાથે ૪૫ મુહૂર્ત નો સંયોગ કરે છે. બાકી પંદર નક્ષત્ર ચંદ્રમાં સાથે ૩૦ મુહૂર્તનો સંયોગ કરે છે આ રીતે ચંદ્રમાં સાથે નક્ષત્રનો યોગ જાણવો. [૧૦પ-૧૦૮અભિજિત નક્ષત્ર સૂર્ય સાથે ચાર અહોરાત્રી અને છ મુહૂર્ત એક સાથે ગમન કરે છે. એ જ પ્રકારે બાકીના સંબંધે કહું છું. શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા આ છ નક્ષત્ર છ અહોરાત્રિ અને ૨૧ મુહૂર્ત સુધી સૂર્ય સાથે ભ્રમણ કરે છે. ત્રણ ઉત્તરા નક્ષત્ર તથા પુનર્વસુ રોહિણી અને વિશાખા આ છ નક્ષત્ર ૨૦ અહોરાત્રિ અને ત્રણ મુહૂર્ત સુધી સૂર્ય સાથે ભ્રમણ કરે છે. બાકીના ૧૫ નક્ષત્ર ૧૩ અહોરાત્રિ અને ૧૨ મુહૂર્ત સૂર્ય સાથે ભ્રમણ કરે છે. [૧૦૯-૧૨૬]બે ચંદ્ર, બે સૂર્ય, પદ નક્ષત્ર, ૧૭૬ ગ્રહ એ બધાં જંબુદ્વિીપ ઉપર વિચરણ કરે છે. ૧૩૩૯૫૦ કોડાકોડી તારાગણ જંબુદ્વીપ માં હોય છે. લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર, ૪- સૂર્ય ૧૧૨ નક્ષત્ર અને ૩પર પ્રહ ભ્રમણ કરે છે. ધાતકી ખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય ૩૩૬ નક્ષત્ર, ૧૦૫૬ ગ્રહ અને ૮૦૩૭૦૦ કોડાકોડી તારાગણ હોય છે. કાલોદધિ સમુદ્રમાં તેજસ્વી કિરણોથી યુક્ત ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય ૧૧૭૬ નક્ષત્ર, ૩૯૬ ગ્રહો અને ૨૮૧૨૯૫૦ કોડાકોડીં તારાગણ હોય છે. એ જ રીતે પુખરવરદ્વીપ માં ૧૪ ચંદ્ર, ૧૪ સૂર્ય, ૪૦૩૨ નક્ષત્ર, ૧૨૬૩૨ ગ્રહ ૯૬,૪૪૦૦ કોડાકોડી તારાગણ વિચરણ કરે છે. અર્ધપુષ્કરવરદ્વીપ માં તેનાથી અડધા અર્થાત્ ૭ર ચંદ્ર, ૭૨ સૂર્ય આદિ વિચરણ કરે છે. આ રીતે સમસ્ત મનુષ્ય લોકને ૧૩૨ ચંદ્ર, ૧૩૨ સૂર્ય, ૧૧૬૧૬ મહાગ્રહો, ૩૬૯૬ નક્ષત્ર અને ૮૮૪૦૭૦૦ કોડાકોડી તારાગણનો સમૂહ પ્રકાશીત કરે છે. [૧૨૭-૧૨૯] સંક્ષેપ થી મનુષ્ય લોકમાં આ નક્ષત્ર સમૂહ કહ્યો. મનુષ્ય ... Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૧૨૯ લોકની બહાર જિનેન્દ્રો દ્વારા અસંખ્યાત તારા કહયા છે. આ રીતે મનુષ્ય લોક માં જે સૂર્ય વગેરે ગ્રહ કહયા છે તે કદંબ વૃક્ષના ફૂલ ના આકાર ની સમાન વિચરણ કરે છે. આ રીતે મનુષ્યલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર કહ્યા છે જેમાં નામ અને ગોત્ર સાધારણ બુદ્ધિવાળા મનુષ્ય કહી શકતા નથી. [૧૩૦-૧૩૬]મનુષ્ય લોકમાં ચંદ્ર અને સૂર્યોની ૬૬ પિટક છે અને એક એક પિટક માં બે-બે ચન્દ્ર અને સૂર્ય છે. નક્ષત્ર આદિની ૬૬ પિટક અને એક એક પિટકમાં પદ નક્ષત્ર છે. મહાગ્રહો ૧૭૬ છે. એ જ રીતે મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્ય ૪-૪ પંક્તિઓ છે. દરેક પંક્તિમાં ૬૬ ચંદ્ર, ૬૬ સૂર્ય છે, નક્ષત્રોની પદ પંક્તિ છે અને એક એક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્રો હોય, ગ્રહોની ૭૬ પંક્તિ હોય છે દરેકમાં ૬૬-૬૬ ગ્રહો * હોય છે. ચંદ્ર, સૂર્ય અને ગ્રહ સમૂહ અનવસ્થિત સંબંધથી તે મેરુપર્વતની પરિક્રમાં કરતા બધાં મેરુપર્વતની મંડલાકાર પ્રદક્ષિણા કરે છે. [૧૩૩-૧૪oએ જ રીતે નક્ષત્રો અને ગ્રહોના નિત્ય-મંડલ પણ જાણવા તે પણ મેરુપર્વતની પ્રદક્ષિણા મંડલ આકારે કરે છે. ચંદ્ર અને સૂર્યની ગતિ ઉપર નીચે હોતી નથી પણ અત્યંતર-બાહ્ય તિર્થી અને મંડલાકાર હોય છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ જ્યોતિષ્કોના પરિભ્રમણ વિશેષ દ્વારા મનુષ્યોના સુખ મને દુઃખની ગતિ હોય છે. તે જ્યોતિષ્ક દેવ નજીક હોય તો તાપમાન નિયમ થી વધે છે અને દૂર હોય તો તાપમાન ઘટે છે. તેમનું તાપ ક્ષેત્ર કલબુક પુષ્પના સંસ્થાન ની સમાન હોય છે અને ચંદ્ર-સૂર્યનું તાપક્ષેત્ર અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત હોય છે. ૧૪૧-૧૪૬]કયા કારણથી ચંદ્રમા વધે છે અને કયા કારણથી ચંદ્રમાં ક્ષીણ થાય છે ? અથવા કયા કારણથી ચંદ્રની જ્યોત્સના અને કાલિમાં થાય છે? રાહુનું કાળુ વિમાન હંમેશા ચંદ્રમા ની સાથે ચાર આંગળ નીચે નિરંતર ગમન કરે છે. શુકલપક્ષમાં ચન્દ્રનો ૬૨-૬૨ મો ભાગ રાહુથી અનાવૃત્ત થતો રોજ વધે છે અને કૃષ્ણ પક્ષમાં તેટલા જ સમયમાં રાહુથી આવૃત થઈને ઘટે છે. ચંદ્રમાંના પંદર ભાગ ક્રમશઃ રાહુના પંદર ભાગોથી અનાવૃત્ત થતા જાય છે અને પછી આવૃત્ત થતા જાય છે. એ કારણ થી ચંદ્રમા વૃદ્ધિ ને અને હાસને પામે છે. એ જ કારણે જ્યોત્સના અને કાલિમાં આવે છે. [૧૪૭-૧૪૮]મનુષ્ય લોકમાં ઉત્પન અને સંચરણ કરવાવાળા ચંદ્ર સૂર્ય, ગ્રહ-સમૂહ આદિ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવ હોય છે. મનુષ્ય લોક બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા અને નક્ષત્ર છે તેની ગતિ પણ નથી અને સંચરણ પણ નથી તેથી તેને સ્થિર જ્યોતિષ્ક જાણવા. [૧૪૯-૧૫૧]આ ચંદ્ર-સૂર્ય જંબુદ્વીપમાં બે-બે, લવણ સમુદ્રમાં ચાર-ચાર, ધાતકી ખંડમાં બાર-બાર હોય છે, એટલે કે જંબુદ્વીપમાં બે ગણા, લવણ સમુદ્રમાં ચારગણા અને ધાતકી ખંડમાં બારગણા હોય છે. ધાતકી ખંડ ના આગળના ક્ષેત્રમાં અર્થાત્ દ્વીપ સમુદ્રમાં સૂર્ય ચંદ્રની સંખ્યા ને તેની પૂર્વેના દ્વીપ સમુદ્રની સંખ્યા કરતા ત્રણગુણાકરી તથા તેમાં પૂર્વના ચંદ્ર અને સૂર્યોની સંખ્યા ઉમેરીને જાણવા. (જેમકે કાલોદધિ સમુદ્રમાં ૪ર-૪ર ચંદ્ર સૂર્ય વિચરે છે તે આ રીતે-પૂર્વના લવણ સમુદ્રમાં ૧૨-૧૨ છે તો તેના ત્રણ ગુણા એટલે ૩૬ અને તેમાં પૂર્વના ર+૪ ઉમેરો તો ૪ર ચંદ્ર[7] Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૮ દેવિંદથઓ– [૧૫૧] સૂર્ય થાય એ રીતે આગળ-આગળ ગણતા જવું) " [૧પ૨]જો તું દ્વીપ સમુદ્રમાં નક્ષત્ર-ગ્રહ-તારા ની સંખ્યા જાણવા ઈચ્છતી હો તો એક ચંદ્ર પરિવારની સંખ્યાથી ગુણા કરવાથી તે દ્વીપ-સમુદ્રના નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જાણી શકાશે. [૧૫૩-૧૫]માનુષોત્તર પર્વત ની બહાર ચંદ્ર અને સૂર્ય અવસ્થિત છે ત્યાં ચંદ્રમાં અભિજિત નક્ષત્રના યોગ વાળો અને સૂર્ય પુષ્ય નક્ષત્રના યોગ વાળો હોય છે. સૂર્યથી ચંદ્ર અને ચંદ્રથી સૂર્યનું અંતર ૫૦ હજાર યોજનથી ઓછું હોતું નથી. ચંદ્ર નું ચંદ્ર થી અને સૂર્યનું સૂર્યથી અંતર ૧- લાખ યોજન હોય છે. ચંદ્રમાથી સૂર્ય અંતરિત છે અને પ્રદીપ્ત સૂર્યથી ચંદ્રમાં અંતરીત છે. તે અનેક વર્ણના કિરણો વાળા હોય છે. [૧૫૭-૧૫૮]એક ચંદ્રપરિવારના ૮૮ ગ્રહ અને ૨૮ નક્ષત્ર હોય છે. ૬૬૯૭૫ કોડાકોડી તારાગણ હોય છે. [૧૫૯-૧૬૧]સૂર્ય-દેવોની આયુસ્થિતિ ૧ હજાર વર્ષ પલ્યોપમ અને ચંદ્ર દેવોની આયુ સ્થિતિ ૧ લાખ વર્ષ પલ્યોપમથી અધિક કહી છે. ગ્રહોની ૧-પલ્યોપમ, નક્ષત્રોની અડધો પલ્યોપમ અને તારાની (૧/૪) પા પલ્યોપમ કહી છે. જ્યોતિષ્ક દેવોની જઘન્યસ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિસાધિક એક લાખ પલ્યોપમ વર્ષ કહી છે. [૧૨]મેં ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની સ્થિતિ કહી છે. હવે મહાગુ ઋદ્ધિવાળા ૧૨ કલ્પપતિ ઈન્દ્રોનું વિવરણ કરીશ. F૧૬૩-૧૬૮] પહેલા સૌધર્મપતિ, બીજા ઈશાનપતિ, ત્રીજા સનત્કુમાર, ચોથા માહેન્દ્ર, પાંચમાં બ્રહ્મ છઠ્ઠા લાંતક, સાતમા મહાશુક્ર, આઠમાં સહસ્ત્રાર, નવમાં આણત, દશમાં પ્રાણત અગિયારમાં આરણ અને બારમાં અય્યત ઈન્દ્ર હોય છે. આ પ્રકારે આ બાર કલ્પપતિ ઈન્દ્ર કલ્પોના સ્વામી કહેવાયા એમના સિવાય દેવોને આજ્ઞા દેનાર બીજું કોઈ નથી, આ કલ્પવાસીની ઉપર જે દેવગણ છે તે સ્વશાસિત ભાવના થી ઉત્પન્ન થાય છે. કેમકે રૈવેયક માં અન્ય રૂપ અથતું દાસ ભાવ કે સ્વામી ભાવથી ઉત્પત્તિ સંભવ નથી. જે સમ્યક્દર્શન થી પતિત પણ શ્રમણ-વેશ ધારણ કરે છે તેમની પણ ઉત્પત્તિ ઉત્કૃષ્ટ રૂપે રૈવેયક સુધી થાય છે. [૧૬૯-૧૭૩]અહીં સૌધર્મ કલ્પપતિ શક્ર મહાનુભવના ૩૨ લાખ વિમાનોનું કથન છે. ઈશાનેન્દ્ર ના ૨૮ લાખ, સનકુમાર ના ૧૨- લાખ, મહેન્દ્ર માં ૮- લાખ, , બ્રહ્મલોક માં ૪- લાખ, લાંતક માં પ૦ હજાર, મહાશુક માં ૪૦ હજાર, સહસ્ત્રારમાં છ હજાર, આણત- પ્રાણતમાં ૪૦૦, આરણ અય્યત માં ૩૦૦ વિમાનો કહ્યા છે અર્થાત્ આટલી સંખ્યાના વિમાનોનું અધિપતિ પણું તે-તે ઈન્દો ભોગવે છે. [૧૭૪-૧૮]આ પ્રકારે હે સુંદરી ! જે કલ્પ માં જેટલા વિમાન કહેવાયા તે કલ્પપતિની સ્થિતિ વિશેષ ને સાંભળ શક મહાનુભાગની બે સાગરોપમ, ઈશાનેન્દ્રની આધિક બે સાગરોપમ, સનકુમારેન્દ્ર ની સાત સાગરોપમ, માહેન્દ્ર ની સાધિક સાત સાગરોપમ, બ્રહ્મલોકેન્દ્રની દશ સાગરોપમ, લાંત કેન્દ્ર ની ૧૪ સાગરોપમ, મહાશુકેન્દ્રની ૧૭- સાગરોપમ, સહસ્ત્રારેન્દ્રની ૧૮ સાગરોપમ, આનત કલ્પ ૧૯ અને પ્રાણત કલ્પ ૨૦ સાગરોપમ, આરણ કલ્પ ૨૧ સાગરોપમ અને Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૮૬ અમ્રુત કલ્પે ૨૨ સાગરોપમ આયુ સ્થિતિ જાણવી. આ રીતે કલ્પપતિના કલ્પમાં આવું સ્થિતિ કહી હવે અનુત્તર અને રૈવેયક વિમાનોના વિભાગ ને સાંભળો અધો-મધ્યમ-ઉર્ધ્વ એ ત્રણ રૈવેયક છે અને પ્રત્યેકના ત્રણ પ્રકારે છે. એ રીતે રૈવેયક નવ છે. સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, વત્સ, સુવત્સ, સુમનસ, સોમનસ અને પ્રિયદર્શન. નીચે વાળા ગ્રેવેયક માં ૧૧૧, મધ્યમ રૈવેયકમાં ૧૦૦, ઉપરના રૈવેયકમાં ૧૦૦ અને અનુત્તરોપપાતિક માં પાંચ વિમાન કહયા છે હે નમિતાંગિ ! સૌથી નીચે વાળા રૈવેયક દેવો નું આયુ ૨૩-સાગરોપમ બાકીના ઉપરના આઠમાં ક્રમશઃ ૧-૧ સાગરોપમ આયુ સ્થિતિ વધતી જાય છે. વિજય-વૈજયંત-જયંતઅપરાજિત એ ચાર ક્રમશઃ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર માં સ્થિત છે મધ્યમાં સવથિસિદ્ધ નામે પાંચમું વિમાન છે. આ બધાં વિમાનોની સ્થિતિ ૩૩ સાગરોપમાં કહી છે. સવથિસિદ્ધ માં અજઘન્યોત્કૃષ્ટ ૩૩ સાગરોપમ કહી છે. [૧૮૭-૧૮૮] નીચે ઉપરના બે-બે કલ્પયુગલ અર્થાત્ આ આઠ વિમાન અર્ધ ચંદ્રાકાર છે અને મધ્યના ચાર કલ્પ પૂર્ણ ચંદ્રાકાર છે. રૈવેયક દેવાના વિમાન ત્રણ ત્રણ પંક્તિમાં છે. અનુત્તર વિમાન હુલ્લક- પુષ્પ ના આકારવાળા હોય છે. [૧૮૯-૧૯o] સૌધર્મ અને ઈશાન એ બે કલ્પો માં દેવવિમાન ઘનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે. સાનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મ એ ત્રણ કલ્પોમાં વાયુ ઉપર પ્રતિષ્ઠિત છે અને લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ત્રણ ઘનોદધિ, ઘનવાત બંનેના આધાર પર પ્રતિષ્ઠિત છે. તેનાથી ઉપરના બધાં વિમાનો આકાઅંતર પ્રતિષ્ઠિત છે. આ રીતે ઉદ્ગલોકના વિમાનની આધાર વિધિ કહી. [૧૯૧-૧૯૩ભવનપતિ અને વ્યંતર દેવોમાં કૃષ્ણ-નીલ-કાપોત અને તેને લેશ્યા હોય છે. જ્યોતિષ્ઠ, સૌધર્મ અને ઈશાન દેવોમાં તેજલેશ્યા હોય છે. સાનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકમાં પદ્મવેશ્યા હોય છે. તેમની ઉપરના દેવલોકોમાં શુકલતેશ્યા હોય છે. સૌધર્મ અને ઈશાન બે કલ્પો વાળા દેવોનો વર્ણ તપેલા સોના જેવો, સનત્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકના દેવોનો વર્ણ પદ્ય જેવો શ્વેત અને તેની ઉપરના દેવોનો વર્ણ શુકલ હોય છે. [૧૯૪-૧૯૮] ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની ઊંચાઈ સાત હાથ પ્રમાણ હોય છે. હે સુંદરી ! હવે ઉપરના કલ્પપતિ દેવોની ઊંચાઈ ને સાંભળ. સૌધર્મ અને ઈશાનની સાત હાથ પ્રમાણ, તેની ઉપર બળે કલ્પ સમાન હોય છે અને એક-એક હાથ પ્રમાણ માપ ઘટતું જાય છે. રૈવેયકોની બે હાથ પ્રમાણ અને અનુત્તર વિમાનવાસીની ઊંચાઈ એક હાથ પ્રમાણ હોય છે. એક કલ્પ થી બીજા કલ્પના દેવોની સ્થિતિ એક સાગરોપમ થી અધિક હોય છે અને તેની ઊંચાઈ તેનાથી ૧૧ ભાગ ઓછી હોય છે. વિમાનોની ઊંચાઈ અને તેની પૃથ્વીની જાડાઈ તે બંનેનું પ્રમાણ ૩૨૦૦ યોજન હોય છે. [૧૯૯-૨૦૨] ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની કામક્રીડા શારીરિક હોય છે. હે સુંદરી હવે તું કલ્પપતિઓની કામકૂડા વિધિ સાંભળ. સૌધર્મ અને ઈશાન કલ્પો માં જે દેવ છે તેની કામક્રીડા શારીરિક હોય છે. સાનકુમાર અને માહેન્દ્ર ની સ્પર્શ દ્વારા હોય છે. બ્રહ્મ અને લાંતક ના દેવોની ચક્ષુ દ્વારા હોય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ દેવિંદFઓ- [૨૦૨] મહાશુક્ર અને સહસ્ત્રાર ના દેવોની કામક્રીડા શ્રોત્ર (કાન) થકી હોય છે. આણતપ્રાણત-આરણ-અશ્રુત કલ્પના દેવોની મનદ્વારા હોય છે અને તેની ઉપરના દેવોને કામક્રીડા હોતી નથી. [૨૦૩-૨૦૪) ગોશીર્ષ, અગરુ, કેતકીના પાન, પુનાગના ફૂલ, બકુલની ગંધ, ચંપક અને કમલની ગંધ અને તગર વગેરેની સુગંધ દેવતાઓમાં હોય છે. આ ગંધવિધિ સંક્ષેપ થી ઉપમા દ્વારા કહેવાઈ છે. દેવતાઓ દષ્ટિ થી સ્થિર અને સ્પર્શ અપેક્ષાએ સુકુમાર હોય છે. [૨૦૫-૨૦૮]ઉર્ધ્વલોકમાં વિમાનોની સંખ્યા ૮૪૯૭૦૨૩ છે. તેમાં પુષ્પ આકૃતિવાળા ૮૪૮૯૧૫૪ છે. શ્રેણીબદ્ધ વિમાન ૭૮૭૪ છે. બાકીના વિમાન પુષ્પ કર્ણિકા આકૃતિ વાળા છે. વિમાનોની પંક્તિ નું અંતર નિશ્ચયથી અસંખ્યાત યોજન અને પુષ્પ કર્ણિકા આકૃતિવાળા વિમાનનું અંતર સંખ્યાત-સંખ્યાત યોજન કહયું છે. [૨૦૯-૨૧૩]આવલિકા પ્રવિષ્ટ વિમાન ગોળાકાર, ત્રિકોળ અને ચતુષ્કોણ હોય છે. જ્યારે પુષ્પકર્ણિકા ની સંરચના અનેક આકારમાં હોય છે. વર્તુળાકાર વિમાન કંકણાકૃતિ જેવા, ત્રીકોણવિમાન શીંગોડા જેવા અને ચતુષ્કોણવિમાન પાસા. જેવા હોય છે. એક અંતર પછી ચતુષ્કોણ પછી વર્તુળ અને પછી ત્રિકોણ એ રીતે હોય છે. વિમાનોની પંક્તિ વર્તુળાકાર ઉપર વર્તુળાકાર, ત્રિકોણ ઉપર ત્રિકોણ, ચતુષ્કોણ ઉપર ચતુષ્કોણ હોય છે. બધા વિમાનો નું અવલંબન દોરડાની જેમ ઉપરથી નીચે અને એક છેડાથી બીજા છેડા સુધી સમાન હોય છે. * [૨૧૪-૨૧૬]બધાં વર્તળાકાર વિમાન પ્રાકાર થી ઘેરાયેલા અને ચતુષ્કોણ વિમાન ચારે દિશાઓમાં વેદિકા યુક્ત કહયા છે. જ્યાં વર્તુળાકાર વિમાન હોય છે ત્યાં જ ત્રિકોણ વિમાનોની વેદિકા હોય છે. બાકીના પાર્થભાગે પ્રાકાર હોય છે. બધા વર્તુળાકાર વિમાન એક દ્વાર વાળા હોય છે. ત્રિકોણ વિમાન ત્રણ અને ચતુષ્કોણ વિમાનમાં ચાર દરવાજા હોય છે. (આ વર્ણન કલ્પપતિના વિમાનનું જાણવું) [૨૧૭-૨૧૮ભવનપતિ દેવોના ૭ કરોડ ૭૨ લાખ ભવન હોય છે. આ ભવનોનું સંક્ષિપ્ત કથન કહયું. તિછલોકમાં ઉત્પન્ન થનારા વાણવ્યંતર દેવોના અસંખ્યાત ભવન હોય છે. તેનાથી સંખ્યાતગણા અધિક જ્યોતિષીદેવોના વિમાન છે. [૨૧]વિમાનવાસી દેવો અલ્પ છે. તેના કરતા વ્યંતર દેવો અસંખ્યાત ગુણા છે. તેનાથી સંખ્યાત ગુણા અધિક જ્યોતિષ્ક દેવ છે. [૨૨]સૌધર્મ દેવલોકમાં દેવીઓના અલગ વિમાનો ની સંખ્યા છ લાખ હોય છે. અને ઈશાન કલ્પમાં ચાર લાખ હોય છે. [૨૨૧-૨૨૪]પાંચ પ્રકારના અનુત્તર દેવો ગતિ, જાતિ અને દષ્ટિની અપેક્ષા એ શ્રેષ્ઠ છે અને અનુપમ વિષય સુખવાળા છે. જે રીતે સર્વ શ્રેષ્ઠ ગંધ, રૂપ અને શબ્દ હોય છે તે રીતે સચિત્ત પગલોના પણ સર્વશ્રેષ્ઠ રસ, સ્પર્શ અને ગંધ આ દેવોના હોય છે. જેમ ભમરો વિકસીત કળી, વિકસીત કમલ રજ અને શ્રેષ્ઠ કસમની મકરંદનું સુખપૂર્વક પાન કરે છે ( તે રીતે આ દેવો પૌગલિક વિષય સેવે છે.) હે સુંદરી ! આ દેવો શ્રેષ્ઠ કમળ જેવા શ્વેતવર્ણ વાળા એક જ ઉત્પત્તિ સ્થાન માં નિવાસ કરવાવાળા અને તે ઉત્પત્તિ સ્થાનથી વિમુક્ત થઈને સુખનો અનુભવ કરે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૨૨૫ ૧૦૧ [૨૨પ-૨૩૨]હે સુંદરી ! અનુત્તર વિમાનવાસી દેવોને ૩૩ હજાર વર્ષ પુરા થાય ત્યારે આહારની ઈચ્છા થાય છે. મધ્યવર્તી આયુ ધારણ કરનાર દેવને ૧૬૫૦૦ વર્ષ પુરા થયે આહાર ગ્રહણ હોય છે. જે દેવ ૧૦ હજાર વર્ષના આયુને ધારણ કરે છે. તેનો આહાર એક એક દિવસના અંતરે હોય છે. હે સુંદરી ! ૧ વર્ષ સાડાચાર મહિને અનુત્તરવાસી દેવોને શ્વાસોશ્વાસ હોય છે. હે સુતનું ! મધ્યમ આયુને ધારણ કરવાવાળા દેવતાઓને આઠ માસ અને સાડાસાત દિને શ્વાસોશ્વાસ હોય છે. જઘન્ય આયુ ને ધારણ કરવાવાળા દેવોનો શ્વાસોશ્વાસ સાત સ્તોક પૂર્ણ થતા હોય છે . દેવોને જેટલા સાગરોપમની જેની સ્થિતિ તેટલા જ પખવાડીયે શ્વાસોશ્વાસ હોય છે. , અને એટલા જ હજાર વર્ષે તેને આહારની ઈચ્છા થાય છે. આ રીતે આહાર અને શ્વાસોશ્વાસ મેં વર્ણવ્યો હે સુંદરી! હવે જલ્દી તેના સૂક્ષ્મ અંતર ને હુ ક્રમશઃ કહીશ. [૨૩૩-૨૪૦]હે સુંદરી ! આ દેવોનો જે વિષય જેટલી અવધિનો હોય છે તેનું હું આનુપૂર્વી ક્રમથી વર્ણન કરીશ. સૌધર્મ અને ઈશાન દેવ નીચે એક નરક સુધી સનત્કુમાર અને માહેન્દ્ર બીજી નરક સુધી, બ્રહ્મ અને લાંતક ત્રીજી નરક સુધી, શુક્ર અને સહસ્ત્રાર ચોથી નરક સુધી, આનત અને પ્રાણત, આરણ અને અશ્રુત દેવ પાંચમી નરક સુધી નીચે અને મધ્યવર્તી રૈવેયક દેવો છઠ્ઠી નરક સુધી, ઉપરના રૈવેયક સાતમી નરક સુધી અને પાંચ અનુત્તરવાસી સંપૂર્ણ લોકનાડીને અવધિ જ્ઞાનથી જુએ છે. અડધા સાગરોપમથી ઓછા આયુષ્ય વાળા દેવો અવધિજ્ઞાનથી તિર્ણ સંખ્યાત યોજન, તેનાથી અધિક પચ્ચીશ સાગરોપમવાળાનો અવધિ વિષય પણ જઘન્ય થી સંખ્યાયોજન હોય છે. તેનાથી વધારે આયુવાળા દેવો તિછું અસંખ્યાત દ્વીપ-સમુદ્ર સુધી જાણે છે. ઉપર બધાં પોતાના કલ્પની ઊંચાઈ સુધી જાણે છે. અબાહ્ય અથતુિં જન્મથી અવધિજ્ઞાનવાળા નારકી, દેવ, તીર્થંકર પૂર્ણપણે જુએ છે અને બાકીના અવધિજ્ઞાની દેશથી જુએ છે. મેં સંક્ષેપથી આ અવધિજ્ઞાની વિષયક વર્ણન કર્યું. હવે વિમાનોના રંગ, જાડાઈ અને ઊંચાઈ કહીશ. [૨૪૧-૨૪૬સૌધર્મ અને ઈશાન કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૭૦૦ યોજન છે અને તે રત્ન થી ચિત્રિત જેવી છે. સુંદર મણીની વેદિકાથી યુક્ત, વૈદુર્યમણિના સ્તુપોથી યુક્ત, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત એવા ઘણાં પ્રાસાદ આ વિમાનમાં હોય છે. તેમાં જે કૃષ્ણ વિમાન છે તે સ્વભાવથી અંજન ધાતુસમાન તથા મેઘ અને કાક સમાન વર્ણવાળા છે. જેમાં દેવતાઓ વસે છે. જે લીલા રંગના વિમાન છે તે સ્વભાવથી મેદક ધાતુ સમાન અને મોરની ગર્દન જેવા વર્ણવાળા છે જેમાં દેવતાસો વસે છે. જે દીપશિખા ના રંગવાળા વિમાન છે તે જાસુદ પુષ્પ, સૂર્ય જેવા અને હિંગુલ ધાતુ ના સમાન વર્ણવાળા છે તેમાં દેવતાઓ વસે છે, તેમાં જે કોરંટક ધાતુ સમાન રંગવાળા વિમાન છે તે ખિલેલા ફૂલની કર્ણિકા સમાન અને હળદર જેવા પીળા રંગના છે જેમાં દેવતાઓ વસે છે. [૨૪૭-૨પ૨]આ દેવતાઓ કદી ન મુરઝાનારી માળા વાળા, નિર્મળ દેહવાળા, સુગંધિત શ્વાસવાળા, અવસ્થિતવયવાળા, સ્વયં પ્રકાશમાન અને અનિમિષ આંખવાળા હોય છે. બધાં દેવતા ૭૨ કળામાં પંડિત હોય છે. ભવ સંક્રમણની પ્રક્રિયામાં તેનો પ્રતિપાત હોય છે તેમ જાણવું. શુભ કર્મોના ઉદયવાળા તે દેવોનું Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દેવિંદત્યઓ – [૨૫૨] શરીર સ્વાભાવિક તો આભુષણ રહિત હોય છે. પણ તે પોતાની ઈચ્છા અનુસાર વિકુર્વેલા આભુષણ ધારણ કરે છે. સૌધર્મ-ઈશાન ના આ દેવો માહાત્મય, વર્ણ, અવગાહના પરિમાણ અને આયુ મર્યાદા આદિ સ્થિતિ વિશેષ માં હંમેશા ગોળ સરસવ ની સમાન એક રૂપ હોય છે. આ કલ્પોમાં લીલા, પીળા, લાલ, શ્વેત અને કાળા વર્ણવાળા પાંચસો ઊંચા પ્રાસાદ શોભે છે. ત્યાં સેંકડો મણિઓ જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા. સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમય માળા અને અલંકાર હોય છે. [૨૫૩-૨૫૫]સાનકુમાર અને માહેન્દ્રકલ્પમાં પૃથ્વી ની જાડાઈ ૨૬૦૦ યોજન છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે. ત્યાં લીલા, પીળા, લાલ, સફેદ અને કાળા એવા ૬૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે. સેંકડો મણીઓથી જડિત, ઘણા પ્રકારના આસન-શય્યા-સુશોભિત વિસ્તૃતવસ્ત્ર, રત્નમયમાળા અને અંલકાર હોય છે. [૨૫૬-૨૫૮]બ્રહ્મ અને લાંતક કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૫૦૦ યોજન હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે.સુંદર મણીની વેદિકા થી યુક્ત, વૈસૂર્ય મણિઓની સ્તુપિકા યુક્ત, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ આ વિમાનો માં હોય છે. ત્યાં લાલ, પીળા અને સફેદ વર્ણવાળા ૭૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે. [૨૫૯-૨૬૨]]શુક્ર અને સહસ્રાર કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૪૦૦ યોજન હોય છે તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણી અને વેદિકા, વૈડુર્ય મણિની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત એવા ઘણાં પ્રકારના પ્રાસાદ હોય છે. પીળા અને સફેદ વર્ણવાળા ૮૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે. ત્યાં સેંકડો મણિથી જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમયમાળા અને અલંકાર હોય છે. [૨૬૨-૨૬૫]આણત-પ્રાણત કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૩૦૦ યોજન હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણિઓની વેદિકા, વૈસૂર્ય મણિની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં હોય છે. શંખ અને હિમ જેવા શુકલ વર્ણના ૯૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે. [૨૬૬-૨૬૮]ત્રૈવેયક વિમાનોમાં ૨૨૦૦ યોજન પૃથ્વીની જાડાઈ હોય છે અને તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણીની વેદિકા, મૈસૂર્ય મણીની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં છે. તેમજ શંખ અને હિમ જેવા શ્વેત વર્ણવાળા ૧૦૦૦ ઊંચા પ્રાસાદ થી શોભે છે. [૨૬૯-૨૭૨]પાંચ અનુત્તર વિમાનોમાં ૨૧૦૦ યોજન પૃથ્વીની જાડાઈ હોય તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે. સુંદર મણીની વેદિકા, વૈસૂર્ય મણિની રૂપિકા, રત્નમયમાળા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં છે. તેમજ શંખ અને હિમના જેવા શ્વેત વર્ણવાળા ૧૧૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે. સેંકડો મણિથી જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા, સુશોભિત વિસ્તૃત વસ્ર, રત્નમય માળા અને અલંકાર હોય છે. [૨૭૩-૨૭૮]સર્વાર્થ સિદ્ધ વિમાન ના સૌથી ઊંચા સ્તૂપના અંતે બાર યોજન ઉપર ઈષત્ પ્રાક્ભારા પૃથ્વી હોય છે. તે નિર્મળ જલકણ, હિમ, ગાયનું દૂધ, સમુદ્રના Page #106 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૭૮ ૧૦૩ ફીણના જેવા ઉજ્જવળ વર્ણવાળી તથા ઉલટા કરાયેલા છત્રના આકારે સ્થિત કહી છે. તે ૫ લાખ યોજન લાંબી-પહોળી અને તેના કરતા ત્રણ ગણીથી કંઈક અધિક પરિધિ હોય છે તેમ જાણવું. આ પરિધિ ૧૪૨૩૦૨૪૯ છે. તે પૃથ્વી મધ્ય ભાગે ૮ યોજના જાડી અને ઘટતા ઘટતા માખની પાંખ જેવી પાતળી થતી જાય છે. શંખ, ચેત રત્ન, અને અર્જુન સુવર્ણ સમાન વર્ણવાળી ઉલટા છત્રના આકાર વાળી છે. [૨૭૯-૨૮૦]સિદ્ધ શિલાની ઉપર એક યોજન પછી લોકનો અંત આવે છે. તે એક યોજન ના ઉપરના સોળમાં ભાગમાં સિદ્ધ સ્થાન અવસ્થિત છે. ત્યાં તે સિદ્ધો નિશ્ચયથી વેદના રહિત, મમતારહિત, આસકિત રહિત અને શરીર રહિત ઘનીભૂત -આત્મપ્રદેશોથી નિર્મિત આકાર વાળા હોય છે. [૨૮૧-૨૯૧]સિદ્ધો ક્યાં અટકે છે ? કયાં પ્રતિષ્ઠત થાય છે ? શરીર નો કયાં. ત્યાગ કરે છે ? તેમજ કયા જઈને સિદ્ધ થાય છે ?.. શરીર છોડતી વખતે અંતિમ સમયે જે સંસ્થાન હોય. તે સંસ્થાને જ આત્મ પ્રદેશો ઘનીભૂત થઈ તે સિદ્ધ અવસ્થા પામે છે. અંતિમ ભાવે શરીરનું જે દીર્ઘ કે હસ્વ પ્રમાણ હોય છે. તેનો એક તૃતીયાંશ ભાગ ઘટી જઈને સિદ્ધોની અવગાહના થાય છે. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષથી કંઈક વધારે હોય છે તેમ જાણવું. સિદ્ધની મધ્યમ અવગાહના ૪ હાથ પૂર્ણ ઉપર બે તૃતિયાંશ હસ્ત પ્રમાણ કહી છે. (નોંધ અહીં રત્ની શબ્દ છે. રત્ની એટલે એક હાથ પ્રમાણ જેને કોશ માં દોઢ ફૂટ પ્રમાણ કહી છે.) જઘન્ય અવગાહના ૧ હાથ પ્રમાણ અને આઠ અંગુલ થી કંઈક અધિક કહેલી છે. અંતિમ ભવના શરીર ના ત્રણ ભાગમાંથી એક ભાગ ન્યૂન અથતુ બે તૃતીયાંશ પ્રમાણ સિદ્ધોની અવગાહના કહી છે. જરા અને મરણ થી વિમુક્ત અનંત સિદ્ધો હોય છે. તે બધાં લોકાંત ને સ્પર્શતા એક બીજાને અવગાહે છે. અશરીર સઘન આત્મ પ્રદેશ વાળા અનાકાર દર્શન અને સાકાર જ્ઞાનમાં અપ્રમત્ત એ સિદ્ધોનું લક્ષણ છે. સિદ્ધ આત્મા પોતાના આત્મ પ્રદેશોથી અનંત સિદ્ધોને સ્પર્શે છે. દેશ-પ્રદેશોથી સિદ્ધો પણ અસંખ્યાત ગણા છે. [૨૯૨-૨૯૩]કેવળજ્ઞાનમાં ઉપયોગ વાળા સિદ્ધાં બધાં દ્રવ્યોના દરેક ગુણ અને દરેક પયડયોને જાણે છે. અનંત કેવળ દષ્ટિથી બધું જ જુએ છે. જ્ઞાન અને દર્શન એ બંને ઉપયોગોમાં બધા કેવળીને એક સમયે એક ઉપયોગ હોય છે. બંને ઉપયોગ એક સાથે હોતો નથી. [૨૯૪-૩૦૨)દેવગણ સમૂહના સમસ્ત કાળના સમસ્ત સુખોને અનંત ગણા કરાય અને પુનઃ અનંત વગથી વર્ગિત કરાય તો પણ મુક્તિના સુખની તુલના થઈ શકે નહીં. મુક્તિ પ્રાપ્ત સિદ્ધો ને જે અવ્યાબાધ સુખ છે તે સુખ મનુષ્ય કે સમસ્ત દેવતાઓને પણ નથી. સિદ્ધના સમસ્ત સુખ-રાશિને સમસ્ત કાળથી ગણિત કરી તેનું અનંત વર્ગમૂળ કાઢવાથી પ્રાપ્ત સંખ્યા સમસ્ત આકાશ માં સમાઈ શકે નહીં. જેવી રીતે કોઈ પ્લેચ્છ અનેક પ્રકારના નગર ગુણોને જાણતો હોય તો પણ પોતાની ભાષામાં અપ્રાપ્ત ઉપમા થકી કહી શકતો નથી. એ રીતે સિદ્ધોનું સુખ અનુપમ છે. તેની કોઈ ઉપમા નથી તો પણ કેટલાંક વિશેષણો દ્વારા તેની સમાનતા કહું. તે સાંભળ- કોઈ પુરુષ સૌથી ઉત્કૃષ્ટ ભોજન કરીને ભુખ-તરસથી મુક્ત થઈ જાય જાણે કે અમૃત થી તૃપ્ત થયો હોય એ રીતે સમસ્ત કાળમાં તૃપ્ત, અતુલ, શાશ્વત અને Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ દેવિંદથઓ- [૩૦૨] અવ્યાબાધ નિવણ સુખને પામીને સિદ્ધો સુખી રહે છે. તેઓ સિદ્ધ છે. બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે. કર્મરૂપી કવચથી ઉન્મુક્ત, અજર, અમર અને અસંગ છે. જેમણે બધા દુઃખોને દૂર કરી દીધા છે જાતિ, જન્મ જરા, મરણ ના બંધન થી મુક્ત, શાશ્વત અને અવ્યાબાધ સુખનો નિરંતર અનુભવ કરે છે. " [૩૦૩-૩૫)સમગ્ર દેવોની અને તેના સમગ્ર કાળની જે ઋદ્ધિ છે તેનું અનંત ગણું કરીએ તો પણ જિનેશ્વર પરમાત્માની ઋદ્ધિ ના અનંતાનંત ભાગ બરાબર પણ ન થાય. સંપૂર્ણ વૈભવ અને ઋદ્ધિ યુક્ત ભવનપતિ વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ પણ અરહંતોને વંદન કરવાવાળા હોય છે. ભવનપતિ, વાણવ્યંતર, વિમાનવાસી દેવો અને ઋષિ પાલિત પોત-પોતાની બુદ્ધિ થી જિનેશ્વર પરમાત્માનો મહિમા વર્ણવે છે. [૩૦૬-૩૦૮)વીર અને ઈન્દ્રોની સ્તુતિના કત જેણે પોતે બધાં ઈન્દ્રોની અને જિનેન્દ્ર ની સ્તુતિ કિર્તન કર્યું તે સુરો, અસુરો, ગુરુ અને સિદ્ધો (મન) સિદ્ધિ પ્રદાન કરો. આ રીતે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ નિકાય દેવોની સ્તુતિ (કથન) સમગ્ર રૂપે સમાપ્ત થયું. મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ “દેવિદત્થઓ” પયનો ગુર્જરછાયા પૂર્ણ નવમો પયનો ગુર્જરછાયા પૂર્ણ Page #108 -------------------------------------------------------------------------- ________________ [૧૦૫] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ ૩૩ | વીરન્થઓ પઈછ્યું દશમું પ્રકિર્ણક ગુર્જર છાયા [૧]જગજીવ બંધુ, ભવિજન રૂપી કુમુદ ને વિકસાવનાર, પર્વત સમાન ધી૨ એવા વીરજિનેશ્વર ને નમસ્કાર કરીને તેમને પ્રગટ નામો વડે હું સ્તવીશ. [૨-૩]અરુહ, અરિહંત, અરહંત, દેવ,જિન, વીર, પરમ કરુગ્ણાલુ, સર્વજ્ઞ, સર્વદર્શી, સમર્થ, ત્રિલોકના નાથ, વીતરાગ, કેવલિ, ત્રિભુવનગુરુ સર્વ ત્રિભુવન વરિષ્ઠ, ભગવન્, તિર્થંકર, શક્રવડે નમસ્કાર કરાયેલ, જિનેન્દ્ર તમે જય પામો. [૪]શ્રી વર્ધમાન, હરિ, હર કમલાસન પ્રમુખ નામોથી જડમતિ એવો હું સૂત્રાનુસાર યથાર્થ ગુણો વડે (સ્તવીશ) [૫]ભવબીજ રૂપ અંકુર થી થયેલ કર્મ ને ધ્યાનરૂપી અગ્નિ વડે બાળી ફરી ભવરૂપી ગહન વનમાં ન ઉગવા દેનાર છો તેથી હે નાથ ! તમે ‘અરુહ’ છો. [૬]પ્રાણીને ઘોર ઉપસર્ગ, પરીષહ, કષાય ઉત્પન્ન કરનાર શત્રુને હે નાથ ! તમે સમૂળગા હણી નાખ્યા છે તેથી તમે અરિહંત છો. [9]ઉત્તમ એવા વંદન, સ્તવન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિ ગમનની યોગ્યતાવાળા છો જે કારણથી તમે ‘અરહંત' છો દેવ-મનુષ્ય-અસુર પ્રમુખની ઉત્તમ પૂજાને તમે યોગ્યછો ધીરતા અને માનથી મૂકાયેલાછો તેથી હે દેવ તમે અરહંત છો. [૯-૧૨]થ-ગાડી નિદર્શિત અન્ય સંગ્રહ કે પર્વતની ગુફા વગેરે તમારે કંઈ દૂર નથી તેથી હૈ જિનેશ્વર તમે અ૨હંત છો. જેણે ઉત્તમ જ્ઞાન વડે સંસાર માર્ગનો અંત કરી, મરણને દૂર કરી નિજ સ્વરૂપ રૂપ સંપત્તિ મેળવી છે તેથી તમે અરહંત છો. મનોહર કે અમનોહર શબ્દો છૂપા નથી તેમજ મન અને કાયાના યોગને સિદ્ધાંત થી રંજિત કર્યા છે તેથી તમે અરહંત છો. દેવેન્દ્ર અને અનુત્તર દેવોની સમર્થ પૂજા વગેરેને યોગ્ય છો કરોડો મર્યાદાનો અંત કરનારને શરણ યોગ્યછો માટે અ૨હંત છો. [૧૩-૧૪]સિદ્ધિ વધુના સંગથી બીજા મોહ શત્રુ ના વિજેતા છો, અનંત સુખ, પુણ્ય પરિણતિ થી પરિવેષ્ટિત છો માટે દેવ છો, રાગાદિ વેરીને દૂર કરીને, દુઃખ અને કલેશના સમાધાન કર્યા છે અર્થાત્ નિવાર્યા છે. ગુણ આદિ વડે શત્રુને આકર્ષીને જય કર્યો છે તેથી હૈ જિનેશ્વર ! તમે દેવ છો. [૧૫-૧૬]દુષ્ટ એવા આઠ કર્મની ગ્રંથિને પ્રાપ્ત ધણ સમુહ થી દૂર કરી છે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ વિરથઓ – [૧] (ભેદી નાખી છે) ઉત્તમ મલ્લસમુહ ને આકલન કરી તપ થી શોધીનાખ્યા છે. અર્થાત્ તપ વડે કર્મરૂપી મલ્લને ખતમ કર્યો છે તેથી તમે વીર છો. પ્રથમ વત ગ્રહણ દિવસે ઈન્દ્રના વિનયકરણ ઈચ્છાને હણીને તમે ઉત્તમોત્તમ મુનિ થયા તેથી તમે મહાવીર છો [૧૭]ચાલતા કે ન ચાલતા પ્રાણીઓ દુભવ્યા કે ભક્તિ કરી, આક્રોશ કયો કે સ્તુતિ કરી. શત્રુ કે મિત્ર રહ્યા (પણ) તમે કરુણા રસથી મનને રંજિત કર્યું માટે તમે પરમ કારુણિક (કરુણાવાળા) છો. [૧૮]બીજાના જે ભાવ-સદૂભાવ કે ભાવના જે થયા- થશે કે થાય છે તે જ્ઞાન વડે તમે જાણો છો- કહો છો માટે તમે સર્વજ્ઞ છો. [૧૯]સમસ્ત ભવનમાં પોત-પોતાના સ્વરૂપે રહેલા સામાન્ય, બળવાન કે નિર્બલ ને (તમે જુઓ છો) માટે તમે સર્વદર્શી છો. ૨૦]કર્મ અને ભવનો પાર પામ્યા છો અથવા શ્રત રૂપી જલધિ ને જાણીને તેનો સર્વ રીતે પાર પામ્યા છો તેથી તમને પારગ કહ્યા છે [૨૧]વર્તમાન, ભાવિ અને ભૂતવતી જે પદાર્થ તેને હાથમાં રહેલા આમળાના ફળ ની જેમ તમે જાણો છો માટે ત્રિકાલવિદ્ છો. ૨૨]અનાથ ના નાથ છો. ભયંકર ગહન ભવવન માં વર્તતા જીવોને ઉપદેશ દાન થી માર્ગ રૂપી નયન આપો છો માટે તમે નાથ છો. [૨૩]પ્રાણીઓના ચિત્તમાં પ્રવેશેલ સારા પ્રકાર ની વસ્તુનો રાગ-રતિ તે રાગરૂપ ને પુનઃદોષ રૂપે વ્યાખ્યાયિત કર્યો છે અથવા વિપરીત કહ્યો છે અર્થાત્ તે રાગ દૂર કર્યો છે માટે વિતરાગ કહ્યા. [૨૪]કમળરૂપી આસન છે માટે હરિ-ઈન્દ્ર છો. સૂર્ય કે ઈન્દ્ર પ્રમુખના માનનું ખંડન કર્યું છે માટે શંકર છો. હે જિનેશ્વર ! એક સમાન સુખઆશ્રય તમારી પાસેથી મળે છે તે પણ તમે જ છો. [૨પ-૨૭] જીવોનું મર્દન, ચૂર્ણન, વિનાશ, ભક્ષણ, હિંસા,હાથ-પગનો વિનાશ, નખ, હોઠનું વિદારણ, આ કાર્યોનું જેનું લક્ષ કે આશ્રયજ્ઞાન છે અન્ય કુટિલતા, ત્રિશુલ, જટા, ગુરુ તિરસ્કાર, મનમાં અસૂયા ગુણકારીની લઘુતા એવા ઘણા દોષો હોય. આવા બહુરૂપ ધારી દેવો તમારી પાસે વસે છે તો પણ તેને વિકારહિત કર્યા માટે તમે વિતરાગ છો. [૨૮-૨૯]સર્વદ્રવ્ય ના પ્રત્યેક પર્યાયિ. ની અનંત પરિણતિ સ્વરૂપને એક સાથે અને ત્રિકાલ સંસ્થિત પણે જાણો છો માટે તમે કેવલિ છો તે વિષયે તમારી અપ્રતિહત, અનવરત, અવિકલ શક્તિ ફેલાયેલી છે. રાગદ્વેષ રહિત પણે પદાર્થોને જાણેલા છે. માટે કેવલિ કહ્યા છે. [૩૦-૩૧] જે સંજ્ઞી પંચેન્દ્રિયને ત્રિભુવન શબ્દ વડે અર્થ ગ્રાહ્ય થવાથી તેઓનું સદ્ધર્મમાં જે જોડાણ કરે છે અર્થાતુ પોતાની વાણી વડે ધર્મમાં જોડે છે માટે તમે ત્રિભુવન ગુરુ છો. પ્રત્યેક સુક્ષ્મ જીવો ને મોટા દુઃખ થી નિવારનાર અને સર્વને હિતકારી હોવાથી તમે સંપૂર્ણ છો. [૩૨]બળ, વિર્ય, સત્ત્વ, સૌભાગ્ય, રૂપ, વિજ્ઞાન, જ્ઞાનમાં ઉત્કૃષ્ટ છો. ઉત્તમ પંકજે વાસ કરો છો (વિચરો છો) માટે તમે ત્રિભુવનમાં શ્રેષ્ઠ છો. Page #110 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૩ ૧૦૭ [૩૩]પ્રતિપૂર્ણ રૂપ ધન, ધર્મ, કાંતિ, ઉદ્યમ, યશવાળા છો ભયસંજ્ઞા પણ તમારાથી શિથિલ બની છે તેથી હે નાથ ! તમે ભયાંત છો. [૩૪]આલોક, પરલોક, આદિ સાત પ્રકારના ભય વિનાશ પામ્યા છે. તેથી હે જિનેશ ! તમે ભયાંત છો. કિપીચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર રૂપ એવા તિર્થને કરવાના આચારવાળા છો માટે તમે તિર્થકર છો. [૩]એ પ્રમાણે ગુણસમૂહ થી સમર્થ ! તમને શક પણ અભિનંદે તેમાં શું આશ્ચર્ય? તેથી શક્રથી અભિનંદિત હે જિનેશ્વર ! તમને નમસ્કાર થાઓ. [૩૭મનઃ પર્યવ, અવધિ, ઉપશાંત અને ક્ષય મોહ એ ત્રણને જિન કહે છે. તેમાં તમે પરમ ઐશ્વર્યવાળા ઈદ્ર સમાન છો માટે તમને જિનેન્દ્ર કહ્યા. [૩૮]શ્રી સિદ્ધાર્થ નરેશ્વરના ઘરમાં ધન-કંચન- દેશ-કોશ વગેરેની તમે વૃદ્ધિ કરી માટે હે જિનેશ્વર તમે વર્તમાન છો. [૩૯કમળનો નિવાસ છે, હસ્ત તલમાં શંખ, ચક્ર, સારંગ (ના ચિલો) છે. વર્ષિદાનને આપેલું છે. માટે હે જિનવર તમે વિષ્ણુ કહેવાયા છે. [૪૦]તમારી પાસે શિવ-આયુધ નથી અને તમે નીલકંઠ પણ નથી તો પણ પ્રાણીઓની બાહ્ય અત્યંતર (કમ) રજને તમે હરો છો માટે તમે હર (શીવ) છો. [૪૧]કમલ રૂપી આસન છે. ચારે મુખે ચતુર્વિધ ધર્મ કહો છો હંસ અથતિ હસ્વગમનથી જનાર છો માટે તમે જ બ્રહ્મા કહેવાયા છો.. [૪૨]સમાન અર્થ વાળા એવા જીવાદિ તત્ત્વ ને સવિશેષ જાણો છો. ઉત્તમ નિર્મલ કેવળ (જ્ઞાન-દર્શન) પામેલા છો માટે તમને બુદ્ધ માને છે. [૪૩]શ્રી વીર નિણંદને આ નામાવલિ વડે મંદપુન્ય એવા મેં સંતવ્યા છે. હે જિનવર મારા ઉપર કરુણા કરીને હે વિર ! મને પવિત્ર શિવપંથમાં સ્થિર કરો. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ૩૩ વીરસ્થઓ પયત્નો ગુર્જરછાયા પૂર્ણ દસમો પયનો ગુર્જરછાયા પૂર્ણ દશે પાયનાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા-પૂર્ણ થઈ. Page #111 -------------------------------------------------------------------------- ________________ [૧૦૮] s नमो नमो निम्मलदंसणस्स પંચમ ગણધર શ્રી સુઘમસ્વિામિને નમઃ હું ૩૪| નિસીહ પહેલું છેદસૂત્ર-ગુર્જરછાયા \ " \ " (ઉદ્દેશો-૧) નિસીહ” સૂત્રના આ પ્રથમ ઉદ્દેશામાં ૧થી ૫૮ સૂત્રો છે. આ દરેક સ્ત્ર મુજબના દોષ કે ભૂલો કરનારને અનુષતિ નામક પ્રાયશ્ચિત્ આવે તેવું સૂત્રોને અંતે જણાવેલું છે. બીજા ઉદ્દેશાના આરંભે “નિલીમા’- ની આપેલી ગાથા મુજબ પ્રથમ ઉદ્દેશના દોષને માટે “દમ”. ગુરુમાસિક નામનું પ્રાયશ્ચિત જણાવેલું છે. મતલબ કે પહેલાં ઉદ્દેશામાં જણાવેલી ભૂલો કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ આવે. [૧] જે સાધુ કે સાધ્વી હસ્તકર્મ પોતે કરે, બીજા પાસે કરાવે કે અન્ય કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું ઉપસ્થવિષયમાં જનનાંગો સંબંધે હાથ વગેરે વડે જે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચારનું આચરણ કરવું. અહીં હસ્ત વિષયક મૈથુન ક્રિયા સહિત હાથ દ્વારા થતી બધી વૈષેયિક ક્રિયાઓ સમજી લેવી. [૨] જે સાધુ-સાધ્વી અંગાદાન-જનન અંગોનું લાકડાંના કટકા, વાંસ ની સળી, આંગળી કે લોઢા વગેરેની સળી વડે સંચાલન કરે અથતુ ઉત્તેજિત કરવા માટે હલાવે ચલાવે, બીજા પાસે સંચાલન કરાવે કે સંચાલન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત જેમ સુતેલા સિંહને લાકડી વગેરેથી છંછેડે તો તે સંચાલકને મારી નાંખે છે - તેમ જનનાંગોનું સંચાલન કરનારનું ચરિત્ર નાશ પામે છે. [૩] જે સાધુ-સાધ્વી જનનાંગોનું સામાન્ય મદન કે વિશેષ મદન પોતે કરે, બીજા પાસે કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત–-જેમ સર્પને તે મર્દકનો વિનાશ કરે છે. તેમ જનનાંગોનું મર્દન કરનારના ચારિત્રનો ધ્વંસ થાય છે. [૪] જે સાધુ-સાધ્વી જનનાંગોને તેલ, ઘી સ્નિગ્ધ પદાર્થ કે માખણ વડે સામાન્યથી કે વિશેષ અભંગન-મર્દન કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત....જેમ પ્રજ્વલિત અગ્નિમાં ઘી વગેરે હોમતા બધુ સળગે તેમ જનનાંગનું મર્દન ચરિત્રનો વિનાશ કરે. [] જે સાધુ-સાધ્વી જનનાંગો વિશે ચંદન આદિ મિશ્રિત સુગંધી દ્રવ્યો, લોધ્ર Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉદેસી-૧, સૂત્ર-૫ ૧૦૯ નામક સુગંધી દ્રવ્ય કે કમળના પુષ્પના ચૂર્ણ આદિ ઉદ્વર્તન દ્રવ્યોથી સામાન્ય કે વિશેષ પ્રકારે સ્નાન કરે, પીષ્ટી કે વિશેષ પ્રકારના ચૂર્ણો વડે સામાન્યથી કે વિશેષથી મર્દન કરે મર્દન કરાવે કે મર્દન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્... જેમ ધારવાળા શસ્ત્રોના મર્દનથી હાથ છેદાય તેમ ગુપ્તઈન્દ્રિયો ના મદન થી સંયમનો છેદ થાય. ૬] જે સાધુ-સાધ્વી જનનાંગોને ઠંડા કે ગરમ વિકૃત કરેલા પાણીથી સામાન્યથી કે વિશેષ પ્રકારે પ્રક્ષાલન કરે અથતુ પોતે ધોવે, બીજા પાસે ધોવડાવે કે ધોનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિત. જેમ નેત્ર પીડા થતી હોય અને ગમે તે ઔષધિ મિશ્રિત પાણીથી વારંવાર ધોતા તે પીડા દુસહય બને તેમ ગુપ્તાંગનું વારંવાર પ્રક્ષાલન મોહનો ઉદય ઉત્પન્ન કરે છે. [૭]જે સાધુ પુરુષ ચિલની ચામડી નું અપવર્તન કરે કરાવે -કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત જેમ સુખે સુતા સાપનું મોટું કોઈ ફાળે તો તેને સાપ ગળી જાય તેમ આવા મુનિનું ચારિત્ર ગળે છે- નાશ પામે છે. [૮] જે સાધુ-સાધ્વી જનનાંગને નાકથી સંઘે અથવા હાથ વડે મર્દન કરીને સુંઘે કે તેમ બીજા પાસે કરાવે કે બીજા તેવો દોષ સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત....જેમ કોઈ ઝેરી પદાર્થ સુંઘે તો મૃત્યુ પામે તેમ અતિક્રમાદિ દોષે આવું કરનાર મુનિ પોતાના આત્માને સંયમથી ભ્રષ્ટ કરે છે. [૯] જે સાધુ જનનેન્દ્રિયને અન્ય કોઈ અચિત સ્રોત અથર્ વલય આદિ છિદ્રમાં પ્રવેશ કરાવી ને શુક્ર-પુદ્ગલ બહાર કાઢે, સાધ્વી પોતાના ગુપ્તાંગમાં કદલી ફળ વગેરે પદાર્થને પ્રવેશ કરાવી રજપુગલોને બહાર કાઢે એ રીતે નિતિન કરે- --કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ [૧૦] જે સાધુ-સાધ્વી સચિત પ્રતિષ્ઠિત અથતુ સચિત પાણી વગેરે સાથે સ્થાપિત એવા પદાર્થ સુંધે. સુંધાડે, સુંઘનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૧૧]જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ચાલવા માટે નો માર્ગ, પાણી-કાદવ વગેરેના ઓળંગવાનો પુલ અથવા ઉપર ચઢવા માટેનું સીડી વગેરે અવલંબન પોતે કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ [૧૨-૧૮] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પાણી ના નિકાલ માટેની નાળું-ગર... ભિક્ષા વગેરે સ્થાપન કરવામાટેનું સિકકુ અને તેનું ઢાંકણ,..આહાર કે શયન માટે સુતરની અથવા દોરીની ચિલિમિલિ અથતિ પડદો... સોય-કાતર -નખછેદની -કાન ખોતરણી આદિ સાધનોને સુધરાવે કે ધારે કઢાવે. આમાંના કોઈ પણ કાર્ય સ્વયં કરે, બીજા પાસે કરાવે કે તે-તે દોષ કરનારને અનુમોદેતો પ્રાયશ્ચિત્ત [૧૯-૨૨) જે સાધુ-સાધ્વી પ્રયોજન સિવાય ગૃહસ્થો પાસે) સોય–કાતર–કાન ખોતરણી– નખ છેદણીની સ્વયં યાચના કરે, બીજા પાસે કરાવે કે યાચકની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૨૩-૨૬] જે સાધુ-સાધ્વી અવિધિએ સોય-કાતર. ને નખ છેદણી-- કાન ખોતરણીની યાચના સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ [૨૭-૩૦] જે સાધુ-સાધ્વી પોતાના કોઈ કાર્ય માટે સોય–કાતર- -નખ Page #113 -------------------------------------------------------------------------- ________________ નિસીહ – ૧/૩૦ ૧૧૦ છેદણી- - કાન ખોતરણી ની યાચના કરે, ત્યાર પછી બીજા-બીજા સાધુ-સાધ્વી કે ગૃહસ્થને તે આપે, અપાવે કે આપના૨ની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્ [૩૧]જે સાધુ-સાધ્વી “મારે વસ્ત્ર સીવવા સોયનો ખપ-જરૂર છે, કાર્યપુરું થયે પાછી આપીશ એમ કહીને સોયની યાચના કરે. લાવ્યા પછી તેનાથી પાત્ર કે અન્ય વસ્તુ સીવે-અર્થાત્ સાંધે-સંધાવે કે સાંધનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૩૨-૩૪] જે સાધુ-સાધ્વી પાછુ આપીશ એમ કહીને- વસ્ત્ર ફાડવા માટે કાતર માંગીને પાત્ર કે અન્ય વસ્તુ કાપે નખ કાપવા માટે નખ છેદણી માંગીને તે નખ છેદણીથી કાંટો કાઢે,- - કાનનો મેલ કાઢવા કાન ખોતરણી માંગીને દાંત કે નખનો મેલ કાઢે. આ કાર્ય સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે (તો ત્યાં ભાષાસમિતિ ની સ્કૂલના થતી હોઈ) પ્રાયશ્ચિત્ આવે. કાનખોતરણી [૩૫-૩૮] જે સાધુ-સાધ્વી સોય..કાતર-નખછેદણી.. અવિધિએ પરત કરે-કરાવે કે પરત કરનારની અનુમોદના કરે (જેમકે દૂરથી ઘા કરીને આદિ રીતે આપતા વાયુકાય વિરાધના, ધર્મ લઘુતા દોષ થાય) [૩૯] જે સાધુ-સાધ્વી તુંબડાના પાત્ર, લાકડામાંથી બનેલ પાત્ર અથવા માટીનું પાત્ર અર્થાત્ કોઈપણ પ્રકારના પાત્રા ને અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે નિર્માણ, સંસ્થાપન-પાત્રના મુખ વગેરેને ઠીક કરાવે, પાત્રના કોઈ ભાગને સમાવે, જાતે કરવા શક્તિમાન ન હોય, પોતે થોડું પણ કરવા સમર્થ નથી એમ પોતાની શક્તિ જાણતા હોય તે વિચારીને બીજા-બીજાને આપી દે અને પોતે પાછું ન લે. આ કાર્યો પોતે કરે, બીજા પાસે કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે.-તો પ્રાયશ્ચિત્ સામાન્ય અર્થમાં કહીએ તો પોતાના પાત્ર માટે કોઈપણ જાતનું પરિકર્મસમરાવવાની ક્રિયા ગૃહસ્થ પાસે કરાવે અથવા બીજાને રાખવા આપી દે તો તેમાં છ જીવ નિકાયની વિરાધનાનો સંભવ હોવાથી સાધુ-સાધ્વીને નિષેધ કરેલ છે. [૪૦] જે સાધુ-સાધ્વી દંડ, લાકડી, વદિ કારણે પગમાં લાગેલ કાદવ સાફ કરવા માટે ની સળી, વાંસની સળી આ સર્વ વસ્તુ ને અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે તૈયાર કરાવે, સમરાવે. અથવા કોઈને આપી દે. આ બધું પોતે કરે- કરાવે કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૪૧-૪૨]જે સાધુ-સાધ્વી પાત્રાનેં અકારણ કે શોભા માટે થીગડું મારે અને જો કારણ વિશેષ હોય-તુટી ગયું હોય ત્યારે ત્રણ કરતાં વધારે થીગડાં લગાડે કે સાંધે " આ કાર્ય પોતે કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૪૩-૪૬] જે સાધુ-સાધ્વી પાત્રાને અવિધિથી બંધન બાંધે, અકારણ એક બંધન બાંધે અર્થાત્ એક જ સ્થાને બંધન લગાવે,... કારણ હોય તો પણ ત્રણ કરતા અધિક બંધનો બાંધે,...પરિસ્થિતિવશ ત્રણથી વધુ બંધનો બાંધેલ પાત્ર દોઢ માસ કરતા વધુ સમય રાખી મુકે. આ બધું પોતે કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૪૭-૪૮] જે સાધુ-સાધ્વી વસ્ત્રને અકારણ એક થીગડું લગાવે, કારણે ત્રણ થી વધુ સ્થાને થીગડાં પોતે લગાવે, બીજા પાસે લગાવડાવે, થીગડાં લગાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉદ્સો -૧, સૂત્ર-૪૯ ૧૧૧ [૪૯] જે સાધુ-સાધ્વી અવિધિએ વસ્ત્ર સીવે, સીવડાવે કે સીવનારની અનુમોદના કરે. (તેમ કરવાથી પ્રતિલેખના બરાબર થતી નથી. માટે પ્રાયશ્ચિતુ) [પ૦-પપ] જે સાધુ-સાધ્વી (ફાટેલા વસ્ત્રને સાંધી શકાય તેમ હોય તો પણ) વિના કારણે એક ગાંઠ લગાવે, ફાટેલા વસ્ત્ર હોવાથી કે પરિસ્થિતિ વશ ગાંઠ લગાવવી પડે તો પણ ત્રણથી વધુ ગાંઠ લગાવે,...ફાટેલા બે વસ્ત્રોને એક સાથે જોડે... ફાટેલા વસ્ત્રને કારણ હોય ત્યારે પરસ્પર ત્રણથી વધુ સાંધા લગાવે... અવિધિએ વસ્ત્રોના ટુકડાંને જોડે જૂદા જૂદા પ્રકારના વસ્ત્રો ને પરસ્પર જોડે. આ બધું સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. " fપી જે સાધુ-સાધ્વી અધિક વસ્ત્રને ગ્રહણ કરે, અને તે ગ્રહણ કરેલ * વસ્ત્રોને દોઢમાસ કરતા વધુ સમય રાખે, રખાવે કે જે રાખે તેની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત પિછી જે સાધુ-સાધ્વી જે ઘરમાં રહયા હોય ત્યાં અન્ય-તીર્થિક કે ગૃહસ્થ પાસે ધુમાડો કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૫૮] જે સાધુ-સાધ્વી (આધાકમાદિ મિશ્રિત એવો) પૂતિકર્મ યુક્ત આહાર (વસ્ત્ર, પાત્ર, શવ્યા વગેરે) સ્વયં ઉપભોગ કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્ત - હસ્તકર્મ દોષથી લઈને આ પૂતિકર્મ સુધીના જે દોષ કહયા તેમાંથી કોઈપણ દોષનું સેવન કરે- કરાવે કે અનુમોદે તો તે સાધુ કે સાધ્વીને માસિક પરિહારસ્થાન અનુદ્ધાતિક નામનું પ્રાયશ્ચિતું આવે. જેને માટે બીજા ઉદ્દેશાના આરંભમાં કહેવાયેલ ભાષ્યમાં ગુરુમાસિક પ્રાયશ્ચિત શબ્દ પ્રયોજેલ છે. પ્રથમ ઉદ્દેશા ની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ થઈ. (ઉદ્દેશો-૨) નિસીહ” સૂત્રના આ બીજા ઉદ્દેશામાં પ૯થી ૧૧૭ એ રીતે કુલ-૫૯ સૂત્રો છે. આ દરેક સૂત્રમાં જણાવેલ દોષનું ત્રિવિધ સેવન કરનારને ૩પતિ નામનું પ્રાયશ્ચિતુ આવે તેમ ઉદ્દેશાને અંતે જણાવેલ છે. બીજા ઉદ્દેશાની શરૂઆતમાં આવેલ ભાષ્ય ગાથા મુજબ તેને હુમાયં પ્રાયશ્ચિતથી ઓળખાવાય છે. [૫૯]જે સાધુ-સાધ્વી લાકડાના દંડ વાળું પાદપ્રીંછનક કરે. અથતુ નિષદ્યાદિ બે વસ્ત્ર રહિત એવું માત્ર લાકડાની દાંડી વાળું રજોહરણ કરે. આવું રજોહરણ પોતે કરે નહીં, કરાવે નહીં, કરનારની અનુમોદના ન કરે. [૬૦-૬૬]જે સાધુ-સાધ્વી આ રીતે નિષદ્યાદિ બે વસ્ત્ર રહિતનું માત્ર લાકડાની દાંડી વાળું પાદપ્રીંછનક અર્થાતુ રહરણ ગ્રહણ કરે... ધારણ કરે અર્થાતુ રાખે. વિતરણ કરે એટલે કે બીજાને આપી દે; . પરિભોગ કરે એટલે કે તેનાથી પ્રમાર્જનાઆદિ કાર્ય કરે, .. કોઈ વિશેષ કારણ કે સંજોગોને કારણે આવું રજોહરણ રાખવું પડેલ હોય તો પણ દોઢ માસથી વધારે રાખે,.... તડકો દેવા માટે ખોલીને અલગ રાખે.- આ સર્વે દોષ સ્વયં સેવે, અન્ય પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નિસીહ– ૨/૬૭ [૭] જે સાધુ-સાધ્વી અચિત્ત વસ્તુ સાથે કે પાસે રખાયેલ પદાર્થ સ્વયં સુંધે. બીજાને સુંઘાડે, સુંઘનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૬૮] જે સાધુ-સાધ્વી પગ-વટી એટલે કે ગમનાગમનનો માર્ગ, કાદવ વગેરે ઓળંગવા માટે લાકડા આદિથી સંક્રમ, ખાઈ વગેરે ઓળંગવા દોરડાનું કે અન્ય તેવું આલંબન કરે- કરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૯-૭૧] જે સાધુ-સાધ્વી પાણી કાઢવા માટે ની નીક કે ગટર... આહાર પાત્રાદિ સ્થાપવા માટેનું સીકુ તથા સીક્કાનું ઢાકણ, સુતરનો કે દોરીનો પડદો પોતે કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ [૭૨-૭પ જે સાધુ-સાધ્વી સોય, ..કાતર, નખછેદણી, કાનખોતરણી, આચારની સુધારણા, ધારકાઢવી વગેરે પોતે કરે, બીજા પાસે કરાવે કે અનુમોદના કરે. [૭૬-૭૭]જે સાધુ-સાધ્વી થોડું પણ કઠોર..કે . અસત્ય વચન બોલે, બોલાવે, બોલનારની અનુમોદના કરે (ભાષા સમિતિ નો ભંગ થતો હોવાથી) પ્રાયશ્ચિત. [૩૮]જે. સાધુ-સાધ્વી થોડું પણ અદત્ત અથતુિ જે તે વસ્તુના સ્વામીએ નહીં આપેલું ગ્રહણ કરે- કરાવે છે તે લેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [૭૯ઈ જે સાધુ-સાધ્વી થોડું-અલ્પમાત્ર બિંદુ જેટલું અચિત્ત એવું ઠંડુ કે ગરમ પાણી લઈ હાથ-પગ-કાન-આંખ-દાંત-નખ અથવા મુખ એકવાર કે વારંવાર ધોવે. ધોવરાવે કે ધોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત.. [૮૦] જે સાધુ-સાધ્વી અખંડ એવા ચામડાને ધારણ કરે અથતુ પાસે રાખે કે ઉપભોગ કરે (ચામડાના બનેલા ઉપાનહ, ઉપકરણ વગેરે રાખવા કહ્યું નહી), કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [૮૧-૮૨] જે સાધુ-સાધ્વી, પ્રમાણથી વધારે અને અખંડ વસ્ત્ર ધારણ કરે-ઉપભોગ કરે, અન્ય પાસે ઉપભોગ કરાવે કે તેની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. (પ્રમાણથી વધારે વસ્ત્ર હોય અથવા આખો તાકો કે અખંડ લાંબુ વસ્ત્ર રાખવાથી પડિલેહણ આદિ થઈ ન શકે. જીવ વિરાધના સંભવ બને માટે શાસ્ત્રીય માપ મુજબના વસ્ત્ર રાખવા. પણ અખંડ વસ્ત્ર ન રાખે.) [૩] જે સાધુ-સાધ્વી તુંબડાનું, લાકડાનું કે માટીનું પાત્ર બનાવે, તેનો કોઈ ભાગ કે મુર્ખ બનાવે, તેના વિષમ ભાગને સરખો કરે, વિશેષ થી તેના કોઈ ભાગને સમારે અર્થાતુ આમાંનું કોઈપણ પરિકર્મ સ્વયં કરે, બીજા પાસે કરાવે છે તેમ કરનાર સાધુ-સાધ્વીની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. પૂર્વે તૈયાર થયેલા અને કહ્યું તેવા પાત્ર નિર્દોષ ભિક્ષા મળે તે જ લેવા. આ રીતનાં સમારવાના કાર્યથી છ જીવ નિકાય વિરાધના આદિ દોષનો સંભવ છે. ] [૮૪ જે સાધુ-સાધ્વી દેડ, દાંડી, પગમાં લાગેલા કાદવને ઉખેડવામાટેની સળી, વાંસની સળી એ સર્વે પોતે બનાવે, તેના કોઈ વિશેષ આકારની રચના કરે, વાંકાચૂંકાને સીધો કરે. અથવા સામાન્ય કે વિશેષથી તેનું કંઈ સમારકામ કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. [૮૫-૮૯] જે સાધુ-સાધ્વી ભાઈ-બહેન આદિ સ્વજન થી. .સ્વજન સિવાયના Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ઉદ્દેશો-૨, સૂત્ર-૮૯ પારકા- પરજન થી..વસતિ, શ્રાવકસંઘઆદિની મુખ્ય વ્યક્તિ થી- - શરીર આદિથી બળવાન થી, .. વાચાળ, દાનનું ફળ વગેરે દેખાડી કંઈ મેળવી શકે તેવા વ્યક્તિથી ગવેષિત અથ૮િ, પ્રાપ્ત કરાયેલ પાત્ર ગ્રહણ કરે-રાખે- ધારણ કરે અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ (સ્વયં ગવેષણા કરીને નિર્દોષ અને કલો તેવા પાત્ર ધારણ કરવા.) [૯૦-૯૪] જે સાધુ-સાધ્વી નિત્ય- હંમેશાં અગ્રપિંડ અથતિ ભોજન પહેલાં અલગ કઢાયેલ કે મુખ્ય એવું. એક જ ઘેરથી પૂર્ણ અથતું બધું જ, વાસણ, થાળી વગેરે માંથી અડધા કે ત્રીજા-ચોથા ભાગનું દાન માટે કઢાયેલા ભાગનું. છઠ્ઠા ભાગનું પિંડ અર્થાત્ આહાર કે ભોજન લે એટલે કે ઉપભોગ કરે, કરાવે કે ઉપભોગ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.. (આમ કરવામાં નિયંત્રણા, બીજાને આહારમાં અંતરાય, રાગ આજ્ઞાભંગ આદિ દોષ સંભવે છે.) [૫] જે સાધુ-સાધ્વી (અકારણ માસકલ્પ આદિ શાસ્ત્રીય મયદાનો ભંગ કરીને) એક સ્થાને નિત્ય વાસ કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૯] જે સાધુ-સાધ્વી (વસ્ત્ર-પાત્ર-આહાર આદિ) દાન ગ્રહણ કરતાં પહેલા અને ગ્રહણ કર્યા પછી (વસ્તુ કે દાતાની) પ્રશંસા કરે- પરિચય કરે, કરાવે કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૯૭] જે સાધુ-સાધ્વી પછી તે સમાન- ગૃદ્ધિ રહિત અને મર્યાદાપૂર્વક સ્થિરવાસ રહેલ હોય, વસમા -નવકલ્પ વિહારના પાલન કરતાં રહેલા હોય તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરતા બાલ્યાવસ્થાથી પૂર્વ પરિચિત એવી કે યુવાવસ્થા પછી પરિચિત્ત બનેલા એવા- રાગવાળા કુળો-ઘરો માં ભિક્ષા-ચર્યા પહેલાં જઈને, પોતાના આગમનનું નિવેદન કરીને ત્યાર પછી તે-તે ઘરોમાં ભિક્ષા માટે જાય. બીજાને મોકલે કે તેમ કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. ૯િ૮] જે સાધુ-સાધ્વી અન્યતીથિક, ગૃહસ્થ, “પરિહારિક' અર્થાત્ મૂળ-ઉત્તરગુણ વાળા તપસ્વી અથવા “અપારિવારિક' અથતુિ મૂલ-ઉત્તરગુણ માં દોષ વાળા પાસત્થા સાથે ગૃહસ્થના કુળોમાં ભીક્ષા લેવાની બુદ્ધિથી, ભિક્ષા લેવા માટે કે ભિક્ષા લઈને પ્રવેશ કરે કે બહાર નીકળે, બીજાને તેવી પ્રેરણા કરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું [૯૯-૧૦૦] જે સાધુ-સાધ્વી (ઉપરોકત) અન્યતીથિક, ગૃહસ્થ, પારિવારિક કે અપારિહારિક સાથે પોતાના ઉપાશ્રય-વસતિ ની મયદા) બહાર “વિચારભૂમિ’ મળ-મૂત્ર આદિ માટે જવાની જગ્યા કે “વિહારભૂમિ સ્વાધ્યાય માટેની જગ્યા માં પ્રવેશ કરે છે ત્યાંથી બહાર નીકળે. ઉક્ત અન્ય તીર્થિક આદિ ચાર સાથે એક ગામથી બીજે ગામ વિચરણ કરે. આ કાર્ય બીજા પાસે કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૦૧-૧૦૨] જે સાધુ-સાધ્વી અનેક પ્રકારનો આહાર.. વિવિધ પ્રકારના પાણી પડિગાહે અતિ ગ્રહણ કરે ત્યાર પછી મનોજ્ઞ- વર્ણ, ગંધ, રસ આદિ યુક્ત આહાર-પાણી ખાય-પીવે અને અમનોજ્ઞ-વર્ણ આદિ આહાર-પાણી પરઠવી દે. [૧૩] જે સાધુ-સાધ્વી મનોજ્ઞ- શુભ વર્ણ, ગંધ આદિ યુક્ત ઉત્તમ પ્રકારના Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નિસીહ– ૨/૧૦૩ અનેકવિધ આહાર આદિ લાવીને વાપરે. (ખાય-પીવે) પછી વધારાનો આહાર, નજીકમાં રહેલા જેની સાથે માંડલિ વ્યવહાર હોય તેવા, નિરતિચાર ચારિત્રવાળા સમનોજ્ઞ સાધર્મિક (સાધુ-સાધ્વી ) ને પુછયા વિના, નિમંત્રણ આપ્યા સિવાય પરઠવે. પરઠવાવે કે પરઠવનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. [૧૦૪-૧૦પ જે સાધુ-સાધ્વી સાગારિક અથતુ સજ્જાત્તર એટલે કે વસતિનો અધિપતિ કે સ્થાન દાતા ગૃહસ્થ, તેનો આવેલો આહાર વગેરે ગ્રહણ કરે,.. તેમજ વાપરે, આ કાર્ય પોતે કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૦]જે સાધુ-સાધ્વી સાગારિક એટલે કે સજ્જર ના કુળ ઘર વગેરેની જાણકારી સિવાય, પહેલાં જોયેલા ઘર હોય તો પુછીને નિર્ણય કર્યા સિવાય અને ન જોયેલા ઘર હોય ત્યારે તે ઘરની ગવેષણા- શોધ ક્યા સિવાય એ રીતે જાણ્યા, પુછયા કે ગવેષણા કર્યા વિના જ આહાર ગ્રહણ કરવા માટે તે કુળ- ઘરોમાં પ્રવેશ કરે- કરાવે-અનુમોદે કે તો પ્રાયશ્ચિતું. [૧૦] જે સાધુ-સાધ્વી શ્રાવક ના પરિચય રૂપ નિશ્રાનો આશરો લઈ અસન, પાન ખાદિમ, સ્વાદિમ રૂપ ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર, વિશિષ્ટ વચનો બોલીને યાચના કરે, કરાવે, કે અનુમોદે. તો પ્રાયશ્ચિતુ. અહીં નિશ્રા એટલે પરિચય અર્થ કર્યો. જેમાં પૂર્વનોકે પછીના કોઈ સંબંધને નિમિત્ત બનાવી. સ્વજનોની ઓળખ આપી તે દ્વારા કંઈ પણ યાચના કરવી. [૧૦૮] જે સાધુ-સાધ્વી ઋતુબદ્ધકાળ સંબંધિ શય્યા, સંથારો, વગેરે) નું પર્યુષણ પછી (એટલે કે ચાતુર્માસ પછીના શીયાળો- ઉનાળો વગેરે) શેષકાળમાં ઉલ્લંઘન કરે અર્થાત્ શેષકાળ માટે યાચના કરેલ શયા-સંથારો- પાર-પાટલા વગેરે તેની સમય મર્યાદા પૂરી થયા પછી પણ (પર્યુષણા પછી પણ) વાપરે વપરાવે કે વાપરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. અહીં સંવત્સરી થી ૭૦ દિવસના કલ્પને આશ્રીને જણાવેલ છે. એટલે સંવત્સરી પૂર્વે વિહાર ચાલુ હોય પણ પર્યુષણા થી ૭૦ દિવસની સ્થિરતા કરવાની હોવાથી તેની પહેલાં ગ્રહણ કરેલ શય્યા સંથારો પરત કરવો તેવો અર્થ થાય. પરંતુ વર્તમાનકાળની પ્રણાલિ મુજબ એવો અર્થ થઈ શકે કે શેષકાળ અથતુ શિયાળાઉનાળામાં ગ્રહણ કરેલ શય્યા વગેરે ચોમાસા પહેલાં તેના પ્રતા ને પરત કરવા અથવા પુનઃ ઉપયોગ માટે આજ્ઞા માંગવી. [૧૦૯જે સાધુ-સાધ્વી વષકાળ માં ઉપભોગ કરવા માટે લાવેલ શય્યાસંથારો, વર્ષાકાળ વીત્યા પછી કારણે દશ રાત્રિ સુધી ઉપભોગ કરી શકે, પણ તે સમય મર્યાદા નું ઉલ્લંઘન કરેકરાવે, અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૧૭] જે સાધુ-સાધ્વી વષકાળ કે શેષકાળ માટે યાચના કરીને લાવેલ શય્યા સંથારો વર્ષો થી ભિંથયેલો જોયા- જાણ્યા છતાં તેને ખુલ્લો ન કરે, પ્રસારીને સુકાઈ જાય તે રીતે ન રાખે, ન રખાવે કે એ રીતે શય્યાદિ ખુલ્લા ન કરનારની અનુમોદના કરે. [૧૧૧-૧૧૩ જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક એટલે કે શ્રાવક પાસેથી પાછું આપવાનું કહીને લાવેલ, સાગારિક એટલે કે શય્યાતર આદિ ગૃહસ્થ પાસેથી લાવેલ શચ્યા-સંથારો કે બંને પ્રકારે શય્યાદિ બીજી વખત આજ્ઞા લીધા સિવાય બીજે સ્થાને, તે Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉદેસી-૨, સુત્ર-૧૧૪ ૧૧૫ વસતિની બહાર પોતે લઈ જાય, બીજાને લઈ જવા પ્રેરે કે લઈ જનારની અનુમોદના કરે [૧૧૪-૧૧૬] જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક એટલે પાછુ આપવા યોગ્ય કે શય્યાતર આદિ ગૃહસ્થ પાસેથી લાવેલ કે બંને પ્રકારના શય્યા-સંથારો (વગેરે) જેવી રીતે લાવેલ હોય તેવી જ રીતે પાછો ન આપે – વ્યવસ્થિત કર્યા સિવાય, પાછો આપ્યા સિવાય વિહાર કરે, ખોવાઈ જાય તો શોધે નહીં ત્યારે પ્રાયશ્ચિતુ. [૧૧૭] જે સાધુ-સાધ્વી અલ્પ કે થોડા પ્રમાણ માં પણ ઉપધિવસ્ત્ર નું પડિલેહણ ન કરે, ન કરાવે કે ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. અહીં બીજા ઉદેસકમાં જે દોષ કહ્યા તેમાંનો કોઈ પણ દોષ સ્વયં સેવે, સેવરાવે કે અનુમોદના કરે તો તેને મલિઈ રહા થાતિયં પ્રાયશ્ચિત્ આવે જેને માટે લઘુ માસિક પ્રાયશ્ચિત્ શબ્દ પણ પ્રયોજાયેલ છે. બીજા ઉદેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ થઈ. (ઉદ્દેશો-૩) 'નિસીહ” સત્રના આ ત્રીજા ઉદ્દેશામાં ૧૧૮ થી ૧૯૬ એ રીતે કુલ. ૭૯ સૂત્રો છે. જેમાં દર્શાવેલ દોષ માં ના કોઈ પણ દોષનું ત્રિવિધ સેવન કરનારને ૩થાતિય નામનું પ્રાયશ્ચિત્ આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ તરીકે પણ ઓળખાવાય છે. [૧૧૮-૧૨૯] જે સાધુ-સાધ્વી ધર્મશાળા, ઉપવન, ગાથાપતિનું કુળ કે તાપસ ના નિવાસ સ્થાન માં રહેલ અન્ય તીર્થિક કે ગૃહસ્થ એવા કોઈ એક પુરષ- અનેક પુરુષો, . એક સ્ત્રી,... અનેક સ્ત્રીઓ પાસે ૧- દીનતા પૂવર્ક (ઓભાઈ !, ઓબહેન, મૅને કોઈક આપે એ રીતે) ૨- કુતુહુલપૂર્વક, ૩- એક વખત સામેથી લાવીને આપે ત્યારે પહેલા “ના” કહે, પછી તેની પાછળ પાછળ જઈને કે આગળ પાછળ તેમની પાસે ઉભા રહીને કે બોલ-બોલ કરીને (જેમકે - ઠીક છે હવે તું લાવ્યો છે તો. લઈ લઈએ એવું બોલવું) આ ત્રણ માંથી કોઈ પણ રીતે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ ચાર પ્રકારના આહારમાંથી કંઈ પણ યાચના કરે કે માંગ-માંગ કરે, યાચના કરાવે કે તે રીતે યાચના કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૩] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ કુળમાં અશન-પાન આદિ આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી પ્રવેશ કરે અથતુ ભિક્ષા માટે જાય ત્યારે ગૃહસ્વામી નિષેધ કરે તો પણ બીજી વખત તેના કુળ-ઘરમાં આજ્ઞા લીધા સીવાય પ્રવેશ કરે, કરાવે, કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [૧૩૧] જે સાધુ-સાધ્વી સંખડી અથતુ જ્યાં અનેક લોકો ભોજન માટે ભેગા થયા હોય એટલે કે જમણવાર હોય (છકાયજીવ વિરાધનાનો વિશેષ સંભવ હોવાથી) તે સ્થળે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ને લેવા માટે જાય- ભિક્ષાર્થે જાય, બીજાને મોકલે કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [૧૩૨] જે સાધુ-સાધ્વી ગૃહસ્થકુળ-ઘરમાં ભિક્ષાર્થે જાય ત્યારે ત્રણ ધર(ઓરડા) કરતા વધુ દૂરથી લાવેલા અસન, પાન, ખાદિમ, સ્વાદિમ આપે (વહોરા) ત્યારે જે કોઈ તે અશનાદિક ગ્રહણ કરે, કરાવે, કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૩૩-૧૩૮]જે સાધુ-સાધ્વી પોતાના પગ ને (મેલનિવારવા કે Page #119 -------------------------------------------------------------------------- ________________ નિસીહ – ૩/૧૩૮ શોભાવધા૨વા) એક કે વધુ વખત પ્રમાર્જ-સાફ કરે,.. પગચંપી કે માલીશ કરે, તેલ, ઘી, માખણ કે ચરબી વડે મર્દન કરે,..લોઘ (નામનું એકદ્રવ્ય), કલ્ક (અનેક દ્રવ્ય મિશ્રિત દ્રવ્ય), ચૂર્ણ (સુગંધી દ્રવ્ય), વર્ણ (અબીલ આદિ દ્રવ્ય). કમળ ચૂર્ણ, એ દ્રવ્યો વડે મર્દન કરે,.. અચિત કરાયેલ ઠંડા કે ગરમ પાણી વડે પ્રક્ષાલન કરે પહેલા કોઈ દ્રવ્યથી લિપી સુકવવા ફુંકમારે કે રંગે આ કર્યો કરે, કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૧૩૯-૧૪૪] જે સાધુ કે સાધ્વી પોતાની કાયા-એટલે કે શરીર ને એક કે વધુ વખત પ્રમાએઁ, માલીશ કરે, મર્દન કરે, પ્રક્ષાલન કરે, રંગે (આ બધું સૂત્ર ૧૩૩-૧૩૮ માફક સમજી લેવું)...તો પ્રાયશ્ચિત્ [૧૪૫-૧૫૦]જે સાધુ-સાધ્વી પોતાના ત્રણ જેવા કે કોઢ, દાદર, ખુજલી, ગંડમાલ, લાગવા કે પડવાથી થયેલા ઘા વગેરેનું (સૂત્ર ૧૩૩થી ૧૩૮ માં જણાવ્યા મુજબ) પ્રમાર્જન, મર્દન, પ્રક્ષાલન, રંગવું, માલીશ આદિ કરે-કરાવે-અનુમોદે. ૧૧૬ [૧૫૧-૧૫૬]જે સાધુ સાધ્વી પોતાના શરીરમાં રહેલા ગુમડા, ફોડલા, મસા, ભગંદર આદિ વ્રણો કોઈ તિક્ષ્ણ શસ્ત્ર વડે એક કે અનેક વાર છેદે, છેદીને પરૂ લોહી કાઢે કે વિશુદ્ધિ-સફાઈ કરે,... લોહી કે પર્ નીકળ્યા પછી અચિત એવા શીતકે ઉષ્ણ જળથી એક કે અનેક વાર પ્રક્ષાલન કરે,... એ રીતે પ્રક્ષાલન કર્યા પછી એક કે અનેક વાર તેના ઉપર લેપ કે મલમ કરે,..તે કર્યા પછી તેલ, ઘી માખણ કે ચરબીથી એક કે અનેક વાર મર્દન કરે, .. તે કયાં પછી કોઈ પણ જાતના ધૂપ વડે ત્યાં ધૂપ કરે કે સુગંધિત કરે.આમાંનો કોઈપણ દોષ પોતે સેવે, બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુર્મોદના કરે [૧૫૭] જે સાધુ-સાધ્વી પોતાની ગુદામાં કે નાભિમાં રહેલા ક્ષુદ્ર કે નાના જીવોકૃમિ વગેરેને આંગળી નાખી નાખીને બહાર કાઢે, કઢાવે કે કાઢનારની અનુમોદના કરે. [૧૫૮] જે સાધુ-સાધ્વી પોતાના વધેલા નખના અગ્ર ભાગને કાપે, શોભા વધારવા સંસ્કાર કરે- કાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૧૫૯-૧૬૩] જે સાધુ સાધ્વી પોતાના વધેલા એવા-જાંઘના, ગુહ્યભાગના, રોમજિના,.. બગલના, દાઢી મુછ વગેરેના વાળ કાપે. કપાવે-કાપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૧૬૪-૧૬૬] જે સાધુ-સાધ્વી પોતાના દાંત એકવાર કે અનેકવાર (મીઠું-ક્ષાર વગેરેથી) ઘસે...વે,.. મોઢાના વાયુ વડે ફુંક મારીને કે રંગવાના દ્રવ્યથી રંગે આ કાર્ય કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૧૬૭-૧૭૨] જે સાધુ-સાધ્વી પોતાના .હોઠ એક વાર કે અનેકવાર પ્રમાએઁધોવે,.. પરિમર્દન કરે, તેલ ઘી, ચરબી કે માખણ થી મર્દન-માલીશ કરે, લોધ (નામક દ્રવ્ય,) કલ્ક (અનેક દ્રવ્યમિશ્રિત દ્રવ્ય વિશેષ), ચૂર્ણ (સુગંધી દ્રવ્ય) વર્ણ (અબિલ આદિ દ્રવ્ય,) કે પદ્મ ચૂર્ણ થી મર્દન કરે, ...અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણી થી ધ્રુવે,...રંગે આ કાર્યો કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૭૩-૧૭૪] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા વધેલા મશૂ-મૂંછના વાળ,..આંખની પાપણના વાળ, કાપે, શોભા વધા૨વા ગોઠવે, બીજા પાસે તેમ કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૧૭૫-૧૮૦] જે સાધુ-સાધ્વી પોતાની આંખને એકવાર કે અનેકવાર (સૂત્ર Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દે સો-૩, સૂત્ર-૧૮૦ ૧૧૭ ૧૬૭ થી ૧૭૨ માં હોઠને વિશે જણાવ્યું તે રીતે) ધોવે, .. પરિમર્દન કરે...માલીશ કરે...મર્દન કરે...પ્રક્ષાલે, રંગે આ કાય પોતે કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૧૮૧-૧૮૨] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા વધેલા ભ્રમરના વાળ,... પડખાંના વાળ કપાવે કે શોભા વધારવા ગોઠવે. બીજા પાસે તેમ કરાવે કે અનુમોદે. [૧૮૩ જે સાધુ- સાધ્વી પોતાના આંખ, કાન, દાંત, નખ નો મેલ કાઢે કે મેલ કાઢીને શોભા વધારે, આવું બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે [૧૮૪] જે સાધુ-સાધ્વી પોતાના શરીરનો પરસેવો, મેલ, પરસેવા અને ધૂળથી ખરડાયેલા મેલના થરો , કે લોહીના ભીંગડા વગેરે રૂપ કોઈપણ મેલ ને કાઢે કે વિશુદ્ધ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૮૫ જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ વિહાર કરતા પોતાના માથાને ઢાંક-આવરણ થી આચ્છાદિત કરે -કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૧૮] જે સાધુ-સાધ્વી શણ-ઉન-સુતર તેવા પદાર્થ માંથી વશીકરણ નો દોરો બનાવે-બનાવડાવે કે બનાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૮૭-૧૯૫જે સાધુ-સાધ્વી ઘરમાં, ઘરના- મોઢા આગળ, પ્રવેશ દ્વારે, અંતર દ્વારે, અગ્રભાગે, આંગણામાં કે મુત્ર-વિષ્ઠા નિવારણ સ્થાન [બાથરૂમ-સંડાસ) માં, - મૃતકગૃહ (રમશાન) માં, મડદું સળગાવ્યા પછી એકઠી થયેલ રાખના સ્થાને, રમશાન નજીક મૃતકને થોડી વાર રખાય તે સ્થાને, મડદુ સળગાવવાને સ્થાને કરાયેલી દેરી ને સ્થાને, મૃતક દહન સ્થાને કે મૃતકના હાડકા વગેરે જ્યાં નખાતા હોય ત્યાં... અંગારક્ષાર-ગાત્ર (રાગાકાન્તપશુના તે- તે અવયવો)- તુસ (નીભાડો) કે ભુસ-સળગાવવાની જગ્યાએ,... કીચડ, કાદવ કે નીલ-ફુલ-હોય તે સ્થાને નવનિર્મિત એવી ગમાણ, માટીની ખાણ, કે હળ ચલાવેલી ભૂમિમાં,-- ઉદુમ્બર, ન્યગ્રોધ કે પીપળાના વૃક્ષ ના ફળને પડવાના સ્થાનમાં....શેરડી, ચોખા, કસુંબો. કે કપાસના વનમાં,. ડાગ, (વનસ્પતિનું નામ છે), મૂળા, કોથમીર, જીરૂ, દમનક (વનસ્પતિ) કે મરક (વનસ્પતિ) રાખવાના સ્થાને. અશોક, સપ્તવર્ણ, ચંપક કે આંબાના વનમાં, આ કે આવા કોઈપણ પ્રકારના પાંદડા. વાળા, પુષ્પ-ફળ-છાયા વાળા વૃક્ષોના સમૂહ હોય તે સ્થાનમાં (ઉક્ત તમામ સ્થાનમાંથી કોઈપણ સ્થાને) મળમૂત્ર પરઠવે-પરઠવાવે- પરઠવનારની અનુમોદના કરે તો. [૧૯૬]જે સાધુ-સાધ્વી દિવસે રાત્રે કે વિકાલે-સંધ્યા સમયે મળ-મૂત્ર સ્થાપન કરીને સૂર્યોદય પહેલાં પરઠવે, પરઠવાવે કે પરઠવનારની અનુમોદના કરે આ ઉદ્દેશામાં કહયા મુજબના કોઈ પણ દોષ ત્રિવિધ સેવે તો તે માસિક પરિહારસ્થાન ઉઘાતિક પ્રાયશ્ચિત્ આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્. પણ કહે છે. ઉદ્દેશ-૩-ની મુનિ દીપરત્ની સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ થઈ. (ઉદ્દેશો-8) “નિસીહ” સૂત્રના આ ચોથા ઉદ્દેશામાં ૧૯૭ થી ૩૧૩ એ રીતે કુલ ૧૧૭ સૂત્રો છે. જેમાં દર્શાવેલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને મસિ દારા ૩પતિયં નામનું પ્રાયશ્ચિત્ આવે છે. જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ પણ કહે છે. WWW.jainelibrary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નિસીહ-૪/૧૯૭ [૧૯૭-૧૯૯] જે સાધુ-સાધ્વી રાજાને વશ કરે.. ખુશામત કરે. આકર્ષિત કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૨૦૦-૨૧૪]જે સાધુ-સાધ્વી રાજાના રક્ષકને નગર રક્ષકને. નિગમ એટલે કે વેપારના સ્થાનના રક્ષકને.. દેશ રક્ષકને, સર્વ રક્ષકને (આ પાંચમાંના કોઈ પણ ને) વશ કરે, ખુશામત કરે. આકર્ષિત કરે, તેમ કરાવે છે તેવું કરનારની અનુમોદના કરે. ૨૧૫ જે સાધુ-સાધ્વી અખંડિત કે સચિત્ત ઔષધિઓ (અથતુ સચિત્ત ધાન્ય કે સચિત્ત બીજ) પોતે ખાય, બીજાને ખવડાવે, ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. . [૨૧] જે સાધુ-સાધ્વી આચાર્ય ઉપાધ્યાય (રત્નાધિક કોઈપણ ) ને જાણ કર્યા સિવાય (આજ્ઞા લીધા સિવાય) દહીં દુધ વગેરે વિગઈ ખાય- ખવડાવે કે ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૨૧૭]જે સાધુ-સાધ્વી સ્થાપના કુળને "(જ્યાં સાધુ નિમિત્તે અન્ન-પાન વગેરેની સ્થાપના કરાય છે તે કુળ ને) જાણ્યા- પૂછયા- પૂર્વે ગવેષણા કર્યા સિવાય આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી તે કુળમાં પ્રવેશ કરે- કે કરાવે-કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૮] જે સાધુ સાધ્વી ના (સાધ્વી સાધુના) ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ કરે- કરાવે- કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૨૧] જે સાધુ સાધ્વીના (સાધ્વી સાધુના) આવવાના માર્ગમાં દાંડો, લાકડી, રજોહરણ, મુહપત્તિ કે અન્ય કોઈ પણ ઉપકરણને રાખે-રખાવે- રાખનારને અનુમોદે ૨૦-૨૨૧] જે સાધુ-સાધ્વી નવા કે અવિદ્યમાન કજીયા ઉત્પન કરે. ખમાવેલા કે ઉપશાંત થયેલા જૂના કજીયાની પુનઃ ઉદીરણ કરે- કરાવે- કે અનુમોદે. [૨૨] જે સાધુ-સાધ્વી મોઢે ફાળી- ફાળીને એટલે કે ખડખડાટ હસે, હસાવે, હસતાને અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૨૨૩-૨૩૨] જે સાધુ (કે સાધ્વી) પાસસ્થા (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ની સમીપમાં રહે પણ તેની આરાધના ન કરે તે), ઓસના (અવસન કે શિથિલ), કુશીલા. નિત્યક (નીચ કે અધમ), સંસકત (સંબદ્ધ) આ પાંચમાંથી કોઈપણને પોતાના સંઘાડાના સાધુ કે સાધ્વી) આપે- અપાવે- આપનારની અનુમોદના કરે.. તેના સંઘાડાના સાધુ કે સાધ્વી) નો સ્વીકાર કરે કરાવે- કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૩૩] જે સાધુ-સાધ્વી સચિત્ત પાણીથી ભીના થયેલા હાથ, માટીનું પાત્ર, , કડછી કે કોઈપણ ધાતુના પાત્ર (અર્થાત્ સચિત્ત પાણી અપકાય ના સંસર્ગ વાળા) અશન-પાન,ખાદિમ, સ્વાદિમ એ ચારમાંથી કોઈપણ પ્રકારનો આહાર ગ્રહણ કરે, કરાવે કે, અનુમોદે તો પ્રાયશ્ચિત્. [ ૨૩૪] ઉપરોકત સૂત્ર-૨૩૩ માં જણાવ્યું તે રીતે કુલ ૨૧. ભેદ જાણવા, તે આ પ્રમાણે- - સ્નિગ્ધ એટલે કે થોડી માત્રામાં પણ સચિત્ત પાણીની ભિનાશ હોય, ૦ સચિત એવી - રજ, માટી, તુષાર, મીઠું, હરિતાલ, મનઃ શિલ, પીળી માટી, ઐરિક ધાતુ, સફેદ માટી, હિંગળોક, અંજન, લોધદ્રવ્ય, કુકકુસદ્રવ્ય, ગોધૂમ વગેરે ચૂર્ણ, કંદ, મૂળ, શૃંગબેર (આદુ), પુષ્પ, કોષ્ઠપુર (સુગંધી દ્રવ્ય) સંક્ષેપ માં કહીએ તો સચિત્ત અપૂકાય, પૃથ્વીકાય કે વનસ્પતિકાય થી સંશ્લિષ્ટ એવા હાથ કે પાત્ર કે કડછી હોય Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉસો-૪, સૂત્ર-૨૩૪ ૧૧૯ અને તેના દ્વારા કોઈ અસન આદિ ચાર માંથી કોઈ પ્રકારનો આહાર આપે, ત્યારે ગ્રહણ કરે- કે કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતું. [૨૩-૨૪૯]જે સાધુ-સાધ્વી ગ્રામરક્ષકને,.. દેસારક્ષકને સીમારક્ષકને,.. અરણ્યરક્ષકને. સવરક્ષકને (આ પાંચે કે તેમાંના કોઈ પણને વશ કરે... ખુશામત કરે,. આકર્ષિત કરે, કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. [૨૪૦-૩૦૨] જે કોઈપણ સાધુ-સાધ્વી પરસ્પર એટલે કે સાધુ-સાધુના અને સાધ્વી-સાધ્વીના નિચે જણાવ્યા મુજબના કાર્યો કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તેને પ્રાયશ્ચિત્. • (નોંધ-આ સર્વે કાર્યોનું વિવરણ ઉદ્દેશો-૩ ના સૂત્ર ૧૩૩ થી ૧૮૫ માં આવેલ છે. એ જ પ૩ દોષોની વાત અહીં સમજવી) જેમકે જે કોઈ સાધુ-સાધુ કે સાધ્વી-સાધ્વી પરસ્પર- એક બીજાના પગને એક વખત કે અનેક વખત પ્રમાર્જ. સાફ કરે... (ત્યાંથી આરંભીને). જે કોઈ સાધુ-સાધુ કે સાધ્વી- સાધ્વી એકગામથી બીજે. ગામ વિચરતા પરસ્પર એક બીજાના મસ્તક ને આવરણ કરે- ઢાંકે (ત્યાં સુધીના પ૩ સૂત્રો ત્રીજા ઉદ્દેશામાં જણાવ્યા મુજબ જાણવા.) [૩૦૩-૩૦૪] જે સાધુ-સાધ્વી મળ-મૂત્ર ત્યાગ કરવાની ભૂમિ નું અંતિમ પરિસિએ (સંધ્યા સમય પૂર્વે) પડિલેહણ ન કરે... ત્રણ ભૂમિ એટલે ત્રણ મંડલ સુધી કે સંખ્યામાં ત્રણ અલગ-અલગ ભૂમિનું પડિલેહણ ન કરે- ન કરાવે કે ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૩૦૫-૩૦૬] જે સાધુ- સાધ્વી એક હાથથી ઓછા પ્રમાણ વાળી લાંબી-પહોળી અચિત્ત ભૂમિમાં (અને અથવા) અવિધિ એ (પ્રમાર્જન કે પ્રતિલેખન કર્યા સિવાય, જીવાકુલ ભૂમિમાં) મળ-મૂત્રનો ત્યાગ કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે. ૩૦૭-૩૦૮] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કર્યા પછી મળદ્વાર ને સાફ ન કરે,-- વાંસ કે તેવી લાકડાની ચીર, આંગળી કે ધાતુની સળી વડે મળદ્વાર ને સાફ કરે, કરાવે કે સાફ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. | [૩૦૯-૩૧૨] જે સાધુ સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કર્યો પછી મળદ્વારની શુચિ (શુદ્ધિ) ન કરે... ફકત મળ દ્વારની જ શુદ્ધિ કરે (હાથ કે અન્ય સ્થળે લાગેલ મળ-મૂત્ર ની શુદ્ધિ ન કરે),.. ઘણે દૂર જઈને શુદ્ધિ કરે,. નાવના આકાર જેવી એક પસલી જેને બે હાથ ભેગા કરવાથી ગુજરાતીમાં ખોબો કહે છે. એવા ત્રણ ખોબા કે ત્રણ પસલી કરતાં વધારે પાણી થી શુદ્ધિ કરે- આ દોષ સ્વયં કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૩૧૩ જે સાધુ-સાધ્વી અપરિહારિક હોય એટલે કે જેને પરિવાર નામનું પ્રાયશ્ચિત્ આવેલ નથી તેવા શુદ્ધ આચારવાળા હોય તેવા સાધુ-સાધ્વી, પરિહાર નામક પ્રાયશ્ચિતું કરી રહેલા સાધુ-સાધ્વી ને કહે કે હે આર્ય ! હે આય !) ચાલો. આપણે બંને સાથે અશન-પાન-ખાદિમ- સ્વાદિમ ગ્રહણ કરવા (લેવા) ને માટે જઈએ. ગ્રહણ કરીને પોત-પોતાના સ્થાને આહાર પાન કરીશું જો તે આવું બોલે, બોલાવે કે બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. એ પ્રમાણે આ ઉદ્દેશા-૪ માં કહયા મુજબનો કોઈપણ એક કે વધુ દોષ સ્વયં Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નિસીહ-૪૩૧૩ સેવે, બીજા પાસે સેવરાવે કે તેને તે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્. કહે છે. ચોથા ઉદ્દેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” (ઉદ્દેશો- ૫) “નિસીહ” સૂત્રના આ ઉદ્દેશામાં ૩૧૪ થી ૩૯૨ એ રીતે કુલ- ૭૯ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને મસિવં હિટ્ટા ૩થાતિય નામનું પ્રાયશ્ચિતું આવે છે. જેને “લઘુમાસિક પ્રાયશ્ચિતુ.” કહેવાય છે. | [૩૧૪-૩૨૪] જે સાધુ-સાધ્વી વૃક્ષના મૂળ-સ્કંધ ની આસપાસની સચિત્ત પૃથ્વી ઉપર રહીને, એકવાર કે અનેકવાર આજુબાજુ જુએ-અવલોકન કરે, ઉભા રહે શરીર પ્રમાણે શવ્યા કરે, બેસે. પડખાં ફેરવે... અસન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર કરે... મળ-મૂત્રનો ત્યાગ કરે... સ્વાધ્યાય કરે,. સૂત્ર અર્થ તદુભય રૂપ સઝાય નો ઉદ્દેશો કરે.. વારંવાર સક્ઝાય પઠન કે સમુદ્દેશ કરે. સઝાય તે માટે અનુજ્ઞાપ્રદાન કરે. સૂત્રાર્થરૂપ સ્વાધ્યાય વાંચના આપે.. આચાર્યાદિ દ્વારા અપાતી સ્વાધ્યાય-વાંચના ગ્રહણ કરે . સ્વાધ્યાયની પરાવર્તન કરે- આમાંનું કોઈ પણ કાર્ય સ્વયં કરે, કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૩૨પ-૩૨૬] જે સાધુ-સાધ્વી પોતાની સંઘાટિકા એટલે કે ઓઢવાનું વસ્ત્ર જેને કપડો કહે છે તેને પરતીર્થિક, ગૃહસ્થ કે શ્રાવક પાસે સંઘાવે-સીવડાવે - તે કપડાને દીર્ઘ સૂત્રી કરે અથતિ શોભાદિ માટે લાંબા દોરા કે દોરી નંખાવે, બીજાને તેમ કરવા પ્રેરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્.. [૩૨૭ જે સાધુ-સાધ્વી લીંબડાના, પરવળના કે બિલ્લીના પાનને અચિત્ત કરાયેલા ઠંડા કે ગરમ પાણીમાં ધોઈને, પીસીને ખાય, ખવડાવે કે ખાનારને અનુમોદ. [૩૨૮-૩૩પ જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક નું (શય્યાતર આદિ પાસેથી પાછા આપવાનું કહીને લાવેલ તે પ્રાતિહારિક), -- સાગારિક (અન્ય કોઈ પણ ગૃહસ્થ) નું પાદ પ્રોંછનક અથતુ રજોહરણ , દંડ, લાકડી, પગમાં લાગેલ કાદવ ઉખેડવાની સળી વિશેષ, કે વાંસની સળી, -- તેજ રાત્રે - - આવતી કાલે સવારે પાછું આપી જઈશ એમ કહીને લાવ્યા પછી નિર્દિષ્ટ સમયે પાછું ન આપે એટલે કે સાંજને બદલે સવારે આપે કે સવારને બદલે સાંજે આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. ૩િ૩૬-૩૩૮] જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક (શધ્યાત્તર), .. સાગારિક (અન્ય કોઈ ગૃહસ્થ, .. કે બંનેના શય્યા- સંથારો પાછો આપ્યાબાદ તે શય્યા-સંથારો બીજી વખત આજ્ઞા લીધા સિવાય- (યાચના કર્યા સિવાય) ઉપયોગમાં લે અથતિ પોતે ઉપભોગ કરે- કરાવે- કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૩૩૯]જે સાધુ-સાધ્વી શણ, ઉન પોંડ (એક જાતની વનસ્પતિ,) કે અમિલ (એક વનસ્પતિ) ના દોરા ગુંથે. (કઈ વસ્ત્ર આદિને અંત ભાગે રહેલા દોરાને લાંબા કરે, શોભા વધારવા ગુંથે- ભરે, બીજા પાસે તેમ કરે, તેમ કરનારની અનુમોદના કરે. [૩૪૦-૩૪૮] જે સાધુ-સાધ્વી સચિત્ત, - - રંગીન, - - અનેક રંગો થી આકર્ષક, એવા શીશમના લાકડાનો, વાંસનો કે નેતરનો દંડ કરે (બનાવે), - - ધારણ Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેસી-૫, સૂત્ર-૩૪૮ ૧૨૧ કરે (રાખે), -- ઉપભોગ કરે (વાપરે) આ કાર્ય કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૩૪૯-૩પ૦] જે સાધુ- સાધ્વી નવા વસેલા ગામ, નગર, ખેડ, કબ્બડ, મંડલ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, ઘર, નિગમ, શહેર, રાજધાની, કે સંનિવેશમાં, - - લોઢા, તાંબા, જસત, સીસા, ચાંદી, સોના, રત્નની ખાણમાં- પ્રવેશ કરીને અશન-પાન-ખાદિમ-સ્વદિમ ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. (નવા પ્રામાદિમાં સાધુ- સાધ્વી પ્રવેશ કરે ત્યારે લોકો મંગલભૂત માને, ભાવોલ્લાસ વધે તો નિમિત્તાદિ દોષયુક્ત આહાર તૈયાર કરે, અમંગલ માને તે ત્યાં નિવાસ ન કરે તો અંતરાય થાય. વળી નવી વસતિમાં સચિત્ત પૃથ્વી. અપૂકાય વનસ્પતિકાયાદિ વિરાધનાનો સંભવ રહે, ખાણ વગેરે સચિત્ત હોય તેથી સંયમ ની * અને પડવાથી આત્મવિરાધના સંભવ બને. [૩પ૧-૩૭૪] જે સાધુ સાધ્વી મુખ, દાંત હોઠ, નાક,- - બગલ,- - હાથ, - - નખ, - -પાંદડુ - - પુષ્પ, - - ફળ, - - બીજ-- હરીત- વનસ્પતિ વડે વીણા (એક પ્રકારનું વાજિંત્ર) બનાવે એટલે કે તેવા પ્રકારનો આકાર કરે, - - મુખ આદિ દ્વારા વીણા જેવા પ્રકારના શબ્દો કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. [૩૭૫-૩૭૭] જે સાધુ-સાધ્વી ઔદેશિક (સાધુના નિમિત્તે બનેલી),- - સપ્રાભૃતિક (સાધુ ને માટે સમયાનુસાર પરિવર્તન કરીને બનાવેલી),- - સપરિકમ (લિંપણ, ગુંપણ, રંગન આદિ પરિકર્મ કરીને બનાવેલી) શય્યા અર્થાતુ વસતિ કે સ્થાનક માં પ્રવેશ કરે- કરાવે કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૩૭૮] જે સાધુ-સાધ્વી સંભોગ પ્રત્યયિક ક્રિયા નથી” અથતું એક માંડલીમાં સાથે બેસી આહારાદિ ક્રિયા જેમાં થતી હોય તે સાંભોગિક ક્રિયા કહેવાય, “જે સાંભોગિક હોય તેના સાથે માંડલી આદિ વ્યવહાર ન કરવા અને અસાંભોગિક સાથે વ્યવહાર કરવો એમાં કોઈ દોષ નથી” એવું બોલે બોલાવે- બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૩૭૯-૩૮૧]જે સાધુ-સાધ્વી અખંડ, દઢ, લાંબા કાળ સુધી ચાલે તેવા ટકાઉ અને ઉપયોગમાં આવી શકે તેવા તુંબડા, લાકડાં કે માટીના પાત્રાને ભાંગીનાખી કે ટુકડા કરી નાંખી પરઠવી દે - - વસ્ત્ર, કંબલ કે પાદ પ્રોંછનક (૨જોહરણ) ના ટુકડા. કરી લીરા કરી ને પરઠવી દે, - - દાંડો, દાંડી, વાંસની સળી વગેરે ના ભાંગીને ટુકડા કરીને પરઠવે- પરઠવાવે- પરઠવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૩૮૨-૩૯૨] જે સાધુ-સાધ્વી રજોહરણ ૩ર અંગુલ પ્રમાણ કરતા મોટું ધારણ કરે. તેની દશી નાની બનાવે, દડાની જેમ ગોળ ગોળ બાંધે- અવિધિએ બાંધે,- - ઓધારીયા- નિશેથીયારૂપ બે વસ્ત્રને એક જ દોરી વડે બાંધે, - -ત્રણ કરતા વધુ બંધને બાંધ, - - અનિકૃષ્ટ અથતિ અનેકમાલિક નું રજોહરણ હોવા છતાં તેમાંના કોઈ એક માલિક આપે તો પણ તેને ધારણ કરે. . પોતાનાથી (સાડાત્રણ હાથ કરતાં પણ) દૂર રાખે,-- રજોહરણ ઉપર બેસે, -- તેના ઉપર માથું રાખી સુવે. -- તેના ઉપર સુતા પડખાં ફેરવે. આમાંનો કોઈ દોષ પોતે કરે, કરાવે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. એ પ્રમાણે આ ઉદેશ- ૫ -દશવિલા દોષમાંનો કોઈપણ દોષ સ્વયં સેવે. બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો તેને માસિક પરિહાર સ્થાન Page #125 -------------------------------------------------------------------------- ________________ નિસીહ – ૫/૩૯૨ ૧૨૨ ઉદ્ઘાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જેને “લઘુમાસિક પ્રાયશ્ચિત્ ” પણ કહે છે. પાંચમાં ઉદ્દેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલી “ગુર્જર-છાયા” પૂર્ણ ઉદ્દેશો-૬ “નિસીહ” સુત્રના આ ઉદ્દેશામાં ૩૯૩ થી ૪૬૯ એટલે કે કુલ- ૭૭ સૂત્રો છે. જેમાંના કોઈ પણ દોષનું ત્રિવિધ સેવન કરનાર ને ચાહાસિય પરિહારકાળ અનુન્ધાતિયં નામનું પ્રાયશ્ચિત્ આવે છે. જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ કહે છે. [૩૯૩-૪૦૨] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (સાધ્વી હોય તો પુરુષને) વિનવણી કરે,- હસ્ત કર્મ કરે અર્થાત્ હાથ વડે થતી ક્રિયાઓ કરે, - જનનેનિન્દ્રયનું સંચાલન કરે યાવત્ શુક્ર (સાધ્વી હોય તો ૨) બહાર કાઢે. (ઉદ્દેશા-૧ માઁ સૂત્ર ૨ થી ૧૦ સુધી વર્ણન કરાયેલી બધી ક્રિયાઓ અહીં સમજી લેવી) આ ક્રિયા સ્વયં કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ - [૪૦૩-૪૦૫] જે સાધુ- મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (સાધ્વી. પુરુષને) વસ્ત્ર રહિત કરે, વસ્ત્રરહિત થવા કહે, સ્ત્રી (પુરુષ) સાથે કલહ-કજીયા કરે, ક્રોધાવેશથી બોલે, -- લેખ એટલે કે પત્રો લખે. આ કાર્યો કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૪૦૬-૪૧૦]જે સાધુ-મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીની (સાધ્વી પુરુષની) જનનેન્દ્રિય, ગુહ્ય ભાગ, કે છિદ્રોને ઔષધિ વિશેષથી લેપ કરે, - - અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી એક કે અનેક વાર પ્રક્ષાલન કરે, - પ્રક્ષાલન બાદ એક કે અનેક વખત કોઈ આલેપન વિશેષથી વિલેપન કરે, - - વિલેપન બાદ તેલ, ઘી, ચરબી કે માખણ થી અવ્યંગન કે પ્રક્ષણ કરે, ત્યાર બાદ કોઈ સુગંધી દ્રવ્ય થી તેને ધુપ કરે અર્થાિત્ સુગંધિત કરે. આ સર્વે કાર્ય પોતે કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૪૧૧-૪૧૫] જે સાધુ-સાધ્વી મૈથુનની ઈચ્છાથી અખંડ વસ્ત્રો (વસ્ત્રના તાકા) ધારણ કરે અર્થાિત્ પોતાની પાસે રાખે, અક્ષત (ફાટ્યા તુટ્યા વગરના), - ધોયેલા (સફેદ- ઉજ્જવલ) કે મલિન - - રંગીન, - - રંગ બે રંગી સુંદર વસ્ત્રો ધારણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. [ ૪૧૬-૪૬૮]જે સાધુ-સાધ્વી મૈથુન સેવનની ઈચ્છા થી એક કે અનેક વખત પોતાના પગ પ્રમાર્જન કરે- કરાવે અનુમોદે (આ કાર્યથી આરંભીને) એક ગામથી બીજે ગામ જતાં પોતાના મસ્તકનું આચ્છાદન કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. - - (નોંધઃ- અહીં ૪૧૬ થી ૪૬૮ માં કુલ-૫૩ સૂત્રો છે. તેનું વિવરણ ઉદ્દેશો-૩ ના સૂત્ર ૧૩૩ થી ૧૮૫ મુજબ જાણી લેવું. વધારા માં માત્ર એટલું કે “પગ પ્રમાર્જન થી મસ્તક આચ્છાદન” સુધીની આ સર્વે ક્રિયા મૈથુન સેવનની ઈચ્છાથી કરાયેલી હોય ત્યારે “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ આવે તેમ જાણવું) [૪૬૯] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનની ઈચ્છાથી દુધ, દહીં, માખણ, ઘી, ગોળ, ખાંડ, સાકર, મિશ્રી કે તેવો અન્ય કોઈ સરસ-પૌષ્ટિક આહાર કરે- ક૨ાવે અનુમોદે. એ પ્રમાણે ઉદ્દેસા-૬માં કહેવાયા મુજબના કોઈપણ એક કે વધુ દોષનું સેવન કરે-કરાવે- અનુમોદે તો તે સાધુ, સાધ્વી ને ચાતુમિિસક પરિહારસ્થાન અનુાતિક Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દે સો-દ, સૂત્ર-૪૬૯ ૧૨૩ પ્રાયશ્ચિત્ આવે જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ નામથી પણ ઓળખાવાય છે. છઠ્ઠા ઉદેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા' પૂર્ણ (ઉદ્દેશો-૭) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં ૪૦૦ થી ૫૦૦ એ રીતે કુલ- ૯૧ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાહિયં હારા મનુતિયું નામક પ્રાયશ્ચિત આવે છે. આ પ્રાયશ્ચિત્ નું અપર નામ “ગુરુ ચૌમાસી’ પ્રાયશ્ચિત્. છે. [૪૭૦-૪૮૧] જે સાધુ-(સ્ત્રી સાથે) સાધ્વી (પુરુષ સાથે) મૈથુન સેવનની ઈચ્છાથી તૃણ, મુંજ (એકપ્રકારનું તૃણ), વેલ, મદનપુખ્ત, મયુર આદિના પિચ્છા, હાથી આદિના દાંત, શીંગડા, શંખ, હાડકા, લાકડાં, પાંદડા, ફૂલ, ફળ, બીજ, હરિત-વનસ્પતિની માળા કરે.લોઢું, તાંબુ, જસતુ, સીસું, રજત, સુવર્ણના કોઈ આકાર વિશેષ. હાર, અદ્ધહાર, એકસરો હાર, સોનાના-હાથી દાંતનારત્નનો-કર્કેતન ના કડા, હાથનું આભરણ, બાજુ બંધ, કુંડલ, પટ્ટા, મુગટ, ઝુમખાં, સોનાનુંસૂત્ર - મૃગચર્મ, ઉનનું કંબલ, કોયરદેશનું કોઈ વસ્ત્ર વિશેષ, કે આ ત્રણમાંના કોઈનું આચ્છાદન, શ્વેત, કૃષ્ણ, નીલ, શ્યામ, મહાશ્યામ એ ચારમાંના કોઈ મૃગના ચામડાનું વસ્ત્ર, ઊંટના ચામડાનું વસ્ત્ર કે પ્રાવરણ, વાઘ-ચિત્તો-વાનર-ના ચામડાનું વસ્ત્ર, શ્લષ્ણ કે સ્નિગ્ધ કોમળ વસ્ત્ર, કપાસ વસ્ત્ર પટલ, ચીની વસ્ત્ર, રેશમી વસ્ત્ર, સોનેરી-સોના જડિત કે સોના વડે ચીતરેલ વસ્ત્ર, અલંકારયુક્તઅલંકાર ચિત્રિત કે વિવિધ અલંકારોથી ભરેલ વસ્ત્ર. સંક્ષેપમાં કહીએતો કોઈપણ પ્રકારની માળા, કડા, આભુષણ કે વસ્ત્રો બનાવે, - - રાખે -- પહેરે કે ઉપભોગ કરેબીજા પાસે આ બધું કરાવે કે આવું કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૪૮] જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની કોઈપણ ઈન્દ્રિય, હદયપ્રદેશ, ઉદર (નાભીયુક્ત) પ્રદેશ, સ્તનનું સંચાલન કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૪૮૩-૫૩૫] જે સાધુ-સાધ્વી મૈથુનની ઈચ્છાથી અન્યોન્ય-પરસ્પરના પગને એક વખત કે અનેક વખત પ્રમાર્જ- (આ સૂત્ર થી આરંભીને) જે સાધુ-સાધ્વી એકગામથી બીજે ગામ વિચરતા મૈથુન ની ઈચ્છાથી એકબીજાના મસ્તક ને આવરણ-આચ્છાદન કરે. (નોંધ - અહીં ૪૮૩ થી પ૩પ એ પ૩ સૂત્રો ત્રીજા ઉદ્દેશામાં આપેલ સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબના જ છે. તેથી આ પ૩- સૂત્રો નું વિવરણ ઉદ્દેશા-૩ મુજબ જાણી-સમજી લેવું. વધારામાં માત્ર એટલું મૈથુનની ઈચ્છા થી આ સર્વે ક્રિયા પરસ્પર કરાયેલી” સમજવી. [પ૩૬-૫૪૭] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ સ્ત્રીને (સાધ્વી હોય તો પુરુષને) સચિત્ત ભૂમિ ઉપર, - - જેમાં ઘુણ નામના લાકડાને ખાનારા જીવ વિશેષનું રહેઠાણ હોય, જીવાકુલ પીઠફલક- પાટીયું હોય, કીડી વગેરે જીવયુક્ત સ્થાન, સાચિત્ત બીજવાળાસ્થાન, હરિતકાયયુકત સ્થાન, સૂક્ષ્મ હિમકણ વાળા સ્થાન, ગર્દભાકાર કીટક ના રહેઠાણ હોય, અનન્તકાય એવી ફગ હોય, ભીની માટી હોય કે જાળું બનાવનાર મક્કડ-કરોડીયા હોય એટલે કે ઘુણ આદિ રહેતા હોય તેવા સ્થાનોમાં,- - ધર્મશાળા, Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નિસીહ- ૭/૫૪૮ બગીચા, ગૃહસ્થના ઘેર કે તાપસ-આશ્રમ માં, - - પોતાના ખોળામાં કે પલંગમાં (સંક્ષેપમાં કહીએ તો પૃથ્વી અને વનસ્પતિ અને ત્રસ કાયની વિરાધના જ્યાં સંભવ છે તેવા ઉપર કહેલા સ્થાનોમાં) બેસાડે કે સુવાડીને પડખાં ફેરવે - - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર કરે- કરાવે, આ સર્વ ક્રિયા પોતે કરે- કરાવે- અનુમોદ પિ૪૮-૫૫૦] જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની (સાધ્વી-પુરુષની) કોઈ પ્રકારની ચિકિત્સા કરે, - - અમનોજ્ઞએવા પુદ્ગલો (અશુચિપુદગલો) શરીરમાંથી બહાર કાઢે અર્થાત્ શરીરશુદ્ધિ કરે, - - મનોજ્ઞ પુદગલો શરીર ઉપર ફેંકે અથવું શરીર સુગંધી કરે કે શોભા વધારે આવું તે પોતે કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત [પપ૧-પપ૩) જે સાધુ (સાધ્વી) મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ પશુ કે પક્ષી ના પગ, પાંખ, પૂછડું કે માથું પકડીને તેને હલાવે- સંચાલન કરે, - - ગુપ્તાંગમાં લાકડું, વાંસની સળી, આંગળી કે ધાતુની શલાકા નો પ્રવેશ કરાવીને હલાવે-સંચાલન કરે, - - પશુ-પક્ષીમાં સ્ત્રી કે પુરુષ) ની કલ્પના કરીને તેને આલિંગન કરે, દઢતાથી આલિંગ. સર્વત્ર ચુંબન કરે- કરાવે- કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [પપ૪-૫૫૯] જે સાધુ સ્ત્રી સાથે (સાધ્વી-પુરુષ સાથે) મૈથુન સેવનની ઈચ્છાથી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચતુર્વિધ આહાર,- - વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ,- - સૂત્રાર્થ - - (આ ત્રણમાંનું કંઈપણ) આપે અથવા ગ્રહણ કરે- (સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારને અનુમોદ) તો પ્રાયશ્ચિતુ. [પ૬૦] જે સાધુ સ્ત્રી સાથે (સાધ્વી-પુરુષ સાથે) મૈથુનની ઈચ્છાથી કોઈપણ ઈન્દ્રિયનો આકાર બનાવેચિત્ર બનાવે કે હાથ વગેરેથી તેવી કામ ચેષ્ટા કરે- કરાવેઅનુમોદ તો પ્રાયશ્ચિતુ. એ પ્રમાણે ઉદ્દેસા-૩માં કહેવાયા મુજબના કોઈપણ એક કે વધુ દોષ નું સેવન કરેકરાવે-અનુમોદે તો તે સાધુ-સાધ્વી ને “ચાતુમસિક પરિહાર સ્થાન અનુદ્દઘાતિક” નામનું પ્રાયશ્ચિત્ આવે જે “ગુર ચૌમાસી” પ્રાયશ્ચિતુ તરીકે પણ ઓળખાય છે. સાતમાં ઉદ્દેશાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર-છાયા પૂર્ણ (ઉદ્દેસો-૮) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં પ૬૧ થી પ૦૯ એ રીતે કુલ-૧૯ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને વાર્ષિ વહિા૨કા અનુપાતિય નામક પ્રાયશ્ચિત્ આવે છે. જે “ગુરુ ચૌમાસી' પ્રાયશ્ચિત્ તરીકે પણ ઓળખાય છે. પિ૬૧-૫૬૯] ધર્મશાળા, બગીચા, ગૃહસ્થ ના ઘેર કે તાપસ આશ્રમમાં, - - ઉદ્યાન માં, ઉદ્યાનગૃહમાં, રાજાના નિર્ગમન માર્ગમાં, નિર્ગમનમાર્ગે રહેલ ઘરમાં; • - ગામ કે નગરના કોઈ એક ભાગ જેને “અટ્ટાલિકા” કહે છે ત્યાં, અટ્ટાલિકાના કોઈ ઘરમાં, “ચરિકા” એટલે કોઈ માર્ગ વિશેષ, નગરદ્વારે, નગર દ્વારના અગ્રભાગે;- - - પાણીમાં, પાણી વહેવાના માર્ગમાં, પાણી લાવવાના રસ્તે, પાણી વહેવાના નિકટ પ્રદેશકિનારે, જળાશયમાં, - - શૂન્ય ગૃહ, ભગ્નગૃહ, ભગ્નશાળા ભોયરું કે કોષ્ઠાગારમાં, - - તૃણશાળા, તૃણગૃહ, તુષશાળ, તુષગૃહ, ભુસા-શાળા, કે ભુસા ગૃહમાં, - - વાહનશાળા, વાહનગૃહ, અશ્વશાળા, કે અશ્વગૃહમાં,- - હાટશાળા-વખાર, હાટગૃહ-દુકાન પરિયાગ Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-૮, સૂત્ર-પ૭૦ ૧૨૫ શાળા, પરિયાગગૃહ, લોહાદિશાળા, લોહાદિઘર, - - ગોશાળા, ગમાણ, મહાશાળા કે મહાગૃહ, (આમાંના કોઈપણ સ્થાન માં) કોઈ એકલા સાધુ એકલી સ્ત્રી સાથે (એકલા સાથ્વી એકલા પુરુષ સાથે) વિચરે, સ્વાધ્યાયકરે, અશનાદિ આહાર કરે, મળ-મૂત્ર પરઠવે અથતુ ચંડિલભૂમિ જાય, નિદિત-નિષ્ફર-શ્રમણને આચરવા યોગ્ય નહીં તેવો વિકારોત્પાદક વાતલિાપ કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૭૦] જે સાધુ રાત્રિમાં કે વિકાલે-સંધ્યા અવસરે સ્ત્રી સમુદાયમાં કે સ્ત્રીનો સંઘટ્ટો થતો હોય ત્યાં અથવા ચારે દિશામાં સ્ત્રીઓ રહેલી હોય ત્યારે અપરિમિત (પાંચ કરતા વધુ પ્રશ્નોના ઉત્તર આપે કે વધુ સમય ધર્મકથા કરે) સમય માટે કથન (ધર્મકથાદિ) કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્. (નોંધઃ- સાધ્વી હોય તો પુરુષના સંદર્ભમાં આ બધું સમજીલેવું) [પ૭૧] જે સાધુ સ્વગચ્છ કે પરગચ્છ સંબંધિ સાધ્વી સાથે, (સાધ્વી હોય તો સાધુ સાથે) એક ગામથી બીજે ગામ વિચરતા, આગળ જતા, પાછળ ચાલતા જ્યારે તેનો વિયોગ થાય ત્યારે ઉત્ક્રાન્ત મન વાળા થાય, ચિંતા ના શોક સમુદ્રમાં ડૂબી જાય, લમણે હાથ દઈને બેસે, આર્તધ્યાન વાળા થાય અને એ રીતે વિહાર કરે અથવા વિહારમાં સાથે ચાલતા સ્વાધ્યાય કરે. આહાર કરે, Úડિલભૂમિ ાય, નિંદિતનિષ્ફર-શ્રમણને ન કરવા યોગ્ય એવી વિકારોત્પાદક કથા કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિતુ. પિ૭૨-પ૭૪] જે સાધુ સ્વ પરિચિત કે અપરિચિત શ્રાવક કે અન્ય મતાવલંબી સાથે વસતિમાં (ઉપાશ્રયમાં) અડધી કે આખી રાત્રિ સંવાસ કરે- અથતું રહે, આ અહીં છે એમ માની બહાર જાય કે બહારથી આવે - - અથવા તેને રહેવાની મનાઈ ન કરે (ત્યારે તે ગૃહસ્થ રાત્રિ ભોજન, સચિત્ત સંઘટ્ટન, આરંભ-સમારંભ કરે તેવો સંભવ હોવાથી) પ્રાયશ્ચિતુ. (એજ રીતે સાધ્વીજી શ્રાવિકા કે અન્ય ગૃહસ્થ સ્ત્રી સાથે વાસ કરે- કરાવે અનુમોદે, તેને આશ્રિને બહાર આવે જાય, તે સ્ત્રીને ત્યાં રહેવાની મનાઈ ન કરે- કરાવે- અનુમોદે કે- તો પ્રાયશ્ચિત્. પિ૭પ-પ૭૯] જે સાધુ સાધ્વી રાજા, ક્ષત્રિય (ગ્રામપતિ) કે શુદ્ધ વંશવાળાના રાજ્યાદિ અભિષેક, ગોષ્ઠી, પિંડદાન, ઈન્દ્ર-સ્કન્દ-રૂદ્ર- મુકુન્દ-ભૂત-જક્ષ-નાગ- સૂપચૈત્ય- રૂક્ષગિરિ-દરી-અગડ(હવાડો)- તળાવ- દૂહનદી- સરોવર- સાગર-ખાણ(વગેરે) મહોત્સવ કે તેવા અન્ય પ્રકારના વિવિધ જાતના મહામહોત્સવ (સંક્ષેપમાં કહીએ તો રાજા આદિના અનેક પ્રકારના મહોત્સવો) માં જઈને અશનઆદિ ચારપ્રકારના આહારમાંથી કંઈ પણ ગ્રહણ કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્, • - એ જ રીતે રાજાદિની ભ્રમણ શાળા કે ભ્રમણ ગૃહમાં ફરવા જાય, - - અશ્વ-હતિ-મંત્રણા- ગુપ્તકાર્ય-રહસ્ય કે મૈથુન અંગેની શાળા માં જાય, અને અશનાદિ આહાર ગ્રહણ કરે - રાજાદિ ને ત્યાં રખાયેલ દુધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ ખાંડ, સાકર, મિશ્રી કે તેવા બીજા કોઈ ભોજન ને ગ્રહણ કરે, - - કાગડા વગેરેને ફેંકવાના - જમ્યા બાદ બીજાને આપવાના- અનાથને દેવાના- યાચકને આપવાના કે ગરીબોને આપવાના ભોજનને ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્ એ પ્રમાણે ઉદ્દેશા-૮ માં કહ્યા મુજબનો કોઈ પણ દોષ સ્વયં સેવે, અન્ય પાસે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નિસીહ-૮પ૭૯ સેવરાવે કે તેને તે દોષ સેવનારની અનુમોદના કરે તો ચાતુમિિસક પરિહારસ્થાન અનુદ્યાતિક પ્રાયશ્ચિત્ આવે જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિતુ પણ કહે છે. આઠમાં ઉદ્દેશાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (ઉદ્દેશો-૯) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેશામાં પ૮૦ થી ૬૦૭ એટલે કે ૨૮ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને વાgિય રહાણ અનુવાતિય” કે જે “ગુરુ ચૌમાસી” નામે પણ ઓળખાય છે તે પ્રાયશ્ચિત્ આવે. [૫૮૦-૫૮૪] જે સાધુ-સાધ્વી રાજપિંડ (રાજાને ત્યાંથી અશન-આદિ ) ગ્રહણ કરે,-- ખાય, -- રાજા. ના અંતઃપુરમાં જાય, -- અંતઃપુર રક્ષિકા ને એમ કહે કે “હે આયુષ્યમતિ ! રાજા અંતપુર રક્ષિકા ! અમને રાજાના અંતઃપુરમાં ગમન-આગમન કરવાનું કલ્પતુ નથી. તું આ પાત્ર લઈને રાજાના અંતઃપુરમાંથી અશન-પાન- ખાદિમ-સ્વાદિમ કાઢીને લાવ અને મને આપ (એ રીતે અંતઃપુર માંથી આહાર મંગાવે), - - કોઈ સાધુ-સાધ્વી કદાચ એવું ન કહે, પણ અન્તઃપુરરક્ષિકા એમ કહે કે, “હે આયુષ્યમાનુ શ્રમણ ! તમને રાજાના અંતઃપુરમાં આવાગમન કલ્પતું નથી તો તમારું આહાર ગ્રહણ કરવાનું આ પાત્ર મને આપો હું અંતઃપુર માંથી અશનઆદિ આહાર તમારી પાસે લાવીને તમને આપુ. જે તે સાધુ-સાધ્વી તેનું આ વચન સ્વીકારે આ કહ્યા તે મુજબના કોઈ દોષ તે સેવે- સેવરાવે કે સેવનારની અનુમોદના કરે. [૫૮] જે સાધુ-સાધ્વી- રાજા, ક્ષત્રિય, શુદ્ધવંશીય ક્રમથી રાજ્યાભિષેક પામેલા હોય તે રાજા આદિના દ્વારપાળ, પશુ, નોકર, બલી, ક્રિતક (વેચાતું લાવેલ), અશ્વ, હાથી. મુસાફરી, દુર્ભિક્ષ, દુકાળ, ભિક્ષુ, ગ્લાન, અતિવૃષ્ટિ પીડિત, મહેમાન આ બધા માટે તૈયાર કરાયેલ કે રખાયેલ ભોજન ગ્રહણ કરે- કરાવે કે કરનારને અનુમોદે. [પ૮૭-૫૮૮] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના નગર પ્રવેશ કે ક્રીડાદિ મહોત્સવ માટે ના નિર્ગમન અવસરે સવલંકારવિભુષિત પાણી વગેરે તેને જોવાની ઈચ્છાથી એક ડગલું પણ ચાલવાનો વિચાર માત્ર કરે- કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [૫૮] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના મૃગયા (શીકાર), માછલા પકડવા શરીર (બીજો અર્થ મગ વગેરેની ફલી) ખાવાને જે- તે ક્ષેત્રમાં જવા માટે જતા હોય ત્યારે રસ્તામાં ખાવા માટે લીધેલ આહાર ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતું. પ૯૦] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના અન્ય અશન આદિ આહાર માંથી કોઈપણ એક શરીરપુષ્ટિકારક, મનગમતી વસ્તુ જોઈને તેની જે પર્ષદા (સભા) ઉઠી ન હોય (એટલે કે પુરી થઈ ન હોય), એક પણ માણસ ત્યાંથી નીકળેલ ન હોય, બધાં ત્યાંથી ચાલ્યા ગયા ન હોય તેના અશનઆદિ આહાર ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ, બીજી વાત એ પણ જાણવી કે રાજા વગેરે કયાં નિવાસ કરે છે. તે સંબંધે જે સાધુ-સાધ્વી (જ્યાં રાજાનો નિવાસ હોય) તેની નજીકના ઘર, પ્રદેશ, નજીકની શુદ્ધ ભૂમિમાં વિહાર. સ્વાધ્યાય, આહાર, મળ-મૂત્ર પરિષ્ઠાપન, સપુરુષ Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેસો—૯, સૂત્ર–૫૯૦ ૧૨૭ ન આચરે તેવું કોઈ કૃત્ય, અશ્લિલકૃત્ય, સાધુપુરુષને યોગ્ય નહીં તેવી કથા કહેઆમાનું કોઈ આચરણ પોતે કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૫૯૧-૫૯૬] જે સાધુ-સાધ્વી રાજા વગેરેને બીજા રાજાદિ પર વિજય મેળવવા જતા હોય, - પાછા આવતા હોય - - નદી યાત્રાર્થે જતા પાછા આવતા હોય, - ગિરિયાત્રાર્થે જતા હોય, પાછા આવતા હોય તે સમયે અશન-પાન-સ્વાદિમ ગ્રહણ કરવા જાય- મોકલે કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૫૭] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના મહાઅભિષેક અવસરે ત્યાં પ્રવેશે કે બહારનીકળે, તેમ બીજા પાસે કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૫૯૮] રાજા, ગ્રામપતિ, શુદ્ધવંશીય, કુલ પરંપરાથી અભિષેક પામેલ (રાજા વગેરે) ની ચંપા, મથુરા, વાણારસી, સાવથી, સાકેત, કાંપિલ્ય, કૌશામ્બી, મિથિલા, હસ્તિનાપુર, રાજગૃહી એ દસ મોટી રાજ્યાની) કહેવાય છે. જ્યાં અભિષેક થાય છે તે રાજધાની કહેવાય છે- ગણાય છે. પ્રસિદ્ધ છે. ત્યાં એક મહિનામાં બે-ત્રણ વખત જે સાધુ સાધ્વી જાય કે ત્યાંથી બહાર નીકળે, બીજાને તેમ કરવા પ્રેરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૫૯૯-૬૦૭] જે સાધુ-સાધ્વી, રાજા વગેરેના અશન આદિ આહાર કે જે બીજાના નિમિત્તે જેમકે- ક્ષત્રિય, રાજા, ખંડીયારાજા, રાજસેવક, રાજવંશજ માટે કરાયેલા હોય તે ગ્રહણ કરે, (એ જ રીતે) રાજા વગેરેના, નર્તક, કચ્છુક (રજ્જુનર્તક), જલનર્તક, મલ્લ, ભાંડ, કથાકાર, કુદક, યશોગાથક, ખેલક, છત્રધારક,અશ્વ, હસ્તિ, પાડા, બળદ, સિંહ, વાઘ, બકરા, મૃગ, કુતરા, શુકર, સૂવર, ચકલા, કુકડા, વાંદરા, તિતર, વર્તક, લાવક, ચીલ્લ, હંસ, મોર, પોપટ (વગેરે) ને પોષવા માટે બનાવેલ, અશ્વ કે હસ્તિમર્દક, અશ્વ કે હસ્તિના પરિમાર્જક, અશ્વ કે હસ્તિ આરોહક, સચિવાદિ, પગચંપીકરનાર, માલીશકર્તા, ઉદ્ઘતંક, માર્જનકર્તા, મંડક, છત્ર ધારક, ચામર ધારક, આભરણ ભાંડના ધારક, મંજુષાધારક, દીપિકાધારક, ધનુર્ધારક, શસ્ત્રધારક, ભાલાધારક, અંકુશધારક,- - ખસી કરાયેલ અન્તઃપુરક્ષીક, દ્વારપાળ, ઇડરક્ષક, કુબ્જ, કિરાતિય, વામન, વક્રકાયી. બર્બર, બકુશિક, યાવનિક, પલ્પવિક, ઈસિનિક, લાસિક, લકુશિક, સિંહાલી, પુલિંદિ, મુરંડી, પકણી, ભિલ્લ, પારસી (સંક્ષેપમાં કહીએ તો કિરાત થી માંડિને પારસ દેશમાં ઉત્પન્ન થયેલા આ બધા રાજસેવક) = -- -ઉપર કહયા મુજબના કોઈપણ માટે તૈયાર કરાયેલ અશન-પાન-ખાદિમસ્વાદિમ ને કોઈ સાધુ-સાધ્વી ગ્રહણકરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. એ પ્રમાણે ઉદ્દેશા- ૯ માં કહયા મુજબનું કોઈપણ કૃત્ય કરે-કરાવે- કરતાને અનુમોદે તો “ચાતુર્માસિક પરિહારસ્થાન અનુાંતિક” પ્રાયશ્ચિત્ આવે. જેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ પણ કહે છે. નવમા ઉદ્દેશાની મુનિ દીપ રત્ન સાગરે કરેલ ગુર્જર-છાયાં પૂર્ણ ઉદ્દેશો-૧૦ ‘નિસીહ' સૂત્રના આ ઉદ્દેશામાં ૬૦૮ થી ૬૫૪ એ રીતે ૪૭ સૂત્રો છે. એમાંના -- Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નિસીહ– ૧૦૦૮ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાહિયં રિહારકામાં અનુવાતિ પ્રાયશ્ચિત્ આવે. [૦૮-૬૧૧] જે સાધુ-સાધ્વી આચાયાદિક રત્નાધિકને અતિ કઠોર,- - રૂક્ષ કર્કશ, -- બંને પ્રકારના વચનો બોલે- બોલાવે, બોલનારની અનુમોદના કરે તો, - - અન્ય કોઈ પ્રકારની આશાતના કરે- કરાવે અનુમોદે પ્રાયશ્ચિત્. [૬૧૨-૬૧૩ જે સાધુ-સાધ્વી અનંતકાય યુક્ત આહાર કરે. - - આધાકર્મી (સાધુના માટે કરાયેલા આહાર) ખાય, ખવડાવે, ખાનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિતુ. [૧૪-૧૫] જે સાધુ-સાધ્વી વર્તમાન કે ભવિષ્ય સંબંધિ નિમિત્ત કહે, કહેવડાવે, કહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૧૬-૧૭ જે સાધુ-સાધ્વી (બીજાના) શિષ્ય શિષ્યા) નું અપહરણ કરે, - - તેની બુદ્ધિ માં વ્યામોહ ઉત્પન્ન કરે અથતુ ભ્રમિત કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૬૧૮-૬૧૯] જે સાધુ-આચાર્ય. કે ઉપાધ્યાય (સાધ્વી આચાર્ય ઉપાધ્યાય કે પ્રવર્તિની નું અપહરણ કરે (અન્ય સમુદાય કે ગચ્છમાં લઈ જાય), - - તેમની બુદ્ધિ માં વ્યામોહ- ભ્રમણા ઉત્પન્ન કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૨૦] જે સાધુ-સાધ્વી બહિવસિ (અન્ય સમુદાય કે ગચ્છ માંથી આવેલ પ્રાદુર્ણક) આવે ત્યારે તેના આગમનનું કારણ જાણ્યા વિના ત્રણ રાત્રિથી વધુ પોતાની વસતિ (ઉપાશ્રય)માં નિવાસ આપે- અપાવે- આપનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિતુ. [૨૧] જે સાધુ-સાધ્વી અન્ય અનુપશાંત કષાયી કે તે અંગેનું પ્રાયશ્ચિતુ ના કરનાર ને તેના કલહ શાંત કરવા કે પ્રાયશ્ચિતું કરવા ન કરવા વિષયે કંઈ પૂછીને કે પૃચ્છા કર્યા સિવાય ત્રણ રાત્રિથી વધારે સમય બાદ તેની સાથે આહાર કરેકરાવે અનુમોદે. " [૬૨૨-૨૫] જે સાધુ-સાધ્વી પ્રાયશ્ચિત્ ની વિપરીત પ્રરૂપણા કરે કે વિપરીત પ્રાયશ્ચિતું આપે જેમકે ઉદ્ઘાતિક ને અનુદ્દઘાતિક કહે, - - આપે અનુક્વાતિકને ઉદ્યાતિક કહે, -- આપે તો પ્રાયશ્ચિત્. [ ૨૬-૩૭] જે સાધુ-સાધ્વી, અમુક સાધુ-સાધ્વી ઉદ્ઘાતિક, - - અનદ્યાતિક, - - કે ઉભયપ્રકારે છે. અર્થાત્ તે ઉદ્ઘાતિક કે, - - અનુદ્દઘાતિક પ્રાયશ્ચિતુ વહન કરી રહયા છે તે સાંભળવા, જાણવા છતાં, -- તેનો સંકલ્પ અને, - - હેતુ સાંભળવા- જાણવા છતાં તેની સાથે આહાર કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતું. [૩૮-૬૪૧]જે સાધુ-સાધ્વી સૂર્ય ઉગ્યા બાદ અને અસ્ત થયા પહેલાં આહાર-વિહાર આદિ ક્રિયા કરવાના સંકલ્પ વાળો હોય, ધૃતિ અને બળથી સમર્થ હોય , -- અથવા ન હોય તો પણ જો સૂર્યોદય કે સૂર્યાસ્ત થયો જાણે. -- સંશય વાળો થાય- - થતો હોય ત્યારે ભોજન કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ, તેમજ જો એમ જાણે કે સૂર્ય ઉગ્યો નથી અથવા અસ્ત થઈ ગયો છે ત્યારે મુખમાં- હાથમાં કે પાત્રમાં જે અશનાદિ વિદ્યમાન હોય તેનો ત્યાગ કરે, મુખ-હાથ-પાત્રની શુદ્ધિ કરે તો Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ઉસો-૧૦,સૂત્ર-૬૪૨ અશનાદિ પરઠવવા છતાં વિરાધક નથી પણ જો આજ્ઞા ઉલ્લંઘન કરી ખાય-ખવડાવે કે ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૪૨] જે સાધુ-સાધ્વી રાત્રે કે સંધ્યા સમયે પાણીનો કે ભોજનનો ઓડકાર આવે અથતિ ઉછાળો આવે ત્યારે તેને મોઢામાંથી બહાર કાઢવાને ગળે ઉતારી જાય ઉતારવા કહે કે તે રીતે ગળી જનારની અનુમોદના કરે તો (રાત્રિભોજન દોષ લાગતો હોવાથી) પ્રાયશ્ચિતુ. [૬૪૩-૬૪૬] જે સાધુ-સાધ્વી ગ્લાન-બિમાર છે તેમ સાંભળે, જાણે તો પણ તે ગ્લાનની સ્થિતિની ગવેષણા ન કરે, - - અન્ય માર્ગ કે વિપરીત માર્ગે ચાલ્યા જાય, - - વૈયાવચ્ચ કરવા માટે ઉધત થયા પછી ગ્લાન ને યોગ્ય આહાર, અનુકૂળ વસ્તુ વિશેષ ન મળે ત્યારે બીજા સાધુ (સાધ્વી, આચાર્ય આદિ ને કહે નહીં. -- પોતે પ્રયત્ન કરવા છતાં અલ્પ કે અપર્યાપ્ત વસ્તુ મળે ત્યારે “આટલી અલ્પ વસ્તુ થી તે ગ્લાન ને શું થશે તેવો પશ્ચાતાપ ન કરે- ન કરાવે- ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. ૬૪૭-૬૪૮] જે સાધુ -સાધ્વી પ્રથમ પ્રાતૃકાળ એટલે કે અસાઢ-શ્રાવણ મધ્યે. -- વષવાસ માં નિવાસ કર્યા પછી એક ગામથી બીજે ગામ વિહાર કરેકરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૬૪૯-૫૦]જે સાધુ- સાધ્વી અપર્યુષણા માં પર્યુષણા કરે, - - પર્યુષણા માં પર્યુષણા કરે, -- પર્યુષણા માં પર્યુષણા ન કરે (અર્થાતુ નિયત દિવસે સંવત્સરી ન કરે, ન કરાવે, ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૫૧-૬પ૨] જે સાધુ- સાધ્વી પર્યુષણ કાળે (સંવત્સરિ પ્રતિકમણ સમયે) ગાયના રોમ જેટલાં પણ વાળ ધારણ કરે - રાખે, - - તે દિવસે અલ્પ પણ આહાર કરે (કશું પણ ખાય કે પીએ), - - અન્ય તીર્થિક કે ગૃહસ્થ સાથે પર્યુષણા કરે (પર્યુષણાકરણ સંભળાવે) કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૫૩] જે સાધુ-સાધ્વી પહેલા સમવસરણમાં એટલે કે વષવિાસમાં (ચાતુમસિમાં) પાત્ર કે વસ્ત્ર આદિ ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. એ પ્રમાણે ઉદ્દેશા-૧૦ માં કહયા મુજબના કોઈપણ કૃત્ય કરે- કરાવે કે અનુમોદે તો ચાતુમિિસક પરિહાર સ્થાન અનુદ્યાતિક અર્થાત્ “ગુરુ ચોમાસી પ્રાયશ્ચિતુ” આવે . દશમાં ઉદ્દેશાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયાં પૂર્ણ. (ઉદ્દેશો-૧૧) નિસીહ સૂત્રના આ ઉદ્દેશામાં ૫૫ થી ૭૪૬ અથવું ૯૨ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરવાથી વાસિયં રિહારજ્ઞાન અનુપાતિયં પ્રાયશ્ચિત્ [૬પપ-૬૬૦] જે સાધુ-સાધ્વી લોઢા, તાંબા, જસતુ, સીસા, કાંસા, રૂપા, સોના, જાત્યરૂપા, હીરા, મણિ, મુકતા, કાચ, દાંત, શીંગડા, ચામડા, પત્થર (પાણી રહી શકે તેવા) જાડા વસ્ત્ર, સ્ફટિક, શંખ, વજ, (આદિ) ના પાત્રા કરે (બનાવે), - - ધારણ કરે, - - ઉપભોગ કરે, - - લોઢા વગેરેના પાત્ર બંધન કરે (બનાવે), - - ધારણ કરે, - - ઉપભોગ કરે, અન્ય પાસે આ કાર્યો કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે [ 9 ] Page #133 -------------------------------------------------------------------------- ________________ નિસીહ – ૧૧/૬૬૧ [૬૬૧-૬૬૨]જે સાધુ-સાધ્વી અર્થ યોજન (બે ગાઉ) કરતા વધુ દૂર પાત્ર ગ્રહણ કરવાની ઈચ્છાથી જાય, · કે વિઘ્ન વાળો માર્ગ કે અન્ય કોઈ કારણે તેટલે દૂર થી લાવીને પાત્ર આપે ત્યારે ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્ ૧૩૦ તો પ્રાયશ્ચિત્ [૬૬૩-૬૬૪] જે સાધુ- સાધ્વી ધર્મની નિન્દા (અવર્ણવાદ) કે, અધર્મની પ્રશંસા (ગુણગાન) કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૬૬૫-૭૧૭] જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થના પગ ને એક કે અનેક વખત પ્રમાર્જન કરે-કરાવે- અનુમોદે (આ સૂત્રથી આરંભીને) એક ગામથી બીજે ગામ જતા એટલે કે વિચરણ કરતા જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થના મસ્તકને આવરણ કરે-કરાવે-અનુમોદેતો પ્રાયશ્ચિત્ [નોંધ :- અહીં ૬૬૫ થી ૭૧૭ એમ કુલ- ૫૩ સૂત્રો છે, જે ઉદ્દેસાઃ ૩ ના સૂત્ર ૧૩૩ થી ૧૮૫ મુજબ જાણી- સમજી લેવા તફાવત માત્ર એટલો જ કે આ ૫૩ દોષનું સેવન અન્ય તીર્થિક કે ગૃહસ્થને આશ્રીને કર્યું. કરાવ્યુ કે અનુમોદ્યુ હોય] [ ૭૧૮-૭૨૩] જે સાધુ-સાધ્વી પોતાને કે, બીજાને ડરાવે, - - વિસ્મીત કરાવે અર્થાત્ આશ્ચર્ય પમાડે, વિપરીત રૂપે દેખાડે અથવા કહે જેમકે જીવને અજીવ કે અજીવ ને જીવ કહે, સાંજ ને સવા૨કે સવારને સાંજ કહે આ દોષ પોતે સેવે, બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૭૨૪] જે સાધુ-સાધ્વી જિનપ્રણિત વસ્તુથી વિપરીત વસ્તુની પ્રશંસા કરેકરાવે અનુમોદે. જેમકે સામે કોઈ અન્ય ધર્મી હોય તો તેના ધર્મની પ્રશંસા કરે વગેરે. -- -- -- ---- [૭૨૫] જે સાધુ-સાધ્વી બે વિરુદ્ધ રાજ્યો ની વચ્ચે પુનઃપુનઃ ગમનાગમન કરે-કરાવે-કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ રાત્રિ [૭૨૬-૩૩૩] જે સાધુ-સાધ્વી દિવસે ભોજન કરવાની નિંદા કરે, ભોજનની પ્રશંસા કરે, - - દિવસે લાવેલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર બીજે દિવસે કરે, દિવસે લાવેલ અશન- આદિ રાત્રે ખાય, - - રાત્રે (સૂર્યોદય પૂર્વે) લાવેલ અશન-આદિ દિવસે ખાય રાત્રે લાવેલ અશન-આદિ રાત્રે ખાય, આગાઢ કારણ સિવાય અશન-આદિ આહાર રાત્રે સંસ્થાપિત કરે એટલે રાખી મુકે, આ રીતે રાખેલ અશનાદિ-આહાર માંથી ત્વચા પ્રમાણ, ભસ્મ પ્રમાણ કે બિંદુ પ્રમાણ આહાર પણ તે ખાય- આમાંનો કોઈ દોષ સ્વયંકરે, અન્ય પાસે કરાવે કે કરનારને અનુમોદે [૭૩૪] જે સાધુ-સાધ્વી, જ્યાં ભોજનમાં પહેલા માંસ કે મચ્છી અપાતી હોય પછી બીજુ ભોજન અપાતું હોય, જ્યાં માંસકે મચ્છી પકાવાતા હોય તે સ્થાન, ભોજન ગૃહમાંથી જે લવાતું હોય કે બીજે લઈ જવાતું હોય, વિવાહઆદિ માટે જે ભોજન તૈયાર થતું હોય, મૃત ભોજન, કે તેવા પ્રકારનું અન્ય ભોજન એક થી બીજે સ્થળે લઈ જવાતું જોઈને તેવા ભોજનની ઈચ્છાથી કે તૃષાથી અર્થાત્ ભોજનની અભિલાષાથી તે રાત્રિએ અન્યત્ર નિવાસ કરે એટલે કે શય્યાતરને બદલે બીજે સ્થાને રાત્રિ પસાર કરે- કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્. Page #134 -------------------------------------------------------------------------- ________________ F ૧૩૧ ઉદ્દેસો—૧૧,સૂત્ર–૭૩૫ [૭૩૫] જે સાધુ-સાધ્વી નૈવેદ્ય પિંડ એટલે કે દેવ-વ્યંતર પક્ષ આદિ માટે રખાયેલ ભોજન ખાય-ખવડાવે-ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [9૩૬-૭૩૭] જે સાધુ-સાધ્વી સ્વચ્છંદ-આચારી ની પ્રશંસા કરે; નમસ્કાર કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [9૩૮-૭૩૯] જે સાધુ-સાધ્વી જાણીતા (સ્વજન આદિ) અને અજાણ્યા (સ્વજન સિવાયના) એવા અયોગ્ય-દીક્ષાની યોગ્યતા ન હોય તેવા ઉપાસક (શ્રાવક) અનુપાસક (શ્રાવક સિવાયના) ને પ્રવજ્યા- દીક્ષા આપે, ઉપ સ્થાપના (વર્તમાન કાળે વડી દીક્ષા ) આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. -- - [૭૪૦]જે સાધુ-સાધ્વી અયોગ્ય એટલે કે અસમર્થ પાસે વૈયાવચ્ચ-સેવા લે, લેવડાવે, લેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૭૪૧-૭૪૪] જે સાધુ- અચેલક, - - કે અચેલક હોય અને અચેલક કે સંચલક સાથે નિવાસ કરે અર્થાત્ સ્થવિર કલ્પી અન્ય સામાચારીવાળા સ્થવિરકલ્પી કે જિનકલ્પી સાથે રહે, અને જે જિનકલ્પી હોય અનેસ્થવિરકલ્પી કે જિનકલ્પી સાથે રહે (અથવા અચેલક કે અચેલક સાધુ અચેલક કે અચેલક સાધ્વી સાથે નિવાસ કરે) કરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૪૫] જે સાધુ-સાધ્વી રાત્રે સ્થાપિત- પિપર, પિપરચૂર્ણ, સુંઠ, સુઠચૂર્ણ, ખારીમાટી, મીઠું સિંધાલુ વગેરે વસ્તુનો આહાર કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. વંદન [૭૪૬] જે સાધુ-સાધ્વી પર્વત, ઉષરભૂમિ, નદી, ગિરિ આદિના શિખર કે વૃક્ષની ટોચ પરથી પડતા, પાણી, અગ્નિમાં સીધા કે કૂદીને પડતા, વિષભક્ષણ, શસ્ત્રપાત, ગળાફાંસો, વિષય વશ દુઃખ થી તદ્ભવ- તે જ ગતિ પ્રાપ્તર્થે, અન્તઃ શલ્ય, વૃક્ષશાખા એ લટકીને, (ગીધાદિ દ્વારા ભક્ષણતે) ગૃદ્ધસૃષ્ટ મરણ પામતા અથવા તેવા પ્રકારના અન્ય કોઈપણ બાળ મરણ પ્રાપ્ત કરનાર ની પ્રશંસા કરેકરાવેઅનુમોદે (સંક્ષેપમાં કહીએ તો આવા કોઈપણ પ્રકારે આત્મઘાત કરનારની પ્રશંસા કરે-કરાવે કે અનુમોદે. - એ પ્રમાણે ઉદ્દેસા-૧૧ માં જણાવેલા કોઈપણ કૃત્ય પોતે કરે- બીજા પાસે કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો ચાતુમિિસક પરિહાર સ્થાન અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્ અર્થાત્ ‘ગુરુચૌમાસી’ પ્રાયશ્ચિત્ આવે અગિયારમાં ઉદ્દેશાની મુનિદીપરત્નસાગરે કરેલ ‘ગુજર્ર છાયા પૂર્ણ. ઉદ્દેસો- ૧૨ ‘નિસીહ’ સૂત્રના આ ઉદ્દેસામાં ૭૪૭ થી ૭૮૮ એટલે કે કુલ ૪૨ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને પામ્ભાસિયં પરિહારકાળ કપાતિયં નામક પ્રાયશ્ચિત્ આવે છે જેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ કહે છે . [૭૪૭-૭૪૮] જે સાધુ-સાધ્વી કરુણા બુદ્ધિથી કોઈપણ ત્રસ જાતિના પ્રાણીને તૃણ-મુંજ-કાષ્ઠ ચર્મ-નેતર-સુતર કે દોરીના બંધનથી બાંધે-બંધાવે-અનુમોદ, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ નિસીહ-૧૧/૭૪૯ બંધનમુક્ત કરે, કરાવે, કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૭૪૯] જે સાધુ-સાધ્વી વારંવાર પ્રત્યાપાન- નિયમોનો ભંગ કરે- કરાવેઅનુમોદે તો પ્રાયશ્ચિત્. [૫૦] જે સાધુ-સાધ્વી પ્રત્યેકકાય સચિત્ત વનસ્પતિ યુક્ત આહાર કરેકરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૭પ૧] જે સાધુ-સાધ્વી રોમયુક્ત ચામડા ને ધારણ કરે અથતુિ પાસે રાખે કે તેના ઉપર બેસે- બેસાડે- બેસનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. ઉપર જે સાધુ-સાધ્વી ઘાસ-તૃણ- છાણ- નેતર કે બીજાના વસ્ત્ર થી આચ્છાદિત એવા પીઠ ઉપર બેસે- બેસાડ-બેસતાની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. [૭પ૩] જે સાધુ સાધ્વીનો (સાધ્વી-સાધુનો) ઓઢવાનો કપડો અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે સીવડાવે, બીજાને સીવડાવવા કહે, સીવડાવનારની અનુમોદના કરે. [૭પ૪] જે સાધુ-સાધ્વી પૃથ્વીકાય, અકાય તેઉકાય, વાયુકાય કે વનસ્પતિ કાયની અલ્પમાત્ર પણ વિરાધના કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૭પપ) જે સાધુ-સાધ્વી સચિત્ત વૃક્ષ ઉપર ચઢે-ચઢાવે-ચઢનારને અનુમોદને. [૭પ૬-૭૫૯] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના વાસણમાં ભોજન કરે, - - તેના વસ્ત્રો પહેરે, - - આસન વગેરે ઉપર બેસે, - - ચિકિત્સા કરે કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૭િ૬૦-૭૬૧] જે સાધુ-સાધ્વી, - સચિત્ત જળ વડે ધોવા રૂપ પૂર્વકર્મ કરેલ - - કે ગૃહસ્થ અથવા અન્યતીર્થિકના નિત્ય ભિના રહેતા કે ભીના ધારણ, કડછી, માપી યા આદિથી અપાતા અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ગ્રહણ કરે-કરાવે-કરનારની. અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. | [૭૬૨-૭૭૪] જે સાધુ-સાધ્વી ચક્ષુદર્શન અથતુ જોવાની અભિલાષાથી નીચે મુજબના દર્શનિય સ્થળો જોવાની વિચારણાકે સંકલ્પ કરે-કરાવે-અનુમોદે. - લાકડાનું કોતરકામ, ચિત્રો, વસ્ત્રકર્મ, લેપન-કર્મ, દાંતની વસ્તુ મણિની વસ્તુ, પત્થરકામ, ગંથી-વીંટી કે કંઈક ભરીને બનાવેલ વસ્તુ, સંયોજનાથી નિર્મિત, પાંદડા નિમિત કે કોરણી, •. - કિલ્લા, તખ્તા, નાના કે મોટા જળાશય, નહેર, ઝરણો, વાવ, નાનુ કે મોટું તળાવ, વાવડી, સરોવર, જલ શ્રેણી કે એકમેકમાં જતી જલધારા, - - વાટિકા, વન, બગીચા, જંગલ, વનસમુહ કે પર્વતસમુહ, - - ગામ, નગર, નિગમ, ખેડા, કસબો, પલ્લી, દ્રોણમુખ પાટણ, ખાણ, ધાન્ય ક્ષેત્ર કે સંનિવેસ; -- ગ્રામ, નગર યાવતુ સંનિવેશ નો કોઈ મહોત્સવ, મેળા વિશેષ, - - ગ્રામ, નગર યાવતુ સંનિવેશનો ઘાત કે વિનાશ, - - ગ્રામ નગર યાવતુ સંનિવેશ નો પથ કે માર્ગ, - - ગ્રામ, નગર યાવતું સંનિવેશ નો દાહ, - - અવ, હાથી ઉંટ, ગાય, પાડા કે સુવર નું શિક્ષણ કે ક્રિડા સ્થળ, - - અશ્વ, હાથી, ઉંટ, ગાય, પાડા કે સુવરનાં યુદ્ધો, - - ગાય, ઘોડા કે હાથીના મોટા સમુદાયો વાળા સ્થાનો, - - અભિષેક, કથા, માન-ઉન્માન-પ્રમાણ, મોટા આહતું (ઠુમકાં) નૃત્ય-ગીત-વાજિંગ તેની- તલ- તાલ- ત્રુટિત- ધન મૃદંગ આદિના શબ્દો સંભળાતા હોય તેવા સ્થાનો, - - રાષ્ટ્રવિપ્લવ, રાષ્ટ્રઉપદ્રવ, પરસ્પર અદ્વેષજનિત Page #136 -------------------------------------------------------------------------- ________________ 配 ઉદ્દેસો—૧૨,સૂત્ર૭૭૫ ૧૩૩ ઉપધ્રુવ, વંશપરંપરાગત વૈર થી ઉત્પન્ન થતાં કલહ, મહાયુદ્ધો, મહાસંગ્રામ, કજીયા, મોટેથી બોલાશ થવા વગેરે સ્થાનો, અનેકપ્રકારના મહોત્સવ, ઈન્દ્રમહોત્સવ, સ્ત્રી-પુરુષ, સ્થવિર, યુવાન, કિશોર આદિ અલંકૃત કે નિરલંકૃત હોય-ગાતા, વગાડતા, નાચતા, હસતા, રમતા, મોહોત્પાદક ચેષ્ટા કરતા હોય, વિપુલ અશનઆદિનું પરસ્પર આદાન-પ્રદાન થતું હોય, ખવાતું હોય તેવા સ્થળો- [આ સર્વે સ્થળો ને જોવાની ઈચ્છા કરે] [૭૭૫] જે સાધુ-સાધ્વી ઈહલૌકિક કે પારલૌકિક, પૂર્વે જોયેલા કે ન જોયેલા, સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા રૂપોને વિશે આસકત થાય, રાગવાળા થાય, વૃદ્ધિવાળા થાય, અતિશય રક્ત બને કોઈને આસકત આદિ કરે, આસકત આદિ થયેલાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૭૭૬]જે સાધુ-સાધ્વી પહેલી પોરિસીમાં લાવેલ અશન-પાન ખાદિમ -સ્વાદિમ છેલ્લી પોરિસી સુધી સ્થાપન કરે-રાખે અર્થાત્ ચોથી પોરિસીમાં વાપરે-વપરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૭૭] જે સાધુ-સાધ્વી અર્ધયોજન અર્થાત્ બે કોશ દૂરથી લાવેલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર વાપરે અર્થાત્ બે કોશની ક્ષેત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૭૭૮-૭૮૫] જે સાધુ-સાધ્વી ગોબર કે વિલેપન દ્રવ્ય લાવીને બીજે દિવસે, - દિવસે લાવીને રાત્રે, રાત્રે લાવીને દિવસે કે રાત્રે લાવીને રાત્રે-શરીરને લાગેલા ઘા-વ્રણ વગેરે એક કે અનેકવાર લિંપે,પાવેલિંપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. - - - [૭૮૬-૭૮૭] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ ની પાસે ઉપધિ વહન કરાવે તથા તેની નિશ્રાએ રહેલા (આ બધાંને) અશન-આદિ આહાર (બીજાને કહીને) અપાવે, બીજાને તેમ કરવા પ્રેરે, તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૭૮૮] જે સાધુ-સાધ્વી ગંગા, જમુના, સરયુ, ઐરાવતી, મહી એ પાંચ મહાર્ણવ કે મહાનદી મહિનામાં બે કે ત્રણ વખત ઉત્તરીને કે તરીને પાર કરે-કરાવે-અનુમોદે. એ પ્રમાણે ઉદ્દેસા- ૧૨ માં જણાવેલા કોઈપણ કૃત્ય પોતે કરે- બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો ચાતુમસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક અર્થત લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ આવે. બારમા ઉદ્દેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ‘ગુર્જર છાયા’ પૂર્ણ. ઉદ્દેસો ૧૩ ‘નિસીહ’ સૂત્રના આ ઉદ્દેસામાં ૭૮૯ થી ૮૬૨ એટલે કે કુલ ૭૪ સૂત્રો છે. તેમાં જણાવેલ કોઈ દોષનું ત્રિવિધે સેવન કરનારને પાપાલિયં પરિહારકાળ તપાતિયં પ્રાયશ્ચિત્ આવે. [૭૮૯-૭૯૫] જે સાધુ-સાધ્વી સચિત- - સ્નિગ્ધ એટલે કે સચિત જળથી કંઈક Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નિસીહ-૧૩/૭૯૬ ભિનાશ યુક્ત, -- સચિત રજ, -- સચિત્ત માટી, સૂક્ષ્મત્રસ જીવ થી યુક્ત એવી પૃથ્વી, -- શીલા, -- કે ટેકરા ઉપર ઉભે બેસે કે સુવે, તેમ બીજા પાસે કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૭૯-૭૯૯] જે સાધુ સાધ્વી નીચે જણાવેલા સ્થાનો ઉપર બેસે- ઉભા રહે સુવે કે સ્વાધ્યાય કરે. અન્ય ને તેમ કરવા પ્રેરે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. જ્યાં ધુણાના રહેઠાણ હોય, જ્યાં ઘણા રહેતા હોય તેવા કે અંડ-પ્રાણ-સચિત. બીજ સચિત વનસ્પતિ-હિમ-સચિતજળ યુક્ત લાકડાં હોય, અનંતકાય, કીટક, માટી, કાદવ, કરોડીયા જાળાથી યુક્ત સ્થાન હોય, - - બરાબર બાંધેલ ન હોય, ગોઠવેલ ન હોય, અસ્થિર હોય કે ચલાયમાન હોય તેવા સ્તંભ ઘર, ઉપરની દેહલી, ઉખલભૂમિ, સ્નાન પીઠ, - - તૃણ કે પત્થર ની ભિંત, શિલા, માટીના પિંડ, માંચડા, - - લાકડા વગેરેના બનાવેલા સ્કંધ, મંચ, માંડવા કે માળ, - - જીર્ણ એવા નાના કે મોટા ઘર-આ સર્વસ્થાનો ઉપર બેસે સુવે- ઉભા રહે કે સ્વાધ્યાય કરે. [૮૦૦-૮૦૪] જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થને શિલ્પ-શ્લોકો, પાસા, નિમિત્ત કે સામુદ્ધિ શાસ્ત્ર, કાવ્યકળા, ભાટાઈ શિખવાડે, - - સરોષ, - - કઠોર, - - બંને પ્રકારના વચનો કહે, - - કે અન્ય તીર્થિકની આશાતાના કરે, બીજા પાસે આ કાર્યો કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૮૦પ-૮૧૭] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ સાથે નીચે જણાવેલા કાર્યો કરે કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ કૌતુક કર્મ, - ભૂતિકર્મ, - - દેવઆહ્વાન પૂર્વક પ્રશ્ન પૂછવા, - - પુનઃ પ્રશ્ન પૂછવા, -- શુભાશુભ ફળરૂપ ઉત્તર કહેલા, -- પ્રતિ ઉતર કહેવા, - - અતિત, વર્તમાન કે આગામી કાળ સંબંધિ નિમિત- જ્યોતિષ કથન કરવા, -- લક્ષણ જ્યોતિષ કે, • - સ્વપ્નફળ કહેવા, - - વિદ્યા- મંત્ર કે તંત્ર પ્રયોગ ની વિધિ દેખાડવી, - - માર્ગભૂલેલા, માર્ગ ન જાણતા, અન્ય માર્ગે જતા હોય તેને માર્ગે ચઢાવેટુંકા રસ્તા દેખાડે, બંને રસ્તા દેખાડે, - - પાષાણ-રસકે માટી યુક્ત ધાતુ દેખાડે, નિધિ દેખાડે તો પ્રાયશ્ચિતું . [૮૧૮-૮૨૫] જે સાધુ-સાધ્વી પાત્ર, - - દર્પણ, - - તલવાર, - - મણી, - - સરોવર આદિનું પાણી, - - પ્રવાહી ગોળ, - - તૈલ, - - મધ,- - ઘી, - - દારુ કે, -- ચરબીમાં પોતાનું મુખ જુએ, બીજાને જોવા કહે, મુખ જોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૮૩૦-૮૪૭] જે સાધુ-સાધ્વી પાસત્થા, -- અવસન, -- કુશીલ, -- નિતિય, -- સંસકત, -- કાયિક, - - પ્રાજ્ઞિક, -- મામક, - - સાંપ્રસારિક એટલે કે ગૃહસ્થ ને વંદન કરે, - - પ્રશંસા કરે - કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. પાસત્યા- જ્ઞાન, દર્શન ચારિત્ર ની નજીક રહે પણ ઉદ્યમ ન કરે. -- કુશીલનિંદિત કર્મ કરે; - - અવન- સામાચારીને ઉલટસુલટ કરે, - - સંસકત - ચારિત્ર વિરાધના દોષયુકત, - - અહાછંદ - સ્વચ્છંદ, - - નિતિય- નિત્યપિંડ ખાનારો, - - કાથિક- અશનાદિ માટે કે પ્રશંસા માટે કથા કરે, -- પ્રાશ્નિક- સાવધ પ્રશ્નોત્તર કરે, - - મામગ- વસ્ત્ર, પાત્ર આદિ સંબંધે મારુ-મારું કરે, -- સાંપ્રસારિક- ગૃહસ્થ. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉદેસી-૧૩, સત્ર-૮૪૮ | [૮૪૮-૮૬૨] જે સાધુ- સાધ્વી નીચે જણાવેલ ભોજન કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. ધાત્રિ -- દૂતિ, -- નિમિત્ત, -- આજીવિકા, -નવનીપક, -- ચિકિત્સા. -- ક્રોધ, -- માન, - -માયા, - - લોભ, -- વિદ્યા, - - મંત્ર, - - યોગ, -- ચૂર્ણ, -- કે અંતધનિ એમાંનું કોઈપણ પિંડ અથતુ ભોજન ખાય, ખવડાવે કે ખાનારની અનુમોદના કરે. - ધાત્રી- ગૃહસ્થના બાળક ને રમાડીને ગોચરી મેળવે. -દૂતી- ગૃહસ્થના સંદેશા આપ-લે કરે, - - નિમિત્ત-શુભાશુભ કથન કરે, - - આજીવિક- જીવન નિરવહિ અર્થે જાતિ-કુળ પ્રશંસા કરે, -- વનપકે- દીનતાપૂર્વક યાચે, - - ચિકિત્સા- રોગ આદિ માટે ઔષધ આપે. -- વિદ્યા- સ્ત્રી દેવતા અધિષ્ઠિત સાધના, - - મંત્ર- પુરુષ દેવતા અધિષ્ઠિત સાધના, -. યોગ- વશીકરણ આદિ પ્રયોગ, -- ચૂર્ણ અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણ પ્રયોગો- આમાંનો કોઈપણ દોષ સેવીને આહાર લાવે. એ પ્રમાણે ઉદેસા- ૧૨ માં જણાવેલા કોઈપણ કર્યાં પોતે કરે- અન્ય પાસે કરાવે- કે કરનારની અનુમોદના કરે તો “ચાતુમસિક પરિહારસ્થાન પ્રાયશ્ચિતું. અતિ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ આવે છે. તેરમા ઉદેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ (ઉદ્દેસી-૧૪) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં ૮૩ થી ૯૦૪ એટલે કે કુલ ૪૧ - સૂત્રો છે. તેમાં કહ્યા મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાર્ષિ વારિકા ૩તિય નામનું પ્રાયશ્ચિત્ આવે. [૮૩-૮૬૬] જે સાધુ- સાધ્વી નીચે કહેવાયા મુજબના પાત્ર પોતે ગ્રહણ કરે, બીજા પાસે ગ્રહણ કરાવે કે તે રીતે ગ્રહણ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. -સ્વયં ખરીદે, કોઈ પાસે ખરીદાવે, ખરીદીને કોઈ લાવે તે લે. -- ઉધારલે, લેવડાવે, સામેથી ઉધાર આપેલું ગ્રહણ કરે, - - પાત્ર એક બીજા સાથે બદલાવે, બદલાવડાવે, કોઈ બદલાવેલું લાવે તે રાખે, - - છીનવીને લાવે, અનેક માલિક હોય તેવું પાત્ર બધાની આજ્ઞા સિવાયલે, સામેથી લાવેલું પાત્ર સ્વીકારે. [૮૬૭-૮૬૯] જે સાધુ- સાધ્વી વધારાનું પાત્ર હોય તે, સામાન્યથી કે વિશેષથી ગણિને પુછયા સિવાયકે નિમંત્રણ કર્યા સિવાય પોતાની ઈચ્છા મુજબ બીજા-બીજાને વિતરણ કરે, - - હાથ-પગ-કાન-નાક-હોઠ જેના છેદાયા ન હોય તેલા અવિકલાંગ ક્ષુલ્લક-યુલ્લિકા-વિર-સ્થવીરા કે શક્તિશાળીને આપીદ, - - વિકલાંગ એવા ક્ષુલ્લક-આદિ કે અશકત ને ન આપે, ન અપાવે, ન આપનારની અનુમોદના કરે. [૮૭૦-૮૭૧]જે સાધુ-સાધ્વી ખંડિત, નિર્બળ, લાંબો સમય ન ટકે તેવા, ન રાખવા યોગ્ય પાત્ર ને ધારણ કરે, - - અખંડિત, દઢ, ટકાઉ અને રાખવા યોગ્ય પાત્ર ને ધારણ ન કરે, ન કરાવે, ન કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્. [૮૭૨-૮૭૩] જે સાધુ-સાધ્વી શોભાયમાન કે સુંદર પાત્રને કરુપ કરે અને કુરૂપ પાત્રને શોભાયમાન કે સુંદર કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે તો Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નિસીહ-૧૪૮૭૪ પ્રાયશ્ચિતું. [૮૭૪-૮૮૧]જે સાધુ-સાધ્વી મને નવું પાત્ર મળતું નથી તેમ કરીને મળેલા. પાત્રને અથવા મારું પાત્ર દુર્ગધવાળુ છે એમ કરીને - વિચારીને અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી એક કે વધુ વખત ધોવે, - - ઘણાં દિવસ સુધી પાણીમાં ડૂબાડી રાખે, - - કલ્ક, લોધ્ર ચૂર્ણ, વર્ણ આદિ ઉદ્વર્તન ચૂર્ણનો લેપ કરે કે ઘણાં દિવસ સુધી લેપવાળા કરે કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૮૮૨-૮૯૩]જે સાધુ-સાધ્વી સચિત્ત પૃથ્વી ઉપર પાત્રને એક કે વધારે વખત તપાવે અથવા સુકાવે ત્યાંથી આરંભીને જે સાધુ- સાધ્વી, બરાબર ન બાંધેલ- ન ગોઠવેલ અસ્થિર કે ચલાયમાન એવા લાકડાના સ્કલ્પ. માંચડો, ખાટલાકાર માંચી, માંડવો, માળ, જીર્ણ એવું નાનું કે મોટું મકાન તેના ઉપર પાત્રા તપાવે કે સુકાવે, બીજાને સુકવવા કહે કે તે રીતે સુકાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. (નોંધ - આ ૮૮૨ થી ૮૯૩ એ ૧૧ સૂત્ર ઉદ્દેસા-૧૩ ના સૂત્ર ૭૮૯ થી ૦૯૯ મુજબ છે. તેથી આ ૧૧ સૂત્રનો વિસ્તાર ઉદેસા ૧૩ ના સૂત્રોનુસાર જાણી-સમજી લેવા. ફર્ક એટલો કે અહીં તે-તે સ્થાને પાત્ર તપાવે તેમ સમજવું. [૮૯૪-૮૯૮] જે સાધુ- સાધ્વી પાત્ર માં પડેલ સચિત્ત પૃથિવી, -- અપુ -- કે તેઉકાયને. . - કંદ, મૂલ, પત્ર ફળ, પુષ્પ, કે બીજને પોતે બહાર કાઢે, બીજા પાસે કઢાવે, કોઈ કાઢીને સામેથી આપે તેના સ્વીકાર કરે, કરાવે, કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્e [૮૯૯] જે સાધુ-સાધ્વી પાત્ર ઉપર કરણી કરે- કરાવે કે કોતરણીવાળું પાત્ર કોઈ સામેથી આપે તો ગ્રહણ કરે- કરાવે અનુમોદેતો પ્રાયશ્ચિતું. [૯૮૦-૯૦૧]જે સાધુ-સાધ્વી જાણીતા કે અજાણ્યા શ્રાવક કે અ-શ્રાવક પાસે ગામમાં કે ગામના રસ્તા માં, - - સભામાં થી ઉભો કરી મોટે-મોટેથી પાત્રની યાચના કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [0૨-૯૦૩] જે સાધુ-સાધ્વી પાત્રનો લાભ થશે તેવી ઈચ્છાથી ઋતુબદ્ધ અથતુ શિયાળો-ઉનાળો કે માસકહ્યું કે, - -વષવાસ અથતું ચોમાસુ નિવાસ કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [08] એ પ્રમાણે ઉદ્દેસા- ૧૪ માં કહ્યા મુજબ ના કોઈ પણ દોષ પોતે સેવે છે બીજાપાસે સેવરાવે કે તે દોષ સેવનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત આવે જેને લઇ ચૌમાસી પ્રાયશ્ચિત કહે છે. ચૌદમાં ઉદ્દેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ ઉસો-૧૫) ‘નિસીહ’ સૂત્રના આ ઉદ્દેસામાં ૯૦૫ થી ૧૦૫૮ એ રીતે કુલ ૧૫૪ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને પાડલિયે હરખ ૩પતિ નામનું પ્રાયશ્ચિત્ આવે છે. [૯૦પ-૯૦૮] જે સાધુ-સાધ્વી બીજા સાધુ-સાધ્વીને આક્રોશ યુક્ત, - - કઠોર, - - બંને પ્રકારના વચનો કહે, - - કે અન્ય કોઈ પ્રકારની અતિ આશાતના કરે- કરાવે Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો–૧૫, સૂત્ર-૯૦૯ ૧૩૭ અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૯૮૯-૯૧૬]જે સાધુ-સાધ્વી સચિત્ત આંબો- કેરી ખાય, - - કે ચુસે, - - સચિત આંબો, તેની પેસી, ટુકડા, છાલકે છાલની અંદરનો ભાગ ખાય, -- કે ચુસે, -- સચિત્તનો સંઘટ્ટો થતો હોય ત્યાં રહેલ આંબો, -- કે તેની પેસી, ટુકડા, છાલ વગેરે ખાય, -- કે ચુસ- આવું પોતે કરે, બીજા પાસે કરાવે, એમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૯૧૭-૯૭૦] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના પગ એક કે અનેક વખત પ્રમાર્જાવે, બીજાને પ્રમાર્જન કરાવવા પ્રેરે, પ્રમાર્જન કરાવનારની , અનુમોદના કરે. (આ સૂત્રથી આરંભીને ) જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ વિચરતા અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના માથાનું આચ્છાદન કરાવે, બીજાને તેમ કરાવવા પ્રેરે છે તેમ કરાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસાઃ- ૩ માં સૂત્રઃ ૧૩૩ થી૧૮૫ આ બધું જ વર્ણન કરાયેલું છે. એટલે ૯૧૮ થી ૯૭૦ સૂત્રનું વિવરણ તે પ્રમાણે સમજી લેવું ફક માત્ર એટલો છે કે ઉદ્દેસા ત્રણમાં આ કાર્યો સ્વયં કરે તેમ જણાવે છે. આ ઉદ્દેસામાં આ કાર્યો અન્ય પાસે કરાવે તેમ સમજવું) [૯૭૧-૭૯]જે સાધુ-સાધ્વી ધર્મશાળા, બગીચો, ગાથાપતિના ઘર કે તાપસોના નિવાસ - - - - આદિમાં મળમૂત્ર નો ત્યાગ કરે કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (ઉદેસા- ૮ માં સ્ત્ર- ૫૬૧ થી ૫૯ માં ધર્મશાળા થી આરંભીને મહાગૃહ સુધીનું વર્ણન છે. તે જ પ્રમાણે અહીં આ નવ સૂત્રોમાં વર્ણન કરાયેલું છે. માટે નવું સૂત્રોનું વર્ણન ઉદ્દેસા- ૮ મુજબ જાણી-સમજી લેવું. ફક માત્ર એટલો કે અહીં ધર્મશાળા આદિ સ્થાનો માં “મળ-મૂત્ર પરઠવે તેમ સમજવું.) [૯૮૦-૯૮૧] જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થને અશન-પાન -ખાદિમ- સ્વાદિમ - - વસ્ત્ર, પાત્ર કંબલ રજોહરણ આપે, અપાવે કે આપનારની અનુમોદના કરે. [૯૮૨-૧૦૦૧] જે સાધુ-સાધ્વી પાસત્થા ને અશન આદિ આહાર, -- વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ આપે કે તેના પાસેથી ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. એ જ પ્રમાણે ઓસન્ન- - કુશીલ, -- નિતિય, - - સંસકત, - -ને આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ આપે કે તેમના પાસેથી ગ્રહણ કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધ :- પાસત્યા થી સંસકત સુધીના શબ્દોની વ્યાખ્યા ઉદેસા-૧૩ ના સૂત્ર ૮૩૦ થી ૮૪૭ ના વર્ણન માં કરાયેલી છે. તે મુજબ જાણી-સમજી લેવી.) [૧૦૦૨] જે સાધુ સાધ્વી કોઈને નિત્ય પહેરવાના, સ્નાનના, વિવાહ ના રાજસભાના વસ્ત્ર સિવાયનું માંગવાથી પ્રાપ્ત થયેલું કે નિમંત્રણ પૂર્વક મળેલું વસ્ત્ર કયાંથી આવ્યું કે કઈ રીતે તૈયાર થયું તે જાણ્યા સિવાય, તે વિશે પુચ્છા સિવાય, તેની ગવેષણા કર્યા સિવાય તે બંને પ્રકારના વસ્ત્રો ગ્રહણ કરે- કરાવે-અનુમોદે. [૧૦૦૩-૧૦૫]જે સાધુ-સાધ્વી વિભૂષા નિમિત્તે અર્થાત્ શોભા-સુંદરતા આદિ વધારવાની બુદ્ધિ પૂર્વક પોતાના પગનું એક કે અનેક વખત પ્રમાર્જન કરે-કરાવે અનુમોદે. (આ સૂત્રથી આરંભીને) એક ગામથી બીજે ગામ જતાં પોતાના Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નિસીહ-૧૫/૧૦૫૭ મસ્તકનું આચ્છાદન કરે-કરાવે-કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ. (નોંધ:- ઉદ્દેસાઃ ૩ ના સૂત્ર ૧૩૩ થી ૧૮૫ માં આ વધું જ વિવરણ કરાયેલું છે. તે જ મુજબ અહીં સૂત્ર ૧૦૦૪ થી ૧૦પ૬ માટે જાણી- સમજી લેવું તફાવત માત્ર એટલો કે પગ ધોવા વગેરેની ક્રિયા અહીં આ ઉદ્દેસામાં શોભા-સુંદરતા વધારવાના હેતુથી થયેલી હોય ત્યારે પ્રાયશ્ચિત્ આવે તેમ જાણવું.) [૧૦પ૭-૧૦૫૮] જે સાધુ-સાધ્વી વિભુષા નિમિત્તે અર્થાત્ શોભા કે સુંદરતા વધારવાના હેતુથી વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ કે અન્ય કોઈ ઉપકરણ ધારણ કરેરાખે-રખાવે-અનુમોદ, - - કે ધોવે, ઘોવડાવે, ઘોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. આ ઉદ્દેસા-૧૫ માં કહયા મુજબના કોઈપણ દોષ પોતે સેવે, બીજા પાસે સેવડાવે કે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને ચાતુમાસિક પરિહારસ્થાન ઉઘાતિક કે જેનું અપરનામ “લઘુ ચૌમાસી છે તે પ્રાયશ્ચિતુ આવે. પંદરમાં ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જરછાયા પૂર્ણ (ઉદેસી-૧૬) નિસીહ સૂત્રના આ ઉદેસામાં ૧૦પ૯ થી ૧૧૦૮ એટલે કે કુલ-૫૦ સૂત્રો છે. તેમાં જણાવ્યા મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને રાઉન્મર્ષિ પરિહારકા ૩૫તિય નામનું પ્રાયશ્ચિત આવે. [૧૦૫૯-૧૦૬૧] જે સાધુ-સાધ્વી સાગારિક અથતું ગૃહસ્થ જ્યાં રહેતા હોય તેવી વસતિ, - - સચિત્ત જળ કે અગ્નિ વાળી વસતિમાં જાય કે પ્રવેશ કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૧૦૬૨-૧૦૬૯] જે સાધુ-સાધ્વી સચિત્ત એવી શેરડી ખાય, ખવડાવે કે ખાનારની અનુમોદના કરે (આ સુત્ર થી આરંભીને સૂત્ર ૧૦૬૯ સુધીના આઠ સૂત્રો. ઉદેસા-૧૫ ના સૂત્ર ૯૦૯ થી ૯૧૬ એ આઠ સૂત્ર પ્રમાણે જ જાણી- સમજી લેવા. તફાવત માત્ર એટલો કે ત્યાં કેરી નું વર્ણન છે. તે-તે સ્થાને અહીં “શેરડી ' શબ્દ પ્રયોજવો) [૧૦૭૦] જે સાધુ-સાધ્વી અરણ્ય કે વન રહેતા અથવા અટવીમાં યાત્રાએ જતા રહેલાને ત્યાંથી અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ આહાર ગ્રહણ કરે- કરાવેઅનુમોદે [૧૦૭૧-૧૦૭૨] જે સાધુ-સાધ્વી વિશુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર આરાધકને જ્ઞાન દર્શન ચારિત્ર આરાધક ન કહે અને, - - જ્ઞાન, દર્શન, ચારિત્ર રહિત કે અલ્પ આરાધકને વિશુદ્ધજ્ઞાનાદિ ધારક કહે, કહેવડાવે, કહેનારની અનુમોદના કરે. [૧૦૭૩ જે સાધુ- સાધ્વી વિશુદ્ધ કે વિશેષ જ્ઞાન-દર્શન ચારિત્ર આરાધક ગણ માંથી અલ્પ કે અવિશદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર આરાધક ગણમાં જાય. મોકલે કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૦૭૪-૧૦૮૨] જે સાધુ-સાધ્વી દ્ગાહીત અથવા કદાગ્રહ વાળા સાધુ (સાધ્વી)ને અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ આહાર,- -વસ્ત્ર, પાત્ર, કંબલ કે Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉદેસી-૧૬, સૂત્ર-૧૦૮૩ ૧૩૯ રજોહરણ. -- વસતિ એટલે કે ઉપાશ્રય. -- સૂત્ર અર્થ આદિ વાંચના આપે કે, --તેની પાસેથી ગ્રહણ કરે અને તેની વસતિમાં પ્રવેશ કરે-કરાવે- કરનારની અનુમોદના કરે. [૧૦૮૩-૧૦૮૪] જ્યાં સુખપૂર્વક વિચારી શકાય તેવા ક્ષેત્રો અને આહાર-ઉપધિ-વસતિ આદિની સુલભતા હોય તેવા ક્ષેત્રો પ્રાપ્ત થતા હોવા છતાં વિહારના હેતુથી કે ઈચ્છાથી જ્યાં અનેક રાત્રિદિવસે પહોંચાય તેવી અટવી કે વિકટ માર્ગ ને જે સાધુ- સાધ્વી પસંદ કરવા વિચારે, -- કે વિકટ એવા ચોરો આવવા-જવા ના. અનાર્યો. મ્લેચ્છો કે અન્ય જનો થી પરિસેવાતા માગોએ વિહાર નો વિચાર કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. * [૧૦૮૫-૧૦૯૦] જે સાધુ-સાધ્વી જુગુણિત કે નિંદિત કુળો માંથી અશનપાન- ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર- વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, - - વસતિ ગ્રહણ કરે- કરાવે- અનુમોદે. અથવા તે કુળો માં સ્વાધ્યાય કરે, - - સૂત્રનો ઉદ્દેસ-સમુદેસ કે અનુજ્ઞા કરે, - - વાચના આપે. -વાંચના સ્વીકારે આ સર્વે પોતે કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૦૮૧-૧૦૯૩ જે સાધુ-સાધ્વી અશન-પાન-ખાદિમ સ્વાદિમ રૂપ આહાર જમીન ઉપર સંથારામાં ખીંટી કે સિક્કા માં સ્થાપન કરે- રાખી મુકે, રખાવે કે રાખનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૦૯૪-૧૦૯૫ જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ ની સાથે બેસીને, - - અથવા બે-ત્રણ કે ચારે બાજુ અન્યતીથિકાદિ હોય તેની વચ્ચે બેસી આહાર કરેકરાવે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૦૯ જે સાધુ-સાધ્વી આચાર્ય-ઉપાધ્યાય કે રત્નાધિક) ના શયા-સંથારા નો પગેથી સંઘટ્ટો કરે એટલે કે તેના ઉપર અસાવધાની થી પગ આવે ત્યારે હાથ વડે તેને સ્પર્શ કરી અથતુિ પોતાના દોષની માફી માંગ્યા સિવાય ચાલ્યા જાય, બીજાને તેમ કરવા પ્રેરે છે તેમ કરનાર અન્ય સાધુ-સાધ્વીની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [૧૦૯૭ જે સાધુ-સાધ્વી (શાસ્ત્રોકત) પ્રમાણ કે ગણન સંખ્યા થી વધારે ઉપધિ રાખે, રખાવે, રાખનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્.. [૧૦૯૮-૧૧૦૮)જે સાધુ-સાધ્વી સચિત્ત પૃથ્વી ઉપર - - - આદિ- - - ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરે, કરાવે. કરનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિતુ. (નોંધ - સંક્ષેપ માં કહીએ તો વિરાધના થાય તેવા સ્થળોમાં મળ-મૂત્ર પરઠવે. તેમ આ ૧૧ સૂત્રોમાં જણાવે છે.- ૧૩ માં ઉદેસાના સૂત્ર- ૭૮૯ થી ૭૯૯ એ ૧૧ સૂત્રોમાં આ વર્ણન કરાયેલું છે તે મુજબ જાણી-સમજી લેવું તફાવત માત્ર એટલો કે એ દરેક સ્થાનો ઉપર મળ-મૂત્ર નો ત્યાગ કરે તેમ સંબંધ જોડવો) એ પ્રમાણે ઉદ્દેસા- ૧૬ માં જણાવ્યા મુજબના કોઈપણ દોષ સ્વયં સેવે, બીજા પાસે સેવરાવે કે ને દોષ સેવનારની અનુમોદના કરે તો ચાતુમિિસક પરિહાર સ્થાન ઉદ્ઘાતિક અર્થાત્ “લઘુચૌમાસી” પ્રાયશ્ચિત્ આવે. સોળમા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા'પૂર્ણ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નિસીહ-૧૭/૧૧૦૯ (ઉદેસો-૧) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં ૧૧૦૯ થી ૧૨૫૯ એટલે કે કુલ-૧૫૧ સૂત્રો છે. જેમાં જણાવ્યા મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને કારમાં રાજકાજ પતિયં નામક પ્રાયશ્ચિત આવે. [૧૧૦૯-૧૧૧૦] જે સાધુ- સાધ્વી કુતુહુલ વૃત્તિથી અન્યકોઈ ત્રપ્રાણીને તૃણ-ઘાંસ-કાષ્ઠચમ–વેલ-દોરડું કે સુતરથી બાંધે અથવા, - - બંધાયેલને છોડે-છોડાવે-અનુમોદ તો પ્રાયશ્ચિત્. | [૧૧૧૧-૧૧૨૨] જે કોઈ સાધુ-સાધ્વી કુતુહૂલ વૃત્તિથી માળા, કડા, આભુષણ, વસ્ત્ર આદિ કરાવે, પોતાની પાસે રાખે કે ધારણ કરે અથતિ પહેરે. આ સર્વે કાર્યો પોતે કરે- બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. (નોંધ- ઉદ્દેસા-૭ ના સૂત્ર ૪૭૦ થી ૪૮૧ એ ૧૨ સૂત્રોમાં આ બધું વર્ણન વિસ્તારથી કરાયેલું છે. એ સર્વે વાત ત્યાંથી જાણી-સમજી લેવી તફાવત માત્ર એટલો કે ત્યાં આ સર્વે કાર્ય મૈથુનની ઈચ્છાથી જણાવેલા છે તેને બદલે અહીં કુતુહૂલ વૃત્તિથી કરેલા જાણવા-સમજવા.) [૧૧૨૩-૧૧૭૫] જે કોઈ સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે સાધુના પગ પ્રક્ષાલન આદિ શરીર પરિકર્મ કરાવે, કરવા બીજાને પ્રેરણા આપે છે તેમ કરનારની અનુમોદના કરે ત્યાંથી આરંભીને એક ગામથી બીજે ગામ વિચરણ કરતા કોઈ સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થ ને કહીને સાધુના મસ્તકને આચ્છાદન કરે-કરાવે અનુમોદે. (નોંધ:- ઉપરોક્ત ૧૧૨૩ થી ૧૧૭પ એટલે કે કુલ પ૩ સૂત્રો અને હવે પછી કહેવાશે તે ૧૧૭૬ થી ૧૨૨૯ સુત્રો એ દરેક માં આવતા દોષોની વિશદ્ વ્યાખ્યા કે અર્થ આ પૂર્વે ઉદ્દેશા- ત્રીજાના સૂત્ર-૧૩૩ થી ૧૮૫ માં કહેવાઈ ગયા છે. તે ત્યાંથી જાણી સમજી લેવા. તેમાં તફાવત માત્ર એટલો છે કે ૧૧૨૩ થી ૧૧૭પ સૂત્રમાં “કોઈ સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ ને કહીને સાધુના શરીરનું એ પ્રમાણે પરિકર્મ કરાવે “તેમ સમજવાનું છે અને સૂત્ર-૧૧૭૬ થી ૧૨૨૯ માં કોઈ સાધુ તે પ્રમાણે “સાધ્વીના શરીરનું પરીકર્મ કરાવે”- એમ સમજવાનું છે. [૧૧૭૮-૧૨૨૯] જે કોઈ સાધુ અન્યતીથિક કે ગૃહસ્થને કહીને (ઉપર કરેલી નોંધ માં કહયા મુજબ) સાધ્વીના પગ પ્રક્ષાલન આદિ શરીર-પરિકર્મ કરાવે, બીજાને તેમ કરાવવા કહે કે તેમ કરાવનાર સાધુની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૩૦-૧૨૩૧]જે કોઈ સાધુ સમાનસામાચારીવાળા પોતાની વસતિમાં આવેલા સાધુને, - - કે સાધ્વી સમાનસામાચારીવાળા સ્વ વસતિમાં આવેલા સાધ્વીને, નિવાસ એટલે કે રહેવાની જગ્યા હોવા છતાં સ્થાન એટલે કે ઉતરવા માટેની જગ્યા ન આપે, ન અપાવે, ન આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૩ર-૧૨૩૪] જે સાધુ-સાધ્વી માળ ઉપરથી (માળ-ઊંચે રહેલ, ભૂમિગૃહમાં રહેલ કે માંચડાથી ઉતારેલ), - - મોટી કોઠીમાંથી, - - માટી વગેરે લેપથી Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેસો—૧૭, સૂત્ર–૧૨૩૫ ૧૪૧ બંધ કરેલ ઢાંકણ ખોલાવીને લવાયેલ અશન-પાન ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર ગ્રહણ કરે- કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૧૨૩૫-૧૨૩૮] જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વી, પાણી, અગ્નિ કે વનસ્પતિ ઉપર (કે જોડે) પ્રતિષ્ઠિત કરાયેલ એટલે કે રખાયેલ અશન-પાન-ખાદિમસ્વાદિમ રૂપ આહાર ગ્રહણ કરે-કરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૧૨૩૯] જે સાધુ-સાધ્વી અતિ ઉષ્ણ એવા અશનાદિ આહાર કે જે મુખ ના વાયુથી- સૂર્પ એટલે કોઈ પાત્ર વિશેષથી હલાવીને, વિંઝણા કે પંખા વડે, ઘુમાવીફરાવીને, પાંદડુ- પાંદડાના ટુકડો-શાખા શાખાનો ટુકડો-મોરપિચ્છ કે મોરપિચ્છનો વિંઝણો- વત્ર કે વસ્ત્રનો ટુકડો કે હાથ વડે હવા નાંખીને, ફુંકીને ઠંડા *કરાયેલા હોય તે આપે (સંક્ષેપ માં કહીએ તો અતિ ઉષ્ણ એવા અશન- આદિ ઉપર કહેવાયેલી કોઈ રીતે ઠંડા કરાયેલા હોય તે લાવીને કોઈ વહોરાવે ત્યારે જે સાધુ સાધ્વી) તેને ગ્રહણ કરે- કરાવે-અનુમોદે. [૧૨૪૦] જે સાધુ-સાધ્વી, લોટ, પીષ્ટોદક, ચોખા, ઘડા, તલ, તુષ જવ, ઠંડુ કરાયેલ લોઢું કે કાંજી એમાંનું કોઈપણ ધોવાણ કે શુદ્ધ ઉષ્ણ પાણી કે જે તત્કાલ ધોવાયેલ એટલે કે તૈયાર થયેલ હોય, જેમાંથી ખટાશ ન ગઈ હોય, અપરિણત-પૂર્ અચિત્ત ન થયું હોય, સંપૂર્ણ અચિત્ત નહીં પણ મિશ્ર હોય કે જેના વદિ સ્વભાલ બદલાયો ન હોય તેવા પાણીને ગ્રહણ કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૧૨૪૧] જે સાધુ (સાધ્વી) પોતાના શરીર લક્ષણ વગેરે ને આચાર્ય પદ યોગ્ય જણાવે અર્થાત્ આચાર્ય પદ માટે યોગ્ય એવા પોતાના શરીરાદિને વર્ણવીને હું પણ આચાર્ય થઈશ તેવું કહે-કહેવડાવે કે કહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ . [૧૨૪૨] જે સાધુ સાધ્વી સ્વરગાનકરે, હસે, (વાજિંત્રાદિ) વગાડે, નાચે, અભિનય કરે, ઘોડાની જેમ હણહણે, હાથીની જેમ ગર્જે, સિંહનાદ કરે, એ સર્વે બીજા પાસે કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૧૨૪૩-૧૨૪૬] જે સાધુ સાધ્વી (નીચે જણાવેલ) વિતત-તત-ઘન અને ઝુસિર એ ચાર પ્રકારના વાજિંત્રના શબ્દોને કાન વડે સાંભળવાની ઈચ્છાથી મનમાં સંકલ્પ કરે, બીજાને તેવો સંકલ્પ કરવા પ્રેરે કે તેવો સંકલ્પ ક૨ના૨ની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ -ભેરી, ઢોલ, ઢોલ જેવું વાઘ, મૃદંગ, (બાર વાઘ સાથે વાગતા હોય તેવું એક વાઘ) નંદિ, ઝાલર, વલ્લરી, ડમરુ, મર્દલ નામનું વાઘ, સદુકનામનું વાદ્ય, પ્રદેશ, ગોલુંકી-ગોકળ એ કે એવા પ્રકારના વિતત શબ્દ કરતા વાઘો, વીણા, વિપંચી, તૂણ, વવ્વીસ, વીણાતિક, તુંબવીણા, સંકોઢક, રુસુક, ઢંકુણ કે તેવા પ્રકારના અન્ય કોઈપણ તંતુવાદ્યો, તાલ, કાંસતાલ, લિત્તિકા, ગોધિકા, મકરિકા, કચ્છવી, મહતિકા, સનાલિકા કે તેવા પ્રકારના અન્ય ધન શબ્દો કરતા વાઘો, શંખ, વાંસડી, વેણુ, ખરમુખી, રિલી ચેચા કે તેવા અન્ય પ્રકારના ઝુષિર વાદ્યો. (આ બધાં સાંભળવાની જે ઈચ્છા-પ્રવૃત્તિ) [૧૨૪૭-૧૨૫૮) જે સાધુ-સાધ્વી દુર્ગ,બાઈ યાવત્ વિપુલ અશનાદિનું -- Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નિસીહ-૧૭/૧૨૫૯ આદાનપ્રદાન થતું હોય તેવા સ્થાનો ના શબ્દો ને કાન દ્વારા શ્રવણ કરવા ઈચ્છા કે સંકલ્પ-પ્રવૃત્તિ કરે-કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસા-૧૨ માં સુત્ર-૭૬૩ થી ૭૭૪ એ બાર સુત્રોમાં આ બધાં પ્રકારના સ્થાનોની વ્યાખ્યા કરાયેલી છે. તે પ્રમાણે જાણી-સમજી લેવી. તફાવત માત્ર એટલો છે કે બારમાં ઉદ્દેશામાં આ વર્ણન ચક્ષુઈન્દ્રિય ને આશ્રિને જોવા માટેના સંકલ્પ તરીકે વર્ણવેલું છે જે અહીં શ્રવણ-ઈન્દ્રિયને આશ્રિને સાંભળવા ની ઈચ્છા કે સંકલ્પના દોષ રૂપે જાણવું-સમજવું. [૧૨૫૯] જે સાધુ-સાધ્વી ઈહલૌકિક કે પારલૌકિક, પૂર્વે જોયેલા કે ન જોયેલા, સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા શબ્દોને વિશે સજ્જ થાય. રાગવાળા થાય, વૃદ્ધિવાળા થાય કે અત્યંત આસકત થાય, કોઈને સજ્જ થવા-રાગ થવા વાળા આદિ માટે પ્રેરે છે તે રીતે રાગાસકત આદિ થયેલાની અનુમોદના કરે તો. એ પ્રમાણે ઉદેસા-૧૭ માં જણાવેલા કોઈપણ દોષનું જે કોઈ સાધુ-સાધ્વી પોતે સેવન કરે, બીજા પાસે સેવન કરાવે કે તે-તે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને ચાતુમાસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જે લઘુ ચૌમાસી પ્રાયશ્ચિતુ તરીકે પણ ઓળખાય છે. સતરમાં ઉદેસાની મુનિદીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ ઉદેસોઃ ૧૮) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં ૧૨૬૦ થી ૧૩૩૨ એટલે કે કુલ ૭૩ સૂત્રો છે. જેમાં કહેલા કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાપમસિવું હરામ કથાતિય નામક પ્રાયશ્ચિત્ આવે. [૧૨૬૦] જે સાધુ-સાધ્વી અતિ આવશ્યક પ્રયોજન સિવાય નૌકાવિહાર કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૬૧-૧૨૬૪] જે સાધુ-સાધ્વી મૂલ્ય આપીને નાવ-ખરીદી, - - ઉધાર લઈ - - પરાવર્તીત કરી, - - કે છીનવી લઈને તેના ઉપર આરોહણ કરે અર્થાતુ ખરીદવા વગેરે દ્વારા નૌકાવિહાર કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસા-૧૪ ના સૂત્ર ૮૬૩ થી ૮૬૬ માં આ ચારે દોષનું વર્ણન કરાયેલું છે તે મુજબ જાણી-સમજી લેવું તફાવત એટલો કે ત્યાં પાત્ર માટે ખરીદી વગેરે દોષ જણાવેલા છે તે અહીં નૌકા-હોડી માટે સમજી લેવા.) [૧૨૬૫-૧૨૭૧] જે સાધુ-સાધ્વી (નૌકાવિહાર માટે) નાવ ને સ્થળમાંથી અર્થાત્ કિનારેથી પાણીમાં - - પાણીમાંથી કિનારે મંગાવે, - - છિદ્રાદિકારણે પાણીથી ભરાયેલ નાવમાંથી પાણી બહાર કાઢે, - - કાદવમાં ફસાયેલ નાવ બહાર કઢાવે, -- અડધે રસ્તે બીજો નાવિક મને લેવા આવશે તેમ કહી અર્થાત્ મોટી નાવમાં જવા માટે નાની નાવમાં બેસે, - - ઉર્ધ્વ એક યોજન કે અડધા યોજન થી વધારે લાંબા માર્ગ ને પાર કરનારી નાવમાં નૌકા વિહાર કરે- આ સર્વે દોષ સેવન કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ . [૧૨૭૨] જે સાધુ-સાધ્વી નાવ હોડીને પોતાની તરફ લાવવા પ્રેરણા કરે Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉદ્સો-૧૮, સૂત્ર-૧૨૭૩ ૧૪૯ ચલાવવા કહે કે બીજા દ્વારા ચલાવાતી નાવને દોરડા કે લાકડા દ્વારા પાણીની બહાર કઢાવે આવું પોતે કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૭૩] જે સાધુ-સાધ્વી નાવને હલેસા, વાંસની લાકડી કે વળી દ્વારા પોતે ચલાવે, બીજા દ્વારા ચલાવે કે ચલાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૭૪-૧૨૭પ જે સાધુ-સાધ્વી નાવમાં ભરાયેલ પાણી ને નૌકા સંબંધિ પાણી કાઢવાના પાત્રથી, આહારપાત્રથી કે માત્રક-પાત્રથી બહાર કાઢે-કઢાવેઅનુમોદે, - - નાવમાં પડેલ છિદ્રમાંથી આવતા પાણીને, ઉપર-ઉપર ચઢતા પાણીથી બૂડતી નાવને બચાવવા માટે હાથ, પગ, પિપળાના પાન, ઘાસ, માટી, વસ્ત્ર કે વસ્ત્રખંડ વડે છિદ્રને બંધ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ [૧૨૭૬-૧૨૧] જે સાધુ-સાધ્વી નૌકાવિહાર કરતી વેળાએ નાવમાં હોય- - પાણીમાં હોય, - - કાદવમાં હોય કે કિનારે હોય તે અવસરે નાવમાં રહેલ- પાણીમાં રહેલ- કાદવમાં રહેલ કે કિનારે રહેલો કોઈ પણ દાતા અસનાદિ વહોરાવે અને જો કોઈ સાધુ-સાધ્વી તે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ગ્રહણ કરે- કરાવે-કે અનુમોદે. (અહીં કુલ ૧૬ સૂત્ર થકી ૧૦- ભેદ કહેવાયા છે. જેમકે નાવમાં રહેલ સાધુને નાવમાં જળમાં- કાદવમાં કે કિનારે રહેલો દાતા અશનાદિ આપે ત્યારે ગ્રહણ કરવું એ રીતે પાણીમાં રહેલ, - - કાદવમાં રહેલ, - - કિનારે રહેલ સાધુ-સાધ્વી ને પહેલા કહેવાયા તે ચારે ભેદ દાતા આપે અને સાધુ-સાધ્વી ગ્રહણ કરે) [૧૨૯૨-૧૩૩૨] જે સાધુ-સાધ્વી વસ્ત્ર ખરીદે, ખરીદાવે કે ખરીદીને આવેલા વસ્ત્રને ગ્રહણ કરે- કરાવે અનુમોદે (આ સૂત્ર થી આરંભીને) જે સાધુ-સાધ્વી અહીં મને વસ્ત્ર પ્રાપ્ત થશે તેવી બદ્ધિ થી વષવાસ-ચાતુમસ રહે, બીજાને રહેવા કહે કે રહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. નોંધ:- ઉદ્દેસા-૧૪ માં કુલ-૪૧ સુત્રો છે ત્યાં પાત્ર ના સંબંધે જે વિવરણ કરાયેલું છે તે મુજબ આ ૪૧ સૂત્ર માટે જાણી-સમજી લેવું તફાવત માત્ર એટલો કે અહીં પાત્ર ના સ્થાને વસ્ત્ર સમજવું. -એ પ્રમાણે ઉદેસા-૧૮ માં જણાવેલા કોઈપણ દોષનું જેને સાધુ-સાધ્વી પોતે સેવન કરે-બીજા પાસે સેવન કરાવે છે તે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને ચાતુમસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે, જે “લઘુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ પણ કહેવાય છે. અઢારમાં ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર-છાયા” પૂર્ણ (ઉદ્દેસો-૧૯) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં ૧૩૩૩ થી ૧૩૬૯ એટલે કે કુલ ૩૭ સૂત્રો છે. તેમાં કહેલાયેલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાડાસિયાં રહાર ૩પતિ નામક પ્રાયશ્ચિત્ આવે. ૧૩૩૩-૧૩૩૬] જે સાધુ-સાધ્વી ખરીદી, - - ઉધારલઈ - - વિનિમય કરી કે છિનવીને લાવેલ પ્રાસુક કે નિદૉષ એવા બહુમૂલ્ય ઔષધને ગ્રહણ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નિસીહ-૧૯૧૩૩૬ કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધ:- ઉદ્દેસા-૧૪ ના સૂત્ર ૮૩ થી ૮૬૬ માં આ ચારે દોષનું વિશદ્ વિવરણ કરાયેલું છે. તે મુજબ જાણી-સમજી લેવું ફક માત્ર એટલો કે ત્યાં પાત્ર ખરીદી માટે આ દોષ કહ્યા છે જે અહીં ઔષધ માટે સમજવા). [૧૩૩૭-૧૩૩૯] જે સાધુ- સાધ્વી પ્રાસુક કે નિદોંષ એવા બહુ મૂલ્ય ઔષધ ગ્લાન માટે પણ ત્રણ માત્રા (ત્રણદત્તી કે ભાગ) કરતાં વધુ લાવે, - - આવું ઔષધ એક ગામથી બીજે ગામ જતાં સાથે રાખે, - - આવું ઔષધ પોતે ગાળે-નિતારે, ગળાવે કે ગાળીને લાવેલું સામેથી કોઈ આપે ત્યારે ગ્રહણ કરે-કરાવે-અનુમોદે. [૧૩૪૦] જે સાધુ-સાધ્વી ચાર સંધ્યા- સૂર્યોદય, સૂયતિ, મધ્યાહ્ન અને મધ્યરાત્રી ના પહેલા અને પછીનો અધમુહૂર્ત કાળ આ સમયે સ્વાધ્યાય કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૧૩૪૧-૧૩૪૨] જે સાધુ-સાધ્વી કાલિક સૂત્રની નવ કરતા વધુ અને -- દષ્ટિવાદની ૨૧ કરતા વધુ પૃચ્છા એટલે કે પૃચ્છના રૂપ સ્વાધ્યાય, અસ્વાધ્યાય અથવા તો દિવસ અને રાત્રિના પહેલા કે છેલ્લા પ્રહર સિવાયના કાળમાં કરેકરાવે- અનુમોદે. [૧૩૪૩-૧૩૪૪] જે સાધુ-સાધ્વી ઈન્દ્ર, સ્કંદ, યક્ષ, ભૂતએ ચાર મહામહોત્સવ, - - અને ત્યાર બાદની ચાર મહા પ્રતિપદામાં અથતુ ચૈત્ર, અષાઢ, આસો અને કાર્તિક પૂર્ણિમા તથા તે પછી આવતી એકમે સ્વાધ્યાય કરે-કરાવે કરનારની અનુમોદના કરે. [૧૩૪૫ જે સાધુ-સાધ્વી ચાર પોરિસિ અથતિ દિવસ અને રાત્રિના પહેલા-છેલ્લા પ્રહરમાં (જે કાલિક સૂત્રનો સ્વાધ્યાય કાળ છે તેમાં સ્વાધ્યાય ન કરે, ન કરવા કહે કે ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૧૩૪૬-૧૩૪૭] જે સાધુ-સાધ્વી શાસ્ત્ર નિર્દિષ્ટ કે, - - પોતાના શરીર સંબંધે થતા એવા અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરે, કરાવે, અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૩૪૮-૧૩૪] જે સાધુ-સાધ્વી નીચેના સૂત્રાર્થની વાંચના આપ્યા સિવાય સીધી જ ઉપરના સૂત્રોની વાંચના આપે અથતુ શાસ્ત્ર નિર્દિષ્ટ ક્રમથી સૂત્રની વાચના ન આપે, - - નવબંભર અથતુ આચારાંગ ના પ્રથમ શ્રુતસ્કન્ધના નવ અધ્યયનોની વાંચના આપ્યા સિવાય સીધી જ ઉપરની એટલે કે છેદત્ર કે દષ્ટિવાદની વાંચના આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૧૩પ૦-૧૩પપ જે સાધુ-સાધ્વી અવિનિતને, -- અપાત્ર કે અયોગ્ય ને અને - - અવ્યક્ત એટલે કે ૧૬- વર્ષ નો ન થયો હોય તેવાને વાચના આપે અપાવે અનુમોદ, અને વિનિતને, - - પાત્ર કે યોગ્યતા વાળાને, - - અને વ્યક્ત એટલે ૧૬ વર્ષની ઉપરનાને વાંચના ન આપે- ન અપાવે- ન આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૩પ૬] જે સાધુ-સાધ્વી, બે સમાન યોગ્યતાવાળા હોય ત્યારે એકને શિક્ષા અને વાચના આપે અને એકને શિક્ષા કે વાચના ન આપે. આવું પોતે કરે, બીજા પાસે કરાવે, તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ઉદ્દે સો-૧૯, સૂત્ર-૧૩પ૭ [૧૩પ૭ જે સાધુ-સાધ્વી, આચાર્ય-ઉપાધ્યાય કે રત્નાધિક દ્વારા વાચના દેવાયા સિવાય કે તેની આજ્ઞા સિવાય પોતાની મેળે જ અધ્યયન કરે, અધ્યયન કરવા કહે કે અધ્યયન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૧૩૫૮-૧૩૬૯]જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ, - - પાસત્યા- - અવસન -- કુશીલ, -- નીતિય કે, - - સંત ને વાચના આપે- અપાવે- આપનારને અનુમોદ, - - અથવા તેઓ પાસેથી સૂત્રાર્થ ભણે-સ્વીકારે, સ્વીકારવા કહે, સ્વીકારનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- પાસત્યા, અવસન, કુશીલ. નીતિય અને સંસક્તનો અર્થ-વ્યાખ્યા ઉદ્દેસા-૧૩ ના સૂત્ર ૮૩૦ થી ૮૪૭ માં અપાયેલી છે ત્યાંથી જાણી-સમજી લેવી.) એ પ્રમાણે ઉદ્દેસા- ૧૯ માં જણાવેલા કોઈપણ દોષનું સેવન સ્વયં કરે, બીજા પાસે કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત આવે જેને “લઘુચૌમાસી પ્રાયશ્ચિતું પણ કહે છે. ઓગણીસમા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. (ઉદ્દેશો-૨૦) ‘નિસીહ સૂત્રના આ ઉદેસામાં ૧૩૭૦ થી ૧૪૨૦ એ રીતે કુલ-૫૧ સૂત્રો છે. આ ઉદ્દેસામાં પ્રાયશ્ચિતુ ની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ શું કરવું? તે જણાવેલ છે. [૧૩૭૦-૧૩૭૪] જે સાધુ-સાધ્વી એક માસનું એકમહિને નિર્વર્તન યોગ્ય પરિહાર સ્થાન એટલેકે પાપ અથવા પાપજનક સાવદ્ય કર્માનુષ્ઠાન સેવીને ગુરુ સમીપે પોતાનું પાપ પ્રકાશે અર્થાત્ આલોચના કરે ત્યારે માયા-કપટ કર્યા સિવાય એટલે કે નિઃશલ્ય આલોચના કરે તો એક માસનું જ પ્રાયશ્ચિત્ આવે પણ જો માયા-કપટ પૂર્વક એટલે કે શલ્યયુક્ત આલોચના કરી હોય તો તે પ્રાયશ્ચિત્ બે માસનું આવે. એજરીતે બે-ત્રણ-ચાર- પાંચ માસે નિર્વર્તન યોગ્ય પાપજનક સાવધ કિમનુષ્ઠાન સેવ્યા પછી ગુરુ સમક્ષ આલોચના કરે ત્યારે નિષ્કપટ આલોચના કરે તો તેટલાં જ માસનું અને શલ્ય યુક્ત આલોચના કરે તો ૧-૧ અધિક માસનું પ્રાયશ્ચિતું આવે, જેમકે બે માસે નિર્વર્તન પામે તેવા પાપની નિષ્કપટ આલોચના-બે માસનું પ્રાયશ્ચિત્, સશલ્ય આલોચના ત્રણ માસનું પ્રાયશ્ચિત્ - પરંતુ છ માસ કરતાં વધુ પ્રાયશ્ચિત્ કયારેય આવતું નથી. સશલ્ય કે નિઃશલ્ય આલોચનાનું મહતમ પ્રાયશ્ચિતું છ માસ જ જાણવું. [૧૩૭પ-૧૩૭૯] જે સાધુ-સાધ્વી અનેકવાર (એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ વખત એક માસે નિર્વતન પામે તેવું પાપ-કમનુષ્ઠાન સેવીને ગુરુ સમક્ષ આલોચના કરે ત્યારે પણ ઋજુ ભાવે આલોચના કરે તો એકમાસ અને કપટ ભાવે આલોચના કરે તો બે માસનું પ્રાયશ્ચિત આવે. એ જ રીતે બે-ત્રણ ચાર-પાંચ માસે નિર્વતન યોગ્ય પાપ માટે નિઃશલ્ય આલોચના થી તેટલું જ અને સશલ્ય આલોચના થી એકએક માસ વધારે પ્રાયશ્ચિતુ. અને છ-માસ ના પરિહારસ્થાન સેવન માટે નિઃશલ્ય કે સશલ્ય ગમે તે આલોચનાનું [10] Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રાયશ્ચિત્ છ જ મહિનાનું આવે. [૧૩૮૦-૧૩૮૧] જે સાધુ-સાધ્વી એક વખતે કે, અનેક વખત માટે એકબે -ત્રણ- ચાર કે પાંચ માસે નિર્વર્તન પામે તેવા પાપ કર્મને સેવીને તેવા જ પ્રકારના બીજા પાપકર્મ (પરિહારસ્થાન) ને સેવે તો પણ તેને ઉપર કહયા મુજબ નિઃશલ્ય આલોચના કરે તો તેટલું જ પ્રાયશ્ચિત્ અને સશલ્ય આલોચના કરે તો એક-એક માસ વધારે પ્રાયશ્ચિત્ પણ છ માસ કરતાં વધુ પ્રાયશ્ચિત્ કયારેય નઆવે. [૧૩૮૨-૧૩૮૩] જે સાધુ-સાધ્વી એક વખત કે, અનેક વખત ચૌમાસી કે સાતિરેક ચૌમાસી (એટલે કે ચૌમાસી કરતાં કંઈક અધિક), પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહાર (એટલે પાપ) સ્થાનોને બીજા તેવા પ્રકારના પાપ સ્થાનોને સેવી ને આલોચના કરે તો નિષ્કપટ આલોચનામાં તેટલું પ્રાયશ્ચિત્ અને કપટ યુક્ત આલોચના માં ૧-માસ વધુ પણ છ માસ થી વધુ પ્રાયશ્ચિત્ ન જ આવે. [૧૩૮૪-૧૩૮૭] જે સાધુ સાધ્વી એકવાર કે અનેક વાર ચૌમાસી કે સાધિક ચૌમાસી, પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહાર અર્થાત્ પાપ સ્થાનો મધ્યે અન્ય કોઈ પણ પાપસ્થાન સેવીને નિષ્કપટ ભાવે કે કપટભાવે આલોચના કરે તો શું ? તેની વિધિ દર્શાવે છે- જેમકે પરિહારસ્થાન પાપનું પ્રાયશ્ચિત્ તપ કરી રહેલા સાધુ-ની સહાય વગેરે માટે પારિહારિકને અનુકળવર્તી કોઈ સાધુ નિયત કરાય, તેને આ પરિહાર તપસીની વૈયાવચ્ચ કરવાને માટે સ્થાપના કર્યા પછી પણ કોઈ પાપ-સ્થાનનું સેવન કરે અને પછી કહે કે મેં અમુક પાપનું સેવન કર્યુ છે ત્યારે સઘળું પૂર્વે સેવેલ પ્રાયશ્ચિત્ ફરી સેવવું. (અહીં પાપ સ્થાનકને પૂર્વ પશ્ચાત્ સેવવાના વિષયમાં ચતુર્થંગી છે.) ૧. પહેલાં સેવેલા પાપ ની પહેલા આલોચના કરી, ૨. પહેલા સેવેલા પાપની પછી આલોચના કરે, ૩-પછી સેવેલા પાપની પહેલા આલોચના કરે, ૪. પછી સેવેલા પાપની પછી આલોચના કરે. (પાપ આલોચના ક્રમ કહયા પછી પરિહાર સેવન કરનારના ભાવને આશ્રીને ચતુર્ભૂગી જણાવે છે.) ૧- સંકલ્પ કાળે અને આલોચના સમયે નિષ્કપટ ભાવ, ૩- સંકલ્પકાળે કપટભાવ પણ આલોચના લેતી વેળા નિષ્કપટ ભાવ, ૪- સંકલ્પકાળ અને આલોચના બંને સમયે કપટ ભાવ હોય. -- નિસીહ – ૨૦/૧૩૮૦ અહીં સંકલ્પકાળ અને આલોચના બંને સમયે નિષ્કપટ ભાવે અને જે ક્રમમાં પાપ સેવેલ હોય તે ક્રમે આલોચના કંરનારને પોતાના સઘળાં અપરાધો ભેગા મળીને તેને ફરી એજ પ્રાયશ્ચિત્ માં સ્થાપન કરવા જેમાં પૂર્વે સ્થાપન કરાયેલા હોય અર્થાત્ તે પરિહાર તપસી તેને અપાયેલ પ્રાયશ્ચિત્ ને ફરીથી તે જ ક્રમમાં કરવાનું રહે. [૧૩૮૮-૧૩૯૩] છ, પાંચ, - ચાર, - - ત્રણ, - - બે, - - એક પરિહાર સ્થાન અર્થાત્ પાપ સ્થાન નું પ્રાયશ્ચિત્ કરી રહેલ સાધુ (સાધ્વી) વચ્ચે એટલે પ્રાયશ્ચિત્ વહન શરૂ કર્યા પછી બે માસ જેનું પ્રાયશ્ચિત્ આવે તેવા પાપ સ્થાનને ફરી સેવે અને જો તે ગુરુ પાસે તે પાપ કર્મની આલોચના કરે તો બે માસ ઉપરાંત બીજી ૨૦ રાત્રિ નું પ્રાયશ્ચિત્ વધે. એટલે કે બેમહિના અને ૨૦ રાત્રિનું પ્રાયશ્ચિત્ આવે. એક થી યાવત્ છ મહિના ના પ્રાયશ્ચિત્ વહન સમય ની આદિ- મધ્ય કે અંતે Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉદેસી-૨૦, સૂત્ર-૧૩૯૪ ૧૪૭, કોઈ પ્રયોજન વિશેષથી, સામાન્ય કે વિશેષ હેતુ અને કારણથી પણ જો પાપઆચરણ થયું હોય તો પણ અ-ન્યુનાધિક ૨ માસ ૨૦રાત્રિનું વધારાનું પ્રાયશ્ચિતું વહન કરવાનું થાય. [૧૩૯૪] બે મહિના અને વીસ રાત્રિનું પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ વહન કરી રહેલા સાધુને આરંભે- મધ્યે કે અંતે ફરી પણ વચમાં કયારેક બે માસે પ્રાયશ્ચિતુ પૂર્ણ થવા યોગ્ય પાપ સ્થાનનું પ્રયોજન-કારણ-હેતુસહ સેવન કરે તો વધારાનું ૨૦ રાત્રિનું પ્રાયશ્ચિત્ આવે મતલબ કે પૂર્વના ૨ મહિના અને ૨૦ રાત્રિ ઉપરાંત બીજા ૨ મહિના અને ૨૦ રાત્રિનું પ્રાયશ્ચિત્ આવે ત્યાર પછી તેના જેવી જ ભૂલ કરે તો બીજા ૧૦ અહોરાત્રનું એટલે કે કુલ ત્રણ માસનું પ્રાયશ્ચિત્ આવે * [૧૩૯૫-૧૩૯૮](ઉપરોક્ત સૂત્રમાં ત્રણ માસનું પ્રાયશ્ચિતું કહયું) તે જ પ્રમાણે ફરી ૨૦ રાત્રિ એ બીજી ૧૦ રાત્રિ એ ક્રમે વધતા વધતા ચાર માસ, ચારમાસ વીસ દિવસ, પાંચમાસ યાવત્ છ માસ સુધી પ્રાયશ્ચિત્ આવે પણ છતા માસથી વધારે પ્રાયશ્ચિતુ ન આવે [ ૧૩૯૯-૧૪૦૫] છ માસ પ્રાયશ્ચિતુ યોગ પરિહાર-પાપ સ્થાનના સેવવાથી છ માસનું પ્રાયશ્ચિત્ આવે તે પ્રાયશ્ચિતું વહન કરવા ગોઠવાયેલ સાધુ તનમધ્યે મોહના ઉદયથી બીજું એકમાસી પ્રાયશ્ચિતુ યોગ પાપ સેવન કરે પછી ગુરુ પાસે આલોચના કરે ત્યારે બીજા ૧૫ દિવસ નું પ્રાયશ્ચિતુ અપાય એટલે કે પ્રયોજન હેતુ કે કારણથી છ માસના આદિ, મધ્ય કે અંતે ભૂલ કરનારને ન્યુનાધિક એવું કુલ દોઢ માસનું વધારાનું પ્રાયશ્ચિતું આવે. એ જ રીતે પાંચ, - ચાર- -ત્રણ, -- બે, -- એક માસના પ્રાયશ્ચિતું વહન કરનારને કુલ દોઢ માસનું વધારાનું પ્રાયશ્ચિત્ આવે તેમ સમજી લેવું. [૧૪૦૬-૧૪૧૩] દોઢમાસ પ્રાયશ્ચિતુ યોગ્ય પાપસેવન ના વિનાશ માટે સ્થાપિત સાધુને તે પ્રાયશ્ચિતું વહન કરતી વેળા જો આદિ-મધ્ય કે અંતે પ્રયોજન-હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિતુ યોગ્ય પાપકર્મનું સેવન કરે તો બીજા પંદર દિવસનું પ્રાયશ્ચિતુ આપવું એટલે કે બે માસનું પ્રાયશ્ચિતું થાય. એ જ રીતે (ઉપર કહયા મુજબ) બે માસ વાળાને અઢી માસ, અઢી વાળાને ત્રણ માસ, યાવતું, સાડાપાંચ માસવાળાને છ માસનું પ્રાયશ્ચિત પરિપૂર્ણ કરવાનું થાય. | [૧૪૧૫-૧૪૨૦] અઢી માસના પ્રાયશ્ચિત્ ને યોગ્ય પાપ સેવન ના નિવારણ માટે સ્થાપિત એટલે કે તેટલા પ્રાયશ્ચિતુ નું વહન કરી રહેલ સાધુ જો કોઈ પ્રયોજનહતુ કે કારણ થી તે પ્રાયશ્ચિતુ કાળ મધ્યે જે બે માસ પ્રાયશ્ચિતુ યોગ્ય પાપનું સેવન કરે તો અધિક ૨૦ રાત્રિનું આરોપણ કરવું એટલે ૩ માસ અને પાંચ રાત્રિ નું પ્રાયશ્ચિત્ આવે. - -૩ માસ પાંચ રાત્રિ મધ્યે માસિક પ્રાયશ્ચિત યોગ્ય ભૂલવાળાને ૧૫ દિવસનું એટલે કે ૩ માસ ૨૦ - રાત્રિનું પ્રાયશ્ચિતુ. -૩ માસ ૨૦ રાત્રિ મધ્યે બે માસિક પ્રાયશ્ચિતુ યોગ્ય ભૂલ વાળાને બીજી ૨૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નિસીહ-૨૧૪૨૦ રાત્રિ એટલે ૪ માસ ૧૦ રાત્રિનું પ્રાયશ્ચિતુ. ૪ માસ- ૧૦ રાત્રિ મધ્યે માસિક પ્રાયશ્ચિતુ યોગ્ય ભૂલ વાળાને વધારાની ૧૫ રાત્રિનું એટલે કે પાંચમાસમાં પ રાત્રિ ઓછું તેટલું પ્રાયશ્ચિતુ-પાંચ માસમાં પાંચ રાત્રિ ઓછાની મધ્યે બે માસિક પ્રાયશ્ચિતુ યોગ્ય ભૂલવાળાને વધારાની ૨૦- રાત્રી એટલે કે સાડા પાંચ માસનું કુલ પ્રાયશ્ચિત -સાડા પાંચ માંસના પરિહાર-તપમાં સ્થાપિત સાધને વચ્ચે આદિ-મધ્ય કે અંતે પ્રયોજન હેતુ કે કારણવશાતુ જો માસિક પ્રાયશ્ચિત્ યોગ્ય ભૂલ કરે તો વધારાનું પાક્ષિક પ્રાયશ્ચિતું આરોપણ કરતા અનુનાધિક એવું છ માસનું પ્રાયશ્ચિત્ આવે એ પ્રમાણે આ વીસમાંઉદ્દેસામાં પ્રાયશ્ચિત્ સ્થાનો ની આલોચના પર પ્રાયશ્ચિત્ દેવાનું અને તેના વહન કાળમાં સ્થાપિત પ્રસ્થાપિત આરોપણાનું સ્પષ્ટ કથન કરાયેલું છે. વીસમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ૩૪. નિસીહ સૂત્ર ગુર્જર છાયા પૂર્ણ | પ્રથમ છેદ સૂત્ર-ગુર્જર છાયા પૂર્ણ Page #152 -------------------------------------------------------------------------- ________________ [૧૪૯] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ બૃહત્ કપ્પો ૩૫ બીજુ છેદ સૂત્ર-ગુર્જરછાયા ઉદ્દેસો-૧ 7 આ આગમ સૂત્રમાં કુલ છ ઉદ્દેસા અને ૨૧૫ સૂત્રો છે. પદ્ય કોઈ નથી. આ સૂત્રમાં અનેક વખત નિર્પ્રન્થ અને નિગ્રન્થી શબ્દ વપરાયો છે. જેનો લોકપ્રસિદ્ધ અર્થ સાધુ-સાધ્વી થાય છે. અમે પહેલાથી છેલ્લા સૂત્ર પર્યની પ્રત્યેક સ્થાને સાધુસાધ્વી અર્થ સ્વીકારીને અનુવાદ કરેલ છે. [૧] સાધુ-સાધ્વીને કેરી અને કેળા ભેદાયેલ કે કપાયેલ ન હોયતો લેવા કલ્પે નહીં. (અહીં અભિન્ન શબ્દનો અર્થ શસ્ત્ર થી અપરિણત એવો પણ થાય છે. અર્થાત્ કોઈપણ શસ્ત્ર દ્વારા તે અચિત્ત કરાયેલ હોવું જોઈએ. ફકત છેદન-ભેદનથી કેરી અચિત થયેલી ન પણ હોય, તાલ પ્રલમ્બ શબ્દથી તાળાને બદલે કેળા એવો અર્થ ચૂણી-વૃત્તિ આધારે કરેલ છે, જો કે ત્યાં અભિન્ન શબ્દનો અર્થ અપ એવો લાગું પડે છે, .. ઉપલક્ષણથી તો બધાં જ ફળ નું અહીં ગ્રહણ કરવાનું સમજવું) [૨]સાધુ-સાધ્વીને શસ્ત્ર પરિણત કે ભેદાયેલ કેરી અને કેળા લેવા કલ્પે. [૩-૪] સાધુને અખંડ કે ટુકડા કરેલ કેળું લેવું કલ્પે પણ,.. સાધ્વીને ન કલ્પે,... સાધ્વીને ટુકડા ટુકડા કરેલ કેળું જ ગ્રહણ કરવું કલ્પે.-(અખંડ કેળાનો આકાર લાંબો હોય તે જોઈને સાધ્વીને મનમાં વિકાર ભાવ જાગૃત થઈ શકે છે. અને તે કેળા વડે તેણી અનંગક્રિડા પણ કરી શકે છે. વૃત્તિકા૨ જણાવે છે કે નાના-નાના ટુકડા કરાયેલા હોવા જોઈએ. મોટા ટુકડા પણ ન ચાલે.) [૬-૯] ગામ, નગર, ખેડા, કસબો, પાટણ, ખાણ, દોણમુખ, નિગમ, આશ્રમ, સંનિવેશ એટલે પડાવ, પર્વતીય સ્થાનો, ભરવાડની પલ્લી, પરા, પુટભેદન અને રાજધાની આટલા સ્થાનો માં ફરતી વાડ-કિલ્લો આદિ હોય બહાર ઘરો ન હોયતો પણ સાધુઓને શીયાળા-ઉનાળામાં એક મહિનો રહેવું કલ્પે, .. બહાર વસ્તિ હોયતો એક મહિનો ગામમાં અને એકમહિનો ગામ બહાર એમ બે માસ પણ રહેવું કલ્પે, પણ ગામઆદિમાં રહે ત્યારે ગામની ભિક્ષા કલ્લે અને ગામ આદિની બહાર રહે ત્યારે બહા૨ના ઘરોની ભિક્ષા કલ્લે,....સાધ્વીઓને ગામ આદિ બહાર વસતિ ન હોયતો શીયાળા- ઉનાળામાં બે મહિના રહેવું કલ્પે, ..વસતિ હોય તો બે મહિના ગામમાં અને બે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ બુહકષ્પો – ૧/૯ મહિના ગામ બહાર એમ ચાર મહિના પણ રહેવું કહ્યું માત્ર એટલું કે ગામ આદિની અંદર વસે ત્યારે ગામની ભિક્ષા અને બહાર રહે ત્યારે બહારની ભિક્ષા લેવી કહ્યું. [૧૦-૧૧] ગામ...યાવતું.....રાજધાની માં જે સ્થાને એકવાડ, એકદ્વાર એક પ્રવેશ-નિર્ગમન સ્થાન હોય ત્યાં સમકાલે સાધુસાધ્વીને સાથે રહેવું ન કહ્યું પણ અનેકવાડ, અનેક દ્વાર, અનેક પ્રવેશ-નિર્ગમન સ્થાન હોયતો રહેવું કહ્યું. વગડો એટલે વાડ, કોટ, પ્રાકાર એવો અર્થ થાય છે. ગામ કે ઘરની સુરક્ષા માટે તેની ચારે તરફ ફરતી દિવાલ, વાડ આદિ બનાવેલા હોય . દ્વાર એટલે પ્રવેશ કરવાનો કે નીકળવાનો માર્ગ - પ્રવેશ નિર્ગમન એટલે આવવા- જવાની ક્રિયા. સ્પંડિલ ભૂમિ, ભિક્ષાચ કે સ્વાધ્યાય વગેરે માટે આવતા-જતા વારંવાર સાધુ-સાધ્વીના મિલન થી એક બીજા સાથે સંસર્ગ વધે, રાગભાવની વૃદ્ધિ થાય. સંયમની હાનિ થાય, લોકોમાં સંશય થાય. [૧૨-૧૩]હાટ કે બજાર, ગલી કે મોહલ્લાનો મોઢાનો ભાગ, ત્રણ ગલિ કે રસ્તા ભેગા થતા હોય તેવું ત્રિક સ્થાન, ચાર માર્ગો ના સમાગમ વાળો ચૌરાહો, છે રસ્તા ના મિલનવાળું ચત્ર સ્થાન, વસતિની એક કે બંને તરફ બજાર હોય તેવું સ્થાન, ત્યાં સાધ્વીને રહેવું ન કહ્યું, . સાધુને રહેવું કહ્યું. (આ સ્થાનોમાં સાધ્વીના બ્રહ્મચર્યભંગનો સંભવ છે માટે ન કલ્પ) [૧૪-૧૫ બારણા વગરના ખુલ્લા દ્વાર વાળા ઉપાશ્રયમાં સાધ્વીને રહેવું ન કહ્યું, ” સાધુને રહેવું કહ્યું, .. ખુલ્લા દ્વાર વાળા ઉપાશ્રયમાં એક પડદો બહારબાંધી, એક પડદો અંદર બાંધી, અંદરની બીજુ દોરાવાળું કે છિદ્રવાળું કપડું બાંધી ને સાધ્વીને રહેવું કહ્યું. (બહાર આવતા-જતા તરુણ પુરુષો, બારાત વગેરે જોઈને સાધ્વીના ચિત્તની ચંચળતા થવી. સંભવે છે. માટે ન કલ્પ) . [૧૬-૧૭ સાધ્વીઓને અંદરની બાજુ લેપ વાળું ઘટીમાત્રક (માતૃકરવા માટેનું પાત્ર) રાખવું અને ઉપયોગ કરવો કહ્યું પણ સાધુને ન કહ્યું. (સાધ્વી બંધ વસતિમાં હોય પરઠવવા માટે જરૂરી. સાધુને ખુલી વસતિમાં રહેવાનું હોય માત્રકની જરૂર ન પડે.) [૧૮] સાધુ-સાધ્વીઓને વસ્ત્રની બનેલી ચિલિમિલિકા (એક પ્રકારની મચ્છરદાની) રાખવી અને ઉપયોગ કરવી કહ્યું. [૧૯]સાધુ-સાધ્વીઓને જળાશયને કિનારે ઉભવું બેસવું, સુવું, નિદ્રા લેવીઊંઘવું, અશનાદિ આહાર ખાવા-પીવો મળ-મૂત્ર-શ્લેષ્મ- નાકના મેલ વગેરે નો ત્યાગ કરવો, સ્વાધ્યાય, ધર્મ-જાગરણ કરવું કે કાયોત્સર્ગ કરવો ન કલ્પે. [૨૦-૨૧]સાધુ સાધ્વીઓને સચિત્ર ઉપાશ્રયમાં રહેવું ન કલ્ય, .. ચિત્રરહિત ઉપાશ્રયમાં રહેવું કહ્યું. ચિત્રો રાગાદિ ઉત્પતિનું નિમિત્ત બની શકે છે.) [૨૨-૨૪]સાધ્વીને સાગારિકની નિશ્રાવગરના ઉપાશ્રયમાં રહેવું ન કલ્પે. .. પણ નિશ્રાવાળા ઉપાશ્રયમાં રહેવું કલ્પ.સાધુને બંને પ્રકારે રહેવું કલ્પ. (સાધુવર્ગ સશકત, દઢચિત્ત અને નિર્ભય હોય માટે કહ્યું). [૨૫] સાધુ-સાધ્વી ને સાગારિક ઉપાશ્રયમાં રહેવું ન કલ્પે, કારણે અલ્પ સાગરિક ઉપાશ્રયમાં રહેવું કહ્યું. (સાગારિક એટલે જ્યાં આગાર-ગૃહસંબંધિ વસ્તુચિત્ર, આદિ રહેલા હોય) Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉદેસો-૧, સૂત્ર-૨૬ ૧૫૧ [૨-૨૯] સાધુઓને સ્ત્રી સાગારિક ઉપાશ્રયમાં રહેવું ન કલ્પ... સાધ્વીઓને કલ્પ... સાધુઓને પુરુષ સાગારિક ઉપાશ્રયમાં રહેવું કો... સાંપ્નીઓને ન કહ્યું. ૩િ૦૩૧સાધુઓને પ્રતિબદ્ધ વસતિમાં રહેવું ન કહ્યું.. સાધ્વીઓને કહ્યું. (ઉપાશ્રયની દિવાલ કે ઉપાશ્રયનો કોઈભાગ ગૃહસ્થના ઘર સાથે જોડાયેલો હોય તે પ્રતિબદ્ધ કહેવાય) [૩૨-૩૩] ઘરના મધ્યમાં થઈને જે ઉપાશ્રયમાં જવા-આવવા નો માર્ગ હોય તે ઉપાશ્રયમાં સાધુને રહેવું ન કહ્યું, ..સાધ્વીને રહેવું કલ્ય. [૩૪]સાધુ-સાધ્વી કોઈની સાથે કલહ થયા પછી ક્ષમા યાચના કરી કલહને ઉપશાંત કરે, પ્રાયશ્ચિત્ આદિ દ્વારા ફરી કલહ ન કરવા પ્રતિબદ્ધ થઈ સ્વયં પણ ઉપશાંત થઈ જાય ત્યાર બાદ જેની સાથે ક્ષમાયાચના કરી હોય તેની ઈચ્છા હોયતો આદર-સન્માન-વંદન-સહવાસ-ઉપશમન કરે અને ઈચ્છાન હોય તો આદર વગેરે ન કરે, જે ઉપસમે છે તેને આરાધના છે, જે ઉપશકો નથી તેને આરાધના નથી, હે ભગવન્! એમ કેમ કહયું? શ્રમણ જીવનમાં ઉપશમ એ જ સાર છે. [૩પ-૩] સાધુ-સાધ્વીઓને ચોમાસામાં વિહાર કરવો ન કહ્યું, . શીયાળાઉનાળામાં વિહાર કરવો કલ્પ. [૩૭]સાધુ-સાધ્વીઓને વિરુદ્ધ-અરાજક કે વિરોધી રાજયમાં જલ્દી કે વારંવાર આવવું-જવું કે આવાગમન ન કલ્પે. જે સાધુ સાધ્વી આ પ્રમાણે કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે તે તીર્થંકર અને રાજા બંનેની આજ્ઞાનું અતિક્રમણ કરે છે અને અનુદ્ધાતિક ચાતુમસિક પરિહાહસ્થાન પ્રાયશ્ચિતું ને પાત્ર થાય છે. - વૈજ્જ શબ્દના અર્થ અનેક છે, પેઢી દરપેઢીથી ચાલતું વેર, બે રાજ્યો વચ્ચે વેર હોય, જ્યાં બાજુના રાજ્યના ગામ-આદિ સળગાવતો રાજા હોય, જેના મંત્રી સેનાપતિ રાજા વિરુદ્ધ હોય વગેરે [૩૮-૩૯]ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશેલ કે વિચાર (ઈંડિલ) ભૂમિ કે સ્વાધ્યાભૂમિજવા બહાર સાધુને નીકળતા કોઈ વસ્ત્ર, પાત્ર કંબલ કે રજોહરણ માટે પૂછે ત્યારે વસ્ત્રાદિને આગાર સાથે ગ્રહણ કરે, લાવેલ વસ્ત્રાદિ ને આચાર્યના ચરણમાં રાખી બીજી વખત આજ્ઞા લઈ પોતાની પાસે રાખવાનું કે તેનો ઉપયોગ કરવાનું કહ્યું. ૪િ૦-૪૧] ગૃહસ્થના ઘરમાં આહાર માટે ગયેલ કે વિચાર (સ્થડિલ) ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિ જવા બહાર નીકળેલા સાધ્વીને કોઈ વસ્ત્ર આદિ ગ્રહણ કરવા માટે પૂછે તો આગારરાખી વસ્ત્રાદિ ગ્રહણ કરે, લાવેલ વસ્ત્રાદિને પ્રવર્તિનીના ચરણોમાં રાખી પુનઃ આજ્ઞા લઈ તેને પોતાની પાસે રાખવાનું કે ઉપયોગ કરવાનું કહ્યું છે. [૪૨-૪૭] સાધુ-સાધ્વીઓને રાત્રે કે વિકાલે (સંધ્યાકાળે) -૧. પૂર્વપ્રતિલેખિત શપ્યા-સંસ્મારક ને છોડીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેવું ન કલ્પ, . એ જ રીતે -૨-ચોરીને કે છીનવીને લઈ ગયેલ વસ્ત્ર ઉપયોગ કરીને, ધોઈને, રંગીને, વસ્ત્ર પરના ચિહ્નો મીટાવીને, ફેરફાર કરીને કે સુવાસિત કરીને પણ કોઈ પાછું આપી જાય તો તેવા આહત ચાહત વસ્ત્ર સિવાય ના વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ ગ્રહણ કરવું ન કહ્યું, -૩- માર્ગગમન કરવું ન કહ્યું, ૪- સંખડિમાં જવાનું કે સંખડિ (મોટો જમણવાર) ને માટે અન્યત્ર જવાનું ન કલ્પે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ બુહતુષ્પો – ૧૪૮ [૪૮-૪૯]રાત્રે કે સંધ્યા સમયે ચંડિલ કે સ્વાધ્યાય ભૂમિ જવા માટે ઉપાશ્રયની બહાર જવું- આવવું એકલા સાધુ કે સાધ્વી ને ન કહ્યું. સાધુને એક કે બે સાધુ સાથે અને સાધ્વીને એક-બે ત્રણ સાધ્વી સાથે હોયતો બહાર જવું કહ્યું. [૫૦] સાધુ- સાધ્વીઓને પૂર્વમાં અંગ-મગધ, દક્ષિણમાં કોસાંબી, પશ્ચિમમાં યૂણા, ઉત્તરમાં કુણાલ સુધી જવું કહ્યું આટલું જ આર્ય ક્ષેત્ર છે તેની બહાર જવું ન કલ્પે. જો જ્ઞાન-દર્શન ચારિત્ર વૃદ્ધિ ની સંભાવના હોય તો જઈ શકે તે પ્રમાણે હું તમને કહું છું) ઉદેસા-૧ ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર-છાયા પૂર્ણ (ઉદેસી-૨ પિ૧-૫૩ ઉપાશ્રય ની ફરતે કે આંગણામાં ચોખા, ઘઉં, મગ, અડદ, તલ, કળથી, જવ કે જુવાર ના અલગ અલગ ઢગલા હોય તે ઢગલાં પરસ્પર સંબંધિત હોય, બધાં ધાન્ય એકઠા હોય કે છુટાં પડેલા હોય તો જઘન્ય થી ભીના હાથની રેખા સૂકાય અને ઉત્કૃષ્ટ થી પાંચદિવસ જેટલો કાળ પણ સાધુ-સાધ્વી ને ત્યાં રહેવું ન કહ્યું, . . પણ જો એમ જાણે કે ચોખા વગેરે છૂટા-ફેલાયેલા અલગ ઢગલામાં કે પરસ્પર મળેલા નથી પણ ઢગલા કે પુંજ રૂપે ભિન્ન ના સહારે- કંડીમાં રાખ આદિથી ચિલ કરાયેલ, છાણથી લિંપિત, ઢાંકેલા છે તો શિયાળા-ઉનાળામાં રહેવું કહ્યું, .. જો એમ જાણે રાશિ-પંજ આદિ રૂપે નહીં પણ કોઠા કે પાણીમાં ભરેલા, માંચડા કે માળા ઉપર સુરક્ષિત, માટી કે છાણથી લેપેલ, વાંસણથી ઢાંકેલ, ચિલ કરેલ કે મુહબંધ કરાયેલ હોય તો સાધુ-સાધ્વી ને વષવિાસ રહેવું પણ કહ્યું. [૫૪-૫૭ ઉપાશ્રયના આંગણામાં મદિરા કે મધના ભરેલા ઘડા રાખેલા હોય, .. અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીના ઘડા ભરેલા હોય ત્યાં .. ત્યાં આખીરાત્રિ અગ્નિબળતો હોય કે દીવો સળગતો હોય તો ભીના હાથની રેખા સુકાય તેટલો કાળ રહેવું કલ્પ નહીં કદાચ ગવેષણા કરવા છતાં બીજું સ્થાન ન મળે તો એક કે બે રાત્રિ રહેવું કહ્યું પણ જો વધુ રહે તો જેટલા રાત-દિવસ વધુ રહે તે તેટલું છેદ કે પરિહાર પ્રાયશ્ચિતુ આવે. [૫૮-૬] ઉપાશ્રયના આંગણામાં માવો, દુધ, દહીં માખણ, ઘી, તેલ, ગોળ, માલપૂઆ, લાડું, પૂરી, શ્રીખંડ, શિખરણ રખાયેલા-ફેલાયેલા-ઢગલા રૂપે કે છુટા છવાયા પડેલા હોયતો સાધુ-સાધ્વીઓને ત્યાં હાથના પર્વની રેખા સુકાય તેટલો કાળ પણ રહેવું ન કહ્યું. પરંતુ જો વ્યવસ્થિત ઢગરૂપે, ભિત્ત ની તરફ, કુંડી બનાવીને, ચિલ કે અંકિત કરીને અથવા ઢંકાયેલા હોયતો શિયાળા- ઉનાળામાં રહેવું કહ્યું. જો ઢગ કે પંજ આદિ સ્વરૂપે નહીં પણ કોઠા કે પલ્યમાં ભરેલા, માંચડા કે માળા ઉપર સુરક્ષિત, કોડી કે બોઘેણામાં રાખેલા, જેના મોઢા માટી કે છાણથી લિપ્ત હોય, વાંસણથી ઢાંકેલા હોય, ચિલ કે મોહર મારેલી હોય તો ત્યાં વષવાસ કરવો પણ કહ્યું. [૬૧-૬૨]આગમન ગૃહ, ચારે તરફના ખુલ્લા ઘર, છાપરા કે વૃક્ષ કે અલ્પઆવૃત્ત આકાશ નીચે સાધ્વીઓને રહેવું ન કલ્પ, અપવાદે સાધુને કહ્યું. [૩]જે ઉપાશ્રયનો સ્વામી એક જ હોય તે એક સાગારિક પારિવારિક અને જ્યાં બે-ત્રણ-ચાર પાંચ સ્વામી હોય તો તે બધા સાગારિક પારિવારિક છે. (જો વધારે સાગારિક હોયતો) ત્યાં એકને કલ્પાક- સાગરિક તરીકે સ્થાપી તેને પારિવારિક માની Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-૨, સૂત્ર-૬૩ ૧૫૩ બાકીના ને ત્યાંથી આહાર-આદિ લેવા જવું. (સાગારિક એટલે શય્યાતર કે વસતિના સ્વામી, પારિવારિક એટલે જેના અન્ન-પાણી નો પરિહાર-ત્યાગ કરવાનો છે તે, કલ્પાક એટલે કોઈ એકને મુખ્યપણે સ્થાપવો તે, નિવિસેન્જ-શય્યાતર ન ગણવો તે). [૬૪-૬૮] સાધુ-સાધ્વી ને સાગારિક પિંડ અથતિ વસતિ-દાતાના ઘરનો આહાર, જે ઘરની બહાર ન લઈ જવાયો હોય, અને કદાચ બીજાને ત્યાં બનેલ આહાર સાથે મિશ્ર થયેલો હોય કે ન હોય- તે લેવો ન કહ્યું, .. જો ઘરની બહાર તે પિંડ લઈ જવાયો હોય પણ બીજાને ત્યાં બનેલ આહાર સાથે મિશ્ર ન થયો હોય તો પણ લેવો ન કહ્યું. પરંતુ જે મિશ્ર આહાર હોય તો લેવો કલ્પ, .. અગર તે પિડ બહારના આહાર સાથે મિશ્રિત ન હોય તો પછી તેને મિશ્ર કરવો ન કલ્પે. .. જો તે મિશ્રિત કરે-કરાવેકરનારની અનુમોદના કરે તો તે લૌકિક અને લોકોત્તર મયદાનું અતિક્રમણ કરતો. અનુઘાતિક ચાતુમાસિક પરિહાર તપરૂપ પ્રાયશ્ચિત્ ને પાત્ર થાય છે. [૬૯-૭૦ ને બીજા ઘેર થી આવેલ આહાર ને સાગારિક પોતાના ઘરમાં ગ્રહણ કરેલ હોય અને તે આપે તો સાધુ-સાધ્વીને લેવો ન કલ્પ . તેનો સ્વીકાર કરેલ ન હોય અને પછી આપે તો કહ્યું. [૭૧-૭૨] સાગરિકના ઘેરથી બીજે ઘેર લઈ જવાયેલ આહારને જો ગૃહસ્વામીએ સ્વીકાર કર્યો ન હોય અને કોઈ આપે તો સાધુ-સાધ્વીને લેવો ન કહ્યું, .. જો ગૃહસ્વામી એ સ્વીકાર કરી લીધો હોય અને પછી કોઈ આપે તો લેવો કલ્પ. [૭૩-૭૪](સાગારિક તથા અન્ય વ્યકિતઓને માટે સંયુક્ત નિષ્પન્ન ભોજનમાંથી) સાગારિકનો વિભાગ નિશ્ચિતુ-પૃથક-નિધરિત-જૂદો કઢાયેલ ન હોય અને તેમાંથી કોઈ આપે તો સાધુ-સાધ્વી ને લેવું ન કલ્પે, .. પણ જો સાગારિક ના વિભાગ આદિ અલગ કરાયેલા હોય અને કોઈ આપે ત્યારે લેવું કહ્યું. [૭૫-૭૮] સાગરિકે પોતાના પૂજ્ય પુરુષો કે મહેમાનો ને આશ્રિને જે આહાર-વસ્ત્ર-કંબલ આદિ ઉપકરણ અને બનાવ્યા હોય કે દેવા માટે રાખેલ હોય તે પૂજ્યજન કે મહેમાનોને અપાયા પછી જે કંઈ વધે તે સાગારિક ને પરત કરવા યોગ્ય હોય કે, .. ના હોય વધેલ ભાગમાંથી સાગારિક કે તેના કુટુંબીજનો કંઈ આપે તો સાધુ-સાધ્વીને લેવું ન કહ્યું, .. તે પૂજ્ય પુરુષ કે મહેમાન આપે તો પણ લેવું ન કહ્યું. [૭૦]સાધુ-સાધ્વીઓને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવા કહ્યું. જાંગમિક-ગમનાગમન કરતા ભેડ-બકરી વગેરે ના વાળમાંથી બનેલ, ભાંગિકઅળસી આદિની છાલથી બનેલ, સાનક-શણ ના બનેલ, પોતક- કપાસના બનેલ, તિરિડપટ્ટ-તિરિડવૃક્ષના વલ્કલમાંથી બનેલ વસ્ત્રો. [૮]સાધુ- સાધ્વીઓને પાંચ પ્રકારના રજોહરણ રાખવા કે ઉપયોગ કરવા. કલ્પે. ઉનનું, ઊંટના વાળનું, શણનું, વચ્ચક નામના ઘાસનું, મુજ ન ઘાસ ફૂટીને તેનો કર્કશ ભાગ દૂર કરીને બનાવેલ બીજા ઉદ્દેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ ઉિસો-૩) [૮૧-૮૨] સાધુને સાધ્વીના અને સાધ્વીને સાધુના ઉપાશ્રય માં રહેવું, બેસવું Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ બુહો – ૩/૮૩ સવું, નિદ્રા લેવી, ઊંઘી જવું, અશનાદિ આહાર કરવો, મળ-મૂત્ર. કફ-નાકના મેલનો ત્યાગ કરવો, સ્વાધ્યાય-ધ્યાન કે કાયોત્સર્ગ કરવો ન કલ્પે. [૮૩-૮૪]સાધ્વી ને (શયન-આસન માટે) રૂંવાટીવાળું ચામડું લેવું ન કહ્યું, .. સાધુને કહ્યું. પણ તે વાપરેલું કે નવું ન હોય, પાછું દેવાનું હોય, ફકત એક રાત્રિ માટે ઉપયોગમાં લાવેલું હોય પણ અનેક રાત્રિ માટે ઉપયોગમાં લેવાનું ન હોય [૮૫-૮૮] સાધુ-સાધ્વીને અખંડ ચામડું, .. વસ્ત્રો, કે આખા તાકા, પાસે રાખવા કે ઉપયોગ કરવાનું ન કલ્પ, . પણ (કારણે) ચર્મખંડ, ટુકડા કરેલા કે તાકામાંથી પ્રમાણાનુસાર ફાડેલા વસ્ત્રો રાખવા અને ઉપયોગ કરવા કહ્યું. [૮૯-૯૦] સાધુને અવગ્રહાનંતક (ગુપ્તાંગ આવરક વસ્ત્ર અને અવગૃહ પટ્ટક) અવગ્રહાનંતક આવરક વસ્ત્ર રાખવું કે ઉપયોગ કરવો ન કલ્પ, સાધ્વી ને કહ્યું. [૧]ગૃહસ્થને ઘેર આહાર લેવા ગયેલ સાધ્વીને જો વસ્ત્રની આવશ્યકતા હોય તો આ વસ્ત્ર મારા માટે લઉ છું “એમ સ્વનિશ્રાએ વસ્ત્ર લેવું ન કહ્યું પણ પ્રવર્તિની નિશ્રાએ લેવું કલ્પ (અથાત્ પ્રવર્તિની આજ્ઞા ન આપે તો વસ્ત્ર પરત કરવું). જો પ્રવર્તિનીની વિદ્યમાન ન હોય તો ત્યાં વિદ્યમાન એવા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી, ગણધર, ગણાવચ્છેદક કે જે ગીતાર્થ હોય તેની નિશ્રાએ વસ્ત્ર લેવું કહ્યું. [૯૨-૯૩પહેલી જ વખત પ્રવજિત થનાર સાધુને રજોહરણ, ગુચ્છા, પાત્ર તેમજ ત્રણ અખંડ વસ્ત્ર, . (સાધ્વીને ચાર અખંડ વસ્ત્ર) પોતાની સાથે લઈને પ્રવજિત થવું કહ્યું જો પહેલાં પ્રવજિત થયા હોય તો ન કહ્યું પણ યથા પરિગ્રહિત વસ્ત્રોને લઈને આત્મભાવથી પ્રવજિત થવું કહ્યું. (અહીં દીક્ષા- વડી દીક્ષાના અનુસંધાને સમજવું) ૯િ૪] સાધુ-સાધ્વીઓને પ્રથમ સમવસરણ અર્થાતુ વષવિાસ માં વસ્ત્ર ગ્રહણ કરવા ન કહ્યું, .. પણ બીજા સમવસરણ અર્થાત્ વષરવાસચાતુમાસ પછી કહ્યું. [૯૫-૯૭સાધુ-સાધ્વીઓને ચારિત્ર પર્યાયના ક્રમમાં વસ્ત્ર, શય્યા-સંથારો ગ્રહણ કરવો અને વંદન કરવું કહ્યું. [૯૮-૧૦૦] સાધુ-સાધ્વીને ગૃહસ્થ ના ઘરમાં કે બે ઘરની વચ્ચે ઉભવું. બેસવું, ઉભા-ઉભા કાયોત્સર્ગ કરવો, . ચાર પાંચ ગાથાઓનું ઉચ્ચારણ, પદચ્છેદ, સૂત્રાર્થકથન, ફળકથન કરવા, .. પાંચ મહાવ્રતોના ઉચ્ચારણ આદિ કરવા ન કલ્પે. (કદાચ કોઈ ઉત્કટ જિજ્ઞાસા વાળા હોયતો) ફકત એક દષ્ટાંત, એક પ્રશ્નોત્તર, એક , ગાથા કે એક શ્લોક નું એક સ્થાને સ્થિર રહી ઉચ્ચારણ આદિ કરવું કહ્યું. [૧૦૧-૧૦૨] સાધુ-સાધ્વીને સાગારિકના શયા-સંસ્મારક જે ગ્રહણ કરેલ હોય તે કાર્ય પૂર્ણ થયે “અવિકરણ” (જેમ જે રીતે લીધો હોય તેમ તે રૂપે પરત ન કરવો તે) રાખી ગમન કરવું ન કલ્પે .. “વિકરણ” (તે જ સ્વરૂપે પરત) કરી ગમન કરવું કહ્યું. [૧૦૩સાધુ-સાધ્વીએ પ્રાતિહારિક-(પરત કરવા યોગ્ય) કે સાગારિક (શય્યાતર) ના શયા-સંથારો જો ગુમ થઈ જાયતો તેને શોધવો જોઈએ, જો મળી જાયતો જેનો હોય તેને પરત કરવો જોઈએ. જો ન મળે તો ફરીથી આજ્ઞા લઈને બીજો શધ્યા-સંથારો ગ્રહણ કરી ઉપયોગમાં લેવો. [૧૦]જે દિવસે શ્રમણ સાધુ શયા-સંથારો છોડીને વિહાર કરે તે જ દિવસે કે ત્યારે બીજા શ્રમણ-સાધુ આવી જાય તો પૂર્વગૃહિત આજ્ઞાથી શય્યા-સંથારો Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉદેસો-૩, સૂત્ર-૧૦૫ ૧૫૫ ગ્રહણ કરી શકે છે. કેમકે અવગ્રહ ભીના હાથની રેખા સુકાય ત્યાં સુધીનો હોય છે.. [૧૦પજો તે ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી ઉપયોગી અચિત્ત પદાર્થ ભૂલી ગયા કે છોડી ગયા હોય તો (નવા આવનાર સાધુ-સાધ્વી) પૂર્વગૃહીત આજ્ઞાથી ગ્રહણ કરી શકે છે કેમકે અવગ્રહ ભીના હાથની રેખા સુકાય ત્યાં સુધીનો હોય છે. [૧૦૬-૧૦૭] જે ઘર કામમાં ન આવતું હોય, અનેક સ્વામીમાંથી કોઈ એક સ્વામીએ પોતાને આધિન ન કર્યું હોય, કોઈ વ્યક્તિ દ્વારા પરિગૃહિત ન હોય અથવા કોઈ યક્ષ-દેવ આદિએ ત્યાં વાસ કર્યો હોય તો તે ઘરનો પહેલાં જે માલિક હોય તેની આજ્ઞા લઈ ત્યાં (સાધુ-સાધ્વી) રહી શકે છે, .. (તેનાથી વિપરીત) જો તે ઘર કામમાં ન આવતું હોય, એક સ્વામી હોય, અન્ય દ્વારા પરિગૃહિત હોય તો ભિક્ષુ ભાવથી આવેલા બીજા સાધુએ બીજી વખત આજ્ઞા લેવી જોઈએ. કેમકે અવગ્રહ ભીના હાથની રેખા સુકાય તેટલા કાળમો હોય છે. [૧૦૮]ઘર-ભીંત-કિલ્લા અને નગર મધ્યેનો માર્ગ, ખાઈ, રસ્તા કે વાડની નજીક સ્થાન ગ્રહણ કરવું હોય તો તેના સ્વામી અને રાજાની પૂર્વ અનુજ્ઞા છે. અર્થાતુ સાધુ-સાધ્વી કોઈની આજ્ઞા લીધા વિના ત્યાં રહી શકે છે. [૧૦] ગામ યાવત્ રાજધાનીની બહાર શત્રુસેના દળ જોઈને સાધુસાધ્વીઓને તે જ દિવસે પાછા આવવું કહ્યું પણ બહાર રહેવું ન કલ્પે જે સાધુસાધ્વી બહાર રાત્રિ રહે, રહેવા કહે, રહેનારનું અનુમોદન કરે તે જિનાજ્ઞા અને રાજાજ્ઞા નું ઉલ્લંઘન કરતો અનુદ્દઘાતિક ચાતુમિિસક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ ને પ્રાપ્ત કરે છે. [૧૧]ગામ યાવતુ સંનિવેશ માં પાંચ કોશ નો અવગ્રહ ગ્રહણ કરલો કલ્પે. ભિક્ષા આદિ માટે અઢીકોશ જવાના- અઢીકોશ આવવાનું કહ્યું) ત્રીજા ઉદેશા-ની મુનિ દીપ રત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. (ઉદ્દેશો-૪) [૧૧૧]અનુઘ્રાતિક પ્રાયશ્ચિત પાત્ર આ ત્રણ કહયા છે- હસ્તકર્મ કરનાર, મૈથુન સેવનાર, રાત્રિભોજન કરનાર. (અનુદ્દાતિક- જે દોષનું ગુરુપ્રાયશ્ચિત્ થી કઠિનતા એ શુદ્ધિ થઈ શકે છે તે) [૧૧૨] પારાચિક પ્રાયિશ્ચત પાત્ર ત્રણ કહયા છે- દુષ્ટ, પ્રમત્ત, પરસ્પર મૈથુન સેવી. (પારાંચિક-પ્રાયશ્ચિતના દશ ભેદો માં સૌથી વધુ આકરું પ્રાયશ્ચિતુ, દુષ્ટ-કષાયથી અને વિષયથી અધમ બનેલ, પ્રમત્ત, મદ્યવિષય-કષાય-વિકથા- નિદ્રાથી પ્રમાદાધીન થયેલા) [૧૧૩]અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતું પાત્ર આ ત્રણ કહ્યા છે. સાધર્મિકોની વસ્તુની ચોરી કરનાર, અન્યધર્મીની વસ્તુની ચોરી કરનાર, હાથ વડે તાડન કરનાર. | [૧૧૪-૧૧૫]જાત નપુસંક, કામવાસના દમન માં અસમર્થ, પુરુષત્વહીન કાયર પુરુષ આ ત્રણ પ્રકારના મનુષ્યો (દીક્ષા) પ્રવજ્યા આપવા, – મુંડિત કરવા, શિક્ષા આપવા ઉપસ્થાપના કરવા એક માંડલી માં આહાર કરવા કે હંમેશાં સાથે રાખવા માટે અયોગ્ય છે. અર્થાતુ આ ત્રણમાંથી કોઈને પ્રવજિત કરવા આદિ કાર્યો કરવા ન કલ્પે. [૧૧૬]અવિનીત, ઘી વગેરે વિગઈમાં આસકત, અનુપશાંત ક્રોધી આ ત્રણને વાચના દેવી ને કહ્યું, .. વિનિત, વિગઈમાં અનાસકત, ઉપશાંત ક્રોધવાળા ને કહ્યું. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫દ બુકપ્પો – ૪/૧૧૭ [૧૧૭-૧૧૮દુષ્ટ- તત્વોપદેણ પ્રતિ દ્વેષ રાખનાર, મૂળ-ગુણ-દોષથી અનભિજ્ઞ, યુક્ઝાહિત-અંધશ્રદ્ધાવાળો દુરાગ્રહી આ ત્રણ દુબોંધ્ય કહયા છે. અદુષ્ટ, અમૂઢ, અયુગ્રહિતુ આ ત્રણ. સુબોમ્બ કહયા છે. [૧૧૯-૧૨ ગ્લાન સાધ્વી હોય તો તેના પિતા, ભાઈ કે પુત્ર અને ગ્લાન સાધુ હોયતો તેની માતા, બહેન કે પુત્રી તે સાધુ કે સાધ્વી પડી જતા હોયતો હાથનો ટેકો આપે, પડી ગયા હોયતો ઉભા કરે, આપમેળે ઉઠ્યા-બેસવા અસમર્થ હોય તો ટેકો આપે ત્યારે તે સાધુ-સાધ્વી વિજાતીય વ્યક્તિના સ્પર્શની (પૂવનુભૂત મૈથુન ની સ્મૃતિ થી) અનુમોદના કરે તો અનુઘાતિક ચાતુર્માસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ આવે. [૧૨૧-૧૨૨]સાધુ-સાધ્વીએ અશન આદિ આહાર પ્રથમ પોરિસી એટલે કે પ્રહર માં ગ્રહણ કરેલ હોય અને છેલ્લી પોરિસિ સુધી નો કાળ કે બે કોશ ની મર્યાદા કરતા વધુ દૂરના ક્ષેત્ર સુધી પોતાની પાસે રાખે અથ આ કાળ અને ક્ષેત્ર મયદા ના ઉલ્લંઘન સુધી તે આહાર રહી જાય તો તે આહાર પોતે ખાય નહીં, અન્ય સાધુ કે સાધ્વીને આપે નહીં પણ એકાંતમાં સર્વથા અચિત્ત સ્થાને પરઠવી દે. જો તેમ ન કરતા પોતે ખાય કે બીજા સાધુ-સાધ્વીને આપે તો લઘુ ચોમાસી પ્રાયશ્ચિત ના ભાગી થાય છે. [૧૨૩]આહારને માટે ગૃહસ્થના ગૃહ સમુદાય માં પ્રવેશી નિર્ગળે ઉગમ ઉત્પાદન અને એષણા દોષમાંથી કોઈ એક દોષ યુક્ત અનેષણીય અન્ન-પાન ગ્રહણ કરી લીધું હોયતો તે આહાર તે જ સમયે “ઉપસ્થાપના ન કરાયેલા એવા” શિષ્યને આપી દેવો અથવા એષણીય આહાર આપ્યા બાદ દેવું કહ્યું. જો કોઈ અનુપસ્થાપિત શિષ્ય ન હોય તો તે અષણીય આહાર પોતે ખાય નહીં બીજાને આપે નહીં પરંતુ એકાંત એવા અચિત્ત સ્થાનમાં પ્રતિલેખન-પ્રમાર્જન કરી પરઠવી દેવો જોઈએ [૧૨૪] અશનાદિ આહાર કલ્પસ્થિત (અચેલી આદિ દશ પ્રકારના કલ્પમાં સ્થિત પ્રથમ ચરમ જિન શાસન ના સાધુઓ) ને માટે બનાવેલો હોય તે અકલ્પસ્થિત (અચેલક આદિ કલ્પમાં સ્થિત નથી એ મધ્યના બાવીસ જિનશાસનના સાધુઓ) ને કહ્યું. [૧૨પજો કોઈ ભિક્ષુ સ્વગણમાંથી નીકળી અન્યગણ નો સ્વીકાર કરવા ઈચ્છતો આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગણધર કે ગણાવચ્છેદક ને પૂછયા વિના અન્ય ગણનો સ્વીકાર કરવો ન કલ્પે પણ આચાર્ય ભાવતુ ગણાવચ્છેદક ને પૂછીને અન્ય ગણનો સ્વીકાર કરવા કહ્યું છે. જો તેઓ આજ્ઞા આપે તો અન્ય ગણનો સ્વીકાર કરવા કહ્યું છે. અને જો આજ્ઞા ન આપે તો અન્ય ગણનો સ્વીકાર કરવો ન કલ્પે. [૧૨૬]ો ગણાવચ્છેદક સ્વગણમાંથી નીકળી અન્ય ગણનો સ્વીકાર કરવા ઈચ્છે તો પહેલાં પોતાનું પદ છોડીને અન્ય ગણનો સ્વીકાર કરવો કહ્યું, આચાર્ય યાવતુ ગણાવચ્છેદક ને પૂછયા સિવાય અન્ય ગણનો સ્વીકાર કરવો ન કહ્યું પણ પૂછીને જો આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કલ્પે. [૧૧૭]જો આચાર્ય કે ઉપાધ્યાય કદાચ પોતાના ગણમાંથી નીકળીને બીજા ગણમાં જવા ઈચ્છે તો તેઓ ને પોતાના પદનો ત્યાગ કરીને બીજા ગણમાં જવું કહ્યું. (જેઓને પોતાનો પદભાર સોંપેલ હોય તેવા) આચાર્ય યાવતું ગણા વચ્છેદકને પૂછયા સિવાય અન્ય ગણનો સ્વીકાર કરવો ન કલ્પે પૂછયા પછી આજ્ઞા મળે તો અન્યગણમાં જવું અને આજ્ઞા ન મળે તો ન કહ્યું. Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-૪, સૂત્ર–૧૨૮ ૧૫૭ [૧૨૮-૧૩૦જો કોઈ સાધુ.. ગણાવચ્છેદક,.. આચાર્ય કે ઉપાધ્યાય પોતાના ગણમાંથી નીકળીને બીજા ગણ સાથે માંડલી વ્યવહાર કરવા ઈચ્છે તો જે પદસ્થાને હોય તો પોતાના પદનો ત્યાગ કરવો તેમજ બધાંઆચાર્ય યાવતુ ગણાવચ્છેદનની આજ્ઞા લીધા સિવાય ન કહ્યું જો આજ્ઞા માંગે અને આચાયદિ દ્વારા તેમને આજ્ઞા મળે તો અન્ય ગણ સાથે માંડલી વ્યવહાર કરવો કલ્પે, જો આજ્ઞા ન મળેતો ન કહ્યુંઅન્ય ગણમાં ઉત્કૃષ્ટ ધાર્મિક શિક્ષાદિ પ્રાપ્ત ન થતા હોય તો ન કહ્યું [૧૩૧-૧૩૩]જો કોઈ સાધુ, . ગણાવચ્છેદક, આચાર્ય કે ઉપાધ્યાય બીજા ગણના આચાર્ય કે ઉપાધ્યાય નો ગુરુ ભાવથી સ્વીકાર કરવા ઈચ્છે તો જે પદસ્થ છે તેઓએ પોતાના પદનો ત્યાગ કરવો અને ભિક્ષઆદિ સર્વેએ આચાર્ય યાવતુ ગણા “વચ્છેદક ની આજ્ઞા લેવી જોઈએ. જે આજ્ઞા માંગે પણ આજ્ઞા ન મળે તો અન્ય આચાર્ય ઉપાધ્યાય નો ગુરુ ભાવે સ્વીકાર કરવો ન કલ્પે. જો આજ્ઞા આપે તો કહ્યું. સ્વગણના આચાર્ય-ઉપાધ્યાયને કારણ જણાવ્યા સિવાય અન્ય આચાર્યઉપાધ્યાયનો ગુરુભાવે સ્વીકાર કરવો ન કહ્યું પરંતુ કારણ બતાવીને કહ્યું. [૧૩૪]ો કોઈ સાધુ રાત્રે કે વિકાલ-સંધ્યા સમયે મૃત્યુ પામે તો તે મૃત ભિક્ષના શરીરને કોઈ વૈયાવચ્ચ કરનાર સાધુ એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશે પરઠવવા ઈચ્છે ત્યારે જો ત્યાં ઉપયોગમાં આવી શકે તેવું ગૃહસ્થનું અચિત્ત ઉપકરણ હોય તો તે ઉપકરણ ગૃહસ્થનું જ છે તેમ માનીને ગ્રહણ કરે. તેના વડે તે મૃત ભિક્ષુના શરીરને એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશ માં પરઠવે. ત્યાર પછી તે ઉપકરણને યથાસ્થાને રાખી દેવું. [૧૩૫]ો કોઈ સાધુ કલહ કરીને તે કલહને ઉપશાંત ન કરે તો તેને ગૃહસ્થોના ઘરોમાં ભક્ત-પાન ને માટે પ્રવેશ- નિષ્ક્રમણ કરવા, સ્વાધ્યાય ભૂમિ કે મળ-મૂત્ર ત્યાગ ભૂમિમાં પ્રવેશ કરવો, એક ગામથી બીજે ગામ જવું, એક ગણથી બીજા ગણમાં જવું. વર્ષાવાસ (ચોમાસું) રહેવું ન કલ્પે જ્યાં તે પોતાના બહુશ્રુત કે બહુ આગમજ્ઞ આચાર્ય કે ઉપાધ્યાયને જુએ ત્યાં તેની પાસે આલોચના-પ્રતિક્રમણ- નિંદા- ગહ કરે, પાપથી નિવૃત્ત થાય, પાપ ફળથી શુદ્ધ થાય, પુનઃ પાપકર્મ ન કરવા પ્રતિજ્ઞાબદ્ધ થાય, યથાયોગ્ય તપકર્મ પ્રાયશ્ચિત્ સ્વીકાર કરે, જો કે તે પ્રાયશ્ચિત્ શ્રુતાનુસાર દેવાયું હોય તો તેને ગ્રહણ કરવું પણ શ્રુતાનુસાર ન દેવાયુ હોય તો ગ્રહણ ન કરવું. જે તે કલહ કરનારો શ્રુતાનુસાર પ્રસ્થાપિત પ્રાયશ્ચિતુ ન સ્વીકારે તો તેને ગણની બહાર કાઢી મુકવા. [૧૩]જે દિવસે પરિહારતા સ્વીકાર કરેલ હોય તે દિવસ પરિવાર કલ્પમાં રહેલ ભિક્ષુ ને એક ઘરેથી વિપુલ સુપાચ્ય આહાર અપાવવો આચાર્ય- ઉપાધ્યાયને કહ્યું ત્યાર પછી તેને અશનઆદિ આહાર એક વખત કે વારંવાર દેવો ન કો. પણ તેને ઉભો કરવો. બેસાડવો, પડખાં બદલવા, તેના મળ-મૂત્ર- બળખાં પરઠવવા, મળમૂત્રાદિ લિપ્ત ઉપકરણોને શુદ્ધ કરવા વગેરેમાંથી કોઈપણ એક પ્રકારની વૈયાવચ્ચ કરવી કલ્પે. જો આચાર્ય-ઉપાધ્યાય એવું જાણે કે આ ગ્લાન, ભુખ્યા, તરસ્યા તપસ્વી દુબળા અને થાકેલા થઈને ગમનાગમન રહિત માર્ગમાં મૂર્ષિત થઈને પડી જશે તો તેને અશનઆદિ આહાર એકવાર કે વારંવાર આપવા કહ્યું. [૧૩૩-૧૩૮]ગંગા, જમુના, સરયુ, કોશિકા, મહી આ પાંચ મહાનદીઓ સમુદ ગામિની છે, મુખ્ય છે, પ્રસિદ્ધ છે આ નદીઓ એક મહિનામાં એક કે બે વખત ઉતરવી કે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ બુહપ્પો -૪/૧૩૭ નાવ દ્વારા પાર કરવી સાધુ-સાધ્વીને ન કહ્યું, .. કદાચ જો એવી જાણ થાય કે કુણાલા નગરી ની નજીકની ઐરાવતી નદી એકપગ પાણીમાં અને એક પગ ભૂમિ ઉપર રાખી પાર થઈ શકે છે તો એક મહિનામાં બે કે ત્રણ વખત પણ પાર કરવી કહ્યું પણ જો તે શકય ન બને તો એક મહિનામાં બે કે ત્રણ વખત ઉતરવી કે નાવમાં પાર કરવી ન કલ્પ. [૧૩૯-૧૪૨]જે ઉપાશ્રય સુકું ઘાસ અને ઘાસનાઢગ, ચોખા વગેરેનું ભૂસું અને તેના ઢગલા પાંચ વર્ષીય લીલ-ફૂલ, અંડ, બીજ, કાદવ, કરોડીયાના જાળા થી રહિત હોય પણ તે ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી નીચી હોય તો તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને શીયાળા- ઉનાળામાં રહેવું ન કલ્પે. .. પણ કાનથી ઊંચી છત હોય તો કલ્પ.. જો ઉભેલી વ્યક્તિ સીધા બે હાથ ઊંચા કરે ત્યારે તે હાથની ઊંચાઈ કરતા છતા નીચી હોય તો તે ઉપાશ્રયમાં ચોમાસુ રહેવું ન કહ્યું, . જો છત ઊંચી હોય તો કહ્યું. ચોથા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર-છાયા' પૂર્ણ ઉસો-પ) [૧૪૩-૧૪]કોઈ દેવ કે,. દેવી સ્ત્રી રૂપ વિકુર્તીને સાધુને અને,.. કોઈ દેવીકે, એ દેવ પુરષરૂપ વિકર્વીને સાધ્વીને- આલિંગન કરે અને તે સાધુ કે સાધ્વી એ સ્પર્શનું અનુમોદન કરે તો મૈથુન સેવન ના દોષ નો ભાગી થાય છે. અને અનુદ્યાતિક ચાતુમિિસક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ ને પાત્ર બને છે. [૧૪૭જે કોઈ સાધુ કલહ કરે અને તે કલહને ઉપશાંત કર્યા સિવાય બીજા ગણમાં સંમિલિત થઈને રહેવા ઈચ્છે તો તેને પાંચ અહોરાત્ર નો પર્યાય છેદ કરવો કહ્યું અને તે ભિક્ષુને સર્વથા શાંત-પ્રશાંત કરીને પુનઃ તે જ ગણમાં પાછો મોકલવો ઉચિત છે. અથવા ગણની સંમતિ મુજબ કરવું ઉચિત છે. [૧૪૮-૧પ૧] જે સાધુ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા ભિક્ષાકરવાની પ્રતિજ્ઞા વાળા હોય તે સમર્થ-સ્વસ્થ અને રોજ પ્રતિપૂર્ણ આહાર કરતા હોય. .. કે અસમર્થ અસ્વસ્થ અને રોજ પ્રતિપૂર્ણ આહાર ન કરતા હોય તેવા બંનેને સૂર્યોદય સૂર્યાસ્ત થયા કે નહીં તેવી શંકા હોય, .. કે ખાતરી હોય તો પણ સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસ્ત પછી જે આહાર મોઢામાં- હાથમાં કે પાત્રમાં હોય તે પરઠવી દે તથા મુખ આદિની શુદ્ધિ કરી લે તો જિનાજ્ઞાનું અતિક્રમણ થતું નથી. પણ જો તે આહાર પોતે કરે કે બીજા સાધુને આપે તો તેને રાત્રિ ભોજન સેવનનો દોષ અને , અનુદ્દદ્યાતિક ચાતુમસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત આવે. [૧૫૨ ને કોઈ સાધુ-સાધ્વીને રાત્રિના કે સંધ્યા સમયે પાણી અને ભોજન સહિત ઉછાળો આવે. તો તેને થુંકી દઈને વસ્ત્રાદિથી મોટું સાફ કરી લે તો જિનાજ્ઞાઉલ્લંઘન થતું નથી. પણ જો તે ઉછાળો કે ઉદ્ગાલ ને ગળી જાય તો રાત્રિ ભોજન સેવનનો દોષ લાગે અને અનુઘાતિક-ચાતુમાસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિતુ ને પાત્ર બને. [૧૫૩-૧૫૪] કોઈ સાધુ-સાધ્વી આહારને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ કરે અને પાત્રમાં બે ઈન્દ્રિયાદિ જીવ કે સચિત રજ પડેલી જુએ તો જ્યાં સુધી તેને કાઢવાનું કે શોધન કરવાનું સંભવ હોય તો કાઢે કે શોધન કરે, જો કાઢવું કે શોધન કરવું સંભવ ન હોય તો તે આહાર પોતે ખાય નહીં, બીજાને આપે નહીં પણ કોઈ એકાંત અચિત Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉદેસો-પ, સૂત્ર–૧૫૪ " ૧૫૯ પૃથ્વી નું પડિલેહણ કે પ્રમાર્જન કરી ત્યાં પરઠવી દે, .. એ જ રીતે પાત્રમાં ઉષ્ણ આહાર હોય અને તેના ઉપર પાણી, પાણીના કણ કે બિંદુ પડે તો તે આહારનો ઉપભોગ કરે પણ પૂર્વ-ગૃહીત આહાર ઠંડો હોય અને તેના ઉપર પાણી, પાણીના કણ કે બિંદુ પડે તો તે આહાર સ્વયં ખાય નહીં કે બીજાને આપે નહીં પણ એકાંત અચિત્ત પૃથ્વીનું પડિલેહણ પ્રમાર્જન કરી ત્યાં પરઠવી દે. [૧૫૫-૧૫૬કોઈ સાધ્વી રાત્રે કે સધ્યા સમયે મળ-મૂત્રનો પરિત્યાગ કરે કે શુદ્ધિ કરે તે સમયે કોઈ પશુ કે પક્ષ દ્વારા સાધ્વીની કોઈ એક ઈન્દ્રિયનો સ્પર્શ થઈ જાય, . કે સાધ્વીના કોઈ છિદ્રમાં પ્રવેશી જાય અને તે સ્પર્શ કે પ્રવેશ સુખદ છે (આનંદ આપનારો છે તેવી પ્રશંસા કરે તો તેને હસ્તકર્મનો દોષ લાગે અને તે અનુદ્ધાતિક માસિક પ્રાયશ્ચિતુ ને પાત્ર બને છે. [૧૫૭-૧૬૧]સાધ્વીને એકલા-1- રહેવું, -૨- આહાર માટે ગૃહસ્થના ઘરે આવવું-જવું, ... -૩ મળ-મૂત્ર ત્યાજય કે સ્વાધ્યાય ભૂમિ જવું આવવું .. -૪-એક ગામથી બીજે ગામ વિચરણ કરવું, -- પ- વર્ષાવાસ (ચોમાસું) રહેવું ન કલ્પે. [૧૬૨-૧૬૪] સાધ્વીને નગ્ન થવું, પાત્ર રહિત (કર-પાત્રી) હોવું, વસ્ત્રરહિત થઈ કાયોત્સર્ગ કરવો ન કહ્યું. [૧૬પ-૧૬૬]સાધ્વી ની ગામ.... યાવતું ....સંનિવેશની બહાર હાથઊંચા કરી, સૂરજ સામે મુખ રાખી, એક પગે ઉભા રહી આતાપના લેવી ને કહ્યું પણ ઉપાશ્રયમાં કપડા પહેરેલી સ્થિતિમાં બંને હાથ લાંબા કરી, પગ સમતોલ રાખી ઉભા થઈ આતાપના લેવી કહ્યું. [૧૭-૧૭૮]સાધ્વીને આટલી બાબત ન કહ્યું - ૧- લાંબો સમય કાયોત્સર્ગમાં ઉભું રહેવું, ૨- ભિક્ષપ્રતિમા ધારણ કરવી,- ૩- ઉત્કટુક આસને બેસવું ૪- બંને પગ પાછળના ભાગને સ્પર્શે, ગાયની જેમ, બંને પાછળના ભાગના ટેકે બેસી એક પગ હાથીની સૂંઢ ની જેમ ઉંચો કરીને, પદ્માસન, અર્ધપવાસને એ પાંચ પ્રકારે બેસવું, પ-વીરાસને બેસવું - દંડાસને રહેવું. -૬-લંગડાસને રહેવું. ૭- અધોમુખી થઈ રહેવું. - ૮- ઉત્તરાસને રહેવું. - ૯- આમ્રકુંજિકાસને રહેવું - ૯- એક પડખે સુવાનો અભિંગ્રહ કરવો, ૧૦- ગુપ્તાંગ ઢાંકવા માટેની ચાર આંગળ પહોળી પટ્ટી જેને “આકુંચન પટ્ટક” કહે છે તે રાખવો કે પહેરવો (આ દશ બાબત સાધ્વીને ન કલ્પે.) | [૧૯]સાધુઓને આકુંચન પટ્ટક રાખવો કે પહેરવો કલ્પ. [૧૮૦-૧૮૧]સાધ્વી ને “સાવશ્રય” આસને ઉભવું કે બેસવું ન કહ્યું પણ સાધુને કહ્યું (સાવશ્રય એટલે જેની પાછળ ટેકો લેવા માટે લાકડા આદિનો તકિયો લાગેલો હોય એવી ખુરશી વગેરે) [૧૮૨-૧૮૩સાધ્વીને સવિષાણપીઠ (બેસવાની પાટ, ચોકી વગેરે) કે ફલક ઉપર ઉભવું- બેસવું ન કહ્યું, . સાધુને કહ્યું. [૧૮૪-૧૮૫]સાધ્વીને ગોળ નાળચા વાળું તુંબડું રાખવું કે ઉપયોગ કરવો ન કલ્પ સાધુને કહ્યું. [૧૮૬-૧૮૭]સાધ્વીને ગોળ (દાંડીની) પાત્ર કેસરિકા (પાત્રા પુંજવાની પંજણી) રાખવી કે ઉપયોગ કરવો ન કહ્યું,.. સાધુને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ હકષ્પો – પ/૧૮૮ [૧૮૮-૧૮૯]સાધ્વીઓને લાકડાની (ગોળ ?) દાંડીવાળું પાદ પ્રીંછન રાખવું કે ઉપયોગ કરવો ન કહ્યું. સાધુને કહ્યું. [૧૯] સાધુ- સાધ્વી ઉગ્રરોગ, આતંક સિવાય એક બીજાનું મૂત્ર પીવું કે મુત્રથી એક બીજાની શુદ્ધિ કરવી ન કલ્પે. | [૧૯૧-૧૯૩]સાધુ-સાધ્વીને પરિવાસિત (એટલે રાત્રે રાખેલ કે કાલાતિક્રાન્ત એવા-૧- તલ જેટલો કે ચપટી જેટલો આહાર કરવો અને બિંદુ જેટલું પણ પાણી પીવું ૨- ઉગ્રરોગ કે આતંક સિવાય પોતાના શરીર ઉપર થોડો કે વધુ લેપ કરવો, ૩- રોગને આતંક સિવાય તેલ, ઘી, માખણ કે ચરબી ચોપડવી કે ઘસવી, એ સર્વેકાર્ય ન કહ્યું. [૧૯]પરિહારકલ્પ સ્થિત (પરિહાર તપ કરતા) સાધુ જો વૈયાવચ્ચ ને માટે કયાંક બહાર જાય અને ત્યાં પરિહારતપનો ભંગ થઈ જાય, એ વાત સ્થવિર પોતાના જ્ઞાન થી કે બીજા પાસેથી સાંભળીને જાણે તો તેને અલ્પ પ્રાયશ્ચિતુ આપવું જોઈએ. [૧૯૫]સાધુ-સાધ્વી આહારને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ કરે અને ત્યાં કોઈ એક પ્રકારનો પુલાક ભક્ત એટલે કે અસાર આહાર ગ્રહણ કરે, જો તે ગૃહીત આહારથી તે સાધુ-સાધ્વીનો નિવહ થઈ જાય તો તે એ જ આહાર વડે અહોરાત્ર પસાર કરે પણ બીજી વખત આહાર ગ્રહણ કરવા ગૃહસ્થના ઘરમાં તેને પ્રવેશ કરવો ન કહ્યું. પણ જો તેનો નિર્વાહ ન થઈ શકે તો આહાર માટે બીજી વખત પણ ગૃહસ્થ ના ઘેર જવું કહ્યું.- એ પ્રમાણે હું (તમને) કહું છું. પાંચમા ઉદ્દેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર-છાયા” પૂર્ણ (ઉદેસો-દ) [૧૯]સાધુ-સાધ્વીને આ છ કુવચન બોલવા ન કલ્પેજેમકે અસત્ય કે મિથ્યાભાષણ, બીજાની અવહેલના કરતી વાણી, રોષપૂર્ણ વચન, કર્કશ-કઠોર વચન, ગૃહસ્થ સંબંધિ જેવા કે પિતા-પુત્ર વગેરે શબ્દો અને કલહ શાંત થયા પછી પણ ફરી ફરી-બોલવું. [૧૯૭]કલ્પ ના છ પ્રસ્તાર કહયા છે. અર્થાત્ સાધ્વાચાર ના પ્રાયશ્ચિત્ ના છ વિશેષ પ્રકાર કહેવાયા છે. પ્રાણાતિપાત -મૃષાવાદ- અદત્તાદાન-બ્રહ્મચર્યભંગ- પુરુષ ન હોવું કે દાસકે દાસિપુત્ર હોવું એ છ માંનો કોઈ આક્ષેપ કરે. જ્યારે કોઈ એક સાધુસાધ્વી બીજા પર આવો આક્ષેપ કરે ત્યારે પ્રથમ વ્યક્તિને પૂછવામાં આવે કે તમે આ દોષ સેવેલ છે જો તે કહે કે મેં તે ભૂલ કરી નથી તો આરોપ મુકનારને કહેવામાં આવે કે તમારી વાતનું પ્રમાણ આપો. જો આરોપ મુકનાર પ્રમાણિત કરી દે તો તે દોષ સેવનાર પ્રાયશ્ચિતુ પાત્ર થાય, જો પ્રમાણિત ન કરી શકે તો આરોપ મુકનાર પ્રાયશ્ચિત્ પાત્ર થાય. [૧૯૮-૨૦૧]સાધુના પગ ના તળીયામાં તીક્ષ્ણ કે સૂક્ષ્મ ઠુંઠું કાંટો- લાકડા કે પત્થરની કણી લાગી જાય, .. આંખમાં સૂક્ષ્મ જીવજંતુ, બીજ કે રજ પડે અને તેને સાધુ પોત કે સહવર્તી સાધુ કાઢવા કે શોધવા સમર્થ ન હોય ત્યારે સાધ્વી તેને કાઢે કે શોધે તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી એજ રીતે આવી કોઈ તકલીફ સાધ્વીને થાય ત્યારે સાધ્વી તે કાઢવા કે શોધવા સમર્થ ન હોય તો સાધુ તેને કાઢે કે તો જિનાજ્ઞા ઉલ્લંઘન થતું નથી [૨૦૨-૨૦] દુર્ગ, વિષમ ભૂમિ કે પર્વત પર થી સરકતી કે પડતી; . દલદલ, Page #164 -------------------------------------------------------------------------- ________________ - ઉદ્દેસો–૬, સૂત્ર–૨૦૯ ૧૧ 0.00 કાદવ, સેવાળ કે પાણી માં પડતી કે ડૂબતી, .. નૌકા પર ચઢતી કે ઉતરતી ; . વિક્ષિપ્ત ચિત્ત વાળી હોય (ત્યારે પાણી માં અગ્નિમાં કે ઉપરથી પડતી) એવી સાધ્વી ને જો કોઈ સાધુ પકડી લે કે ટેકો આપી બચાવે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી એ જ રીતે પ્રલાપ કરતી કે અશાંત ચિત્તવાળી; ભૂત પ્રેતાદિ થી પીડિત .. ઉન્માદવાળી કે પાગલ થયેલી; કોઈપણ પ્રકારના ઉપસર્ગ ને કારણે પડતી કે અથડાતી કુટાતી સાધ્વીને પકડી રાખનાર કે સહારો આપનાર સાધુ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. .. [૨૧૦-૨૧૩]કલહ કરતી હોય ત્યારે રોકવા, કઠોર પ્રાયશ્ચિત્ ને કારણે ચલચિત્ત થયેલ, . . અન્નજળ ત્યાગી સંથારો સ્વીકારેલ હોય અને અન્ય પરિચારિકા સાધ્વીનો અભાવ થયો હોય, ગૃહસ્થ જીવનના કુટુમ્બીની આર્થિક સંકડામણથી વિચલિત મનોદશાને લીધે ધન-લોલુપ બની હોય ત્યારે આ બધી સ્થિતિમાં તે સાધ્વીને સાધુ ગ્રહણ કરે, રોકે, દૂર લઈ જાય કે સાંત્વનાદિ આપે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. [૧૪] કલ્પ અર્થાત્ સાધુ-સાધ્વીની આચાર-મર્યાદા ના છ પરમન્થ અર્થાત્ ઘાતક કહેવાયા છે. તે આ પ્રમાણે- કૌકુત્સ્ય અર્થાત્ કુચેષ્ટા કે ભાંડ ચેષ્ટા સંયમની ઘાતક છે, મૌખર્ય-વાચાળ પણું સત્ય વચનની ઘાતક છે, તિતિનક- આ લોભીયો છે વગેરે બળબળાટ એષણા સમિતિનો ઘાતક છે, ચક્ષુની લોલુપતા ઈય સમિતિની ઘાતક છે, ઈચ્છા લોલુપતા અપરિગ્રહપણાની ઘાતક છે અને લોભ કે વૃદ્ધિથી નિયાણું કરવું તે મોક્ષમાર્ગ- સમક્તિનું ઘાતક છે. કેમકે ભગવંતે બધે નિદાનકરણ જ પ્રશંસેલ છે. [૨૧૫] કલ્પ સ્થિતિ (સાધુ-સાધ્વીની આચાર મર્યાદા) છ પ્રકારની હોય છે. તે આ પ્રમાણે- સામાયિક ચારિત્રવાળાની, છેદોપસ્થાપના રૂપ, પરિહાર વિશુદ્ધિ તપ સ્વીકાર કરવાવાળાની, પારિહારિક તપ પૂરા કરનારની, જિનકલ્પની અને સ્થવિર કલ્પની એમ છ આચાર મર્યાદા છે. (વિસ્તારથી સમજવા ભાષ્યતથા વૃત્તિ ખાસ જોવા.) - એ પ્રમાણે હું (તમને) કહું છું. છઠ્ઠા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ ૩૫ 11 બુહત્ કપ્પો ગુર્જરછાયા પૂર્ણ બીજા છેદ સૂત્રની ગુર્જરછાયા પૂર્ણ Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૨] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ૩૬ વવહાર ત્રીજું છેદસૂત્ર-ગુર્જર-છાયા) (ઉદ્સો -૧) [૧] જે સાધુ-સાધ્વી એક માસનું પ્રાયશ્ચિત સ્થાન અંગીકાર કરીને-સેવીને આલોચન કરે ત્યારે જો તે માયા રહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત. [૨-૫] જો સાધુ-સાધ્વી બે, ત્રણ ચાર કે પાંચ માસના પ્રાયશ્ચિત સ્થાનક સેવીને આલોચના કરે તો કપટ રહિત આલેવો તો તેટલાજ માસનું પ્રાયશ્ચિતુ આપે, જો. કપટ સહિત આલેવો તો દરેકમાં વધારાનું એક-એક માસનું પ્રાયશ્ચિતું અથતુ ત્રણ-ચાર-પાંચ-છ માસનું પ્રાયશ્ચિતુ. પાંચ માસથી અધિક પ્રાયશ્ચિતુ સ્થાનક સેવનારને માયરહિત કે માયા:સહિત સેવે તો પણ છ માસનુંજ પ્રાયશ્ચિત આવે કેમકે છ માસ ઉપરાંત પ્રાયશ્ચિતું નથી. [૧૦]જે સાધુ-સાધ્વી વારંવાર દોષ સેવીને એક-બે-ત્રણ-ચાર કે પાંચ માસનું પ્રાયશ્ચિતું સ્થાનક સેવીને આલોચના કરતા માયા રહિત આલોવે તો તેટલાંજ માસનું પ્રાયશ્ચિતું આવે, માયાપૂર્વક આલોવે તો એક-એક અધિક માસનું પ્રાયશ્ચિતું આવે અથતુ એકમાસ વાળાને બેમાસ, બેમાસવાળાને ત્રણ માસ યાવતું પાંચ માસવાળાને છ માસ પ્રાયશ્ચિત્. પાંચમાસ કરતા અધિક સમયનું પ્રાયશ્ચિત્ સ્થાન સેવી કપટ સહિત કે રહિત આલોચના કરે તો પણ છ માસનું પ્રાયશ્ચિતું આવે કેમકે છ માસ ઉપરાંત પ્રાયશ્ચિતું નથી. જે તીર્થકરને વારે જેટલો ઉત્કૃષ્ટ તપ હોય તેનાથી છે વધુ પ્રાયશ્ચિતુ ન આવે. [૧૧-૧૨] જે સાધુ-સાધ્વી એક વખત દોષ સેવી કે,–-બહુવાર દોષ સેવીને એક-બે-ત્રણ-ચાર કે પાંચ માસનું એટલા પૂવક્ત પ્રાયશ્ચિત્ સ્થાનકોમાંનું અન્ય કોઈ પણ પ્રાયશ્ચિત્ સ્થાન સેવીને જો માયા રહિત પણે આલોચના કરે તો તેને તેટલા જ માસનું પ્રાયશ્ચિતું આવે અને માયાપૂર્વક આલોચના કરે તો એક માસ અધિક અથતુ બે-ત્રણ-ચાર-પાંચ-છ માસનું પ્રાયશ્ચિત્ આવે પાંચ માસ કરતા અધિક “પાપ સેવન” કરનારને માયા રહિત કે સહિત આલેવો તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત્ આવે. [૧૩-૧૪]જે સાધુ-સાધ્વી એક વખત કે વારંવાર ચારમાસનું કે તેથી કંઈક અધિક, પાંચમાસનું કે તેથી કંઈક અધિક એ પૂર્વે કહેડ્યા તે પ્રાયશ્ચિત્ સ્થાનક માંહેના Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-૧, સૂત્ર-૧૫ ૧૬૩ અનેરા કોઈપણ પ્રાયશ્ચિત સ્થાનક સેવીને માયારહિત આલોચના કરે તો તેટલું જ પ્રાયશ્ચિત્ આવે પણ માયાપૂર્વક આલોચના કરે તો અનુક્રમે પાંચમાંસ, તેથી કંઈક અધિક અને છ માસનું પ્રાયશ્ચિત્ આવે પણ માયા સહિત કે રહિત આલોચનાનું છ માસથી અધિક પ્રાયશ્ચિત્ ન આવે. [૧૫-૧૮] જે સાધુ-સાધ્વી એક વાર કે, - - વારંવાર ચાર માસનું, સાધિક ચારમાસનું, પાંચ માસનું, સાધિક પાંચમાંસનું એ પ્રાયશ્ચિત્ સ્થાનકમાંનું અનેરું (બીજું કોઈપણ) પાપ સ્થાનક સેવીને આલોચના કરતા માયા રહિત, . કે માયા પૂર્વક આલોવતા સકળ સંઘની સન્મુખ પરિહાર તપને વિશે સ્થાપે, સ્થાપીને તેની વેયાવચ્ચ કરાવે. વળી જો સંપૂર્ણ પ્રાયશ્ચિત્ લગાડે તો તેને ત્યાંજ પરિહાર તપમાં મુકવા. તે ઘણાં દોષ લગાડે તેમાં જે પ્રથમ દોષ લાગ્યો હોય તે પ્રથમ આલોવે. પહેલો દોષ પછી આલોવે, પછીનો દોષ પહેલાં આલોવે, પછી નો દોષ પછી આલોવેએ ચાર ભેદ જાણવા. (તેમજ) બધાં અપરાધ આલોવશું ત્યારે સંકલ્પ કરતી વખતે માયા રહિત આલોચના કરવા વિચારે અને આલોચના પણ માયા રહિત કરે, માયાસહિત વિચારી માયા રહિત આલોવે, માયારહિત વિચારી માયાસહિત જ આલેવે માયા સહિત વિચારે અને માયા સહિત જ આલોવે એ ચાર ભેદ જાણવા. એ રીતે આલોચના કરીને પછી સર્વે પોતાના કરેલા કર્મરૂપ પાપને એકઠાં કરીને પ્રાયશ્ચિત આપે. એ રીતે પ્રાયશ્ચિત તપને વિશે સ્થાપેલ સાધનને તપ પૂર્ણ થયે બહાર નીકળતા પહેલા ફરીને કોઈ દોષ સેવે તો તે સાધુને સંપૂર્ણ રીતે તે પરિહાર તપમાં ફરી મુકવા. [૧૯] ઘણાં પ્રાયશ્ચિતુ વાળા- ઘણાં પ્રાયશ્ચિતુ ન આવ્યા હોય તેવા સાધુ એકઠા-ભેળા રહેવા કે બેસવા ઈચ્છા કરે, ચિંતવે પણ સ્થવિર સાધુને પૂછયા સિવાય ન કહ્યું. સ્થવિર ને પૂછીને કહ્યું. જો સ્થવિર આજ્ઞા આપે કે તમે એકઠા વિચરો તો એકઠાં રહેવા કે બેસવાનું કહ્યું, જો સ્થવિર એકઠા વિચરવા આજ્ઞા ન આપે તો તેમ કરવું ન કહ્યું , જો સ્થવિરની આજ્ઞા સિવાય તે બંને એકઠાં રહે- બેસે કે તેમ કરવું ચિંતવે તો તે સાધુને તેટલા દિવસનું છેદ કે પરિહારતપ પ્રાયશ્ચિત આવે. [૨૦-૨૨] પરિહાર તપમાં રહેલ સાધુ બહાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય ત્યારે સ્થવિર તે સાધુને પરિહાર-તપ યાદ કરાવે. યાદ ન કરાવે, . કે પહેલાં યાદ હોય પણ જતી વખતે યાદ કરાવવું રહી જાય તે સાધુને એક રાત્રિ નો અભિગ્રહ કરીને રહેવું કહ્યું. વળી જે દિશામાં બીજા સાધર્મિક સાધુ-સાધ્વી વિચરતા હોય તે દિશામાં જાય પણ ત્યાં વિહાર આદિ નિમિત્તે તેને રહેવું ન કહ્યું પણ રોગાદિ કારણે રહેવું કહ્યું તે કારણ પુરથયે બીજા કહે કે, અહો આર્ય ! એક કે બે રાત્રિ રહો તો તે વૈયાવચ્ચ માટે જનાર પરિહાર તપસી ને એક કે બે રાત્રિ રહેવું કહ્યું. પણ જો એક કે બે રાત્રિ કરતા વધારે રહે તો જેટલું વધુ રહે તેટલા દિવસનું છેદ અથવા પરિહાર તપ પ્રાયશ્ચિત્ આવે. [૨૩-૨૫] જે કોઈ સાધુ. . . ગણાવચ્છેદક, .. આચાર્ય કે ઉપાધ્યાય ગણને છોડીને એકલવિહારી પ્રતિમા (અભિગ્રહવિશેષ) અંગીકાર કરીને વિચરે (દરમ્યાન- માં કોઈ દોષ લગાડે) ફરી તેજ ગણ (ગચ્છ) ને અંગીકાર કરી વિચારવા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વવહાર – ૧/૨ ઈચ્છે તો તે સાધુ. ગણાવચ્છેદક .. આચાર્ય કે ઉપાધ્યાય ને ફરી વખત આલોચના કરાવે, પડિકમાવે, તેને છેદ અથવા પરિહાર તપ પ્રાયશ્ચિતું ને વિશે સ્થાપે. [૨૬-૩૦] જે સાધુ (ગચ્છ) ગણને છોડીને પાસસ્થાપણ, . સ્વચ્છંદપણે, . . કુશીલપણે, .. ઓસન પણે, .. સંસક્ત પણે વિચરણ કરે અને તેઓ ફરીથી તે જ (ગચ્છ) ગણને અંગીકાર કરી વિચરણ કરવા ઈચ્છે ત્યારે તેના માં થોડું પણ ચારિત્ર વર્તતુ હોય તો તેને આલોચનાકરાવે, પડિકમાવે, છેદ કે પરિહાર તપમાં સ્થાપે. [૩૧-૩૨]જે સાધુ ગણ (ગચ્છ) ને છોડીને (કારણ-વિશેષ) પર પાખંડી પણ વિચરે પછી તે ફરીથી તે જ ગણ (ગચ્છ) ને અંગીકાર કરી વિહરવા ઈચ્છે તો તે સાધુને ચારિત્ર છેદ કે પરિવાર તપ પ્રાયશ્ચિત્ નું કોઈ પ્રત્યક્ષ કારણ જણાતું નથી, ફકત તેને આલોચના આપવી, . . પણ જે સાધુ ગચ્છ છોડીને ગૃહસ્થ પર્યાય ધારણ કરે તે ફરી તેજ ગચ્છમાં આવવા ઈચ્છે તો તેને છેદ કે પરિવાર તપ પ્રાયશ્ચિતુ નથી. તેને મૂળથી જ ફરી દીક્ષામાં સ્થાપન કરવો. ૩૩-૩૫]જે સાધુ અન્ય કોઈ અકત્ય સ્થાન (ન કરવા યોગ્ય સ્થાન) સેવીને આલોચના કરવા ઈચ્છે તો જ્યાં પોતાના આચાર્ય- ઉપાધ્યાય હોય ત્યાં જઈને તેમની પાસે વિશુદ્ધિ કરવી. કલ્પે. ફરીને તેમ કરવા માટે તત્પર થવું અને યથાયોગ્ય તપરૂપ કર્મ વડે પ્રાયશ્ચિતું ગ્રહણ કરવું. જો પોતાના આચાર્ય-ઉપાધ્યાય નજીકમાં ન મળે તો જે ગુણગ્રાહી ગંભીર સાધર્મિક સાધુ બહુશ્રુત, પ્રાયશ્ચિતું દાતા આગમ જ્ઞાતા. એવા સાંભોગિક એક માંડલીવાળા સાધુ હોય તેમની પાસે તે દોષ સેવી સાધુએ આલોઅનાદિ કરીને શુદ્ધ થવું, હવે જો એક માંડલીવાળા એવા સાધર્મિક સાધુ ન મળે તો તેવા જ અન્ય ગચ્છના સાંભોગિક, તે પણ ન મળે તો તેવા જ વેશધારી સાધુ, તે પણ ન મળે તો તેવા જ શ્રાવક કે જેણે પૂર્વે સાધુપણું પાડેલ છે અને બહુશ્રુત- આગમ જ્ઞાતા છે પણ હાલ શ્રાવક થયેલા છે, તે પણ ન મળે તો સમભાવી ગૃહસ્થજ્ઞાતા અને તે પણ ન મળે તો બહાર નગર, નિગમ રાજધાની, ખેડા, કસબો, મંડપ, પાટણ, દ્રોણમુખ. આશ્રમ કે સંનિવેશને વિશે પૂર્વ કે ઉત્તર દિશા સામે મુખ કરી બે હાથ જોડી મસ્તક નમાવી, મસ્તકે અંજલિ કરી તે દોષ સેવી સાધુ એ પ્રમાણે બોલે કે જે પ્રમાણે મારો અપરાધ છે “હું અપરાધી છુ” એમ ત્રણ વખત બોલે પછી અરિહંત તથા સિદ્ધની સાક્ષીએ આલોચના કરે, પ્રતિક્રમણ, વિશુદ્ધિ કરે ફરી એ પાપ ન કરવા સાવધાન થાય તેમજ પોતાના દોષઅનુસાર યથાયોગ્ય તપકર્મરૂપ પ્રાયશ્ચિતને ગ્રહણ કરે. (સંક્ષેપમાં કહીએ તો પોતાના આચાર્ય- ઉપાધ્યાય તે ન મળે તો બહુશ્રુત-બહુઆગમજ્ઞાતા એવા સાંભોગિક સાધુ-પછી અન્ય માંડલીવાળા સાંભોગિક પછી વેશધારી સાધુ પછી દીક્ષા છોડેલ અને હાલ-શ્રાવક હોય તે પછી સમદષ્ટિ ગૃહસ્થ પછી આપમેળે એ રીતે પણ આલોચના કરી શુદ્ધ થાય.) તે પ્રમાણ હું તમને કહું છું. પહેલા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ (ઉદ્સો -૨) [૩૬-૩૭] એક સમાચારી વાળા ને સાધુ સાથે વિચરતા હોય ત્યારે તેમાંનો એક અકૃત્ય સ્થાનકને અથતુ દોષ સેવે પછી આલોચના કરે ત્યારે તેને પ્રાયશ્ચિતું Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-૨, સૂત્ર-૩૭ ૧૬૫ તપ માં સ્થાપવો અને બીજાએ વૈયાવચ્ચ કરવી, .. પણ જો બંને અકૃત્ય સ્થાનકને સેવે તો એકને વડીલ તરીકે સ્થાપી બીજાને પરિહાર તપમાં મુકવો, તેનો તપ પૂરો થાય ત્યારે તેને વડીલ તરીકે સ્થાપી અને પહેલા ને પરિવાર તપમાં સ્થાપવો. ૩િ૮-૩૯]એક સમાચારીવાળા ઘણાં સાધુ સાથે વિચરતા હોય અને તેમાંના કોઈ એક દોષનું સેવન કરે, પછી આલોચના કરે ત્યારે તેને પરિહાર તપને વિશે સ્થાપવા અને બીજા કોઈ તેની વૈયાવચ્ચ કરે, . અને જે બધાં સાધુએ દોષનું સેવન કરેલ હોય તો એક ને વડીલ તરીકે વૈયાવચ્ચ કરવા સ્થાપે અને બાકીના સર્વે પરિહાર તપ કરે. તે પૂરો થાય એટલે વૈયાવચ્ચ કરનાર સાધુ પરિહાર તપ કરે અને છે બાકીના જેણે તપ પૂરો કર્યો છે તે પૈકી કોઈ તેની વૈયાવચ્ચ કરે. [૪૦] પરિહાર-તપ સેવી સાધુ બિમાર થઈ, બીજા કોઈ દોષ-સ્થાન ને સેવીને આલોચના કરે ત્યારે જો તે પરિહાર તપ કરી શકે તેમ હોય તો તેને તપમાં મુકવા અને બીજાએ તેની વૈયાવચ્ચ કરવી, જો તે તપ વહી શકે તેમ ન હોય તો અનુપરિહારી તેની વૈયાવચ્ચ કરે, પણ જો તે સમર્થ હોવા છતાં અનુપરિહારી પાસે વૈયાવચ્ચ કરાવે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ માં મૂકવો. [૪૪-૫૨]વ્યગ્રચિત કે ચિત્તભ્રમ થયેલો, . . હર્ષના અતિરેકથી પાગલ થયેલ, . . ભૂત-પ્રેતાદિ વળગાળવાળા, . . ઉન્માદને પામેલ, . . ઉપસર્ગથી ગ્લાન બનેલ, ક્રોધ-કલહથી રોગી બનેલ .. ઘણું પ્રાયશ્ચિત આવતા ભયભ્રાંત બનેલો, અનસન કરીને વ્યગ્રચિત્ત બનેલો, . . ધનના લોભ થી ચિત્ત ભ્રમ પામી રોગી બનેલો કોઈપણ સાધુ ગણાવચ્છેદક પાસે આવે તો તેને બહાર કાઢવો ન કહ્યું. પણ નિરોગી સાધુએ તેની રોગમુક્ત ન થાય ત્યાં સુધી વૈયાવચ્ચ કરવી. તે રોગમુક્ત થાય ત્યાર પછી તેને નામ માત્ર પ્રાયશ્ચિત્ માં સ્થાપવો. [પ૩-૫૮]અનવસ્થાપ્ય , . . કે પારંચિત પ્રાયશ્ચિત્ ને વહન કરી રહેલા સાધુને ગૃહસ્થ વેશ આપ્યા વિના ગણાવચ્છેદકે પુનઃ સંયમ માં સ્થાપવો જ કહ્યું, ગૃહસ્થનો (કે તેના જેવો) ચિહ્ન વાળો કરીને સ્થાપવા કહ્યું, .. પરંતુ જો તેના ગણ ને (ગચ્છ કે શ્રમણસંઘને) પ્રતીતિ થાય એટલે કે યોગ્ય લાગે તો ગણાવચ્છેદ કે તે બંને પ્રકાર ના સાધુને ગૃહસ્થવેશ આપીને કે આપ્યા સિવાય પણ સંયમાં સ્થાપિત કરે. [૯]સમાન સમાચારીવાળા બે સાધુ સાથે વિચરતા હોય, તેમાંના કોઈ એક અન્ય કઈ પણ ને આળ ચઢાવવા અકત્ય (દોષ) સ્થાનનું સેવન કરે, પછી આલોચના કરે કે મેં અમુક સાધુને આળ દેવા માટે દોષસ્થાનક સેવેલ છે. ત્યારે (આચાય) તે બીજા સાધુને પૂછે કે હું આર્ય! તમે અમુક દોષનું સેવન કર્યું છે કે નથી કર્યું? જો તે કહે કે મેં દોષ સેવેલ છે તો તેને પ્રાયશ્ચિતુ આપે અને એમ કહેકે મેં દોષ સેવ્યો નથી તો પ્રાયશ્ચિતુ ન આપે. જે પ્રમાણભૂત કહે તે પ્રમાણે (આચાય) વર્તે. હવે અહીં શિષ્ય પૂછે કે હે ભગવંત આવું કેમ કહયું? ત્યારે ઉત્તર આપે કે એ “સાચી પ્રતિજ્ઞા વ્યવહાર” કહયો. એટલે કે અપડિસેવીને અપડિસેવી અને પડિલેવી ને પડિલેવી કરવો. [9] જે સાધુ પોતાના ગચ્છથી નીકળીને મોહના ઉદયે અસંયમ સેવવા નિમિત્તે જાય. માર્ગે ચાલતાં તેની સાથે મોકલેલ સાધુ તેને ઉપશાંત કરે ત્યારે શુભ કર્મના ઉદયે અસંયમ સ્થાન સેવ્યા વિના ફરી પાછો તે જ ગચ્છ માં આવવા ઈચ્છે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વવહાર – ૨/૬૦ ત્યારે તેણે અસંયમ સેવ્યો કે નથી સેવ્યો એવો વિવાદ સ્થવિરોમાં થાય ત્યારે સાથે ગયેલ સાધુને પૂછે. હે આર્ય! તે દોષનો પ્રતિસવી છે કે અપ્રતિસવી? જો તે કહે કે તેણે દોષ સેવ્યો નથી તો પ્રાયશ્ચિતુ ન આપે. જો તે કહે કે દોષ સેવ્યો છે તો પ્રાયશ્ચિતું આપે. તે સાધુ જે પ્રમાણે બોલે તે પ્રમાણે નિશ્ચય કરી ગ્રહણ કરવો. શિષ્ય પૂછે છે કે હે ભગવાન્ ! એમ શા માટે કહયું? ત્યારે ગુરુ ઉત્તર આપે કે “સચ્ચાઈણા વવહારા’ સાચી પ્રતિજ્ઞા વ્યવહાર તે પ્રમાણે છે. [૬૧] એકપક્ષી એટલે કે એક ગચ્છવર્તી સાધુઓને આચાર્ય. ઉપાધ્યાય કાળધર્મ પામે ત્યારે ગણની પ્રતીતિ માટે જો પદવી યોગ્ય કોઈ ન મળે તો ત્વર એટલે કે અલ્પકાળ માટે બીજાને તે પદવીએ સ્થાપન કરવા. [૨]ઘણા પડિહારી પ્રાયશ્ચિત સેવતા) અને ઘણા અપડિહારી એટલે કે દોષ વગરના સાધુ એકઠા વસવા ઈચ્છે તો વૈયાવચ્યાદિ કારણે એક બે-ત્રણ-ચાર પાંચ કે છ માસ સાથે રહે તેઓ સાથે આહાર કરે અથવા ન કરે, ત્યાર પછી એક માસ સાથે આહાર કરે. (વૃત્તિગત વિશેષ) સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે જેઓ પડિહારી ની વૈયાવચ્ચ કરે છે તેવા અપડિહારી સાથે આહાર કરે પણ જેઓ વૈયાવચ્ચ નથી કરતા તેઓ સાથે આહાર ન કરે. વૈયાવચ્ચ વાળા પણ તપ પુરો થાય ત્યાં સુધી જ સહભોજી રહે, કે વધારે માં એક માસ સાથે રહે. [૩]પરિવાર કલ્પસ્થિતિમાં રહેલ (અથતું પ્રાયશ્ચિતુ વહન કરનાર) સાધુ ને (આપમેળે) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવા કે અપાવવા ન કલ્પે. જો સ્થવિર આજ્ઞા આપે. કે હું આ ! તમે આ આહાર તે પરિહારીને આપજે કે અપાવજો તો આપવો કલ્પે જો વિરની આજ્ઞા હોય તો પરિહારી સાધુને વિગઈ લેવી કહ્યું. []પરિવાર કલ્યસ્થિત સાધુ સ્થવિરની વૈયાવચ્ચ કરતા હોય ત્યારે (પોતાના આહાર પોતાના પાત્રમાં અને સ્થવિર નો આહાર સ્થવિરના પાત્રમાં એમ અલગ-અલગ લાવે ) પડિહારી પોતાનો આહાર લાવી બહાર સ્થવિરની વૈયાવચ્ચ અર્થે ફરી જતા હોય ત્યારે જો) સ્થવિર કહે કે હે આર્ય ! તમારા પાત્રમાં અમારા આહારપાણી પણ સાથે લાવજો. અમે તે આહાર કરીશું પાણી પીશું તો પડિહારીને સાથે આહાર-પાણી લાવવા કહ્યું. અપડિહારીને પડિહારીના પાત્રમાં લવાયેલ અશન-આદિ ખાવા કે પીવા ન કલ્પે પણ પોતાના પાત્રમાં, પોતાના ભાજન કે કમઢગ-એક પાત્ર વિશેષ કે ખોબો કે હાથ ઉપર લઈને લઈને ખાવું કે પીવું કહ્યું. એ પ્રમાણેનો કલ્પ અપરિહારીનો પરિહારી વિશે જાણવો. [૬૫]પરિવાર કલ્પ સ્થિત સાધુ સ્થવિરના પાત્ર લઈને બહાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જતા જોઈને સ્થવિર તે સાધુને એમ કહે કે હે આર્ય! તમારો આહાર પણ સાથે એ જ પાત્રમાં લાવજો, અને તમે પણ તે ભોગવજો તથા પાણી પીજો તો એ પ્રમાણે લાવવા કહ્યું પણ ત્યાં પરિહારીને અપરિહારી સ્થવિર ના પાત્રમાં અશનાદિ આહાર ખાવો કે પીવો ન કહ્યું પણ તે પરિહારી સાધુ પોતાના પાત્ર કે ભાજન કે કમંડલ (એક પાત્ર વિશેષ) કે ખોબો કે હાથમાં લઈ-લઈને ખાવું કે પીવું કહ્યું. એ પ્રમાણે Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ઉદ્દેસો-૩, સૂત્ર-૬૬ અપરિહારી વિશે પરિહારીનો કલ્પ-આચાર જાણવો- તે પ્રમાણે હું (તમને) કહું છું. બીજા ઉદ્દેશાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ. (ઉદ્દેસી-૩) | [૬૬]સાધુ ગચ્છ નાયકપણું, ધારવા ઈચ્છે તો હે ભગવંત ! જો તે સાધુ આયારો નિસીહ આદિ સૂત્ર સંગ્રહ રહિત છે તો ગચ્છ નાયક પણું ધારી શકે ? એ એમ હોય તો ગચ્છનાયકપણું ધારવું ન કો પણ જો તે આયારો નિસીહ આદિ સૂત્ર સંગ્રહ સહિત અને શિષ્યાદિ પરિવાર વાળો હોય તો ગચ્છ નાયકપણું ધારી શકે. [૬૭] જે કોઈ સાધુ ગચ્છનાયકપણું ધારવા ઈચ્છે તેને સ્થવિરને પૂછયા વિના ગચ્છનાયકપણું ધારવું ન કલ્પે સ્થવિરને પૂછીને ગચ્છનાયકપણું ધારવું કલ્પે સ્થવિર આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કલ્પે. જેટલા દિવસ તે આજ્ઞારહિત ગચ્છનાયકપણું ધારે તેટલા દિવસનું છેદ કે તપનું પ્રાયશ્ચિત્ આવે. [૬૮-૬૯ત્રણવર્ષનો પર્યાય હોય તેવા શ્રમણ-નિર્ચન્થ હોય વળી જે આચારસંયમ પ્રવચન-ગચ્છનીસાર સંભાળાદિક સંગ્રહ અને પાણેસણાદિ ઉપગ્રહને વિશે કુશલ હોય, જેનો આચાર ખંડીત થયો નથી, ભેદાણો નથી, સબળ દોષ લાગ્યો નથી, સંક્લિષ્ટ આચાર યુક્ત ચિતવાળો નથી, બહુશ્રુત, ઘણા આગમના જ્ઞાતા, જઘન્યથી આપાર પ્રકલ્પનસીહ સૂત્રાર્થના ધારક છે તેવા સાધુને ઉપાધ્યાય પદ આપવું કહ્યું, -- પણ જે ઉક્ત આચાર આદિમાં કુશળ નથી. તેમજ અક્ષતુ આચારાદિ નથી તેવા શ્રમણ-નિર્ઝન્થ ને ત્રણ વર્ષનો દીક્ષાયિ હોય તો પણ પદવી આપવી ન કલ્પે. ૭િ૦-૭૧]પાંચવર્ષના પર્યાયવાળા શ્રમણ-નિગ્રન્થ જો આચાર-સંયમ- પ્રવચનગચ્છની સર્વ ચિંતાની પ્રજ્ઞા- ઉપધિ આદિના ઉપગ્રહમાં કુશળ હોય, જેનો આચાર છેદાણો- ભેદાણો ન હોય, ક્રોધાદિકે જેનું ચારિત્ર મલિન નથી વળી જે બહુ સૂત્રી, આગમાજ્ઞાતા છે અને જઘન્યથી દસા-કપ-વવહાર સૂત્રના ધારક છે તેને આચાર્ય ઉપાધ્યાય પદ આપવું કહ્યું, .. પણ જે ઉક્ત ગુણવાળા નથી તેમને આ પદ આપવું ન કલ્પે. [૭૨-૭૩આઠ વર્ષના પર્યાયવાળા શ્રમણ-નિર્ગસ્થ માં ઉપરોક્ત સર્વે ગુણ અને જઘન્ય થી ઠાણે- સમવાઓ ના જ્ઞાતા હોય તેને આચાર્યથી ગણાવચ્છેદક પર્વતની પદવી આપવી કહ્યું, . . પણ જેનામાં ઉક્ત ગુણ નથી તેને આચાર્ય આદિ પદવી આપવી ન કહ્યું. [૭૪]નિરુદ્ધવાસ પયય-(એક વખત દીક્ષા લીધા બાદ જેનો પર્યાય છેદ થયો છે તેવા) – શ્રમણ નિગ્રન્થને તેજ દિવસે આચાર્ય ઉપાધ્યાય પદવી આપવી કહ્યું છે ભગવંત ! એમ કેમ કહયું ? તે સ્થવિર સાધુને પૂર્વના તથારૂપ કુળ છે. જેવાકે પ્રતીતિકારક, દાન આપવામાં ધીર, વિશ્વાસુ, ગુણવંત, સાધુ વારંવાર વહોરવા પધારે તેમાં ખુશી થાય અને દાન આપતા દોષ ન લગાડે તેવા, ઘરમાં સર્વેને દાન આપવાની અનુજ્ઞા છે, બધાં સમપણે દાન દેનાર છે, વળી તે કુળની પ્રતીતિ કરીને-વૃતિ કરીને વાવતું સમપણે દાન કરીને જે નિરુદ્ધ પર્યાયવાળા શ્રમણ નિર્ગળે દીક્ષા લીધી તેન આચાર્ય-ઉપાધ્યાય રૂપે તે જ દિવસે પણ સ્થાપવા કહ્યું. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વવહાર – ૩/૭૫ [૭૨] નિરુદ્ધ વાસ પર્યાયિ- પહેલા દીક્ષા લીધી હોય તે છોડી ને પુનઃ દીક્ષા લીધે થોડા વર્ષ થયા હોય તેવા શ્રમણ-નિગ્રન્થ ને આચાર્ય-ઉપાધ્યાય કાળધર્મ પામે ત્યારે તે પદવી આપવી કહ્યું. જો કે તે બહુસૂત્રી ન હોય તો પણ સમુચયપણે તે આચારપ્રકલ્પ- નિસીહના કેટલાંક અધ્યયન ભણ્યો છે અને બાકીના ભણીશ એમ ચિંતવે છે તે જો ભણે તો તેને આચાર્ય ઉપાધ્યાય ની પદવી દેવી કહ્યું પણ ભણીશ એમ કહી ન ભણે તો તેને પદવી આપવી ને કહ્યું. ૭૬-૭૭] તે સાધુ જે દક્ષામાં નાના છે. તરણ છે. તેવા સાધુને આચાર્ય ઉપાધ્યાય કાળ કરી ગયા હોય તો તેમના વિના રહેવું ન કહ્યું. પહેલાં આચાર્ય અને પછી ઉપાધ્યાયને સ્થાપીને રહેવું કહ્યું. એમ કેમ કહયું? તે સાધુ નવા છે- તરુણ છે તેથી તેને આચાર્ય- ઉપાધ્યાય બંનેના સંગ વિના રહેવું ન કલ્પે જો સાધ્વી નવ દીક્ષિત અને તરુણ હોય તો તેને આચાર્ય-ઊપાધ્યાય- પ્રવત્તિની કાળધર્મ પામે ત્યારે તેમના વિના રહેવું ન કલ્પે પણ પહેલા આચાર્ય- પછી ઉપાધ્યાય- પછી, પ્રવત્તિની એમ સ્થાપના કરી ત્રણેના સંગે રહેવું કલ્પ [૭૮-૮૦]જે સાધુ ગચ્છને છોડીને જાય, પછી મૈથુન સેવે, સેવીને ફરી દીક્ષા લે તેને દીક્ષા લીધી પછી ત્રણ વર્ષ સુધી આચાર્યથી ગણાવચ્છેદક સુધીની પદવી આપવી કે ધારવી ને કહ્યું. ત્રણ વર્ષ વીત્યા બાદ ચોથા વર્ષે તે સ્થિર થાય, ઉપશાંત થાય. કલેષથી નિવર્તે, વિષય થી નિવર્સે તેવા સાધુને આચાર્ય થી ગણાવચ્છેદક સુધીની છ પદવી આપવી કે ધારવી કહ્યું, .. પણ જો ગણાવચ્છેદક ગણાવચ્છેદકની પદવી મુક્યા વિના મથુનધર્મ સેવે તો જાવજીવન માટે તેને આચાર્ય થી ગણાવચ્છેદકમાંની એક પણ પદવી દેવી કે ધારવી કહ્યું, . . પણ જો તે ગણાવચ્છેદક ની પદવી મુકીને મૈથુન સેવે તો ત્રણ વર્ષે તેને પદવી આપવી ન કલ્પે ત્રણ વર્ષ વિત્યા બાદ ચોથા વર્ષે તે સ્થિર- ઉપશાંત- વિષય, કષાયથી નિવર્સેલ હોય તો આચાર્ય થાવત્ ગણાવચ્છેદક ની પદવી આપવી કે ધારવી કહ્યું. [૮૧-૮૨) આચાર્ય- ઉપાધ્યાય તેમની પદવી છોડ્યા સિવાય મૈથુન સેવે તો જાવજીવન માટે તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદની છ પદવી આપવી કે ધારવી ન કહ્યું, . . પણ જો તે પદવી છોડીને જાય, પછી મૈથુન ધર્મ સેવે તો તેને ત્રણ વર્ષ પર્યન્ત આચાર્ય પદવી આપવી કે ધારવી ને કહ્યું પણ ચોથું વર્ષ બેસે ત્યારે જો તે સ્થિર, ઉપશાંત, કષાય-વિષયથી રહિત થયેલ હોય તો તેને આચાર્ય-આદિ પદવી " આપવી કે ધારવી કલ્પ. [૮૩-૮૭] જે કોઈ સાધુ ગચ્છમાંથી નીકળીને વિષય સેવન અર્થે દ્રવ્ય લિંગ છોડવા દેશાંતર જાય, મૈથુન સેવી ફરી દીક્ષા લે. ત્રણ વર્ષ પર્યન્ત તેને આચાર્ય આદિ છ પદવી આપવી કે ધારવી ને કહ્યું, ત્રણ વર્ષ પુરા થયે ચોથું વર્ષ બેસે ત્યારે જે તે સાધુ સ્થિર-ઉપશાંત- વિષય કષાયથી નિવર્સેલ હોય તો તે- તે પદવી આપવી-ધારવી કહ્યું, . . ને ગણાવચ્છેદક, . . આચાર્ય કે ઉપાધ્યાય પોતાની પદવી મુક્યા વિના દ્રવ્યલિંગ છોડી અસંયમ આદરે તો જાવજીવ આચાર્ય-ઉપાધ્યાય પદવી આપવી કે ધારવી ન કહ્યું, . જો પદવી મૂકીને જાય અને પુનઃ દીક્ષા ગ્રહણ કરે તો ત્રણ વર્ષ પદવી આપવી ન કલ્પ આદિ સર્વે પૂર્વવત્ જાણવું. હો Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો–૩, સૂત્ર-૮૮ ૧૬૯ [૮૮-૯૪] સાધુ જે કોઈ એક કે ઘણાં, . . ગણાવચ્છેદક, . . આચાર્યઉપાધ્યાય, . . કે સર્વે બહુશ્રુત હોય, ઘણા આગમના જ્ઞાતા હોય. ઘણા-ઘણા ગાઢઆગાઢ કારણે માયા-કપટ સહિત અસત્ય બોલે, અસત્ય ભાખે તે પાપીજીવને જાવજીવને માટે આચાર્ય ઉપાધ્યાય- પ્રવર્તક-સ્થાવર-ગણી કે ગણાવચ્છેદનની પદવી આપવી કે ધારવી ન કલ્પે. ત્રીજા ઉદ્દેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (ઉસો-૪) [૯૫-૯૬] આચાર્ય-ઉપાધ્યાયને ઉનાળા શીયાળામાં એકલાપણે વિચરવું ન કહ્યું, .. પોતા સહિત બેને સાથે ચાલવું કહ્યું. [૯૭-૯૮] ગણાવચ્છેદકને પોતા સહિત બે જણાને શીયાળે ઉનાળે વિચરવું ન કલ્પ - -પોતા સહિત ત્રણને કહ્યું. _ [૯-૧૦૦]આચાર્ય-ઉપાધ્યાયને પોતા સહિત બે ને વષવાસ- ચોમાસું રહેવું ન કહ્યું, --ત્રણને કહ્યું. [૧૦૧-૧૦૨]ગણાવચ્છેદકને પોતા સહિત ત્રણને વષવાસ-ચોમાસું રહેવું ન કલ્પ . ચારને કહ્યું. [૧૦૩-૧૦૪] તે ગામ, નગર, નિગમ, રાજધાની, ખેડા, કસબો, મંડપ, પાટણ, દ્રોણમુખ, આશ્રમ, સંવાહ, સન્નિવેશને વિશે ઘણા આચાર્ય, ઉપાધ્યાય પોતા સાથે બે, ઘણા ગણાવચ્છેદકને પોતા સાથે ત્રણ ને પરસ્પર શીયાળે ઉનાળે વિચરવું કલ્પ . અને ઘણાં આચાર્યઉપાધ્યાયને પોતા સાથે ત્રણ અને ઘણાં ગણાવચ્છેદકને પોતા સાથે ચારને અન્યોન્ય નિશ્રાએ વર્ષોવાસ- ચોમાસું રહેવું કલો. [૧૦૫-૧૦૬એક ગામથી બીજે ગામ વિવરતા. .. કે ચોમાસું રહેલા સાધુ જે આચાર્ય-આદિને આગળ કરી વિચરતા હોય તે આચાર્ય-આદિ કદાચિતુ કાળ કરે તો અન્ય કોઈને અંગીકાર કરી તે પદવીએ સ્થાપી વિચારવું કહ્યું. જો કોઈને કલ્પાક-વડીલ રૂપે સ્થાપવા યોગ્ય ન હોય અને પોતે આચારપ્રકલ્પ-નિસીહ ભણેલ ન હોય તો તેણે એક રાત્રીની પ્રતિજ્ઞા અંગીકાર કરવી, જે જે દિશામાં બીજા સાધર્મિકો-એક માંડલી વાળા સાધુઓ વિચરતા હોય તે દિશા ગ્રહણ કરવી. જો કે તેને વિહાર નિમિત્તે ત્યાં રહેવું ન કહ્યું પણ રોગાદિ કારણે ત્યાં વસવું કહ્યું, ત્યાર પછી કોઈ સાધુ એમ કહે કે હે આર્ય ! એક કે બે રાત્રી અહીં રહો, તો એક બે રાત્રી ત્યાં રહે જો તેના કરતા વધારે રહે તો તેને તેટલી રાત્રીનું છેદ કે તપ પ્રાયશ્ચિત્ આવે. [૧૦૭-૧૦૮]આચાર્ય ઉપાધ્યાય રોગ ઉત્પન્ન થાય ત્યારે, .. કે વેશમૂકીને જાય ત્યારે બીજાને એમ કહે કે હે આર્ય ! હું કાળ કરું ત્યારે આને આચાર્ય પદવી આપજો. તે જો આચાર્ય પદવી આપવા યોગ્ય હોય તો તેને પદવી આપવી. યોગ્ય ન હોય તો ન આપવી. જો કોઈ બીજા તે પદવી આપવા યોગ્ય હોય તો તેને આપવી, જો કોઈ તે પદવી માટે યોગ્ય ન હોય તો પ્રથમ કહયું તેને જ પદવી આપવી. પદવી આપ્યા પછી બીજા કોઈ સાધુ એમ કહે કે હે આય! તારી આ પદવી દોષ યુક્ત છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વવહાર –૪/૧૦૯ માટે મૂકી દો. એમ કહેવાથી તે સાધુ પદવી મૂકી દે તો તેને દીક્ષાનો છેદ કે તપનું પ્રાયશ્ચિતુ ન આવે. જો પદવી મૂકવા યોગ્ય ને પદવી મૂકવા પ્રવર્તે નહીં તો તે સર્વેને તથા પદવીઘરને દીક્ષાનો છેદ કે પરિહારતપ પ્રાયશ્ચિતું આવે. [૧૦૦-૧૧૦આચાર્ય-ઉપાધ્યાય જે નવદીક્ષિત છેદોપસ્થાપનીય (વડીદીક્ષા યોગ્ય થયો છે એમ જાણવા છતાં..કે વિસ્મરણ થવાથી તેના વડીલ ચાર કે પાંચ રાત્રિ ઉપરાંત તે નવ દીક્ષિતને ઉપસ્થાપના ન કરે તો આચાર્ય-આદિને પ્રાયશ્ચિતું આવે. જો તેની સાથે પિતા-આદિ કોઈ વડીલે દીક્ષા લીધી હોય અને પાંચ-દસ કે પંદર રાત્રી પછી બંનેને સાથે ઉપસ્થાપન કરે તો કોઈ છેદ કે પરિહાર પ્રાયશ્ચિતુ ન આવે. પણ જો વડેરાને ઉપસ્થાપના ન કરવાની હોય છતાં પણ નવદીક્ષિતને ઉપસ્થાપના ન કરે તો જેટલા દિવસ ઉપસ્થાપના ન કરે તેટલા દિવસનું છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિત્ આવે. f૧૧૧ આચાર્ય-ઉપાધ્યાય સંભાળે અથવા ભૂલી જાય કે નવ-દીક્ષિત સાધુને નિયત સમય કરતાં) પણ દશરાત્રિ જવા છતાં ઉપસ્થાપના (વડીદીક્ષા) થઈ નથી. નિયત સૂત્રાર્થ પ્રાપ્ત તે સાધુના કોઈ વડેરા હોય અને તેને વડીલ રાખવા તે ભણે નહીં ત્યાં સુધી સાધુને ઉપસ્થાપના ન કરે તો કોઈ જ પ્રાયશ્ચિતુ ન આવે પણ જો તેવા કોઈ કારણ વિના જ ઉપસ્થાપના ન કરે તો તેમ કરનાર આચાર્ય-આદિને એક વર્ષ સુધી આચાર્ય પદવી આપવી ન કલ્પે. ૧૧૨]જે સાધુ ગચ્છને છોડીને જ્ઞાનાદિ નિમિત્તે અન્ય ગચ્છ સ્વીકારીને વિચરે ત્યારે કોઈ સાધર્મિક સાધુ દેખીને પૂછે કે હે આર્ય ! કયા ગચ્છને અંગીકાર કરીને વિચરો છો ? ત્યારે તે ગચ્છના સર્વ રત્નાદિ સાધુ ના નામ આપે. જો રત્નાધિક પૂછે કે કોની નિશ્રાએ વિચરો છો ? તો તે સર્વે બહુશ્રુતના નામ આપે અને કહે કે જેમ વળી તે ભગવંત કહેશે તેમ તેની આજ્ઞા પ્રમાણે રહીશું. [૧૧૩]ઘણા સાધમિકો-એક માંડલીવાળા સાધુ એકઠા વિચરવા ઈચ્છે તો વિરને પૂછ્યા સિવાય તેમ વિચરવું કે રહેવું ન કલ્પ. સ્થવિરને પૂછે ત્યારે પણ જો તે આજ્ઞા આપે તો એકઠા વિચરવું રહેવું કહ્યું, જે આજ્ઞા ન આપે તો ન કલ્પે. જો આજ્ઞા સિવાય વિચરે તો જેટલા દિવસ આજ્ઞા વિના વિચરે તેટલા દિવસનું છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિતુ આવે. [૧૧૪]આજ્ઞા વિના ચાલવા માટે પ્રવર્તેલ સાધુ ચાર-પાંચ રાત્રી વિચારીને ' વિરર્ન જુએં ત્યારે તેમની આજ્ઞા વિના જે વિચરણે કર્યું તેની આલોચના કરે, પ્રતિક્રમણ કરે, પૂર્વની આજ્ઞા લઈને રહે પણ હાથની રેખા સુકાય તેટલો કાળ પણ આજ્ઞા વિના રહે નહીં. [૧૧૫]કોઈ સાધુ આજ્ઞા વિના અન્ય ગચ્છમાં જવા પ્રવર્તે, ચાર કે પાંચ રાત્રિ ઉપરાંત આજ્ઞા વિના રહે પછી સ્થવિરને દેખીને ફરી આલોવે, ફરી પ્રતિક્રમણ કરે, આજ્ઞા વિના જેટલા દિવસ રડ્યા તેટલા દિવસનું છેદકે પરિહાર તપ પ્રાયશ્ચિત્ આવે સાધુના સંયમ ભાવને ટકાવવા બીજીવાર સ્થવિરની આજ્ઞા માંગીને રહે. તે સાધુને એમ કહેવું કહ્યું કે હે ભગવંતુ ! મને બીજા ગચ્છમાં રહેવાની આજ્ઞા આપો તો રહું. આજ્ઞાવિના તો બીજા ગચ્છમાં હાથની રેખા સુકાય તેટલો કાળ પણ રહેવું ન કલ્પ Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉદેસી-૪, સૂત્ર-૧૧૬ ૧૭૧ આજ્ઞા પછી જ તે કાયાથી સ્પર્શના કરે અથતુ પ્રવૃત્તિ કરે. [૧૧] અન્ય ગચ્છમાં જ્વા પ્રવૃત્ત થઈ નિવર્સેલ સાધુ ચાર કે પાંચ રાત્રિ આજ્ઞા વિના રહડ્યા પછી સ્થવિરને દેખીને સત્યપણે આલોચના-પ્રતિક્રમણ કરે આજ્ઞા લઈને પૂર્વની આજ્ઞાને વિશે રહે પણ આજ્ઞા વિના તો ક્ષણવાર પણ ન રહે. [૧૧૭]આજ્ઞા વિના ચાલવા થી નિવૃત્ત થયેલ સાધુ ચાર કે પાંચ રાત્રી બીજા ગચ્છમાં રહે પછી સ્થવિરને જોઈને તે ફરી ફરી આલોચના કરે-પ્રતિક્રમણ કરે- જેટલી રાત્રિ આજ્ઞાવિના રહડ્યા તેટલી રાત્રિનો છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિત્ સ્થવિર તેને આપે. સાધુ સંયમ ના ભાવે બીજી વખત સ્થવિરની આજ્ઞા લઈ અન્ય ગચ્છમાં રહે A વગેરે પૂર્વવત્ . [૧૧૮-૧૧૯]બે સાધર્મિક સાધુ એકઠા થઈને વિચરે. તેમાં એક શિષ્ય છે અને એક રત્નાધિક છે. શિષ્યને ભણેલા સાધુનો પરિવાર મોટો છે, રત્નાધિકને તેનો પરિવાર થોડો છે. તે શિષ્ય રત્નાધિક પાસે આવી તેમને ભિક્ષા લાવી આપે અને વિનપાદિક સર્વ કાર્ય કરે, . હવે જો રત્નાધિક નો પરિવાર મોટો હોય અને શિષ્યનો નાનો હોય તો રત્નાધિક ઈચ્છા થાય તો શિષ્યને અંગીકાર કરે, ઈચ્છા ન થાયતો અંગીકાર ન કરે, ઈચ્છા થાય તો આહાર-પાણી આપી વૈયાવચ્ચ કરે, ઈચ્છા ન થાય તો ન કરે. [૧૨૦-૧૨૨] બે સાધુ, . ગણાવચ્છેદક, . આચાર્ય કે ઉપાધ્યાય મોટાને પરસ્પર વંદન-આદિ કર્યા વિના રહેવું ન કહ્યું પણ અન્યોન્ય એક-એકને મોટાપણે સ્વીકાર કરીને વિચરવું કહ્યું. [૧૨૩-૧૨૬]ઘણાં સાધુઓ, -- ગણાવચ્છેદક, - - આચાર્ય, -- કે આ સર્વે એકઠા થઈને વિચરે તેમણે અન્યોન્ય એક એકને વડીલ કર્યા વિના વિચરવું ન કલ્પે. પણ નાનાએ મોટાને વડીલ તરીકે સ્થાપી-વંદનાદિ કરી વિચરવું કહ્યું. તેમ હું (તમને) કહું છું ચોથા ઉદ્દેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ. (ઉદ્યો -૫) [૧૨૭-૧૨૮]પ્રવતિની સાથ્વી ને શિયાળે-ઉનાળે પોતા સહિત બે સાધ્વીને વિચરવું ન કલ્પે. -- ત્રણ હોયતો કહ્યું. [૧૨૯-૧૩૦) ગણાવચ્છેદણી સાધ્વી ને શિયાળે- ઉનાળે પોતા સહિત ત્રણને વિચરવું ન કલ્પ, - -ચાર ને કહ્યું [૧૩૧-૧૩૪]વર્ષાવાસ અથ૮િ ચોમાસું રહેવું પોતાસહિત પ્રવર્તિની ને ત્રણ સાધ્વીને અને, -- ગણાવચ્છેદણી સાથ્વી ને ચાર સાધ્વીને ન કલ્પે. -- પણ કુલ ચાર સાધ્વી હોય તો પ્રવર્તિની ને અને પાંચ સાધ્વી હોય તો ગણાવચ્છેદણીને કહ્યું. [૧૩૫-૧૩૬]તે ગામ યાવત સંનિવેશને વિશે ઘણી પ્રવતિની ને પોતા સહિત ત્રણને, - -ઘણા ગણાવચ્છેદણીને પોતાસહિત ચારને શીયાળો-ઉનાળો અન્યોન્ય એક એક ની નિશ્રાએ વિચરવું કહ્યું,-- વષવાસ રહેવું હોય તો ઘણા પ્રવર્તિની હોય તો પોતા સહિત ચારને અને ઘણાં ગણાવચ્છેદણી હોય તો પાંચને અન્યોન્ય નિશ્રાએ રહેવું કહ્યું. [૧૩૩-૧૩૮]એક ગામથી બીજે ગામ વિચરતા. - - કે વષવાસ રહેલા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વવહાર - પ/૧૩૮ સાધ્વી જેમને આગળ કરીને વિચારતા હોય તે મોટા સાધ્વી કદાચ કાળ કરે તો તે સમુદાયમાં રહેલા બીજા કોઈ યોગ્ય સાધ્વીને વડીલ સ્થાપી તેની આજ્ઞામાં રહે, જે વડીલ તરીકે તેવા કોઈ યોગ્ય ન જણાય અને અન્ય સાધ્વી આચાર-ઐકલ્પ થી અજ્ઞાન હોય તો એક રાત્રીનો અભિગ્રહ લઈ, જે-જે દિશામાં તેમની માંડલીની અન્ય સાધ્વી હોય ત્યાં જવું કલો જો કે ત્યાં વિહાર નિમિત્તે રહેવું ન કહ્યું પણ રોગાદિ કારણે રહેવું કહ્યું. કારણ પુરું થયે જો કોઈ બીજા સાધ્વી કહે કે હે આય ! એક કે બે રાત્રી અહીં રહો તો રહેવું કહ્યું, તે ઉપરાંત જેટલી રાત્રી રહે તેટલું છેદ કે પરિવાર તપ પ્રાયશ્ચિતુ આવે. [૧૩૯-૧૪૦]પ્રવર્તિની સાધ્વી રોગ આદિ કારણે,. કે મોહના ઉદયે ચારિત્ર છોડી (મૈથુનાથ) દેશાન્તર જાય ત્યારે અન્યને એમ કહે કે હું કાળ કરે ત્યારે, ” કે મારા પછી મારી પદવી અમુક સાધ્વીને આપજો. જો તેની યોગ્યતા લાગે તો પદવી આપે, યોગ્ય ન લાગે તો પદવી ન આપવી. તે ટુકડીમાં અન્ય કોઈ યોગ્ય જણાય તો તેને પદવી આપે, જો કોઈ યોગ્ય ન લાગે તો પૂર્વે કહયું હોય તેને પદવી આપે. તેમ કર્યા પછી કોઈ સાધ્વી એમ કહે કે હે આય! તમારી આ પદવી દોષયુક્ત છે માટે તેને મૂકી દો ત્યારે તે સાધ્વી જો પદવી મૂકી દે તો તેને છેદ કે તપનું પ્રાયશ્ચિતુ ન આવે. જો તેનો પક્ષ લઈ કોઈ સાધમિક સાધ્વી તેને પદવી મૂકાવા પ્રવૃત્ત ન થાય તો જેટલા દિવસ તેની પદવી રહે તેટલા દિવસનું સર્વેને છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ આવે. [૧૪૧-૧૪૨]દીક્ષાને આશ્રીને નવા કે તરુણ સાધુ, - - કે સાધ્વી હોય તેને આચારપ્રકલ્પ-નિસીહ અધ્યયન ભૂલી જાય તો તેને પૂછવું કે હે આર્ય! (આય?) શા કારણે તમે આચાર પ્રકલ્પ અધ્યયન ભૂલી ગયા. રોગ થી કે પ્રમાદથી ? જો તે એમ કહે કે રોગથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયા તો તેને જાવજીવ માટે પદવી આપવી નહીં જો તે એમ કહે કે રોગથી ભૂલાઈ ગયું-પ્રમાદથી નહીં તો ફરી પાઠ આપવો અને પદવી પણ આપવી કહ્યું પણ જે તે ભણીશ એમ કહડ્યા પછી ભણે નહીં કે પૂર્વેનું સંભારે નહીં તો તેને પદવી આપવો ન કલ્પે. [૧૪૩-૧૪સ્થિવિર સાધુ ઊંમર થવાથી આચાર પ્રકલ્પ અધ્યયન ભૂલી જાય ત્યારે જો તે ફરી અધ્યયન સંભારે તો તેને આચાર્ય આદિ છ પદવી આપવી કે ધારવી કહ્યું. જો તે ન સંભારે તો પદવી આપવી-ધારવી ન કહ્યું, - - તે સ્થવિર જો બળ હોય તો બેઠાબેઠા આચારપ્રકલ્પ સંભારે અને શક્તિ ન હોય તો સૂતા સૂતા કે " ટેકે બેસીને પણ સંભારે. [૧૪૫-૧૪] જે સાધુ સાધ્વી સાંભોગિક હોય (ગોચરી-શધ્યાદિ ઉપધિ પરસ્પર લેવા-દેવાની છૂટ હોય તેવા એક માંડલી વાળા તે સાંભોગિક કહેવાય.) તેમને કંઈ દોષ લાગે તો અન્યોન્ય આલોચના કરવી કહ્યું જો ત્યાં કોઈ યોગ્ય આલોચના દાતા હોય તો તેની પાસે આલોચના કરવી કહ્યું. અને જો ત્યાં કોઈ યોગ્ય ન હોયતો પરસ્પર સમીપે આલોચના કરવી કહ્યું, - - પણ તે સાંભોગિક સાધુ આલોચના કર્યા બાદ એક બીજાની વૈયાવચ્ચ કરવી ન કલ્પે. જો ત્યાં કોઈ બીજો સાધુ હોય તો તેની પાસે વૈયાવચ્ચ કરાવે. જો ન હોય તો રોગાદિક કારણે પરસ્પર વૈયાવચ્ચ કરાવે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-૫, સૂત્ર-૧૪૭ ૧૭૩ [૧૪૭સાધુ કે સાધ્વીને રાત્રે અથવા સંધ્યા વેળા લાંબો સર્પ કરડે ત્યારે સાધુ સ્ત્રી પાસે કે સાધુ-પુરુષ પાસે ઔષધ કરાવે એવું અપવાદ માર્ગે સ્થવિર કલ્પીને કહ્યું. આવો અપવાદ સેવનાર સ્થવિર કલ્પી ને પરિહાર તપ પ્રાયશ્ચિતું પણ ન આવે. આ સ્થવિર કલ્પનો આચાર કડ્યો. જિનકલ્પીને આ રીતે અપવાદ માર્ગનું સેવન ન કો એ આચાર જિનકલ્પીનો કડ્યો. પાંચમા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ થઈ (ઉદ્દેસા-) [૧૪૮] જે કોઈ સાધુ-સાધ્વી પોતાના સગાને ઘેર જવા ઈચ્છે તો સ્થવિરને પૂછ્યા સિવાય જવું ન કલ્પ, પૂછયા પછી પણ જો સ્થવિર આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કલ્પે. જો આજ્ઞા વિના જાય તો કેટલા દિવસ રહે તેટલું છેદ કે તપ પ્રાયશ્ચિત્ આવે. અલ્પસૂત્રી કે આગમ ના અલ્પજ્ઞાતાને એકલાને પોતાના સગાને ત્યાં જવું ન કહ્યું. બીજા બહુશ્રુત કે ઘણા આગમના જ્ઞાતાની સાથે સગાને ઘેર જવું કહ્યું. ત્યાં ગયા પછી પહેલા ભાત થયા હોય પણ દાળ ન થઈ હોય તો ભાત લેવા કહ્યું પણ દાળ લેવી ન કલ્પે. પહેલા દાળ થઈ હોય અને ગયા પછી ભાત, થાય તો દાળ લેવી કલ્પ. પણ ભાત લેવા ન કલ્પે બંને પહેલેથી ઉતર્યા હોય તો બંને લેવા કલ્યું અને એકપણ વસ્તુ ન થઈ હોય તો કશું લેવું ન કલ્પે. અર્થાત્ સાધુના ગયા પહેલાં જે કંઈ તૈયાર હોય તે બધું કહ્યું અને ગયા પછી તૈયાર થાય તેવો કોઈપણ આહાર ન કલ્પે. [૧૪૯]આચાર્ય ઉપાધ્યાય ના ગણના વિશે પાંચ અતિશય કહયા છે. ઉપાશ્રયમાં પગને ઘસી ઘસી ને પુંજે અથવા વિશેષ પ્રમાર્જે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી ઉપાશ્રયમાં મળ-મૂત્રનો ત્યાગ કરે, શુદ્ધિ કરે, વૈયાવચ્ચ કરવાનું સામર્થ્ય હોય તો ઈચ્છા હોય તો વૈયાવચ્ચ કરે, ઈચ્છા ન હોય તો વૈયાવચ્ચ ન કરે, ઉપાશ્રયમાં એક-બે રાત્રિ વાસ કરે કે ઉપાશ્રયની બહાર એક-બે રાત્રિ વાસ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. [૧૫] ગણાવચ્છેદકના ગણને વિશે બે અતિશય કડ્યા છે. ગણાવચ્છેદક ઉપાશ્રયમાં કે ઉપાશ્રય બહાર એક કે બે રાત્રી વસે તો જિનાજ્ઞા ઉલ્લંઘન થતું નથી. [૧૫૧]તે ગામ-નગર-રાજધાની.... યાવતુ સંનિવેશ ને વિશે, એક જ આંગણ એક જ દરવાજો-પ્રવેશ નિગમનનો એક જ માર્ગ હોય ત્યાં ઘણાં અગિતાર્થ સાધુને (શ્રુતના અજ્ઞાનને) એકઠાં થઈ રહેવું ન કલ્પે. જો ત્યાં આચાર પ્રકલ્પ ના જ્ઞાત સાધુ હોય તો રહેવું કો પણ જો ન હોય તો ત્યાં જેટલા દિવસ રહે તેટલા દિવસનું તપ કે છેદ પ્રાયશ્ચિત્ આવે. [૧૫]તે ગાયાવત્સં નિવેશને વિશે જુદી જુદી વાડ હોય, દરવાજા તથા જવા આવવાના માર્ગ પણ જુદા જુદા હોય ત્યાં ઘણા અગીતાર્થ સાધુને તથા શ્રુત અજ્ઞાની ને એકઠા થઈને રહેલું ન કલ્પ. જો ત્યાં કોઈ એક આચાર પ્રકલ્પનિસીહ આદિના જાણકાર હોય તો તેની સાથે ત્રણ રાત્રિમાં આવીને સાથે રહેવું Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વવહાર – ૬/૧૫૨ કહ્યું. તેમ કરતાં કોઈ છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિતુ ન આવે. પણ જો આચાર પ્રકલ્પધર કોઈ સાધુ ત્યાં ન હોય તો જે સાધુ ત્રણ રાત્રિ ત્યાં વસે તો તે બધાંને જેટલા દિવસ રહે તેટલા દિવસનું તપ કે છેદ પ્રાયશ્ચિત આવે. [૧પ૩-૧૫૪]તે ગામ...યાવતુ ...અંનિવેશને વિશે ઘણી વાડો-દરવાજો-જવા આવવાના માર્ગો હોય ત્યાં બહુશ્રુત કે ઘણા આગમના જ્ઞાતાને એકલા રહેલું ન કલ્પ જો તેમને ન કલ્પ નો અલ્પશ્રુતઘર કે અલ્પ આગમજ્ઞાતાને તો કહ્યું જ કઈ રીતે? અર્થાત્ ન કહ્યું, - . પણ એક જ વાડ- એક દરવાજો- જવા આવવા નો એક જ માર્ગ હોય ત્યાં બહુ શ્રુત- આગમજ્ઞાતા સાધુ એકાકીપણે રહેવું કહ્યું. ત્યાં ઉભયકાળ શ્રમણ ભાવમાં જાગતો રહી અપ્રમાદી થઈ સાવધાન પણે વિચરે. [૧૫] જે જગ્યાએ ઘણાં સ્ત્રી-પુરુષ મોહના ઉદયે મૈથુન કર્મ પ્રારંભ કરતા હોય તે જોઈને શ્રમણ- બીજા કોઈ અચિત છિદ્રમાં શુક્ર મુગલ કાઢે કે હસ્તકર્મ ભાવે સેવન કરે તો એક માસનું ગરુ પ્રાયશ્ચિત્ આવે, - - પણ જો હસ્તકર્મને બદલે મૈથુન ભાવથી સેવન કરે તો ગર ચૌમાસી પ્રાયશ્ચિત્ આવે [૧૫૬-૧૫૯]સાધુ કે સાધ્વીને, બીજા ગણથી આવેલ, ..સ્વગણમાં રહેલા સાધ્વી કે જે ખંડિત શબલ-ભેદાયેલ કે સંકિલષ્ટ આચાર વાળા છે. વળી જે સાધ્વીએ તે પાપસ્થાનની આલોચના- પ્રતિક્રમણ- નિંદા-ગહ-નિર્મળતા-વિશુદ્ધિ કરી નથી. નહીં જ કરવા માટે તત્પર બનેલ નથી. દોષાનુસાર યથાયોગ્ય પ્રાયશ્ચિતું કરેલ નથી. તેવા સાધ્વી ને સાતા પૂછવી, સંવાસ કરવો, સૂત્રાદિ વાંચના દેવી, એક માંડલે ભોજન લેવું, થોડાકાળે કે જાવજીવની પદવી આપવી કે ધારવી ન કલ્પ, . . પણ જે તે પાપસ્થાનકની આલોચના, પ્રતિક્રમણ આદિ કરી ફરી તે પાપ સેવન ન કરવા તત્પર બને, ઉચિત પ્રાયશ્ચિત્ ગ્રહણ કરે તો તેને એક મંડલી એ સ્થાપવા યાવતું પદવી દેવી કલ્પ. છઠ્ઠા ઉદ્દેસાની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (ઉસો- ૭) [૧૬૦-૧૬૨]જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે અથતુિ એક સમાચારી વાળા છે. ત્યાં સાધુ ને પૂછયા સિવાય સાધ્વીએ ખંડિત સબલ- ભેદાયેલ કે સંકૂિલષ્ટ આચારવાળા કોઈ અન્યગણના સાધ્વીને તેના પાપસ્થાનક ની આલોચના પ્રતિ- ક્રમણ, ” પ્રાયશ્ચિતાદિ કર્યા સિવાય તેઓની શાતા પૂછવી, વાંચના દેવી, એક માંડલીયા સાથે ભોજન કરવું, સાથે વસવું, થોડા કાલ કે કાયમ માટે કોઈ પદવી દેવી આદિ કશું ન કહ્યું, .. પણ જે તેણી આલોચના આદિ સર્વે કરે તો ગુરુની આજ્ઞા પછી તેની સાતા પૂછવી ... યાવતું .. પદવી આપવી કે ધારવી કહ્યું, .... આ પ્રકારના સાધ્વી ને પણ જો તે સાધ્વીને સાથે રાખવા સ્વ સમુદાયના સાધ્વી ન ઈચ્છે તો તેના ગચ્છમાં પાછું જવું. [૧૩]જે કોઈ સાધુ સાધ્વી સમાન સામાચારીવાળા છે તે પૈકીના કોઈ સાધુને ને પરોક્ષ રીતે કે બીજા સ્થાનકે પ્રત્યક્ષ જણાવ્યા સિવાય વિસંભોગી અથતુ માંડલી બહાર કરવા ન કહ્યું. તે જ સ્થાનકે પ્રત્યક્ષ રીતે તેની સન્મુખ કહીને Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ઉદ્દેશો–૭, સૂત્ર-૧૩ વિસંભોગી કરવા કહ્યું. સન્મુખ હોય ત્યારે કહે કે હે આર્ય! આ અમુક કારણ થી હવે તમારી સાથે સાંભોગિક વ્યવહાર નહીં કરું. એમ કહી વિસંભોગ કરવો. જો તે પોતાના કાર્યનો પશ્ચાતાપ કરે તો તેને વિસંભોગી કરવો ન કલ્પે. પણ જો પશ્ચાતાપ ન કરે તો તેને મોઢા મોઢ કહીને વિસંભોગી કરે. [૧૬૪]જે કોઈ સાધુ-સાધ્વી સમાનસમાચારીવાળા છે તે પૈકીના કોઈ સાધ્વીને બીજા સાધ્વીએ પ્રત્યક્ષ સંભોગીપણામાંથી વિસંભોગી પણું એટલે કે માંડલી વ્યવહાર બંધ કરવો ન કલ્પે. પરોક્ષ રીતે અન્ય દ્વારા કહેવડાવી વિસંભોગી પણું કરવું કહ્યું. પોતાના આચાર્ય- ઉપાધ્યાયને એમ કહે કે અમુક કારણે અમુક સાધ્વી સાથે માંડલી વ્યવહાર બંધ કરેલ છે. હવે જો તે સાધ્વી પશ્ચાતાપ કરે તો * જણાવી વ્યવહાર બંધ-કરવો ન કલ્પે. જો તે પશ્ચાતાપ ન કરે તો વિસંભોગી કરવું કલ્પ [૧૬૫-૧૬૮]સાધુએ સાધ્વીને કે, . સાધ્વીએ સાધુને પોતાના અર્થે દિક્ષા દેવી, મુંડ કરવા, આચાર શીખવવો, શીષ્યત્વ આપવું, ઉપસ્થાપન કરવું, સાથે રહેવું, આહાર કરવો કે થોડા દિવસ અથવા કાયમ માટે પદવી આપવી ન કહ્યું .. બીજાના અર્થે દીક્ષા આપવી વગેરે સર્વે કાર્યો કરવા કહ્યું. [૧૬૯-૧૭૦]સાધ્વી ને વિકટ દિશામાં વિહાર કરવો કે ધારવો ન કલ્પે, . સાધુ ને કહ્યું. [ ૧૭૧-૧૭૨] સાધુને વિકટ દેશને વિશે કઠોર વચનાદિનું પ્રાયશ્ચિત્ લઈ ત્યાં બેઠા ખમાવવું ન કલ્પ. . . સાધ્વીને કહ્યું. [૧૭૩-૧૭૪]સાધુ-સાધ્વીને વિકાલે સ્વાધ્યાય કરવો ન કલ્પે, .. જો સાધુની નિશ્રા-આજ્ઞા હોય તો સાધ્વીને વિકાલે પણ સ્વાધ્યાય કરવા કહ્યું. [૧૭૫-૧૭૬]સાધુ-સાધ્વીને અસઝાયમાં સ્વાધ્યાય કરવો ન કલ્પે. - - સજ્ઝાયે (-સ્વાધ્યાયકાળ) સ્વાધ્યાય કરવા કહ્યું. [૧૭૭સાધુ-સાધ્વીને પોતાની શારીરિક અસઝાય માં સજ્ઝાય કરવી ન કલ્પ અન્યોન્ય વાંચના દેવી કહ્યું. [૧૭૮-૧૭૯]ત્રણ વર્ષના દીક્ષાપયિ વાળા સાધુને ૩૦ વર્ષના દીક્ષાવાળા સાધ્વીને ઉપાધ્યાય રૂપે સ્વીકારવા કહ્યું, .. પાંચ વર્ષના પર્યાયવાળા સાધુને ૬૦ વર્ષના પર્યાયવાળા સાધ્વીને ઉપાધ્યાય રૂપે સ્વીકારવા કલ્પે. [૧૮]એક ગામથી બીજે ગામ વિહાર કરતા સાધુ-સાધ્વી કદાચીત્ કાળ કરે, તેના શરીરને કોઈ એક સાધર્મિક-સાધુ જુએ તો તે સાધુ તે મૃતકને વસ્ત્રાદિ વડે ઢાંકીને એકાંત, અચિત્ત, નિદોંષ ચંડીલ ભૂમિને જોઈ- પૂજીને પાઠવવું કહ્યું જો ત્યાં કોઈ ઉપકરણ આદિ હોય તો તે આગાર સહિત ગ્રહણ કરે બીજી વખત આજ્ઞા લઈને તે ઉપરકરણ રાખવા કે ત્યાગ કરવાનું કહ્યું. [૧૮૧-૧૮૨]સજ્જાતર ઉપાશ્રય ભાડે આપે કે વેચે પણ લેનારને કહે કે આ જગ્યામાં અમુક સ્થાને નિર્ઝન્થ સાધુ વસે છે. તે સિવાયની જગ્યા ભાડે કે વેચાણ આપીશું તો તે સાતરના આહાર-પાણી વહોરવા ન કલ્પે જો આપનારે કંઈ ન કડ્યું હોય પણ લેનાર એમ કહે કે આટલી જગ્યામાં સાધુ ભલે વિચરે તો લેનારના આહાર-પાણી ન કલ્પે જો દેનાર-લેનાર બંને કહે તો બંનેના આહાર-પાણી ન કલ્પ. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વવહાર – ૭/૧૮૩ [૧૮૩] જો કોઈ વિધવા પીતાને ઘેર રહેતી હોય અને તેની આજ્ઞા લેવાનો પ્રસંગ આવે તો તેના પીતા-પુત્ર કે ભાઈ એમ બંનેની આજ્ઞા લઈ અવગ્રહ માંગવો. [૧૮] પંથને વિશે અથતું રસ્તામાં પણ અવગ્રહની અનુજ્ઞા લેવી. જેમકે વૃક્ષ આદિની, કે ત્યાં પૂર્વે રહેલ મુસાફરની. ૧૮૫-૧૮૬]રાજા મૃત્યુ પામે ત્યારે રાજમાં ફેરફાર થયો છે. એમ જાણે. પણ પ્રથમના રાજાની સ્થિતી-પ્રભાવ તુટ્યા ન હોય, ભાઈ-ભાગ વહેંચાયો ન હોય, અન્ય વંશના રાજા વિચ્છેદ ન પામ્યા હોય, બીજા રાજાએ હજી તે દેશનું રાજ ગ્રહણ કર્યું ન હોય ત્યાં સુધી પૂર્વની અનુજ્ઞા મુજબ રહેવું કહ્યું, . પણ જો પૂર્વના રાજાનો પ્રભાવ તુટી ગયો હોય, ભાગ વહેંચણી, રાજા વિચ્છેદ, અન્ય દ્વારા ગ્રહણ આદિ થઈ ગયા હોયતો ફરીથી નવા રાજાની આજ્ઞા માંગીને રહેલું કલ્પે. - એ પ્રમાણે હું (તેમને) કહું છું. સાતમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ થઈ. (ઉદ્દે સો-૮) ૧૮૭ીજે ઘરને વિશે વષવિાસ રહ્યા. તે ઘરમાં, બહારના પ્રદેશમાં કે દૂર અંતરે જે જે શયા-સંથારો મળેલ હોય તે- તે મારા છે એમ શિષ્ય કહે પણ જો સ્થવિર આજ્ઞા આપે તો લેવા કહ્યું, જો આજ્ઞા ન આપે તો લેવા ન ક. એ રીતે આજ્ઞા મળે તો જ રાત્રિદિવસ તે શય્યા-સંથારો લેવો કલ્પ. [૧૮૮-૧૮૯] તે સાધુ હલકા શય્યા સંથારાની ગવેષણા કરે, જે-તે એક હાથે ઉપાડીને એક-બે કે ત્રણ દિવસના માર્ગે લઈ જવા સમર્થ હોય એવો હલકો સંથારો શીયાળા-ઉનાળા માટે મેળવે, .. એ જ રીતે વર્તવાસ માટે મેળવે. [૧૦] તે સાધુ હલકા વજનના શય્યા-સંથારાની ગવેષણા કરે, જે-તે એક હાથે ઉપાડીને એક-બે ત્રણ-ચાર-પાંચ દિવસના એટલા દૂરના રસ્તાને માટે ઉપાડવા સમર્થ હોય જેથી તે શા-સંથારો મારે વધતી વર્ષાઋતુમાં કામ આવે. [૧૯૧જે સ્થવિર સ્થિરવાસ રહે તેને દાંડો, પાત્રા, માથું ઢાંકવાનું વસ્ત્ર, પાત્રક, લાકડી, વસ્ત્ર, ચર્મખંડ, રાખવા કહ્યું. જો સ્થવિર એકલા હોય ત્યારે આ સર્વે ઉપકરણ કયાંય રાખીને ગૃહસ્થ ને ઘેર આહાર ગ્રહણ માટે નીકળે કે પ્રવેશે. ત્યાર પછી પાછા ફરે ત્યારે જેને ત્યાં ઉપકરણ મૂકેલા હોય તેની બીજી વખત આજ્ઞા લઈને તે ઉપકરણ ભોગવે છે ત્યાગ કરે. | [૧૯૨-૧૯૪]સાધુ-સાધ્વીને પાડિહારિક-પાછા દેવા યોગ્ય કે શય્યાતરની પાસેના શય્યા-સંથારો પુનયાચી અનુજ્ઞા લીધા સિવાય બહાર જવું ન કહ્યું, . આજ્ઞા લઈને જવું કહ્યું. [૧૯૫-૧૯૭સાધુ-સાધ્વીને પાડિહારિક કે શય્યાતર ની પાસેના શાસંથારો પ્રથમ લીધેલ તે પાછો તેમને સોંપીને બીજી વખત તેમની આજ્ઞા સિવાય રાખવો ન કહ્યું. આજ્ઞા લઈને રાખવો કલ્પે .. કે પહેલાં ગ્રહણ કરી પછી આજ્ઞા લેવી પણ ન કલ્પે. . પૂર્વ આજ્ઞા લઈ પછી જે ગ્રહણ કૈરવું કહ્યું. જો એમ જાણે કે અહીં ખરેખર પ્રાતિહારિક શય્યા-સંથારો સુલભ નથી. તો પહેલેથી જ ગ્રહણ કરી લે પછી Page #180 -------------------------------------------------------------------------- ________________ B ૧૭૭ ઉદ્દેસો–૮,સૂત્ર–૧૯૨ આજ્ઞા માંગે ત્યારે કદાચ પાડિહારિક સાથે શિષ્યને બોલાચાલી થાય તો સ્થવિર તેને રોકે અને કહે કે તમે કોપ ન કરો. તમે એમની વસ્તિ ગ્રહી રહ્યા છો. કઠોર વચન પણ બોલો છો એમ બંને કરવું યોગ્ય નથી. એ રીતે મીષ્ટ વચનથી બંનેને શાંત કરે. [૧૯૨-૨૦૦]સાધુ ગૃહસ્થને ઘેર આહાર માટે જાય, .. કે બહાર સ્થંડીલ કે સ્વાધ્યાયભૂમિ માં જાય, કે એક ગામથી બીજે ગામ વિચરતા હોય ત્યાં અલ્પ પણ કોઈ ઉપકરણ પડી જાય. તેને કોઈ સાધર્મિક સાધુ જુએ, ગૃહસ્થ થકી તે વસ્તુ ગ્રહણ કરવી કલ્પે. તે વસ્તુ લઈ તે સાધર્મિક પરસ્પર સાધુને એમ કહે કે હે આર્ય ! આ ઉપકરણ કોનું છે તે તમે જાણો છો ? સાધુ કહે કે હા જાણું છું તે મારું ઉપકરણ છે. તો તેને આપે. જો એમ કહે કે અમે જાણતા નથી તો લાવનાર સાધુ પોતે ન ભોગવે- ન બીજાને આપે પણ એકાંત-નિર્દોષ-થંડીલ ભૂમિમાં પરઠવી દે. [૨૦૧]સાધુ-સાધ્વીને વધારાના પાત્ર પરસ્પર માટે ધા૨વા કે ગ્રહણ કરવા કલ્પે. જો તે પાત્ર હું અમુક આપીશ, હું પોતે જ રાખીશ કે બીજા કોઈપણ ને આપશું તો જેને માટે તે લીધેલ હોય તેને પૂછ્યા કે નિમંત્રીત કર્યા સિવાય પરસ્પર દેવા ન કલ્પે, પણ જેને માટે લીધા છે તેને પૂછીને, નિમંત્રીત કરીને આપવા કલ્પે [૨૦૨]કુકડીના ઈંડા પ્રમાણ એવા આઠ કોળીયા એટલે કે આઠ કવલ આહાર જે કરે તે સાધુને અલ્પ-આહારી કહ્યા. બાર કવલ આહારી સાધુ અપાઈ ઉણોદરી કરે છે, સોળ કેવલ આહારી ને અર્ધ ઉણોદરી, ચોવીસ કવલ આહારીને પા ઉણોદરી, ૩૧ કવલ આહારીને કિંચિત્ ઉણોદરી, ૩૨ કવર આહારીને પ્રમાણ પ્રાપ્ત આહારી કહયા એ રીતે એકાદ કવલ પણ ઓછો આહાર કરનારને પ્રકામ ભોજી ન કહ્યા પણ ઉણોદરી કહી. આઠમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ. (ઉદ્દેસો - ૯ [૨૦૩-૩૦૬]સાગારિક- શય્યાતરને ત્યાં કોઈ મહેમાન ઘરમાં જમતોહોય, કે બહાર જમતો હોય તેના માટે આહાર-પાણી કર્યા હોય, તે આહાર શય્યાતર તેને આપે, પાડિહારિક-પાછા આપવાની શરતે વધેલ આહાર તે વ્યક્તિ શય્યાતરને આપે તો તેમાંથી સાધુને અપાયેલ આહાર સાધુએ લેવો ન કલ્પે, પણ જો તે આહાર અપાહિારિક હોય તો સાધુ-સાધ્વીને લેવો કલ્પે. [૨૦૭-૨૧૦]સાગારિક-શય્યાતરના દાસ, નોકર, ચાકર, સેવક આદિ કોઈપણ ઘરમાં કે, ..ઘર બહાર જમતાં હોય તેમને માટે બનાવેલ આહાર જમતા વધે અને તે નોકર વગેરે પાછો લેવાની બુદ્ધિએ શય્યાતરને આપે તો તેવો આહાર શય્યાતર આપે ત્યારે સાધુ-સાધ્વીને લેવો ન કલ્પે, પાછો લેવાની બુદ્ધિ રહિત અર્થાત્ અપ્રાતિહારિક હોય તો કલ્પે. .. .. [૨૧૧-૨૧૪]શય્યાતરના નાતીલા હોય, એક જ ઘરમાં, કે ઘર બહાર.. એક જ, .. કે અલગ ચુલાનું પાણી વગેરે લેતા હોય પણ તેના આધારે જીવતા હોય તો તેમનો દીધેલો આહાર સાધુને લેવો ન કલ્પે. 12 Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વવહાર – ૧૫ [૨૧૫-૨૧૮]શય્યાતરના નાતીલા હોય, દરવાજો એક હોય, જવા-આવવાનો માર્ગ એક હોય ઘર જુદા હોય પણ ઘરમાં કે ઘરબહાર રાંધવાના માર્ગ એક હોય. જુદા જુદા ચૂલા હોય. . કે એક જ હોય તો પણ શય્યાતરના આહાર-પાણી ઉપર જેની આજીવિકા ચાલતી હોય, તે આહારમાંથી સાધુને આપે તો તે આહાર લેવો ન કલ્પે. [૨૧૯-૨૩૨] શય્યાતરની- ૧- તેલ વેચવાની, . ૨. ગોળ ની, .. ૩ કરીયાણાના, ..૪ . કપડાંની, ૫. સુતરની. .. - રૂ અનેકપાસની, ૭ ગંધીયાણાની. ..(૮મીઠાઈની દુકાનો છે, તેમાં શય્યાતરનો ભાગ છે. તે દુકાને વેચાણ થાય છે તો તેમાંની કોઈપણ વસ્તુ આપે તો તે સાધુને લેવી ન કહ્યું, .. પણ જો આ દુકાનોમાં શય્યાતરનો ભાગ ન હોય, તે દુકાને વેચાણ થતું હોય તેમાંથી કોઈ સાધુને આપે તો લેવું કલપે. [૨૩૩-૨૩૬] બીજાની અન-આદિ રસોઈમાં શય્યાતરનો ભાગ હોય, વખારમાં પડેલા આંબા માં તેનો ભાગ હોય તો તેમાંથી અપાયેલ આહાર આદિ સાધુને ન કહ્યું, .. શય્યાતરનો ભાગ ન હોય તો કહ્યું. [૨૩૭સાત દિવસની સાત પડિમા રૂપ તપશ્ચયના ૪૯ રાત્રિ દિવસ થાય પહેલા સાત દિવસ અન્ન-પાણીની એક દત્તિ- બીજા સાત દિવસે બે-બે દત્તિ- યાવતુ સાતમા સાત દિવસે સાત-સાત દત્તિ ગણતા કુલ ૧૯૬ દત્તિ થાય એ તપ જે રીતે સૂત્રમાં કહઠ્યો છે, જેવો માર્ગ છે, જેવું સત્ય અનુષ્ઠાન છે. તેવું સમ્યક પ્રકારે કાયા એ સ્પર્શ કરવા દ્વારા, નિરતિચાર, પાર પહોંચાડેલ, કીર્તન કરેલ એ રીતે સાધુ આજ્ઞાને પાળનાર હોય. [૨૩૮-૨૪૦] ઉપર કહ્યું તે રીતે ) આઠ દિવસ ની આઠ પડિકારૂપ તપ કહેલ છે. પહેલાં આઠ દિવસ અન્ન પાણીની એક એક દતી એ રીતે આઠમી પડિમાઆઠ દિવસની આઠ દત્તી ગણના કુલ ૬૪ રાત્રિ દિવસે ૨૮૮ દત્તીએ. તપપૂર્ણ થાય, .. એ જ રીતે નવ દિવસની નવ પડિમા - ૮૧ રાત્રિ દિવસ અને કુલ દત્તી ૪૦૫, દશ દિવસ ની દશ પડિમા- ૧૦૦ દિવસ અને કુલ દત્તી-પપ૦ એ રીતે આઠમી-નવમી-દશમી પ્રતિમાનું સૂત્ર-કલ્પ-માર્ગ- યથાતથ્યપણે સમ્યક રીતે કાયા દ્વારા સ્પર્શ- પાલન-શુદ્ધિ-તરણકર્તન-આજ્ઞાથી અનુપાલન થાય છે. [૨૪૧]બે પ્રતિમા કહી છે તે આ પ્રમાણે- નાની પેશાબ પ્રતિમા અને મોટી પેશાબ પ્રતિમા. [૨૪રી નાની પેશાબ પ્રતિમા વહેનાર સાધુને પહેલા શરદ કાળે (માગસર' માસે ) અને છેલ્લા ઉષ્ણ કાળે (અષાડમાસે) ગામ બહાર .... યાવત્ ... સન્નિવેશ, વન, વનદુર્ગ, પર્વત, પર્વતદુર્ગમાં આ પ્રતિમા ધારણ કરવી કહ્યું ભોજન કરીને પ્રતિમા ગ્રહણ કરે તો ૧૪ ભક્ત પુરી થાય એટલે છ ઉપવાસ પછી પારણું કરે, જમ્યા વિના પડિમા વહેતા ૧૬ ભક્ત એટલે કે સાત ઉપવાસે પુરી થાય. આ પ્રતિમા વહેતા દિવસે જેટલો પેશાબ આવે તે દિવસે પી જાય. રાત્રે આવે તે ન પીએ. અથતુ જો તે પેશાબ જીવ-વીર્ય-ચીકાશ-૨જ સહિત હોય તો પરઠવે અને જીવ-વીર્ય-ચીકાશ કે રજ રહિત હોય તો પીએ. એ રીતે જે-જે પેશાબ થોડા કે વધુ પ્રમાણમાં આવે તે પીએ. આ નાની. પેશાબ પ્રતિમા કહી જે સૂત્રમાં કહયાનુસાર ..યાવતુ...પાલન કરતા સાધુ વિચરે. [૨૪૩]મોટી પેશાબ પ્રતિમા (અભિગ્રહ) સ્વીકારનાર સાધુને ઉપર કહયા Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-૯, સત્ર-૨૪૩ ૧૭૯ મુજબની વિધિએ પ્રતિમા વહન કરવાની હોય. તફાવત એ કે ભોજન કરીને પ્રતિમા વહેતો,૭-ઉપવાસ અને ભોજન કર્યા સિવાય ૮- ઉપવાસ બાકી સર્વવિધિ નાની પેશાબ પ્રતિમા મુજબ જાણવી. [૨૪૪ અન્ન પાણીની દતીની અમુક સંખ્યા લેનાર સાધને પાત્ર ધારક ગૃહસ્થના ઘેર આહારઅર્થે પ્રવેશ બાદ યાત્રામાં તે ગૃહસ્થ અન્નની જેટલી દત્તીની સંખ્યા આપે તેટલી દત્તિ કહેવાય અન્ન-પાણી આપતા ધાર ન તુટે તે એક દત્તી તે સાધુને કોઈ દાતાર વાંસની છાબડીએ, વસ્ત્રથી, ચાલણીથી, પાત્ર ઉપાડી સાધુને ઊંચા હાથે આપે ત્યારે ધાર તુટે નહીં ત્યાં સુધી સર્વેને એક દરી કહેવાય. જો ઘણા જમનાર હોયતો બધા પોતાનો આહાર એકઠો કરી આપે ત્યારે હાથ ઊંચો કરીને મુકે ત્યાં સુધી બધાંની મળીને એકજ દત્તી જાણવી. [૨૪પીજે સાધુએ પાણીની દત્તી નો અભિગ્રહ કરેલ છે તે ગૃહસ્થ ને ત્યાં પાણી લેવા જાય ત્યારે એક આપે જેટલું પાત્ર ઊંચેથી પાણી આપવા ઉપાડેલ છે તેટલા સર્વેને ધાર ન તુટે ત્યાં સુધી એક દત્તી કહેવાય. (વગેરે સર્વે હકીકત ઉપરોક્ત સૂત્રઃ ૨૪૪ ની આહારની દત્તી મુજબ જાણવી.) [૨૪૬-૨૪૭અભિગ્રહ ત્રણ પ્રકાર કહડ્યા ધોળું અન્ન લેવું કાષ્ઠપાત્રમાં સામેથી લાવીને આપે તે ભરડેલા હાથે કે વાસણે આપેતો જે કોઈ ગ્રહે, જે કોઈ આપે, જે કોઈ વસ્તુને મુખમાં મુકે તે વસ્તુ જ લેવી. એ બીજા પ્રકારે ત્રણ અભિગ્રહ [૪૮]બે પ્રકારે (પણ) અભિગ્રહ કહયા છે. (૧) જે હાથમાં લે તે વસ્તુ લેવી (૨) જે મુખમાં મુકે તે વસ્તુ લેવી-એ પ્રમાણે હું તમને) કહું છું. નવમા ઉદેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (ઉદેસો- ૧૦) [૨૪૯]બે પ્રતિમા (અભિગ્રહ) કડ્યા છે. તે આ પ્રમાણે જવ મધ્ય ચંદ્રપ્રતિમા અને વજ મધ્ય ચંદ્ર પ્રતિમા. જવમધ્ય ચંદ્ર પ્રતિસાધારી સાધુ એક મહિના સુધી કાયાની મમતાનો ત્યાગ કરે છે. જે કોઈ દેવ-મનુષ્ય કે તિયય સંબંધિ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો ઉપજે જેમાં વંદન-નમસ્કાર-સત્કાર-સન્માન-કલ્યાણ-મંગલ- દેવસદશ વગેરે અનુકુળ અને બીજા કોઈ દંડ- અસ્થિ-જોતર કે નેતરના ચાલવાથી કાયાને ઉપસર્ગ કરે તે પ્રતિકૂળ. એ સર્વ ઉપસર્ગ ઉપજે તે સમભાવે સહે, ખમે, તિતિક્ષા કરે, દીનતા રહિત ખમે. જ્વ મધ્ય ચંદ્ર પ્રતિસાધારી સાધુને શુકલ પક્ષની એકમે એક દત્તિ અન-એક દત્તિ પાણી લેવું કહ્યું. સર્વે બે પગા-ચોપગા જે કોઈ આહારની ઈચ્છાવાળા છે તેમને આહાર મળી ગયો હોય. ઘણાં તાપસ-બ્રાહ્મણ-અતિથિ-કપણ-દરિદ્રી, યાચક, ભીક્ષા લઈ ગયા પછી નિર્દોષ આહાર ગ્રહણ કરે. તે સાધુને જયાં એકલો જમનાર હોય ત્યાંથી આહાર લેવો કો, પણ બે-ત્રણ ચાર-પાંચના જમણમાંથી લેવું ન કહ્યું. ત્રણ માસથી વધુ ગર્ભવાળીને હાથે, બાળકના ભાગમાંથી કે બાળક વિખુટો પાડે તો ન લે. બાળકને દુધ પાતી સ્ત્રીના હાથે ન લે. ઘરમાં ઊંબરાની અંદર કે બહાર બંને પગ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ વવહાર- ૧o૨૪૯ રાખીને આપે તો ન લે પણ એક પગ ઉંબરામાં અને એક પગ ઊંબરા બહાર હોય અને આપે તો લેવું કહ્યું. એ રીતે ન આપે તો લેવું ન કલ્પે. શુકલપક્ષની બીજે અથતુ બીજે દિવસે અન્નની અને પાણીને બે દત્તી, ત્રીજે ત્રણ દસ્તી...એ રીતે...પૂનમે અથતુિ પંદરમે દિવસે અન્ન-પાણીની અંદર દત્તી ગ્રહણ કરે. પછી કૃષ્ણ પક્ષમાં એકમે ચૌદ દત્તી અનની, ચૌદ દતી પાણીની, બીજે તેર દત્તી અન્ન-તેરદત્તીની પાણીનીયાવતુ ... ચૌદશે એક દત્તી અન્નની અને એક દતી પાણીની લેવી કલ્પે. અમાસે તે સાધુ આહાર ન કરે. એ પ્રમાણે નિશ્ચયથી આ જવ મધ્ય પ્રતિમા કહી, તે સૂત્ર-કલ્પ-માર્ગમાં કહયા મુજબ યથાત સમ્યક રીતે કાયા થકી સ્પર્શી, પાલન કરી, શોધી, પાર કરી, કિર્તન કરી આજ્ઞાનુસાર પાલન કરવી. [૨૫૦|વજ મધ્ય ચંદ્ર પ્રતિમા (અર્થાતુ અભિગ્રહ વિશેષ) ધારણ કરનારને કાયાની મમતા નો ત્યાગ, ઉપસર્ગ સહેવા આદિ સર્વે ઉપરોક્ત સૂત્રઃ ૨૪૯ માં કહ્યા મુજબ જાણવું. વિશેષતા એ કે આ પ્રતિમાનો આરંભ કષ્ણ પક્ષથી થાય છે. એકમે પંદર દત્તી અન્નની અને પંદર દત્તી પાણીની લઈ તપનો આરંભ થાય....યાવતુ... અમાસ સુધી એક એક દત્તી ઘટતા અમાસે ફકત એક દત્તી અન્ન અને એક દત્તી પાણીની લે. પછી શુકલ પક્ષમાં ક્રમશઃ એક-એક દત્તી અન્ન અને પાણીની વધતી જાય. શુકલ એકમે બેદરી અન અને બે દત્તી પાણીની લેવી કહ્યું...યાવતુચૌદસે પંદર દત્તી અન્ન અને પંદર દત્તી પાણીની લે અને પૂનમે ઉપવાસ કરે. [૨૫૧] વ્યવહાર પાંચ પ્રકારે કડ્યા છે. તે આ પ્રમાણે-આગમ, શ્રત, આજ્ઞા ધારણા અને જીત. જ્યાં આગમ વ્યવહારી એટલે કે કેવલી કે પૂર્વધર હોય ત્યાં આગમ વ્યવહાર સ્થાપવો. જ્યાં આગમ વ્યવહારી ન હોય ત્યાં સૂત્ર (આયારો વગેરે) વ્યવહાર સ્થાપવોજ્યાં સૂત્ર જ્ઞાતા પણ ન હોય ત્યાં આજ્ઞા વ્યવહાર સ્થાપવો, જ્યાં આજ્ઞા વ્યવહારી ન હોય ત્યાં ધારણા વ્યવહાર સ્થાપવો, અને ધારણા વ્યવહારી પણ ન હોય ત્યાં જીત એટલે કે પરંપરાથી આવતો વ્યવહાર સ્થાપવો. આ પાંચ વ્યવહાર કરીને વ્યવહાર સ્થાપે તે આ પ્રમાણે-આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા અને જીત, જેમ જેમ જ્યાં આગમ-સૂત્ર-આજ્ઞા-ધારણા-જીત તેમ તેમ તે તે વ્યવહારે સ્થાપે હે ભગવંત ! એમ કેમ કહ્યું ? આગમ બળયુક્ત સાધુને એ પૂર્વોક્ત પાંચ વ્યવહારને જે વખતે જે ક્યાં ઉચિત હોય તે ત્યાં નિશ્રા રહિત ઉપદેશ અને વ્યવહાર ને રાખતા તે સાધુ આજ્ઞાના આરાધક થાય છે. [૨પ૨-૨૫૯]ચાર જાતના પુરુષોના (અલગ અલગ ભેદ છે તે) કહે છે. (૧)ઉપકાર કરે પણ માન ન કરે, માન કરે પણ ઉપકાર ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, - (૨) સમુદાયનું કાર્ય કરે પણ માન ન કરે, માન કરે પણ સમુદાયનું કાર્ય ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, – (૩) સમુદાય માટે સંગ્રહ કરે પણ માન ન કરે, માન કરે પણ સમુદાય માટે સંગ્રહ ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, (૪) ગણની શોભા કરે પણ માન ન કરે, માન કરે પણ ગણની શોભા ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે. .. (પ) ગણ Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-૧૦,સૂત્ર-૨૫૯ ૧૮૧ શુદ્ધિ કરે પણ માન ન કરે, માન કરે પણ ગણની શુદ્ધિ ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે; .. (૬) રૂપ ત્યાગે પણ ધર્મ ન ત્યાગે, ધર્મ છોડે પણ રૂપ ન છોડે, બંને છોડે, બેમાંથી કશું ન છોડે, .. (૭) ધર્મ છોડે પણ ગણ મયદા ન છોડે, ગણ મયદા છોડે પણ ધર્મ ન છોડે, બંને છોડે, બે માંથી એકે ન છોડે... (૮) પ્રિયધર્મી હોય પણ દઢ ધર્મી ન હોય, દઢ ધમ હોય પણ પ્રિય ધર્મી ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય. * [૨૬૦-૨૧]ચાર પ્રકારે આચાર્યો કહયા - (૧) પ્રવજ્યા આર્ય પણ ઉપસ્થાપના આર્ય નહીં, ઉપસ્થાપના આર્ય પણ પ્રવજ્યા આર્ય નહીં, બંને હોય, બેમાંથી એકે ન હોય, ... (૨) ઉદ્દેસાચા હોય પણ વાંચનાચાર્ય ન હોય, વાંચનાચાર્ય હોય પણ ઉદ્દેસા ચાર્ય ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય. [૨૬૨-૨૩]ચાર અંતેવાસી શિષ્યો કહયા છે. (૧) પ્રવજ્યાશિષ્ય હોય પણ ઉપસ્થાપના શિષ્ય ન હોય, ઉપસ્થાપના શિષ્ય હોય પણ પ્રવજ્યા શિષ્ય ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય.. (૨) ઉદ્દેશો કરાવે પણ વાંચના ન આપે, વાંચના આપે પણ ઉદ્દેસો ન કરાવે, બંને કરાવે, બે માંથી કશું ન કરાવે. [૨૬૪]ત્રણ સ્થવિર ભૂમિ કહી છે. વય સ્થવિર, શ્રુત સ્થવિર અને પર્યાય વિર. ૬૦ વર્ષવાળા તે વય સ્થવિર, ઠાણ-સમવાયના ધારક તે શ્રુતસ્થવિર, વીસ વર્ષનો પર્યાય તે પર્યાય સ્થવિર. રિપત્રણ શિષ્યની ભૂમિ કહી છે. જઘન્ય તે સાત રાત્રિની, મધ્યમતે ચાર માસની અને ઉત્કૃષ્ટ તે છ માસની. [૨૬૬-૨૬૭સાધુ-સાધ્વીને લઘુ સાધુ કે સાધ્વી જેને આઠવર્ષ થી કંઈક ઓછી ઊંમર છે તેની ઉપસ્થાપના કે સહભોજન કરવું ન કલ્પ...આઠવર્ષ થી કંઈક વધુ હોય તો કહ્યું. [૨૬૮-૨૯] સાધુ-સાધ્વીને બાળસાધુ કે બાળ સાધ્વી જેને હજું બગલમાં વાળ ઉગ્યા નથી અર્થાત્ તેવા નાની વયનાને આચાસ્પ્રકલ્પ નામક અધ્યયન ભણાવવું ન કલ્પ બગલમાં વાળ ઉગે તેટલી વય થયા પછી કહ્યું. [૨૭૦-૨૮૪]જે સાધુનો દીક્ષા પયય ત્રણ વર્ષનો થયો હોય તેને આચાર પ્રકલ્પ અધ્યયન ભણાવવું કહ્યું. એજ રીતે ચાર વર્ષના પયયે-સૂયગડો,-પાંચ વર્ષ પયેિ દસા-કપ્પ-વવહાર,--આઠ વર્ષ પયયેિ ઠાણ-સમવાય,-દશ વર્ષ પર્યાયે વિવાહ પત્નત્તિ અર્થાત્ ભગવઈ,-- ૧૧ વર્ષ પયયે ખૂડિયાવિમાણપવિભરી, મહલ્લિયા વિમાણ પવિભરી, અંગચૂલિયા, વન્ગચૂલિયા, વિવાહચૂલિયા,-બાર વર્ષ પયયે અરુણોવવાય, ગરુલોવવાય, ધરણોવવાય, વેસમણોવવાય, વેલંધરો વવાય, તેર વર્ષ પયયે ઉઠ્ઠાણસૂય, સમુઠ્ઠાણસૂય, દેવિંદોવવાય, નાગપરિયાવણિયા-ચૌદ વર્ષ પયરયે આસિવિસભાવના,-અઢાર વર્ષ પયયે દિઠ્ઠીવિસભાવના,-૧૯ વર્ષ પયયે દિઝિવાય-એ રીતે વીસ વર્ષ ના દીક્ષા પયય વાળા સાધુને સર્વે સૂત્રોનું અધ્યયનઉસો આદિ કરાવવું કલ્પ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ વવહાર – ૧૦/૨૮૫ [૨૮૫] વૈયાવચ્ચ દશ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે-આચાર્યની, ઉપાધ્યાયની, સ્થવિરનીશિષ્યની, રોગીની, તપસ્વીની, સાધર્મિકની, કુળની, ગણની, સાધુ સંઘની. (આ આચાર્ય-ઉપાધ્યાય..યાવત્ સંઘની વૈયાવચ્ચ કરનાર સાધુ મહાનિર્જરા–મહાલાભ પામે. દશમા ઉદ્દેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ વવહાર-સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ ત્રીજું છેદ સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ Page #186 -------------------------------------------------------------------------- ________________ [૧૮૩] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ :::// ૩૭ દસા સુયખંઘ THS (ચોથું છેદસ્વ-ગુર્જર-છાયા) _ _ (દસા- ૧ અસમાધિસ્થાન) સંયમના સામાન્ય દોષ કે અતિચારને અહીં “અસમાધિ-સ્થાન' કહેલ છે. જેમ શરીરની સમાધિ- શાંતિ પૂર્ણ અવસ્થામાં સામાન્ય રોગ કે પીડા બાધક બનતા હોય છે. કાંટો લાગ્યો હોય કે દાંત-કાન-ગળામાં કોઈ દુઃખાવો હોય કે શરદી જેવો સામાન્ય વ્યાધિ હોય તો પણ શરીરની સમાધિ-સ્વસ્થતા રહેતી નથી તેમ સંયમ માં નાના કે અલ્પ દોષોથી પણ સ્વસ્થતા રહેતી નથી. તેથી આ સ્થાનોને અસમાધિ સ્થાનો કહયા છે. જે આ પ્રથમ દસા માં વર્ણવેલા છે. [૧]અરિહંતો ને મારા નમસ્કાર થાઓ, સિદ્ધોને મારા નમસ્કાર થાઓ, આચાયને મારા નમસ્કાર થાઓ, લોકમાં રહેલા સર્વે સાધુઓને મારા નમસ્કાર થાઓ, આ પાંચને કરેલો નમસ્કાર- સર્વ પાપનો નાશક છે, સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. હે આયુષ્યમાનું! તે નિવણિ પ્રાપ્ત ભગવંતના સ્વમુખે થી મેં એવું સાંભળેલ છે. [૨] આ (જિન પ્રવચનમાં) નિશ્ચય થી સ્થવિર ભગવંતો એ વીસ અસમાધિ સ્થાન કહેલા છે. સ્થવિર ભગવંતો એ કયા વીસ અસમાધિ સ્થાન કહયા છે? ૧- અતિશીધ્ર ચાલવા વાળા હોવું. ૨- અપ્રમાર્જિતાચારી હોવું- રજોહરણ આદિથી પ્રમાર્જના કયાં સિવાયના સ્થાને ચાલવું (બેસવું સુવું વગેરે) ૩- દુષ્પમાર્જિતાચારી હોવું- ઉપયોગ રહિતપણે કે આમતેમ જોતાં જોતાં પ્રમાર્જના કરવી. ૪- વધારાના શયા-આસન રાખવા શરીર પ્રમાણ લંબાઈવાળી શય્યા. આતાપના- સ્વાધ્યાય આદિ જેના ઉપર કરાય તે આસન. તે પ્રમાણ કરતાં વધુ રાખવા. પ- દીક્ષાપયમાં મોટા હોય તેની સામે બોલવું. - વીરો અને ઉપલક્ષણથી મુનિ માત્રના ઘાત માટે વિચાર કરવો. ૭- પૃથિવિકાય આદિ જીવોનો ઘાત કરે. ૮- આક્રોશ કરવા, બળ્યા કરવું તે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ દસાસુયખં– ૧૯ ૯- ક્રોધ કરવો. સ્વ- પર સંતાપ કરવો. ૧૦- પીઠ પાછળ નિંદા કરવા વાળા થવું ૧૧- વારંવાર નિશ્ચયકારી ભાષા બોલવી. ૧૨- અનુત્પન એવા નવા કજીયા ઉત્પન્ન કરવા - ૧૩- ક્ષમાપના થકી ઉપશાંત કરાયેલા જૂના કલહ-કજીયા ફરી ઉભા કરવા. ૧૪- અકાલ -સ્વાધ્યાય માટે વર્જિત કાળ. તેમાં સ્વાધ્યાય કરવો. ૧૫- સચિત્ત રજયુક્ત હાથ-પગ વાળા વ્યકિત પાસેથી ભિક્ષાદિ ગ્રહણ કરવા. ૧૬- અનાવશ્યક મોટે-મોટેથી બોલવું, અવાજે કરવા. ૧૭- સંઘ કે ગણમાં ભેદ ઉત્પન્ન કરનારા વચનો બોલવા. ૧૮- કલહ અથતુ વાયુદ્ધ કે કજીયા કરવા. ૧૯- સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી કંઈ ને કંઈ ખાતા રહેવું ૨૦- નિર્દોષ ભિક્ષા વગેરે ની શોધ કરવામાં સાવધાન ન રહેવું. સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિ સ્થાન કહેલા છે. તે પ્રમાણે હું કહું છું. જો કે અહીં વીસની સંખ્યાતો એક આધાર તરીકે મૂકાઈ છે. આ પ્રકારના અન્ય અનેક અસમાધિસ્થાનો હોઈ શકે છે. પણ તે બધાંનો સમાવેશ આ વીસની અંતર્ગત જાણવો-સમજવો જેમકે વધારાના શય્યા-આસન રાખવા. તો ત્યાં વધારાના વસ્ત્ર, પાત્ર, ઉપકરણ એ સર્વે દોષનો સમાવેશ થાય તેમ સમજી જ લેવું ચિત્ત સમાધિને માટે આ સર્વે અસમાધિ સ્થાનો નો ત્યાગ કરવો. પ્રથમ દસાની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (દસા- ૨ સબલા) સબલ નો સામાન્ય અર્થ વિશેષ બળવાનું કે ભારે થાય. સંયમ ના સામાન્ય દોસો પહેલી દસામાં કહયા તેની તુલના એ મોટા કે વિશેષ દોષ નું આ દસામાં વર્ણન છે. - [૩] હે આયુષ્યમાનુ! તે નિવણિ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મે આ પ્રમાણે સાંભળેલ છે. - આ (આહતું પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર એકવીસ સબલ (દોષ) પ્રરૂપેલા છે. તે સ્થવિર ભગવંતે ખરેખર કયા એકવીસ શબલ દોષ કહયા છે? સ્થવિર ભગવંતે નિશ્ચયથી જે એકવીસ શબલ દોષ કહયા છે તે આ પ્રમાણે છે : ૧- હસ્ત કર્મ કરવું મૈથુન સંબંધિ વિષયેચ્છા ને પોષવા માટે હાથ વડે શરીરના કોઈ અંગ-ઉપાંગ આદિનું સંચાલન વગેરે કરવા. ૨-મૈથુન પ્રતિસેવન કરવું. ૩- રાત્રિભોજન કરવું. રાત્રિના અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ વાપરવા. ૪- આધાકર્મિક-સાધુના નિમિત્તે થયેલ- આહાર ખાવો. પ- રાજા નિમિત્તે બનેલ અશન-આદિ આહાર ખાવો - ક્રિત-ખરીદેલ, ઉધાર લીધેલ, છિનવી ને લીધેલ, આજ્ઞા વગર અપાયેલ કે સાધને માટે સામેથી લાવીને આપેલ આહાર ખાવો. Page #188 -------------------------------------------------------------------------- ________________ દસા-૨, સૂત્ર-૭ ૧૮૫ ૭- વારંવાર પ્રત્યાખ્યાન કરીને, પ્રત્યાખ્યાન હોય તે જ અશન-આદિ લેવા. ૮- છ માસની અંદર એક ગણમાંથી બીજા ગણમાં ગમન કરવું. ૯- એક માસમાં ત્રણ વખત (જળાશય આદિ કરીને) ઉદક લેપ અર્થાત્ સચિત્ત પાણીનો સંસ્પર્શ કરવો. ૧૦- એક માસમાં ત્રણ વખત માયાસ્થાન (છળ-કપટ) કરવું. ૧૧- સાગારિક (ગૃહસ્થ, સ્થાનદાતા કે સજ્જાતર) ના અશનાદિ આહાર ખાવા. ૧૨-૧૫ જાણી બૂઝીને પ્રાણાતિપાત (જીવનો ઘાત), - - મૃષાવાદ (અસત્ય- - બોલવું, - - અદત્તાદાન (નહિં દેવાયેલ વસ્તુનું ગ્રહણ, - - સચિત પૃથ્વી કે સચિત્તર - ઉપર કાયોત્સર્ગ, બેસવું- સુવું-સ્વાધ્યાય આદિ કરવો. ૧૬-૧૮- જાણી બુઝીને સ્નિગ્ધ-ભીની, સચિત્ત રજ યુક્ત પૃથ્વી ઉપર, -- સચિત્ત શીલા, પત્થર, ઘુણાવાળા કે સચિત્ત લાકડાં ઉપર, અંડ બેઈન્દ્રિયાદિજીવ- સચિત્તબીજતૃણાદિ-ઝાકળ-પાણી-કીડીના નગરા-સેવાળ- ભીની માટી કે કરોડીયાના જાળાથી યુક્ત એવા સ્થાન ઉપર કાયોત્સર્ગ, બેસવું સુવું, સ્વાધ્યાય આદિ ક્રિયાઓ કરવી, - - મૂળ, કંદ, સ્કંધ, છાલ, કુંપણ, પાંદડા, બીજ અને હરિત-વનસ્પતિનું ભોજન કરવું. ૧૯-૨૦- એક વર્ષમાં દશ વખત ઉદકલેપ- (જળાશયોને પાર કરવા દ્વારા જળસંસ્પર્શ), -- અને માયાસ્થાન (છળકપટ) કરવા. - ૨૧- જાણી બુઝીને સચિનપાણીયુક્ત હાથ, પાત્ર, કડછી કે વાસણથી કોઈ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આહાર આપે ત્યારે ગ્રહણ કરલા -Wવીર ભગવંતો એ નિશ્ચયથી આ ૨૧-સબલ દોષ કહ્યા છે. તે પ્રમાણે હું કહું છું. અહીં અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચાર એ ત્રણ ભેદે શબલ દોષની વિચારણા કરવી. દોષ માટેની વિચારણા તે અતિક્રમ, એક ડગલું પણ ભરવું તે વ્યક્તિક્રમ અને પ્રવૃત્તિ કરવાની તૈયારી તે અતિચાર (દોષનું સેવન તો સ્પષ્ટ અનાચાર છે જ). આ શબલ દોષનું સેવન કરનાર શબલ- આચારી કહેવાય. જો કે શબલ દોષ ની આ સંખ્યા પણ ફકત ૨૧ નથી. તે તો આધાર માત્ર છે. તે કે તેના જેવા અન્ય દોષોને પણ સમજી લેવા. બીજી દસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ દિશા-૩-આશાતના) આશાતના એટલે વિપરીત વર્તન, અપમાન કે તિરસ્કાર જે જ્ઞાન-દર્શનનું ખંડન કરે, તેની લઘુતા કે તિરસ્કાર કરે તેને આશાતના કહેવાય. આવી આશાતનાના અનેક ભેદ છે. તેમાંથી અહીં ફકત ૩૩-આશાતના જ કહેવાયેલી છે. જ્ઞાન-દર્શન- ચારિત્ર આદિ ગુણોમાં અધિકતા વાળા કે દીક્ષા-પદવી આદિમાં મોટા હોય તેમના પ્રત્યે થયેલ અધિક અવજ્ઞા કે તિરસ્કાર રૂ૫ આશાતના અહીં વર્ણવાયેલી છે. [૪] હે આયુષ્યમાનું ! તે નિવણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે. આ (આરંતુ પ્રવચનમાં) સ્થવિર ભગવંતોએ ખરેખર, ૩૩-આશાતના પ્રરૂપેલી છે. તે સ્થવિર ભગવંતે ખરેખર કઈ ૩૩- આશાતના ઓ કહેલી છે ? તે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ દસા સુયબંધ – ૩/૪ સ્થવિર ભગવંતો એ ખરેખર જે ૩૩–આશાતનાઓ કહી છે તે આ પ્રમાણે ૧-૯- શિક્ષ (અલ્પ દીક્ષા પયયવાળા સાધુ) રત્નાધિક (મોટા દીક્ષાપયય કે વિશેષ ગુણવાનું સાધ) ની આગળ ચાલે. -- જોડાજોડ ચાલે. -- અતિ નિકટ ચાલે. -- આગળ, જોડાજોડ કે અતિ નિકટ ઉભા રહે, - - આગળ, જોડાજોડ કે અતિનિકટ બેસે. ૧૦-૧૧- રાત્મિક સાધુ સાથે બહાર વિચાર ભૂમિ (મળત્યાગ સ્થળે) ગયેલ શૈક્ષ કારણવશાતું એક જ જલપાત્ર લઈ ગયા હોય એ સ્થિતિમાં તે શૈક્ષ રાત્વિકની પહેલાં શૌચ-શુદ્ધિ કરે, - - બહાર વિચારભૂમિ કે વિહારભૂમિ (સ્વાધ્યાય સ્થળે) ગયા હોય ત્યારે રાનિકની પહેલાં ઐયપિથિક-પ્રતિક્રમણ કરે ૧૨- કોઈ વ્યક્તિ રાત્વિક પાસે વાતલાપ માટે આવે ત્યારે શૈક્ષ તેની પહેલાં જ વાતલિાપ કરવા લાગે. ૧૩- રાત્રિ કે વિકાલે (સધ્યા સમયે) જો રાત્મિક, શૈક્ષ ને સંબોધન કરીને પૂછે કે હે આર્ય! કોણ-કોણ સુતા છે અને કોણ-કોણ જાગે છે ત્યારે તે શૈક્ષ, રાત્વિક નું વચન સાંભળ્યું ન સાંભળ્યું કરી દે અને પ્રત્યુત્તર ન આપે. ૧૪-૧૮- શૈક્ષ જો અશન, પાન,ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર (વહોરીને) લાવે ત્યારે તેની આલોચના પહેલાં કોઈ શૈક્ષ પાસે કરે પછી રાત્મિક પાસે કરે, - - પહેલાં કોઈ શૈક્ષને દેખાડે, - - નિમંત્રણ કરે પછી રાત્નિકને દેખાડે કે નિમંત્રણા કરે, - - રાત્નિકની સાથે ગયેલ હોય તો પણ તેને પૂછયા સિવાય જે જે સાધુ ને આપવાની ઈચ્છા હોય તેને જલ્દી જલ્દી અધિક-અધિક પ્રમાણમાં તે અશનાદિ આપી દે, - - અને રાત્મિક સાધુ સાથે આહાર કરતી વેળા પ્રશસ્ત, ઉત્તમ, રસયુક્ત, સ્નિગ્ધ, રૂક્ષ આદિ જે-જે પદાર્થ તે શૈક્ષને મનોકુળ હોય તે-જલ્દી જલ્દી કે વધુ વધુ પ્રમાણમાં ખાય. ૧૯-૨૧- રાત્મિક (ગુણાધિક સાધુ) શૈક્ષ (નાના દીક્ષા પર્યાયવાળા સાધુ) ને બોલાવે ત્યારે તેની વાત સાંભળી ન સાંભળી કરી મૌન રહે, - - પોતાના સ્થાને બેસીને તેમની વાત સાંભળે પણ સન્મુખ ઉપસ્થિત ન થાય, -- “શું કીધું ?” એમ કહે. ૨૨-૨૪- શૈક્ષ, રાત્મિક ને તું એવો એકવચની શબ્દ કહે, - - તેમની આગળ નકામી બળબળ કરે, - - તેમના દ્વારા કહેવાયેલ શબ્દો જ તેમને કહી સંભળાવે (તિરસ્કારથી “તમે તો આવું કહેતા હતા” એમ સામું બોલે) ૨૪-૩૦- જ્યારે રાત્મિક (ગુણાધિક સાધુ) કથા કહેતા હોય ત્યારે તે શૈક્ષઆ આમ કહેવું જોઈએ” એવું બોલે, - -“તમે ભૂલો છો- તમને યાદ નથી.” એમ બોલે, -- દુભાવપ્રગટ કરે, - - (કોઈ બહાનું કાઢી) સભા વિસર્જન કરવા આગ્રહ કરે, - -કથામાં વિઘ્નો ઉભા કરે, -- જ્યાં સુધી પર્ષદા (સભા) ઉઠે નહીં, છિન્ન ભિન્ન ના થાય કે વિખરાય નહીં પણ હાજર હોય ત્યાં સુધી તે જ કથાને બીજી-ત્રીજી વખત કહે ૩૧-૩૩- શૈક્ષ ને રાત્મિક સાધુના શવ્યા કે સંથારા પર ભૂલથી પગ આવે ત્યારે હાથ જોડીને ક્ષમા યાચના કર્યા વિના ચાલતા થાય, - - રાત્મિક ની શવ્યાસંથારા ઉપર ઉભે-બેસે કે સુવે અથવા તેના કરતા ઉંચા કે સમાન આસન પર બેસે કે સુવે. તે સ્થવિર ભગવંતોએ ખરેખર આ તેત્રીશ આશાતનાઓ કહેલી છે. તેમ તે Page #190 -------------------------------------------------------------------------- ________________ દસા-૪, સત્ર-૫ ૧૮૭ પ્રમાણે) હું તમને) કહું છું. ત્રીજી દસાની અનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ દસા-૪-ગણિસંપદા) પહેલા, બીજા, ત્રીજા અધ્યયનમાં કહેવાયેલા દોષો શૈક્ષને ત્યાગ કરવા યોગ્ય છે. એ બધાંનો પરિત્યાગ કરવાથી તે શૈક્ષ ગણિસંપદા યોગ્ય થાય છે. તેથી હવે આ “દસા” માં આઠ પ્રકારની ગણિ સંપદાનું વર્ણન કરે છે. ] હે આયુષ્યમાનું ! તે નિવણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે. આ (આહતું પ્રવચનમાં ) વિર ભગવંતો એ ખરેખર આઠ પ્રકારની ગણિસંપદા કહેલી છે. તે સ્થવિર ભગવંતો એ ખરેખર, કંઈ આઠપ્રકારના ગણિસંપદા કહેલી છે? તે સ્થવિર ભગવંતો એ ખરેખર જે ૮-પ્રકારની સંપદા કહી છે તે આ પ્રમાણે છે- આચાર, સૂત્ર, શરીર, વચન, વાચના, મતિ, પ્રયોગ અને સંગ્રહ પરિજ્ઞા. [૬] તે આચાર સંપદા કઈ છે ? (આચાર એટલે ભગવંતે પ્રરૂપેલ આચરણા કે મર્યાદા બીજી રીતે કહીએ તો જ્ઞાન- દર્શન- ચારિત્ર- તપ-વીર્ય તે પાંચની આચરણા, સંપદા એટલે સંપત્તિ આ આચાર સંપત્તિ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે સંયમ ક્રિયામાં સદા જોડાયેલા રહેવું, અહંકાર રહિત થવું, અનિયત વિહારી થવું અથતિ એક સ્થાને સ્થાયી થઈને ન રહેવું, વૃદ્ધોની માફક અથતું શ્રુત તથા દીક્ષાપર્યાય જયેષ્ઠની જેમ ગંભીર સ્વભાવવાળા થવું. [૭] તે શ્રુત સંપત્તિ કઈ છે ? (શ્રુત એટલે આગમ અથવા શાસ્ત્રજ્ઞાન) આ શ્રુત સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- બહુશ્રુતતા- અનેક શાસ્ત્રોના જ્ઞાતા. થવું, પરિચિતતા- સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું, વિચિત્ર શ્રુતતા- સ્વસમય અને પર સમયના તથા ઉત્સર્ગ અપવાદના જાણકાર થવું, ઘોષવિશુદ્ધિ કારકતા- શુદ્ધ ઉચ્ચારણ વાળા થવું. [૮] તે શરીર સંપત્તિ કઈ છે ? શરીર સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- શરીરની લંબાઈ પહોડાઈ નું યોગ્ય પ્રમાણ હોવું, કુરૂપ કે લજ્જા ઉપજાવે તેવા શરીર વાળા ન હોવું શરીર સંહનન સુદઢ હોવું, પાંચે ઈન્દ્રિયોનું પરિપૂર્ણ હોવું. [૯] તે વચન સંપત્તિ કઈ છે? (વચન એટલે વાણી) વચન સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- આદેયતા-જેનું વચન સર્વજન આદરણીય હોય, મધુર વચનવાળા હોવું અનિશ્ચિતતા-રાગ દ્વેષ રહિત એટલે કે નિષ્પક્ષપાતી વચન વાળા હોવું, અસંદિગ્ધતા- સંદેહ રહિત વચનવાળા હોવું. [૧] તે વાચના સંપત્તિ કહી છે ? વાચના સંપત્તિ ચાપ્રકારે કહી છે. તે આ પ્રમાણે- શિલ્પની યોગ્યતાનો નિશ્ચય કરવા વાળી હોવી, વિચારપૂર્વક અધ્યાપન કરાવનારી હોવી, યોગ્યતા અનુસાર ઉપયુક્ત શીક્ષણ દેનારી હોવી, અર્થ-સંગતિપૂર્વક નય-પ્રમાણથી અધ્યાપન કરાવવાળી હોવી. [૧૧] તે મતિ સંપત્તિ કઈ છે ? (મતિ એટલે જલ્દીથી પદાર્થ ને ગ્રહણ કરવો તે) મતિ સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- અવગ્રહ-સામાન્ય રૂપે અર્થને Page #191 -------------------------------------------------------------------------- ________________ - - ૧૮૮ દસા સુયખધં–૪/૧૧ જાણવો, ઈહા- વિશેષ રૂપે અર્થને જાણવો, અવાય- ઈહિત વસ્તુનો વિશેષ રૂપે નિશ્ચય કરવો, ધારણા-જાણેલી વસ્તુનું કાળાન્તરે સ્મરણ રાખવું. તે અવગ્રહમતિ સંપત્તિ કઈ છે ? અવગ્રહ મતિ સંપત્તિ છ પ્રકારે કહી છે. શીધ્ર ગ્રહણ કરવું, એક સાથે ઘણા અર્થો ને ગ્રહણ કરલા, અનેક પ્રકારે ઘણા અર્થોને ગ્રહણ કરવા, નિશ્ચિત રૂપે અર્થને ગ્રહણ કરવા, અનિશ્રિત અર્થને અનુમાનથી ગ્રહણ કરવો, સંદેહ રહિત થઈને અર્થને ગ્રહણ કરવો. એ જ રીતે ઈહા અને અપાય મતિ સંપત્તિ છ પ્રકારે જાણવી. તે ધારણા મતિસંપત્તિ કઈ છે ? ધારણા મતિ સંપત્તિ છ પ્રકારે કહી છે. ઘણાં અર્થો, અનેક પ્રકારે ઘણા અર્થો, પહેલા ની વાત, અનુકત અર્થ નો અનુમાનથી નિશ્ચય અને જ્ઞાત અર્થને સંદેહ રહિત થઈ ધારણ કરવો. તે ધારણા મતિ સંપત્તિ છે. [૧૨] તે પ્રયોગ સંપત્તિ કઈ છે ? તે પ્રયોગ સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણેપોતાની શક્તિ જાણીને વાદ-વિવાદ કરવો, સભા ના ભાવો જાણીને- ક્ષેત્રની જાણકારી મેળવીને- વસ્તુવિષય ને જાણીને પરષવિશેષ સાથે વાદ-વિવાદ કરવો તે પ્રયોગ સંપત્તિ [૧૩] તે સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ કઈ છે ? સંગ્રહ પરિશા સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે- વર્ષાવાસ માટે અનેક મુનિજનોને રહેવા યોગ્ય ઉચિત સ્થાન જોવું, અનેક મુનિજનોને માટે પાછા દેવાનું કહીને પીઠફલક શય્યા સંથારો ગ્રહણ કરવા, કાળને આશ્રિને કાળોચિત કાર્ય કરવું- કરાવવું, ગુરુજનોનો યથાયોગ્ય પૂજા-સત્કાર કરવો. [૧૪] (આઠપ્રકારની સંપદાના વર્ણન પછી હવે ગણિનું કર્તવ્ય કહે છે. આચાર્ય પોતાના શિષ્યોને આચારવિનય, શ્રુતવિનય, વિક્ષેપણા- મિથ્યાત્વમાંથી સમ્યકત્વમાં સ્થાપના કરવારૂપ) વિનય અને દોષ નિઘતિન- (દોષનો નાશ કરવા રૂપ) વિનય. તે આચાર વિનય શું છે ? આચાર વિનય- (પાંચ પ્રકારના આચાર કે આઠકર્મના વિનાશ કરવાવાળો આચાર તે આચાર વિનય) ચાર પ્રકારે કહયો છે સંયમના ભેદપ્રભેદોનું જ્ઞાન કરાવી આચરણ કરાવવું. ગણ સમાચારી- સાધુ સંઘને સારણા- વારણા આદિ થી સાચવવો-ગ્લાનને વૃદ્ધને સાચવવા વ્યવસ્થા કરવી- બીજા ગણ સાથે યોગ્ય વ્યવહાર કરવો, કયારે- કઈ અવસ્થામાં એકલા વિહાર કરવો તે વાતનું જ્ઞાન કરાવવું. તે શ્રુત વિનય શું છે ? શ્રુત વિનય ચાર પ્રકારે કહયો છે. મૂળ સૂત્રો ને ભણાવવા, સૂત્રના અર્થો ભણાવવા, શિષ્યને હિતકર ઉપદેશ આપવો, પ્રમાણ-નયનિક્ષેપ-સંહિતા આદિ થી અધ્યાપન કરાવવું. તે શ્રત વિનય. તે વિક્ષેપણા વિનય શું છે ? વિક્ષેપણા વિનય ચાર પ્રકારે કહયો છે.સમ્યકત્વરૂપ ધર્મ નહીં જાણતા શિષ્યને વિનય સંયુક્ત કરવા, ધર્મથી ટ્યુત થતા શિષ્યને ધર્મમાં સ્થાપિત કરવા, તે શિષ્યને ધર્મના હિતને માટે- સુખ-સામર્થ્ય- મોક્ષ કે ભવાંતરમાં ધમદિની પ્રાપ્તિને માટે તત્પર કરવા, તે વિક્ષેપણા વિનય. તે દોષ નિધતિન વિનયશું છે? દોષ નિધતન વિનય ચાર પ્રકારે કહયો છે. તે આ પ્રમાણે- કુદ્ધ વ્યક્તિ નો ક્રોધ દૂર કરાવે દુષ્ટ-દોષવાળી વ્યક્તિના દોષ દૂર કરવા, આકાંક્ષા-અભિલાષાવાળી વ્યક્તિની આકાંક્ષા નિવારવી, આત્માને સુપ્રણિણિતશ્રધ્ધાદિ યુક્ત રાખવો. તે દોષનિધતિન વિનય. Page #192 -------------------------------------------------------------------------- ________________ દસા-૪, સુત્ર–૧૫ ૧૮૯ [૧૫] આ પ્રકારના (ઉપર કહયા મુજબના) શિષ્યની આ ચાર પ્રકારે વિનય પ્રતિપત્તિ અર્થાતુ ગુરુભક્તિ હોય છે. તે આ પ્રમાણે- સંયમના સાધક વસ્ત્ર, પાત્ર આદિ મેળવવા, બાળ ગ્લાન અશકત સાધુની સહાયતા કરવી, ગણ અને ગણી ના ગુણ પ્રકાશીત કરવા, ગણ નો ભાર વહન કરવો. તે ઉપકરણ ઉત્પાદનપણું શું છે ? ઉપકરણ ઉત્પાદન પણું ચાર પ્રકારે કહયું છે- નવીન ઉપકરણ મેળવવા, જૂના ઉપકરણોનું સંરક્ષણ અને સંગોપન કરવું, અલ્પ ઉપકરણ વાળાને ઉપકરણની પૂર્તિ કરવી, શિષ્યોને માટે યથાયોગ્ય વિભાગ કરવા. તે સહાયતા વિનય શું છે ? સહાયતા વિનય ચાર પ્રકારે કહયો છે- ગુરની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરવો, ગુરુની આજ્ઞા મુજબ શરીરની ક્રિયા કરવી, ગુરુ ના શરીરની યથોચિત સેવા કરવી, સર્વકાર્યોમાં કુટિલતા રહિત વ્યવહાર કરવો તે તે વર્ણ સંજ્વલનના વિનય શું છે? તે વર્ણ સંજ્વલનતા વિનય ચાર પ્રકારે છેવીતરાગ વચન તત્પર ગણી અને ગણના ગુણોની પ્રશંસા કરવી, ગણી-ગણના નિંદકને નિરુત્તર કરવાવાળા થવું, ગણી ગણના ગુણગાન કરનારને પ્રોત્સાહિત કરવા, સ્વયં વૃદ્ધોની સેવા કરવી તે વર્ણ સંજ્વલનતા વિનય. તે ભાર પ્રત્યારોહણતા વિનય શું છે? ભાર પ્રત્યારો હણતા વિનય ચાર પ્રકારે કહયો છે- નિરાશ્રિત શિષ્યો નો સંગ્રહ કરવો- ગણમાં સ્થાપિત કરવા, નવદીક્ષિત ને આચાર અને ગૌચરી ની વિધિ શીખવવી, સાધર્મિક ગ્લાન સાધુઓની યથાશક્તિ વૈયાવચ્ચ માટે તત્પર રહેવું, સાઘર્મિકોમાં પરસ્પર કલેશ-કલહ થાય ત્યારે રાગ-દ્વેષ રહિત પણે નિષ્પક્ષ કે માધ્યસ્થ ભાવથી સમ્યક વ્યવહારનું પાલન કરી તે કલહ ના ક્ષમાપન અને ઉપશમન માટે તત્પર રહે. તે આવું શા માટે કરે ? આમ કરવાથી સાધર્મિકો ગમે તેમ બોલશે નહીં, ઝંઝટ નહીં થાય, કલહ-કષાય કે તું તો નહીં થાય, તેમજ સાધર્મિકો સંયમ-સંવર અને સમાધિમાં બહુલતાવાળા તથા અપ્રમત્ત થઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરશે. તે ભાર પ્રત્યારોહણતા વિનય. આ પ્રમાણે તે સ્થવિર ભગવતોએ નિશ્ચયથી આઠ પ્રકારની ગણિ સંપદા કહી છે તે પ્રમાણે હું (તમને) કહું છું. ચોથી દસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (દસા-પ-ચિત્તસમાધિસ્થાન જે રીતે સાંસારિક આત્માને ધન વૈભવ, ભૌતિક સામગ્રી ની પ્રાપ્તિ આદિ થવાથી ચિત્ત આનંદમય બને છે, તે જ રીતે મુમુક્ષુ આત્મા કે સાધુજનને આત્મગુણોની અનુપમ ઉપલબ્ધિ થી અનુપમ ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે. જે ચિત્ત સમાધિ સ્થાનનું આ દસા માં વર્ણન કરાયેલ છે. [૧૬હે આયુષ્યમાનું ! તે નિવણિ પ્રાપ્ત ભગવંતના સ્વ-મુખેથી મેં એવું સાંભળેલ છે. આ જિન પ્રવચનમાં) નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ દશ ચિત્ત સમાધિ સ્થાન કહેલા છે. તે ક્યા દશ ચિત્ત સમાધિ સ્થાન સ્થવિર ભગવંતોએ કહયા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ દસા સુયŃä – ૫/૧૬ છે ? જે દશ ચિત્ત સમાધિ સ્થાન સ્થવિર ભગવંતોએ કહયા છે તે આ પ્રમાણે છે – તે કાળ અને તે સમયે એટલે કે ચોથા આરામાં ભગવાન મહાવીરસ્વામીના વિચરણ સમયે વાણિજયગ્રામ નામે નગર હતું. અહીં નગરનું વર્ણન (ઉવવાઈ સૂત્રમાં કહેલ ચંપાનગરી ની માફક જાણી લેવું. તે વાણિજ્યગ્રામ નગરની બહાર દૂતિ પલાશક નામનું ચૈત્ય હતું અહીં ચૈત્યનું વર્ણન (ઉવવાઈ સૂત્ર ની માફક) જાણી લેવું. (ત્યાં) જિતશત્રુ રાજા, તેની ધારિણી નામે રાણી એ પ્રકારે સર્વ સમોસરણ (ઉવવાઈસૂત્રાનુસાર) જાણવું. યાવત્ પૃથ્વી-શિલાપટ્ટક ઉપર વર્ધમાનસ્વામી બિરાજમાન થયા, પર્ષદા નિકળી અને ભગવાને ધર્મ નિરૂપણ કર્યું. પર્ષદા પોત-પોતાને સ્થાને ગઈ. [૧૭] હે આર્યો ! એ પ્રમાણે સંબોધન કરી શ્રમણ ભગવાન મહાવીર નિર્પ્રન્થ (સાધુ) અને નિગ્રન્થી (સાધ્વી) ઓ ને કહેવા લાગ્યા. આર્યો ! ઈર્યા-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા અને ઉચ્ચાર પ્રસ્રવણ ખેલ સિંધાણક જલની પરિષ્ઠાપના એ પાંચસમિતિવાળા, ગુપ્તેન્દ્રિય, ગુપ્તબ્રહ્મ-ચારી, આત્માર્થી, આત્મહિતકર, આત્મયોગી, આત્મપરાક્રમી પાક્ષિકપૌષધ (અર્થાત્ પર્વતિથિને વિશે ઉપવાસ આદિ વ્રતથી ધર્મની પુષ્ટિ કરવા રૂપ પૌષધ) માં સમાધિ પ્રાપ્ત અને શુભ ધ્યાન કરવાવાળા નિગ્રન્થ-નિર્ગન્થીઓને પહેલા ઉત્પન્ન ન થયે હોય તેવી ચિત્ત (પ્રશસ્ત) સમાધિના દશ સ્થાન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે પહેલાં કયારેય ઉત્પન્ન ન થયેલ એવી નીચે જણાવેલ દશ વસ્તુ ઉત્પન્ન થઇ જાયતો ચિત્ત) ને સમાધિ પ્રાપ્ત થાય છે. ૧- ધર્મભાવના, જેનાથી બધા ધર્મોને જાણી શકે છે. ૨- સંશિ-જાતિ સ્મરણ જ્ઞાન, જેનાથી પોતાના પૂર્વના ભવો અને જાતિ નું સ્મરણ થાય છે. ૩- સ્વપ્ન દર્શન નો યથાર્થ અનુભવ. ૪- દેવદર્શન, જેનાથી દિવ્ય ઋદ્ધિ- દિવ્યકાંતિ-દેવાનુભાવ જોઈ શકે છે. ૫- અવધિજ્ઞાન, જેનાથી લોકને જાણે છે. ૬- અવિધ દર્શન, જેનાથી લોકને જોઈ શકે છે. ૭- મન:પર્યવજ્ઞાન, જેનાથી અઢીદ્વીપના સંજ્ઞીપંચેન્દ્રિયના મનોગતભાવને જાણે. ૮- કેવળજ્ઞાન, જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જાણે છે. ૯- કેવળદર્શન, જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જુએ છે. ૧૦- કેવળમ૨ણ, જેનાથી સર્વદુઃખનો સર્વથા અભાવ થાય છે. [૧૮] રાગદ્વેષ રહિત નિર્મળ ચિત્ત ને ધારણ કરવાથી એકાગ્રતા રૂપ ધ્યાન ઉત્પન્ન થાય છે. શંકારહિત ધર્મમાં સ્થિત આત્મા નિર્વાણને પ્રાપ્ત કરે છે. [૧૯]આ રીતે ચિત્ત સમાધિ ધારણ કરનાર આત્મા બીજી વખત લોકમાં ઉત્પન્ન થતો નથી અને પોતાના ઉત્તમ સ્થાનને જાતિસ્મરણ જ્ઞાનથી જાણી લે છે. [૨૦] સંવૃત્ત આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને જલ્દી બધાં સંસાર સમુદ્રને તરી જાય છે અને સઘળા દુઃખથી છૂટી જાય છે. [૨૧]અંતપ્રાંતભોજી, વિવિકત શયન-આસનસેવી, અલ્પઆહાર કરવાવાળા, Page #194 -------------------------------------------------------------------------- ________________ દસા-દ, સૂત્ર-૨૨ ૧૯૧ ઈન્દ્રિયોને દમન કરવાવાળા, ષટૂકાય રક્ષક મુનિને દેવોનું દર્શન થાય છે. | [૨૨] સર્વકામ ભોગોથી વિરકત, ભીમ-ભૈરવ પરિષહ- ઉપસર્ગોને સહન કરવાવાળા તપસ્વી સંયત ને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. [૨૩] જેણે તપ દ્વારા અશુભ લેશ્યાઓને દૂર કરી છે તેનું અવધિ દર્શન અતિ વિશુદ્ધ થઈ જાય છે અને તેના થકી સર્વ ઉર્ધ્વઅધોતિયંકુલોકને જોઈ શકે છે. [૨૪]સુસમાધિયુક્ત પ્રશસ્તલેશ્યાવાળા, વિતર્કરહિતભિક્ષુ અને સર્વબંધનથી મૂકાયેલો આત્મા મનના પયયોને જાણે છે (એટલે કે મન:પર્યવજ્ઞાની થાય છે) [૨૫] જ્યારે જીવ ના સમસ્ત જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોક અને અલોકને જાણે છે. [૨] જ્યારે જીવ ના સમસ્ત દર્શનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોકાલોક ને જુએ છે. [૨૭] પ્રતિમા અથતુ પ્રતિજ્ઞાની વિશુદ્ધરૂપથી આરાધના કરતા અને મોહનિય કર્મનો ક્ષય થતા સુસમાહિત આત્મા સંપૂર્ણ લોકાલોક ને જુએ છે. [૨૮-૩૦] જે પ્રકારે તાલ વૃક્ષની ઉપર સોય ભોંકવાથી સમગ્ર તાલવૃક્ષ નષ્ટ થાય છે, .. જે રીતે સેનાપતિના મૃત્યુ સાથે આખી સેના વિનાશ પામે છે, .. જે રીતે ધૂમાળા વગરનો અગ્નિ ઈંધણના અભાવે ક્ષય પામે છે, તે રીતે મોહનીય કર્મનો (સર્વથા) ક્ષય થતાં બાકીના સર્વ કર્મનો ક્ષય કે વિનાશ થાય છે. [૩૧]જે રીતે સુકા મૂળીયાવાળું વૃક્ષ જળસિંચન કરવા છતાં પણ પુનઃ અંકુરિત થતું નથી, તે રીતે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતા બાકીના કર્મો ઉત્પન્ન થતા નથી. [૩૨] જે રીતે બીજ બળી ગયું હોય તો પુનઃ અંકુર ઉત્પન્ન થતા નથી તે રીતે કર્મ બીજના બળી ગયા પછી ભવરૂપી અંકુર ઉત્પન્ન થતા નથી. [૩૩] દારિક શરીરનો ત્યાગ કરી, નામ-ગોત્ર આપ્યું અને વેદનીય કર્મનું છેદન કરી કેવળી ભગવંતો કર્મજ થી સર્વથા રહિત થઈ જાય છે. [૩૪] હે આયુષ્ય માનું ! આ રીતે (સમાધિને) જાણીને રાગદ્વેષ રહિત ચિત્ત ધારણ કરી શુદ્ધ શ્રેણી ને પ્રાપ્ત કરી આત્માશુદ્ધિ ને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ક્ષપક શ્રેણી માંડી ને મોક્ષે જાય છે. તે પ્રમાણે હું કહું છું. પાંચમી દસા મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ (દસા- - ઉપાશક પ્રતિમાન) જે આત્મા શ્રમણ પણાના પાલન માટે અસમર્થ હોય તેવા આત્મા શ્રમણ પણાનું લક્ષ્ય રાખી તેના ઉપાસક બને છે. તેને સમણોપાસક કહે છે. ટૂંકમાં તેઓ ઉપાશક તરીકે ઓળખાય છે. આવા ઉપાશક ને આત્મ સાધના માટે ૧૧-પ્રતિમાઓનું એટલેકે ૧૧-વિશિષ્ટ પ્રકારની પ્રતિજ્ઞા નું આરાધન જણાવેલું છે, જેનું આ દસામાં વર્ણન છે [૩પ હે આયુષ્યમાનું ! તે નિવણિ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં એવું સાંભળેલું છે. આ જિન પ્રવચનમાં) સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી અગિયાર Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ દસમા સુયખંધું- ૬૩૫ ઉપાશક પ્રતિમાઓ કહી છે. સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી કઈ ૧૧-ઉપાશક પ્રતિમાઓ કહેલી છે ? સ્થવિર ભગવંતોએ જે ૧૧ ઉપાશક પ્રતિમાઓ કહી છે તે આ પ્રમાણે – (દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, સચિત્તપરિત્યાગ, આરંભપરિત્યાગ, પૃથ્વપરિત્યાગ, ઉધિભક્તપરિત્યાગ, શ્રમણભૂત)- પ્રતિમા એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા) જે અક્રિયાવાદી છે અને જીવાદિ પદાર્થોનાં અસ્તિત્વ નો અપલાપ કરે છે. તે નાસ્તિકવાદી છે, નાસ્તિક બુદ્ધિ વાળો છે, નાસ્તિક દષ્ટિ રાખે છે, જે સમ્યફવાદી નથી, નિત્યવાદી નથી અથતુિ ક્ષણિકવાદી છે, જે પરલોકવાદી નથી જે કહે છે કે આલોક નથી, પરલોક નથી, માતા નથી, પિતા નથી, અરિહંત નથી, ચક્રવર્તી નથી, બળદેવ નથી, વાસુદેવ નથી, નરક નથી, નારકી નથી, સુકૃત અને દુષ્કૃત કર્મોનું ફળવૃત્તિ વિશેષ નથી, સમ્યક રીતે આચરેલ કર્મ શુભ ફળ દેતા નથી, કુત્સિત રીતે આચરેલ કર્મ અશુભ ફળ દેતા નથી કલ્યાણકર્મ અને પાપ કર્મ ફળરહિત છે. જીવ પરલોકમાં જઈને ઉત્પન્ન થતો નથી, નરક આદિ ચારગતિઓ નથી, સિદ્ધિ નથી જે આ પ્રમાણે કહે છે, આ પ્રકારની બુદ્ધિવાળો છે, આ પ્રકારની દષ્ટિ વાળો છે, જે આ પ્રકારની ઈચ્છા અને રાગ કે કદાગ્રહ થી યુક્ત છે. તે મિથ્યાદષ્ટિ જીવ છે. આવો મિથ્યાદષ્ટિ જીવ મહાઈચ્છાવાળો, મહારંભી, મહાપરિગ્રહી, અધાર્મિક, અધમનુગામી, અધર્મસેવી, અધર્મખ્યાતિવાળો, અધમનુરાગી, અધર્મદષ્ટા, અધર્મજીવી, અધર્મઅનુરકત, અધાર્મિકશીલવાળો,અધાર્મિક આચરણવાળા અને અધર્મથી જ આજીવિકા કરતા વિચરે છે. તે મિથ્યાદષ્ટિ નાસ્તિક આજીવિકા માટે બીજાના કહે છે જીવોને મારો, તેના અંગોને છેદો, માથું પેટ વગેરેનું ભેદન કરો, કાપો. તેના પોતાના હાથ લોહીથી ખરડાયેલા રહે છે, તે ચંડ, રૌદ્ર અને શુદ્ર હોય છે. વિના વિચાર્યું કાર્ય કરે છે, સાહસિક હોય છે, લોકોથી રિવત લે છે. છેતરપિંડી, માયા, છળ કૂડ, કપટ અને માયા જાળ રચવામાં કુશળ હોય છે. તે દુરશીલ, દુષ્ટજનોનો પરિચિત, દુશ્ચરિત, દારુણ સ્વભાવી, દુવ્રતી, દુષ્કૃત કરવામાં આનંદિત હોય છે. શીલ રહિત, ગુણપ્રત્યાખ્યાન- પૌષધો પવાસ ન કરનારો અને અસાધુ હોય છે. તે જાવજજીવને માટે સર્વ પ્રકારના પ્રાણાતિપાત થી અપ્રતિવિરત રહે છે અથતું હિંસક રહે છે એ જ રીતે સર્વ પ્રકારે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ નો પણ ત્યાગ કરતો નથી. સર્વ પ્રકારે ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દોષ-કલહ આળ-ચુગલી-નિંદારતિ અરતિ-માયામૃષા અને મિથ્યા દર્શન શલ્ય થી માવજજીવન અવિરત રહે છે. અથતિ આ ૧૮ પાપ સ્થાનકોનું સેવન કરતો રહે છે. તે મિથ્યાદષ્ટિ) સર્વ પ્રકારે સ્નાન, મદન, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ રૂપ, ગંધ, માળા, અલંકારોથી માવજજીવ અપ્રતિવિરત રહે છે, શકટ, રથ, યાન, યુગ, ગિલ્લી, થિલી, શિબિકા, સ્પન્દમાનિકા, શયન, આસન, યાન, વાહન, ભોજન, ગૃહ સંબંધિ વસ્ત્ર-પાત્ર આદિ થી માવજજીવન અપ્રતિવિરત રહે છે. સર્વ અશ્વ, હાથી, ગાય, ભેંસ, બકરા, ભેડ, દાસ-દાસી, નોકરપુરષ થી માવજજીવન જોડાયેલો રહે છે. સર્વપ્રકારે ચાંદી, સોનુ, ધન, ધાન્ય, મણિ, મોતી, શંખ, મૂગા થી માવજજીવન અપ્રતિવિરત રહે છે. માવજજીવને માટે હિનાધિક તોલમાપ, સર્વ આરંભ-સમારંભ, સર્વકાર્યો Page #196 -------------------------------------------------------------------------- ________________ દસા-ક, સૂત્ર-૩૫ ૧૯૩ કરવા-કરાવવા, પચન-પાચન, કૂટવું, પીસવું તર્જન-તાડન, વધ-બંધ, પરિકુલેશ યાવતું તેવા પ્રકારના સાવદ્ય અને મિથ્યાત્વવર્ધક, બીજા જીવોના પ્રાણોને પરિતાપ પહોંચાડનાર કર્મ કરે છે. આ સર્વ પાપકાયથી અપ્રતિવિરત અથર્ જોડાયેલો રહે છે. જેમ કોઈ પુરુષ કલમ, મસૂર, તલ, મગ, અડદ, બાલોલ, કળથી, ચોળા, તુવેર, કાળા ચણા, જવાર અને તે પ્રકારના બીજા ધાન્યો ને જીવરક્ષાના ભાવ સિવાય કુરતાપૂર્વક ઉપમદન કરતો મિથ્યાદંડ પ્રયોગ કરે છે. તે જ રીતે કોઈ પુરુષ વિશેષ તીતર, વટેર, લાવા, કબુતર, કપિંજલ, મૃગ, ભેંસા, સુકર, મગર, ગોઘા, કાચબો અને સર્પ વગેરે નિરપરાધ જીવોને કુરતા પૂર્વક મિથ્યા-દંડનો પ્રયોગ કરે છે. એટલે કે નિર્દયતાપૂવર્ક ઘાત કરે છે. વળી તેની જે બાહ્ય પર્ષદા છે. જેમકે- દાસ, દૂત, વેતન થી કામ કરનારા, ભાગીદાર, કર્મકર, ભોગપુરુષ આદિ દ્વારા થયેલા નાના અપરાધનો પણ પોતેજ મોટો દંડ કરે છે. આને દડો, આને મુંડો, આની તર્જના કરો- તાડન કરો, આને હાથમાં- પગમાં- ગળામાં કે બધે બેડી નાખો, એના બંને પગમાં સાંકળ બાંધી ને પગ વાળી દો, આના હાથ કાપો, પગ કાપો, કાન કાપો, નખ છેદો, હોઠ છેદો, માથું ઉડાવી દો, મોટું ભાંગી નાંખો, પુરષ ચિહુન કાપી દો, હૃદય ચીરી નાખો. એજ રીતે આંખ-દાંત,મોઢું, જીભ ઉખાડી દો, આને દોરડાથી બાંધીને ઝડે લટકાવો, બાંધીને જમીન ઉપર ઘસેડો, દહીંની જેમ મંથન કરો, શૂળીએ ચડાવો, ત્રિશલથી ભેદો, શસ્ત્રોથી છિન્નભિન્ન કરો ભેદાયેલા શરીર ઉપર ક્ષાર નાખો, તેના ઘામાં ઘાસ ખોસો, તેને સિંહ, વૃષભ, સાંઢ ની પૂછડીએ બાંધો, દાવગ્નિમાં બાળી દો, ટુકડા કરીને કાગડાને માંસ ખવડાવી દો, ખાવા-પીવાનું બંધ કરી દો, જાવજજીવ બંધનમાં રાખો અન્ય કોઈ પ્રકારે કમોત થી મારી નાખો. તે મિથ્યાદષ્ટિની જે અત્યંતર પર્ષદા છે. જેમકે માતા, પિતા, ભાઈ, બહેન, ભાર્યા. પુત્રી, પૂત્રવધૂ વગેરે તેમાંના કોઈ થોડો પણ અપરાધ કરે તો પોતે જ ભારે દંડ આપે છે. જેમકે ઠંડા પાણીમાં ડૂબાડે, ગરમપાણી શરીર ઉપર રેડે, આગથી તેઓના શરીર બાળે, જોત-બેંત-નેત્ર આદિના દોરડાથી, ચાબુકથી, છિવાડીથી, જાડીવેલથી મારી-મારીને બંને પડખાના ચામડા ઉખેડી નાંખે, દંડ, હડી, મંડી પત્થર, ખપ્પરથી તેઓના શરીરને કૂટે-પીસે આવા પ્રકારના પુરુષવર્ગ સાથે રહેવાવાળા મનુષ્ય દુઃખી રહે છે. દૂર રહે તો પ્રસન્ન રહે છે. આ પ્રકારનો પુરુષ વર્ગ હંમેશા, ડંડો સાથે રાખે છે. અને કોઈનો થોડો પણ અપરાધ થાય તો અધિકાધિક દંડ દેવાનો વિચાર કરે છે. દંડને આગળ રાખીને જ વાત કરે છે. આવો પુરુષ આલોક અને પરલોક બંને માં પોતાનું અહિત કરે છે. આવા લોકો બીજાને દુઃખી કરે છે, શોકસંતપ્ત કરે છે, ઝુરાવે છે, સતાવે છે, પીડા આપે છે, પીટે છે, પરિતાપ પહોંચાડે છે, એ રીતે વધ, બંધ, કલાદિ પહોંચાડવામાં જોડાયેલા રહે છે. આ જ પ્રકારે તે સ્ત્રી સંબંધિ કામ ભોગોમાં મૂર્ણિત, વૃદ્ધ આસકત અને પંચેન્દ્રિયોના વિષયમાં ડૂબેલો રહે છે. એ રીતે તે ચાર, પાંચ-છ વાવતુ દશ વર્ષ કે તેથી ઓછો વધારે કાળ કામભોગ ભોગવીને વૈરભાવોના બધા સ્થાનો સેવી ઘણાં અશુભ કર્મો એકઠાં કરીને જેવી રીતે લોઢા કે પત્થરનો ગોળો પાણીમાં ફેંકતા જળ-તલનું અતિક્રમણ કરીને નીચે તળીયે પહોંચી જાય તે રીતે આ પ્રકારનો પુરુષવર્ગ વજ જેવા 13] Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ દસાસુયાબંધ દારૂપ ઘણાં પાપ-કલેશ-કાદવ-વૈર-દંભ-માયા-પ્રપંચ-આશાતનાઅયશ- અપ્રતીતિવાળી થઈને પ્રાયઃ ત્રસપ્રાણીનો ઘાત કરતો મૃત્યુ પામી ભૂમિતળનું અતિક્રમણ કરી નીચે નરકભૂમિમાં સ્થાન પામે છે. તે નરક અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે. નીચે છરા-અસ્તરાના આકાર વાળી છે. નિત્ય ઘોર અંધકારથી વ્યાપી છે. ચંદ્ર, સૂર્ય ગ્રહ નક્ષત્ર, એ જ્યોતિષ્ક ની પ્રભાથી રહિત છે. તે નરકોની ભૂમિ ચબ, માંસ, લોહી, પરુના સમૂહ જેવા કીચડથી લેપાયેલી છે. મળ-મૂત્ર વગેરે અશુચિ પદાર્થો ભરેલી અને પરમદુર્ગન્ધમય છે. કાળી કે કપોત વર્ણવાળી, અગ્નિના વર્ણની આભાવાળી છે, કર્કશ સ્પર્શ વાળી હોય અસહ્ય છે, અશુભ હોવાથી ત્યાં અશુભ વેદના હોય છે, ત્યાં નિદ્રા લઈ શકાતી નથી, તે નારકી ના જીવો તે નરકમાં અશુભ વેદના નો પ્રતિસમય અનુભવ કરતાં વિચરે છે. જેવી રીતે પર્વતના અગ્રભાગ ઉપર ઉત્પન્ન થયેલ વૃક્ષ મૂળ ભાગ કાપવાથી ઉપરનો ભાગ ભારે થતા જયાં નીચું સ્થાન છે, જ્યાં દુર્ગમ પ્રવેશ છે કે વિષમ સ્થળ છે ત્યાં પડે છે, તેજ રીતે ઉપર કહ્યા મુજબના મિથ્યાત્વી, ઘોરપાપી પુરુષ વર્ગ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં એક મરણ માંથી બીજા મરણમાં, એક દુઃખમાંથી બીજા દુખમાં પડે છે. તે દક્ષિણ દિશામાં રહેલ ઘોર નરકમાં જાય છે. તે કૃષ્ણપાક્ષિક નારકી ભવિષ્યમાં દુર્લભબોધિ થાય છે. આ પ્રકારનો જીવ અક્રિયાવાદી છે. [૩] તે ક્રિયાવાદી કોણ છે ? તે ક્રિયાવાદી આવા પ્રકારનો છે જે . આસ્તિકવાદી છે, અસ્તિકબુદ્ધિ છે, આસ્તિક દષ્ટિ છે. સમ્યકુવાદી અને નિત્ય અથતુ મોક્ષવાદી છે, પરલોકવાદી છે. તે માને છે કે આલોક પરલોક છે, માતા-પિતા છે, અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે, સુકૃત-દુષ્કૃત કમનું ફળ છે, સદાચરિત કર્મો શુભફળ અને અસદાચરિત કર્મો અશુભ ફળ આપે છે. પુણ્ય-પાપફળ સહિત છે, જીવ પરલોકમાં જાય છે- આવે છે, નરક આદિ ચારગતિ છે અને મોક્ષ પણ છે આ પ્રકારે માનનારા આસ્તિકવાદી, આસ્તિકબુદ્ધિ, આસ્તિકદષ્ટિ સ્વચ્છંદ, રાગઅભિનિવિષ્ટ યાવતું મહાનું ઈચ્છાવાળો પણ થાય અને ઉત્તર દિશાવર્તી નરકોમાં ઉત્પન્ન પણ કદાચ થાય તો પણ તે શુકલપાક્ષિક હોય છે. ભાવિમાં સુલભબોધિ થઈ, સુગતિ પ્રાપ્ત કરતો અન્ને મોક્ષગામી થાય છે. તે ક્રિયાવાદી, ૩૭](ઉપાસક પ્રતિમા-૧ ) ક્રિયાવાદી મનુષ્ય સર્વ (શ્રાવક-શ્રમણ) ધર્મરચિવાળો હોય છે. પણ સમ્યક પ્રકારે અનેક શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચકખાણ, પૌષધોપવાસ નો ધારક હોતો નથી (પરંતુ) સમ્યક શ્રદ્ધાવાળો હોય છે, આ પ્રથમ દર્શન-ઉપાસક પ્રતિમા જાણવી. (જે ઉત્કૃષ્ટથી એક માસની હોય છે.) [૩૮] હવે બીજી ઉપાશક પ્રતિમા કહે છે- તે સર્વ ધર્મ રૂચિ વાળો હોય છે. (શુદ્ધ સમ્યકત્વ ઉપરાંત યતિ (શ્રમણ)ના દશે ધર્મોની દઢ શ્રદ્ધાવાળો હોય છે) નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત-આદિ વિરમણ, પચ્ચકખાણ અને પૌષધોપવાસનું સમ્યક્ પરિપાલન કરે છે. પણ સામાયિક અને દેસાવગાસિકનું સમ્યક્ પ્રતિપાલન કરી શકતો નથી. તે બીજી ઉપાક પ્રતિમા. (જે વ્રત પ્રતિમા Page #198 -------------------------------------------------------------------------- ________________ દસા-ક, સુત્ર-૩૯ ૧૫ કહેવાય છે. આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ બે મહિના છે. [૩૯]હવે ત્રીજી ઉપાશક પ્રતિમા કહે છે- તે સર્વ ધર્મ રુચિવાળો અને પૂર્વોત. બંને પ્રતિમાઓનો સમ્યક પરિપાલક હોય છે. તે નિયમથી ઘણાં શીલવ્રત ગુણવ્રત, પ્રાણાતિપાત-આદિ વિરમણ, પચ્ચકખાણ પૌષધોપવાસ નું સમ્યક પ્રકારે પ્રતિપાલન કરે છે. સામાયિક અને દેસાવકાસિક વ્રતનો પણ સમ્યક અનુપાલક હોય છે. પરંતુ તે ચૌદશ આઠમ, અમાસ અને પૂનમ એ તિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસ નું સમ્યક પરિપાલન કરી શકતો નથી. તે ત્રીજી (સામાયિક) ઉપાસક પ્રતિમા (આ સામાયિક પ્રતિમા ના પાલનનો ઉત્કૃષ્ટ કાળ ત્રણ મહિના છે) * [૪૦] હવે ચોથી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મરુચિ વાળો (ભાવતુ આ પહેલા કહેવાઈ તે ત્રણે પ્રતિમાઓનું યથાયોગ્ય અનુપાલન કરનાર હોય છે.) તે નિયમથી ઘણાં શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચકખાણ, પૌષધોપવાસ તેમજ સામાયિક, દેશાવકસિકનું સમ્યક પરિપાલન કરે છે. પરંતુ એક રાત્રિની ઉપાસક પ્રતિમાનું સમ્યક્ પરિપાલન કરી શકતો નથી.આ ચોથી (પૌષધ નામક) ઉપાસક પ્રતિમા કહી (જેનો ઉત્કૃષ્ટકાળ ચાર માસ છે. ) [૪૧] હવે પાંચમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મ રચિવાળો હોય છે. (યાવત્ પૂર્વોકત ચારે પ્રતિમાનું સમ્યક પરિપાલન કરનાર હોય છે.) તે નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાતઆદિ વિરમણ, પચ્ચકખાણ, પૌષધોપવાસનું સમ્યક અનુપાલન કરે છે. તે સામાયિક દેશાવકાશિક વ્રતનું યથાસૂત્ર, યથાકલ્પ, યથાતથ્ય, યથામાર્ગ શરીરથી સમ્યક પ્રકારે સ્પર્શ કરનાર, પાલન-શોધન-કીર્તન કરતો જિનાજ્ઞા મુજબ અનુપાલક થાય છે. તે ચૌદશાદિ પવતિથિએ પૌષધનો અનુપાલક થાય છે એક રાત્રિની ઉપાસક પ્રતિમાનું સમ્યક અનુપાલન કરે છે. તે સ્નાન નથી કરતો, રાત્રિ ભોજન ન કરનાર થાય છે, તે મુકુલીકૃત અર્થાત્ ધોતીની પાટલી નથી કરતો, તે આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતો જધન્ય થી એક બે કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી પાંચ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. તે પાંચમી (દિવસે બ્રહ્મચર્ય નામક ઉપાસક પ્રતિમા.) [૪૨]હવે છઠ્ઠી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મચિ વાળો યાવતુ એકરાત્રિની ઉપાસક પ્રતિમાનો સમ્યક અનુપાલન કર્તા હોય છે. તે સ્નાન ન કરનારો, દિવસે જ ખાનારો, ધોતીની પાટલી નહીં બાંધનાર, દિવસ અને રાત્રે પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. પણ તે પ્રતિજ્ઞાપૂર્વક સચિત્ત આહારનો પરિત્યાગી હોતો નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતો તે જઘન્યથી એક-બે કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી સૂત્રોકત માગનુસાર આ પ્રતિમાનું સભ્યપ્રકારે પાલન કરે છે- આ છઠ્ઠી દિવસ-રાત્રી બ્રહ્મચર્ય ઉપાસક પ્રતિમા. [૪૩] હવે સાતમી ઉપાસક પ્રતિમા કહે છે તે સર્વ ધર્મ રુચિ વાળો હોય છે. યાવતું દિન-રાત બ્રહ્મચારી અને સચિત્ત આહાર પરિત્યાગી હોય છે. પણ ગૃહઆરંભ ના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતા તે જ ધન્યથી એક-બે કે ત્રણ દિવસથી ઉત્કૃષ્ટ સાત મહિના સુધી સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ (સચિત્ત પરિત્યાગ નામક) સાતમી ઉપાસક પ્રતિમા. [૪૪] હવે આઠમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ દસા સુયખંધું- ૬૪૪ થાવત્ દિન-રાત બ્રહ્મચર્ય પાળે છે, સચિત્ત આહારનો અને ઘરના સર્વે આરંભ કાર્યોનો પરિત્યાગી હોય છે. પણ અન્ય સર્વે આરંભના પરિત્યાગી હોતા નથી આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા. તે જધન્ય થી એક-બે-ત્રણ વાવતુ આઠ મહિના સુધી સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે.- આ (આરંભ પરિત્યાગ નામક) આઠમી ઉપાસક પ્રતિમા. ૪૫] હવે નવમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વધર્મ રૂચિ વાળા હોય છે. યાવતુ દિન-રાત પૂર્ણ બ્રહ્મચારી, સચિત્તાહાર અને આરંભના પરિત્યાગી હોય છે. બીજા દ્વારા આરંભ કરાવવાના પણ પરિત્યાગી હોય છે. પરંત) ઉદ્દિષ્ટ ભક્ત અથતુ પોતાના નિમિત્તે બનાવેલ ભોજન કરનારનો પરિત્યાગી હોતો નથી. આ પ્રકારે આચરણપૂર્વક વિચરતા તે જ ધન્યથી એક-બે કે ત્રણ દિવસથી ઉત્કૃષ્ટ નવ મહિના સુધી સૂત્રોકત માગનુસાર પ્રતિમાને પાળે કરે- આ નવમી (પ્રખ્યપરિત્યાગ નામક) ઉપાસક પ્રતિમા. [૪૬] હવે દશમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મચિ વાળો હોય છે. (આ પહેલા કહેવાયેલ નવે ઉપાસક પ્રતિમા નો ધારક હોય છે.) ઉદ્દિષ્ટ ભક્ત-તેના નિમિત્તે બનાવેલ ભોજન-નો પરિત્યાગી હોય છે. તે માથે મુંડન કરાવે છે પણ ચોટી રાખે છે. કોઈ દ્વારા એક કે વધુ વખત પૂછતા તેને બે ભાષા બોલવી કહ્યું છે. જો તે જાણતો હોય તો કહે “હું જાણું છું જો ન જાણતો હોય તો કહે હું જાણતો નથી આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જધન્યથી એક-બે-ત્રણ દિવસ થી ઉત્કૃષ્ટ દશ મહિના સુધી સૂત્રોકત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ (ઉદિષ્ટ ભોજન ત્યાગ નામક) દશમી ઉપાસક પ્રતિમા. [૪૭] હવે અગિયારમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ (સાધુ-શ્રાવક) ધર્મની રુચિવાળો હોવા ઉપરાંત ઉકત સર્વ પ્રતિમાને પાલન કરતો ઉદિષ્ટ ભોજન પરિત્યાગી હોય છે. તે માથે મુંડન કરાવે છે અથવા લોચ કરે છે. તે સાધુ આચાર અને પાત્ર- ઉપકરણ ગ્રહણ કરીને શ્રમણ-નિર્ચ નો વેશ ધારણ કરે છે. તેમને માટે પ્રરૂપિત શ્રમણધર્મને સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરતો અને પાલન કરતો વિચરે છે. ચારહાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલે છે. એ રીતે ઈયસિમિતિનું પાલન કરતો) ત્રસ પ્રાણીઓને જોઈને તેની રક્ષા માટે પગ ઉપાડી લે છે, પગ સંકોચીને ચાલે છે. અથવા આડા પગ રાખીને ચાલે છે (એ રીતે જીવરક્ષા કરે છે) જીવ વ્યાપ્ત માર્ગ છોડીને શકય હોય તો બીજા વિદ્યમાન માર્ગે ચાલે છે. જયણા પૂર્વક ચાલે છે પણ પૂરું નિરીક્ષણ કર્યા સિવાય સીધા માર્ગે ચાલતો નથી ફકત જ્ઞાતિ-વર્ગ સાથે તેના પ્રેમબંધનનો વિચ્છેદ હોતો નથી. તેથી તેને જ્ઞાતિના લોકોમાં ભિક્ષા વૃત્તિ માટે જવાનું કહ્યું છે. (મતલબ સગાં-સંબંધિને ત્યાંથી આહાર લાવી શકે છે. ) સ્વજન સંબંધિ ના ઘરે પહોંચે તે પહેલાં ભાત રંધાઈ ગયા હોય અને મગની દાળ થઈ ન હોયતો તેને ભાત લેવા કહ્યું પણ મગની દાળ લેવી કહ્યું જો પહેલાં મગની દાળ થઈ હોય અને ભાત ન થયા હોય તો મગની દાળ લેવી કહ્યું પણ ભાત લેવા કલ્પતા નથી. જો તેના પહોંચ્યા પહેલા બંને તૈયાર થઈ ગયા હોય તો બંને લેવા કહ્યું જો તેના પહોંચ્યા પહેલા બે માંથી કશુ તૈયાર થયું ન હોય તો બે માંથી કશું લેવું કલ્પતું નથી ટુંકમાં તે પહોંચે તેની પહેલાં જે પદાર્થ તૈયાર હોય તે લેવું કહ્યું અને તેના ગયા પછી Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ દસા-૬, સૂત્ર-૪૭ બનાવેલો કોઈપણ પદાર્થ તેને લેવો કલ્પતો નથી. જ્યારે તે (શ્રમણભૂત) ઉપાસક ગૃહપતિના કુળ (ઘર) માં આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી પ્રવેશ કરે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ- “પ્રતિમાધારી શ્રમણો પાસક ને ભિક્ષા આપો.” આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતા એવા તે ઉપાસકને જોઈને કદાચ કોઈ પૂછે, “હે આયુષ્યપાનું તમે કોણ છો ?” તે કહો. ત્યારે તેણે પૂછનારને કહેવું જોઈએ કે “હું પ્રતિમાધારી શ્રમણોપાસક છું.” આ પ્રકારના આચરણપૂવર્ક વિચરતા તે જધન્યથી એક-બે કે ત્રણ દિવસથી ઉત્કૃષ્ટ ૧૧- મહિના સુધી વિચરણ કરે.- આ અગિયારમી (શ્રમણભૂત નામક) ઉપાસક પ્રતિમા. આ પ્રમાણે તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી અગિયાર ઉપાસક પ્રતિમા (શ્રાવકોને કરવાની વિશિષ્ટ ૧૧ પ્રતિજ્ઞાઓ) કહેલી છે. તે પ્રમાણે હું (તમને) કહું છું. છઠ્ઠી દસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. (દસા-૭-ભિક્ષુ પ્રતિમા) આ દસાનું નામ ભિક્ષ-પ્રતિમા છે. જે રીતે આ પૂર્વેની દસા માં શ્રાવક-શ્રમણો પાસકની ૧૧-પ્રતિમાનું નિરૂપણ કરેલ છે. અહીં પણ પ્રતિમા’ શબ્દનો અર્થ વિશિષ્ટ પ્રકારના આચરણયુક્ત પ્રતિજ્ઞા એમ જ સમજવો. [૪૮] હે આયુષ્યમાનું ! તે નિવણિપ્રાપ્ત ભગવંતના સ્વ-મુખેથી મે એવું સાંભળેલું છે આ જિનપ્રવચનમાં) સ્થવિરભગવંતોએ નિશ્ચયથી બાર-ભિક્ષપ્રતિમાઓ કહી છે. તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બારભિક્ષુ પ્રતિમા કઈ કહી છે? તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી કહેલી બાર ભિક્ષપ્રતિમાં આ પ્રમાણે છે- એકમાસિકી, દ્ધિ માસિક, ત્રિમાસિકી, ચતુમિિસકી, પંચમાસિકી, છમાસિકી, સાતમાસિક, પહેલી સાતરાત્રિદિવસ, બીજી સાતરાત્રિદિવસ, ત્રીજીયાતરાત્રિદિવસ, અહોરાત્રિની એકરાત્રિકી. - ૪૯] માસિકી ભિક્ષુ પ્રતિમાને ધારણ કરતા સાધુ કાયાને વોસિરાવી દીધેલા અને શરીરના મમત્વભાવના ત્યાગી હોય છે. દેવ-મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે કોઈ ઉપસર્ગ આવે છે. તેને તે સમ્યક પ્રકારે સહન કરે છે. ઉપસર્ગ કરનારને ક્ષમા કરે છે, અદીન ભાવે સહન કરે છે, શારીરિક ક્ષમતા પૂર્વક તેનો સામનો કરે છે. માસિક ભિક્ષુ પ્રતિમાધારી સાધુને એક દત્તિ ભોજન અને એક દત્તિ પાણી લેવું કહ્યું છે. દત્તિ એટલે એક અખંડ ધારાથી જેટલું ભોજન કે પાણી ને દાતા આપે તે) આ દિત્તિ પણ અજ્ઞાત કુળથી, અલ્પમાત્રામાં બીજા માટે બનાવેલ, અનેક દ્વિપદ-ચતુષ્પદ-શ્રમણ-બ્રાહ્મણ- અતિથિ- કૃપણ અને ભિખારી આદિના ભિક્ષા લઈને ચાલી ગયા બાદ ગ્રહણ કરવી કહ્યું છે. વળી આ દત્તિ જ્યાં એક વ્યક્તિ ભોજન કરતો હોય ત્યાંથી લેવી કહ્યું. પણ બે-ત્રણ-ચાર-પાંચ વ્યક્તિ સાથે બેસીને ભોજન કરતા હોય ત્યાંથી લેવી કલ્પતી નથી. ગર્ભિણી, નાના બાળવાળી કે બાળક ને દૂધ પાતી હોય તેની પાસેથી આહાર- પાણીની દત્તિ લેવી ન કલ્પે જેના બંને પગ ડેલી-ઉંબરાની બહાર કે અંદર હોય તો તે સ્ત્રી પાસેથી દત્તિ લેવી કહ્યું પણ એક Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ દસા સુયખૂંધ – ૭૪૯ પગ અંદર અને એક પગ બહાર હોય તો તેના હાથે લેવું કલ્પે. પણ જો તે દેવા ન ઈચ્છતી હોય તો તેના હાથે લેવું કલ્પે નહીં માસિકી ભિક્ષુ પ્રતિમા ધારણ કરેલ સાધુને આહાર લાવવાના ત્રણ સમય કહયા છે. તે આ પ્રમાણે- આદિ દિવસનો પ્રથમ ભાગ), મધ્ય (મધ્યાહ્ન), અંતિમ(દિવસનો અંતિમ ભાગ) જે ભિક્ષુ આદિમાં ગોચરી જાય તે મળ્યે કે અંતે ન જાય, જે મધ્ય જાય તે આદિ કે અંતે ન જાય, જે અંતે જાય તે આદિ કે મધ્યે ગોચરી જાય નહીં. માસિક ભિક્ષુ પ્રતિમા ધારી સાધુને છ પ્રકારની ગોચરી કહી છે પેટા (પેટીની જેમ ચારખૂણા થી ગમન કરવાપૂવર્ક ગોચરી જવું), અર્ધપેટા (બે ખૂણા થી ગમનકરવું), ગોમૂત્રિકા (ચાલતા ચાલતા બળદ જ્યારે પેશાબ કરે ત્યારે જે વાંકી ચૂકી રેખા અંકિત થાય તે રીતે ગોચરી જવું), પતંગવીથિકા (પક્ષી જેમ વચલા સ્થાનો છોડી એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસે તે રીતે ક્રમ રહિત ગોચરી જવું), શમ્બૂકાવર્તી- (દક્ષિણાવર્ત કે વામાવર્ત શંખની જેમ ડાબેથી જમણે કે જમણેથી ડાબે ફરતા ગોચરી જવું), ગત્યાપ્રત્યાગતા (ગલીના છેલ્લા ઘેરથી પહેલા ઘર તરફ ગોચરી ગમન કરવું). આ છ પ્રકારની ગોચરીમાંથી કોઈ એક પ્રકારની ગોચરીનો અભિગ્રહ લઈ પ્રતિમા ધારક સાધુને ભિક્ષા લેવી કલ્પે. જે ગામ યાવત્ મડંબમાં એકમાસિકી ભિક્ષુપ્રતિમા ધારક સાધુ ને જો કોઈ જાણતું હોય તો તેને ત્યાં એક રાત રહેવું કલ્પે, જો કોઈ ન જાણતું હોય તો એક કે બે રાત રહેવું કલ્પ પણ જો તેના કરતા વધુ નિવાસ કરે તો તો ભિક્ષુ તેટલા દિવસના દિક્ષાના છંદ કે પરિહાર તપને પાત્ર થાય છે. માસિકી ભિક્ષુ પ્રતિમાધારક સાધુને ચાર ભાષા બોલવી કલ્પે છે. તે આ પ્રમાણે. યાચની. પૃચ્છની, અનુજ્ઞાપની અને પૃષ્ઠ વ્યાકરણી. (યાચની- આહાર, વસ્ત્ર, પાત્ર આદિ માંગવા માટે જે ભાષા બોલાય તે, પૃચ્છની- સ્વાધ્યાય આદિમાં ઉદ્ભવેલ પ્રશ્નના નિવારણ માટે બોલાય તે, અનુજ્ઞાપની- શય્યાતરપાસે સ્થાન આદિની આજ્ઞા માટે બોલાય તે અનુજ્ઞાપની, પૃષ્ઠવ્યાકરણી કોઈએ પૂછેલ પશ્નના ઉત્તર માટે બોલાતી. માસિકી ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન્ન સાધુ ને ત્રણ પ્રકારના ઉપાશ્રયોનું પ્રતિલેખન કરવું આજ્ઞાલેવી-કે-ત્યાં રહેવું ક૨ે છે. તે આ પ્રમાણે- ઉદ્યાન માં રહેલું ગૃહ, ચારે તરફથી ન ઢંકાયેલું તેવું ગૃહ, વૃક્ષની નીચે બનેલું ગૃહ ભિક્ષુપ્રતિમા-ધારક સાધુને ત્રણ પ્રકારના સંથારગ ની પ્રતિલેખના, આજ્ઞા લેવી કે ગ્રહણ કરવાનું કલ્પે છે તે આ પ્રમાણે- પૃથ્વીશિલા, લાકડાની પાટ, પહેલેથી બિછાવાયેલ તૃણ. માસિકી ભિક્ષુ-પ્રતિમા-ધારક સાધુને ઉપાશ્રયમાં કોઈ સ્ત્રી-પુરુષ આવીને અનાચારનું આચરણ કરતા જોવા મળે તો તે ઉપાશ્રયમાં નિષ્ક્રમણ કે પ્રવેશ કરવો કલ્પે નહીં.- ત્યાં કોઈ અગ્નિ સળગી ઉઠે કે સળગાવે તો તેને નિષ્ક્રમણ કે પ્રવેશ કલ્પે નહીં કદાચ કોઈ હાથ પકડીને બહાર કાઢવા ઈચ્છે તો પણ તેનો સહારો લઈને ન નીકળે પણ જયણાપૂવર્ક ચાલતા- ચાલતા બહાર નિકળે. માસિકી ભિક્ષુ-પ્રતિમા ધારક સાધુના પગમાં કાંટો-કાકરો -કાંચ ઘુસી જાય ત્યારે કે આંખમાં મચ્છર વગેરે સૂક્ષ્મ જંતુ, બીજ, રજ આદિ પડે તો તેને કાઢવાનું કે 9 Page #202 -------------------------------------------------------------------------- ________________ દસા–૭,સુત્ર–૪૯ ૧૯૯ શુદ્ધિ કરવાનું કલ્યું નહીં. પણ જણાપૂર્વક ચાલતું રહેવું કહ્યું. માસિકી ભિક્ષુ પ્રતિમા ધારક સાધુને વિહાર કરતા કરતા જ્યાં સૂર્યાસ્ત થઈ જાય તો ત્યાં જ રહેવું પડે. ત્યાં જળ હોય કે સ્થળ, દુર્ગમ માર્ગ હોય કે નિમ્ન માર્ગ, પર્વત હોય કે વિષમ માર્ગ, ખાડા હોય કે ગુફા, આખી રાત ત્યાં જ રહેવું પડે એક પગલું પણ આગળ જઈ શકાય નહીં પરંતુ સવારે સૂર્યની પ્રભા પ્રગટ થાય ત્યાંથી સૂર્ય ઝળહળતો થાય પછી પૂર્વ- દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર દિશા તરફ અભિમુખ થઈ જયણા પૂર્વક ગમન કરવું કલ્પે. માસિકી ભિક્ષ પ્રતિમાનધારક સાધુને સચિત પૃથ્વિ ઉપર નિદ્રા લેવી કે સર્વે કહ્યું નહીં કેવળી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહયું છે. તે સાધુ એ રીતે નિદ્રા લેતા કે સુતા પોતાના હાથેથી ભૂમિને સ્પર્શ કરે તો જીવહિંસા થશે તેથી તેણે સૂત્રોકત વિધિથી નિર્દોષ સ્થાને રહેવું કે વિહાર કરવો જોઈએ. જો તે સાધુને મળ-મૂત્રની શંકા થાયતો રોકવી જોઈએ નહીં પણ પૂર્વે પડિલેહણ કરેલી ભૂમિ ઉપર ત્યાગ કરવો જોઈએ. ફરી તે જ ઉપાશ્રયે આવી સૂત્રોકત વિધિ મુજબ નિદોર્ષ સ્થાને રહેવું જોઈએ. માસિકી ભિક્ષુ પ્રતિમા–ધારક સાધુને સચિત્ત રજવાળા શરીર સાથે ગૃહસ્થો કે ગૃહ સમુદાયમાં ભોજન-પાન માટે જવું કે ત્યાંથી નીકળવું કલ્પતું નથી. જો તેને જાણ થઈ જાય કે શરીર ઉપર સચિત રજ પસીનાથી અચિત્ત થઈ ગઈ છે તો તેને ત્યાં પ્રવેશ કે નિર્ગમન કરવું કહ્યું છે. વળી તેને અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી હાથ,પગ,દાંત, આંખ કે મોટું એકવાર કે વારંવાર ધોવું કલ્પતું નથી. ફકત મળ-મૂત્રાદિથી લેપાયેલ શરીર કે ભોજન-પાન થી લિપ્ત હાથ-મોઢું ધોવા કહ્યું છે, માસિકી ભિક્ષુ પ્રતિમા–ધારક સાધુની સામે (વિહાર કરતી વેળાએ) ઘોડો, હાથી, બળદ, ભેંસ, સિંહ, વાઘ, ભેડીયા, રીંછ, ચિત્તો, તેંદુઅ પરાશર, કુતરો, બિલાડો, સાપ, શશલું, શીયાળ, ભુંડ આદિ હિંસક પ્રાણી આવી જાય તો ભયભીત થઈને એક ડગલું પણ પાછળ ખસવું કહ્યું નહીં. એ જ રીતે ઠંડી લાગતા તડકામાં જવું કે ગરમી લાગતાં છાયામાં જવું પણ કહ્યું નહીં પણ જ્યાં જેવી ઠંડી કે ગરમી હોય તેને સહન કરવી. માસિક ભિક્ષુ પ્રતિમા ને “તે” સાધુએ સૂત્ર, આચાર કે માર્ગ મુજબ જે રીતે કહેવાયેલ તે રીતે સમ્યક પ્રકારે શરીર દ્વારા સ્પર્શ કરવી, પાલન કરવું, શુદ્ધિ પૂર્વક કીર્તન અને આરાધના કરવું ત્યારે તે ભિક્ષુ જિનાજ્ઞા મુજબ પાલન કરવાવાળા થાય છે. fપછી બે માસિકી ભિક્ષુ-પ્રતિમા ધારક સાધુ હંમેશાં કાયાની માયાનો ત્યાગ કરેલા. . . આદિ સર્વ વાત પ્રથમ ભિક્ષપ્રતિમા મુજબ જાણવી. (વધારામાં એટલું કે) ભોજન-પાણીની બે દત્તિ ગ્રહણ કરવી કહ્યું છે અને બીજી પ્રતિજ્ઞાનું પાલન બે મહિના. સુધી કરે છે. ---- એ રીતે ભોજન-પાનની એકએક દત્તિ અને એક એક માસનું પ્રતિમા પાલન સાત દત્તિ સુધી સમજી લેવું અર્થાત્ ત્રીજી પ્રતિમા–ત્રણદત્તિ ત્રણ મહિના વગેરે, [૫૧] હવે આઠમી ભિક્ષુ-પ્રતિમા કહે છે. પ્રથમ સાત રાત્રિ દિવસ અર્થાત્ એક સપ્તાહ ની આઠમી ભિક્ષુ પ્રતિમા ધારી સાધુ હંમેશા કાયાની મમતા રહિત પણે- વાવતુ ઉપસર્ગ આદિને સહન કરે છે. તે સર્વે પ્રથમ પ્રતિમા મુજબ જાણવું.) તે સાધુ ને નિર્જલ ચોથભક્ત (એટલે કે ઉપવાસ) પછી અન્ન-પાન લેવું કહ્યું છે. ગામ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ દસા સુયબંધ- ૭પ૧ યાવતુ રાજધાની ની બહાર ઉતાસન, પાશ્વસન કે નિષદ્યાસન થી કાયોત્સર્ગ કરે, દેવ-મનુષ્ય કે તિય સંબંધિ જે કોઈ ઉપસર્ગ ઉત્પન્ન થાય અને તે ઉપસર્ગ જો તે સાધુને ધ્યાનથી ચલિત કે પતિત કરે તો તેને ચલિત કે પતિત થવું કહ્યું નહીં. જો મળ-મૂત્રની બાધા ઉત્પન્ન થાયતો તેને રોકે નહીં પણ પૂર્વ પડિલેહિત ભૂમિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરવો કલ્પ. પુનઃ વિધિ મુજબ પોતાના સ્થાને આવીને તેને કાયોત્સર્ગ કરી સ્થિત રહેવું પડે આ રીતે તે સાધુ પહેલી એક સપ્તાહ રૂપ (આઠમી) પ્રતિમાનું સૂત્રાનુંસાર યાવતુ જિન-આજ્ઞાનુસાર પાલન કરવાવાળો હોય છે. આ જ રીતે (નવમી ભિક્ષુ પ્રતિમા) બીજી એક સપ્તાહ ની હોય છે. વિશેષમાં એટલું કે આ પ્રતિમાના આરાધક ભિક્ષને દંડાસન, લંગડાસન કે ઉત્કટકાસન માં સ્થિત રહેવું જોઈએ. - - (દશમી ભિક્ષપ્રતિમા) ત્રીજી એક સપ્તાહની પણ પૂર્વવતુ જાણવી. વિશેષમાં આ ભિક્ષુપ્રતિમાના આરાધનકાળમાં તેણે ગોદોહિદાસનવીરાસન કે આમ્રકુન્ધાસનમાં સ્થિત રહેવું જોઈએ. [૫૨] એ જ રીતે અગીયારમી એક અહોરાત્રની ભિક્ષુ પ્રતિમાના વિષયમાં જાણવું. વિશેષ એટલે કે નિર્જલ ષષ્ઠ ભક્ત એટલે કે ચોવિહારો છઠ્ઠ કરીને અને પાન ગ્રહણ કરવું, ગામ યાવતું રાજધાની ની બહાર બંને પગોને સંકોચીને અને બે હાથ જાનુ પર્યન્ત લાંબા રાખીને કાયોત્સર્ગ કરે. બાકી પૂર્વે કહયા મુજબ યાવતુ જિનાજ્ઞાનુસાર પાલન કરવાવાળો હોય છે. - હવે બારમી ભિક્ષપ્રતિમા કહે છે. એકરાત્રિકી બારમી ભિક્ષપ્રતિમા ધારી અણગોરને શરીરના મમત્ત્વનો ત્યાગ આદિ સર્વે પૂર્વે કહયા મુજબ જાણવા. વિશેષમાં નિર્જલ અઠ્ઠમભક્ત એટલે કે ચોવિહારો અમે કરે ત્યાર પછી અન્ન-પાન ગ્રહણ કરે. ગામ કે રાજધાની ની બહાર જઈને શરીરને થોડું આગળના ભાગે નમાવીને એક પુદ્ગલ પર દષ્ટિ રાખી અનિમેષ નેત્રો વડે નિશ્ચલ અંગોથી સર્વ ઈન્દ્રિયોને ગોપવીને બંને પગોને સંકોચી, બંને હાથ જાનુપર્યન્ત લટકતા રાખી કાયોત્સર્ગ કરે. દેવ-મનુષ્ય તિર્યંચ સંબંધિ ઉદ્દભવતા ઉપસર્ગોને સહન કરે પણ ચલિત કે પતિત થવું ન કલ્પ. મળ-મૂત્રની બાધા થાયતો પૂર્વ પ્રતિલેખિત સ્થાનમાં પરઠવીને પાછા સ્વસ્થાને વિધિ પૂર્વક કાયોત્સગદિ ક્રિયામાં સ્થિર થાય. એક રાત્રિની ભિક્ષુ પ્રતિમાનું સમ્યક પાલન ન કરનાર સાધુને માટે ત્રણ સ્થાન અહિતકર, અશુભ, અસામર્થ્યકર, અકલ્યાણકર અને દુખદ ભવિષ્યવાળા હોય છે. , તે આ પ્રમાણે ઉન્માદની પ્રાપ્તિ-લાંબાગાળાના રોગ-આતંકની પ્રાપ્તિ-કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થવું - - ત્રણ સ્થાન હિતકર, શુભ, સામર્થ્યકર, કલ્યાણકર અને સુખદ ભવિષ્યવાળા હોય છે તે આ પ્રમાણે- અવધિ, મન પર્યવ, કેવલ-જ્ઞાનની ઉત્પત્તિ. આ રીતે આ એક રાત્રિી ભિક્ષુપ્રતિમા સૂત્ર-કલ્પ-માર્ગ અને યથાર્થ રૂપે સમ્યક પ્રકારે શરીરથી સ્પર્શ, પાલન શોધન, પૂરણ, કીર્તન અને આરાધન કરવાવાળા જિનાજ્ઞાના આરાધક હોય છે. આ બાર ભિક્ષુપ્રતિમાને નિશ્ચયથી તે વિર ભગવંતોએ કહી છે. તે પ્રમાણે હું (તમને) કહું છું સાતમી દસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ Page #204 -------------------------------------------------------------------------- ________________ દસા-૮, સૂત્ર–૫૩ ૨૦૧ (દસા-૮-પર્યુષણા) [૫૩] તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ની પાંચ બાબતો ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં થઈ ઉત્તરાફલ્યુની નક્ષત્રમાં- (૧) દેવલોકથી અવીને ગર્ભમાં આવ્યા, (૨) એક ગર્ભ થી બીજા ગર્ભમાં મૂકાયા (૩) જન્મ થયો (૪) મૂડિંત થઈને અગારમાંથી અનગાર થયા, (પ) અનંત અનુત્તર, અવિનાશી, નિરાવરણ, સંપૂર્ણ કેવળજ્ઞાન કેવલદર્શન ઉત્પન્ન થયા અને સ્વાતિ નક્ષત્રમાં પરિનિવણિ પામ્યા અથતુ મોક્ષે ગયા. (નવ) આ પર્યુષણા કલ્પ વિશે પુનઃ પુનઃ ઉપદેશ કરાયો છે. (અહીં પર્યુષણાકલ્પ થકી આચારની સાથે-સાથે ચ્યવનથી નિવણ સુધીનું સમગ્ર મહાવીર • ચરિત્ર નાવ શબ્દથી સમજી લેવું અથતુિ પૂર્વભવ અને ચ્યવન, જન્મકલ્યાણક, દીક્ષા પૂર્વેનું જીવન, દીક્ષાચ ઉપસર્ગ આદિ સહેવા, કેવલજ્ઞાન-ઉપદેશ અને નિવણિ કલ્યાણક એ પ્રમાણે (ભગવંતે કહેલું) હું તમને) કહું છું. આઠમી દસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જરછાયા પૂર્ણ. (દસા- ૯મોહનીય-સ્થાનો) આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રબળ છે. તેની સ્થિતિ પણ સૌથી વધુ લાંબી છે. તેનો સંપૂર્ણ ક્ષય થતાં જ ક્રમશઃ બાકીના કર્મો ક્ષય પામે છે તે મોહનીય કર્મના બંધ માટે ૩૦ સ્થાનો (-કારણો) અહીં કહેવાયા છે. [૫૪] તે કાળ અને તે સમયે ચંપા નામની નગરી હતી. (જેનું વર્ણન ‘ઉવવાઈ' સૂત્ર મુજબ જાણવું) નગરી બહાર પૂર્ણભદ્ર નામક ચેત્ય હતું. ત્યાં કોણિક રાજા અને ધારિણી રાણી હતા. શ્રમણ ભગવાન મહાવીર ત્યાં બહાર ઉદ્યાનમાં સમોસય, ચંપાનગરીથી પરિષદુ (સભા) નીકળી, ભગવાને ધર્મ કહયો. ધર્મ સાંભળી પર્ષદા (સભા) પાછી ગઈ. શ્રમણ ભગવાનું મહાવીરે ઘણાં સાધુ-સાધ્વીને આમંત્રિત કરી આ પ્રમાણે કહયું. હે આર્યો ! તીસ મોહનીય સ્થાનો છે. જે સ્ત્રી કે પુરુષ આ સ્થાનોનું વારંવાર આચરણ –સેવન કરે છે. તે મોહનીય કર્મ બાંધે છે. પિપ] જે કોઈ ત્રસપ્રાણીને પાણીમાં ડુબાડીને કે તીવ્ર જળધારા માં નાખીને તેને મારે છે તે મહામોહનીય કર્મને બાંધે છે. પિ–પ૭] પ્રાણીના મુખ-નાક આદિ શ્વાસ લેવાના દ્વારો ને હાથથી અવરોધીને, - - અગ્નિના ધૂમાડાથી એક ઘરમાં ઘેરીને મારે તો મહામોહનીય કર્મ બાંધે છે. [૫૮-૬] જો કોઈ પ્રાણીને ઉત્તમાંગ-મસ્તક ઉપર શસ્ત્ર પ્રહાર થી ભેદન કરે, - - અશુભ પરિણામથી ભીનું ચામડું વીંટી ને મારે, - - છળકપટથી કોઈ પ્રાણીને ભાલા કે ડંડાથી મારીને હસે તો મહામોહનીયકર્મ બાંધે [૧-૩] જે ગૂઢ આચરણ થી પોતાનો માયાચાર છૂપાવે, અસત્ય બોલે, સૂત્રોના યથાર્થને છૂપાવે, - - નિર્દોષ વ્યક્તિ પર મિથ્યા આક્ષેપ કરે કે પોતાના દુષ્કર્મોનું તેના પર આરોપણ કરે, - - ભરીમાં સભામાં જાણી- બુઝીને મિશ્ર ભાષા બોલે, કલહ શીલ હોય તે મહામોહનીય કર્મ બાંધે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ દસા સુયÑä – ૯/૬૪ [૬૪-૬૫]જે અનાયક- (નાયક ગુણરહિત) મંત્રી રાજાને રાજ્યબહારમોકલી રાજ્યલક્ષ્મી નો ઉપભોગ કરે, રાણીના શીલને ખંડિત કરે વિરોધકરનાર સામંતોનો તિરસ્કારકરી તેની ભોગ્ય વસ્તુનો વિનાશ કરે તો તે મહામોહનીય કર્મ બાંધે. [૬૬-૬૮] જે બાળબ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બાળબ્રહ્મચારી કહે, સ્ત્રી આદિના ભોગોમાં આસકત રહે, - - બ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બ્રહ્મચારી કહેવો તે ગાયોની વચ્ચે ગધેડાની માફક બેસુરો બકવાસ છે. આત્માનું અહિત કરનારો તે મૂર્ખ માયામૃષાવાદ કરતો, સ્ત્રિ વિષયમાં આસક્ત બની મહામોહનીય કર્મ બાંધે. ૨૦૧ [૬૯-૭૧] જે જેના આશ્રયે આજીવિકા કરે છે, જેની સેવા કરી સમૃદ્ધ થયા છે. તે તેના ધનમાં આસકત થઈ તેનું જ સર્વસ્વ અપહરણ કરે, અભાવગ્રસ્ત કોઈ સમર્થ વ્યક્તિ કે ગ્રામવાસીના આશ્રયે સર્વ સાધનસંપન્ન થઈ જાય પછી ઈર્ષ્યા કે સંકિલષ્ટ ચિત્ત થઈને આશ્રય દાતાના લાભમાં અંતરાય કરે તે મહામોહનીય કર્મ બાંધે છે. [૭૨-] જેમ સાપણ પોતાના બચ્ચાને ખાઈ જાય એમ જે સ્ત્રી પોતાના પતિને, મંત્રી રાજાને, સેના સેનાપતિને, શિષ્ય-શિક્ષકને મારી નાખે તો મહામોહનીય કર્મ બાંધે. [૭૩-૭૪] જે રાષ્ટ્રનાયકને નેતાને કે લોકપ્રિય શ્રેષ્ઠીને -અનેક માણસોના નેતાને, સમુદ્રમાં દ્વીપ સમાન અનાથ જનના રક્ષકને મારી નાખે તે મહામોહનીય કર્મ બાંધે. [૭૫-૭૭] જે, પાપવિરત દીક્ષાર્થી, સંયત તપસ્વીને ધર્મથી ભ્રષ્ટ કરે, અજ્ઞાની એવો તે અનંત જ્ઞાન દર્શન સંપન્ન જિનેશ્વરના અવર્ણવાદ કરે, તે દુષ્ટાત્મા અનેક ભવ્ય જીવોને ન્યાયમાર્ગથી ભ્રષ્ટ કરે, ન્યાય માર્ગની દ્વેષથી નિંદા કરે તે મહા-મોહનીય કર્મ બાંધે છે. [૭૮-૭૯] જે આચાર્ય કે ઉપાધ્યાય પાસેથી જ્ઞાન અને આચાર શીખેલ હોય તેની અવહેલના કરે, અહંકારી એવો તે આચાર્ય- ઉપાધ્યાયની સમ્યક્ સેવા ન કરે, આદર- સત્કાર ન કરે તે મહામોહનીય કર્મ બાંધે. કહે, છે, [૮૦-૮૩] જે બહુશ્રુત ન હોવા છતાં પોતાને બહુશ્રુત, સ્વાધ્યાયી, શાસ્ત્રજ્ઞ તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહે તો બધાં લોકોમાં સૌથી મોટો ચોર પોતે સમર્થ હોવા છતાં ગ્લાન મુનિની સેવા ન કરું ” તેવું કહે તે મહામૂર્ખ, માયાવી અને મિથ્યાત્વી કલુષિત ચિત્ત થઈ પોતાના આત્માનું અહિત કરે છે.- આ સર્વે મહામોહનીય કર્મ બાંધે છે. -- - - [૮૪] ચતુર્વિધ શ્રી સંઘમાં મતભેદ ઉત્પન્ન કરવા માટે જે કલહ ના અનેક પ્રસંગ ઉભા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. -- [૮૫-૮૬] જે, (વશીકરણઆદિ) અધાર્મિક યોગ, પોતાના સન્માન, પ્રસિદ્ધિ, પ્રિયવ્યકિતને ખુશ કરવા માટે વારંવાર વિધિપૂર્વક કરે અથવા જીવ હિંસાદિ કરીને વશીકરણ પ્રયોગ કરે, પ્રાપ્ત ભોગોથી અતૃપ્ત વ્યક્તિ જે માનુષિક અને દૈવી ભોગોની વારંવાર અભિલાષા કરે તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮૭-૮૮] જે ઋદ્ધિ વૃતિ, યશ, વર્ણ અને બળ-વીર્ય-વાળા દેવતાઓનો અવર્ણવાદ કરે છે, - - જે અજ્ઞાની જિનદેવની પૂજાની માફક પોતાની પૂજાની ઈચ્છાથી દેવ, યક્ષ અને અસુરો ને ન જોતો હોવા છતાં કહે કે હું આ બધાંને જોઈ શકું છું તે મહામોહનીય કર્મ નો બંધ કરે છે. . Page #206 -------------------------------------------------------------------------- ________________ દસા-૯, સૂત્ર-૮૯ ૨૦૩ [૮૯] આ ત્રીસ સ્થાનો સર્વોત્કૃષ્ટ અશુભકર્મફળ દેનારા કહ્યા છે. ચિત્તને મલિન કરનારા છે. તેથી ભિક્ષુ તેનું આચરણ ન કરે અને આત્મ ગવેષી થઈને વિચરે, [૯૦-૯૨] જે ભિક્ષ. આ જાણીને પૂર્વે કરેલા કત્ય અકત્યોને પરિત્યાગ કરે અને તે તે સંયમ સ્થાનોનું સેવન કરે જેનાથી તે આચારવાળો બને, - - પંચાચારના પાલન થી સુરક્ષિત છે, શુદ્ધ આત્મા છે અને અનુત્તર ધર્મમાં સ્થિત છે તે “જે પ્રકારે આશિવિષ સર્પ ઝેરનું વમન કરી દે છે ” એ જ રીતે દોષોનો પરિત્યાગ કરે, -. જે ધમર્થી ભિક્ષ શુદ્ધાત્મા થઈ ને પોતાના કર્તવ્યનો જ્ઞાતા થાય છે, તેની આ લોકમાં કીર્તિ થાય છે અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. [૩] દઢ પરાક્રમી, શૂરવીર ભિક્ષુ બધાં મોહસ્થાનો નો જ્ઞાતા થઈને તેનાથી મુક્ત થઈ જાય છે તે જન્મ મરણનું અતિક્રમણ કરે છે એટલે કે મુક્ત થઈ જાય છે. તે પ્રમાણે હું તમને) કહું છું. નવમી દસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જરછાયા પૂર્ણ (દસા- ૧૦ આયતિસ્થાન) [૯૪] તે કાળ અને તે સમયે (આ અવસર્વિણી કાળના ચોથા આરાના અંતિમ ભાગમાં) રાજગૃહ નામનું નગર હતું (નગર વર્ણન “ઉવવાઈ” સૂત્રની ચંપાનગરી માફક જાણવું) તે નગરની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે નગરી માં શ્રેણિક - નામનો રાજા હતો યાવતું (“ઉવવાઈ”- સૂત્રની જેમ બધું જાણવું) તે ચેલણા રાણી સાથે પરમ સુખમય જીવન વિતાવતો હતો. [૯૫ત્યારે તે શ્રેણિક રાજા ભિંભિસારે એક દિવસ સ્નાન કર્યું. પોતાના દેવ સમક્ષ નૈવેદ્ય પૂજા કરી, વિપ્નશમન માટે પોતાના કપાળ ઉપર તિલક કર્યું દુઃસ્વપ્નના. દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત અથતું દહીં, ચોખા, ચંદન તથા દુવા આદિ ધારણ કર્યો, ડોકમાં માળા પહેરી, મણિ- રત્ન જડિત સોનાના આભૂષણ ધારણ કર્યા, હાર, અર્ધહાર, ત્રણસરોહાર નાભિ પર્યત પહેય કટિસૂત્ર પહેરી સુશોભિત થયો, ગળામાં ઘરેણા અને આંગળીમાં વીંટી પહેરી - - - યાવત્ કલ્પવૃક્ષ ની જેમ તે નરેન્દ્ર શ્રેણિક અલંક્ત અને વિભૂષિત થયો. છત્ર ઉપર કોરંટક પુષ્પોની માળા ધારણ કરી - -- યાવતુ ---- ચંદ્ર જેવો પ્રિયદર્શી નરપતિ શ્રેણિક જયાં બાહ્ય ઉપસ્થાનશાળા માં સિંહાસન હતુ ત્યાં આવ્યો, પુર્વાભિમુખ થઈ ત્યાં બેઠો, પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને તેણે આ પ્રમાણે કહયું – હે દેવાનુપ્રિયો તમે જાઓ. જે આ રાજગૃહી નગરીની બહાર બગીચા, ઉદ્યાન, શિલ્પશાળા, ધર્મશાળા, દેવકુળ, સભા, પરબ, દૂકાન, મંડી, ભોજનશાળા, વ્યાપાર કેન્દ્ર, કાષ્ઠ શિલ્પકેન્દ્ર, કોયલા ઉત્પાદન કેન્દ્ર, વન વિભાગ, ઘાસના ગોદામ ત્યાં જે મારા સેવકો છે તેઓને આ પ્રકારે કહો- હે દેવાનું પ્રિયો ! શ્રેણિક રાજા ભંભસારે આ આજ્ઞા કરી છે કે જ્યારે આદિકર તીર્થંકર પાવતુ સિદ્ધિગતિ નામવાળા સ્થાનના ઈચ્છક શ્રમણ ભગવાનું મહાવીર ક્રમશઃ ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ દસા સુયખંધું- ૧૦૯૫ વિચરતા સુખપૂર્વક વિહાર કરતા સંયમ અને તપથી પોતાની આત્મસાધના કરતા. અહીં પધારે ત્યારે તમે ભગવાન મહાવીરને તેની સાધના માટે યોગ્ય સ્થાન બતાવજો અને તેઓને ત્યાં રહેવાની આજ્ઞા આપીને મને જણાવો. ત્યારે તે પ્રમુખ રાજ્યાધિકારીઓએ શ્રેણિક રાજા ભંભસારનું ઉક્ત કથન સાંભળી હર્ષિત હૃદયથી - -- - યાવતું -- હે સ્વામી! આપના આદેશ મુજબ જ બધું થશે. આ રીતે શ્રેણિક રાજાની આજ્ઞા તેઓએ વિનય પૂર્વક સાંભળી, ત્યાર પછી તેઓ રાજમહેલમાંથી નીકળ્યા, રાજગૃહના મધ્ય ભાગથી થઈને તેઓ નગરની બહાર ગયા બગીચાથી - - -ઘાસ ગોદામોમાં રાજા શ્રેણિક ના સેવક-અધિકારીને તેઓએ આ પ્રમાણે કહયું વગેરે પૂર્વવતુ) શ્રેણિક રાજાને આ પ્રિય સંવાદ કહો તમારે માટે પણ આ વાત હર્ષકારી બને આ પ્રમાણે બે-ત્રણ વખત કહ્યું - - - અને જે દિશાથી આવ્યા હતા તે દિશાતરફ પાછા ગયા. [૯]તે કાળે અને તે સમયે ધર્મના આદિકર તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર એક ગામથી બીજે ગામ વિચરતા - • • યાવત્ - • -ત્યાં (ગુણશીલ ચૈત્યમાં) પધાર્યા. તે સમયે રાજગૃહ નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચોકમાં થઈને -- -ચાવતું --- પર્ષદા નગરની બહાર નીકળી- - - યાવતુ પર્યાપાસના કરવા લાગી. તે સમયે શ્રેણિકરાજાના સેવક અધિકારી જ્યાં શ્રમણ ભગવાન્ મહાવીર હતા ત્યાં આવ્યા તેઓએ શ્રમણ ભગવાન મહાવીર ને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન. નમસ્કાર કર્યો, પછી તેમનું નામ અને ગોત્ર પૂછયા અને હૃદયમાં ધારણ કર્યા, એકત્રિત થઈને એકાન્ત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પર આ પ્રમાણે વાત કરી. હે દેવાનું પ્રિયો ! શ્રેણિક રાજા ભંભસાર જેઓનું દર્શનની ઈચ્છા-સ્પૃહા- પ્રાર્થના તથા અભિલાષા કરે છે તથા જેમનું નામ-ગોત્ર સાંભળી ને શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ--- યાવતુ ---પ્રસન્ન થાય છે. તે આદિકર તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર --- યાવતુ -.-સર્વજ્ઞ સર્વદર્શી અનુક્રમે સુખપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરતા અહીં પધારેલ છે. આ જ રાજગૃહી નગરની બહાર ગુણશીલ નામના ચૈત્યમાં તપ અને સંયમ થી આત્માને ભાવિત કરતા રહેલા છે. હે દેવાનું પ્રિયો ! શ્રેણિક રાજાને આ વાત કરો કે તમારા માટે આ સંવાદ પ્રિય થાઓ. આ રીતે એક બીજાએ આ વચન સાંભળ્યું ત્યાંથી તેઓ રાજગૃહી નગરીમાં આવ્યા --- યાવતું --આ પ્રમાણે બોલ્યા. હે સ્વામી! જેના દર્શન ની આપ ઈચ્છા કરો છો તે શ્રમણ ભગવાન મહાવીર ગુણશીલ ચૈત્યમાં --- યાવતુ --- વિરાજીત છે. તેથી હે દેવાનુપ્રિય આપને આ વાતનું નિવેદન કરીએ છીએ. આપને આ સંવાદ પ્રિય થાઓ. [૭] તે સમયે શ્રેણિક રાજા તે પુરુષો પાસે આ સંવાદ સાંભળી- અવધારી હૃદયમાં હર્ષિત-સંતુષ્ટ થયા. - - - યાવતુ - - - સિંહાસન થી ઉઠયા, ઉઠીને (જેમ ઉવવાઈ સૂત્રમાં કોણિકનો અધિકાર કહયો તેમ) વંદન- નમસ્કાર કર્યા કરીને તે પુરષોના સત્કાર- સન્માન કર્યા, પ્રિતીપૂર્વક આજીવિકા યોગ્ય વિપુલ દાન આપ્યું. પછી વિસર્જિત કર્યા. નગર રક્ષકોને બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જલ્દીથી રાજગૃહી નગરીને અંદરથી અને બહારથી પરિમાર્જિત કરો. પાણીથી સિંચો -. વાવત -- -મને તે વાત જણાવો. [૯૮] ત્યાર પછી તે શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવીને આ પ્રમાણે કહ્યું છે Page #208 -------------------------------------------------------------------------- ________________ દસા-૧૦, સૂત્ર-૯૭ ૨૦૫ દેવાનુ પ્રિયો ! જલ્દી થી રથ, ઘોડા હાથી અને યોદ્ધા સહિતની ચતુરંગિણી સેનાને તૈયાર કરો --- યાવતુ --- મારી આજ્ઞા મુજબ કાર્ય થયાની મને જાણ કરો પછી શ્રેણિક રાજા એ યાનશાળાના અધિકારીને આ પ્રમાણે કહ્યું. હે દેવાનું પ્રિય! શ્રેષ્ઠ ધાર્મિક રથને તૈયાર કરી અહીં લાવો અને મારી આજ્ઞાનુસાર કાર્ય થયાનું મને નિવેદન કરો. શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે યાનશાળા અધિકારી હર્ષિત યાવતુ સંતુષ્ટ થઈને જ્યાં યાનશાળા હતી ત્યાં આવ્યો. યાનશાળા માં પ્રવેશી રથને જોયો, રથ નીચે ઉતારી સાફ કરી બહાર કાઢ્યો, એક સ્થાને રાખ્યો, તેના પર ઢાંકેલ વસ્ત્ર દૂર કરી રથને શોભાયમાન કર્યો ત્યાર પછી જ્યાં વાહન શાળા હતી ત્યાં આવ્યો. વાહન શાળામાં પ્રવેશી બળદને જોયા, સાફ કર્યા, તેના ઉપર વારંવાર હાથ ફેરવ્યો, બહાર લાવ્યા, તેના ઉપર કૂલ મૂકી, તેને શોભાયમાન કરી ઘરેણા પહેરાવ્યા તેને રથમાં જોડી રથને રાજમાર્ગ ઉપર લાવ્યા. ચાબુક હાથમાં લીધેલા સારથી સાથે રથ પર બેઠોત્યાંથી જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યો હાથ જોડી - - - યાવતુ --- આ પ્રમાણે કહ્યું હે સ્વામી ! આપે આદેશ કર્યા મુજબ નો શ્રેષ્ઠ ધાર્મિક રથ તૈયાર છે. આ રથ આપને માટે કલ્યાણકારી થાઓ, આપ તેમાં બિરાજે. [૯] ત્યારે તે શ્રેણિક રાજા બિંબિસારે યાનચાલક પાસે આ પ્રમાણે સાંભળી હર્ષિત-સ્તુષ્ટિત થઈ સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો - - - યાવતુ - - - કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત થયેલ તે શ્રેણિક નરેન્દ્ર --- યાવતું -- સ્નાન ગૃહથી નીકળ્યો. જ્યાં ચલણા દેવી હતા ત્યાં આવી, ચેલણા દેવીને આ પ્રકારે કહ્યું - હે દેવાનું પ્રિય શ્રમણ ભગવાન મહાવીર - - - યાવત્ - - -ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન છે. -- -ત્યાં જઈને હે દેવાનુપ્રિય ! તેઓને વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન કરીએ, તે કલ્યાણરૂપ, મંગલભૂત, દેવાધિદેવ, જ્ઞાનના મૂર્તરૂપની પર્યાપાસના કરીએ. તેમની પર્યાપાસના આ ભવ કે પરભવના હિતને માટે, સુખને માટે, કલ્યાણને માટે, મોક્ષને માટે અને ભવોભવ માં સુખ માટે થશે. [૧૦] તે સમયે તે ચેલણા દેવી શ્રેણિક રાજા પાસે આ પ્રમાણે સાંભળીનેઅવધારીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ- - - યાવત્ - - - સ્નાનગૃહમાં ગઈ, સ્નાન કર્યું, કુળ દેવતા સામે નૈવેદ્ય ધર્યું - - - યાવત્ - - - દુઃસ્વપ્નોના પ્રાયશ્ચિત્ માટે દાનપુણ્ય કર્યા, પોતાના સુકમાલ પગોમાં ઝાંઝર, કેડે મણિજડીત કંદોરો, ગળામાં એકાવલીહાર, હાથમાં સોનાના કડા અને કંકણ આંગણી માં વીંટી, તથા કંઠથી ઉરોજ સુધી મરકત. મણીનો ત્રિસરોહાર પહેર્યો. કાનમાં પહેરેલા કુંડલ થી તેનું મુખ શોભતું હતું. શ્રેષ્ઠ ઘરેણા અને રત્નોથી વિભૂષિત હતી, સર્વશ્રેષ્ઠ ચીની રેશમી એવા સુંદર સુકોમલ વલ્કલનું રમણીય ઉત્તરીય ધારણ કરેલું, બધી ઋતુમાં વિકસતા સુંદર-સુગંધી ફૂલોની બનેલી વિચિત્રમાળા પહેરેલી. કાલા અગરુ ના ધૂપથી સુગંધીત તે લક્ષ્મીની જેમ સુશોભિત વેશભૂષાવાળી ચેલણા અનેક કુજ તથા ચિલાતી દેશોની દાસીઓના વૃંદથી પરિવરેલી ઉપસ્થાન શાળામાં શ્રેણિક રાજાની પાસે આવી. [૧૦૧] ત્યારે તે શ્રેણિક રાજા ચલણા દેવી ની સાથે શ્રેષ્ઠ ધાર્મિક રથમાં બેઠો છત્રની ઉપર કોરંટપુષ્પોની માળા ધારણ કરેલ - - - યાવત્ - - -પપાસના કરવા લાગ્યા. આ પ્રમાણે ચેલણા દેવી - - - યાવત્ - - -દાસદાસીના વૃંદથી પરિવરેલી જ્યાં . શ્રમણ ભગવાનું મહાવીર હતા ત્યાં આવી. શ્રમણ ભગવાન્ મહાવીરને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ દસા સુયફબંધં– ૧૦૧૦૧ વંદન-નમસ્કાર કર્યા અને શ્રેણિક રાજાને આગળ કરીને ઉભી રહી --- યાવત --- પર્યાપાસના કરવા લાગી. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે ઋષિ, યતિ, મુનિ, મનુષ્ય અને દેવોની મહાપર્ષદામાં શ્રેણિક રાજા ભંસાર અને ચેલણા દેવીને - - - યાવત્ - - -ધર્મ કહ્યો પર્ષદા અને શ્રેણિક રાજા ગયા. [૧૦૨]ત્યાં શ્રેણિક રાજા અને ચેલણા દેવીને જોઈને કેટલાંક નિગ્રન્થનિગ્રન્થીઓના મનમાં આ પ્રકારના અધ્યવસાય યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો. અરે ! આ શ્રેણિક રાજા મોટી ઋદ્ધિ વાળો યાવતુ ખૂબ સુખી છે. તે સ્નાન, બલિકર્મ, તિલક, માંગલિક, પ્રાયશ્ચિત કરીને સવલિંકાર થી વિભૂષિત થઈને ચેલણા દેવી ની સાથે માનષિક ભોગ ભોગવી રહેલ છે. અમે દેવલોકના દેવને જોયેલ નથી. અમારી સામે તો આ જ સાક્ષાત્ દેવ છે. જો આ સુચરિત તપ-નિયમ- બ્રહ્મચર્ય- પાલનનું કોઈ કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો અમે પણ ભવિષ્યમાં આવા પ્રકારના ઔદારિક માનષિક ભોગો ભોગવતા વિચરીએ. કેટલાંક સાધુઓએ વિચાર્યું કે અહો આ ચેલણા દેવી મોટી ઋદ્ધિવાળી ---- યાવતુ- --- ઘણી સુખી છે. તે સ્નાન, બલિકર્મ - - - - યાવતુ - - - - બધાં અલંકારોથી વિભૂષિત થઈ શ્રેણિક રાજા સાથે ઔદારિક માનુષિક ભોગો ભોગવતી વિચરે છે. અમે દેવલોકની દેવી તો જોઈ નથી પણ આ જ સાક્ષાત્ દેવી છે. જો અમારા સુચરિતુ તપ-નિયમ- બ્રહ્મચર્યનું કોઈ કલ્યાણકારી ફળ વિશેષ હોય તો ભવિષ્યમાં અમે પણ આવા ભોગ ભોગવીએ - - - આ પ્રમાણે કેટલાંક સાધુ-સાધ્વીએ સંકલ્પ કર્યો. [૧૦૩] શ્રમણ ભગવાન મહાવીરે ઘણાં નિર્ચન્થ અને નિર્ચન્થીઓને આમંત્રિત કરી આ પ્રમાણે કહ્યું કે, હે આયો ! શ્રેણિક રાજા અને ચલણારાણી ને જોઈને આ પ્રકારનો અધ્યવસાય યાવતુ--- ઉત્પન્ન થયો? અહો ! શ્રેણિક રાજા મોટી ઋદ્ધિ વાળો છે. --- યાવતુ. --- કેટલાંક સાધુઓએ આ પ્રકારનો વિચાર કર્યો કે અહો ચેલણા દેવી મહાઋદ્ધિવાળી છે•– યાવતુ કેટલાંક સાધ્વીઓએ આવો વિચાર કર્યો. શું આ વાત બરોબર છે? હે આયુષ્યમાનું ! શ્રમણો મે ધર્મનું નિરૂપણ કરેલું છે. તે આ પ્રમાણે- આ નિગ્રન્થ પ્રવચન જ સત્ય છે, શ્રેષ્ઠ છે, સિદ્ધિ-મુક્તિનિર્માણ અને નિવણ નો આજ માર્ગ છે. આજ સત્ય છે, અસંદિગ્ધ છે અને બધા દુઃખોથી મુક્ત થવાનો આ જ માર્ગ છે આ સર્વજ્ઞ પ્રણિત ધર્મના આરાધક સિદ્ધ, બુદ્ધ, મુકત થઈને નિવણિ પ્રાપ્ત કરે છે, બધાં દુઃખોનો અંત કરે છે. જો કોઈ નિર્ચન્થ કેવલિપ્રરૂપિત. ધર્મની આરાધના માટે ઉપસ્થિત થાય અને ભૂખ-તરસ, ઠંડી-ગરમી વગેરે પરિષહ સહન કરતા પણ કદાચિતુ કામવાસના નો પ્રબળ ઉદય થઈ જાય અને તે ઉદિપ્ત કામવાસનાના શમન માટે પ્રયત્ન કરે, તે સમયે કોઈ વિશુદ્ધ માતા-પિતા ના પક્ષવાળા કોઈ ઉગ્રવંશીય કે ભોગવંશીય રાજકુમારને આવતા-જતા જુએ. છત્ર ચામર ધારી અનેક દાસ-દાસી-નોકર-સેવક-પદાતિ પુરુષોથી તે રાજકુમાર પરિવરેલ હોય, તેની આગળ આગળ ઉત્તમ ઘોડા, બંને તરફ હાથી, પાછળ-પાછળ શ્રેષ્ઠ સુસજ્જિત રથ ચાલતો હોય, એક નોકર સફેદ છત્ર ધરેલો, એક ઝારી લીધેલ, એક તાડ પત્રના પંખા સાથે એક શ્વેતચામર ઢાળતો અને અનેક નોકરો, નાના-નાના પંખા લઈને ચાલતા હોય. Page #210 -------------------------------------------------------------------------- ________________ દસા-૧૦,સૂત્ર-૧૦૩ ૨૦૭ આ રીતે તેના પ્રાસાદમાં એ રાજકુમાર વારંવાર આવતો-જતો હોય, દૈદીપ્યમાન કાંતિ વાળો તે રાજકુમાર સમયાનુસાર સ્નાન, બલિકર્મ યાવતું બધાં અલંકારોથી વિભૂષિત થઈ સારી રાત્રિ દીપજ્યોતિથી ઝગમગતી વિશાળ કૂટાગાર શાળાના સર્વોચ્ચ સિંહાસન પર બેસતો હોય- - - યાવતુ - - -સ્ત્રી વંદ થી ઘેરાયેલો રહેતો. હોય, નિપુણ પુરુષો દ્વારા થતા નૃત્ય-જોતો ગીત-વીણા- ત્રુટિત- ધન- મૃદંગ-માદલ આદિ વાદ્યોનો મધુર ધ્વનિ સાંભળતો- એવો આ રીતે તે માનુષિક કામભોગો ભોગવતો હોય છે. તે કોઈ કાર્યવશ એક નોકરને બોલાવે તો ચાર-પાંચનોકર આવતા હોય અને પૂછતા હોય કે અમે શું કરીએ ? શું લાવીએ ? શું આપીએ ? શું આચરણ કરીએ? તમારી અભિલાષા શું છે? તમને કયા પદાર્થો પ્રિય છે? આ બધું જોઈ. નિર્ચન્થ નિદાન કરે છો કે જો મારા તપ નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ ફળ હોય તો હું પણ તે રાજકુમારની જેમ માનષિક કામભોગ ભોગવું. હે આયુષ્યમાન શ્રમણો ! તે નિગ્રન્થ નિદાન કરીને તે નિદાનશલ્ય સંબંધિ સંકલ્પોની આલોચના- પ્રતિક્રમણ કર્યા સિવાય જીવનની અંતિમ ક્ષણોમાં દેહ છોડી કોઈ એક દેવલોકમાં મોટી ઋદ્ધિ વાળો યાવતુ ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવતારૂપે ઉત્પન્ન થાય છે. આય ભવ અને સ્થિતિનો ક્ષય કરી તે દેવલોકથી ચ્યવી શુદ્ધ માતા- પિતાના પક્ષ વાળા ઉગ્રકુલ કે ભોગ કુલમાં પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે બાળક સુકુમાલ હાથ-પગ વાળો- - - યાવત્ - - - સુંદર રૂપ વાળો થાય છે. બાલ્યકાળ વીત્યા પછી તથા વિજ્ઞાનની વૃદ્ધિ થતા તે યૌવનને પ્રાપ્ત કરે છે. તે સમયે તે સ્વયં પિતા સંબંધિ સંપત્તિ પ્રાપ્ત કરે છે. પ્રાસાદથી જતા-આવતા તેની આગળ-આગળ ઘોડાઓ ચાલે છે.... યાવતુ તમને શું પ્રિય છે? (આદિ પૂર્વવત) તે પૂર્વ વર્ણિત પુરુષને તપ-સંયમ કે મૂર્તરૂપ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રરૂપિત ધર્મનો ઉભયકાળ ઉપદેશ કરે છે ? હા ઉપદેશ તો કરે છે પણ તે શ્રદ્ધા પૂવર્ક સાંભળતો નથી. તેથી તે ધર્મશ્રવણ ને અયોગ્ય છે. તે અનંત ઈચ્છાવાળો મહારંભી-મહાપરિગ્રહી અધાર્મિક યાવતું દક્ષિણ દિશાવર્તી નરકમાં નૈરેયિક રૂપે ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં તે દુર્લભ બોધિ થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન શલ્ય નો જ આ વિપાક છે. તેથી જ તે કેવલિ પ્રરૂપિત ધર્મ શ્રવણ કરી શકતો નથી.- [એ પ્રમાણે પહેલું નિયાણું જાણવું | [૧૦૪] હે આયુષ્યમતી શ્રમણીઓ ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે ! જેમકે આજ નિર્ચન્જ પ્રવચન સત્ય છે . યાવતું... બધાં દુઃખોનો અંત કરે છે. જો કોઈ નિગ્રન્થી ધર્મની શિક્ષા માટે ઉપસ્થિત થઈને ભૂખ-તરસ આદિ પરિષહ સહન કરતા. પણ કદાચિતું તેને કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તે તપસંયમની ઉગ્ર સાધના થકી કામવાસનાના શમન માટે પ્રયત્ન કરે છે, તે સમયે તે નિર્ચન્થી એક એવી સ્ત્રીને જુએ છે જે પોતાના પતિની કેવળ એકમાત્ર પ્રાણપ્રિયા છે. તે એક સરખા ઘરેણા અને વસ્ત્ર પહેરેલી છે. તથા તેલની ડબ્બી, વસ્ત્રોની પેટી અને રત્નોના કરંડીયાની સમાન તે સંરક્ષણીય છે- સંગ્રહણીય છે. નિર્ગન્ધી તેને પોતાના પ્રાસાદમાં આવતી જતી જુએ છે. તેની આગળ દાસ- દાસીઓનું વૃંદ ચાલે છે. (વગેરે સર્વે પહેલા નિયાણા માફક જાણવું. તેને જોઈને તે નિર્ઝન્થી નિદાન કરે છે કે જો મારા સુચરિત તપ, નિયમ અને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ દસાસુયખંધું– ૧૦/૧૦૪ બ્રહ્મચર્ય પાલનનું કોઈ ફળ હોયતો હું પણ પૂર્વ વર્ણીત સ્ત્રી જેવા મનુષ્ય સંબંધિ કામભોગ ભોગવતી મારું જીવન વિતાવું. હે આયુષ્યમતી શ્રમવીઓ ! તે નિર્ગન્ધી નિદાન કરીને તે નિદાન ની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગ કરી કોઈ એક દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. યાવતું પૂર્વવતુ) બાલિકા રૂપે ઉત્પન્ન થઈ સુંદર પતિની ઈષ્ટ, કાંત.યાવતુ. રત્નની પેટી જેવી કેવળ એક પત્ની પણ થાય છે. બધું પહેલા નિદાન માફક જાણવું) તેને કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવા પણ મળે, તો પણ તે શ્રદ્ધાપૂર્વક સાંભળતી નથી કેમકે તે તેને માટે અયોગ્ય છે. ઉત્કૃષ્ટ ઈચ્છા વાળી તથા મહાઆરંભ- મહાપરિગ્રહ વાળી તે અધાર્મિક સ્ત્રી ... યાવત્ ...દક્ષિણ દિશા વાળી નરકમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાન્ શ્રમણો ! આ તે નિદાન શલ્યનો વિપાક ફળ છે. જેનાની તેને કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ થઈ શકતું નથી (એ પ્રમાણે બીજું નિયાણું) (૧૦૫) હે આયુષ્યમાનું શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલું છે. આ જ નિર્ચન્થ પ્રવચન સત્ય છે ...... યાવતુ.... બધાં દુઃખોનો અંત કરે છે. જે કોઈ નિર્ચન્થ કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે તત્પર થાય, ભૂખ-તરસ આદિ પરિષહ સહન કરતા કદાચિત્ કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તપ-સંયમની ઉગ્ર સાધના દ્વારા તે કામવાસના ને શમન કરવા પ્રયત્ન કરે છે. તે સમયે તે નિર્ચન્થ કોઈ એક સ્ત્રી ને જુએ છે. જે તેના પતિની કેવળ એકમાત્ર પ્રાણપ્રિયા છે ..યાવત્ (સર્વે પહેલા નિદાન માફક જાણવું). નિર્મન્થ તે સ્ત્રી ને જોઈને નિદાન કરે છે, “પુરષ નું જીવન દુઃખમય છે.” જે આ વિશુદ્ધ માતૃ-પિત પક્ષવાળા ઉગ્રવંશી કે ભોગવંશી પુરષ છે. તે કોઈ નાના-મોટા યુદ્ધમાં જાય છે, નાના-મોટા શસ્ત્રોના પ્રહાર છાતીમાં લાગતા વેદનાથી વ્યથિત હોય છે. આમ પુરુષનું જીવન દુઃખમય છે અને સ્ત્રીનું જીવન સુખમય છે. જો મારા તપ-નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કોઈ વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં તે સ્ત્રી ની જેમ મનુષ્ય સંબંધિ ભોગો ભોગવું. - હે આયુષ્યમાનું શ્રમણો તે નિર્ગસ્થ નિદાન કરીને તે નિદાન શલ્ય ની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગ કરે, કોઈ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તે દેવ મોટી ઋદ્ધિવાળા યાવત્ ... ઉત્કૃષ્ટ સ્થિતિ વાળો થાય છે. (એ બધું પહેલા નિદાન માફક જાણવું) તે બાલિકા થાય, ...ભાયરૂપે અપાય. તે પોતાના પતિની એકમાત્ર પ્રાણપ્રિયા થાય છે. (એ બધું પૂર્વવતુ જાણવું) તેને કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવા તો મળે છે પણ તે શ્રદ્ધા પૂર્વક સાંભળતી નથી કેમકે તે ધર્મ શ્રવણને માટે અયોગ્ય છે. તે ઉત્કટ અભિલાષાવાળી .... યાવતું ..દક્ષિણ દિશાવર્તી નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં બોધિ દુર્લભ થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન નું આ પાપરૂપ ફળ છે. તેથી તે કેવલિ પ્રરૂપિત ધર્મને સાંભળી શકતી નથી. (આ ત્રીજુ નિદાન) [૧૦] હે આયુષ્યમાનું શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે. આ નિર્ચન્ય પ્રવચન સત્ય છે....યાવત્....બધાં દુઃખો નો અંત કરે છે. એ કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે કોઈ નિર્ચન્ધી તત્પર થાય. ક્ષુધા-આદિ પરિષહ સહન કરતા પણ કદાચિત્ કામ વાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તે તપ સંયમની ઉગ્ર સાધના થકી Page #212 -------------------------------------------------------------------------- ________________ દસા–૧૦,સૂત્ર-૧૦૬ ૨૦૯ ઉદ્દિપ્ત કામ- વાસના ના શમન માટે પ્રયત્ન કરે છે. તે સમયે તે નિર્ચન્વી ઉગ્રવંશી કે ભોગવંશી પુરુષને જુએ છે. (આદિ બધું પહેલા નિયાણા ની જેમ જાણવું) તેને જોઈને તે સ્ત્રી નિદાન કરે કે સ્ત્રીનું જીવન દુઃખમય છે. કેમ કે બીજે ગામ..યાવતું...... સંનિવેશમાં એકલી સ્ત્રી જઈ શકતી નથી. જે રીતે કેરી, બિજોરું કે કોઠા અંબાડગ નામનાં સ્વાદિષ્ટ ફળની પેશી હોય, માંસ પેશી હોય, શેરડીનો ટુકડો કે શાલ્મલી ની લી હોય, તે અનેક મનુષ્યોને સ્વાદ લેવા યોગ્ય યાવતું....ઈચ્છનીય કે અભિલાષા કરવા યોગ્ય હોય છે તે રીતે સ્ત્રીનું શરીર પણ અનેક મનુષ્યો માટે આસ્વાદનીયાયાવત્ અભિલાષા કરવા યોગ્ય હોય છે. તેથી સ્ત્રીનું જીવન દુઃખમય અને પુરુષનું જીવન સુખમય છે. હે આયુષ્યમાન શ્રમણો ! આ રીતે તે નિગ્રન્થી પુરષ થવાનનિદાન કરે. તેની આલોચના-પ્રતિક્રમણ યાવત્...પ્રાયશ્ચિતું ન કરે તો દેવલોકમાં ઉત્પત્તિ-દેવસુખ-ચ્યવન- ઉગ્રવંશાદિમાં બાળક રૂપે ઉત્પન્ન થવું (એ સર્વે પ્રથમ નિયાણા મુજબ જાણવું) તે ઉત્કૃષ્ટ અભિલાષા રાખતો પુરુષ ...યાવત્ દક્ષિણ દિશાવર્તી નરકમાં નારકરૂપે ઉત્પન્ન થાય...બોધિ દુર્લભ થાય.... કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે નહીં (સર્વે પહેલા નિદાન મુજબ જાણવું) એ ચોથું નિયાણું. [૧૦૭] હે આયુષ્યમાન્ શ્રમણો ! મેં ધર્મ કહેલો છે. આજ નિગ્રન્થ પ્રવચન સત્ય છે યાવતું....(પહેલા નિયાણા માફક જાણી લેવું). કોઈ નિર્ચન્થ કે નિગ્રન્થી ધર્મની શિક્ષા માટે તત્પર થઈ વિચરતા સુધાદિ પરિષહ સહન કરે છે તેમને કામ વાસનાનો પ્રબળ ઉદય થઈ જાય. તેના શમન માટે તપ-સંયમની ઉગ્રસાધના નો પ્રયત્ન કરે, તે સમયે તેઓને મનુષ્ય સંબંધિ કામભોગોથી વિરતી થઈ જાય. જેમકે મનુષ્ય સંબંધિ કામભોગ અધ્રુવ છે, અનિત્ય છે. અશાશ્વત છે. સળવા, ગળી જવાના કે વિધ્વંસ પામનારા છે. મળ, મૂત્ર, શ્લેષ્મ, મેલ, વાત, પિત્ત, કફ, શુક્ર અને લોહી થી ઉદ્ભવેલ છે. દુર્ગન્ધયુક્ત શ્વાસોચ્છવાસ અને મળ-મૂત્રથી પરિપૂર્ણ છે. વાતપિત્ત, કફ, ના દ્વાર છે, તેથી પહેલા કે પછી અવશ્ય ત્યાજ્ય છે. ઉપર દેવલોકમાં દેવો છે. તે ત્યાં પોતાની દેવી સાથે અન્ય દેવીઓને પોતાને આધિન કરી ને કે દેવીરૂપ વિકુર્તીને તેની સાથે કામ ભોગ કરે છે. જો સુચરિત તપ-નિયમ-બ્રહ્મચર્યપાલનનું કોઈ ફળ મળતું હોય તો પહેલા નિયાણામાં જણાવ્યા મુજબ જાણવું) યાવતું....અમે પણ ભાવિમાં આવા દિવ્ય ભોગ ભોગવીએ. હે આયુષ્યમાનું શ્રમણો ! નિર્ગળ્યું કે નિર્ચન્ધી આ નિધન શલ્ય ની આલોચના આદિ કર્યા સિવાય...યાવતુ....દેવલોકમાં ઉત્પન્ન થાય, દેવ-દેવી સાથે કામભોગ પણ સેવે ત્યાંથી ચ્યવીને...યાવત્..પુરુષ પણ થાય, કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવા મળે તો પણ શ્રદ્ધા થી પ્રતીતિ ન થાય.યાવત્...દક્ષિણ દિશાવર્તી નરકમાં નારકી થાય, દુર્લભબોધિ થાય હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાન શલ્યનું આ ફળ છે. તેથી કેવલિપ્રરૂપિત ધર્મ પરત્વે શ્રદ્ધા પ્રીતિ કે રુચિ થતી નથી. (એ પાંચમું નિયાણું) [૧૦૮] હે આયુષ્યમાનું શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલું છે. (બાકી પહેલા નિયાણા મુજબ સમજવું) દેવલોકમાં જ્યાં અન્ય દેવ-દેવી સાથે કામભોગ સેવતા નથી. પોતાની દેવી સાથે કે વિકૃતિ દેવ કે દેવી સાથે કામભોગ કરે છે. જો મારા T14] Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ દસા સુયખંધું- ૧૦/૧૦૮ સુચરિત તપનું ફળ વગેરે પહેલા નિયાણા મુજબ) .તે કેવલિ પ્રરૂપિત ધર્મની શ્રદ્ધા-પ્રીતિ-રૂચિ કરતો નથી. કેમ કે તે અન્યદર્શનમાં રુચિવાનું હોય છે. તે અરણ્ય વાસી કે ગામ નજીક રહેનાર તાપસ, અદષ્ટ થઈ રહેનાર, તાંત્રિક, બહુ સંયત કે પ્રાણ-ભૂત-જીવ સત્વની હિંસાથી વિરત નહીં તેવા હોય છે. મિશ્રભાષા બોલે છે. જેમકે મને ન મારો બીજાને મારે, મને આદેશ ન આપો-બીજાને આપો, મને પીડા ન કરો- બીજાને કરો મને ન પકડો- બીજાને પકડો વગેરે. એ પ્રકારે તે સ્ત્રી સંબંધિ કામભોગોમાં મૂતિ , ગ્રથિત, વૃદ્ધ, આસકત યાવતુ..... છેલ્લી અવસ્થામાં દેહનો ત્યાગ કરી કોઈ અસુરલોકમાં કિલ્બિષિક દેવસ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી દેહત્યાગી ભેડ-બકરાની જેમ ગંગો-બહેરો થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાનનું ફળ આ છે કે તેઓ કેવલિપ્રરૂપિત ધર્મ પરત્વે શ્રદ્ધા પ્રિતી- રૂચિ રાખતા નથી. (એ છä નિયાણું) [૧૦૯] હે આયુષ્યમાન શ્રમણોઃ મેં ધર્મનું નિરૂપણ કરેલું છે. યાવતુ...દેવલોકમાં જે સ્વયંવિકર્વિત દેવ-દેવીઓ સાથે કામ ભોગ સેવે છે. જો આ તપ-નિયમ અને બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો....(પહેલા નિયાણા મુજબ બધું વર્ણન જાણી લેવું) હે આયુષ્યમાન્ શ્રમણો ! નિર્મન્થ કે નિગ્રન્થી નિયાણું કરીને તે નિદાન શલ્યની આલોચના પ્રતિક્રમણ-પ્રાયશ્ચિતુ કર્યા સિવાય........યાવતુ. ..........ઉત્પન્ન થાય છે. ત્યાં તે અન્ય દેવ-દેવી સાથે વિષય ભોગ સેવતા નથી પણ સ્વયં વિકર્વિત દેવ-દેવી સાથે વિષય ભોગ કરે છે. .....ત્યાંથી વીને કોઈ કુળમાં ઉત્પન્ન થાય તેને કેવલિ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા-પ્રીતિ-રૂચિ તો થાય છે પણ તે શીલવ્રત-ગુણવ્રતવિરમણવ્રત-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ કરી શકતા નથી. તે દર્શનશ્રાવક થાય છે. જીવ-અજીવનું સ્વરૂપ યથાર્થ જાણે છે. યાવત્..અસ્થિ મજ્જાવતુ ધર્મ પ્રતિ અનુરાગી હોય છે. હે આયુષ્યમાનું! આ નિર્ચન્જ પ્રવચન જ જીવન માં ઈષ્ટ છે, આજ પરમાર્થ છે, બાકી બધું નિરર્થક છે. એ રીતે તે અનેક વર્ષો સુધી આગાર ધમની આરાધના કરે છે. જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગી કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ પ્રકારે છે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાનનનું આ પાપરૂપ ફળ છે. જેનાથી તે શીલવત આદિ કરી શકતો નથી. (એ સાતમું નિયાણું) [૧૧૦હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે. ..(બાકી બધું પહેલા નિયાણા માફક જાણવું.) માનષિક વિષયભોગ અધુવ્રયાવત્.... ત્યા જય છે. દિવ્યકામભોગ પણ અધુવ્ર, અનિત્ય, અશાશ્વત છે, અસ્થિર છે. જન્મ મરણ વધારનાર છે, પહેલાં કે પછી અવશ્ય ત્યા જય છે. જો મારા તપ-નિયમ- બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો હું પણ ભાવિમાં વિશુદ્ધ માતા-પિતાના પક્ષ વાળો ઉગ્રવંશી-ભોગ વંશીકુલિન પુરુષ શ્રમણોપાસક બનું, જીવાજીવના સ્વરૂપને જાણું. ...યાવત્...પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પ્રતિલાભતો-દાન દેતો વિચરે. આ રીતે હે આયુષ્યમાન શ્રમણો ! નિર્ચન્થ- નિગ્રન્થી નિદાન કરીને તે નિદાન શલ્યની આલોચના આદિ કરીને ......યાવતુ....દેવલોકમાં દેવ થઈ... ઋદ્ધિમંત શ્રાવક થાય છે. આવા પુરુષને શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પુરૂપિત ધ પદેશ સંભળાવે છે, તે શ્રદ્ધાપૂર્વક સાંભળે પણ છે, શીલવ્રત, પૌષધોપવાસ પણ સ્વીકારે છે પરંતુ તે Page #214 -------------------------------------------------------------------------- ________________ દસા—૧૦,સૂત્ર–૧૧૦ ૨૧૧ ગૃહસ્થપણું છોડી મંડિત થઈ પ્રવજ્યા લઈ શકતો નથી. પણ શ્રમણો પાસક થઈને...યાવત્.....પ્રાસુક- એષણીય અશનાદિ વહોરાવી અનેક વર્ષો સુધી રહે છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન પણ કરી શકે છે. આહાર ત્યાગી આલોચના-પ્રતિક્રમણ કરી સમાધિ પણ પામે છે.... યાવત્....દેવલોકમાં પણ જાય છે. હે આયુષ્યમાન્ શ્રમણો ! તે નિદાન શલ્ય નો આ પાપરૂપ વિપાક છે. કે તે ગૃહસ્થ પણું છોડી સર્વથા મુંડિત થઈ અણગાર થઈ પ્રવજ્યા સ્વીકારી શકતો નથી. (એ આઠમું નિયાણું) [૧૧]હે આયુષ્યમાન્ શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલું છે....યાવત્ (પૂર્વ કહેલા નિયાણા ના સ્વરૂપ મુજબ જાણવું) માનુષિક.....દિવ્ય કામભોગ....ભવ પરંપરા વધારનારા છે. જો મારા સુચરિત તપ- નિયમ-બ્રહ્મચર્યનું કોઈ ળ હોયતો હું પણ ભવિષ્યમાં અંત-પ્રાંત-તુચ્છ-દદ્રિ-કૃપણ કે ભિક્ષુકુળમાં પુરુષ બનું જેથી પ્રવજિત થવા માટે સુવિધાપૂર્વક ગૃહસ્થી છોડી શકું. હૈ આયુષ્યમાન્ શ્રમણો ! નિગ્રન્થ નિર્પ્રન્થી નિદાન શલ્ય પાપની આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય (બાકીનું વર્ણન પૂર્વવત્ જાણવું)........ ગૃહસ્થ પણું છોડી. મંડિત થઈ, અંગાર પ્રવજ્યાસ્વીકારી શકે છે પણ તે જ ભવે સિદ્ધ થઈ સર્વ દુઃખો નો અંત કરી શકતો નથી, તે અણગાર ઈસમિતિ....યાવત્...બ્રહ્મચર્યનું પાલન કરે છે, એ રીતે અનેક વર્ષો સુધી શ્રમણ જીવન વિતાવે છે. ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન કરી શકે છે. .યાવત્.....દેવલોકમાં દેવ થાય છે. હે આયુષ્યમાન્ શ્રમણો ! તે નિદાન શલ્યનું આ ફળ છે કે તે ભવમાં તે સિદ્ધ-બુદ્ધ-થઈ બધાં દુઃખોનો અંત કરી શકતા નથી. (એ નવમું નિયાણું) [૧૧૨] હે આયુષ્યમાન્ શ્રમણો ! મે ધર્મનું પ્રતિપાદન કરેલું છે. આ નિર્પ્રન્થ પ્રવચન સત્ય છે.....યાવત્ ....તપ-સંયમની ઉગ્ર સાધના કરતી વેળા તે નિર્પ્રન્થ સર્વ-કામ,રાગ, સંગ, સ્નેહ થી વિરક્ત થઈ જાય, સર્વ ચારિત્ર પરિવૃદ્ધ થાય ત્યારે અનુત્તર જ્ઞાન, અનુત્તરદર્શન યાવત્ પરિનિર્વાણ માર્ગમાં આત્માને ભાવિત કરીને અનંત, અનુત્તર, આવરણ રહિત, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તે સમયે તે અરહંત, ભગવંત, જિન, કેવલિ, સર્વજ્ઞ, સર્વદર્શી થાય છે, દેવ મનુષ્યની પર્ષદામાં ધર્મ દેશના દેતા....યાવત્.....અનેક વર્ષોનો કેવિલ પર્યાય પાળી, આયુષ્યની અંતિમ ક્ષણો જાણી ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. અનેક દિવસ સુધી આહાર ત્યાગ કરી અનશન કરે છે. અંતિનું શ્વાસોચ્છ્વાસે સિદ્ધ થઈ યાવત્ સર્વદુઃખોનો અંત કરે છે. હે આયુષ્યમાન્ શ્રમણો ! તે નિદાન રહિત કલ્યાણ કારક સાધનામય જીવનનું આ ફળ છે. કે તે એ જ ભવે સિદ્ધ થઈ....યાવત્....સર્વદુઃખોનો અંત કરે છે. [૧૧૩] તે સમયે અનેક નિર્પ્રન્થ-નિર્ગન્થીઓએ શ્રમણ ભગવાન્ મહાવી૨ પાસે પૂર્વોક્ત નિદાનોનું વર્ણન સાંભળીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો. પૂર્વકૃત્ નિદાન શલ્યોની આલોચના પ્રતિક્રમણ કરી.....યાવત્.....યથાયોગ્ય પ્રાયશ્ચિત્ સ્વરૂપ તપ સ્વીકાર્યુ. [૧૧૪]તે કાળ અને તે. સમયે શ્રમણ ભગવાન મહાવીરે રાજગૃહ નગરની બહાર ગુણશીલચૈત્યમાં એકત્રિત દેવ-મનુષ્ય આદિ પર્ષદા મધ્યે અનેક શ્રમણ- શ્રમણી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રાવક-શ્રાવિકાઓને આ પ્રકારે આખ્યાન, ભાષણ, પ્રજ્ઞાપન અને પ્રરુપણ કર્યું. હે આર્ય !“આયતિ સ્થાન”નામના અધ્યયનનો અર્થ- હેતુ વ્યાકરણ યુક્ત તથા સૂત્રઅર્થ અને સ્પષ્ટીકરણ યુક્ત સૂત્રાર્થનો વારંવાર ઉપદેશ કર્યો. તે પ્રમાણે હું (તમને) કહું છું. દશમી દશાની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. ૩૭ Ro દસા સુયક્ષ્મä – ૧૦/૧૧૨ દસાસુયબંધ ગુર્જરછાયા પૂર્ણ ચોથું છેદ સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ Page #216 -------------------------------------------------------------------------- ________________ - ૨૧૩ नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમાં સ્વામિને નમઃ પ uuuuuuu ૩૮ | || જીય કષ્પો (પાંચમું છેદ સૂત્ર-ગુર્જર છાયા) [૧]પ્રવચન-(શાસ્ત્ર) ને પ્રણામ કરીને, હું સંક્ષેપથી પ્રાયશ્ચિતુ દાન કહીશ. (આગમ-સૂત્ર-આજ્ઞા-ધારણા-જીત એ પાંચ વ્યવહાર કહયા છે તેમાં) જીત અથતુ પરંપરાથી કોઈ આચરણા ચાલતી હોય, મોટા પુરુષે-ગીતાર્થે દ્રવ્ય ક્ષેત્ર કાળ-ભાવ જોઈને નિર્ણત કરેલ હોય તેવો જે વ્યવહાર તે જીત વ્યવહાર. તેમાં પ્રવેશેલ (ઉપયોગ લક્ષણવાળા) જીવની પરમ વિશુદ્ધિ થાય છે. જેમ મલિન વસ્ત્રની ક્ષાર આદિથી વિશુદ્ધિ થાય તેમ કર્મમલયુક્ત જીવને જીત વ્યવહાર મુજબના પ્રાયશ્ચિત્ દાનથી વિશુદ્ધિ થાય . [૨]તપ નું મુખ્ય કારણ પ્રાયશ્ચિત્ છે, વળી તપ એ સંવર અને નિર્જરાનું પણ કારણ છે. અને આ સંવર-નિર્જરા મોક્ષના કારણ ભૂત છે. અથતુિં પ્રાયશ્ચિત્ થકી વિશુદ્ધિ માટે બાર પ્રકારનો તપ કહયો છે. આ તપ થકી આવતા કમ અટકે છે અને સંચિત કર્મોનો ક્ષય થાય છે. જેના પરિણામે મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે, .. [૩]સામાયિક થી બિંદુસાર પર્યન્તના જ્ઞાન ની વિશુદ્ધિ વડે ચારિત્ર વિશુદ્ધિ થાય છે. ચારિત્ર વિશુદ્ધિ વડે નિવણ ની પ્રાપ્તિ થાય છે. પણ ચારિત્ર ની વિશુદ્ધિ વડે નિવણિ અર્થીઓએ પ્રાયશ્ચિતુ ને અવશ્ય જાણવું જોઈએ કેમકે પ્રાયશ્ચિત્ વડે જ ચારિત્ર વિશુદ્ધિ થાય છે. _ [૪]તે પ્રાયશ્ચિત્ દશ પ્રકારે છે. આલોચના પ્રતિક્રમણ ઉભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારંચિત. [૫]અવશ્યકરણીય એવી સંયમક્રિયા રૂપ યોગ કે જેનો હવે પછીની ગાથાઓમાં નિર્દેશ કરેલ છે.) તેમાં પ્રવર્તેલા અદુષ્ટ ભાવવાળા છવાસ્થની વિશુદ્ધિ કે કર્મબંધ નિવૃત્તિ માટે નો અપ્રમત્તભાવ તે આલોચના. (હવેની થી ૮ ગાથા દ્વારા આલોચના પ્રાયશ્ચિત કહે છે.) [૬૭]આહાર-આદિનું ગ્રહણ માટે જે બહાર જવું અથવા ઉચ્ચાર ભૂમિ (મળ-મૂત્ર ત્યાગ ભૂમિ) કે વિહાર ભૂમિ (સ્વાધ્યાય આદિ ભૂમિ) એ બહાર જવું કે ચૈત્ય અથવા ગુરુ વંદનાર્થે જવા વગેરેમાં યથાવિધિ પાલન કરવું. આ સર્વેકાય કે અન્ય કાર્યો માટે સો ડગલા કરતા બહાર જવાનું બને તો આલોચના ન કરે તો તે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જીયકપ્પો – (૮) અશુદ્ધ કે અતિયાર યુક્ત ગણાય અને આલોચના કરતા શુદ્ધ કે નિરતિચાર બને. [૮]સ્વગણકે પરગણ અર્થાત્ સમાન સમાચારી વાળા કે અસમાન સમાચારી વાળા સાથે કા૨ણે બહાર નિર્ગમન થાય તો આલોચના થકી શુદ્ધિ થાય. જો સમાન સમાચારી વાળા કે અન્ય સાથે ઉપસંપદા પૂર્વક વિહાર કરે તો નિરતિચાર હોય તો પણ (ગીતાર્થ આચાર્ય મળે ત્યારે) આલોચના થી જ શુદ્ધિ થાય. (હવે ૯થી ૧૨ ગાથામાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ કહે છે.) [૯-૧૨]ત્રણ પ્રકારની ગુપ્તિ કે પાંચ પ્રકારની સમિતિ વિશે પ્રમાદ કરવો, ગુરુની કોઈ રીતે આશાતના કરવી, વિનય નો ભંગ કરવો, ઈચ્છાકાર વગેરે દશ સમાચારીનું પાલન ન કરવું, અલ્પ પણ મૃષાવાદ, ચોરી કે મમત્વ હોવું...અવિધિએ અર્થાત્ મુહપત્તી રાખ્યા વિના છીંક ખાવી-વાયુનું ઉર્ધ્વગમન કરવું, સામાન્યથી છેદન-ભેદન-પીલણ-આદિ અસંકિલષ્ટ કર્મોનું સેવન કરવું, હાસ્ય-કુચેષ્ટા કરવી, વિકથા કરવી, ક્રોધ આદિ ચાર કષાયો સેવવા, શબ્દ આદિ પાંચે વિષયોનું સેવન કરવું, .. દર્શન જ્ઞાન-ચારિત્ર કે તપ આદિમાં સ્ખલના થવી, જયણાયુક્ત થઈને હિંસા ન કરતો હોવા છતાં પણ સહસાકાર કે અનુપયોગદશા થી અતિચાર સેવે તો મિથ્યા દુષ્કૃત રૂપ પ્રતિક્રમણથી શુદ્ધ થાય, .. જો ઉપયોગ કે સાવધાની પૂર્વક પણ અલ્પ માત્ર સ્નેહ સંબંધ, ભય, શોક, શરીરાદિનું ધોવું વગેરે તથા કુચેષ્ટા-હાસ્ય-વિકથાદિ ને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ જાણવું. અર્થાત્ આ સર્વેમાં પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્ આવે. (હવેની ગાથા ૧૩ થી ૧૫ તદુ ભય પ્રાયશ્ચિત્ જણાવે છે.) [૧૩-૧૫] સંભ્રમ, ભય, દુઃખ આપત્તિ ને લીધે સહસાત્ અસાવધાની ને લીધે કે પરાધીનતાથી વ્રત સંબંધિ જે કોઈ અતિચારનું સેવન કરે તો તદુર્ભય અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ બંને પ્રાયશ્ચિત્ આવે, .. દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભાષણ, દુષ્ટ ચેષ્ટિત અર્થાત્ મન-વચન કે કાયાથી સંયમ વિરોધી પ્રવૃત્તિનું વારંવાર પ્રવર્તન. તે ઉપયોગ પરિણત સાધુ પણ આ બધાંને દૈસિક આદિ અતિચાર રૂપે ન જાણે, તો તેમજ - - સર્વે પણ ઉત્સર્ગ અને અપવાદ થી દર્શન-જ્ઞાન-ચારિત્ર નો જે અતિચાર તેનું કારણે કે સહસાત્ સેવન થયું હોય તો તદુભય પ્રાયશ્ચિત્ આવે. (ગાથા ૧૬-૧૭ “વિવેક” યોગ્ય પ્રાયશ્ચિત્ જણાવે છે.) [૧૬-૧૭] અશન આદિ રૂપ પિંડ, ઉપધિ, શય્યા વગેરેને ગીતાર્થ સૂત્રાનુસાર ઉપયોગથી ગ્રહણ કરે તે આ અશુદ્ધ નથી એમ જાણે કે નિરતિચાર-શુદ્ધ વિધિપૂર્વક પરઠવે, કાળથી અસઠપણે પહેલી પોરિસીએ લાવી ચોથી સુધિ રાખે, ક્ષેત્રથી અડધા યોજન દૂરથી લાવેલું રાખે, સૂર્ય ઉગ્યા પહેલા કે આથમ્યા પછી ગ્રહણ કરે. અર્થાત્ ગ્રહણ કર્યા પછી સૂર્ય નથી ઉગ્યો કે આથમ્યો છે તે જાણે, ગ્લાન-બાળ આદિના કારણે અશનાદિ ગ્રહણ કરેલ હોય, વિધિપૂર્વક પરિષ્ઠાપન કર્યુ હોય તો આ સર્વેમાં વિવેક-યોગ્ય’ પ્રાયશ્ચિત્ આવે. (હવે કાઉસ્સગ્ગ- પ્રાયશ્ચિત્ ને જણાવે છે.) [૧૮]ગમન, આગમન, વિહાર, સૂત્રના ઉદ્દેશાદિ, સાવદ્ય કે નિરવઘ સ્વપ્ન આદિ, નાવ- નિર્દ થી જળમાર્ગ પાર કરવો એ સર્વેમાં કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્, [૧૯]ભોજન,પાન, શયન, આસન, ચૈત્ય, શ્રમણ વસતિ, મળ-મૂત્ર ગમન માં Page #218 -------------------------------------------------------------------------- ________________ ગાથા – ૨૦ ૨૧૫ ૨૫ શ્વાસોશ્વાસ (હાલમાં જેને ૧- લોગસ્સ અર્થાત્ ઈરિયાવહી કહે છે તે) કાઉસ્સગ્ન પ્રાયશ્ચિતુ આવે. [૨૦]સો હાથ પ્રમાણ અર્થાત્ સો ડગલા ભૂમિ વસતિ ની બહાર ગમનાગમનમાં પચીશ શ્વાસોશ્વાસ, પ્રાણાતિપાત હિંસા નું સ્વપ્ન આવે તો સો શ્વાસોશ્વાસ અને મૈથુનના સ્વપ્ન માં ૧૦૮ શ્વાસોશ્વાસ કાઉસ્સગ પ્રાયશ્ચિતુ ૨૧]દિવસ સંબંધિ પ્રતિક્રમણમાં પહેલા ૫૦ પછી ૨૫-૨૫ શ્વાસોશ્વાસ પ્રમાણ, રાત્રિના પ્રતિક્રમણમાં ૨૫-૨૫ શ્વાસોશ્વાસ પ્રમાણ, પકૂિખ પ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોશ્વાસ, ચૌમાસી પ્રતિક્રમણમાં પ૦૦ શ્વાસોશ્વાસ, સંવત્સરી માં ૧૦૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્ આવે. અર્થાતુ વર્તમાન પ્રણાલી મુજબ દૈવસિક માં લોગસ્સ બે-એક-એક, રાત્રિમાં લોગસ્સ એક એક, પફિખમાં ૧૨ લોગસ્સ, ચૌમાસી માં ૨૦ લોગસ્સ અને સંવત્સરીમાં ૪૦ લોગસ્સ ઉપર એક નવકાર પ્રમાણ કાઉસ્સગ પ્રાયશ્ચિતું જાણવું. [૨૨]સૂત્રના ઉદ્દેશ- સમુદ્દેશ-અનુજ્ઞા માં ૨૭ શ્વાસોશ્વાસ પ્રમાણ, સૂત્ર પડ્રવણ માટે (સજ્ઝાય પરઠવતા) આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ (૧- નવકાર પ્રમાણ કાઉસ્સગ્ન પ્રાયશ્ચિત્ જાણવું. હવે તપ પ્રાયશ્ચિતુ ને વિશે સંબંધિત ગાથા જણાવે છે.) ૨૩-૨૫] જ્ઞાનાચાર સંબંધિ અતિચાર ઓઘથી અને વિભાગથી એમ બે પ્રકારે છે. વિભાગ થી ઉદ્દેશક, અધ્યયન, શ્રુતસ્કંઘ, અંગ એ પરિપાટી ક્રમ છે. તે સંબંધે કાળનું અતિક્રમણ આદિ આઠ અતિચાર છે- કાળ, વિનય, બહુમાન, ઉપધાન અનિણહવણ, વ્યંજન, અર્થ તદુભય એ આઠ આચાર માં જે અતિક્રમણ તે જ્ઞાનાચાર સંબંધિ અતિચાર, તેમાં અનાગાઢ કારણે ઉસક અતિચાર માટે એક નીવિ, અધ્યયન અતિચારમાં પુરિમડૂઢ, શ્રુતસ્કન્ધ અતિચાર માટે એકાસણું, અંગ સંબંધિ અતિચાર માટે આયંબિલ તપ પ્રાયશ્ચિતુ આવે. આગાઢ કારણ હોયતો આ જ દોષ માટે પરિમડૂઢ થી અઠ્ઠમ પર્યન્ત તપ પ્રાયશ્ચિત્ આવે. એ વિભાગ પ્રાયશ્ચિત્ અને ઓધથી કોઈ પણ સૂત્ર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ અને અર્થથી અપ્રાપ્ત કે અયોગ્ય ને વાચનાદિ દેવામાં પણ ઉપવાસ તપ, [૨] કાળ-અનુયોગનું પ્રતિક્રમણ ન કરે, સૂત્ર-અર્થ કે ભોજન ભૂમિનું પ્રમાર્જન ન કરે, વિગઈ ત્યાગ ન કરે, સૂત્ર-અર્થ નિષદ્યા ન કરે તો એક ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ. [૨૭]જોગ બે પ્રકારે આગાઢ અને અણાગાઢ બંનેના બે ભેદ છે. સર્વથી અને દેશથી. સર્વથી એટલે આયંબિલ અને દેશથી એટલે કાઉસ્સગ કરીને વિગઈ ગ્રહણ કરવી તે. જો આગાઢ જોગમાં આયંબિલ ભાંગે તો બે ઉપવાસ અને દેશ ભંગે એક ઉપવાસ, અણાગાઢમાં સર્વમંગે બે ઉપવાસ અને દેશ ભંગે આયંબિલ તપ . [૨૮]શંકા, કાંક્ષા, વિતિગિચ્છા, મૂઢદષ્ટિ, અનુપબૃહણા અસ્થિરિકરણ. અવાત્સલ્ય, અપ્રભાવના આઆઠ દર્શનાતિચારોનું સેવન દેશથી એટલે કે અમુક અંશે કરનારને એક ઉપવાસ તપ, મિથ્યાત્વ ની વૃદ્ધિ માટે એક ઉપવાસ એમ ઓઘ પ્રાયશ્ચિતુ જાણવું અને શંકા આદિ આઠે વિભાગ દેશથી સેવનાર સાધુને પુરિમઢ, રત્નાધિક એકાસણું, ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ તપ પ્રાયશ્ચિતું જાણવું. Page #219 -------------------------------------------------------------------------- ________________ જીયકપ્પો – (૩૦) [૨૯-૩૦]...એ પ્રમાણે પ્રત્યેકને સાધુને ઉપબૃહણા-સંયમની વૃદ્ધિ-પુષ્ટિ આદિ ન કરનારને પુરમઢ આદિ ઉપવાસ પર્યન્ત પ્રાયશ્ચિત્ તપ આવે તેમજ પરિવાર ની સહાય નિમિત્તે, પાસસ્થા-અવસન્ન-કુશીલ આદિ નું મમત્વ કરનારને, શ્રાવક આદિની પરિપાલના કરનારને અથવાતો વાત્સલ્ય રાખનાર ને નિવિપુરિમઢ આદિ પ્રાયશ્ચિત્ તપ આવે. અહીં આ સાધર્મિક ને સંયમી કરવો કે કુલસંઘ-ગણ આદિ ની ચિંતા કે તૃપ્તિ કરે એવી બુદ્ધિએ સર્વ રીતે નિર્દોષ પણે મમત્ત્વ આદિ આલંબન હોવું જોઈએ. ૨૧૬ [૩૧]એકેન્દ્રિય જીવોને સંઘટ્ટન કરતા નીવિતપ, આ જીવો ને પરિતાપ ઉપજાવવો કે ગાઢતર સંચાલન થકી ઉપદ્રવ કરવો તે અણાગાઢ અને આગાઢ બે ભેદે કહ્યું અણાગાઢ કારણે આમ કરતા પુરિમઢ તપ અને આગાઢ કારણે એકાસણું તપ પ્રાયશ્ચિત્ આવે. [૩૨]અનંતકાય વનસ્પતિ, બે-ત્રણ ચારઈન્દ્રિયવાળા જીવોને સંઘટ્ટન પરિતાપ કે ઉપદ્રવ કરવાથી પુરિમઢ થી ઉપવાસ પર્યન્ત અને પંચેન્દ્રિય નું સંઘટ્ટન કરતા એકાસણું, અણાગાઢ પરિતાપથી આયંબિલ, આગાઢ પરિતાપથી ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ આવે ઉપદ્રવ કરતા એક કલ્યાણક તપ પ્રાયશ્ચિત્ આવે. [૩૩] મૃષાવાદ, અદત્ત, પરિગ્રહ આ ત્રણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ કે ભાવથી સેવતા જઘન્યથી એકાસણું, મધ્યમથી આયંબિલ, ઉત્કૃષ્ટથી એક ઉપવાસ પ્રાયશ્ચિત્ આવે. [૩૪] વસ્ત્ર, પાત્ર, પાત્રબંધ વગેરે ખરડ્યા રહે, તેલ-ઘી આદિના લેપવાળા રહે તો એક ઉપવાસ, સુંઠ-હરડે- ઔષધાદિની સંનિધિથી એક ઉપવાસ, ગોળ-ઘીતેલ વગેરેની સંનિધિ એ છઠ્ઠ, બાકીની સંનિધિએ ત્રણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ [૩૫-૪૩]આ નવ ગાથા ની “જીત કલ્પ ચૂર્ણી” આધારે કરેલ ગુર્જર-છાયા અત્રે નોંધેલ છે. ઔધેસિક ના બે ભેદ ઓઘ-સામાન્યથી અને વિભાગથી. સામાન્યથી પરિમિત ભિક્ષાદાન રૂપ દોષમાં પુરમઢ અને વિભાગથી ત્રણે ભેદ ઉદ્દેસો- કૃત અને કર્મ ઉદ્દેસો માટે પુરમ, કૃતદોષ માટે એકાસણું ને કર્મ દોષ માટે આયંબિલ તથા ઉપવાસ તપ પ્રાયશ્ચિત્. પૂતિ દોષના બે ભેદ સૂક્ષ્મ અને બાદર. ધૂમ અંગાર વગેરે સૂક્ષ્મ દોષ ઉપકરણ તથા ભોજન-પાન તે બાદર દોષ જેમાં ઉપકરણપૂતિ દોષ માટે પૂરિમઢ અને ભોજન-પાનપૂતિ દોષ માટે એકાસણું તપ પ્રાયશ્ચિત્ મીશ્રજાત દોષ બે રીતે- જાવંતિય અને પાખંડ જાવંતિયમિશ્ર જાત માટે આયંબિલ અને પાખંડમિશ્ર માટે ઉપવાસ, સ્થાપના દોષ બે રીતે-અલ્પ કાલીન માટે નીવિ અને દીર્ઘકાલીન માટે પુરિમઢ, પ્રાકૃતિક દોષ બે પ્રકારે-સૂક્ષ્મ માટે નીવિ, બાદર માટે ઉપવાસ પ્રકૃષ્ટકરણ દોષ બે પ્રકારે અપ્રકટ હોયતો પુરમઢ અને પ્રગટવ્યક્ત રૂપે આયંબિલ, ડ્રીત દોષ માટે આયંબિલ, પ્રામિત્ય દોષ અને પરિવર્તીત દોષ બે પ્રકારે-લૌકિક હોય તો આયંબિલ, લોકોત્તર હોય તો પુરિમઢ, આદ્ભુત દોષ બે પ્રકારે- પોતાના ગામથી હોય તો પુરિમઢ, બીજા ગામથી હોય તો આયંબિલ. ઉભિન્ન દોષ બે પ્રકારે- દાદરો હોય તો પુરિમઢ અને બંધ કમાડ-કબાટ ઉઘાડે તો આયંબિલ Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૪૩ ૨૧૭ માલોપહૃત દોષ બે પ્રકારે જધન્યથી પુરિમઢ અને ઉત્કૃષ્ટ થી આંબિલ, આછેદ્ય દોષ હોય તો આયંબિલ, અનિકૃષ્ટ દોષ માટે આયંબિલ, અધ્યયપૂરક દોષ ત્રણ પ્રકારે- જાવંતિય, પાખંડ મિશ્ર, સાધમિશ્ર. જાવંતિય દોષ માં પુરિમઢ અને બાકીના બંને માટે એકાસણું. ઘાત્રી દૂતિ-નિમિત્ત આજીવ, વણીમગ એ પાંચે દોષ માટે આયંબિલ, તિગીચ્છા બે પ્રકારે સુક્ષ્મ હોય તો પુરિમડૂઢ, બાદર હોય તો આયંબિલ ક્રોધ-માન દોષમાં આયંબિલ, માયા દોષ માટે એકાસણું. લોભ દોષ માટે ઉપવાસ સંસ્તવ દોષ બે પ્રકારે વચન સંસ્તવ માટે પુરિમડૂઢ, સંબંધિ સંસ્તવ માટે આબિલ, વિદ્યા-મંત્રચૂર્ણ-જોગ સર્વેમાં આયંબિલ તપ પ્રાયશ્ચિતું. શંકિત દોષમાં જે દોષની શંકા હોય તે પ્રાયશ્ચિતું આવે. સચિત્તસંસર્ગ દોષ ત્રણ પ્રકારે- (૧) પૃથ્વિકીય સંસર્ગ દોષમાં નીવિ, મીશ્રકર્દમમાં પુરીમડૂઢ, નિમિશ્રકદમ માં આયંબિલ, (૨) જલ મિશ્રિત નિવિ, (૩) વનસ્પતિ મિશ્રિત માં પ્રત્યેક મિશ્રિત હોય તો પુરિમઢ, અનંતકાય મિશ્ર હોય તો એકાસણું, પિહિત દોષમાં અનંતર પિહિત હોય તો આયંબિલ, પરંપર પિહિત હોય તો એકાસણું, સાહરિત દોષ થાય તો નિવિ થી ઉપવાસ પર્યન્ત. દાયારવાચક દોષ આયંબિલઉપવાસ તપ, સંસકત દોષ માં આયંબિલ, ઓયતંતિય આદિ માં ઓયબિલ ઉન્મિશ્ર નિવિ થી ઉપવાસ પર્યત તપ, અપરણિત દોષ બે પ્રકારે પૃથ્વિી આદિ પાંચ સ્થાવર માં આયંબિલ પણ જો અનંતકાય વનસ્પતિ હોય તો ઉપવાસ, છર્દિત દોષ લાગે તો આયંબિલ તપ પ્રાયશ્ચિત્ જાણવું સંયોજના દોષ લાગેતો આયંબિલ, ઈંગાલ દોષમાં ઉપવાસ, ધૂમ્ર-અકારણ ભોજન-પ્રમાણ અતિરિકત દોષમાં આયંબિલ. [૪૪]સહસાતુ અને અનાભોગ થી જે-જે કારણે પ્રતિક્રમણ પ્રાયશ્ચિતુ કહયું છે તે-તે કારણોનું આભોગ અથતુ જાણતા સેવન કરે તે પણ વારંવાર કે અતિ પ્રમાણમાં કરે તો બધે જ નીવિ તપ પ્રાયશ્ચિતુ જાણવું. [૪૫]દોડવું, ઓળંગવું, શીઘ્રગતિએ જવું, ક્રિડા કરવી, ઈન્દ્રજાલરચી છે તરવું, ઊંચે સ્વરે બોવું, ગીત ગાવું જોરથી છીંકવું, મોર, પોપટ જેવા અવાજો કરવા- સર્વેમાં ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ. [૪૬]ત્રણ પ્રકારની ઉપધિ કહી છે જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ તે પડી જાય અને પાછી મળે, પડિલેહણ કરવું રહી જાય તો જઘન્ય-મુહપત્તિ, પાત્રકેસરિકા, ગુચ્છા, પાત્ર સ્થાપનક એ ચાર માટે નિવિતા; મધ્યમ-પડલો, પાત્રબંધ, ચોલપટ્ટક, માત્રક, રજોહરણ, રજત્રાણ એ છે, માટે પુરિમડુઢ તપ અને ઉત્કૃષ્ટ- પાત્ર અને ત્રણ વસ્ત્ર એ ચાર માટે એકાસણું તપ પ્રાયશ્ચિત્ વિચરાઈ જાય તો આયંબિલ તપ, .. કોઈ હરી જાય કે ખોવાઈ જાય કે ધોવે તો જધન્ય ઉપધિ-એકાસણું, મધ્યમ- માટે આયંબિલ, ઉત્કૃષ્ટ ઉપધિ માટે ઉપવાસ. આચાદિકને નિવેદન કર્યા સિવાય લે આયાવાદિ દ્વારા અણદીધેલું લે- ભોગવે- બીજનેઆપે તો પણ જઘન્ય ઉપધિ માટે એકાસણું યાવતુ ઉત્કૃષ્ટ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ આવે. [૪૮] મુહપતિ ફાડે તો નીવિ, રજોહરણ ફાડે તો ઉપવાસ, નાસ કે વિનાશ કરે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જયકષ્પો – (૪૯) તો મુહપત્તિ માટે ઉપવાસ અને રો હરણ માટે છઠ્ઠ તપ પ્રાયશ્ચિત આવે. [૪૯]ભોજનમાં કાળ અને ક્ષેત્રનું અતિક્રમણ કરે તો નિવિ, તે અતિક્રમિત ભોજન ભોગવે તો ઉપવાસ, અવિધિએ પરઠવે તો પુરીમઢ તપ પ્રાયશ્ચિતું. પિ૦-પ૧]ભોજન-પાણી ઢાંકે-નહીં, મળ-મૂત્ર-કાળ ભૂમિનું પડિલેહણ ન કરે તો નિવિ નવકારસી- પોરિસિ વગેરે પચ્ચકખાણ ન કરે કે લઈને ભાંગે તો પુરિમઢઆ સામાન્ય થી કહ્યું તપ-પ્રતિમા –અભિગ્રહ લે નહીં, લઈને ભાંગે તો પણ પરિમડૂઢ પફિખ હોય તો આયંબિલકે ઉપવાસ તપ, શક્તિ અનુસાર તપ ન કરે તો ક્ષુલ્લક ને નીવિ, સ્થવિરને પુરિમઢ, ભિક્ષુને એકાસણું, ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ. ચોમાસી હોય તો ક્ષુલ્લક થી આચાર્યને ક્રમશઃ પુરિમડૂઢ થી છઠ્ઠ. સંવત્સરીએ ક્રમશઃ એકાસણાથી અઠ્ઠમ તપ પ્રાયશ્ચિતું જાણવું. પિ૨]નિદ્રા અથવા પ્રમાદથી કાયોત્સર્ગ ન પારે ગુરુની પહેલાં પારલે, કાઉસ્સગ્નનો ભંગ કરે, રૂપથી કરે. એ જ રીતે વંદન માં કરે તો નિવિ-પુરિમડૂઢએકાસણું તપ અને બધા જ દોષ માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત [૫૩]એક કાઉસ્સગ્ન આવશ્યક ન કરે તો પરિમડૂઢ -એકાસણું- આયંબિલ, બધાં આવશ્યક ન કરે તો ઉપવાસ, પૂર્વે અપેક્ષિત ભૂમિમાં રાત્રે સ્થડિલ વોસિરાવેમળત્યાગ કરે કે દિવસે સુવે તો ઉપવાસ તપ પ્રાયશ્ચિતું [૫૪] ઘણાં દિવસ ક્રોધ રાખે, કંકોલ નામક ફળ, લવિંગ, જાયફળ લસુણ વગેરેનો તણગ-મોર આદિનો સંગ્રહ કરે તો પુરિમઢ. [૫૫]છિદ્રરહિત કે કુણા તેમજ ને કારણ વિના ભોગવે તો નિવિ, અન્ય ઘાસને ભોગવતા કે અપ્રતિલેખિત ઘાસ ઉપર શયન કરવાતા પુરિમડૂઢ તપ પ્રાયશ્ચિતુ. (૫૬) આચાર્ય ની આજ્ઞા વિના સ્થાપના કુલોમાં ભોજનને માટે પ્રવેશ કરે, તો એકાસણું, પરાક્રમ ને ગોપવે તો એકાસણું, એ પ્રમાણે જીત વ્યવહાર છે. સૂત્ર વ્યવહાર મુજબ માયારહિત હોય તો એકાસણું, માયા સહિત હોયતો ઉપવાસ પિ૭]દોડવું-કૂદવુ વગેરેમાં વર્તતા પંચેન્દ્રિયના વધનો સંભવ છે. અંગાદાન-શુક્ર નિષ્ક્રમણે આદિ સંકેલષ્ટ કર્મ માં બહુ અતિચાર લાગે આધાકમદિ સેવન રસથી ગ્લાનાદિનો લાંબો સહવાસ કરે એ સર્વે માં પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ તપ આવે. [૫૮]સર્વ ઉપધિ આદિને ધારણ કરતા પ્રથમ પોરિસિના અંત ભાગે અથતું પાદોનપોરિસિ સમયે અથવા પ્રથમ અને અંતિમ પોરિસિ અવસરે પડિલેહણ ન કરે. ચોમાસીએ કે સંવત્સરીએ શુદ્ધિ કરે તો પંચકલ્યાણક તપ પ્રાયશ્ચિત્. 1 ૫૯]જે છેદ ( પ્રાયશ્ચિતુ) ની શ્રદ્ધા કરતો નથી. મારી પથાર્ય છેદાયો ન છેદાયો તે જાણતો નથી અભિમાનથી પયયનો ગર્વ કરે છે તેને છેદ આદિ પ્રાયશ્ચિતું આવે. જીત વ્યવહાર ગણાધિપતિ માટે આ પ્રમાણે નો છે. ગણાધિપતિ ને છેદ પ્રાયશ્ચિતું આવતું હોય તો પણ તપ યોગ્ય પ્રાયશ્ચિતું આપવું. [૬૦]આ જીત વ્યવહારમાં જે-જે પ્રાયશ્ચિત કહયા નથી તે પ્રાયશ્ચિત સ્થાન ને વર્તમાનમાં સંક્ષેપ થી હું કહું છું જે નિસીહ-વ્યવહાર-કપ્પો માં જણાવેલા છે. તે તપથી છ માસ પર્યન્ત ના જાણવા. Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૬૧ ૨૧૯ [૧] ભિન્ન શબ્દથી પચીશ દિવસ ગ્રહણ કરવા અહીં અવિશિષ્ટ શબ્દ થી સર્વે ભેદો ગ્રહણ કરવા) ભિન્ન અને અવિશિષ્ટ એવા જે-જે અપરાધ સૂત્ર વ્યવહારમાં કડ્યા તે સર્વે માટે જિત વ્યવહાર મુજબ નિવિ તપ આવે. તેમાં વિશેષથી એટલે કે લઘુમાસે પુરિમડૂઢ, ગુરુમાસે એકાસણું, લઘુ ચઉમાસે આયંબિલ, ચલ ગુમાસે ઉપવાસ, લઘુ છ માસે છઠ્ઠ, છગુરુ માસે અઠ્ઠમ એમ પ્રાયશ્ચિતું તપ આપવું. [૬૨]આ સર્વ પ્રકારે સર્વ તપના સ્થાને યથાક્રમે સિદ્ધાંત માં જે-જે તપ કહડ્યા. ત્યાં જીત વ્યવહાર મુજબ નિવિ થી અઠ્ઠમ પર્યન્ત નો તપ કહેવો. [૩]આ પ્રમાણે જે પ્રાયશ્ચિતુ કહેવાય તે માટે વિશેષથી કહે છે કે સર્વે પ્રાયશ્ચિતુ સામાન્ય અને વિશેષ થી નિર્દેશેલું છે. તે દાન વિભાગથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ- પુરુષ-પડિસેવી વિશેષ થી જાણવું.. અર્થાત્ દ્રવ્યાદિ ને જાણીને તે પ્રમાણે આપવું. ઓછું- અધિક કે સાધારણ એ પ્રમાણે શક્તિ વિશેષ જોઈને આપવું. [પ-૬૭દ્રવ્યથી જેનો આહાર આદિ હોય, જે દેશમાં તે વધારે હોય, સુલભ હોય તે જાણીને જીત વ્યવહાર મુજબનું પ્રાયશ્ચિતુ આપવું. જ્યાં આહાર આદિ ઓછા હોય, દુર્લભ હોય ત્યાં ઓછું પ્રાયશ્ચિતું આપવું ક્ષેત્ર રૂક્ષ- સ્નિગ્ધ કે સાધારણ છે તે જાણીને રૂક્ષ માં ઓછું, સાધારણ માં જે પ્રમાણે જીત વ્યવહારમાં કહયુ હોય તેમ અને સ્નિગ્ધ માં અધિક પ્રાયશ્ચિતું આપવું એ પ્રમાણે ત્રણે કાળમાં ત્રણ પ્રકારે પ્રાયશ્ચિતું આપવું. . ઉનાળો રૂક્ષ કાળ છે, શિયાળો સાધારણ કાળ છે અને ચોમાસું સ્નિગ્ધ કાળ છે. ઉનાળામાં ક્રમથી જઘન્ય એક ઉપવાસ, મધ્યમ છ8, ઉત્કૃષ્ટ અટ્ટમ, શિયાળે ક્રમથી છ-અટ્ટમ-ચાર ઉપવાસ, ચોમાસામાં ક્રમથી અમ- ચાર ઉપવાસ, -પાંચ ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ આપવું સૂત્ર વ્યવહાર ઉપદેશાનુસાર આ પ્રમાણે નવ પ્રકારે વ્યવહાર છે. [૬૮] નિરોગી અને ગ્લાન એવા ભાવો જાણીને નિરોગીને થોડું અધિક અને ગ્લાન ને થોડું ઓછું પ્રાયશ્ચિત્ આપવું. જેની જેટલી શક્તિ હોય તેટલું પ્રાયશ્ચિતુ તેને આપવું દ્રવ્ય-ક્ષેત્ર-ભાવની જેમ કાળને પણ લક્ષમાં લેવો. ૯િ-૭૨] પુરુષમાં કોઈ ગીતાર્થ હોય કોઈ અગીતાર્થ હોય, કોઈ સહનશીલ કોઈ અસહનશીલ હોય. કોઈ ઋજુ હોય કોઈ માયાવી હોય, કેટલાંક શ્રદ્ધા પરીણામી હોય, કેટલાંક અપરિમાણી હોય અને કેટલાંક અપવાદને જ આચરનારા એવા અતિપરિણામી પણ હોય, .. કેટલાંક ધૃતિ-સંઘયણ અને ઉભયથી સંપન્ન હોય, કેટલાંક તેનાથી હિન હોય, કેટલાંક તપ શક્તિવાળા હોય, કેટલાંક વૈયાવચ્ચી હોય, કેટલાંક બંને શક્તિવાળા હોય, કેટલાંક માં એક પણ શક્તિ ન હોય કે અન્ય પ્રકારના હોય, .. આચેલકાદિ કલ્પસ્થિત, પરિણત, કૃતજોગી, તરમાણ (કુશલ) કે અકલ્પસ્થિ, અપરિણત, અમૃતગી કે અતરમાણ એમ બંને પ્રકારના પુરુષો હોય એ જ રીતે કલ્પસ્થિત પણ ગચ્છવાસી કે જિન કલ્પી હોઈ શકે. આ સર્વે પુરુષોમાં જેની જેટલી શક્તિ ગુણ વધારે હોય તેને અધિક પ્રાયશ્ચિત્ દેવું અને હીન સત્ત્વવાળા હીનતર પ્રાયશ્ચિતું દેવું અને સર્વથા હીનને પ્રાયશ્ચિતું ન આપવું તે જીત વ્યવહાર જાણવો. [૭૩]આ જીત વ્યવહારમાં ઘણાં પ્રકારના સાધુઓ છે. જેમકે અત્યકરનાર, અગીતાર્થ અજ્ઞાત આ કારણથી જીત વ્યવહારમાં નિવિ થી અઠ્ઠમ પર્યન્ત તપ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જીયકખો– (૭૩) પ્રાયશ્ચિત્ જણાવેલું છે. હવે “પડિસેવણા” જણાવે છે.) [૭૪]હિંસા, દોડવું-કૂદવું આદિ ક્રિયા, પ્રમાદ, કે કલ્પને સેવનારા, અથવા દ્રવ્ય- ક્ષેત્ર-કાળ ભાવ અનુસાર પ્રતિસેવન કરનારા પુરુષો (એ પ્રમાણે પડિસેવણઅથતુિં નિષિદ્ધ વસ્તુને સેવન કરનારા કહયા.) [૭૨]જે પ્રમાણે મેં જીત વ્યવહાર મુજબ પ્રાયશ્ચિતું દાન કહ્યું. તે શું પ્રમાદ સહિત સેવનારને અથતું નિષિદ્ધ વસ્તુ સેવનારને પણ આપવું ? આ પ્રાયશ્ચિતુમાં પ્રમાદ-સ્થાનસેવીને એકસ્થાન વૃદ્ધિ કરવી અથતુ સામાન્યથી જે પ્રાયશ્ચિતુ નિવિથી અઠ્ઠમ પર્યન્ત કહયું તેને બદલે પ્રમાદથી સેવનારને પુરીમઢ થી ચાર ઉપવાસ પર્યન્ત (ક્રમશઃ એક એક વધુ તપ) આપવો. ૭િ૬]હિંસા કરનારને એકાસણા થી પાંચ ઉપવાસ આપવું અથવા છ સ્થાન કે મૂલ પ્રાયશ્ચિતું આપવું. કલ્પ પડિલેવી અથતું યતના પૂર્વક સેવન કર્યું હોય તો પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ અથવા તદુભય- આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત આપવું. [૭૭] આલોચનાકાળે પણ જો ગોપવે કે કપટ કરે તો તે સંકિલષ્ટ પરિણામી ને પુનઃ અધિક પ્રાયશ્ચિતુ દેવું. જો સંવેગ પરિણામથી નિંદા-ગહિિદ કરેતો તે વિશુદ્ધ ભાવ જાણી ઓછું પ્રાયશ્ચિતું આપવું મધ્યમપરિણામીને તેટલું જ પ્રાયશ્ચિત્ આપવું. [૩૮]એ પ્રમાણે વધારે ગુણવાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવવાળા જણાય તો ગુરુ સેવાર્થે વધારે પ્રાયશ્ચિત્ આપવું. જો દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ હીન જણાય તો ઓછું પ્રાયશ્ચિત્ આપવું અને અત્યંત અલ્પ જણાયતો પ્રાયશ્ચિતુ ન આપવું. [૩૯]જીત વ્યવહાર કરતા અન્ય તપ સારી રીતે વહન કરનારને અન્ય પ્રાયશ્ચિત્ આપી જીત વ્યવહાર પ્રાયશ્ચિતું. ન આપવું. વૈયાવચ્ચકારી વૈયાવચ્ચે કરતો હોય ત્યારે થોડું પ્રાયશ્ચિત્ આપવું. (હવે છેદ પ્રાયશ્ચિત કહે છે.) [૮] તપ ગર્વિત કે તપમાં અસમર્થ તપની અશ્રદ્ધા કરતા, તપથી પણ જે નિગ્રહ ન કરી શકતા, અતિપરિણામી- અપવાદ સેવી, અલ્પસંગી આ બધાંને છેદ પ્રાયશ્ચિત્ આપવું. [૮૧-૮૨]વધારે પડતા ઉત્તરગુણ ભંજક, વારંવાર છેયાવત્તિ અથતુ. છેદઆવૃત્તિ કરે, જે પાસસ્થા, ઓસન, કુશીલ આદિ હોય, તો પણ જેઓ વારંવાર સંવિગ્ન સાધુની વૈયાવચ્ચ કરે, ઉત્કૃષ્ટ તપભૂમિ અર્થાત્ વીરપ્રભુના શાસનમાં છમાસી તપ કરે જે અવશેષ ચારિત્રવાળા હોય તેને પાંચ-દશ-પંદર વર્ષથી છ માસ પર્યન્ત અથવા જેટલા પયય ને ધારણ કરે તે રીતે છેદ પ્રાયશ્ચિતુ આપવું. (હવે મૂલ-પ્રાયશ્ચિત્ ને જણાવે છે.) , [૩] પ્રાણાતિપાત, પંચેન્દ્રિયનો ઘાત, અરુચિકે ગર્વથી મૈથુનસેવન, ઉત્કૃષ્ટથી મૃષાવાદ-અદત્તાદાન કે પરિગ્રહનું સેવન કરે આ રીતે વારંવાર કરનારને મૂલપ્રાયશ્ચિત્. [૮૪]તપગર્વિષ્ઠ, તપસેવનમાં અસમર્થ તપની અશ્રદ્ધા કરતા, મૂળ-ઉત્તર ગુણમાં દોષ લગાડનાર કે ભંજક, દર્શન અને ચારિત્રથી પતીત દર્શનાદિ કર્તવ્યને છોડતો, એવો શૈક્ષને પણ (શૈક્ષ આદિ સર્વે ને) મૂળ પ્રાયશ્ચિત્ આવે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ગાથા૮૫ ૨૨૧ [૮૫-૮૬]અત્યન્ત અવસગ્ન, ગૃહસ્થ કે અન્યતિથિક ના વેશને હિંસાદિ કારણ થી સેવતો, સ્ત્રી ગર્ભનું આદાન કે વિનાશ કરતો એવો સાધુ- તેને જે તપ કહેવાયેલું હોય તેવું તપ- છેદ- કે મૂલ, અનવસ્થાય કે પારંચિત પ્રાયશ્ચિત્ તેને અતિક્રમે તો પર્યાય છેદ, અનવસ્થાપ્ય, પારંચિત તપ પૂરૂ થયે તેને મૂળ પ્રાયશ્ચિતુમાં સ્થાપવો. મૂળની આપત્તિમાં વારંવાર મૂલ પ્રાયશ્ચિત્ આવે. (હવે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત જવાવે છે) [૮૭]ઉત્કૃષ્ટ થી વારંવાર દ્વેષવાળા ચિત્તે ચોરી કરનાર, સ્વપક્ષ કે પરપક્ષ ને ઘોર પરિણામથી અને નિરપેક્ષપણે નિષ્કારણ પ્રહાર કરતો અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતુ [૮૮]સર્વે અપરાધો માટે જ્યાં જ્યાં ઘણું કરીને પારંચિત પ્રાયશ્ચિત્ આવે ત્યાં ઉપાધ્યાયને અનાવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ આપવું જયાં ઘણું કરીને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતું આવતું હોય ત્યાં પણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ આપવું. [૮]લિંગ, ક્ષેત્ર, કાળ અને તપ એ ચાર ભેદે અનવસ્થાપ્ય કહયું છે જે વ્રત કે લિંગ-અથતુિ વેશમાં સ્થાપી ન શકાય પ્રવજ્યા માટે અયોગ્ય લાગે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતુ આપવું. લિંગના બે ભેદ દ્રવ્ય અને ભાવ, દ્રવ્યલિંગ તે રજોહરણ અને ભાવલિંગ તે મહાવ્રત. []સ્વપક્ષ-પરપક્ષના ઘાત માં ઉદ્યત એવા દ્રવ્ય કે ભાવ લિંગીને અને ઓસન્ન આદિ ભાવલિંગ રહિતને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતુ. જે જે ક્ષેત્રથી દોષમાં પડે તેને તે ક્ષેત્રમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતુ. ૯િ૧]જે જેટલા કાળ માટે દોષ માં રહે તેને તેટલા કાળ માટે અનવસ્થાપ્ય. અનવસ્થાપ્યના બે ભેદ આશાતના અને પાડિસેવણા-નિષિદ્ધ કાર્યનું કરવું તે. તેમાં આશાતના અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ જઘન્ય થી છ માસ અને ઉત્કૃષ્ટ થી એક વર્ષ, પડિસેવણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ જઘન્ય થી એક વર્ષ ઉકૃષ્ટથી બાર વર્ષ. | [૨]ઉત્સર્ગ થી પડિસેવણ કારણે બાર વર્ષનું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ આવે અને અપવાદથી અલ્પ કે અલ્પતર પ્રાયશ્ચિતું આપવું કે સર્વથા છોડી દેવું. [૩] તે (અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ સેવી) પોતે શૈક્ષને પણ વંદન કરે. પણ તેને કોઈ વંદન ન કરે તે પ્રાયશ્ચિતુ સેવી પરિહાર તપને સારી રીતે સેવે, તેની સાથે સંવાસ થઈ શકે પણ તેની સાથે સંવાદ કે વંદનાદિ ક્રિયા થઈ શકે નહીં. (હવે પારચિત પ્રાયશ્ચિત્ કહે છે). ૪]તિર્થંકર, પ્રવચન-શ્રુત આચાર્ય-ગણધર મહર્બિક એ સર્વેની આશાતના ઘણા જ અભિનિવેશ-કદાગ્રહથી કરે તેને પારંચીત પ્રાયશ્ચિતું આવે. [૮૫]જે સ્વલિંગ- વેશમાં રહેલો હોય તેવા કષાયદુષ્ટ કે વિષયદુષ્ટ અને રાગને વશ થઈ વારંવાર પ્રગટપણે રાજાની અઝમહિષીને સેવે તેને પારંચિત પ્રાયશ્ચિતુ. [૯૬]થિણદ્ધિ નિદ્રાના ઉદય થી મહાદોષ વાળો, અન્યોન્ય મૈથુન આસકત, વારંવાર પારંચિત યોગ્ય પ્રાયશ્ચિતુ માં પ્રવૃત્ત ને પારંચિત પ્રાયશ્ચિત્ આવે. [૭]તે પારંચિત ચાર પ્રકારે છે. લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી તેમાં અન્યોન્ય પડિલેવી અને સિદ્ધિ મહાદોષવાળાને પારંચિત પ્રાયશ્ચિતુ. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જીયકષ્પો – (૯) [૯૮-૯૯]ક્ષેત્રથી વસતિ- નિવેસ- પાડો-વૃક્ષ-રાજ્ય આદિના પ્રવેશસ્થાનનગરદેશ-રાજ્ય આશ્રીને જે દોષ જેણે સેવેલ હોય તેને તે દોષ માટે ત્યાં જ પારંચિક કરવો. [૧૦] જે જેટલા કાળ માટે જે દોષ ને સેવે તેને તેટલા કાળ માટે પારંચિતું પ્રાયશ્ચિતુ તે પારંચિત બે પ્રકારે આશાતના અને પડિસેવણા આશાતના પારંચિત છમાસ થી એક વર્ષ પડિસેવણા પ્રાયશ્ચિતુ એક વર્ષથી બાર વર્ષ. [૧૦૧]પારચિત પ્રાયશ્ચિતુ સેવીને મહાસત્ત્વશાળીને એકલા જિનકલ્પી ની જેમ અને ક્ષેત્રની બહાર અધયોજન રાખવા અને તપને વિશે સ્થાપન કરવા, આચાર્ય પ્રતિદિન તેનું અવલોકન કરે. [૧૦૨] અનવસ્થાપ્ય તપ અને પારંચિત તપ એ બંને પ્રાયશ્ચિતુ છેલ્લા ચૌદ પૂર્વઘર આચાર્ય ભબાહુ સ્વામી શ્રી વિચ્છેદ થયા છે. બાકીના પ્રાયશ્ચિતું શાસન છે ત્યાં સુધી વર્તશે. [૧૦૩]આ પ્રમાણે આ જીત કલ્પ-જીત વ્યવહાર સંક્ષેપ થી, સુવિહિત સાધુની અનુકંપા બુદ્ધિએ કહયા. તે પ્રમાણે જ સારી રીતે ગુણોને જાણીને પ્રાયશ્ચિત્ દાન કરવું. -મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ જીય કપ્પો સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ પાંચમું છેદ સૂત્ર-ગુર્જરછાયા પૂર્ણ Page #226 -------------------------------------------------------------------------- ________________ [૨૩] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ હું ૩૯ | મહાનિસીહ 2222IIIIIIIII (છઠું છેદ સૂત્ર-ગુર્જર છાયા ) (અધ્યયન - ૧. શલ્યઉદ્ધરણ ) [૧] તિર્થને નમસ્કાર થાઓ, અરહંત ભગવંતોને નમસ્કાર થાઓ. આયુષ્યમાન એવા ભગવંતો પાસે મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – અહીં જે કોઇ છદ્મસ્થ ક્રિયામાં વર્તતા એવા સાઘુ કે સાધ્વી હોય તેઓ - આ પરમતત્ત્વ અને સારભૂત પદાર્થને સાધી આપનાર અતિ મહા અર્થ ગર્ભિત. અતિશય શ્રેષ્ઠ. એવા “મહાનિસીહ - શ્રુતસ્કંધ શ્રુતના અનુસાર ત્રિવિધ (મન, વચન, કાયા) ત્રિવિધ (કરણ, કરાવણ,અનુમોદન) સર્વ ભાવથી અને અંતર-અભાવી શલ્યરહિત થઈને આત્માના હિતને માટે - અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકારી તપ અને સંયમ ના અનુષ્ઠાનો કરવા માટે સર્વ પ્રમાદના આલંબનોને સર્વથા છોડીને સર્વ સમય રાત્રે અને દિવસે આળસ રહિત, સતત ખિનતા સિવાય અન્ય મહાશ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્યમાર્ગ પામેલા, નિયાણારહિત, બળ-વીર્ય-પુરુષકાર અને પરાક્રમને છૂપાવ્યા સિવાય, ગ્લાનિ પામ્યા વિના, વોસિરાવેલત્યાગ કરેલ દેહવાળા, સુનિશ્ચિતું એકાગ્ર ચિત્તવાળા બનીને વારંવાર તપ સંયમ આદિ અનુષ્ઠાનોમાં રમણતા કરવી જોઇએ. (૨) પરંતુ રાગ, દ્વેષ, મોહ, વિષય, કષાય, જ્ઞાન આલંબનને નામે થતા અનેક પ્રમાદ, ઋધ્ધિ-રસ-શાતા એ ત્રણ પ્રકારના ગારવો, રૌદ્રધ્યાન, આર્તધ્યાન, વિકથા, મિથ્યાત્વ, અવિરતિ, મિન-વચન-કાયાના દુયોગો, અનાયતન સેવન, કુશીલ વગેરેનો સંસર્ગ, ચાડી ખાવી, ખોટુ આળ ચઢાવવું, કલહકરવા,જાતિ આદિ આઠ પ્રકારે મદ કરવો, ઈષ્ય, અભિમાન, ક્રોધ,મમત્વભાવ, અહંકાર વગેરે અનેકભેદોમાં વહેંચાયેલ તામસભાવ યુકત હૃદયથી હિંસા, ચોરી, જુઠ, મૈથુન, પરિગ્રહના આરંભ-સંકલ્પ આદિ અશુભ પરિણામવાળા ઘોર, પ્રચંડ, મહારૌદ્ર, ગાઢ, ચિકણા પાપકર્મમળ રૂપ લેપથી ખરડાએલ આશ્રવ દ્વારોને બંધકર્યા વગરના ન થવું. - આ જણાવેલા આશ્રવમાં સાઘુ સાધ્વીએ પ્રવૃત્ત ન થવું. [૩] (આ પ્રમાણે જ્યારે સાધુ કે સાધ્વી પોતાના દોષ જાણે ત્યારે) એક ક્ષણ, લવ, Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ મહાનિસીહ-૧- મુહૂર્ત, આંખના પલકારો, અર્ધપલકારો અર્ધપલકારાની અંદરના ભાગ જેટલો કાળ પણ શલ્ય થી રહિત થજે-તે આ પ્રમાણે [ ૪ - ૬ ]જ્યારે હું સર્વ ભાવથી ઉપશાંત થઇશ તેમજ સર્વ વિષયોમાં વિરકત બનીશ, રાગ દ્વેષ અને મોહને ત્યાગીશ.. ત્યારે સંવેગ પામેલો આત્મા પરલોકના પંથને એકાગ્ર મનથી સમ્યક પ્રકારે વિચારે, અરે ! હું અહીંથી મૃત્યુ પામીને કયાં જઇશ?....મેં કયો ધર્મ પ્રાપ્ત કર્યો છે?, મારે કયા વ્રત નિયમ છે?, મેં ક્યા તપનું સેવન કર્યું છે?, મેં શીલ કેવું ધારણ કરેલ છે?, મેં શું દાન આપેલું છે? [૭ -૯] - કે જેના પ્રભાવે હું હીન, મધ્યમ કે ઉત્તમ કુળમાં સ્વર્ગ કે મનુષ્ય લોકમાં સુખ અને સમૃધ્ધિ પામી શકું ? અથવા વિષાદ કરવાથી શો ફાયદો ? આત્માને હું બરાબર જાણું છું, મારું દુશ્મચરિત્ર તેમજ મારા દોષો અને ગુણો છે તે સર્વે હું જાણું છું. આમ ઘોર અંધકારથી ભરપુર એવા પાતાળ-નર્કમાં જ હું જઈશ કે જ્યાં લાંબા કાળસુધી હજારો દુઃખો મારે અનુભવવા પડશે. [ ૧૦-૧૧ ] આવી રીતે સર્વ જીવો ધર્મ-અધર્મ, સુખ-દુઃખ વીગેરે જાણે છે. ગૌતમ! એમાં કેટલાંક પ્રાણીઓ એવા હોય છે કે જેઓ આત્મહિત કરનાર ધર્મનું સેવન મોહ અને અજ્ઞાનને કારણે કરતા નથી. વળી પરલોક માટે આત્મહિત રૂપ એવો ધર્મ જો કોઈ માયાદંભથી કરશે તો પણ તેનો લાભ અનુભવશે નહીં. [૧૨-૧૪] આ આત્મા મારો જ છે. હું મારા આત્માને યથાર્થ જાણું છું. આત્માની પ્રતીતિ કરવી દુષ્કળ છે. ધર્મ પણ આત્મ સાક્ષી થી થાય છે. જે જેને હિતકારી કે પ્રિય માને તે તેને સુંદર પદ ઉપર સ્થાપન કરે છે. (કેમકે) સિંહણ પોતાના કુર બચ્ચાને પણ વિશેષ પ્રિય માને છે. જગતના સર્વ જીવો પોતાના જેવોજ બીજાને આત્મા છે,” એમ વિચાર્યા વગર આત્માને અનાત્મા રૂપે કલ્પતો પોતાના દુષ્ટ વચન, કાયા, મનથી ચેષ્ટા સહિત વર્તન કરે છે... જ્યારે તે આત્મા નિર્દોષ કહેવાય છે. જે કલુષતા રહિત છે. પક્ષપાતને છોડેલ છે. પાપવાળા અને કલુષિત હૃદયો જેનાથી અત્યંત દૂર થયા છે. અને દોષ રૂપી જાળ થી મૂકત છે. (૧પ-૧૬) પરમ અWયુક્ત, તત્ત્વસ્વરૂપે સિદ્ધ થયેલ, સદૂભુત પદ્યર્થીને સાબીત કરી આપનાર એવા, તેવા પુરુષોએ કરેલા અનુષ્ઠાનો વડે તે નિર્દોષ) આત્મા પોતાને આનંદ પમાડે છે. તેવા આત્માઓમાં ઉત્તમધર્મ હોય છે ઉત્તમ તપ સંપત્તિ-શીલચારિત્ર હોય છે તેથી તેઓ ઉત્તમ ગતિ પામે છે. [ ૧૭-૧૮] હે ગૌતમ ! કેટલાંક એવા પ્રાણીઓ હોય છે કે જેઓ આટલી ઉત્તમ કક્ષાએ પહોંચેલા હોય છતાં પણ મનમાં શલ્ય રાખીને ધમચિરણ કરે છે, પણ આત્મહિત સમજી શકતા નથી. શલ્યસહિત એવું જો કષ્ટકારી, ઉગ્ર, ઘોર, વીર કક્ષાનું તપ દેવતાઈ હજાર વર્ષ સુધી કરે તો પણ તેનું તે તપનિષ્ફળ થાય છે? [ ૧૮ ] શલ્ય ની આલોચના થતી નથી. નિંદા કે ગઈ કરાતી નથી. અથવા શાત્રેત પ્રાયશ્ચિત કરાતુ નથી. તો તે શલ્ય પણ પાપ કહેવાય. [૨૦] માયા, દંભ-કપટ એ કરવા યોગ્ય નથી. મોટા-ગુપ્ત પાપ કરવા, અજ્યણાઅનાચાર સેવવા, મનમાં શલ્ય રાખવું, તે આઠે કર્મનો સંગ્રહ કરાવે છે. [૨૧-૨૬ ]અસંયમ, અધર્મ, શીલ અને વતરહિતતા, કષાય સહિતતા, યોગોની Page #228 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧, ૨૨૫ અશુધ્ધિ આ સર્વે સુકૃત પુણ્યનો નાશ કરનાર અને પાર ન પામી શકાય તેવી દુર્ગતિમાં ભ્રમણ કરાવનાર થાય, તેમજ શારીરિક-માનસિક દુખપૂર્ણ અંતરહિત સંસારમાં અતિ ઘોર વ્યાકુળતા ભોગવવી પડે, કેટલાંકને રૂપની કદરૂપતા મળે, દાદિય, દુર્ભગતા, હાહાકાર કરાવનારી વેદના, પરાભવ પામે તેવું જીવીત, નિર્દયતા, કરુણાહીન, કુર,દયાદિન, નિર્લજતા, ગૂઢહૃદય, વક્રતા, વિપરીતચિતતા, રાગ, દ્વેષ, મોહ, ઘનઘોર મિથ્યાત્વ, સન્માર્ગનો નાશ, અપયશપ્રાપ્તિ, આજ્ઞાભંગ, અબોધિ, શલ્યરહિતપણું આ બધુ ભવોભવ થાય છે. આ પ્રમાણે પાપ-શલ્યના એક અર્થવાળા અનેક પર્યાય કહ્યા. [૨૭ -૩૦] એક વખત શલ્યવાળું હૃદય કરનારને બીજા અનેક ભવોમાં સર્વે અંગો અને ઉપાંગો વારંવાર શલ્ય-વેદનાવાળા થાય છે. તે શલ્ય બે પ્રકારનું કહેલું છે. સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ ત્રણ ત્રણ પ્રકારો છે. ઘોર, ઉગ્ર અને ઉગ્રતર...ઘોર માયા ચાર પ્રકારની છે. જે ઘોર ઉગ્ર માનયુકત હોય તેમજ માયા, લોભ અને ક્રોધ યુક્ત પણ હોય. એજ રીતે ઉગ્ર અને ઉગ્રતર ના પણ આ ચાર ભેદો સમજવા. સૂક્ષ્મ અને બાદર ભેદ- પ્રભેદ સહિત આ શલ્યોને મુનિ એકદમ ઉદ્ધાર કરી જલ્દી કાઢી નાખે. પરંતુ ક્ષણવાર પણ મુનિ શલ્યવાળો ન રહે ૩િ૧ -૩ર જેમ સર્પનું બચ્ચું નાનું હોય, સરસવ પ્રમાણ માત્ર અગ્નિ થોડો હોય અને જો વળગે તો પણ વિનાશ પમાડે છે. તેનો સ્પર્શ થયા પછી વિયોગ કરી શકાતો નથી. તે જ રીતે અલ્પ કે અલ્પતર પાપ-શલ્ય ઉદ્ધરેલ ન હોય તો ઘણો સંતાપ આપનાર અને ક્રોડો ભવની પરંપરા વધારનાર થાય છે. ૩િ૩ -૩૭] હે ભગવન્! દુઃખે કરીને ઉદ્ધરી શકાય તેવું તેમજ દુઃખ આપનાર આ પાપશલ્ય કેમ ઉદ્ધરવું તે પણ ઘણા જાણતા નથી. હે ગૌતમ ! આ પાપશલ્ય સર્વથા મૂળમાંથી ઉખેડી નાખવાનું કહેલું છે. ગમે તેટલું અતિ દુર્ધર શલ્ય હોય તેને સર્વ અંગઉપાંગ સહિત ભેદી નાખવાનું જણાવેલું છે. પ્રથમ સમ્યગ્દર્શન, બીજું સમ્યજ્ઞાન, ત્રીજું સમ્યફચારિત્ર આ ત્રણે જ્યારે એકરૂપ એકઠાં થાય, જીવ જ્યારે શલ્યનો ક્ષેત્રીભૂત બને અને પાપ-શલ્ય અતિ ઊંડાણ સુધી પહોંચેલું હોય, દેખી શકાતું પણ ન હોય, હાડકાં સુધી ગયેલું હોય અને તેની અંદર રહેલું હોય, સર્વે અંગ-ઉપાંગમાં ખેંચી ગયેલું હોય, અંદર અને બહારના ભાગમાં પીડા કરતું હોય તેવા શલ્યને મૂળમાંથી ઉખેડી નાખવું જોઈએ. ૩િ૮ -૪૦] ક્રિયા વગરનું જ્ઞાન નિરર્થક છે તેમજ જ્ઞાન વગરની ક્રિયા પણ સફળ થતી નથી. જેમ દેખાતો લંગડો અને દોડતો આંઘળો દાવાનળમાં બળી મય. માટે હે ગૌતમ! બંનેનો સંયોગ થાય તો કાર્યની સિધ્ધિ થાય. એક ચક્ર કે પૈડાથી રથ ચાલતો નથી. જયારે આંધળો અને લંગડો બંને એક રૂપ બન્યા અથતુ લંગડા એ માર્ગ બતાવ્યો અને આંધળો તે રીતે ચાલ્યો તો તે બંને દાવાનળવાળા વનને પસાર કરી ઈચ્છેલા નગર નિર્વિબે સહી સલામત પહોંચ્યા. તેમ જ્ઞાન પ્રકાશ આપે છે, તપ આત્માની શુધ્ધિ કરે છે, અને સંયમ એ ઈદ્રિય અને મનને આડેમાર્ગે જતા રોકે છે. આ ત્રણેનો યથાર્થ સંયોગ થાય તો હે ગૌતમ!મોક્ષ થાય છે. અન્યથા મોક્ષ થતો નથી. | |૪૧-૪૨] ઉકત-તેકારણથી નિઃશલ્ય થઇને, સર્વશલ્યનો ત્યાગ કરીને જે કોઈ નિઃશલ્યપણે ધર્મનું સેવન કરે છે, તેનું સંયમ સફળ ગણેલું છે. એટલું જ નહીં પણ જન્મ [15] Page #229 -------------------------------------------------------------------------- ________________ મહાનિસીહ – ૧-૪૩ જન્માંતરમાં વિપુલ સંપત્તિ અને ઋધ્ધિ મેળવીને પરંપરાએ શાશ્વત સુખ પામે છે. [૪૩-૪૭] શલ્ય અર્થાત્ અતિચારાદિ દોષોને ઉધ્ધરવાની ઇચ્છાવાળો ભવ્યાત્મા સુપ્રશસ્ત-સારા યોગવાળા શુભ દિવસે,સારી તિથિ-કરણ-મુહૂર્ત તેમજ સારા નક્ષત્ર અને બળવાન ચંદ્રનો યોગ હોય ત્યારે ઉપવાસ કે આયંબિલ તપ દશ દિવસ સુધી કરીને આઠસો પંચમંગલ- (મહાશ્રુત સ્કંધ) નો જાપકરવો. તેના ઉપર અઠ્ઠમ-ત્રણ ઉપવાસ કરીને પારણે આયંબિલ કરવું. પારણા દિવસે ચૈત્ય-જિનાલય અને સાધુઓને વંદન કરવું. સર્વ પ્રકારે આત્માને ક્રોધ રહિત અને ક્ષમાવાળો બનાવવો. જે કાંઇ પણ દુષ્ટ વર્તન કર્યું હોય તે સર્વેનું ત્રિવિધ મન, વચન અને કાયાથી, નિઃશલ્યભાવથી “મિચ્છામિદુક્કડં” આપવું. [૪૮-૫૦] ફરી પણ ચૈત્યાલયમાં જઇને વિત્તરાગ પરમાત્માઓની પ્રતિમાઓને એકાગ્ર ભકિતપૂર્ણ હૃદયપૂર્વક દરેકની વંદના-સ્તવના કરે. ચૈત્યોને સમ્યગ્ વિધિ સહિત વંદના કરીને છઠ્ઠભકત તપ કરીને ચૈત્યાલયમાં આ શ્રુતદેવતા નામક વિદ્યાનો લાખ પ્રમાણ જાપ કરે, સર્વભાવથી ઉપશાંત થયેલો, એકાગ્રચિત્તવાળો, દઢ નિશ્ચયવાળો, ઉપયોગવાળો, ડામાડોળ ચિત્ત રહિત, રાગ-રતિ-અતિથી રહિત બની ચૈત્યાલયના પવિત્ર સ્થળમાં વિધિપૂર્વક જાપ કરે. [૫૧] (આ સૂત્રમાં મંત્રક્ષરો છે. જેની “ગુર્જર છાયા” થઇ શકે નહીં જિજ્ઞાસુઓએ અમારું - આગમનુત્તાળિ, ભાગ- ૩૧-મહાનિશીતૢ પૃષ્ઠ -પ-જોવું ) [૫૨] સિદ્ધાંતિઓએ આ વિદ્યા - “સૂત્ર : ૫૧ માં મૂળ અર્ધમાગધીમાં આપેલી મહાવિદ્યા સૈદ્ધાંતિક લીપી-અક્ષરોથી લખેલી છે. શાસ્ત્રના મર્મને ન સમજેલો હોય તેમજ કુશીલવાળો હોય તેવાને ગીતાર્થ શ્રુતધરો એ આ પ્રવચન વિદ્યા આપવી નહીં કે તેવાને પ્રરૂપવી નહીં. ૨૨૬ - [૫૩ ૫૫] આ શ્રેષ્ઠ વિઘાથી સર્વપ્રકારે પોતાને અભિમંત્રિતકરીને તે ક્ષમાવાનુ ઇન્દ્રિયોને દમન કરનાર અને જિતેન્દ્રય સૂઇ જાય ઊંઘમાં જે શુભ કે અશુભ સ્વપ્ન આવે તેને બરાબર અવધારણ કરે, યાદ રાખે, ત્યાં જેવા પ્રકારનું સ્વપ્ન જોયું હોય તદ્ અનુસારે શુભ કે અશુભ થાય... જો સુંદર સ્વપ્ન હોય તો આ મહા પરમાર્થ- તત્તત્ત્વ સારભૂત શલ્યોદ્ધાર થાય તેમ સમજવું. [૫૬-૫૭] આ રીતે આઠમદને તથા લોકના અગ્રભાગે બિરાજમાન સિદ્ધોને સ્તવતો હોય તેવા નિઃશલ્ય થવાની અભિલાષાવાળા આત્માને શુદ્ધ આલોચના આપવી. પોતાના પાપને આલોચીને, ગુરુ પાસે પ્રગટ કરીને શલ્યરહિત થાય. ત્યાર પછી પણ ચૈત્યો અને સાધુઓને વંદન કરીને સાધુઓને વિધિપૂર્વક ખમાવે. [૫૮-૬૨] પાપશલ્યને ખમાવીને ફરી પણ વિધિપૂર્વક દેવ-અસુરો સહિત જગતને આનંદ પમાડતો નિર્મૂલપણે શલ્યનો ઉદ્ઘાર કરે છે. એ પ્રમાણે શલ્યરહિત થઇને સર્વ ભાવથી ફરી પણ વિધિસહિત ચૈત્યોને વાંદે તથા સાધર્મિકોને ખમાવે. ખાસ કરીને જેની સાથે એક ઉપાશ્રય-વસતિમાં વાસ કર્યો હોય. જેની સાથે ગામેગામ વિચર્યો હોય, કઠોર વચનોથી જેઓએ સારણાદિક પ્રેરણા આપી હોય જે કોઇને પણ કાર્ય પ્રસંગ કે કાર્ય સિવાય કઠોર, આકા, નિષ્ઠુર વચનો સંભળાવેલ હોય, તેણે પણ સામે કંઇક પ્રત્યુત્તર આપેલ હોય, તે કદાચ જીવતો હોય કે મૃત્યુ પામેલ હોય તેને સર્વ ભાવથી ખમાવે, જો Page #230 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧, ૨૨૭ જીવતો હોય તો જ્યાં હોય ત્યાં જઈને વિનયથી ખમાવે. મૃત્યુ પામેલા હોય તો સાધુ સાક્ષીએ ખમાવે. [૩-૬૫ એ પ્રમાણે ત્રણ ભુવનને પણ ભાવથી ક્ષામણા કરીને મન-વચનકાયાના યોગથી શુદ્ધ થયેલો તે નિશ્ચયપૂર્વક આ પ્રમાણે ઘોષણા કરે, “હું સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવો મને ક્ષમા આપો. સર્વ જીવો સાથે મારે મૈત્રી ભાવ છે. કોઇપણ જીવની સાથે મારે વૈરભાવ નથી. ભવોભવમાં દરેક જીવના સંબંધમાં આવેલો હું મનવચન-કાયાથી સવભાવથી સર્વ પ્રકારે સર્વોને ખમાવું છું. [૬૬] આ પ્રમાણે ક્ષમાપના ઘોષણા કરીને ચેતવવંદના કરે, સાઘુઓની સાક્ષીપૂર્વક ગુરુની પણ વિધિપૂર્વક ક્ષમાયાચના કરે. [૬૭-૬૮] સમ્યક પ્રકારે ગુરભગવંતને ખમાવીને પોતાની શકિત અનુસાર જ્ઞાનનો મહિમા કરે. ફરી પણ વંદન વિધિ સહિત વંદન કરે. પરમાર્થ. તત્ત્વભૂત અને સારરૂપ આ શલ્યોદ્ધરણ કઈ રીતે કરવું તે ગુરૂ મુખેથી સાંભળે. સાંભળીને તે પ્રમાણે આલોચના કરે, કે જેથી આલોચના કરતા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. [૯-૭૦] આવા સુંદર ભાવમાં રહેલા હોય અને નિઃશલ્ય આલોચના કરેલી હોય જે થી આલોચના કરતા કરતા ત્યાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. હે ગૌતમ ! એવા કેટલાક મહાસત્ત્વશાળી મહાપુરુષોના નામો જણાવીએ છીએ કે જેઓએ ભાવથી આલોચના કરતાં કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. [૭૧-૭૫] હા હા મેં દુષ્ટ કાર્ય કર્યું, હા હા મેં દુષ્ટ વિચાર્યું. હા હા મેં ખોટી અનુમોદના કરી. એ રીતે સંવેગથી અને ભાવથી આલોચના કરનાર કેવળજ્ઞાન મેળવે. ઈયસિમિતિ પૂર્વક પગ સ્થાપના કરતા કેવલી થાય, મુહપત્તિ પ્રતિલેખનથી કેવલી થાય, સમ્યક પ્રકારે પ્રાયશ્ચિત્ ગ્રહણ કરતા કેવળી થાય, મહાવૈરાગ્યથી કેવલી થાય, આલોચના કરતા કેવલી થાય, “હા-હા હું પાપી છું” એમ વિચારતા કેવલી થાય.“હા હા મેં ઉન્મત્ત બની ઉન્માર્ગની. પ્રરૂપણા કરી એમ પશ્ચાતાપ કરતા કેવલી થાય. અણાગારપણામાં કેવલી થાય, “સાવધ યોગ સેવીશ નહીં”- એ રીતે અખંડિતશીલ પાલનથી કેવલી થાય, સર્વ પ્રકારે શીલનું રક્ષણ કરતા, કોડી-કરોડ પ્રકારે પ્રાયશ્ચિત કરતાં પણ કેવલી થાય. [૭૬-૭૮] શરીરની મલિનતા સાફસૂફ કરવારૂપ નિષ્પતિકર્મ કરતા, નહીં ખંજવાળતા, આંખનું મટકું ન મારતા કેવી થાય. બે પ્રહર સુધી એકપડખે રહીને, મૌનવ્રત ધારણ કરીને પણ કેવલી થાય, “સાધુપણું પાળવા હું સમર્થ નથી તેથી અનશનમાં રહું” તેમ કરતા કેવલી થાય, નવકાર ગણતાં કેવલી થાય, “હું ધન્ય છું કે આવું શાસન પામ્યો છું. સંપૂર્ણ સામગ્રી પામવા છતાં પણ હું કેવલી કેમ ન થયો?” એવી ભાવનાથી કેવલી થાય * [૭૯-૮૦] (જયાં સુધી દઢપ્રહારીની માફક લોકો મને) પાપ-શલ્ય વાળો કહે ત્યાં સુધી કાઉસ્સગ પારીશ નહીં એ રીતે કેવલી થાય, ચલાયમાન કાષ્ઠ -લાકડાં ઉપર પગ આવતા વિચારે કે અરે રે ! અજયણા થશે, જીવ-વિરાધના થશે એવી ભાવનાથી કેવલી થાય, “શુદ્ધ પક્ષમાં પ્રાયશ્ચિત્ કરું એમ કહેતા કેવલી થાય. “આપણું જીવન ચંચળ છે ” “આ મનુષ્યપણું અનિત્ય અને ક્ષણવિનાશી છે ” એ ભાવથી કેવલી થાય. [૮૧-૮૩] આલોચના, નિંદા, વંદના, ઘોર અને દુષ્કર પ્રાયશ્ચિત્-સેવન, લાખો ઉપસર્ગસહન કરતાં, કેવલી થાય. (ચંદનબાલાનો હાથ ખસેડતા જેમ કેવલજ્ઞાન થયું તેમ) હાથ ખસેડતાં, નિવાસસ્થાન કરતાં, અર્ધકવલ અથતુ કુરગડુમુનિની જેમ ખાતા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ મહાનિસીહ– ૧/- ૮૩ ખાતાં, “એક દાણો ખાવા રૂપ” તપ-પ્રાયશ્ચિત કરતાં દસ વર્ષે કેવલી થાય. પ્રાયશ્ચિતુ શરૂ કરનાર, અદ્ભપ્રાયશ્ચિત્ કરનાર કેવલી, પ્રાયશ્ચિતુ પુરુ કરનાર, ઉત્કૃષ્ટ ૧૦૮ સંખ્યામાં ઋષભાદિ માફક કેવળ પામનાર કેવલી. [ ૮૪-૮૭] “શુદ્ધિ અને પ્રાયશ્ચિત્ વિના જલ્દી કેવલી થઈએ તો કેવું સારું” એમ ભાવના કરતા કેવલી થાય.” હવે એવું પ્રાયશ્ચિત કરું કે મારે તપ આચરવું ન પડે” એમ વિચારતા કેવલી થાય, “પ્રાણના પરિત્યાગે પણ હું જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહીં” એ રીતે કેવલી થાય. આ મારું શરીર જુદું છે અને આત્મા જૂદો છે. મને સમ્યકત્ત્વ થયું છે. આવા આવા પ્રકારની ભાવનાથી કેવલી થાય. [ ૮૮-૯૦] અનાદિ કાળથી આત્માને લાગેલો પાપકર્મના મેલને હું અહીં ઘોઈ નાખું એમ ભાવના કરતા કેવલી થાય, હવે પ્રમાદથી બીજું કોઈ તેવું આચરણ કરીશ નહીં એવી ભાવનાથી કેવલી થાય. દેહનો ક્ષય થાય તો મારા શરીર- આત્માને નિર્જરા થાય, સંયમ એ જ શરીરનો નિષ્કલંક સાર છે. એવી ભાવનાથી કેવલી થાય. મનથી પણ શીલનું ખંડન થાય તો મારે પ્રાણધારણ ન કરવા, તેમજ વચન અને કાયાથી હું શીલનું રક્ષણ કરીશ એવી ભાવનાથી કેવલી થાય. - (આ રીતે કઈ કઈ અવસ્થામાં કેવલજ્ઞાન થાય તે જણાવ્યું). [૯૧-૯૫ એ પ્રમાણે અનાદિ કાળથી ભ્રમણ કરતાં ફરી મુનિપણું પામ્યો. કેટલાક ભવોમાં કેટલીક આલોચના સફળ બની. હે ગૌતમ ! કોઈ ભવમાં પ્રાયશ્ચિતચિત્તની શુદ્ધિ કરનારો બન્યો.... ક્ષમા રાખનાર, ઇન્દ્રિયોને દમન કરનાર, સંતોષી, ઇન્દ્રિયોને જીતનાર, સત્યભાષી, છ-કાય જીવોના સમારંભથી ત્રિવિધ વિરમેલો, ત્રણ દંડ-મન, વચન, કાય દંડથી વિરમેલો સ્ત્રી સાથે વાત પણ નહીં કરતો, સ્ત્રીના અંગ-ઉપાંગને જોતો ન હોય, શરીરની મમતા ન હોય, અપ્રતિબદ્ધ વિહારી અથતુ વિહારના ક્ષેત્ર કાળ, કે વ્યકિત વિશે રાગ ન હોય, મહા-સારા આશયવાળો, સ્ત્રીના ગર્ભમાં વાસ-રહેવાથી ભય પામેલો, સંસારના અનેક દુઃખો તથા ભયથી ત્રાસ પામેલો હોય- -- આવા આવા પ્રકારના ભાવોથી (ગુરુ, સમક્ષ પોતાના દોષ પ્રગટ કરવા આવનાર) આલોચક ને આલોચના આપવી. આલોચકે (પણ) ગુરુએ આપેલ પ્રાયશ્ચિત કરવું - જે ક્રમથી દોષ સેવ્યા હોય તે ક્રમથી પ્રાયશ્ચિત કરવું. ૯િ૬-૯૮] આલોચના કરનારે માયા, દંભ-શલ્યથી કોઇ આલોચના કરવી નહીં. એ રીતની આલોચનાથી સંસારની વૃદ્ધિ થાય છે.... અનાદિ અનંતકાળથી પોતાના કર્મથી દુમતિવાળા આત્માએ ઘણાં વિકલ્પરૂપ કલ્લોલવાળા સંસારસમુદ્રમાં આલોચના કરવા છતાં અધોગતિ પામનાર ના નામો કહું તે તું સાંભળ, કે જેઓ આલોચના સહિત પ્રાયશ્ચિતુ પામેલાં અને ભાવદોષથી કલુષિત ચિત્તવાળા થયા છે. ૯-૧૦૨] શલ્યસહિત આલોચના-પ્રાયશ્ચિત કરીને પાપકર્મો કરનાર નરાધમો, ઘોર-અતિ દુખે સહન કરી શકાય તેવા અતિ દુસહ દુઃખો અનુભવતા ત્યાં રહે છે. ભારે અસંયમ સેવનાર તથા સાધુઓનો તિરસ્કાર કરનાર, દષ્ટિ અને વાણી વિષયે શીલ રહિત તેમજ મનથી પણ કુશીલવાળા, સૂક્ષમવિષયોની આલોચના કરનાર, બીજાએ આમ કર્યું તેનું પ્રાયશ્ચિત્ શું?” એમ પૂછી પોતે પ્રાયશ્ચિતુ કરે થોડી થોડી આલોચના કરે, જરાપણ આલોચના ન કરે, જે દોષ સેવ્યો નથી તેની અથવા લોકના રંજન માટે બીજાના દેખતા આલોચના કરે હું “હું પ્રાયશ્ચિતું કરીશ નહીં” તેમ વિચારીને અથવા કપટપૂર્વક Page #232 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧, ૨૨૯ આલોચના કરે... [૧૦૩-૧૦૫] માયા, દંભ અને પ્રપંચથી પૂર્વે કરેલા તપ અને આચારણ ની વાતો કરે, મને કંઈ પણ પ્રાયશ્ચિતું લાગતું જ નથી તેમ કહે અથવા કરેલા દોષ પ્રગટ જ ન કરે. નજીકમાં કરેલો દોષો જ પ્રગટ કરે. નાના-નાના પાયશ્ચિતુની માંગણી કરે, અમે એવી ચેષ્ટા -પ્રવૃત્તિકરીએ છીએ કે આલોચના લેવાનો અવકાશ રહેતો નથી. તેવું કહે કે શુભ બંધ થાય તેવી આલોચના માંગે. “હું મોટું પ્રાયશ્ચિત કરવા અશકત છે. અગર મારે ગ્લાનબિમારીની સેવા કરવાની છે તેમ કહી તેના આલંબને પ્રાયશ્ચિતુ ન કરે આલોચના કરતો સાધુ સાંભળ્યું ન સાંભળ્યું કરે. [૧૦૬-૧૦૮] તુષ્ટિ કરનાર છૂટા છૂટા પ્રાયશ્ચિત્ હું કરીશ નહીં, લોકોને ખુશ કરવા ખાલી જીભેથી હું પ્રાયશ્ચિત નહીં કરું એવું કહી પ્રાયશ્ચિત ન કરે. પ્રાયશ્ચિત સ્વીકાર્યા પછી લાંબા ગાળે તેમાં પ્રવેશ કરે- અર્થાત્ આચરે, અથવા પ્રાયશ્ચિત કબુલ કર્યા પછી અન્યથા -જુદુ જ કંઈ કરે. નિર્દયતાથી વારંવાર મહાપાપો આચરે. કંદર્પ એટલે કામદેવવિષયક અભિમાન“ગમેતેટલું પ્રાયશ્ચિત આપે તો પણ હું કરવા સમર્થ છું” એવું અભિમાન કરે. તેમજ જયણા રહિત સેવન કરે સાંભળ્યું ન સાંભળ્યું કરી પ્રાયશ્ચિત કરે. [૧૦૯-૧૧૩] પુસ્તકમાં દેખી લખ્યા પમાણે પ્રાયશ્ચિત કરે, પોતાની મતિ કલ્પનાથી પ્રાયશ્ચિત કરે. પૂર્વે આલોચના કરી હોય તે મુજબ પ્રાયશ્ચિત કરી લે... જાતિમદ, કુલમદ,જાતિ કુલ ઉભયમદ, શ્રુતમદ, લાભમદ, ઐશ્વર્યમદ, તપમદ, પંડિતાઇનો મદ, સત્કારમદ વગેમાં લુબ્ધ થાય. ગારવોથી ઉત્તેજિત થઈને (આલોચના કરે), હું અપૂજય છું.એકાકી છું એવું વિચારે.હું પાપીમાં પણ પાપી છું. એવી કલુષિતતાથી આલોચના કરે. બીજા દ્વારા કે અવિનયથી આલોચના કરે. અવિધિથી આલોચના કરે. આ પ્રમાણે કહેલા કે અન્ય તેવા જ દુષ્ટ ભાવોથી આલોચના કરે. [૧૧૪-૧૧] હે ગૌતમ અનાદિ અનંત કાલથી ભાવ-દોષ સેવન કરનારઆત્માને. દુઃખ પમાડનારા સાધુઓ નીચે-નીચે છેક સાતમી નરક-ભૂમિ સુધી ગયા છે. હે ગૌતમ ! અનાદિ અનંત એવા સંસારમાં જ સાધુઓ શલ્ય સહિત હોય છે. તેઓ પોતાના ભાવ-દોષરૂપ વિરસ-કટુ ફળ ભોગવે છે. અત્યારે પણ હજુ શલ્યથી શલ્પિત થયેલા તેઓ ભાવિમાં પણ અનંત કાળ સુધી વિરસ-કટુ ફળ ભોગવતા રહેશે. માટે મુનિએ જરાપણ શલ્યધારણ કરવું નહીં. [૧૧૭] હે ગૌતમ ! શ્રમણીઓની કોઇ સંખ્યા નથી કે જેઓ કલુષિતતારહિત, શલ્યરહિત, વિશુદ્ધ, શુદ્ધ નિર્મલ વિમલ માનસવાળી થઈ, અત્યંતર વિશોધિથી આલોચના કરીને અતિસ્પષ્ટ, અતિચાર આદિ સર્વ ભાવશલ્યને યથાર્થ તપોકર્મ સેવન કરીને, પ્રાયશ્ચિત પૂર્ણપણે આચરીને, પાપકર્મના મળના લેપરૂપી કલંકને ઘોઈને સાફ કરી ઉત્પન્ન કરેલા દિવ્ય-ઉત્તમ કવલજ્ઞાનવાળી, મહાનુભાગ, મહાયશા, મહાસત્ત્વ સંપન્ના, સુગ્રહિત નામધારીઓ, અનંત-ઉત્તમ સુખયુકત મોક્ષ પામેલી છે. [૧૧૮-૧૨૦] હે ગૌતમ ! પુણ્યભાગી એવી કૅટલીક સાધ્વીઓ ના નામો કહીએ છીએ કે જેઓ આલોચના કરતા કૈવલજ્ઞાન પામેલા હોય... અરેરે હું પાપકર્મ કરનારી પાપિણી-પાપમતી વાળી છું. ખરેખર પાપીણીઓમાં પણ અધિક પાપ કરનારી, અરેરે મેં ઘણું દુષ્ટ ચિન્તવ્યુંકારણકે આ જન્મમાં મને સ્ત્રીભાવ ઉત્પનન થયો. તો પણ હવે ઘોર, વીર, ઉગ્ર કષ્ટદાયી તપ સંયમ ધારણ કરીશ. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મહાનિસીહ-૧/૧૨૧ [૧૨૧-૧૨૫]અનંતી પાપરાશિઓ એકઠી થાય ત્યારે પાપકર્મના ફળરૂપે શુદ્ધ સ્ત્રીપણું મળે છે. હવે સ્ત્રીપણાને યોગ્ય એકઠા થયેલાં પાપકર્મો ના સમૂહને એવા પાતળા કરે કે જેથી સ્ત્રી ન થઉં અને કેવલજ્ઞાન પામું. દષ્ટિથી પણ હવે શિયલ ખંડીશ નહીં, હવે હું શ્રમણી-કેવલી થઈશ. અરેરે! પૂર્વે મનથી પણ મેં કંઇ આહ દોહટ્ટ- અતિ. દુષ્ટ વિચાર્યું હશે. તેની આલોચના કરીને હું જલ્દી તેની શુદ્ધિ કરીશ, અને શ્રેણી-કેવલી થઈશ. મારું રૂપ-લાવણ્ય દેખીને તેમજ કાંતિ-તેજ-શોભા જોઈને કોઈ મનુષ્ય રૂપી પતંગીય અધમ બનીને ક્ષય ન પામે તે માટે અનશન સ્વીકારી હું શ્રમણી પણામાં કેવલી બનીશ. હવે નિશ્ચયથી વાયરા સિવાય બીજા કોઈનો સ્પર્શ કરીશ નહીં. [૧૨૬-૧૨૯]હવે છ કાય જીવોને આરંભ-સમારંભ કરીશ નહીં શ્રમણી કેવલી બનીશ. મારા દેહ, કાંખ, સ્તન, સાથળ, ગુપ્તસ્થાનનો અંદરનો ભાગ, નાભિ, જઘનાન્તર ભાગ વગેરે સવગો એવા ગોપાવીશ કે તે સ્થળોમાતાને પણ દશવીશ નહીં . એવી ભાવના-ભાવતા સાથ્વી કેવલી થાય.. એનેક કોડો ભવાંતર મેં કય, ગભવાસની પરંપરા કરતી મે કોઈ પ્રકારે પાપ-કર્મનો ક્ષય કરનાર જ્ઞાન અને ચારિત્ર યુકત સુંદર મનુષ્યપણું મેળવેલ છે. હવે ક્ષણેક્ષણ સર્વ ભાવશલ્યની આલોચના નિન્દાદિ કરીશ . બીજી વખત તેવા પાપ ન કરવાની ભાવનાથી પ્રાયશ્ચિત્ અનુષ્ઠાન કરીશ. [૧૩૦-૧૩૨] જે કરવાથી પ્રાયશ્ચિતું આવે તેવા મન, વચન અને કાયાના કાર્યો, પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિ-કાય તેમજ બીજકાય નો સમારંભ, બે-ત્રણ-ચારપાંચ ઈન્દ્રિયોવાળા જીવોનો સમારંભ અથતુ હિંસા કરીશ નહીં અસત્ય બોલીશ નહીં. ધૂળ અને રાખ પણ નહીં દીધેલા ગ્રહણ કરીશ નહીં, સ્વપ્નમાં પણ મનથી મૈથુનની પ્રાથના કરીશ નહીં, પરિગ્રહ કરીશ નહીં જેથી મૂલ ગુણ ઉત્તર-ગુણની ખુલના ન થાય. [૧૩૩-૧૩૭] મદ ભય,કષાય,મન-વચન-કાયારૂપ ત્રણ દડ, એ સર્વેથી રહિત થઈ, ગુપ્તિ અને સમિતિમાં રમણ કરીશ તેમજ ઇન્દ્રિયજય કરીશ, અઢારહજાર શીલ-ગોથી યુકત શરીરવાળી થઈશ, સ્વાધ્યાય-ધ્યાન અને યોગોમાં રમણતા કરીશ. એવી શ્રમણીકેવલી થઈશ... ત્રણ લોકના રક્ષણ કરવા સમર્થ સ્તંભ સમાન ધર્મ તિર્થંકરે જે લિંગચિહ્ન ધારણ કરેલ છે તેને ધારણ કરતી હું કદાચ યંત્રમાં પલાઈને મારા શરીરના મધ્યમાંથી બે ખંડ કરવામાં આવે, મને ફાળી કે ચીરી નાખે. ભડભડતા અગ્નિમાં ફેકવામાં આવે, મસ્તક છેદી નાંખે તો પણ મેં ગ્રહણ કરેલા નિયમ-વ્રતનો ભંગ કે શીલ અને ચારિત્રનું એક જન્મ ખાતર મનથી પણ ખંડન કરીશ નહીં એવી શ્રમણી થઈ કેવલી થઈશ. [૧૩૩-૧૩૯] ગઘેડા, ઉંટ, કુતરા આદિ જાતિવાળા ભવોમાં રાગવાળી થઇને મેં ઘણું ભ્રમણ કર્યું. અનંતા ભવોમાં અને ભવાંતરોમાં ન કરવા લાયક કમ કર્યા. હવે પ્રવજયા માં પ્રર્વેશ કરીને પણ જો તેવા દુષ્ટ કમ કરું. તો પછી ઘોરઅંધકાર વાળી પાતાલ પૃથ્વીમાંથી મને નીકળવાનો અવકાશ જ મળવો મુશ્કેલ થાય. આવો સુંદર મનુષ્ય જન્મ રાગ દષ્ટિથી વિષયોમાં પસાર કરાય તો ઘણાં દુઃખનું ભાજન થાય. [૧૪૦- ૧૪] મનુષ્યભવ અનિત્ય,ક્ષણમાં વિનાશ પામવાના સ્વભાવ વાળો, ધણાં પાપ-દડ અને દોષોના મિશ્રણ વાળો છે. તેમાં વળી હું સમગ્ર ત્રણ લોક જેની નિંદા કરે તેવી સ્ત્રીપણે ઉત્પન્ન થઇ, છતાં પણ વિદ્ધ અને અંતરાય રહિત એવા ધર્મને પામીને હવે પાપ-દોષથી કોઇપણ પ્રકારે તે ધર્મને વિરાધીશ નહીં હવે શૃંગાર રાગ, વિકારયુક્ત, Page #234 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧, ૨૩૧ અભિલાષાઓની ચેષ્ટા નહીં કરે, ધમોપદેશકને છોડીને કોઈ પુરુષ તરફ પ્રશાંત દષ્ટિથી પણ નજર નહીં કરું.તેની સાથે આલાપ-સંલાપ પણ કરીશ નહીં, ન કહી શકાય તેવા પ્રકારનું મહાપાપકરીને તેનાથી ઉત્પન થયેલ શલ્યની જે પ્રમાણે આલોચના આપી હશે તે પ્રમાણે કરીશ. એમ ભાવના ભાવતા શ્રમણી-કેવલી થઈ. [૧૪૪-૧૪૮] આ પ્રમાણે શુદ્ધ આલોચના આપીને-(પામીને) અનંત શ્રમણીઓ નિઃશલ્ય બની. અનાદિ કાળમાં, હે ગૌતમ! કેવલ પામીને સિદ્ધિ પામી, ક્ષમાવતી-ઇન્દ્રિયોને દમન કરનારી સંતોષી-ઇન્દ્રિયોને જિતનારી-સત્યભાષી-ત્રિવિધે છકાયના. સમારંભથી વિરમેલી- ત્રણે દંડના આશ્રવને રોકનારી-પુરુષકથા અને સંગની ત્યાગીપુરુષ સાથે સંલાપ અને અંગોપાંગ જોવાથી વિરમેલી-પોતાના શરીરની મમતા રહિતમહાયશવાળી- દૂધ્યક્ષેત્ર કાળ ભાવ પરત્વે અપ્રતિબદ્ધ અર્થાત્ રાગ રહિત- સ્ત્રીપણું ગભવિસ્થા અને ભવભ્રમણથી ભયભીત- આવા પ્રકારની ભાવનાવાળી [સાધ્વીઓને. આલોચના આપવી. [૧૪૯-૧૫૧] જેવી રીતે આ શ્રમણીઓએ પ્રાયશ્ચિત કર્યું તેવી રીતે પ્રાયશ્ચિત. કરવું, પણ કોઇએ માયા કે દંભપૂર્વક આલોવવું નહીં. કારણ કે તેમ કરવાથી પાપકર્મની વૃદ્ધિ થાય છે. અનાદિ અનંત કાલથી માયા - દંભ-કપટ દોષથી આલોચના કરીને શલ્યવાળી બનેલી સાધ્વીઓ, હુકમ ઉઠાવવા પડે તેવું સેવક પણે પામીને પરંપરાએ છઠ્ઠી નારકીએ ગયેલી છે. [૧૫-૧૫૩ કેટલીક સાધ્વીઓના નામ કહું છું તે સમજ-જાણ, કે જેમણે આલો ચના કરી છે. પણ (માયા-કપટરૂપ) ભાવ દોષ સેવેલો હોવાથી વિશેષ પ્રકારે પાપકર્મમલથી તેનો સંયમ અને શીલના અંગો ખરડાયેલા છે. તે નિઃશલ્ય પણાની પ્રશંસા કરેલી છે જે ક્ષણવાર પણ પરમ ભાવ વિશુદ્ધિ વગરનું ન હોય. [૧૫૪-૧પપ તેથી હે ગૌતમ ! કેટલીક સ્ત્રીને અતિનિર્મલ ચિત્ત- વિદ્ધિ ભવાંતરમાં પણ થતી નથી, કે જેથી તે નિઃશલ્ય ભાવ પામી શકે... કેટલીક શ્રમણીઓ છ8, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ એમ લગલગાટ ઉપવાસથી શરીર સુકવી નાખે છે તો પણ સરાગ ભાવને આલોચતી નથી-છોડતી નથી. [૧૫૬-૧પ૭]અનેક પ્રકારના વિકલ્પો અપી કલ્લોલ શ્રેણી તરંગોમાં અવગાહન કરનાર, દુઃખે કરીને અવગાહી શકાય- પારશ પામી શકાય તેવા મનરૂપી સાગરમાં વિચરતાને ઓળખવા જાણવા અશકય છે. જેઓના ચિત્ત ૫ સ્વાધીન નથી તેઓ આલોચના કેવી રીતે આપી લઈ શકે? આવા શલ્યવાળાનું શલ્ય જેઓ ઉદ્ધવે છે તેઓ ક્ષણે ક્ષણે વંદનીય છે. [૧૫૮-૧૬o| સ્નેહ-રાગ રહિતપણે, વાત્સલ્યભાવથી, ધર્મધ્યાનમાં ઉલ્લસિત કરનાર, શીલના અંગોતેમજ ઉત્તમ ગુણસ્થાનકોને ધારણ કરનાર, સ્ત્રી અને બીજા અનેક બંધનોથી મુકત, ગૃહ સ્ત્રી વગેરેને કેદખાનું માનનાર, સુવિશુદ્ધ અતિનિર્મલ ચિત્તયુકત અને જે શલ્યરહિત કરે તે મહાયશવાળો પુરુષ દર્શન કરવા યોગ્ય, વંદનીય, તેમજ ઉત્તમ એવા તે દેવેન્દ્રોને પણ પૂજનીય છે. કૃતાર્થી, સંસારિક સર્વ પદાર્થોનો અનાદર કરીને જે ઉત્તર એવા વિરતિ સ્થાનને ધારણ કરે છે. તેઓ દર્શનીય-પૂજનિય છે. [૧૧-૧a] (જે સાધ્વીઓએ શલ્યની આલોચના ન કરી તે કઈ રીતે સંસારના કટુ ફળોને પામી તે જણાવે છે.) આલોચના કરીશ નહીં, શા માટે કરવી? અથવા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મહાનિસીહ-૧૨૧૬૩ સાધ્વી થોડી આલોચના કરે, ઘણાં દોષો ન કહે, સાધ્વીઓએ જે દોષ જોયા હોય તે દોષ જ કહે. હું તો નિરવદ્ય- નિષ્પાપકથી-કહેનારી છે. જ્ઞાનાદિક આલંબનો માટે દોષ સેવવા પડે એમાં શી આલોચના કરવાની ? પ્રમાદ ની ક્ષમાપના માગી લેનાર શ્રમણી, પાપ કરનાર શ્રમણી, બળ-શકિત નથી એવી વાતો કરનાર શ્રમણી, લોકવિરુદ્ધ કથા કરનારી શ્રમણી, “બીજાએ આવું પાપ કર્યું છે તેને કેટલી આલોચના હોય ” એવું કહીને પોતાની આલોચના લેનારી, કોઇની પાસે તેવા દોષનું પ્રાયશ્ચિત સાંભળેલ હોય તે પ્રમાણે કરે પણ પોતાના દોષનું નિવેદન ન કરે તેમજ જાતિ આદિ આઠ પ્રકારના મદથી શકિત થયેલી શ્રમણી...(આવી રીતે શુદ્ધ આલોચના ન લે) [૧૬૪-૧૬૫ જૂઠું બોલ્યા પછી પકડાઈ જવાના ભયે આલોચના ન લે, રસ-ઋદ્ધિશાતા ગારવથી દૂષિત થયેલી હોય તેમજ આવા પ્રકારના અનેક ભાવ દોષો ને આધીન થયેલી, પાપશલ્યોથી ભરપૂર આવી શ્રમણીઓ અનંતા સંખ્યા પ્રમાણ અને અનંતા કાળે થયેલી છે. તે અનંતી શ્રમણીઓ અનેક દુખવાળા સ્થાનમાં ગયેલી છે. [૧૬૬-૧૬૭અનંતી શ્રમણીઓ જે અનાદિ શલ્ય વડે શલ્લિત થયેલી છે. તે ભાવદોષરૂપ એકજ માત્ર શલ્યથી ઉપાર્જન કરેલ ઘોર, ઉઝ-ઉગ્રતર એવા ફળના કડવા ફૂલના વિરસ-રસની વેદનાઓ ભોગવતી આજે પણ પણ નરકમાં રહેલી છે અને હજી ભવિષ્યમાં પણ અનંતા કાળ સુધી તેવા શલ્યથી ઉપાર્જન કરેલા કટુ ફળનો અનુભવ કરશે. માટે શ્રમણીઓએ ક્ષણવાર માટે પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય પણ ધારણ ન કરવું. [૧૬૮-૧૬૯] ધગ ધગ એવા શબ્દ કરતા પ્રજવલિત જ્વાળા પંકિતઓથી આકુળ મહાભયંકર ભારેલા મહાઅગ્નિમાં શરીર સહેલાઇથી બળે છે. અંગારના ઢગલામાં એક કુદકો મારીને ફરી જળમાં, તેમાંથી સ્થળમાં, તેમાંથી શરીર ફરી નથીમાં જાય એવા દુઃખો ભોગવે કે તે કરતા મરવું સારું લાગે. ( [૧૭૦-૧૭૧] પરમાધામી દેવો હથિયારોથી નારકી જીવોના શરીરના નાના નાના ટુકડા કાપે, હંમેશાં તેને સલુકાઇથી અગ્નિમાં હોમે, સખત- તિષ્ણ કરવતથી શરીર ફડાવી તેમાં લૂણ-ઉસ-સાજીખાર ભભરાવે તેથી પોતાના શરીરને અત્યંત શુષ્ક કરી નાંખે તો પણ જીવતા સુધી પોતાના શલ્યને ઉતારવા સમર્થ બની શકતો નથી. [૧૭૨-૧૭૩] જવ-ખાર, હળદર વગેરેથી પોતાનું શરીર લીંપીને મૃતપ્રાય કરવું સહેલું છે. પોતાના હાથે મસ્તક છેદીને ધરી દેવુ એ પણ સહેલું છે. પરંતુ તેવું સંયમ તપ કરવું દુષ્કર છે, કે જેનાથી નિઃશલ્ય બની શકાય. - ૧૭૩-૧૭૮]પોતાના શલ્યથી દુઃખી થયેલો, માયા અને દંભથી કરેલા શલ્યોપાપો છૂપાવતો તે પોતાના શલ્યો પ્રગટ કરલા સમર્થ બની શકતો નથી. કદાચ કોઈ રાજા દુશ્ચરિત્ર પૂછતો સર્વસ્વ અને દેહ આપવા કબુલ થાય. પણ પોતાનું દુશ્ચરિત્ર કહેવા સમર્થ થઈ શકતો નથી. કદાચ રાજા કહે કે તને સમગ્ર પૃથ્વી આપી દઉં પણ તારે તારું દુશ્ચરિત્ર પ્રગટ કરવું. તો પણ કોઈ પોતાનું દુશ્ચરિત્ર કહેવા તૈયાર ન થાય. તેવા સમયે પૃથ્વિીને પણ તૃણ સમાન ગણે-પણ પોતાનું દુશરિત્ર ન કહે. રાજા કહે કે તારું જીવન કાપી નાખું છું માટે તારું દુશ્ચરિત્ર કહે. ત્યારે પ્રાણોનો ક્ષય થાય તો પણ પોતાનું દુશ્ચરિત્ર કહેતા નથી. સર્વસ્વનું હરણ થાય, રાજ્ય કે પ્રાણી જાય તો પણ કોઈ પોતાનું દુશ્ચરિત્ર કહેતા નથી. હું પણ કદાચ પાતાલ-નરકમાં જઇશ પણ મારું દુશ્ચરિત્ર કહીશ નહીં. [૧૭૮-૧૭૯ી જે પાપી-અધમ બુદ્ધિવાળા એક જન્મના પાપ છુપાવનારા કા Page #236 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧, ૨૩૩ પરષો હોય તે સ્વ દુશ્ચરિત્ર ગોપવે છે. તે મહાપુરુષ કહેવાતા નથી. ચરિત્રોમાં સત્યરુષો તે કહેલાં છે કે જેઓ શલ્ય રહિત તપ કરવામાં નલિન હોય. [૧૮૦-૧૮૩] આત્મા પોતે પાપ-શલ્ય કરવાની ઇચ્છાવાળો ન હોય અને અર્ધનિમિષ-આંખના પલકારા કરતાં પણ અડઘો સમય જેટલા કાળમાં અનંતગુણ પાપો ભરાઈ ભાંગી જાય તો નિર્દભ અને માયાવગરના ધ્યાન, સ્વાધ્યાય, ઘોરતા અને સંયમ વડે તે પોતાના પાપોને તે જ ક્ષણે ઉદ્ધાર કરી શકે છે. નિઃશલ્ય પણે આલોચના કરીને, નિંદા કરીને, ગુરૂસાક્ષીએ ગહકિરીને તેવા પ્રકારનું દઢ પ્રાયશ્ચિત કરે જેથી શલ્ય નો છેડો આવી જાય. બીજા જન્મોમાં પૂરતાં પ્રમાણમાં ઉપાર્જન કરેલા અને આત્મામાં દઢપણે ક્ષેત્રીભૂત થયેલા હોય, પરંતુ પલકારાકે અર્ધ પલકારામાં ક્ષણ-મુહૂર્ત કે જન્મ પૂરો થતાં સુધીમાં નકકી પાપ શલ્યનો અંત કરનાર થાય છે. [૧૮૪-૧૮૫] તે ખરેખર સુભટ છે, પુરુષ છે, તપસ્વી છે, પંડિત છે, ક્ષમાવાળો છે, ઈન્દ્રિયોને વશ કરનાર, -સંતોષી છે. તેનું જીવન સફળ છે... તે શૂરવીર છે, પ્રશંસા કરવા લાયક છે. ક્ષણે ક્ષણે દર્શન કરવા લાયક છે કે જેણે શુદ્ધ આલોચના કરવા માટે તૈયાર થઇ, પોતાના અપરાધો ગુરુ પાસે પ્રગટ કરી પોતાના દુશ્રરિત્રને સ્પષ્ટતયા જણાવે છે. [૧૮૬-૧૮૯]હે ગૌતમ ! જગતમાં એવા કેટલાંક પ્રાણીઓ -જીવો હોય છે, જેઓ અર્ધશલ્યનો ઉદ્ધાર કરે અને માયા, લજ્જા, ભય, મોહના, કારણે મૃષાવાદ કરી અર્ધશલ્ય મનમાં ધારી રાખે. હીન સજ્વાળા એવા તેમને તેનાથી મોટુ દુઃખ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન દોષથી તેમના ચિત્તમાં શલ્ય ન ઉદ્ભરવાના કારણે ભાવિમાં નકકી દુઃખી થઈશ તેવો વિચાર થતો નથી. જેમ કોઈના શરીરમાં એક કે બે ધારવાળું, શલ્ય કાંટોવગેરે ઘુસીગયા પછી તેને બહાર ન કાઢે તો તે શલ્ય એક જન્મમાં, એકસ્થાનમાં રહી પીડા આપે અથવા તે માંસરૂપ બની જાય. પણ જે પાપ શલ્ય આત્મામાં ઘુસી જાય તો, જેમ અસંખ્ય ધારવાળું વજ પર્વતને ભેદે તેમ આ શલ્ય અસંખ્યાતા ભવો સુદી સવગને ભેદે. [૧૯૦-૧૯૨] હે ગૌતમ ! એવાપણ કોઈક જીવો હોય છે કે જે લાખો ભાવો સુધી સ્વાધ્યાય-ધ્યાન- ર્યોગથી તેમજ ઘોર તપ અને સંયમ થી, શલ્યોનો ઉદ્ધાર કરીને દુઃખ અને કલેશ થી મુક્ત થયેલા ફરી પણ બમણાં-ત્રણગણાં પ્રમાદ ને કારણે શલ્યથી પૂર્ણ બને છે. વળી ઘણાં જન્માંતરો જાપ ત્યારે તપ વડે બાળી નાખેલાં કર્મવાળો શલ્યોદ્ધાર કરવા માટે સામર્થ્ય મેળવી શકે છે. [૧૯૩-૧૯] એ પ્રમાણે ફરી પણ શલ્યોદ્ધાર કરવાની સામગ્રી કોઈપણ પ્રકારે મેળવીને, જે કોઈ પ્રમાદને વશ થાય છે. તે ભવોભવના કલ્યાણ પ્રાપ્તિના સર્વસાધનો. દરેક પ્રકારે હારી જાય છે. પ્રમાદરૂપી ચોર કલ્યાણની સમૃદ્ધિ લૂંટી જાય છે. હે ગૌતમ ! એવા કોઈક પ્રાણી-જીવો હોય છે કે જે પ્રમાદને આધીન થઈ. ઘોર તપનું સેવ કરતા હોવા છતાં સર્વ પ્રકારે પોતાનું શલ્ય છૂપાવે છે. પણ તેઓ એ જાણતા નથી કે આ શલ્ય તેણે કોનાથી છૂપાવ્યું? કેમકે પાંચ લોકપાલો, પોતાનો આત્મા અને પાંચ ઈન્દ્રિયોથી કઈ પણ ગુપ્ત નથી. સુર અને અસુર સહિત આ જગતમાં પાંચ મોટા લોકપાલ, આત્મા અને પાંચ ઈન્દ્રિયો એ અગિયારથી કંઈ પણ ગુપ્ત નથી. [૧૯૭]હે ગૌતમ ! ચાર ગતિ રૂપ સંસારમાં મૃગજળ સમાન સંસારના સુખથી ઠગાયેલો, ભાવ દોષરૂપ શલ્યથી છેતરાય છે અને સંસારમાં ચારે ગતિમાં ભમે છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ મહાનિસીહ-૧-૨૦૦ [૧૯૮-૨૦૦] આટલું વિસ્તારથી કહેલુંસમજીને દઢ નિશ્ચય અને હૃદયથી ધીરતા. કરવી જોઈએ. તેમજ મહાઉત્તમ સત્વરૂપી ભાલાથી માયા રાક્ષસીને ભેદી નાંખવી જોઈએ. અનેક સરળ ભાવોથી અનેક પ્રકારે માયાને નિર્મથન- વિનાશ કરીને વિનય આદિ અંકુશથી ફરી માન ગજેન્દ્રને વશ કરે, માદેવ- સરળતા રૂપી મુસળ- સાંબેલા વડે સેંકડો વિષયોનો ચૂરો કરી નાખવો તથા ક્રોધ-લોભાદિક મગર મત્સ્યોને દૂરથી લડતા દેખીને તેની નિંદા કરો. ૨૦૧-૨૦૧]કજે ન કરેલ ક્રોધ અને માન, વૃદ્ધિ પામતા માયા અને લોભ એમ ચારે સમગ્ર કષાયો અતિશય દુખે કરીને ઉદ્ધરી શકાય તેવા શલ્યોને આત્મામાં પ્રવેશે ત્યારે ક્ષમાથી-ઉપશમથી ક્રોધને હણે, નમ્રતાથી માનને જીતે, સરળતાથી માયાને અને સંતોષથી લોભને જિતવો...આ પ્રમાણે કષાયોને જિતને જેઓએ સાત ભયસ્થાનો અને આઠ મદસ્થાનોનો ત્યાગ કર્યો છે, તેઓ ગુરુ પાસે શુદ્ધ આલોચના ગ્રહણ કરવા તૈયાર થાય. જે પ્રમાણે દોષ, અતિચાર, શલ્ય લાગેલું હોય તે પ્રમાણે પોતાનું સર્વ દુશ્ચરિત્ર શંકારહિત ક્ષોભપામ્યા સિવાય, ગુરુથી નિર્ભય બનીને નિવેદન કરે.. ભૂતનોવળગાળ થયો હોય અથવા બાળક જેમ અત્યંત સરળતાથી બોલે તેમ ગુરુ સન્મુખ જે પ્રમાણે શલ્યપાપ થયું હોય તે પ્રમાણે બધું યથાર્થ નિવેદન કરે.-આલોચના કરે. [૨૦૬-૨૦૭] પાતાળમાં પ્રવેશ કરીને, પાણીની અંદર જઈને મકાનના અંદરના ગુપ્ત સ્થળમાં, રાત્રે કે અંધકારમાં કે માતાની સાથે પણ જે કર્યું હોય તે બધું અને તે સિવાય પણ અન્ય સાથે પોતાના દુષ્કતો એક વખત કે અનેક વખત જે કંઈ કર્યા હોય તે સર્વે ગુરુ સમક્ષ યથાર્થ કહી જણાવવા જેથી પાપનો ક્ષય થાય. ૨૦૮] ગરુમહારાજ પણ તેને તિર્થંકર પરમાત્માની આજ્ઞાનુસાર પ્રાયશ્ચિત્ કહે, જેથી શલ્ય વગરનો બનીને અસંયમનો પરિહાર કરે. [૨૦૯-૨૧૦]અસંયમને પાપ કહેવાય અને તે અનેક પ્રકારનું જણાવેલ છે. તે આ પ્રમાણે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન પરિગ્રહ. શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એમ પાંચ ઈન્દ્રિયોના વિષયો, ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો, મન-વચન-કાયા એમ ત્રણ દડો. આ પાપોનો ત્યાગ કર્યા સિવાય નિશિલ્ય થઈ શકતો નથી. [૨૧૧]પૃથ્વી અપૂતેલ-વાયુ વનસ્પતિએ પાંચ સ્થાવર, છઠ્ઠા ત્રસ જીવો અથવા નવ-દશકે ચૌદ ભેદે જીવો. અથવા કાયાના વિવિધ ભેદોથી જણાવાતા અનેક પ્રકારના જીવોની હિંસા (ના પાપની આલોચના કરે.) . [૨૧૨] હિતોપદેશ છોડીને સર્વોત્તમ અને પારમાર્થિક તત્ત્વભૂત ધર્મનું મૃષાવચન અનેક પ્રકારનું છે તે મૃષારૂપ સર્વશલ્યની આલોચના કરે.) [૧૩]ઉદ્ગમ ઉત્પાદના, એષણા ભેદોરૂપ આહાર-પાણી વગેરેના બેતાળીશ અને પાંચમાંડલીના દોષથી દુષિત એવા જે ભાજન-પાત્ર ઉપકરણ-પાણી-આહાર તેમજ આ બધું નવકોટી-(મન,વચન, કાયા થી કરણ, કરાવણ, અનુમોદન) વડે અશુદ્ધ હોય તેનો ભોગવટો કરે તો ચોરીનો દોષ લાગે. (તેની આલોચના કરે.). [૨૧૪-૨૧૫ દિવ્યકામ, રતિસુખ જો મન, વચન, કાયા થી કરે-કરાવે અનુમોદ, એમ ત્રિવિધ ત્રિવિધે રતિસુખ માણે અથવા ઔદારિક રતિસુખ મનથી પણ ચિંતવે તોતે અ-બ્રહ્મચારી જાણવો. બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિની જે કોઈ સાધુ કે સાધ્વી વિરાધના કરે અથવા રાગવાળી દષ્ટિ કરે તો તે બ્રહ્મચર્યનું પાપશલ્ય પામે છે. (તેની Page #238 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧, આલોચના કરલી.) [૨૧૬] ગણના પ્રમાણથી વધું ધર્મ-ઉપકારણનો સંગ્રહ કરે, તે પરિગ્રહ. [૨૧૬-૨૧૯]કષાય સહિત ક્રુરભાવથી જે કલુષિત વાણી બોલે, પાપવાળાદોષયુક્ત વચનથી જે જવાબ આપે તે પણ મૃષા-અસત્ય વચન જાણવું. રજ ધૂળથી યુક્ત વગર આપેલું જે ગ્રહણ કરે તે ચોરી. હસ્તકર્મ, શબ્દ આદિ વિષયોનું સેવન તે મૈથુન જે પદાર્થમાં મૂર્છા-લોભ-કાંક્ષાં-મમત્વભાવ થાય તે પરિગ્રહ ઉણોદરી ન કરવી, આકંઠ ભોજન કરવું તે રાત્રિભોજન કહેલું છે. [૨૧૯-૨૨૧] ઈષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ માં રાગ અને અનિષ્ટ શબ્દઆદિમાં દ્વેષ, ક્ષણવાર માટે પણ મુનિ કરે નહીં, ચારે કષાય ચતુષ્ક ને મનમાં જ ઉપશાંત કરી દે, દુષ્ટ મન-વચન-કાયાના દંડોનો પરિહાર કરે, અપ્રાસુક- સચિત્ત પાણીનો પરિભોગ ન કરે- વાપરે નહીં, બીજ-સ્થાવરકાયનો સંઘટ્ટ સ્પર્શ ન કરે.... ૨૩૫ [૨૨૨-૨૨૪]...ઉ૫૨ કહેવાયેલા આ મહાપાપોનો ત્યાગ ન કરે ત્યાં સુધી શલ્ય વગરનો ન થાય. આ મહા-પાપોમાંથી શરીરને માટે એક નાનું-સૂક્ષ્મ પાપ કરે ત્યાં સુધી તે મુનિ શલ્યરહિત ન થાય. તેથી ગુરુ સમક્ષ આલોચના અર્થાત્ પાપો પ્રગટ કરીને, ગુરુ મહારાજે આપેલ પ્રાયશ્ચિત્ કરીને, કપટ-દંભ-શલ્ય વગરનું તપ કરીને જે જે દેવ કે મનુષ્યના ભવોમાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં ઉત્તમ જાતિ, ઉત્તમ સમૃદ્ધિ, ઉત્તમ સિદ્ધિ, ઉત્તમ રૂપ, ઉત્તમ સૌભાગ્ય મેળવે...જો તે ભવે સિદ્ધિ ન પામે તો આ બધી ઉત્તમ સામગ્રી જરૂર પામે. ...એ પ્રમાણે ભગવંતની પાસે જે મેં સાંભળ્યું તે કહું છું. [૨૨૫]અહીં શ્રુતધરોએ કુલિખિતનો દોષ ન આપવો. પણ જે આ સૂત્રની પૂર્વની પ્રતિ લખેલી હતી. તેમાં જ કયાંક શ્લોકાર્ધભાગ, કયાંક પદ-અક્ષર, કયાંક પંક્તિ, કર્યાંક ત્રણ-ત્રણ પાનાઓ એમ ઘણો ગ્રન્થભાગ ખવાઈ ગયેલો હતો. પ્રથમ અધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ અધ્યયનઃ૨ - કર્મવિપાક-પ્રતિપાદન ઉદ્દેશો-૧ :-) [૨૨૬-૨૨૭] હે ગૌતમ ઃ સર્વ ભાવ સહિત નિર્મૂલ શલ્યોદ્ધાર કરીને સમ્યગ્ પ્રકારે આ પ્રત્યક્ષ વિચારવું કે આ જગતમાં જે સંશી હોય અસંશી હોય ભવ્ય હોયકે અભવ્ય હોય પરન્તુ સુખનો અર્થી કોઈ પણ આત્મા તિીં; ઉર્ધ્વ અધો, અહીં તહીં એમ દશે દિશામાં અટન કરે છે. [૨૨૮-૨૨૯] અસંશી જીવો બે પ્રકારના જાણવા, વિકલેન્દ્રી અર્થાત્ એક બે ત્રણ ચાર એટલી ઈન્દ્રિયોવાળા અને એકેન્દ્રિયો, કૃમિ, કુંથુ, માળી એ અનુક્રમે બે ત્રણ ચાર ઈન્દ્રિયોવાળા વિકલેન્દ્રિય જીવો અને પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ સ્થાવર એકેન્દ્રિયો અસંશી જીવો કહેવાય. પશુ, પક્ષી, મૃગો, નારકીઓ, મનુષ્યો, દેવોએ સર્વે, સંશી કહેલા છે. તેમજ તે મર્યાદામાં - સર્વજીવોમાં ભવ્યપણું અને અભવ્યપણું હોય છે. નારકીમાં વિકલેન્દ્રી અને એકેન્દ્રિયપણું હોતું નથી. [૨૩૦-૨૩૧] અમને પણ સુખ થાઓ (એવી ઈચ્છાથી) વિકલેન્દ્રિય જીવોને તાપ લાગતાં છાયડામાં જાય છે અને ઠંડી લાગે તો તડકામાં જાય છે. તો ત્યાં પણ તેમને દુઃખ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ મહાનિસીહ- ૨/૧/૨૩૧ થાય છે. અતિશય કોમલ અંગવાળા તેઓનું તાળવું ક્ષણવાર તાપ કે દાહને અગર ક્ષણવાર ઠંડક વગેરે પ્રતિકૂળતાઓને સહન કરવા સમર્થ થઈ શકતા નથી. [૨૩૨-૨૩૩ મૈથુન વિષયક સંકલ્પ અને તેના રાગથી-મોહથી અજ્ઞાન દોષથી પૃથ્વીકાયાદિક એકેન્દ્રિયમાં ઉત્પન્ન થએલાને દુઃખ કે સુખનો ખ્યાલ આવતો નથી. તે એકેન્દ્રિય જીવોનું અનંતકાળે પરિવર્તન થાય અને તેઓ બેઈન્દ્રિયપણું પામે, કેટલાંક બેઈન્દ્રિયપણું પામતા નથી. કેટલાંક અનાદિ કાળે પામે છે. [૨૩૪] ઠંડી, ગરમી વાયરો વરસાદ વગેરેથી પરાભવ પામેલા મૃગલાઓ, પશુઓ, પક્ષીઓ, સર્પો વગેરે સ્વપ્નમાં પણ આંખના પલકારાના અર્ધભાગની અંદરના સમય જેટલું પણ સુખ મેળવી શકતા નથી. રિ૩પ] કઠોર અણગમતા સ્પર્શવાળી તીક્ષ્ણ કરવત અને તેના સરખા બીજા આકરા હથિયારોથી ચીરાતા; ફડાતા, કપાતા ક્ષણે ક્ષણે અનેક વેદનાઓ અનુભવતા નારકીમાં રહેલા બીચારા નારકોને તો સુખદ ક્યાંથી હોય? [૨૩૬-૨૩૭] દેવલોકમાં અમરતા તો સર્વેની સમાન છે તો પણ ત્યાં એક દેવ વાહન રૂપે બને અને બીજો (અધિક શક્તિવાળો) દેવ તેના ઉપર આરોહણ થાય આવું ત્યાં દુઃખ હોય છે. હાથ પગ તુલ્ય અને સમાન હોવા છતાં તેઓ બળાપો કરે છે કે ખરેખર આત્મ-વૈરી બન્યો. તે સમયે માયા-દંભ કરીને હું ભવ હારી ગયો, ધિક્કાર થાઓ મને, આટલો તપ કર્યો પણ આત્મા ઠગાયો. અને હલકું દેવ પણું પામ્યો. [૨૩૮-૨૪૧] મનુષ્યપણામાં સુખનો અર્થી ખેતી કર્મ સેવા ચાકરી વેપાર શિલ્પકળા નિરંતર રાત દિવસ કરે છે. તેમાં તાપ તડકો વેઠે છે, એમાં તેમને પણ કર્યું સુખ છે? કેટલાક મુખ બીજાના ઘર સમૃદ્ધિ આદિ દેખીને દયમાં બળતરા કરે છે. કેટલાકો બિચારા પેટનો ખાડો પણ પૂરી શકતા નથી. અને કેટલાકની હોય તે લક્ષ્મી પણ ક્ષીણ થાય છે. પુષ્પની વૃદ્ધિ થાયતો યશ કીતિ અને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, જો પુણ્ય ઘટવા માંડે તો યશ કીર્તિ અને સમૃદ્ધિ ઘટવા માંડે છે. કેટલાક પુણ્યવંત લાગલગાટ હજાર વર્ષ સુધી એક સરખું સુખ ભોગવ્યાજ કરે છે, જ્યારે કેટલાક જીવો એક દિવસ પણ સુખ પામ્યા વગર દુઃખમાં કાળ નિર્ગમન કરે છે, કારણકે મનુષ્યોએ પુણ્યકર્મ કરવાનું છોડી દીધું હોય છે. [૨૪૨] આતો જગતના તમામ જીવોનું સામાન્ય પણે સંક્ષેપથી દુઃખ વર્ણવ્યું. હે ગૌતમ? મનુષ્ય જાતિમાં જે દુખ રહેલું છે તે સાંભળ. [૨૪ë દરેક સમયે અનુભવ કરતા સેંકડો પ્રકારે દુખોથી ઉદ્વેગ પામેલા અને કંટાળો પામેલા હોવા છતાં કેટલાંક મનુષ્યો વૈરાગ્ય પામતા નથી. [૨૪-૨í સંક્ષેપથી મનુષ્યોને બે પ્રકારનું દુઃખ હોય છે, એક શારીરિક બીજું માનસિંક, વળી બંનેના ઘોર પ્રચંડ અને મહા રૌદ્ર એવા ત્રણ ત્રણ પ્રકારની હોય છે. એક મુહૂર્તમાં જેનો અંત આવે તે ઘોર દુઃખ કહેલું છે. કેટલાક સમય વચમાં વિશ્રામ-આરામ મળે ઘોર પ્રચંડ દુઃખ કહેવાય. જેમાં વિશ્રાન્તિ વગર દરેક સમયે એક સરખું દુઃખ નિરંતર અનુભવ્યાજ કરવું પડે. તે ઘોર પ્રચંડ મહારૌદ્ર કહેવાય. [૨૪૬] મનુષ્ય જાતિને ઘોર દુખ હોય. તિર્યંચગતિમાં ઘોર પ્રચંડ અને હે ગૌતમ? ઘોર પ્રચંડ મહારૌદ્ર દુઃખ નારકના જીવોનો હોય છે. [૪૭] મનુષ્યને ત્રણ પ્રકારનું દુખ હોય છે. જઘન્ય મધ્યમ ઉત્તમ. તિર્યંચોને જઘન્ય દુઃખ હોતું નથી, ઉત્કૃષ્ટ દુખ નારકોને હોય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-ર, ઉદ્સો-૧ ૨૩૭ [૨૪૮-૨૫૦ મનુષ્યને જે જઘન્ય દુઃખ હોય તે બે પ્રકારનું જાણવું-સૂક્ષ્મ અને બાદર. બીજા મોટા દુઃખો વિભાગ વગરના જાણવા. સમુદ્ઘિ મનુષ્યોને સુક્ષ્મ અને દેવોને વિષે બાદર દુખ હોય છે. મહદ્ધિક દેવોને ચ્યવનકાલ બાદર માનસિક દુઃખ થાય હુકમ ઉઠાવનાર સેવક-આભિયોગિક દેવોને જન્મથી માંડી જીવનના છેડા સુધી માનસિક બાદર દુખી હોય. દેવોને શારીરિક દુઃખ હોતું નથી. દેવતાઓનું વજા સરખું અતિ બલવાન વૈક્રિય હૃદય હોય છે. નહિંતર માનસિક દુઃખથી ૧૦૦ ટૂકડા થઈને તેનું બ્દય ભેદાઈ જાય. [૨૫૧-૨પ૨] બાકીના બે વિભાગ વગરના તે મધ્યમ અને ઉત્તમદુઃખ. આવા દુખો ગર્ભજ મનુષ્યને માટે સમજવા.અસંખ્યાતવર્ષનાં આયુષ્યવાળા યુગલીયાને વિમધ્યમ પ્રકારનું દુઃખ હોય. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યોને ઉત્કૃષ્ટ દુઃખ હોય. [૨૫૩ હવે દુખના અર્થવાળા પર્યાય શબ્દો કહે છે. - અસુખ, વેદના, વ્યાધિ, પીડા, દુઃખ, અનિવૃત્તિ, અણરાગ (બેચેની), અરતિ, કલેશ વગેરે અનેક એકાર્થિક પર્યાય શબ્દો દુખને માટે વપરાય છે. બીજા અધ્યયન નો ઉદ્દેશો -૧-પૂર્ણ (અધ્યયન ૨ ઉસો-૨:-) [૨૫૪] શારિરીક અને માનસિક એવા બે ભેદવાળા દુઃખો જણાવ્યા, તેમાં હવે હે ગૌતમ! એ શારીરિક દુઃખ અતિ સ્પષ્ટપણે કહું છું. તેને તું એકતાથી સાંભળ. રિપપ-૨૬૨] કેશાગ્રનો લાખ ક્રોડમો ભાગ હોય તેટલા માત્ર ભાગને સ્પર્શ કરવામાં આવે તો પણ નિર્દોષવૃત્તિવાળા કુંથુઆના જીવને એટલી બધી તીવ્ર પીડા થાય કે જો આપણને કોઈ કરવતથી કાપે કે Æયને અથવા મસ્તકને શસ્ત્રથી ભેદે તો આપણે થર થર કંપીએ, તેમ કુંથુઆના સર્વ અંગો સ્પર્શ માત્રથી પીડા પામે તેને અંદર અને બહાર ભારી પીડા થાય. તેના શરીરમાં સળવળાટ અને કંપ થવા લાગે, તે પરાધીન વાચા વગરનું હોવાથી વેદના જણાવી શકાતું નથી. પણ ભારેલો અગ્નિ સળગે તેમ તેનું માનસિક અને શારીરિક દુઃખ અતિશય હોય છે. વિચારે છે કે આ શું છે? મને આ ભારે પીડા કરનાર દુખ પ્રાપ્ત થયું છે, લાંબા ઉષ્ણ નિસાસા મૂકે છે. આ દુખનો છેડો ક્યારે આવશે? આ પીડાથી હું ક્યારે છૂટીશ? આ દુઃખના સંકટથી મુક્ત થવા માટે ક્યો પ્રયત્ન કરું? ક્યાં નાસી જાઉં? શું કરું જેથી દુઃખ મટે અને સુખ થાય. શું ખરું ? અથવા શું આચ્છાદન કરું ? શું પથ્ય કરું ? આ પ્રમાણે ત્રણે વર્ગના વ્યાપારના કારણે તીવ્ર મહાદુઃખના સંકટમાં આવી ભરાણોછું સંખ્યાતી આવલિકાઓ સુધી હું કલેશાનુભવ ભોગવીશ, સમજું છું કે આ મને ખણ આવી છે, કોઈ પ્રકારે આ ખણ શાન્ત થશે નહીં. ૨૬૨-૨૫] આ અધ્યવસાયવાળો મનુષ્ય હવે શું કરે છે તે હે ગૌતમ ? તું સાંભળ હવે જો તે કુંથુનો જીવ બીજે ચાલ્યો ગયો ન હોય તો તે ખણજ ખણતા ખણતા પેલા કુંથુના જીવને મારી નાખે છે. અથવા ભીંત સાથે પોતાના શરીરને ઘસે એટલે કુંથુનો જીવ કલેશ પામે યાવતું મૃત્યુ પામે મરતા કુંથુઆ ઉપર ખણતો તે મનુષ્ય નિશ્ચયથી અતિરૌદ્ધ ધ્યાનમાં પડેલો છે. એમ સમજવું જો તે મનુષ્ય આર્ય અને રૌદ્રના સ્વરૂપને જાણનાર હોયતો તેવો ખણનાર શુદ્ધ આર્તધ્યાન કરનારો છે એમ સમજવું. [૨૬] તેમાં જ રૌદ્રધ્યાનમાં વર્તતો હોય તે ઉત્કૃષ્ટ નરકાયુષ બાંધે અને આત Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ મહાનિસીહ– ૨/૨/૨૬૯ ધ્યાનવાળો દુર્ભગપણું, સ્ત્રી પણું, નપુંસકપણું, અને તિયચપણું ઉપાર્જન કરે. [૨૬૭-૨૨૯] કુંથુઆના પગના સ્પર્શથી ઉત્પન થયેલ ખણના દુખથી મુક્ત થવાની અભિલાષાવાળો હાંફળી ફાંફળો મનુષ્ય પછીથી જે અવસ્થા પામે છે તે કહે છે. લાવણ્ય ઉડી ગયું હોય તેવો અતિદીન, શોકમગ્ન ઉદ્વેગવાળો થયેલો. શૂન્યમનવાળો, ત્રસ્ત, મૂઢ, દુઃખથી પરેશાન થએલો, ધીમા, લાંબા નિસાસા નાખતો, ચિત્તની આકુળતાવાળો, અવિશ્રાંત દુઃખના કારણે અશુભ તિર્યંચ અને નારકીને યોગ્ય કર્મ બાંધીને ભવ પરંપરામાં ભ્રમણ કરશે. [૨૭] આ પ્રમાણે કર્મના ક્ષયોપશમથી કુંથુઆના નિમિત્તે ઉત્પન્ન થએલા દુઃખને કોઈ પ્રકારે આત્માને મજબૂત બનાવીને જો ક્ષણવાર સમભાવ કેળવે અને કુંથુ જીવ ને ખણીને નાખે તે મહાકુલેશના દુખથી પાર ઉતરી ગએલો સમજવો. [૨૭૧-૨૭૫] શરણ વગરના તે જીવને કલેશ ન આપી સુખી કર્યો, તેથી અતિશય હર્ષ પામે. અને સ્વસ્થ ચિત્તવાળો થઈ વિચારેમાને કે જે એક જીવને અભયદાન આપ્યું વળી વિચારવા લાગે કે હવે હું નિવૃત્તિ-શાન્તિ પામ્યો. ખણવાથી ઉત્પન્ન થનાર પાપ કર્મના દુઃખને પણ મેં નાશ કર્યું. ખણવાથી અને તે જીવની વિરાધના થવાથી હું મારા મેળે નથી જાણી શકતો કે હું રૌદ્ધ ધ્યાનમાં જાત કે આત ધ્યાનમાં જાત? રૌદ્ર અને આત ધ્યાનથી એ દુખનો વર્ગ ગુણાંક કરતાં કરતાં અનંતાનંત દુઃખ સુધી હું પહોંચી જાત. એક સમયના પણ આંતરા વગરના સતત જેવું રાત્રે તેવું દિવસે એકધારે દુઃખ ભોગવતા ભોગવતા મને વચ્ચે થોડો વિસામો પણ મળત નહિં નરક અને તિર્યંચગતિમાં એવું દુખ સાગરોપમના અને અસંખ્યાતાકાળ સુધી ભોગવવું પડત અને તે સમયે હૃદય રસરૂપ બનીને દુખાગ્નિ વડે જાણે પીગળી જતું હોય તેવું અનુભવત. [૨૭] કુંથુઆનો સ્પર્શ કરીને ઉપાર્જન કરેલા દુઃખ ભોગવવાના સમયે મનમાં એમ વિચાર ઉત્પન્ન થાય કે આ દુખ ન હોય તો સુન્દર, પરન્તુ તે સમયે ચિંતવવું જોઈએ કે આ કુંથુના સ્પર્શથી ઉત્પન્ન થએલ ખણનું દુઃખ મને. કયા હિસાબમાં ગણાય? . [૨૭૭] કુંથવાના સ્પર્શનું કે ખણનું દુઃખ અહિં માત્ર ઉપલક્ષણથી જણાવ્યું. સંસારમાં સર્વને દુઃખતો પ્રત્યક્ષ જ છે. તેનો અનુભવ થતો હોવા છતાં પણ કેટલાક પ્રાણીઓ જાણતા નથી માટે કહું છું. [ [૨૭૮-૨૭૯] બીજા પણ મંહાઘોર દુખો સર્વે સંસારી જીવોને હોય છે. હે ગૌતમ? તે કેટલાંક દુઃખોનું અહિં વર્ણન કરવું ? જન્મ જન્માંતરોમાં માત્ર વાચાથી એટલું જ બોલ્યા હોય કે “હણો મારો” તેટલા વચન માત્રનું જે અહિં ફળ અને પાપકર્મનો ઉદય થાય છે તે કહું છું. [૨૮૦-૨૮૩] જ્યાં જ્યાં તે ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં ઘણા ભવ-વનમાં હંમેશાં મરાતો, પીટાતો, કૂટાતો, હંમેશા ભ્રમણ કરે છે. જે કોઈ પ્રાણીના કે કીડા પતંગીયા વગેરે જીવોના અંગો ઉપાંગો આંખ કાન નાસિકા કેડ હાડકાં પીઠભાગ વગેરે શરીરઅવયવોને ભાંગી નાખે તોડી નાખે, અગર મંગાવી-તોડાવી નંખાવે, અથવા તેમ કરનારને સારો માને તો તે કરેલા કર્મના ઉદયથી ઘાણી-ચક્કી કે તેવા યંત્રમાં જેમ તલ પીલાય તેમ તે પણ ચક્ર કે તેવા યંત્રમાં પીલાશે. આવી રીતે એક-બે -ત્રણ -વીસ -ત્રીસ કે સો હજારલાખ નહીં પણ સંખ્યાતા ભવો સુધી દુખની પરંપરા પ્રાપ્ત કરશે. ૨૮૪-૨૮૬ પ્રમાદ કે અજ્ઞાનથી અગર ઈષ્ય દોષથી જે કોઈ અસત્ય વચન બોલે છે, સામાને અણગમતા અનિષ્ટ વચન સંભળાવે છે, કામદેવના અગર Page #242 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ઉદેસો-ર ૨૩૯ શેઠપણાના અભિમાનથી દુરાગ્રહથી વારંવાર બોલે બોલાવે કે તેની અનુમોદના કરે, ક્રોધથી લોભથી, ભયથી, હાસ્યથી અસત્ય-અણગમતું-અનિષ્ટ વચન બોલે તો તે કર્મના ઉદયથી મૂંગો, ગંધાતા મુખવાળો, મૂર્ખ, રોગી, નિષ્ફળ વચનવાળોદરેક ભવમાં પોતાના જ તરફથી લાઘવ-લઘુપણું, સારા વર્તનવાળો હોવા છતાં દરેક સ્થાને ખોટા. કલંક મેળવનારો વારંવાર થાય છે. [૨૮૭] જીવનિકાયના હિત માટે યથાર્થ વચન બોલાયું હોય તે વચન નિર્દોષ છે, અને કદાચ-અસત્ય હોય તો પણ અસત્યનો દોષ લાગતો નથી. [૨૮૮] એ પ્રમાણે ચોરી આદિના ફળો જાણવા, ખેતી આદિ આરંભના કમ કરીને પ્રાપ્ત કરેલા ધનની આ ભવમાં કે પૂર્વ જન્મમાં કરેલા પાપથી હાનિ થતી દેખાય છે. બીજા અધ્યયનનો બીજો ઉદેશો પૂર્ણ થયો. (અધ્યયન-૨ ઉદેશો-૩:-) [૨૮૮-૨૯૧એ પ્રમાણે મૈથુનના દોષથી સ્થાવરપણું ભોગવીને કેટલાંક અનંતા કાળે મનુષ્ય યોનિમાં આવ્યા. મનુષ્યપણામાં પણ કેટલાની હોજરી મંદ હોવાથી મુશ્કેલીએ આહાર પાચન થાય. કદાચ થોડો અધિક આહાર ભોજન કરે તો પેટમાં પીડા થાય છે. અથવા તો ક્ષણે ક્ષણે તરશ લાગ્યા કરે, કદાચ માર્ગમાં તેનું મૃત્યું થઈ જાય. બોલવાનું બહુ જોઈએ એટલે કોઈ પાસે બેસાડે નહીં, સુખેથી કોઈ સ્થાને સ્થિર બેસી શકે નહિં, મુશ્કેલીથી બેસવાનું થાય. સ્થાન મળે તો પણ કલા વિજ્ઞાન વગરનો હોવાથી કોઈ સ્થાને આવકાર મળે નહિ, પાપના ઉદયવાળો તે બિચારો નિદ્રા પણ પામી શકતો નથી. [૨૯૨-૨૯૩] એ પ્રમાણે પરિગ્રહ અને આરંભના દોષથી નરકાયુષ બાંધીને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમના કાળ સુધી નારકીની તીવ્ર વેદનાઓ ભોગવીને અહીં મનુષ્યભવમાં આવ્યો. અહિં પણ સુધા વેદનાઓથી પીડાય છે. ગમે તેટલું-તૃપ્તિ થાય તેટલું ભોજન કરવા છતાં પણ સંતોષ થતો નથી, પ્રવાસીને જેમ શાંતિ મળતી નથી તેમ આ બિચારો ભોજન કરવા છતાં તૃપ્ત થતો નથી. [૨૯૪-૨૫ ક્રોધાદિક કષાયોના દોષથી ઘો આશીવિષ દ્રષ્ટિવિષ સપપણું પામીને, ત્યારપછી રૌદ્રધ્યાન કરનારો મિથ્યાદ્રષ્ટિ થાય છે, મિથ્યાદ્રષ્ટિવાળા મનુષ્યપણામાં ધૂર્ત, કૂડકપટ પ્રપંચ દંભ વગેરે લાંબો સમય કરીને પોતાના મહત્તા લોકોને જણાવતો અને છળતો તે તિર્યચપણું પામ્યો. [૨૯૬-૨૯૮] અહિંપણ અનેક વ્યાધિ રોગો. દુઃખ અને શોકનું ભોજન બને. દરિદ્રતા અને કજીયાથી પરાભવિત થએલો અનેક લોકોનો તિરસ્કાર પાત્ર બને છે. તેના કર્મના ઉદયના દોષથી નિરંતર ચિંતાથી ગળી રહેલા દેહવાળો ઈષ-વિષાદરૂપ અગ્નિજ્વાલા વડે નિરંતર ધણધણી-બળીરહેલા શરીરવાળા હોય છે. આવા અજ્ઞાનબાળજીવો અનેક દુઃખથી હેરાન-પરેશાન થાય છે. એમાં તેઓના દુશ્ચરિત્રનો જ દોષ હોય છે. એટલે તેઓ અહિં કોના ઉપર રોષ કરે ? [૨૯૯-૩૦૦] આવી રીત વ્રત-નિયમના ભંગથી, શીલના ખંડનથી, અસંયમમાં પ્રવર્તન કરવાથી ઉસૂત્રપ્રરૂપણા મિથ્યામાર્ગની આચરણા-પવતવવાથી. અનેક પ્રકારની પ્રભુ આજ્ઞાથી વિપરીત પણે આચરણા કરવાથી પ્રમાદાચરણ સેવવાથી કંઈક મનથી અથવા કંઈક વચનથી અથવા કાંઈક એકલી કાયાથી કરવાથી, કરાવવાથી અને Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ મહાનિસીહ- ૨/૩/૩૦૧ અનુમોદન કરવાથી, મન-વચન-કાય યોગોના પ્રમાદાચરણ સેવનથી-દોષ લાગે છે. " [૩૦૧] આ લાગેલા દોષોની વિધિવત્ ત્રિવિધે નિંદા, ગહ આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત કર્યા વગર દોષોની શુદ્ધિ થતી નથી. [૩૨] શલ્યસહિત રહેવાથી અનંતી વખત ગર્ભમાં ૧-૨-૩-૪-૫-૬ મહિના સુધી તેના હાડકાં હાથ પગ મસ્તક આકૃતિ બંધાય નહિ, તે પહેલાંજ ગર્ભની અંદર વિલય પામી જાય છે અથતુિ ગર્ભ પીગળી જાય. [૩૦૩-૩૦] મનુષ્ય જન્મ મળવા છતાં તેમાં કોઢ ક્ષય આદિ વ્યાધિવાળો થાય. જીવતો હોવા છતાં પણ શરીરમાં કમીઓ થાય. અનેક માખીઓ શરીર ઉપર બેસે બણમણતી ઉડે, નિરંતર શરીરના ખંડ ખંડ [અંગેઅંગ] સડતા જાયહાડકા ખવાતા જાય વગેરે, એવા દુઃખોથી પરાભવ પામેલો અતિ લજ્જનીય, નીંદનીય, ગહણીય, અને કને ઉગ કરાવનાર થાય નજીકના સંબંધીઓ અને બંધુઓને પણ અણગમતો ઉદ્વેગ કરાવનાર થાય છે. તેવા તેવા અધ્યવસાય પરિણામ વિશેષથી અકામનિર્જરાથી તેઓ ભૂત પિશાચપણું પામે. પૂર્વ ભવોના શલ્યથી તેવા પ્રકારના અધ્યવસાય વિશેષથી ઘણા ભવોના ઉપાર્જન કરેલા કર્મથી દશે દિશામાં દૂરદૂર ફેંકાતો જાય કે જ્યાં આહાર અને જળની પ્રાપ્તિ મુશ્કેલ હોય, શ્વાસ પણ લઈ શકાય નહિ, તેવા વેરાન અરણ્યમાં, જન્મે. [૩૦૭-૩૦૯] કાં તો એક બીજાના અંગ ઉપાંગ સાથે જોડાએલો હોય, મોહ મદિરામાં ચકચૂર બનેલો, સૂર્ય ક્યારે ઉદય અને અસ્ત પામે તેની જેને ખબર પડતી નથી એવા પૃથ્વી ઉપર ગોળાકાર કૃમીપણે ઉત્પન્ન થાય છે. કમીપણાની ત્યાં ભવસ્થિતિ અને કાયસ્થિતિ ભોગવીને કદાપી મનુષ્યપણું મેળવેતો પણ નપુંસકપણે ઉત્પન્ન થાય છે. નપુંસકપણું પામીને અતિ કુર-ધોર-રૌદ્ર પરિણામ વિશેષને વહન કરતો અને તે પરિણામરૂપી પવનથી સળગીને-ફેંકાઈને મૃત્યુ પામે છે અને મરીને વનસ્પતિકાયમાં જન્મ પામે છે. [૩૧૦-૩૧૩] વનસ્પતિપણું પામીને પગ ઉંચે અને મુખનીચે રહે તેવી સ્થિતિમાં અનંતો કાલ પસાર કરતો પણ બેઈન્દ્રિયપણું ના મેળવી શકે વનસ્પતિ પણાની ભવ અને કાયસ્થિતિ ભોગવીને ત્યાર પછી એક, બે, ત્રણ ચાર (પાંચ) ઈન્દ્રિયપણું પામે. પૂર્વે કરેલ પાપ શલ્યના દોષથી તિર્યચપણામાં ઉત્પન્ન થાય તો પણ મહામત્સ્ય, હિંસકપક્ષી, સાંઢ જેવા બળદ સિંહ આદિના ભવ પામે. ત્યાં પણ અત્યંત ક્રૂરતર પરિણામ વિશેષથી માંસાહાર, પંચેન્દ્રિય જીવોનો વધ વગેરે પાપ કર્મ કરવાના કારણે નીચે નીચે એવો ઉતરતો જાય કે સાતમી નારકી સુધી પણ પહોંચી જાય. [૩૧૪-૩૧૫] ત્યાં લાંબા કાળ સુધી તેવા પ્રકારના મહાઘોર દુઃખનો અનુભવ કરીને ફરી પણ કુરતિયચના ભવમાં જન્મ પામીને કુર પાપકર્મ કરીને પાછો નારકીમાં જાય આવી રીતે નરક અને તિર્યંચ ગતિના ભવોનો વારાફરતી પરાવર્તન કરતો એવા પ્રકારના મહા દુઃખો અનુભવ કરતો ત્યાં રહેલો છે કે જે દુઃખોનું વર્ણન ક્રોડો વર્ષે પણ કહેવાને શક્તિમાન ન થઈ શકાય. ૩િ૧-૩૧૮] ત્યાર પછી ગધેડા ઊંટ, બળદ વગેરેના ભવો ભવાન્તરો કરતાં ગાડાનો ભાર ખેંચવા, ભારવહન કરવા, ખીલીવાળી લાકડીના મારની વેદના સહેવી કાદવમાં પગ ખેંચી જાય તેવી સ્થિતિમાં ભાર ખેંચાવો. તાપ તડકા ઠંડી વરસાદના દુઃખો સહેવા, વધ બંધન, અંકન-ચિહ્નો કરવા કાન, નાક-છેદાવા, નિલાંછન, કામ, Page #244 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ઉદેસો-૩ ૨૪૧ સહેવા, ધુંસરામાં જોડાઈને સાથે ચાલવું. પરોણી, ચાબુક, અકુંશ વગેરેથી માર ખાતા ખાતા એકધારું અતિભયંકર દુઃખ, જેવું રાત્રે તેવું દિવસે એમ સર્વકાલ જીવન પર્યન્ત દુઃખ અનુભવવું આ અને તેના જેવા બીજા અનેકાનેક દુઃખસમુહને ચીરકાળ પર્યન્ત અનુભવીને દુઃખથી રીબાતો આર્તધ્યાન કરતો મહામૂશ્કેલીથી પ્રાણોનો ત્યાગ કરે છે. [૩૧૯-૩૨૩ વળી તેવા કાંઈ શુભ અધ્યવસાય વિશેષથી કોઈ પ્રકારે મનુષ્યપણું , મેળવે પરન્તુ હજુ પૂર્વે કરેલા શલ્યના દોષથી મનુષ્યપણામાં આવવા છતાં જન્મથી જ દરીદ્રને ત્યાં જન્મ ધારણ કરે છે. ત્યાં વ્યાધિ ખસ ખણજ વગેરે રોગથી ઘેરાએલો, રહેછે અને સર્વ લોકો તેને ન જોવામાં કલ્યાણ માનનારા થાય છે. અહીં લોકોની લક્ષ્મી હરણ કરી લેવાની દ્રઢ મનોભાવના કરતો દયમાં બળ્યા કરે છે. જન્મ સફળ કર્યા વગર પાછો મૃત્યુ પામે અધ્યવસાય વિશેષને આશ્રીને ફરી પણ તેવા પૃથ્વી આદિ સ્થાવરકાયમાં ભમે, અથવા તો બે ત્રણ ચાર પાંચ ઈન્દ્રિયવાળા ભવમાં તેવા પ્રકારનું અતિરોદ્ર ઘોર ભયંકર મહાદુઃખ ભોગવતા ભોગવતા ચારે તિરૂપ સંસાર અટવીમાં દુલ્સહ વેદના અનુભવતો (હે ગૌતમ!) તે જીવ સર્વયોનિમાં ભવ અને કાયસ્થિતિ ખપાવતા ભમ્યા કરે છે. [૩૨૪] જે આગળ એક વખત પૂર્વભવમાં શલ્ય કે પાપનો દોષ સેવેલો તે કારણે ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં અને દરેક ભવમાં જન્મમરણ, ઘણાવ્યાધિ, વેદના, રોગ, શોક, દરીદ્રતા, કજીયા, ખોટાકલંક પામવા, ગર્ભાવાસ આદિના દુઃખો રૂ૫ અગ્નિમાં ભડકે બળતાં બિચારો “શું પામી શકતો નથી” તે જણાવે છે. --- નિવણ ગમન યોગ્ય આનંદ મહોત્સવ સ્વરૂપ, સામર્થ્યયોગ, મોક્ષ મેળવી આપનાર અઢારહારશીલાંગ રથ અને સર્વ પાપરાશિ તથા આઠ પ્રકારના કર્મોના વિનાશ માટે સમર્થ એવો અહિંસાના. લક્ષણવાળો વીતરાગ સર્વજ્ઞકથિત ધર્મ અને બોધિ, સમ્યકત્વ પામી શકતો નથી.” [૩૨૫-૩ર૭] પરિણામ વિશેષને આશ્રીને કોઈક આત્મા લાખો પુદ્ગલ પરીવર્તનના અતિલાંબા કાળ પછી મહામુશ્કેલીથી બોધિ, પ્રાપ્ત કરે. આવું અતિદુર્લભ સર્વદુઃખનો ક્ષય કરનાર બોધિરત્ન પ્રાપ્ત કરીને જે કોઈ પ્રમાદ કરેતે ફરી તેવા પ્રકારનો પૂર્વે જણાવેલી તે તે યોનિઓમાં તે જ ક્રમે તે જ માર્ગે જાય અને તેવાજ દુઃખનો અનુભવે. [૩૨૮-૩૨૯] એ પ્રમાણે સર્વપુદ્ગલોના સર્વ પર્યાયો સર્વ વર્માન્તરો સર્વ ગંધપણે રસપણે સ્પર્શપણે સંસ્થાનપણે પોતાના શરીરપણે પરિણામ પામે, ભવસ્થિતિ અને કાયસ્થિતિના સર્વભાવો લોકને વિષે પરિણામાંતર પામે, તેટલા પુદ્ગલ પરાવર્તન કાળ સુધીમાં બોધિ પામે કે ન પણ પામે. [૩૩૦-૩૩૧] એ પ્રમાણે વ્રત નિયમનો ભંગ કરે, વ્રત નિયમ ભંગ કરનારની ઉપેક્ષા કરે, તેને સ્થિર ન કરે, શીલ ખંડન કરે, અગર શીલ ખંડન કરનારની ઉપેક્ષા કરે, તેમ સંયમ વિરાધના કરે કે સંયમ વિરાધક તેની ઉપેક્ષા કરે, ઉન્માર્ગનું પ્રવર્તન કરે અને તેમ કરતાં ન રોકે, ઉસ્ત્રનું આચરણ કરે અને છતે સામર્થ્ય તેમ કરતાં ન રોકે અગર ઉપેક્ષા કરે તે સર્વે આગળ વર્ણવેલ ક્રમે ચારે ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. [૩૩૨-૩૩૩] સામો માણસ રોષાયમાન થાય કે તોષાયમાન થાય ઝેર ખાઈને મરણની વાતો કરતો હોય કે ભય બતાવતો હોય તો પણ હંમેશા સ્વપક્ષને ગુણ કરનાર પોતાને તથા બીજાને હિત થાય તેવી જ ભાષા બોલવી જોઈએ.” આમ હિતકારી વચન બોલનાર બોધ મેળવે. મેળવેલા બોધિને નિર્મલ કરે. [૩૩૩-૩૩૫] ખુલ્લા આશ્રવ ધારવાળા જીવ પ્રકૃતિ સ્થિતિ પ્રદેશ અને રસથી [ 161 Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ મહાનિસીહ – ૨/૩/૩૩૫ કર્મની ચીકાશવાળા બનેછે. તેવો આત્મા કર્મનો ક્ષય કે નિર્જરા કરી શકે. આવી રીતે ઘોર આઠ કર્મના મળમાં સપડાએલા સર્વ જીવોને દુઃખથી છૂટકારો કેવી રીતે થાય ? પૂર્વ દુષ્કૃત્ય પાપકર્મ કર્યા હોય, તે પાપનું પ્રતિક્રમણ ન કર્યું હોય એવા પોતે કરેલા કર્મ ભોગવ્યા સિવાય અગર ઘોર તપનું સેવન કર્યા સિવાય તે કર્મથી મૂક્ત થઈ શકાતું નથી. [૩૩૬-૩૩૭] સિદ્ધાત્માઓ, અયોગી, અને શૈલેશીકરણમાં રહેલા સિવાયના તમામ સંસારી આત્માઓ દરેક સમયે કર્મબાંધે છે, કર્મ બંધ વગરનો કોઈ પ્રાણી નથી. શુભઅધ્યવસાયથી શુભકર્મ, અશુભઅધ્યવસાયથી અશુભકર્મબંધ, તીવ્રતઃ પરિણામથી તીવ્રતર રસસ્થિતિવાળા અને મંદપરિણામથી મંદરસ અને ટૂંકી સ્થિતિવાળા કર્મ ઉપાર્જે. [૩૮] સર્વ પાપકર્મોને એકઠા કરવાથી જેટલો રાસિઢગલો થાય, તેને અસંખ્યાત ગુણા ક૨વાથી જેટલું કર્મનું પરિમાણ થાય તેટલા કર્મ, તપ, સંયમ, ચારિત્રના ખંડન અને વિરાધના કરવાથી તથા ઉત્સૂત્ર માર્ગની પરૂપણા, ઉત્સૂત્ર માર્ગની આચરણા અને તેની, ઉપેક્ષા કરવાથી ઉપાર્જન થાય છે. [૩૩૯] જો સર્વ દાનાદિ સ્વ- પર હિત માટે આચરવામાં આવેતો અ-પરિમિત મહા, ઉંચા, ભારી, આંતરા વગરનો ગાઢ પાપકર્મોનો ઢગલો પણ ક્ષય પામે. અને સંયમ તપના સેવનથી લાંબા કાળના સર્વ પાપકર્મોનો વિનાશ થાય. [૩૪૦-૩૪૪] જો સમ્યકત્વની નિર્મલતા સહિત કર્મ આવવાના આશ્રવચારો બંધ કરીને જ્યારે જ્યાં અપ્રમાદી બને ત્યારે ત્યાં બંધ અલ્પ કરે અને ઘણી નિર્જરા કરે. આશ્રવદ્વારો બંધ કરીને જ્યારે પ્રભુની આજ્ઞાનું ખંડન ન કરે તેમજ જ્ઞાન દર્શન ચારિત્રમાં દૃઢ બને ત્યારે પહેલાના બાંધેલા સર્વ કર્મ તે ખપાવી નાખે અને અલ્પસ્થિતિવાળા કર્મ બાંધે, ઉદયમાં ન આવેલા હોય તેવા તેવા કર્મ પણ ઘોર ઉપસર્ગપરિષહો સહન કરીને ઉદીરણા કરી તેનો ક્ષય કરે અને કર્મ ઉપર જ્ય મેળવે. આ પ્રમાણે આશ્રવના કારણોને રોકીને સર્વ આશાતના ત્યજીને સ્વાધ્યાય ધ્યાન યોગોમાં તેમજ ધીર વીર એવા તપમાં લીન બને, સંપૂર્ણ સંયમ મન વચન કાયાથી પાલન કરે ત્યારે ઉત્કૃષ્ટ બંધ ન કરે અને અનંત ગુણકર્મની નિર્જરા કરે. [૩૪૫-૩૪૮] સર્વ આવશ્યક ક્રિયામાં ઉદ્યમવન્ત બનેલાં, પ્રમાદ, વિષય, રાગ, કષાય આદિના આલંબન રહિત બાહ્યઅભ્યન્તર સર્વ સંગથી મુક્ત, રાગદ્વેષમોહથી સહિત, નિયાણા વગરનો જ્યારે થાય, વિષયોના રાગથી નિવૃત્ત થાય, ગર્ભ પરંપરાથી ભય પામે, આશ્રવ દ્વારોનો રોધ કરીને ક્ષમાદિ યતિધર્મ અને યમનિયમાદિમાં રહેલો હોય, તે શુક્લ ધ્યાનની શ્રેણીમાં આરોહણ કરી શૈલેશીકરણ પ્રાપ્ત કરે છે, ત્યારે લાંબા કાળથી બાંધેલું સમગ્ર કર્મ બાળીને ભસ્મ કરે છે, નવું અલ્પ કર્મ પણ બાંધતો નથી. ધ્યાનયોગની અગ્નિમાં એકદમ પાંચ હ્રસ્વાક્ષર બોલાય તેટલા ટૂંકા કાળમાં ભવ સુધી ટકનારા સમગ્ર કર્મને બાળીને ભસ્મ કરી નાખે છે. [૩૪૯-૩૫૦] આ પ્રમાણે જીવના વીર્ય અને સામર્થ્ય યોગે પરંપરાથી કર્મ કલંકના કવચથી સર્વથા મુક્ત થયેલા પ્રાણીઓ એક સમયમાં શાશ્વત, પીડા વગરનું રોગ, વૃદ્ધાવસ્થા, મરણથી રહિત, જેમાં કોઈ દિવસ સુખ કે દારિદ્ર જોવાતું હોય નહિ. હંમેશા આનંદ અનુભવાય તેવા સુખવાળું શિવાલય મોક્ષસ્થાન પામે છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ઉસો-૩ ૨૪૯. [૩પ૧-૩પ૩] હે ગૌતમ? એવા પણ પ્રાણીઓ હોય છે કે જેઓ આસ્રવ દ્વારોને બંધ કરીને ક્ષમાદિ દશવિધ સંયમ સ્થાન આદિ પામેલા હોય તો પણ દુઃખ મિશ્રિત સુખ પામે છે. માટે જ્યાં સુધી સમગ્ર આઠે કમ ઘોરતપ અને સંયમથી નિમૂલ-સર્વથા બાળી નાખ્યા નથી. ત્યાં સુધી જીવને સ્વપ્ન પણ સુખ હોઈ શકતું નથી. આ જગતમાં સર્વ જંતુઓને બીલકુલ વિશ્રાન્તિ વગરનું દુઃખ સતત પણે ભોગવવાનું હોય છે. એક સમય એવો નથી કે જેમાં આ જીવે આવેલું દુઃખ સમતા પૂર્વક સહન કર્યું હોય. [૩પ૪૩પપ] કુંથુઆના જીવનું શરીર કેવડું? હે ગૌતમ તે તું “”વિચાર નાનામાં નાનું અને તેનાથી પણ વધારે નાનું તેનાથી પણ ઘણું અલ્પ તેમાં કુંથું. આનો પગ કેવડો ? પગની અણીતો એક માત્ર નાનામાં નાનો ભાગ, તેનો પણ ભાગ જો આપણા શરીરને સ્પર્શે કે કોઈના શરીર ઉપર તે ચાલે તો પણ આપણને દુઃખનું કારણ બને. લાખો કુંથુઆના શરીરોને એકઠા કરી નાના કાંટાથી તોલ-વજન કરી એનો પણ એક પલ (મિલિગ્રામ) ન થાય, તો એક કુથેનું શરીર કેટલું માત્ર હોય? એવા બારીક એક કુંથુઆના પગની અણીના ભાગના સ્પર્શને સહન કરી શકતો નથી અને પાદાગ્ર ભાગના સ્પર્શથી આગળ કહી ગયા તેવી અવસ્થા જીવો અનુભવે છે. તો હે ગૌતમ? તેવા દુઃખ સમયે કેવી ભાવના ભાવવી તે સાંભળ. [૩૫-૩૬૫] કુંથુ સરખું ઝીણું પ્રાણી મારા મલીન શરીર ઉપર ભ્રમણ કરે, સંચાર કરે, ચાલે તો પણ તેનો ખણીને વિનાશ ન કરે પરન્તુ રક્ષણ કરે આ કાંઈ હંમેશાં અહિં વાસ કરવાનો નથી, કે લાંબો સમય રહેવાનો નથી. એક ક્ષણમાં ચાલ્યો જશે, બીજો ક્ષણ નહિ રહે. કદાચ બીજા ક્ષણમાં ન ચાલ્યો જાયતો હે ગૌતમ ? આ પ્રમાણે ભાવના ભાવવી કે આ કુંથુ રાગથી નથી વસ્યો, કે મારા ઉપર તેને દ્વેષ નથી થયો, ક્રોધથી, મત્સરથી, ઈર્ષાથી, વૈરથી મને ડંખ નથી મારતો કે ક્રીડા કરવાની ઇચ્છાથી મને કરડતો નથી કુંથુ વૈર ભાવથી કોઈનાં શરીર ઉપર ચડતો નથી તે તો ગમે તેના શરીર ઉપર અમસ્તો જ ચડી જાય છે. વિકલેન્દ્રિય હોય, બાળક હોય, બીજા કોઈ પ્રાણી હોય, તે સળગતા અગ્નિ અને વાવડીના પાણીમાં પણ પ્રવેશ કરે. તે કદાપિ એમ ન વિચારે કે આ મારો પૂર્વનો વૈરી છે અથવા મારો સંબંધી છે માટે આત્માએ એમ વિચારવું કે આમાં મારી અશાતાના-પાપનો ઉદય આવ્યો છે. આવા જીવો પ્રત્યે મેં કંઈ અશાતા નું દુઃખ કર્યું હશે પૂર્વભવમાં કરેલા પાપ કર્મના ફળ ભોગવવાનો અથવા તે પાપના પુજનો છેડો લાવવા માટે મારા આત્માના હિત માટે આ કયું તિર્જી, ઉર્ધ્વ, અધો, દિશા અને વિદિશામાં મારા શરીર ઉપર આમ તેમ ફરે છે. આ દુઃખને સમભાવથી સહન કરીશ તો મારા પાપકર્મનો છેડો આવશે કદાચ કુંથુને શરીર પર ફરતા ફરતા મહાવાયરાનો ઝપાટો લાગ્યો તો તે કુંથુને શારીરિક દુસ્સહ દુઃખ અને રૌદ્ર અને આત ધ્યાનનું મહાદુઃખ વૃદ્ધિ પામે. આવા સમયે વિચારવું કે આ કથુઆના સ્પર્શથી તને નામનું દુઃખ ઉત્પન્ન થયું છે તે પણ તારાથી સહન કરી શકાતું નથી અને આર્ત રૌદ્ર ધ્યાનમાં ચાલ્યો જાય છે તો તે દુઃખના કારણે તું શલ્યનો આરંભ કરીને મનોયોગ, વચનયોગ, કાયયોગ સમય આવલિકા મુહૂર્ત સુધી શલ્યવાળો થઈશ અને તેથી તેનું ફળ તારે એકદમ લાંબા કાળ સુધી વેઠવું પડશે તે વખતે તેવા દુઃખો તું શી રીતે સહન કરીશ? [૩૬] તે દુઃખો કેવા હશે? ચારે ગતિ અને ૮૪ લાખ યોનિસ્વરૂપ અનેક ભવો અને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ મહાનિસીહ – ૨/૩/૩૬૬ ગર્ભવાસ સહન કરવા પડશે, જેમાં રાત્રિ દિવસના દરેક સમયે સતત ઘોર પ્રચંડ મહા ભયંકર દુઃખ સહન કરવું પડશે હાહા-અરેરે-મરીગયો રે એમ આક્રન્દ કરવું પડશે. [૩૬૭] ના૨ક અને તિર્યંચગતિમાં કોઈ રક્ષણ કરનાર કે શરણભૂત થતા નથી. બિચારા એકલા-પોતાના શરીરને કોઈ સહાય કરનાર મળે નહિ, ત્યાં કડવા અને આકરા વિરસ પાપના ફ્ળો ભોગવવા પડે. [૩૬૮] નારકીઓ તલવારની ધા૨ સરખા પત્રવાળા વૃક્ષોના વનમાં છાયડાની ઇચ્છાથી જાયતો પવનથી પાંદડા શરીર પર પડે એટલે શરીરના ટૂકડા થાય. લોહી પ ચરબી કેશવાળા દુર્ગંધમારતા પ્રવાહવાળી વૈતરણીનદીમાં તણાવાનું, યંત્રોમાં પીલાવાનું કરવતથી કપાવાનું. કાંટાળાશાલ્મલીવૃક્ષ સાથે આલિંગન, કુંભીમાં રંધાવાનું, કાગડા આદિ પક્ષીઓની ચાંચનાબટકા સહન કરવાનું સિંહ વગેરે જાનવરોના ફાડીખાવાના દુઃખો અને તેવા અનેક દુઃખો નરકગતિમાં પરાધીન પણે ભોગવવા પડે. [૩૬૯-૩૭૦] તિર્યંચોને નાક કાન વિંધાવાનું, વધ, બંધન, આક્રંદન કરતા જાનવરના શરીરમાંથી માંસ કાપે, ચામડી ઉતારે, હળ ગાડાને ખેંચવા, અતિભાર વહન કરવા, અણીયાળી ધારવાળી પરોણી ભોંકાવાનું, ભૂખ તરશનું, લોહની કઠણ નાળ પગમાં ખીલીથી જડી છે, બળાત્કારથી બાંધી શસ્ત્રથી અગ્નિના ડામ આપી અંકિત કરે. બળતરા ઉત્પન્ન કરનાર પદાર્થોના અંજન આંખમાં આંજે, વગેરે પરાધિનપણાના નિર્દયતાથી અનેક દુઃખો તિર્યંચના ભવમાં ભોગવવા પડે. [૩૭૧] કુંથુઓના પગના સ્પર્શથી ઉત્પન્ન થએલ ખણનું દુઃખ તું અહિં સહન ક૨વા સમર્થ બની શકતો નથી તો પછી ઉપર કહેલા નરક તિર્યંચગતિના અતિ ભયંકર મહાદુઃખો આવશે ત્યારે તેનો નિસ્તાર-પાર કેવી રીતે પામીશ ? [૩૭૨-૩૭૪] નારકી અને તિર્યંચના દુઃખો તથા કુંથુઆના પગના સ્પર્શનું દુઃખ એ બંને દુઃખનો અંતરો કેટલા છે ? તો કહે છે મેરુ પર્વતના પરમાણુ ઓને અનંતગુણા કરીએ તો એક પરમાણું જેટલું પણ કુંથુના પગના સ્પર્શનું દુઃખ નથી. આ જીવ ભવની અંદર લાંબા કાળથી સુખની આકાંક્ષા કરી રહેલા છે. તેમાં પણ તેને દુઃખની પ્રાપ્તિ થાય છે. વળી ભૂતકાળના દુઃખોનું સ્મરણ કરતાં તે અત્યંત દુઃખી થાય છે. આ પ્રમાણે ઘણા દુઃખના સંકટમાં રહેલો લાખો આપદાઓથી ભરપૂર એવા સંસારમાં પ્રાણી વસેલો છે. તેમાં અણધાર્યું મધુબિન્દુ પ્રાપ્ત થઈ જાયતો મળેલું સુખ કોઈ જતું ન કરે, પરંતુ.... [૩૭૫] .જે આત્મા પથ્ય અને અપથ્ય, કાર્ય અને અકાર્ય, હિત અને અહિત, સેવ્ય -અસેવ્ય અને આચરણીય અને અનાચરણીયના તફાવતનો વિવેક કરતો નથી, (ધર્મ અને અધર્મને જાણતો નથી) તે બિચારા આત્માની ભાવીમાં કેવી સ્થિતિ થાય ? [૩૭૬] માટે આ સર્વ હકિકત સાંભળીને દુઃખના અંતની શોધ કરનારે સ્ત્રી, પરિગ્રહ અને આરંભનો ત્યાગ કરીને સંયમ અને તપની આસેવના કરવી જોઈએ. [૩૭૭-૩૮૪] જુદા આસને બેઠેલી, શયનમાં સુતેલી હોય, અવળું મુખ કરીને રહેલી હોય, અલંકારો પહેરેલા હોય કે પહેરેલા ન હોય, પ્રત્યક્ષ ન હોય પણ ચિત્રમાં ચિત્રેલી હોય, તેવીને પણ પ્રમાદથી દેખે તો દુર્બલ મનુષ્યને આકર્ષણ કરે છે. અર્થાત્ દેખીને રાગ થયા સિવાય રહેતો નથી. માટે ઉનાળા સમયના મધ્યાહ્નના સૂર્યને દેખીને જેમ દૃષ્ટિ બીડાઈ જાય, તેમ સ્ત્રીના ચિત્રામણવાળી ભીંત કે સારી સારી અલંકૃત Page #248 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ઉદ્દેસો-૩ ૨૪૫ થએલી સ્ત્રીને દેખીને નજર તરત ખેંચી લેવી. કહેલું છે કે હાથ પગ જેના કપાઈ ગયા હોય, કાન નાક હોઠ છેદાઈ ગયા હોય, કોઢ રોગના વ્યાધિથી સડી ગએલી હોય. તેવી સ્ત્રીને પણ બ્રહ્મચારી પુરૂષ ઘણે દુરથી ત્યાગ કરે. ઘરડી ભાર્યા કે જેના પાંચે અંગોમાંથી શૃંગાર ઝરતો હોય તેવી યૌવના, મોટીવયની કુમારી કન્યા, પરદેશ ગએલી પતિવાળી, બાલવિધવા તથા અંતઃપુરની સ્ત્રી સ્વમત-પરમતના પાખંડ ધર્મને કહેનારી, દીક્ષિત, સાધ્વી, વેશ્યા અથવા નપુંસક એવા વિજાતીય મનુષ્ય હોય, એટલું જ નહિં પરંતુ તિર્યંચ કુતરી, ભેંશ, ગાય, ગધેડી, ખચરી, બોકડી, ઘેટી પત્થરની ઘડેલી સ્ત્રીની મૂર્તિ હોય વ્યભિચારી સ્ત્રી, જન્મથી રોગી સ્ત્રી. આવા પ્રકારની પરિચીત હોય કે અજાણી સ્ત્રી હોય. ગમે તેવી હોય, અને રાત્રે જ્યાં આવ જાવ કરતી હોય, દિવસે પણ એકાન્ત સ્થળમાં હોય તેવા નિવાસ સ્થાનને ઉપાશ્રયને, વસતિને સર્વ ઉપાયથી અત્યંત પણે અતિશય દુરથી બ્રહ્મચારી પુરુષ ત્યાગ કરે. [૩૮૫] હે ગૌતમ ? તેમની સાથે માર્ગમાં સહવાસ –સંલાપ-વાતચીત ન કરવી, તે સિવાયની બાકીની સ્ત્રીઓ સાથે અધક્ષણ પણ વાર્તાલાપ ન કરવો. સાથે ન ચાલવું. ન ન [૩૮૬] હે ભગવંત ? શું સ્ત્રી તરફ સર્વથા નજ૨ ન જ કરવી ? હે ગૌતમ ? ના, સ્ત્રી તરફ નજર ન કરવી કે ન નીહાળવી હે ભગવંત ! ઓળખીતી હોય, વસ્ત્રાલંકારથી વિભૂષિત થએલી હોય તેવી સ્ત્રીને ન જોવી કે વસ્ત્રાલંકાર રહિત હોય તેને ન જોવી ? હે ગૌતમ ? બંને પ્રકારની સ્ત્રીને ન દેખવી. હે ભગવંત ! શું સ્ત્રીઓ સાથે આલાપ-સંલાપ પણ ન ક૨વો ? હે ગૌતમ ? ના, સ્ત્રીઓ સાથે વાર્તાલાપ ન કરવો. હે ભગવંત ! સ્ત્રીઓ સાથે અર્ધક્ષણ પણ સંવાસ ન કરવો ? હે ગૌતમ ? સ્ત્રીઓ સાથે ક્ષણાર્ધપણ સંવાસ ન ક૨વો. હે ભગવંત ! શું માર્ગમાં સ્ત્રીઓની સાથે ચાલી શકાય ખરું ? હે ગૌતમ ! એક બ્રહ્મચારી પુરૂષ એકલી સ્ત્રી સાથે માર્ગમાં ચાલી શકે નહિ. [૩૮૭] હે ભગવંત ! આપ એમ શા માટે કહો છો કે - સ્ત્રીના મર્મ અંગોપાંગ તરફ નજર ન કરવી, તેની સાથે વાતો ન કરવી, તેની સાથે વસવાટ ન કરવો, તેની સાથે માર્ગમાં એકલા ન ચાલવું ? હે ગૌતમ ? સર્વ સ્ત્રીઓ સર્વ પ્રકારે અત્યંત ઉત્કટ મદ અને વિષયાભિલાષના રાગથી ઉત્તેજિત બનેલી હોયછે. સ્વભાવથી તેનો કામાગ્નિ નિરંતર સળગતો જ હોય છે. વિષયો તરફ તેનું ચંચળ ચિત્ત દોડતું જ હોય છે. તેના હૃદયમાં હંમેશા કામાગ્નિ પીડા આપતોજ હોય છે, સર્વદિશા અને વિદિશાઓમાં તે વિષયોની પ્રાર્થના કરે છે. તેથી સર્વ પ્રકારે પુરૂષનો સંકલ્પ અને અભિલાષ કરનારી હોય છે. તે કારણે જ્યાં સુંદર કંઠથી કોઈ સંગીત ગાયતો તે કદાચ મનોહર રૂપવાળો કે કદ્રુપ હોય, નવીનતાજા યૌવનવાળો કે વીતી ગએલા યૌવનવાળો હોય. પહેલા જોએલો હોય કે ન જોએલ હોય. ઋદ્ધિવાળો કે વગરનો હોય, નવીન સમૃદ્ધિ મેળવી હોયકે ન મેળવેલી હોય, કામભોગોથી, કંટાળેલો હોયકે વિષયો મેળવવાની અભિલાષાવાળો હોય, વૃદ્ધ દેહવાળો કે મજબૂત શરીર બાંધાવાળો હોય, મહાસત્વશાળી હોય કે હીન સત્વવાળો હોય, મહાપરાક્રમી હોય કે કાયર હોય, શ્રમણ હોયકે ગૃહસ્થ હોય, બ્રાહ્મણ હોય કે નિન્દ્રિત અધમ-હીન-નીચ-જાતિવાળો હોય ત્યાં પોતાની શ્રોત્રેન્દ્રિયના ઉપયોગથી, ચક્ષુ-ઈન્દ્રિયના ઉપયોગથી રસનેન્દ્રિયના ઉપયોગથી, ધ્રાણેન્દ્રિયના ઉપયોગથી સ્પર્શેન્દ્રિયના ઉપયોગથી તરત જ વિષય પ્રાપ્તિ માટે તર્ક, વિતર્ક, વિચાર અને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ મહાનિસીહ– ર/૩૩૮૭ એકાગ્રચિત્તવાળી બનશે. એકાગ્રચિત્તવાળી થતાં તેનું ચિત્તક્ષોભાયમાન થશે, વળી ચિત્તમાં મને આ મળશે કે નહિં મળશે ? એવી દ્વીધામાં પડશે. ત્યાર પછી શરીરે પરસેવો છૂટશે. ત્યાર પછી આલોક-પરલોકમાં આવી અશુભ વિચારણાથી નુકશાન થશે. તેના વિપાકો મારે ઓછાવત્તા પ્રમાણમાં ભોગવવા પડશે તે વાત તે સમયે તેના મગજમાંથી ભૂંસાઈ જાય છે. જેવી આ અને પરલોકના કડવા ફલવિપાક મારે ભોગવવા પડશે એ વાત વિસરાઈ જાય ત્યારે લજ્જા, ભય, અપયશ, અપકીર્તિ, મયદાનો ત્યાગ કરીને ઊંચાસ્થાનથી નીચા સ્થાને બેસી જાય છે. એટલામાં ઊંચા સ્થાનેથી નીચેસ્થાને પરિણામની અપેક્ષાએ હલકા પરિણામવાળો તે સ્ત્રીનો આત્મા થાય છે. તેટલામાં અસંખ્યાતા સમયો અને આવલિકાઓ વીતી જાય છે. જેટલામાં અસંખ્યાતા સમય અને આવલિકાઓ ચાલી જાય છે. તેટલામાં પ્રથમ સમયથી જે કર્મની સ્થિતિ બંધાય છે. અને બીજે સમયે ત્રીજા સમયે એ પ્રમાણે દરેક સમયે ભાવતું સંખ્યાતા સમય, અસંખ્યાતા સમયો, અનંત સમયો ક્રમશઃ પસાર થાય છે. ત્યારે આગળ આગળના સમયે સમયે સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ, અનંતગુણ, કર્મની સ્થિતિ એકઠી કરે છે. યાવતુ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી પસાર થાય ત્યાં સુધી નારકી અને તિર્યંચ બંને ગતિઓને વિષે ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિ ઉપાર્જન કરે. આ પ્રમાણે સ્ત્રીવિષયક સંકલ્પાદિક યોગે ક્રોડો લાખ ઉત્સર્પિણી અવસર્પિણી સુધી ભોગવવા પડે તેવા નરક-તિર્યંચને લાયક કમસ્થિતિ ઉપાર્જન કરે. ત્યાંથી નીકળ્યા પછી ભવનાન્તરમાં કેવી સ્થિતિ અનુભવવી પડે છે તે જણાવે છે કે - સ્ત્રીના તરફ દ્રષ્ટિ કે કામરાગ કરવાથી તે પાપની પરંપરાએ કદ્રુપતા, શ્યામ દેહવાળો, તેજ, કાન્તિ વગરનો લાવણ્ય અને શોભા રહિત, નાશ પામેલા તેજ અને સૌભાગ્યવાળો તેમજ તેને દેખીને બીજા ઉગ પામે તેવા શરીરવાળો થાય છે તેની સ્પર્શન-ઈન્દ્રિય સીદાય છે. ત્યાર પછી તેના નેત્રો અંગોપાંગ જોવા માટે રાગવાળા અને અરુણ-લાલ વર્ણવાળા બને છે. વિજાતીય તરફ નેત્રો રાગવાળા બને છે. જેટલામાં નયનયુગલ કામરાગને અંગે અરુણવર્ણવાળા મદપૂર્ણ બને છે. કામના રાગાંધપણાથી અતિમહાનભારીદોષો તેમજ બ્રહ્મવ્રતભંગ, નિયમભંગને, ગણતી નથી, અતિમહાન ઘોર પાપ કર્મના આચરણને, શીલખંડનને, ગણકારતી નથી અતિમહાન સર્વથી ચડીયાતા પાપકર્મના આચરણો, સંયમ વિરાધનાને ગણકારતી. નથી. ઘોર અંધકારપૂર્ણ નારકીરૂપ પરલોકના ભયને ગણતી નથી. આત્માને ભૂલી જાયછે, પોતાના કર્મ અને ગુણસ્થાનકને ગણતી નથી. દેવો અને અસુરો સહિત સમગ્ર જગતને જેની આજ્ઞા અલંઘનીય છે તેની પણ દરકાર કરતી નથી. ૮૪ લાખયોનિમાં લાખો વખત પરીવર્તન તેમજ ગર્ભની પરંપરા અનંતી વખત કરવી પડશે. તે વાત પણ. વીસરી જવાય છે. અર્ધ પલકારા જેટલો કાળપણ જેમાં સુખ નથી. અને ચારે ગતિમાં એકાન્ત દુઃખ છે. આ જે દેખવા લાયક છે તે દેખતી નથી અને ન દેખવા લાયક દેખે છે. સર્વજન સમુદાય એકઠા થએલા છે. તેની વચ્ચે બેઠેલી કે ઊભેલી, ભૂમિપર આડી પડેલી - સુતેલી કે ચાલતી સર્વ લોકોથી જોવાતી ઝગમગાટ કરતા સૂર્યના કિરણોના સમૂહથી દશે દિશાઓમાં તેજરાશિ ફેલાઈ ગયો છે તો પણ જાણે પોતે એમ માનતી હોય કે સર્વદિશાઓમાં શુન્ય અંધકારજ છે. રાગાન્ધ અને કામાન્ધ બનેલી પોતે જાણે એમ Page #250 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ઉદેસી-૩ ૨૪૭. ન માનતી હોય કે જાણે કોઈ દેખતું કે જાણતું નથી. જ્યારે તે રાગાંધ થએલી અતિ મહાન ભારદોષવાળા વ્રતભંગ, શીલખંડન, સંયમ વિરાધના, પરલોકભય, આજ્ઞાનો ભંગ, આજ્ઞાનું અતિક્રમણ, સંસારમાં અનંત કાલ સુધી ભ્રમણ કરવા રૂપ ભય દેખતી નથી કે ગણકારતી નથી. ન જોવા લાયક જીવે છે. સર્વ લોકોને પ્રગટ જણાતો સૂર્ય હાજર હોવા છતાં પણ સર્વ દિશા ભાગોમાં જાણે અંધકાર વ્યાપેલો હોય તેમ માને છે. જેનો સૌભાગ્યાતિશય સર્વથા ઉડી ગએલ છે, પડી ગએલા મુખવાળી, લાલાશવાળી હતી તે ફીક્કા કરમાઈ ગએલા, દુર્દશનીય, ન દેખવાયોગ્ય વદનકમલવાળી થાય છે. તે સમયે અત્યંત તરફડતી થાય છે. વળી તેના કમલપુર, નિતંબ, વત્સપ્રદેશ, જઘન, બાહુલતિકા, વક્ષસ્થલ કંઠ પ્રદેશ ધીમે ધીમે સ્કુરાયમાન થાય છે. ત્યાર પછી ગુપ્ત અને પ્રગટ અંગો વિકારવાળા બનાવી મુકે છે. તેના અંગો સર્વ ઉપાંગો કામદેવના બાણથી ભેદાઈને જર્જરિત સરખા થાય છે, આખા દેહ પરના રોમાંચ ખડા થાય છે, જેટલામાં મદનના બાણથી ભેદાઈને શરીર જર્જરિત થાય છે. તેટલામાં શરીરમાં રહેલી ધાતુઓ કંઈક ચલાયમાન થાય છે ત્યાર પછી શરીર પુદ્ગલ નિતંબ સાથળ બાહુલતિકાઓ કામદેવના બાણથી અત્યન્ત પીડાય છે. શરીર પરનો કાબુ સ્વાધીન રહેતો નથી. નિતંબ અને શરીરને મહામુશ્કેલીથી ધારણ કરી શકે છે. અને તેમ કરતાં પોતાની શરીર અવસ્થાની સ્થિતિ પોતે જાણી કે સમજી શકતી નથી. તેવી અવસ્થા પામ્યા પછી બાર સમયમાં કંઈક શરીથી નિશ્રેષ્ટ સ્થિતિ થઈ જાય છે. શ્વાસોશ્વાસ પ્રતિમ્મલિત થાય છે. પછી મંદમંદ શ્વાસોશ્વાસ ગ્રહણ કરે છે. " આ પ્રમાણે કહેલી આટલી વિચિત્ર પ્રકારની અવસ્થાઓ કામની ચેષ્ટાઓ પામે છે. અને તે જાણે કોઈ પુરુષ કે સ્ત્રીને ગ્રહનો વળગાડ વળગ્યો હોય. ચપળ પિશાચે શરીરમાં પ્રવેશ કર્યો હોય ત્યારે સંબંધ વગરની વાણી બોલબોલ કર્યા કરે. આડુંઅવળું મનફાવે તેમ બકવાસ કરે તેની માફક કામપિશાચ યા ગ્રસ્ત થયેલી સ્ત્રી પણ કામાવસ્થામાં ગમે તેમ અસંબદ્ધ વચનો બોલે કામસમુદ્રના વિષમાવતમાં અથડાતી મોહ ઉત્પાત કરનાર કામના વચનોથી દેખેલ કે નહિ દેખેલા મનોહરરૂપવાળા કે વગર રૂપવાળા, યુવાન હોય કે યુવાની વગરના પુરુષને ખીલતી યુવાનીવાળી કે મહાપરાક્રમી હોય તેવાને હીન સત્વાળા કે સત્પરુષને અથવા બીજા કોઈ પણ નિશ્વિત અધમ. હીનજાતિવાળા પુરુષને કામના અભિપ્રાયથી ભયપામતી ભયપામતી સંકોચાતી સંકોચાતી આમંત્રણ આપીને બોલાવે છે એમ સંખ્યાતા ભેદવાળા રાગયુક્ત સ્વર અને કટાક્ષવાળી દ્રષ્ટિ પૂર્વક તે પુરુષને બોલાવે છે, તેનું રાગથી નિરીક્ષણ કરે છે. તે સમય નારકી અને તિર્યંચ એમ બંને ગતિને યોગ્ય અસંખ્યાતિ અવસર્પિણીઉત્સર્પિણી ક્રોડો લાખ વર્ષ કે કાળચક્ર પ્રમાણની ઉત્કષ્ટિસ્થિતિવાળા પાપ કર્મ ઉપાર્જન કરે અથતુ કર્મ બાંધે, પરન્તુ કર્મ બંધ ધૃષ્ટ ન કરે. હવે તે જે સમયે પુરુષના શરીરના અવયને સ્પર્શ કરવાની સન્મુખ થાય, પરંતુ હજુ સ્પર્શ કર્યો નથી તે સમયે કર્મની સ્થિતિ બદ્ધ ઋષ્ટ કરે. પણ બદ્ધસ્કૃષ્ટ નિકાચિતુ ન કરે. ૩૮૮] હે ગૌતમ ! હવે આવા સમયે જે પુરુષ સંયોગને આધીન થઈ તે સ્ત્રીનો યોગ કરે અને સ્ત્રીને આધીન થઈ કામ સેવન કરે તે અઘન્ય છે. સંયોગ કરવો કે ન કરવો તે પુરુષાધીન છે. તેથી જે ઉત્તમ પુરુષ સંયોગને આધીન ન થાય તે ધન્ય છે. [૩૮] હે ભગવંત! કયા કારણે એમ કહેવાય છે કે જે પુરુષ તે સ્ત્રી સાથે યોગ ન Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મહાનિસીહ- ૨/૩/૩૮૯ કરે તે ધન્ય અને યોગ કરે તે અધન્ય? હે ગૌતમ! બદ્ધસ્કૃષ્ટ-કર્મની અવસ્થા સુધી પહોંચેલી તે પાપી સ્ત્રી પુરુષનો સંગ પ્રાપ્ત થાય તો તે કર્મ નિકાચિતપણે પરિણમે. એટલે બદ્ધ સૃષ્ટ નિકાચિત કર્મથી બિચારી તેવા પ્રકારના અધ્યવસાય પામીને તેનો આત્મા પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય સ્થાવરપણામાં અનંતકાલ સુધી પરિભ્રમણ કરે પરતું બે ઈદ્રિયપણું ન પામે. એ પ્રમાણે મહા મુસિબતે ઘણા કલેશો સહન કરીને અનન્તા કાલ સુધી એકેન્દ્રિયપણાની ભવસ્થિતિ ભોગવીને એકેન્દ્રિપણાનું કર્મ ખપાવે છે અને કર્મ કરીને બેત્રણ અને ચારઈન્દ્રિયપણું કલેશથી ભોગવીને પંચેન્દ્રિયમાં મનુષ્યપણામાં કદાચ આવી જાય તો પણ દુભગી સ્ત્રી પણું પ્રાપ્ત કરનાર થાય છે. - નપુંસકપણે ઉત્પન્ન થાય. વળી તિર્યચપણામાં વેદનાઓ અપાર ભોગવવી પડે છે. નિરન્તર હાહાકાર કરતી વળી જ્યાં કોઈ શરણભૂત થતું નથી. સ્વપ્નમાં પણ સુખનો છાયડો જે ગતિમાં જોવા મળતો નથી. હંમેશા સંતાપ ભોગવતા અને ઉદ્વેગ પામતા સગા સંબંધી સ્વજન બંધુ આદિથી રહિત જન્મપર્યન્ત કુત્સનીય, ગહણીય, નિન્દનીય, તિરસ્કરણીય એવા કર્મો કરીને અનેકની ખુશામતો કરીને સેંકડો મીઠા વચનોથી આજીજી કરીને તે લોકોના પરાભવનાં વચનો સાંભળીને મહામુશીબતે ઉદર પોષણ, કરતા કરતા ચારે ગતિમાં ભટકવું પડે છે. હે ગૌતમ ! બીજી વાત એ સમજવાની છે કે જે પાપી સ્ત્રીએ બદ્ધ, સૃષ્ટ અને નિકાચિત કર્મ સ્થિતિ ઉપાર્જન કરી તે સ્ત્રીની અભિલાષા કરનાર પુરુષ પણ તેટલી જ નહિં પણ તેની સ્થિતિ કરતાં પણ ઉત્કૃષ્ટ કે ઉત્કૃષ્ટતમ એવી અનંત કર્મસ્થિતિ ઉપાર્જન કરે તેમ જ તેને બદ્ધ પૃષ્ટ અને નિકાચિત કરે, આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે જે પુરુષ તેનો સંગ કરતો નથી તે ધન્ય છે અને સંગ કરે છે તે અધન્ય છે. [૩૯] હે ભગવંત! કેટલા પ્રકારના પુરુષ છે કે જેથી આપ આ પ્રમાણે કહો છો? હે ગૌતમ ! પુરુષો છ પ્રકારના કહેલા છે તે આ પ્રમાણે ૧. અધમાધમ, ૨. અધમ, ૩. વિમધ્યમ, ૪. ઉત્તમ, પ. ઉત્તમોત્તમ, ૬. સર્વોત્તમ. [૩૧] એમાં જે સર્વોત્તમ પુરુષ કહ્યો, તે જેના પાંચ અંગો ઉત્તમ રૂપ લાવણ્ય યુક્ત હોય. નવયૌવનવય પામેલી હોય. ઉત્તમ રૂપ લાવણ્ય કાન્તિ યુક્ત એવી સ્ત્રી પરાણે પણ પોતાના ખોળામાં સો વરસ સુધી બેસાડીને કામચેષ્ટા કરે તો પણ તે પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન કરે. વળી જે ઉત્તમોત્તમ નામના પુરુષનો પ્રકાર જણાવ્ય તે પોતે સ્ત્રીની અભિલાષા કરે નહિ. પણ કદાચ ચપટીના ત્રિજા ભાગ જેટલા અલ્પ મનથી માત્ર એક સમયની અભિલાષા કરે પરન્તુ બીજા જ સમયે મનને રોકીને પોતાના આત્માને નિર્દીને ગહણા કરે, પરન્તુ બીજી વખત તે જન્મમાં સ્ત્રીની મનથી પણ અભિલાષા ન કરે. [૩૯૨ વળી જે ઉત્તમોત્તમ પ્રકારના પુરુષ હોય તે અભિલાષા કરતી સ્ત્રીને દેખીને ક્ષણવાર કે મુહૂર્ત સુધી દેખીને મનથી તેની અભિલાષા કરે, પરન્તુ પહોર કે અર્ધ પહોર સુધી તે સ્ત્રીની સાથે અયોગ્ય કર્મનું સેવન ન કરે. [૩૩] જો તે પુરુષ બ્રહ્મચારી કે અભિગ્રહ પ્રત્યાખ્યાન કરેલા હોય. અથવા બ્રહ્મચારી ન હોય કે અભિગ્રહ પ્રત્યાખ્યાન કરેલા ન હોય તો પોતાની પત્નીના વિષયમાં ભજના-વિકલ્પ સમજવો તે કામભોગમાં તીવ્ર અભિલાષાવાળો ન હોય. હે ગૌતમ ! આ પુરુષને કર્મનો બંધ થાય પરન્તુ તે અનન્ત સંસારમાં રખડવા યોગ્ય કર્મ ન બાંધે. Page #252 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ઉદેસો-૩ ૨૪૯ ૩િ૯૪] વળી જે વિમધ્યમ પ્રકારના પુરષ હોય તે પોતાની પત્ની સાથે આ પ્રમાણે કર્મનું સેવન કરે પરન્તુ પારકી પત્ની સાથે તેવા અયોગ્ય કર્મનું સેવન ન કરે. પરન્તુ પારકીપત્ની સાથે આવો પુરુષ જો પાછળથી ઉગ્ર બ્રહ્મચારી ન થાય તો અધ્યવસાય વિશેષ અનંત સંસારી થાય કે ન પણ થાય. અનંત સંસારી કોણ ન થાય ? તો કહે છે કે કોઈ તેવા પ્રકારનો ભવ્ય આત્મા જીવાદિક નવ પદાર્થોનો જાણકાર થયો હોય, આગમાદિ શાસ્ત્રના અનુસાર ઉત્તમ સાધુભગવન્તોને ધર્મમાં ઉપકાર કરનાર, આહારાદિકનું દાન દેનાર, દાન શીલ તપ અને ભાવના રૂપ ચારે પ્રકારના ધર્મનું યથાશક્તિ અનુષ્ઠાન કરતો હોય. કોઈપણ પ્રકારે ગમે તેવા સંકટમાં પણ ગ્રહણ કરેલા નિયમો અને વ્રતોનો ભંગ ન કરે તો શાતા ભોગવતો પરંપરાએ ઉત્તમ મનુષ્યપણું કે ઉત્તમદેવપણું તેમજ સમ્યકત્વથી પ્રતિપતિત થયા સિવાય નિસર્ગ સમ્યકત્વ હોય કે અભિગમિક સમ્યકત્વ થકી ઉત્તરોત્તર અઢાર હજાર શીલાંગોને ધારણ કરનાર થઈ . આશ્રવદ્ગારોનો બંધ કરીને કર્મ રજ અને પાપમલ રહિત બની પાપ કર્મોને ખપાવીને સિદ્ધગતિ પામે. [૩૯૫ જે અધમપુરુષ હોય તે પોતાની કે પારકી સ્ત્રીમાં આસક્તમનવાળો હોય, દરેક સમયમાં કુર પરિણામ જેના ચિત્તમાં ચાલુ હોય આરંભ તેમજ પરિગ્રહાદિક વિષે તલ્લીન મનવાળો હોય. તેમજ વળી જે અધમાધમ પુરુષ હોય તે મહાપાપ કર્મ કરનાર સર્વ સ્ત્રીઓનો વચન મન કાયાથી ત્રિવિધ ત્રિવિધે દરેક સમયે અભિલાષ કરે. તથા અત્યન્તકુર અધ્યવસાયોથી પરિણામેલા ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં આસક્ત રહીને પોતાનો આયુષ્ય કાલ ગમન કરે છે. આ પ્રમાણે અધમ અને અધમાધમ બંનેનું અનંત સંસારી પણું સમજવું. [૩૯] હે ભગવંત! જે અધમ અને અધમાધમ પુરુષ બંનેનું એક સરખું અનન્ત સંસારો પણું આમ જણાવ્યું તો એક અધમ બીજો અધમાધમ તેમાં ખાસ તફાવત કયો સમજવો? હે ગૌતમ ! જે અધમપુરુષ પોતાની કે પારકીસ્ત્રીમાં આસક્ત મનવાળો, કુર પરિણામયુક્ત ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં તલ્લીન હોવા છતાં પણ દિક્ષિત સાધ્વીઓ તેમજ શીલ સંરક્ષણ કરવાની ઇચ્છાવાળી હોય. પૌષધ-ઉપવાસ-વ્રતપ્રત્યાખ્યાન કરવામાં ઉદ્યમવાળી દુઃખિત ગૃહસ્થ સ્ત્રીઓના સહવાસમાં આવી પડેલા હોય તે અયોગ્ય અતીચારની માગણી કરે પ્રેરણા કરે આમંત્રણ કરે. પ્રાર્થના કરેતો પણ કામવશ બની તેની સાથે દુરાચાર ન સેવે. પરન્તુ જે અધમાધમ પુરુષ હોય તે પોતાની માતા ભગિની વગેરે યાવત્ દીક્ષિત સાધ્વીઓની સાથે પણ શારીરિક અયોગ્ય અનાચાર સેવન કરે. તે કારણે તેને મહાપાપ કરનાર અધમાધમ પુરુષ જણાવ્યો. હે ગૌતમ ! આ બેમાં આટલો ફરક છે. તેમજ જે અધમપુરુષ છે તે અનંતા કાલે બોધિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ મહાપાપ કર્મ કરનાર દીક્ષિત સાધ્વીઓ સાથે પણ કુકર્મ કરનાર અધમાધમ પુરુષ અનંતી વખત અનંત સંસારમાં રખડે તો પણ બોધિ પામવા માટે અધિકારી બનતો નથી. આ બીજો તફાવત જાણવો. [૩૯૭] આ છ પુરુષોમાં સર્વોત્તમ પુરુષ તેને જાણવા કે જેઓ છદ્મસ્થ વીતરાગપણું પામ્યા હોય જે ઉત્તમોત્તમ પુરુષ કહેલા છે તે તેમને જાણવા કે જેઓ ઋદ્ધિ, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મહાનિસીહ- ૨/૩/૩૯૭ વગરના ઈત્યાદિથી માંડીને ઉપશામક અને ક્ષેપક મુનિવરો હોય. તેમજ ઉત્તમ તેમને જાણવા કે જેઓ અપ્રમત્ત મુનિવર હોય આ પ્રમાણે આ પુરુષોની નિરુપણા કરવી. [૩૮] જેઓ વળી મિથ્યાદ્રષ્ટિ થઈને ઉગ્ર બ્રહ્મચર્ય ધારણ કરનાર હોય, હિંસા આરંભ પરિગ્રહનો ત્યાગ કરનારા તે મિથ્યાદ્રષ્ટિ જ છે. સમ્યદ્રષ્ટિ નથી તેઓને જીવાદિક નવ પદાર્થોના સભાવનું જ્ઞાન હોતું નથી તેઓ ઉત્તમ પદાર્થ મોક્ષને અભિનન્દતા કે પ્રશંસતા નથી, તેઓ બ્રહ્મચર્ય હિંસાદિક પાપનો પરિહાર કરીને તે ધર્મના બદલામાં આગળના ભવ માટે દિવ્ય ઔદારિક વિષયોના ભોગોની પ્રાર્થના કરે છે. પોતાના કરેલા ધર્મ તપ બ્રહ્મચર્યના બદલામાં નિયાણું કરીને દેવાંગનાઓ મેળવે એટલે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય સંસારના પૌગલિક સુખો મેળવવાની ઈચ્છાથી નિયાણું કરે. [૩૯] વિમધ્યમ પુરુષો તે કહેવાય જેઓ તેવા પ્રકારના અધ્યવસાય અંગીકાર કરીને શ્રાવકના વ્રતો સ્વીકાર્યા હોય. ૪૦૦] તથા જે અધમ અને અધમાધમ તેઓ તો જે પ્રમાણે એકાન્ત સ્ત્રીઓ માટે કહ્યું તે પ્રમાણે કર્મ સ્થિતિ ઉપાર્જન કરે. માત્ર પુરુષ માટે એટલું વિશેષ સમજવું કે પુરુષને સ્ત્રીઓના રાગ ઉત્પન્ન કરાવનાર સ્તન-મુખ ઉપરના ભાગના અવયવો યોનિ આદિ અંગો ઉપર અધિકતર રાગ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પુરુષોના છ પ્રકારો જણાવ્યા. [૪૦૧] હે ગૌતમ! કેટલીક સ્ત્રીઓ ભવ્ય અને વૃઢ સમ્યકત્વશાળી હોય છે તેમની ઉત્તમતા વિચારીએ તે સર્વોત્તમ એવા પુરુષ વિભાગની કક્ષામાં આવી શકે છે. પરંતુ સર્વે સ્ત્રીઓ તેવી હોતી નથી. [૪૦૨] હે ગૌતમ ! એવી રીતે જે સ્ત્રીને ત્રણ કાળ પુરુષ સંયોગની પ્રાપ્તી ન થઈ. પુરષ સંયોગ સંપ્રાપ્તિ સ્વાધીન હોવા છતાં તેરમા ચૌદમા પંદરમા સમયે પણ પુરુષની સાથે મેળાપ ન થયો. અથાતુ સંભોગ કાર્ય ન આચર્યું. તો જેમ ઘણા કાષ્ઠલાકડાં તૃણ ઈમ્પણથી ભરપૂર કોઈ ગામ નગર કે અરણ્યમાં અગ્નિ સળગ્યો અને તે સમયે પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યો તો અગ્નિ વિશેષ પ્રદીપ્ત થયો. બાળી બાળીને લાંબા કાળે તે અગ્નિ આપોઆપ ઓલવાઈને શાન્ત થઈ જાય. એ પ્રમાણે હે ગૌતમ ! સ્ત્રીનો કામાગ્નિ પ્રદીપ્ત થઈને વૃદ્ધિ પામે છે. પરન્તુ ચોથા સમયે શાન્ત થાય એ પ્રમાણે એકવીસમાં બાવીસમા યાવતું સત્તાવીશમા સમયે શાન્ત થાય જેવી રીતે દીવાની શિખા એકદમ અદ્રશ્ય થએલી જણાય પરન્તુ ફરી તેલ પુરવાથી અગર પોતાની મેળે અગર તેવા પ્રકારના ચૂર્ણના યોગથી પાછી પ્રગટ થઈને પ્રચલાયમાન થતી સળગવા લાગે. તેમ સ્ત્રી પણ પુરુષના દર્શનથી કે પુરુષ સાથે વાતચીત કરવાથી તેના આકર્ષણથી મદથી કંદર્પથી તેનાં કામાગ્નિ સતેજ થાય છે. ફરી પણ જાગ્રત થાય છે. ૪િ૦૩] હે ગૌતમ ! આવા સમયે જો તે સ્ત્રી ભયથી, લજ્જાથી, કુલના કલંકના, દોષથી, ધર્મની શ્રદ્ધાથી, તે કામની વેદના સહન કરી લે અને અસભ્ય આચરણ ન સેવે તે સ્ત્રી ધન્ય છે. પુન્યવંતી છે, વંદનીય છે. પૂજ્ય છે. દર્શનીય છે, સર્વ લક્ષણવાળી છે, સર્વ કલ્યાણક સાધનારી છે. સર્વોત્તમ મંગલની નિધિ છે. તે મૃત દેવતા છે, સરસ્વતી છે. પવિત્ર દેવી છે, અય્યતા દેવી છે, ઈન્દ્રાણી છે પરમ પવિત્રા ઉત્તમ છે. સિદ્ધિ મુક્તિ શાશ્વતા શિવગતિ નામથી સંબોધવા લાયક છે. [૪૦૪] જો તે સ્ત્રી તે વેદના સહે નહી અને અકાયચરણ કરે તો તે સ્ત્રી. અઘન્યા, Page #254 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ઉદેસી-૩ ૨૫૧ અપુણ્યવંતી, અવંદનીય, અપૂજ્ય ન દેખવા લાયક લક્ષણ વગરની ભાંગી ગએલા ભાગ્યવાળી, સર્વે અમંગલ અને અકલ્યાણના કારણવાળી, શીલભંગ, ભ્રષ્ટાચારવાળી નિન્દનીયા, તિરસ્કારવાળી. ધૃણાકારવાલાયક પાપી, પાપીઓમાં પણ મોટી પાપીણી, અપવિત્રા છે. હે ગૌતમ ! સ્ત્રીઓ ચપળતાથી, ભયથી, કાયરતાથી, લોલુપતાથી, ઉન્માદથી કંદર્પથી, અભિમાનથી, પરાધીનતાથી, બળાત્કારથી જાણી જોઈને આ સ્ત્રીઓ સંયમ અને શીલથી ભ્રષ્ટ થાય છે. દૂર રહેલા રસ્તાના માર્ગમાં ગામમાં નગરમાં રાજધાનીમાં વેશનો ત્યાગ કર્યા વગર પુરુષની સાથે અયોગ્ય આચરણ કરે, વારંવાર પુરુષ ભોગવવાની અભિલાષા કરે, પુરૂષ સાથે ક્રીડા કરે તો આગળ કહ્યા પ્રમાણે તે પાપિણી દેખવા લાયક પણ નથી. તેજ પ્રમાણે કોઈક સાધુ તેવા પ્રકારની સ્ત્રીને દેખે પછી ઉન્માદથી અભિમાનથી કંદર્પથી, પરાધીનતાથી, સ્વઈચ્છાથી, જાણી જોઈને, પાપનો ડર રાખ્યાવગર કોઈક આચાર્ય સામાન્ય સાધુ, રાજાથી પ્રશંસાપામેલ, વાયુલબ્ધિવાળા તપલબ્ધિવાળા, યોગ લબ્ધિવાળા, વિજ્ઞાનલબ્ધિવાળા, યુગપ્રધાન , પ્રવચનપ્રભાવક એવા મુનિવર પણ જો તે અગર બીજી સ્ત્રી સાથે રમણ ક્રીડા કરે, તેની અભિલાષા કરે. ભોગવવા ઈચ્છે કે ભોગવે વારંવાર ભોગવે યાવતુ અત્યન્ત રાગથી ન કરવા યોગ્ય આચાર સેવે તો તે મુનિ અત્યન્ત દુષ્ટ, તુચ્છ, ક્ષુદ્ર લક્ષણવાળો અધન્ય, અવંદનીય, અદર્શનીય, અહિતકારી, અપ્રશસ્ત, અકલ્યાણકર, મંગલ, નિન્દનીય, ગહણીય, તિરસ્કાર કરવા. યોગ્ય દુગચ્છનીય છે. તે પાપી છે તેમજ પાપીઓમાં પણ મહાપાપી છે તે અતિમહાપાપી છે, ભ્રષ્ટશીલવાળો, ચારિત્રથી અતિશય ભ્રષ્ટ થએલો મહાપાપ કર્મ કરનાર છે. એટલે તે જ્યારે પ્રાયશ્ચિત લેવા તૈયાર થાય ત્યારે તે મંદ જાતિના અશ્વની જેમ વજઋષભનારાચસંઘયવાળા ઉત્તમપરાકમવાળા ઉત્તમસજ્વાળા, ઉત્તમતત્ત્વના જાણકાર. ઉત્તમવીર્ય. સામર્થ્યવાળા, ઉત્તમસંયોગવાળા ઉત્તમ.ધર્મ-શ્રદ્ધાવાળા, પ્રાયશ્ચિત કરતી વખતે ઉત્તમ પ્રકારના સમાધિ મરણની સ્થિતિ અનુભવતા હોય છે. હે ગૌતમ ! તેથી તેવા સાધુઓને મહાનુભાવ અઢાર પાપ સ્થાનકોનો પરિહાર કરનારા નવબ્રહ્મચર્યની ગુપ્તિઓનું પાલન કરનારા એવા ગુણયુક્ત તેમને શાસ્ત્રોમાં કહ્યા છે. [૪૦૫ હે ભગવંત! શું પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ જાય? હે ગૌતમ! કેટલાકની શુદ્ધિ થાય અને કેટલાકની ન થાય. હે ભગવન્ત ! એમ શા કારણથી કહો છો કે એકની થાય અને એકની ન થાય? હે ગૌતમ? જે કોઈ પુરુષ માયા. દંભ-કપટ ઠગવાના સ્વભાવવાળા હોય, વક્તઆચારવાળો હોય, તે આત્માઓ શલ્યવાળા રહીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરે છે. તેથી તેમના અન્તઃકરણ વિશુદ્ધ ન હોવાથી કલુષિત આશયવાળા હોય છે. તેથી તેઓની શુદ્ધિ થતી નથી. કેટલાક આત્માઓ સરળતાવાળા હોય છે, જેથી જે પ્રમાણે દોષ લાગ્યો હોય તે પ્રમાણે યથાર્થ ગુરુને નિવેદન કરે છે. તેથી તેઓ નિશલ્ય, નિશંક તદ્દન સ્પષ્ટપણે પ્રગટ આલોચના અંગીકાર કરીને યથોકત દષ્ટિએ પ્રાયશ્ચિત્તનું સેવન કરે. તે નિર્મળતા નિષ્કલુષતા વડે વિશુદ્ધ થાય છેઆ કારણથી એમ કહેવાય છે કે એક નિઃશલ્ય આશયવાળો શુદ્ધ થાય છે અને શલ્યવાળો શુદ્ધ થઈ શકતો નથી. ૪િ૦૬-૪૦૭] તથા હે ગૌતમ આ સ્ત્રીઓ, પુરુષો માટે સર્વ પાપ કર્મોની સર્વ અધમની ધનવૃષ્ટિ રૂપ વસુધારા સરખી છે મોહ અને કર્મ રજના કાદવની ખાણ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ મહાનિસીહ– ૨/૩૪૦૫ સરખી, સદ્ગતિના માર્ગની અર્ગલાનવિઘ્નકરનારી, નરકમાં ઉતરવા માટે નિસરણી સરખી, ભૂમિ વગરની વિષવેલડી, અગ્નિ વગરનું ઉંબાડિયું, ભોજન વગરની વિસૂચિકાન્ત રોગ સરખી, નામ વગરની વ્યાધિ, ચેતના વગરની મૂચ્છ, ઉપસર્ગ વગરની મરકી, બેડી વગરની કેદ, દોરડા વગરનો ફાંસો, કારણ વગરનું મૃત્યુ. અથવા અકસ્માત મૃત્યુ, કહેલી સર્વ ઉપમાઓ સ્ત્રીને લાગુ કરી શકાય છે. આવા પ્રકારની અસુંદર વિશેષણોવાળી સ્ત્રી સાથે પુરુષે મનથી પણ તેના ભોગની ચિંતા ન કરવી, તેવો અધ્યવસાય ન કરવો, પ્રાર્થના, ધારણા, વિકલ્પ, કે સંકલ્પ અભિલાષા સ્મરણ ત્રિવિધ ત્રિવિધ ન કરવા. હે ગૌતમ ! જેવી કોઈ વિદ્યા કે મંત્રની અધિષ્ઠાયક દેવ તેના સાધકની ખરાબ હાલત ફરી નાખે છે. તેમ આ સ્ત્રી પણ પુરુષની દુર્દશા કરીને કલંક ઉત્પન્ન કરાવનારી થાય છે. પાપની હિંસાના સંકલ્પ કરનારને જેમ ધર્મનો સ્પર્શ થતો નથી તેમ તેનો સંકલ્પ કરનારને ધર્મ સ્પર્શતો નથી. ચારિત્રમાં ખૂલના થઈ હોયતો સ્ત્રીના સંકલ્પવાળાને આલોચના નિન્દના ગહ પ્રાયશ્ચિત કરવાનો અધ્યવસાય થતો નથી. આલોચનાદિક ન કરવાના કારણે અનંત કાળ સુધી દુઃખ સમૂહવાળા સંસારમાં ભમવું પડે છે. પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ કરેલી હોવા છતાં પણ ફરી તેના સંસર્ગમાં આવવાથી અસંયમની પ્રવૃત્તિઓ કરવી પડે છે. મહાપાપ કર્મના ઢગલા સરખી સાક્ષાતુ હિંસા પિશાચિણી સરખી, સમગ્ર ત્રણે લોકથી તિરસ્કાર પામેલી. પરલોકના મોટા નુકશાનને ન જોનારા, ઘોર અંધકાર પૂર્ણ નરકાવાસ સરખી નિરન્તર અનેક દુઃખના નિધાન સરખી. સ્ત્રીના અંગો ઉપાંગો મર્મ સ્થાનો કે તેના રૂપ લાવણ્ય, તેની મીઠી વાચાળાનો અગર કામરાગની વૃદ્ધિ કરનાર તેના દર્શનનો અધ્યવસાય પણ ન કરવો. [૪૮] હે ગૌતમ ! આ સ્ત્રીઓ પ્રલય કાળની રાત્રિની જેમ હંમેશા અંધકારઅજ્ઞાનથી લિંપાએલ હોય છે. વિજળી માફક ક્ષણવારમાં દેખતા જ નાશ પામવાના નેહ સ્વભાવવાળી હોય છે. શરણે આવેલાનો ઘાત કરનાર માણસોની જેમ તત્કાલ જન્મ આપેલા બાળકના જીવનું જ ભક્ષણ કરનાર સરખી મહાપાપ કરનાર સ્ત્રીઓ હોય છે. સર્જક પવનના યોગે ધુંધવાતા ઉછળતા લવણ સમુદ્રના વેલા સરખા અનેક પ્રકારના વિકલ્પો- તરંગોની શ્રેણીની જેમ એક સ્થાને એક સ્વામીના વિષે સ્થિર મન કરીને ન રહેનારી સ્ત્રીઓ હોય છે. સ્વયંભુરમણ સમુદ્ર ઘણા જ ઉંડો હોવાથી તેને અવગાહન કરવું અતિ કઠણ હોય છે. તેમ સ્ત્રીઓના Æય અત્યંત કપટથી ભરપુર હોય છે. જેથી તેના હૃદયને પારખવું અત્યન્ત મુશ્કેલ છે. સ્ત્રીઓ પવન સરખા ચંચળ. સ્વભાવવાળી હોય છે, અગ્નિ માફક સર્વનું ભક્ષણ કરનારી, વાયુની જેમ સર્વને સ્પર્શ કરનાર સ્ત્રીઓ હોય છે, ચોરની જેમ પારકા પદાર્થો મેળવવાની લાલસાવાળી હોય છે. કુતરાને રોટલાનો ટુકડો આપે એટલો વખત મિત્ર બની જાય. તેની જેમ જ્યાં સુધી તેને અર્થ આપો ત્યાં સુધી મૈત્રી રાખનારી અથતિ સર્વસ્વ હરણ કરનારી અને પછી વૈરિણી થનારી. મત્સ્યો મોજામાં એકઠા થાય, કાંઠે પાછા છુટા પડી જાય, તેમ પાસે હોય ત્યાં સુધી સ્નેહ રાખનારી, દુર જાય પછી ભૂલી જનારી સ્ત્રીઓ હોય છે. આ પ્રકારે અનેક લાખો દોષોથી ભરપૂર એવા સર્વ અંગો અને ઉપાંગો વાળી બાહ્ય અને અભ્યત્તર મહાપાપ કરનારી અવિનયરૂપ. વિષની વેલડી, અવિનયના કારણે અનર્થ સમૂહને ઉત્પન્ન કરનારી સ્ત્રીઓ હોય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ઉદેસો-૩ ૨૫૩ જે સ્ત્રીના શરીરમાંથી નિરંતર ઝરતા દુર્ગધ મારતા અશુચિ સડેલા કુત્સનીય નિન્દનીય, તિરસ્કારણીય સર્વે અંગો પાંગવાળી, વળી પરમાર્થથી વિચારીએ તો તેના અંદર અને બહારના શરીરના અવયવોથી જ્ઞાતિ મહાસત્ત્વશાળી કામદેવથી કંટાળેલા અને વૈરાગ્ય પામેલા આત્માઓને થી જ્ઞાત, સર્વોત્તમ અને ઉત્તમ પુરુષોને તેમજ ધમધર્મનું સ્વરૂપ સારી રીતે સમજેલા હોય તેવાને તેવી સ્ત્રી પ્રત્યે ક્ષણવાર કેમ અભિલાષા થાય? ૪િ૦૯-૪૧૦] જેની અભિલાષા પુરષ કરે છે, તે સ્ત્રીની યોનિમાં પુરુષના એક સંયોગ સમયે નવ લાખ પંચેન્દ્રિય સમૂર્છાિમ જીવોનો વિનાશ થાય છે. તે જીવો અત્યન્ત સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી ચર્મચક્ષુથી દેખી શકતા નથી. આ કારણથી એમ કહેવાય છે કે સ્ત્રી સાથે એક વખત કે વારંવાર બોલચાલ ન કરવી. તેમજ તેના અંગો કે ઉપાંગો રાગપૂર્વક નિરીક્ષણ ન કરવા. યાવત્ બ્રહ્મચારી પુરુષે માર્ગમાં સ્ત્રી સાથે ગમન કરવું નહિ. ૪િ૧૧] હે ભગવંત ! સ્ત્રી સાથે વાતચીત ન કરવી, અંગોપાંગ ન જોવા કે મૈથુન સેવનનો ત્યાગ કરવો? હે ગૌતમ! બન્નેનો ત્યાગ કરવો. હે ભગવંત! શું સ્ત્રીના સમાગમ કરવા રૂપ મૈથુનનો ત્યાગ કરવો કે ઘણા પ્રકારના સચિત્ત અચિત્ત વસ્તુ વિષયક મૈથુનના પરિણામ મનવચન-કાયાથી ત્રિવિધ સર્વથા માવજજીવન ત્યાગ કરવો? હે ગૌતમ ! તે સર્વ સર્વ પ્રકારે ત્યાગ કરવા. [૪૧૨] હે ભગવંત! જે કોઈ સાધુ-સાધ્વી મૈથુન સેવન કરે તે બીજા પાસે વન્દન કરાવે ખરા! હે ગૌતમ! જે કોઈ સાધુ-સાધ્વી દિવ્ય, મનુષ્ય કે તિર્યંચ સંગથી ભાવતુ હસ્તકમદિ સચિત્ત વસ્તુ વિષયક દુષ્ટ અધ્યવસાય કરીને મન, વચન કાયાથી પોતે મૈથુન સેવે, બીજાને પ્રેરણા ઉપદેશ આપી મૈથુન સેવરાવે, સેવતાને સારા માને. કૃત્રિમ અને સ્વાભાવિક ઉપકરણથી તે જ પ્રમાણે ત્રિવિધ-ત્રિવિધ મૈથુનનું સેવન કરે કરાવે કે અનુમોદન કરે તે સાધુ-સાધ્વી દુરન્ત- ખરાબ વિપાકવાળા પંત-અસુંદર, અતિ ખરાબ, મુખ પણ જેને જોવા લાયક નથી. સંસારના માર્ગનો સેવન કરનારો, મોક્ષમાર્ગથી દૂર થએલો, મહાપાપ કર્મ કરનાર, તે વંદન કરવા લાયક નથી. વંદન કરાવવા લાયક નથી. વંદન કરનારનો સારો માનવા લાયક નથી, ત્રિવિધ વંદન યોગ્ય નથી કે જ્યાં સુધી પ્રાયશ્ચિત કરી વિશુદ્ધ ન થાય, ત્યાં સુધી બીજા વંદન કરતા હોય તો પોતે વંદન કરવા નહીં. હે ભગવંત! એવાને જે વંદન કરે તે શું મેળવે? હે ગૌતમ ! અઢાર હજાર શીલાંગ ધારણ કરનાર મહાનુભાવ તીર્થકર ભગવત્તની મહાન્ આશાતના કરનારો થાય છે. અને આશાતનાના પરિણામને આશ્રીને યાવતુ અનંત સંસારીપણું મેળવે છે. ૪િ૧૩-૪૧૫] હે ગૌતમ ! એવા કેટલાક પ્રાણીઓ હોય છે કે જેઓ સ્ત્રીનો ત્યાગ સારી રીતે કરી શકે છે. મૈથુનને પણ છોડે છે. છતાં તેઓ પરિગ્રહની મમતા છોડી શકતા નથી. સચિત્ત અચિત્ત કે ઉભયયુક્ત ઘણું કે થોડું જેટલા પ્રમાણમાં તેની મમતા રાખે છે, ભોગવટો કરે છે, તેટલા પ્રમાણમાં તે સંગવાળો કહેવાય છે. સંગવાળો પ્રાણી જ્ઞાનાદિ ત્રણની સાધના કરી શકતો નથી, માટે પરિગ્રહનો ત્યાગ કરવો. | [૪૧૬] હે ગૌતમ ! એવા પણ પ્રાણિઓ હોય છે. કે જેઓ પરિગ્રહનો ત્યાગ કરે છે, Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ મહાનિસીહ– ૨/૩૪૧૬ પણ આરંભનો કરતા નથી, તેઓ પણ એજ રીતે ભવ પરંપરા પામનારા કહેવાય છે. ૪િ૧૭] હે ગૌતમ ! આરંભ કરવા તૈયાર થયો અને એકન્દ્રિય તથા વિકસેન્દ્રિય જીવના સંઘદૃન આદિ કર્મ કરે તો હેગૌતમ! તે જેવા પ્રકારનું પાપ કર્મ બાંધે તે તું સમજ. ૪િ૧૮-૪૨૦] કોઈક બેઈન્દ્રિય જીવને બળાત્કારથી તેની અનિચ્છાથી એક સમય માટે હાથથી પગથી બીજા કોઈ સળી આદિ ઉપકરણથી અગાઢ સંઘટ્ટો કરે. સંઘટ્ટો કરાવે, તેમ કરનારને સારો માને. હે ગૌતમ ! અહીં આ પ્રમાણે બાંધેલું કર્મ જ્યારે તે પ્રાણીને ઉદયમાં આવે છે, ત્યારે તેના વિપાક મોટા કુલેશથી છ મહિના સુધી ભોગવવા. પડે છે. તેજ કર્મ ગાઢપણે સંઘટ્ટો કરવાથી બાર વરસ સુધી ભોગવવું પડે છે. અગાઢ પરિતાપ કરે તો એક હજાર વર્ષ સુધી અને ગાઢ પરિતાપ કરે તો દશહજાર વર્ષ સુધી અગાઢ કિલામણા કરે તો એક લાખ વર્ષ, ગાઢ કિલામણા કરે તો દશલાખ વર્ષ સુધી તેના પરિણામ-વિપાકો જીવને ભોગવવા પડે છે. મરણ પમાડે તો ૧ ક્રોડ વર્ષ સુધી તે કર્મની વેદના ભોગવવી પડે. એવી જ રીતે ત્રણ ચાર પાંચ ઈન્દ્રિયોવાળા જીવો માટે પણ સમજવું. હે ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વી કાયના એક જીવની જેમાં વિરાધના થાય તેને સર્વ કેવલીઓ અલ્પારંભ કહે છે. હે ગૌતમ ! જેમાં સૂક્ષ્મ પૃથ્વીકાયનો વિનાશ થાય છે, તેને સર્વ કેવલીઓ મહારંભ કહે છે. [૪૨૧] હે ગૌતમ! એવી રીતે ઉત્કટ કમો અનંત પ્રમાણમાં એકઠા થાય છે. જે આરંભમાં પ્રવર્તે છે તે આત્મા તે કમથી બંધાય છે. [-૪૨૩] આરંભ કરનાર બદ્ધ ધૃષ્ટ અને નિકાચિત અવસ્થાવાળા કર્મ બાંધે છે, માટે આરંભનો ત્યાગ કરવો જોઈએ. પૃથ્વીકાય આદિ જીવોનો સર્વભાવથી સર્વ પ્રકારે અંત લાવનાર એવા આરંભોનો જેઓએ ત્યાગ કર્યો હોય તેઓ સત્વરે જન્મજરા-મરણ સર્વ પ્રકારના દાણ્વિય અને દુઃખોથી મુક્ત બને છે. [૪૨૪-૪૨] હે ગૌતમ ! જગતમાં એવા એવા પણ જીવો છે કે જેઓ આ જાણ્યા પછી પણ એકાન્ત સુખશીલપણાના કારણે સમ્યગુ માર્ગની આરાધનામાં પ્રવૃત્તિ કરી શકતા નથી. કોઈક જીવ સમ્યગુ માર્ગમાં જોડાઈને ઘોર અને વીર સંયમ તપનું સેવન કરે પરન્તુ તેની સાથે આ જે પાંચ બાબત કહેવાશે તેનો ત્યાગ ન કરે તો તેના સેવેલા, સંયમતપ સર્વ નિરર્થક છે. ૧. કુશીલ, ૨. ઓસન્ન-શિથિલપણું આવું કઠોર સંયમ જીવન ? એમ બોલી ઉઠે. ૩. યથાશ્કેદ - સ્વચ્છંદ, ૪. સબલ-દૂષિત ચારિત્રવાળા, પ. પાસ€ો. આ પાંચેને દ્રષ્ટિથી પણ ન નીરખે. | [૪૨૭] સર્વજ્ઞ ભગવર્નો ઉપદેશોલો માર્ગ સર્વ દુઃખનો નાશ કરનાર છે. અને શાતા ગૌરવમાં ખૂંચી ગએલો, શિથિલ આચાર સેવનાર, ભગવત્તે કહેલા મોક્ષમાર્ગને છોડનાર થાય છે. - ૪િ૨૮] સર્વજ્ઞ ભગવત્તે કહેલા એક પદ કે એક અક્ષરને પણ જે ન માને, રૂચિ ન કરે તેમજ વિપરીત પ્રરૂપણા કરે તે નક્કી મિથ્યાવૃષ્ટિ સમજવો.. [૪૨] આ પ્રમાણે જાણીને તે પાંચના સંસર્ગ દર્શન, વાતચીત કરવી, પરિચય, સહવાસ આદિ સર્વ વાત હિતના-કલ્યાણના અર્થીઓ સર્વ ઉપાયથી વર્જવા. ૪૩] હે ભગવંત! શીલ ભ્રષ્ટોના દર્શન કરવાનો આપ નિષેધ ફરમાવો છો અને વળી પ્રાયશ્ચિત્ત તો તેને આપો છો. આ બન્ને વાત કેવી રીતે સંગત થાય? Page #258 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ઉસો-૩ ૨૫૫ [૪૩૧] હે ગૌતમ! શીલભ્રષ્ટ આત્માઓને સંસાર સાગર તરવો ઘણો મુશ્કેલ થાય છે. માટે અવશ્ય તેવા આત્માની અનુકંપા કરીને તેને પ્રાયશ્ચિત આપવામાં આવે છે. ૪િ૩૨] હે ભગવંત! શું પ્રાયશ્ચિત્ત કરવાથી નરકનું બાંધેલું આયુષ્ય છેદાઈ જાય ખરું? પ્રાયશ્ચિત્ત કરીને પણ ઘણા આત્માઓ દુર્ગતિમાં ગયા છે. | [૪૩૩-૪૩૪] હે ગૌતમ ! જેઓએ અનન્ત સંસાર ઉપાર્જન કરેલો છે. એવા આત્માઓ નક્કી પ્રાયશ્ચિતથી તેનો નાશ કરે છે. તો પછી તે નરકનું આયુષ્ય કેમ ન તોડે? આ ભુવનમાં પ્રાયશ્ચિતથી કોઈ વસ્તુ અસાધ્ય નથી. એક બોધિલાભ સિવાય જીવને પ્રાયશ્ચિતથી કોઈ પદાર્થ અસાધ્ય નથી. એટલે કે એક વખત મેળવેલ બોધિલાભ હારી જાય તો ફરી મળવો મુશ્કેલ થાય છે. ૪િ૩પ-૪૩૬] અપૂકાયનો પરિભોગ તથા અગ્નિકાયનો આરંભ તેમજ મૈથુન સેવન તે અબોધિ લાભ કર્મ બંધાવનારા છે, માટે તેનું વર્જન કરવું. અબોધિ બંધાવનાર મૈથુન, અપૂકાય, અગ્નિકાયનો પરિભોગ સંયત આત્માઓ પ્રયત્ન પૂર્વક ત્યાગ કરે. ૪૩૭] હે ભગવંત ! ઉપર કહેલા કાર્યોથી અબોધિ લાભ થાય તો તો ગૃહસ્થો હંમેશાં તેવા કાર્યોમાં પ્રવર્તેલા હોય જ છે. તેમને શિક્ષાવ્રતો ગુણવ્રતો અને અણુવ્રતો ધારણ કરવા તે નિષ્ફળ ગણાય. | [૪૩૮-૪૪૩] હે ગૌતમ ! મોક્ષ માર્ગ બે પ્રકારનો કહેલો છે. એક ઉત્તમ શ્રમણનો અને બીજો ઉત્તમ શ્રાવકનો. પ્રથમ મહાવ્રતધારીનો અને બીજો અણુવ્રતધારીનો. સાધુઓએ ત્રિવિધ ત્રિવિધ સર્વ પાપ વ્યાપારનો જીવન પર્યન્ત ત્યાગ કરેલ છે. મોક્ષના સાધન ભૂત ઘોર મહાવ્રતનો શ્રમણોએ સ્વીકાર કરેલો છે. ગૃહસ્થોએ પરિમિત કાલ માટે દ્વિવિધ એકવિધ કે ત્રિવિધ સ્થૂલ પણે સાવદ્યનો ત્યાગ કર્યો છે, અર્થાત્ શ્રાવકો દેશથી વ્રતો અંગીકાર કરે છે. જ્યારે સાધુઓએ ત્રિવિધ ત્રિવિધ મૂચ્છો , ઈચ્છ, આરંભ પરિગ્રહનો ત્યાગ કરેલો છે. પાપોને વોસીરાવીને જિનેશ્વરના લિંગ ચિલ કે વેશને ધારણ કરેલું છે. જ્યારે ગૃહસ્થો ઈચ્છા આરંભ પરિગ્રહના ત્યાગ કર્યા વગર પોતાની સ્ત્રીમાં આશક્ત રહીને જિનેશ્વરના વેષને ધારણ કર્યા વગર શ્રમણોની સેવા કરે છે, માટે હે ગૌતમ! એકદેશથી ગૃહસ્થો પાપ ત્યાગનું વ્રત પાલન કરે છે, તેથી તેના માર્ગની ગૃહસ્થને આશાતના થતી નથી. ૪િ૪-૪૫] જેઓએ સર્વ પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે. પાંચ મહાવ્રતોને ધારણ ક્ય છે, પ્રભુના વેષને સ્વીકાર્યા છે. તેઓ જો મૈથુન અપૂકાય અગ્નિકાય સેવનનો ત્યાગ ન કરે તો તેઓને મોટી આશાતના કહેલી છે. તે જ કારણે જિનેશ્વર દેવો આ ત્રણમાં મોટી આશાતના કહે છે. તેથી તે ત્રણનો મનથી પણ સેવવા માટે અભિલાષા ન કરવો. ૪િ૪૬-૪૪૭ હે ગૌતમ ! ઘણો દ્રઢ વિચાર કરીને આ કહેલું છે કે યતિ અબોધિલાભનું કર્મ બાંધે અને ગૃહસ્થ અબોધિલાભ ન બાંધે. વળી સંયત મુનિઓ આ હેતુઓથી અબોધિલાભ કર્મ બાંધે છે. ૧. આજ્ઞાનું ઉલ્લંઘન ૨. વ્રતોનો ભંગ, અને ૩. ઉન્માર્ગ પ્રવર્તન. [૪૮] મૈથુન, અકાય અને તેઉકાય આ ત્રણના સેવનથી અબોધિક લાભ થાય છે. માટે મુનિએ પ્રયત્ન પૂર્વક સર્વથા આ ત્રણેનો ત્યાગ કરવો. [૪૯] જે આત્મા પ્રાયશ્ચિતનું સેવન કરે અને મનમાં સંક્લેશ રાખે તેમજ જે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ મહાનિસીહ– ૨/૩૪૪૯ પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે ન કરે, તો તે નરકમાં જાય. ૫] હે ગૌતમ! જે મંદ શ્રદ્ધાવાળો હોય, તે પ્રાયશ્ચિત ન કરે, અથવા કરે તો પણ ક્લિષ્ટ મનવાળા થઈને કરે છે. તો તેમની અનુકંપા કરવી વિરોધવાળી ન ગણાય? પિ૧-૪૫૨] હે ગૌતમ ! રાજાદિકો જ્યારે સંગ્રામમાં યુદ્ધ કરે છે, ત્યારે તેમાં કેટલાંક સૈનિકો ઘાયલ થાય છે. બાણ શરીરમાં ભોંકાય છે, ત્યારે બાણ બહાર કાઢતા કે શલ્યનો ઉદ્ધાર કરતા તેને દુઃખ થાય છે. પણ શલ્યનો ઉદ્ધાર કરતાની અનુકંપામાં વિરોધ ગણાતો નથી. શલ્યનો ઉદ્ધાર કરનાર અનુકંપા રહિત ગણાતો નથી, તેમ સંસારરૂપી સંગ્રામમાં અંગોપાંગની અંદરના કે બહારના શલ્યો-ભાવ શલ્યો રહેલા હોય તેનો ઉદ્ધાર કરવામાં અનુપમ અનુકંપા ભગવંતોએ કહેલી છે. ૫૩-૪૫૫ હે ભગવંત! જ્યાં સુધી શરીરમાં શલ્ય રહેલું હોય ત્યાં સુધી પ્રાણિઓ દુખાનુભવ કરે છે, જ્યારે શલ્ય કાઢી નંખાય છે. ત્યારે તે સુખી થાય છે. તેજ પ્રમાણે તીર્થંકર, સિદ્ધ ભગવંત સાધુ અને ધર્મને છેતરીને વિપરીત બનીને જે કંઈ પણ તેણે અકાર્ય આચર્યું હોય તેનું પ્રાયશ્ચિત કરીને તે સુખી થાય છે. ભાવશલ્ય દૂર થવાથી સુખી થાય, તેવા આત્માને વિશે પ્રાયશ્ચિત કરવાથી કયો ગુણ થવાનો છે? તેવા બિચારા દિનપુરૂષ પાસે દુષ્કર અને દુખે આચરી શકાય તેવા પ્રાયશ્ચિત શા માટે આપવા? પિક-૪૫૭ હે ગૌતમ ! શરીરમાંથી શલ્ય બહાર કાઢ્યું પરંતુ ઘા રુઝાવવા માટે જ્યાં સુધી મલમપટ્ટો કરવામાં ન આવે, પાટો બાંધવામાં ન આવે ત્યાં સુધી તે ઘા. રૂઝાતો નથી. તેમ ભાવશલ્યનો ઉદ્ધાર કર્યા પછી આ પ્રાયશ્ચિત એ મલમ પટ્ટા અને પાટા બાંધવા સમાન સમજવું. દુઃખે કરીને રુઝ લાવી શકાય તેવા પાપરૂપ ઘાની જલ્દી રૂઝ લાવવા માટે પ્રાયશ્ચિત અમોઘ ઉપાય છે. [૫૮-૪૬o] હે ભગવંત ! સર્વજ્ઞોએ કહેલા પ્રાયશ્ચિતો થોડા આચરવામાં સાંભળવામાં કે જાણવામાં શું સર્વ પાપોની શુદ્ધિ થાય છે ? હે ગૌતમ! ઉનાળાના તાપના દિવસોમાં અત્યન્ત તૃષા લાગી હોય, નજીકમાં અતિસ્વાદિષ્ટ શીતળ જળ રહેલું હોય, પરતુ જ્યાં સુધી તે પાન કરવામાં ન આવે ત્યાં સુધી તૃષાની શાન્તિ થતી નથી તેવી રીતે પ્રાયશ્ચિતો જાણીને જ્યાં સુધી નિષ્કપટ ભાવે સેવન કરવામાં ન આવે ત્યાં સુધી તે પાપની વૃદ્ધિ થાય છે પણ ઘટતું નથી. ૪િ૬૧] હે ભગવંત! શું પ્રમાદથી પાપની વૃદ્ધિ થાય ? શું કોઈ વખત આત્મા સાવધાન થઈ જાય અને પાપ કરતા રોકાઈ જાય તો તે પાપ એટલું જ રહે અથવા તો વૃદ્ધિ થતું રોકાઈન જાય? ૪િ૬૨] હે ગૌતમ ! જેમ પ્રમાદથી સર્પનો ડંખ લાગ્યો પરન્તુ ઉપયોગવાળાને પાછળથી વિષની વૃદ્ધિ થાય તેમ પાપ પણ વૃદ્ધિ પામે છે. ૪િ૬૩-૪૫ હે ભગવંત! જેઓ પરમાર્થને જાણનારા હોય, તમામ પ્રાયશ્ચિતના જ્ઞાતા હોય તેમણે પણ શું બીજાને પોતાના અકાર્યો જે પ્રમાણે થયા હોય તે પ્રમાણે કહેવા પડે ? હે ગૌતમ ! જે મનુષ્ય મંત્ર તંત્રથી કરોડોને શલ્ય વગરના અને ડંખ રહિત કરી મૂચ્છિતોને પણ ઉભા કરી શકે છે, એવા જાણકાર પણ ડંખવાળા થયા હોય, નિશ્રેષ્ઠ બનેલા હોય, યુદ્ધમાં ભાલાઓના ઘા થી ઘવાયા હોય તેને બીજા શલ્ય રહિત મૂચ્છરહિત બનાવે છે. એવી રીતે શીલથી ઉજ્જવલ સાધુ પણ નિપુણ હોવા છતાં Page #260 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨, ઉસો-૩ ૨૫૭ યથાર્થ રીતે બીજા સાધુઓને પોતાના પાપ પ્રકાશિત કરે. જેમ પોતાનો શિષ્ય પોતાની પાસે પાપો પ્રગટ કરે ત્યારે તેઓ શુદ્ધ થાય છે. તેમ પોતાને શુદ્ધ થવા માટે બીજાની પાસે પોતાની આલોચના પ્રાયશ્ચિત વિધિપૂર્વક કરવા જોઈએ. બીજા અધ્યયનનો ઉદ્દેશો-૩ પૂર્ણ થયો. | (બીજાઅધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જરછાયા” પૂર્ણ.) [૪૬] આ “મહાનિસીહ” સૂત્રના બંને અધ્યયનનોની વિધિપૂર્વક સર્વ શ્રમણો (શ્રમણીઓ)ને વાંચના આપવી અથાત્ વંચાવવા. (અધ્યયન-કુશીલ-લક્ષણ) [૪૬૭] હવે પછી આ ત્રીજુ અધ્યયન ચારેયને (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને) સંભળાય તેવા પ્રકારનું છે. કારણકે અતિમોટા અને અતિશય શ્રેષ્ઠ આજ્ઞાથી શ્રદ્ધા કરવા યોગ્ય સૂત્રો અને અર્થો છે. તેને યથાર્થ વિધિથી યોગ્ય શિષ્યને આપવું જોઈએ. ૪િ૬૮-૪૯] જે કોઈ આને પ્રગટપણે પ્રરૂપે. સારી રીતે યોગ કર્યા વગરનાને આપે, અબ્રહ્મચારીને વંચાવે, ઉદ્દેશાદિક વિધિ કર્યા વગરનાને ભણાવે તે ઉન્માદગાંડપણ પામે, અથવા લાંબા કાળાના રોગો-આતંકના દુઃખો ભોગવે, સંયમથી ભ્રષ્ટ થાય, મરણ સમયે આરાધના ન પામે. ૪૭૦-૪૭૩] અહીં પ્રથમ અધ્યયનમાં પૂર્વ વિધિ જણાવેલો છે. બીજા અધ્યયનમાં આવા પ્રકારનો વિધિ કહેવો અને બાકીના અધ્યયનોની અવિધિ સમજવી, બીજા અધ્યયનમાં પાંચ આયંબિલ તેમાં નવ ઉદ્દેશા થાય છે. ત્રીજામાં આઠ આયંબિલ અને સાત ઉસો, જે પ્રમાણે ત્રીજામાં કહ્યું તેજ પ્રમાણે ચોથા અધ્યયનમાં પણ સમજવું, પાંચમાઅધ્યયનમાં છ આયંબિલ, છઠ્ઠામાં બે સાતમા વિષે ત્રણ, આઠમામાં દશઆયંબિલ એમ સતત-લાગલગાટ આયંબિલતપ સંલગ્ન આઉત્તવાણા સહિત આહાર પાણી ગ્રહણ કરીને આ મહાનિશીથ નામના શ્રેષ્ઠ કૃત સ્કંઘને વહનધારણ કરવું જોઈએ. [૪૭૪] ગંભીરતાવાળા મહા બુદ્ધિશાલી તપના ગુણ યુક્ત સારી રીતે પરીક્ષામાં ઉત્તીર્ણ થએલ હોય, કાલ ગ્રહણ વિધિ કરેલ હોય તેવાએ વાચનાચાર્ય પાસે વાચના ગ્રહણ કરવી જોઈએ. ૪૭પ-૪૭૬] હંમેશા ક્ષેત્રની શુદ્ધિ સાવધાનીથી જ્યારે કરે ત્યારે આ વંચાવવું. ભણાવવું, નહિંતર કોઈ ક્ષેત્ર દેવતાથી હેરાન ગતિ પામે. અંગ અને ઉપાંગો વગેરે સૂત્રનું આ સારભૂત શ્રેષ્ઠ તત્વ છે. મહાનિધિ એ અવિધિથી ગ્રહણ કરવામાં જેમ ઠગાય તેમ આ શ્રુતસ્કંધને અવિધિથી ગ્રહણ કરવામાં ઠગવાનો પ્રસંગ ઉત્પન્ન થાય. ૪િ૭૭-૪૭૮] અથવા તો શ્રેયકારી કલ્યાણકારી કાર્યો ઘણા વિધ્વવાળા હોય છે. શ્રેયમાં પણ શ્રેય હોય તો આ શ્રુતસ્કંધ છે, માટે તે નિર્વિબે ગ્રહણ કરવું જોઈએ. જેઓ ધન્ય હોય. પુર્યવંત હોય તેઓ જ આ ને વાંચી શકે. ૪િ૭૯] હે ભગવંત! તે કુશીલ વગેરેનું લક્ષણ કેવા પ્રકારનું હોય? કે જેને બરાબર જાણીને તેનો સર્વથા ત્યાગ કરી શકાય. [૪૭૯-૪૮૧] હે ગૌતમ ! સામાન્યથી તેમનું લક્ષણ આ પ્રમાણે સમજવું અને [17] Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ મહાનિસીહ-૩-૪૮૧ સમજીને જાણીને તેઓનો સંસર્ગ સર્વથા ત્યાગ કરવો કુશીલના બસો પ્રકાર જાણવા. ઓસના બે પ્રકારના કહેલા છે. જ્ઞાન આદિના પાસFા. બાવીશ પ્રકારે અને શબલ ચારિત્રવાળા ત્રણ પ્રકારના જાણવા. હે ગૌતમ ! તેમાં જે બસો પ્રકારવાળા કુશીલ છે, તે તને પ્રથમ કહું છું કે જેના સંસર્ગથી મુનિ ક્ષણ વારમાં ભ્રષ્ટ થાય છે. ૪િ૮૨-૪૮૪] તેમાં સંક્ષેપથી કુશીલ બે પ્રકારવાળો છે. ૧ પરંપરા કુશીલ ૨ અપરંપરાકુશીલ તેમાં જે પરંપરા કુશીલ છે તે બે પ્રકારનો જાણવો. ૧ સાત-આઠ ગુરુપરંપરા કુશીલ અને ૨. એક-બે-ત્રણ ગુરુ પરંપરા કુશીલ. જે વળી અપરંપરા કુશીલ તે પણ બે પ્રકારનો જાણવો. આગમથી ગુરુપરંપરાથી ક્રમ કે પરિપાટીમાં જે કોઈ કુશીલ હતા. તેઓજ કુશીલ ગણાય છે. ૪૮૫-૪૮] નો આગમથી કુશીલ અનેક પ્રકારના જાણવા તે આ પ્રમાણે જ્ઞાન કુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, તપકુશીલ, વીચારમાં કુશીલ. તેમાં જે જ્ઞાન કુશીલ તે ત્રણ પ્રકારના જાણવા. પ્રસસ્તપ્રશસ્ત જ્ઞાનકુશીલ, અપ્રશસ્ત જ્ઞાન કુશીલ અને સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ. ૪૮૭] તેમાં જે પ્રશસ્તાપ્રશસ્ત જ્ઞાનકુશીલ તે બે પ્રકારના જાણવા-આગમથી અને નો આગમથી. તેમાં આગમથી વિભંગ જ્ઞાનીએ પ્રરૂપેલ પ્રશસ્તાપ્રશસ્ત પદાર્થ સમૂહવાળા અધ્યયનો ભણાવવા તે અધ્યયન કુશીલ, નો આગમથી અનેક પ્રકારના પ્રસ્તાપ્રશસ્ત પરપાખંડના શાસ્ત્રોનાં અર્થ સમૂહને ભણવા, ભણાવવા, વાચના, અનુપ્રેક્ષા કરવા રૂપ કુશીલ. [૪૮૮] તેમાં જે અપ્રશસ્ત જ્ઞાનકુશીલ તે ૨૯ પ્રકારે જાણવા. તે આ રીતે (૧) સાવધવાદ વિષયક મંત્ર તંત્રના પ્રયોગ કરવા રૂપ કુશીલ (૨) વિદ્યા મંત્ર તંત્ર ભણવા-ભણાવવા તે વસ્તુવિદ્યા કુશીલ. (૩) ગ્રહણ ક્ષત્ર-ચાર જ્યોતિષ શાસ્ત્ર જોવા, કહેવા, ભણાવવાનિરૂપ લક્ષણકુશીલ (૪) નિમિત્ત કહેવા. શરીરના લક્ષણે, જોઈ આપવા, તેના શાસ્ત્રો ભણાવવારૂપ લક્ષણકુશીલ (૫) શકુન શાસ્ત્રો લક્ષણ શાસ્ત્રો કહેવા ભણાવવા રૂપ લક્ષણકુશીલ (૬) હસ્તિ શિક્ષા જણાવનાર શાસ્ત્રો ભણવાભણાવવા રૂપ લક્ષણકુશીલ. (૭) ધનુર્વેદની શિક્ષા લેવી તેના શાસ્ત્રો ભણાવવા રૂપ લક્ષણ કુશીલ. (૮) ગંધર્વવદની પ્રયોગ કરનાર શિખવનાર તે રૂપ કુશીલ. (૯) પુરુષ સ્ત્રીના લક્ષણ કહેનાર તેના શાસ્ત્રો ભણાવનાર તે રૂપકુશીલ. (૧૦) કામશાસ્ત્રના પ્રયોગ કહેનાર ભણાવનાર રૂપ કુશીલ. (૧૧) કૌતુક ઈન્દ્રજાલના શાસ્ત્રનો પ્રયોગ કરનાર ભણાવનાર કુશીલ. (૧૨) લેખનકળા ચિત્રકળા શીખવવારૂપ કુશીલ, (૧૩) લેપકર્મ વિદ્યા ભણાવવા રૂપ કુશીલ. (૧૪) વમન વિરેચનના પ્રયોગો કરવા કરાવવા શીખવવા ઘણી જાતની વેલડીઓ તેના મૂળીયા કઢાવવા તે માટે કહેવું પ્રેરણા આપવી, વનસ્પતિ-વેલાઓ તોડાવવા કપાવવા રૂપ ઘણા દોષવાળી વૈદક વિદ્યાના શાસ્ત્રો પ્રમાણે પ્રયોગ કરવા, તે વિદ્યા ભણવી ભણાવવી તે રૂપકુશીલ. (૧૫) એ પ્રમાણે અંજન પ્રયોગ. (૧૬) યોગચૂર્ણ (૧૭) સુવર્ણ ધાતુવાદ, (૧૮) રાજદંડનીતિ (૧૯) શાસ્ત્ર અસ્ત્ર અગ્નિ વિજળીપર્વત. (૨૦) સ્ફટિક રત્ન. (૨૧) રત્નોની પરીક્ષા. (૨૨) રસ વેધ વિષયક શાસ્ત્રો (૨૩) અમાત્ય શિક્ષા. (૨૪) ગુપ્ત તંત્ર મંત્ર. (૨૫) કાલ દેશસંધિ કરાવવી. (૨૬) લડાઈ કરાવવાનો ઉપદેશ. (૨૭) શસ્ત્ર. (૨૮) માર્ગ. (૨૯) વહાણ Page #262 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનન્સ ૨૫૯ વ્યવહાર. આ વગેરે નિરુપણ કરનાર શાસ્ત્રોના અર્થો કથન કરવા કરાવવા તે અપ્રશસ્ત જ્ઞાન કુશીલ. આ પ્રમાણે પાપ-શ્રુતોની વાચના - વિચારણા પરાવર્તન તેનું શોધ-સંશોધન, તેનું શ્રવણ કરવું તે અપ્રશસ્ત જ્ઞાનકુશીલ કહેવાય. [૪૮૯] તેમાં જેઓ સુપ્રશસ્તજ્ઞાનકુશીલ છે તે પણ બે પ્રકારના જાણવા આગમથી અને નો આગમથી. તેમાં આગમથી સુપ્રશસ્ત જ્ઞાન એવા પાંચે પ્રકારના જ્ઞાનની કે સુપ્રશસ્તજ્ઞાનધારણ કરનારની આશાતના કરનાર તે સુપ્રશસ્તજ્ઞાન કુશીલ. [૪૯૦] નો આગમથી સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ આઠ પ્રકારના જાણવા. તે આ પ્રકારેઅકાલે સુપ્રશસ્ત જ્ઞાન ભણે, ભણાવે, અવિનયથી સુપ્રશસ્તજ્ઞાન ગ્રહણ કરે.-કરાવે અબહુમાનથી સુપ્રશસ્ત જ્ઞાન પઠન કરે, ઉપધાન કર્યા વગર સુપ્રશસ્ત્ર જ્ઞાન ભણવુંભણાવવું, જેની પાસે સુપ્રશસ્ત સૂત્ર અર્થ અને તદુભય ભણ્યા હોય તેને છૂપાવે, તે સ્વર વ્યંજન રહિત, ઓછોઅક્ષર અધિકક્ષરવાળા સૂત્રો ભણાવવા-ભણવા, સૂત્ર, અર્થ, તદુભય વિપરીતપણે ભણવા-ભણાવવા. સંદેહવાળા સૂત્રાદિક ભણવા-ભણાવવા . [૪૯૧] તેમાં આ આઠે પ્રકારના પદોને જે કોઈ ઉપધાન વહન કર્યા વગર સુપ્રશસ્ત જ્ઞાન ભણે કે ભણાવે, ભણતા અગર ભણાવતાને સારા માની અનુમોદના કરે તે મહાપાપ કર્યા સુપ્રશસ્ત જ્ઞાનની મહા આશાતના કરતારો થાય છે. [૪૯૨] હે ભગવંત ! જો એમ છે તો શું પંચ મંગલના ઉપધાન કરવા જોઈએ ? હે ગૌતમ ! પ્રથમ જ્ઞાન અને ત્યારપછી દયા એટલે સંયમ અર્થાત્ જ્ઞાનથી ચારિત્રદયા પાલન થાય છે. દયાથી સર્વ જગતના તમામ જીવો પ્રાણો-ભૂતો-સત્ત્વોને પોતાના સમાન દેખનારો થાય છે. જગતના સર્વ જીવો પ્રાણીઓ, ભૂતો સત્ત્વોને પોતાના સમાન સુખ-દુઃખ થાય છે, તેમ દેખનારો હોવાથી તેબીજા જીવોના સંઘટ્ટ કરવા પરિતાપનાકિલામણા-ઉપદ્રવ વગેરે દુઃખ ઉત્પાદન કરવા, ભય પમાડવા, ત્રાસ આપવા ઈત્યાદિકથી દૂર રહેનાર થાય છે. એમ કરવાથી કર્મનો આશ્રવ થતો નથી. કર્મનો આશ્રવ બંધ થવાના કારણે કર્મ આવવાના કારણભૂત આશ્રવ દ્વારો બંધ થાય છે. આશ્રવના દ્વારો બંધ થયા હોવાથી ઈન્દ્રિયોનું દમન અને આત્મામાં ઉપશમ થાય છે. તેથી શત્રુ અને મિત્ર પ્રત્યે સમાનભાવ સહિતપણું થાય છે. શત્રુ મિત્ર પ્રત્યે સમાનભાવ સહિત પણાથી રાગદ્વેષ રહિત પણું, તેનાથી ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા થવાથી કષાય રહિતપણું પ્રાપ્ત થાય છે. કષાય રહિતપણું થવાથી સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. સમ્યકત્વ થવાથી જીવાદિક પદાર્થોનું જ્ઞાન થાય છે. તે થવાથી સર્વ મમતા રહિતપણું થાય છે. સર્વ પદાર્થોમાં મમતા રહિતપણું થવાથી અજ્ઞાન મોહ અને મિથ્યાત્વનો ક્ષય થાય છે. એટલે વિવેક આવે છે. વિવેક થવાથી હેય અને ઉપાદેય પદાર્થોની યથાર્થ વિચારણા તેમજ એકાન્ત મોક્ષ મેળવવાં માટે દૃઢ નિશ્ચય થાય છે. તેથી અહિતનો પરિત્યાગ અને હિતનુંઆચરણ થાય તેવા કાર્યમાં અતિશય ઉદ્યમ કરનારો થાય. ત્યાર પછી ઉત્તરોત્તર ૫રમાર્થ સ્વરૂપ પવિત્ર ઉત્તમ-ક્ષમા આદિ દશ પ્રકારવાળા, અહિંસા લક્ષણવાળા ધર્મનું અનુષ્ઠાન કરવા અને કરાવવામાં એકાગ્ર અને આસક્ત ચિત્રવાળો થાય છે. ત્યાર પછી એટલે કે ક્ષમાદિ દશ પ્રકારવાળા તથા અહિંસા લક્ષણયુક્ત ધર્મોનું-અનુષ્ઠાનોનું સેવન કરવાનું અને કરાવવાનું તેમાં એકાગ્રતા અને આસક્ત બનેલા ચિત્તવાળા આત્માને સર્વોત્તમ ક્ષમા, સર્વોત્તમ મૃદુતા, Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ મહાનિસીહ– ૩-૪૯૨ સર્વોત્તમ સરળતા, સર્વોત્તમ બાહ્ય ધન સુવર્ણ આદિ પરિગ્રહ અને કામ ક્રોધાદિક અત્યંતર પરિગ્રહ સ્વરૂપ સર્વ સંગનો પરિત્યાગ થાય છે. તેમજ સર્વોત્તમ બાહ્યઅભ્યત્તર એવા બાર પ્રકારના અત્યંત ઘોર વીર ઉગ્ર કષ્ટવાળા તપ અને ચરણના અનુષ્ઠાનોમાં આત્મરમણતા અને પરમાનંદ પ્રગટ થાય છે. આગળ સર્વોત્તમ સત્તર પ્રકારના સમગ્ર સંયમ અનુષ્ઠાન પરિપાલન કરવા માટે બદ્ધલક્ષપણું પ્રાપ્ત થાય છે. સર્વોત્તમ સત્યવાણી બોલવી, છકાય જીવોનું હિત, પોતાનું બલ, વિર્ય, પુરુષાર્થ, પરાક્રમ છુપાવ્યા વગર મોક્ષ માર્ગની સાધના કરવામાં કટિબદ્ધ થએલ સર્વોત્તમ સ્વાધ્યાય ધ્યાનરૂપી જળવડે કરીને પાપકર્મ રૂપી મલના લેપને પ્રક્ષાલનાર-ધોનારો થાય છે. વળી સર્વોત્તમ અકિંચનતા. સર્વોત્તમ પરમ પવિત્રતા સહિત, સર્વ ભાવોથી યુક્ત સુવિશુદ્ધ સર્વ દોષ રહિત, નવ ગુપ્તિ સહિત, ૧૮ પરિહાર સ્થાનકો થી વિરમેલ અથતુ ૧૮ પ્રકારના અબ્રહ્મનો ત્યાગ કરનાર, થાય છે. - ત્યાર પછી આ સર્વોત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય શૌચ, આકિંચન્ય, અતિદુર્ઘર બ્રહ્મવ્રત ધારણ કરવું ઈત્યાદિક શુભ અનુષ્ઠાનોથી સર્વ સમારંભનો ત્યાગ કરનાર થાય છે. પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ સ્થાવર જીવો બે, ત્રણ, ચાર, પાંચ, ઈન્દ્રિયવાળા જીવોનું તથા અજીવ કાયના સંરંભ, સમારંભ, આરંભને મન-વચન-કાયાના ત્રિકથી ત્રિવિધ ત્રિવિધે શ્રોત્રાદિ ઈદ્રિયોના વિષયોના સંવર પૂર્વક આહારાદિ ચાર સંજ્ઞાઓનો ત્યાગ કરીને પાપોને વોસિરાવે છે. પછી નિર્મલ અઢારહજારશીલાંગ ધારણ કરનાર હોવાથી અમ્મલિત, અખંડિત, અમલિન, અવિરાધિત, સુંદર ઉગ્રહ ઉગ્રતર વિચિત્ર-આશ્ચર્ય ઉત્પન્ન કરનાર આભિગ્રહોનો નિવાહ કરનાર થાય છે. પછી દેવતા. મનુષ્યો તિર્યંચોએ કરેલા ઘોર પરિષહઉપસર્ગોને સમતારાખીને સહન કરનાર થાય છે. ત્યાર પછી અહોરાત્ર આદિ પ્રતિમાઓ વિષે મહાપ્રયત્ન કરનાર થાય છે. પછી શરીરની-ટાપટીપરહિત મમતાં વગરનો થાય છે. શરીર નિષ્પતિકર્મપણાવાળો થવાથી શુક્લ ધ્યાનમાં અડોલપણું પામે છે. પછી અનાદિ ભવપરંપરાથી એકઠા કરેલા સમગ્ર આઠપ્રકારના કર્મરાશિનો ક્ષય કરનાર બને છે. ચારે ગતિરૂપ ભવના કેદખાનામાંથી બહાર નિકળીને સર્વ દુખથી વિમુક્ત બની મોક્ષમાં ગમન કરનારો થાય છે. મોક્ષની અંદર કાયમ માટે જન્મ વૃદ્ધાવસ્થા મરણ, અનિષ્ટનાં મેળાપ. ઈષ્ટનો વિયોગ, સંતાપ, ઉદ્વેગ, અપયશ, ખોટા આળ ચડવા, મોટાવ્યાધિઓની વેદના, રોગ શોક, દારિદ્ર, દુઃખ, ભય, વૈમનસ્ય આદિના દુઃખો હોતાં નથી પછી ત્યાં એકાન્તિક આત્યંતિક નિરુપદ્વતાવાળું, મળેલું ફરી ચાલ્યું ન જાય તેવું, અક્ષય, ધ્રુવ, શાશ્વત, નિરંતર રહેવાવાળુ સર્વોત્તમ સુખ મોક્ષમાં હોય છે. આ સર્વ સુખનું મુળ કારણ હોયતો જ્ઞાન છે. જ્ઞાનથી જ આ પ્રવૃત્તિ શરુ થાય છે માટે હે ગૌતમ ! એકાતિક આયન્તિક, પરમ શાશ્વત, ધ્રુવ, નિરંતર, સર્વોત્તમ સુખની ઈચ્છાવાળાએ સૌથી પ્રથમમાં પ્રથમ તો આદર સહિત સામાયિક સત્રથી માંડીને છેક લોકબિન્દુસાર સુધીનું બારપંગ સ્વરૂપ શ્રુતજ્ઞાન કાલગ્રહણ વિધિસહિત આયંબિલ આદિ તપ અને શાસ્ત્રોમાં કહેલી વિધિવાળા ઉપધાન વહન કરવા પૂર્વક, હિંસાદિક પાંચને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરીને તેના પાપનું પ્રતિક્રમણ કરીને સૂત્રોના સ્વર વ્યંજન, Page #264 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩ ૨૬૧ માત્રા, બિંદુ પદ, અક્ષર, ઓછા અધિક ન બોલાય તેમ પદચ્છંદ દોષ, ગાથાબદ્ધ ક્રમસર, પૂર્વાનુપૂર્વી, આનુપૂર્વી, અનાનુપૂર્વિ સહિત સુવિશુદ્ધ ચોરી કર્યા વગરનું અર્થાત્ ગુરુના મુખેથી વિધિપૂર્વક વિનય સહિત ગ્રહણ કરેલું હોય તેવું જ્ઞાન એકાંતે સુંદર સમજવું. હે ગૌતમ ! આદિ અને અંતવગરના કિનારા રહિત અતિ વિશાળ એવા સ્વયંભૂરમણ સમુદ્રની જેમ જેમાં દુઃખે કરી અવગાહન કરી શકાય છે. સમગ્ર સુખના પરમકારણભુત હોયતો આ શ્રુતજ્ઞાન છે. આવા જ્ઞાન સમુદ્રને પાર પામવા માટે ઇષ્ટ દેવતાને નમસ્કાર કરવો જોઈએ. ઈષ્ટ દેવતાને નમસ્કાર કર્યા વગર કોઈ તેનો પાર પામી શકતા નથી હે ગૌતમ ! ઈષ્ટ દેવ જો કોઈ હોયતો નવકાર. એટલે કે પંચમંગલ જ છે. તેના સિવાય બીજા કોઈ ઈષ્ટદેવ મંગલસ્વરૂપ નથી. તેથી કરીને નક્કી પ્રથમ પંચ મંગલનું જ વિનય ઉપધાન કરવું જરૂરી છે. [૪૯૩] હે ભગવંત ! કઈ વિધિથી પંચમંગલનું વિનય ઉપધાન કરવું ? હે ગૌતમ ! આગળ અમે જણાવીશું તે વિધિથી પંચ મંગલનું વિનય-ઉપધાન કરવું જોઈએ . અતિપ્રશસ્ત તેમજ શોભન તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચન્દ્રબલ હોય ત્યારે આઠ પ્રકારના મદ સ્થાનથી મુક્ત થએલો હોય, શંકા રહિત શ્રદ્ધાસંવેગ જેના અતિશય વૃદ્ધિ પામેલા છે, અતિતીવ્ર, મહાન ઉલ્લાસ પામતા, શુભ અધ્યવસાય સહિત પૂર્ણભક્તિ અને બહુમાન પૂર્વક કોઈ પણ પ્રકારના આલોક કે પરલોકના ફળની ઇચ્છારહિત બનીને લાગલગાટ પાંચ ઉપવાસના પચ્ચક્ખાણ કરીને જિનમંદિરમાં જન્તુરહિત જગ્યામાં રહીને જેનું મસ્તક ભક્તિપૂર્ણ બનેલ છે. હર્ષથી જેના શરીરમાં રોમાંચ ખડા થએલા છે, નયનરૂપી શતપત્રકમલ પ્રફુલ્લિત થાય છે. જેની દૃષ્ટિ પ્રશાન્ત, સૌમ્ય, સ્થિર થએલી છે. જેના હૃદય સરોવરમાં નવીન સંવેગની છોળો ઉછળી રહી છે. અતિતીવ્ર મહાન, ઉલ્લાસ પામતા અનેક, ઘન-તીવ્ર, આંતરા વગરના, અર્ચિત્ય, ૫૨મ શુભ, પરિણામ વિશેષથી ઉલ્લસિત થએલા, જીવના વીર્ય યોગે દરેક સમયે વૃદ્ધિ પામતા, હર્ષપૂર્ણ શુદ્ધ અતિનિર્મલ સ્થિર-નિશ્ચલ અંતઃકરણવાળા, ભૂમિપર સ્થાપન કરેલા હોય તેવી રીતે શ્રીૠષભાદિ શ્રેષ્ઠ ધર્મ તીર્થંકરની પ્રતિમા વિષે સ્થાપન કરેલ નયન અને મનવાળો, તેના વિષે એકાગ્ર બનેલા પરિણામવાળો આરાધક આત્મા શાસ્ત્ર જાણકાર દૃઢચારિત્રવાળા ગુણસંપત્તિથી યુક્ત ગુરુલઘુમાત્રાસહિત શબ્દોચ્ચાર બોલીને અનુષ્ઠાન કરાવવાના અદ્વિતીય લક્ષવાળા ગુરુના વચનને બાધા ન થાય તેવી રીતે જેના વચનો નિકળતા હોય. વિનયાદિ બહુમાન હર્ષ અનુકંપાથી પ્રાપ્ત થએલ, અનેક શોક સંતાપ ઉદ્વેગ મહાવ્યાધિની વેદના, ઘોર દુઃખ-દારિદ્રય-કલેશ રોગ જન્મ-જરા-મરણ-ગર્ભવાસ આદિરૂપ દુષ્ટ શ્વાપદ (એકપ્રાણી વિશેષ) અને મચ્છોથી ભરપુર ભવ સમુદ્રમાં નાવ સમાન એવા આ સમગ્ર આગમની-શાસ્ત્રની મધ્યમાં વર્તતા, મિથ્યાત્વદોષથી હણાએલા, વિશિષ્ટ બુદ્ધિથી પોતે કલ્પેલા કુશાસ્ત્રો અને તેના વચનો જેમાં સમગ્ર હેતુ દૃષ્ટાંત-યુક્તિથી ઘટી શકતાં નથી. એટલું જ નહિ પરન્તુ હેતુ દૃષ્ટાંત અને યુક્તિથી કુમતવાળાઓની કલ્પીત વાતોનો વિનાશ કરવા સમર્થ છે. એવા પંચ મંગલ મહાશ્રુતસ્કંધવાળા પાંચ યધ્યયત્ન અને એક ચલિકાવાળા, શ્રેષ્ઠ, પ્રવચન દેવતાથી અધિષ્ઠિત, ત્રણ પદો યુક્ત, એક આલાપક અને સાત અક્ષરના પ્રમાણવાળા અનંતગમ-પર્યાય-અર્થને જણાવનાર સર્વ મહામંત્રો અને Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ મહાનિસીહ- ૩-૪૯૩ શ્રેષ્ઠ વિદ્યાઓના પરમ બીજભૂત એવા “નમો અરિહંતાણં” એવા પ્રકારનું પ્રથમ અધ્યયન વાચના પૂર્વક ભણવું જોઈએ. તે દિવસે અથતુિ પાંચ ઉપવાસ કર્યા પછી પ્રથમ અધ્યયની વાચના લીધા પછી તે દિવસે આયંબિલ તપથી પારણું કરવું જોઈએ. . તે જ પ્રમાણે બીજા દિવસે અથતું સાતમા દિવસે અનેક અતિશય ગુણસંપદાયુક્ત આગળ કહેલા અર્થને સાધી આપનાર આગળ કહેલા ક્રમ પ્રમાણે બે પદ યુક્ત એક આલાપક, પાંચ અક્ષરના પ્રમાણવાળા એવા “નમો સિદ્ધાણં' એવા બીજા અધ્યયનને ભણવું જોઈએ. તે દિવસે પણ આયંબિલથી પચ્ચકખાણ પાળવું. એ જ પ્રમાણે પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે પહેલા કહેલા અર્થોને સાધી આપનાર ત્રણ પદોથી યુક્ત એક આલાપક, સાત અક્ષરના પ્રમાણવાળું “નમો આયરિયાણં' એવા ત્રીજા અધ્યયનનું પઠન કરવું તેમજ આયંબિલ કરવું. * તથા આગળ કહેલા અર્થને સાધી આપનાર ત્રણ પદ યુક્ત એક આલાપક અને સાત અક્ષરના પ્રમાણવાળું ‘નમો ઉવઝાયાણં' એવા ચોથા અધ્યયનનું પઠન કરવું. તે દિવસે પણ આયંબિલ કરવું. એજ પ્રમાણે ચાર પદ યુક્ત એક આલાપક અને નવ અક્ષર પ્રમાણવાળું “નમો. લોએ સવ્વસાહૂણે” એવા પાંચમા અધ્યયનની વાચના લઈ ભણવું અને તે પાંચમા દિવસે અર્થાતુ કુલ દશમા દિવસે આયંબિલ કરવું. તેજ પ્રમાણે તેના અર્થને અનુસરનાર અગીયાર પદો યુક્ત ત્રણ આલાપક અને તેત્રીસઅક્ષરપ્રમાણવાળી એવીચુલિકારૂપ “એસો પંચ નમોક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ” ત્રણ દિવસ એક એક પદની વાચના ગ્રહણ કરી, છઠ્ઠા, સાતમા, આઠમા દિવસે તેજ ક્રમથી અને વિભાગથી આયંબિલ તપ કરીને પઠન કરવું. એ પ્રમાણે આ પાંચ મંગલ મહાગ્રુત સ્કંધ સ્વર વર્ણ, પદ સહિત, પદ અક્ષર બિંદુ માત્રાથી વિશુદ્ધ મોટા ગુણોવાળ, ગુરુએ ઉપદેશેલ, વાચના આપેલ એવા તેને સમગ્રપણે એવી રીતે ભણીને તૈયાર કરવો કે જેથી કરીને પૂવાનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી એ જીભના અગ્રભાગ ઉપર બરાબર યાદ રહી જાય. ત્યાર પછી આગળ જણાવેલ તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચન્દ્રબલના શુભ સમયે જન્ત રહિત એવા ચૈત્યાલય-જિનાલયનાં સ્થાનમાં ક્રમસર આવેલા, અક્રમ તપ સહિત સમુદેશ અનુજ્ઞાવિધિ કરાવીને હે ગૌતમ ! મોટા પ્રબંધ આડંબર સહિત અતિ સ્પષ્ટ વાચના સાંભળીને તેને બરાબર અવધારણ કરી રાખવું. આ વિધિથી પંચમંગલના વિનય ઉપધાન કરવા જોઈએ. [૪૯૪] હે ભગવંત! શું આ ચિંતામણી કલ્પવૃક્ષ સરખા પંચ મંગલ મહા શ્રતધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલા છે? ' હે ગૌતમ ! આ અચિંત્યચિંતામણિ કલ્પવૃક્ષ સમાન મનોવાંછિત પૂર્ણ કરનાર પંચમંગલમહાકૃત સ્કંઘના સુત્ર અને અર્થ પ્રરૂપેલ છે. તે આ પ્રમાણેઃ જે કારણ માટે જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ સર્વલોકમાં પંચાસ્તિકાય વ્યાપીને રહેલા છે. તેમ આ પંચ મંગલ મહાશ્રુતસ્કંધ વિષે સમગ્ર આગમની અંદર યથાર્થ ક્રિયા વ્યાપીને રહેલી છે. સર્વભૂતોના ગુણો સ્વભાવોનું કથન કરેલું છે. તે પરમ સ્તુતિ કોની કરવી? આ ગતમાં જેઓ ભૂતકાળમાં હોય તેની. Page #266 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩ ૨૬૩ આ સર્વ જગતમાં જે કોઈ ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં ઉત્તમ થયા હોય તે સર્વે સ્તુતિ કરવા યોગ્ય છે તેવા સર્વોત્તમ અને ગુણવાળા હોયનો માત્ર અરિહંતાદિક પાંચજ છે, તે સિવાય બીજા કોઈ સર્વોત્તમ નથી, તેઓ પાંચ પ્રકારના છેઃ અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, અને સાધુઓ. આ પાંચે પરમેષ્ઠિઓના ગભથિયથાર્થ ગુણસદૂભાવ હોયતો આ પ્રમાણે જણાવેલો છે. મનુષ્યો દેવો અને અસુરોવાળા આ સર્વ જગતને આઠ મહાપ્રાતિહાય આદિની પૂજાતિશયથી ઓળખાતા, અસાધારણ અચિત્ય પ્રભાવવાળા, કેવળજ્ઞાન પામેલા, શ્રેષ્ઠ ઉત્તમતાનો વરેલા હોવાથી “અરહંત' સમગ્ર કર્મક્ષય પામેલા હોવાથી જેમનો ભવાંકુર સમગ્રપણે બળી ગએલ છે, જેથી હવે ફરી તેઓ આ સંસારમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેમને “અરહંત' પણ કહેવાય. અથવાતો અતિદુખે કરી જેના ઉપર જીત મેળવી શકાય તેવા સમગ્ર આઠે કર્મ શત્રુઓને નિર્મથન કરી હણી નાખ્યા છે. નિર્મલનચૂરેચૂરા કરી નાખ્યા છે, ઓગાળી નાખ્યા છે. અંત કર્યો છે, પરીભાવ કર્યો છે, અથતિ કર્મરૂપી શત્રુઓને જેમણે કાયમ માટે હણી નાખ્યા છે. તેવા “અરિહંત'. આ પ્રમાણે આ અરિહંતની અનેક પ્રકારે વ્યાખ્યા કરાય છે. પ્રજ્ઞાપના કરાય છે, પ્રરૂપણા કરાય છે. કહેવાય છે. ભણાવાય છે, બનાવાય છે, ઉપદેશ કરાય છે. તથા સિદ્ધ ભગવંતો પરમાનંદ મહોત્સવમાં મહાલતા. મહાકલ્યાણને પામેલા, નિરુપમ સુખને ભોગવતા નિષ્કપ શુકલધ્યાન આદિના અચિંત્ય સામર્થ્યથી પોતાના જીવવીર્યથી યોગનિરોધ કરવારૂપ મહાપ્રયત્નથી જેઓ સિદ્ધ થએલા છે. અથવા તો આઠ પ્રકારના કર્મનો ક્ષય થવાથી જેઓએ સિદ્ધપણાની સાધના સિદ્ધ કરવી છે, એવા પ્રકારના સિદ્ધ ભગવંતો, અથવા શુક્લ પ્લાનરૂપ અગ્નિથી બાંધેલા કર્મો ભસ્મીભૂત કરીએ જેઓ સિદ્ધ થાય છે, તેવા સિદ્ધ ભગવંતો, સિદ્ધ કર્યા છે, પૂર્ણ થયા છે ,રહિત થયાં છે સમગ્ર પ્રયોજન સમૂહ જેઓને એવા સિદ્ધ ભગવંતો. આ સિદ્ધ ભગવંતો ત્રિપુરુષ-નપુંસકલિંગ, અન્યલિંગે ગૃહસ્થલિંગે, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ યાવતુ કર્મક્ષય કરીને સિદ્ધ પામ્યા-એમ અનેક પ્રકારે સિદ્ધોની પ્રરૂપણા કરાય છે (તથા) - અઢાર હજાર શીલાંગોએ આશ્રય કરેલા દેહવાળા છત્રીસ પ્રકારના જ્ઞાનાદિક આચાર કંટાળા સિવાય નિરન્તર જેઓ આચરે છે, તેથી આચાર્ય-સર્વ સત્યો તેમજ શિષ્ય સમુદાયનું હિત આચરનાર હોવાથી આચાર્ય, પ્રાણના પરિત્યાગ સમયમાં પણ જેઓ પૃથ્વીકાય આદિ જીવોનો સમારંભ આચરતા નથી. કે આરંભની અનુમોદના, જેઓ કરતા નથી, તે આચાર્ય મોટો અપરાધ કરેલો હોવા છતાં પણ જેઓ કોઈના ઉપર મનથી પણ પાપ આચરતા નથી તેઓ આચાર્ય કહેવાય છે. આ પ્રમાણે નામ-સ્થાપના વગેરે અનેક ભેદોવડે પ્રરૂપણા કરાય છે. (તથા). સારી રીતે આશ્રવદ્વારો બંધ કરેલા છે જેમણે, મન-વચન-કાયાના સુંદર યોગમાં ઉપયોગવાળા, વિધિપૂર્વક સ્વરભંજન-માત્રા- બિદ્-પદ-અક્ષરથી વિશુદ્ધ બાર અંગો, શ્રુતજ્ઞાન ભણનારા અને ભણાવનારા તથા બીજા અને પોતાના મોક્ષ ઉપાય જેઓ વિચારે છે - તેનું ધ્યાન ધરે છે તે ઉપાધ્યાય. સ્થિર પરિચિત કરેલા અનંતગમ પયય વસ્તુ સહિત દ્વાદશાંગી અને શ્રુતજ્ઞાન જેઓ એકાગ્ર મનથી ચિંતવે છે. સ્મરણ કરે છે. ધ્યાન કરે છે, તે ઉપાધ્યાય આ પ્રમાણે અનેક ભેદથી તેની વ્યાખ્યા કરાય છે, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ મહાનિસીહ-૩-૯૪ અન્યન્ત કષ્ટવાળા ઉગ્ર ઉગ્રતર ઘોર તપ અને ચારિત્રવાળા, અનેક વ્રત નિયમ ઉપવાસ વિવિધ અભિગ્રહવિશેષ, સંયમપાલન, સમતા સહિત પરિષહ ઉપસર્ગ સહન કરનારા, સર્વ દુઃખથી રહિત મોક્ષની સાધના કરનારા તે સાધુ ભગવન્તો. કહેવાય છે. આજ વાત ચુલિકામાં વિચારીશું. એસો પંચ નમોક્કારો- આ પાંચને કરેલો નમસ્કાર શું કરશે ? જ્ઞાનાવરણીયઆદિ સર્વ પાપકર્મ વિશેષને દરેક દિશામાં નાશ કરે તે સર્વે પાપ નાશ કરનાર, આ પદ ચૂલિકાની અંદર પ્રથમ ઉદ્દેશો કહેવાય “એસો પંચ નમોક્કારો સવ્વપાવપણાસણો' આ ઉદ્દેશો કેવા પ્રકારનો છે! મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલે તેમાં મંગલ શબ્દમાં રહેલા મંગલ શબ્દનો નિવણિસુખ અર્થ થાય છે. તેવા મોક્ષ સુખને સાધી આપવા સમર્થ એવા સમ્યગ્દર્શનાદિ સ્વરૂપવાળો, અહિંસા લક્ષણવાળો ધર્મ જે મને લાવી આપે તે મંગલ. અને મને ભવથી-સંસારથી ગાળે - તારે તે મંગલ. અથવા બદ્ધ, સૃષ્ટ, નિકાચિત એવા આઠે પ્રકારના મારા કર્મ સમૂહને જે ગાળેનવિલય-નાશ પમાડે તે મંગલ. આ મંગલો અને બીજા સર્વ મંગલોમાં શી વિશેષતા છે ? પ્રથમ આદિમાં અરિહંતની સ્તુતિ એજ મંગલ છે. આ સંક્ષેપથી અર્થ કહ્યો. હવે વિસ્તારથી નિચે પ્રમાણે અર્થ જાણવો. તે કાલે તે સમયે હે ગૌતમ ! જેનો શબ્દાર્થ આગળ કહેવાયો છે. એવા જે કોઈ ધર્મ તીર્થંકર અરિહંતો થાય છે, તેઓ પરમ પુજ્યોના પણ વિશેષ પ્રકારે પૂજ્ય હોય છે. કારણકે તે સર્વે અહીં આગળ જણાવીશું તેવા લક્ષણોથીયુક્ત હોય છે. અચિત્ય, અપ્રમેય, નિરુપમ જેમની તુલનામાં બીજા કોઈ ન આવી શકે, શ્રેષ્ઠ અને શ્રેષ્ઠતર એવા ગુણ સમૂહથી અધિષ્ઠિત હોવાના કારણે ત્રણે લોકનાં અતિ મહાન, મનના આનન્દને ઉત્પન્ન કરનારા છે. લાંબા ગ્રીખકાળના તાપથી સંતપ્ત પામેલા, મયુર ગણોને જેમ પ્રથમ વર્ષની ધારાઓનો સમુહ શાન્તિ પમાડે, તેવી રીતે અનેક જન્માન્તરોમાં ઉપાર્જન કરીને એકઠા કરેલા મહા-પુણ્ય સ્વરૂપ તીર્થકર નામકર્મના ઉદયથી અરિહંત ભગવત્તો ઉત્તમ હિતોપદેશ આપવા આદિ દ્વારા સજ્જડ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, દુષ્ટ-સંકિલષ્ટ એવા પરિણામ આદિથી બાંધેલા અશુભ ઘોર પાપકમથી થતા ભવ્ય જીવોના સંતાપને નિર્મલ-નાશ કરનારા હોય છે. સર્વને જાણનાર હોવાથી સર્વજ્ઞ છે. અનેક જન્મોથી ઉપાર્જન કરેલા મહાપુણ્યના સમૂહથી જગતમાં કોઈની તુલનામાં ન આવે તેવા અખૂટ બલ, વીર્ય ઐશ્વર્ય, સત્વ, પરાક્રમ યુક્ત દેહવાળા તેઓ હોય છે. તેમના મનોહર દેદીપ્યમાન પગના અંગુઠાના અગ્રભાગનું રૂપ એટલું રૂપતિશયવાળુ હોય છે કે જેની આગળ સૂર્ય જેમ દશે દિશામાં પ્રકાશથી (સ્કુરાયમાન) પ્રગટ પ્રતાપી કિરણોના સમૂહથી સર્વ ગ્રહો, નક્ષત્રો અને ચંદ્રની શ્રેણીને તેજહીન બનાવે છે, તેમ તીર્થંકર ભગવન્તના શરીરના તેજથી સર્વ વિદ્યાધરો, દેવાંગનાઓ, દેવેન્દ્રો, અસુરેન્દ્રો, સહિત દેવોના સૌભાગ્ય, કાન્તિ, દિપ્તિ, લાવણ્ય અને રૂપની સમગ્ર શોભા ઝાંખી-નિસ્તેજ થઈ જાય છે. સ્વભાવિક એવા ચાર, કર્મક્ષય થવાથી થએલા અગીયાર, તથા દેવોએ કરેલા ઓગણીશ એમ ચોત્રીસ અતિશયો એવા શ્રેષ્ઠ નિરુપમ અને અસાધારણ હોય છે. જેનાં દર્શન કરવાથી ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, અહમિન્દ્ર ઈન્દ્ર, Page #268 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ ૨૫ અપ્સરા, કિન્નર, નર વિદ્યાધર, સુરો અને અસુરો સહિત જગતના જીવોને એવી નવાઈ લાગે છે. આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે અરે આપણે અત્યાર સુધીમાં કોઈ દિવસ નહીં જોયેલું એવું આજે જોયું. એક સાથે એકઠા થયેલા. અતુલ મહાનું અચિન્ય ગુણો પરમ આશ્ચર્યોનો સમૂહ એકજ વ્યક્તિમાં આજે આપણે જોયો. એવા શુભ પરિણામથી તે સમયે અત્યન્ત ગાઢ સતત ઉત્પન્ન થએલા પ્રમોદવાળા થયા. હર્ષ અને અનુરાગથી સ્કુરાયમાન થતા નવીન નવીન પરિણામોથી પસ્પર હર્ષના વચનો બોલવા લાગ્યા. અને વિહાર કરીને ભગવંત આગળ થયા ત્યારે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. પરસ્પર કહેવા લાગ્યા કે ખરેખર આપણે ધિકારપાત્ર છીએ, અઘન્ય છીએ, પુણ્યહીન છીએ, ભગવંત વિહાર કરીને ચાલ્યા ગયા પછી સંક્ષોભ પામેલા દયવાળા મૂચ્છ પામ્યા, મુશ્કેલીથી ભાનમાં આવ્યા, તેમના ગાત્રો ખેંચાવાથી અત્યન્ત શિથિલ થઈ ગયા. શરીર સંકોચ કરવો. હાથ-પગ લંબાવવા પ્રસન્નતા બતાવવી, આંખોમાં પલકારા થવા. શરીરની ક્રિયાઓ-વ્યાપારો બંધ પડી ગયા. ન સમજાય તેવા અલનાવાળા મંદ મંદ શબ્દો બોલવા લાગ્યા. મંદ મંદ લાંબા હુંકાર સાથે લાંબા ઉષ્ણ નિસાસા મૂકવા લાગ્યા. અતિબુદ્ધિશાળી પુરુષોજ તેઓના મનનો-ચેતન્યનો યથાર્થ નિર્ણય કરી શક્યા. જગતના પ્રાણીઓ વિચારવા લાગ્યા કે કેવા પ્રકારના તપના સેવન કરવાથી આવી શ્રેષ્ઠ દ્ધિ મેળવી શકાતી હશે ? તેમની ઋદ્ધિસમૃદ્ધિના વિચારથી અને દર્શનથી આશ્ચર્ય પામતા પોતાના વક્ષ:સ્થળ ઉપર હસ્તતલ સ્થાપન કરતા મનને ચમત્કાર પમાડનાર મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરતા હતા. તેથી હે ગૌતમ ! આવા આવા અનન્ત ગુણ સમૂહથી યુક્ત શરીરવાળા સારી રીતે આદર પૂર્વક ગ્રહણ કરાતા નામવાળા ધર્મતીર્થને પ્રવતવનારા અરિહંત ભગવન્તોના ગુણ-ગણસમૂહરૂપી રત્નનાનિધાનનું વર્ણન ઈન્દ્ર મહારાજા, અન્ય કોઈ ચાર જ્ઞાનવાળા કે, મહાઅતિશયવાળા છદ્મસ્થ જીવ, પણ રાત દિવસ દરેક ક્ષણ હજારો જીભોથી કરોડો વર્ષ સુધી કરે તો પણ જેવી રીતે સ્વંયભૂરમણ સમુદ્રનો પાર પામી શકતો નથી. તેમ અરિહંતના ગુણને વર્ણવી શકતા નથી... કારણ કે હે ગૌતમ ! ધર્મ તિર્થ પ્રવર્તનાર અરિહંત ભગવંતો અપરિમિત ગુણરત્નોવાળા હોય છે. તેથી અહિં તેમના માટે વધારે કેટલું કહેવું? જ્યાં ત્રણ લોકના નાથ જગતના ગુર, ત્રણ ભૂવનના એક બંધુ, ત્રણ લોકના તેવા તેવા ઉત્તમ ગુણોના આધારભૂત શ્રેષ્ઠ ધર્મ તીર્થકરોના ચરણના એક અંગુઠાના અગ્રભાગનો એક માત્ર ભાગ અનેકગુણોના સમૂહથી શોભી રહેલો છે. તેમાં અનંતમાં ભાગનું રૂપ ઈન્દ્રાધિકો વર્ણવવા સમર્થ નથી. તે વાત વિશેષ સમજાવતા કહે છે - દેવો અને ઈન્દ્રો અથવા તેવા કોઈ ભક્તિમાં તરબોળ બનેલા સર્વ પુરુષો અનેક જન્માન્તરોમાં ઉપાર્જન કરેલા અનિષ્ટ દુષ્ટ કર્મરાશિજનિત દુર્ગતિ ઉદ્વેગ વગેરે દુઃખ દારિદ્રય, કલેશ, જન્મ, જરા મરણ, રોગ, શોક, સંતાપ, ખિન્નતા વ્યાધિ, વેદના આદિના ક્ષયના માટે તેમના અંગુઠાના ગુણોનું વર્ણન કરવા માંડતો સૂર્યના કિરણોની સમૂહની જેમ ભગવાનના જે અનેક ગુણોનો સમૂહ એકી સાથે તેમના જિવાના અગ્રભાગે સ્કુરાયમાન થાય છે, તેને ઈન્દ્ર સહિત દેવગણો એક સામટા બોલવા લાગી જાય તો પણ જે વર્ણવવા શક્તિમાન નથી, તો પછી ચર્મ ચક્ષુવાળા અકેવલીઓ શું કહી શકે? Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ મહાનિસીહ– ૩-૪૯૪ તેથી હે ગૌતમ! આ વિષયમાં અહિં આ પરમાર્થ સમજ્યો કે તિર્થંકર ભગવન્તોના ગુણ સમૂદ્રનો એકલા કેવલજ્ઞાની તિર્થંકરોજ કહી શકવા શક્તિમાન છે. બીજા કોઈ કહેવા સમર્થ થઈ શકતા નથી. કારણકે તેઓની વાણી સાતિશય હોય છે. તેથી તેઓ કહી શકવા સમર્થ છે. અથવા હે ગૌતમ આ વિષયમાં બહુ કહેવાથી શું ? સારભૂત અર્થ જણાવું છું તે આ પ્રમાણેઃ [૪૯૫-૪૯૬] સમગ્ર આઠે પ્રકારના કર્મરૂપ મલના કલંકથી રહિત, દેવો અને ઈન્દ્રોથી પૂજિત થએલા ચરણવાળા જીનેશ્વરભગવંતનું માત્ર નામ સ્મરણ કરનાર મનવચન-કાયારૂપ ત્રણે કારણમાં એકાગ્રતાવાળો ક્ષણે ક્ષણમાં શીલ અને સંયમમાં ઉદ્યમ વ્રત-નિયમમાં વિરાધના ન કરનાર, આત્મા નક્કી તરત ટુંકા કાળમાં સિદ્ધિ પામે છે. [૪૯૭-૪૯૯] જે કોઈ જીવ સંસારના દુખથી ઉદ્વેગ પામે અને મોક્ષ સુખ મેળવવાની અભિલાષાવાળો થાય ત્યારે તે “જેમ કમલવનમાં ભ્રમણ મગ્ન બની જાય તેવી રીતે” ભગવંતની સ્તવના, સ્તુતિ માંગલિક જય જયારવ શબ્દ કરવામાં તલ્લીન થાય અને ઝણઝણતા ગુંજારવ કરે ભક્તિ પૂર્ણ દયથી જિનેશ્વરોના ચરણ યુગલ આગળ ભૂમિ ઉપર પોતાનું મસ્તક સ્થાપન કરીને અંજલિ જોડીને શંકાદિ દુષણ સહિત સમ્યકત્વવાળો ચારિત્રનો અર્થી અખંડિત વ્રત નિયમ ધારણ કરનાર માનવી જો તીર્થંકરના એકજ ગુણને ર્દયમાં ધારણ કરેતો તે સિદ્ધિ જરૂર પામે છે. [પ00] હે ગૌતમ ! જેમનું પવિત્ર નામ ગ્રહણ કરવું તે આવા ઉત્તમ ફળવાળું છે એવા તીર્થકર ભગવંતોના જગતમાં પ્રગટ મહાનું આશ્વર્યભૂત, ત્રણે ભુવનમાં વિશાળ પ્રગટ અને મહાન એવા અતિશયોનો વિસ્તાર આવા પ્રકારનો છે. પિ૦૧-૫૦૩ કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને ચરમશરીર જેમણે પ્રાપ્ત કર્યું નથી એવા જીવો પણ અરિહંતોના અતિશયોને દેખીને આઠ પ્રકારના કર્મોનો ક્ષય કરનારા થાય છે. બહુ દુઃખ અને ગર્ભવાસથી મુક્ત બને છે, મહાયોગી થાય છે, વિવિધ દુખ ભરેલા ભવસાગરથી ઉદ્વિગ્ન બને છે. અને ક્ષણવારમાં સંસારથી વિરક્ત મનવાળો બની જાય છે. અથવા હે ગૌતમ! બીજું કથન કરવાનું બાજુ પર રાખીને, પરંતુ આ પ્રકારે ધમતિર્થંકર એવું શ્રેષ્ઠ અક્ષરવાળું નામ છે. તે ત્રણ ભુવનના બંધુ, અરિહંત, ભગવંત, જીનેશ્વર, ધર્મ તીરર્થકરોને જ છાજે છે. બીજાને આ નામ આપવું છાજતું નથી. કેમકે તેઓએ મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણયુક્ત અનેક જન્મોમાં સ્પર્શેલ પ્રગટ કરેલા સમ્યગ્દર્શન અને ઉલ્લાસ પામેલ પરાક્રમના બળને છૂપાવ્યા વગર ઉગ્ર કષ્ટદાયક ઘોર દુષ્કર તપનું નિરંતર સેવન કરીને ઉંચા પ્રકારના મહાપુણ્યકંઘ સમૂહને ઉપાર્જિત કરેલો છે. ઉત્તમ, પ્રવર, પવિત્ર, સમગ્ર વિશ્વના બંધુ, નાથ તથા શ્રેષ્ઠ સ્વામી થયા હોય છે. અનંત કાળથી વર્તતા ભવોની પાપવાળી ભાવનાના યોગે બાંધેલા પાપકર્મને છેદીને અદ્વિતિય તીર્થંકર નામકર્મ જેમણે બાંધેલું છે. અતિ મનોહર, દેદિપ્યમાન, દશે દિશામાં પ્રકાશનાર, નિરૂપમ એવા એક હજાર અને આઠ લક્ષણોથી સુશોભિત હોય છે. ગતમાં જે ઉત્તમ શોભાના નિવાસ માટેનું જાણે વાસગૃહ હોય તેવી અપૂર્વ શોભાવાળા, તેમના દર્શન થતાં જ તેમની શોભા દેખીને દેવો અને મનુષ્યો અંતઃ કરણમાં આશ્ચર્ય અનુભવે છે, તથા નેત્ર અને મનમાં મહાનું વિસ્મય તથા પ્રમોદનો Page #270 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન૭ ૨૬૭ અનુભવ કરે છે. તે તીર્થંકર ભગવન્તો સમગ્ર પાપ કમરૂપી મેલના કલંકથી મુક્ત થએલા હોય છે. ઉત્તમ સમચતુરસ્ત્ર સંસ્થાન તથા શ્રેષ્ઠ વજaષભનારા, સંઘયણથી યુક્ત પરમ પવિત્ર અને ઉત્તમ શરીરને ધારણ કરનારા હોય છે. આવા પ્રકારના તીર્થકર ભગવન્તો મહાયશસ્વી, મહાસત્ત્વશાળી મહાપ્રભાવી પરમેષ્ઠી હોય તેઓજ ધર્મ તીર્થને પ્રવર્તાવનાતર થાય છે. વળી કહ્યું છે કે પિ૦૪-૫૦૮] સમગ્ર મનુષ્યો, દેવો, ઈન્દ્રો અને દેવાંગનાઓના રૂપ, કાંતિ, લાવણ્ય એ સર્વ એકત્ર કરીને તેનો ઢગલો કદાચ એક બાજુ કરવામાં આવે અને તેની બીજી બાજુ જિનેશ્વરના ચરણના અંગુઠાના અગ્ર ભાગનો ક્રોડમો કે લાખમો ભાગ તેની સાથે સરખાવીએ તો તે દેવ દેવીઓનાં રૂપનો પિંડ સુવર્ણના મેરુ પર્વત પાસે રાખના ઢગલાની જેમ શોભારહિત દેખાય છે. અથવા આ જગતના તમામ પુરુષોના બધા ગુણો એકઠા કરવામાં આવે તો તે તીર્થંકરનાં ગુણોના અનંતમાં ભાગે પણ આવતા નથી. સમગ્ર ત્રણે જગતુ એકઠાં થઈને એક બાજુ એક દિશા ભાગમાં ત્રણે ભુવન રહેઅને બીજી બાજુની દિશામાં તીર્થંકર ભગવંત એકલાજ હોય તો પણ તેઓ ગુણોમાં અધિક હોય છે. તે કારણે તેઓ પરમ પૂજ્ય છે. વંદનીય, પૂજનીય. અહંન્ત છે. બુદ્ધિ અને મતિવાળા છે, માટે તેજ તીર્થકરોને ભાવથી નમસ્કાર કરો. . પિ૦૯-૫૧૨] લોકમાં પણ ગામ, પુર, નગર, વિષય, દેશ કે સમગ્ર ભારતનો જે જેટલા દેશનો સ્વામી હોય છે, તેની આજ્ઞાને તે પ્રદેશના લોકો માન્ય કરે છે. પરંતુ ગ્રામાધિપતિ સારીરીતે અતિપ્રસન્ન થયો હોયતો એક ગામમાંથી કેટલું આપે ? જેની પાસે જેટલું હોય તેમાંથી કેટલુંક આપે. ચક્રવર્તી થોડું આપે તો પણ તેનાથી કુલ પરંપરાથી ચાલ્યું આવતું (સમગ્ર બંધુ વર્ગનું) દારિદ્ર નાશ પામે છે. વળી તે મંત્રી પણાની, મંત્રી ચક્રવર્તીપણાની, ચક્રવતી સુરપતિપણાની, અભિલાષા કરે છે. દેવેન્દ્રો, જગતના યથેચ્છિત સુખકુલને આપનારા તીર્થંકર પણાની અભિલાષા કરે છે. [પ૧૩-૫૧૪] એકાન્ત લક્ષ રાખીને અતિઅનુરાગ પૂર્વક ઈન્દ્રો પણ જે તીર્થંકર પદની ઈચ્છા રાખે છે, એવા તીર્થકર ભગવંતો સર્વોત્તમ છે. એમાં સંદેહ નથી. તેથી સમગ્ર દેવ, દાનવ, ગ્રહ, નક્ષત્ર, સૂર્ય અને ચંદ્ર વગેરેને પણ તીર્થકરો પૂજ્ય છે. અને ખરેખર તેઓ પાપનો નાશ કરનારા છે. પિ૧પ-પ૧૭] ત્રણે લોકથી પૂજા પામેલા અને જગતના ગુરૂ એવા ધર્મતીર્થકરોની દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારની પૂજા કહેલી છે. ચારિત્રાનુષ્ઠાન, અને કષ્ટવાળા ઉગ્ર ઘોર તપનું આસેવન કરવું તે ભાવપૂજા અને દેશ વિરતિ શ્રાવક જે પૂજા સત્કાર તેમજ દાન-શીલ આદિ ધર્મ સેવન કરે તે દ્રવ્ય પૂજા. તેથી કરીને હે ગૌતમ! અહિં આનું તાત્પર્ય આ પ્રમાણે સમવું - [૧૭] ભાવ-અર્ચન એ પ્રમાદથી ઉત્કૃષ્ટ ચારિત્ર પાલનરૂપ છે. જ્યારે દ્રવ્યઅર્ચન એ જિનપૂજા રૂપ છે. મુનિઓ માટે ભાવ અર્ચન છે અને શ્રાવકો માટે બને અર્ચન કહેલાં છે. તેમાં ભાવ અર્ચન પ્રશંસનીય છે. [૧૮] હે ગૌતમ ! અહિં કેટલાંક શાસ્ત્રના પરમાર્થને નહિં સમજનારા અવસનશિથિલવિહારી, નિત્યવાસિ, પરલોકના નુકશાનનો વિચાર નહિ કરનારા, પોતાની મતિ પ્રમાણે વર્તન કરનારા. સ્વચ્છંદો, ઋદ્ધિ, રસ, શાત્તા-ગારવ આદિમાં આસક્ત બનેલા, રાગ-દ્વેષ, મોહ-અહંકાર-મમત્વ આદિમાં અતિ પ્રતિબદ્ધ-રાગવાળા થયેલા, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ મહાનિસીહ-જા-પ૧૮ સમગ્ર સંયમરૂપ સદ્ધર્મથી પરાડમુખ, નિર્દય, નિર્લજ્જ, પાપની ધૃણા વગરના, કરુણા વગરના, નિદય, પાપઆચરણ કરવામાં અભિનિવેશ-કદાગ્રહ બુદ્ધિવાળો, એકાન્તપણે જે અત્યન્ત ચંડ, રુદ્ર અને કુર અભિગ્રહો કરનાર મિથ્યાદ્રષ્ટિઓ, સર્વ સાવદ્ય યોગના પચ્ચકખાણ કરીને સર્વ સંગ, આરંભ, પરિગ્રહથી રહિત થઈ, ત્રિવિધ ત્રિવિધ (મનવચન-કાયાથી કૃત-કારિત- અનુમતિથી) દ્રવ્યથી સામાયિક ગ્રહણ કરે છે પરંતુ ભાવથી ગ્રહણ કરતા નથી, નામનું મસ્તક મુંડાવે છે. નામથી જ અણગાર-ઘર છોડેલ છે. 'નામના જ મહાવ્રત ધારી છે શ્રમણ થયા છતાં પણ અવળી માન્યતા કરીને સર્વથા ઉન્માર્ગનું સેવન અને પ્રવર્તન કરે છે. તે આ પ્રમાણેઃ અમે અરિહંત ભગવંતની ગંધ, માળા, દીપક, સંમાર્જન, લિંપન, વસ્ત્ર, બલિ, ધૂપ, આદિની પૂજા સત્કાર કરીને હંમેશા તિર્થની પ્રભાવના કરીએ છીએ ! એ પ્રમાણે, માનનારાઓ ઉન્માર્ગ પ્રવતવેિ છે. આ પ્રમાણેના તેમના કર્તવ્યો સાધુધર્મને અનુરૂપ નથી. હે ગૌતમ! વચનથી પણ તેમના આ કર્તવ્યની અનુમોદના આપવી નહિ હે ભગવન્ત ! કયા કારણથી એમ કહેવાય છે કે વચનથી પણ તેમના આ દ્રવ્ય પૂજનની અનુમોદના ન કરવી ? હે ગૌતમ ! તેમના વચનના અનુસારે અસંયમની બહુલતા અને મુળગુણનો નાશ થાય તેથી કમનો આશ્રવ થાય, વળી અધ્યવસાય આશ્રીને સ્કુલ તેમજ સુક્ષ્મ શુભાશુભ કર્મ પ્રવૃતિઓનો બંધ થાય, સર્વ સાવધની કરેલી વિરતિરૂપ મહાવ્રતનો ભંગ થાય, વ્રત ભંગ થવાથી આજ્ઞા ઉલ્લંઘનનો દોષ લાગે, તેનાથી ઉન્માર્ગગામીપણું પામે. તેનાથી સન્માર્ગનો લોપ થાય, ઉન્માર્ગ પ્રવર્તન કરવું અને સન્માર્ગનો વિપ્રલોપ કરવો એ યતિઓને માટે મહાઆશાતના રૂપ છે. કારણકે તેવી મહાઆશાતના કરનારને અનંતા કાળસુધી ચારે ગતિમાં જન્મ-મરણના ફેરા કરવા પડે છે. આ કારણથી તેવા વચનથી અનુમોદના ન કરવી. [પ૧૯-૫૨૦] દ્રવ્યસ્તવ અને ભાવસ્તિવ આ બેમાં ભાવ-સ્તવ ઘણા ગુણવાળું છે. વ્યસ્ત ઘણા ગુણવાળુ છે” એમ બોલનારની બુદ્ધિ સમજદારીવાળી નથી હે ગૌતમ ! છકાયના જીવોનું હિત-રક્ષણ થાય તેમ વર્તવું. આ દ્રવ્યસ્તવ ગંધ પુષ્પાદિકથી પ્રભુભક્તિ કરવી તે સમગ્ર પાપનો ત્યાગ ન કરેલ હોય તેવા દેશ વિરતિવાળા શ્રાવકને • યુક્ત ગણાય છે. પરંતુ સમગ્ર પાપના પચ્ચખાણ કરનાર સંયમી સાધુને પુષ્પાદિકની પૂજારૂપ-દ્રવ્ય-સ્તવ કરવું કલ્પતું નથી. [પર૧-૫૨૨] હે ગૌતમ ! જે કારણથી આ દ્રવ્યસ્તવ અને ભાવરૂવરૂપ બને પૂજા બત્રીસ ઈન્દ્રોએ કરેલી છે તો કરવા લાયક છે એમ કદાચ તમે સમજતા હો તો તેમાં આ પ્રમાણે સમજવાનું છે. આ તો માત્ર તેઓનો વિનિયોગ-મેળવવાની અભિલાષારૂપે ભાવ-સ્તવ ગણેલ છે. અવિરતિ એવા ઈન્દ્રોને ભાવસ્તવ (છકાય જીવોની ત્રિવિધ ત્રિવિધે દયા સ્વરૂપ)નો અસંભવ છે દશાર્ણભદ્ર રાજાએ ભગવંતનો આડંબરથી સત્કાર કર્યો તે દ્રવ્યપૂજા અને ઈન્દ્રની સામે સ્પર્ધામાં હાર્યા ત્યારે ભાવસ્તવ રૂપ દિક્ષા અંગીકાર કરી. ત્યારે ઈન્દ્રને પણ હરાવ્યા - એ ઉદાહરણ અહિં લાગું પાડવું, માટે ભાવ તવ જ ઉત્તમ છે. પિ૨૩-૫૨૬] ચક્રવર્તી, સૂર્ય ચન્દ્ર, દત્ત, દમક વગેરેએ ભગવાનને પૂછ્યું કે શું સર્વ પ્રકારની ઋદ્ધિ સહિત કોઈ ન કરી શકે તેવી રીતે ભક્તીથી પૂજા-સત્કાર કર્યા તે શું સર્વ સાવધ સમજવું? કે ત્રિવિધ વિરતિવાળું અનુષ્ઠાન સમજવું કે સર્વ પ્રકારના યોગવાળી Page #272 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩ ૨૬૯ અવિરતીને વિશે તે પૂજા ગણવી? હે ભગવંત ઈન્દોએ તો તેમની સર્વ તાકાતથી સર્વ પ્રકારની પૂજા કરી છે. હે ગૌતમ ! અવિરતિવાળા ઈન્દ્રોએ ઉત્તમ પ્રકારની ભક્તિથી પૂજા સત્કાર કર્યા હોય તો પણ તે દેશ વિરતિવાળા અને અવિરતિવાળાના આ દ્રવ્ય અને ભાવસ્તવ એમ બન્નેનો વિનિયોગ તેની યોગ્યતાનુસાર જોડવો. પર૭] હે ગૌતમ ! સર્વ તીર્થંકર ભગવંતોએ સમગ્ર આઠ કર્મનો નિમૂલ-ક્ષય કરનાર એવા ચારિત્ર અંગીકાર કરવા સ્વરૂપ ભાવસ્તવ પોતે આચરેલું છે. પિ૨૮-૫૩૦] ભવથી ભય પામેલા એવા તેમને જ્યાં જ્યાં આવવાનું, જતુઓને સ્પર્શ આદિ પ્રમર્દન-વિનાશકારણ પ્રવર્તતું હોય, સ્વ-પર હિતથી વિરમેલા હોય તેમનું મન તેવા સાવધ કાર્યમાં પ્રવર્તતું નથી. માટે સ્વ-પર અહિતથી વિરમેલા સંતોએ સર્વ પ્રકારે સુવિશેષ પણે પરમ સારભૂત વધારે લાભદાયક એવા એવા અનુષ્ઠાનનું સેવન કરવું જોઈએ. મોક્ષ માર્ગનું પરમ સારભુત વિશેષતાવાળું એકાંત હિત કરનાર પથ્ય સુખ આપનાર પ્રગટ.પરમાર્થ સ્વરૂપ કોઈ અનુષ્ઠાન હોયતો માત્ર સર્વ વિરતિ સ્વરૂપ ભાવસ્તવ છે. તે આ પ્રમાણેઃ [પ૩૧-પ૩૭] લાખ યોજન પ્રમાણ મેરુ પર્વત જેવડા ઉંચા, મણિસમુદ્રથી શોભિત. સુવર્ણમય, પરમ મનોહર, નયન અને મનને, આનન્દ કરાવનાર, અતિશય વિજ્ઞાન પૂર્ણ અતિ મજબૂત, ન દેખાય તેવી રીતે સાંધાઓ જોડી દીધા હોય તેવું, અતિશય ઘાસીને સુંવાળું કરેલ, જેના વિભાગો સારી રીતે વહેંચાયેલા છે તેવું, ઘણા શિખરો યુક્ત અનેક ઘંટાઓ અને ધ્વજાઓ સહિત, શ્રેષ્ઠ તોરણો યુક્ત ડગલે-પગલે આગળ આગળ જઈએ તો જ્યાં (પર્વત) કે રાજમહેલ સરખી શોભા નજરે પડતી હોય. તેવા, અગરકપુર-ચંદન વગેરેનો બનાવેલ ધુપ જ્યાં અગ્નિમાં નાખવાથી મહેંકતો હોય, ઘણા પ્રકારના અનેક વર્ણવાળા આશ્ચર્યકારી સુંદર પુષ્પ સમૂહથી સારી રીતે પૂજાએલ, જેમાં નૃત્યપૂર્ણ અનેક નાટકોથી આકુલ, મધુર મૃદંગોના શબ્દો ફેલાઈ રહેલા છે સેંકડો ઉત્તમ આશયવાળા લોકોથી આકુલજેમાં જિનેશ્વર ભગવંતોના ચારિત્રો અને ઉપદેશોનું શ્રવણ કરાવવાના કારણે ઉત્કંઠિત થએલા ચિત્તયુક્ત લોકો હોય. જ્યાં કહેવાની કથાઓ, વ્યાખ્યાતાઓ, નૃત્ય કરનારાઓ, અપ્સરાઓ, ગન્ધર્વો, વાજિંત્રોના શબ્દો સંભળાઈ રહેલ છે. આ કહેલા ગુણ સમુહ યુક્ત આ પૃથ્વીમાં સર્વત્ર પોતાની ભુજાથી ઉપાર્જન કરેલા ન્યાયોપાર્જિત અર્થથી સુવર્ણના, મણિના અને રત્નના પગથીઆવાળું તેવા જ પ્રકારના હજારો સ્તંભો જેમાં ઉભા કરવામાં આવેલા હોય, સુવર્ણનું બનાવેલ ભૂમિતલ હોય, તેવું જિનમંદિર જે કરાવે તેના કરતાં પણ તપ અને સંયમ અનેક ગુણવાળો કહેલો છે. [પ૩૮-૫૪૦] આ પ્રમાણે તપ સંયમ વડે ઘણા ભવોના ઉપાર્જન કરેલ પાપકર્મના મલરૂપ લેપને સાફ કરીને અલ્પકાળમાં અનંત સુખવાળો મોક્ષ પામે છે. સમગ્ર પૃથ્વી પટ્ટને જિનાયતનોથી શોભાયમાન કરનાર દાનાદિક ચાર પ્રકારનો સુંદર ધર્મ સેવનાર શ્રાવક વધારેમાં વધારે સારી ગતિ પામે તો પણ બારમા દેવલોકથી આગળ જઈ શકતો નથી. પરન્તુ અશ્રુત નામના બારમા દેવલોક સુધી જ જઈ શકે છે. પિ૪૦-પ૪૨] હે ગૌતમ ! લવસત્તમ દેવો અર્થાત્ સર્વાર્થસિદ્ધમાં રહેનાર દેવો પણ ત્યાંથી ચ્યવી નીચે પડે છે પછી બાકીના જીવોની વિચારણા કરીએ તો સંસારમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ મહાનિસીહ-૩-૫૪૨ કોઈ શાશ્વતકે સ્થિર સ્થાન નથી. લાંબા કાળે પણ જેમાં દુઃખ આવવાનું હોય તેવા વર્તમાનના સુખને સુખ કેમ કહી શકાય ? જેમાં છેવટે મરણ આવવાનું હોય અને અલ્પકાલનું શ્રેય તેવા સુખને તુચ્છ ગણેલું છે. સમગ્ર નર અને દેવોનું સર્વ લાંબા કાળ સુધીનું સુખ એકઠું કરીઓતો પણ તે સુખ મોક્ષના અનંતમાં ભાગ જેટલું પણ શ્રવણ કે અનુભવ કરી શકાય તેવું નથી. [૫૪૩-૫૫] હે ગૌતમ! અતિ મહાન એવા સંસારના સુખોની અંદર અનેક હજાર ઘોર પ્રચંડ દુઃખો છુપાઈને રહેલા હોય છે. પરન્ત મંદ બુદ્ધિવાળા શાતા વેદનિય કર્મના ઉદયમાં તેને જાણી શકતો નથી. મણિ સુવર્ણના પર્વતમાં અંદર છુપાઈને રહેલ લોઢ રોડાની જેમ અથવા વણિકની પુત્રીની જેમ, [આ કોઈ પ્રસંગનું પાત્ર છે. ત્યાં એવો અર્થ ઘટી શકે છે કે જેમ કુળવાન લજ્જાળુ અને લાજકાઢનારી વણિક પુત્રીનું મુખ બીજા જોઈ શકતા નથી તેમ મોક્ષનું સુખ પણ વર્ણવી શકાતું નથી. ]નગરના મહેમાન તરીકે રહીને આવેલો ભીલ રાજમહેલ આદિના નગરસુખને વર્ણવીને કહી શકતો નથી. તેમ અહિં દેવતા અસુરો અને મનુષ્યોવાળા જગતમાં મોક્ષના સુખને સમર્થ જ્ઞાની પુરુષો પણ વર્ણવી શકતાં નથી. પિ૪૬] લાંબાકાળે પણ જેનો અન્ત દેખાતો હોય તેને પુણ્ય શી રીતે કહી શકાય ! તેમજ જેનો છેડો દુઃખમાં આવવાનો હોય અને જે ફરી સંસારની પરંપરા વધારનાર હોય તેને પુછ્યું કે સુખકેમ કહી શકાય? પિ૪૭] તે દેવ વિમાનનો વૈભવ તેમજ દેવલોકમાંથી આવવાનું થાય. આ બન્નેનો વિચાર કરનારનું હૈયું ખરેખર વૈક્રિય શરીરનું મજબૂત ઘડાયેલું છે. નહિંતર તેનાં સો ટુકડા થઈને તુટી જાય. [૫૪૮-૫૪૯] નરકગતિની અંદર અતિદુસહ એવા જે દુઃખો છે તેને ક્રોડ વર્ષ સુધી જીવનાર વર્ણ શરુ કરે તો પણ પૂર્ણ કરી શકે નહિ. તેથી હે ગૌતમ! દસ પ્રકારનો યતિ ધર્મ ઘોર તપ અને સંયમના અનુષ્ઠાનો આરાધવા તે રૂપ ભાવસ્તવથી જ અક્ષય મોક્ષ સુખ મેળવી શકાય છે. [૫૦] નારકના ભવમાં, તિર્યંચના ભવમાં, દેવભવમાં કે ઈન્દ્રપણામાં તે નથી મેળવી શકાતું કે જે કંઈ મનુષ્ય ભવમાં મેળવી શકાય છે. [પપ૧] અતિ મહાન ઘણા જ ચારિત્રાવરણીય નામના કમ દૂર થાય ત્યારે જ તે ગૌતમ ! જીવો ભાવસ્તવ કરવાની યોગ્યતા મેળવી શકે છે. [પપ૨] જન્માન્તરમાં ઉપાર્જન કરેલા મોટા પુણ્ય સમૂહને તેમજ મનુષ્ય જન્મને પ્રાપ્ત કર્યા સિવાય ઉત્તમ ચારિત્ર ધર્મ મેળવી શકાતો નથી. | પિપ૩] સારી રીતે આરાધન કરેલ, શલ્ય અને દંભરહિત બનીને જે ચારિત્રના પ્રભાવથી તુલના ન કરી શકાય તેવા અનંત અક્ષય ત્રણે લોકના અગ્રભાગ પર રહેલા મોક્ષ સુખને મેળવે છે. પિપ૪-પપ૬] ઘણા ભવમાં એકઠા કરેલા, ઉંચા પહાડ સરખા, આઠ પાપકર્મના ઢગલાને બાળી નાખનાર વિવેક આદિ ગુણયુક્ત મનુષ્ય-જન્મ પ્રાપ્ત કર્યો. આવો ઉત્તમ મનુષ્ય જન્મ પામીને જે કોઈ આત્મહિત તેમજ શ્રુતાનુસાર આશ્રવ નિરોધ કરતા નથી, વળી અપ્રમત્ત થઈને અઢાર હજાર શીલાંગને જેઓ ધારણ કરતા નથી. તેઓ લાંબા Page #274 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭. ૨૭૧ કાળ સુધી સતત-લગાતાર ઘોર દુખાગ્નિના દાવનાલમાં અતિશય ઉદ્વેગપૂર્વક શેકાતો અનંતી વખત બળ્યા કરે છે. પિપ૭-૫૦] અતિ દુર્ગન્ધવાળા વિષ્ટા, પ્રવાહી, ક્ષાર પિત્ત, ઉલટી, બળખા, કફ, આદિથી પરિપૂર્ણ ચરબી, ઓર, પર, ગાઢ અશુચિ, મલમુત્ર, રૂધિરના કાદવવાળા કઢકઢ કરતા કઢાતો, ચલચલ કરતા ચલાયમાન કરાતો, ઢલ ઢલ કરતા ઢળાતો રઝોડાતો સર્વ અંગોને એકઠા કરીને સંકોચાયેલો ગભવાસમાં અનેક યોનિમાં રહેતો હતો. નિયંત્રિત કરેલા અંગોવાળો, દરેક યોનિ વાળા ગભવિાસમાં ફરી ફરી ભ્રમણ કરતો હતો, હવે મારે સંતાપ ઉદ્વેગ જન્મ જરા મરણ ગભવિાસ વગેરે સંસારના દુઃખો અને સંસારની વિચિત્રતાથી ભય પામેલાએ આ સમગ્ર ભયનો નાશ કરનાર ભાવ સ્તવના પ્રભાવને જાણીને તેના વિષે દ્રઢ પણે અતિશય ઉદ્યમ અને પ્રવૃત્તિ કરવી. [પ૬૧ આ પ્રમાણે વિદ્યાધરો કિન્નરો, મનુષ્યો, દેવો અસુરોવાળા જગતે ત્રણે ભુવનમાં ઉત્કૃષ્ટ એવા જિનેશ્વરની દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એમબે પ્રકારે સ્તુતિ કરી છે. પs૨-૫૯] હે ગૌતમ ! ધર્મ તીર્થંકર ભગવંતો-અરિહંત-જિનેશ્વરો જેઓ વિસ્તારવાળી ઋદ્ધિ પામેલા છે. એવી સમૃદ્ધિ સ્વાધીન છતાં એ જગતુ બધુ ક્ષણવાર તેમાં મનથી પણ લોભાયા નથી. તેઓનું પરઐશ્વર્ય રૂપ શોભામય લાવણ્ય, વર્ણ, બળ, શરીર પ્રમાણ, સામર્થ્યયશ, કીતિ જેવી રીતે દેવલોકમાંથી ઍવીને અહીં અવતર્યા, જેવીરીતે બીજા ભવમાં, ઉગ્રતપ કરીને દેવલોક પામ્યા. એક આદિ વિશસ્થાનકોની આરાધના કરીને જેવી રીતે તીર્થંકર નામકર્મ બાંધ્ય, જેવી રીતે સમ્યકત્વ પામ્યા. અન્ય ભવોમાં શ્રમણપણાની આરાધના કરી, સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાને ચૌદ મહા સ્વપ્નોની જેવી રીતે પ્રાપ્તિ થઈ. જેવી રીતે ગર્ભવાસમાંથી અશુભ અશુચિપદાર્થનું દૂર કરવું અને સુગંધી ગંધને સ્થાપન કર્યો. ઈન્દ્ર મહારાજાએ મોટી ભક્તિથી અંગૂઠાના પર્વમાં અમૃતાહારનો ન્યાસ કર્યો. જન્મ થયો ત્યાં સુધી ભગવંતની ઈન્દ્રાદિકો સ્તવના કરતા હતા તેમ જ. જે પ્રમાણે દિશિકુમારીઓએ આવીને જન્મ સંબંધી સૂતિકર્મ કર્યા. બત્રીશ દેવેન્દ્રો ગૌરવવાળી ભક્તિથી મહાઆનંદ સહિત સર્વ ઋદ્ધિથી સર્વ પ્રકારના પોતાના કર્તવ્યો જેવી રીતે બજાવ્યાં, મેરુ પર્વતના શિખર ઉપર પ્રભુનો જન્માભિષેક કરતા હતા ત્યારે રોમાંચરૂપ કંચુકથી પુલકિત થએલા દેહવાળા, ભક્તિપૂર્ણ ગાત્રવાળાએમ માનવા લાગ્યા કે ખરેખર આપણો જન્મ કૃતાર્થ થયો. પિ૭૦-પ૭૯] ક્ષણવાર હાથ અફાળતા, સુંદર સ્વરથી ગાતા, ગંભીર દુંદુભિનો શબ્દ કરતા, ક્ષીર સમુદ્રમાંથી જેવા શબ્દો પ્રગટ થાય તેમ જય જય કરતા મંગલ શબ્દો મુખમાંથી નીકળતા હતા અને જેવી રીતે બે હાથ જોડીને અંજલી કરતા હતા, જેવી રીતે ક્ષીર સમુદ્રના જળ વડે ઘણા સુગંધી પદાર્થોની ગંધથી વાસિત કરેલા સુવણ મણિ રત્નના બનાવેલા ઉચા કળશોવડે જન્માભિષેક મહોત્સવ દેવો કરતા હતા, જેવી રીતે જિનેશ્વરે પર્વતને ચલાયમાન કર્યો. જેવી રીતે ભગવંત આઠ વરસના હતા છતાં પણ ઈન્દ્ર વ્યાકરણ’ બનાવ્યું. જેવી રીતે કુમારપણું વિતાવ્યું પરણવું થયું. જેવી રીતે લોકાંતિક દેવોએ પ્રતિબોધ કર્યો. જેવી રીતે હર્ષ પામેલા સર્વ દેવો અને અસુરોએ ભગવાનની દીક્ષાનો મહોત્સવ કર્યો. જેવી રીતે દિવ્ય મનુષ્ય તેમજ તિર્યંચો સંબંધી ઘોર પરિષહો સહન કર્યા. જેવી રીતે ઘોર તપસ્યા ધ્યાન યોગના અગ્નિ વડે ચારે Page #275 -------------------------------------------------------------------------- ________________ મહાનિસીહ – ૩/-/૫૭૯ ૨૭૨ ઘનઘાતી કર્મો બાળી નાખ્યા. જેવી રીતે લોક લોકને પ્રકાશીત કરનાર કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું, ફરી પણ જેવી રીતે દેવો અને અસુરોએ કેવલજ્ઞાનનો મહિમા કરીને ધર્મ, નીતિ, તપ, ચારિત્ર વિષયક સંશયો પૂછ્યા. દેવોએ તૈયાર કરેલા સિંહાસન ઉપર બિરાજમાન થઈને જેવીરીતે જિનેન્દ્ર ભગવન્ત ધર્મ કથન કરતા હતા, ચારે દેવ નિકાય એકઠા થઈને જેવી રીતે શ્રેષ્ઠ સમવસરણ એકદમ તૈયાર કર્યું. જેવી રીતે દેવો તેમની ઋદ્ધિ અને જગતની ઋદ્ધિ બન્નેની સરખામણી કરતા હતા સમગ્ર ભૂવનના એક ગુરુ, મહાયશવાળા અરિહંત ભગવંત જ્યાં જ્યાં જેવી રીતે વિચર્યા. જેવી રીતે આઠ મહા પ્રતિહાર્યોના સુંદર ચિહ્નો જે તિર્થમાં હોય છે. જેવી રીતે ભવ્યજીવોના અનાદિ કાળનાં ચિકણાં મિથ્યાત્વનાં સમગ્ર કર્મોને નિર્દલન કરે છે, જેવી રીતે પ્રતિબોધ કરીને માર્ગમાં સ્થાપન કરી ગણધરોને દીક્ષિત કરે છે. તેમજ મહાબુદ્ધિવાળા તેઓ સુત્રને ગુંથે છે. જેવી રીતે જિનેન્દ્ર અનંતગમ પર્યાય-સમગ્ર અર્થ ગણધરોને કહે છે. [૫૮૦-૫૮૫]જેવી રીતે જગતના નાથ સિદ્ધિ પામે છે, જેવી રીતે સર્વ સુરવરેન્દ્રો તેમનો નિર્વાણ મહોત્સવ કરેછે, તેમજ ભગવંતની ગેરહાજરીમાં શોક પામેલા તે દેવો પોતાના-ગાત્રને વહેતા અશ્રુઝળના સરસર શબ્દ કરતા પ્રવાહથી જેવી રીતે ધોતા હતા. વળી કરુણ-સ્વરથી વિલાપ કરતા હતા કે હે સ્વામિ ! અમને અનાથ કર્યા. જેવી રીતે સુરભિગંધ યુક્ત ગોશીર્ષ ચંદનવૃક્ષના કાષ્ટોથી સર્વે દેવન્દ્રોએ વિધિપૂર્વક ભગવંતના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. સંસ્કાર કર્યા પછી શોક પામેલા શુન્ય દશે દિશાના માર્ગને જોતા હતા. જેવી રીતે ક્ષીર-સમુદ્રમાં જિનેશ્વરોના અસ્થિઓને પ્રક્ષાલન કરીને દેવલોકમાં લઈ જઈને શ્રેષ્ઠ ચંદનરસથી તે અસ્થિઓનું વિલેપન કરીને અશોકવૃક્ષ પારિજાત વૃક્ષના પુષ્પો તથા શતપત્ર સહસ્રપત્રજાતિના કમળો વડે તેની પૂજા કરીને પોતપોતાના ભવનમાં જેવી રીતે સ્તુતિ કરતાં હતા. (તે સર્વ વૃતાન્ત મહા વિસ્તારથી અરહંત ચિરત્ર નામના) અંતગઢ દશાથી જાણવો. [૫૮૬-૫૮૯] અહિં અત્યારે જે ચાલુ અધિકાર છે તને છોડીને જો આ કહેવામાં આવેતો વિષયાન્તર અસંબદ્ધતા તેમજ ગ્રંથનો લાંબો વિસ્તાર થઈ જાય. પ્રસ્તાવ ન હોવા છતાં આટલું પણ અમે નિરુપણ કર્યું તેમાં અતિ મોટું કારણ ઉપદેશેલું છે. જે અહિં કહેવાયું છે. તે ભવ્ય સત્ત્વોના ઉપકાર માટે કહેવાયું છે. સારા વસાણાથી મિશ્રિત મોદકનું જેમ જેમ ભક્ષણ કરવામાં આવે છે, તેમ તેમ લોકોમાં અતિમોટી માનસિક પ્રિતી ઉત્પન્ન થાય છે. તેવી રીતે અહિં પ્રસંગ ન હોવા છતાં પણ ભક્તિના ભારથી નિર્ભર તેમજ નિજગુણ ગ્રહણ કરવામાં ખેંચાએલા ચિત્તવાળા ભવ્યાત્માને મોટો હર્ષ ઉત્પન્ન થાય છે. [૫૦] આ પંચમંગલ મહુશ્રુતસ્કંધ નવકારનું વ્યાખ્યાન મહાવિસ્તારથી અનંતગમ અને પર્યાયો સહિત સૂત્રથી ભિન્ન એવા નિર્યુક્તિ, ભાષ્ય, ચુર્ણિ દ્વારા અનંત જ્ઞાન-દર્શન ધારણ કરનાર તિર્થંકરોએ જેવી રીતે વ્યાખ્યા કરી હતી. તેવી રીતે સંક્ષેપથી વ્યાખ્યાન કરાતું હતું. પરન્તુ કાલની પરિહાણી થવાના દોષથી તે નિર્યુક્તિઓ ભાષ્યો, ચૂર્ણિઓ વિચ્છેદપામી આવા પ્રકારનો સમય-કાળ વહી રહેલો હતો, ત્યારે મહા-ઋદ્ધિલબ્ધિ-સંપન્ન પદાનુસારી લબ્ધિવાળ વ્રજસ્વામી નામના બાર અંગરૂપ શ્રુતને ધારણકરનાર ઉત્પન્ન થયા... તેમણે પંચમંગલ મહા-શ્રુતસ્કંધનો આ ઉદ્ધાર મૂલ Page #276 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનન્ટ ૨૭૩ સુત્રની મધ્યે લખ્યો. ગણધર-ભગવંતોએ મૂલસુત્રને સૂત્રપણે, ધર્મતીર્થંકર અરહંત ભગવતોએ અર્થ પણે જણાવ્યો. ત્રણે લોકથી પૂજિત વીર જિનેન્દ્રે આની પ્રરૂપણા કરી એવા પ્રકારનો વૃદ્ધ આચાર્યોનો સંપ્રદાય છે. [૫૩] અહિં જ્યાં જ્યાં પર્દા પદોની સાથે જોડાએલા હોય અને સળંગ સૂત્રાલાપક પ્રાપ્ત ન થાય ત્યાં શ્રુતઘરોએ લહીયાઓએ ખોટું લખ્યું છે. એવો દોષ ન આપવો. પરન્તુ જે કોઈ આ અચિત્ત્વ ચિન્તામણી અને કલ્પવૃક્ષ સમાન મહાનિશિથ શ્રુતસ્કંધની પૂર્વદર્શ-પહેલાની લખેલી પ્રતિ હતી તેમાં જ ઉંધય વગેરે જીવાતોથી ખવાઈને તે કારણે ટુકડાવાળી પ્રત બની ગઈ. ઘણા પત્રો સહી ગયા તો પણ અત્યન્ત અતિશયવાળો મોટા અર્થથી ભરપૂર આ મહાનિશીથ શ્રુતસ્કંધ છે. સમગ્ર પ્રવચનના પરમ સારભૂત શ્રેષ્ઠ તત્ત્વપૂર્ણ મહા-અર્થ-ગર્ભિત છે- એમ જાણીને પ્રવચનના વાત્સલ્યથી અનેક ભવ્યજીવોને ઉપકારક થશે તેમ માનીને તથા પોતાના આત્માના હિતાર્થે આચાર્ય હરિભદ્રસૂરીએ જે તે આદર્શમાં દેખ્યું, તે સર્વ પોતાની મતિથી શુદ્ધ કરીને લખ્યું છે. બીજી પણ આચાર્યો-સિદ્ધસેનદિવાકર, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધન, ક્ષમાશ્રમણના શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ, ક્ષમક, સત્યષ્ટ વગેરે યુગ પ્રધાન શ્રુતધરોએ તેને બહુમાન્ય રાખેલું છે. [૫૯૨] હે ગૌતમ ! આ પ્રમાણે આગળ કહી ગયા તે પ્રમાણે વિનય-ઉપધાન સહિત પંચમંગલ મહા-શ્રુતસ્કંધ નવકારને પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અને અનાનુપૂર્વી વડે સ્વર, વ્યંજન, માત્રા, બિન્દુ અને પદાક્ષરોથી શુદ્ધ રીતે ભણી, તેને હૃદયમાં સ્થિર અને પરિચિત કરી મહા વિસ્તારથી સૂત્ર અને અર્થો જાણ્યા પછી શું ભણવું ! હે ગૌતમ ! ત્યાર પછી ઈરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ. હે ભગવંત ! કયા કારણથી એમ કહેવાય છે કે પંચ મંગલ મહાશ્રુતસ્કંધને ભણ્યા પછી ઈરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ ? હે ગૌતમ ! આપણો આ આત્મા જ્યારે જ્યારે જવા આવવા વગેરેની ક્રિયાના પરિણામમાં પરિણત થયો હોય, અનેક જીવો, પ્રાણો, ભૂતો અને સત્ત્વોને અનુપયોગ કે પ્રમાદથી સંઘટ્ટન, ઉપદ્રવ કે કિલામણા કરીને પછી તેનું આલોચન પ્રતિકમણ કરવામાં ન આવે અને સમગ્ર કર્મના ક્ષય માટે ચૈત્યવન્દન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કોઈપણ અનુષ્ઠાન કરવામાં આવે તે સમયે એકાગ્ર ચિત્તવાળી સમાધિ થાય કે ન પણ થાય, કારણકે ગમનાગમન આદિ અનેક અન્ય વ્યાપારનાં પરિણામમાં આસક્ત થએલા ચિત્તથી કેટલાક પ્રાણિયો તે પૂર્વના પરિણામને નહિ છોડતો આવે અને દુર્ધ્યાનના પરિણામમાં કેટલોક કાળ વર્તે છે. ત્યારે તેના ફળમાં વિસંવાદ થાય છે. જ્યારે વળી કોઈ પ્રકારે અજ્ઞાન મોહ પ્રમાદ આદિના દોષથી અણધાર્યા એકેન્દ્રિયાદિક જીવોના સંઘટ્ટન કે પરિતાપન વગેરે થઈ ગયા હોય અને ત્યાર પછી અરેરે ? આ અમારાથી ખોટું કાર્ય બની ગયુ. અમો કેવા સજ્જડ રાગ દ્વેષ, મોહ, મિથ્યાત્વ અને અજ્ઞાનમાં અંધ બની ગયા છીએ. પરલોકમાં આ કાર્યનાં કેવા કડવા ફળ ભોગવવા પડશે એનો પણ વિચાર આવતો નથી. ખરેખર અમે ક્રુર કર્મ અને નિર્દય વર્તન કરનારા છીએ. આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા અને અતિસંવેગ પામેલા આત્માઓ સારી રીતે પ્રગટ પણે ઈરિયાવહિય સૂત્રથી દોષોની આલોચના કરીને, નિંદના કરીને, ગુરુની સાખે ગહ કરી 18 Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ મહાનિસીહ-૩-૫-૨ ને પ્રાયશ્ચિતનું સેવન કરીને શલ્ય વગરનો થાય છે. ચિત્તની સ્થિરતાવાળો અશુભકર્મના ક્ષય માટે જે કંઈ આત્મહિત માટે ઉપયોગવાળો થાય, જ્યારે તે અનુષ્ઠાનમાં ઉપયોગવાળો થાય ત્યારે તેને પરમ એકાગ્ર ચિત્તવાળી સમાધિ પ્રાપ્ત થાય. તેનાથી સર્વ જગતના જીવ પ્રાણી ભૂત અને સસ્તોને જે ઈષ્ટફળ હોય તેવી ઈષ્ટફળની પ્રાપ્તિ થાય. તે કારણે હે ગૌતમ ! ઈરિયાવહિય પડિક્રમ્યા સિવાય ચૈત્યવન્દન સ્વાધ્યાયાદિક કોઈ પણ અનુષ્ઠાન ન કરવું જોઈએ. જે યથાર્થફળની અભિલાષા રખતા હોતો, આ કારણે કે ગૌતમ ! એમ કહેવાય છે કે પંચમંગલ મહાશ્રુતસ્કન્ધનવકાર સૂત્ર અર્થ અને તદુભય સહિત સ્થિર-પરિચિત કરીને પછી ઇરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ. [૫૭] હે ભગવંત! કઈ વિધિથી તે ઈરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ? હે ગૌતમ? પંચ મંગલમહાકૃત અંઘની વિધી પ્રમાણે ભણવું જોઈએ. | [પ૯૪] હે ભગવંત! ઈરિયાવહિય હસૂત્ર ભણીને પછી શું ભણવું જોઈએ? હે ગૌતમ! શક્રસવ વગેરે ચૈત્યવંદન ભણવું જોઈએ. પરંતુ શકસ્તવ એક અઠ્ઠમ અને ત્યાર પછી તેના ઉપર બત્રીસ આયંબિલ કરવા જોઈએ. અરહંત સ્તવ અથતુ અરિહંત ચેઇઆણે એક ઉપવાસ અને તેના ઉપર પાંચ આયંબિલ કરીને. ચકવીસ સ્તવ-લોગસ્સ, એકછઠ્ઠ, એકઉપવાસની ઉપર પચ્ચીસ આયંબિલ કરીને શ્રુતસ્તવ-પુકખરવરદીવડ્રઢ સૂત્ર, એક ઉપવાસ અને ઉપર પાંચ આયંબિલ કરીને વિધિ પૂર્વક ભણવા જોઈએ. એ પ્રમાણે સ્વર, વ્યંજન, માત્રા, બિન્દુ પદચ્છેદ, પદ, અક્ષરથી વિશુદ્ધ, એક પદના અક્ષરો બીજામાં ભળી ન જાય, તેમ તેવા બીજા ગુણો સહિત કહેલા સૂત્રોનું અધ્યયન કરવું. આ કહેલી તપસ્યા અને વિધીથી સમગ્ર સૂત્રો અને અર્થોનું અધ્યયન કરવું. જ્યાં જ્યાં કોઈ સંદેહ થાય ત્યાં ત્યાં તે સૂત્રને ફરી ફરી વિચારવા. વિચારીને નિશંકપણે અવધારણ કરીને નિઃસંદેહ કરવા. [૫૫] આ પ્રમાણે સૂત્ર, અર્થ અને ઉભય સહિત ચૈત્યવંદન આદિ વિધાન ભણીને ત્યાર પછી શુભ તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન તેમજ ચંદ્રબલનો યોગ થયો હોય તેવા સમયે યથાશક્તિ જ્ઞગુરુ તીર્થકર ભગવન્તને પૂજવા યોગ્ય ઉપકરણો એકઠા કરીને સાધુ ભગવંતોને પ્રતિલાભીનો ભક્તિ પૂર્ણ હૃદયવાળો રોમાંચિત બની પુલકિત થએલા શરીરવાળો, હર્ષિત થએલા મુખારવિંદવાળો શ્રદ્ધા-સંવેગ- વિવેકપરમ વૈરાગ્યથી, તેમજ જેણે ગાઢ રાગ-દ્વેષ-મોહનમિથ્યાત્વરૂપ મલકલંક ને નિર્મલ પણે વિનાશ કર્યો છે તેવી, સુવિશુદ્ધ અતિ નિર્મલ-વિમલ-શુભ-વિશેષ શુભ-એવા પ્રકારના ઉલ્લાસ પામતા અને દરેક સમયે જેમાં પરિણામની શુભ વૃદ્ધિ થતિ હોય તેવા અધ્યવસાયને પામેલા, ભુવનગુરૂ જિનેશ્વરની પ્રતિમા વિષે સ્થાપન કરેલો નેત્ર અને માનસવાળો, એકાગ્ર ચિત્તવાળો ખરેખર હું ધન્ય છું. પૂણ્યશાલી છું. જિનેશ્વરને વંદન કરવાથી મેં મારો જન્મ સફળ કર્યો છે. એમ માનતા કપાળની ઉપર બે હાથ જોડીને અંજલિની રચના કરતા સજીવ વનસ્પતિ બીજ જતુ આદિથી રહિત ભૂમિ વિષે બને મનુઓ સ્થાપન કરીને સારી રીતે સ્પષ્ટપણે સુંદર રીતે જાણેલા સમજેલા જેણે યથાર્થ સૂત્ર અર્થ અને તદુભય નિઃશંકિત કર્યો છે તેવો, પદે પદોના અર્થની ભાવના ભાવતો, દ્રઢ ચારિત્ર, શાસ્ત્રોના જાણકાર, અપ્રમાદધતિશય આદિ અનેક ગુણ સંપત્તિઓવાળા ગુરુની સાથે, સાધુ સાધ્વી સાધર્મિકો સમગ્ર બન્ધવર્ગ કુટુંબ-પરિવાર Page #278 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ ૨૭૫ સહિત પ્રથમ તેણે ચૈત્યોને જુહારવા જોઈએ. ત્યાર પછી યથાશક્તિ સાધર્મિક બધુઓને પ્રણામ કરવા પૂર્વક અતિ કિંમતી કોમળ સ્વચ્છ વસ્ત્રોની પહેરામણી કરીને તેઓનો મહા આદર કરવો, તેમનું સુંદર સન્માન કરવું. આ સમયે શાસ્ત્રના સાર જેમણે સારી રીતે જાણેલા છે. એવા ગુરૂમહારાજે વિસ્તારથી આક્ષેપણી નિક્ષેપણી ધર્મકથા કહી સંસારનો નિર્વેદ ઉત્પાદ શ્રદ્ધા-સંવેગ વર્ધક ધમપદેશ આપવો. [પ૯૬-૫૯૭] ત્યાર પછી પરમ શ્રદ્ધા સંવેગ તત્પર બનેલો જાણીને જીવન પર્યન્તના કેટલાક અભિગ્રહ આપવા. જેવા કે હે દેવાનુપ્રિય ! તે ખરેખર આવો સુંદર મનુષ્યભવ મેળવ્યો તેને સફળ કર્યો. તારે આજથી માંડીને જાવજજીવ હંમેશા ત્રણે કાળા ઉતાવળ વગર શાંત અને એકાગ્ર ચિત્તથી ચૈત્યોના દર્શન-વંદન કરવા, અશુચિઅશાશ્વત ક્ષણભંગુર એવા મનુષ્યપણાનો આજમાત્ર સાર છે. દરરોજ સવારે ચૈત્ય અને સાધુને વંદન ન કરું દર્શન ન કરું ત્યાં સુધી મુખમાં પાણી ન નાખવું. બપોરના સમયે ચૈત્યાલયમાં દર્શન ન કરું ત્યાં સુધી મધ્યાહ્ન ભોજન ન કરવું. સાંજે પણ ચૈત્યના દર્શન કર્યા સિવાય સંધ્યાકાલનું ઉલ્લંઘન ન કરવું. આવા પ્રકારના અભિગ્રહના નિયમો જીંદગી સુધીના કરાવવા. ત્યાર પછી હે ગૌતમ ! આગળ કહીશું તે (વર્ધમાન) વિદ્યાથી મંત્રીને ગુરુએ તેના મસ્તક ઉપર સાત ગંધચૂર્ણની મુષ્ઠિઓ નાખવી અને એવા આશીર્વાદના વચનો કહેવા કે- આ સંસાર સમુદ્રનો વિસ્તાર કરીને પાર પામનારો થા. - વર્ધમાન વિદ્યા- નમો ભવિષ્યો કરો શિવ ભાવતી મહાવિજ્ઞા વર મહાવીર जयवीरे सेणवीरे वद्धमाण वीरे जये विजये जयंते अपराजिए स्वाहा ઉપવાસ કરીને વિધિપૂર્વક સાધના કરવી જોઈએ. આ વિદ્યાથી દરેક ધમરાધનામાં તું પાર પામનારો થા. વડી દીક્ષામાં, ગણીપદની અનુજ્ઞામાં સાત વખત આ વિદ્યાનો જાપ કરવો અને નિત્યારગ પારગો હોહ. એમ કહેવું. અંતિમ સાધના અનસન અંગીકાર કરે ત્યારે મંત્રીને વાસક્ષેપ કરવામાં આવે તો આત્મા આરાધક બને છે. આ વિદ્યાના પ્રભાવથી વિદ્ધના સમૂહો ઉપશાન્ત થાય છે. શુરવીર પુરુષ સંગ્રામમાં પ્રવેશ કરેતો કોઈથી પરાભવ પામતો નથી. કલ્પની સમાપ્તિમાં મંગલ અને ક્ષેમ કરનાર થાય છે. [પ૯૮] તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સમગ્ર નજીકના સાધર્મિક ભાઈઓ, ચારે પ્રકારનાં શ્રમણ સંઘના વિપ્નો ઉપશાંત થાય છે અને ધર્મકાર્યમાં સફળતા મેળવે છે. વળી તે મહાનુભાવને- એમ કહેવું કે ખરેખર તું ધન્ય છો, પૂયવંત છો, એમ બોલતા બોલતા વાસક્ષેપ મંત્રીને ગ્રહણ કરવૅ. ત્યાર પછી જગદગુરુ જિનેન્દ્રની આગળના સ્થાનમાં ગંધયુક્ત, ન કરમાયેલી શ્વેત માળા ગ્રહણ કરીને ગુરુ મહારાજ પોતાના હસ્તથી બંને ખભા ઉપર આરોપણ કરતા કરતા નિઃસંદેહપણે આ પ્રમાણે તેને કહે કે- અરે મહાનુભાવ! જન્માત્તરમાં ઉપાર્જન કરેલા મહાપૂણ્ય સમૂહવાળા! તે તારો મેળવેલો, સુંદર રીતે ઉપાર્જન કરેલો મનુષ્ય જન્મ સફળ કર્યો હે દેવાનુપ્રિય! તારા નરકગતિ અને તિર્યંચગતિના દ્વારા બંધ થઈ ગયા. હવે તને અપયશ અપકિત નીચ ગૌત્ર કમનો બંધ નહિ થાય. ભવાન્તરમાં જઈશ ત્યાં તને પંચ નમસ્કાર અતિદુર્લભ નહિ થાય. ભાવિ જન્માનતરોમાં પંચ નમસ્કારના પ્રભાવથી જ્યાં જ્યાં ઉત્પન્ન થઈશ ત્યાં ત્યાં ઉત્તમજાતિ, ઉત્તમકુલ, ઉત્તમપુરુષ, આરોગ્ય, સંપતિ પ્રાપ્ત થશે. આ વસ્તુઓ તને નક્કી મળવાની જ. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ મહાનિસીહ-૩-૫૯૮ વળી પંચ નમસ્કારના પ્રભાવથી તને દાસપણું, દારિદ્ર, દુર્ભાગ્ય હીનકુલમાં જન્મ વિકલેન્દ્રીયપણું, નહિ મળે. વધારે શું કહેવું? હે ગૌતમ? આ કહેલી વિધિથી જે કોઈ પંચ-નમસ્કાર વગેરે શ્રુતજ્ઞાન ભણીને તેના અર્થને અનુસાર પ્રયત્ન કરનારો થાય, સર્વ આવશ્યક આદિ નિત્ય અનુષ્ઠાનો તથા અઢાર હજાર શીલાંગોને વિષે રમણતા કરનારો થાય. કદાચ તે સરાગ પણે સંયમ ક્રિયાનું સેવન કરે તે કારણે નિવણિ ન મેળવે તો પણ રૈવેયક અનુત્તર આદિ ઉત્તમ દેવલોકમાં દીર્ઘકાળ આનંદ કરીને અહિં મનુષ્ય લોકમાં ઉત્તમકુલમાં જન્મ પામીને ઉત્કૃષ્ટ સુંદર લાવણ્ય યુક્ત સવાંગ સુંદર દેહ પામીને સર્વ કળામાં નિષ્ણાતપણું મેળવીને લોકોના મનને આનન્દ આપનારો થાય છે. સુરેન્દ્ર સરખી ઋદ્ધિ પ્રાપ્ત કરીને એકાંત દયા અને અનુકંપા કરવામાં તત્પર, કામભોગોથી કંટાળેલો યથાર્થ ધર્માચરણ કરીને કમરજને ખંખેરીને સિદ્ધિ પામે છે. [પ૯૯] હે ભગવંત! શું જેવી રીતે પંચ મંગલ ઉપધાન તપ કરીને વિધિ પૂર્વક ગ્રહણ કર્યું તેવીજ રીતે સામાયિક વગેરે સમગ્ર શ્રુતજ્ઞાન ભણવું જોઈએ? હે ગૌતમ! હા તેજ પ્રમાણે વિનય અને ઉપધાન તપ કરવા પૂર્વક વિધિથી અધ્યયન કરવું જોઈએ. ખાસ કરીને તે શ્રુતજ્ઞાન ભણાવાતી અભિલાષાવાળાએ સર્વ પ્રયત્નથી આઠ પ્રકારના કાલાદિક આચારોનું રક્ષણ કરવું જોઈએ. નહિતર શ્રુતજ્ઞાનની મહા અશાતના થાય. બીજી એ વાત પણ ધ્યાનમાં રાખવી કે બાર અંગના શ્રુતજ્ઞાન માટે પ્રથમ અને છેલ્લો પહોર ભણવા માટે અને ભણાવવા માટે દરરોજ પ્રયત્ન કરવો અને પંચમંગલ નવકાર ભણવા માટે - આઠે પહોર કહેલા છે. બીજું એ પણ ધ્યાનમાં રાખવું કે પંચ મંગલ નવકારએ સામાયિકમાં હોય અગરતો સામાયિકમાં ન હોય તો પણ ભણી શકાય છે. પરન્તુ સામાયિક આદિ સૂત્રો આરંભ પરિગ્રહનો ત્યાગ કરીને અને જાવજીવ સામાયિક કરીને જ ભણાય. આરંભ-પરિગ્રહના ત્યાગ કર્યા સિવાય કે જાવજીવના સામાયિક-સર્વવિરતિ ગ્રહણ કર્યા સિવાય ભણી શકાતા નથી. તથા પંચમંગલ આલાવા આલાપકે-આલાપકે તેમજ શસ્તવાદિક અને બારે અંગો રૂપ શ્રુતજ્ઞાનના ઉદ્દેશા. અધ્યયનોના (સમુદેશ-અનુજ્ઞા વિધિ સમયે) આયંબિલ કરવું. [09] હે ભગવંત ! આ પંચમંગલ મહાકૃતસ્કન્ધ ભણવા માટે વિનયોપધાનની મોટી નિયંત્રણા-નિયમ કહેલા છે. બાળકો આવી મહાન નિયંત્રણા કેવી રીતે કરી શકે ? હે ગૌતમ ! જે કોઈ આ કહેલી નિયંત્રણની ઈચ્છા ન કરે, અવિનયથી અને ઉપધાન કર્યા વગર આ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાન ભણે અગર ભણાવે અગર ઉપધાન પૂર્વક ન ભણતા કે ભણાવનારને સારો માને તેને નવકાર આપે અગર તેવા સામાયિકાદિ શ્રુતજ્ઞાન ભણાવે તે પ્રિય ધર્મવાળો કે દૃઢ ધર્મવાળોન ગણાય શ્રુતની ભક્તિવાળો ન ગણાય. તે સૂત્રની, અર્થની. સૂત્રઅર્થ તદુભયની હીલના કરનારો ગણાય. ગુરુની હીલના કરનારો ગણાય. જે સ્ત્ર, અર્થ અને ઉભય તથા ગુરુની અવહેલના કરનારો થાય તે અતીત, અનાગત અને વર્તમાન તીર્થકરોની આશાતના કરનારો થાય જેણે શ્રુતજ્ઞાન, અરિહંતો, સિદ્ધો અને સાધુઓની આશાતના કરી તે દીર્ઘકાળ સુધી અનંતા સંસારસમુદ્રમાં અટવાયા કરે છે, તેવા તેવા પ્રકારની ગુપ્ત અને પ્રગટ, શીત ઉષ્ણ, મિશ્ર અને અનેક ૮૪ લાખ પ્રમાણવાળી યોનિમાં વારંવાર ઉત્પન્ન થયા કરે છે. વળી ગાઢ અંધકાર-દુર્ગધવાળા વિષ્ઠા, પ્રવાહી, ખારાપેશાબ, પિત, બળખા, અશુચિ પદાર્થોથી For Private & Personal. Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ અધ્યય૩ ૨૭૭ પરિપૂર્ણ ચરબી, ઓર, પર, ઉલટી, મલ, રુધિરના ચીકણા કાદવવાળા, દેખવા ન ગમે તેવા બિભત્સ ઘોર ગભવાસમાં પારાવાર વેદના અનુભવવી પડે છે. કઢ કઢ કરતા કઠાતો, ચલચલ શબ્દ કરતા ચલાયમાન થતો ટલ-ટલ કરતા ટળાતો ર૫તો સર્વ અંગોને એકઠા કરીને જાણે. જોરથી પોટલીમાં બાંધેલો હોય તેમ લાંબા કાળ સુધી નિયંત્રણાઓ વેદનાઓ ગભવાસમાં ભોગવવી પડે છે. જેઓ શાસ્ત્રમાં કહેલી વિધિથી આ સૂત્રાદિકને ભણે છે. લગીરપણ અતિચાર લગાડતા નથી. યથોક્ત વિધાને જ પંચમંગલ વગેરે શ્રુતજ્ઞાનનું વિનયોપધાન કરે છે તે હે ગૌતમ ! તે સૂત્રની હીલના કરતો નથી. અર્થની હીલના-આશાતના કરતો નથી, સૂત્ર અર્થ ઉભયની તે આશાતના કરતો નથી, ત્રણે કાળમાં થનારા તીર્થકરોની આશાતના કરતો નથી. ત્રણે લોકની ચોટી ઉપર વાસ કરનારા કર્મજ રૂપ મેલને જેઓએ દુર કરેલ છે. એવા સિદ્ધોની જેઓ આશાતના કરતા નથી, આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓની આશાતના કરતા નથી. અતિશય પ્રિયધર્મવાળા વૃઢ ધર્મવાળા તેમજ એકાંત. ભક્તિયુક્ત થાય છે. સુત્રઅર્થમાં અતિશય રંજિત માનસવાળો તે શ્રદ્ધા અને સંવેગને પામનારો થાય છે. આવા પ્રકારનો પૂણ્યશાળી આત્મા આ ભવરૂપી કેદ ખાનામાં વારંવાર ગર્ભવાસાદિ નિયંત્રણાના દુઃખો ભોગવનાર થતો નથી. [૬૦૧] પરંતુ હે ગૌતમ ! જેણે હજુ પૂણ્ય-પાપનો અર્થ જાણ્યો ન હોય, તેવો બાળક તે “પંચ મંગલ” માટે એકાંતે અયોગ્ય છે. તેને પંચમંગલ મહાશ્રુતસ્કન્ધનો એક પણ આલાવો આપવો નહિં. કારણકે અનાદિ ભવાન્તરોમાં ઉપાર્જન કરેલા કર્મરાશિને બાળક માટે આ આલાપક પ્રાપ્ત કરીને બાળક સમ્યક પ્રકારે આરાધે નહિ તો તેની લઘુતા થાય. તે બાળકને પ્રથમ ધર્મકથા દ્વારા ભક્તિ ઉત્પન્ન કરવી જોઈએ. ત્યાર પછી, પ્રિયધર્મ દ્રઢધર્મ અને ભક્તિ યુક્ત બનેલો છે એમ જાણીને જેટલા પચ્ચકખાણ નિવહિ કરવા માટે સમર્થ થાય. તેટલા પચ્ચખાણ તેને કરાવવા. રાત્રિ ભોજનના દુવિધ, ત્રિવિધ, ચવિહ-એમ યથાશક્તિ પચ્ચખાણ કરાવવા. [૬૦૨] હે ગૌતમ ! જપ નવકારસી કરવાથી, ૨૪ પોરિસી કરવાથી, ૧૨ પુરિમુઢ કરવાથી, ૧૦ અવઠ્ઠ કરવાથી અને ચાર એકાસણાં કરવાથી (એક ઉપવાસ ગણતરીમાં લઈ શકાય છે.) બે આયંબિલ અને એક શુદ્ધ નિર્મલ નિર્દોષ આયંબિલ કરવાથી પણ ઉપવાસ ગણાય છે.) હે ગૌતમ ! વ્યાપાર રહિત પણે રૌદ્રધ્યાન-આર્તધ્યાન, વિકથા રહિત સ્વાધ્યાય કરવામાં એકાગ્ર ચિત્તવાળો હોય તે માત્ર એક આયંબિલ કરે તો પણ માસક્ષમણ કરવાથી ચડી જાય છે. તેથી કરીને વિસામા સહિત જેવા પ્રમાણમાં તપઉપધાન કરે તેટલા પ્રમાણમાં તેની ગણતરીનો સરવાળો કરીને પંચ-મંગલ ભણવાને યોગ્ય થાય, ત્યારે તેને પંચ-મંગલનો આલાવો ભણાવવો, નહિંતર ન ભણાવવો. [૬૦૩] હે ભગવંત ! આ પ્રમાણે કરવાથી ઘણો લાંબો સમય વીતી જાય અને જો કદાચ વચમાંજ મૃત્યુ પામી જાયતો નવકાર રહિત તે અંતિમ આરાધના કેવી રીતે સાધી શકે? હે ગૌતમ ! જે સમયે સૂત્રોપચાર નિમિત્તે અશઠભાવથી યથાશક્તિ જે કંઈ પણ તપની શરૂઆત કરી તેજ સમયે તેણે તે સૂત્રનું, અર્થનું અને તદુભયનું અધ્યયનપઠન શરૂ કર્યું. એમ સમજવું. કારણકે તે આરાધક આત્મા તે પંચ નમસ્કારના સૂત્ર, અર્થ અને તદુભયને અવિધિથી ગ્રહણ કરતો નથી. પરન્તુ તે તેવી રીતે વિધિથી તપસ્યા, Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ મહાનિસહ-૩-૬૦૩ કરીને ગ્રહણ કરે છે કે - જેથી ભવાન્તરોમાં પણ વિનાશ ન પામે આવા પ્રકારના શુભ અધ્યવસાયથી તે આરાધક થાય છે. [૬૦૪] હે ગૌતમ ! કોઈ બીજા પાસે ભણતા હો અને શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કાનથી સાંભળીને વગર આપેલું સૂત્ર ગ્રહણ કરીને પંચમંગલ સુત્ર ભણીને કોઈકે તૈયાર કર્યું હોય તેને પણ શું તપ ઉપધાન કરવું જોઈએ ખરું? હે ગૌતમ! હા, તેણે પણ તપ કરી આપવું જોઈએ. હે ભગવંત! કયા કારણથી તપ કરવું જોઈએ? હે ગૌતમ ! સુલભ બોધિના લાભ માટે. આ પ્રમાણે તપ-વિધાન ન કરનાર જ્ઞાન-કુશીલ સમજવો. [૬૦૫] હે ભગવંત! જે કોઈને અતિમહાન જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય. રાત દિવસ ગોખતો હોય છતાં એક વર્ષે માત્ર અર્ધશ્લોક જ સ્થિર પરિચિત થાય, તેણે શું કરવું ? તેવા આત્માઓએ જાવજીવ સુધીના અભિગ્રહ ગ્રહણ કરવા કે સ્વાધ્યાય કરનારનું વેયાવચ્ચ તેમજ દરરોજ અઢી હજાર પ્રમાણ પંચમંગલના સૂત્ર, અર્થ અને તદુભયનું સ્મરણ કરતો એકાગ્ર મનથી ગોખે. હે ભગવંત! કયા કારણથી? (તમે આમ કહો છો ?) હે ગૌતમ ! જે ભિક્ષુ ાવજીવ સુધીના અભિગ્રહ સહિત ચારે કાલ યથાશક્તિ વાચના આદિરૂપ સ્વાધ્યાય ન કરે તે જ્ઞાનકુશીલ ગણેલો છે. [09] બીજું - જે કોઈ યાવજજીવ સુધીના અભિગ્રહ પૂર્વક અપૂર્વજ્ઞાનનો બોધ કરે, તેની અશક્તિમાં પૂર્વે ગ્રહણ કરેલા જ્ઞાનનું પરાવર્તન કરે, તેની પણ અશક્તિમાં અઢી હજાર પંચમંગલ નવકારનું પરાવર્તન-જાપ કરે, તે પણ આત્મા આરાધક છે. પોતાના જ્ઞાનાવરણીય કમ ખપાવીને તીર્થકર કે ગણઘર થઈને આરાધકપણું પામી સિદ્ધિ પામે છે. [૬૦૭-૬૧૦] હે ભગવંત ! કયા કારણથી એમ કહેવાય છે કે ચારે કાળમાં સ્વાધ્યાય કરવો જોઈએ? હે ગૌતમ! મન-વચન અને કાયાથી ગુપ્ત થયેલો આત્મા દરેક સમયે જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે. સ્વાધ્યાય ધ્યાનમાં વર્તતો હોય તે દરેક ક્ષણે વૈરાગ્ય પામનારો થાય છે. સ્વાધ્યાય કરનારને ઉર્ધ્વલોક, અધોલોક, જ્યોતિષ લોક, વૈમાનિક લોક, સિદ્ધિ, સર્વલોક અને અલોક પ્રત્યક્ષ છે. અત્યંતર અને બાહ્ય એવા બાર પ્રકારના તપને વિષે સમ્યગ્રુષ્ટિ આત્માને સ્વાધ્યાય સરખો તપ થયો નથી અને થવાનો નથી. [૬૧૧-૬૧૫] એક બે ત્રણ માસક્ષમણ કરે, અરે ! સંવત્સર સધી ખાધા વગરનો રહે અગર ઉપવાસો લાગલગટ કરે પરંતુ સ્વાધ્યાય-ધ્યાન રહિત હોય તે એક ઉપવાસનું પણ ફલ ન પામે. ઉદ્ગમ ઉત્પાદન એષણાથી શુદ્ધ એવાજ આહારને હંમેશા ગ્રહણ કરનાર મન-વચન-કાયાના ત્રણે યોગમાં એકાગ્ર ઉપયોગ રાખનાર હોય અને દરેક સમયે સ્વાધ્યાય કરતો હોય તો તે એકાગ્ર માનસવાળાને વરસ દિવસ સુધી ઉપવાસો કરનારની સાથે સરખામણી કરી શકાતી નથી. કારણકે એકાગ્રતાથી સ્વાધ્યાય કરનારને અનંતનિર્જરા થાય છે. પાંચસમિતિઓ, ત્રણગુતિઓ, સહનશીલ, ઈન્દ્રયોને દમન કરનાર, નિર્જરાની અપેક્ષા રાખનાર, એવો મુનિ એકાગ્ર મનથી નિશ્ચલ પણે જે સ્વાધ્યાય કરે છે. જે કોઈ પ્રશસ્ત એવા શ્રુતજ્ઞાનને સમજાવે છે, જે કોઈ શુભભાવવાળો તેને શ્રવણ કરે છે, તેઓ બને હે ગૌતમ! તત્કાલ આશ્રવ દ્વારો બંધ કરે છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ ૨૭૯ [૧૬-૬૧૯ી દુખી એવા એક જીવને જેઓ પ્રતિબોધ પમાડીને મોક્ષ માર્ગમાં સ્થાપન કરે છે, તે દેવતા અને અસુરો સહિત આ જગતમાં અમારિ પડહો વગાડનારા થાય છે, જેમ બીજી ધાતુની પ્રધાનતા યુક્ત સુવર્ણ ક્રિયા વગર કંચનભાવને પામતું નથી. તેમ સર્વ જીવો જિનોપદેશ વગર પ્રતિબોધ પામતા નથી. રાગ-દ્વેષ અને મોહથી રહિત થઈને જે શાસ્ત્રને જાણનારા ધર્મકથા કરે છે, તે પણ વિશ્રાંતિ લીધા વગર હંમેશા ધમોપદેશ આપે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે. જે યથાર્થ પ્રકારે સૂત્ર અને અર્થની વ્યાખ્યા શ્રોતાને વક્તા કહે તો કહેનારને એકાંતે નિર્જરા થાય અને સાંભળનારને નિર્જરા કદાચ થાય કેન પણ થાય. [૨૦] હે ગૌતમ! આ કારણથી એમ કહેવાય છે કે- જાવજજીવ અભિગ્રહ સહિત ચારે કાલ સ્વાધ્યાય કરવો. તેમજ હે ગૌતમ ! જે ભિક્ષુ વિધિપૂર્વક સુપ્રશસ્ત જ્ઞાન ભણીને પછી જ્ઞાનમદ કરે તે પણ જ્ઞાનકુશીલ કહેવાય. એ પ્રકારે જ્ઞાનકુશીલની અનેક રીતે પ્રજ્ઞાપના કરાય છે. [૨૧-૬૨૨] હે ભગવંત ! દર્શનકુશીલ કેટલા પ્રકારના હોય છે ! હે ગૌતમ ! દર્શનકુશીલ બે પ્રકારના એક આગમથી અને બીજા નો આગમથી. તેમાં આગમથી સમ્યગુદર્શનમાં શંકા કરે, અન્ય મતની અભિલાષા કરે. સાધુસાધ્વીના મેલા વસ્ત્રો અને શરીર દેખી દુગંછા કરે. ધૃણા કરે, ધર્મ કરવાનું ફળ મળશે કે નહિ મળે, સમ્યકત્વાદિ ગુણવંતની પ્રશંસા ન કરવી. ધર્મની શ્રદ્ધા ચાલી જવી. સાધુપણું છોડવાની અભિલાષાવાળાને સ્થિર ન કરવો. સાધમકોનું વાત્સલ્ય ન કરવું કે છતી શક્તિ એ શાસનપ્રભાવન ભક્તિ ન કરવી. આ આઠ સ્થાનકો વડે દર્શન કુશીલ સમજવા. નો આગમથી દર્શનકુશીલ અનેક પ્રકારના સમજ્યા, તે આ પ્રમાણ ચક્ષુકુશીલ ઘાણકુશીલ, શ્રવણકુશીલ, જિહુવાકુશીલ, શરીરકુશીલ તેમાં ચક્ષુકુશીલ ત્રણ પ્રકારના જાણવા. તે આ પ્રમાણે-પ્રશસ્ત ચક્ષુકુશીલ, પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુકુશીલ અને અપ્રશસ્ત ચક્ષુકુશીલ. તેમાં જે કોઈ પ્રશસ્ત એવા ઋષભાદિક તીર્થંકર ભગવંતના બિંબની આગળ દ્રષ્ટિ સ્થિર કરીને રહેલો હોય તેને જ જોતો બીજા કોઈ પ્રશસ્ત પદાર્થને મનથી વિચારતો હોય તે પ્રશસ્ત ચક્ષકશીલ, તથા પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુકુશીલ તેને કહેવાય કે બ્દય અને નેત્રોથી તીર્થકર ભગવંતની પ્રતિમાના દર્શન કરતાં કરતાં બીજા કોઈ પણ પદાર્થ તરફ નજર કરે તે પ્રશસ્તાપ્રશસ્ત કુશીલ કહેવાય. વળી પ્રશસ્તાપ્રશસ્ત દ્રવ્યો જેવા કે કાગડા, બગલા, ઢંક, તિત્તિર મોર વગેરે કે મનોહર લાવણ્ય યુક્ત સુંદર સ્ત્રીને દેખીને તેના તરફ નેત્રની દ્રષ્ટિ કરે તે પણ પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુકુશીલ કહેવાય. તેમજ અપ્રશસ્ત ચક્ષુકુશીલ-ત્રેસઠ પ્રકારે અપ્રશસ્ત સરાગવાળી ચક્ષુ કહેલી છે. હે ભગવંત! તે અપ્રશસ્ત ત્રેસઠ ચક્ષભેદો કયા કયા છે ! હે ગૌતમ! તે આ પ્રમાણે૧. સબ્રુકટાક્ષા, ૨ તારા, ૩ મંદ, ૪ મદલસા, ૫ વંકા, ૬ વિવેકા, ૭ કુશીલા, ૮ અર્ધઈિક્ષિતા, ૯ કાણ-ઈક્ષિતા, ૧૦ બ્રામિતા, ૧૧ ઉદ્ભ્રામિતા, ૧૨ ચલિતા, ૧૩ વલિતા, ૧૪ ચલલિતા. ૧૫ અધમિલિતા. ૧૬ મિલિમિલા, ૧૭ માનુષ્યા ૧૮ પશવા, ૧૯ યક્ષિકા, ૨૦ સરીસૃપા, ૨૧ અશાન્તા, ૨૨ અપ્રશાન્તા, ૨૩ અસ્થિરા, ૨૪ બહુવિકાશા, ૨૫ સાનુરાગા. ૨૬ રાગઉદારણી. ૨૭ રોગજા-રાગજા, ૨૮ આમય-ઉત્પાદાની. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ મહાનિસીહ – ૩/-/૬૨૨ મદઉત્પાદની, ૨૯ મદની, ૩૦ મોહણી, ૩૧ વ્યામોહની, ૩૨ ભય-ઉદીરણી, ૩૩ ભયજનની, ૩૪ ભયંકરી, ૩૫ હૃદયભેદની, ૩૬ સંશય-અપહરણી, ૩૭ ચિત્ત-ચમત્કાર ઉત્પાદની, ૩૮ નિબદ્ધા, ૩૯ અનિબદ્ધા, ૪૦ ગતા ૪૧ આગતા, ૪૨ ગતા ગતા, ૪૩ ગતાગત-પત્યાગતા, ૪૪ નિર્ધારની ૪૫ અભિલષણી, ૪૬ અરતિકસ, ૪૭ રતિકરા, ૪૮ દીના, ૪૯ દયામણી, ૫૦ શુરા, ૫૧ ધીરા, ૫૨ હણણી, ૫૩ મારણી, ૫૪ તાપણી, ૫૫ સંતાપણી, ૫૬ ક્રુના પ્રક્રુદ્ધ ૫૭ ઘોરા મહાઘોરા, ૫૮ ચંડી, ૫૯ રુદ્રા-સુરુદ્રા ૬૦ હાહાભૂતશરણા, ૬૧ રુક્ષ, ૬૨ સ્નિગ્ધા ૬૩ રુક્ષ સ્નિગ્ધા. (આ પ્રમાણે કુશીલવૃષ્ટિઓ અહિં જણાવી છે, તે નામના અનુસારે અર્થ-વ્યાખ્યા સમજી લેવી.) સ્ત્રિઓના ચરણ, અંગૂઠા, તેના અગ્રભાગ, નખ હાથ, જે સારીરીતે આલેખેલ હોય, લાલરંગ કે અલતાથી ગાત્રો અને નખ રંગેલા હોય, મણિના કિરણો એકઠા થવાના કા૨ણે જાણે મેઘધનુષ્ય ન હોય તેવા નખને, કાચબા સરખા ઉન્નત્ત ચરણને, બરાબર સરખા ગોઠવાએલા ગોળાકાર ગૂઢ જાનુઓને જંઘાઓને, વિશાળ કટી તટના સ્થાનને, ઘન, નિતંબ નાભિ, સ્તન, ગુપ્તસ્થાન પાસેના સ્થાનો, કંઠ, ભુજાષ્ટિઓ, અધર, હોઠ, દંતપક્તિ, કાન, નાસિકા, નેત્રયુગલ, ભ્રમર, મુખ, કપાળ, મસ્તક, કેશ, સેંથો. વાંકી કેશલટ, પીઠ, તિલક, કુંડલ, ગાલ અંજન, શ્યામ વર્ણવાળા તમાલના પત્ર સરખા કેશ કલાપ, કંદોરો, નુપુર, બાહુરક્ષક મણિરત્ન જડિત કડાં, કંકણ, મુદ્રિકા, વગેરે મનોહર અને ઝળહળતા આભૂષણો રેશમી ઝીણા વસ્ત્રો, સુતરાઉ વેશભૂષા આદિથી સજાવટ કરીને કામાગ્નિને પ્રદીપ્ત કરનારી નારકી અને તિર્યંચગતિમાં અનંતદુઃખ અપાવનારી આ સ્ત્રિઓના અંગો ઉપાંગો આભૂષણો વગેરેને અભિલાષા પૂર્વક સરાગ દૃષ્ટિથી દેખવું તે ચક્ષુકુશીલ કહેવાય. [૬૨૩-૬૨૪] તથા પ્રાણકુશીલ તેને કહેવાય કે જેઓ સારી સુગંધ લેવા જાય અને દુર્ગન્ધ આવતી હોયતો નાક મચકોડે-દુર્ગંછા કરે તથા શ્રવણ કુશીલ બે પ્રકારના સમજવા. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. તેમાં જે ભિક્ષુ અપ્રશસ્ત એવા કામરાગને ઉત્પન્ન કરનાર, ઉદ્દીપન કરનાર, ઉજ્જવલન કરનાર, ગંધર્વ નાટક, ધનુર્વેદ, હસ્તશિક્ષા, કામશાસ્ત્ર રતિશાસ્ત્ર વગેરે શ્રવણ કરીને તેની આલોચના ન કરે યાવત્ તેનું પ્રાયશ્ચિત આચરી ન આપે તે અપ્રશસ્ત શ્રવણ કુશીલ જાણવો. તથા જીવાકુશીલ અનેક પ્રકારના જાણવા, તે આ પ્રમાણે - કડવા, તિખા, તુરા, મધુર, ખાટાં, ખારાં રસોનો સ્વાદ કરવો. ન દેખેલાં ન સાંભળેલાં, આલોક, પરલોક, ઉભયલોક વિરુદ્ધદોષવાળા મકાર-જકાર મમ્મો ચચ્ચો એવા અપશબ્દોને ઉચ્ચારવા, અપયસ થાય તેવા ખોટાં આળ આપવા, અછતાં કલંક ચડાવવા, શાસ્ત્ર જાણ્યા વગર ધર્મદેશના કરવાની પ્રવૃત્તિ કરવી. તે જિહ્માકુશીલ જાણવા. હે ભગવંત ! ભાષા બોલવાથી પણ શું કુશીલ પણું થઈ જાય છે ? હે ગૌતમ ! હા. તેમ થાય છે. હે ભગવંત ! તો શું ધર્મદેશના ન કરવી ! હે ગૌતમ ! સાવઘ-નિરવધ વચનો વચ્ચેનો જે તફાવત જાણતો નથી, તેને બોલવાનો પણ અધિકાર નથી, તો પછી ધર્મદેશના કરવાનો તો અવકાશજ ક્યાં છે ! [૨૫] તથા શરીર કુશીલ બે પ્રકારના જાણવા ચેષ્ટાકુશીલ અને વિભૂષાકુશીલ, તેમાં જે ભિક્ષુક આ કૃમિ સમૂહના આવાસરૂપ, પક્ષીઓ અને શ્વાનોના માટે ભોજનરૂપ. સડવું, પડવું, નાશપામવું એવા સ્વાભાવવાળુ, અશુચિ, અશાશ્વત, અસાર એવા Page #284 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ ૨૮૧ શરીરને હંમેશા આહારદિકથી પોષે, પંપાળે અને તેવી શરીરની ચેષ્ટાઓ કરે, પરન્તુ સેંકડો ભવોમાં દુર્લભ એવા જ્ઞાન દર્શનાદિ સહિત એવા શરીરવડે અત્યન્ત ધોરવીર ઉગ્ર કષ્ટકારી ઘોર તપ સંયમના અનુષ્ઠાનો ન આચરે તે ચેષ્ટા કુશીલ કહેવાય. તથા જે વિભૂષા કુશીલ છે તે પણ અનેક પ્રકારનો - તે આ પ્રમાણે- તેલથી શરીરને અત્યંગન કરવું, ચોળાવવું, લેપો કરાવવા, અંગ મર્દન કરાવવું, સ્નાન-વિલેપન કરવા, મેલ ઘસીને દૂર કરવો. તંબોલ ખાવું, ધૂપ દેવરાવવા, સુગંધી વસ્તુઓથી શરીરવસ્ત્રો વાસિત કરવા, દાંત ઘસવા, લીસા કરવા, ચહેરો સુશોભિત બનાવવો, પૂષ્પો કે તેની માળા પહેરવી, કેશ ઓળવા, પગરખાં પાવડી વાપરવા, અભિમાનથી ગતિ કરવી, - બોલવું, હાસ્ય કરવું, બેસવું, ઉઠવું, પડવું, ખેંચવું, શરીરની વિભૂષા દેખાય તે પ્રકારે ઉપરનું કપડું, નીચે પહેરવાનું કપડું પહેરવું. દાંડો ગ્રહણ કરવો. આ સર્વ શરીર વિભૂષા કુશીલ સાધુ સમજવા. આ કુશીલ સાધુઓ પ્રવચનની ઉડાહણા-ઉપઘાત કરાવનાર, જેનું ભાવિ પરિણામ દુષ્ટ છે તેવા અશુભ લક્ષણવાળો, ન દેખવા લાયક મહા પાપ કર્મ કરનાર વિભૂષાકુશીલ સાધુ હોય છે. આ પ્રમાણે દર્શનકુશીલ પ્રકરણ પૂર્ણ થયુ. [૨] હવે મૂલગુણો અને ઉત્તરગુણોમાં ચારિત્રકુશીલ અનેક પ્રકાર જાણવા. તેમાં પાંચ મહાવ્રતો અને રાત્રિભોજન છäએમ મૂલગુણો કહેલા છે. તે છએ વિષે જે પ્રમાદ કરે, તેમાં પ્રાણાતિપાત એટલે, પૃથ્વી પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ રૂપ એકેન્દ્રિય જીવો, બે-ત્રણ ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવોનો સંઘટ્ટો કરવો, પરિતાપ ઉપજાવવો, કિલામણા કરવી, ઉપદ્રવ કરવો. મૃષાવાદ બે પ્રકારનો - સુક્ષ્મ અને બાદ તેમાં “થનીન્જા મરક કોઈક સાધુ દિવસે ઊંઘતા- ઝોલા ખાતો હતો, બીજા સાધુએ તેને કહ્યું કે - દિવસે કેમ ઊંઘે છે? પેલા એ જવાબ આપ્યો કે ના હું ઊંઘતો નથી. ફરી પણ નિંદ્રા આવવા લાગી. ઝોકા ખાવા લાગ્યો ત્યારે સાધુએ કહ્યું કે ઊંઘ નહીં. ત્યારે પ્રત્યુત્તર આવ્યો કે હું ઊંઘતો નથી. તો આ સૂક્ષ્મ મૃષાવાદ. કોઈ સાધુ વરસાદ પડતો હોવા છતાં બહાર નીકળ્યા બીજા સાધુએ કહ્યું કે ચાલુ વરસાદમાં કેમ જાય છે ? તેણે કહ્યું કે ના હું વરસાદમાં જતો નથી. એમ કહેતા જવા લાગ્યો. અહિં વાસૂધાતુ શબ્દ કરવામાં હોવાથી શબ્દ થતો હોય ત્યારે હું જતો નથી. આવા છળવાના શબ્દ પ્રયોગ કરે તે સૂક્ષ્મ મૃષાવાદ. કોઈક સાધુએ ભોજન સમયે કહ્યું કે - ભોજન કરો. તેણે જવાબ આવ્યો કે મને પચ્ચકખાણ છે- એમ બોલીને તરતજ ખાવા લાગ્યો, બીજા સાધુએ પૂછ્યું કે હમણા પચ્ચકખાણ કર્યું છે, એમ કહેતો હતો અને વળી ભોજન કરે છે. ત્યારે તેણે કહ્યું કે શું મે પ્રાણાતિપાત આદિ પાંચ મહાવ્રતની વિરતિનું પ્રત્યાખ્યાન કર્યું નથી ? આવી રીતે આ છળવાના પ્રયોગથી સૂક્ષ્મમૃષાવાદ લાગે.) સૂક્ષ્મમૃષાવાદ અને કન્યાલીક આદિ બાદર મૃષાવાદ કહેવાય. વગર આપેલું ગ્રહણ કરવું તેના બે ભેદો સૂક્ષ્મ અને બાદર તેમાં તૃણ ઢેફાં. રક્ષાકુંડી વગેરે ગ્રહણ કરવા તે સુક્ષ્મ અદત્તાદાન. વગર ઘડેલું અને ઘડેલું સુવર્ણ વગેરે ગ્રહણ કરવા રૂપ બાદર અદત્તાધન સમજવું. તથા મૈથુન દીવ્ય અને ઐદારિક તે પણ મન વચન-કાયા, કરણ કરાવણ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ મહાનિસીહ – ૩//૬૨૬ અનુમોદન એમ ભાંગા કરતા અઢાર ભેદવાળું જાણવું. તેમજ કર કર્મ સચિત્ત અચિત્ત ભેોવાળું અથવા બ્રહ્મચર્યની નવગુપ્તિની વિરાધના કરવા વડે કરીને, શરીર વસ્ત્રાદિકની વિભૂષા કરવા રૂપ. માંડલીમાં પરિગ્રહ બે પ્રકારે. સૂક્ષ્મ અને બાદર. વસ્ત્રપાત્રનું મમત્વભાવથી રક્ષણ કરવું. બીજાને વાપરવા ન આપવા તે સૂક્ષ્મ પરિગ્રહ, હિરણ્યાદિક ગ્રહણ કરવાકે ધારણ કરી રાખવા, માલિકી રાખવી, તે બાદર પરિગ્રહ જાણવો. રાત્રિભોજન દિવસે ગ્રહણ કરી રાત્રે ખાવું દિવસે ગ્રહણ કરી બીજે દિવસે ભોજન કરવું. રાત્રે લઈ દિવસે ખાવું. રાત્રે લઈ રાત્રે ખાવું ઇત્યાદિ ભાગાવાનું. [૬૨૭-૬૩૨] ઉત્તર ગુણોને વિષે પિંડની જે વિશુદ્ધિ, સમિતિઓ, ભાવનાઓ, બે પ્રકારનો તપ, પ્રતિમા ધારણ કરવી, અભિગ્રહો ગ્રહણ કરવા આ વગેરે ઉત્તર ગુણો જાણવા. તેમાં પિંડવિશુદ્ધિ - સોળ ઉદ્ગમ દોષો, સોળ ઉત્પાદના દોષો, દશ એષણાના દોષો અને સંયોજનાદિક પાંચ દોષો, તેમાં ઉદ્ગમ દોષો આ પ્રમાણે જાણવા ૧. આઘાકર્મ, ૨ ઔદ્દેશિક, ૩ પૂર્તિકર્મ, ૪ મિશ્રજાત, ૫ સ્થાપના, ૬ પ્રાકૃતિકા, ૭ પ્રાદુષ્કરણ, ૮ ક્રીત ૯ પ્રામિત્યક, ૧૦ પરાવર્તિત, ૧૧ અભ્યાહત, ૧૨ ઉદ્ભિન, ૧૩ માલોપહત, ૧૪ આછિદ્ય ૧૫ અતિસૃષ્ટ, ૧૬ અધ્યવપૂરક- એમ પિંડ તૈયાર કરવામાં સોળ દોષો લાગે છે. [૬૩૩-૬૩૫] ઉત્પાદનના સોળ દોષો આ પ્રમાણે કહેલા છે. ૧- ધાત્રીદોષ, ૨-દ્રુતિદોષ, ૩- નિમિત્તોષ, ૪-આજીવકોષ, ૫ વનીપકદોષ, ૬- ચિકિત્સાદોષ, ૭ક્રોધદોષ, ૮-માનદોષ, ૯ માયાદોષ, ૧૦-લોભદોષ, આ. દસ દોષો તથા ૧૧-પહેલા કે પછી થએલા પરિચયનો દોષ, ૧૨- વિધાદોષ, ૧૩- મંત્રદોષ, ૧૪-ચૂર્ણોષ, ૧૫, યોગદોષ અને ૧૬- મૂળકર્મદોષ - એમ ઉત્પાદનાના સોળ દોષો લાગે છે. [૬૩૬-૬૪૭] એષણાના દસ દોષો આ પ્રમાણે જાણવા ૧- શક્તિ, ૨- પ્રક્ષિત, ૩નિક્ષિપ્ત,૪પિહિત,પ-સંહત,દુ-દાયક,૭- ઉન્મિશ્ર,૮- અપરિણત,લિપ્ત, ૧૦-છર્દિત. [૬૩૮] તેમાં ઉદ્ગમ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે. ઉત્પાદનના દોષો સાધુથી ઉત્પન્ન થવાવાળા અને એષણા દોષો ગૃહસ્થ અને સાધુ બન્નેથી ઉત્પન્ન થવાવાળા છે. માંડલીના પાંચ દોષો આ પ્રમાણે જાણવા ૧- સંયોજના, ૨- પ્રમાણથી અધિક વાપરવું, ૩- અંગાર ૪- ધુમ્ર, ૫- કારણનો અભાવ - એમ ગ્રાસેસણાના પાંચ દોષો થાય છે. તેમા સંયોજના દોષનો બે પ્રકાર ૧ ઉપકરણ સંબંધી અને ૨. ભોજન પાણી સંબંધી. વળી તે બન્નેના પણ અભ્યન્તર અને બાહ્ય. એવા બે ભેદો છે [૩૯] પ્રમાણ-બત્રીશ કોળીયા પ્રમાણ. આહાર કુક્ષિપૂરક ગણાય છે. ગમતાભાવતા ભોજનાદિક રાગથી વપરાય છે. તો તેમાં ઇંગાલ દોષ અને અણગમતામાં દ્વેષ થાય તો ધૂમ્ર દોષ. લાગે છે. - [૬૪૦-૬૪૪] કારણાભાવ દોષમાં સમજવાનું કે- ક્ષુધા વેદના સહન ન થાય, અશક્ત શરીરથી વેયાવચ્ચ ન બની શકે, આંખનું તેજ ઘટે અને ઈરિયાસમિતિમાં ખામી આવે. સંયમ પાલન માટે તેમજ પ્રાણ ટકાવવા માટે, ધર્મધ્યાન કરવા માટે, આ કારણ માટે ભોજન કરવાનું કલ્લે, ભૂખ સમાન કોઈ વેદના નથી માટે તેની શાંતિ માટે ભોજન કરવું. ભૂખથી દુર્બળ દેહવાળો વેયાવચ્ચ કરવા સમર્થ થઈ શકતો નથી. માટે ભોજન Page #286 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨૮૩ કરવું. ઈરિયાસમિતિ બરાબર ન શોધાય, પ્રેક્ષાદિક સંયમ ન સાચવી શકાય. સ્વાધ્યાયદિક કરવાની શક્તિ ધટતી જાય, બલ ઓછું થવા લાગે. ધર્મધ્યાન ન કરી શકે માટે સાધુએ આટલા કારણે ભોજન કરવું પડે. આ પ્રમાણે પિંડ વિશુદ્ધિ જાણવી. [] હવે પાંચ સમિતિઓ આ પ્રમાણે કહેલી છે - ઈયસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડ-મત્તનિક્ષેપણાસમિતિ, અને ઉચ્ચાર-પાસવણ ખેલ સિંધાણજલ્લપારિષ્ઠાપનિકાસમિતિ, તથા ત્રણ ગુપ્તિઓ મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, તથા બાર ભાવનાઓ તે આ પ્રમાણે ૧ અનિત્યભાવના, ૨ અશરણભાવના, ૩ એકત્વભાવના, ૪ અન્યત્વભાવના, ૫ અશુચિભાવના, ૬ વિચિત્ર સંસારભાવના, ૭ કર્મના આશ્રવની ભાવના, ૮ સંવરભાવના ૯ નિર્જરાભાવના, ૧૦ લોકવિસ્તારભાવના, ૧૧ તીર્થકરો સારી રીતે કહેલો અને સારી રીતે પ્રરુપેલો ઉત્તમ ધર્મ તેના તત્ત્વની વિચારણારૂપ ભાવના, ૧૨ ક્રોડો જન્માન્તરોમાં દુર્લભ એવી બોધિદુર્લભ ભાવના. આ વગેરે સ્થાનાન્તરોમાં જે પ્રમાદ કરે તે ચારિત્રકુશીલ જાણવા. [૬૪૫ તથા તપ કુશીલ બે પ્રકારના એક બાહ્ય તપકુશીલ અને બીજા આભ્યત્તર તપ કુશીલ. તેમાં જે કોઈ મુનિ વિચિત્ર એવા પ્રકારનું વિશિષ્ટ લાંબા સમયનું ઉપવાસાદિક તપ, ઉણોદરિકા, વૃત્તિ સંક્ષેપ, રસનો પરિત્યાગ, કાય-કલેશ, અંગોપાંગ સંકોચી રાખવા રૂપ સંલીનતા. આ જ પ્રકારના બાહ્ય તપમાં છતી શક્તિએ જેઓ ઉદ્યમ કરતા નથી, તે બાહ્ય તપ કુશીલ કહેવાય. તથા જે કોઈ મુનિ વિચિત્ર વિવિધ પ્રાયશ્ચિતો લેવાનો. વિનય. વેયાવચ્ચ, સ્વાધ્યાય, કાઉસ્સગ્ગ, એમ છ પ્રકારના આભ્યન્તર તપોસ્થાનમાં ઉદ્યમ કરતા નથી તે અભ્યત્તર તપકુશીલ કહેવાય. [૬૪૬-૪૭] તથા બાર પ્રકારની ભિક્ષ પ્રતિમાઓ તે આ પ્રમાણે એકમાસિકી. બેમાસિક, ત્રણમાસિકી, ચારમાસિક, પાંચમાસિકી, છમાસિક, સાતમાસિકી એમ સાત પ્રતિમા. આઠમી સાત અહોરાત્રની, નવમી સાત અહોરાત્રની, દશમી સાત અહોરાત્રની, અગીઆરમી એક અહોરાત્રની અને બારમી એકરાત્રિની એવી બાર ભિક્ષુ પ્રતિમાઓ જાણવી. [૪૮] તથા અભિગ્રહો - દ્રવ્યથી ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તેમાં દ્રવ્ય અભિગ્રહમાં બાફેલા અડદ વગેરે દ્રવ્ય ગ્રહણ કરવા, ક્ષેત્રથી ગામમાં કે ગામની બહાર ગ્રહણ કરવું, કાળથી પ્રથમ વગેરે પોરિસિમાં ગ્રહણ કરવું, ભાવથી ક્રોધાકિ કષાયોવાળો જે મને આપે તે ગ્રહણ કરીશ આ પ્રમાણે ઉત્તરગુણો સંક્ષેપથી સમાસ કર્યા. તેમ કરતાં ચારિત્રાચાર પણ સંક્ષેપથી પૂર્ણ થયો. તપાચાર પણ સંક્ષેપથી તેમાં આવી ગયો. તેમજ વીયરચાર તે કહેવાય કે જે આ પાંચ આચારોમાં ન્યુન આચારો ન સેવે. આ પાંચે આચારોમાં જે કોઈ અતિચારોમાં જાણી જોઈને અજયણાથી, દર્પથી પ્રમાદથી, કલ્પથી, અજયણાથી કે જયણાથી જે પ્રમાણે પાપ સેવ્યું હોય તે પ્રમાણે ગુરૂ પાસે આલોવીને માર્ગ જાણનાર ગીતાર્થ ગુરુ જે પ્રાયશ્ચિત આપે તે બરાબર આચરે. આ પ્રકારે અઢાર હજાર શીલના અંગોમાં જે પદમાં પ્રમાદ સેવ્યો હોય, તેને તે તે પ્રમાદ દોષથી કુશીલ સમજવો. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ મહાનિસહ-૩-૬૪૯ [૪૯] તે પ્રમાણે ઓસનોને વિશે પણ જાણતું. તે અહીં અમો લખતા નથી. જ્ઞાનાદિક વિષયક પાસત્થા, સ્વચ્છંદ, ઉસૂત્રમાર્ગગામી, શબલોને અહિં ગ્રંથવિસ્તાર ભયે લખતા નથી. અહિં ક્યાંય ક્યાંય જે જે બીજી વાચના હોય તે તે સારી રીતે શાસ્ત્રનો. સાર જેમણે જાણેલો છે.એવા ગીતાર્થવયોંએ સંબંધ જોડવો. કારણ કે મૂળ આદર્શ - પ્રતમાં ઘણો ગ્રન્થ વિપ્રનષ્ટ થયો છે. ત્યાં આગળ જ્યાં જ્યાં સંબંધ થયા યોગ્ય જોડવાની જરૂર પડી ત્યાં ત્યાં ઘણા મૃતધરોએ એકઠા મળીને અંગઉપાંગ સહિત બાર અંગરૂપ શ્રુત સમુદ્રમાંથી અન્ય અન્ય અંગ, ઉપાંગ, શ્રુતસ્કન્દ, અધ્યયન, ઉદ્દેશાંઓમાંથી યોગ્ય સંબંધો એકઠા કરીને જે કંઈ કંઈ સંબંધ ધરાવતા હતા, તે અહિં લખેલા છે, પરંતુ પોતે કહેલું કાંઈ અહિં ગોઠવ્યું નથી. [૫૦] અતિશય મોટા એવા આ પાંચ પાપો જે વર્જતા નથી. તેઓ હે ગૌતમ ! જેવી રીતે સુમતિ નામના શ્રાવકે કુશીલ આદિ સાથે સંલાપ આદિ પાપ કરીને ભવમાં ભ્રમણ કર્યું તેમ તે પણ ભ્રમણ કરશે. ભવસ્થિતિ કાયસ્થિતિવાળા સંસારમાં ઘોર દુઃખમાં સબડતો બોધિ, અહિંસાદિ લક્ષણયુક્ત દશ પ્રકારનો ધર્મ પામી શકતો નથી. ઋષિના આશ્રમમાં તેમજ ભિલ્લના ઘરમાં રહેલા પોપટો જેમ સંસર્ગના ગુણદોષથી એકને મધુર બોલતાં આવડ્યું અને બીજાને સંસર્ગ દોષથી અપશબ્દ બોલતાં આવડ્યું હે ગૌતમ ! જેવી રીતે બને પોપટોને સંસર્ગ દોષનું પરિણામ આવ્યું તે જ પ્રમાણે આત્મહિતની ઈચ્છાવાળાએ આ પક્ષીની હકીકત જાણીને સર્વ ઉપાયથી કુશીલનો સંસર્ગ સર્વથા ત્યાગ કરવો. ત્રીજાઅધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ (અધ્યયન-૪ કુશીલ સંસર્ગ) [૫૪] હે ભગવંત! તે સુમતિએ કુશીલ સંસર્ગ કેવી રીતે કર્યો હતો કે જેણે આવા પ્રકારના અતિ ભયંકર દુખ પરિણામવાળા ભવસ્થિતિ અને કાયસ્થિતિવાળા પાર વગરના ભવસમુદ્રમાં દુખથી સંતપ્ત થએલો બિચારો તે ભ્રમણ કરશે. અને સર્વજ્ઞભગવંતે ઉપદેશેલે અહિંસા લક્ષણવાળા ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મને અને સમ્યકત્વને નહિં પામે, હે ગૌતમ! તે વાત આ પ્રકારે છે - આ ભારતવર્ષમાં મગધ નામનો દેશ છે. તેમાં કુશસ્થલ નામનું નગર હતું, તેમાં પુણ્ય-પાપ સમજનાર, જીવઅજીવાદિક પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જેમણે સારી રીતે જાણેલું છે, એવા મોટી ઋદ્ધિવાળા સુમતિ અને નાગિલ નામના બે સગા ભાઈઓ શ્રાવક ધર્મનું પાલન કરતા હતા. કોઈક સમયે અંતરાય કર્મના ઉદયથી તેઓનો વૈભવ વિલય પામ્યો. પણ સત્વ અને પરાક્રમ તો પહેલાના જ રહેલાં હતા. અચલિત સત્ત્વ પ્રરાક્રમવાળા, અત્યન્ત પરલોકના ભીરુ, કુડ-કપટ અને જુઠથી વિરમેલા. ભગવંતે ઉપદેશેલા ચારે પ્રકારના દાનાદિ ધર્મનું સેવન કરતા હતા. શ્રાવક ધર્મનું પાલન કરતા, કોઈની ખટપટ નિન્દા ન કરતા, નમ્રતા સેવતા, સરળ સ્વભાવવાળા, ગુણરૂપ રત્નોના નિવાસ સ્થાન સરખા, ક્ષમાના રિયા, સજ્જનની મૈત્રી સેવનારા, ઘણા દિવસો સુધી જેના ગુણ રત્નોના વર્ણન કરી શકાય તેવા ગુણોના ભંડાર સરખા તે શ્રાવકો હતા. Page #288 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ ૨૮૫ જ્યારે તેઓને અશુભ કર્મનો ઉદય થયો અને તેમની સંપત્તિ હવે અષ્ટાહિનકા મહામહોત્સવ આદિ ઈષ્ટદેવતાના ઈચ્છા પ્રમાણે પૂજા-સત્કાર, સાધર્મિકોનું સન્માન, બંધુ-વર્ગના વ્યવહાર આદિ કરવા માટે અસમર્થ થઈ. [૬૫૫-૬૬૦] હવે કોઈક સમયે ઘરે પરોણાઓ આવે છે. તેનો સત્કાર કરી શકાતો નથી. સ્નેહી વર્ગોના મનોરથો પૂરી શકાતા નથી, પોતાના મિત્ર-સ્વજન કુટુંબીઓ, બાંધવો સ્ત્રીઓ, પુત્રો, ભત્રીજાઓ સંબંધ ઘટાડીને દૂર હટી ગયા ત્યારે વિવાદ પામેલા તે શ્રાવકોએ હે ગૌતમ ! ચિંતવ્યું કે - “પુરુષ પાસે જો વૈભવ હોય છે તો તે લોકો તેની આજ્ઞાનો સ્વીકાર કરનાર થાય છે. જળ રહિત મેઘને વિજળી પણ દૂરથી ત્યાગ કરે છે.” એમ વિચારીને તેઓ પરસ્પર કહેવા લાગ્યા. તેમાં પ્રથમ સુમતિએ નાગિલભાઈને કહ્યું કે- માન-ધનરહિત ભાગ્યહીન પુરુષે એવા દેશમાં ચાલ્યા જવું કે જ્યાં પોતાના સંબંધિઓ કે આવાસો ન દેખાય તથા બીજાએ પણ કહ્યું કે - જેની પાસે ધન હોય, તેની પાસે લોકો આવે છે, જેની પાસે અર્થ હોય તેને ઘણાબંધુઓ હોય છે. [૬૬૧] આ પ્રમાણે તેઓ પરસ્પર એક મતવાળા થયા અને તેવા થઈને હે ગૌતમ ! તેઓએ દેશ-ત્યાગ કરવાનો નિર્ણય કર્યો કે- આપણે કોઈ અજાણ્યા દેશાન્તરમાં ચાલ્યા જઈએ. ત્યાં ગયા છતાં પણ લાંબા કાળથી ચિંતવેલા મનોરથો પૂર્ણ ન થાય તો અને દૈવ અનુકૂળ થાય તો પ્રવ્રજ્યા અંગીકાર કરીએ. ત્યાર પછી કુશસ્થલ નગરનો ત્યાગ કરીને વિદેશ ગમન કરવાનું નક્કી કર્યું. [૬૬૨] હવે દેશાન્તર તરફ પ્રયાણ કરતા એવા તે બન્નેએ માર્ગમાં પાંચ સાધુઓ અને છઠ્ઠો એક શ્રમણોપાસક-તેમને જોયા. ત્યારે નાગિલે સુમતિને કહ્યું હે અરે સુસ્મૃતિ ! ભદ્રમુખ ! જો જો આ સાધુઓનો સાર્થ કેવો છો તો આપણે આ સાધુના સમુદાય સાથે જઈએ. તેણે કહ્યું કે ભલે તેમ થાઓ. ત્યાર પછી તેના સાર્થમાં સાથે ચાલ્યા. જેટલામાં માત્ર એક મૂંકામે જવા માટે પ્રયાણ કરતા હતા ત્યારે નાગિલે સુમતિને કહ્યું કે હે ભદ્રમુખ ! હરિવંશના તિલકભૂત મરકત રત્નની સરખી શ્યામ કાંતિવાળા સારી રીતે નામ ગ્રહણ કરવા યોગ્ય બાવીસમાં તીર્થંકર શ્રી આરિષ્ઠનેમિ ભગવંતના ચરણ કમળમાં સુખેથી બેઠેલો હતો, ત્યારે આ પ્રમાણે સાંભળીને અવધારણ કર્યું હતું કે આવા પ્રકારના અણગાર રૂપને ધારણ કરનારા હોય તે કુશીલ ગણાય છે. અને જે કુશીલ હોય તેઓને દૃષ્ટિથી પણ જોવા કલ્પતા નથી. માટે આ સાધુઓ તેવા છે, તેથી તેઓના સાથે ગમન સંસર્ગ થોડો પણ કરવો કલ્પતો નથી, માટે તેમને ચાલ્યા જવા દો, આપણે કોઈ નાના સાથે સાથે જઈશું. કારણકે તીર્થંકરના વચનનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. દેવો અને અસુરોવાળા આ ગતને પણ તીર્થંકરની વાણી ઉલ્લંઘન કરવા લાયક નથી. બીજી વાત એકે - જ્યાં સુધી તેમની સાથે ચાલીએ ત્યાં સુધી તેના દર્શનની વાતતો જવા દો પણ આલાપ-સંલાપ વગેરે પણ નિયમા કરવા પડે; તો શું આપણે તીર્થંકરની વાણીને ઉલ્લંઘીને ગમન કરવું ? એ પ્રમાણે વિચારણા કરીને સુમતિનો હાથ પકડીને નાગિલ સાધુના સાર્થમાંથી નીકળી ગયો. [૬૬૩-૬૬૯] નેત્રથી નીહાળેલી, શુદ્ધ અને નિર્જીવ ભૂમિ ઉપર બેઠો. ત્યાર પછી સુમતિએ કહ્યું કે જ્ઞાન આપનાર ગુરુઓ, માતા-પિતાઓ, વડીલબંધુ તેમજ બ્લેન અગર જ્યાં સામો પ્રત્યુત્તર આપી શકાતો ન હોય ત્યાં હે દેવ ? મારે શું કહેવું ? તેઓની Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ મહાનિસીહ-જા-૬૬૯ આજ્ઞા થાય તે પ્રમાણ પૂર્વક તહરિએમ કરીને સ્વીકારવાની જ હોય. આ મારા માટે ઈષ્ટ છે કે અનિષ્ટ છે તેનો તેમાં વિચારવાનો અવકાશ હોતો નથી. પરંતુ આજે તો આ વિષયમાં આર્યને આનો ઉત્તર આપવો જ પડશે, અને તે પણ આકરા કઠોર કર્કસ અનિષ્ટ દુષ્ટ નિષ્ફર શબ્દોથી જ. અથવા તો મોટાભાઈ આગળ આ મારી જીભ કેવી રીતે ઉપડે કે જેના ખોળામાં હું વસ્ત્રવગરનો અશુચિથી ખરડાએલા અંગવાળો અનેક વખત રમેલો છે. અથવા તો તે પોતે આવું અણઘટતું બોલતા કેમ શરમાતા નથી? કે આ કુશીલો છે. અને આંખથી તે સાધુઓને જોવા પણ ન જોઈએ. જેટલામાં પોતે વિચારેલ હજુ બોલતો નથી. તેટલામાં ઈગિત આકાર જાણવામાં કુશલ મોટાભાઈ નાગિલ તેનો દયગત ભાવ જાણી ગયા કે આ સુમતિ નકામો ખોટા કષાયવાળો થાય છે. તો હવે મારે તેને કયો પ્રત્યુત્તર આપવો એમ વિચારવા લખ્યો. [૬૭૦૯૭] વગર કારણે વગર પ્રસંગે ક્રોધાયમાન થએલા ભલે હાલ એમજ રહે, અત્યારે એને કદાચ સમજણ આપવામાં આવે તો પણ તે બહુ માન્ય નહિ કરશે. તો શું અત્યારે તેને સમજાવવો કે હાલ કાલક્ષેપ કરવો ? કાલ પસાર થશે તો તેને કષાય શાન્ત થશે અને પછી મારી કહેલી સર્વ વાતનો સ્વીકાર કરશે. અથવા તો અત્યારનો આ પ્રસંગ એવો છે કે તેના સંશયને દુર કરી શકીશ. જ્યાં સુધી વિશેષ સમજ આપવામાં નહિ આવે ત્યાં સુધી આ ભદ્રિક ભાઈને કંઈ સમજાશે નહિ. એમ વિચારીને નાગિલ નાનાભાઈ સુમતિને કહેવા લાગ્યો - કે હે બધુ? તને દોષ, આપતો નથી, હું આ વિષયમાં મારોજ દોષ માનું છું કે – હિત બુદ્ધિથી સગાભાઈને પણ કહેવામાં આવે તો તે કોપાયમાન થાય છે. આઠ કર્મની જાળમાં સપડાએલા જીવોનો જ અહિં દોષ છે કે ચારે ગતિમાંથી બહાર કાઢનાર હિતોપદેશ તેમને અસર કરતો નથી, સજ્જડ રાગ, દ્વેષ, કદાગ્રહ અજ્ઞાન, મિથ્યાત્વના દોષથી ખવાઈ ગયેલા મનવાળા આત્માઓને હિતોપદેશરૂપ અમતૃ પણ કાલકુટ વિસ ભાસે છે. [૭૭] એમ સાંભળીને સુમતિએ કહ્યું કે- તમે જ સત્યવાદી છો અને આ પ્રમાણે બોલી શકો છો. પરંતુ સાધુઓના અવર્ણવાદ બોલવા તે બીલકુલ યોગ્ય ન ગણાય. તે મહાનુભાવોના બીજા વતવ તરફ કેમ નજર કરતા નથી ? છઠ્ઠ અઠ્ઠમ ચાર પાંચ ઉપવાસ માસક્ષમણ આદિ તપ કરીને આહાર ગ્રહણ કરનારા ગ્રીષ્મ કાળમાં આતાપના લેતા નથી. તેમજ વિરાસન ઉત્કટકાસન વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરવા, કષ્ટવાળા તપો કરવા ઈત્યાદી ધમનુષ્ઠાન આચરીને માંસ અને લોહી જેમણે સુકવી નાખેલ છે, આવા પ્રકારના ગુણયુક્ત મહાનુભાવ સાધુઓને તમારા સરખા મહાન ભાષા સમિતિવાળા મોટા શ્રાવક થઈને આ સાધુઓ કુશીલવાળા એવો સંકલ્પ કરવો યુક્ત નથી. ત્યાર પછી નાગિલે કહ્યું કે - હે વત્સ? આ તેના ધમનુષ્ઠાનોથી તું સંતોષ ન પામ, જેમ કે આજે હું અવિશ્વાસથી લૂંટાયો છું, વગર ઈચ્છાએ આવી પડેલા પરાધીનતાથી ભોગવવાની દુખોથી.... અકામ નિર્જરાથી પણ કમનો ક્ષય થાય છે તો પછી બાલતપથી કર્મક્ષય કેમ ન થાય ? આ સર્વેને બાલતપસ્વીઓ જાણવા. શું તને તેઓનું ઉત્સુત્રમાર્ગનું અલ્પ સેવાપણું દેખાતું નથી ? વળી હે વત્સ સુમતિ? મને આ સાધુઓ ઉપર મનથી પણ સુક્ષ્મ પ્રષ નથી કે જેથી હું તેમનો દોષ ગ્રહણ કર્યું. પરન્તુ તીર્થંકર Page #290 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ ૨૭ ભગવંતની પાસેથી એ પ્રમાણે અવધારણ કરેલું છે કે કુશીલને ન દેખવા. ત્યારે સુમતિએ તેને કહ્યું કે-જેવા પ્રકારનો તું નિબુદ્ધિ છે તેવા જ પ્રકારના તે તીર્થકર હશે જેથી તને આ પ્રમાણે કહ્યું. ત્યાર પછી આ પ્રમાણે બોલનાર સુમતિના મુખ રૂપી છિદ્રને પોતાના હસ્તથી બંધ કરીને નાગિલે તેને કહ્યું કે - અરે હે ભદ્ર મુખવાળા જગતના મહાનગુર, તીર્થકંર ભગવત્તની આશાતના ન કર. મને તારે જે કહેવું હોય તે ભલે કહે હું તને કોઈ પ્રત્યુત્તર નહિ આપીશ. ત્યારે સુમતિએ તેને કહ્યું કે આ જગતમાં આ સાધુઓ પણ જો કુશીલ હોયતો પછી સુશીલ સાધુઓ ક્યાંય મળશે જ નહિ ત્યારે નાગિલે કહ્યું કે - હે ભદ્રમુખ ! સુમતિ ? અહિં જગતમાં અલંઘનીય વજનવાળા ભગવંતનું વચન આદર પૂર્વક ગ્રહણ કરવું જોઈએ. આસ્તિક આત્માને તેમના વચનમાં કોઈ દિવસ વિસંવાદ થતો નથી, તેમજ બાલ તપસ્વીની ચેષ્ટામાં આદર ન કરવો કારણકે જિનેન્દ્ર વચન મુજબ નક્કી તેઓ કુશીલ દેખાય છે. તેઓની પ્રવ્રજ્યાને વિષે ગંધ પણ દેખાતી નથી. કારણકે જે જો આ સાધુ પાસે બીજી મુહ પોતિકા દેખાય છે. તેથી કરીને આ સાધુ અધિક પરિગ્રહતા દોષથી કુશીલ છે. ભગવંતે હસ્તમાં અધિક પરિગ્રહ ધારણ કરવા માટે સાધુને આજ્ઞા આપી નથી. માટે હે વત્સ! હીન સજ્વાળો પણ મનથી એવો અધ્યવસાય ન કરે કે કાચ મારી આ મુહુપત્તિકા ફાટી તુટીને વિનાશ પામશે તો બીજી મને ક્યાથી મળશે ? તે હીનસત્ત્વ એમ વિચારતો નથી કે - અધિક અને અનુપયોગથી ઉપધિ ધારણ કરવાથી મારા પરિગ્રહ વ્રતનો ભંગ થશે અથવા શું સંયમમાં રંગાએલો આત્મા સંયમમાં ઉપયોગી ધર્મના ઉપકરણરૂપ મુહપતિ જેવા સાધનમાં સિદાય ખરી? નક્કી તેવો આત્મા તેમાં વિષાદ ન પામે. ખરેખર તેવો આત્મા પોતાને હું હીન સત્યવાળો છું, તેમ જાહેર કરે છે, ઉન્માર્ગના આચરણની પ્રશંસા કરે છે. અને પ્રવચન મલિન કરે છે. આ સામાન્ય હકીકત તું દેખી શકતો નથી? આ સાધુએ ગઈ કાલે વસ્ત્ર પહેર્યા વગરની સ્ત્રીના શરીરને રાગ પૂર્વક દેખીને તેનું ચિંતવન કરીને તેની આલોચના પ્રતિક્રમણ કર્યા નથી, તે તને માલુમ નથી? આ સાધુના શરીરે ફોલ્લા થએલા છે, તે કારણે વિસ્મયપામેલા મુખવાળા એને દેખતો નથી. હમણાંજ તેણે લોન્ચ કરવા માટે પોતાના હાથે વગર આપેલી રાખ ગ્રહણ કરી, તેં પણ પ્રત્યક્ષ તેમ કરતા તેને જોયો છે. ગઈ કાલે સંધારકને સૂર્યોદય થયા પહેલા એમ કહ્યું કે - ઉઠો અને ચાલો આપણે વિહાર કરીએ. સૂર્યોદય થઈ ગયો છે. એમ આ સાધુએ તેમને હસતાં હસતાં કહ્યું. તે તેં જાતે ન સાંભળ્યું? આમાં જે મોટો નવાદિક્ષિત છે તે ઉપયોગ વગર સુઈ ગયો અને વિજળી અગ્નિકાયથી સ્પર્શ કરાયો તેને તે જોયો હતો. તેણે કામળી ગ્રહણ ન કરી તથા સવારે લીલા ઘાસનો પહેરવાના કપડાના છેડાથી સંઘટ્ટો કર્યો, તથા બહાર ઉઘાડામાં પાણીનો પરિભોગ કર્યો. બીજ-વનસ્પતિકાયની ઉપર પગ ચાંપીને ચાલતો હતો. અવિધિથી ખારી જમીન ઉપર ચાલીને મધુર જમીન ઉપર સંક્રમણ કર્યું. તથા માર્ગમાં ચાલ્યા પછી સાધુએ સો ડગલા ચાલ્યા પછી ઇરિયાવહિયં પ્રતિક્રમવા જોઈએ. તેવી રીતે ચાલવું જોઈએ. તેવી રીતે ચેણ કરવી જોઈએ તેવી રીતે બોલવું જોઈએ. તેવી રીતે શયન કરવું જોઈએ કે જેથી કરીને છે કાયના જીવોને સૂક્ષ્મ કે બાદર, પર્યાપ્તા કે અપર્યાપ્તા, આવતા જતા સર્વ જીવ પ્રાણ ભૂત કે સત્ત્વોને સંઘટ્ટ પરિતાપન કિલામણાકે ઉપદ્રવ ન થાય. આ સાધુઓમાં કહેલા આ સર્વેમાંથી એક પણ અહીં દેખાતું નથી. વળી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ મહાનિસીહ-૪-૬૭૮ મુહપત્તિનું પડિલેહણ કરતા એવા સાધુને મેં પ્રેરણા આપી કે વાય કાયનો સંઘટ્ટા થાય તેમ ફટફડાટ અવાજ કરતા પડિલેહણા કરો છો. પડિલેહણ કરવાનું કારણ યાદ કરાવ્યું જેનું આવા પ્રકારનું ઉપયોગવાળુ જણાયુક્ત સંયમ છે. અને તે તમો ઘણું પાલન કરો છો તો સંદેહ વગરની વાત છે કે તેમાં તમે આવો ઉપયોગ રાખો છો? આ આ સમયે તેં મને નિવાય કે મૌન રાખો, સાધુઓને આપણે કંઈ કહેવું કલ્પતું નથી. આ હકીકત શું તું ભૂલી ગયો? તેથી હે ભદ્રમુખ? આણે સંયમ સ્થાનકમાંથી એક પણ સ્થાનક સમ્યક પ્રકારે રક્ષણ કરેલ નથી, જેનામાં આવા પ્રકારનો પ્રસાદ હોય તે સાધુ કેવી રીતે કહી શકાય? જેનામાં આવા પ્રકારનું નિર્બસપણું હોય તે સાધુ નથી. હે ભદ્રમુખ? દેખ દેખ શ્વાન સરખો નિર્દય છ કાય જીવોનું મર્દન કરનાર આ છે, તો તેને વિષે મને કેવી રીતે અનુરાગ થાય ? અથવા તો શ્વાન પણ સારો છે કે જેને અતિસૂક્ષ્મ પણ નિયમ વ્રતનો ભંગ થતો નથી. આ નિયમનો ભંગ કરનાર હોવાથી કોની સાથે તેની સરખામણી કરી શકાય? માટે હે વત્સ! સુમતિ ! આવા પ્રકારના કૃત્રિમ આચરણથી સાધુ બની શકતા નથી. આવા પ્રકારના કૃત્રિમ-દેખાવ માત્ર આચાર વડે યુક્ત હોય તેઓને તીર્થકરના વચનને સ્મરણ કરનારો કયો વંદન પણ કરે ! બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે તેઓના સંસર્ગથી આપણને પણ ચરણ-કરણમાં શિથિલતા આવી જાય કે જેનાથી વારંવાર ઘોર ભવની પરંપરામાં આપણને રખડવાનું થાય. ત્યારે સુમતિએ કહ્યું કે જો એઓ કુશીલ હોય અગર સુશીલ હોય તો પણ હું તો તેમની પાસે જ પ્રવ્રજ્યા સ્વીકારીશ વળી તમો કહો છો તેજ ધર્મ છે પરંતુ તે કરવાને આજે કોણ સમર્થ છે? માટે મારો હાથ છોડી દે. મારે તેમની સાથે જવું છે, તેઓ દૂર ચાલ્યા જશે તો ફરી મેળાપ થવો મુશ્કેલ થાય. ત્યારે નાગિલે કહ્યું કે હે ભદ્રમુખ! તેમની સાથે જવામાં તારું કલ્યાણ નથી, હું તને હિતનું વચન કહું છું. આ સ્થિતિ હોવાથી જે બહુ ગુણકારક હોય તેનું જ સેવન કર. હું કંઈ તને બળાત્કારથી પકડી રાખતો નથી. હવે કંઈ સમય અનેક ઉપાયો કરીને નિવારણ કરવા છતાં પણ ન રોકાયો અને મંદ ભાગ્યશાળી તે સુમતિએ હે ગૌતમ! પ્રવ્રજ્યા અંગિકાર કરી ત્યાર પછી કોઈક સમયે વિહાર કરતા કરતા પાંચ મહિના પછી મહાભંયકર બાર વરસનો દુષ્કાળ આવ્યો. ત્યારે તે સાધુઓ તે કાળના દોષથી, દોષોની આલોચના પ્રતિક્રમણ કર્યા વગર મૃત્યુ પામીને ભૂત, યક્ષ, રાક્ષસ, પિશાચ, વગેરે વાણવ્યંતર દેવોના વાહનપણે ઉત્પન થયાં. ત્યાંથી ચાલીને પ્લેચ્છ જાતિમાં માંસાહાર કરનાર કુર આચરણ કરવાવાળા થયા. કુર પરિણામવાળા હોવાથી સાતમી નારકીમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને ત્રીજી ચોવીસીમાં સમ્યકત્વ પામશે. ત્યાર પછી સમ્યકત્વ પ્રાપ્ત થએલા ભવથી ત્રીજા ભવમાં ચાર જણ સિદ્ધિ પામશે, પરન્તુ જે સર્વથા મોટા પાંચમાં હતા તે એક સિદ્ધ નહિ પામશે. કારણકે તે એકાંત મિથ્યાવૃષ્ટિ અને અભવ્યછે. હે ભગવંત! જે સુમતિ છે તે ભવ્ય કે અભવ્ય? હે ગૌતમ તે ભવ્ય છે. હે ભગવંત! તે ભવ્ય છે તો મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! પરમાધાર્મિક અસુરોને વિશે. [૩૮] હે ભગવાન! ભવ્યજીવો પરમાધાર્મિક અસરોમાં ઉત્પન્ન થાય ખરા? હે ગૌતમ ! જે કોઈ સજ્જડ રાગ દ્વેષ મોહ અને મિથ્યાત્વના ઉદયથી સારી રીતે કહેવા છતાં પણ ઉત્તમ હિતોપદેશની અવગણના કરે છે, બાર પ્રકારના અંગો તથા Page #292 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ ૨૮૯ શ્રુતજ્ઞાનને અપ્રમાણ કરે છે તથા શાસ્ત્રના સભાવો અને રહસ્યને જાણતા નથી, અનાચારની પ્રશંસા કરે છે, તેની પ્રભાવના કરે છે, જે પ્રમાણે સુમતિએ તે સાધુઓની પ્રશંસા અને પ્રભાવના કરી કે - તેઓ કુશીલ સાધુઓ નથી, જો આ સાધુઓ પણ કુશીલ છે તો અહિં આ ગતમાં કોઈ સુશીલ સાધુ નથી. તે સાધુઓ સાથે જઈને મારે પ્રવજ્યા અંગીકાર કરવાનો નિશ્ચય છે, તથા જેવા પ્રકારના તમે નિબુધ્ધી છો તેવા પ્રકારના તે તીર્થંકર પણ હશે.” એ પ્રમાણે બોલવાથી હે ગૌતમ તેણે મોટું એવું તપ કરતો હોવા છતાં પણ પરમાધામી અસુરોને વિષે તે ઉત્પન થશે. હે ભગવંત ! પરમાધાર્મિક દેવો ત્યાંથી મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થાય ? હે ભગવંત ! પરમધામિક અસરો દેવતામાંથી બહાર નીકળી તે સુમતિનો જીવ ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મંદભાગી એવા તેણે અનાચારની પ્રશંસા તથા અભ્યદય કરવા સારા સન્માર્ગના નાશને અભિનંદુ તે કર્મના દોષથી અનંત સંસાર ઉપાર્જન કર્યો. તેના કેટલા ભવોની ઉત્પત્તિ કહેવી ? અનેક પુદગલ પરાવર્તન કાળ સુધી ચાર ગતિરૂપ સંસારમાંથી જેનો નીકળવાનો આરો નથી તો પણ સંક્ષેપથી કેટલાક ભવો કહું છું. તે સાંભળઃ આ જ જંબુદ્વિપ નામના દ્વીપને ચારે બાજુ ફરતો વર્તુળાકારનો લવણ સમુદ્ર છે. તેમાં જે સ્થળે સિંધુ મહાનદી પ્રવેશ કરે છે તે પ્રદેશના દક્ષિણ દિશા ભાગમાં પપ યોજના પ્રમાણવાળી વેદિકાના મધ્યભાગમાં સાડા બાર યોજન પ્રમાણ હાથીના કુંભસ્થલના આકાર સરખું પ્રતિસંતાપદાયક નામનું એક સ્થળ છે. તે સ્થળ લવણસમુદ્રના જળથી સાડા સાત યોજન પ્રમાણ ઉંચું છે. ત્યાં અત્યન્ત ઘોર ગાઢ અંધકારવાળી ઘડિયાલ સંસ્થાનના આકારવાળી છેતાલીસ ગુફાઓ છે. તે ગુફાઓમાં બબ્બે બબ્બેની વચ્ચે વચ્ચે જલચારી મનુષ્યો વાસ કરે છે. તેઓ વઋષભનારી સંઘયણવાળા, મહાબલ અને પરાક્રમવાળ, સાડાબાર વેંત પ્રમાણ કાયાવાલા, સંખ્યાતાવર્ષના, આયુષ્યવાળા, જેમને મધ, માંસ પ્રિય છે. તેવા, સ્વભાવથી સ્ત્રીઓમાં લોલુપી, અતિશય ખરાબ વર્ણવાળા, સુકુમાર, અનિષ્ઠ, કઠણ, ખરબચડા દેહવાળા, ચંડાલના નેતા સરખા કહેલા ભયંકર મુખવાળા, સિંહ સમાન ઘોર દ્રષ્ટિવાળા, યમરાજા સરખા ભયાનક, કોઈને પીઠ ન બતાવનાર, વિજળીની જેમ નિષ્ફર પ્રહાર કરનાર, અભિમાનથી માંધાતા થએલા તેઓ અંડગોલિક મનુષ્યો તરીકે ઓળખાય છે. તેઓના શરીરમાં જે અંતરંગ ગોલિકાઓ હોય છે. તેને ગ્રહણ હરીને ચમરી ગાયના શ્વેત પુંછડાના વાળથી તે ગોલિકાઓ ગૂંથે છે. ત્યાર પછી તે બાંધેલી ગોલિકાઓને બન્ને કાન સાથે બાંધીને મહાકિંમતી ઉત્તમ જાતિવંત રત્ન ગ્રહણ કરવાની ઈચ્છાવાળા સમુદ્રની અંદર પ્રવેશ કરે છે. સમુદ્રમાં રહેલા જલ હાથી, ભેંશ, ગોધા, મગર, મોટા મસ્સો તંતુ સુંસુમાર વગેરે દુષ્ટ વ્યાપદો તેને કોઈ ઉપદ્રવ કરતા નથી. તે ગોલિકાના પ્રભાવથી ભય પામ્યા વગર સર્વ સમુદ્રજળમાં ભ્રમણ કરીને ઈચ્છા પ્રમાણે ઉત્તમ પ્રકારના જાતિવંત રત્નોનો સંગ્રહ કરીને અખંડ શરીરવાળો બહાર નિકળી આવે છે. તેઓને જે અંતરગ ગોલિકાઓ હોય છે. તેના સંબંધથી તે બિચારા હે ગૌતમ ! અનુપમ અતિઘોર ભયંકર દુઃખ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા અતિરૌદ્ર કમને આધીન બનેલા તેઓ અનુભવે છે. Jain Euration International Eng Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ મહાનિસીહ-૪-૬૭૮ હે ભગવંત ! કયા કારણથી ? હે ગૌતમ ! તેઓ જીવતા હોય ત્યાં સુધી તેની ગોલિકાઓ ગ્રહણ કરવા કોણ સમર્થ થઈ શકે ? જ્યારે તેમના દેહમાંથી ગોલિકાઓ ગ્રહણ કરે છે ત્યારે ઘણા પ્રકારના મોટા સાહસ કરીને નિયંત્રણાઓ કરવી પડે છે. બખ્તર પહેરેલા, તલવાર, ભાલા, ચક્રો, હથિયાર સજેલા એવા ઘણા શૂરવીર પુરુષો બુદ્ધિના પ્રયોગ પૂર્વક તેમનો જીવતા જ પકડે છે. જ્યારે તેમને પકડે છે. ત્યારે જે પ્રકારના શારીરિક માનસિક દુઃખો થાય છે તે સર્વે નારકના દુઃખની સાથે સરખાવી શકાય છે. હે ભગવંત ! તે અંતરંગ ગોલિકાઓને કોણ ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! તે લવણ સમુદ્રમાં રત્નદ્વીપ નામનો અંતર્ધ્વપ છે, પ્રતિસંતાયદાયક સ્થલથી તે દ્વીપ એકત્રીશસો યોજન દૂર છે તે રત્નદ્વીપ વાસી મનુષ્યો તેને ગ્રહણ કરે છે. હે ભગવંત! ક્યા પ્રયોગથી ગ્રહણ કરે છે ? ક્ષેત્રના સ્વભાવથી સિદ્ધ થએલા પૂર્વ પુરુષોની પરંપરા પ્રમાણે પ્રાપ્ત કરેલા વિધાનથી તેઓને પકડે છે. હે ભગવંત! તેઓની પૂર્વના પુરુષોએ સિદ્ધ કરેલો વિધિ કેવા પ્રકારનો હોય છે! હે ગૌતમ! તે રત્નદ્વીપમાં ૨૦, ૧૯, ૧૮, ૧૦, ૮, ૭, ધનુષ્ય પ્રમાણવાળા ઘંટીના આકારવાળા શ્રેષ્ઠવજશિલાના સંપુટો હોય છે. તેને છુટા પાડીને તે રત્નદ્વીપવાસી મનુષ્યો પૂર્વના પુરુષોથી સિદ્ધ ક્ષેત્ર-સ્વભાવથી સિદ્ધ તૈયાર કરેલા યોગથી ઘણા મસ્સો મધુ ભેગા ભેળવીને અત્યંત રસવાળા કરીને ત્યાર પછી તેમાં પકાવેલા માંસના ટુકડાઓ તેમજ ઉત્તમ મધ-મદિરા વગેરે પદાર્થો નાખે છે. આવા તેઓને ખાવા યોગ્ય મિશ્રણ તૈયાર કરીને વિશાલ લાંબા મોટા વૃક્ષોના કાણોથી બનાવેલા યાનમાં બેસીને અતિસ્વાદિષ્ટ પુરાણા મદિરા-માંસ મત્સ્ય મધ વગેરેથી પરિપૂર્ણ ઘણા તુંબડા ગ્રહણ કરીને પ્રતિસંતાપદાયક નામના સ્થલ પાસે આવે છે. જ્યારે ગુફાવાસી અંડગોલિક મનુષ્યોને એક તુંબડું આપીને તેમજ અભ્યર્થના - આજીજીનો પ્રયોગ કરવા પૂર્વક પેલા કાયાનને અતિશય વેગ પૂર્વક ચલાવીને રત્નદ્વીપ તરફ દોડી જાય છે. અંડ ગોલિક મનુષ્યો તે તુંબડામાંથી મધ માંસ વગેરેનું મિશ્રણ-ભક્ષણ કરે છે અને અતિશય-સ્વાદિષ્ટ લાગવાથી ફરી મેળવવા માટે તેઓની પાછળ છૂટા છવાયા થઈને દોડે છે. ત્યારે હે ગૌતમ ! જેટલામાં હજુ ઘણા નજીક ન આવી પહોંચે તેટલામાં સુંદર સ્વાદવાળા મધ અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કાર કરેલા પુરાણા મદિરાનું એક તુંબડું માર્ગમાં મૂકીને ફરી પણ અતિત્વરિત ગતિએ રત્નદ્વીપ તરફ ચાલ્યા જાય છે. વળી અંડગોલિક મનુષ્યો તે અતિશય શ્વાદિષ્ટ મધ અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કારિત તૈયાર કરેલા જુની મદિરા માંસ વગેરે મેળવવા માટે અતિદક્ષતાથી તેની પીઠ પાછળ દોડે છે. ફરી પણ તેઓને આપવા માટે મધથી ભરેલા એક તુંબડાને મૂકે છે. એ પ્રમાણે હે ગૌતમ ! મધ મદિરાના લોલુપી બનેલા તેમને તુંબડાના મધ-મદિરા વગેરેથી લોભાવતા લોભાવતા ત્યાં સુધી દોરી લાવવામાં આવે છે કે જ્યા આગળ વર્ણવેલા ઘંટી આકારવાળા વજની શીલાના સંપુટો રહેલા છે. જેટલામાં ખાદ્યના લોભથી તેઓ તેટલી ભૂમિ સુધી આવે છે. તેટલામાં જે નજીકમાં વજશિલાના સંપુટનો ઉપરનો ભાગ જે બગાસુ ખાતા પુરુષના આકાર સરખો છૂટો પ્રથમથી ગોઠવેલ હોય છે. ત્યાંજ મદ્યમદિરાથી ભરેલા બાકી રહેલા ઘણા તુંબડાઓ તેમને દેખતા જ ત્યાં મૂકીને પોત પોતાના સ્થાનમાં ચાલ્યા જાય છે. પેલા મદ્ય-મદિરા ખાવાના લોલુપી જેટલામાં ઘંટી પાસે પહોંચે Page #294 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ ૨૯૧ અને તેના ઉપર પ્રવેશ કરે તે સમયે હે ગૌતમ જે પૂર્વે પકાવેલા માંસના કટકાઓ ત્યાં મૂકેલા હોય તેમજ જે મધ-મદિરાથી ભરેલા ભોજનો ત્યાં ગોઠવી રાખેલા હોય વળી મધથી લીંપેલા શિલાઓના પડ હોય તે દેખીને તેઓને ઘણોજ સંતોષ, આનંદ, મોટી તુષ્ટિ, મહાપ્રમોદ થાય છે. ( આ પ્રમાણે મદ્ય-મદિરા પકાવેલ માંસ ખાતા ખાતા સાત આઠ પંદર દિવસો જેટલામાં પસાર થાય છે. તેટલામા રત્નદ્વીપ નિવાસી મનુષ્યો એકઠા મળીને કેટલાકોએ બખ્તર, કેટલાકે બીજા આયુધો ધારણ કરેલા હોય, તેઓ પેલી વજશિલાને વીંટળાઈને સાતઆઠ પંક્તિમાં ઘેરી વળે છે. વળી રત્નદીપ વાસી બીજા કેટલાકો તે શિલા પડને ઘંટલાના ઉપર એકઠું થાય તેમ ગોઠવે છે. જ્યારે બે પડ એકઠા કરવામાં આવે છે ત્યારે તે ગૌતમ! એક ચપટી વગાડીને તેના ત્રીજા ભાગના કાળમાં તેની અંદર સપડાએલાઓમાંથી એક કે બે માંડ માંડ બહાર છટકી જાય છે, ત્યાર પછી તે રત્નદ્વીપવાસી વૃક્ષ સહિત મંદિર અને મહેલો ત્યાં બનાવે છે. તે જ સમયે તેઓના હાડનો-શરીરનો વિનાશ કાળ ઉત્પન્ન થાય છે એ પ્રમાણે હે ગૌતમ ! તે વજશિલાના ઘંટીના બે પડ વચ્ચે ભીંસાઈને પિસાતા પીસાતા જ્યાં સુધી સર્વ હાડકાઓ દબાઈને બરાબર ન પીસાય તેમજ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક મનુષ્યોમાં પ્રાણી છૂટા પડતા નથી. તેઓના અસ્થિઓ વજરત્ન (હીરા)ની જેમ દુખે કરીને દળી શકાય તેવા મજબુત હોય છે. ત્યાં આગળ તેઓને વજશિલાના બે પડ વચ્ચે ગોઠવીને કાળા બળદો જોડીને અતિપ્રયત્નથી રેંટ, ઘંટી કઠણ રેતી ચુનાની ચકરીની જેમ ગોળ ભમાડાય છે. એક વરસ સુધી પીસવાનો પ્રયત્ન ચાલુ હોવા છતાં તેના મજબુત અસ્થિઓના કટકા થતા નથી. તે સમયે તેવા પ્રકારનું અત્યન્ત ઘોર દારૂણ શારીરિક અને માનસિક મહાદુઃખની વેદનાનો આકરો અનુભવ કરતા હોવા છતાં પ્રાણો પણ ચાલ્યા ગયા હોવા છતાં તેમના અસ્થિઓ ભાંગતા નથી, બે વિભાગ થતા નથી, દળાતા નથી, ઘસાતા નથી, પરતુ જે કોઈ પણ સન્ધિસ્થાનો સાંધાના અને બન્ધનના સ્થાનો છે તે સર્વે વિખૂટા પડીને જર્જરીભૂત થાય છે. ત્યાર પછી બીજી સામાન્ય પત્થરની ઘંટીની માફક બહાર સરી પડતા લોટની જેમ કંઈક આંગળી આદિક અગ્રાવયવના અસ્થિબંડ દેખીને તે રત્નદ્વીપવાસી લોકો આનંદને પામીને શિલાના પડો ઉંચા ઉંચકીને તેની અંડગોલિકાઓ ગ્રહણ કરીને તેમાં જે શુષ્ક-નિરસભાગ હોય તે અનેક ધનસમૂહ ગ્રહણ કરીને વેચી નાખે છે. હે ગૌતમ ! આ વિધાનથી તે રત્નદ્વીપ નિવાસી મનુષ્યો અંતરડ ગોલિકાઓ ગ્રહણ કરે છે. હે ભગવંત ! તે બિચારા તેવા પ્રકારનું અત્યન્ત ઘોર દારુણ તીક્ષ્ણ દુસ્સહ દુઃખસમુહને સહેતા આહાર-જળ વગર એક વર્ષ સુધી કેવી રીતે પ્રાણને ધારણ કરી રાખતા હશે ? હે ગૌતમ ! પોતે કરેલા કર્મના અનુભવથી. આનો વિશેષ અધિકાર જાણવાની ઈચ્છાવાળાએ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના વૃદ્ધ વિવરણથી જાણી લેવું. [૬૭] હે ભગવંત! ત્યાંથી મરીને તે સુમતિનો જીવ ક્યાં ઉત્પન્ન થશે ! હે ગૌતમ! ત્યાં જ તે પ્રતિસંતાપ દાયક નામના સ્થલમાં, એ જ ક્રમથી સાત ભવ સુધી અંડગોલિક મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યાર પછી દુષ્ટ શ્વાનના ભવમાં, ત્યાર પછી કાળા શ્વાનમાં ત્યાર પછી વાણવ્યંતરમાં, ત્યાર પછી લીંબડાન વનસ્પતિમાં, ત્યાર પછી મનુષ્યની Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ મહાનિસીહ–જાવ ૭૯ સ્ત્રીમાં, ત્યાર પછી છઠ્ઠી નારકીમાં, પછી કુષ્ટિ મનુષ્ય. પછી વાણ વ્યંતર, ત્યાર પછી મહાકાયવાળો યુથાધિપતિ હાથી, ત્યાં મૈથુનમાં અતિ આસક્તિ હોવાથી અનંતકાય વનસ્પતિમાં ત્યાં અનંતો કાળ જન્મ-મરણનાં દુઃખ અનુભવ કરીને મનુષ્ય થશે. પછી મનુષ્ય પણામાં મહાનિમિતિયો પછી સાતમીએ, પછી સ્વયંભૂરમણ સમુદ્રમાં મોટો મત્સ્ય થશે. અનેક જીવોનો મત્સાહાર કરી મરીને સાતમીએ જશે. ત્યાર પછી આખલો, પછી મનુષ્યમાં, પછી વૃક્ષ ઉપર કોકિલા, પછી જળો, પછી મહામત્સ્ય, પછી તંદુલમસ્ય, પછી સાતમીએ પછી ગધેડો, પછી કૂતરા, પછી કૃમિજીવ, પછી દેડકો, પછી અગ્નિકાયમાં, પછી કુંથ, પછી મધમાખ, પછી ચકલો, પછી ઉધઈ, પછી વનસ્પતિમાં તેમાં અનંતકાલ પસાર કરીને મનુષ્યમાં સ્ત્રીરત્ન પછી છઠ્ઠીમાં, પછી ઊંટ, ત્યાર પછી વેષામંકિત નામના પટ્ટણમાં ઉપાધ્યાયના ગૃહ નજીક લીંબડાના પત્ર પણે વનસ્પતિમાં, પછી મનુષ્યમાં ઠીંગણી કુન્શાસ્ત્રી, પછી નપુંસક મનુષ્ય, પછી દુઃખી મનુષ્ય, પછી પણ ભીખ માગનાર, પછી પણ પૃથ્વીકાય વગેરે કામોમાં ભવસ્થિતિ અને કાયસ્થિતિ દરેકમાં ભોગવનાર, પછી મનુષ્ય, પછી અજ્ઞાન તપસ્યા કરનાર, પછી વાણવ્યંતર, પછી પુરોહિત, પછી પણ સાતમીએ તંદુલ મત્સ્ય, પછી સાતમીનારકીમાં, પછી બળદ, પછી મનુષ્યમાં મહાસમ્યગ્દષ્ટિ અવિરતિ ચક્રવતિ, પછી પ્રથમ નારકીમાં, પછી પણ શ્રીમંતશેઠ, પછી શ્રમણ અણગારપણામાં, ત્યાંથી અનુત્તર દેવલોકમાં, પછી પણ ચકવતિ મહાસંઘયણવાળા થઈને કામભોગથી વૈરાગ્ય પામીને તીર્થકર ભગવંતે ઉપદેશેલા સંપૂર્ણ સંયમની સાધના કરીને તે નિવણ પામશે. [૬૮] તેમજ જે ભિક્ષ કે ભિક્ષુણી પરપાખંડીઓની પ્રશંસા કરે અગર નિcવોની પ્રશંસા કરે તેમને અનુકૂળ હોય તેવા વચન બોલે, નિત્વવોના મંદિરો મકાનોમાં પ્રવેશ કરે જેઓ નિcવોના ગ્રન્થો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે જેઓ નિત્વવોના પ્રરૂપેલા કાયકલેશાદિક તપ કરે, સંયમ કરે. તેના જ્ઞાનનો અભ્યાસ કરે વિશેષ પ્રકારે જાણે, શ્રવણ કરે, પાંડિત્ય કરે, તેની તરફેણ કરી, વિદ્વાનોની પર્ષદામાં તેની કે તેના શાસ્ત્રોની પ્રશંસા-વખાણ કરે તે પણ સુમતિની જેમ પરમાધાર્મિક અસુરોમાં ઉત્પન્ન થાય. [૬૮૧] હે ભગવંત! તે સુમતિના જીવે તે સમયે શ્રમણપણું અંગીકાર કર્યું તો પણ આવા પ્રકારના નારક તિર્યંચ મનુષ્ય અસુરાદિવાળી ગતિમાં જુદા જુદા ભવોમાં આટલા કાળ સુધી સંસારમાં ભ્રમણ કેમ કરવું પડ્યું? હે ગૌતમ ! જે આગમને બાધા પહોંચે તેવા પ્રકારના લિંગ વેષ વગેરે ગ્રહણ કરવામાં આવે તે કેવલ દંભ જ છે. અને અનિલાંબા સંસારના કારણભૂત તે ગણાય છે. તેની કેટલી લાંબી મયદા, તે જણાવી શકાતી નથી. તેજ કારણે (આગમાનુસાર) સંયમ દુષ્કર મનાએલું છે. વળી બીજી એ વાત લક્ષમાં રાખવાની છે કે શ્રમણપણા વિશે પ્રથમ સંયમ સ્થાનમાં કુશીલ સંસર્ગનો ત્યાગ કરવાનો છે. જો તેનો ત્યાગ ન કરે તો સંયમ જ ટકતું નથી. તો સુંદર મતિવાળા સાધુએ તેજ આચરવું તેનીજ પ્રશંસા કરવી તેની જ પ્રભાવના-ઉન્નતિ કરવી. તેની જ સલાહ આપવી. તેજ આચરવું કે જે ભગવંતે કહેલા આગમ-શાસ્ત્રમાં હોય. આ પ્રમાણે સૂત્રનું અતિક્રમણ કરીને જેમ સુમતિ લાંબા સંસારમાં રખડ્યો, તેમજ બીજા પણ સુંદર, વિદુર, સુદર્શન, શેખર, નિલભદ્ર. સભો Page #296 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ ૨૯૭ મેય, ખગ્નધારી, સ્ટેનશ્રમણ, દુદન્તિદેવ, રક્ષિત મુનિ વગેરે થઈ ગયા તેની કેટલી સંખ્યા કહેવી? માટે આ વિષયનો પરમાર્થ જાણીને કુશીલ સંસર્ગ સર્વથા વર્જવો. [s૮૨) હે ભગવંત! શું તે પાંચે સાધુઓને કુશીલ તરીકે નાગિલ શ્રાવકે ગણાવ્યા તે પોતાની સ્વેચ્છાથી કે આગમ શાસ્ત્રની યુક્તિથી? હે ગૌતમ બિચારા શ્રાવકને તેમ કહેવાનું કયું સાન્થર્ય હોય? જે કોઈ પોતાની સ્વચ્છંદ મતિથી મહાનુભાવ સુસાધુઓના અવર્ણવાદ બોલે તે શ્રાવક જ્યારે હરિવંશના કુલતિલક મરકત રત્ન સરખી શ્યામ કાંતિવાળા બાવીરામાં ધર્મ તીર્થકર અરિષ્ટ નેમિ નામના હતા. તેમની પાસે વંદન નિમિત્તે ગએલા હતા. તે હકીકત આચારાંગ સૂત્રમાં અનંતગમપર્યવના જાણકાર કેવલી ભગવંતો એ પ્રરૂપેલી હતી. તેને યથાર્થ ધારણરૂપે દયમાં અવધારણ કરેલી હતી. ત્યાં છત્રીશ આચારોની પ્રજ્ઞાપના કરેલી છે. તે આચારોમાંથી જે કોઈ સાધુ કે સાધ્વી કોઈ પણ આચારનું ઉલ્લંઘન કરે તે ગૃહસ્થની સાથે સરખામણી કરવા લાયક ગણાય. જો આગમથી વિરુદ્ધ વર્તન કરે, આચરે કે પ્રરુપે તો તે અનંત સંસારી થાય. તેથી હે ગૌતમ ! જેણે એક મુખવસ્ત્રિકાનો અધિક પરિગ્રહ કર્યો તો તેના પાચમા મહાવ્રતનો ભંગ થયો. જેણે સ્ત્રીના અંગોપાંગ દેખ્યા ચિંતવ્યા પછી તેણે આલોચ્યા. નહિં તો તેણે બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધના કરી તે વિરાધનાથી જેમ એક ભાગમાં બળેલા વસ્ત્રને બળેલું વસ્ત્ર કહેવાય તેમ અહિં ચોથા મહાવ્રતનો ભંગ કહેવાય જેણે પોતાના હાથે રાખ ઉચકી લીધી, વગર આપેલી ગ્રહણ કરી તેના ત્રીજા મહાવ્રતનો ભંગ થયો. જેણે સુર્યોદય થયા પહેલા સૂર્યોદય થઈ ગયો એમ કહ્યું તેના બીજા મહાવ્રતનો ભંગ થયો. જે સાધુએ સજીવ જળથી આંખો ધોઈ તથા અવિધિથી માર્ગની ભૂમિમાંથી બીજી ભૂમિમાં સંક્રમણ કર્યું, બીજકાયને ચાંપ્યા વસ્ત્રના છેડાથી વનસ્પતિકાયનો સંઘટ્ટો થયો. વિજળીનો સ્પર્શ થવો. અજયણાથી ફડફડાટ અવાજ કરતા. મુહપતિથી વાયુકાયની વિરાધના કરી. તે સર્વેના પ્રથમ મહાવ્રતનો ભંગ થયો. તેના ભંગથી પાંચે મહાવ્રતનો ભંગ થયો. તેથી હે ગૌતમ ! આગમ યુક્તિથી આ સાધુઓને કુશીલ જણાવેલા છે. કારણકે ઉત્તરગુણોનો ભંગ પણ ઈષ્ટ નથી તો પછી મૂલગુણોનો ભંગ તો સર્વથા અનિષ્ટ જ ગણાય. હે ભગવંત! તો શું આ વ્રત્તને વિચારીને જ મહાવ્રતો ગ્રહણ કરવા? હે ગૌતમ! આ વાત યથાર્થ છે હે ભગવંત! કયા કારણે? હે ગૌતમ ! સુશ્રમણ કે સુશ્રાવક આ બે ભેદો જ કહેલા છે. ત્રીજો ભેદ કહેતો નથી. અથવા ભગવંતે શાસ્ત્રોમાં જે પ્રમાણે ઉપદેશેલું છે, તે પ્રમાણે સુશ્રમણપણું પાલન કરવું. તે જ પ્રમાણે સુશ્રાવકપણું યથાર્થરીતે પાલન કરવું જોઈએ. પરંતુ શ્રમણે પોતાના શ્રમણપણામાં અતિચાર ન લાગવા દેવા. જોઈએ, કે શ્રાવકે શ્રાવકપણાના વ્રતોમાં અતિચાર ન લગાડવા જોઈએ. નિરતિચાર વતો પ્રશંસા કરવા યોગ્ય છે. તેવા નિરતિચાર વ્રતોનું સેવન કરવું. જે આ શ્રમણધર્મ સર્વવિરતિસ્વરૂપ હોવાથી નિર્વિકાર છૂટછાટ વગરનો સુવિચાર અને પૂર્ણ વિચારયુક્ત છે. જે પ્રમાણે મહાવ્રતો પાલન કરવાના શાસ્ત્રમાં જણાવેલા છે. તે પ્રમાણે યથાર્થ પાલન કરવા જોઈએ. જ્યારે શ્રાવકો માટે તો હજારો પ્રકારના વિધાનો છે. તે વ્રત પાળે અને તેમાં અતિચારોન લાગે તે પ્રમાણે શ્રાવક અણુવ્રતો ગ્રહણ કરે. [૬૮૩] હે ભગવંત! તે નાગિલ શ્રાવક કયાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ મહાનિસીહ-૪-૬૮૩ સિદ્ધગતિમાં ગયો. હે ભગવંત! કેવી રીતે? હે ગૌતમ ! મહાનુભાવ નાગિલે તે કુશીલ સાધુઓ પાસેથી છૂટો પડીને ઘણા શ્રાવકો અને વૃક્ષોથી વ્યાપ્ત ઘોર ભયંકર અટવીમાં સર્વ પાપ કલિમલના કલંકથી રહિત ચરમ હિતકારી સેંકડો ભવોમાં પણ અતિદુર્લભ તીર્થંકર ભગવંતનું વચન છે એમ જાણીને નિર્જીવ પ્રદેશમાં જેમાં શરીરની સાર-સંભાળ ટીપ-ટીપ ન કરવા પડે તેવું નિરતિચાર પાદપોપગમન અનસન અંગીકાર કર્યું. હવે કોઈ સમયે તે જ પ્રદેશમાં વિચરતા અરિષ્ટનેમિતીર્થંકરભગવાન અચલિત સત્ત્વવાળા આભવ્યાત્માની પાસે તેના ઉપકાર માટે આવી પહોંચ્યા. ઉત્તમાર્થ સમાધિમરણ સાધી આપનાર અતિશયવાળી દેશના કહી. જળવાળા મેઘની સરખી ગંભીર અને દેવ દુદુભિ સમાન સુંદર સ્વરવાળી તીર્થંકરની વાણી શ્રવણ કરતો શુભ અધ્યવસાય કરતો અપૂર્વકરણથી ક્ષપક શ્રેણીમાં આરુઢ થયો. અંતક, કેવલી, થયો. આ કારણથી એ પ્રમાણે કહેવાય છે કે હે ગૌતમ ! તે સિદ્ધિ પામ્યો. માટે હે ગૌતમ ! કુશીલ સંસર્ગીનો ત્યાગ કરનારને આટલું અંતર થાય છે. ચોથાઅધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જરછાયા” પૂર્ણ. આ ચોથાઅધ્યયનમાં ઘણા સિદ્ધાંતજ્ઞાતા કેટલાંક આલાપકોની સમ્યગુ શ્રદ્ધા નથી કરતા. તેઓ અશ્રદ્ધા કરતા હોવાથી અમે પણ સમ્યગુ શ્રદ્ધા નથી કરતા એમ આચાર્ય હરિભદ્રસૂરિજીનું કથન છે. આખું ચોથું અધ્યયન એકલું નહિ, બીજા અધ્યયનો પણ આ ચોથા અધ્યયનના કેટલાક પરિમિત આલાપકોનું અશ્રદ્ધાનું કરે છે, એવો ભાવ સમજવો. કારણકે સ્થાન, સમવાય, જીવભિગમુ, પ્રજ્ઞાપના વગેરે સૂત્રોમાં આ કંઈ પણ હકીકત કહેલી નથી. કે પ્રતિ સંતાપક સ્થળ છે. તેની ગુફાઓમાં વાસ કરનારા મનુષ્યો છે. તેમાં પરમાધાર્મિક અસુરોનું ફરી ફરી સાત-આઠ વખત સુધી ઉત્પાતું થાય છે, તેઓને દારૂણ વજશિલાની ઘંટી પડો વચ્ચે પિલાવું પડે છે. અતિશય પિલાતા વેદના અનુભવતા હોવા છતાં એક વર્ષ સુધી તેના પ્રાણોનો નાશ થતો નથી. (પણ) વૃદ્ધવાદ એવો છે કે આ આર્ષસૂત્ર છે, તેમાં વિકૃતિનો પ્રવેશ થયો નથી. આ શ્રુતસ્કન્ધમાં ઘણાજ અર્થો રહેલા છે. સુંદર અતિશય સહિત સાતિશય યુક્ત કહેલા આ ગણધરોના વચનો છે. આમ હોવાથી લગીર પણ અહિં શંકા ન કરવી. (અધ્યયનઃપ- નવનીતસાર) [૬૮૪-૬૮૫] આ પ્રકારે કુશીલ સંસર્ગીનો સોંપાયથી ત્યાગ કરીને ઉન્માર્ગ પ્રવેશ કરેલા ગચ્છમાં જે વેષથી આજીવિકા કરનારા હોય અને તેવા ગચ્છમાં વાસ કરે તેને નિર્વિઘ્નપણે કલેશ વગર શ્રમણપણું સંયમ, તપ તેમજ સુંદર ભાવની પ્રાપ્તિ ન થાય, એટલું જ નહિં પણ મોક્ષ તેનાથી ઘણો દૂર રહેલો છે. [૬૮-૬૯૧] હે ગૌતમ ! એવા પ્રાણીઓ છે કે જેઓ ઉન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં વાસ કરીને ભવની પરંપરામાં ભ્રમણ કરે છે. અર્ધપહોર, એકપહોર, એક દિવસ, એકપક્ષ, એકમાસ, કે એકવર્ષ સુધી પણ સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં ગુરુકુલ વાસમાં રહેનાર સાધુ હે ગૌતમ ! લીલાલહેર કરતો કે આળસકરતો નિરુત્સાહવાળી બુદ્ધિ કે મનથી રહેતો હોય પરંતુ મહાનુભાવ એવા ઉત્તમ સાધુઓના Page #298 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૨૯૫ પક્ષને દેખીને મંદ ઉત્સાહવાળા સાધુઓ પણ સર્વ પરાક્રમ કરવા ઉત્સાહી થાય છે. વળી સાક્ષી શંકા ભય લજ્જા તેનું વીર્ય ઉત્સસીત થાય છે. હે ગૌતમ જીવની વીર્ય-શક્તિ ઉલ્લેસીત થતા જન્માન્તરમાં કહેલા પોતોને હૃદયના ભાવથી બાળી નાખે છે. માટે નિપુણતાથી સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છને તપાસીને તેમાં સંયત મુનિએ જીવન પર્યન્ત નિવાસ કરવો. [૨] હે ભગવંત! એવા કયા ગચ્છો છે. જેમાં વાસ કરી શકાય ? એવી રીતે ગચ્છની પૃચ્છા વગેરે આ પ્રમાણે કહેલી જાણવી. હે ગૌતમ ! જેમાં શત્રુ અને મિત્ર પક્ષ તરફ સમાન ભાવ વર્તતો હોય. અત્યન્ત સુનિર્મલ વિશુદ્ધ અંત:કરણવાળા સાધુઓ હોય, આશાતના કરવામાં ભય રાખનારા હોય, પોતાના અને બીજાના આત્માનો. ઉપકાર કરવામાં ઉદ્યમવાળા હોય, છ જીવ નિકાયના જીવો ઉપર અત્યંત વાત્સલ્ય કરનારા હોય, સર્વ પ્રમાદના આલંબનથી વિપ્રમુક્ત હોય, અત્યંત અપ્રમાદી વિશેષ પ્રકારે જાણેલા શાસ્ત્રોના સદૂભાવવાળા, રૌદ્ર અને આર્તધ્યાનરહિત, સર્વથાબળ વીર્ય, પુરુષકાર, પરાક્રમને ન ગોપાવનાર એકાંતે સાધ્વીના પાત્રા કપડાં વગેરે વહોરેલા હોય, તેનો ભોગ ન કરનારા, એકાંત ધર્મનો અંતરાય કરવામાં બીક રાખનાર, તત્ત્વ તરફ રુચિ કરનાર, પરાક્રમ કરવાની રચિવાળો, એકાંતે સ્ત્રીકથા, ભોજન કથા, ચોર કથા, રાજ કથા, દેશકથા, આચારથી પરિભ્રષ્ટ થએલાની કથા ન કરનાર, એવી રીતે વિચિત્ર અપ્રમેય તેમજ સર્વ પ્રકારની વિકથા કરવાથી વિપ્રમુક્ત, એકાંતે યથાશક્તિ ૧૮ હજાર શીલાંગોનો આરાધક, સમગ્ર રાતદિવસ દરેક સમયે કંટાળ્યા વગર શાસ્ત્રમાં કહેલા મોક્ષમાર્ગની પ્રરૂપણા કરનાર, ઘણા ગુણોથી યુક્ત, માર્ગમાં રહેલ, અખલિત, અખંડિત શીલગુણને ધારક હોવાથી મહાયશવાળા, મહાસ્તવવાળા, મહાનુભાવ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણયુક્ત એવા ગણને ધારણ કરનાર આચાર્ય હોય છે. તેવા ગુણવાળા આચાર્યની નિશ્રામાં જ્ઞાનાહિક મોક્ષ માર્ગની આરાધના કરનાર ગચ્છ કહેવાય. [ ૩] હે ભગવંત! શું તેમાં રહી આ ગુરુવાસ સેવે ખરો? હે ગૌતમ! હા, કોઈક સાધુ નક્કી તેમાં રહી ગુરુકુળ વાસ સેવે, અને કોઈ એવા પણ હોય કે જેઓ તેવા ગચ્છમાં ન વસે ! હે ભગવંત! એમ શા કારણથી કહેવાય છે કે કોઈક વાસ કરે અને કોઈક વાસ કરતા નથી ? હે ગૌતમ! એક આત્મા આજ્ઞાનો આરાધક છે અને એક બીજો આજ્ઞાનો વિરાધક છે. જે ગુરુની આજ્ઞામાં રહેલો છે તે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રનો આરાધક છે, જે સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રનો આરાધક છે તે હે ગૌતમ ! અત્યન્ત જાણકાર અતિશય પ્રકારનો મોક્ષ માર્ગમાં ઉદ્યમ કરનાર છે, જે વળી ગુરુની આજ્ઞાને અનુસરતો નથી, આજ્ઞાની વિરાધના કરે છે, તે અનન્તાનુબંધી ક્રોધ-માન-માયા-લોભવાળા ચારે કષાયો યુક્ત હોય તે સજ્જડ રાગ-દ્વેષ-મોહ અને મિથ્યાત્વના પૂંજવાળા હોય છે, જેઓ ગાઢ રાગ-દ્વેષ-મોહ મિથ્યાત્વના ઢગલાવાળા હોય છે તેઓ ઉપમા ન આપી શકાય તેવા ઘોર સંસાર સમુદ્રમાં આમ તેમ અટવાયા કરે છે. અનુત્તર ઘોર સંસાર સમુદ્રમાં અટવાયા કરનારને ફરી ફરી જન્મ ફરી ફરી જરા, ફરી ફરીને મૃત્યુ વળી પાછા જન્મ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ કરીને પાછા ઘણા ભવોનું પરાવર્તન કરવું પડે છે. વળી તેમાં ૮૪ લાખ યોનિઓમાં વારંવાર ઉત્પન્ન થવું પડે છે. વળી વારંવાર અતિદુસહ ઘોર ગાઢ કાળા અંધકારવાળા, રુધિરથી ખદબદતા, Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ મહાનિસીહ-પ-દ૯૩ ચરબી, પરુ, ઉલટી, પિત્ત, કફના કાદવવાળા, દુગંધયુક્ત અશુચિ વહેતા ગર્ભની ચારે બાજુ વીંટળાએલ ઓર, ફેફસા, વિષ્ઠા, પેશાબ વગેરેથી ભરપુર, અનિષ્ટ, ઉદ્વેગ કરાવનાર, અતિઘોર, ચંડ, રૌદ્ર દુઃખોથી ભયંકર એવા ગર્ભની પરંપરાઓમાં પ્રવેશ કરવો તે ખરેખર દુઃખ છે, કલેશ છે, તે રોગ અને આતંક છે, તે શોધક, સંતાપ અને ઉદ્વેગ કરાવનાર છે, જો વળી દુખ-કલેશ-રોગઆતંક-શોક-સંતાપ અને ઉગ કરાવનાર છે, તે અશાંતિ કરાવનાર છે, અશાંતિ કરાવનાર હોવાથી યથાસ્થિતિ ઈષ્ટ મનોરથોની અપ્રાપ્તિ કરાવનાર છે, યથાસ્થિતિ ઈષ્ટ મનોરથોની પ્રાપ્તિ ન થાય એટલે તેને પાંચે પ્રકારના અંતરાય કર્મનો ઉદય થાય છે. જ્યાં પાંચ પ્રકારના કર્મનો ઉદય થાય છે, એમાં સર્વ દુઃખના અગ્રભૂત એવું પ્રથમ દારિદ્રય ઉત્પન્ન થાય છે. જેને દારિદ્ર હોય છે ત્યાં અપયશ, ખોટા આળ ચળવા, અપકીર્તિ કલંક, વગેરે અનેક દુઃખોનો ઢગલો એકઠો થાય છે. તેવા પ્રકારના દુઃખોનો યોગ થાય ત્યારે સકલ લોકોથી લજ્જા પમાડનાર, નિંદનીય, ગહણીય, અવર્ણવાદ કરાવનાર, દુગંછા કરાવનાર, સર્વથી પરાભવ પમાય તેવા જીવિતવાળો થાય છે ત્યારે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાદિ ગુણો તેનાથી ઘણા દૂર થાય છે અર્થાત્ તેનાથી રહિત થાય છે. અને મનુષ્ય જન્મ ફોગટ જાય છે અથવા ધર્મથી સર્વથા હારી જાય છે. જેઓ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાદિ ગુણોથી અતિશય વિપ્રમુકત થાય છે એટલે તે આશ્રવ દ્વારોને રોકી શકતો નથી. તે આશ્રવ દ્વારોને બંધ કરી શકતો નથી તે ઘણા મોટા પાપ કર્મના નિવાસબૂત બને છે. જે ઘણા મોટા પાપ કર્મના નિવાસબૂત બને છે તે કર્મનો બંધક બને છે. બંધક થયો એટલે કેદ ખાનામાં કેદી સરખો પરાધીન થાય છે, એટલે સર્વ અકલ્યાણ અમંગલની જાળમાં ફસાય છે, ત્યાંથી છૂટવું અતિશય મુશ્કેલ બને છે, કારણકે ઘણા કર્કશ ગાઢ બદ્ધ ધૃષ્ટ નિકાચિત સેવી કર્મની ગ્રન્થિ એકદમ તોડી શકાતી નથી, તે કારણે એકેન્દ્રિય પણામાં, બેઈન્દ્રિયપણામાં, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયપણામાં, નારકી, તિર્યંચ કુમનુષ્યપણુ, વગેરેમાં અનેક પ્રકારના શારીરિક, માનસિક દુઃખો અનુભવવાં પડે છે. અશાતા ભોગવવી પડે છે. આ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે – એવા કેટલાક આત્માઓ હોય છે કે જેઓ તેવા ગીતાર્થના ગચ્છમાં રહી ગુરુકુળવાસ સેવે છે અને કેટલાક સેવતા નથી. [૯] હે ભગવંત! શું મિથ્યાત્વના આચરણવાળા કોઈ ગચ્છ હોય ખરા કે? હે ગૌતમ! જે કોઈ અજ્ઞાની, વિરાધના કરનારા ગચ્છ હોય તે નક્કી મિથ્યાત્વના આચરણ યુક્ત હોય. હે ભગવંત! એવી કઈ તે આજ્ઞા છે કે જેમાં રહેલ ગચ્છ આરાધક થાય છે. હે ગૌતમ ! સંખ્યાતીત સ્થાનાંતરોથી ગચ્છની આજ્ઞા કહેવાઈ છે. તે ગચ્છમાં રહેવાથી આરાધક થવાય છે. [૫] હે ભગવંત ! શું તે સંખ્યાતીત ગચ્છ મયદાના સ્થાનાન્તરોમાં એવું કોઈ સ્થાનાન્તર છે કે જે ઉત્સર્ગ કે અપવાદથી કોઈ પણ પ્રકારે પ્રમાદ દોષથી વારંવાર મર્યાદા કે આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો પણ આરાધક થાય? હે ગૌતમ ! નિશ્ચયથી તે આરાધક નથી. હે ભગવંત ! ક્યા કારણથી આપ એમ કહો છો? હે ગૌતમ ! તીર્થકરો એ તીર્થને કરનારા છે, વળી તીર્થ ચાર વર્ણવાળો તે શ્રમણ સંઘ ગચ્છોમાં પ્રતિષ્ઠિત હોયછે. ગચ્છોમાં પણ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર પ્રતિષ્ઠિત થએલા છે. આ સમ્યગ્દર્શન Page #300 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૨૭. જ્ઞાન-ચારિત્ર પરમ પૂજ્યોમાં પણ વધારે શરણ કરવા યોગ્ય છે. અતિશય સેવન કરવા યોગ્યમાં પણ આ ત્રણે વિશેષ સેવન કરવા યોગ્ય છે. આવા શરણ્ય, પુજ્ય, સેવ્ય, દર્શનાદિકને જે કોઈ ગચ્છમાં કોઈ પણ સ્થાનમાં કોઈ પ્રકારે વિરાધે તે ગચ્છ સમ્યમાર્ગનો નાશ કરનાર, ઉન્માર્ગની દેશના કરનાર થાય છે. જે ગચ્છમાં સમ્યમાર્ગનો વિનાશ થાય છે, ઉન્માર્ગનો દેશક થાય છે તે નિશ્ચયથી આજ્ઞાનો વિરાધક થાય છે. આ કારણે હે ગૌતમ ! એમ કહેવાય, છે કે- સંખ્યાતીત ગચ્છોમાં મર્યાદાનું સ્થાનાન્તર થાય છે. ગચ્છમાં જે કોઈ પણ ગમેતે એક અગર વધારે સ્થાન, મર્યાદા આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે એકાંતે આજ્ઞાનો વિરાધક છે. | [૬૯] હે ભગવંત ! કેટલા કાળસુધી ગચ્છની મયદા પ્રરૂપેલી છે ? કેટલા કાળસુધી ગચ્છની મયદાનું ઉલ્લંઘન ન કરવું? હે ગૌતમ ! જ્યાં સુધી મહાયશવાળા, મહાસત્ત્વવાળા (છેલ્લા) મહાનુભાવ દુષ્પસહઅણગાર થશે ત્યાં સુધી ગચ્છની મર્યાદા સાચવવા માટે આજ્ઞા કરેલી છે. એટલે કે જ્યારે પાંચમાં આરાના છેડા સુધી ગચ્છની મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. [૬૯૭-૯૮] હે ભગવંત! કયા ચિલોથી મયદાનું ઉલ્લંઘન કર્યું છે ? ઘણી આશાતનાઓ કહી છે અને ગચ્છ ઉન્માર્ગમાં પ્રવેશ કર્યો છે એમ જાણવું? હે ગૌતમ ! જે વારંવાર ગચ્છ બદલાવતો હોય, એક ગચ્છમાં સ્થિરતાથી રહેતો ન હોય, પોતાની ઈચ્છા પ્રમાણે વર્તનાર, ગુરુની આજ્ઞા પ્રમાણે ન વર્તનાર, શાસ્ત્રના રહસ્યો ન જાણનાર, વેશથી આજીવિકા કરનાર, પાટ-પાટલા-પાટીયાઆદિની મમતા રાખનાર, અપ્રાસુક બાહ્ય પ્રાણવાળા સચિત જળનો ભોગ કરનારા, માંડલીના પાંચ દોષોથી અજાણ અને તે દોષોનું સેવન કરનારા સર્વ આવશ્યક ક્રિયાઓના કાળનું ઉલ્લંઘન કરનાર, આવશ્યક પ્રતિક્રમણ ન કરનાર, ઓછું કે અધિક આવશ્યક કરનાર, ગણના પ્રમાણથી. ઓછા કે અધિક રજોહરણ, પાત્ર, દંડ, મુહપત્તિ વગેરે ઉપકરણ ધારણ કરનાર, ગુરુના ઉપકરણનો પરિભોગી, ઉત્તરગુણોનો વિરાધક ગૃહસ્થોની ઈચ્છાનુસાર પ્રવૃત્તિકરનાર, તેના સન્માનમાં પ્રવર્તતો, પૃથ્વિ, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બીજકાય, ત્રસકાય, બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા જીવોને સકારણે કે નિષ્કારણે પ્રમાદ દોષથી સંઘટ્ટન વગેરેમાં દોષને ન દેખતો આરંભ પરિગ્રહમાં પ્રવૃત્તિ કરી, ગુરુપાસે આલોચના ન કરતો, વિકથા કરવાના સ્વભાવવાળો, વગરસમયે ગમે ત્યાં ફરતો, અવિધિથી સંગ્રહ કરેલ. પરીક્ષા ક્યાં વગર પ્રવ્રજ્યા આપે. વડી દીક્ષા આપે દશપ્રકારની વિનયસામાચારી શીખવે નહિ. ઋદ્ધિ-રસ-શાતા ગારવ કરનાર, મતિ આદિ આઠમદ, ચારકષાય, મમત્વભાવ, અહંકાર, કંકાસ, કજીયા, ઝગડા, લડાઈ, તોફાન, રૌદ્ર-આર્તધ્યાન યુક્ત, નથી સ્થાપન કર્યા વડીલને જેણે હાથથી તીરસ્કારતા હે-આપ” એમ કહેવું, બહુ લાંબા દિવસે લોચ કરનાર, વિદ્યા, મંત્ર, તંત્ર, યોગ, અંજન આદિ શિખીને તેમાંજ એકાંત પ્રયત્ન કરનાર, મૂલસૂત્રના યોગો અને ગણીપદવીના યોગોવહન ન કરનાર, દુષ્કાળ આદિના આલંબન ગ્રહણ કરીને અકલય ખરીદેલા પકાવેલ વગેરેનો પરિભોગ કરવાના સ્વભાવવાળા, થોડો રોગ થયો તો તેનું કારણ આગળ કરીને ચિકિત્સા કરાવવા તૈયાર થાય. તેવા કાર્યને આનંદથી વધાવે, જે કંઈક રોગાદિ થયા હોય તેને આશ્રીને દિવસે શયન કરવાના સ્વભાવવાળા, કુશીલની સાથે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૮ મહાનિસીહ – ૫/-/૬૯૮ બોલવા અને અનુકરણ કરવાના સ્વભાવવાળા, અગીતાર્થના મુખમાંથી નીકળેલા અનેક દોષ પ્રવર્તાવના૨ વચનને અને અનુષ્ઠાનને અનુસરવાના સ્વભાવવાળા, તલવાર, ધનુષ, ખડ્ગ,બાણ ભાલા, ચક્ર વગેરે હથિયાર ગ્રહણ કરીને ચાલવાના સ્વભાવવાળા સાધુવેશ છોડીને અન્યવેષ ધારણ કરીને રખડવાના-સ્વભાવવાળા આવી રીતે સાડાત્રણ પદ કોટી (અધ્યવસાય સ્થાન) સુધી હે ગૌતમ ! ગચ્છને અસંસ્થિત કહેવો. તથા બીજા ઘણા પ્રકારના લિંગવાળા ચિહ્નવાળા ગચ્છને સંક્ષેપથી કહી શકાય છે. [૬૯૮] આવા પ્રકારના મોટા ગુણવાળા ગચ્છ જાણવા તે આ પ્રમાણે ઃ- ગુરુ તો સર્વ જગતના જીવો, પ્રાણીઓ, ભૂતો, સત્ત્વોને માટે વાત્સલ્ય ભાવ રાખનાર માતા સમાન હોય, પછી ગચ્છ માટેના વાત્સલ્યની વાત ક્યાં બાકી રહી ? વળી શિષ્યો અને સમુદાયના એકાંતે હિત કરના, પ્રમાણવાળા, પથ્ય આલોક અને પરલોકના સુખને આપનાર એવા આગમાનુસારી હિતોપદેશને આપનાર હોય છે. દેવેન્દ્ર અને નરેન્દ્રની સમૃદ્ધિની પ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ અને ઉત્તમ, ગુરુ મહારાજનો ઉપદેશ છે. ગુરુ મહારાજ સંસારના દુઃખી આત્માઓની ભાવ અનુકંપાથી જન્મ જરા-મરણાદિક દુઃખથી આ ભવ્ય જીવો અતિશય દુઃખ ભોગવી રહેલા છે. તેઓ ક્યારે શાશ્વતનુ શિવ-સુખ પામે એમ કરુણાપૂર્વક ગુરુમહારાજ ઉપદેશ આપે, પરન્તુ વ્યસન કે સંકટથી પરાભવિત બનીને નહિ. જેમકે ગ્રહનો વળગાડ વળગેલ હોય, ઉન્મત્ત થયો હોય, કોઈ પ્રકારના બદલાની આશાથી જેમ કે આને હિતોપદેશ આપવાથી મને અમુક પ્રકારનો લાભ થશે - એમ લાલસા ઉત્પન્ન થાય, તો હે ગૌતમ ! ગુરુ શિષ્યોની નિશ્રાએ સંસારનો પાર પામતા નથી તેમજ બીજાએ કરેલા સર્વ શુભાશુભ કર્મનો સંબંધ કોઈને હોતો નથી. [૬૯૯-૭૦૦] તો હે ગૌતમ ! અહિં આવા પ્રકારના સ્થિતિ હોવાથી જો દૃઢ ચારિત્રવાળા ગીતાર્થ મોટા ગુણોથી યુક્ત એવા ગુરુ હોય અને તેઓ વારંવાર આ પ્રમાણે વચન કહેકે - આ સર્પના મુખમાં આંગળી નાખીને તેનું માપ કહે અથવા તેના ચોકઠામાં દાંત કેટલા છે? તે ગણીને કહેતો તે પ્રમાણે જ કરે તેઓજ કાર્યને જાણે છે. [૭૦૧-૭૦૨] આગમના જાણકાર કદાપિ શ્વેત કાગડો કહેતો પણ આચાર્યો જે કહે તે પ્રમાણે શ્રદ્ધા કરવી. એમ કહેવામાં કંઈક કારણ હશે. જે કોઈ પ્રસન્ન ગમનવાળો ભાવથી ગુરુએ કહેલ વચન ગ્રહણ કરે છે તે પિવાના ઔષધની જેમ સુખાકારી થાય છે. [9૦૩] પૂર્વે કરેલા પુણ્યના ઉદયવાળા ભવ્ય સત્ત્વો જ્ઞાનાદિક લક્ષ્મીના ભાજન બને છે. ભવિષ્યમાં જેઓનું કલ્યાણ થવાનું છે તેઓ દેવતાની જેમ ગુરુઓની પર્યુપાસના-સેવા ઉપાસના કરે છે. [૭૦૪-૭૦૬] અનેક લાખ પ્રમાણ સુખોને આપનાર, સેંકડો દુઃખોથી મુક્ત કરાવનાર, આચાર્ય ભગવંતો છે, તેના પ્રગટ દૃષ્ટાન્તરૂપે કેશી ગણધર અને પ્રદેશી રાજા છે. પ્રદેશી રાજાએ નરક ગમનની સંપૂર્ણ તૈયારી કરી હતી. પરન્તુ આચાર્ય પ્રભાવે દેવ વિમાન પ્રાપ્ત કર્યું. આચાર્ય ભગવંત ધર્મમતિવાળા, અતિશય સુંદર, મધુર, કારણ, કાર્ય, ઉપમા સહિત એવા પ્રકારના વચનો વડે શિષ્યોના હ્રદયને પ્રસન્ન કરતા કરતા પ્રેરણા આપે છે. [9૦૭-૭૦૮] પંચાવન ક્રોડ, પંચાવનલાખ, પંચાવન હજાર, પાંચસો પંચાવન ક્રોડ (૫૫૫૫૫૫૫૫૫) સંખ્યા પ્રમાણ અહિં આચાર્યો છે, તેમાંથી મોટા ગણવાળા ગુણ . Page #302 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૨૯૯ સમૂહ યુક્ત એક નીવડે છે કે જેઓ સર્વ પ્રકારના ઉત્તમ ભાંગાવડે કરીને તીર્થકરના સરખા ગુરુ મહારાજ હોય છે. [૭૦] તેઓ પણ હે ગૌતમ! દેવતાના વચન સમાન છે. તે સૂર્ય સમાન બાકીના આચાર્યોની પણ ચોવીશે તીર્થકરોની આરાધના સમાન આરાધના કરવી જોઈએ. [૭૧૦ આ આચાર્ય પદ વિષે દ્વાદશાંગનું કૃત ભણવાનું હોય છે. તથાપિ હવે આવાત સંક્ષેપમાં સારરૂપે કરું છું તે આ પ્રમાણે : [૭૧૧-૭૧૨] મુનિઓ, સંઘ, તીર્થ, ગણ, પ્રવચન, મોક્ષમાર્ગ આ સર્વે એક અર્થ કહેનારા શબ્દો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, ઘોર ઉગ્રતપ આ સર્વે ગચ્છના પયય નામો જાણવા જે ગચ્છમાં ગુરુઓ રાગ દ્વેષ કે અશુભ આશયથી શિષ્યને સારણાદિક પ્રેરણા આપતા હોય, ધમકાવીને ધ્રુજાવતા હોયતો હે ગૌતમ ! તે ગચ્છ નથી. [૭૧૩-૭૨૦] મહાનુભાગ એવા ગચ્છમાં ગુરુકુળવાસ કરતા સાધુઓને ઘણી નિર્જરા થાય છે. તથા સારણા વાયણા ચોયણા આદિથી દોષની નિવૃત્તિ થાય છે ગુરુના મનને અનુસરનાર-અતિશયવિનીત, પરિષહજિતનાર, ઘેર્યરાખનાર, સ્તબ્ધ ન થનાર, લુબ્ધ ન થનાર, ગારવો ન કરનાર, વિકથા ન કરનાર, ક્ષમા રાખનાર, ઈન્દ્રિયોનું દમન કરનાર, સંતોષરાખનાર, છએ કાયાનું રક્ષણ કરનાર, વૈરાગ્યના માર્ગમાં લીન બનેલો, દશપ્રકારની સામાચારીનું સેવન કરનાર, આવશ્યકોને આચરનાર, સંયમમાં ઉદ્યમ કરનાર, સેંકડો વખત કઠોર આકરા કર્કશ અનિષ્ટ દુષ્ટ નિષ્ફર વચનથી તિરસ્કાર કરવામાં આવે, અપમાન કરવામાં આવે. અગર તેવા વતવિ કરવામાં આવે તો પણ જેઓ રોષાયમાન થતા નથી, જેઓ અપકીતિ કરનાર, અપયશ કરનાર કે અકાર્ય કરનાર થતા નથી. કંઠ પ્રાણી આવી જાય તો પણ પ્રવચનની અપભ્રાજના થાય તેવું વર્તન કરતા નથી. નિરંતર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન મનવાળા, ઘોર તપ અને ચરણથી શોષવી નાખેલ શરીરવાળા, જેમનામાંથી ક્રોધ-માન-માયા ચાલ્યા ગયા છે અને રાગ દ્વેષ જેમણે દૂરથી સર્વથા ત્યાગ કરેલ છે, વિનયોપચાર કરવામાં કુશળ, સોળ પ્રકારની વચન શુદ્ધિ પૂર્વક બોલવામાં કુશળ, નિરવદ્ય વચન બોલનાર અતિશય ન બોલવાના સ્વાભાવવાળો, વારંવાર ન બોલબોલ કરનાર, ગુરુએ સકારણ કે અકારણે કઠોર, આકરા, કર્કશ, નિષ્ફર અનિષ્ટ શબ્દો કહ્યા હોય ત્યારે પણ તહત્તિ’ કરનાર ઇચ્છ’ જવાબ વાળનાર આવા પ્રકારના ગુણવાળાએ ગચ્છમાં શિષ્યો હોય તે ગચ્છ કહેવાય. [૭ર૧-૭૨૩] ભ્રમણસ્થાનો-યાત્રાદિમાં મમત્વભાવનો સર્વથાત્યાગ કરીને, પોતાના શરીર વિષે પણ નિસ્પૃહ ભાવવાળી, સંયમના નિવહ પૂરતા માત્ર આહારને ગ્રહણ કરનારા, તે આહાર પણ ૪૨ દોષ રહિત હોય, શરીરના રૂપકે ઈન્દ્રિયના રસને પોષવા માટે નહિ, ભોજન કરતા કરતા પણ અનુકૂળ આહાર પોતાને મળવા બદલ અભિમાન ન કરનાર હોય, માત્ર સંયમયોગો વહન કરવા માટે, ઇસમિતિના પાલનમાટે, વૈયાવચ્ચ માટે, આહાર કરનાર હોય છે. ક્ષુધા-વેદના સહન ન થાય, ઇયાં સમિતિ શોધવા માટે, પડિલેહણાદિક સંયમ માટે, આહાર ગ્રહણ કરવાનો હોય છે. ૭િ૨૪-૭૨૫] અપૂર્વ જ્ઞાનગ્રહણ કરવા માટે, ધારણા કરવામાં અતિશય ઉદ્યમ કરનાર શિષ્યો જેમાં હોય, સુત્ર અર્થ તેમજ ઉભયને જેઓ જાણે છે, તેમજ તે માટે હંમેશા ઉદ્યમ કરે છે, જ્ઞાનાચારના આઠ, દર્શનાચારના આઠ, ચારિત્રાચારના આઠ, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ મહાનિસીહ-પ-૭૨૫ (તપાચારના બાર) અને વીચારના છત્રીસ આચાર, તેમાં બલ અને વીર્ય છૂપાવ્યા વગર અગ્લાનિએ ખૂબ એકાગ્ર મન-વચન-કાયાના યોગો કરીને ઉદ્યમ કરનાર થાય. એવા પ્રકારના શિષ્યો જેમાં હોય તે ગચ્છ કહેવાય. [૭૨] ગુરુ મહારાજ કઠોર આકરી, નિષ્ફર વાણીથી સેંકડો વખત ઠપકો આપે તો પણ શિષ્યો જે ગચ્છમાં સામો પ્રત્યુત્તર ન આપે તો ગચ્છ કહેવાય. [૭૨૭] તપ પ્રભાવથી અચિન્ય ઉત્પન્ન થએલી લબ્ધિ તેમજ અતિશયવાળી ઋદ્ધિ મેળવેલી હોયતો પણ જે ગચ્છમાં ગુરુની અવહેલના શિષ્યો ન કરે તે ગચ્છ કહેવાય. [૭૨૮] એક વખત કડક પાખંડીઓની સાથે વાદ કરીને વિજય પ્રાપ્ત કર્યો હોય, યશ સમૂહ ઉપાર્જન કર્યો હોય એવા શિષ્ય પણ જે ગચ્છમાં ગુરુની હીલના-અવગણના કરતો નથી તે ગચ્છ કહેવાય. [૭૨૯] જેમાં અમ્મલિત, એક બીજામાં અક્ષરો ન મળી જાય તેમ આડા-અવળા અક્ષરો જેમાં બોલતાં ન હોય તેવા અક્ષરવાળા, પદો અને અક્ષરોથી વિશુદ્ધ, વિનય અને ઉપધાન - પૂર્વક મેળવેલા બાર અંગના સૂત્રો અને શ્રુતજ્ઞાન જેમાં મેળવાતા હોય તે ગચ્છ. [૭૩૦] ગુરુના ચરણની ભક્તિ સમૂહથી તેમજ તેમની પ્રસન્નતાથી જેમણે આલાવાઓ પ્રાપ્ત કરેલા છે એવા સુશિષ્યો એકાગ્રમનથી જેમાં અધ્યયન કરતા હોય હે ગૌતમ! તે ગચ્છ કહેવાય. [૭૩૧] ગ્લાન, નવદીક્ષિત, બાળક આદિથી યુક્ત ગચ્છની દશપ્રકારની વિધિપૂર્વક જેમાં ગુરુની આજ્ઞાથી વૈયાવચ્ચે થતી હોય તે ગચ્છ કહેવાય. [૭૩૨] જેમાં દશ પ્રકારની સામાચારી ખંડીત થતી નથી, જેમાં રહેલા ભવ્ય સત્ત્વોના જીવોના સમુદાય સિદ્ધિ પામે છે. બોધ પામે છે તે ગચ્છ. [૭૩૩] ૧-ઈચ્છાકાર, ૨- મિચ્છાકાર, ૩- તથાકાર, ૪- આવશ્વિકી, પ-નૈધિકી, - આ પૃચ્છા, ૭- પ્રતિપૃચ્છા, ૮- છંદના, ૯. નિમંત્રણા, ૧૦- ઉપસંપદા, આ દશા પ્રકારની સામાચારી જે જે સમયે કરવાની હોય ત્યારે કરે તે ગચ્છ. [૭૩૪] જેમાં નાના સાધુ મોટાનો વિનય કરે તેનાથી નાના મોટાની ખબર પડે. એક દિવસ પણ જે દીક્ષા-પર્યાયમાં મોટો હોય. તેની અવગણના ન થાય તે ગચ્છ. [૭૩] ગમે તેવો ભયંકર દુષ્કાળ હોય, પ્રાણ પરિત્યાગ કરવો પડે તેવો પણ પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ સહસાત્કાર હે ગૌતમ ! સાધ્વીએ વહોરી લાવેલી વસ્તુ ન વાપરે તે ગચ્છ કહેવાય. [૭૩૬] જેના દાંત પડીગયા હોય તેવા વૃદ્ધ-સ્થવિરો પણ સાધ્વીઓ સાથે વાત કરતા નથી. તેમજ સ્ત્રીઓનાં અંગો કે ઉપાંગોનું નિરીક્ષણ જેમાં કરાતું નથી તે ગચ્છ, [૭૩૭] જે ગચ્છમાં રૂપ સંનિધિ-ઉપભોગ માટે સ્થાપિત વસ્તુ રાખવામાં આવતી નથી, તૈયાર કરાયેલા ભોજનાદિક સામે લાવીને અપાતા આહારાદિના નામ ગ્રહણ કરતાં અને પૂતિકર્મ દોષવાળા આહારથી ભય પામેલા, પાતરાઓ વારંવાર ધોવા પડશે એવા ભયથી, દોષ લાગવાના ભયથી, ઉપયોગવંત સાધુઓ જેમાં હોય તે ગચ્છ. [૭૩૮] જેમાં પાંચ અંગો જેના કામ પ્રદિપ્ત કરનાર છે, દુર્ય યૌવન ખીલેલું છે, મોટો અહંકાર છે એવા કામદેવથી પીડિત મુનિ હોય તો પણ સામે તિલોત્તમા દેવાંગના Page #304 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનપ આવીને ઉભી રહે તો પણ તેની સામે નજર કરતો નથી. તે ગચ્છ. [૭૩૯] ઘણી લબ્ધીવાળા એવા શીલથી ભ્રષ્ટ થએલા શિષ્યને જે ગચ્છમાં ગુરુ મહારાજ વિધિથી વચન કહીને શિક્ષા કરે તે ગચ્છ. ૩૦૧ [૭૪૦-૭૪૧] નમ્ર થઈને સ્થિર સ્વભાવવાળો હાસ્ય અને ઉતાવળી ગતિને છોડીને વિકથા ન કરતો, અઘટિત કાર્ય ન કરતો, આઠ પ્રકારવાળી ગોચરીની ગવેષણા કરે એટલે વહોરવા માટે જાય. જેમાં મુનિઓનાં વિવિધ પ્રકારના દુષ્કર અભિગ્રહો, પ્રાયશ્ચિતો આચરતા દેખીને દેવેન્દ્રોના ચિત્તો ચમત્કાર પામે તે ગચ્છ. [૭૪૨] જે ગચ્છમાં મોટા નાના નો પરસ્પર વંદનવિધિ સચવાતો હોય, પ્રતિક્રમણ આદિ મંડલીના વિધાનને નિપુણ પણે જાણનારા હોય. અસ્ખલિત શીલવાળા ગુરુ હોય, હંમેશા જેમાં ઉગ્ર તપ કરવામાં તલાલીન સાધુઓ હોય તે ગચ્છ. [૪૩] જેમાં સુરેન્દ્રોપુજીત, આઠેકર્મથી રહિત, ઋષભાદિક તીર્થંકર ભગવંતોની આજ્ઞાનું સ્ખલન કરવામાં નથી આવતુ તે ગચ્છ. [૪૪] હે ગૌતમ ! તીર્થની સ્થાપના કરનાર તીર્થંકર ભગવંત, વળી તેમનું શાસન તેને હે ગૌતમ સંઘ જાણવો. તેમજ સંઘમાં રહેલા ગચ્છ, ગચ્છમાં રહેલ જ્ઞાન-દર્શન અને ચારિત્ર તીર્થ છે. [૭૪૫] સમ્યગ્દર્શન વગર જ્ઞાન હોઈ શકતું નથી. દર્શન-જ્ઞાન તો સર્વત્ર હોય છે. દર્શન જ્ઞાનમાં ચારિત્રની ભજના હોય છે. અર્થાત્ ચારિત્ર હોય કે ન પણ હોય. [૪૬] દર્શન કે ચારિત્રરહિત જ્ઞાની સંસારમાં ભમે છે. પરન્તુ જે ચારિત્ર યુક્ત હોય તે નક્કી સીદ્ધિ પામે છે. તેમાં સંદેહ નથી. [૭૪૭] જ્ઞાન પદાર્થને પ્રકાશિત કરી ઓળખાવનાર થાય છે. તપ આત્માને કર્મથી શુદ્ધ કરનાર થાય છે. સંયમ એ મન-વચન-કાયાની શુદ્ધ પ્રવૃત્તિ કરાવનાર થાય છે. ત્રણમાંથી એકની પણ ન્યુનતા હોય તો મોક્ષ થતો નથી. [૭૪૮] એ જ્ઞાનાદિ ત્રિપુટીનાં પોતાનાં અંગસ્વરૂપ હોયતો ક્ષમા આદિ દશપ્રકારના યતિ ધર્મ છે. તેમાંના એક એક પદો જેમાં આથરાતા હોય તે ગચ્છ. [૭૪૯] જેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ વિવિધ પ્રકારના ત્રસ જીવોને મરણ પ્રસંગે પણ જેઓ મનથી પીડા કરતા નથી. તે ગચ્છ. [૭૫૦] જેમાં સચિત જળનું એક બિન્દુ માત્ર પણ ઉનાળામં ચાહે તેવું ગળું શોષાતું હોય, તીવ્ર, તૃષા લાગી હોય, મરણ થવાનો વખત આવે તો પણ મુનિ કાચા પાણીના બિન્દુને પણ ઈચ્છતો નથી. [૭૫૧] જે ગચ્છમાં શૂલરોગ, ઝાડા, ઊલટી, કે બીજા કોઈ પ્રકારના વિચિત્ર મરણાંત રોગ ઉત્રન થયા હોય તો પણ અગ્નિ સળગાવવા માટે કોઈને પ્રેરણા આપતા નથી તે ગચ્છ. [૫૨] જે ગચ્છમાં જ્ઞાન ધારણ કરનાર એવા આચાર્યોદિકો આર્યાઓને તેર હાથ દૂરથી ત્યાગ કરે છે. શ્રુત દેવતાની જેમ દરેક સ્ત્રીનો મનથી પણ ત્યાગ કરે તે ગચ્છ. [૭૫૩-૭૫૪] રતિક્રિડા, હાસ્યક્રિડા, કંદર્પ, નાથવાદ-જ્યાં કરવામાં નથી આવતો. દોડવાનુ, ખાડા ઉલ્લંઘન કરવા, મમ્માચચ્ચાવાળા અપશબ્દો જેમાં ઉચારાતા નથી, જેમાં કારણ ઉત્પન્ન થાય તો પણ વસ્ત્રનો આંતરો રાખીને સ્ત્રીના હાથનો સ્પર્શ પણ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ મહાનિસીહ – ૫/-/૭૫૪ દૃષ્ટિવિષ સર્પ કે પ્રદિપ્ત અગ્નિ અને ઝેરની જેમ વર્જવામાં આવતો હોય તે ગચ્છ. [૭૫૫] લિંગ અત્િ વેશ ધારણ કરનાર અથવા અરિહંતો પોતે પણ સ્ત્રીના હાથનો સ્પર્શ કરેતો હે ગૌતમ ! તે નિશ્ચિયથી મૂલગુણથી બહાર જાણવો. [૭૫૬] ઉત્તમ કુળમાં જન્મ થયો હોય અને ગુણસંપન્ન, લબ્ધિયુક્ત હોય પણ જેને મૂલ ગુણોમાં સ્ખલના થતી હોય તેવાને પણ જેમાંથી કાઢી મૂકવામાં આવે તે ગચ્છ. [૫૭] જેમાં હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય-કાંસા વગેરે ધાતુઓ ગાદલા ગોદડા, શયનો, આસનઆદિ ગૃહસ્થોને વાપરવાયોગ્ય પદાર્થોનો ઉપભોગ થતો નથી તે ગચ્છ. [૫૮] જેમાં કોઈ કા૨ણે સમર્પણ કરેલ હોય એવું પારકું હિરણ્ય-સુવર્ણ આવેલું હોયતો ક્ષણવાર કે આંખના અનિમેષ સમય જેટલા વખત માટે પણ જેમાં સ્પર્શ ક૨વામાં આવતો નથી તે ગચ્છ. [૭૫૯] ચપળ ચિત્તવાળી આઓિના દુર્ધર બ્રહ્મચર્ય વ્રતપાલન કરવા માટે સાત હજાર પરિહાર સ્થાનકો જ્યાં છે તે ગચ્છ. [૭૬૦] જેમાં ઉત્તર-પ્રત્યુત્તરોથી આર્યા સાધુની સાથે અતિક્રોધ પામીને પ્રલાપ કરતી હોયતો હે ગૌતમ ! તેવા ગચ્છનું શું કામ ? [૭૬૧] હે ગૌતમ ! જ્યાં ઘણા પ્રકારના વિકલ્પોના કલ્લોલો અને ચંચળ મનવાળી આયઓના વચનના અનુસારે વર્તવામાં આવે તે ગચ્છ કેમ કહેવાય ? [૭૬૨-૭૬૩] જ્યાં એક અંગવાળો માત્ર એકલો સાધુ સાધ્વીઓની સાથે બહાર એકસો હાથ ઉપરાંત આગળ ચાલે, હે ગૌતમ ! તે ગચ્છમાં કઈ મર્યાદા ? હે ગૌતમ ! જ્યાં ધર્મોપદેશ સિવાય સાધ્વીઓની સાથે આલાપ-સંલાપ-વારંવાર વાતિલાપ વગેરે વ્યવહાર વર્તતો હોય તેવા ગચ્છને કેવો ગણવો? [૭૬૪-૭૬૬] હે ભગવંત ! સાધુઓને અનિયત વિહાર કે નિયત વિહાર હોતા નથી. તો પછી કારણે નિત્યવાસ-સ્થિરવાસ જે સેવે તેની શી હકીકત સમજવી ? હે ગૌતમ ! મમત્વભાવ રહિત થઈ નિરંહકાર પણે જ્ઞાન-દર્શનચારિત્રમાં ઉદ્યમ કરનાર હોય, સમગ્ર આરંભથી સર્વથા મુક્ત બનેલો અને પોતાના દેહ ઉપર પણ મમત્વભાવ વગરનો હોય, મુનિપણાના આચારોને આચરતો એક ક્ષેત્રમાં પણ ગીતાર્થ સો વરસ સુધી વાસ કરેતો તે આરાધક ગણેલો છે. [૭૬૭] જેમાં ભોજન સમયે સાધુઓની માંડલીઓમાં પાત્ર સ્થાપન કરતી હોય તે સ્ત્રી રાજ્ય છે, પરંતુ તે ગચ્છ નથી. [૭૬૮] જે ગચ્છમાં રાત્રે સો હાથ ઉપરાંત સાધ્વીને જવું હોયતો ચારથી ઓછી નહિ. ઉત્કૃષ્ટથી દશ એમ સાધ્વીઓ ન કરેતો તે ગચ્છ નથી. [૭૬૯-૭૭૦] અપવાદથી અને કારણ હોયતો ચારથી ઓછી સાધ્વીઓ એક ગાઉ પણ જેમાં ચાલતા હોય તે ગચ્છ કેવા પ્રકારનો ? હે ગૌતમ જે ગચ્છમાં આઠથી ઓછા સાધુઓ માર્ગમાં સાધ્વીની સાથે અપવાદે પણ ચાલે તે ગચ્છમાં કઈ મર્યાદા ? [૭૭૧] જેમાં ૬૩ ભેદવાળા ચક્ષુરાગાગ્નિની ઉદીરણા થાય તે રીતે સાધુ-સાધ્વી તરફ દૃષ્ટિ કરે તે ગચ્છ વિષે કઈ મર્યાદા સચવાય ? [૭૭૨] જેમાં આર્યાએ વહોરેલા પાત્રા દંડ વગેરે વિવિધ ઉપકરણોનો સાધુઓ પરિભોગ કરે હે ગૌતમ ! તે ગચ્છ કેમ કહેવાય ? Page #306 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ [૭૭૩] અતિ દુર્લભ બલ-બુદ્ધિ વૃદ્ધિ કરનાર શરીરની પુષ્ટિ કરના એવું ઔષધ સાધ્વીએ મેળવેલું હોય અને સાધુ તેનો ઉપયોગ કરે તે ગચ્છમાં કઈ મર્યાદા રહે ? [૭૭૪] શશક-ભસકની મ્હેન સુકુમાલિકાની ગતિ સાંભળીને શ્રેયાર્થી ધાર્મિક પુરુષે લગા૨૫ણ (મોહનીય કર્મનો) વિશ્વાસ ન કરવો. અધ્યયનપ [૭૭૫] દૃઢ ચારિત્રવાળા ગુણ સમુહ એવા આચાર્ય અને ગચ્છના વડેરા સિવાય જે કોઈ સાધુ-સાધ્વીને આજ્ઞા ફરમાવે તે ગચ્છ નથી. [૭૭૬] મેઘ ગર્જના, દોડતા અશ્વના ઉદરમાં ઉત્પન્ન થએલા વાયુ જેને કુહુક બોલવામાં આવે છે, વિજળીઓ, જેમ જાણી શકાતા નથી, તેના સરખી ગુઢ હૃદયવાળી આયઓના ચંચળ અને ગુઢ મનને જાણી શકાતું નથી. તેઓને અકૃત્ય કરતા, ગચ્છ નાયક તરફથી નિવારણ કરવામાં ન આવે તો તે સ્ત્રીરાજ્ય છે પણ ગચ્છ નથી. [૭૭૭] તપો લબ્ધિયુક્ત ઈન્દ્રથી અનુસરાતી પ્રત્યક્ષા શ્રુતદેવી સરખી સાધ્વી જે ગચ્છમાં કાર્યો કરતી હોય તે સ્ત્રીયા રાજ્ય છે પણ ગચ્છ નથી. [૭૭૮] હે ગૌતમ ! પાંચ મહાવ્રત, ત્રણ ગુપ્તિઓ, પાંચ સમિતિઓ, દશ પ્રકારનો સાધુધર્મ તે સર્વેમાંથી કોઈ પણ પ્રકારે એકની પણ સ્ખલના થાય તો તે ગચ્છ નથી. [૭૭૯-૭૮૦] એકજ દિવસના દિક્ષિત દ્રમક સાધુની સન્મુખ ચિરદીક્ષિત આયચિંદનબાલા સાધ્વી ઉભી થઈને તેનું સન્માન વિનય કર્યો અને આસન પર ન બેઠા તે સર્વ આર્યાનો વિનય છે. સો વર્ષના પર્યાયવાળા દીક્ષિત સાધ્વી હોય અને સાધુ આજનો એક દિવસનો દીક્ષિત હોયતો પણ ભક્તિ પૂર્ણ હૃદય પૂર્વક વંદનરૂપ વિનયથી સાધુ-સાધ્વીને પૂજ્ય છે. [૭૮૧-૭૮૪] જે સાધુઓ સાધ્વીના પ્રતિલાભેલા પદાર્થોમાં વૃદ્ધિ કરનારા છે અને પોતે પ્રતિલાભેલામાં જેઓ અસંતુષ્ટ છે. ભિક્ષાચર્યાથી ભગ્ન થએલા એવા તેઓ અણિકા પુત્ર આચાર્યનો દાખલો આગળ કરે છે. દુષ્કાળના સમયમાં શિષ્ય-સમુદાયને સુકાળ પ્રદેશમાં મોકલી આપેલા હતા પોતે વૃદ્ધપણાના કારણે ભિક્ષાચર્યા ક૨વા સમર્થ ન હતા તે વાત તે પાપીઓ જાણતા નથી. અને આર્યાનો લાભ શોધે છે. તે પાપીઓ તેમાંથી જે ગુણ ગ્રહણ કરવા યોગ્ય છે, તે ગ્રહણ કરતા નથી. જેમકે દુષ્કાળના સમયમાં શિષ્યોને વિહાર-પ્રવાસ કરાવ્યો. શિષ્યો પરની મમતાનો ત્યાગ કર્યો, ત્યાં સ્થિરવાસ કર્યો. તે વિચારવાને બદલે એક ક્ષેત્રમાં સ્થિરવાસ રહેવાની વાત આગળ કરે છે. આ લોકમાં અનેક પડવાના આલંબનો ભરેલા છે, પ્રમાદી અજયણાવાળા જીવો લોકમાં જેવું જેવું આલંબન દેખે છે, તેવું તેવું કરે છે. [૮૫] જ્યા આગળ મુનિઓને મોટા કષાયોથી તિરસ્કારવામાં - હેરાન કરવામાં આવે તો પણ જેમ સારી રીતે બેઠેલો લંગડો પુરુષ હોયતે ઉઠવા ઇચ્છતો નથી. તેમ તેના કષાયો ઉભા થતા નથી, તે ગચ્છ કહેવાય. [૭૮૬] ધર્મના અંતરાયથી ભય પામેલા સંસારના ગર્ભવાસથી ડરેલા મુનિ અન્ય મુનિઓને કષાયોની ઉદીહણા ન કરે તે, ગચ્છ. [૭૮૭] દાન, શીલ, તપ ભાવના રૂપ ચાર પ્રકારના ધર્મના અંતરાયથી અને ભવથી ભય પામેલા એવા બહુ ગીતાર્થો જે ગચ્છમાં હોય તેવા ગચ્છમાં વાસ કરવો. [૭૮૮] જેમાં ચારે ગતિના જીવો કર્મના વિપાકો ભોગવતા દેખીને અને જાણીને Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ મહાનિસીહ-૫-૭૮૮ મુનિ અપરાધ કરનાર ઉપર પણ કોપાયમાન ન થાય તે ગચ્છ. [૭૮૯-૭૯૦] હે ગૌતમ ! જે ગચ્છમાં પાંચ વધસ્થાનો (ઘંટી-સાંબેલું-ચુલોપાણીયારું-સાવરણી] પૈકી એક પણ હોય તે ગચ્છને ત્રિવિધે વોસિરાવીને બીજા ગચ્છમાં ચાલ્યા જવું વધસ્થાન અને આરંભથી પ્રવૃત્ત એવા ઉજ્વલ વેષવાળા ગચ્છમાં વાસ ન કરવો, ચારિત્ર ગુણોથી ઉજ્જવલ એવા ગચ્છમાં વાસ કરવો. [૭૧] દુર્જય આઠ કર્મરૂપી મલ્લને જીતનાર પ્રતિમલ્લ અને તીર્થંકર સરખા આચાર્યની આજ્ઞાનું જેઓ ઉલ્લંઘન કરે છે તેઓ કાપુરુષ છે, પણ સત્પરુષ નથી. ૭િ૯૨-૭૯૩ ભ્રષ્ટાચાર કરનાર, ભ્રષ્ટાચારની ઉપેક્ષા કરનાર અને ઉન્માર્ગમાં રહેલ આચાર્યએ ત્રણે પણ માર્ગનો નાશ કરનાર છે. જો આચાર્ય ખોટા માર્ગમાં રહેલા હોય, ઉન્માર્ગની પ્રરૂપણા કરતા હોયતો નક્કી ભવ્ય જીવોનો સમૂહ તે ખોટા માર્ગને અનુસરનાર થાય છે, માટે ઉન્માર્ગે આચાર્યનો પડછાયો પણ ન લેવો. [૭૯૪-૭૯૫] આ સંસારમાં દુઃખ ભોગવતા એક પ્રાણીને પ્રતિબોધ કરીને. તેને માર્ગ વિષે સ્થાપન કરે છે, તેણે દેવો અને અસુરોવાળા જગતમાં અમારી પડતની ઉદ્દઘોષણા કરાવી છે એમ સમજવું. ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં એવા કેટલાક મહાપુરુષો હતા, છે અને થશે કે જેમના ચરણયુગલ જગતના જીવોને વંદન કરવા યોગ્ય છે, તેમજ પરહિત કરવા માટે એકાન્ત પ્રયત્ન કરવામાં જેમનો કાલ પસાર થાય છે તે ગૌતમ ! અનાદિકાળથી ભૂતકાળમાં થયા છે. ભવિષ્યકાળમાં થશે કે જેમના નામ કરણ કરવાથી પણ નક્કી પ્રાયશ્ચિત લાગે. [૭૯૭-૭૯૯]. આ પ્રકારની ગચ્છની વ્યવસ્થા દુષ્પસહ સૂરિ સુધી ચાલવાની પણ તેમાં વચલા કાળમાં જે કોઈ તેનું ખંડન કરશે તો હે ગૌતમ! તે ગણીને નિશ્ચયથી અનંત સંસારી જાણવો. સમગ્ર જગતના જીવોના મંગલ અને એક કલ્યાણ સ્વરૂપ ઉત્તમ નિરૂપદ્રવ સિદ્ધિપદ વિચ્છેદ કરનારને જે પ્રાયશ્ચિત લાગે તે પ્રાયશ્ચિત ગચ્છવ્યવસ્થા ખંડન કરનારને લાગે. માટે શત્રુ અને મિત્ર પક્ષમાં સમાન મનવાળા, પરહિત કરવામાં તત્પર કલ્યાણની ઈચ્છાવાળાએ અને પોતે આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. | [૮૦૦-૮૦૩] ત્રણ ગારવમાં આસક્ત થએલા એવા અનેક આચાર્યો ગચ્છની વ્યવસ્થાનું ઉલ્લંઘન કરીને હજુ આજે પણ બોધિ-સાચો માર્ગ પામી શકતા નથી. બીજા પણ અનંત વખત ચારે ગતિ સ્વરૂપ ભવમાં અને સંસારમાં પરિભ્રમણ કરશે પણ બોધિની પ્રાપ્તિ નહિ કરશે. અને લાંબા કાળ સુધી અતિશય દુઃખ પૂર્ણ સંસારમાં રહેશે. હે ગૌતમ! ચૌદરાજ પ્રમાણ લોકનેવિષે વાળની અણીના ખૂણા જેટલો પણ એવો પ્રદેશ નથી કે જ્યાં આ જીવે અનંતા મરણો પ્રાપ્ત ન કર્યા હોય. ચોરાશી લાખ જીવને ઉત્પન્ન થવાના સ્થાનો છે, તેમાં તેવી એક પણ યોનિ નથી કે હે ગૌતમ! જેમાં અનંતી વખત સર્વ જીવો ઉત્પન્ન ન થયા હોય. ૮િ૦૪-૮૦૬ તપાવેલી લાલવર્ણવાળા અગ્નિ સરખી સોયો નજીક નજીક શરીરમાં ખોસવામાં આવે અને જે પ્રકારનું વેદનાનું દુઃખ થાય તેના કરતાં ગર્ભમાં આઠ ગણું દુઃખ થાય. ગર્ભમાંથી જ્યારે જન્મ થાય અને બહાર નીકળે ત્યારે યોનિયંત્રમાં પિલાવાથી જે દુખ થાય તેનાથી) ક્રોડ કે ક્રોડાકોડ ગણું પણ દુઃખ થાય જન્મ થતો હોય અને મરણ પામતો હોય તે સમયનું જે દુઃખ તે સમયે તો તેના દુઃખાનુભવમાં પોતાની Page #308 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૩૦૫ જાતિ પણ ભૂલી જાય છે. [૮૦૭-૮૧૦] હે ગૌતમ! જુદા જુદા પ્રકારની યોનિઓમાં પરિભ્રમણ કરતા જો તે દુઃખવિપાકોનું સ્મરણ કરવામાં આવેતો જીવી શકાય નહિ. અરે જન્મ, જરા, મરણ, દુભાગ્ય, વ્યાધિઓની વાત-બાજુ પર રાખીએ. પરન્તુ કયો મહામતિવાળો ગર્ભવાસથી લજ્જા ન પામે અને પ્રતિબોધિત ન થાય. ઘણા રુધિર પરથી ગંદકીવાળા, અશુચિ દુર્ગંધવાળા, મલથી પૂર્ણ, જોવો પણ ન ગમે એવા દુરભિગંધવાળા ગર્ભમાં કયો ધૃતિ પામી શકે? તો જેમાં એકાંત દુઃખ વિખરાઈ જવાનું છે. એકાન્ત સુખ પ્રાપ્ત થવાનું છે તેવી આજ્ઞાનો ભંગ ન કરવો. આજ્ઞાભંગ કરનારને સુખ ક્યાંથી હોય? [૮૧૧] હે ભગવંત! ઉત્સર્ગથી આઠ સાધુઓના અભાવમાં અથવા અપવાદથી ચાર સાધુઓની સાથે (સાધ્વીઓનું) ગમનાગમન નિષેધ્યું છે. તેમજ ઉત્સર્ગથી દશ સંયતિઓથી ઓછી અને અપવાદથી ચાર સંયત્તિઓના અભાવમાં એકસો હાથથી ઉપરાંત જવા માટે ભગવંતો એ નિષેધ કરેલો છે. આજ્ઞા ઉલ્લંઘન કરનાર સાધુ હોય કે સાધ્વી હોય તેને અનંતસંસારી કહેલો છે. તો પછી પાંચમા આરાના છેડા સમયે એકલા સહાય વગરના દુપ્પસહ અણગાર હશે તથા વિષ્ણુશ્રી સાધ્વી પણ સહાય વગરની એકલી હશે તો તેઓ કેવી રીતે આરાધક હશે? હે ગૌતમ! દુષમ કાળના છેડા સમયે તે ચારે ક્ષાયક સમ્યકત્વ જ્ઞાન-દર્શન ચારિત્ર યુક્ત હશે. તેમાં જે મહાયશવાળા મહાનુભાવી દુષ્પસહ અણગાર હશે તેઓનો અન્યન્ત વિશૂદ્ધ દર્શન જ્ઞાનચારિત્રાદિ ગુણોથી યુક્ત, જેણે સારી રીતે સદ્ગતિનો માર્ગ દેખેલો છે તેવી આશાતના ભીર, અત્યન્ત પરમશ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય અને સમ્યગુ માર્ગમાં રહેલા, વાદળારહિત નિર્મળ આકાશમાં શરદપૂર્ણિમાના વિમલચંદ્રકિરણ સરખા ઉજ્જવલ ઉત્તમયશવાળો, વંદન લાયકમાં પણ વિશેષ વંદન નીચ પૂજ્યોમાં પણ પરમપૂજ્ય થશે. તથા તે સાધ્વી પણ સમ્યકત્વજ્ઞાનચારિત્ર વિશે પતાકાસમાન, મહાયશવાળા, મહાસત્ત્વાવાળા, મહાનુભાગ આવા પ્રકારના ગુણયુક્ત હોવાથી સારી રીતે જેમના નામનું સ્મરણ કરી શકાય તેવા વિષ્ણુશ્રી સાધ્વી થશે. વળી જિનદત્ત અને ફાલ્ગશ્રીએ નામનું શ્રાવક-શ્રાવિકાનું દંપત્તિ યુગલ થશે કે ઘણા દિવસ સુધી વર્ણવી શકાયું તેવા ગુણવાળું. તે યુગલ થશે. તેઓ સર્વેનું સોળ વર્ષનું મોટું આયુષ્ય હશે. આઠ વર્ષનો ચારિત્ર પયય પાલન કરીને પછી પાપની આલોચના કરીને નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મણમાં પરાયણ બનીને એક ઉપવાસભક્ત ભોજનપ્રત્યાખ્યાન કરવા પૂર્વક સૌધર્મકલ્પમાં ઉપપાત થશે. પછી નીચે મનુષ્ય લોકમાં આગમન થશે. તો પણ તેઓ ગચ્છની વ્યવસ્થા તોડશે નહિ. [૮૧૨-૮૧૩] હે ભગવંત! કયા કારણથી એમ કહેવાય છે તો પણ ગચ્છ વ્યવસ્થા નહિં ઉલ્લંઘન કરશે ! હે ગૌતમ ! અહિંના નજીક કાળમાં મહાયશવાળા મહાસત્વવાળા મહાનુભાગ શઠંભવ નામના મહાતપસ્વી મહામતિવાળા બાર અંગરૂપ શ્રુતજ્ઞાનને ધારણ કરનાર એવા અણગાર થશે તેઓ પક્ષપાત રહિતપણે અલ્પાયુષ્યવાળા ભવ્ય સત્વોને (ઉપકાર થશે એવા શુભ આશયથી) જ્ઞાનના અતિશય વડે ૧૧ અંગો અને ૧૪ પૂર્વોના પરમસાર અને નવનીત સરખું અતિ પ્રકર્ષગુણયુક્ત સિદ્ધિના માર્ગ સમાન દશવૈકાલિક નામના શ્રુતસ્કંધની નિયુહણા કરશે. હે ભગવંત! તે કોના નિમિત્તે? હે ગૌતમ ! મનકના નિમિત્તે. એમ માનીને કે આ [20] Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ મહાનિસીહ-૫-૮૧૩ મનક પરંપરાએ અલ્પકાળમાં મોટાઘોર દુઃખ-સમુદ્ર સરખા આ ચારે ગતિ સ્વરૂપ સંસારસાગરથી કેવી રીતે પાર પામે ? તે પણ સર્વજ્ઞના ઉપદેશ વગર તો બની શકે જ નહિ. આ સર્વજ્ઞનો ઉપદેશ પાર વગરનો અને દુઃખે કરીને અવગાહન કરી શકાય તેવો છે. અનંતગમપયિોથી યુક્ત છે. અલ્પકાળમાં આ સર્વજ્ઞ કહેલા સર્વ શાસ્ત્રોમાં અવ ગાહન કરી શકાતું નથી. તેથી હે ગૌતમ ! અતિશય જ્ઞાનાવાળા શäભવ એમ ચિંતવશે કે – જ્ઞાન- સમુદ્રનો છેડો નથી, કાલ અલ્પ છે, વિપ્નો અનેક છે, માટે જે સારભૂત હોય તે જેમ ખારા જળમાંથી હંસ મીઠું જળ ગ્રહણ કરાવે છે, તેમ ગ્રહણ કરી લેવું. [૮૧૪] તેમણે આ ભવ્યાત્મા મનકને તત્ત્વનું પરિજ્ઞાન થાય એમ જાણીને પૂર્વમાંથી-મોટા શાસ્ત્રોમાંથી દશવૈકાલિક શ્રુતસ્કંધની નિવ્હણા કરી. તે સમયે જ્યારે બારસંગો અને તેના અર્થો વિચ્છેદ પામશે ત્યારે દુષ્મકાળના છેડાના કાળ સુધી દુપ્પસહ અણગાર સુધી દશવૈકાલિક સૂત્ર અને અર્થથી ભણાશે. સમગ્ર આગમના સારભૂત દશવૈકાલિક શ્રુતસ્કંઘ સૂત્રથી ભણશે. હે ગૌતમ ! આ દુખસહ અણગાર પણ તે દશવૈકાલિક સૂત્રમાં રહેલા અર્થને અનુસાર પ્રવર્તશે પણ પોતાની પ્રતિકલ્પના કરીને ગમે તેમ સ્વચ્છંદ આચારમાં નહિ પ્રવર્તશે. તે દશવૈકાલિક શ્રુતસ્કંધમાં તે કાલે બાર અંગો રૂપ શ્રુતસ્કંધની પ્રતિષ્ઠા થશે. હે ગૌતમ! આ કારણથી એમ કહેવાય છે કે ફાવે તે પ્રમાણે ગમે તેમ ગચ્છની વ્યવસ્થા મયદાનું ઉલ્લંઘન ન કરવું. [૮૧૫] હે ભગવંત! અત્યન્ત વિશુદ્ધ પરિણામવાળા ગણનાયકની પણ કોઈ તેવા દુશીલ શિષ્ય સ્વચ્છંદતાથી ગારવ કારણે કે જાતિમદ આદિના અભિમાનથી જો આજ્ઞા ન માને કે ઉલ્લંઘન કરે તો તે શું આરાધક થાય ખરો? હે ગૌતમ! શત્રુ અને મિત્ર તરફ સમભાવવાળા ગુરના ગુણોમાં વર્તતા નિરન્તર સુત્રાનુસારે વિશુદ્ધાશયથી વિચરતા હોય તેવા ગણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ચારસો નવાણું સાધુ જેવી રીતે અનારાધક થયા તેમ અનારાધક થાય. [૮૧] હે ભગવંત! એક રહિત એવા તે પ00 સાધુઓ જેઓએ તેવા ગુણયુક્ત મહાનુભાવ ગુરુમહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આરાધક ન બન્યા તે કોણ હતા? હે ગૌતમ આ ઋષભદેવ પરમાત્માની ચોવીસીની પૂર્વે થયેલ ત્રેવીસ ચોવીશી અને તે ચોવીશીના. ચોવીસમાં તીર્થકર નિવણ પામ્યા પછી કેટલાક કાળ ગુણથી ઉત્પન્ન થએલ કર્મરૂપી પર્વતનો ચૂરો કરનાર, મહાયશવાળા, મહાસત્વવાળા મહાનુભાવ સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક “વઈર” નામના ગચ્છાધિપતિ થયા સાધ્વી વગર તેમને પાંચશો શિષ્યોની પરિવારવાળો ગચ્છ હતો. સાધ્વી સાથે ગણીએતો બે હજારની સંખ્યા હતી. હે ગૌતમ ! તે સાધ્વીઓ અત્યન્ત પરલોક ભીરઓ હતી. અન્યન્ત નિર્મલ અંતઃકરણવાળી, ક્ષમા ધારણ કરનારી, વિનયવતી, ઈન્દ્રિયોનું દમન કરનારી, મમત્વ વગરની, અત્યન્ત અભ્યાસ કરનારી, પોતાના શરીર કરતાં પણ અધિક છ કાયના જીવો ઉપર વાત્સલ્ય કરનારી, ભગવંતે શાસ્ત્રમાં કહેલા એવા અતિશય ઘોર વીર તપ અને ચરણનું સેવન કરીને શોષવેલ શરીરવાળી, જે પ્રમાણે તીર્થકર ભગવંતે પ્રરૂપેલ છે તે જ પ્રમાણે વગર દીન મનથી, માયા, મદ, અહંકાર, મમત્વ, રતિ, હાસ્ય, ક્રીડા, કંદર્પ, નાથવાદરહિત, સ્વામીભાવ, આદિ દોષોથી મુક્ત થએલી તે સાધ્વીઓ આચાર્યની Page #310 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનપ પાસે શ્રામણ્યનું અનુપાલન કરતી હતી. હે ગૌતમ ! તે સાધુઓ હતા તે તેવા મનોહર ન હતા હે ગૌતમ ! કોઈક સમયે તે સાધુઓ આચાર્યને કહેવા લાગ્યા કે હે ભગવંત ! જો આપ આજ્ઞા આપો તો અમે તીર્થયાત્રા કરીને ચંદ્રપ્રભ સ્વામીના ધર્મચક્રને વંદન કરીને પાછા આવીએ. ત્યારે હે ગૌતમ ! મનમાં દિનતા લાવ્યા સિવાય, ઉતાવળા થયા વગર ગંભીર મધુર વાણીથી તે આચાર્યો તેમને પ્રત્યુત્તર આપ્યો કે શિષ્યોને ઈચ્છાકારેણ' (સ્વકીય ઇચ્છા) એવા સુંદર શબ્દનો પ્રયોગ કરીને ‘સુવિહિતોને તીર્થયાત્રા માટે જવું કલ્પતું નથી.' તો જ્યારે પાછા ફરવાનું થશે ત્યારે હું તમોને યાત્રા અને ચંદ્રપ્રભ સ્વામીને વંદન કરાવીશ. બીજી વાત એ છે કેયાત્રા કરવામાં અસંયમ કરવાનું મન થાય છે. આ કારણે તીર્થયાત્રાનો નિષેધ કરાય છે. ત્યારે શિષ્યોએ પૂછ્યું કે તીર્થયાત્રા જતા સાધુઓને કેવી રીતે અસંયમ થાય છે ? ત્યારે ફરી પણ ઈચ્છાકારેણ-એમ બીજી વખત બોલાવરાવીને ઘણા લોકોની વચ્ચે વ્યાકુલ બનીને આક્રોશથી ઉત્તર આપશે, પરન્તુ હે ગૌતમ ! તે સમયે આચાર્યે ચિંતવ્યું કે મારું વચન ઉલ્લંઘન કરીને પણ નક્કી આ શિષ્યો જશે જ. તે કારણથી જ મીઠાં મીઠાં વચનો બોલે છે. હવે કોઈક દિવસે મનથી અતિશય વિચાર કરીને તે આચાર્યો કહ્યું કે તમો લગાર પણ સૂત્ર અર્થ જાણો છો ખરા ? જો જાણતા હો તો જે પ્રકારનો અસંયમ તીર્થ યાત્રામાં થાય છે, તે પ્રકારનો અસંયમ સ્વયં જાણી શકાય છે. આ વિષયમાં વધારે કહેવાથી શો લાભ ? બીજું તમોએ સંસારનું સ્વરૂપ, જીવાદિક પદાર્થો તેનું યથાયોગ્ય તત્ત્વ જાણેલું છે. હવે કોઈ વખત ઘણા ઉપાયોથી સમજાવ્યા. યાત્રા જતાં નિવાર્યા તો પણ તેઓ આચાર્યને છોડીને ક્રોધ-રૂપી યમ સાથે તીર્થ-યાત્રા માટે નીકળી પડ્યા. તેઓ જતાં જતાં ક્યાંક આહાર ગવેષણાનો દોષ, કોઈક જગાએ લીલી વનસ્પતિકાયનો સંઘટ્ટ કરતા, બીજ કાય ચાંપતા હતા. કાંઈક કીડી વગેરે વિકલેન્દ્રિય જીવો, ત્રસકાયના સંઘટ્ટન, પરિતાપન, ઉપદ્રવથી થવાવાળા અસંયમ દોષો લગાડતા હતા. બેઠાં બેઠાં (પણ) પ્રતિક્રમણ કરતા ન હતા. કાંઈક મોટા પાત્ર નાના પાત્ર ઉપકરણ વગેરે બન્ને કાલ વિધિપૂર્વક પ્રેક્ષણ પ્રમાર્જન કરી શકતા ન હતા. પડિલેહણ કરતા વાયુ કાયના જીવોની વિરાધના થાય તેમ વસ્ત્રો ઝાટકતા હતા કેટલું કહેવું ? હે ગૌતમ ! તેનું વર્ણન કેટલું કરવું? અઢાર હજાર શીલાંગો, સત્તર પ્રકારના સંયમ, બાહ્ય અને અત્યંતર બાર પ્રકારના તપ, ક્ષમા, આદિ અને અહિંસા લક્ષણ યુક્ત દશ પ્રકારના શ્રમણધર્મને વગેરેના એક એક પદને અનેક વખત લાંબા કાળ સુધી ભણીને ગોખીને બંને અંગોરૂપ મહાશ્રુતસ્કંધ જેમણે સ્થિર-પરિચિત કરેલા છે. અનેક ભાંગાઓ અને સેંકડો જોડાણો દુઃખે કરીને જેઓ શીખેલા છે, નિરતિચાર ચારિત્રધર્મનું પાલન કરેલું છે. આ સર્વ જે પ્રમાણે કહેલું છે તે નિરતિચાર પણે પાલન કરતા હતા. એ સર્વે સંભારીને તે ગચ્છાધિપતિએ વિચાર્યુ કે મારા, પરોક્ષમાં ગેરહાજરીમાં તે દુષ્ટ શીલવાળા શિષ્યો અજ્ઞાનપણાનાં કારણે અતિશય અસંયમ સેવશે તે સર્વ અસંયમ મને લાગુ પડશે, કારણ કે હું તેઓનો ગુરૂ છું. માટે હું તેઓની પાછળ જઈને તેઓને પ્રેરણા આપું કે જેથી આ અસંયમના વિષયમાં હું પ્રાયશ્ચિતનો અધિકારી ન બનું. - એમ વિકલ્પ કરીને તે આચાર્ય તેની પાછળ જેટલામાં ગયા તેટલામાં તો તેઓને અસંયમથી અને ખરાબ રીતે ૩૦૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ મહાનિસીહ-પ-૮૧૬ અવિધિથી જતા જોયા. ત્યારે હે ગૌતમ ! અતિશય સુંદર મધુર શબ્દોના આલાપ પૂર્વક ગચ્છાધિપતિએ કહ્યું કે - અરે ઉત્તમ કુલ અને નિર્મલવંશના આભૂષણા સમાન અમુક અમુક મહાતત્ત્વવાળા સાધુઓ ? તમે ઉન્માર્ગ પામી રહેલા છો, પાંચમહાવ્રત અંગીકાર કરેલા દેહવાળા મહાભાગ્યશાલી સાધુ-સાધ્વીઓને માટે સત્તાવીશહજાર ચંડીલસ્થાનો સર્વજ્ઞભગવંતોએ પ્રરૂપેલા છે. શ્રુતના ઉપયોગવાળાઓએ તેની વિશુદ્ધિ તપાસવી જોઈએ, પણ અન્યમાં ઉપયોગવાળા ન થવું જોઈએ. તો તમે શુન્યાશુન્યચિત્તે અનુપયોગથી કેમ ચાલી રહેલા છો? તમારી ઈચ્છાથી તમે તેમાં ઉપયોગ આપો. બીજું તમે આ સૂત્ર અને તેનો અર્થ ભૂલી ગયા છો કે શું ? સર્વ પરમ તત્ત્વોના પરમસારભૂત એવા પ્રકારનું આ સૂત્ર છે. એક સાધુ એક બે ઇન્દ્રિયવાળા પ્રાણીને પોતે જ હાથથી કે પગથી કે બીજા પાસે અથવા સળી વગેરે અધિકરણથી કોઈ પણ પદાર્થભૂત ઉપકરણથી સંઘટ્ટો કરે, કરાવે કે સંઘો કરતાને સારો માને તેની અનુમોદના કરે. તેનાથી બાંધેલું કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે જેમ યંત્રમાં શેરડી પીલાય તેમ તે કર્મનો ક્ષય થાય, જો ગાઢ પરિણામથી કર્મ બાંધ્યું હોય તે પાપકર્મ બાર વરસ સુધી ભોગવે, તે પ્રમાણે અગાઢપણે પરિતાપન-ખેદ પમાડે તો એક હજાર વર્ષ સુધી વેદના ભોગવે ત્યારે તે કર્મ ખપાવે, ગાઢ પરિતાપન કરે તો દશ હજાર વર્ષ સુધી, એ પ્રમાણે આગાઢ કિલામણા કરે તો દશ લાખ વર્ષે તે પાપ કર્મ ખપાવે અને ઉપદ્રવ કરે અથતિ મૃત્યુસિવાયના તમામ દુખ પહોંચાડે. તેમ કરવાથી ક્રોડ વર્ષ દુઃખ-ભોગવીને પાપ-કર્મ ક્ષય કરી શકાય. એ જ પ્રમાણે ત્રણ ઈન્દ્રિયવાળા જીવને અંગે પણ તે પ્રમાણે સમજી લેવું. તમો આટલું સમજનારા છો માટે મુંઝાવ નહિ. હે ગૌતમ ! એ પ્રમાણે સૂત્રાનુસારે આચાર્ય સારણા કરતા હોવા છતાં પણ મહા પાપકર્મી, ચાલવાની વ્યાકુળતામાં એકી શામટા સર્વે ઉતાવળ કરતા તેઓ સર્વ પાપ કર્મ એવા આઠ કર્મના દુખથી મુક્ત કરનાર એવું આચાર્યનું વચન બહુમાન્ય કરતા નથી. ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય સમજી ગયા કે નક્કી આ શિષ્યો ઉન્માર્ગે પ્રયાણ કરી રહેલા છે, સર્વ પ્રકારે પાપજાતિવાળા અને મારા દુષ્ટ શિષ્યો છે, તો હવે મારે તેમની પાછળ શામાટે ખુશામતના શબ્દો બોલતા બોલતા અનુસરણ કરવું ? અથવા તો જળવગરની સુક્કી નદીના પ્રવાહમાં વહેવા જેવું છે. આ સર્વે ભલે દશે દ્વારોથી જતા રહે, હું તો હવે મારા આત્માના હિતની સાધના કરીશ. બીજા કરેલા અતિશય મોટા પુણ્યના સમૂહથી મારું અલ્પ પણ રક્ષણ થવાનું છે ? આગમમાં કહેલા તપ અને સંયમના અનુષ્ઠાન વડે પોતાના પરાક્રમથી જ આ ભવ સમુદ્ર તરી શકાશે. તીર્થકર ભગવંતોનો આ જ પ્રમાણેનો આદેશ છે. [૮૧૭] કે આત્મહિત કરવું અને જો શક્ય હોયતો પરહિત પણ ખાસ કરવું. આત્મહિત અને પરહિત બે કરવાનો વખત આવેતો પ્રથમ આત્મહિત જ સાધવું. [૮૧૮] બીજું આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેઓનું જ શ્રેય થશે અને જો તેમ નહિં કરશે તો તેમને જ અનુત્તર દુગતિ ગમન કરવું પડશે. છતાં પણ મને ગચ્છ સમર્પણ થએલો છે, હું ગચ્છાધિપતિ છું મારે તેમને સાચો માર્ગ કહેવો જ જોઈએ. વળી બીજી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે- તીર્થંકર ભગવંતોએ આચાર્યના છત્રીશ ગુણો નિરુપેલા છે તેમાંથી હું એકનું પણ અતિક્રમણ Page #312 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩૦૯ કરીશ, નહીં. કદાચ મારા પ્રાણ પણ તેમ કરતા ચાલ્યા જશે તો પણ હું આરાધક થઈશ. આગમમાં કહેલું છે કે આ લોક કે પરલોકની વિરુદ્ધ કાર્ય હોય તે માટે ન આચરવું, ન આચરાવવું કે આચરતાને મારે સારો ન માનવો, તો આવા ગુણયુક્ત તીર્થકરોનું કહેલું પણ તેઓ કરતા નથી તો હું તેમનો વેષ ખૂંચવી લઉં. શાસ્ત્રમાં આ પ્રમાણે પ્રરૂપણા કરેલી છે કે જે કોઈ સાધુ કે સાધ્વી વચન માત્રથી પણ ખોટું વર્તન અયોગ્ય આચરે તો તેને જો ભૂલ સુધારવા માટે સારણા વારણા, ચોયણા, પ્રતિચોયણા, કરવી જોઈએ, એ પ્રમાણે સારણા વારણા ચોયણા પહિચોયણા કરવા છતાં પણ જે વડીલના વચનને અવગણીને આળસ કરતો હોય, કહ્યા પ્રમાણે વર્તાવિ ન કરતો હોય, તહરી કરીને આજ્ઞાને સ્વીકારતો ન હોય, “ઈચ્છનો પ્રયોગ કરીને તેવા અપૂકાર્યમાંથી પાછો હઠતો ન હોયતો તેવાનો વેષ ગ્રહણ કરીને કાઢી મૂકવો જોઈએ. એ પ્રમાણે આગમમાં કહેલા. ન્યાયથી હે ગૌતમ ! તે આચાર્યે જેટલામાં એક શિષ્યનો વેશ (ગ્રહણ કરી) ખેંચી લીધો. તેટલામાં બાકીના શિષ્યો દરેક દિશામાં નાસી ગયા. ત્યાર પછી તે ગૌતમ ! તે આચાર્ય જેટલામાં ધીમે ધીમે તેઓની પાછળ જવા લાગ્યા, પણ ઉતાવળા ઉતાવળા જતા ન હતા. હે ગૌતમ ! ઉતાવળા ચાલેતો ખારી ભૂમિમાંથી મધુરભૂમિમાં સંક્રમણ કરવું પડે. મધુર ભૂમિમાંથી ખારી ભૂમિમાં ચાલવું પડે. કાળી ભૂમિમાંથી પીળી ભૂમિમાં, પીળીમાંથી કાળીભૂમિમાં, જળમાંથી સ્થલમાં, સ્થલમાંથી જલમાં સંક્રમણ કરીને જવું પડે તે કારણથી વિધિથી પગોની પ્રમાર્જના કરી કરીને સંક્રમણ કરવું જોઈએ. જો પગની પ્રમાર્જના ન કરવામાં આવે તો બાર વરસનું પ્રાયશ્ચિત પામે. આ કારણથી, ગૌતમ! તે આચાર્ય ઉતાવળા ઉતાવળા ચાલતા ન હતા. હવે કોઈ સમયે સૂત્રમાં કહેલી વિધિથી સ્થાનનું સંક્રમણ કરતા હતા ત્યારે તે ગૌતમ ! તે આચાર્ય પાસે ઘણા દિવસની સુધાથી લેવાઈ ગએલા શરીરવાળો, પ્રગટ દાઢાથી ભયંકર યમરાજા સરખો ભય પમાડતો પ્રલયકાળની જેમ ઘોર રૂપવાળો કેસરીસિંહ આવી પહોંચ્યો. મહાનુભાગ ગચ્છાધિપતિએ ચિંતવ્યું કે જો જલ્દી જલ્દી ઉતાવળ કરીને ચાલે તો આ સિંહના પંજામાંથી ચુકી જવાય અને બચી શકાય, પરન્તુ ઉતાવળથી ચાલવામાં અસંયમ થાય, ભગવંતની આજ્ઞાની વિરાધના થાય. શરીરનો નાશ થાય તે સારું પણ અસંયમમાં પ્રવૃત્તિ કરવી સારી નથી. એમ ચિંતવીને વિધિથી પાછા ફરેલ શિષ્યોને જેનો વેષ ઝૂંટવી લીધો હતો તે વેષ તેને આપીને નિષ્પતિકમી શરીરવાળા તે ગચ્છાધિપતિ પાદપોપગમન અણસણ સ્વીકારીને ત્યાં ઉભા રહ્યા. પેલો શિષ્ય પણ તેજ પ્રમાણે રહ્યો. હવે તે સમયે અત્યંત વિશુદ્ધ અંતઃ કરણવાળા પંચમંગલનું સ્મરણ કરતા શુભ અધ્યવસાયપણાના યોગે તે બન્નેને હે ગૌતમ ! સિંહે મારી નાખ્યા એટલે તે બન્ને અંતકત કેવલી થયા. આઠે પ્રકારના મલકલંકથી રહિત થએલા તેઓ સિદ્ધ થયા. હવે પેલા ૪૯૯ સાધુઓ તે કર્મના દોષથી જે પ્રકાના દુઃખનો અનુભવ કરતા હતા અને વળી અનુભવશે તેમજ અનંતસંસાર સાગરમાં પરિભ્રમણ કરશે તે સર્વવૃતાન્ત અનંત કાલે પણ કહેવા કોણ સમર્થ છે? હે ગૌતમ ! તે પેલા ૪૯૯ કે જેઓએ ગુણયુક્ત મહાનુભાગ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આરાધના ન કરી તે અનંત સંસારી થયા. [૮૧૯] હે ભગવંત ! શું તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું કે આચાર્યની Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ મહાનિસીહ-પI-I૮૧૯ આજ્ઞાનું? હે ગૌતમ ! આચાર્યો ચાર પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે નામ આચાર્ય, સ્થાપના આચાર્ય દ્રવ્ય આચાર્ય અને ભાવાચાર્ય. તેમાં જે ભાવાચાર્ય છે તે તીર્થંકર સમાન જાણવા તેમની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. [૮૨૦] હે ભગવંત! તે ભાવાચાર્ય ક્યારથી કહેવાય? હે ગૌતમ ! આજે દીક્ષિત થયો હોય છતાં પણ આગમવિધિથી પદે પદને અનુસરીને વતવિ કરે તે ભાવાચાર્ય કહેવાય. જેઓ વળી સો વર્ષના દીક્ષિત હોવા છતાં પણ વચન માત્રથી પણ આગમને બાધા કરે છે તેઓનો નામ અને સ્થાપના આચાર્યમાં નિયોગ કરવો. ' હે ભગવંત ! આચાર્યોને કેટલું પ્રાયશ્ચિત લાગે? જે પ્રાયશ્ચિત એક સાધુને આવે તે પ્રાયશ્ચિત આચાર્ય કે ગચ્છના નાયક, પ્રવતનીને સત્તર ગણુ આવે. જો શીલનું ખંડન થાય તો ત્રણ લાખ ગણું. કારણકે તે અતિદુષ્કર છે પણ સહેલું નથી. માટે આચાર્યોએ અને ગચ્છના નાયકોએ પ્રવતિનીએ પોતાના પચ્ચકખાણનું બરાબર રક્ષણ કરવું. અસ્મલિત શિલવાળા થવું. [૨૦] હે ભગવંત! જે ગુરુ અણધાર્યા ઓચિંતા કારણે કોઈ તેવા સ્થાનમાં ભૂલ કરે, અલના પામે તેને આરાધક ગણવા કે કેમ ! હે ગૌતમ મોટા ગુણોમાં વર્તતા હોય તેવા ગુરૂ અખ્ખલિત શીલયુક્ત અપમાદી આળસ વગરના સર્વ પ્રકારના આલંબનોથી રહિત, શત્રુ અને મિત્ર પક્ષમાં સમાન ભાવવાળા, સન્માર્ગના પક્ષપાતી ધર્મોપદેશ આપનાર, સદ્ધર્મયુક્ત હોય તેથી તેઓ ઉન્માર્ગના દેશક અભિમાન કરવામાં રક્ત બને નહિં સર્વથા સર્વ પ્રકારે ગુરુઓનો અપ્રમત્ત બનવું જોઈએ પણ પ્રમત્ત ન બનવું. જો કોઈ પ્રમાદી બનેતો તે અત્યન્ત ખરાબ ભાવી અને અસુંદર લક્ષણવાળા સમજવા, એટલું જ નહિ પણ ન દેખવા લાયક મહાપાપી છે, એમ માનવું. જો તે સમ્યકત્વના બીજવાળા હોય તો તે પોતાને દુશ્ચરિત્રને જે પ્રમાણે બન્યું હોય તે પ્રમાણે પોતાના કે બીજાના શિષ્ય-સમુદાયને કહે કે – હું ખરેખર દુરંત પંત લક્ષણવાળો, ન જોવા લાયક, મહાપાપ કર્મ કરનાર છું. હું સખ્ય માર્ગને નાશ કરનાર થયો છું. એમ પોતાની નિંદા કરીને ગુરુ સાક્ષીએ ગહ કરીને તેની આલોચના કરીને જે પ્રમાણે શાસ્ત્રમાં કહેલું હોય તે પ્રમાણે પ્રાયશ્ચિતનું સેવન કરી આપે તો તે કંઈક આરાધક થાય. જો તે શલ્ય વગરનો, માયા કપટ રહિત હોય તો, તેવો આત્મા સન્માર્ગથી ચૂકી નહિં જાય. કદાચ સન્માર્ગથી ભ્રષ્ટ થાય તો તે આરાધક ન થાય. [૮૨૫] હે ભગવંત! કેવા ગુણ યુક્ત ગુરુ હોયતો તેના વિષે ગચ્છનો નિક્ષેપ કરી શકાય ? હે ગૌતમ ! જેઓ સારાવ્રતવાળા, સુંદર શીલવાળા, વૃઢવ્રતવાળા દ્રઢચારિત્રવાળા, આનંદિત શરીરના અવયવવાળા, પૂજા કરવા યોગ્ય, રાગ રહિત, દ્વેષ રહિત, મોટા મિથ્યાત્વરૂપ મલના કલંકો જેના ચાલ્યા ગયા છે તેવાં, જેઓ ઉપશાંત હોય, જગતની સ્થિતિને સારી રીતે જાણેલી હોય, અતિ મહાન વૈરાગ્યમાં લીન થએલા હોય, જેઓ સ્ત્રીકથા કરવાના વિરોધી હોય, જેઓ ભોજન વિષયક કથાના પ્રત્યેનીક હોય, જેઓ ચોર વિષયક કથા કરવાના શત્રુ હોય, જેઓ રાજ કથા કરવાના વિરોધિ હોય. જેઓ દેશ કથા કરવાના વિરોધિ હોય, જેઓ અત્યન્ત અનુકંપા કરવાના સ્વભાવવાળા હોય, જેઓ પરલોકના નુકશાન કરનાર એવા પાપકાર્યો કરવાથી ડરનારા હોય, જેઓ કુશીલના વિરોધી હોય, શાસ્ત્રના રહસ્યના જાણકાર હોય, ગ્રહણ કરેલા શાસ્ત્રમાં Page #314 -------------------------------------------------------------------------- ________________ અધ્યય-૫ ૩૧૧ સારવાળા, રાતદિવસના દરેક સમયે ક્ષમા આદિ અહિંસા લક્ષણવાળા દશ પ્રકારના શ્રમણ ધર્મમાં રહેલા હોય, જેઓ રાત્રિ-દિવસ દરેક સમયે બાર પ્રકારના તપમાં ઉદ્યમવાળા હોય, નિરંતર પાંચસમિતિ અને ત્રણગુપ્તીઓમાં ઉપયોગવાળા હોય, જેઓ પોતાની શકતી અનુસાર અઢારહજાર શીલાંગોને આરાધતા હોય, જેઓ પોતાની શક્તિ અનુસાર ૧૭ પ્રકારના સંયમની વિરાધના ન કરતા હોય, જેઓ ઉત્સર્ગ માર્ગની રુચિવાળા હોય, તત્ત્વની રુચિવાળા હોય, જેઓ શત્રુ અને મિત્ર બન્ને પક્ષ પ્રત્યે સમાન ભાવવાળા હોય, જેઓ ઈહલોક-પરલોક આદિ સાત પ્રકારના ભય સ્થાનથી વિપ્રમુક્ત હોય, આઠ પ્રકારના મદ સ્થાનનો જેમણે સર્વથા ત્યાગ કરેલો હોય, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધનાના ભયવાળા હોય, જેઓ બહુ શ્રુતજ્ઞાન ધારણ. કરનારા હોય, આય કુળમાં જન્મેલા હોય, ગમે તેવા પ્રસંગમાં દીનભાવ વગરના હોય, ક્રોધ ન કરનારા હોય, આળસ વગરનાં અપ્રમાદી હોય, સંયતીવર્ગ (ની બીન જરૂરી અવર જવર)ના વિરોધી હોય, નિરંતર સતત ધર્મોપદેશ આપનારા હોય, સતત ઓધસમાચારીની પ્રરૂપણા કરનારા હોય, સાધુપણાની મર્યાદામાં વર્તનારા હોય, અસમાચારીના ભયવાળા હોય, આલોયણા યોગ્ય પ્રાયશ્ચિત દાન આપવા સમર્થ હોય, જેઓ વંદન મંડલીની, પ્રતિક્રમણ મંડલીની, સ્વાધ્યાય મંડલીની વ્યાખ્યાન મંડલીની યોગોના ઉદ્દેશ મંડલીની યોગોની ક્રિયામાં આવતા સમુદેશ મંડલીના પ્રવ્રજ્યા વિધિની વિરાધનાના જાણકાર હોય, જેઓ વડી દીક્ષા- ઉપસ્થાપનાની યોગની ક્રિયામાં ઉદ્દેશસમુદ્દેશ અનુજ્ઞાની વિરાધનાના જાણનાર હોય. જેઓ કાલ-ક્ષેત્ર-દ્રવ્ય-ભાવ તે સિવાયના બીજા ભાવનાન્તરોના જાણનાર હોય. જેઓ કાલ ક્ષેત્ર દ્રવ્ય ભાવના આલંબન કારણ-બહાનાથી વિપ્રમુક્ત હોય, જેઓ બાળ સાધુ, વૃદ્ધ સાધુ, બિમાર નવદિક્ષિત સાધમિક સાધુ-સાધ્વી સમુદાય વગેરેને સંયમમાં પ્રવતવિવામાં કુશલ હોય. જેઓ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ વગેરે ગુણોની પ્રરૂપણા કરનારા હોય, જેઓ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ગુણોને વહેતા-પાલતા હોય, ધારણ કરનારા હોય, પ્રભાવના કરનારા હોય, જેઓ દ્રઢ સમ્યકત્વવાળા, જેઓ સતત પ્રયત્ન કરે તો પણ ખેદ ન પામનારા હોય, જેઓ ધીરજવાળા હોય, ગંભીર હોય. અતિશય સૌમ્ય લેશ્યાવાળા હોય, જેઓ સૂર્યની જેમ તપના તેજથી કોઈથી પરાભવ ન પામે તેવા હોય, પોતાના શરીરનો નાશ થાય તો પણ છકાયના જીવોનો સમારંભ નહિં કરનારા, જેઓ તપ-શીલ-દાન-ભાવનારૂપ ચારપ્રકારના ધર્મના અંતરાય કરવામાં ભય રાખનારા, જેઓ સર્વ પ્રકારની આશાતનાથી ડરનારા, જેઓ ઋદ્ધિગારવ, રસગારવ, શાતાગારવ, રૌદ્ર અને આર્તધ્યાનથી વિપ્રમુક્ત થએલા, જેઓ સર્વ આવશ્યક ક્રિયાઓ કરવામાં ઉદ્યમી, જેઓ વિશેષ પ્રકારની લબ્ધિવાળા છે. જેઓને અણધાર્યો અકસ્માતું તેવો પ્રસંગ આવપડે કોઈની પ્રેરણા થાય, કોઈક આમંત્રણ કરે તો પણ અકાયચરણ ન કરે જે બહુ નિન્દ્રા કરનારા ન હોય, બહુ ભોજન કરનારા ન હોય, સર્વ આવશ્યક સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિમાં, અભિગ્રહ, ઘોર પરિષહઉપસર્ગમાં પરિશ્રમને જીતનાર હોય, જે ઉત્તમ પાત્રને સંગ્રહ કરવાના સ્વભાવવાળા હોય, અપાત્રને પરઠવવાની વિધિનો જાણકાર, અખંડિત દેહવાળા, જેઓ પરમત અને સ્વમતતા શાસ્ત્રોના સારા જાણકાર હોય, જેઓ ક્રોધ, માન, માયા, લોભ, મમત્ત્વબુદ્ધિ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ મહાનિસીહ-૫-૮૨૧ અતિહાસ્ય, કથા કરવી, ક્રીડા, કંદર્પ સ્વામીભાવથી સર્વથા મુક્ત થએલા, ધર્મકથા કરનાર, સંસારવાસ, વિષયાભિલાષાવગેરેમાં વૈરાગ્ય ઉત્પન્ન કરનાર ભવ્યાત્માઓને, પ્રતિબોધ કરનાર, ગચ્છનો ભાર સ્થાપન કરવા યોગ્ય, તેઓ ગણના સ્વામી છે. ગણને ધારણ કરનારા, તીર્થસ્વરૂપ, તીર્થ કરનારા, અહંન્ત, કેવલી, જિન, તીર્થની પ્રભાવના કરનારા, વંદનીય, પૂજનીય, નમંસણીય (નમસ્કાર કરવા યોગ્ય) છે, દર્શનીય છે. પરમ પવિત્ર, પરમ કલ્યાણ સ્વરૂપ છે, તેઓ પરમ મંગલરૂપ છે, તેઓ સિદ્ધિ (ના કારણો છે. મુક્તિ છે. મોક્ષ છે. શિવ છે. રક્ષણ કરનાર છે. તેઓ સન્માર્ગ બતાવનાર છે, સુગતિ આપનાર છે, રક્ષણ કરવા લાયક છે, સિદ્ધ (થનાર) છે, મુક્ત છે, પાર પામેલા છે, દેવ છે, દેવોના પણ દેવ છે, હે ગૌતમ ! આવા પ્રકારના ગુણવાળા હોય, તેના વિષે ગણની સ્થાપના કરવી, ગણ સ્થાપના કરાવવી અને ગણ નિક્ષેપ કરણની અનુમોદના કરવી, અન્યથા હે ગૌતમ ! આજ્ઞાનો ભંગ થાય છે. [૮૨૨] હે ભગવંત! કેટલા કાળસુધી આ આજ્ઞા પ્રવેદન કરેલી છે ? હે ગૌતમ જ્યાં સુધી મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાગુણભાગ, શ્રીપ્રભ નામના અણગાર થશે ત્યાં સુધી આજ્ઞા પ્રવર્તશે. હે ભગવન ! કેટલા સમય પછી શ્રી પ્રભ નામના અણગાર થશે? હે ગૌતમ! દુરન્ત પ્રાન્ત-તુચ્છ લક્ષણવાળો ન દેખવા લાયક રૌદ્ર, ક્રોધી, પ્રચંડ, આકરો, ઉગ્રભારી દંડ કરનારા, મયદા વગરનો, નિષ્કણ, નિર્દય, કુર મહાકુર પાપ મતિવાળો અનાર્ય મિથ્યા વૃષ્ટિ, એવો કલ્કિ નામનો રાજા થશે. પાપી એવો તે રાજા ભિક્ષાભ્રમણ કરવાની ઈચ્છાવાળા શ્રી શ્રમણ સંઘને કદર્થના પમાડશે હેરાન કરશે જ્યારે તે કલ્કિ રાજા કદથના કરશે ત્યારે હે ગૌતમ ! જે કોઈ ત્યાં શીલયુક્ત મહાનુભાવ અચલિત સત્ત્વવાળા, તપસ્વી, અણગારો હશે. તેઓનું વજ જેમના હાથમાં છે એવા, એરાવણ હાથી ઉપર બેસી ગમન કરનારા સૌધર્મઇન્દ્ર મહારાજા સાનિધ્ય કરશે. એવી રીતે હૈ ગૌતમ ! દેવેન્દ્રોથી વંદિત પ્રત્યક્ષ દેખેલો પ્રમાણવાળો. શ્રી શ્રીમણસંઘ પ્રાણ અર્પણ કરવા તૈયાર થાય છે. પણ પાખંડ ધર્મ કરવા તૈયાર થતા નથી. જેટલામાં હે ગૌતમ! એક બીજાનો સહારો જેને નથી અહિંસા લક્ષણવાળા, ક્ષમાદિ દશ પ્રકારનો જે એકજ ધર્મ છે, એકલાજ દેવાધિદેવ અરિહંત ભગવંત, એક જિનાલય, એજ માત્ર એક વંદનીય, પૂજનીય, સત્કાર કરવાલાયક, સન્માન કરવાલાયક, મહાયશમહાસત્ત્વવાળા, મહાનુભાગ જેને છે એવા, વૃઢ-શિલ-વ્રત-નિયમોને ધારણ કરનાર તપોધનસાધુ હતા. તે સાધુ ચંદ્ર સમાન સૌમ્ય-શીતલ લેશ્યાવાળા, સૂર્યની જેમ ઝળહળતી તપની તેજ રાશિ સરખા, પૃથ્વીની જેમ પરિષહ - ઉપસર્ગો સહન કરવા સમર્થ, મેરુ પર્વત માફક અડોલ, અહિંસાદિ લક્ષણવાળા, ક્ષમાદિ દશ પ્રકારના ધર્મને વિષે રહેલા, તે મુનિવર સારા શ્રમણોનો સમુદાયથી પરિવરેલા હતા, વાદળા વગરનું સ્વચ્છ આકાશ હોય તેમાં શરદ પૂર્ણિમાનો નિર્મલ ચંદ્ર જેમ અનેક ગ્રહ નક્ષત્રથી પરિવરેલો હોય તેવો ગ્રહપતિ ચંદ્ર જેમ અધિક શોભા પામે છે તેમ આ શ્રીપ્રભ નામના અણગાર ગણ સમુદાય વચ્ચે અધિક શોભા પામતા હતા. હે ગૌતમ ! આ શ્રીપ્રભ અણગારે આટલા કાળસુધી આ આજ્ઞાનું પ્રવેદન કર્યું. [૮૨૩-૮૨૪] હે ભગવંત ! ત્યાર પછીના કાળમાં શું બન્યું? હે ગૌતમ ! ત્યાર પછીતો પડતા કાલ સમયમાં જે કોઈ આત્મા છે છ કાય જીવના સમારંભનો ત્યાગ Page #316 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૩૧૩ કરનાર હોય, તે ધન્ય, પૂજ્ય, વંદનીય, નમસ્કરણીય, સુંદર જીવન જીવનાર ગણાય છે. હે ભગવંત! સામાન્ય પૃચ્છામાં આ પ્રમાણે યાવતું શું કહેવું? હે ગૌતમ ! અપેક્ષાએ કોઈક આત્મા યોગ્ય છે. અને અપેક્ષાએ કોઈ (પ્રવ્રજયા માટે) યોગ્ય નથી. હે ભગવંત! કયા કારણથી એમ કહેવાય છે ? હે ગૌતમ! સામાન્યથી જેઓને પ્રતિષેધેલા હોય અને સામાન્યથી જેઓને પ્રતિષેધેલા ન હોય, આ કારણથી એમ કહેવાય છે કે એક યોગ્ય છે અને એક યોગ્ય નથી. તો હે ભગવંત ! એવા કયા-કેટલા છે કે જેમને સામાન્યથી પ્રતિષેધેલા છે ? અને ક્યા-કેટલા એવા છે કે જેઓને સામાન્યથી પ્રતિષેધેલા નથી. હે ગૌતમ ! એક એવા છે કે જે વિરુદ્ધ છે અને એક વિરુદ્ધ નથી. જે વિરુદ્ધ હોય તેનો પ્રતિષેધ કરાય છે. જે વિરુદ્ધ નથી તેનો પ્રતિષેધ કરાતો નથી. હે ભગવંત! કયા વિરુદ્ધ અને ક્યા અવિરુદ્ધ છે? હે ગૌતમ! જેઓ જે દેશમાં દુર્ગછા કરવા યોગ્ય હોય, જે જે દેશમાં દુગંછિત હોય, જે દેશમાં પ્રતિષેધેલ હોય તેને દેશોમાં વિરદ્ધ છે. જે કોઈ જે દેશોમાં દુગુંછનીય નથી તે તે દેશમાં પતિષિધ્ય નથી તેને દેશમાં વિરુદ્ધ નથી હે ગૌતમ ! ત્યાં છે, જે દેશમાં વિરુદ્ધ ગણાતા હોયતો તેને પ્રવજ્યા ન આપવી જે કોઈ જે જે દેશમા વિરુદ્ધ ન ગણાતાં હોયતો ત્યાં તેને પ્રવજ્યા આપી શકાય. હે ભગવંત! કયા દેશમાં કોણ વિરુદ્ધ અને કોણ વિરુદ્ધ ન ગણાય ? હે ગૌતમ ! જે કોઈ પુરુષ અગર સ્ત્રીરાગથી અથવા દ્વેષથી, પશ્ચાત્તાપથી, ક્રોધથી, લોભથી, શ્રમણને શ્રાવકને માતાને પિતાને, ભાઈને, બહેનને, ભાણેજને, પુત્રને, પૌત્રને, પુત્રીને, ભત્રીજાને, પુત્રવધુને, જમાઈરાજને પત્નીને, ભાગીદારને, ગોત્રિયને સજાતિને, વિજાતિને સ્વજનવાળાને, ઋદ્ધિવગરનાને, સ્વદેશીને, પરદેશીને, આર્યન, પ્લેચ્છને, મારી નાખે કે, મરાવી નાખે, ઉપદ્રવ કરેકે ઉપદ્રવ કરાવે, તે પ્રવજ્યા માટે અયોગ્ય છે. તે પાપી છે, તે નિંદિત છે. ગહણીય છે. દુર્ગછા કરવા યોગ્ય છે. તે દીક્ષા માટે પ્રતિષેધાએલો છે. તે આપત્તિ છે. વિદ્ધ છે. અપયશ કરાવનાર છે, અપકીર્તિ અપાવનાર છે, ઉન્માર્ગ પામેલો છે, તે અનાચારી છે, રાજ્યમાં પણ જે દુષ્ટ હોય, એવા જ બીજા કોઈ વ્યસનથી પરાભવિત થએલો, હોય, અતિસંકિષ્ટિ પરિણામવાળો હોય, તેમજ અતિ સુધાલુ હોય, દેવાદાર હોય, જાતિ કુલ શીલ અને સ્વભાવ જેના ન જાણેલા હોય, ઘણા વ્યાધિ વેદનાથી વ્યાપેલા શરીરવાળા તેમજ રસમાં લોલુપી હોય. ઘણી નિદ્રા કરનાર હોય, વળી કથા કરનાર-હાસ્ય ક્રીડા કંદર્પ નાહવાદ-સ્વામી પણાનો ભાવ હુકમ કરનાર તેમજ ઘણા કુતુહલી સ્વભાવાળો હોય, ઘણા હલકા વર્ગ કે પ્રેષ્ય જાતિનો હોય, મિથ્યાદ્રષ્ટિ કે શાસન વિરોધી કુળમાં જન્મેલો હોય, તેવા કોઈને જે કોઈ આચાર્ય, ગચ્છનાયક, ગીતાર્થ કે અગીતાર્થ, આચાર્યના ગુણ યુક્ત કે ગચ્છના નાયકના ગુણયુક્ત હોય, ભવિષ્યના આચાર્ય કે ભવિષ્યના ગચ્છનાયક થવાવાળા હોય તે શિષ્ય) લોભથી ગારવથી બસોગાઉની અંદર પ્રવજ્યા આપે તો તે હે ગૌતમ ! પ્રવચનની મર્યાદાને ઉલ્લંઘન કરનાર, પ્રવચનનો વિચ્છેદ કરનાર, તીર્થનો વિચ્છેદ કરનાર, સંઘનો વિચ્છેદ કરનાર થાય છે. વળી તે વ્યસનથી પરાભવિત થએલ સરખો છે પરલોકના નુકશાનને ન દેખનારો, અનાચાર પ્રવર્તક, અકાર્ય કરનાર છે. તે પાપી, અતિપાપી, મહાપાપીમાં પણ ચડીયાતો છે. હે ગૌતમ! ખરેખર તે અભિગૃહિત, ચંડ, રૌદ્ર કુર મિથ્યાવૃષ્ટિ સમજવો. Page #317 -------------------------------------------------------------------------- ________________ મહાનિસીહ – ૫/૮૨૫ [૮૨૫] હે ભગવંત ! કયા કારણથી એમ કહેવાય છે ? હે ગૌતમ ! આચારમાં મોક્ષમાર્ગ છે પણ અનાચારમાં મોક્ષમાર્ગ નથી. આ કારણથી એમ કહેવાય છે. હે ભગવંત ! કયા આચારો છે અને કયા અનાચારો છે ? હે ગૌતમ ! પ્રભૂની આજ્ઞા અનુસાર વર્તવું તે આચાર તેના પ્રતિપક્ષભૂત આજ્ઞાનુસાર ન વર્તવું તે અનાચાર કહેવાય. તેમાં જેઓ આજ્ઞાના પ્રતિપક્ષભૂત હોય તે એકાંતે સર્વ પ્રકારે સર્વથા વર્જવા લાયક છે. જેઓ વળી આજ્ઞાના પ્રતિપક્ષભૂત નથી તેઓ એકાંતે સર્વ પ્રકારે સર્વથા આચરવા યોગ્ય છે. તથા હે ગોતમ ! જો કોઈ એવો જણાયકે આ શ્રમણપણાની વિરાધના કરશે તો તેનો સર્વથા ત્યાગ કરવો. ૩૧૪ [૮૨૬] હે ભગવંત ! તેની પરીક્ષા કેવી રીતે કરવી ? હે ગૌતમ ! જે કોઈ પુરુષ કે સ્ત્રીઓ શ્રમણપણું અંગીકાર કરવાની અભિલાષાવાળા (આ દીક્ષાના કષ્ટથી) કંપવા કે થરથરવા લાગે, બેસવા માંડે, વમન કરે, પોતાના કે બીજાના સમુદાયની આશાતના કરે, અવર્ણવાદ બોલે, સંબંધકરે, તેવા તરફ ચાલવા માંડે, અથવા અવલોકન કરે, તેના તરફ જોયા કરે, વેશ ખેંચી લેવા માટે કોઈ હાજર થાય, કોઈ અશુભ ઉત્પાત કે ખરાબ નિમિત્ત અપશુકન થાય, તેવાને ગીતાર્થ આચાર્ય, ગચ્છાધિપતિ કે બીજા કોઈ નાયક અતિનિપુણતાથી નિરૂપણ કરીને સમજાવે કે આવા આવા નિમિત્તો જેને માટે થાય તો તેને પ્રવજ્યા આપી શકાતી નથી. જો કદાચ પ્રવજ્યા આપેતો મોટો વિપરીત આચરણ ક૨ના૨વિરોધી બને છે. સર્વથા નિર્ધર્મ ચારિત્રને દૂષિત કરનાર થાય. તે સર્વ પ્રકારે એકાંતે અકાર્ય કરવા માટે ઉદ્યત થએલા ગણાય. તેવા પ્રકારનો તે ગમે તેમ શ્રુતઅ થવા વિજ્ઞાનનું અભિમાન કરનાર થાય. ઘણારૂપ બદલનારો થાય. [૮૨૭-૮૩૦] હે ભગવંત ! તે બહુરૂપો કોને કહેવાય ? જે શિથિલ આચારવાળો હોય તેવો ઓસન કે કઠણ આચાર પાળનાર ઉદ્યત વિહારી બની તેવો નાટક કરે. ધર્મ રહિત કે ચારિત્રમાં દૂષણ લગાડનાર હોય તેવો. નાટક ભૂમિમાં વિવિધ વેશ ધારણ કરે તેના જેવો ચારણ કે નાટકીયો થાય, ક્ષણમાં રામ, ક્ષણમાં લક્ષ્મણ ક્ષણમાં દશમસ્તકવાળો રાવણ થાય, વળી વિકરાળ કાન, આગળ દાંત નિકળેલા હોય, વૃદ્ધાવસ્થા યુક્ત ગાત્રવાળો, નિસ્તેજ ફિક્કા નેત્રવાળો, ઘણા પ્રપંચ ભરેલો વિદુષક હોય તેમ વેષ બદલતો, ક્ષણવારમાં તિર્યંચ જાતિના વાનર, હનુમાન કે કેસરીસિંહ થાય. આવા બહુરૂપી, વિદૂષક કરે તેમ બહુરૂપ કરનારો થાય. એવી રીતે હે ગૌતમ ! કદાચિત્ ભૂલચુક કે સ્ખલનાથી કોઈક અસતિને દીક્ષા અપાઈ ગઈ હોય તો પછી તેને દુર સુધીના માર્ગની વચ્ચે આંતરો રાખવો. નજીક સાથે ન ચાલવું. પાસે ન રાખવી. તેની સાથે આદરથી વાતચીત ન કરવી. તેની પાસે પાત્ર માત્રક કે ઉપકરણો ન પડીલહેરાવવા, તેને ગ્રન્થ શાસ્ત્રોના ઉદ્દેશો ન કરાવવા. કે અનુજ્ઞા ભણવાની ન આપવી. તેની સાથે ગુપ્ત રહસ્યની મંત્રણા ન કરવી. હે ગૌતમ ! કહેલા દોષથી રહિત હોય તેને પ્રવજ્યા આપવી. તેમજ હે ગૌતમ ! મ્લેચ્છ દેશમાં જન્મેલાને અનાર્યને દીક્ષા ન આપવી. એ પ્રમાણે વેશ્યા પૂત્રને દીક્ષા ન આપવી, વળી ગણીકાને દીક્ષા ન આપવી, તેમજ નેત્ર રહિતને, હાથ પગ કપાએલા હોય, ખંડિત હોય તેને તથા છેદાએલા કાન નાસિકાવાળા હોય, કોઢ રોગવાળાને, શરીરમાંથી પરું ઝરતું હોય, શરીર સડતું હોય. પગે લંગડો હોય, ચાલી શકતો ન હોય, Page #318 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૩૧૫ મૂંગો, બહેરો, અત્યંત ઉત્કટ કષાયવાળાને, તથા ઘણા પાખંડીઓના સંસર્ગ કરનારાને, એ પ્રમાણે સજ્જડ રાગ દ્વેષ મોહ મિથ્યાત્વના મલથી લેવાયેલા હોય, વળી પુત્રનો ત્યાગ કરનાર, પુરાણા-ખોખલા ગુરૂઓ તેમજ જિનાલય-ઘણા દેવ-દેવીઓના સ્થાનકની આવકને ભોગવનારા હોય, કુંભાર હોય, તેમજ નટ, નાટકીયો, મલ્લ, ચારણ, શ્રુત ભણવામાં જડ બુદ્ધિવાળો, પગ અને હાથ કામ ન આપતા હોય, સ્થૂલ શરીરવાળો હોય તેને પ્રવજ્યા ન આપવી. એવી રીતે નામ વગરના, બળહીન, જાતિહીન, નિંદીત કુલહીન, બુદ્ધહીન, પ્રજ્ઞાહીન, ગામનો મુખી, તેમનો પુત્રકે બીજા તેવા પ્રકારના અધમ જાતિવાળા, જેના કુલ અને સ્વભાવ જાણેલા હોય તેવાને દીક્ષા ન આપવી કે પ્રવજ્યા ન આપવી. આ પદો કે આ સિવાયના બીજા પદોમાં અલના થાય. ઉતાવળ થાય તો દેશોન પૂર્વક્રોડ વર્ષોના તપથી તે દોષની શુદ્ધિ થાય કે ન પણ થાય. [૮૩૧-૮૩૨] જે પ્રમાણે શાસ્ત્રમાં કરેલ છે તે પ્રમાણે ગચ્છની વ્યવસ્થા યથાર્થ પાલન કરીને કર્મરૂપરજના મેલ અને કલેશથી મુક્ત થએલા અનંતાઆત્માઓ મુક્તિપદને પામ્યા છે. દેવો અસુરો અને જગતના મનુષ્યોથી નમન કરાએલા. આ ભૂવનમાં જેમનો અપૂર્વ પ્રગટ યશ ગવાયો છે કેવલી તીર્થંકર ભગવંતે કહ્યા પ્રમાણેના ગુણમાં રહેલા, આત્મપરાક્રમ કરનારા, ગચ્છાધિપતિઓ અનેક મોક્ષ પામે છે અને પામશે. [૮૩૩] હે ભગવંત ! જે કોઈ નહિ જાણેલા શાસ્ત્રના સભાવવાળા હોય તે વિધિથી કે અવિધિથી કોઈ ગચ્છના આચારોકે મંડલીધર્મના કે મૂળ કે છત્રીશ પ્રકારના ભેટવાળા જ્ઞાન-દર્શન-ચારિત્ર તપ અને વીર્યના આચારોને મનથી કે વચની કે કાયાથી કોઈપણ પ્રકારે કોઈ પણ આચાર-સ્થાનમાં કોઈ ગચ્છાધિપતિ કે આચાર્ય કે જેઓના અંતઃકરણમાં વિશુદ્ધ પરિણામ હોવા છતાં વારંવાર ચુકી જાય. સ્કૂલના પામે કે પ્રરૂપણા કરે અથવા વર્તન કરે તો તે આરાધક કે અનારાધક ગણાય ? હે ગૌતમ ! અનારાધક ગણાય. હે ભગવંત! કયા કારણથી એમ કહેવાય છે ? હે ગૌતમ! જે આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાન મહાપ્રમાણ અને અંત વગરનું છે. જેની આદિ નથી કે નાશ નથી, સદૂભૂત. પદાર્થોની સિદ્ધિ કરી આપનાર, અનાદિથી સારી રીતે સિદ્ધ થએલ છે. તે જેઓ દેવેન્દ્રોને પણ વંદનીય છે એવા અતુલ બેલ વીર્ય, અસાધારણ સત્ત્વ, પરાક્રમ, મહાપુરુષાર્થ, કાંતિ તેજ, લાવણ્ય, રૂપ, સૌભાગ્ય, અતિશય કળાઓનાં સમૂહથી સમૃદ્ધિથી શોભિત. અનંતજ્ઞાની. પોતાની મેળે પ્રતિબોધ પામેલા જિનવરો તથા અનંતઅનાદિ સિદ્ધો વર્તમાન સમયે સિદ્ધ થતા, બીજા નજીકના કાળમાં સિદ્ધિ પામનારા એવા અનંતા જેમનાનામ સવારના પહોરમાં ગ્રહણ કરવા યોગ્ય છે, મહાસત્ત્વવાળા, મહાનુભાગ, ત્રણે ભૂવનમાં એક તિલક સમાન, જગતમાં શ્રેષ્ઠ, જગતના એક બંધુ, જગતના, ગુરુ, સર્વજ્ઞ સર્વ જાણનારા, સર્વ દેખનારા, શ્રેષ્ઠ ઉત્તમ ધર્મતીર્થ પ્રવતવનાર, અરિહંત ભગવંતો ભૂત, ભવિષ્ય આદિ અનાગત વર્તમાન નિખિલ સમગ્ર ગુણો પયયો સર્વ વસ્તુઓનો સભાવ જેણે જાણેલો છે કોઈની પણ સહાય ન લેનારા, સર્વશ્રેષ્ઠ, એકલાં, જેમનો એકજ માર્ગ છે એવા તીર્થકર ભગવંતો તેમણે સૂત્રથી, અર્થથી, ગ્રંથથી, યથાર્થપણે તેની પ્રરૂપણા કરેલી છે, યથાસ્થિતિ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ મહાનિસીહ-૫-૮૩૩ અનુસેવન કરેલું છે. કહેવા લાયક, વાચના આપવા લાયક, પ્રરૂપણા કરવા લાયક, બોલવા લાયક કથન કરવા લાયક, એવા આ બાર અંગો અને તેના અર્થ સ્વરૂપ ગણિપિટરક છે. તે બાર અંગો અને તેના અર્થો તીર્થંકર ભગવંતો કે જેઓ દેવેન્દ્રોને પણ વંદનીય છે, સમગ્ર જગતના સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો સહિત ગતિ આગતિ ઈતિહાસ બુદ્ધિ જીવાદિક તત્ત્વો વસ્તુના સ્વભાવોના સંપૂર્ણજ્ઞાતા છે. તેઓને પણ અલંઘનીય છે. અતિક્રમણીય નથી, અશાતના ન કરવા લાયક છે. વળી આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાન એ સર્વ જગતના જીવો, પ્રાણો, ભૂતો અને સત્ત્વોને એકાંતે હિતકારી, સુખકારી, કર્મનાશ કરવામાં સમર્થ નિઃશ્રેયસ એટલે મોક્ષના કારણરૂપ છે. ભવોભવ સાથે અનુસરણ કરનાર છે. સંસારનો પાર પમાડનાર છે, પ્રશસ્ત, મહાઅર્થથી ભરપૂર છે, તેમાં ફળસ્વરૂપ વગેરે કહેલા હોવાથી મહાગુણ યુક્ત, મહાપ્રભાવશાલી છે, મહાપુરુષોએ જેને અનુસરેલ છે. પરમ મહર્ષિઓએ તીર્થકર ભગવંતોએ ઉપદેશેલી છે. જે દ્વાદશાંગી દુઃખનો ક્ષય કરવા માટે જ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષય કરવા માટે, રાગ, દ્વેષાદિના બંધનોથી મુક્ત થવા માટે, સંસાર-સમુદ્રથી પાર ઉતરવાને માટે સમર્થ છે. એમ હોવાથી તે દ્વાદશાંગીને અંગીકાર કરીને વિચરીશ. એ સિવાય બીજાનું મારે પ્રયોજન નથી. તેથી હે ગૌતમ! જે કોઈએ શાસ્ત્રનો સભાવ ન જાણેલો હોય, કે શાસ્ત્રનો સાર જાણેલો હોય તે, ગચ્છાધિપતિ કે આચાર્ય જેના પરિણામ અંદરથી વિશુદ્ધ હોય તો પણ ગચ્છના આચારો, મંડલીના ધર્મો, છત્રીશ પ્રકારના જ્ઞાનાદિકના આચારો યાવતું આવશ્યકાદિક કરણીય કે પ્રવચનના સારને વારંવાર ચૂકે, સ્કૂલના પામે, અથવા આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનને વિપરીત રૂપે પ્રચારે, જે કોઈ આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનની અંદર ગૂંથેલા અને અંદર રહેલા એક પદ કે, અક્ષરને વિપરીત રૂપે પ્રચાર કરે-આચારે તે ઉન્માર્ગ દેખાડનારો સમજવો. જે ઉન્માર્ગ દેખાડે તે અનારાધક થાય, આ કારણથી એમ કહેવાય છે કે હે ગૌતમ! તે એકાંતે અનારાધક છે. [૩૪] હે ભગવંત! એવા કોઈ (આત્મા) થશે કે જે આ પરમ ગુરુનું અલંઘનીય પરમ શરણ કરવા લાયક સ્કૂટ-પ્રગટ, અતિ પ્રગટ, પરમ કલ્યાણરૂપ, સમગ્ર આઠ કમ અને દુઃખનો અંત કરનાર જે પ્રવચન-દ્વાભાંગીરૂપ શ્રુતજ્ઞાન તેને અતિક્રમે અથવા પ્રકષપણે અતિક્રમણ કરે, લંઘન કરે, ખંડિત કરે, વિરાધના કરે, આશાતના કરે, મનથી, વચનથી કે કાયાથી અતિક્રમણ વગેરે કરી અનારાધક થાય? હે ગૌતમ ! અનંતો કાળ વર્તતા હવે દશ અચ્છેશ થશે. તેવામાં અંસખ્યાતા અભવ્યો, અસંખ્યાતામિથ્યાવૃષ્ટિ, અસંખ્યાતાઆશાતનાકરનારા, દ્રવ્ય લિંગમાં રહીને સ્વચ્છંદતાથી પોતાની મતિકલ્પના અનુસાર દંભથી સત્કાર કરાવશે, સત્કારતી અભિલાષા રાખશે, આ ધાર્મિક છે એમ કરીને કલ્યાણ ન સમજેલા જિનેશ્વરનું પ્રવચન સ્વીકારશે, તેનો સ્વીકાર કરીને જિહવારસની લોલુપતાથી, વિષયની લોલુપતાથી દુઃખે કરીને દમન કરી શકાય તેવી ઈન્દ્રિયોના દોષથી હંમેશા યથાર્થ માર્ગનો નાશ કરે છે અને ઉન્માર્ગનો ફેલાવો કરે છે. તે કાલે તે સર્વે આતીર્થંકર પરમાત્માનું અલંઘનીય પ્રવચન છે, તેની પણ આશાતના કરવા સુધીના પાપો કરે છે. [૩૫] હે ભગવંત ! અનંતા કાલે કયા દશ અચ્છેશ થશે ! હે ગૌતમ ! તે કાલે આ Page #320 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૩૧૭. દશ અચ્છેશ થશે. તે આ પ્રમાણે :- ૧- તીર્થંકર ભગવંતને ઉપસર્ગો, ૨- ગર્ભનું પલટાવું, ૩- સ્ત્રી તીર્થંકર, ૪- તીર્થંકરની દેશનામાં અભવ્ય, દીક્ષા ન લેનાર ના સમુદાયની પર્ષદા. એકઠી થવી. ૫- તીર્થંકરના સમવસરણમાં ચંદ્ર અને સૂર્યનું પોતાના મૂળ વિમાન સહિત આગમન, ૬- કષ્ણ વાસુદેવ દ્રૌપદીને પાછી લાવવા માટે અપરકંકામાં ગયા ત્યારે શંખધ્વનિના શબ્દથી કુતૂહલથી એક બીજા વાસુદેવને પરસ્પર મળવું થયું, ૭- આ ભરત ક્ષેત્રમાં હરિવંશકુલની ઉત્પત્તિ, ૮- ચમરોત્પાત, ૯- એક સમયમાં ૧૦૮ મોટી કાયાવાળાની સિદ્ધિ, ૧૦- અસંયતોની પૂજા સત્કાર કરાશે. [૮૩૬] હે ભગવંત ! જે કોઈ કોઈ પ્રકારે કદાપિ પ્રમાદ દોષથી પ્રવચન-જૈન શાસનની આશાતના કરે તે શું આચાર્યપદ પામી શકે ખરા? હે ગૌતમ ! જે કોઈ કોઈ પ્રકારે કદાચિતું પ્રમાદ દોષથી વારંવાર ક્રોધ, માન, માયા, કે લોભથી, રાગથી, દ્વેષથી, ભયથી, હાસ્યથી, મોહથી કે અજ્ઞાત દોષથી પ્રવચનના કોઈ પણ બીજા સ્થાનની. આશાતના કરે, ઉલ્લંઘન કરે, અનાચાર, અસમાચારીની પ્રરૂપણા કરે, તેની અનુમોદના કરે અથવા પ્રવચનની આશાતના કરે તે બોધિ પણ ન પામે, પછી આચાર્ય પદ પ્રાપ્તિની વાત જ ક્યાં રહી? હે ભગવંત! શું અભવિ કે મિથ્યાદ્રષ્ટિ આચાર્ય પદ પામે? હે ગૌતમ! પામે, આ વિષયમાં અંગારમર્દક આદિના ઉદાહરણો છે. હે ભગવંત! શું મિથ્યાવૃષ્ટિને તેવા પદ પર સ્થાપન કરી શકાય? હે ગૌતમ! સ્થાપન કરાય. હે ભગવંત ! આ નક્કી મિથ્યાદ્રષ્ટિ છે. એમ કયા ચિહ્નોથી જાણી શકાય ? હે ગૌતમ ! સર્વ સંગથી વિમુક્ત બનવા પૂર્વક જેણે સર્વ સામાયિક ઉચરેલું હોય અને સચિત્ત-પ્રાણ સહિત એવા પદાર્થો અને પાણીનો પરિભોગ કરે, અણગાર ધર્મને અંગીકાર કરીને વારંવાર મદિરા કે તેઉકાયનું સેવન કરે, સેવરાવે કે સેવન કરનારને સારો માની તેની અનુમોદના કરે તથા બ્રહ્મચર્યની કહેલી નવગુપ્તિઓને કોઈ સાધુ કે સાથ્વી તેમાંથી એકનું પણ ખંડન કરે, વિરાધે મન-વચન-કાયાથી ખંડન કરાવે કે વિરાધના કરાવે કે બીજો ખંડન કે વિરાધના કરતો હોય તેને સારો માને, તેની અનુમોદના કરે, તે મિથ્યાવૃષ્ટિ છે. એકલો મિથ્યાવૃષ્ટિ નહિં પરન્તુ આભિગ્રાહિક મિથ્યાવૃષ્ટિ સમજવો. [૮૩૭] હે ભગવંત ! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કોઈક પ્રકારે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિર્ચન્જ પ્રવચનને અન્યથારૂપે-વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેને કેવું ફળ મળે? હે ગૌતમ ! જે સાવધાચાર્યે મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે હે ભગવંત ! તે સાવદ્યાચાર્ય કોણ હતા ? તેણે શું અશુભ ફળ મેળવ્યું. હે ગૌતમ ! આ ઋષભાદિક તીર્થંકરની ચોવીસના પહેલા અનંતો કાળ ગયો તે પહેલા કોઈક બીજી ચોવીસીમાં જેવી હું સાત હાથ પ્રમાણની કાયાવાળો છું તેવી કાયાવાળા, જગતમાં આશ્ચર્યભૂત, દેવેન્દ્રોના સમહૂથી વંદાએલ, શ્રેષ્ઠતર, ધર્મશ્રી નામના છેલ્લા ધર્મ તીર્થંકર હતા. તેમના તીર્થમાં સાત આશ્ચય થયા હતા. હવે કોઈક સમયે તે તીર્થંકર ભગવંત પરિનિવણિ પામ્યા ત્યાર પછી કાલક્રમે અસંતોનો સત્કાર કરાવવા રૂપ આશ્ચર્ય વહેવાનો પ્રારંભ થયો, તે સમયે ત્યાં લોકોની અનુવૃત્તિથી તેમજ મિથ્યાત્વથી આવરિત થએલ, અસંયતોની પૂજા કરવામાં અનુરાગી થએલા ઘણા સમૂહને જાણીને તે કાળે તે સમયે નહિં જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા, ત્રણ ગારવરૂપ મદિરામાં Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ મહાનિસીહ-પી-૮૩૭ મુંઝાએલા, નામ માત્રના આચાર્ય અને ગચ્છનાયકોએ શ્રાવકો પાસેથી ધન મેળવીને દ્રવ્ય એકઠું કરી કરીને હજાર સ્તંભોવાળું ઉચું એવું દરેક મમત્વભાવથી પોતપોતાના નામનું ચેત્યાલય કરાવીને તેઓ દુરંત પંત લક્ષણવાળા અધમાધમી તેજ ચૈત્યાલયોમાં રહેવા સાથે, રક્ષણ કરવા લાગ્યા. તેઓમાં બલવીય પરાક્રમ પુરુષાર્થ હોવા છતાં તે પુરૂષકાર પરાક્રમ બળ વીર્યને છુપાવીને ઉગ્ર અભિગ્રહો કરવા અનિયત વિહાર કરવાનો ત્યાગ કરીને-છોડીને નિત્યવાસનો સાશ્રય કરીને, સંયમ વગેરેમાં શિથિલ થઈને રહેલા હતા. પાછળથી આ લોક અને પરલોકના નુકશાનની ચિંત્તાનો ત્યાગ કરીને, લાંબા કાળનો સંસાર અંગીકાર કરીને તે જ મઠ અને દેવ કુલોમાં અત્યન્ત પરિગ્રહ, બુદ્ધિ, મૂચ્છ, મમત્વકરણ, અહંકાર વગેરે કરીને સંયમ માર્ગમાં પાછા પડેલા પરાભવિત થયા પછી પોતે વિવિધ પુષ્પોની માળા આદિથી (ગ્રહસ્થોની જેમ) દેવાર્શન કરવા ઉદ્યમશીલ બનવા લાગ્યા. જે વળી શાસ્ત્રના સારભૂત શ્રેષ્ઠ એવું સર્વજ્ઞનું વચન છે, તેને અતિશય - ઘણાંજ દુરથી ત્યાગ કર્યું. તે આ પ્રમાણે સર્વે જીવો, સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે સત્ત્વો ન હણવા, તેમને વેદના ઉત્પન્ન ન કરવી. તેમને પરિતાપ ન પમાડવા, તેને ગ્રહણ ન કરવા, અથતિ, પકડીને પૂરવા નહીં. તેમની વિરાધના ન કરવી, તેમની કિલામણા ન કરવી. તેમને ઉપદ્રવ ન કરવાં, સૂક્ષ્મ બાદર, ત્રસકે સ્થાવર, પર્યાપ્ત, અપર્યાપ્તા, એકેન્દ્રિય, જે કોઈ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, જે કોઈ ચઉરિન્દ્રિય જીવો હોય, પંચેન્દ્રિય જીવો હોય તે સર્વે ત્રિવિધ-ત્રિવિધ મન-વચન-કાયાથી માર મારવા નહિં, મરાવવા નહીં મારતાને સારા માનવાં નહીં- તેની અનુમોદના કરવી નહીં, આવી પોતે સ્વીકારેલી મહાવ્રતની પ્રતિજ્ઞા પણ ભૂલી ગયા. વળી હે ગૌતમ! મૈથુન એકાંતે કે નિશ્ચયથી કે દ્રઢપણે તેમ જ જળ અને અગ્નિનો સમારંભ સર્વથા સર્વ પ્રકારે મુનિ સ્વયં વર્ષે. આવા પ્રકારનો ધર્મ ધ્રુવ, શાશ્વત, નિત્ય છે, એમ લોકોના ખેદ-દુઃખને જાણનાર સર્વજ્ઞતીર્થંકર ભગવંતોએ પ્રરૂપેલું છે. [૮૩૮] હે ભગવંત! જે કોઈ સાધુ કે સાધ્વી અથવા નિગ્રંથ-અણગાર દ્રવ્યસ્તવ કરે તેનું શું કહેવાય? હે ગૌતમ! જે કોઈ સાધુ કે સાધ્વી અથવા નિગ્રંથ અણગારદ્રવ્યસ્તવ કરે તે અસંયત, અયતિ, દેવદ્રવ્યનો ભોગિક અથવા દેવનો પૂજારી ઉન્માર્ગની પ્રતિષ્ઠા કરનાર, શીલને દુરથી ત્યાગ કરનાર,કુશીલ, સ્વચ્છેદાચારી એવા શબ્દોથી બોલાવાય. [૮૩૯] એવી રીતે હે ગૌતમ ! આ પ્રકારે અનાચાર પ્રવતવનારા ઘણા આચાર્યો તેમજ ગચ્છનાયકોની અંદર એક મરકતરત્ન સરખી કાંતિવાળા કુવલયપ્રભ નામના મહાતપસ્વી અણગાર હતા. તેમને અતિશય મહાનું જીવાદિક પદાર્થો વિષયક સૂત્ર અને અર્થ સંબંધી વિસ્તારવાળું જ્ઞાન હતું. આ સંસાર-સમુદ્રમાં તે તે યોનિઓમાં રખડવાના ભયવાળા હતા. તે સમયે તેવા પ્રકારનું અસંયમ પ્રવતિ રહેલું હોવા છતાં અનાચાર ચાલતો હોવાછતાં, ઘણા સાધમિકો સસંયમ અને અનાચારો સેવી રહેલા હોવા છતાં તે કુવલયપ્રભ અનગાર તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં ન હતા. હવે કોઈક સમયે જેણે બલવીર્ય પુરષકાર અને પરાક્રમ નથી છૂપાવ્યા એવા તે સારા શિષ્યોના પરિવાર સહિત સર્વ પ્રરૂપેલા. આગમસૂત્ર તેના અર્થ તેમજ ઉભયના અનુસારનાર, રાગદ્વેષ, મોહ, મિથ્યાત્વ, મમત્વભાવ અહંકાર રહિત, સર્વ પદાર્થોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ. અને ભાવથી નિર્મમગ્ધ થએલા; વધારે તેમના કેટલા ગુણો વર્ણવવા Page #322 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૩૧૯ ગામ, ખાણ, નગર, ખેડ, કબડ, મંડપ, દ્રોણમુખ વગેરે સ્થાન વિશેષોમાં અનેક ભવ્યાત્માઓને સંસારરૂપ કેદખાનામાંથી છોડાવનાર એવી સુંદર ધર્મકથાનો ઉપદેશ આપતા આપતા વિચારતા હતા. એ પ્રમાણે તેમના દિવસો વિતતા હતા. હવે કોઈક સમયે વિહાર કરતા કરતા તે મહાનુભાવ ત્યાં આવ્યા કે જ્યાં પહેલા નિત્ય એક સ્થાને વાસ કરનારા રહેતા હતા. આ મહાતપસ્વી છે. એમ ધારીને વંદન કર્મ આસન આપવું ઈત્યાદિક સમુચિત્ત વિનય કરીને તેમનું સન્માન કર્યું એ પ્રમાણે તેઓ સુખપૂર્વક ત્યાં બેઠા. બેસીને ધર્મકથાદિકના વિનોદ કરાવતાં ત્યાંથી જવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે તે મહાનુભાગ કુવલયપ્રભ આચાર્યને તેઓએ દુરાંત પ્રાંત અઘમ લક્ષણવાળા વેષથી આજીવિકા કરનારા, ભ્રષ્ટાચાર સેવનાર, ઉન્માર્ગ પ્રવતવનાર આભિગ્રાહક મિથ્યાદ્રષ્ટિઓએ કહ્યું કે - હે ભગવંત ! જો આપ અહિં એક વષકાળનું ચાતુમસિ રહેવાનો નિર્ણય કરાતો તમારી આજ્ઞાથી અહિં આટલા જિન ચેત્યાલયો નક્કી કરાવવા તો અમારા ઉપર કૃપા કરીને આપ અહીંજ ચાતુમસ કરો. | હે ગૌતમ ! તે સમયે તે મહાનુભાગ કુવલયપ્રત્યે કહ્યું કે- અરે પ્રિય વચન બોલનારાઓ? જોકે જિનાલય છે, છતાં પણ આ પાપરૂપ છે. હું કદાપિ વચન માત્રથી પણ તેનું આચરણ કરીશ નહિં. આ પ્રમાણે શાસ્ત્રના સારભુત ઉત્તમતત્ત્વને યથાસ્થિત અવિપરીત નિઃશંકપણે કહેતા તે મિથ્યાદ્રષ્ટિ સાધુવેશધારી પાખંડીઓની વચ્ચે યથાર્થ પ્રરૂપણાથી તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. એક ભવ બાકી રહે તેવો સંસાર સમુદ્ર શોષવી નાખ્યો. ત્યાં આગળ જેમનું નામ ન બોલાય તેવો દિષ્ટ નામનો સંઘ એકઠો કરનાર હતો. તેણે તથા ઘણા પાપ મતિવાળા વેષધારીઓએ પરસ્પર એઠા મળીને હે ગૌતમ ! તે મહાતપસ્વી મહાનુભાવનું જે કુવલયપ્રભ નામ હતું તેના બદલે નામનો વિલાપ કર્યો. એટલું જ નહિ પરંતુ સાથે મળી તાળી આપીને “સાવદ્યાચાર્ય” એવું બીજું નામ સ્થાપન કર્યું. એ નામથીજ હવે તેને બોલાવવા લાગ્યા. તેજ નામ પ્રસિદ્ધ પામ્યું. હે ગૌતમ! તેવા અપ્રશસ્ત શબ્દથી બોલાવવા છતાં એવી રીતે નામ ઉચારવા છતાં તે લગાર પણ કોપ પામતા ન હતા. [૮૪૦] હવે કોઈક સમયે દુરાચારી સારા ધર્મથી પરાડમુખ થએલા સાધુધર્મ અને શ્રાવકધર્મથી બન્નેથી ભ્રષ્ટ થયેલો માત્ર વેષ ધારણ કરનારા, અમે પ્રવજ્યા અંગીકાર કરી છે- એમ પ્રલાપ કરનારા એવા તેઓનો કેટલોક કાલ ગયા પછી તેઓ પરસ્પર આગમસંબંધી વિચાર કરવા લાગ્યા કે-શ્રાવકોની ગેરહાજરીમાં સંયત એવા સાધુઓજ દેવકુલ મઠ ઉપાશ્રયનો સાર-સંભાળ રાખે અને જિનમંદિરો ખંડિત થયા હોય, પડી ગયા હોય તો તેનો જીર્ણોદ્ધાર જીર્ણોદ્ધાર કરાવે, સમારાવે, આ કાર્ય કરતાં કરતા જે કંઈ આરંભ-સમારંભ થાય તેમાં સાધુ હોય તો પણ તેને દોષ લાગતો નથી. વળી કેટલાક એમ કહેતા હતા કે સંયમ જ મોક્ષ પમાડનાર છે. બીજા વળી એમ કહેતા હતા કે - જિન પ્રાસાદ જિન ચેત્યોની પૂજા-સત્કાર- બલિ વિધાન વગેરે કરવાથી તીર્થથીશાસનની ઉન્નત્તિ-પ્રભાવના થાય છે, અને તે જ મોક્ષ ગમનનો ઉપાય છે. આ પ્રમાણે યથાર્થ પરમાર્થ ન સમજેલા પાપ કર્મીઓ જે જેને ઠીક લાગે તે મુખથી પ્રલાપ કરતા હતાં. તે સમયે બે પક્ષોમાં વિવાદ જાગ્યો. તેમાં કોઈ તેવા આગમનાં જાણકાર કુશલ પુરુષ નથી. હે જેઓ આ વિષયમાં યુક્ત કે અયુક્ત શું છે તેનો વિચાર કરી શકે, કે પ્રમાણપૂર્વક Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ મહાનિસીહ-પ/-૮૪૦ વિવાદને સમાવી શકે. તથા તેમાંથી એક એમ કહે છે કે આ વિષયના જાણકાર અમુક આચાર્ય અમુક સ્થાને રહેલા છે. બીજો વળી બીજાનું નામ સુચવે, એમ વિવાદ ચાલતા ચાલતા એકે કહ્યું કે અહિં બહુ પ્રલાપ કરવાથી શું ? આપણને સર્વેને આ વિષયમાં સાવદ્યાચાર્ય જે નિર્ણય આપે તે પ્રમાણભૂત ગણાય. બીજા સામા પક્ષવાળાએ પણ તે વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જલ્દી તેમને બોલાવો. હે ગૌતમ ! તેમને બોલાવ્યા એટલે દૂર દેશથી તેઓ સતત અપ્રતિબદ્ધ વિહાર કરતા કરતા સાત મહિનામાં આવી પહોંચ્યા. દરમ્યાન એક આયને તેનાં દર્શન થયાં. કષ્ટકારી ઉગ્રતા અને ચારિત્રથી શોષાય ગએલા શરીરવાળા, જેનાં શરીરમાં માત્ર ચામડી અને હાડકાં બાકી રહેલા છે, તપના તેજથી અત્યંત દપતા એવા તે સાવદ્યાચાર્યને દેખીને અત્યન્ત વિસ્મય પામેલી તે ક્ષણે વિતર્કો કરવા લાગી કે શું આ મહાનુભાવ તે અરિહંત છે કે આ મૂર્તિમાન ધર્મ છે! વધારે શું વિચારવું? દેવેન્દ્રોને પણ વંદનીય છે. તેમના ચરણ યુગલ મને વંદન કરવા યોગ્ય છે. - એમ ચિંતવીને ભક્તિપૂર્ણ દયવાળી તેમને ફરતી પ્રદક્ષિણાઓ આપીને મસ્તકથી પગનો સંઘટ્ટો થઈ જાય તેમ અણધારી એકદમ તે સાવદ્યાચાયને પ્રણામ કરતી અને પગનો સંઘટ્ટો થતો દેખ્યો. કોઈક સમયે તે આચાર્ય તેઓને જેવી રીતે જગતના ગુરુ તીર્થંકરભગવંતે ઉપદેશ આપ્યો છે. તે પ્રમાણે ગુરુના ઉપદેશાનુસાર ક્રમ પ્રમાણે યથાસ્થિત સૂત્ર અને અર્થની પ્રરૂપણા કરે છે, તે પ્રમાણે તેઓ તેની સહણ કરે છે. એક દિવસ હે ગૌતમ! એ પ્રમાણેકહ્યું કે અગીઆર અંગો; ચૌદ પૂર્વે, બાર અંગરૂપ શ્રુતજ્ઞાનનો સાર હોય, રહસ્ય હોય, નવનીત હોયતો સમગ્ર પાપનો પરિવાર અને આઠ કર્મનો સમજાવનાર મહાનિશીથ શ્રત રૂંઘનું પાંચમું અધ્યયન છે. હે ગૌતમ ! આ અધ્યયનમાં જેટલામાં વિવેચન કરતા હતા એટલામાં આ ગાથા આવી [૮૪૧] “જે ગચ્છમાં તેવું કારણ ઉત્પન્ન થાય અને વસ્ત્રના આંતરા સહિત હસ્તથી સ્ત્રીના હાથનો સ્પર્શ કરવામાં અને અરિહંત પણ પોતે તે કરસ્પર્શ કરે તો તે ગચ્છ મુલગુણ રહિત સમજવો.” [૮૪૨] ત્યારે પોતાની શંકાવાળા તેમણે વિચાર્યું કે જો અહિં હું યથાર્થ પ્રરૂપણા કરીશ તો તે સમયે વંદના કરતી તે આયએ પોતાના મસ્તકથી મારા ચરણાગ્રનો સ્પર્શ કર્યો હતો, તે સર્વે આ ચૈત્યવાસીઓએ મને જોયો હતો. તો જેવી રીતે મારું સાવદ્યાચાર્ય નામ પડ્યું છે, તે પ્રમાણે બીજું પણ એવું કંઈક અવહેલના કરનાર નામ ઠોકી બેસાડશે, જેથી સર્વ લોકમાં હું અપૂજ્ય થઈશ. તો હવે હું સૂત્ર અને અર્થ અન્યથા પ્રરૂપું. પરન્તુ એમ કરવામાં મહા આશાતના થશે તો હવે મારે શું કરવું? તો આ ગાથાની પ્રરૂપણા કરવી કે ન કરવી? અગર જુદા રૂપે પ્રરૂપણા કરવી? અથવા અરેરે આ યુક્ત નથી. બન્ને પ્રકારે અત્યન્ત ગહણીય છે. આત્મહિતમાં રહેલાએ વિરુદ્ધ પ્રરૂપણા કરવી એ યોગ્ય ન ગણાય. કારણકે શાસ્ત્રનો આ અભિપ્રાય છે કે :- જે ભિક્ષ બાર અંગરૂપ કૃતવચનને વારંવાર ચૂકી જાય, ખલના પામે તેમાં પ્રમાદ કરે. શંકાદિકના ભયથી એક પણ પદઅક્ષર-બિન્દુ-માત્રાને અન્યથા રૂપે વિરુદ્ધ પ્રરૂપણા કરે, સંદેહવાળા સૂત્ર અને અર્થની વ્યાખ્યા કરે. અવિધિથી અયોગ્યને વાચના આપે, તે ભિક્ષુ અનંત સંસારી થાય. તો હવે અહિં મારે શું કરવું? જે થવાનું હોય તે થાઓ. ગુરુના ઉપદેશ અનુસાર યથાર્થ સૂત્રાર્થને Page #324 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનન્ય ર૧ જણાવું-એમ વિચારીને હે ગૌતમ ! સમગ્ર અવયવ વિશુદ્ધ એવી તે ગાથાનું યથાર્થ વ્યાખ્યાન કર્યું. આ અવસરે હે ગૌતમ ! દુરંત પ્રાન્ત અધમ લક્ષણવાળા તે વેષધારીઓએ સાવધાચાર્યને પ્રશ્ન કર્યો કે - જો એમ છે તો તમે પણ મુલગુણ રહિત છો. કારણકે તમે તે દિવસ યાદ કરો કે પેલી આર્યા તેમને વંદન કરવાની ઇચ્છાવાળી હતી ત્યારે વંદન કરતા કરતા મસ્તકથી પગનો સ્પર્શ કર્યો. તે સમયે આ લોકના અપયશથી ભયપામેલા અતિ અભિમાન પામેલા તે સાવધાચાર્યનામ ઠોકી બેસાડ્યું તેમ અત્યારે પણ કંઈક તેવું નામ પાડશેતો સર્વ લોકમાં હું અપૂજ્ય થઈશ. તો હવે અહિં મારે શું સમાધાન આપવું ? એમ વિચારતા સાવધાચાર્યને તીર્થંકરનું વચન યાદ આવ્યું કે - જે કોઈ આચાર્ય કે ગચ્છનાયક અથવા ગચ્છાધિપતિ શ્રુત ધારણ કરનાર હોય તેણે જે કંઈ પણ સર્વજ્ઞ અનંતજ્ઞાની ભગવંતોએ પાપ અને અપવાદ સ્થાનકોને પ્રતિષેધેલા હોય તે સર્વ શ્રુતાનુસારે જાણીને સર્વ પ્રકારે ન આચરે તેમજ આચરનારને સારો ન માને તેની અનુમોદના ન કરે, ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, ભયથી, હાસ્યથી, ગારવથી, દર્પથી, પ્રમાદથી વારંવાર ચુકી જવાથી કે સ્ખલના થવાથી દિવસે કે રાત્રે એકલો હોય કે પર્ષદામાં રહેલો હોય, સુતેલો અગર જાગતો હોય. ત્રિવિધ ત્રિવિધે મન-વચનકે કાયાથી આ સૂત્રકે અર્થના એક પણ પદના જે કોઈ વિરાધક થાય. તે ભિક્ષુ વારંવાર નિંદનીય, ગહણીય, ખીંસા કરવા યોગ્ય, દુગંચ્છા ક૨વા યોગ્ય, સર્વલોકથી પરાભવ પામનારો, અનેક વ્યાધિ વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનંત સંસાર સાગરમાં પરિભ્રમણ કરનારા થાય છે, તેમાં પરિભ્રમણ કરતા એક ક્ષણ પણ ક્યાયં કદાચિત્ પણ શાંતિ મેળવી શકતો નથી. તો પ્રમાદાધીન થએલા પાપી અધમાધમ હીન સત્ત્વવાળા કાયર પુરુષ સરખા મને અહિંજ આ મોટી આપત્તિ ઉભી થઈ છે કે જેથી હું અહિં યુકતી વાળું કોઈ સમાધાન આપવા સમર્થ થઈ શકતો નથી. તથા પરલોકમાં પણ અનંતભવ પરંપરામાં ભ્રમણા કરતો અનંતીવારના ઘોર ભયંકર દુઃખ ભોગવનારો થઈશ. ખરેખર હું મંદભાગ્યવાળો થયો છું. આ પ્રમાણે વિચારતા એવા સાવધાચાર્યને દુરાચારી પાપકર્મ કરનારા દુષ્ટ શ્રોતાઓએ બરાબર જાણી લીધા, કે આ ખોટો અતિશય અભિમાન કરનારો છે. તત્પર પછી ક્ષોભ પામેલા મનવાળા અતિ અભિમાની થએલા તેને જાણીને તે દુષ્ટ શ્રોતાઓએ કહ્યું કે જ્યાં સુધી આ સંશયને છેદશો નહિં ત્યાં સુધી વ્યાખ્યાન ઉઠાડશો નહિં, માટે આનું સમાધાન દુરાગ્રહને દુર કરવા સમર્થ પ્રૌઢયુક્તિ સહિત આપો. ત્યારે તેણે વિચાર્યું કે હવે તેનું સમાધાન મેળવ્યા સિવાય તેઓ અહિંથી નહિં જાય. તો હવે હું તેનું સમાધાન કેવી રીતે આપું ? એમ વિચારતો ફરી પણ હે ગૌતમ ! તે દુરાચારીઓએ તેને કહ્યું કે તમે આમ ચિંતાસાગરમાં કેમડૂબી ગયા છે ? જલ્દી આ વિષયનું કંઈક સમાધાન આપો. વળી એવું સચોટ સમાધાન આપો કે જેથી કરીને કહેલી આસ્તિકતામાં તમારી યુક્તિ વાંધા વગરની-અવ્યક્તિચારી હોય. ત્યાર પછી લાંબા સમય સુધી હૃદયમાં પરિતાપ અનુભવીને સાવધાચાર્યે મનથી ચિંતવ્યું અને કહ્યું કે આજ કારણે જગદ્ગુરુએ કહેલું છે કે [૮૪૩] કાચા ઘડામાં નાખેલું જળ જેવી રીતે જળ અને તે ઘડાનો વિનાશ કરે છે, તેમ અપાત્રમાં આપેલા સૂત્ર અને અર્થ તેનો અને સૂત્રાર્થનો નાશ કહે છે. આવા પ્રકારનું સિદ્ધાન્ત રહસ્ય છે કે અલ્પ-તુચ્છ આધાર નાશ પામે છે. 21 Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ મહાનિસીહ-૫-૧૮૪૪ [૮] ત્યારે ફરી પણ તે દુરાચારીઓએ કહ્યું કે તમે આવા આડાઅવળા સંબંધ વગરના દુભાષિત વચનોનો કેમ પ્રલાપ કરોછો ? જો યોગ્ય સમાધાન આપવા શક્તિમાન ન હોતો ઉભા થાવ, આસન છોડી દે અહિંથી જલ્દી આસન છોડીને નીકળી જાય. જ્યાં તમોને પ્રમાણભૂત ગણીને સર્વ સંઘે તમોને શાસ્ત્રનો સદુભાવ કહેવા માટે ફરમાવેલું છે. હવે દેવના ઉપર શો દોષ નાખવો? - ત્યાર પછી ફરી પણ ઘણા લાંબા કાળ સુધી ચિંતા પ્રશ્ચાતાપ કરીને હે ગૌતમ! બીજું કોઈ સમાધાન ન મળવાથી લાંબો સંસાર અંગીકાર કરીને સાવદ્યાચાર્ય કહ્યું કે - આગમ ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી યુક્ત હોય છે. તમે આ જાણતા નથી કે એકાંત એ મિથ્યાત્વ છે. જિનેશ્વરોની આજ્ઞા અનેકાંતવાળી હોય છે. હે ગૌતમ ! જેમ ગીખના તાપથી સંતાપ પામેલા મોરના કુળોને વર્ષાકાળના નવીન મેઘની જળધારા જેમ શાન્ત પમાડે, અભિનન્દન આપે, તેમ તે દુષ્ટ શ્રોતાઓએ તેને બહુ માનપૂર્વક માન્ય કરી સ્વીકાર્યું. ત્યાર પછી તે ગૌતમ ! એકજ વચન ઉચ્ચારવાના દોષથી અનંત સંસારી પણાનું કર્મ બાંધી ? તેનું પ્રતિક્રમણ પણ કર્યા વગર પાપ-સમૂહના મહાત્કંધ એકઠા કરાવનાર તે ઉત્સુત્ર વચનનો પશ્ચાતાપ કર્યા વગરનો મરીને તે સાવદ્યાચાર્ય પણ વ્યંતર દેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે પરદેશ ગએલા પતિવાળી પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રીના ગર્ભમાં ઉત્પન્ન થયો. કોઈક સમયે તેની માતા પુરોહિતની પત્નીના. જાણવામાં આવ્યું કે પતિ પરદેશમાં ગએલો છે અને પુત્રી ગર્ભવતી થઈ છે, એ જાણીને હા હા હા આ મારી દુરાચારી પુત્રીએ મારા સર્વ કુલના ઉપર મશીનો કુચડો ફેરવ્યો. આબરૂનું પાણી કર્યું. આ વાત પુરોહિતને જણાવી. તે વાત સાંભળીને લાંબાકાળ સુધી, અતિશય સંતાપ પામીને દ્ધયથી નિર્ધાર કરીને પુરોહિતે તેને દેશમાંથી કાઢી મૂકી, કારણકે આ મહા અસાધ્ય ન નીવારણ કરી શકાય તેવો અપયશ ફેલાવનાર મોટો દોષ છે, તેનો મને ઘણો ભય લાગે છે. - હવે પિતાએ કાઢી મૂક્યા પછી ક્યાંય સ્થાન ન મેળવતી થોડાકાળ પછી ઠંડી ગરમી વાયરાથી પરેશાન થએલી દુષ્કાળના દોષથી સુધાથી દુર્બલ કંઠવાળી તેણે ઘી તેલ આદિ રસના વેપારીના ઘરે દાસપણે પ્રવેશ કર્યો. ત્યાં ઘણી મદિરાપાન કરનારાઓ પાસેથી એંઠી મદિરા મેળવીને એકઠી કરે છે. અને વારંવાર એંઠું ભોજન ખાય છે. કોઈક સમયે નિરંતર એંઠા ભોજન કરતી અને ત્યાં ઘણી મદિરાદિ પીવા લાયક પદાર્થો દેખીને મદિરાનું પાન કરીને તથા માંસનું ભોજન કરીને રહેલી હતી. ત્યારે તેને તેવા પ્રકારનો દોહલો, (ઇચ્છા) ઉત્પન્ન થયો કે હું બહુ મદ્યપાન કર્યું. ત્યાર પછી નટ, નાટકિયા, છત્ર ધરનારા, ચારણો, ભટ, ભૂમિ ખોદનાર, નોકર, ચોર વગેરે હલકી જાતિવાળાઓ સારી રીતે ત્યાગ કરેલ એવી ખરી, મસ્તક, પંછ, કાન, હાડકાં મૃતક વગેરે શરીર અવયવો. વાછરડાનાં તોડેલા અંગો જે ખાવા યોગ્ય ન હોય અને ફેંકી દીધેલા હોય તેવા હલકા એઠાં માંસ મદિરાનું ભોજન કરવા લાગી. ત્યાર પછી તે એંઠાં માટીના કોડીયામાં જે કાંઈ નાભીના મધ્યભાગમાં વિશેષ પ્રકારે પક્વ થએલું માંસ હોય તેને ભોજન કરવા લાગી. એ પ્રમાણે કેટલાક દિવસો ગયા પછી મધ અને માંસ ઉપર અતિશય ગૃદ્ધિવાળી બની. ત્યાર પછી તે રસના વેપારીના ઘરમાંથી કાંસાના ભાજન વસ્ત્રો કે બીજા પદાર્થોની ચોરી કરીને બીજા સ્થાને વેચીને માંસ સહિત મધનો ભોગવટો કરવા લાગી Page #326 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૩૨૩ તે રસના વેપારીને આ સર્વ હકીકતની જાણ કરવામાં આવી. વેપારીએ રાજાને ફરીયાદ કરી. રાજાએ વધ કરવાનો હુકમ કર્યો. ત્યાં રાજ્યમાં એવા પ્રકારનો કોઈ કુલધર્મ છે કે જે કોઈ ગર્ભવતિ સ્ત્રી ગુનેગાર ઠરે અને વધની શિક્ષા પામે પરન્તુ જ્યાં સુધી બાળકને જન્મ ન આપે ત્યાં સુધી તેને ન મારી નંખાય. વધ કરવા માટે નિયુક્ત કરેલા અને કોટવાલ વગેરે તેને પોતાના ઘરે લઈ જઈને પ્રસૂતિ સમયની રાહ જોવા લાગ્યા. અને તેની રક્ષા કરવા લાગ્યા. કોઈક સમયે હરિકેશ જાતિવાળા હિંસક લોકો તેને પોતાને ત્યાં લઈ ગયા. કાળક્રમે તેણે સાવધાચાર્યના જીવને બાળક રૂપે જન્મ આપ્યો. ત્યાર પછી જન્મ આપીને તરત જ તે બાળકનો ત્યાગ કરીને મરણના ભયથી અતિત્રાસ પામતી ત્યાંથી નાસી ગઈ. હે ગૌતમ! જ્યારે તે એક દિશામાં નાસી ગઈ પછી પેલા ચંડાલોને જાણવામાં આવ્યું કે તે પાપીણી નાસી ગઈ. વધ કરનારના આગેવાને રાજાને નિવેદન કર્યું કે - હે દેવ ! કેળના ગર્ભ સરખા કોમળ બાળકનો ત્યાગ કરીને દુરાચારિણી તો નાસી ગઈ. રાજાએ તેઓને સામો ઉત્તર આપ્યો કે ભલેને ભાગી ગઈ તો તેને જવાદો, પરન્તુ તે બાળકની બરાબર સાર સંભાળ કરજો. સર્વથા તેવો પ્રયત્ન કરવો કે જેથી તે બાળક મૃત્યુ ન પામે. એના ખર્ચ માટે આ પાંચ હજાર-દ્રવ્ય ગ્રહણ કરો. ત્યાર પછી રાજાના હુકમથી પુત્રની જેમ તે કુલટાના પુત્રનું પાલન-પોષણ કર્યું કોઈક સમયે કાલક્રમેં તે પાપકર્મી ફાંસી દેનારનો અધિપતિ મૃત્યુ પામ્યો. ત્યારે રાજાએ તે બાળકને તેનો વારસદાર બનાવ્યો. પાંચસો ચંડાલનો અધિપતિ બનાવ્યો. ત્યાં કસાઈઓના અધિપતિ પદે રહેલો છે તેવા પ્રકારના ન કરવા યોગ્ય પાપ કાર્યો કરીને હે ગૌતમ ! તે અપ્રતિષ્ઠાન નામની સાતમી નારક પૃથ્વીમાં ગયો. આ પ્રમાણે સાવધાચાર્યનો જીવ સાતમી નારકીના તેવા ઘોર પ્રચંડ રૌદ્ર અતિ ભયંકર દુઃખો તેત્રીશ સાગરોપમના લાંબા કાળ સુધી મહા કલેશપૂર્વક અનુભવીને ત્યાંથી નીકળીને અહિં અંતરદ્વીપમાં એક ઉરૂગ જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મરીને તિર્યંચ યોનિમાં પાડા પણ ઉત્પન્ન થયો. ત્યાં પણ જે કોઈ નરકના દુખ હોય તેના સરખા નામવાળા દુઃખો છવ્વીસ વર્ષ સુધી ભોગવીને ત્યાર પછી હે ગૌતમ ! મૃત્યુ પામીને. મનુષ્યમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને તે સાવદ્યાચાર્યનો જીવ વસુદેવ પણે ઉત્પન્ન થયો. ત્યાં પણ યથાયોગ્ય આયુષ્ય પરિપૂર્ણ કરીને અનેક સંગ્રામ આરંભ-સમારંભ મહાપરિગ્રહના દોષથી મરીને સૌતમી નારકીએ ગયો. ત્યાથી નિકળીને ઘણા લાંબા કાળે ગજકર્ણ નામની મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ માંસાહારના દોષથી દૂર અધ્યવસાયની મતિવાળો મરીને ફરી પણ સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ગયો. ત્યાંથી નીકળીને ફરી પણ તિર્યંચગતિમાં પાડાપણે ઉત્પન્ન થયો. ત્યાં નરકની ઉપમાવાળું પારાવાર દુઃખ અનુભવીને મર્યો પછી બાલવિધવા કુલટા બ્રાહ્મણ પુત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. હવે તે સાવદ્યાચાર્યનો જીવ કુલટાના ગર્ભમાં રહેલો હતો ત્યારે ગુપ્ત રીતે ગર્ભને પાડી નાખવા માટે, સડાવવા માટે ક્ષારો, ઔષધો, યોગોના પ્રયોગ કરવાના દોષથી અનેક વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, દુષ્ટ વ્યાધિથી સબડતો પર ઝરાવતો, સલ સલ કરતા કૃમિઓના સમૂહવાળો તે કીડાથી ખવાતો ખવાતો નરકની ઉપમાવાળા. ઘોર દુઃખના નિવાસભૂત ગવાસથી તે બહાર નીકળ્યો. હે ગૌતમ ! ત્યાર પછી સર્વ લોકો વડે નિંદાતો, ગહતો, દુર્ગછા કરાતો, તીરસ્કારનો સર્વ લોકથી પરાભવ પમાતો, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ મહાનિસીહ-૫-૮૪૪ ખાન, પાન, ભોગો, ઉપભોગોથી રહિત ગર્ભવાસથી માંડીને સાતવર્ષ બે મહિના, ચાર દિવસ સુધી માવજજીવન જીવીને વિચિત્ર શારીરિક, માનસિક, ઘોર દુઃખથી પરેશાની. ભોગવતો ભોગવતો મરીને પણ વ્યંતર દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન થયો. ફરી વધ કરનારાઓનો અધિપતિ, વળી તે પાપકર્મના દોષથી સાતમીએ ગયો. ત્યાંથી નિકળી તિર્યંચ ગતિમાં કુંભારને ત્યાં બળદપણે ઉત્પન્ન થયો. તેને ત્યાં ચકી ગાડાં હળ અરઘટ્ટ વગેરેમાં જોડાઈને રાત દિવસ ઘોસરીમાં ગરદન ઘસાઈને ચાંદા પડી ગયા, વળી અંદર કોહાઈ ગઈ. ખાંધમાં કમિઓ ઉત્પન્ન થઈ. જ્યારે હવે ખાંધ ઘોંસર ધારણ કરવા માટે સમર્થ નથી એમ જાણીને તેનો સ્વામી કુંભાર તેથી પીઠ પર ભાર વહન કરાવવા લાગ્યો. હવે વખત જતાં જેવી રીતે ખાંધ સડી ગઈ તેવી રીતે તેની પીઠ પણ ઘસાઈને કોહાઈ ગઈ. તેમાં પણ કીડાઓ ઉત્પન્ન થયા. પીઠ પણ આખી સડી ગઈ અને તેનું ઉપરનું ચામડું નીકળી ગયું, અને અંદરનું માંસ દેખાવા લાગ્યું. ત્યાર પછી હવે આ કંઈ કામ કરી શકે તેમ નથી, નકામો છે, એમ જાણીને તેને છૂટો મૂકી દીધો. હે ગૌતમ ! તે સાવદ્યાચાર્યનો જીવ સળસળતા કીડાઓથી ખવાતો બળદ છૂટો રખડતો મુકી દીધો. ત્યાર પછી અતિશય સડી ગએલા ચર્મવાળા, ઘણાં કાગડા કૂતરા કૃમિઓના કુળોથી અંદર અને બહારથી ખવાતો બચકા ભરાતો ઓગણત્રીસ વરસ સુધી આયુષ્ય પાલન કરીને મરીને અનેક વ્યાધિ વેદનાથી વ્યાપ્ત શરીરવાળો મનુષ્ય ગતિમાં મહાધનાઢ્ય કોઈ મોટાના ઘરે જન્મ્યો. ત્યાં પણ વમન કરવાનું ખારા, કડવા, તીખાં, કષાએલા, સ્વાદવાળા ત્રિફલા ગુગ્ગલ વગેરે ઔષધિઓના કાઢા પીવા પડતા હતા, હંમેશા તેની સાફસુફી કરવી પડે, અસાધ્ય, ઉપશમ ન થાય, ઘોર ભયંકર દુઃખોથી જાણે અગ્નિમાં શેકાતો હોય તેવા આકરા દુઃખો ભોગવતા ભોગવતા તેનો મળેલો મનુષ્યભવ નિષ્ફળ ગયો. એ પ્રમાણે હે ગૌતમ ! સાવદ્યાચાર્યને જીવ ચૌદ રાજલોકમાં જન્મ-મરણાદિકનાં નિરંતર દુઃખ સહન કરીને ઘણા લાંબા અનંતકાળ પછી અવરવિદેહમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો. ત્યાં ભાગ્ય યોગે લોકની અનુવૃત્તિથી તીર્થંકર ભગવંતને વંદન કરવા માટે ગયો. પ્રતિબોધ પામ્યો અને દીક્ષા અંગીકાર કરી અહિં શ્રી ૨૩માં પાર્શ્વનાથ તીર્થંકરના કાલમાં સિદ્ધિ પામ્યો. હે ગૌતમ ! સાવદ્યાચાર્યે આ પ્રમાણે દુઃખ મેળવ્યું. હે ભગવંત ! આવા પ્રકારનું દુસ્સહ ઘોર ભયંકર મહાદુઃખ આવી પડ્યું, તેને ભોગવવું પડ્યું. આટલા લાંબા કાળ સુધી આ સર્વે દુઃખો કયા નિમિત્તે ભોગવવાં પડ્યાં! હે ગૌતમ! તેં કાલે તે સમયે તેણે જે એમ કહ્યું કે “ઉત્સર્ગ અને અપવાદ સહિત આગમ કહેલું છે. એકાંતે પ્રરૂપણા ન કરાય પણ અનેકાન્તથી પ્રરૂપણા કરાય, પરન્તુ અપકાયનો પરિભોગ, તેઉકાયનો સમારંભ, મિથુન સેવન આ ત્રણે બીજા કોઈ સ્થાને એકાંતે કે નિશ્ચયથી અને દ્રઢપણે કે સર્વથા સર્વ પ્રકારે આત્મહિતના અર્થિઓ માટે નિષેધેલ છે. અહિં સૂત્રનું ઉલ્લંઘન કરવામાં આવે તો સખ્ય માર્ગનો વિનાશ, ઉન્માર્ગનો પ્રકર્ષ થાય છે, તેથી આજ્ઞા ભંગનો દોષ અને તેનાથી અનંત સંસારી થાય છે. હે ભગવંત! શું તે સાવદ્યાચાર્યે મૈથુન સેવન કર્યું હતું? હે ગૌતમ! સેવ્યું અને ન સેવ્યું એટલે સેવ્યું નથી તેમજ નથી સેવ્યું તેમ પણ નહિ. હે ભગવંત! આમ બન્ને પ્રકારે કેમ કહો છો ! હે ગૌતમ! જે તે આયએિ તે કાળે મસ્તકથી પગનો સ્પર્શ કર્યો, સ્પર્શ થયો તે સમયે તેણે પગ ખેચીને સંકોચી ન લીધો. આ કારણથી હે ગૌતમ! એમ કહેવાય છે કે Page #328 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ ૩૨૫ મથુન સેવ્યું અને ન સેવ્યું. હે ભગવંત ! આટલા માત્ર કારણમાં આવું ઘોર દુખે કરી મુક્ત કરી શકાય તેવું બદ્ધ પૃષ્ટ નિકાચિત કર્મબંધ થાય છે? હે ગૌતમ ! એમ જ છે. એમાં ફેરફાર થતો નથી. હે ભગવંત! તેણે તીર્થંકર નામકર્મ એકઠું કર્યું હતું. એકજ ભવ બાકી રાખ્યો હતો અને ભવ સમુદ્ર તરી ગયા હતા. તો પછી અનંત કાળ સુધીના સંસારમાં શા માટે રખડવું પડ્યું! હે ગૌતમ! પોતાના પ્રમાદના દોષના કારણે. માટે આ જાણીને હે ગૌતમ ! ભવ વિરહ ઈચ્છતા શાસ્ત્રોનો સદૂભાવ જેણે સારી રીતે જાણ્યો છે. એવા ગચ્છાધિપતિએ સર્વથા સર્વ પ્રકારે સર્વ સંયમ સ્થાનોમાં અત્યન્ત અપ્રમત્ત બનવું. આ પ્રમાણે ભગવંતની પાસેથી સાંભળેલું (તમને) કહું છું. | પાંચમા અધ્યયનની-મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ થઈ. ) ( અધ્યયનઃ ૬-ગીતાર્થવિહાર [૮૫] હે ભગવંત! જે રાત દિવસ સિદ્ધાન્ત સૂત્રો ભણે શ્રવણ કરે, વ્યાખ્યાન કરે, સતત ચિંતન કરે તે શું અનાચાર આચરે! હે ગૌતમ! સિદ્ધાન્તમાં રહેલ એક પણ અક્ષર જે જાણે છે, તે મરણાન્ત પણ અનાચાર ન સેવે. [૮૪૬] હે ભગવંત! તો દશપૂર્વી મહાપ્રશવાળા નંદિષેણે પ્રવજ્યાનો ત્યાગ કરીને શા માટે ગણિકાના ઘરે પ્રવેશ કર્યો ? એમ કહેવાય છે કે હે ગૌતમ!. [૮૪૭-૮૫૨] તેને ભોગફલ ખલનાનું કારણ થયું. તે હકિકત પ્રસિદ્ધ છે. છતાં પણ ભવના ભયથી કંપતો હતો. અને ત્યાર પછી જલ્દી દીક્ષા અંગીકાર કરી. કદાચ પાતાલ ઉંચા મુખવાળું થાય, સ્વર્ગ નીચા મુખવાળું થાય તો પણ કેવલીએ કહેલું વચન કદાપી ફેરફારને વિઘટિત થતું નથી. બીજુ તેણે સંયમના રક્ષણ માટે ઘણા ઉપાયો કર્યા શાસ્ત્રાનુંસારે વિચાર કરીને ગુરુના ચરણકમળમાં લિંગ-વેષ અર્પણ કરીને કોઈ ના ઓળખે તેવા દેશમાં ગયો. તે વચનનું સ્મરણ કરતો પોતાના ચારિત્રમોહનિય કર્મના ઉદયથી સર્વવિરતિ-મહાવ્રતોનો ભંગ તેમજ બદ્ધ-સૃષ્ટ-નિકાચિત્ત એવું કર્મનું ભોગફલ ભોગવતો હતો. હે ભગવંત! શાસ્ત્રમાં નિરુપણ કરેલા એવા તેણે કયા ઉપાયો વિચાર્યા કે આવું સુંદર શ્રમણપણું છોડીને તે આજે પણ હજુ પ્રાણ ધારણ કરે છે ? હે ગૌતમ ! કેવલીઓએ પ્રરૂપેલા આ ઉપાયોને સુચવનાર સૂત્રનું સ્મરણ કરશે કે વિષયોથી પરાભવ પામેલો મુનિ આ સૂત્રને યાદ કરે તે આ પ્રમાણે - [૮૫૩-૮૫૫] જ્યારે વિષયો ઉદયમાં આવે ત્યારે અતિશય દુષ્કર, ઘોર, એવા પ્રકારનું આઠગણું તપ શરું કરે. કોઈ રાતે વિષયો રોકવા સમર્થ ન બની શકે તો પર્વત પરથી ભ્રગુપાત કરે, કાંટાળાં આસન પર બેસે, વિષનું પાન કરે, ઉદૂબંધન કરીને ફાંસો ખાઈને મરી જવું બહેતર છે, પરન્તુ મહાવ્રતો કે ચારિત્રની લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરે, વિરાધના કરવી યોગ્ય નથી. કદાચ આ કરેલા ઉપાયો કરી શકવા સમર્થ ન થાય તો ગરને વેષ સમર્પણ કરીને એવા વિદેશમાં ચાલ્યો જાય કે જ્યાંના સમાચાર પરિચિત ક્ષેત્રોમાં ન . આવે, અણુવ્રતોનું યથાશક્તિ પાલન કરવું કે જેથી ભાવિમાં નિર્ધ્વસતા ન પામે. [૮૫૬-૮૬૪] હે ગૌતમ ! નંદિષેણે જ્યારે પર્વત પરથી પડવાનું આરંભ્ય ત્યાં આકાશમાં એવી વાણી સાંભળવામાં આવી કે પર્વત પરથી પડવા છતાં પણ મૃત્યુ થવાનું નથી. જેટલામાં દિશામુખો તરફ નજર કરી તો એક ચારણ મુનિને જોયા. તો Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ મહાનિસીહ- દો-૮૫૬ તેમણે કહ્યું કે તારું અકાલે મૃત્યુ નથી. તો પછી વિષમ ઝેર ખાવાને માટે ગયો. ત્યારે પણ વિષયોની પીડાને ન સહી શકતો જ્યારે ખૂબ પીડા પામવા લાગ્યો, ત્યારે તેને ચિંતા ઉત્પન્ન થઈ કે હવે મારે જીવવાનું શું પ્રયોજન છે? મોગરાના પુષ્પો અને ચંદ્ર સરખા નિર્મલ-ઉજ્જવલ વર્ણવાલા આ પ્રભુના શાસનને ખરેખર પાપમતિવાળો હું ઉડાહણા કરાવીશ તો અનાર્ય એવો હું ક્યાં જઈશ? અથવા તો ચંદ્ર લાંછન વાળો છે, મોગરાના પુષ્પની પ્રભા અલ્પકાળમાં કરમાવાની છે, જ્યારે જિન શાસનતો કલિકાલની કલુષતાના મલ અને કલંકથી સર્વથા રહિત લાંબા કાળ સુધી જેની પ્રભા ટકનારી છે, માટે સમગ્ર દારિદ્રય, દુઃખ અને કલેશોનો ક્ષય કરનાર એવા પ્રકારના આ જૈન પ્રવચનની અપભ્રાજના કરાવીશ તો પછી ક્યાં જઈને મારા આત્માની શુદ્ધિ કરીશ? દુખે કરી ગમન કરી શકાય, મોટી મોટી ઉંચી શિલાઓ હોય, જેની મોટી ખીણો હોય. તેવા પર્વત પર ચઢીને જેટલામાં વિષયાધીન બનીને હું લગીર પણ શાસનની ઉડ્ડાહના ન કરે તે પહેલાં પડતું મૂકીને મારા શરીરના ટુકટે ટુકડા કરી નાખ્યું. એ પ્રમાણે ફરી પણ છેદાએલા શિખરોવાળા મહાપર્વતના શિખર પર ચઢીને આગાર રાખ્યા વગર પચ્ચખાણ કરવા લાગ્યા. ત્યારે ફરી પણ આકાશમાં આ પ્રમાણે શબ્દો સાંભળ્યા :અકાલે તારું મૃત્યુ થવાનું નથી. આ તારો છેલ્લો ભવ અને શરીર છે. માટે બદ્ધ સૃષ્ટ નિકાચિત્ત) ભોગફલ ભોગવીને પછી સંયમ સ્વીકાર. [૮૫-૮૭૦ આ પ્રમાણે ચારણ મુનિએ જ્યારે બે વખત કરીને (આત્મ હત્યા કરતા) રોક્યા ત્યારે ગુરુના ચરણ કમળમાં જઈને તેમની પાસે વેષ અર્પણ કરીને પછી નિવેદન કર્યું કે- સુત્ર અને અર્થોનું સ્મરણ કરતો કરતો દેશાન્તરમાં ગયો હતો, ત્યાં આહાર ગ્રહણ કરવા માટે વેશ્યાના ઘરે જઈ ચડ્યો. જ્યારે મેં ધર્મલાભ સંભળાવ્યો ત્યારે મારા પાસે અર્થલાભની માગણી કરી. ત્યારે મારે તેવા પ્રકારની લબ્ધિ સિદ્ધ થએલી હોવાથી મેં તે વખતે કહ્યું કે ભલે તેમ થાઓ. તે વખતે ત્યાં સાડાબાર કોડ પ્રમાણ. દ્રવ્યની સુવર્ણ વૃષ્ટિ કરાવીને તેના મંદિરમાંથી બહાર નીકળી ગયો. ઉંચા વિશાળ ગોળ સ્તનવાળી ગણી કા દ્રઢ આલિંગન આપીને કહેવા લાગી કે અરે ! ક્ષુલ્લક ! અવિધિથી આ દ્રવ્ય આપીને પાછો ચાલ્યો કેમ જાય છે? ભવિતવ્યના યોગે નંદિપેણે પણ પ્રસંગને અનુરૂપવિચાર કરીને કહ્યું કે તને જે વિધિ ઈષ્ટ હોય તેનેતારે તે દ્રવ્ય આપવું. [૮૭૧-૮૭૪] તે સમયે તેણે એવો અભિગ્રહ ગ્રહણ કર્યો અને તેના મંદિરમાં પ્રવેશ કર્યો. કયો અભિગ્રહ કયો? દરરોજ મારે દશ દશને પ્રતિબોધ પમાડવા અને એક પણ ઓછો રહે અને દીક્ષા અંગીકાર ન કરે ત્યાં સુધી ભોજન અને પાનવિધિ ન કરવી. દરરોજ મારી પ્રતિજ્ઞા પુરી ન થાય ત્યાં સુધી મારે Úડિલમાનું. (ઝાડો-પેશાબ) ન કરવા. બીજું પ્રવજ્યા. લેવા તૈયાર થએલાને મારે પ્રવજ્યા ન આપવી. કારણકે ગુરુનો જેવો વેશ હોય (અથતું ગુરનું જેવું આચરણ હોય તેવું જ શિષ્યનું થાય છે). તેવો જ શિષ્યનો હોય છે. ગણિકાએ સુવર્ણનિધિ ક્ષય ન થાય તેવી વ્યવસ્થા કરીને લુચિત મસ્તકવાળા અને જર્જરિત દેહવાળા નંદિપેણને તેવી રીતે આરાધ્યો કે જેથી કરીને તેના સ્નેહપાસમાં તે બંધાઈ ગયો. [૮૭૫-૮૭૭] આલાપ-વાતચીત કરવાથી પ્રણય ઉત્પન્ન થાય, પ્રણયથી રતિ થાય, રતિથી વિશ્વાસ ઉત્પન્ન થાય. વિશ્વાસથી સ્નેહ એમ પાંચ પ્રકારના પ્રેમ વર્તે છે. આ પ્રમાણે તે નંદિષેણ પ્રેમપાશથી બંધાએલો હોવા છતાં પણ શાસ્ત્રમાં કહેલ એવું Page #330 -------------------------------------------------------------------------- ________________ અધ્યય-૬ ૩૨૭ શ્રાવકપણું પાળતો અને દરરોજ દશ કે તેથી અધિકને પ્રતિબોધ કરીને સંવિજ્ઞ ગુરુ મહારાજ પાસે દીક્ષા લેવા માટે મોકલતો હતો. [૮૭૭-૮૮૧] હવે તે પોતે દુમુખ સોનીથી પ્રતિબોધ પામ્યો તે કેવી રીતે ? તેણે નિંદિણને કહ્યું કે લોકોને ધમપદેશ સંભળાવો છો અને આત્મકાર્યમાં તમે જાતે મુંઝાવ છો. ખરેખર આ ધર્મ શું વેચવાનું કરીયાણું છે? કારણ કે તમે પોતે તો તેને વતવિ કરતા નથી. આવા પ્રકારનું દુર્મુખનું સુભાષિત વચન સાંભળીને થરથર કાંપતો પોતાના આત્માને લાંબા કાળ સુધી નિંદવા લાગ્યો. અરેરે ભ્રષ્ટ શીલવાળા મેં આ શું કર્યું? અજ્ઞાનપણાની નીંદ્રામાં કર્મના કાદવપૂર્ણ ખાબોચીયામાં અશુચિ વિષ્ઠામાં જેમ કમિઓ ખરડાય તેમ ખરડાયો. અઘન્ય એવા મને ધિક્કાર થાઓ. મારી અનુચિત્ત ચેષ્ટાઓ જુઓ. જાત્ય કંચન સરખા મારા ઉત્તમ આત્માને અશુચિ સમાન મેં બનાવ્યો. [૮૮૨-૮૮૪] જેટલામાં ક્ષણભંગુર એવા આ મારા દેહનો વિનાશ ન થાય તેટલામાં તીર્થકર ભગવંતના ચરણ કમળમાં જઈને હું મારા અપરાધનું પ્રાયશ્ચિત કરું. હે ગૌતમ! આમ પશ્ચાતાપ કરતો તે અહિં આવશે અને ઘોર પ્રાયશ્ચિનું સેવન પામશે. ઘોર અને વીર તપનું સેવન કરીને અશુભ કર્મ ખપાવીને શુકલધ્યાનની શ્રેણી ઉપર આરોહણ કરીને કેવલજ્ઞાન પામી મોક્ષે જશે. [૮૮૫ માટે હે ગૌતમ! આ દૃષ્ટાન્તથી સંયમ ટકાવવા માટે શાસ્ત્રાનુસારી ઘણા ઉપાયો વિચાય. નંદિષેણે ગુરને વેષ જેવી રીતે અર્પણ કર્યો વગેરે ઉપાયો વિચારવાં. [૮૮૬-૮૮૯] સિદ્ધાન્તમાં જે પ્રમાણે ઉત્સગ કહેલા છે તે બરાબર સમજો. હે ગૌતમ ! તપ કરવા છતાં પણ તેને ભોગાવલી કર્મનો મહા ઉદય હતો. તો પણ તેને વિષયની ઉદીરણા ઉત્પન્ન થઈ ત્યારે તેણે આઠ ગણું ઘોર મહાતપ કર્યું તો પણ તેના વિષયોનો ઉદય અટકતો નથી. ત્યારે પણ વિષ ભક્ષણ કર્યું. પર્વત પરથી ભૃગુપત કર્યો, અનશન કરવાની અભિલાષા કરી, તેમ કરતાં ચારણ મુનિએ એ વખત રોક્યો. ત્યાર પછી ગુરુને રજોહરણ અર્પણ કરીને તે અજાણ્યા દેશમાં ગયો. હે ગૌતમ! શ્રતમાં કહેલા આ ઉપાયો જાણવા જોઈએ. [૮૯૦-૮૯૪] જેમકે જ્યાં સુધી ગુરને રજોહરણ અને પ્રવજ્યા પાછા આપણ ન કરાય ત્યાં સુધી ચારિત્ર વિરુદ્ધ કોઈ અપકાય ન આચરવું જોઈએ. જિનેશ્વરોએ ઉપદેશેલ આ વેષ-રજોહરણ ગુરને છોડીને બીજા સ્થાને ન છોડવું જઈએ. અંજલિપૂર્વક ગુરુને રજોહરણ અર્પણ કરવું જોઈએ. જે ગુરુ મહારાજ સમર્થ હોય અને તેને સમજાવી શકેતો સમજાવીને માર્ગે લાવે. જો બીજા કોઈ તેને સમજાવી શકે તેમ હોય તો તેને સમજાવવા માટે કહેવું. ગુરુએ પણ કદાચિતુ બીજાની વાણીથી ઉપશાન્ત થતો હોયતો વાંધો ન લેવો. જે ભવ્ય છે, જેણે પરમાર્થ જાણેલો છે. જગતની સ્થિતિનો જાણકાર છે, હે ગૌતમ! જે આ પદનો તિરસ્કાર કરે છે તે જેમ “આસડે’ માયા, પ્રપંચ અને દંભથી ચાર ગતિમાં ભ્રમણ કર્યું તેમ તે પણ ચારે ગતિમાં ભ્રમણ કરશે. [૮૯પ-૯૦૦] હે ભગવંત! માયા પ્રપંચ કરવાના સ્વભાવવાળો આસડ કોણ હતો? તે અમો જાણતા નથી. તેમજ કયા નિમિત્તે ઘણા દુઃખથી પરેશાન પામેલો અહિં ભટક્યો ? હે ગૌતમ ! કોઈ બીજા છેલ્લા કાંચન સરખી કાંતિવાળા તીર્થંકરના તીર્થમાં ભૂતીક્ષ નામના આચાર્યનો આસડ નામનો શિષ્ય હતો. મહાવ્રતો અંગીકાર કરીને Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ મહાનિસીહ દો-૯૦૦ તેણે સુત્ર અને અર્થનું અધ્યયન કર્યું ત્યારે વિષયની પીડા ઉત્પન્ન થઈ ન હતી પણ કુતૂહલથી ચિંતવવા લાગ્યો કે સિદ્ધાન્તમાં આવો વિધિ બતાવેલો છે. તો તે પ્રમાણે ગુરુ વર્ગને ખૂબ રંજન કરીને આઠ ગણું તપ કરવું, ભૃગુપાત કરવા, અનશન કરવું. ઝેર ખાવું આ વગેરે હું કરીશ, જેથી કરીને મને પણ દેવતા નિવારણ કરશે અને કહેશે કે તું લાંબા આયુષ્યવાળો છે, તારું મૃત્યુ થવાનું નથી. તારી ઈચ્છા પ્રમાણે ભોગો ભોગવ. વેશ રજોહરણ ગુરુ મહારાજને પાછો અર્પણ કરીને કોઈ બીજા અજાણ્યા દેશમાં ચાલ્યો જા, ભોગફલ ભોગવીને પાછળથી ઘોર વીર તપનું સેવન કરજે. [૯૦૧-૯૦પ અથવા ખરેખર હું મૂર્ખ છું. મારા પોતાના માયાશલ્યથી હું ઘવાયો છું. શ્રમણોને પોતાના મનમાં આવા પ્રકારની ધારણા કરવી યુક્ત ન ગણાય. પાછળથી પણ તેનું પ્રાયશ્ચિત આલોવીને આત્માને હલકો બનાવીશ અને મહાવ્રત ધારણ કરીશ. અથવા આલોવીને વળી પાછો માયાવી કહેવાઈશ. તો દશ વરસ સુધી મા ખમણ અને પારણે આયંબિલ, વીશ વર્ષ સુધી બબ્બે મહિનાના લાગલગાટ ઉપવાસ અને પારણે આયંબિલ પચીસ વર્ષ સુધી ચાંદ્રાયણ તપ. પૂરેપૂરા આઠ વર્ષ સુધી છઠ્ઠ અઠ્ઠમ અને ચાર ચાર ઉપવાસ, આવા પ્રકારનું મહાઘોર, પ્રાયશ્ચિત મારી પોતાની ઈચ્છાથી અહિ કરીશ આ પ્રાયશ્ચિત અહિં ગુરુમહારાજના ચરણ કમળમાં રહીને કરીશ. ૯િ૦૬-૯૦૯] મારા માટે આ પ્રાયશ્ચિત શું અધિક ન ગણાય ? અથવા તીર્થંકર ભગવંતોએ આ વિધિ શા માટે કલ્પેલ હશે ? હું આનો અભ્યાસ કરું છું. અને જેમણે મને પ્રાયશ્ચિતમાં જોડ્યો, તે સર્વ હકીકત સર્વજ્ઞ ભગવંતો જાણે, હું તો પ્રાયશ્ચિતનું સેવન કરીશ. જે કંઈ પણ અહિં દુષ્ટ ચિંતવન કર્યું તે મારું પાપ મિથ્યા થાઓ. આ પ્રમાણે કષ્ટહારી ઘોર પ્રાયશ્ચિત પોતાની મતિથી કર્યું અને તેમ કરીને શલ્યવાળો તે મૃત્યુ પામીને વાણવંતર દેવ થયો. હે ગૌતમ! જો તેણે ગુરુ મહારાજ સમક્ષ વિધિપૂર્વક આલોચના કરી હોત તો અને તેટલા પ્રાયશ્ચિતનું સેવન કર્યું હોતતો નવ રૈવેયકના ઉપરના ભાગના વિમાનમાં ઉત્પન્ન થાત. અમારાઆગમસુત્તાવિભાગ-૩૯મહાનિસીહંમાં ભૂલથી૯૧૦ને બદલે૧૦૦૦અનુકમ છપાયો છે. [૧૦૦૦-૧૦૦૩] વાણમંતર દેવમાંથી ચવીને હે ગૌતમ ! તે આસડ તિર્યંચ ગતિમાં રાજાના ઘરે ગધેડાપણે આવશે ત્યાં નિરંતર ઘોડાઓની સાથે સંઘટ્ટન કરવાના દોષથી તેના વૃષણમાં વ્યાધિ ઉત્પન્ન થયો, અને તેમાં કૃમિઓ ઉત્પન્ન થયા. વૃષણ ભાગમાં કૃમિઓથી ખવાતો હે ગૌતમ ! આહાર મળતો ન હોવાથી વેદનાથી રીબાતો હતો અને પૃથ્વી ચાટતો હતો. એટલામાં દુરથી સાધુઓ પાછા વળતા હતા તેમને દેખીને પોતાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનું સ્મરણ કરીને પોતાના આત્માની નિંદા અને ગહ કરવા લાગ્યો. વળી અનસન અંગીકાર કર્યું. ૧૦૦૪-૧૦૦૯] કાગડા કુતરાઓથી ખવાતો હે ગૌતમ ! શુદ્ધ ભાવથી અરિહંતોનું સ્મરણ કરતો કરતો શરીરનો ત્યાગ કરીને કાળ પામી તે દેવેન્દ્રોનો મહાઘોષ નામનો સામનિક દેવ થયો. ત્યાં દિવ્ય દ્ધિ સારી રીતે ભોગવીને ચવ્યો. ત્યાંથી તે વેશ્યા પણે ઉત્પન્ન થયો. જે પેલા કપટ કર્યું હતું તે પ્રગટ ન કર્યું હતું તેથી ત્યાંથી મરીને ઘણા અધમ તુચ્છ અંત-પ્રાન્તકુલોમાં ભટક્યો કાલક્રમે કરીને મથુરા નગરીમાં શિવ-ઈન્દ્રનો “દિવ્યજન નામનો પુત્ર થઈને પ્રતિબોધ પામી શ્રમણપણું અંગિકાર કરી Page #332 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૩૨૯ નિર્વાણ પામ્યો. હે ગૌતમ! આ પ્રમાણે કપટથી ભરેલા આસડનું દૃષ્ટાન્ત તને જણાવ્યું. જે કોઈ પણ સર્વજ્ઞ ભગવંતે કહેલા વચનને મનથી પણ વિરાધે છે. વિષયની પીડાથી નહિ, પરંતુ કુતુહલથી, પણ વિષયની અભિલાષા કરે છે. અને પછી, સ્વેચ્છાએ ગુરને નિવેદન કર્યા વગર પ્રાયશ્ચિતો સેવે જ છે. તે ભવની પરંપરામાં ભ્રમણ કરનારો થાય છે. [૧૦૧૦] આ પ્રમાણે જાણનારને એક પણ સિદ્ધાંતના આલાપકની ઉન્માર્ગની પ્રરૂપણા ન કરવી, એમ જાણવું. [૧૦૧૧] જો કોઈ સર્વ શ્રુતજ્ઞાન કે તેના અર્થ કે એક વચનને જાણીને માગનુસારે તેનું કથન કરે તે પાપ બાંધતો નથી. આટલું જાણીને મનથી પણ ઉન્માર્ગે પ્રવૃત્તિ ન કરવી. આ પ્રમાણે ભગવંતના મુખેથી સાંભળેલું હું તમને કહું છું. [૧૦૧૨-૧૦૧૫ હે ભગવંત! અકાર્ય કરીને અગર અતિચાર સેવન કરીને જો કોઈ પ્રાયશ્ચિતનું સેવન કરે તેના કરતાં જે અકાર્ય ન કરે તે વધારે સુંદર ગણાયા? હે ગૌતમ! અકાર્ય સેવન કરીને પછી હું પ્રાયશ્ચિત સેવન કરીને શુદ્ધિ કરી લઈશ. એ પ્રમાણે મનથી પણ તે વચન ધારણ કરીને રાખવું યોગ્ય નથી. જે કોઈ આવા વચન, સાંભળીને તેની શ્રદ્ધા કરે છે. કે તે પ્રમાણે વર્તન કરે છે તે સર્વ શિલભ્રષ્ટોનો સાર્થવાહ સમજવો. હે ગૌતમ ! કદાચ તે પ્રાણ સંદેહના કારણભૂત એવું આકરું પણ પ્રાયશ્ચિત કરે તો પણ જેમ પતંગીયો દીવાની શિખામાં પ્રવેશ કરે છે, તે તેના મૃત્યુ માટે થાય છે તેમ આજ્ઞાભંગ કરવા રૂપ તે દીપશિખામાં પ્રવેશ કરીને અનેક મરણવાળો સંસાર ઉપાર્જ છે. [૧૦૧૬-૧૦૧] હે ભગવંત! જે કોઈ પણ મનુષ્ય પોતાનામાં જે કોઈ બળ-વીય પુરુષકાર પરાક્રમ હોય તેને છૂપાવતો તપ સેવે તેનું શું પ્રાયશ્ચિત આવે ? હે ગૌતમ ! અશઠ ભાવવાળા તેને આ પ્રાયશ્ચિત હોઈ શકે. કારણ કે વૈરિનું સામર્થ્ય જાણીને પોતાની છતી શક્તિ હોવા છતાં પણ તેણે તેની ઉપેક્ષા કરી છે. જે પોતાનું બલ વીર્ય, સત્વ પુરૂષકાર છૂપાવે છે, તે શઠ શીલવાળો નરાધમ બબણો પ્રાયશ્ચિતી બને છે. નીચગોત્ર, નારકીમાં ઘોર ઉત્કૃષ્ટ સ્થિતિવાળું દુઃખ ભોગવતો તિર્યંચગતિમાં જાય અને ત્યાર પછી ચારે ગતિમાં તે ભ્રમણ કરનાર થાય છે. [૧૦૨૦-૧૦૨૪] હે ભગવંત! મોટું પાપકર્મ વેદીને ખપાવી શકાય છે. કારણકે કર્મ ભોગવ્યા વગર તેનો છૂટકારો કરી શકાતો નથી. તો ત્યાં પ્રાયશ્ચિત કરવાથી શો લાભ? હે ગૌતમ! અનેક ક્રોડો વર્ષોથી એકઠાં કરેલાં પાપ કર્મો સૂર્યથી જેમ તુષારહીમ ઓગળી જાય તેમ પ્રાયશ્ચિત રૂપી સૂર્યના સ્પર્શથી ઓગળી જાય છે. ઘનઘોર અંધકારવાળી રાત્રિ હોય પરન્તુ સૂર્યના ઉદયથી અંધકાર ચાલ્યો જાય છે. તેમ પ્રાયશ્ચિતરૂપી સૂર્યના ઉદયથી અંધકાર સરખા પાપકર્મો ચાલ્યા જાય છે. પરન્તુ પ્રાયશ્ચિત સેવન કરનારે જરૂર એટલો ખ્યાલ રાખવો જોઈએ કે જે પ્રમાણે શાસ્ત્રમાં કહેલ હોય તે પ્રમાણે પોતાના બળ-વીર્ય પુરુષકાર પરાક્રમને છૂપાવ્યા વગર અશઠભાવથી પાપશલ્યનો ઉદ્ધાર કરવો જોઈએ. બીજું સર્વથા આ પ્રમાણે પ્રાયશ્ચિત કરી તે પણ જે આ પ્રમાણે બોલતો નથી, તેણે શલ્યનો થોડો પણ કદાચ ઉદ્ધાર કર્યો હોય તો પણ તે લાંબાકાળ સુધી ચારે ગતિમાં ભ્રમણ કરે છે. [૧૦૨૫-૧૦૨૭] હે ભગવંત! કોની પાસે આલોચના કરવી જોઈએ. પ્રાયશ્ચિત કોણ આપી શકે? પ્રાયશ્ચિત કોને આપી શકાય? હે ગૌતમ! સો યોજન દૂર જઈને કેવળી Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ મહાનિસીહ- દો-૧૦૨૭ પાસે શુદ્ધ ભાવથી આલોચણા નિવેદન કરી શકાય. કેવલજ્ઞાનીના અભાવમાં ચાર જ્ઞાની પાસે, તેના અભાવમાં અવધિજ્ઞાની, તેના અભાવમાં મતિશ્રુતજ્ઞાની પાસે, જેનાં જ્ઞાત અતિશય વધારે નિર્મલ હોય ચડીયાતા હોય, તેની પાસે આલોચના દેવાય. [૧૦૨૮-૧૦૩૦] જે ગુરુમહારાજ ઉત્સર્ગ માર્ગની પ્રરૂપણા કરતા હોય ઉત્સર્ગ . માર્ગે પ્રયાણ કરતા હોય, ઉત્સર્ગ માર્ગની રુચિ કરતા હોય, સર્વ ભાવમાં ઉત્સર્ગનો વર્તાવ કરતા હોય, ઉપશાન્ત સ્વભાવવાળા હોય, ઈન્દ્રિયોનું દમન કરનારા હોય, સંયમી હોય, તપસ્વી હોય, સમિતિ ગુપ્તિની પ્રધાનતાવાળા દ્રઢ ચારિત્રનું પાલન કરનારા હોય, અસઠ ભાવવાળા હોય, તેવા ગીતાર્થ ગુરુની પાસે પોતાના અપરાધો નિવેદન કરવા, પ્રગટ કરવા અને પ્રાયશ્ચિત અંગિકાર કરવું. પોતે આલોચના કરવી કે બીજા પાસે કરાવવી, તેમજ હંમેશા ગુરુ મહારાજ કહેલ પ્રાયશ્ચિત અનુસાર પ્રાયશ્ચિત આચરે. [૧૦૩૧-૧૦૩૫] હે ભગવંત ! તેનું ચોક્કસ પ્રાયશ્ચિત કેટલું હોય ? પ્રાયશ્ચિત લાગવાના સ્થાનકો કેટલા અને કયા કયા હોય ? તે મને કહો. હે ગૌતમ ! સુંદર શીલવાળા શ્રમણોને સ્કૂલના થવાથી આવેલા પ્રાયશ્ચિત કરતાં સંયતી સાધ્વીને તેના કરતાં નવગણું પ્રાયશ્ચિત આવે, જો તે સાધ્વી દ્રઢ વ્રતવાળી અને સુંદર શીલવાળી હોય તો તે એકજ સાધ્વીને નવગણું પ્રાયશ્ચિત આવે છે. હવે જો તે સાધ્વી શીલની વિરાધના. કરે તો તેને સોગણું પ્રાયશ્ચિત આવે. કારણકે સામાન્યથી તેની યોનિના મધ્યમાં નવલાખ પંચેન્દ્રિય જીવો નિવાસ કરીને રહેલા હોય છે. તે સર્વને કેવલી ભગવંતો દેખે છે. તે જીવોને માત્ર કેવલજ્ઞાનથી જોઈ શકાય છે. અવધિજ્ઞાની દેખે છે પણ મન પર્યવજ્ઞાની જોઈ શકતા નથી. [૧૦૩૬] તે સાધ્વી કે કોઈપણ સ્ત્રી પુરુષના સંસર્ગમાં આવેતો (સંભોગ કરેતો) ઘાણીમાં જેમ તલ પીલાય તેવી રીતે તે યોનિમાં રહેલા સર્વે જીવો રતિક્રિડામાં મદોન્મત થયા. ત્યારે યોનિમાં રહેલા પંચેન્દ્રિય જીવોનું મથન થયા છે. ભસ્મીભૂત થાય છે. [૧૦૩૭-૧૦૪૧] સ્ત્રીઓ જ્યારે ચાલે છે ત્યારે તે જીવો ગાઢ પીડા પામે છે. પેશાબ કરે છે ત્યારે બે કે ત્રણ જીવો મૃત્યુ પામે છે. અને બાકીના પરિતાપ દુઃખ પામે છે. હે ગૌતમ! પ્રાયશ્ચિતના સંખ્યામાં સ્થાનકો છે, તેમાંથી એક પણ ને આલોવ્યા વગરનું રહી જાય અને શલ્યસહિત મૃત્યુ પામે તો, એક લાખ સ્ત્રીના પેટ ફાડીને કોઈ નિર્દય મનુષ્ય સાતઆઠ મહિનાના ગર્ભને બહાર કાઢે, તે તરફડતો ગર્ભ જે દુઃખ અનુભવે અને તેના નિમીત્તે તે પેટ ફાડનાર મનુષ્યને જેટલું પાપ લાગે તેના કરતાં એક સ્ત્રીના સાથે મૈથુન પ્રસંગમાં સાધુ નવ ગણું પાપ બાંધે. સાધ્વીની સાથે સાધુ એક વખત મૈથુન સેવતો હજારગણું, બીજી વખત સેવે તો ક્રોડ ગણું અને ત્રીજી વખત મૈથુન સેવે તો બોધિ-સમ્યકત્વનો નાશ થાય. [૧૦૪૨-૧૦૪૩] જે સાધુ સ્ત્રીને દેખીને મદનાસક્ત થઈ સ્ત્રી સાથે રતિક્રીડા કરનાર થાય છે તે બોધિલાભથી ભ્રષ્ટ બનીને બિચારો ક્યાંય ઉત્પન થશે. સંયત સાધુકે સાધ્વી જે મૈથુન સેવન કરે છે. તે અબોધિ લાભ કર્મ ઉપાર્જે છે. તે થકી અપૂકાય અને અગ્નિકાયમાં ઉત્પન્ન થવાને લાયકનું કર્મ બાંધે છે. [૧૦૪૪-૧૦૪૯] આ ત્રણમાં અપરાધ કરનાર હે ગૌતમ ! ઉન્માર્ગનો વ્યવહાર કરે છે અને સર્વથા માર્ગનો વિનાશ કરનાર થાય છે. હે ભગવંત ! આ દ્રુષ્ટાન્તથી જે Page #334 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૬ ૩૭૧ ગૃહસ્થો ઉત્કટ મદવાળા હોય છે. અને રાત કે દિવસે સ્ત્રીનો ત્યાગ કરતા નથી તેની શી ગતિ થશે? તેવાઓ પોતાના શરીરનાં પોતાના જ હસ્તથી છેદીને તલ તલ જેવડા નાના ટુકડા કરીને અગ્નિમાં હોમ કરે તો પણ તેમની શુદ્ધિ દેખાતી નથી. તેવો પણ જો તે પરસ્ત્રીનાં પચ્ચકખાણ કરે અને શ્રાવક ધર્મનું પાલન કરે તો મધ્યમ ગતિ પ્રાપ્ત કરે. હે ભગવંત ! જો સંતોષ રાખવામાં મધ્યમ ગતિ થાયતો પછી પોતાના શરીરનો હોમ કરનાર તેની શુદ્ધી કેમ ન મેળવે? હે ગૌતમ! પોતાની કે પારકી સ્ત્રી હોય અગર સ્વપતિ કે અન્ય પુરુષ હોય તેની સાથે રતિક્રીડા કરનાર પાપબંધ કરનાર થાય છે. પરન્તુ એ બંધક થતો નથી. [૧૦પ૦-૧૦૫૧] જે કોઈ આત્મા કહેલો શ્રાવક ધર્મ પાલન કરે છે અને પરસ્ત્રીનો જીવન પર્યન્તનો ત્રિવિધે ત્યાગ કરે છે. તેના પ્રભાવથી તે મધ્યમ ગતિ મેળવે છે. અહિં ખાસ એ વાત ધ્યાનમાં રાખવી કે નિયમ વગરનો હોય. પરદારા ગમન કરનારો હોય, તેઓને કર્મબંધ થાય છે. અને જેઓ તેની નિવૃત્તિ કરે છે. પચ્ચખાણ કરે છે, તેમને મહાફળની પ્રાપ્તિ થાય છે. [૧૦૫૨-૧૦પ૩] પાપની કરેલી નિવૃત્તિને જો કોઈ અલ્પ પ્રમાણમાં પણ વિરાધે, માત્ર મનથી જ વ્રતની વિરાધના કરે તો જે પ્રકારે મેઘમાલા નામની આ મૃત્યુ પામીને દુર્ગતિએ ગઈ તે પ્રમાણે મનથી અલ્પ પણ વ્રતની વિરાધના કરનાર દુર્ગતિ પામે છે. તે ભુવનના બંધવ ! મનથી પણ અલ્પ પ્રત્યાખ્યાનનું ખંડન કરીને મેઘમાલાએ જે કર્મ ઉપાર્જન કર્યું. અને દુર્ગતિ પામી તે હું જાણતો નથી. [૧૦૫૪] બારમા વાસુપૂજ્ય તીર્થંકર ભગવંતના તીર્થમાં ભોળી કાજળ સરખા શરીરના કાળાવર્ણવાળી દુર્બલ મનવાળી મેઘમાલા નામની એક સાધ્વી હતી. [૧૦પપ-૧૦૫૮] ભિક્ષા ગ્રહણ કરવા માટે બહાર નિકળી બીજી બાજુ એક સુંદર મકાન ઉપર એક સ્ત્રી બેઠેલી હતી. તે નજીકના બીજા મકાનમાં લંઘન કરીને જવાની અભિલાષા કરતી હતી. ત્યારે આ સાધ્વીએ મનથી તેને અભિનંદી એટલામાં તે બને સળગી ઉઠી, તે સાધ્વીએ પોતાના નિયમનો સૂક્ષ્મ ભંગ થયો તેની ત્યાં નિંદા ન કરી. તે નિયમના ભંગના દોષથી બળીને પ્રથમ નરકે ગઈ. આ પ્રમાણે સમજીને જો તમોને અક્ષય-અનંત-અનુપમસુખની અભિલાષા હોય તો અતિનાના નિયમ કે વ્રતની વિરાધના થવા ન દેશો. [૧૦પ૯-૧૦૬૧] તપ સંયમ કે વ્રતને વિશે નિયમ એ દંડનાયક કોટવાળા સરખો છે. તે નિયમને ખંડિત કરનારના વ્રત નથી કે સંયમ (રહેતા) નથી. માછીમાર આખા જન્મમાં માછલા પકડીને જે પાપ બાંધે છે. તેના કરતાં વ્રતના ભંગની ઈચ્છા કરનારા આઠ ગણું પાપ બાંધે છે. પોતાની દેશના શક્તિ કે લબ્ધિથી જે બીજાને ઉપશાન્ત કરે અને દિક્ષા લે તે પોતાના વતન ખંડિત ન કરતો તેટલા પુણ્યને ઉપાર્જન કરનારો થાય છે. [૧૦૬૨] ગૃહસ્થ સંયમ અને તપને વિશે પ્રવૃત્તિ કરનાર અને પાપની નિવૃત્તિ કરનારા હોય છે. જ્યાં સુધી તેઓ દીક્ષા અંગીકાર કરતા નથી ત્યાં સુધી જે કંઈ પણ ધમનુષ્ઠાન કરે તેમાં તેનો લાભ થાય છે. [૧૦૬૩-૧૦૬૪] સાધુ સાધ્વીઓના વર્ગે અહિં સમજી લેવું જોઈએ કે હે ગૌતમ ! ઉશ્વાસ નિશ્વાસ સિવાય બીજી કોઈ પણ ક્રિયા ગુરની રજા સિવાય કરવાની હોતી નથી. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ મહાનિસીહ-દ-૧૦૬૪ તે પણ જયણાથી જ કરવાની આજ્ઞા છે. અજયણાથી શ્વાસોશ્વાસ લેવા મૂકવાના સર્વથા હોતા નથી. અજયણાથી ઉશ્વાસ લેનારને તપ કે ધર્મ ક્યાંથી હોય? [૧૦૬૫-૧૦૬૯] હે ભગવંત ! જેટલું દેખ્યું હોય કે જાણ્યું હોય તેનું પાલન તેટલા પ્રમાણમાં કેવી રીતે કરી શકાય ? જેઓએ હજુ પરમાર્થ જાણ્યો નથી, કૃત્ય અને અકૃત્યના જાણકાર થયા નથી. તેઓ પાલન કેવી રીતે કરી શકશે? હે ગૌતમ! કેવલી ભગવંતો એકાંતહીત વચનને કહે છે. તેઓ પણ જીવોના હાથ પકડીને બલાત્કારથી ધર્મ કરાવતા નથી. પરન્તુ તીર્થંકર ભગવંતે કહેલા વચનને “તહત્તિ' કહેવા પૂર્વક જેઓ તે પ્રમાણે વર્તન કરે છે, તેઓના ચરણમાં હર્ષ પામતા ઈન્દ્રો અને દેવતાના સમુદાયો પ્રણામ કરે છે. જેઓએ હજુ પરમાર્થ જાણ્યો નથી, કૃત્યાયનો વિવેક જાણ્યો નથી. તેઓ આંધળાની પાછળ આંધળો ચાલ્યા કરે અને ખાડા ટેકરા પાણી છે કે જમીન છે કે કાદવ છે કે ઠીકરા છે. તેનું ભાન હોતું નથી. તેમ અજ્ઞાનીને ધર્મની આરાધના થાય છે કે વિરાધના તેનું જાણ પણું હોતું નથી. માટે કાંતો પોતે ગીતાર્થ-શાસ્ત્રના જાણકાર હોય, તેનો વિહાર અથવા તેવા ગીતાર્થની નિશ્રામાં-આજ્ઞામાં રહીને વિહાર કરવાની ઉત્તમ સાધુ માટે શાસ્ત્રકારોએ અનુજ્ઞા આપેલી છે. આ બે સિવાય ત્રીજો વિકલ્પ શાસ્ત્રમાં નથી. [૧૦૭૦-૧૦૭૧] સારી રીતે સંવેગ પામેલા હોય, આળસ રહિત હોય, વૃઢવ્રતવાળા હોય, નિરંતર અખલિત ચારિત્રવાળા હોય, રાગ-દ્વેષ વગરના હોય, ચારે કષાયોને ઉપશમાવેલા હોય, ઈન્દ્રિયોને જીતનારા હોય એવા ગુણવાળા જે ગીતાર્થ ગુરૂ હોય તેવાની સાથે વિહાર કરવો. કારણકે તેઓ છવસ્થ હોવા છતાં (શ્રત) કેવલી છે. ૧૦૭૨-૧૦૭૬] હે ગૌતમ ! જ્યાં સૂક્ષ્મ પૃથ્વીકાયના એક જીવને કિલામણા થાય છે તો તેનો સર્વ કેવલીએ અલ્પારંભ કહે છે. જ્યાં નાના પૃથ્વીકાયના એક જીવનો પ્રાણય વિયોગ થાય તેને સર્વ કેવલીઓ મહારંભ કહે છે. એક પૃથ્વીકાયના જીવને થોડો મસળવામાં આવે તો તેનાથી અશાતાવેદનીય કર્મબંધ થાય. કે જે પાપશલ્ય ઘણી મુશ્કેલીથી છોડી શકાય. તે જ પ્રમાણે અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય તથા મૈથુન સેવનનાં ચીકણાં પાપકર્મ ઉપાર્જન કરે છે. માટે મૈથુનસંકલ્પ, પૃથ્વીકાયાદિ જીવ વિરાધના દુરત ફલ આપતા હોઈ જાજીવ ત્રિવિધ ત્રિવિધ તજવા. [૧૦૭૭-૧૦૮૨] માટે જેઓ પરમાર્થને જાણતા નથી, તેમજ હે ગૌતમ ! જેઓ અજ્ઞાની છે, તેઓએ દુર્ગતિના પંથને આપનાર એવા પૃથ્વીકાય આદિની વિરાધના ગીતાર્થ ગુરુનિશ્રામાં રહી સંયમસાધના કરવી. ગીતાર્થના વચને હલાહલ ઝેરનું પાન કરવું. કોઈ પણ વિકલ્પ કર્યા વગર તેમના વચનનાઅનુસારે તત્કાલ ઝેરનું પણ ભક્ષણ કરી લેવું. પરમાર્થથી વિચાર કરીએનો તે વિષ નથી. ખરેખર તેમનું વચન અમૃત રસના આસ્વાદ સરખું છે. આ સંસારમાં તેમના વચનને અનુસાર વગર વિચારે અનુસરનારો મરીને પણ અમૃત પામે છે. અગીતાર્થના વચનથી અમૃતનું પણ પાન ન કરવું. પરમાર્થથી અગીતાર્થનું વચન અમૃત નથી પણ તે ઝેર યુક્ત હળાહળ કાલકૂટ વિષ છે. તેના વચનથી અજરામર બની શકાતું નથી. પરંતુ મૃત્યુ પામીને દુગતિમાં જાય છે. માર્ગમાં મુસાફરી કરનારને ચોરો વિદ્ધ કરનારા થાય છે તે પ્રમાણે મોક્ષમાર્ગની મુસાફરી કરનાર માટે અગીતાર્થ અને કુસીલનો સમાગમ એ વિધ્ધ કરનાર છે, માટે તેવાનો સંગ દૂરથી તજવો. Page #336 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩૩૩ [૧૦૮૩-૧૦૮૪] ધગધગતા અગ્નિને દેખીને તેમાં પ્રવેશ નિશંકપણે કરવો અને પોતાને બળી મરવું સારું છે. પરન્તુ કદાપિ કુસલના સમાગમનાં ન જવું. કે તેનું શરણ ન સ્વીકારવું લાખ વર્ષ સુધી શૂળીમાં વિંધાઈને સુખેથી રહેવું સારું છે. પરન્તુ અગીતાર્થની સાથે એક ક્ષણ પણ વાસ ન કરવો. | [૧૦૮૫-૧૦૮૭] મંત્રતંત્ર વગરનો હોય અને ભયંકર દૃષ્ટિવિષ સર્પ કરડતો હોય, તેનો આશ્રય ભલે કરજે પણ અગીતાર્થ અને કુશીલ અધર્મનો સહવાસ ન કરીશ. હળાહળ ઝેર ખાઈ જજે, કારણકે તે તેજ કાળે એક વખત મારી નાખશે પરંતુ ભૂલેચૂકે પણ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ, કારણકે તેના સંસર્ગથી લાખો મરણો ઉપાર્જન કરીશ. ઘોરરૂપવાળા ભયંકર એવા સિંહ વાઘ કે પિશાચ ગળી જાયતો નાશ પામવું પરંતું કુશીલ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ. [૧૦૮૮-૧૦૮૯] સાત જન્માંતરના શત્રુને સગો ભાઈ માનજે, પરંતુ વ્રત નિયમોની વિડંબના કરાવનાર પિતા હોયતો પણ તેને શત્રુ સમાન માનજે. ભડભડતા અગ્નિમાં પ્રવેશ કરવો સારો છે પરન્તુ સૂક્ષ્મ પણ નિયમની વિરાધના કરવી સારી નથી. સુવિશુદ્ધ નિયમ યુક્ત કર્મવાળાનું મૃત્યુ સુંદર છે પણ નિયમ ભાંગીને જીવવું સારું નથી. [૧૦૯૦-૧૦૯૧] હે ગૌતમ ! અગીતાર્થ પણાના દોષથી ઈશ્વરે જે પ્રાપ્ત કર્યું તે સાંભળીને તરત ગીતાર્થ મુનિ બનવું, હે ભગવંત! ઈશ્વર કોણ મુનિવર હતા તે હું જાણતો નથી. તેમજ અગીતાર્થના દોષથી તેણે શું પ્રાપ્ત કર્યું તે મને કહો. [૧૦૯૨-૧૦૯૪] હે ગૌતમ! કોઈક બીજી ચોવીશના પ્રથમ તીર્થંકર ભગવંત જ્યારે વિધિપૂર્વક નિવણ પામ્યા ત્યારે મનોહર નિવણ મહોત્સવ પ્રવર્તતો હતો, અને સુંદરરૂપવાળા દેવો અને અસુરો નીચે ઉતરતા હતા અને ઉપર ચડતા હતાં. ત્યારે નજીકમાં રહેનાર લોકો આ દેખીને વિચારવા લાગ્યા કે અરે આજે મનુષ્યલોકમાં આશ્ચર્ય દેખીએ છીએ. કોઈ વખત પણ ક્યાંય આવી ઈન્દ્રજાલો-સ્વપ્ન જોવામાં આવ્યું નથી. [૧૦૯પ-૧૧૦૨] આવા પ્રકારની વિચારણા કરતા કરતા એક મનુષ્યને પૂર્વ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે ક્ષણવાર મૂચ્છ પામ્યો પરન્તુ ફરી વાયરાથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવ્યા પછી થરથર ધ્રુજવા લાગ્યો અને લાંબા કાળ સુધી પોતાના આત્માની ખુબ નિન્દા કરવા લાગ્યો. તરત જ મુનિપણું અંગીકાર કરવા ઉદ્યત થયો. ત્યાર પછી તે મહાયશવાળો પંચમુષ્ટિક લોચ કરવાનો જેટલામાં શરુ કરે છે. તેટલામાં દેવતાએ વિનય પૂર્વક તેને રજોહરણ અર્પણ કર્યું. તેના કષ્ટકારી ઉગ્રતપ અને ચારિત્ર દેખીને તથા લોકોને તેની પૂજા કરતા જોઈને ઈશ્વર જેટલામાં ત્યાં આવીને તેને પૂછવા લાગ્યો કે તમોને દીક્ષા કોણે આપી? ક્યાં જગ્યા છો! તમારું કુળ કયું છે ? કોના ચરણકમળમાં અતિશયવાળા સૂત્ર અને અર્થનું તમે અધ્યયન કર્યું? તે પ્રત્યેક બુદ્ધ તેને જેટલામાં સર્વ-જાતિ-કુલ-દીક્ષા-સૂત્ર-અર્થ વગેરે જે પ્રમાણે પ્રાપ્ત કર્યા તે કહેતા હતા તેટલામાં તે સર્વ હકીકત સાંભળીને નિભંગી તે આ પ્રમાણે ચીંતવવા લાગ્યો કે - આ જુદો છે, આ અનાર્ય લોકો દંભથી ઠગે છે તો કેવા પ્રકારનું આ બોલે છે તેવાજ પ્રકારના તે જિનવર પણ હશે. આ વિષયમાં કાંઈ વિચારવાનું નથી. એમ માનીને લાંબાકાળ સુધી મૌન પણે ઊભો રહ્યો. [૧૧૦૩-૧૧૦૪] અથવા તો નાના-એમ નહિં દેવ અને દાનવોથી પ્રણામ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ મહાનિસીહ- -૧૧૦૪ કરાએલા તે ભગવંત જો મારા મનમાં રહેલા સંશયને છેદે તો મને ખાત્રી થાય. તેટલામાં વળી ચિંતવ્યું કે જે થવાનું હોય તે થાઓ, મારે અહિં વિચાર કરવાનું શું પ્રયોજન છે. હું તો સર્વ દુઃખ (દોષ) નો નાશ કરનાર પ્રવજ્યાને અહિં અભિનંદન આપું છું. અથવું તે ગ્રહણ કરવાની ઈચ્છા રાખું છું. [૧૧૦પ-૧૧૦૭] તેટલામાં જિનેશ્વરની પાસે જવા નિકળ્યો. પરન્તુ જીનેશ્વરને ન દેખ્યા. એટલે ગણધર ભગવંત પાસે જવા માટે પ્રયાણ કર્યું. જિનેશ્વર ભગવંતે કહેલા સૂત્ર અને અર્થની પ્રરૂપણા ગણધર મહારાજા કરતા હોય છે. જ્યારે અહિં ગણધર મહારાજા વ્યાખ્યાન કરતા હતા ત્યારે તેમાં આ આલાપક આવ્યો કે “એક જ પૃથ્વીકાય જીવો સર્વત્ર ઉપદ્રવ પામે છે. તે એનું રક્ષણ કરવા કોણ સમર્થ થઈ શકે છે? [૧૧૦૮-૧૧૧૧] આ વિષયમાં આ મહાયશવળા પોતાના આત્માની લઘુતા કરે છે. આ સમગ્ર લોકોમાં આ વાત-સિદ્ધ કરવા યોગ્ય નથી. આવી વાત આ કેમ પ્રરૂપતા હશે ? આ તેમનું વ્યાખ્યાન પ્રગટપણે અત્યન્ત કાનમાં કડકડ કરનારું છે. નિષ્કારણ, ગળાને શોષવે છે. તે સિવાય કંઈ ફાયદો નથી. આવું વર્તન કોણ કરી શકશે? માટે આ ઉપદેશ છોડીને સામાન્ય કે કંઈક મધ્યમ પ્રકારના ધર્મનો ઉપદેશ કરવો જોઈએ. જેથી કરીને પણ આપણી પાસે આવતા લોકો ઉભગી (કંટાળી) ન જાય. [૧૧૧૨-૧૧૧] અથવા તો ખરેખર હંમુઢ પાપકર્મ નરાધમ છું ભલે હું તેમ કરતો. નથી પરંતુ બીજા લોક તો તેમ વર્તે છે. વળી અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે આ હકીકત. પ્રરૂપેલી છે. જે કોઈ તેમના વચનથી વિપરીત વાત કરે તેનો અર્થ ટકી શકતો નથી. માટે હવે હું આનું ઘોર અતિદુષ્કર ઉત્તમ પ્રકારનું પ્રાયશ્ચિત એકદમ તરત જલ્દી અતિ શીધ્રતર સમયમાં કરીશ, કે જેટલામાં મારું મૃત્યુ ન થાય. આશાતના કરવાથી મેં એવું પાપ કરેલું છે કે દેવતાઈ સો વર્ષનું એકઠું કરેલું પુણ્ય પણ તેનાથી વિનાશ પામે છે. હવે તે પ્રાયશ્ચિત કરવા તૈયાર થયો છે. અને પોતાની મતિ કલ્પનાથી તેવા પ્રકારનું મહાઘોર પ્રાયશ્ચિત કરીને પ્રત્યેક બુદ્ધની પાસે ફરીથી પણ ગયો. [૧૧૧૭-૧૧૨૩] ત્યાં પણ સૂત્રની વ્યાખ્યા શ્રવણ કરતા કરતા તેજ અધિકાર ફરી આવ્યો કે પૃથ્વી આદિનો સમારંભ સાધુ ત્રિવિધ ત્રિવિધ વર્ષે અતિશય મૂઢ એવો તે ઈશ્વરસાધુ મુર્ખ બનીને ચિંતવવા લાગ્યો કે આ જગતમાં કોણ તે પૃથ્વીકાયાદિકનો સમારંભ કરતો નથી? ખુદ પોતે જ તો પૃથ્વી કાયના ઉપર બેઠેલા છે, અગ્નિથી પકાવેલ આહાર ખાય છે અને તે સર્વ બીજ-ધાન્યમાંથી ઉત્પન્ન થાય છે. બીજું પાણી વગર એક ક્ષણ પણ કેમ, જીવી શકાય? તો ખરેખર આ પ્રત્યક્ષ જ અવળી હકીકત જણાય છે. હું તેની પાસે આવ્યો પરંતુ આ વાતમાં કોઈ શ્રદ્ધા કરવાના નથી. તો તેઓ ભલે અહિં રહે આમના કરતાં આ ગણધર ભગવંત ઘણા ઉત્તમ છે. અથવા તો અહિ એ કોઈ પણ મારું કહેલું નહિં કરશે. આવા પ્રકારનો ધર્મ પણ કયા કારણથી કહેતા હશે ! જો અત્યંત કડકડતો- આકરો ધર્મ કહેશે તો ફરી હવે સાંભળીશ જ નહિ. [૧૧૨૪-૧૧૩૮] અથવા તેઓને બાજુ પર રાખો. હું જાતે જ સુખેથી બની શકે અને સર્વ લોકો કરી શકે એવો ધર્મ કહીશ. આ જે કડકડ-આકરો ધર્મ કરવાનો કાળ નથી. એમ જેટલામાં ચિતવે છે એટલામાં તો તેના ઉપર ધડધડ શબ્દ કરતી વિજળી તૂટી પડી. હે ગૌતમ ! તે ત્યાં મૃત્યુ પામીને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો. શાસન Page #338 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩૩૫ શ્રમણપણું શ્રુતજ્ઞાનના સંસર્ગના પ્રત્યેનીકપણાના કારણે ઈશ્વર લાંબા કાળ સુધી નરકમાં દુખનો અનુભવ કરીને અહીં આવીને સમુદ્રમાં મહામસ્થ થઈને ફરી પણ સાતમી નારકીમાં તેત્રીશ સાગરોપમના મોટા કાળ સુધી દુખે કરી સહન કરી શકાય તેવા ભયંકર દુઃખો ભોગવીને અહીં આવેલો ઈશ્વરનો જીવ તિર્યંચ એવા પક્ષીમાં કાગડા. પણે ઉત્પન્ન થયો. ત્યાંથી વળી પ્રથમ નારકીમાં જઈને આયુષ્ય પૂર્ણ કરીને અહીં દુષ્ટ શ્વાનપણે ઉત્પન્ન થઈને ફરી પણ પહેલી નારકીમાં ગયો. ત્યાંથી નીકળીને સિંહપણે ફરી પણ મરીને ચોથીમાં જઈને અહિં આવ્યો. અહિંથી પણ નરકમાં જઈને તે ઈશ્વરનો જીવ કુંભારપણે ઉત્પન્ન થયો. ત્યાં કુષ્ઠી થઈને અતિશય દુઃખી થએલો, કૃમિઓથી ફોલી ખવાતો પચાસ વર્ષ સુધી પરાધીન પણ તેનું પારાવાર દુઃખ સહન કરી અકામ નિર્જરા કરી અને ત્યાંથી દેવ ભવમાં ઉત્પન્ન થઈને ત્યાંથી અહિં રાજા પણું પામીને સાતમી નારકીમાં ગયો. એ પ્રમાણે ઈશ્વરનો જીવ સ્વકલ્પના કરવાના કારણે નારક અને તિર્યંચ ગતિમાં તેમજ કુત્સિત - અધમ મનુષ્યગતિમાં લાંબા કાળસુધી ભવ ભ્રમણ કરીને ઘોર દુઃખ ભોગવીને અત્યન્ત દુઃખી થએલો અત્યારે ગોશાકલ પણે થએલો છે. અને તે જ આ ઈશ્વરનો જીવ છે. માટે પરમાર્થ સમજવા પૂર્વક સારાસારથી પરિપૂર્ણ એવા શાસ્ત્રના ભાવને જલદી જાણીને ગીતાર્થ મુનિ બનવું. [૧૧૩૯-૧૧૪૦] સારાસારને જાણ્યા વગર અગીતાર્થપણાના દોષથી રજુઆયએ એક વચન માત્રથી જે પાપને ઉપાર્જન કર્યું. તે પાપથી તે બિચારાને નારકી-તિર્યંચ ગતિમાં તેમજ અધમ મનુષ્ય પણામાં જે જે પ્રકારની નિયંત્રણાઓ હેરાન ગતિઓ ભોગવવી પડશે, તે સાંભળીને કોને વૃતિ પ્રાપ્ત થાય? [૧૧૪૧] હે ભગવંત ! તે રજુ આય કોણ હતી અને તેણે અગીતાર્થપણાના દોષથી વચન માત્રથી કેવું પાપ કર્મ ઉપાર્જન કર્યું કે જે વિપાકો સાંભળીને વૃતિ ન મેળવી શકાય? હે ગૌતમ આ જ ભરત ક્ષેત્રમાં ભદ્ર નામના આચાર્ય હતા. તેમને મહાનુભાવ એવા પાંચસો શિષ્યો અને બારસો નિર્ઝન્થી-સાધ્વીઓ હતા. તે ગચ્છમાં ચોથા (આયંબિલ) રસયુક્ત ઓસામણ, ત્રણ ઉકાળાવાળું અતિ ઉકાળેલ એવા ત્રણ પ્રકારના અચિત જળ સિવાય ચોથા પ્રકારના જળનો વપરાશ ન હતો. કોઈક સમયે રજ્જા નામની આયને પૂર્વે કરેલા અશુભ પાપ-કર્મના ઉદયના કારણે કુષ્ઠવ્યાધિથી શરીર સડી ગયું અને તેમાં કૃમિઓ ઉત્પન્ન થઈને તેને ફોલી ખાવા લાગી. કોઈક સમયે-આયને દેખીને ગચ્છમાં રહેલી બીજી સંયતીઓ તેને પૂછવા લાગી કે - અરે અરે દુષ્કરકારિકે? આ તને એકદમ શું થયું? ત્યારે હે ગૌતમ ! મહાપાપકર્મી ભગ્નલક્ષણ જન્મવાળી તે રજ્જા-આર્યાએ સંયતીઓને એવો પ્રત્યુત્તર આપ્યો છે આ અચિત જળનું પાન કરવાના કારણે આ મારું શરીર વણસીને નાશ પામ્યું છે.” જેટલામાં આ વચન બોલી તેટલામાં સર્વ સંયત્તિઓના સમૂહનું દૃય એકદમ ક્ષોભ પામ્યું કે આપણો આ અચિત જળનું પાન કરીએ તેથી આની જેમ મૃત્યુ પામીશું. પરન્તુ તે ગચ્છમાંથી એક સાધ્વીએ ચિંતવ્યું કે-કદાચ આ મારું શરીર એક પલકારા જેટલા અલ્પ કાળમાં જ સડી જાવ અને સડીને ટુકડે ટુકડા થઈ જાય તો પણ સચિત્ત જળનું પાન આ જન્મમાં કદી પણ કરીશ નહિં. અચિત્ત જળનો ત્યાગ નહિં કરીશ. બીજું અચિત જળથી આ સાધ્વીનું શરીર વણસી ગયું છે એ હકીકત Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ મહાનિસીહ– ૬/૧૧૪૧ શું સત્ય છે? સર્વથા એ વાત સત્ય નથી જ. કારણકે પૂર્વ ભવમાં કરેલા અશુભ પાપ કર્મના ઉદયથી જ આવા પ્રકારનું બને છે. એ પ્રમાણે અતિશય સુંદર વિચારણા કરવા લાગી. અરે જુઓ તો ખરા કે અજ્ઞાન દોષથી અવરાએલી અતિશય મૂઢ દયવાળી લજ્જા રહિત બનીને આ મહાપાપ-કર્મણી સાધ્વીએ સંસારના ઘોર દુઃખ આપનાર આવું-કેવું દુષ્ટ વચન ઉચ્ચાર્યું? કે મારા કાનના વિવરમાં પણ પ્રવેશ કરી શકતું નથી. તો ભવાન્તરમાં કરેલા અશુભ પાપકર્મના ઉદયના કારણે જે કંઈ દરિદ્ધતા, દુભાંગ્ય, અપયશ, ખોટા કલંક લાગવા, કુષ્ઠાદિક વ્યાધીના કલેશોના દુઃખો શરીરમાં થવા, આ વગેરે ઉત્પન્ન થાય છે. તેમાં કે ફેરફાર થતા નથી. કારણકે આગમમાં કહયું છે કે [૧૧૪૨] પોતે જાતે ઉપાર્જન કરેલા દુઃખ કે સુખ કોણ કોઈને આપી શકે છે કે લઈ શકે છે? પોતે કરેલ કર્મ કોણ હરી શકે છે અને કોનું કર્મ હરણ કરી શકાય છે? પોતે કરેલ કર્મ અને ઉપાર્જન કરેલ સુખ કે દુઃખ પોતાને જ ભોગવવા પડે છે.' [૧૧૪૩] એમ વિચારતા તે સાધ્વીજીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે દેવોએ કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. તે કેવલી સાધ્વીજીએ મનુષ્યો દેવો અસુરોના તથા સાધ્વીઓના સંશયરૂપ અંધકારના પડલને દૂર કર્યો. ત્યાર પછી ભક્તિ ભરપૂર દયવાળી ૨જ્જા આયએિ પ્રણામ કરવા પૂર્વક પ્રશ્ન પૂછ્યો કે- હે ભગવંત! કયા કારણે મને આટલો મોટો મહાવેદનાવાળો વ્યાધિ ઉત્પન્ન થયો ? ત્યારે હે ગૌતમ ! જળવાળા, મેઘ અને ભિના શબ્દ સરખા મનોહર ગંભીર સ્વરવાળા કેવલીએ કહ્યું કે- હે દુષ્કરકારિકે તું સાંભળ- કે તારા શરીરનું વિઘટન કેમ થયું? તારું શરીર રક્ત અને પિત્તનાં દોષથી દુષિત થએલું હતું જ, વળી તેમાં તે સ્નિગ્ધ આહાર સાથે કરોળીયા જન્તવાળો આહાર ગળાડુબ ખાધો. બીજું એ પણ કારણ છે કે - આ ગચ્છમાં સેંકડો. સંખ્યા પ્રમાણ સાધુ-સાધ્વીઓ હોવા છતાં, જેટલા સચિત્ત પાણીથી માત્ર આંખો ધોઈ શકાય તેટલા અલ્પ પણ સચિત્ત જળનો ગૃહસ્થના કારણે કદાપિ પણ સાધુએ ભોગવટો કરી શકાતો નથી. તેને બદલે તેંતો વળી ગૌમુત્ર ગ્રહણ કરવા માટે જતાં જતાં જેના મુખ ઉપર નાસિકામાંથી ગળતા લીટ લપેટાયા હતા, ગળાના ભાગ પર તે લાગેલા હતા. તે કારણે બણબણતી માખીઓ ઉડતી હતી, એવા શ્રાવક પુત્રના મુખને સચિત જલથી પ્રક્ષાલન કર્યું તેવા સચિત્ત જળનો સંઘટ્ટો કરવાની વિરાધનાના કારણે દેવો અસુરોને વંદન કરવા લાયક અલંઘનીય એવી ગચ્છમયદાને પણ તોડી. પ્રવચન દેવતા આ તારું અઘટિત વર્તન સહન કરી શકી નહિં-કે સાધુ કે સાધ્વીજીએ પ્રાણના સંશયમાં પણ કુવા, તળાવ, વાવડી, નદી આદિના જળને હાથથી સ્પર્શ કરવાનો કહ્યું નહિં. વિતરાગ પરમાત્માઓએ સાધુ-સાધ્વી માટે સર્વથા અચિત્ત જલ હોય તે પણ સમગ્ર દોષથી રહિત હોય, ઉકળેલું હોય, તેનો જ પરિભોગ કરવા કહ્યું છે. તેથી દેવતાએ ચિંતવ્યું કે આ દુરાચારીને એવી રીતે શિક્ષા કરે કે જેથી તેની જેમ બીજી કોઈ આવા પ્રકારનું આચરણ કે પ્રવૃત્તિ ન કરે. એમ ધારી અમુક અમુક ચુર્ણનો યોગ જ્યારે તું ભોજન કરતી હતી ત્યારે તે દેવતાએ તારા ભોજનમાં નાખ્યો. તે દેવતાએ કરેલા પ્રયોગ આપણે જાણવા માટે સમર્થ થઈ શકતા નથી. આ કારણે તારું શરીર વિનાશ પામ્યું છે, પરન્તુ અચિત્ત જળ પીવાથી વિનાશ પામ્યું નથી. તે સમયે રજ્જા-આયએ વિચાર્યું કે એ પ્રમાણે જ છે. કેવળીના વચનમાં ફેરફાર Page #340 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩૭૭ હોય નહિં. એમ વિચારીને કેવળીને વિનંતી કરી કે -- હે ભગવંત! જો હું યથોક્ત. પ્રાયશ્ચિતનું સેવન કરે તો મારું આ શરીર સાજું થાય ત્યારે કેવલીએ પ્રત્યુત્તર આપ્યો કે જો કોઈ પ્રાયશ્ચિત આપે તો સુધરી જાય. રજ્જા-આર્યએ કહ્યું કે- હે ભગવંત! આપ જ મને પ્રાયશ્ચિત આપો. બીજા કોણ તમારા સરખા મહાનુ આત્મા છે? ત્યારે કેવલીએ કહ્યું કે હે દુષ્કરકારિકે? હું તને પ્રાયશ્ચિત તો આપી શકું પણ તારા માટે એવું કોઈ પ્રાયશ્ચિતું જ નથી કે જેથી તારી શુદ્ધિ થાય. રજ્જાએ પૂછ્યું કે હે ભગવંત! કયા કારણથી મારી શુદ્ધિ નથી ? કેવલીએ કહ્યું કે – જે તે સાધ્વીઓના સમુદાય આગળ એમ બડબડાટ કર્યો કે અચિત્ત પાણીનો ઉપયોગ કરવાથી મારું શરીર સડીને નાશ પામ્યું. આ દુષ્ટ પાપના મોટા સમુદાયના એક પિંડ સરખાં તારા વચનને સાંભળીને આ સર્વે સાધ્વીઓના દય ખળભળી ઊઠ્યા. તે સર્વે વિચારવા લાગી કે આપણે હવે અચિનજળનો ત્યાગ કરીએ પરન્તુ તે સાધ્વીઓએ તો અશુભ અધ્યવસાયની આલોચના નિંદા અને ગુરુ સાક્ષીએ ગહણા કરી લીધી. તેઓને તો મેં પ્રાયશ્ચિત આપી દીધું છે. આ પ્રમાણે અચિતજળના ત્યાગથી તથા તે વચનના દોષથી અત્યન્ત કષ્ટ દાયક વિરસ ભયંકર બદ્ધ પૃષ્ટ નિકાચિત મોટો પાપનો ઢગલો તે ઉપાર્જન કર્યો છે, અને તે પાપ સમુદાયથી તું કોઢ રોગ, ભગંદર, જળોદર, વાયુ, ગુમડાં, શ્વાસ રોકાવો, હરસ, મસા, કંઠમાલ આદિ અનેક વ્યાધિઓની વેદનાથી ભરપૂર એવા શરીરવાળી થઈશ. વળી દરિદ્રનાં દુઃખો, દુર્ભાગ્ય, અપયશ, ખોટા આળ-કલંક ચડવા, સંતાપ ઉદ્વેગ, કલેશાદિકથી, નિરંતર બળતી એવી અનંતા ભવો સુધી અતિશય લાંબા કાળ સુધી, જેવું દિવસે તેવું સતત લગાતાર રાત્રે દુઃખ ભોગવવું પડશે આ કારણે હે ગૌતમ! આ તે રજ્જા-આર્યા અગીતાર્થપણાના દોષથી વચનમાત્રથી જ આવા મહાનું દુઃખદાયક પાપ કર્મને ઉપાર્જન કરનારી થઈ. [૧૧૪-૧૧૪૬] અગીતાર્થ પણાના દોષથી ભાવ શુદ્ધિ પ્રાપ્ત થતી નથી, ભાવ વિશુદ્ધિ વગર મુનિ કલુષતા યુક્ત મનવાળો થાય છે. દયમાં ઘણા જ અલ્પ નાના પ્રમાણમાં પણ જો કલુષતા-મલીનતા-શલ્ય-માયા રહેલા હોયતો અગીતાર્થપણાના દોષથી જેમ લક્ષ્મણા દેવી સાધ્વીએ દુખની પરંપરા ઉભી કરી, તેમ અગીતાર્થપણાના દોષથી ભવની અને દુઃખની પરંપરા ઉભી થાય છે, માટે ડાહ્યા પુરુષોએ સર્વ ભાવથી સર્વથા તે સમજીને ગીતાર્થ બનીને મનને કલુષતા વગરનું બનાવવું જોઈએ. [૧૧૪૩-૧૧૫] હે ભગવંત! લક્ષ્મણા આય જે અગીતાર્થ અને કલુષતાવાળી હતી. તેમજ તેના કારણે દુઃખ પરંપરા પામી તે હું જાણતો નથી. હે ગૌતમ! પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્ર વિશે ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વ કાલમાં એક એક ચોવીશી શાશ્વત અને અવિચ્છિન્નપણે થઈ છે અને થશે. અનાદિ અનંત એવા આ સંસારમાં આ અતિધ્રુવ વસ્તુ છે. જગતની આ સ્થિતિ કાયમ ટકવાની છે. હે ગૌતમ ! આ ચાલુ ચોવીશીની પહેલા ભૂતકાળમાં એંસીમી ચોવીશી હતી ત્યારે ત્યાં જેવો અહિં હું છું તેવા પ્રકારના સાત હાથના પ્રમાણની કાયાવાળા, દેવો અને દાનવોથી પ્રણામ કરીએ, તેવા જ છેલ્લા તીર્થંકર હતા. તે સમયે ત્યાં જંબુદાડિમ નામનો રાજા હતો. અનેક પુત્રવાળી સરિતા નામની ભાય હતી. એક પણ પુત્રી ન હોવાથી કોઈક સમયે રાજા સહિત પુત્રી મેળવવા માટે દેવોની, કુલ દેવતાની, ચંદ્ર-સૂર્ય ગ્રહોની બહુ માનતાઓ [22] Jaint Educaton International Page #341 -------------------------------------------------------------------------- ________________ મહાનિસીહ- ૧૧૫૫ કરતી હતી. કાલક્રમે કરી કમલપત્ર સરખા નેત્રવાળી પુત્રી જન્મી. લક્ષ્મણા દેવી એવું નામ સ્થાપન કર્યું. હવે કોઈક સમયે લક્ષ્મણા દેવી પુત્રી યૌવનવય પામી ત્યારે સ્વયંવર કર્યો. તેમાં નયનને આનંદ આપનાર, કલાઓના ઘર સમાન, ઉત્તમ વરની સાથે વિવાહ કર્યો. પરણ્યા પછી તરતજ તેનો ભતરિ મૃત્યુ પામ્યો. એટલે તે એકદમ મૂચ્છ પામી, બેભાન બની ગઈ. કંપતી એવી તેને સ્વજન પરિવારે વીંઝણાના વાયરાથી મુશ્કેલીએ સભાન બનાવી. ત્યારે હા હા એમ આઠંદન કરીને છાતી મસ્તક કુટવા લાગી. તે પોતાને દશ દિશામાં મારતી કુટતી પીટાતી આળોટવા લાગી. બંધુવમેં તેને આશ્વાસન આપીને સમજાવી ત્યારે કેટલાક દિવસ પછી રૂદન બંધ કરીને શાન્ત થઈ. [૧૧૫૬-૧૧૩] કોઈક સમયે ભવ્ય જીવો રૂપી કમલવનને વિકસિત કરતા એવા કેવલજ્ઞાન રૂપી સૂર્ય સમાન તીર્થંકર ભગવંત ત્યાં આવ્યા અને ઉદ્યાનમાં સમયસયા, પોતાના અંતઃપુર, સેના તથા વાહનો સર્વ ઋદ્ધિ સહિત રાજા તેમને ભક્તિથી વંદન કરવા માટે ગયો. ધર્મ શ્રવણ કરીને ત્યાં અંતઃપુર, પુત્રો અને પુત્રી સહિત દીક્ષા અંગીકાર કરી. શુભ પરિણામવાળા મૂચ્છા વગરના ઉગ્ર કષ્ટકારી ઘોર દુષ્કર તપ કરવા લાગ્યો. કોઈક સમયે સર્વેને ગણીના યોગમાં પ્રવેશ કરાવ્યો. લક્ષ્મણા દેવીને અસ્વાધ્યાયના કારણે અનુષ્ઠાન ક્રિયા કરવા માટે ન મોકલી. ઉપાશ્રયમાં એકાન્તમાં બેઠેલી લક્ષ્મણાદેવી સાધ્વીએ ક્રીડા કરતા પક્ષી યુગલને દેખીને ચિંતવ્યું કે આમનું જીવન સફળ છે. આ ચકલાને સ્પર્શ કરતી ચકલીને કે જે પોતાના પ્રિયતમને આલિંગન આપીને પ્રરમ આનંદ સુખ આપે છે. [૧૧૯૪-૧૧૬૯] અહીં તિર્થંકર ભગવંતે પુરુષ અને સ્ત્રીઓ રતિક્રીડા કરતા હોય તેને જોવાનું અમોને શામાટે સર્વથા નિવાર્યું હશે ? તેઓ તો વેદના દુઃખ રહિત હોવાથી બીજાનું સુખ દુઃખો જાણી શકતાં નથી. અગ્નિબાળવાના સ્વાભાવવાળો હોવા છતાં પણ આંખથી તેને દેખે તો દેખનારને બાળતો નથી. અથવા તો ના,ના,ના,ના ભગવંતે જે આજ્ઞા કરેલી છે તે યથાર્થ જ છે. તેઓ વિપરિત આડશ કરે જ નહિ. ક્રીડા કરતા પક્ષી યુગલને દેખીને મારું મન ક્ષોભાણું છે. મને પુરુષની અભિલાષા પ્રગટી છે કે હું તેની સાથે મૈથુન સેવન કરું. પરંતુ આજે મેં ચિંતવ્યું તે મારે સ્વપ્નમાં પણ ન કરવું ઘટે. તેમજ આ જન્મમાં મેં મનથી પણ અત્યાર સુધી પુરુષને ઈક્યો નથી. કોઈ પ્રકારે સ્વપ્નમાં પણ તેની અભિલાષા કરી નથી, તો ખરેખર હું દુરાચારી પાપ કરવાના સ્વભાવવાળી નિભાગી છું, આવું આડું અવળું ખોટું વિચારીને મેં તીર્થંકરની આશાતના કરી છે. [૧૧૭૦-૧૧૭૩] તીર્થકર ભગવંતોએ પણ અત્યન્ત કષ્ટકારી કડક અતિદુર્ધર ઉગ્ર ઘોર મુશ્કેલીથી પાલન કરી શકાય તેવું આકરું આ વ્રત ઉપદેશેલું છે. તો ત્રિવિધ ત્રિવિધે આ વ્રત પાલન કરવા કોણ સમર્થ થઈ શકે છે? વચન અને કાયાથી સારી રીતે આચરાતું હોવા છતાં ત્રીજા મનથી રક્ષણ કરવું શક્ય નથી. અથવા તો દુઃખની ચિંતા કરવામાં આવે છે. આતો વળી સુખ પૂર્વક કરાય છે, તો જે મનથી પણ કુશીલ થયો તે સવ કાર્યમાં કુશીલ ગણાય. તો આ વિષયમાં શંકાના યોગે એકદમ મારી જે આ અલના થઈ દોષ લાગ્યો, તેનું મને પ્રયશ્ચિત પ્રાપ્ત થયું તો આલોચના કરીને જલ્દી તેનું સેવન કરું, [૧૧૭૪-૧૧૭૭] સમગ્ર સતીઓ, શીલવંતીઓની અંદર હું પ્રથમ મોટી સાધ્વી Page #342 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-5 ૩૩૯ છૂ. રેખા સરખી હું સર્વમાં અગ્રેસરી છું. એ પ્રમાણે સ્વર્ગમાં પણ ઉદ્ઘોષણા થાય છે. તેમજ મારા પગની ધૂળને સર્વે લોકો વંદન કરે છે. કારણકે તેની રજથી દરેકની શુદ્ધિ થાય છે. એ પ્રમાણે જગતમાં મારી પ્રસિદ્ધિ થએલી છે. હવે જો હું આલોચના આપીશ. મારો માનસિક દોષ ભગવંત પાસે પ્રગટ કરીશ તો મારા ભાઈઓ પિતા માતા આ વાત જાણશે તો દુઃખી થશે. અથવાતો પ્રમાદથી કોઈ પ્રકારે મેં મનથી ચિંતવ્યું તેને મેં આલોચ્યું એટલે માત્ર જાણીને મારા સંબંધી વર્ગને કયું દુખ થવાનું છે? [૧૧૭૮-૧૧૮૨] જેટલામાં આ પ્રમાણે ચિંતવીને આલોયણા લેવા માટે તૈયાર થઈ, તેટલામાં ઉભી થતી હતી ત્યારે પગના તળીયામાં ઢસ કરતાંક એક કાંટો ભાંગી ગયો. તે સમયે નિ:સત્વા નિરાશાવાળી બનીને સાધ્વી ચિંતવવા લાગી કે અરેરે ? આ જન્મમાં મારા પગમાં ક્યારેય પણ કાંટો પેઠો ન હતો તો હવે આ વિષયમાં શું (અશુભ) થવાનું હશે? અથવા તો મે પરમાર્થ જાણ્યો કે ચકલા ચકલી સંઘટ્ટ કરતા હતા, તેની મેં અનુમોદના કરી તે કારણે મારા શીલવ્રતની વિરાધના થઈ. મૂંગો, આંધળો, કુષ્ઠી, સડી ગએલા શરીરવાળો લજ્જાવાળો હોય તો તે જ્યાં સુધી શીલનું ખંડન ન કરે ત્યાં સુધી દેવો પણ તેની સ્તુતિ કરે છે. આકાશગામી અથતુિ ઉભો કાંટો મારા પગમાં ખેંચી ગયો આ નિમિત્તથી મારા જે ભૂલ થએલી છે, તેનો મને મહાલાભ થશે. [૧૧૮૩-૧૧૮૮] સ્ત્રી મનથી પણ શીલનું ખંડન કરે તે પાતાલની અંદર સાતે પેઢીની પરંપરા-શાખામાં અગર સાતે નારકીમાં જાય છે. આવા પ્રકારની ભૂલ મેં કેમ ઉત્પન્ન કરી? તો હવે જ્યાં સુધીમાં મારા ઉપર વજ કે ધૂળની વૃષ્ટિ ન પડે, મારા હૈયાના સો ટુકડા થઈને ફૂટી ન જાય તો તે પણ એક મહા આશ્ચર્ય ગણાય. બીજું કદાચ જો હું આ. માટે આલોચના કરીશ તો લોકો આ પ્રમાણે ચિંતાવશેકે અમુકની પુત્રીઓ મનથી આવા પ્રકારનો અશુભ અધ્યવસાય કર્યો. તે કારણથી હું તેવો પ્રયોગ કરીને બીજાએ આવો વિચાર કર્યો હોય તેને કેટલું પ્રાયશ્ચિત આપે. એમ પારકાના બહાનાથી આલોચના કરીશ, જેથી મેં આ પ્રમાણે ચિંતવ્યું છે તેમ બીજા કોઈ તે જાણે. ભગવંત આ દોષનું જે પ્રાયશ્ચિત આપશે તે ઘોર અતિનિષ્ફર હશે તો પણ તેમણે કહેલું સાંભળીને તેટલું તપ કરીશ. જ્યાં સુધિ ત્રિવિધ ત્રિવિધ શલ્ય રહિત પણે તેવા પ્રકારનું સુંદર શીલ અને ચારિત્ર પાલન કરવામાં ન આવે ત્યાં સુધી પાપોનો ક્ષય થતો નથી. [૧૧૮૯-૧૧૯૪] હવે તે લક્ષ્મણા સાધ્વી પારકાના ન્હાનાથી આલોચના ગ્રહણ કરીને તપસ્યા કરવા લાગી, પ્રાયશ્ચિત્ત નિમિત્તે પચાસ વરસ સુધી છઠ્ઠ અઠ્ઠમ ચાર ઉપવાસ કરીને દશ વરસ પસાર કર્યા. પારણે પોતાને માટે ન કરેલા હોય, કરાવેલા ન હોય, કોઈએ સાધુનો સંકલ્પ કરીને ભોજનો તૈયાર કર્યું ન હોય, ભોજન કરતા ગૃહસ્થોને ઘરે વધેલી હોય તેવા પ્રકારનો આહાર ભિક્ષામાં મળે તેનાથી પારણુ કરે, બે વરસ સુધી ભુંજેલા ચણાજ આહારમાં વાપરે. સોળ વરસ લગાતાર ઉપરા ઉપરી માસક્ષમણ તપ કયાં. વીસ વરસ સુધી આયંબિલની તપશ્ચર્યા કરી. કોઈ દિવસ આવશ્યક ક્રિયાઓ છોડતી નથી. પ્રાયશ્ચિત નિમિત્તે દીનતા વગરના મનથી આ સર્વ તપશ્ચર્યા કરતી હતી, હે ગૌતમ ! ત્યારે તે ચિંતવવા લાગી કે પ્રાયશ્ચિત્તમાં જે મેં તપ કર્યું તેનાથી મારા દયનું પાપ શલ્ય શું નહિં ગયું હશે? કે જે મનથી તે સમયે વિચાર્યું હતું. બીજી રીતે પ્રાયશ્ચિતતો મેં ગ્રહણ કર્યું છે. બીજી રીતે મેં કર્યું છે, તો શું તે આચરેલું ન ગણાય? એમ ચિંતવતી તે Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ મહાનિસીહ- ૬/૧૧૯૩ મૃત્યુ પામી. [૧૧૯૪-૧૧૯૮] ઉગ્ર કષ્ટ પમાય તેવું ઘોર દુષ્કર તપ કરીને તે લક્ષ્મણા સાધ્વી સ્વછંદ પ્રાયશ્ચિત્તપણાના કારણે કલેશ, યુક્ત પરિણામના દોષથી વેશ્યાને ઘરે કુત્સિત. કાર્ય કરનારી હલકી ચાકરડી પણે ઉત્પન્ન થી, ખંડોષ્ઠા એવું તેનું નામ પાડ્યું. ઘણું મીઠું મીઠું બોલનારી મદ્ય-ઘાસની ભારીને વહન કરનારી સર્વ વેશ્યાઓનો વિનય કરનારી અને તેઓની વૃદ્ધાનો ચારગણો વિનય કરનારી હતી. તેનું લાવણ્ય કાંતિથી યુક્ત હોવા છતાં પણ તે મસ્તકે કેશ વગરની બોડી હતી. કોઈક સમયે વૃદ્ધા ચિંતવવા લાગી કે મારી આ બોડાનું જેવું લાવણ્ય, રૂપ અને કાંતિ કે તેવું આ ભુવનમાં કોઈનું રૂપ નથી તો તેના નાક, કાન અને હોઠને એવા વિરૂપવાળા કપા કરી નાખું. [૧૧૯૯-૧૨૦૨] જ્યારે આ યૌવનવંતી થશે ત્યારે મારી પુત્રીને કોઈ નહિં ઈચ્છશે. અથવા તો પુત્રી સરખી તેને આ પ્રમાણે કરવું યુક્ત નથી. આ ઘણીજ વિનીત છે. અહીંથી બીજે ચાલી જશે તો હું તેને તેવી કરી મુકું કે કદાચ બીજા દેશમાં ચાલી જાય તો ક્યાંય પણ રહેવાનું સ્થાન ન પામી શકે. અને પાછી આવે. તેનું એવું વશીકરણ આપે કે જેથી તેનો ગુપ્ત ભાગ સડી જાય. હાથ પગની બેડીઓ પહેરાવું જેથી નિયંત્રણા કરેલી ભટક્યા કરે, વળી, જુના કપડા પહેરાવું અને મનમાં સંતાપ કરતી શયન કરે. [૧૨૦૩-૧૨૦૮] ત્યાર પછી ખંડ ઓષ્ઠાએ પણ સ્વપ્નમાં સડી ગએલો ગુપ્તભાગ, બેડીમાં જકડાતી, કાન નાકને કાપેલા હોય તેવી પોતાને દેખી સ્વપ્નનો પરમાર્થ વિચારીને કોઈ ન જણે તેવી રીતે ત્યાંથી નાઠી અને કોઈ પ્રકારે ગામ-પુર-નગર પટ્ટણમાં પરિભ્રમણ કરતી કરતી છ માસ પછી સંખેડ નામના ખેટકમાં પહોંચી. ત્યાં કુબેર સરખા વૈભવવાળા રંડા પુત્રની સાથે જોડાઈ. પહેલાની પરણેલી તેની પત્ની ઈષ્યથી તેના ઉપર અતિશય બળતરા કરવા લાગી.તેમના રોષથી ફફડતી એ પ્રમાણે તેણે કેટલાંક દિવસો પસાર કર્યો. એક રાત્રે ખંડોષ્ઠા ભરનિંદ્રામાં સુતેલી હતી તેને દેખીને એકદમ ચૂલા પાસે દોડીને ગઈ અને સળગતું કાષ્ઠ ગ્રહણ કરીને પાછી આવી. તે સળગતું લાકડાને તેના ગુપ્ત ભાગમાં એવી રીતે ઘુસાડી દીધું કે ગુપ્ત ભાગ ફાટી ગયો. અને હૃદય સુધી તે સળગતું લાકડું પહોંચી ગયું ત્યાર પછી દુખપૂર્ણ સ્વરથી આક્રન્દ કરવા લાગી. ચલાયમાન પાષણ સરખી આમતેમ ગબડતી સરકવા લાગી. [૧૨૦૯-૧૨૧૪] વળી પેલી પરણેલી પત્ની ચિંતવવા લાગી કે જીવન પર્યન્ત ઉભી ન થઈ શકે એવા પ્રકારના તેને ડામો આપું કે સો ભવ સુધી મારા પ્રિયતમને ફરી ને યાદ ન કરે. ત્યારે હે ગૌતમ ! કુંભારની શાળામાંથી લોઢાની કોષ લાવીને લાલચોળ રંગ થાય તેટલી તપાવીને તણખા ઉડતા હોય તેવી બનાવીને તેની યોનિમાં તેને જોરથી ઘુસાડી. એ પ્રમાણે તેના ભારી દુઃખથી આક્રાન્ત થએલી ત્યાં મૃત્યું પામીને હે ગૌતમ! ચક્રવર્તીની સ્ત્રી રત્ન પણે ઉત્પન થઈ. આ બાજુ રંડાપુત્રની પત્નીએ તેના ફ્લેવરમાં જીવ ન હોવા છતાં પણ રોષથી છેદીને એવા અતિ નાના નાના ટુકડા કર્યા અને ત્યાર પછી શ્વાન કાગડા વગેરેને ખાવા માટે દરેક દિશામાં ફેંક્યા. તેટલામાં બહાર ગયેલો રંડાપુત્ર પણ ઘરે આવી પહોંચ્યો. તેણે પણ દોષ ગુણની તપાસ કરી અને મનમાં ઘણો વિકલ્પ કરવા લાગ્યો. સાધુના ચરણ કમળમાં પહોંચી દીક્ષા અંગીકાર કરી મોક્ષે ગયો. [૧૨૧૫-૧૨૧૯] હવે લક્ષ્મણા દેવીનો જીવ ખંડોષ્ઠીપણામાંથી સ્ત્રીરત્ન થઈને હે Page #344 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩૪૧ ગૌતમ ! પછી તેનો જીવ છઠ્ઠી નારકીમાં ગયો. ત્યાં નારીનું મહાઘોર અતિભયંકર દુઃખ ત્રિકોણ નરકાવાસમાં લાંબા કાલ સુધી ભોગવીને અહીં આવેલો તેનો જીવ તિર્યંચ યોનિમાં શ્વાનપણે ઉત્પન્ન થયો. ત્યાં કામનો ઉન્માદ થયો. એટલે મૈથુન સેવન કરવા લાગી. ત્યાં વચ્ચે ભેંસોએ યોનિમાં લાત મારી અને ઘા પડ્યો યોનિ બહાર નીકળી પડી અને તેમાં દશ વરસ સુધી કૃમિઓ ઉત્પન્ન થઈને તેને ફોલી ખાવા લાગ્યા. ત્યાં મૃત્યુ પામીને હે ગૌતમ! નવ્વાણું વખત કાચા ગર્ભમાં ઉત્પન્ન થઈ ગર્ભની વેદનામાં શેકાઈ. [૧૨૨૦-૧૨૨૬] ત્યાર પછી જન્મથી દરિદ્રતાવાળા મનુષ્યને ઘરે જમ્યો પરંતુ બે માસ પછી તેની માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતાએ ઘેર ઘેર ફેરવી સ્તન પાન કરાવીને મહાકાલેશથી જીવાડ્યો. પછી તેને ગોકુળમાં ગોપાલ તરીકે રાખ્યો. ત્યાં ગાયોનાં વાછરડાઓ પોતાની માતાના દૂધનું પાન કરતા હોય તેમને દોરડાથી ખીલે બાંધીને ગાયને દોહતો હતો તે સમયે દૂધ દોતાં દોતાં જે અંતરાય કર્મ ઉપાર્જન કર્યું તે કર્મના કારણે લક્ષ્મણાના જીવે કોડાકોડી ભવાંતરો સુધી સ્તનપાન પ્રાપ્ત ન કર્યું. દોરડાથી બંધાતો, રોકાતો, સાંકળોથી જડતો, દમન કરાતો માતા આદિ સાથેનો વિયોગ પામતો ભવોમાં ઘણું ભટક્યો, ત્યાર પછી મનુષ્યયોનિમાં ડાકણી સ્ત્રી પણ ઉત્પન્ન થયો. હે ગૌતમ ! ત્યાં શ્વાનપાલકોએ તેને ઘાયલ કરી છોડીને ચાલી ગયા. ત્યાંથી મૃત્યુ પામીને અહીં મણુષ્યપણું પ્રાપ્ત કરીને શરીરના દોષથી આ મહાપૃથ્વી મંડલમાં પાંચ ઘરવાળા ગામમાં - નગર શહેર કે પટ્ટણમાં એક પહોર અધે પહોર એક ઘડી વાર પણ સુખ શાન્તિ પ્રાપ્ત ન કરી. [૧૨૨૭-૧૨૩૨] હે ગૌતમ ! તે મનુષ્યમાં પણ નારકીના દુઃખ સરખા અનેક રડારોળ કરાવતા ઘોર દુઃખો અનુભવીને તે લક્ષ્મણા દેવીનો જીવ અતિરોદ્ર ધ્યાનના દોષથી મરીને સાતમી નારક પૃથ્વીમાં ખાડાહડ નામક નરકાવાસમાં ઉત્પન્ન થયો. ત્યાં તેવા પ્રકારના મહાદુઃખનો અનુભવ કરીને તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને વંધ્યા ગાય પણે ઉત્પન્ન થયો. પારકા ખેતર અને ખળામાં પરાણે પેસીને તેનું નુકશાન કરતી વાડો ભાંગી નાખતી ચરતી હતી. ત્યારે ઘણા લોકો એકઠા થઈને ન નીકળી શકાય તેવા કાદવવાળા સ્થાનમાં તગડી ગયા, એટલે તેમાં તે ખૂંચી ગઈ અને હવે બહાર નીકળી શકતી નથી. તેમાં પેસી ગયેલી તે બીચારી ગાયને જળચર જીવો ફોલી ખાતા હતા. તથા કાગડા ગીધ વગેરે ચાંચ મારતા હતા. ક્રોધથી વ્યાપી ગએલો તો ગાયનો જીવ મરીને જળ અને ધાન્ય વગરના મારવાડ દેશના રણમાં દ્રષ્ટિવિષ સર્પ પણે ઉત્પન્ન થયો. તે સર્પના ભવમાંથી ફરી પાંચમી નરક પૃથ્વીમાં ગયો. [૧૨૩૩-૧૨૩૯] એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીનો જીવ હે ગૌતમ ! લાંબા કાળ સુધી આકરું ઘોર દુઃખ ભોગવતો ભોગવતો ચાર ગતિ સ્વરૂપ સંસારમાં નારકી તિર્યંચ અને કુમનુષ્યણામાં ભ્રમણ કરીને ફરી અહીં શ્રેણીક રાજાનો જીવ જે આવતી ચોવીશીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થંકર થશે તેમના તીર્થમાં કુલ્પિકા પણે ઉત્પન્ન થશે. દુર્ભાગ્યની ખાણ સરખીને ગામમાં કે પોતાની માતાને પણ દેખવાથી આનંદ આપનારી નહિં થાય તે સમયે સર્વે લોકોએ આ ઉદ્વેગ કરાવનારી છે, એમ વિચારીને મેશગેરુના લેપનું શરીર વિલેપન કરી ગધેડા ઉપર સવારી કરાવીને ભ્રમણે કરાવશે વળી તેના શરીર પર બન્ને પડખે પક્ષીઓના પીછા લગાડશે, ખોખરા શબ્દવાળું ડિડિમ આગળ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ મહાનિસીહ– -૧૨૩૯ વગાડશે એમ ગામમાં ફેરવીને ગામમાંથી બીજે સ્થળે જવા માટે કાઢી મૂકશે અને ફરી ગામમાં પ્રવેશ નહિં પામી શકશે. ત્યારે અરણ્યમાં વાસ કરતી તે કંદ-ફળનો આહાર કરતી રહેશે. નાભિના મધ્યમાં જેરી છછુંદરના ડંખથી ઘણી વેદનાથી પરેશાન થયેલીના સર્વ શરીર ઉપર ગુમડા, દરાજ, ખરજવું, વગેરે ચામડીના રોગો ઉત્પન્ન થશે, તેને ખણતી તે ઘોર દુસહ દુઃખ અનુભવશે. [૧૨૪૦-૧૨૪૧] વેદના ભોગવતી હશે ત્યારે પદ્મનાભ તીર્થકર ભગવંત ત્યાં સમવસરશે અને તેમના તે દર્શન કરશે એટલે તરત જ તેના તથા બીજા તે દેશમાં રહેલા ભવ્યજીવો અને નારીઓ કે જેના શરીર પણ વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત હશે તે સર્વે સમુદાયોના રોગો તીર્થકર ભગવંતના દર્શનથી વિનાશ પામશે. તે સાથે લક્ષ્મણ, સાધ્વીનો જીવ જે કુલ્ફિકા છે તે ઘોર તપનું સેવન કરીને દુખનો અંત પામશે. [૧૨૪૨] હે ગૌતમ! આ તે લક્ષ્મણા આય કે જેણે અગીતાર્થપણાના દોષથી અલ્પ કલુષતા યુક્ત ચિત્તથી દુઃખની પરંપરા પામી. [૧૨૪૩-૧૨૪] હે ગૌતમ! જે પ્રમાણે આ લક્ષ્મણા આય દુઃખ પરંપરા પામી તે પ્રમાણે કલુષિચિત્તવાળા અનંત અગીતાર્થો દુઃખની પરંપરા પામ્યા માટે આ સમજીને સવભાવથી સર્વથા ગીતાર્થ થવું કે ગીતાર્થની સાથે તેમની આજ્ઞામાં રહેવું તેમજ અત્યન્ત શુદ્ધ સુનિર્મલ વિમલ શલ્ય વગરનું નિષ્કલુષ મનવાળા થવું, એ પ્રમાણે ભગવંતની પાસેથી શ્રવણ કરેલું, કહું છું. [૧૨૪૫-૧૨૫૦] જેમના ચરણકમળ પ્રણામ કરતા દેવો અને અનુસરતા મસ્તકના મુકુટોથી સંઘટ્ટ થયા છે એવા દે જગદ્ગુરૂ ! જગતના નાથ, ધર્મતીર્થંકર, ભૂતકાળ અને ભવિષ્યકાળને જાણનાર, જેમણે તપસ્યાથી, સમગ્ર કર્મના અંશો બાળી નાખેલા છે એવા, કામદેવ શત્રુનું વિદારણ કરનાર, ચારે કષાયોના સમૂહનો અંત કિરનાર, જગતના સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યવાળા, ઘોર અંઘકાર સ્વરૂપ મિથ્યાત્વ રાત્રિના ગાઢ અંધકારનો નાશ કરનાર, લોકાલોકને કેવલજ્ઞાનથી પ્રકાશિત કરનાર, મોહશત્રુને મહાત કરનાર, જેમણે રાગ દ્વેષ અને મોહ રૂપ ચોરો દુરથી ત્યાગ કર્યો છે, સો ચંદ્ર કરતાં પણ અધિક સૌમ્ય, સુખને કરનાર, અતુલબલ પરાક્રમ અને પ્રભાવવાળ, ત્રણે ભુવનમાં અજોડ, મહાયશવાળાં, નિરૂપમ રૂપવાળા, જેમની સરખામણીમાં કોઈ ન આવી શકે તેવા, શાશ્વત સ્વરૂપ મોક્ષને આપનાર સર્વ લક્ષણોથી સંપુર્ણ, ત્રિભુવનની લક્ષ્મીથી વિભૂષિત હે ભગવંત! ક્રમ પૂર્વક-પરિપાટીથી જે કંઈ સર્વે કરવામાં આવે તો કાર્યની પ્રાપ્તિ થાય. પરંતુ અકસ્માતુ અનવસરે ઘેટાનાં દૂધની જેમ વગર ક્રમે કાર્યની પ્રાપ્તિ કેવી રીતે થાય? [૧૨૫૧-૧૨પ૩ પ્રથમ જન્મમાં સમ્યગ્દર્શનબીજા જન્મમાં અણુવ્રતો ત્રીજા જન્મમાં સામાયિક ચારિત્ર, ચોથા જન્મમાં પૌષધ કરે, પાંચમામાં દુધર બ્રહ્મચર્યવ્રત, છઠ્ઠામાં સચિત્તનો ત્યાગ, એ પ્રમાણે સાતમા આઠમા નવમાં દશમાં જન્મમાં પોતાના માટે તૈયાર કરેલ - દાન આપવા માટે સંકલ્પ કરેલ હોય તેવા આહારદિકનો ત્યાગ કરવો વગેરે. અગીયારમાં જન્મમાં શ્રમણના સમાન ગુણવાળો થાય. આ ક્રમ પ્રમાણે સંયત માટે કેમ કહેતા નથી? [૧૨૫૪-૧૨પ૬] આવી કઠણ વાતો સાંભળીને અલ્પબુદ્ધિવાળા બાલન ઉગ Page #346 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩૪૩ પામે, કેટલાકની શ્રદ્ધા ફરી જાય, જેમ સિંહના શબ્દથી હાથીનું હોવું ભાગી જાય તેમ બાલજન કષ્ટકારી ધર્મ સાંભળી દશે દિશામાં નાસી જાય. એવા પ્રકારનું આકરું સંયમ દુષ્ટ ઈચ્છાવાળો અને ખરાબ આદતવાળા સુકુમાલ શરીરવાળા સાંભળવા પણ ઈચ્છા કરતા નથી. તો તે પ્રમાણે વર્તન કરવા તો કેવી રીતે તૈયાર થાય? હે ગૌતમ ! તીર્થંકર ભગવંત સિવાય આ જગતમાં બીજા કોઈ પણ આવું દુષ્કરવર્તન કરનાર હોયતો કહો. [૧૨૫૭-૧૨૬૦] જેઓ ગર્ભમાં હતા ત્યારે પણ દેવેન્દ્ર અમૃતમય અંગૂઠો કર્યો હતો. ભક્તિથી ઈન્દ્ર મહારાજા આહાર પણ ભગવંતને આપતા હતા. તેમજ નિરંતર સ્તુતિ પણ કરતા હતા. દેવ લોકમાંથી જ્યારે તેઓ ચવ્યા હતા અને જેમના ઘરે અવતર્યા હતા તેમને ઘરે તેમના પુણ્ય-પ્રભાવથી નિરંતર-સુવર્ણની વૃષ્ટિ વરસતી હતી. જેમના ગર્ભમાં ઉત્પન્ન થયા હોય, તે દેશમાં દરેક પ્રકારની ઈતિ ઉપદ્રવો, મારી-મરકી, રોગો, શત્રુઓ તેમના પુણ્ય-પ્રભાવથી ચાલ્યા જાય, જન્મતાની સાથે આકંપિત સમુદાયો મેરૂ પર્વત ઉપર સર્વ ઋદ્ધિથી ભગવંતનો ખાત્ર-મહોત્સવ કરીને પોતાના સ્થાનકે ગયા. [૧૨૬૧-૧૨૬૬] અહો તેમનું અદ્ભુત લાવણ્ય, કાન્તિ, તેજ, રૂપ પણ અનુપમ છે. જિનેશ્વર ભગવંતના એક માત્ર પગના અંગુઠાના રૂપનો વિચાર કરીએતો સર્વ દેવલોકમાં સર્વ દેવતાઓનું રૂપ એકઠું કરીએ, તેને ક્રોડો વખત ક્રોડોથી ગુણાકાર કરીએ તો પણ ભગવંતના અંગુઠાનું રૂપ ઘણુંજ વધી જ જાય છે. અર્થાત્ લાલચોળ ધગધગતા અંગારા વચ્ચે કાળો કોલસો ગોઠવ્યો હોય તેટલો રૂપમાં તફાવત હોય છે. દેવતાઓએ શરણ કરેલા, ત્રણ જ્ઞાનોથી યુક્ત કલા સમુહના આશ્ચર્યભૂત લોકોના મનને આનંદ, કરાવનારા, સ્વજન અને બંધુઓના પરિવારવાળા, દેવો અને અસુરોથી પૂજાલા, સ્નેહી વર્ગની આશાપૂરનારા ભૂવનના વિષે ઉત્તમ સુખના સ્થાન સરખા, પૂર્વ ભવમાં તપ કરીને ઉપાર્જન કરેલ ભોગ-લક્ષ્મી ઐશ્વર્ય રાજ વૈભવ જે કાંઈ દિવસોથી ભોગવતા હતા તે અવધિ જ્ઞાનથી જાણ્યું કે ખરેખર આ લક્ષ્મી દેખતાં જ નાશ પામવાના સ્વભાવવાળી છે. અહો આ લક્ષ્મી પાપની વૃદ્ધિ કરનાર થાય છે. તો અમારા સરખા જાણવા છતાં પણ હજુ કેમ ચારિત્રનો સ્વીકાર કરતા નથી? - ૧૨૬૭-૧૨૯] જેટલામાં આવા પ્રકારના મનનાં પરિણામ થાય છે, તેટલામાં લોકાન્તિક દેવો તે જાણીને ભગવંતને વિનંતિ પૂર્વક કહે છે હે ભગવંત ! જગતના જીવોનું હિત કરનાર એવું ધર્મતીર્થ આપ પ્રવર્તાવો. તે સમયે સર્વ પાપોને વોસિરાવીને દેહની મમતાનો ત્યાગ કરીને સર્વ જગતમાં સર્વોત્તમ એવા વૈભવનો તણખલા માફક ત્યાગ કરીને ઈન્દ્રોને પણ જે દુર્લભ છે. તેવા પ્રકારનું નિસંગ ઉગ્ર કષ્ટકારી ઘોર અતિદુષ્કર સમગ્ર જગતમાં ઉત્કૃષ્ટ તપ અને મોક્ષના અસાધારણ કારણ સ્વરૂપ ચારિત્રનું સેવન કરે. [૧૨૭૦-૧૨૭૪] જેઓ વળી મસ્તક ફૂટી જાય તેવા મોટા અવાજ કરનારા આ જન્મના સુખના અભિલાષી, દુર્લભ વસ્તુની ઈચ્છા કરનારા હોવા છતાં પણ મનો. વાંછિત પદાર્થ સહેલાઈથી મેળવી શકતા નથી. હે ગૌતમ ! જેટલું માત્ર મધનું બિન્દુ છે. તેટલું માત્ર સુખ મરણાંત કષ્ટ સહન કરે તો પણ મેળવી શકતી નથી કે તેમનું દુર્વિદગ્ધપણું-અજ્ઞાન કેટલું ગણવું ? અથવા હે ગૌતમ ! જેવા પ્રકારના મનુષ્યો છે તે તું પ્રત્યક્ષ જો કે જેઓ તુચ્છ અલ્પ સુખનો અનુભવ કરે છે જેને કોઈ પણ મનુષ્ય સાંભળવા પણે તૈયાર નથી. કેટલાક મનુષ્યો કરમજી રંગ કરવા માટે મનુષ્યોના શરીર પુષ્ટ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ મહાનિસીહ- દો-૧૨૭૪ બનાવવાને તેના લોહી બળાત્કારે કાઢે છે. કોઈક ખેડૂતનો ધંધો કરાવે છે. કોઈક ગોવાળનું કાર્ય કરાવે છે. દાસપણું, સેવકપણું, પગનો ધંધો ઘણા પ્રકારના શિષ્યો, નોકરી ખેતી, વાણિજ્ય પ્રાણત્યાગ થાય તેવા કલેશ પરિશ્રમ સાહસોવાળા કાય, દારિદ્ર, અવૈભવપણું, ઈત્યાદિક તેમજ ઘેર ઘેર રખડીને કમોં કરવા. [૧૨૭૫-૧૨૭૮] બીજો ન દેખે તેમ પોતાને છુપાવીને ઢિણી ઢિણી શબ્દો કરતા ચાલે, નગ્ન ઉઘાડા શરીરવાળો કલેશ અનુભવતો ચાલે જેથી પહેરવાના કપડાં મળે, તે પણ જુના ફાટેલાં કાણાંવાળાં મહામુસીબતે મેળવ્યા હોય તે ફાટેલ ઓઢવાના મળેલા વસ્ત્રો આજે સાંધીશ-કાલે સાંધીશ એમ કરીને તેવાજ ફાટેલા પહેરે અને વાપરે. તો પણ હે ગૌતમ! સ્પષ્ટ પ્રગટ પરિસ્કુટ પણે સમજ કે ઉપર જણાવેલ પ્રકારો માંથી કોઈકે લોક લોકાચાર અને સ્વજનકાર્યનો ત્યાગ કરીને ભોગોપભોગ તેમજ દાન આદિને છોડીને ખરાબ અશન-ભોજન ખાય છે. [૧૨૭૯-૧૨૮૦] દોડાદોડ કરીને છૂપાવીને બચાવીને લાંબા કાળસુધી રાતદિવસ ખીજાઈને, કાગણી-અલ્પપ્રમાણ ધન એકઠું કર્યું કાગણીનો અર્ધભાગ, ચોથોભાગ, વીસમો ભાગ મોકલ્યો. કોઈ પ્રકારે ક્યાંયથી લાંબાકાળે લાખ કે ક્રોડ પ્રમાણ ધન ભેગું કર્યું. જ્યાં એક ઈચ્છા પૂર્ણ થઈ કે તરત બીજી ઈચ્છા ઉભી થાય છે. પણ કરેલા બીજા મનોરથ પૂર્ણ થતા નથી. [૧૨૮૧-૧૨૮૩] હે ગૌતમ ! આવા પ્રકારનો દુર્લભ પદાર્થોની અભિલાષા અને સુકુમારપણું ધમરિભ સમયે પ્રાપ્ત થાય છે. પરન્તુ કમરિભમાં તે આવીને વિઘ્ન કરતાં નથી. કારણકે એક કોઈના મુખમાં કોળીયો ચાલુ છે ત્યાં તો બીજાઓ આવીને તેની પાસે શેરડીની ગંડેરી ધરે છે. ભૂમિ ઉપર પગ પણ સ્થાપન કરતો નથી. અને લાખો સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે. આવાને પણ બીજા અધિક સમૃદ્ધિવાળા સાંભળીને એવી ઈચ્છા થાય છે કે તેની માલિકીના દેશોને સ્વાધીન કરે અને તેના સ્વામીને મારી આજ્ઞા મનાવું. [૧૨૮૪-૧૨૮૯] સીધે સીધા આજ્ઞા ન માને તો સામ, ભેદ, દામ, દંડ, વગેરે નિતીઓનો પ્રયોગ કરીને પણ આજ્ઞા મનાવવી. તેની પાસે સેન્યાદિક કેટલા પ્રમાણમાં સામગ્રી છે. તેનું સાહસ જાણવા માટે ગુપ્તચર-જાસુસ પુરુષો દ્વારા તપાસ કરાવે. અથવા ગુપ્ત ચરિત્રથી પોતે પહેરેલા કપડે એકલો જાય. મોટા પર્વતો, કીલ્લાઓ, અરણ્યો, નદીઓ ઉલ્લંઘન કરીને લાંબા કાળે અનેક દુઃખ કલેશ સહન કરતો ત્યાં પહોંચે ભૂખથી દુર્બલ કંઠવાળો દુઃખે કરીને ઘરે ઘરે ભટકતો ભીક્ષાની યાચના કરતો કોઈ પ્રકારે તે રાજ્યના છિદ્રો અને ગુપ્તવાતો જાણવા માટે પ્રયત્ન કરે છે, છતાં જાણી શકાતી નથી. ત્યાર પછી જે કોઈ પ્રકારે જીવતો રહ્યો અને પૂણ્ય પાંગર્યું હોય તો પછી દેહ અને વેષનું પરાવર્તન કરીને તેવો તે ગૃહમાં પ્રવેશ કરે. તે સમયે તેને તમે કોણ છો? એમ પૂછે ત્યારે તે ભોજનદિકામાં પોતાનું ચારિત્ર પ્રગટ કરે. યુદ્ધ કરવા સજ્જ થઈને સર્વ સેનાવાહન અને પરાક્રમથી ટુકડે ટુકડા થાય, તેમ લડીને તે રાજાને હરાવે. [૧૨૮૯-૧૨૯૨] કદાચ તે રાજાથી પરાભવ પામેતો ઘણા પ્રહાર વાગવાથી ગળતા-વહેતા લોહીથી ખરડાએલા શરીરવાળો હાથી ઘોડા અને આયુધોથી વ્યાપ્ત રણભૂમિમાં નીચા મુખવાળો નીચે ગબડી પડે. તો હે ગૌતમ ! તે સમયે ગમે તેવું દુર્લભ વસ્તુ મેળવવા માટેની અભિલાષા, ખોટા ટેવ અને સુકુમાલપણું ક્યાં ચાલ્યું ગયું ? જે Page #348 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૬ ૩૪૫ માત્ર પોતાના હાથથી પોતાનો અધોભાગ ધોઈને કદાપિ પણ ભૂમિપર પગ સ્થાપવાનો. વિચાર કરતો નથી જે દુર્બલ પદાર્થોની અભિલાષાવાળો હતો. એવો મનુષ્ય પણ આવી અવસ્થા પામ્યો. [૧૨૯૩-૧૨૯૭] જો તેને કહેવામાં આવે કે મહાનુભાવ ધર્મકર તો પ્રત્યુત્તર આવે કે તે કરવા હું સમર્થ નથી. તો હે ગૌતમ ! અધન્ય નિભંગી, પાપ કર્મ કરનાર એવા પ્રાણીઓને ધર્મ સ્થાનોમાં પ્રવૃત્તિ કરવાની કદાપિ પણ બુદ્ધિ થતી નથી. તેવાઓ આ ધર્મ એક જન્મમાં થાય તેવો સહેલો કહેવો જેમ ખાતા પીતા અમને સર્વ થશે, તો જે જેને ઈચ્છે તે તેની અનુકૂલતા પ્રમાણે ધર્મ પ્રવેદન કરવો. તો વ્રત નિયમ કર્યા વગર પણ જીવો મોક્ષને. ઈચ્છે છે, તેવા પ્રાણિઓને રોષ ન થાય, તે રીતે તેઓને ધર્મકથન કરવો. પરંતુ તેઓને (સીધું એકદમ) મોક્ષનું કથન ન કરવું એવાનું મોક્ષ થાય નહિ અને મૃષાવાદ લાગે. [૧૨૯૭-૧૩૦૨] બીજું તીર્થકર ભગંવતોને પણ રાગ, દ્વેષ, મોહ, ભય, સ્વચ્છેદ વર્તન ભૂતકાળમાં હતું નહિ, અને ભવિષ્યકાળમાં હશે નહિ. હે ગૌતમ ! તીર્થંકર ભગવંતો કદાપિ મૃષાવાદ બોલતા જ નથી. કારણકે તેમને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, આખું જગત સાક્ષાત્ દેખે છે. ભુતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, પુણ્ય-પાપ તેમજ ત્રણે લોકમાં જે કંઈ છે તે સર્વે તેમને પ્રગટ છે, કદાચ પાતાળ ઉર્ધ્વમુખવાળું થઈ સ્વર્ગમાં ચાલ્યું જાય, સ્વર્ગ અધોમુખ થઈને નીચે જાય તો પણ નક્કી તીર્થંકરનું વચન ફેરફાર થતું નથી. જ્ઞાન-દર્શન-ચારિત્ર ઘોર અત્યન્ત દુષ્કર તપ સંગતિનો માર્ગ વગેરેને યથાસ્થિત પ્રગટપણે પ્રરૂપે છે. નહિંતર વચન, મન કે કર્મથી તે તીર્થકરો નથી. [૧૩૦૩-૧૩૦૪] કદાચ તત્કાલ આ ભુવનનો પ્રલય થાય તો પણ તેઓ સર્વ જગતના જીવો, પ્રાણિઓ, ભૂતોનો એકત્વ હિત થાય તે પ્રમાણે અનુકંપાથી યથાર્થ ધર્મને તીર્થકર કહે છે, જે ધર્મને સારી રીતે આચરવામાં આવે તો તેને દુર્ભગતાનું દુઃખ દારિદ્ર રોગ શોક દુર્ગતિનો ભય થતો નથી. તેમજ સંતાપ ઉદ્વેગ પણ થતાં નથી. [૧૩૦પ-૧૩૦૬] હે ભગવંત અમો એમ કહેવા માગતા નથી કે પોતાની સ્વેચ્છાએ અમે વર્તન કરીએ. માત્ર એટલું જ પુછીએ છીએ કે જે જેટલું શક્ય હોય તેટલું તે કરી શકે. હે ગૌતમ ! એમ કરવું યુક્ત નથી, તેમ ક્ષણવાર મનથી ચિંતવવું હિતાવહ નથી જે એમ જાણતો ધારવું કે તેનું બલ હણાયેલું છે. [૧૩૦૭-૧૩૧૦] એક મનુષ્ય ઘેબરખાંડની જેમ રાબડી ખાવા સમર્થ થાય છે, બીજો માંસ સહિત મદિરા, ત્રીજો સ્ત્રી સાથે રમવા શક્તિમાન હોય વળી ચોથો એ પણ ન કરી શકે, બીજો તર્ક કરવા પૂર્વક પક્ષની સ્થાપના કરે અથતુ વાદ વિવાદુ કરી શકે, બીજો કલેશ કરવાના સ્વભાવવાળો આ વિવાદ ન કરી શકે. એક બીજાનું કરેલું જોયા કરે અને બીજો બડબડાટ કરે. કોઈક ચોરી, કોઈક જાર કર્મ કરે, કોઈક કંઈ પણ કરી શકતો નથી. કેટલાંક ભોજન કરવા કે પોતાની પથારી છોડવા સમર્થ થતાં નથી. અને માંચા ઉપર બેસી રહેવા શક્તિમાન થાય છે. હે ગૌતમ ! ખરેખર મિચ્છામિ દુક્કડ પણ આવા પ્રકારનું આપવાનું અને કહેતાં નથી. બીજું પણ તું જે કહે છે તેનો આપું તને જવાબ. [૧૩૧૧-૧૩૧૩ કોઈ મનુષ્ય આ જન્મમાં સમગ્ર ઉગ્ર સંયમ તપ કરવા સમર્થ ન થઈ શકતો હોય તો પણ સદ્ગતિ મેળવવાની અભિલાષા વાળો છે. ને પક્ષીના દુધનો, એક કેશ ઉખેડવાનો, રજોહરણની એક દશી ધારણ કરવી-તેવા નિયમ ધારણ કર્યા, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ મહાનિસીહ- ડા-૧૩૧૨ પરન્તુ આટલા નિયમ પણ જાવજીવ સુધી પાલવા સમર્થ નથી, તો હે ગૌતમ ! તેને માટે તારી બુદ્ધિથી સિદ્ધિનું ક્ષેત્ર આના કરતા કોઈ બીજું હશે? [૧૩૧૪-૧૩૧૭] ફરી તને આ પૂછેલાનો પ્રત્યુત્તર આપું છું કે ચાર જ્ઞાનના સ્વામી, દેવો-અસુરો અને જગતના જીવોથી પૂજાયેલા નિશ્ચિત તે ભવમાં જ મુક્તિ પામનારા છે. આગળ બીજો ભવ થવાનો નથી જ. તો પણ પોતાનું બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ છુપાવ્યા વગર ઉગ્ર કષ્ટમય ઘોર દુષ્કરતપનું તેઓ સેવન કરે છે. તો પછી ચારગતિ સ્વરૂપ સંસારના જન્મ-મરણાદિ દુઃખથી ભય પામેલા બીજાં જીવોએ તો જે પ્રમાણે તીર્થકર ભગવંતોને આજ્ઞા કરેલી છે. તે પ્રમાણે સર્વ યથાસ્થિત અનુષ્ઠાનોનું પાલન કરવું જોઈએ. [૧૩૧૮-૧૩૨૩] હે ગૌતમ ! આગળ તે જે કહ્યું હતું કે પરિપાટી ક્રમ પ્રમાણે કહેલા અનુષ્ઠાનો કરવા જોઈએ. ગૌતમ ! દ્રષ્ટાન્ત સાંભળ :- મોટા સમુદ્રની અંદર બીજા અનેક મગર મસ્સો આદિના અથડાવાના કારણે ભય પામેલો કાચબો જળમાં બુડાબુડ કરતો, ક્યાંય બીજાં બળવાન જેતુથી બટકા ભરાતો, પંખાતો, ઉંચે ફેકાતો, ધક્કા ખાતો, ગળી જવાતો, ત્રાસ પામતો, નાસતો દોડતો, પલાયન થતો, દરેક દિશામાં ઉછળીને પડતો, પછડાતો કુટાતો ત્યાં અનેક પ્રકારની પરેશાની ભોગવતો સહેતો ક્ષણવાર પલકારા જેટલો કાળ પણ ક્યાંય મુશ્કેલીથી સ્થાન ન મેળવતો, દુઃખથી સંતાપ પામતો ઘણાં જ લાંબા કાળ પછી તે જળને અવગાહન કરતો કરતો ઉપરના ભાગમાં પહોંચ્યો. ઉપરના ભાગમાં પદ્મિનીનું ગાઢ વન હતું તેમાં લીલ ફુલના ગાઢ પડથી કંઈ પણ ઉપરના ભાગમાં દેખાતું ન હતું પરંતુ આમ તેમ હરતા ફરતા મહામુશ્કેલીથી જામેલી નીલફુલમાં પડેલી ફાટ-છિદ્ર મેળવીને દેખ્યું તો તે સમયે શબ્દ પૂર્ણિમાં હોવાથી નિર્મલ આકાશમાં ગ્રહ નક્ષત્રોથી પરીવરેલ પુનમનો ચંદ્ર જોવામાં આવ્યો. ૧૩૨૪-૧૩૨૮] વળી વિકસિત શોભાયમાન નીલ અને સફેદ કમલ શતપત્રવાળા ચન્દ્ર વિકાસી કમળો વગેરે તાજી વનસ્પતિ, મધુર શબ્દ બોલતાં હંસો તથા કારંડ જાતિના પક્ષિઓ ચક્રવાકો વગેરેને સાંભળતો હતો. સાતમી વંશપરંપરામાં પણ કોઈએ કદાપિ નહિ જોએલ એવા પ્રકારના અદ્દભુત તેજસ્વી ચન્દ્ર મંડળને જોઈને ક્ષણવાર ચિંતવવા લાગ્યો કે શું આ સ્વર્ગ હશે? તો હવે આનંદ આપનાર આ દ્રશ્યને જો મારા બંધુઓને પણ બતાવું - એમ વિચારીને પાછો તે ઉંડા જળમાં પોતાના બંધુઓને બોલાવવા ગયો. ઘણા લાંબા કાળે તેઓને ખોળીને સાથે લાવીને પાછો અહિં આવ્યો. ગાઢ ઘોર અંધકારવાળી ભાદરવા મહિનાની કુષ્ણ ચર્તુદશીની રાત્રિએ પાછો આવેલો હોવાથી પૂર્વે દેખેલી સમૃદ્ધિ જ્યારે તે દેખવા પામતો નથી ત્યારે આમ તેમ ઘણા કાળસુધી ફર્યો તો પણ શરદ પૂર્ણિમાની રાત્રિની શોભા દેખવા સમર્થ થઈ શકતો નથી, [૧૩૨૮-૧૩૨૯] તેજ પ્રમાણે ચારે ગતિ સ્વરૂપ ભવસમુદ્રનાં જીવને મનુષ્યપણું મેળવવું દુર્લભ છે. તે મળી ગયા પછી અહિંસા લક્ષણવાળાં ધર્મ પામીને જે પ્રમાદ કરે છે તે અનેક લાખો ભવે પણ દુખેથી ફરી મેળવી શકાય તેવું મનુષ્યવાળું મેળવીને પણું જેમ કાચબો ફરી તે સમૃદ્ધિ દેખવા ન પામ્યો, તેમ જીવ પણ સુંદર ધર્મની સમૃદ્ધિ પામવા સમર્થ થઈ શકતો નથી. [૧૩૩૦-૧૩૩૩] બે ત્રણદિવસની બહારગામની મુસાફરી કરવાની હોય છે, તો Page #350 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૬ ૩૪૭ સવદરથી માર્ગની જરૂરિયાતો, ખાવાનું ભાથું વગેરે લઈને પછી પ્રયાણ કરે છે તો પછી ચોર્યાશી લાખ યોનિવાળા સંસારની ચારગતિની લાંબી મુસાફરીના પ્રવાસ માટે તપશીલ-સ્વરૂપ ધર્મના ભાથાનું ચિંતવન કેમ કરતો નથી? જેમ જેમ પ્રહર દિવસ માસ વર્ષ સ્વરૂપ સમય પ્રસાર થાય છે, તેમ તેમ મહા દુખમય મરણ નજીક આવી રહેલ છે. તેમ સમજ જે કોઈને કાળવેળા દિવસનું જ્ઞાન થતું નથી, કદાચ તેવું જ્ઞાન થાય તો પણ આ જગતને કોઈ અજરામર થયો નથી કે કોઈ થશે નહિં. [૧૩૩૪] પ્રમાદિત થયેલ આ પાપી જીવ સંસારના કાર્ય કરવામાં અપ્રમત્ત બની ઉદ્યમ કરે છે, તેને દુઃખો થવા છતાં તે કંટાળતો નથી અને હે ગૌતમ ! તેને સુખોથી પણ તૃપ્તિ થતી નથી. [૧૩૩પ-૧૩૩૮] આ જીવે સેંકડો જાતિઓમાં ઉત્પન્ન થઈને જેટલાં શરીરનો ત્યાગ કર્યો છે પણ તેમાંનાં થોડાંક શરીરોથી પણ ત્રણે સમગ્ર ભુવનો પણ ભરાઈ જાય. શરીરોમાં પણ જે નખ દાંત મસ્તક ભ્રમર આંખ કાન વગેરે અવયવોનો જે ત્યાગ કર્યો છે તે દરેકના જુદા જુદા ઢગલાઓ કરીએ તો તેના પણ કુલ પર્વત કે મેરુપર્વત જેવડા ઉંચા ઢગલાઓ થાય, સર્વે જે આહાર ગ્રહણ કરેલો છે તે સમગ્ર અનંતગુણ એકઠો કરવામાં આવે તો તે હિમવાન, મલય, મેરુ પર્વત કે દ્વીપ સમુદ્રો અને પૃથ્વીના ઢગલાઓ કરતાં પણ આહારના ઢગલાઓ ઘણાં અધિક થાય ભારી દુઃખ આવી પડવાના કારણે આ જીવે જે આંસુઓ પાડેલા જો તે સર્વ જળ એકઠું કરવામાં આવે તો સમગ્ર કુવાઓ, તળાવો, નદીઓ અને સમુદ્રોમાં પણ સમાઈ શકે નહિ. [૧૩૩-૧૩૪૧] માતાઓના સ્તનપાન કરીને પીધેલા દુધો પણ સમુદ્રોના જળ કરતાં અતિશય વધી જાય. આ અનંત સંસારમાં સ્ત્રીઓની યોનિઓ અનેક છે આ તેમાંથી માત્ર એક કુતરી સાત દિવસ પહેલાં મૃત્યુ પામેલી હોય અને તેની યોનિ સડી ગયેલી હોય તેના મધ્ય ભાગમાં માત્ર જે કૃષિપણે ઉત્પન્ન થયેલાં જીવોએ જે કલેવરો છોડેલા તે સર્વ એકઠાં કરીને સાતમી નરક પૃથ્વીથી માંડીને સિદ્ધિક્ષેત્ર સુધી ચૌદરાજ પ્રમાણલોક જેવડો ઢગલો કરીએ તો તે યોનિમાં ઉત્પન થયેલાં કૃમિ કલેવરોના તેટલા અનંતા ઢગલા થાય. [૧૩૪૨-૧૩૪] આ જીવે અનંતકાળ સુધી દરેક કામભોગો અહિં ભોગવેલા છે. છતાં પણ દરેક વખતે વિષય સુખો અપૂર્ણ લાગે છે. લુ-ખસ ખણખની પીડાવાળો. શરીરને ખણતો દુઃખને સુખ માને છે તેમ મોહમાં મુંઝાયેલા મનુષ્યો કામના દુઃખને સુખરૂપે માને છે. જન્મ-જરા-મરણથી થવાવાળા દુખોને જાણે છે અનુભવે છે. તે પણ હે ગૌતમ ! દુર્ગતિમાં ગમન માટે પ્રયાણ કરતો જીવ વિષયમાં વિરક્ત બનતો નથી. સૂર્ય-ચન્દ્રાદિ સર્વ ગ્રહોથી ચડિયાતો સર્વ દોષોને પ્રવર્તાવનાર દુરાત્મા આખા જગતને પરાભવ કરનારા કામાધીન બનેલાઓને પરેસાન કરનાર હોય તો દુરાત્મા મહાગ્રહ એવો કામ ગ્રહ છે. અજ્ઞાની જડાત્માઓ જાણે છે કે ભોગ ઋદ્ધિની સંપત્તિ એ સર્વ ધર્મનું જ ફલ છે તો પણ અતિશય મુઢ દયવાળા પાપો કરીને દુગતિમાં જાય છે. [૧૩૪૭૧૩૪૯] જીવના શરીરમાં વાત, પિત્ત કફ ધાતુ જઠરાગ્નિ આદિના ક્ષોભથી ક્ષણવારમાં મૃત્યુ થાય છે તો ધર્મમાં ઉદ્યમ કરો અને ખેદ ન પામો. આવા પ્રકારનો ધર્મનો સુંદર યોગ મળવો ઘણો દુર્લભ છે. આ સંસારમાં જીવને પંચેન્દ્રિયપણું, Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ મહાનિસીહ– રા-૧૩૪૯ માનુષ્યપણું, આર્યપણું, ઉત્તમકુળમાં જન્મ થવો, સાધુનો સમાગમ, શાસ્ત્રનું શ્રવણ તીર્થંકરના વચનની શ્રદ્ધ, આરોગ્ય, પ્રવજ્યા વગેરેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ સર્વ દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ થવા છતાં શુળ, સર્પ, ઝેર, વિશુચિકા, જળ, શસ્ત્ર, અગ્નિ, ચક્રી વગેરેના કારણે મુહૂર્તમાત્રમાં જીવ મૃત્યુ પામીને બીજા દેહમાં સંકમણ કરે છે. [૧૩પ૦-૧૩૫૪] જ્યાં સુધી આયુષ્ય થોડું પણ ભોગવવાનું બાકી છે, જ્યાં સુધી હજુ અલ્પ પણ વ્યવસાય કરી શકો છો, ત્યાં સુધીમાં આત્મહિત સાધી લો. નહિતર પાછળથી પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. ઈન્દ્ર ધનુષ્ય, વિજળી દેખતાંજ ક્ષણમાં અદશ્ય થાય તેવાં સંધ્યાના રાગો અને સ્વપ્ન સરખો આ દેહ છે જે કાચા માટીના ઘડામાં ભરેલા જળની જેમ ક્ષણવારમાં પીગળી જાય છે. આટલું સમજીને જ્યાં સુધીમાં આવા પ્રકારના ક્ષણભંગુર દેહથી છૂટકારો ન થાય ત્યાં સુધીમાં ઉગ્ર કષ્ટકારી ઘોર તપનું સેવન કરો, આયુષ્યનો ક્રમ ક્યારે તૂટશે તેનો ભરોસો નથી હે ગૌતમ ! હજાર વર્ષ સુધી અતિવિપુલ પ્રમાણમાં સંયમનું સેવન કરનારને પણ છેલ્લી વખતે કંડરિકની જેમ ક્લિષ્ટભાવ શુદ્ધ થતો નથી. કેટલાંક મહાત્માઓ જે પ્રમાણે શીલ અને શ્રામણ્ય ગ્રહણ કર્યું હોય તે પ્રમાણે પુંડરિકમહર્ષિની જેમ અલ્પકાળમાં પોતાના કાર્યન સાધે. [૧૩પપ-૧૩પ જન્મ જરા અને મરણના દુઃખથી ઘેરાયેલા આ જીવને સંસારમાં સુખ નથી, માટે મોક્ષ જ એકાન્ત ઉપદેશ-ગ્રહણ કરવા લાયક છે. હે ગૌતમ ! સર્વ પ્રકારે અને સર્વભાવોથી મોક્ષ મેળવવા માટે મળેલો મનુષ્યભવ સાર્થક કરવો. છઠ્ઠાઅધ્યયનની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ અધ્યયનઃ ૭-પ્રાયશ્ચિતસૂત્ર ચૂલિકાઃ ૧- એગંત નિર્જરા [૧૩પ૭-૧૩પ હે ભગવંત ! આ દ્રષ્ટાન્તથી પહેલા આપે કહ્યું હતું કે પરિપાટી - ક્રમ પ્રમાણે (ત) પ્રાયશ્ચિત આપ કેમ મને કહેતા નથી ? હે ગૌતમ! જો તું તેનું અવલંબન કરેતો પ્રાયશ્ચિત તે ખરેખર તારો પ્રગટ ધર્મ વિચાર છે અને સુંદર વિચાર કરેલો ગણાય. ફરી ગૌતમે પૂછ્યું ત્યારે ભગવંતે કહ્યું કે - જ્યાં સુધી દેહમાં આત્મામાં સંદેહ હોય ત્યાં સુધી નક્કી મિથ્યાત્વ હોય અને તેનું પ્રાયશ્ચિત ન હોય. [૧૩૬૦-૧૩૬૧] જે આત્મા મિથ્યાત્વથી પરાભવિત થયેલો હોય. તીર્થકર ભગવંતના વચનને વિપરીતપણે બોલે, તેમના વચનનું ઉલ્લંઘન કરે તેમ કરનારની પ્રશંસા કરે તો તેવો વિપરીત બોલનાર ઘોર ગાઢ અંધકાર અને અજ્ઞાનપૂર્ણ પાતાલમાં નરકમાં પ્રવેશ કરનારો થાય છો. પરંતુ જેઓ સુંદર રીતે એવી વિચારણા કરે છે કે - તીર્થકર ભગવંતો પોતે આ પ્રમાણે કહે છે અને તે પોતે તે પ્રમાણે વર્તે છે. [૧૩૬૨-૧૩૬૩ હે ગૌતમ એવા પણ પ્રાણિઓ હોય છે કે જેઓ જેમ તેમ પ્રવજ્યા અંગીકાર કરીને તેવી અવિધિથી ધર્મનું સેવન કરે છે કે જેથી સંસારથી મુક્ત ન થાય. હે ભગવંત! તે વિધિના શ્લોકો ક્યા છે? હે ગૌતમ ! તે વિધિ શ્લોકો આ પ્રમાણે જાણવા. [૧૩૬૩-૧૩૬૫ ચૈત્યવંદન, પ્રતિક્રમણ, જીવાદિક તત્ત્વોના સદૂભાવની શ્રદ્ધા, પાંચસમિતિ, પાંચ ઈન્દ્રિયોનું દમન, ત્રણગુપ્તિ, ચારેકષાયનો નિગ્રહ તે સર્વમાં સાવધાની રાખવી. સાધુપણાની સામાચારી તથા કિયા કલાપ જાણીને વિશ્વસ્ત થએલો, લાગેલા દોષોની આલોચના કરીને શલ્યરહિત થએલા, ગભવિાસાદિના Page #352 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭/ચૂલિકા-૧ ૩૪૯ દુઃખના કારણે અતિશય સંવેગ પામેલો, જન્મ, જરા મરણાદિના દુઃખથી ભય પામેલો, ચારગતિ રૂપ સંસારના કર્મ બાળવા માટે નિરંતર હંમેશા આ પ્રમાણે હૃદયમાં ધ્યાન કરતો હોય છે. [૧૩૬૬-૧૩૬૮] જરા, મરણ અને કામની પ્રચુરતાવાળા રોગ કલેશ આદિ બહુવિધ તરંગવાળા, આઠકર્મો ચારકષાયો રૂપ ભયંકર જળચરોથી ભરપુર ઉંડાણવાળા ભવસમુદ્રમાં આ મનુષ્યપણામાં સમક્થત્વજ્ઞાનચારિત્રરૂપ ઉત્તમ નાવજહાજ પામીને જો તેમાંથી ભ્રષ્ટ થયો તો દુઃખનો અંત પામ્યા વગરનો હું પાર વગરના સંસાર સમુદ્રમાં લાંબા કાળ સુધી આમ તેમ અથડાતો કુટાતો ભ્રમણ કરીશ. તો તેવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું શત્રુ અને મિત્ર તરફ સમાન પક્ષવાળો, નિઃસંગ, નિરંતર શુભધ્યાનમાં રહેનારો બનીને વિચરીશ. તેમજ વળી ફરી ભવ ન ક૨વો પડે તેવાં પ્રયત્ન કરીશ. [૧૩૬૯-૧૩૭૧] આ પ્રમાણે લાંબા કાળથી ચિંતવેલા મનોરથોની સન્મુખ થયેલો તે રૂપ મહાસંપત્તિના હર્ષથી ઉલ્લસિત થએલો, ભક્તિના અનુગ્રહથી નિર્ભર બની નમસ્કાર કરતો, રોમાંચ ખડા થવાથી રોમો રોમ વ્યાપેલાં આનંદ અંગવાળો, ૧૮ હજાર શિલાંગ ધારણ કરવા માટે ઉત્સાહપૂર્વક ઉંચા કરેલા ખભાવાળો, છત્રીસ પ્રકારના આચાર પાલન કરવા માટે ઉત્કંઠિત થયેલો, નાશ કરેલા સમગ્ર મિથ્યાત્વવાળો, મદ, માન, ઈષ્યા ક્રોધ વગેરે દોષથી મુક્ત થએલો મમતા અને અભિમાન રહિત બનેલો, પ્રવજ્યા અંગીકાર કરીને હે ગૌતમ ! વિધિ પૂર્વક આ પ્રમાણે વિચરે. [૧૩૭૨-૧૩૭૩] પક્ષી માફક કોઈ પદાર્થ કે સ્થાનની મમતા વગરનો, જ્ઞાન, દર્શન, અને ચારિત્રમાં ઉદ્યમ કરનાર, ધન સ્વજનાદિના સંગ વગરનો, ઘોર પરિષહ ઉપસર્ગાદિકને પ્રકર્ષપણે જીતતો, ઉગ્ર અભિગ્રહ પ્રતિમાદિકને સ્વીકારતો, રાગ દ્વેષનો દુરથી ત્યાગ કરતો, આર્ટ, રૌદ્ર ધ્યાનથી રહિત બનેલો. વિકથા કરવામાં અસિક બનેલો હોય. [૧૩૭૪-૧૩૭૫] જે કોઈ બાવનાચંદનના રસથી શરી૨ અને બાહુ ઉપર વિલેપન કરે, અથવા કોઈ વાંસળાથી શરીર છોલે, કોઈ તેના ગુણોની સ્તુતિ કરે, અથવા અવગુણોની નિંદા કરે તો તે બન્ને ઉપર સમાન ભાવ રાખનારો, એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમને ન છૂપાવતો, તૃણ અને મણિ, ઢેફાં અને કંચન તરફ સમાન મનવાળો, સ્ત્રી, પુત્ર, સગાંવહાલાં, સ્વજનો, મિત્ર, બંધવો, ધનધાન્ય, સુવર્ણ, હિરણ્ય, મણિ,રત્ન, શ્રેષ્ઠ ભંડારને ત્યાગ કરનાર, અત્યન્ત પરમ વૈરાગ્ય વાસનાને, ઉત્પનકરેલા શુભ પરિણામના કારણે સુંદર ધર્મશ્રદ્ધાયુક્ત અકિલષ્ટ નિષ્કલુષ અદીન માનસવાળો, વ્રત, નિયમ, જ્ઞાન, ચારિત્ર, તપ આદિ સમગ્ર ભુવનમાં અદ્વિતીય, મંગલ સ્વરૂપ, અહિંસા લક્ષણયુક્ત ક્ષમા-વગેરે દશ પ્રકારના ધર્માનુષ્ઠાન વિષે એકાંત સ્થિર લક્ષણવાળો, સર્વ આવશ્યક તે તે કાલે કરવા યોગ્ય સ્વાધ્યાય ધ્યાનમાં ઉપયોગવાળો, અંસંખ્યાતા અનેક સમગ્ર સંયમ સ્થાનકો વિષે અસ્ખલિત કરણવાળો, સમસ્ત પ્રકારે પ્રમાદના પરિહાર માટે પ્રયત્નવાળો-યતનાવાળો અને હવે પછી ભૂતકાળના અતિચારોની નિંદા અને ભવિષ્યમાં સંભવિત અતિચારોનો સંવર કરતો તે અતિચારોથી અટકેલો, એ કારણે વર્તમાનમાં અકરણીય તરીકે પાપકર્મનો ત્યાગ કરનાર, સર્વ દોષોથી રહિત Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ મહાનિસીહી -/૧૩૭પ થએલો, વળી નિયાણું સંસાર વૃદ્ધિનું મુલ હોવાથી તેનાથી રહિત થએલો અથતું નિગ્રન્થ પ્રવચનની આરાધના આલોક કે પરલોકના બાહ્ય સુખો મેળવવાની અભિલાષાથી નહિં કરતો, “માયા સહિત જુઠ બોલવું તેનો ત્યાગ કરનાર એવા સાધુ કે સાધ્વી ઉપર કહેલા ગુણોથી યુક્ત મેં કોઈ પ્રકારે પ્રમાદ દોષથી વારંવાર ક્યાંક કોઈપણ સ્થાને વચન મન કે કાયાથી ત્રિકરણ વિશુદ્ધિથી સર્વભાવથી સંયમની આચરણા કરતાં કરતાં અસંયમથી સ્કૂલના પામે તો તેને વિશુદ્ધિ સ્થાન હોય તો માત્ર પ્રાયશ્ચિત છે. હે ગૌતમ! તે કારણે તેને પ્રાયશ્ચિતથી વિશુદ્ધિનો ઉપદેશ આપવો પણ બીજા પ્રકારે નહિ તેમાં જે જે પ્રાયશ્ચિતના સ્થાનકોમાં જ્યાં જ્યાં જેટલું પ્રાયશ્ચિત કહેલું છે તેનેજ. નિશ્ચિત-અવધારિત પ્રાયશ્ચિત્ત કહેવાય છે. હે ભગવંત! કયા કારણથી કહેવાય છે કે તે જ પ્રાયશ્ચિત નિશ્ચિત પ્રાયશ્ચિત કહેવાય છે ? હે ગૌતમ ! આ પ્રાયશ્ચિત સૂત્રો અસંતર અર્ણતર ક્રમવાળાં છે, અનેક ભવ્યાત્માઓ ચાર ગતિ સ્વરૂપ સંસારના કેદખાનામાંથી બદ્ધ સૃષ્ટ, નિકાચિત દુખે કરીને મુક્ત કરી શકાય તેવા ઘોર પૂર્વ ભવમાં કરેલા કર્મરૂપ બેડીનો ચૂરો કરીને જલ્દી મુક્ત થશે. બીજું આ પ્રાયશ્ચિત સુત્ર અનેક ગુણસમુદ્રથી યુક્ત દૃઢવ્રત અને ચારિત્રવંત હોય, એકાંતે યોગ્ય હોય તેવાને આગળ જણાવીશું તેવા પ્રદેશમાં ચાર કાન સાંભળી અથતુિ ત્રીજો ન સાંભળે તેમ ભણાવવું, પ્રરૂપણા કરવી તથા જેની જેટલા પ્રાયશ્ચિતથી શ્રેષ્ઠ વિશુદ્ધિ થાય તે પ્રમાણે તેને રાગ-દ્વેષ રહિતપણે ધર્મમાં અપૂર્વ રસ ઉત્પન્ન થાય તેવા વચનોથી ઉત્સાહિત કરવાપૂર્વક યથાસ્થિત ન્યુનાધિક નહિં તેવા પ્રકારનું તેટલું પ્રાયશ્ચિત્ત આપવું. આ કારણથી એમ કહાં છે કે હે ગૌતમ! તેવું જ પ્રાયશ્ચિત પ્રમાણિત અને ટંકશાળી થાય છે. તેને નિશ્ચિત અવધારિત પ્રાયશ્ચિત કહેછે. [૧૩૭૬-૧૩૭૭] હે ભગવંત ! કેટલા પ્રકારના પ્રાયશ્ચિતો ઉપદેશેલા છે ? હે ગૌતમ! દશ પ્રકારના પ્રાયશ્ચિતો ઉપદેશેલા છે, તે પારંચિત સુધીમાં અનેક પ્રકારનું છે. હે ભગવંત! કેટલા કાળ સુધી આ પ્રાયશ્ચિતસુત્રના અનુષ્ઠાનનું વહન થશે? હે ગૌતમ! કલ્કી નામનો રાજા મૃત્યુ પામશે. એક જિનાલયથી શોભિત પૃથ્વી હશે તેમજ શ્રીપ્રભ નામના અણગાર થશે ત્યાં સુધી પ્રાયશ્ચિત સુત્રના અનુષ્ઠાન વહન થશે. હે ભગવંત ! ત્યાર પછીના કાળમાં શું થશે? હે ગૌતમ! ત્યાર પછીના કાળમાં કોઈ પુણ્યભાગી નહિં થશે કે જેને આ શ્રુતસ્કંધ પ્રરૂપાશે. [૧૩૭૮] હે ભગવંત! પ્રાયશ્ચિતના સ્થાનો કેટલા છે? હે ગૌતમ ! પ્રાયશ્ચિતોના સ્થાનો સંખ્યાતીત કહેલાં છે. હે ભગવંત! તે સંખ્યાતીત પ્રાયશ્ચિત સ્થાનોમાનું પ્રથમ પ્રાયશ્ચિતનું પદ કયું ? હે ગૌતમ ! પ્રતિદિન ક્રિયા-સંબધીનું જાણવું. હે ભગવંત ! તે પ્રતિદિન ક્રિયા કંઈ કહેવાય? હે ગૌતમ ! જે વખતો વખત રાતદિવસ પ્રાણોના વિનાશથી માંડીને સંખ્યાતા આવશ્યકકાર્યોના અનુષ્ઠાન કરવા સુધીના આવશ્યકો કરવા હે ભગવંત! આવશ્યક એવું નામ કયા કારણથી કહેવાય છે ? હે ગૌતમ! સંપૂર્ણ સમગ્ર આઠેય કર્મોનો ક્ષય કરનાર, ઉત્તમ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, અત્યન્ત ઘોર વીર ઉગ્ર કષ્ટકારી દુષ્કરતપ વગેરેની સાધના કરવા માટે પ્રરુપાય. તીર્થંકરાદિને આશ્રીને પોતપોતાના વહેંચાયેલા, કહેલા નિયમિત કાળ સમયે સ્થાને સ્થાને રાતદિવસ દરેક સમયે જન્મથી માંડીને જે અવશ્ય કરાય, સાધના કરાય, ઉપદેશાય પ્રરુપાય, નિરંતર સમજાવાય, આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે આ અવશ્ય કરવા Page #354 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭//ચૂલિકા-૧ યોગ્ય અનુષ્ઠાનો છે તેને આવશ્યક કહેવાય છે. હે ગૌતમ ! જે ભિક્ષુઓ તે અનુષ્ઠાનનાં કાળ સમય વેળાનું ઉલ્લંઘન કરે છે, તેમાં આળસ કરે છે. અનુપયોગવાળો પ્રમાદી થાય છે, અવિધિ કરવાથી બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરાવનારો થાય છે, બળ અને વીર્ય હોવા છતાં કોઈ પણ આવશ્યકમાં પ્રમાદ કરનારો થાય છે, શાતા ગારવ કે ઈન્દ્રીયોની લંપટતાનું કંઈક આલંબન પકડીને મોડું કરીને કે ઉતાવળ કરીને કહેલા સમયે અનુષ્ઠાન કરતો નથી. તે સાધુ હે ગૌતમ ! મહાપ્રાયશ્ચિતને પામનારો થાય છે. ૩૫૧ [૧૩૭૯] હે ભગવંત ! પ્રાયશ્ચિતનું બીજું પદ કર્યું ? હે ગૌતમ ! બીજું, ત્રીજું, ચોથું, પાંચમું યાવત્ સંખ્યાતીત પ્રાયશ્ચિત પદો સ્થાનોને અહિં પ્રથમ પ્રાયશ્ચિત પદની અંદર અન્તર્ગત રહેલા સમજવા. હે ભગવંત ! એમ કયા કારણથી આપ કહો છો ? હે ગૌતમ ! સર્વ આવશ્યકનાં કાળનો ! સાવધાનીથી ઉપયોગ રાખનાર ભિક્ષુ રૌદ્ર-આર્તધ્યાન, રાગ, દ્વેષ, કષાયો, ગારવ, મમત્વ વગેરે અનેક પ્રમાદવાળા આલંબનોને વિષે સર્વભાવો અને ભાવાન્તરોથી અત્યન્ત મુક્ત થએલો હોય માત્ર, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપોકર્મ, સ્વાધ્યાય, ધ્યાન, સુંદરધર્મના કાર્યોમાં અત્યન્તપણે પોતાનું બળ, વીર્ય, પરાક્રમ નહિં છુપાવતો અને સમ્યક્ પ્રકારે તેમાં સર્વકરણથી તન્મય બની જાય છે. જ્યારે સુંદર, ધર્મના આવશ્યકો વિષે રમણતાવાળો થાય, ત્યારે આશ્રવદ્વા૨ોને સારી રીતે બંધ કરનારો થાય. અર્થાત્ કર્મ આપવાના કારણોને અટકાવનારો થાય. જ્યારે તેવા પ્રકારનો થાય ત્યારે પોતાના જીવ વીર્યથી અનાદિ ભવમાં ફરતાં ફરતાં એકઠાં કરેલા અનિષ્ટ દુષ્ટ આઠેકર્મોના સમુહને એકાંતે નાશ કરવા માટે કટિબદ્ધ થએલા લક્ષણવાળો, કર્મપૂર્વક યોગોનોરોધ કરીને બાળી નાખેલા સમગ્ર કર્મવાળો, જન્મ-જરા, મરણ સ્વરૂપ ચારે ગતિવાળા સંસાર પાશ બંધનથી વિમુક્ત થએલો, સર્વ દુઃખથી મુક્ત થએલો હોવાથી ત્રણે લોકના શિખર સ્થાનરૂપ સિદ્ધિશિલા ઉપર બિરાજમાન થાય. હે ગૌતમ ! આ કારણથી એમ કહ્યું છે કે આ પ્રથમ પદમાં બાકીના પ્રાયશ્ચિત ને પદો સમાઈ ગયેલા સમજવા. [૧૩૮૦] હે ભગવંત ! તે આવશ્યકો કયા હે ગૌતમ ! ચૈત્યવંદન વગેરે. હે ભગવંત ! કયા આવશ્યકમાં વારંવાર પ્રમાદ દોષથી કાળનું, વેળાનું સમયનું ઉલ્લંઘન કે અનુપયોગપણે કે પ્રમાદથી અવિધિથી અનુષ્ઠાન કરવામાં આવે, અથવા તો યથોક્ત કાળે વિધિથી સમ્યક્ પ્રકારે ચૈત્યવંદન વગેરે ન કરે, તૈયાર ન થાય, પ્રસ્થાન ન કરે, નિષ્પન્ન ન થાય, તે વિલંબથી કરે, બિલકુલ કરે નહિ. અથવા પ્રમાદ કરે તો તેમ કરનારને કેટલું પ્રાયશ્ચિત કહેવાય ? હે ગૌતમ ! જે કોઈ ભિક્ષુ કે ભિક્ષુણી યતનાવાળા ભુતકાળની પાપની નિન્દા ભવિષ્યકાળમાં અતિચારોને ન ક૨ના૨, વર્તમાનમાં અકરણીય પાપકર્મોને ન કરનાર, વર્તમાનમાં અકરણીય પાપકર્મોને ત્યજનારો સર્વદોષથી રહિત થએલ પાપ-કર્મના પચ્ચક્ખાણયુક્ત દીક્ષા દિવસથી માંડીને દરરોજ જાવજજીવ પર્યન્ત અભિગ્રહોને ગ્રહણ કરનાર અતિશય શ્રદ્ધાવાળા ભક્તિપૂર્ણ હૃદયવાળા, કે યથોક્ત વિધિથી સૂત્ર અને અર્થને યાદ કરતો બીજા કશામાં મન ન પરોવતા, એકાગ્ર ચિત્તવાળાં તેના જ અર્થમાં મનની સ્થિરતા કરનાર, શુભ, અધ્યવસાયવાળા, સ્તવન અને સ્તુતિઓ કહેવા પૂર્વક ત્રણે કાળ ચૈત્યોને વંદન ન કરે, Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ મહાનિસીહ-૭-૧૩૮૦ તો એક વખતના પ્રાયશ્ચિત્તનાં ઉપવાસ કહેવો, બીજી વખત તે જ કારણ માટે છેદ પ્રાયશ્ચિત આપવું. ત્રીજી વખત ઉપસ્થાપના, અવિધિથી ચૈત્યોને વંદન કરેતો બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. માટે મોટું પ્રાયશ્ચિત કહેલું છે. જે વળી લીલી વનસ્પતિ કે બીજ, પુષ્પો ફૂલો પૂજા માટે મહિમા માટે કે શોભા માટે સંઘટ્ટો કરે કે સંઘટ્ટો કરાવે કે સંઘટ્ટો કરનારને અનુમોદ, છેદે, છેદાવે, કે છેદનારને અનુમોદે તો આ સર્વ સ્થાનકોમાં ઉપસ્થાપના, ખમણ-ઉપવાસ, (બેઉપવાસ) ચોથભક્ત, (ઉપવાસ) આયંબીલ, એકાસણું, નિવિ, ગાઢ, અગાઢ ભેદથી અનુક્રમે જાણવું. [૧૩૮૧] જે કોઈ ચૈત્યોને વંદન કરતો હોય, એવી સ્તુતિ કરતો હોય અથવા પાંચ પ્રકારના સ્વાધ્યાય કરતો હોય તેને વિધ્ધ કરે કે અંતરાય કરે અથવા કરાવે અગર બીજો અંતરાય કરતો હોય તો તેને સારો માને અનુમોદના કરે તો તેને તે સ્થાનકોમાં પાંચ ઉપવાસ ,છઠ્ઠ કારણવાળાને એકાસણું અને નિષ્કારણીકને સંવત્સર સુધી વંદન ન કરવી. યાવત્ “પારંચિય” કરીને ઉપસ્થાપના કરવી. [૧૩૮૨] જે પ્રતિક્રમણ ન કરે તેને ઉપસ્થાપનાનું પ્રાયશ્ચિત આપવું. બેઠાં બેઠાં પ્રતિક્રમણ કરનારને ખમણ- (ઉપવાસ) શુન્યાશુન્યપણે એટલે કે આ સૂત્ર બોલાયું છે કે નથી બોલાયું એમ ખ્યાલ રહિતપણે અનુપયોગથી પ્રમત્તપણે પ્રતિક્રમણ કરેતો પાંચ ઉપવાસ, માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપના, કુશીલોની સાથે પ્રતિક્રમણ કરે તો ઉપસ્થાપના, બ્રહ્મચર્યવ્રતમાં પરિભ્રષ્ટ થએલા સાથે પ્રતિક્રમણ કરે તો “પારંચિત” પ્રાયશ્ચિત આપવું. સર્વ શ્રમણ સંઘને ત્રિવિધ-ત્રિવિધ ખમે નહિ કે ખમાવે નહિ. ક્ષમા આપે નંહિ અને પ્રતિક્રમણ કરેતો ઉપસ્થાપના પ્રાયશ્ચિત પદે પદો સ્પષ્ટ અને છૂટા ન બોલતાં એક બીજા પદોમાં ભળેલા અક્ષરોવાળા પ્રતિક્રમણના સુત્રો બોલે તો ચોથ ભક્ત, પ્રતિક્રમણ કર્યા વગર સંથારો કરે, પાટ પર લાંબો થાય, પડખું ફેરવે તો ઉપવાસ, દિવસે સુવે તો પાંચ ઉપવાસ. પ્રતિક્રમણ કરીને ગુરુના ચરણકમળમાં વસતિની આજ્ઞા મેળવીને તે દ્રષ્ટિથી અવલોકન કરે, વસતિને અવલોકન કરીને ગુરને નિવેદન ન કરે તો છઠ્ઠ, વસતિને સંપ્રવેદન કર્યા વગર રજોહરણ પડિલેહણ કરે તો પુરીમુદ્ધ, વિધિપૂર્વક રજોહરણનું પ્રતિલેખન કરીને ગુરુની પાસે મુહપત્તિ પડિલેહણ કર્યા વગર ઉપધિ પડિલેહવાનો સંદિસાઉ નો આદેશ સ્વયં માગી લે તો પુરીમુહ, ઉપધિ સંદિસાઉની આજ્ઞા મેળવ્યા વગર ઉપધિ પડિલેહેતો પુરીમષ્ઠ, ઉપયોગ રહિત ઉપધિ કે વસતિનું પ્રતિલેખન કરે તો પાંચ ઉપવાસ, અવિધિથી વસતિ કે બીજું કાંઈ પણ પાત્રક માત્રક ઉપકરણ વગેરે લગાર પણ અનુપયોગ કે પ્રમાદથી પ્રતિલેખન કરે તો લાગલગાટ પાંચ ઉપવાસ, વસતિ, ઉપધિ, પાત્ર, માત્રક, ઉપકરણને કોઈ પણ પ્રતિલેખન કર્યા વગર કે દુષ્પતિલેખન કરીને તેને વાપરે તો પાંચ ઉપવાસ વસતિ કે ઉપધિ કે પાત્ર માત્રક, ઉપકરણનું પ્રતિલેખન જ ના કરે તો “ઉપસ્થાપન” એ પ્રમાણે વસતિ ઉપધિને પ્રતિલેખન જ ન કરે તો ઉપસ્થાપન એ પ્રમાણે વસતિ ઉપધિને પ્રતિલેખન કર્યા પછી જે પ્રદેશમાં સંથારો કર્યો હોય, જે પ્રદેશમાં ઉપધિની પ્રતિલેખના કરી હોય તે સ્થાનને નિપુણતાથી હળવે હળવે દેપુચ્છણક કે રજોહરણથી કાજે એકઠો કરીને તેને દ્રષ્ટિથી ન દેખે, કાજામાં છું કે જીવાત ને છૂટા પાડીને એકાંત નિર્ભય સ્થાનમાં ન મૂકે તો પાંચ ઉપવાસ, છું કે કોઈ જીવને ગ્રહણ કરીને કાજો Page #356 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-ગીચૂલિકા-૧ ૩૫૩ પરઠવીને ઈરીયાવહી ન પ્રતિક્રમે તો ૧. ઉપવાસ, સ્થાન જોયા વગર કાજો પરઠવે તો ઉપસ્થાપન (ભલે કાજમાં છું કે કોઈ જીવ હોય કે ન હોય પણ કાજાની પ્રત્યુપ્રેક્ષણા કરવી આવશ્યક છે.) જો ષટ્રપદિકા કાજામાં હોય અને કહે કે નથી તો પાંચઉપવાસ, એ પ્રમાણે વસતિ, ઉપધિને પ્રતિલેખીને સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયા સિવાય ન પાઠવે તો ચોથ ભક્ત સૂર્યોદય થયા પહેલાં સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયાં સિવાય પણ પરઠવે તો આયંબિલ હરિતકાય, લીલોતરી, વનસ્પતિકાય યુક્ત, બીજકાયથી યુક્ત, ત્રસકાય બે ઈન્દ્રિયાદિક જીવોથી યુક્ત સ્થાનમાં સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયા સિવાય પણ પરઠવે અથવા તેવા સ્થાનમાં બીજું કંઈ કે ઉચ્ચારાદિક (મળ-મૂત્ર વગેરે) પદાર્થ પરઠવે, વોસિરાવે તો પુરિમઠ, એકાશન આયંબિલ યથાકમેં પ્રાયશ્ચિત સમજવું પરંતુ જો ત્યાં કોઈ જીવનો ઉપદ્રવ ન સંભવે તો, જો મૃત્યુ સિવાયના દુઃખ રૂપ ઉપદ્રવની સંભાવના હોય તો ઉપવાસ. તે સ્પંડિલને ફરી પણ બરાબર તપાસીને જીવરહિત છે, એમ નિઃશંક બનીને ફરી પણ તેની આલોચના કરીને યથાયોગ્ય પ્રાયશ્ચિત ગ્રહણ ન કરે તો ઉપસ્થાપન સમાધિપૂર્વક પરઠવે તો પણ સાગારી-ગૃહસ્થ રહેતો હોય કે રહેવાનો હોય છતાં પરઠવે તો ઉપવાસ. પ્રતિલેખન ન કરેલી જગ્યામાં જે કંઈ પણ વોસિરાવે તો ઉપસ્થાપન. એ પ્રમાણે વસતિ ઉપધિને પ્રતિલેખન કરીને સમાધિપૂર્વક ક્ષુબ્ધ થયા વિના પરઢવીને એકાગ્ર માનસવાળો સાવધાનતાપૂર્વક વિધિથી સુત્ર અને અર્થને અનુસરતા ઈરિયાવહિયં ન પ્રતિકમે તો એકાસન, મુહપત્તિ ગ્રહણ કર્યા વગર ઈરિયા પ્રતિક્રમણ, વંદન પ્રતિક્રમણ કરે, મુહપતિ રાખ્યા વગર બગાસુ ખાય, સ્વાધ્યાય કરે, વાચના આપે. ઈત્યાદિક સર્વ સ્થાનમાં પુરિમુઠ્ઠ એ પ્રમાણે ઈરિયું પ્રતિક્રમી સુકુમાલ સુવાળી ડસીઓ યુક્ત ચીકાશ વગરની સખત ન હોય તેવી સારી હસીવાળા કીડાઓથી કાણા પાડેલું ન હોય, અખંડ દાંડીવાળા દંડપુચ્છણકથી વસતિની પ્રમાર્જના ન કરે તો એકાસન સાવરણીથી વસતિના કચરો સાફ કરે તો ઉપસ્થાપન, વસતિમાં દંડ પુચ્છણક આપીને એકઠો કરેલો કચરો (સુપડીમાં ગ્રહણ કરીને) ન પરઠવે તો ઉપવાસ, પ્રત્યુપેક્ષણા કર્યા વગર કચરો પરઠવે તો પાંચ ઉપવાસ પણ ષટ્રપદિકા કકોઈ જીવ હોય તો અથવા કાંઈ જીવ ન હોય તો ઉપસ્થાપન, વસતિમાં રહેલા કચરાને અવલોકન કરતાં જો તેમાં ષદિકાઓ હોય તેને શોધી શોધીને છુટી પાડીને એકઠી કરી કરીને ગ્રહણ કરી હોય તેવું પ્રાયશ્ચિત સર્વ ભિક્ષુઓ વચ્ચે વિભાગ કરીને વહેંચી આપ્યું ન હોય તો એકાસન આપવું. જો પોતે જ જાતે જે પદિકાઓને ગ્રહણ કરીને પ્રાયશ્ચિત વિભાગ પૂર્વક ન આપે. અનોય -માંહો માટે એક બીજા સ્વીકાર ન કરે તો પારંચિત. એ પ્રમાણે વસતિ અંડપુચ્છણકથી વિધિપૂર્વક પ્રમાર્જન કરીને કાજાને બરાબર અવલોકન કરીને પદિકાઓને કાજામાંથી જુદી કરીને કાજાને પરઠવે. પરઠવીને સમ્યગુ વિધિ સહિત અત્યન્ત ઉપયોગ અને એકાગ્ર માનસવાળો સુત્ર, અર્થ અને તદુભવને સ્મરતો એવો જે ભિક્ષુ ઈરિયંને પ્રતિષ્ઠમતો નથી તેને આયંબિલ અને ઉપવાસનું પ્રાયશ્ચિત જણાવવું. એ પ્રમાણે હે ગૌતમ ! આ આગળ જણાવીશું તેનું પ્રતિક્રમણ કરે - દિવસના પ્રથમ પહોરનો દોઢ ઘડી જુન એવા સમયે જે ભિક્ષુ ગુરુની પાસે વિધિ સહિત સઝાય [23] 23 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ મહાનિસીહ-૭-૧૩૮૨ સંદિભાઉ-એમ કહીને એકાગ્ર ચિત્તથી શ્રુતમાં ઉપયોગવાળો દઢઘુતિ પૂર્વક એક ઘડી ન્યુન પ્રથમ પોરસીમાં જાવજજીવના અભિગ્રહ સહિત દરરોજ અપૂર્વજ્ઞાન ગ્રહણ ન કરે તેને દુવાલસ - પાંચ ઉપવાસનું પ્રાયશ્ચિત આપવું. અપૂર્વજ્ઞાન ભણાવાનું ન બની શકે તો પહેલાનું ભરેલું હોય તે સુત્ર અર્થ તદુભયને યાદ કરતો એકાગ્ર મનથી પરાવર્તન ન કરે અને ભક્તવર્ગ સ્ત્રી, રાજા, ચોર, દેશ વગેરેની વિચિત્ર વિકથા કરવામાં સમય પસાર કરી આનંદ મનાવે તો તે વંદન કરવા યોગ્ય ન ગણાય. જેઓને પહેલા ભણેલા નથી. અપૂર્વજ્ઞાન ગ્રહણ કરવાનો અસંભવ હોય તેમને પણ એક ઘટિકાન્યુન એવી પ્રથમ પોરીસીમાં પંચમંગલનું ફરી ફરી પરાવર્તન કરવાનું હોય, હવે જો તેમ ન કરે અને વિકથા કર્યા કરે અથવા નિરર્થક બહારની પંચાતો સાંભળ્યા કરે તો તે ભિક્ષુ અવંદનીય જાણવો. એ પ્રમાણે એક ઘડી ચુન પ્રથમ પોરિસીમાં જે ભિક્ષ એકાગ્રચિત્તથી સ્વાધ્યાય કરીને ત્યાર પછી પાત્રા, માત્રક, કામઢ-પાત્ર કે વસ્ત્ર વિશેષ, ભાજન, ઉપકરણ વગેરેને અવ્યાકુલપણે ઉપયોગ સહિત વિધિથી પ્રતિલેખના ન કરે તો તેને ઉપવાસનું પ્રાયશ્ચિત જણાવવું હવે ભિક્ષુ શબ્દ અને પ્રાયશ્ચિત શબ્દ આ બંને શબ્દો દરેક પદો સાથે જોડવા. જો તે ભાજન ઉપકરણ વાપર્યા ન હોય તો ઉપવાસ પરન્તુ અવ્યાકુલ ઉપયોગ વિધિથી પ્રતિલેખના કર્યા વગર વાપરે તો દુવાલસપાંચ ઉપવાસ. આ ક્રમે પ્રથમ પોરિસી પૂર્ણ કરી. બીજી પોરિસીમાં અર્થગ્રહણ ન કરે તો પુરિમનું પ્રાયશ્ચિત છે વ્યાખ્યાનનો અભાવ હોય તો, જો વ્યાખ્યાન હોય અને તે શ્રવણ ન કરે તો અવંદનીય, વ્યાખ્યાનનાં અભાવમાં કાળવેળા સુધી વાચનાદિક સ્વાધ્યાય ન કરે તો પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત ભિક્ષુકને આપવું. એમ કરતાં ત્યારે કાળવેળા પ્રાપ્ત થાય તે સમયે દેવસિક અતિચારમાં જણાવેલા જે કાંઈ અતિચારો સેવન થયા હોય તેનું નિન્દન, ગહણ, આલોચન, પ્રતિક્રમણ કરવા છતાં પણ જે કાંઈ કાયિક, વાચિક, માનસિક, ઉત્સુત્ર, આચરણ કરવાથી, ઉન્માર્ગનું આચરણ કરવાથી, અકલ્યનું સેવન કરવાથી, અકરણીયનું સમાચરણ કરવાથી, દુધ્યનિ કે દુષ્ટ ચિંતવન કરવાથી, અનાચારનું સેવન કરવાથી, ન ઈચ્છવા યોગ્યનું આચરણ કરવાથી, અશ્રમણ પ્રયોગ્ય વર્તન આચરણ કરવાથી, જ્ઞાન વિશે, દર્શન વિશે, ચારિત્ર વિશે, શ્રુત વિશે, સામાયીક વિશે, ત્રણ ગુપ્તિ, ચાર કષાયો, પાંચ મહાવ્રતો છે જીવનિકાયો, સાતપ્રકારની પિંડેસણા વગેરે, આઠ પ્રવચનમાતાઓ, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ દશ પ્રકારનો શ્રમણધર્મ, તે વગેરેના તેમજ બીજા અનેક આલાપાક આદિમાં જણાવેલાનું ખંડન વિરાધન થયું હોય અને તે નિમિત્તે આગમના કુશલ એવા ગીતાર્થ ગુરુઓએ કહેલું પ્રાયશ્ચિત યથાશક્તિ પોતાનું બલ વીર્ય પુરુષાર્થ પરાક્રમ છૂપાવ્યા વગર અશઠપણે દીનતા વગરના માનસથી અનસન વગેરે બાહ્ય અને અત્યંતર બાર પ્રકારના તપોકમને ગુરુની પાસે ફરી પણ અવધારણ નિશ્ચિત કરીને અતિ પ્રગટપણે તહત્તિ - એમ કહીને અભિનંદે ગુરુએ આપેલ પ્રાયશ્ચિત તપને એક સાથે સામટું અથવા ટુકડે ટુકડે વિભાગ કરવા પૂર્વક સમ્ય પ્રકારે કરી ન આપે તો તે ભિક્ષુ અવંદનીય થાય. હે ભગવંત! કયા કારણે ખંડ ખંડ તપ અથતુ વચમાં પારણા કરીને વિસામો લેવા પૂર્વક તપ પ્રાયશ્ચિત સેવન કરે ? હે ગૌતમ ! જે ભિક્ષુ છ મહિના, ચાર મહિના, * WWW.jainelibrary.org Page #358 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-શાલિકા-૧ ૩પપ માસક્ષપણ, એક સાથે કરવા સમર્થ ન હોય તે છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ ૧પ દિવસ એવા. ઉપવાસ કરીને પણ તે પ્રાયશ્ચિત વાળી આપે. બીજું પણ જે કોઈ પ્રાયશ્ચિત તેની અંદર સમાઈ જતું હોય, આ કારણે ખંડાખંડી-વચમાં વિસામા લેવા પૂર્વક શક્તિ પ્રમાણે તપ પ્રાયશ્ચિતનું સેવન કરે. એમ કરતાં દિવસના મધ્યાહ્ન સમયે થનાર પરિમુઠના સમયમાં અલ્પકાળ બાકી રહ્યો. તે અવસરે જે કોઈ પ્રતિક્રમણ કરતા, વંદન કરતા, સ્વાધ્યાય કરતા, પરિભ્રમણ કરતા ચાલતા જતા ઉભા રહેતાં બેસતા ઉઠતા તેઉકાયનો સ્પર્શ થતો હોય અને ભિક્ષુ તેના અંગો ખેંચી ન લે, સંઘટ્ટો થતો ન રોકે, તો ચઉલ્થ ઉપવાસ, બીજાઓને પણ યથાયોગ્ય પ્રાયશ્ચિતોમાં પ્રવેશ કરાવે, તથા પોતાની શક્તિ અનુસાર તપોકર્મનું સેવન ન કરે તો તેને બીજા દિવસે ચારગણું પ્રાયશ્ચિત જણાવે, જેઓ વાંદતા હોય કે પ્રતિક્રમણ કરતા હોય તેઓની આડ પાડીને સપકે બિલાડી જાય તો તેમનો લોચ કરવો. કે બીજા સ્થાને ચાલ્યા જાય. તેના પ્રમાણમાં ઉગ્રતામાં રમણતા કરવી. આ કહેલા વિધાનો ન કરે તો ગચ્છ બહાર કરવો. જે ભિષ્મ તે મહાઉપસર્ગને સિદ્ધ કરનારો, ઉત્પન્ન કરનારો, દુનિમિત અને અમંગલનો ધારક કે વાહક હોય, તે ગચ્છબહાર કરવા યોગ્ય જાણયો. જે પહેલી કે બીજી પોરિસિમાં અહીં તહીં ભટકતો હોય, ગમન કરતો હોય, અનુચિત્ત કાળે ફરનાર, છિદ્રો જોનાર એવો. જો તે ચારે આહારના - ચોવિહારના પચ્ચખાણ ન કરે તો છઠ્ઠ, દિવસે ચંડિલ સ્થાનની, પ્રતિલેખના કરીને રાત્રે જયણા પૂર્વક માગ્યું કે સ્પંડિલ વોસિરાવે તો ગ્લાનને એકાસન, બીજાને તો છઠ્ઠનું જ પ્રાયશ્ચિત, જો ચંડિલ સ્થાન દિવસે જીવજંતુરહિત તપાસ્યું ન હોય તેમજ ભાજન પૂજ્ય પ્રમાર્ટુન હોય, સ્થાન દેખી લીધું ન હોય, માત્ર કરવાનું ભાજન પણ જયણાથી દેખ્યું ન હોય અને રાત્રે, ઠલ્લો કે માત્રુ પરઠવે તો ગ્લાનને એકાસન, બાકીનાને દુવાલસ-પાંચ ઉપવાસ અથવા ગ્લાનને મિચ્છામિ દુક્કડં. એ પ્રમાણે પ્રથમ પોરિસીમાં, બીજી પોરિસીમાં સુત્ર અને અર્થનું અધ્યયન છોડીને જેઓ સ્ત્રી કથા, ભક્તકથા દેશ કથા રાજકથા, ચોર કથા કે ગૃહસ્થની પંચાતની કથા કરે અગર બીજી અસંબદ્ધ કથાઓ કરે, આતરોદ્રધ્યાનની ઉદીરણા કરાવનારી કથા કરે, તેવી પ્રસ્તાવના ઉદીરણા કરે કે કરાવે તેઓ એક વરસ સુધી અવંદનીય, કોઈ તેવા મોટા કારણ વશથી પ્રથમ કે બીજી પોરિસીમાં એક ઘડી કે અર્ધી ઘડી ઓછો સ્વાધ્યાય થયો તો ગ્લાનનો મિચ્છામિ દુક્કડં. બીજાઓને નિવિ ગઈ, અતિનિષ્ફરતાથી કે ગ્લાને જો કોઈ પ્રકારે કોઈપણ કારણ ઉત્પન થવાથી વારંવાર ગીતાર્થ ગુરુએ મના કરેલી હોવા છતાં અકસ્માત કોઈ વખત બેઠાં બેઠાં પ્રતિક્રમણ કર્યું હોય તો એક માસ અવંદનીય. ચાર માસ સુધી મૌનવ્રત તેણે રાખવું. જો કોઈ પ્રથમ પોરિસી પૂર્ણ થયા પહેલા અને ત્રીજી પોરિસી વીતી ગયા પછી ભોજન પાણી ગ્રહણ કરે અને વાપરેતો તેને પુરિમ, ગુરુની સન્મુખ જઈને ઉપયોગ ન કરેતો ચઉલ્ય, ઉપયોગ કર્યા વગર કંઈ પણ ગ્રહણ કરે તો ચઉત્થ, અવિધિએ ઉપયોગ કરેતો ઉપવાસ, આહાર માટે, પાણીમાટે, સ્વકાર્ય માટે, ગુરુના કાર્યમાટે, બહારની ભુમીએ નીકળતાં ગુરુના ચરણમાં મસ્તકનો સંઘટ્ટો કરીને “આવસ્સિઆએ”-પદ ન કહે, પોતાનાના ઉપાશ્રયના વસતિના દ્વારમાં પ્રવેશ કરતાં નિસીહ ન કહે તો પુરિમુઢ, બહાર જવાના સાત કારણ સિવાય વસતિમાંથી બહાર નીકળે તો ગચ્છ બહાર કરવો. Page #359 -------------------------------------------------------------------------- ________________ મહાનિસીહ – ૭/-૧૩૮૨ રાગથી બહાર જાય તો છેદોપસ્થાપન, અગીતાર્થ કે ગીતાર્થને શંકા ઉત્પન્ન થાય તેવા આહાર પાણી ઔષધ વસ્ત્ર, પાત્ર, દાંડો વગેરે અવિધિથી ગ્રહણ કરે અને ગુરુની પાસે તેની આલોચના ન કરે તો ત્રીજા વ્રતનો છેદ, એક માસ સુધી અવંદનીય અને તેની સાથે મૌનવ્રત રાખવું. આહાર પાણી ઔષધ અથવા પોતાના કે ગુરુના કાર્ય માટે ગામમાં, નગરમાં, રાજધાનીમાં, ત્રણમાર્ગો, ચારમાર્ગો, ચૌટા કે સભાગૃહમાં પ્રવેશ કરીને ત્યાં કથા કે વિકથા કહેવા લાગે તો ઉપસ્થાપન, પગમાં પગ રક્ષક - ઉપાનહ પહેરીની ત્યાં જાય તો ઉપસ્થાપન. ઉપાનહ ગ્રહણ કરે તો ઉપવાસ, તેવો પ્રસંગ ઉભો થયા અને ઉપાનહનો ઉપયોગ ન કરે તો ઉપવાસ. ક્યાંય ગયો, ઉભો રહ્યો અને કોઈકે પ્રશ્ન કર્યો તેને કુશળતા અને મધુરતાથી કાર્યની જરૂર પુરતો અલ્પ,અગર્વિત, અનુચ્છ, નિર્દોષ સમગ્ર લોકોના મનને આનંદ કરાવનાર, આલોક અને પરલોકને હિતકારી થાય તેવો પ્રત્યુત્તર ન આપે તો અવંદનીય, જો અભિગ્રહ ગ્રહણ કર્યો ન હોય તેવો ભિક્ષુક સોળ દોષોથી રહિત પણ સાવયુક્ત વચન બોલે તો ઉપસ્થાપન બહુ બોલે તો ઉપસ્થાપન, કષાયયુક્ત વચન બોલે તે અવંદનીય. કષાયોથી ઉદીરિત એવાઓની સાથે ભોજન કરે કે રાત્રે સાથ વાસ કરે તો એક માસ સુધી મૌનવ્રત, અવંદનીય, ઉપસ્થાપન, બીજા કોઈને કષાયનું નિમિત્ત આપી કષાયની ઉદીરણા કરાવે, અલ્પ કષાયવાળાને કષાયની વૃદ્ધિ કરાવો કોઈકની મર્મ-ગુપ્ત હકીકતો ઉઘાડી પાડે. આ સર્વમાં ગચ્છ બહાર કરવો. ૩૫ કઠોર વચન બોલે પાંચ ઉપવાસ, આકરા શબ્દો બોલે તો પાંચ ઉપવાસ, ખર, કઠોર, આકરા, નિષ્ઠુર, અનિષ્ટ વચનો બોલે તો ઉપસ્થાપત્, ગાળો આપે ઉપવાસ, કકળાટ કરતાં કલહ કજીયા તોફાન લડાઈ કરે તો ગચ્છની બહાર કરવો. મકાર, ચકાર, જકરાદિવાળી ગાળો અપશબ્દો બોલે તો ઉપવાસ બીજી વખત બોલે તો અવંદનીય, વધ કરે તો સંઘ બહાર કરવો, હણે તો સંઘ બહાર કરવો, ખોદતો હોય, ભાંગતો હોય, લપસતો લડતો અગ્નિ સળગાવતો, બીજા પાસે સળગાવળાવતો, રાંધતો, રંધાવતો હોય તો દરેકમાં સંઘ બાહ્ય કરવો. ગુરુને પણ સામા ફાવે તેવા શબ્દો સંભળાવે, ગચ્છનાયકોની કોઈક પ્રકારે હલકાઈ લઘુતા કરે, ગચ્છના આચારો કે સંઘના આચારો, વંદન પ્રતિક્રમણ વગેરે મંડલીના ધર્મોનું ઉલ્લંઘન કરે, અવિધિથી દીક્ષા આપે, વડી દીક્ષા આપે, અયોગ્યને સુત્ર, અર્થ કે તદુભયની પ્રરુપણા કરે, અવિધિથી સારણાવારણા-ચોયણા-પડિચોયણા કરે અથવા વિધિથી સારણા-વારણા-ચોયણાપડિચોયણા ન કરે, ઉન્માર્ગ તરફ જતાને યથાવિધિથી સારણાદિક ન કરે, યાવત્ સમગ્ર લોકની સાંનિધ્યમાં પોતાના પક્ષને ગુણ કરનાર, હિત, વચન, કર્મ પૂર્વક ન કહે તો આ દરેકમાં અનુક્રમે કુલ, ગણ અને સંઘની બહાર કરવો. આ સર્વ સ્થાનકો વિષે દરેક ને કુલ ગણ અને સંઘ બહાર કરવો. કદાચ કુલ, ગણ સંઘની બહાર કર્યા પછી પણ તે અત્યંત ઘોર વી૨ તપનું અનુષ્ઠાન કરવામાં અતિશય અનુરાગવાળો થઈ જાય તો પણ હે ગૌતમ ! તે ન જોવા લાયક છે, માટે કુલ ગણ અને સંઘની બહાર કરેલા તેની પાસે ક્ષણ અર્ધક્ષણ ઘટીકે અર્ધીઘટીકા જેટલા સમય માટે પણ ન રહેવું. આંખથી નજર કર્યા વગર અર્થાત્ જે સ્થાને પરઠવવાનું હોય તે સ્થાનની દૃષ્ટિ પ્રતિલેખના કર્યા વગર ઠલ્લો, પેશાબ, બળખા, નાસિક મેલ, શ્લેષ્મ, શરીરનો મેલ Page #360 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-ચૂલિકા-૧ ૩પ૭ પરઠ, બેસતાં સંડાસગો સાંધાઓ સહિત પ્રમાર્જના ન કરે, તો તેને અનુક્રમે નવી અને આયંબિલ પ્રાયશ્ચિત. પાત્રા માત્રક કે કોઈ પણ ઉપકરણ દાંડો વગેરે જે કોઈ પદાર્થ સ્થાપન કરતાં મુક્તા લેતા ગ્રહણ કરતા આપતા અવિધિથી સ્થાપે મુકેલે ગ્રહણ કરે કે આપે, આ વગેરે અભાવિત ક્ષેત્રમાં કરે તો ચાર આયંબિલ અને ભાવિત ક્ષેત્રમાં ઉપસ્થાપન, દાંડો, રજોહરણ, પાદપ્રીંછનક અંદર પહેરવાનો સુતરાઉ કપડા, ચોલપટ્ટો, વષકિલ્પ કામળી પાવતુ મુહપત્તિ કે બીજા કોઈ પણ સંયમમાં ઉપયોગી એવા દરેક ઉપકરણો પ્રતિલેખન કર્યા વગર, દુષ્પતિલેખન કરેલા હોય, શાસ્ત્રમાં કહેલા પ્રમાણથી ઓછા કે અધિક વાપરે તો દરેક સ્થાનમાં ક્ષપણ ઉપવાસનું પ્રાયશ્ચિત. ઉપરના ભાગમાં પહેરવાનો કપડો, રજોહરણ, દંડક, અવિધિથી વાપરે તો ઉપવાસ, એકદમ રજોહરણ (કુહાડી માફક) ખભે સ્થાપન કરે તો ઉપસ્થાપન શરીરના અંગો કે ઉપાંગો મર્દન કરાવે તો ઉપવાસ, રજોહરણને અનાદરથી પકડવો ચઉથ પ્રમત્તભિક્ષની બેકાળજીથી અણધારી મુહપત્તિ વગેરે કોઈપણ સંયમના ઉપકરણ ખોવાઈ જાય, નાશ પામે તો તેનાં ઉપવાસથી માંડીને ઉપસ્થાપન, યથાયોગ્ય ગવેષણા કરી ખોળે, મિચ્છામિ દુક્કડું આપે, ન મળે તો વોસિરાવે, મળે તો ફરી ગ્રહણ કરે. ભિક્ષુઓને અપૂકાય અને અગ્નિકાયનાં સંઘટ્ટણ વગેરે એકાંતે નિષેધેલા છે. જે કોઈને જ્યોતિ કે આકાશમાંથી પડતા વરસાદના બિન્દુઓ વડે ઉપયોગ સહિત કે ઉપયોગ રહિતપણે અણધાર્યા સ્પર્શ થઈ જાય તો તે માટે આયંબિલ કહેલું છે. સ્ત્રીઓનાં અંગના અવયવોને લગાર પણ હાથથી, પગથી, દંડથી, હાથમાં પકડેલા તણખલાના અગ્રભાગથી, કે ખભાથી સંઘટ્ટો કરેતો પારચિત પ્રાયશ્ચિત સાધુને હોય. બાકીના ફરી પણ પોતાના સ્થાને વિસ્તારથી કહેવાશે. [૧૩૮૨-૧૩૮૪] એમ કરતાં ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડેસણા-શાસ્ત્રમાં કહેલા વિધિથી દીનતા વગરના મનવાળો ભિક્ષુ બીજ અને વનસ્પતિકાય, પાણી કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજા અને ગૃહસ્થો તરફથી થતા વિષમ ઉપદ્રવો, -કદાગ્રહીઓને છોડતો, શંકાસ્થાનોનો ત્યાગ કરતો. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં ઉપયોગવાળો, ગોચરચયમાં પ્રાભૃતિક નામના દોષવાળી ભિક્ષા ન વજૅતો તેનું ચોથભક્ત પ્રાયશ્ચિત જણાવવું. જો તે ઉપવાસી ન હોય તો સ્થાપના કુલોમાં પ્રવેશ કરે તો ઉપવાસ, ઉતાવળમાં પ્રતિકુલ વસ્તુ ગ્રહણ કર્યા પછી તરત જ નિરુપદ્રવ સ્થાનમાં ન પરઠવે તો ઉપવાસ, અકથ્ય વસ્તુ ભિક્ષામાં ગ્રહણ કરે તો યથાયોગ્ય ઉપવાસ વગેરે, કથ્ય પદાર્થનો પ્રતિષેધ કરે તો ઉપસ્થાપન, ગોચરી લેવા માટે નિકળેલો ભિક્ષ વાતો વિકથા બંને પ્રકારના કથા કહેવાની પ્રસ્તાવના કરે, ઉદીરણા કરે, કહેવા લાગે, સાંભળો તો છઠ્ઠ પ્રાયશ્ચિત, ગોચરી કરીને પાછા આવ્યા પછી લાવેલા આહાર પાણી ઔષધ તથા જેણે આપ્યા હોય, જેવી રીતે ગ્રહણ કર્યું હોય, તે પ્રમાણે અને તે ક્રમે જો આલોવે નહિં તો પુરિમુઢા, ઈરિયું પ્રતિક્રમ્યા સિવાય ભાત પાણી વગેરે આલોવે નહિ તો પુરિમુઢ રજયુક્ત પગોને પ્રમાર્યા વગર ઈરિયા પ્રતિક્રમે તો પુરિમષ્ઠ, ઈરિય પડિક્કમવાની ઈચ્છાવાળો પગની નીચેના ભૂમિ ભાગને ત્રણ વખત ન પ્રમાર્જન કરે તો નિવી, કાન સુધી અને હોઠ ઉપર મુહપતિ રાખ્યા વગર ઈરિયા પ્રતિક્રમે તો મિચ્છામિ દુક્કર્ડ અને પુરિમુઢ. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ મહાનિસીહ-૭-૧૩૮૪ સક્ઝાય પરઠવતા-ગોચરી આલોવતા ધમ્મો મંગલની ગાથાઓનું પરાવર્તન કર્યા વગર ચેત્ય અને સાધુઓને વાંધા વગર પચ્ચખાણ પારે તો પુરિમહં પચ્ચકખાણ પાય વગર ભોજન, પાણી કે ઔષધનો પરિભોગ કરે તો ચોથભક્ત, ગુરુની સન્મુખ પચ્ચખાણ ન પારે તો, ઉપયોગ ન કરે, પ્રાકૃતિક ન આલોવે સક્ઝાય ન પરઠવે, આ દરેક પ્રસ્થાપનમાં, ગુરુ પણ શિષ્ય તરફ ઉપયોગવાળા ન થાય. તો તેમને પારંચિત પ્રાયશ્ચિત, સાધર્મિક, સાધુઓને ગોચરીમાંથી આહારાદિક આપ્યા વગર ભક્તિ કર્યો વગર કાંઈ આહારાદિક પરિભોગ કરે તો છઠ્ઠ, ભોજન કરતાં, પીરસતાં જો નીચે વેરે તો છઠ્ઠ, કડવો, તીખાં, કષાયેલાં, ખાટાં, મધુર, ખારા રસોનો આસ્વાદ કરે, વારંવાર આસ્વાદ કરી તેવા સ્વાદવાળા ભોજન કરે તો ચોથ ભક્ત, તેવા સ્વાદિષ્ટ રસોમાં રાગ પામે તો ખમણ કે અમ, કાઉસગ્ન કર્યા વગર વિગઈઓનો વપરાશ કરે તો પાંચ આયંબિલ, બે વિગઈ ઉપરાંત વધારે વિગઈઓ વાપરે તો પાંચ નિર્વિકૃતિક, નિષ્કારણ વિગઈનો વપરાશ કરે તો અઠ્ઠમ, ગ્લાનના માટે અશન, પાન, પથ્ય, અનુપાન, જ લાવેલા હોય અને વગર આપેલું વાપરે તો પારંચિત. ગ્લાનની સેવા માવજત કર્યા વગર ભોજન કરે તો ઉપસ્થાપન, પોતાના પોતાના સર્વ કર્તવ્યોનો ત્યાગ કરીને ગ્લાનના કાર્યોનું આલંબન લઈને અથતુિ તેના બહાના આગળ કરીને પોતાના કર્તવ્યોમાં પ્રમાદ સેવે તો તે અવંદનીય, ગ્લાન યોગ્ય જે કરવા લાયક કાર્ય કરી ન આપે તો અઠ્ઠમ, ગ્લાન, બોલાવે અને એક શબ્દ બોલવા સાથે તરત જઈને જે આજ્ઞા કરે તેનો અમલ ન કરે તો પારંચિત, પરંતુ જો તે ગ્લાન સાધુ સ્વસ્થ ચિત્તવાળો હોય તો. જો સનેપાત વગેરે કારણે ભ્રમિત માનસવાળા હોય તો જે તે ગ્લાને કહ્યું હોય તેમ કરવાનું હોય નહિ. તેને યોગ્ય હિતકારી જે થતું હોય તે જ કરવું ગ્લાનના કાર્યો ન કરે તેને સંઘ બહાર કાઢવો. આધાકર્મ, દેશિક, પૂતિકર્મ, મિશ્રજાત સ્થાપના, પ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્યક, અભ્યાત, ઉદભિન, માલપત, આછેદ્ય, અનિસૃષ્ટ, અધ્યવપુરક, ધાત્રી, દુત્તિ, નિમિત્ત, આજીવક, વનીપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, પૂર્વ-પશ્ચિાતુ સંસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂળકર્મ, શકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંત, દાયક, ઉભિન્ન, અપરણિત, લિપ્ત, છર્દિત, આ બેંતાળીશ આહારના દોષમાંથી કોઈ પણ દોષથી દુષિત આહાર પાણી ઔષધનો પરિભોગ કરે તો યથાયોગ્ય ક્રમસર ઉપવાસ, આયંબિલનું પ્રાયશ્ચિત આપવું. છ કારણોની ગેરહાજરીમાં ભોજન કરે તો અઠ્ઠમ, ધુમ્રદોષ, અને અંગાર દોષ યુકત, આહારનો ભોગવટો કરે તો ઉપસ્થાપન, જુદા જુદા આહાર કે સ્વાદવાળા સંયોગ કરીને જિલ્લાના સ્વાદ પોષવા માટે ભોજન કરે તો આયંબીલ અને ક્ષપણુબળ-વીર્યપુરુષકાર-પરાક્રમ હોવા છતાં અષ્ટમી, ચર્તુદશી, જ્ઞાનપંચમી, પર્યુષણા ધોઈને પાણી પી ન જાય તો ચઉત્થ, પાત્રા ધોએલ પાણી પરઠવે તો દુવાલસ, પાત્રા માત્રક તરપણી કે કોઈ પણ પ્રકારના ભાજન ઉપકરણ માત્રને ભીનાશ દુર કરી કોરા કરીને ચીકાશવાળા કે ચીકાશ વગરના વગર લુંછેલા સ્થાપન કરી રાખે તો ચોથભક્ત, પાત્રાબાંધની ગોઠ, ન છોડે તેની પડિલેહણા કરી ને ન શોધે તો ચોથ ભક્ત પ્રાયશ્ચિત. ભોજન મંડળીમાં હાથ ધોવે, તેના પાણીમાં પગનો સંઘટ્ટો કરીને ચાલે, ભોજન કરવાની જગ્યામાં સાફ કરીને Page #362 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ીચૂલિકા-૧ ૩પ૯ દંડપુચ્છણક થી કાજો ન લે તો નીવી, ભોજન માંડલીના સ્થાનમાં જગ્યા સાફ કરીને પુચ્છણક આપીને કાજો એકઠો કરીને ઈરિયા પ્રતિક્રમે તો નિવી. એ પ્રમાણે ઈરિયાવહી, કહીને બાકી રહેલા દિવસનું અથાત્ તિવિહાર કે ચોવિહારનું પ્રત્યાખ્યાન ન કરે તો આયંબિલ ગુરુની સમક્ષ તે પચ્ચખાણ ન કરે તો પુરિમુઢા, અવિધિથી પચ્ચખ્ખાણ કરે તો આયંબીલ, પચ્ચખ્ખાણ કર્યા પછી ચૈત્ય અને સાધુઓને ન વાંદે તો પુરિમુઢ, કુશીલને વંદન કરે તો અવંદનીય, ત્યાર પછીના સંયમમાં બહાર ઠડીલ ભૂમિએ જવા માટે પાણી લેવા માટે જાય, વડીનિતી કરીને પાછા ફરે તે સમયે કંઈક ન્યુન ત્રીજી પોરિસી પૂર્ણ થાય. તેમાં પણ ઈરિયાવહી પ્રતિક્રમીને વિધિથી ગમનાગમનની આલોચના કરીને પાત્રા માત્રક વગેરે ભાજન અને ઉપકરણો વ્યવસ્થિત કરે ત્યારે ત્રીજી પોરિસી બરાબર પૂર્ણ થાય. આ પ્રમાણે ત્રીજી પોરિસી વીતી ગયા પછી હે ગૌતમ ! જે ભિક્ષ ઉપધિ અને સ્થડિલો વિધિપૂર્વક ગુરુની સન્મુખ સંદિસાઉં - એમ આજ્ઞા માંગીને પાણી પીવાના પણ પચ્ચખ્ખાણ કરીને કાલાવેલા સુધી સ્વાધ્યાય ન કરે તેને છઠ્ઠ પ્રાયશ્ચિત જણાવવું. આ પ્રમાણે કાલવેલા આવી પહોંચે ત્યારે ગુરુની ઉપધિ અને ચંડિલ, વંદન, પ્રતિક્રમણ, સઝાય, મંડળીઆદિ વસતિની પ્રત્યુપેક્ષણા કરીને સમાધિ પૂર્વક ચિત્તના વિક્ષેપ વગર સંયમિત બનીને પોતાની ઉપધિ અને થંડિલની પ્રત્યુપ્રેક્ષણા કરીને ગોચર ચરિત અને કાલને પ્રતિક્રમીને ગોચર ચરિયા ઘોષણા કરીને ત્યાર પછી દેવસિક અતિચારોની વિશુદ્ધિ નિમિત્ત કાઉસગ્ગ કરવો. આ દરેકમાં અનુક્રમે ઉપસ્થાપન, પુરિમુઠ્ઠ એકાસન અને ઉપસ્થાપના પ્રાયશ્ચિત જાણવા. આ પ્રમાણે કાઉસગ્ન કરીને મુહપતિની પ્રતિલેખના કરીને વિધિપૂર્વક ગુરુ મહારાજને કૃતિકર્મ વંદન કરીને સૂર્યોદથી માંડીને કોઈ પણ સ્થાનમાં જેવાં કે બેસતાં જતા ચાલતા ભમતા ઉતાવળ કરતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, લીલોતરી, તૃણ, બીજ, પુષ્પ ફુલ, કુંપળ, અંકુર, પ્રવાલ, પત્ર, બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયોવાળા જીવોનાં સંઘટ્ટ, પરિતાપન, કિલામણા, ઉપદ્રવ વગેરે ક્યાં હોય તથા ત્રણ ગુપ્તિઓ, ચારકષાયો, પાંચમહાવ્રતો, છ જીવનીકાયો, સાત પ્રકારના પાણી અને આહારાદિકની એષણાઓ, આઠ પ્રવચન માતાઓ, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ, દશ પ્રકારનો શ્રમણધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ની જે ખંડના વિરાધના થઈ હોય તેની નિન્દા, ગહ, આલોચના, પ્રાયશ્ચિત, કરીને એકાગ્ર માનસથી સુત્ર, અર્થ અને તદુભયને અતિશય ભાવતો તેના અર્થની વિચારણા કરતો, પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપન, એમ કરતાં કરતાં સૂર્યનો અસ્ત થયો. ચૈત્યોને વંદન કર્યા સિવાય પ્રતિક્રમણ કરે તો ચોથભક્ત, અહીં અવસર જાણી લેવો. પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે વિધિસહિત બિલકુલ ઓછા સમય નહિ એવા પ્રથમ પહોરમાં સ્વાધ્યાય ન કરે તો દુવાલસ, પ્રથમ પોરિસી, પૂર્ણ થતાં પહેલા, સંથરો કરવાની વિધિની આજ્ઞા માગે તો છ8, સંદિસાવ્યા વગર સંથારો કરીને સુઈ જાય તો ચઉથ, પ્રત્યુપ્રેક્ષણા, કર્યા વગરની જગ્યામાં સંથારો કરે તો દુવાલસ, અવિધિથી સંથારો કરે તો ચઉત્થ ઉતરપટ્ટા વગર સંથારો કરે તો ચઉલ્થ બે પડનો સંથારો પાથરે તો ચઉત્થ, વચમાં પોલાણવાળો દોરીવાળા ખાટલામાં, નીચે નરમ હોય તેવા ઢોલિયામાંપંલગમાં સંથારો કરે તો ૧૦) આયંબિલ, સર્વ શ્રમણસંઘ, સર્વે સાધર્મિકો તેમજ સર્વ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ મહાનિસીહ-૭-૧૩૮૪ જીવરાશિના તમામ જીવોને સર્વ પ્રકારના ભાવથી ત્રિવિધ-ત્રિવિધે ખમાવે નહિ ક્ષમાપના આપે નહિ તેમજ ચેત્યોને વંદના ન કરી હોય, ગુરુના ચરણ કમળમાં ઉપધિ દેહ આહારાદિકના સાગર પચ્ચખાણ કર્યા વગર કાનના છિદ્રોમાં કપાસનું રૂ ભરાવ્યા સિવાય સંથારામાં બેસે તો દરેકમાં ઉપસ્થાપન, સંથારામાં બેઠા પછી આ ધર્મ-શરીરને ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલ આ “શ્રેષ્ઠ મંત્રાક્ષરોથી” દશે દિશામાં સાપ, સિંહ દુષ્ટ પ્રાન્ત, હલકા વાણમંતર પિશાચ વગેરેથી રક્ષણ ન કરે તો ઉપસ્થાપન, દશે દિશામાં રક્ષણ કરીને બાર ભાવાનાઓ ભાખ્યા સિવાય સુઈ જાય તો પચ્ચીશ આયંબીલ. એક જ નિદ્રા પૂર્ણ કરીને જાણીને ઈરિયાવહી. પડિક્કમીને પ્રતિક્રમણના સમય સુધી સ્વાધ્યાય ન કરે તો દુવાલસ, ઉંઘી ગયા પછી દુઃસ્વપ્ન કે કુસ્વપ્ન આવે તો સો શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ગ કરવો. રાત્રે છીંક કે ખાંસી ખાય, પાટીયા, પાટ કે દંડ ખસે કે શબ્દ કરે તો ખમણ. દિવસ અથવા રાત્રે હાસ્ય, ક્રીડા, કંદર્પ, નાથવાદ કરે તો ઉપસ્થાપન. એ પ્રકારે જે ભિક્ષુ સુત્રનું અતિક્રમણ કરીને કાલનું અતિક્રમણ કરીને આવશ્યક કરે તો હે ગૌતમ ! કારણવાળાને મિચ્છા મિ દુક્કડ પ્રાયશ્ચિત આપવું. જે અકારણિક હોય તેને તો યથાયોગ્ય ચઉલ્થ વગેરે પ્રાયશ્ચિત કહેવા, જે ભિક્ષુ શબ્દ કરે કરાવે, ગાઢ કે અગાઢ શબ્દોથી બૂમ પાડે તે દરેક સ્થાનકમાં દરેકનું દરેક પદમાં યથાયોગ્ય સંબંધ જોડીને પ્રાયશ્ચિત આપવું. એ-પ્રમાણે જે ભિક્ષુ અપૂકાય, અગ્નિકાય કે સ્ત્રીના શરીરના અવયવોનો સંઘટ્ટો કરે. પણ ભોગવે નહિ તો તેને ૨૫-આયંબિલ આપવા જે વળી સ્ત્રીને ભોગવે તે દુરંત પ્રાન્ત લક્ષણવાળાનું મુખ પણ ન દેખવું. એવા તે મહાપાપ કર્મ કરનારને પારાંચિત પ્રાયશ્ચિત આપવું. હવે જો તે મહાતપસ્વી હોય ૭૦ માસક્ષપણ ૧૦૦ અર્ધમાસક્ષપણ, ૧૦૦ દુવાલસ, ૧૦૦ ચાર ઉપવાસ, ૧૦૦ અઠ્ઠમ, ૧૦૦ છ8, ૧૦૦ ઉપવાસ, ૧૦૦ આયંબિલ, ૧૦૦ એકાશન, ૧૦૦ શુદ્ધ આચાડુ, એકાશન (જેમાં લુણ મરી કે કંઈ પણ મિશ્રણ કરેલ ન હોય) ૧૦૦ નિર્વિકૃતિક, યાવતું સવળા અવળાક્રમે પ્રાયશ્ચિત્ જણાવવું. આ આપેલું પ્રાયશ્ચિત્ત જે ભિક્ષુ વગર વિસામે પાર પાડે તે નજીકના કાળમાં આગળ આવનાર સમજવો. [૧૩૮૫] હે ભગવંત ! સવળા-અવળા કર્મથી આ પ્રમાણે સો સો સંખ્યા પ્રમાણ દરેક જાતના તપોના પ્રાયશ્ચિત કરે તો કેટલા કાળ સુધી તે કર્યા કરે ? હે ગૌતમ ! જ્યાં સુધી તે આચાર માર્ગમાં સ્થાપન થાય ત્યાં સુધી કર્યા કરે, હે ભગવંત! ત્યાર પછી શું કરે? હે ગૌતમ! ત્યાર પછી કોઈ તપ કરે, કોઈ તપ ન કરે, જે આગળ કહ્યા પ્રમાણે તપ કર્યા કરે છે તે વંદનીય છે, તે પૂજનીય છે, તે દર્શનીય છે, તે અતિપ્રશસ્ત સુમંગલ-સ્વરૂપ છે, તે સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક છે. ત્રણે લોકને વંદનીય છે. જે કહેલા તપનું પ્રાયશ્ચિત કરતો નથી તે પાપી છે, મહાપાપી છે, પાપીઓનાં પણ મોટો પાપી છે. દુરન્ત પ્રાન્ત અધમ લક્ષણવાળો છે. યાવતું મુખ જોવા લાયક નથી. [૧૩૮૬-૧૩૮૭] હે ગૌતમ! જ્યારે આ પ્રાયશ્ચિત સુત્ર વિચ્છેદ પામશે ત્યારે ચંદ્ર, - સુર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારાઓનું તેજ સાત રાત્રિ દિવસ સ્કુરાયમાન નહિ થશે હે Page #364 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-ચૂલિકા-૧ ૩૬૧ ગૌતમ ! આનો વિચ્છેદ થશે એટલે સમગ્ર સંયમનો અભાવ થશો કારણ કે આ પ્રાયશ્ચિત સર્વ પાપનો પ્રકપણે નાશ કરનાર છે, સર્વ તપ સંયમના અનુષ્ઠાનોનું પ્રધાન અંગ હોય તો પરમ વિશુદ્ધિ સ્વરૂપ પ્રવચનના પણ નવનીત અને સારભુત સ્થાન જણાવેલું હોય તો હે ગૌતમ! આ સર્વ પ્રાયશ્ચિત પદો છે. [૧૩૮૮] હે ગૌતમ ! જેટલા આ સર્વ પ્રાયશ્ચિતો છે તેને એકઠા કરી સરવાળો કરવામાં આવે તેટલું પ્રાયશ્ચિત એક ગચ્છાધિપતિને-ગચ્છના નાયકને અને સાધ્વી સમુદાયની નાયક પ્રવર્તિનીને ચાર ગણું પ્રાયશ્ચિત જણાવવું કારણકે તેઓને તો આ સર્વ જાણવામાં આવેલું છે. હવે જો આ જાણકાર અને આ ગચ્છનાયકો પ્રમાદ કરનારા થાય તો બીજાઓ, બળ, વીર્ય, હોવા છતાં અધિકતર આગમમાં ઉદ્યમ કરવાનો ઘટાડો કરનાર થાય. કદાચ કાંઈક અતિ મહાન. અનુષ્ઠાન કરવાનો ઉદ્યમ કરનારો થાય તો પણ તેવી ધર્મશ્રદ્ધાથી ન કરે, પરન્ત મંદ ઉત્સાહથી ઉદ્યમ કરનારો થાય. ભગ્ન પરિણામવાળાના કરેલો કાયકલેશ નિરર્થક સમજવો. જે કારણ માટે આ પ્રમાણે છે તે માટે અચિત્ય અનન્ત નિરનુબન્ધવાળા પુણ્યના સમુદાયવાળા તીર્થકર ભગવંત તેવી પુણ્યાઈ ભોગવતાં હોવા છતાં સાધુને તે પ્રમાણે કરવું યોગ્ય નથી. આ પ્રમાણે ગચ્છાધિપતિ વગેરેએ સર્વ પ્રકારે દોષમાં પ્રવૃત્તી કરવી ન જ જોઈએ. આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે ગચ્છાધિપતિ વગેરે સમુદાયના નાયકોને આ સર્વ પ્રાયશ્ચિત જેટલું એકઠું કરીને સરવાળો કરવામાં આવે તેનાથી ચારગણું જણાવવું. [૧૩૮૯] હે ભગવંત! જે ગણી અપ્રમાદી થઈને શ્રુતાનુસારે યથોક્ત વિધાન કરવા પૂર્વક સતત નિરંતર રાત-દિવસ ગચ્છની સાર સંભાળ ન રાખે તો તેને કેટલું પ્રાયશ્ચિત જણાવવું ? હે ગૌતમ ! ગચ્છની સાર સંભાળ ન રાખે તો તેને પારંચિત પ્રાયશ્ચિત જણાવવું. હે ભગવંત! જે વળી કોઈ ગણી સર્વ પ્રમાદના આયંબનોથી વિપ્રમુક્ત હોય. શ્રતાનુસારે હંમેશા નિરંતર ગચ્છની સારણા-દિક પૂર્વક સાર સંભાળી રાખતા હોય, તેનો કોઈ દુષ્ટશીલવાળા તથા પ્રકારનો શિષ્ય સન્માર્ગનું યથાર્થ આચરણ કરતો ન હોય તો તેવા ગણીને પ્રાયશ્ચિત આવે ખરું? હે ગૌતમ ! જરૂર તેવા ગુરુને પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય. હે ભગવંત! કયા કારણથી ? હે ગૌતમ ! તેણે શિષ્યને ગુણ-દોષથી પરીક્ષા કર્યા વગર પ્રવજ્યા આપી છે તે કારણે હે ભગવંત! શું તેવા ગણીને પણ પ્રાયશ્ચિત અપાય ? હે ગૌતમ ! આવા પ્રકારના ગુણોથી યુક્ત ગણી હોય પરન્તુ જ્યારે આવા પ્રકારના પાપશીલવાળા ગચ્છને ત્રિવિધ ત્રિવિધ વોસિરાવીને જેઓ આત્મહિતની સાધના કરતા નથી, ત્યારે તેમને સંઘ બાહ્ય કરવા માટે જણાવવું. હે ભગવંત ! જ્યારે ગચ્છના. નાયક ગણીએ ગચ્છને ત્રિવિધ વોસિરાવે ત્યારે તે ગચ્છને આદરમાન્ય કરી શકાય ? જે પશ્ચાત્તાપ કરી સંવેગ પામીને યથોક્ત પ્રાયશ્ચિતનું સેવન કરીને બીજા ગચ્છાધિપતિ પાસે ઉપસંપદા પામીને સમ્યગ્માર્ગનું અનુસરણ કરે તો તેનો આદર કરવો હવે જો તે સ્વછંદ પણે તે જ પ્રકારનો રહે પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત ન કરે, સંવેગ ન પામે તો ચતુર્વિધ શ્રમણ સંઘની બહાર કરેલા તે ગચ્છને ન આદરવો ન માનવો. [૧૩૯] હે ભગવંત ! જ્યારે શિષ્યો યથોક્ત સંયમકિયામાં વર્તતા હોય ત્યારે કંઈક કુગુરુ તે સારા શિષ્ય પાસે તેમની દીક્ષા પ્રરુપે ત્યારે શિષ્યોએ શું કર્તવ્ય કરવું ઉચિત ગણાય? હે ગૌતમ ! ઘોર વીર તપનું સંયમન કરવું. હે ભગવંત! કેવી રીતે? હે Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ મહાનિસીહ – ૭/-/૧૩૯૦ ગૌતમ ! અન્ય ગચ્છમાં પ્રવેશ કરીને. હે ભગવંત ! તેના સંબંધી સ્વામીપણાની ક્ષરગતિ આપ્યા સિવાય બીજા ગચ્છમાં પ્રવેશ મેળવી ન શકે. ત્યારે શું કરવું ? ગૌતમ ! સર્વ પ્રકારે તેના સબંધી સ્વામીપણું ભુંસાઈ જવું જોઈએ. હે ભગવંત ! કયા પ્રકારે તેના સબંધી સ્વામીપણું સર્વ પ્રકારે સાફ થાય ? હે ગૌતમ ! અક્ષરોમાં હે ભગવન્ ! તે અક્ષરો કયા ? હે ગૌતમ ! કોઈપણ કાળાન્તરમાં પણ હવે હું એના શિષ્ય કે શિષ્યણીપણે સ્વીકારીશ નહિ, હે ભગવંત ! જો કદાચ તે એવા પ્રકારના અક્ષરો ન આપે તો ? હે ગૌતમ ! જો તે એવા પ્રકારના અક્ષરો ન લખી આપે તો નજીકના પ્રવચનીકોને કહીને ચાર-પાંચ એકઠાં થઈને તેમના પર દબાણ કરીને અક્ષરો અપાવવા. હે ભગવંત ! જો એવા પ્રકારના દબાણથી પણ તે કુગુરુ અક્ષરો ન આપે તો પછી શું કરવું ? હે ગૌતમ ! જો એ પ્રકારે કુગુરુ અક્ષરો ન આપે તો તેને સંઘ બહાર ક૨વાનો ઉપદેશ આપવો. હે ગૌતમ ! કયા કારણથી એમ કહેવાય ? હે ગૌતમ ! આ સંસારમાં મહાહપાશરૂપ ઘર અને કુટુંબનો ફાંસ ગળે વળગેલો છે. તેવા ફાંસાને મહામુશ્કેલીથી તોડીને અનેક શારીરિક-માનસિક ઉત્પન થયેલા ચારે ગતિરૂપ સંસારના દુઃખથી ભયભીત થએલા કોઈ પ્રકારે મોહ અને મિથ્યાત્વાદિકતા ક્ષયોપશમના પ્રભાવથી સન્માર્ગની પ્રાપ્તિ કરીને કામભોગથી કંટાળી વૈરાગ્ય પામી જેની આગળ પરંપરા વધે નહિ એવા નિરનુબંધી પુણ્યને ઉપાર્જન કરે છે. તે પુણ્યોપાર્જન તપ અને સંયમના અનુષ્ઠાનથી થાય છે. તેના તપ અને સંયમની ક્રિયામાં જો ગુરુ પોતે જ વિઘ્ન કરનારા થાય અથવા તો બીજા પાસે વિઘ્ન, અંતરાય કરાવે. અગર વિઘ્ન ક૨ના૨ને સારો માની તેની અનુમોદના કરે, સ્વપક્ષ કે પરપક્ષથી વિઘ્ન થતું હોય તેની ઉપેક્ષા કરે અર્થાત્ તેનું પોતાના સામર્થ્યથી રોકાણ ન કરે, તો તે મહાનુભાગ એવા સાધુનું વિદ્યમાન એવું ધર્મવીર્ય પણ નાશ પામે, જેટલામાં ધર્મવીર્ય નાશ પામે તેટલામાં નજીકમાં જેનું પુણ્ય આગળ આવવાનું હતું, તે નાશ પામે છે. જો તે શ્રમણલિંગનો ત્યાગ કરે છે. ત્યારે જે એવા પ્રકારના ગુણોથી યુક્ત હોય તે તે ગચ્છનો ત્યાગ કરીને અન્ય ગચ્છમાં જાય છે. ત્યાં પણ જો તે પ્રવેશ ન મેળવે તો કદાચ વળી તે અવિધિથી પ્રાણનો ત્યાગ કરે; કદાચ વળી તે મિથ્યાત્વ ભાવ પામીને બીજા પાખંડીમાં ભળી જાય, કદાચ સ્ત્રીનો સંગ્રહ કરીને ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરે, આવા પ્રકારનો એક વખતનો મહાતપસ્વી હતો તે હવે અતપસ્વી થઈને પારકાના ઘરે કામકરનારો દાસ થાય જ્યાં સુધીમાં આવી હલકી વ્યવસ્થાન થાય, તેટલામાં તો એકાન્ત મિથ્યાત્વ અંધકાર વધવા લાગે. જેટલામાં મિથ્યાત્વથી એવા બનેલા ઘણા લોકોનો સમુદાય દુર્ગતિને નિવારણ કરનાર, સુખપરંપરાને કરાવનાર, અહિંસા લક્ષણવાળો શ્રમણધર્મ મહામુશ્કેલીથી કરનાર થાય છે. જેટલામાં આ થાય છે તેટલામાં તીર્થનો વિચ્છેદ થાય છે. એટલે પરમપદ મોક્ષનું આંતરું ઘણું જ વધી જાય છે. અર્થાત્ મોક્ષ ઘણો દુર ઠેલાય છે પરમપદ મેળવવાનો માર્ગ અતિ દુર ઠેલાય છે એટલે અત્યન્ત દુઃખી એવા ભવ્યાત્માઓનો સમુહ ફરી ચારગતિવાળા સંસાર ચક્રમાં અટવાશે. આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે આ પ્રકારે કુગુરો અક્ષરો નહિ આપે, તેને સંઘ બહાર કાઢવાનો ઉપદેશ આપવો. ન [૧૩૯૧] હે ભગવંત ! કેટલા કાલ પછી આ માર્ગમાં કુગુરુ થશે ? હે ગૌતમ ! આજથી માંડીને સાડા બારશો વર્ષથી કેટલાક અધિક વર્ષે ઉલ્લંઘન થયા પછી તેવા Page #366 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-ળાચૂલિકા-૧ ૩૬૩ કુગુરુઓ થશે. હે ભગવંત! ક્યા કારણથી તેઓ કુરપણું પામશે. હે ગૌતમુ! તે કાલે તે સમયે ઋદ્ધિ, રસ અને શાતા નામાં ત્રણ ગારોને સાધીને થયેલા, મમતાભાવ અહંકારભાવ રૂ૫ અગ્નિથી જેમના અત્યંતર આત્મા અને દેહ સળગી રહેલા છે. મેં આ કાર્ય કર્યું. મેં શાસનની પ્રભાવના કરી એવા માનસવાળા શાસ્ત્રોના યથાર્થ પરમાર્થ ને ન જાણનાર આચાર્યો ગચ્છનાયકો થશે, આ કારણે તેઓ કુગર કહેવાશે. હે ભગવંત! તે કાલે સર્વે શું એવા પ્રકારના ગણનાયકો થશે ? હે ગૌતમ ! એકાંતે સર્વે એવા નહિં થશે. કેટલાક વળી દુરંતપ્રાંત લક્ષણવાળા - અધમ- ન દેખવા લાયક, એક માતાએ સાથે જન્મ આપેલા જોડલા પણે જન્મેલા હોય, મર્યાદા વગરના પાપ કરવાના સ્વભાવવાળા, આખા જન્મમાં દુષ્ટ કાર્યો કરનારા, જાતિ રૌઢ પ્રચંડ આભિગ્રાહિક મહામોટા મિથ્યાત્વ દ્રષ્ટિને ધારણ કરનારા થશે. હે ભગવંત ! તેને કેવી રીતે ઓળખવા? હે ગૌતમ ! ઉત્સુત્રઉન્માર્ગ પ્રવર્તાવનાર ઉપદેશ આપનાર કે અનુમતિ જણાવનાર હોય તેવા નિમિત્તોથી તે ઓળખાય છે. [૧૩૯૨] હે ભગવંત ! જે ગણનાયક આચાર્ય હોય તે લગાર પણ આવશ્યકમાં પ્રમાદ કરે ખરા? હે ગૌતમ ! જે ગણનાયક હોય તે વગર કારણે લગાર એક ક્ષણવાર પણ પ્રમાદ કરે તે અવંદનીય ગણાવવા. જેઓ અતિશય મહાન કારણ આવવા છતાં પણ એક ક્ષણવાર પણ પોતાના આવશ્યકમાં પ્રમાદકરતા નથી તે વંદનીય, પૂજનીય, દર્શનીય, યાવતુ સિદ્ધ થયેલા બુદ્ધથએલા પારપામેલા ક્ષીણથએલા આઠ કર્મમલવાળા, કર્નરજ વગરના સમાન જણાવવા. બાકીનો અધિકાર ઘણા વિસ્તારથી પોતાના સ્થાનકે કહેવાશે? [૧૩૯૩] આ પ્રમાણે પ્રાયશ્ચિત વિધિ શ્રવણ કરીને દીનતા વગરના મનવાળો દોષોને સેવવા યોગ્ય અનુષ્ઠાનો કરતો નથી અને જે સ્થાનમાં જેટલી શક્તિ ફોરવવી પડે તે ફોરવે છે. તે આરાધક આત્મા જણાવેલા છે. [૧૩૯૪-૧૩૯૬] જળ, અગ્નિ, દુષ્ટ ફાડી ખાનાર હિંસક જાનવરો, ચોર, રાજા, સર્પ, યોગિનીનાભયો, ભુત, યક્ષ, રાક્ષસ, ક્ષુદ્ર, પિશાચો, મારી મરકી કંકાસ, કજીયા, વિદ્ગો, રોધ, આજીવિકા, અટવી, સમુદ્રના મધ્યમાં, ફસામણ, કોઈ દુષ્ટ ચિંતવન કરે, અપશુકન, આદિના ભયના પ્રસંગ સમયે આ વિદ્યાનું સ્મરણ કરવું. (આ વિદ્યા મંત્ર-અક્ષર સ્વરૂપે છે. મંત્રાક્ષરનો અનુવાદ થાય નહીં. મૂળ મંત્રાક્ષર માટે અમારું કામ સુતા - રૂ૫ માં નિરહિં આગમ પૃ. ૧૨૦ જોવું.) [૧૩૯૬] આ શ્રેષ્ઠ વિદ્યા થી વિધિપૂર્વક પોતાના આત્માને સારી રીતે અભિમંત્રીને આ કહીશું તે સાત અક્ષરોથી એક મસ્તક, બંને ખભા, કુક્ષી, પગના તળિયા - એમ સાતે સ્થાને સ્થાપવા તે આ પ્રમાણે ઃ- ૐ મસ્તકે, વ ડાબા ખભાની ગ્રીવા વિષે, ડાબી કુક્ષિવિષે, * ડાબા પગના તળિયા વિષે, તે જમણા પગના તળિયા વિષે, વા જમણી કુક્ષિ વિષે, હા જમણા ખભાની ગ્રીવા વિષે સ્થાપન કરવા. [૧૩૯૭-૧૩૯૯] દુઃસ્વપ્ન, દુનિમિત્તિ, ગ્રહપીડા, ઉપસર્ગ, શત્રુ કે અનિષ્ટના ભયમાં, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વીજળી, ઉલ્કાપાત, ખરાબ પવન, અગ્નિ, મહાજનનો વિરોધ વગેરે જે કોઈ આ લોકમાં થવાવાળા ભય હોય તે સર્વ આ વિદ્યાના પ્રભાવથી વિનાશ પામે છે. મંગલ કરનાર, પાપ હરણ કરનાર, બીજા સમગ્ર અક્ષય સુખ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ મહાનિસીહ – ૭/-/૧૩૯૯ આપનાર એવું પ્રાયશ્ચિત કરવાની ઈચ્છાવાળા કદાચ તે ભવમાં સિદ્ધી ન પામે તો પણ વૈમાનિક ઉત્તમ દેવગતિ પામીને પછી સુકુલમાં ઉત્પન થઈ એકદમ સમ્યક્ત્વ પામીને સુખ પરંપરા અનુભવતો આઠે કર્મની બાંધેલી રજ અને મલથી કાયમ માટે મુક્ત થાય છે અને સિદ્ધિ પામે છે. હે ગૌતમ ! આ પ્રમાણે કહું છું. [૧૪૦૦] હે ભગવંત ! આટલું જ માત્ર પ્રાયશ્ચિત વિધાન છે કે જેથી આ પ્રમાણે આદેશ કરાય છે ? હે ગૌતમ ! આ તો સામાન્યથી બાર મહિનાના દરેક રાત્રિ દિવસના દરેક સમયવના પ્રાણનો નાશ કરવો ત્યારથી માંડીને બાલવૃદ્ધ નવદીક્ષિત ગણનાયક રત્નાધિક વગેરે સહિત મુનિગણ તથા અપ્રતિપાતિ એવા મહા અવધિ-મનઃપર્યવ જ્ઞાની, છદ્મસ્થ વીતરાગ એવા ભિક્ષુકોને એકાંત અભ્યુત્થાન યોગ્ય આવશ્ય ક્રિયા સંબંધે આ સામાન્ય પ્રાયશ્ચિત ઉપદેશેલું છે. પરંતુ આટલું જ માત્ર પ્રાયશ્ચિત છે, એમ રખે ન માનશો. હે ભગવંત ! શું અપ્રતિપાતિ મહા અવધિ-મનઃપર્યવજ્ઞાનની છદ્મસ્થ વીતરાગ તેમને સમગ્ર આવશ્યકોના અનુષ્ઠાન કરવા જઈએ. હે ગૌતમ ! જરૂ૨ તેમને કરવા જોઈએ. એકલા માત્ર આવશ્યકો કરવા જોઈએ તેમ નહિ. પરન્તુ એકી સાથે નિરંતર સતત આવશ્યકાદિ અનુષ્ઠાનો કરવા જોઈએ. હે ભગવંત ! કેવી રીતે ? હે ગૌતમ ! અચિંત્ય, બલ, વીર્ય, બુદ્ધિ, જ્ઞાનાતિશય અને શક્તિના સામર્થ્યથી કરવા જોઈએ, હે ભગવંત ! કયા કારણે ક૨વા જોઈએ ? હે ગૌતમ ! રખેને ઉત્સુત્ર ઉન્માર્ગનું મારાથી પ્રવર્તન ન થાય. અથવા થયું હોયતો; તેમ કરીને આવશ્યક કરવું જોઈએ. [૧૪૦૧] હે ભગવંત ! વિશેષ પ્રકારનું પ્રાયશ્ચિત કેમ નથી કહેતા ? હે ગૌતમ ! વર્ષાકાલે માર્ગમાં ગમન, વસતિનો પિરભોગ કરવા વિષયક ગચ્છાચારની મર્યાદાનું ઉલ્લંઘન કરવા વિષયક, સંઘ આચારનું અતિક્રમણ, ગુપ્તિઓનો ભેદ થયો હોય, સાત પ્રકારની માંડલીના ધર્મનું અતિક્રમણ થયું હોય, અગીતાર્થના ગચ્છમાં જવાથી થયેલ કુશીલ સાથે વંદન આહારાદિકનો વ્યવહાર કર્યો હોય, અવિધિથી પ્રવજ્યા આપી હોલો, કે વડી દીક્ષા આપવાથી લાગેલા પ્રાયશ્ચિત, અયોગ્ય-અપાત્રને સુત્ર, અર્થ તદુભયની પ્રજ્ઞાપના કરવાથી લાગેલ અતિચાર, અજ્ઞાન વિષયક એક અક્ષર આપવાથી થયેલ દોષ, દૈવસિક, રાત્રિક, પાક્ષિક, માસિક, ચારમાસિક, વાર્ષિક, આલોક સબંધી, પરલોક સબંધી, નિદાન કરેલ હોય, મુલગુણોની વિરાધના, ઉત્તરગુણોની વિરાધના, જાણી જોઈને કે અજાણતા કરેલ, વારંવાર નિર્દયતાથી દોષ સેવન કરે, પ્રમાદ અભિમાનથી દોષ સેવન કરે, આશાપૂર્વકના અપવાદથી દોષ સેવન કરેલા હોય, મહાવ્રતો, શ્રમણધર્મ, સંયમ, તપ, નિયમ, કષાય, ગુપ્તિ, દંડ વિષયક, મદ, ભય, ગારવ, ઈન્દ્રિય વિષયક સેવેલા દોષો, આપત્તિકાળમાં રૌદ્ર-આર્તધ્યાન થવું, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ વિષયક, દુષ્ટ, ક્રુર, પરિણામ થવાના કારણે ઉત્પન થયેલા મમત્વ, મુચ્છા, પરિગ્રહ આરંભથી થએલ પાપ, સમિતિનું અપાલન, પારકાની ગેરહાજરીમાં તેની પાછળ નિંદા કરવી, અમૈત્રીભાવ, ધર્માન્તરાય, સંતાપ, ઉદ્વેગ, માનસિક અશાન્તિથી ઉત્પન્ન થયેલ પાપ, સંખ્યાતીત આશાતનાઓ પૈકી કોઈ પણ અશાતનાથી ઉત્પન થયેલ, પ્રાણવધ કરવાથી થએલ, મૃષાવાદ બોલવાથી થએલ, વગર આપેલ વસ્તુ ગ્રહણ કરવાથી ઉત્પન્ન થએલ, મૈથુન. સેવન વિષયક ત્રિકરણ યોગ પૈકી ખંડિત થએલ પાપ વિષયક, પરિગ્રહ કરવાથી ઉત્પન થએલ, રાત્રિભોજન વિષયક, માનસિક, Page #368 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન9ચૂલિકા-૧ ૩૬૫ વાચિક, કાયિક, અસંયમ કરણ, કરાવણ, અને અનુમતિ કરવાથી ઉત્પન થએલ, યાવતું જ્ઞાનદર્શન, ચારિત્રના અતિચારથી ઉત્પન્ન થએલ, પાપકર્મનું પ્રાયશ્ચિત, વધારે કેટલું કહેવું ? જેટલા ત્રિકાળ ચૈત્યવંદના આદિક પ્રાયશ્ચિતના સ્થાનકો પ્રરુપેલા છે. તેટલા વિશેષથી હે ગૌતમ ! અસંખ્યય પ્રમાણ પ્રજ્ઞાપના કરાય છે. માટે એ પ્રમાણે સારી રીતે ધારણા કરવી કે હે ગૌતમ ! પ્રાયશ્ચિતસુત્રની સંખ્યાતા સંખ્યાપ્રમાણ નિયુક્તિઓ, સંગ્રહણીઓ, સંખ્યાતા અનુયોગ, દ્વારો, સંખ્યાતા અક્ષરો, અનંતા પર્યાય, દશર્વિલા છે, ઉપદેશેલા છે, કહેલા છે, સમજાવેલા છે. પ્રરૂપેલા છે, કાલ અભિગ્રહ પણે યાવત્ આનુપુર્વાથી કે અનાનુપુર્વીથી એટલે ક્રમથી કે ક્રમવગર યથાયોગ્ય ગુણઠાણાને વિષે પ્રાયશ્ચિતો પ્રરૂપેલા છે. એમ કહું છું. [૧૪૦૨] હે ભગવંત ! આપે કહા તેવા પ્રાયશ્ચિતોની બહુલતા છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો સંઘટ્ટ-ક્સબંધ થાય છે, હે ભગવંત ! આવા પ્રકારના પ્રાયશ્ચિત્તને ગ્રહણ. કરનાર એવા કોઈ હોય છે કે જે આલોચના કરીને નિંદન કરીને ગહ કરીને યાવતુ યથાયોગ્ય તપોકર્મ કરીને પ્રાયશ્ચિત્તનું સેવન કરીને શ્રામણ્યને આરાધે, પ્રવચનની આરાધના કરે યાવતુ આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના કાર્યને આરાધે. સ્વકાર્યની સાધના કરે ? હે ગૌતમ! ચાર પ્રકારની આલોયણા જાણવી. તે આ પ્રમાણે - નામ આલોચના, સ્થાપના આલોચના, દ્રવ્ય આલોચના અને ભાવ આલોચના. આ ચારે પદો અનેક રીતે અને ચાર પ્રકારે યોજી શકાય છે, તેમાં સંક્ષેપથી નામ આલોચના નામ માત્રથી સમજવી. સ્થાપના આલોચના પુસ્તકાદિમાં લખેલી હોય, દ્રવ્ય આલોચના તેને કહેવાય કે જે સરળતાથી આલોચના કરીને જે પ્રમાણે પ્રાયશ્ચિત કહેવાયું હોય, તે પ્રમાણે કરી ન આપે. આ ત્રણે પદો ગૌતમ ! અપ્રશસ્ત છે. હે ગૌતમ ! જે આ ચોથું ભાવ આલોચના નામનું પદ છે તે લાગેલા દોષની આલોચના કરીને ગુરુપાસે યથાર્થ પણે નિવેદન કરીને નિંદા કરીને, ગહ કરીને, પ્રાયશ્ચિતનું સેવન કરીને, યાવતું આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના આત્માની અંતિમ સાધના માટે તે ઉત્તમ અર્થની આરાધના કરે, હે ભગવંત! તે ચોથું પદ કેવા પ્રકારનું છે? હે ગૌતમ! તે ભાવ આલોચના કહેવાય? હે ભગવંત! તે ભાવ આલોચના કોને કહેવાય? હે ગૌતમ! જે ભિક્ષુ આવા પ્રકારનો સંવેગ વૈરાગ્ય પામેલો હોય, શીલ, તપ, દાન, ભાવના રૂપ ચાર સ્કંધયુક્ત ઉત્તમ શ્રમણ ધર્મની આરાધનામાં એકાંત રસિક બનેલો હોય મદ, ભય, ગારવો ઈત્યાદિક દોષોથી સર્વથા વિપ્રમુક્ત થએલો હોય, સર્વ ભાવો અને ભાવાન્તરો વડે કરીને શલ્ય વગરનો બનીને સર્વ પાપોની આલોચના કરીને વિશુદ્ધિ પદ મેળવીને ‘તહત્તિ' કહેવા પૂર્વક આલોચના પ્રાયશ્ચિતને બરાબર સેવન કરીને સંયમ ક્રિયા સમ્યક પ્રકારે પાલન કરે તે આ પ્રમાણે, [૧૪૦૩] જે હિતાર્થી આત્માઓ છે તે અલ્પ પણ પાપ કદાપિ બાંધતા નથી. તેઓની શુદ્ધિ તો તીર્થકર ભગવંતોના વચનોથી થાય છે. [૧૪૦૪-૧૪૦૭ અમારા સરનાની શુદ્ધિ કેવી રીતે થાય? ઘોર સંસારના દુઃખો આપનાર તેવા પાપકર્મોનો ત્યાગ કરીને મન વચન કાયાની ક્રિયાથી શીલના ભારને હું ધારણ કરીશ. જેવી રીતે સર્વજ્ઞ ભગવંતો, કેવલીઓ, તીર્થકરો, ચારિત્ર યુક્ત આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ, વળી જેવી રીતે પાંચે લોકપાલો, જે જીવો ધર્મના જાણકાર છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ મહાનિસીહ-એ-/૧૪૦૭ તેઓની સમક્ષ હું તલમાત્ર પણ મારું પાપ ન છુપાવીશ. તેવી રીતે મારા સર્વ દોષની આલોચના કરીશ. તેમાં જે કંઈપણ પર્વત જેટલું ભારેપણ પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય તો પણ હું તેનું સેવન કરીશ કે જેવી રીતે તત્કાલ પાપો પીગળી જાય અને મારી શુદ્ધિ થાય. [૧૪૦૮-૧૪૧૧] પ્રાયશ્ચિત કર્યા વગરનો આત્મા ભવાંતરમાં મૃત્યુ પામીને નરક, તિર્યંચ ગતિમાં ક્યાંક કુંભીપાકમાં, ક્યાંક કરવતોથી બંને બાજુ રહેંસાય છે. ક્યાંક શુળીમાં વીંધાય છે. ક્યાંક પગે દોરી બાંધીને જમીન પર કાંટા-કાકરામાં ઘસડી જવાય છે. ક્યાંય ગબડાવાય છે. ક્યાંક શરીરનું છેદન-ભેદન કરવામાં આવે છે. વળી-દોરડાસાંકળ બેડીથી બંધવું પડે છે. ક્યાંક નિર્જલ જંગલનું ઉલ્લંઘન કરવું પડે છે. ક્યાંક બળદઘોડા ગધેડાદિકના ભવમાં દમન સહન કરવું પડે છે. ક્યાંક લાલચોળ તપેલા લોઢાનાં સળિયાના ડામ ખમવા પડે છે. ક્યાંક ઉંટ-બળદના ભવમાં નાક વીંધાવી નાથવું પડે છે. ક્યાંક ભારે વજનદાર ભાર ઉપાડવા પડે છે. ક્યાંક વધ અને તાડનના દુઃખો પરાધીનતાથી ભોગવવા પડે છે. ક્યાંક શક્તિ ઉપરાંતનો ભાર ઉપાડવો પડે છે. ક્યાંક અણીયાળી આરથી વિંધાવું પડે છે. વળી છાતી, પીઠ, હાડકાં, કેડનો ભાગ તૂટી જાય છે. પરવશતાથી તરસ ભૂખ સહન કરવા પડે છે. સંતાપ, ઉદ્વેગ, દારિદ્ર વગેરે દુઃખો અહિં ફરી સહન કરવો પડશે. [૧૪૧૨-૧૪૧૩] તો તેના બદલે અહિંજ મારું સમગ્ર દુશરિત્ર જે પ્રમાણે મે સેવ્યું હોય તે પ્રમાણે પ્રગટ કરીને ગુરુની પાસે આલોચના કરીને નિન્દના કરીને, ગહણા કરીને, પ્રાયશ્ચિતનું સેવન કરીને, ધીર-વીર-પ્રરાક્રમવાળુ ઘોર તપ કરીને સંસારના દુઃખ દેનાર પાપકર્મને એકદમ બાળીને ભસ્મ કરી નાખું. [૧૪૧૪-૧૪૧૫ અત્યન્ત કડકડાતું કષ્ટકારી દુષ્કર દુખે કરીને સેવી શકાય તેવું ઉગ્ર, વધારે ઉગ્ર, જિનેશ્વરોએ કહેલ સકલ કલ્યાણના કારણભુત એવા પ્રકારના તપને આદરથી સેવીશ કે જેનાથી ઉભા ઉભા પણ શરીર સુકાઈ જાય. [૧૪૧૬-૧૪૧૮] મન-વચન અને કાયાના દંડનો નિગ્રહ કરીને સજ્જડ આરંભ અને આશ્રવના દ્વારોને રોકીને અહંકાર, ઈર્ષા, કોધનો ત્યાગ કરીને રાગ દ્વેષ-મોહથી રહિત થએલો વળી સંગ વગરનો પરિગ્રહરહિત મમત્વભાવ વગરનો નિરહંકારી શરીર ઉપર પણ નિઃસ્પૃહતાવાળો બનીને હું પાંચ મહાવ્રતોનું પાલન કરીશ. અને નક્કી તેમાં અતિચાર લાગવા નહીં દઉં. [૧૪૧૦-૧૪૨૨] અહાહા મને ધિક્કાર થાઓ. ખરેખર હું અધન્ય છું. હું પાપી. અને પાપ મતિવાળો છું. પાપ કર્મ કરનાર હું પાપિષ્ઠ છું. હું અધમાધમ મહાપાપી છું. હું કુશીલ, ભ્રષ્ટ ચારિત્રવાળો, ભિલ્લ અને કસાઈની ઉપમા આપવા લાયક છું. હું ચંડાલ, કુપાવગરનો પાપી, કુર કર્મ કરનાર, નિંધ છું આવા પ્રકારનું દુર્લભ ચારિત્ર પ્રાપ્ત કરીને જ્ઞાન દર્શન ચારિત્રની વિરાધના કરીને પછી તેની આલોચના નિન્દના ગહણા અને પ્રાયશ્ચિત, ન કરું અને સત્વ રહિત વગર આરાધનાએ કદાચ હું મૃત્યુ પામું તો નક્કી અનુત્તર મહાભયંકર સંસાર સાગરમાં એવો ઉંડો ડૂબીશ કે પછી ક્રોડો ભવે પણ ફરી વાર ઉગરી શકીશ નહિં. [૧૪૨૩-૧૪૨૫] તો જ્યાં સુધીમાં વૃદ્ધાવસ્થાથી પીડા ન પામું, તેમજ મને કોઈ વ્યાધિ ઉત્પન ન થાય, જ્યાં સુધીમાં ઈન્દ્રિયો સલામત છે. ત્યાં સુધીમાં હું ધર્મનું સેવન Page #370 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-ચૂિલિકા-૧ ૩૬૭ કરી લઉં. પહેલાના કરેલા પાપકમની એકદમ નિંદા, ગહ, લાંબાકાળ સુધી કરીને તેને બાળીને ભસ્મ કરી નાંખ્યું. પ્રાયશ્ચિતનું સેવન કરીને હું નિષ્કલંક બનીશ. હે ગૌતમ ! નિષ્કલુષ નિષ્કલંક એવા શુદ્ધ ભાવો તે નષ્ટ ન થાય તે પહેલાં ગમે તેવું દુષ્કર પ્રાયશ્ચિત પણ હું ગ્રહણ કરીશ. [૧૪૨૬-૧૪૨૯] આ પ્રમાણે આલોચના પ્રગટ કરીને પ્રાયશ્ચિતનું સેવન કરીને કલેશ અને કર્મમલથી સર્વથા મુક્ત થઈને કદાચ તે ક્ષણે કે તે ભવમાં મુક્તિ ન પામે તો નિત્ય ઉદ્યોતવાળો સ્વયં પ્રકાશિત દેવદુંદુભિના મધુર શબ્દવાળા સેંકડો અપ્સરાઓથી યુક્ત એવા વૈમાનિક ઉત્તમ દેવલોકમાં જાય છે. ત્યાંથી ચ્યવીને ફરી અહિં આવીને ઉત્તમ કુલમાં જન્મ પ્રાપ્ત કરીને કામભોગથી કંટાળેલો વૈરાગ્ય પામેલો તપસ્યા કરીને ફરી પંડિતમરણ પામીને અનુત્તર વિમાનમાં નિવાસ કરી અહિં આવેલા તેઓ સમગ્ર ત્રણે લોકના બંધવ સમાન ધર્મતીર્થંકર પણે ઉત્પન થાય છે. [૧૪૩૦] હે ગૌતમ ! સુપ્રશસ્ત એવા આ ચોથા પદનું નામ અક્ષય સુખ સ્વરૂપ મોક્ષને આપનાર ભાવ આલોચના છે. આ પ્રમાણે હું કહું છું. [૧૪૩૧-૧૪૩૨] હે ભગવંત ! આ પ્રકારનું ઉત્તમ શ્રેષ્ઠ વિશુદ્ધિ પદ પામીને જે કોઈ પ્રમાદના કારણે ફરી વારંવાર કંઈક વિષયમાં ભુલ કરે, ચુકી જાય કે અલના પામે તો તેને માટે અતિ વિશુદ્ધિ યુક્તશુદ્ધિ પદ કહ્યું છે કે નહીં? આ શંકાનું સમાધાન આપો. [૧૪૩૩-૧૪૩પ) હે ગૌતમ ! લાંબા કાળ સુધી પાપની નિંદા અને ગહ કરીને પ્રાયશ્ચિતનું સેવન કરીને જે પછી પોતાના મહાવ્રત વગેરેનું રક્ષણ ન કરે તો જેમ ધોયેલા વસ્ત્રને સાવચેતીથી રક્ષણ ન કરે તો તેમાં ડાઘા પડે તેના સરખું થાય. અથવા તો તે જેમાંથી સુગંધ ઉછળી રહેલી છે એવા અતિ વિમલ-નિર્મલ ગંધોદકી પવિત્ર ક્ષીરસમુદ્રમાં સ્નાન કરીને અશુચિથી ભરેલાં ખાડામાં પડે તેના સરખો ફરી ભૂલો કરનાર સમજવો. સર્વ કર્મનો ક્ષય કરનાર એવા પ્રકારની કદાચ દેવયોગે સામગ્રી મળી જાય પણ અશુભ કર્મને ઉખેડવા ઘણા મુશ્કેલ સમજવા. [૧૪૩-૧૪૩૮] એ પ્રમાણે પ્રાયશ્ચિત કર્યા પછી જે કોઈ છ જીવનિકાયના વ્રતનિયમ-દર્શન-જ્ઞાન અને ચારિત્ર કે શીલના અંગોને ભંગ કરે, ક્રોધથી, માનથી, માયાથી, લોભ વગેરે કષાયોના દોષથી ભય, કંદર્પ કે અભિમાનથી આ અને બીજા કારણે ગારવથી કે નકામા આલંબન લઈને જે વ્રતાદિકનું ખંડન કરે. દોષોનું સેવન કરે તે સવર્થ સિદ્ધના વિમાને, પહોંચીને પોતાના આત્માને નરકમાં પતન પમાડે છે. [૧૪૩૯ હે ભગવંત ! શું આત્માને રક્ષિત રાખવો કે છ-જીવનિકાયના સંયમની રક્ષા કરવી? હે ગૌતમ ! જે કોઈ છ જવનિકાયનું સંયમ રક્ષણ કરનાર થાય છે તે અનંત દુઃખ આપનાર દુગતિ ગમન અટકતું હોવાથી આત્માનું રક્ષણ કરનારો થાય છે. માટે છે જીવનિકાયનું રક્ષણ કરવું એ જ આત્માનું રક્ષણ ગણાય છે. હે ભગવંત ! તે જીવ અસંયમ સ્થાન કેટલા કહ્યા છે? [૧૪૪૦ હે ગૌતમ! અસંયમ સ્થાનકો અનેક પ્રરૂપેલા છે. જેમ કે પૃથ્વીકાય વગેરે સ્થાવર જીવો સબંધી અસંયમ સ્થાન હે ભગવંત! તે કાય અસંયમ સ્થાન કેટલા કહેલા છે? હે ગૌતમ ! કાય અસંયમ સ્થાનકો અનેક પ્રકારના પ્રરુપેલા છે. તે આ પ્રમાણે. | [૧૪૪૧-૧૪૪૩ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના, Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ મહાનિસીહ-૭-/૧૪૪૩ ત્રસ જીવોનો હાથથી સ્પર્શ કરવાનો માવજીવન પર્યન્ત વર્જન કરવા, પૃથ્વીકાયના જીવોને ઠડા, ગરમ, ખાટા,પદાર્થો સાથે ભેળવવા, પૃથ્વી ખોદવી, અગ્નિ, લોહ, ઝાકળ, ખાટા, ચીકાશ, યુક્ત તેલવાળા પદાર્થો પૃથ્વીકાય વગેરે જીવોનો પરસ્પર ક્ષય કરનાર, વધ કરનાર શસ્ત્રો સમજવા. સ્નાન કરવામાં શરીર પર માટી (ક્ષાર-સાબુ) વગેરે તે મર્દન કરી સ્નાન કરવામાં, મુખ ધોઈને શોભા વધારવામાં હાથ અંગુલિ નેત્રાદિ અંગોનો શૌચ કરવામાં પીવામાં અનેક (અનંત) અપૂકાયના જીવોનો ક્ષય થયા છે. [૧૪૪૪-૧૪૪૫] અગ્નિ સંઘુકવામાં સળગાવવામાં, ઉદ્યોગ કરવામાં, પંખો નાખવામાં, ફેંકવામાં સંકોરવામાં અગ્નિકાયના જીવોના સમુદાય ક્ષય પામે છે. બીજા પણ અનેક પ્રકારે છ કાયના જીવ જુદા જુદા પ્રકારના નિમિત્તે વિનાશ પામે છે. જો અગ્નિ સારી રીતે સળગી ઉઠે તો દશે દિશામાં રહેલા પદાર્થોને ભરખી જાય છે. [૧૪] વીંજણા, તાડપત્રના પંખા, ચામર ઢોળવા, હાથના તાલ ઠોકવા, દોડવું, કુદવું, ઉલ્લંઘન કરવું, શ્વાસ લેવા મુકવા, ઈત્યાદિક કારણોથી વાયુકાયના જીવોની વિરાધના-વિનાશ થાય છે. [૧૪૩-૧૪૪૮] અંકુર, ફણગા, કૂંપળ, પ્રવાલ પુષ્પ, ફુલ, કંદલ, પત્રો, વગેરેના ઘણા વનસ્પતિકાયના જીવ હાથના સ્પર્શથી નાશ પામે છે. બે ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા ત્રસજીવ અનુપયોગથી અને પ્રમત્તપણે હાલતા ચાલતા જતા આવતા બેસતા ઉઠતા સુતા નક્કી ક્ષય પામે મૃત્યુ પામે છે. [૧૪૪૯] પ્રાણાતિપાતની વિરતિ મોક્ષફળ આપનાર છે. બુદ્ધિશાળી તેવી વિરતિને ગ્રહણ કરીને મરણ સરખી આપત્તિ આવે તો પણ તેનું ખંડન કરતો નથી. [૧૪૫૦-૧૪૫૨] જુઠ વચન ન બોલવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને પાપવાળું એવું સત્ય વચન પણ ન બોલવું, પારકી વસ્તુ વગર આપેલી ન લેવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને કોઈ તેવા પદાર્થ આપે તો પણ લોભ ન કરીશ. દુર્ધર બ્રહ્મ ચર્યવ્રતને ધારણ કરીને પરિગ્રહનો ત્યાગ કરીને, રાત્રિ ભોજનની વિરતી સ્વીકારીને વિધિપૂર્વક પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરીને બીજા પણ ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષના વિષયમાં આલોયણા આપીને પછી મમત્વભાવ અહંકાર વગેરે પ્રયત્ન પૂર્વક ત્યાગ કરવા. ૧૪૫૩-૧૪૫૫] હે ગૌતમ ! આ વિજળી લતાની ચંચળતા સરખા જીવતરમાં શુદ્ધ ભાવથી તપ-સંયમ સ્વાધ્યાય-ધ્યાન વગેરે અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરવો યુક્ત છે. હે ગૌતમ ! વધારે કેટલું કથન કરવું ? આલોચના આપીને પછી પૃથ્વીકાયની વિરાધના કરવામાં આવે પછી ક્યાં જઈને તેની શુદ્ધિ કરીશ? હે ગૌતમ ! વધુ શું કહેવું કે અહિં આલોચના-પ્રાયશ્ચિત કરીને તે જન્મમાં સચિત્ત અથવા રાત્રે પાણીનું પાન કરે અને અપકાયના જીવોની વિરાધના કરે તો તે ક્યાં જઈને શુદ્ધિ પામશે? [૧૪૫૬-૧૪૫૯] હે ગૌતમ ! કેટલું વધારે કથન કરું કે આલોયણ લઈ પછી તાપણાની જ્વાળાઓ પાસે તાપવા જાય અને તેનો સ્પર્શ કરે અગર થઈ ગયો તો પછી તેની શુદ્ધિ ક્યાં થશે ? એ પ્રમાણે વાયુકાયના વિષયમાં તે જીવોની વિરાધના કરનાર ક્યાં જઈને શુદ્ધ થશે? જે લીલી વનસ્પતિ પુષ્પ ફુલ વગેરેનો સ્પર્શ કરશે તે ક્યાં શુદ્ધ થશે? તેવી રીતે બીજકાયને જેઓ ચાંપશે તે ક્યાં શુદ્ધ થશે? [૧૪૧૦-૧૪૪૨] બે-ત્રણ ચાર ઈન્દ્રિયવાળા વિકસેન્દ્રિય, પંચેન્દ્રિયજીવોને Page #372 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-ચૂલિકા-૧ ૩૬૯ પરિતાપ ઉપજાવીને તે જીવ ક્યાં શુદ્ધિ મેળવેશે ? બારીકાઈથી જે છ કાયના જીવોનું રક્ષણ નહિં કરે તે ક્યાં જઈને શુદ્ધિ પામી શકશે? હે ગૌતમ! હવે વધારે કહેવાથી શું ? અહિં આલોયણા આપીને જે કોઈ ભિક્ષુ ત્રસ અને સ્થાવર જીવોનું રક્ષણ નહિ કરશે તો તે ક્યાં જઈને તેની શુદ્ધિ કરશે? [૧૪૩-૧૪૭૦ આલોચના નિન્દના ગહણા કરીને પ્રાયશ્ચિત કરવા પૂર્વક | નિઃશલ્ય થએલ ઉત્તમ સ્થાનમાં રહેલો પૃથ્વીકાયના આરંભનો પરિહાર કરે, અગ્નિનો સ્પર્શ ન કરે. આલોચનાદિક પ્રાયશ્ચિત કરીને નિઃશલ્ય બની સંવેગવાળો થઈ ઉત્તમ સ્થાનમાં રહેલો ભિક્ષુ શરણ વગરના જીવોને વેદના ન પમાડે, આલોચનાદિક કરીને સંવેગ પામેલા ભિક્ષુ છેદેલા તણખલાને કે વનસ્પતિને વારંવાર કે લગાર પણ સ્પર્શ ન કરે. લાગેલા દોષોની આલોચના નિંદના ગહણા પ્રાયશ્ચિત કરીને શલ્ય વગરનો થઈને સંવેગ પામેલો ભિક્ષુ ઉત્તમ સંયમ સ્થાનમાં રહેલો હોય તે જીવનના છેડા સુધી બે-ત્રણ ચાર કે પાંચ ઈન્દ્રીયવાળા જીવોને સંઘટ્ટન પરિતાપની કિલામણ ઉપદ્રવ આદિ અશાતા ન ઉપજાવે. આલોચનાદિ કરવા પૂર્વક સંવેગ પામેલો ભિક્ષુ ગૃહસ્થોએ લોચ માટે ઉંચે ફેંકીને આપેલી રાખ પણ ગ્રહણ કરતા નથી. [૧૪૭૧-૧૪૭૪] સંવેગ પામેલો શલ્ય વગરનો જે આત્મા સ્ત્રી સાથે વાર્તાલાપ કરે છે ગૌતમ! તે ક્યાં શુદ્ધિ પામશે ? આલોચનાદિક કરીને સંવેગ પામેલો ભિક્ષુ ચૌદ ઉપરાંત ઉપકરણનો પરિગ્રહ ન કરે. તે સંયમના સાધનભુત ઉપકરણ ઉપર વૃઢપણે, નિમમત્વ, અમૂ, અગૃદ્ધિ રાખવી. હે ગૌતમ ! જો તે પદાર્થ ઉપર મમત્વ કરશે તેની શુદ્ધિ નથી. વધારે કેટલું કહેવું? આ વિષયમાં આલોચના કરીને જે રાત્રિએ પાણીનું પાન કરવામાં આવે તો તે ક્યાં જઈને શુદ્ધ થશે? ૧૪૭૫-૧૪૮૨] આલોચના, નિન્દના, ગહણા કરીને પ્રાયશ્ચિત કરીને નિઃશલ્ય થએલો ભિક્ષુ જો શરૂની છ પ્રતિજ્ઞાઓનું રક્ષણ ન કરે તો પછી તેનામાં ભયંકર પરિણામવાળા જે અપ્રશસ્ત ભાવ સહિત અતિક્રમ ક્ય હોય, મૃષાવાદ વિરમણ નામના બીજા મહાવ્રતમાં તીવ્ર રાગ કે દ્વેષથી નિષ્ફર, કઠોર આકરા, કર્કશ વચનો બોલીને મહાવ્રતનું ઉલ્લંઘન કર્યું હોય, ત્રીજા અદત્તાદાન વિરમણ મહાવ્રતમાં રહેવાની જગ્યા માગ્યા વગર માલિકની સંમતિ મેળવ્યા વગર વાપરી હોય અગર અણગમતું સ્થાન મળ્યું હોય, તેમાં રાગ-દ્વેષ રૂપ અપ્રશસ્ત ભાવ થાય તે ત્રીજા મહાવ્રતનું અતિક્રમણ, ચૌથા મૈથુન વિરમણ નામના મહાવ્રતમાં શબ્દ રસ, ગંધ, સ્પર્શ અને પ્રવિચારના વિષયમાં જે અતિક્રમણ થએલું હોય, પાંચમાં પરિગ્રહ વિરમણ નામના મહાવ્રતના વિષયમાં મેળવવાની અભિલાષા, પ્રાર્થના, મુચ્છ શુદ્ધિ, કાંક્ષા, ગુમાવેલી વસ્તુનો શોક તે રૂપ જે લોભ તે રૌદ્ર ધ્યાનના કારણરૂપ છે. આ સર્વે પાંચમા વ્રતમાં દોષો ગણેલા છે. રાત્રે ભૂખ લાગશે એમ ધારી દિવસે અધિક આહાર લીધો સૂર્યોદય કે સૂર્યાસ્તની શંકા હોવા છતાં આહારગ્રહણ કર્યો હોય તે રાત્રિભોજન વિરમણ વ્રતમાં અતિક્રમ દોષ કહેલો છે. આલોચના નિન્દના ગહણા પ્રાયશ્ચિત કરીને શલ્ય રહિત બનેલો હોય પરંતુ જયણાને ન જાણતો હોય તો સુસઠની જેમ ભવ સંસારમાં ભ્રમણ કરનારો થાય છે. [૧૪૮૩) હે ભગવંત ! તે સુસઢ કોણ હતો ? તે જયણા કેવા પ્રકારની હતી કે 24 Page #373 -------------------------------------------------------------------------- ________________ મહાનિસીહ – ૭/-/૧૪૮૩ ૭૦ અજ્ઞાનપણાના કારણે આલોચના નિંદના-ગર્હણા-પ્રાયશ્ચિત સેવન કરવા છતાં તેનો સંસારનાશ ન પામ્યો ? હે ગૌતમ ! જયણા તે કહેવાય કે જે અઢાર હજાર શીલના અંગો, સત્તર પ્રકારનું સંયમ, ચૌદ પ્રકારના જીવના ભેદો, તેર ક્રિયાસ્થાનકો, બાહ્ય અત્યંતર ભેદવાળા બાર પ્રકારના તપ અનુષ્ઠાન, બાર પ્રકારની ભિક્ષુપ્રતિમા દશ પ્રકારનો શ્રમણધર્મ, નવ પ્રકારની ભ્રમચર્યની ગુપ્તિ, આઠ પ્રકારની પ્રવચનમાતાઓ, સાત પ્રકારની પાણી અને પિંડની એષણાઓ, છ જીવનિકાયો, પાંચમહાવ્રતો, ત્રણગુપ્તિઓ સમ્યગ્-દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયી વગેરે સંયમ અનુષ્ઠાનોને ભિક્ષુ નિર્જન નિર્જલ અટવી દુષ્કાલ રોગ વગેરે મહા આપતિઓ ઉત્પન થઈ હોય, અન્તર્મુહુર્ત માત્ર આયુષ્ય બાકી હોય. પ્રાણ કંઠે આવી ગયા હોય તો પણ મનથી તે પોતાના સંયમનું ખંડન કરતા નથી. વિરાધતા નથી. ખંડન વિરાધના કરાવતા નથી કે ખંડન વિરાધનાની અનુમોદના કરતા નથી. યાવત્ જાવજ્જપર્યન્ત આરંભ કરતા કરાવતા નથી. આવા પ્રકારની સંપૂર્ણ જયણા જાણનારા પાલન કરનારા જયણાના ભક્ત છે, જયણા ધ્રુવપણે પાળનારા છે, જયણામાં નિપુણ છે, તે જયણાના સારા જાણકાર છે. હે ગૌતમ ! આ સુસઢની અતિશય વિસ્મય પમાડનારી મોટી કથા છે. સાતમા અધ્યનનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જરછાયા” પૂર્ણ અધ્યનનઃ ૮ - સુસઢ કથા/ચૂલિકા : ૨ [૧૪૮૪] હે ભગવંત ! કયા કારણથી આમ કહ્યું ? તે કાલે તે સમયે અહિં સુસઢ નામનો એક અનગાર હતો. તેણે એક એક પક્ષની અંદર ઘણા અસંયમ સ્થાનકોની આલોચના આપી અને અને અતિ મહાન ઘોર દુષ્કર પ્રાયશ્ચિતોનું સેવન કર્યું. તો પણ તે બિચારાને વિશુદ્ધિ પદ પ્રાપ્ત ન થયું. આ કારણે એમ કહેવાયું. હે ભગવંત ! તે સુસઢની વકતવ્યતા કેવા પ્રકારની છે ? હે ગૌતમ ! આ ભારત વર્ષમાં અવંતિનામનો દેશ છે. ત્યાં સંબુક્ક નામનું એક નાનું ગામ હતું. તે ગામમાં જન્મથી દરિદ્ર મર્યાદા-લાજ વગરનો કૃપા વગરનો, કૃપણ અનુકંપા રહિત, અતિક્રુર, નિર્દય, રૌદ્ર પરિણામવાળો, આકરો શિક્ષા કરનાર, અભિગ્રહિક મિથ્યાષ્ટિ જેનું નામ પણ ઉચ્ચાર કરવામાં પાપ છે, એવો સુજ્ઞ શિવ નામનો બ્રાહ્મણ હતો સુજ્ઞશ્રી નામની તેને પુત્રી હતી. સમગ્ર ત્રણે ભુવનમાં નર અને નારી સમુદાયોના લાવણ્ય કાંતિ તેજ રૂપ સૌભાગ્યાતિશય કરતાં તે પુત્રીના લાવણ્ય રૂપ કાંતિ વગેરે અનુપમ અને ચડિયાતા હતા તે સુજ્ઞશ્રીએ કોઈ આગલા બીજા ભવમાં એમ દુષ્ટ વિચાર્યું હતું કે “જો આ બાળકની માતા મૃત્યુ પામેતો બહુ સારું થાય તો હું શોક વગરની થાઉં. પછી આ બાળક દુઃખે કરીને જીવી શકશે. તેમજ રાજલક્ષ્મી મારા પુત્રને પ્રાપ્ત થશે.’ તે દુષ્ટ ચિંતવનના ફળરૂપે તે કમર્ના દોષથી જન્મતાની સાથે જ તેની માતા મૃત્યુ પામી. ત્યાર પછી હે ગૌતમ ! તે સુજ્ઞશિવ પિતાએ મોટા કલેશથી આજીજી કરીને કરગરીને ઘણી નવા બાળકોને જન્મ આપનારી માતાઓને ઘરેઘરે ફરી આરાધી તે પુત્રીનો બાલ્યકાળ પૂર્ણ થયો. તેટલામાં માતા-પુત્રનો સંબંધ ટાળનાર મહા ભયંકર બાર વર્ષનો લાંબા કાળનો દુષ્કાળ સમય આવી લાગ્યો. જેટલામાં સગા-સંબંધીઓનો ત્યાગ કરીને સમગ્ર જનસમુહ ચાલી જવા લાગ્યો, ત્યારે હવે કોઈક દિવસે ઘણા Page #374 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮ચૂલિકા-૨ ૩૭૧ દિવસનો ભૂખ્યો થએલો વિષાદ પામેલો તે સુજ્ઞશિવ વિચારવા લાગ્યો કે શું હવે આ બાલિકાને મારી નાખીને ભૂખ ભાંગુ કે તેનું માંસ વેચીને કાંઈક વણિક પાસેથી અનાજ ખરીદીને મારા પ્રાણને ધારણ કર્યું. હવે બીજો કોઈ જીવવાનો ઉપાય મારા માટે રહેલો નથી. અથવા તો ખરેખર મને ધિક્કાર થાઓ, આમ કરવું ઉચિત નથી. પરંતુ જીવતી જ તેને વેચી નાંખ્યું. એમ વિચારીને મહાદ્ધિવાળા ચૌહે વિદ્યા સ્થાનના પરિણામી એવા ગોવિંદ, બ્રાહ્મણના ઘરે સુજ્ઞશ્રીને વેચી નાંખી એટલે ઘણા લોકોના તિરસ્કારના શબ્દોથી ઘવાએલો તે પોતાના દેશનો ત્યાગ કરીને સુજ્ઞશિવ બીજા દેશાન્તરમાં ગયો. ત્યાં જઈને પણ હે ગૌતમ! એ જ પ્રમાણે બીજાની કન્યાઓનું અપહરણ કરી કરીને બીજા સ્થળે વેચી વેચીને સુજ્ઞશિવે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. તે અવસરે દુકાળ સમયના કંઈક અધિક આઠ વર્ષ પસાર થયા ત્યારે તે ગોવિંદ શેઠનો સમગ્ર વૈભવ ક્ષય પામ્યો. હે ગૌતમ ! વૈભવ વિનાશ પામવાના કારણે વિષાદ પામેલા ગોવિંદ બ્રાહ્મણે ચિંતવ્યું કે હવે મારા કુટુંબનો વિનાશકાલ નજીક આવ્યો છે. વિષાદ પામતા મારા બંધુઓને અર્ધક્ષણ પણ જોઈ શકવા સમર્થ નથી. તો હવે અત્યારે મારે શું કરવું ? એમ વિચારતા એક ગૌકુલના સ્વામીની ભાયી આવી પહોંચી ખાવાના પદાર્થો વેચવા આવેલી તે ગોવાલણ પાસેથી તે બ્રાહ્મણની ભાયએ ડાંગરના માપથી ઘણા ઘીના અને ખાંડના બનાવેલા ચાર લાડુઓ ખરીદ કર્યો. ખરીદ કરતાં જ બાળકો લાડુઓ ખાઈ ગયા. મહીચારીએ કહ્યું કે અરે શેઠાણી ! અમને બદલામાં આપવાની - ડાંગરની પાલી આપી દો. અમારે જલ્દી ગોકુળમાં પહોંચવું છે. હે ગૌતમ ! ત્યાર પછી બ્રાહ્મણીએ સુજ્ઞશ્રીને આજ્ઞા કરી કે અરે રાજાએ ભેંટણામાં જે મોકલ્યું છે, તેમાં જે ડાંગરનું માટલું છે. તેને જલ્દી ખોળીને લાવ જેથી આ ગોવાલણને આપું. સુવાશ્રી જેટવામાં તે ખોળવા માટે ઘરમાં ગઈ પણ તે તંદુલનું ભાજન જોયું નહીં. બ્રાહ્મણીને કહ્યું કે નથી. ફરી બ્રાહ્મણીએ કહ્યું. અરે ! અમુક ભાજન ઉચુ કરીને તેમાં જો અને ખોળીને લાવ ફરી તપાસ કરવા માટે આંગણમાં ગઈ પણ તે તંદુલનું ભાજન જોયું નહિ. બ્રાહ્મણીએ કહ્યું કે નથી. ફરી બ્રાહમણીએ કહ્યું અરે! અમુક ભાજન ઉંચુ કરીને તેમાં મે અને ખોળીને લાવ. ફરી તપાસ કરવા માટે આંગણામાં ગઈ અને ન જોયું ત્યારે બ્રાહ્મણીએ જાતે ત્યાં આવીને તપાસ કરી તો તેના જેવામાં પણ તે ભાજન ન આવ્યું. અતિવિસ્મય પામેલા મનવાળી ફરી બારીકાઈથી દરેક સ્થળે તપાસવા લાગી. દરમ્યાન એકાન્ત સ્થલમાં વેશ્યા સાથે ઓદનનું ભોજન કરતાં પોતાના મોટા પુત્રને જોયો. તે પુત્રે પણ તેના તરફ નજર કરી. સામે આવતી માતાને દેખીને અધન્ય પુત્રે ચિંતવ્યું કે ઘણે ભાગે માતા અમારા ચોખા ઝુંટવી લેવા આવતી જણાય છે, તો જે તે નજીક આવશે તો હું તેને મારી નાંખીશ – એમ ચિંતવતા પુત્રે દુર રહેલો અને નજીક આવતી બ્રાહ્મણી માતાને મોટા શબ્દથી કહ્યું કે હે ભટ્ટીદારિકા ! જો તું અહીં આવીશ તો પછી તું એમ ન કહીશ કે મને પહેલાં ન કહ્યું. નક્કી હું તને મારી નાંખીશ. આવું અનિષ્ટ વચન સાંભળીને ઉલ્કાપાતથી હણાએલી હોય તેમ ધસ કરતાંક ભૂમિ ઉપર ઢળી પડી. મુચ્છવિશ બ્રાહ્મણી બહાર પાછી ન ફરી એટલે મહીયારીએ કેટલોક સમય રાહ જોયા પછી સુજ્ઞશ્રીને કહ્યું કે અરે બાલિકા! અમોને મોડું થાય છે, માટે તમારી માતાને જલ્દી કહો કે તમે અમને ડાંગરનો પાલો આપો. જે ડાંગરનો પાલો ન જણાય કે ન મળતો હોય તો Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ મહાનિસીહ-૮-૧૪૮૪ તેના બદલે મગનો પાલો આપો. ત્યારે સુજ્ઞશ્રી ધાન્ય રાખવાના કોઠારમાં પહોંચી. અને દેખે છે તો બીજી અવસ્થા પામેલી બ્રાહ્મણીને જોઈને સુજ્ઞશ્રી હાહાર કરીને શોર બકોર કરવા લાગી. તે સાંભળીને પરિવાર સહિત તે ગોવિંદ બ્રાહ્મણ અને મહીયારી આવી પહોંચ્યા. પવન અને જળથી આશ્વાસન પમાડીને તેઓએ પૂછ્યું કે - હે ભટ્ટી દારિકા? આ તમને એકદમ શું થઈ ગયું? ત્યારે સાવધાન થએલી બ્રાહ્મણીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે અરે ! તમે રક્ષણ વગરની મને ઝેરી સર્પના ડંખ ન અપાવો. નિર્જલ નદીમાં મને ઉભી ન રાખો અરે દોરડા વગરના સ્નેહપાશમાં જકડાએલી મને મોહમાં ન સ્થાપો. જેમકે આ મારા પુત્ર, પુત્રી,. ભત્રીજાઓ છે. આ પુત્રવધુ, આ જમાઈ, આ માતા આ પિતા છે, આ મારા ભરિ છે, આ મને ઈષ્ટ પ્રિય મનગમતા કુટુંબીવર્ગ, સ્વજનો મિત્રો, બન્ધવર્ગ પરિવારવર્ગ છે. તે અહિં પ્રત્યક્ષ જ ખોટા માયાવાળા છે. તેમના તરફની બંધુપણાની આશા મૃગતૃષ્ણા સરખી નિરર્થક છે. આ જગતમાં દરેક પોતાના કાર્યના અર્થી-સ્વાર્થી લોકો છે. તેમાં મારાપણાનો ખોટો ભ્રમ થાય છે, પરમાર્થથી વિચાર કરીએ તો કોઈ સાચા સ્વજન નથી જ્યાં સુધી સ્વાર્થ સધાય છે ત્યાં સુધી માતા, પિતા, પુત્રી, પુત્ર, જમાઈ, ભત્રીજો, પુત્રવધુ વગેરે સંબંધ જાળવવામાં આવે છે. ત્યાં સુધી જ દરેક ગમે છે. ઈષ્ટ મિષ્ટ પ્રિય નેહી કુટુંબી સ્વજન વર્ગ મિત્ર બંધું પરિવાર વગેરે ત્યાં સુધી જ સંબંધ રાખે છે કે જ્યાં સુધી દરેકને પોતાનો સ્વાર્થ સધાય છે. પોતાના કાર્યની સિદ્ધિમાં વિરહમાં ન કોઈ કોઈની માતા, ન કોઈ કોઈના પિતા, ન કોઈ કોઈની પુત્રી, ન કોઈ કોઈના જમાઈ, ન કોઈ કોઈના પુત્ર, ન કોઈ કોઈની પત્ની, ન કોઈ કોઈના ભતર, ન કોઈ કોઈના સ્વામી, ન કોઈ કોઈના ઈષ્ટ મિષ્ટ પ્રિયકાન્ત કુટુમ્બી સ્વજન વર્ગ મિત્ર બંધુ પરિવાર વર્ગ છે. કારણકે જુઓને ત્યારે પ્રાપ્ત થએલા કંઈક અધિક નવ માસ સુધી કુક્ષિમાં ધારણ કરીને અનેક મિષ્ટ મધુર ઉષ્ણ તીખા લુખ્ખા સ્નિગ્ધ આહાર કરાવ્યા, સ્નાન મર્દન કર્યો, તેના શરીર કપડાં ધોયા, શરીર દબાવ્યા, ધન ધાન્યાદિક આપ્યા. તેને ઉછેરવાનો મહા પ્રયત્ન કર્યો, તે વખતે એવી આશા રાખી હતી. કે પુત્રના રાજ્યમાં મારા મનોરથો પૂર્ણપણે પુરાશે. અને સ્નેહી વર્ગની આશાઓ પુરી કરીને હું અતિશય સુખમાં મારો સમય પસાર કરીશ. મેં ધાર્યું હતું તેના કરતાં તદ્દન વિપરિત હકીકત બની છે. હવે આટલું જાણ્યા અને સમજ્યા પછી પતિ આદિના ઉપર અર્ધક્ષણ પણ નેહ રાખવો યોગ્ય નથી. જે પ્રમાણે મારા પુત્રનો વૃતાન્ત બન્યો છે તે પ્રમાણે ઘરે ઘરે ભૂતકાળમાં આવા વૃતાન્તો બન્યા છે. વર્તમાનમાં બને છે, અને ભવિષ્યકાળમાં પણ આવા બનાવો બનશે. તે બધુ વર્ગ પણ માત્ર પોતાના કાર્યો સિદ્ધ કરવા માટે ઘટિકા મુહુર્ત તેટલો કાળ તથા સ્નેહપરિણામ ટકાવીને સેવા કરે છે. માટે તે લોકો ! અનંત સંસારના ઘોર દુઃખ આપનાર એવા આ કૃત્રિમ બન્ધ અને સંતાનોનું મારે કંઈ પ્રયોજન નથી. માટે હવે રાતદિવસ નિરંતર ઉત્તમ વિશુદ્ધ આશયથી ધર્મનું સેવન કરો. ધર્મ એ જ ધન, ઈષ્ટ, પ્રિય, કાન્ત, પરમાર્થથી હિતકારી, સ્વજન વર્ગ, મિત્ર, બંધુવર્ગ છે. ધર્મ એ જ સુંદર દર્શનીય રૂપ કરનાર, પુષ્ટિ કરનાર, બળ આપનાર છે. ધર્મ જ ઉત્સાહ કરાવનાર, ધર્મ જ નિર્મલ યશ કીર્તિને સાધી આપનાર છે. ધર્મ એ જ પ્રભાવના કરાવનાર, શ્રેષ્ઠતમ સુખની પરંપરા આપનાર હોય તો ધર્મ છે. ધર્મ એ સર્વ Page #376 -------------------------------------------------------------------------- ________________ - - - - - - અધ્યયન-૮ચલિકા-૨ ૩૭૭ પ્રકારના નિધાન સ્વરૂપ છે. આરાધનીય છે. પોષવા યોગ્ય છે, પાલનીય છે. કરણીય છે, આચરણીય છે, સેવનીય છે, ઉપદેશનીય છે, કથનીય છે, ભણવાલાયક છે, પ્રરૂપણીય છે, કરાવવા લાયક છે, ધર્મ ધ્રુવ છે. શાશ્વતો છે, અક્ષય છે, સ્થિર રહેનાર છે. સમગ્ર સુખનો ભંડાર છે. ધર્મ અલજ્જનીય છે, ધર્મ એ અતુલ બલ, વીર્ય, સંપૂર્ણ સત્ત્વ, પરાક્રમ સહિતપણું મેળવી આપનાર થાય છે. પ્રવર, શ્રેષ્ઠ, ઈષ્ટ, પ્રિય, કાન્ત દષ્ટિજનનો સંયોગ કરાવી આપનાર હોય તો ધર્મ છે. સમગ્ર અસુખ, દારિદ્રય, સંતાપ, ઉદ્વેગ, અપયશ, ખોટાં આળ પ્રાપ્ત થવાં, વૃદ્ધાવસ્થા, મરણ વગેરે સમગ્ર ભયનો સર્વથા નાશ કરનાર, જેની તુલનામાં કોઈ ન આવી શકે તેવો સહાયક, ત્રણ લોકમાં અજોડ એવો નાથ, હોય તો માત્ર એક ધર્મ છે. માટે હવે કુટુમ્બ સ્વજનવર્ગ, મિત્ર, બધુ વર્ગ, ભંડાર આદિ આલોકના પદાર્થોથી પ્રયોજન નથી. વળી આ ઋદ્ધિ - સમૃદ્ધિ ઈન્દ્ર ધનુષ, વિજળી, લતાના આટોપ કરતાં અધિક ચંચળ, સ્વપ્ન અને ઈન્દ્ર જળ સરખી, દેખતા સાથે જ ક્ષણમાં અદ્રશ્ય થનારી નાશવંત, અધ્રુવ, અશાશ્વત, સંસારની પરંપરા વધારનાર, નારકમાં ઉત્પન થવાના કારણભુત, સદ્ગતિના માર્ગમાં વિદ્ધ કરનાર, અનંત દુઃખ આપનાર છે. અરે લોકો ! ધર્મ માટેની આ વેળા અતિ દુર્લભ છે. સમ્યગુ-દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ધર્મને સાધી આપનાર, આરાધના કરાવનાર, અનુપમ સામગ્રી યુક્ત આવો સમય ફરી મળવાનો નથી. વળી મળેલું આ શરીર નિરંતર રાતદિવસ દરેક ક્ષણે અને દરેક સમયે ટૂકડે ટૂકડા થઈને સડી રહેલું છે. દિન-પ્રતિદિન શિથિલ બનતું જાય છે. ઘોર, નિષ્ફર, અસભ્ય, ચંડ, જરારૂપી વજશિલાના પ્રતિઘાતથી ચૂરેચૂરા થઈને સેંકડો તડ પડેલા જીર્ણ માટીના હાંડલા સરખું, કશા કામમાં ન આવે તેવું, તદ્દન નિરુપયોગી બની ગયું છે. નવા ફણગા ઉપર લાગેલા જલબિન્દુની જેમ ઓચિન્હ અર્ધક્ષણની અંદર એકદમ આ જીવિત ઝાડ પરથી ઉડતા પક્ષીની માફક ઉડી જાય છે. પરલોક માટે ભાથું ન ઉપાર્જન કરનારને આ મનુષ્ય જન્મનિષ્ફલ છે તો હવે નાનામાં નાનો પ્રમાદ પણ કરવા હવે હું સમર્થનથી. આ મનુષ્યપણામાં સર્વકાલ મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન ભાવવાળા બનવું જઈએ. તે આ પ્રમાણે સમગ્ર જીવોના પ્રાણોના અતિપાતની ત્રિવિધત્રિવિધે વિરતિ, સત્ય વચન બોલવું, દાંત ખોતરવાની સળી સરખી કે લોન્ચ કરવાની રાખ સરખી નિર્મુલ્ય વસ્તુ પણ વગર આપેલી ગ્રહણ ન કરવી. મન-વચન-કાયાના યોગો સહિત અખંડિત અવિરાજિત નવગુપ્તિ સહિત પરમ પવિત્ર સર્વકાલ દુર્ધર બ્રહ્મચર્યવ્રતને ધારણ કરવું. વસ્ત્ર, પાત્ર, સંયમના ઉપકરણ ઉપર પણ નિર્મમત્વ, અશન-પાનાદિક ચારે આહારનો રાત્રિએ ત્યાગ કરવો, ઉગમ-ઉત્પાદના એષણાદિકમાં પાંચ દોષોથી મુક્ત થવું, પરિમિત કાલ ભોજન કરવું પાંચ સમિતિનું શોધન કરવું. ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવું, ઈયસમિતિ વગેરે ભાવનાઓ, અનશનાદિક તપનું ઉપધાનનું અનુષ્ઠાન કરવું. માસાદિક ભિક્ષુની બાર પ્રતિમાઓ, વિચિત્ર પ્રકારના દ્રવ્યાદિક અભિગ્રહો, અસ્નાન, ભુમિશયન, કેશલોચ, શરીરની ટાપટીપ ન કરવી, હંમેશા સર્વકાલ ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું. ક્ષુધા તરશ વગેરે પરિષહોને સહન કરવું. દિવ્યાદિક ઉપસર્ગો ઉપર વિજય મેળવવો. મળે કે ન મળે બંનેમાં સમભાવ રાખવો. અથવા મળેતો ધર્મવૃદ્ધિ, ન મળે તો તપોવૃદ્ધિ, તેવી ભાવના રાખવી. વધારે કેટલું વર્ણન કરવું? અરે! લોકો ! અ' Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ મહાનિસીહ – ૮//૧૪૮૪ અઢાર હજાર શીલાંગનો ભાર વગર વિશ્રાન્તિએ શ્રી મહાપુરુષોથી વહન કરી શકાય તેવો અત્યન્ત દુર્ધર માર્ગ વહન કરવા લાયક છે. વિશાદ પામ્યા વગર બે બાહાથી આ મહાસમુદ્ર તરવા સરખો આ માર્ગ છે. આ સાધુધર્મ સ્વાદવગરના રેતીના કોળીયા ભક્ષણ કરવા સરીખાં છે. અતિ તીક્ષ્ણ પાણીદાર ભયંકર તલવારની ધાર પર ચાલવા સરખો સંયમ ધર્મ છે. ઘી વગેરેથી સારી રીતે સિંચાયેલા અગ્નિની જ્વાળા શ્રેણીનું પાન ક૨વા સરખો ચારિત્ર ધર્મ છે. સુક્ષ્મ પવનથી કોથળો ભરવો તેના સરખો કઠણ સંયમ ધર્મ છે. ગંગાના પ્રવાહની સામે ગમન કરવા, સાહસના ત્રાજવાથી મેરુ પર્વત તોળવો, એકાકી મનુષ્યે ધીરતાથી દુર્જય ચાતુરંગ સેનાને જીતવી, પરસ્પર અવળી દિશામાં ભ્રમણ કરતા આઠ ચંદ્રોના ઉપર રહેલી પુતળીની ડાબી આંખ વીંધવી, સમગ્ર ત્રણ ભુવનમાં વિજય પ્રાપ્ત કરીને નિર્મલ યશ કિર્તીની જયપતાકા ગ્રહણ કરવી, આ સર્વ કરતાં પણ ધર્માનુષ્ઠાન દુષ્કર છે. હે લોકો ! આ સંયમ ધર્માનુષ્ઠાનથી કોઈ પણ અન્ય વસ્તુ દુષ્કર નથી અર્થાત્ તેનાથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે. [૧૪૮૫-૧૪૮૭] મસ્તક ઉપર ભાર વહન કરાય છે. પરંતુ તે ભાર વિસામો લેવાતા-લેવાતા વહન કરાય છે. જ્યારે અતિ મહાન શીલનો ભાર વિશ્રાન્તિ વગર જીવન પર્યન્ત વહન કરાય છે. માટે ઘરના સારભુત પુત્ર દ્રવ્ય વગેરેનો સ્નેહ છોડીને નિઃસંગ બની ખેદ પામ્યાવગર સર્વોત્તમ ચારિત્ર ધર્મનું સેવન કરો. આડંબર કરવા, ખોટી પ્રશંસા કરવી, વંચના કરવી, તેવા વ્યવહાર ધર્મના હોતા નથી. માયાદિક શલ્ય રહિત, કપટ ભાવ વગરનો ધર્મ કહેલો છે. [૧૪૮૮-૧૪૯૬] જીવોમાં ત્રસપણું, ત્રસપણામાં પણ પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે. પંચેન્દ્રિયપણામાં વળી મનુષ્યપણું ઉત્તમ છે. તેમાં આર્યદેશ, આર્યદેશમાં ઉત્તમકુળ, ઉત્તમકુળમાં ઉત્કૃષ્ટ જાતિ-જ્ઞાતિ તેમાં પણ વળી રૂપની સમૃદ્ધિ તેમાં પણ પ્રધાનતાવાળું બળ, પ્રધાનબળ મળવા સાથે લાંબુ આયુષ્ય, તેમાં પણ વિજ્ઞાનવિવેક, વિજ્ઞાનમાં પણ સમ્યકત્વ પ્રધાન છે. સમ્યકત્વમાં વળી શીલની પ્રાપ્તિ ચડીયાતી ગણેલી છે. શીલમાં ક્ષાયિકભાવ, ક્ષાયિકભાવમાં કેવલજ્ઞાન, પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન પ્રાપ્ત થવું એટલે જરામરણ રહિત મોક્ષ પ્રાપ્ત થાય. જન્મ જરા-મરણ આદિના દુઃખથી દોરાએલા જીવને આ સંસારમાં ક્યાંય સુખનો છાંટો નથી. માટે એકાંત મોક્ષ જ ઉપાદેય મેળવવા લાયક છે. ૮૪ લાખ યોનિઓમાં અનંત વખત લાંબા કાળ સુધી ભ્રમણ કરીને અત્યારે તમે તે મોક્ષ સાધવા લાયક ઘણી સામગ્રીઓ મેળવેલી છે. તો અત્યાર સુધીમાં પૂર્વે કોઈ વખત ન મેળવેલી ઉત્તમ એવી ધર્મસામગ્રીઓ મેળવેલી છે તો હે લોકો ! તમે તેમાં જલ્દી ઉદ્યમ કરો. વિબુધોએ પંડિતોએ નિંધેલા સંસારની પરંપરાં વધારનાર એવો આ સ્નેહને તમે છોડો. અરે ! ધર્મશ્રવણ પ્રાપ્ત કરીને અનેક ક્રોડો વર્ષે અતિદુર્લભ એવા સુંદર ધર્મ તે જો તમે અહિં સમ્યક્ પ્રકારે નહીં કરશો તો ફરી તે ધર્મની પ્રાપ્તિ દુર્લભ થશે. પ્રાપ્તિ થએલ બોધિ સમ્યકત્વ અનુસાર અહિં જે ધર્મ પ્રવૃત્તિ કરતો નથી અને આવતા ભવમાં ધર્મ કરીશું- એમ પ્રાર્થનાકરે તે ભાવી ભવમાં કયા મુલ્યથી બોધિ પ્રાપ્ત કરશે ! [૧૪૯૭] પૂર્વભવના જાતિસ્મરણ થવાથી બ્રાહ્મણીએ જ્યાં આ સર્વ સંભળાવ્યું ત્યાં હે ગૌતમ ! સમગ્ર બંધુવર્ગ અને બીજાં અનેક નગરજનો પ્રતિબોધ પામ્યા. હે ગૌતમ ! તે અવસરે સદ્ગતિનો માર્ગ સારી રીતે મળેલો છે. તેવા ગોવિંદ Page #378 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮/ચૂલિકા-૨ ૩૭૫ બ્રાહ્મણે કહ્યું કે- ધિક્કાર થાઓ મને, આટલા કાળ સુધી આપણે ઠગાયા, મુઢ બન્યા, ખરેખર અજ્ઞાન એ મહાકષ્ટ છે. નિભગી તુચ્છ-આત્માઓને ઘોર ઉગ્ર પરલોક વિષયક નિમિત્તો જેમણે જાણેલા નથી, અન્યમાં આગ્રહ વાળી બુદ્ધિ કરનારા, પક્ષપાતના મોહાગ્નિનો ઉત્તેજિત કરવાના માનસવાળા, રાગ-દ્વેષથી હણાયેલી બુદ્ધિવાળા, આ વગેરે દોષવાળાને આ ઉત્તમ ધર્મ સમજવો. ઘણો મુશ્કેલ હોય છે. ખરેખર આટલા કાળ સુધી મારો આત્મા ઠગાયો. આ મહાનું આત્મા ભાય થવાના બહાનાથી મારા ઘરમાં ઉત્પન થયો. પરન્તુ નિશ્ચયથી તેનો વિચાર કરીએ તો સર્વજ્ઞા આચાર્યની જેમ આ સંશયરૂપ અંધકારને દુર કરનાર, લોકને પ્રકાશિત કરનાર, મોટામાર્ગને સમ્યક પ્રકારે બતાવવા માટે જ પોતે પ્રગટ થએલ છે. અરે મહા અતિશયવાળા અર્થને સાધી આપનાર મારી પ્રિયાના વચનો છે. અરે યજ્ઞદત્ત ! વિષ્ણુદત્ત ! યજ્ઞદેધ! વિશ્વામિત્ર! સોમ! આદિત્ય વગેરે મારા પુત્રો! દેવો અને અસુરો સહિત આખા જગત્ન આ તમારી માતા આદર અને વંદન કરવા યોગ્ય છે. અરે ! પુરંદર વગેરે છાત્રો ! આ ઉપાધ્યાયની ભાર્યાએ ત્રણ જગતને આનંદ આપનાર, સમગ્ર પાપકર્મને બાળી ભસ્મ કરવાના સ્વભાવવાળી વાણી કહી તેને વિચારો. ગુરુની આરાધના કરવામાં અપૂર્વ સ્વભાવવાળા તમારા ઉપર આજે ગુરુ પ્રસન્ન થયા છે. શ્રેષ્ઠ આત્મબળવાળા, યજ્ઞ કરવા કરાવવા અધ્યયન કરવું કરાવવું ષટકર્મ કરવાના અનુરાગથી તમારા ઉપર ગુરુ પ્રસન્ન થયા છે. તો હવે તમે પાંચે ઈન્દ્રિયોને જલ્દી જીતો. પાપી એવા ક્રોધાદિક કષાયોનો ત્યાગ કરો. વિષ્ઠા. અશુચિ, મલમુત્ર, ઓર વગેરેના કાદવયુક્ત ગર્ભવાસથી માંડીને પ્રસુતિ જન્મ મરણ આદિ અવસ્થાઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે સર્વ તમે હવે જાણો. આવા અનેક વૈરાગ્ય ઉત્પન કરાવનાર સુભાષિતો કહેલા એવા ચૌદ વિદ્યાના પારગામી ગોવિંદ બ્રાહ્મણને સાંભળીને અતિશય જન્મ જરા-મરણથી ભય પામેલા ઘણા સત્પરષો ધર્મનો વિચારવા લાગ્યા. ત્યાં કેટલાકો એમ બોલવા લાગ્યા કે આ શ્રેષ્ઠ ધર્મ છે, પ્રવર ધર્મ છે. એમ વળી બીજાઓ કહેવા લાગ્યા. હે ગૌતમ ! યાવત્ દરેક લોકોએ આ બ્રાહ્મણી જાતિ સ્મરણવાળી છે એમ પ્રમાણભૂત માની. ત્યાર પછી બ્રાહ્મણીએ અહિંસા લક્ષણવાળા નિસંદેહ ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણધર્મને હેતુ-દ્રષ્ટાન્ત કહેવાપૂર્વક તેઓને પરમ શ્રદ્ધા ઉત્પન્ન થાય તેવી રીતે સમજાવ્યો. ત્યાર પછી તે બ્રાહ્મણીને આ સર્વજ્ઞ છે એમ માનીને હસ્તકમલની સુંદર અંજીણ રચીને આદર પૂર્વક સારી રીતે પ્રણામ કરીને હે ગૌતમ ! તે બ્રાહ્મણી સાથે દીનતારહિત માનસવાળા અનેક નર અને નારી વર્ગે અલ્પકાલ સુખ આપનાર એવા કુટુમ્બ, સ્વજન, મિત્ર, બબ્ધ, પરિવાર, ઘર, વૈભવ, આદિનો ત્યાગ કરીને શાશ્વત મોક્ષસુખના અભિલાષી અતિ નિશ્ચિત દ્રઢ મનવાળા, શ્રમણપણાના સમગ્ર ગુણોને ધારણ કરતા, ચૌદપૂર્વધર, ચરમશરીરવાળા, તદ્દભવમુક્તિગાની એવા ગણધર સ્થવિરની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. હે ગૌતમ ! આ પ્રમાણે તેઓ અત્યન્ત ઘોર, વીર, તપ, - ,સંયમ, ના અનુષ્ઠાનનું સેવન સ્વાધ્યાય ધ્યાનાદિકમાં પ્રવૃત્તિ કરતાં કરતાં સર્વ કર્મનો ક્ષય કરીને તે બ્રાહ્મણી સાથે કર્મજ ખંખેરીને ગોવિંદ બ્રાહ્મણ વગેરે અનેક નર અને નારીના ગણો સિદ્ધિ પામ્યા. તે સર્વે મહાયશસ્વી થયા એ પ્રમાણે કહું છું. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ મહાનિસીહ-૮-૧૪૯૮ [૧૪૯૮] હે ભગવંત! તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભ બોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક બની ! તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્ય જીવો નર-નારી લોકો જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા તેમને સુંદર ધર્મદિશના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને ઉદ્ધાર કર્યો. હે ગૌતમ! તેણે પૂર્વભવમાં અનેક સુંદર ભાવના સહિત શલ્ય વગર ની બની જન્મથી માંડીને છેવટ સુધીના લાગેલા દોષોની શુદ્ધ ભાવો સહિત આલોયણા આપીને યથોપદિષ્ટ પ્રાયશ્ચિત કર્યું. પછી સમાધિ સહિત કાલ પામીને તેના પ્રભાવથી સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર મહારાજાની અગ્ર મહિષી મહાદેવી પણે ઉત્પન થઈ. હે ભગવંત ! શું તે બ્રાહ્મણીનો જીવ તેના આગલા ભવમાં નિર્ચથી શ્રમણી હતી કે જેણે નિઃશલ્યપણે આલોચના કરીને યથોપદિષ્ટ પ્રાયશ્ચિત કર્યું ? હે ગૌતમ ! તે બ્રાહુણીના જીવે તેના આગલા ભવમાં ઘણી લબ્ધિ તેમજ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી જ્ઞાન દર્શનચારિત્ર રત્નની મહાદ્ધિ મેળવેલી હતી. સમગ્ર ગુણોના આધારભુત ઉત્તમ શીલાભુષણ ધારણ કરનાર શરીરવાળા, મહાતપસ્વી યુગપ્રધાન શ્રમણ અણગાર ગચ્છના સ્વામી હતા, પણ શ્રમણી ન હતા. હે ભગવંત ! કયા કર્મના વિપાકથી ગચ્છાધિપતિ થઈને તેણે સ્ત્રીપણાનું કર્મ ઉપાર્જન કર્યું? હે ગૌતમ ! માયા કરવાના કારણે હે ભગવંત! એવું તેને માયાનું કારણ કેવું થયું કે- જેનો સંસાર પાતળો પડેલો છે. તેવા આત્માને પણ સમગ્ર પાપના ઉદયથી મળનારું, ઘણા લોકોથી નિન્દ્રિત, સુગંધી ઘણા-દ્રવ્યો, ઘી, ખાંડ, સારા વસાણાનું ચુર્ણ, પ્રમાણ એકઠા કરીને બનાવેલા પાકના લાડવાના પાત્રની જેમ સર્વને ભાગ્ય, સમગ્ર દુઃખ અને કલેશના સ્થાનક, સમગ્ર સુખને ગળી જનારા પરમ પવિત્ર ઉત્તમ એવા અહિંસા લક્ષણ સ્વરૂપ શ્રમણ ધર્મના વિધ્વભુત, સ્વર્ગની અર્ગલા, અને નરકના દ્વાર સરખી, સમગ્ર અપયશ, અપકીર્તિ, કલંક, કજીયા આદિ વૈરાદિ પાપના નિધાન રૂપ નિર્મલકુલને અક્ષમ્ય, અકાર્ય રૂપ શ્યામ કાજળ સરખા કાળા કૂચડાથી કલંકિત કરનારું એવા સ્ત્રી સ્વભાવને ગચ્છાધિપતિએ ઉપાર્જન કર્યો? હે ગૌતમ ! ગચ્છાધિપતિપણામાં રહેલા એવા તેણે નાનામાં નાની પણ માયા કરી ન હતી. પહેલા તે ચક્રવર્તી રાજા થઈને પરલોક ભીરું કામ ભોગથી કંટાળેલા એવા તેણે તણખલાની જેમ તેવી ચક્રવતની સમૃદ્ધિ, ચૌદ રત્નો, નવનિધાન, ચોસઠ હજાર શ્રેષ્ઠ યુવતિઓ, બત્રીશહાર આજ્ઞાંકિત શ્રેષ્ઠ રાજાઓ, છ— ક્રોડ ગામો યાવત્ છ ખંડનું ભારતવર્ષનું રાજ્ય, દેવેન્દ્રની ઉપમા સરખી મહારાજ્યની સમૃદ્ધિનો ત્યાગ કરીને, ઘણા પુણ્યથી પ્રેરાયેલો તે ચક્રવર્તી નિસંગ બનીને પ્રવજ્યા અંગીકાર કરી. અલ્પ સમયમાં સમગ્ર ગુણધારી મહાતપસ્વી મૃતધર બન્યા. યોગ્યતા દેખીને ઉત્તમ ગુરુમહારાજાએ તેને ગચ્છાધિપતિની અનુજ્ઞા કરી. હે ગૌતમ! ત્યાં પણ જેણે સદ્ગતિનો માર્ગ સારી રીતે જાયો છે. યથોપદિષ્ટ શ્રમણ ધર્મને સારી રીતે પાલન કરતા, ઉગ્ર અભિગ્રહોને ધારણ કરતા, ઘોર પરિષહ ઉપસર્ગને સહન કરતા, રાગદ્વેષ કષાયોનો ત્યાગ કરતા, આગમના અનુસાર વિધિથી ગચ્છનું પાલન કરતા, જીન્દગી પર્યન્ત સાધ્વીએ વહોરી લાવેલનો પરિભોગ છોડતા, છ કાય જીવોનો સમારંભ વર્જતા, લગાર પણ દીવ્ય ઔદારિક મૈથુનપરિણામ નહિં કરતા. આલોક કે પરલોકના સાંસારિક સુખની આશંસા ન કરતા, Page #380 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮/ચૂલિકા-૨ ૩૭૭ નિયાણું, માયા શલ્યથી મુકાયેલા, નિઃશલ્યપણે આલોચના નિંદના-ગણાપૂર્વક યથોપદિષ્ટ પ્રાયશ્ચિત સેવતા સર્વ પ્રમાદના આલંબનથી સર્વથી મુક્ત થએલા, અનેક ભવમાં ઉપાર્જન કરેલા એવા નહિ ખપાવેલા કર્મરાશીને જેણે ઘણા ખપાવીને ઘણા અલ્પ પ્રમાણવાળા સ્ત્રીપણાના કારણભૂત કર્યા છે, કર્મો તેવા તેમને બાકી. અન્યભવમાં માયા કરેલી તે નિમિત્તે બાંધેલા આ કર્મનો ઉદય થયો છે. ' હે ભગવંત ! અન્ય ભવમાં તે મહાનુભાવે કેવી રીતે માયા કરી કે જેનો આવા પ્રકારનો ભયંકર કમ્દય થયો? હે ગૌતમ ! તે મહાનુભાવ ગચ્છાધિપતિનો જીવ ઓછા કે અધિક નહિં એવા. બરાબર લાખમાં ભવ પહેલાં સામાન્ય રાજાની સ્ત્રીથી પુત્રીપણે ઉત્પન થઈ. કોઈક સમયે લગ્ન થયા પછી તરત જ તેનો ભતરિ મૃત્યુ પામ્યો. ત્યારે તેના પિતાએ રાજકુંવરીને કહ્યું કે - હે ભદ્ર! હું તને મારા રાજ્યમાંથી પાંચસો ગામો આપું છું. તેની આવકમાંથી તારી ઈચ્છા પ્રમાણે અંધોને, અધુરા અંગવાળા, ન ચાલી શકતા હોય તેવા અપંગોને, ઘણી વ્યાધિ વેદનાઓથી વ્યાપ્ત શરીરવાળાને, સર્વ લોકોથી પરાભવ પામેલાઓને, દાદ્ધિ, દુઃખ, દુર્ભાગ્યથી કલંકિત થએલાઓને, જન્મથી દરિદ્રો હોય તેવાને, શ્રમણોને, શ્રાવકોને, મુંઝાએલાઓને, સબંધી બંધુઓને, જે કોઈને જે ઈષ્ટ હોય તેવા ભોજન, પાણી, વસ્ત્રો, યાવતુ ધન-ધાન્ય, સુવર્ણ-હિરણ્ય કે સમગ્ર સુખ આપનાર, સંપૂર્ણ દયા કરી અભયદાન આપ. જેનાથી હવે ભવાંતરમાં પણ સમગ્ર લોકોને અપ્રિયકારિણી સર્વને પરાભવ કરવાના સ્થાનભુત તું ન થાય. તેમજ ગંધ, પુષ્પમાલા, તંબોલ, વિલેપન, અંગરાગ વગેરે ઈચ્છા મુજબ ભોગ અને ઉપભોગના સાધન વગરની ન થા, અપૂર્ણ મનોરથવાળી, દુઃખી જન્મ આપનારી, પત્ની વંધ્યા રંડા વગેરે દુઃખવાળી ન થા. - ત્યારે હે ગૌતમ ! તેણે તહત્તિ કરીને તે વાતનો સ્વીકાર કર્યો. પરંતુ નેત્રમાંથી હડ હડ કરતાં અશ્રુજળથી જેના કપોલભાગ ધોવાઈ રહેલા છે. ખોખરા સ્વરથી કહેવા લાગી કે વધારે બોલવાનું હું જાણતી નથી. અહિંથી આપ જઈને જલ્દી કાષ્ટની મોટી ચિતા તૈયાર કરાવો જેથી મારા દેહને તેમાં બાળી નાંખું. પાપિણી એવી મને હવે જીવવાનું કંઈ પ્રયોજન નથી. રખેને કદાચ કર્મ પરિણતિને આધીન થઈને મહાપાપી સ્ત્રીના ચંચલ સ્વભાવપણાના કારણે આપના આ અસાધારણ પ્રસિદ્ધ નામવાળા, આખા જગતમાં જેની કીર્તિ અને પવિત્ર યશ ભરેલો છે એવા આપના કુલને કદાચ કલંક લગાડનારી બનું. આ મારા નિમિત્તે આપણું સર્વ કુળ મલીન બની જાય ત્યાર પછી તે રાજાએ ચિંતવ્યું કે-ખરેખર હું અધન્ય છું કે અપુત્રવાળા એવા મને આવી રત્નસરખી પુત્રી મળી. અહો ! આ બાલિકાનો વિવેક ! અહો તેની બુદ્ધિ ! અહો તેની પ્રજ્ઞા ! અહો તેનો વૈરાગ્ય ! અહો તેનું કુલને કલંક લગાડવાનું ભીરુપણું! અહો ખરેખર ક્ષણે ક્ષણે આ બાલિકા વંદનીય છે, જેના આવા મહાન ગુણો છે તો જ્યાં સુધી તે મારા ઘરમાં વાસ કરશે ત્યાં સુધી મારું મહા કલ્યાણ થશે. તેને દેખવાથી, સ્મરણ કરવાથી, તેની સાથે બોલવાથી, આત્મા નિર્મળ થશે, તો પુત્ર વગરના મને આ પુત્રી પુત્ર તુલ્ય છે- એમ વિચારીને રાજાએ કહ્યું કે-હે પુત્રિ ! આપણા કુલના રિવાજ પ્રમાણે કાષ્ટની ચિતામાં રાંડવાનું હોતું નથી. તો તું શીલ અને શ્રાવક ધર્મરૂપ ચારિત્રનું પાલન કર, દાન આપ, તારી ઈચ્છા પ્રમાણે પૌષધ ઉપવાસ વગેરે કર, અને ખાસ કરીને જીવદયાના કાર્યો કર. [25] WWW.jainelibrary.org Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ મહાનિસીહ-૮-૧૪૯૮ આ રાજ્ય પણ તારું જ છે. ત્યાર પછી હે ગૌતમ ! પિતાએ એ પ્રમાણે કહ્યા પછી ચિતામાં પડવાનું માંડી વાળી મૌન રહી. પછી પિતાએ અંતઃપુરના રક્ષપાલ સેવકને સોંપી. એ પ્રમાણે કાલ સમય વીતતા કોઈક સમયે તે રાજા મૃત્યુ પામ્યો. કોઈક સમયે મહાબુદ્ધિશાળી મંત્રીઓએ એકઠા થઈ નિર્ણય કર્યો કે આ કુંવરીનો જ અહિં રાજ્યાભિષેક કરવો. પછી રાજ્યાભિષેક કર્યો. હે ગૌતમ ! ત્યાર પછી દરરોજ સભા મંડપમાં બેસતી હતી. હવે કોઈક સમયે ત્યાં રાજસભામાં ઘણા બુદ્ધિજનો, વિદ્યાર્થીઓ, ભટ્ટ, તડિગ મુસદી, ચતુર, વિચક્ષણ, મંત્રીજનો મહંતો વગેરે સેંકડો પુરષોથી ખીચોખીચ આ સભા મંડપના મધ્યભાગમાં રાજસિંહાસન પર બેઠેલ કર્મપરિણતિને આધીન થએલ રાજકુંવરીએ રાગ સહિત અભિલાષાવાળા નેત્રથી સર્વોત્તમ રૂપ લાવણ્ય શોભાની. સંપતિવાળા જીવાદિક પદાર્થોના સુંદર જ્ઞાનવાળા એક ઉત્તમકુમારને જોયો. હે ગૌતમ ! કુમાર તેના મનોગત ભાવ સમજી ગયો. વિચારવા લાગ્યો કે - મને દેખીને આ બિચારી રાજકુંવરી ઘોર અંધકારપૂર્ણ અને અનંત દુઃખદાયક પાતાલમાં પહોંચી ગઈ. તો ખરેખર હું અધન્ય છું કે આવા પ્રકારના રાગ ઉત્પન થવાના યંત્ર સરખા, પુદ્ગલ સમુહવાળા મારા દેહને દેખીને પતંગીયા માફક કામ દીપકમાં ઝંપલાવે છે. હવે મારે જીવીને શું કરવું? તો હવે હું જલ્દી આ પાપ શરીરને વોસિરાવું. આ માટે અતિ દુષ્કર પ્રાયશ્ચિત કરીશ. સમગ્ર સંગનો ત્યાગ કરવા સ્વરૂપ સમગ્ર પાપનો વિનાશ કરનાર અણગાર ધર્મને અંગીકાર કરીશ. અનેક પૂર્વ ભવોમાં એકઠાં કરેલા દુઃખે કરીને છોડી શકાય તેવા પાપ બંધનના સમુહને શિથિલ કરીશ. આવા અવ્યવસ્થિત જીવલોકને ધિક્કાર થાઓ કે જેમાં ઈન્દ્રિયોને વર્ગ આ રીતે પરાધીન થાય છે. અહો કેવી કમનસીબી છે કે લોક પરલોકના નુકશાન તરફ નજર કરતો નથી. અહો એક જન્મ માટે ચિત્તનો દુરાગ્રહ કેવો થયા છે? અહો કાયfકાર્યની અજ્ઞાનતા, અહો મયદિા, રહિતપણું, અહો તેજરહિતપણું, અહો લાને પણ જેણે ત્યાગ કર્યો છે, અરેરે. મારા સરખાને આ સ્થિતિમાં ક્ષણવાર પણ વિલંબ કરવો ઉચિત નથી. દુઃખે કરીને અટકાવી શકાય તેવા તત્કાલ પાપનું આગમન થતું હોય તેવા સ્થાનમાં રહેવું તે જોખમ ગણાય. હા હા હા હે નિર્લજ્જ શત્રુ ? અધન્ય એવા આઠ કર્મરાશિ આ રાજબાલિકાને અત્યારે ઉદયમાં આવેલા છે. આ મારા કોઠાર સરખા પાપ શરીરનું રૂપ દેખવાથી તેના નેત્રોમાં રાગની અભિલાષા થઈ. હવે આ દેશનો ત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરું. એમ વિચારીને કુમારવરે કહ્યું કે- હું શલ્ય રહિત બની આપ સર્વેની ક્ષમા માંગુ છું. અને મારો કોઈ અજાણમાં પણ અપરાધ થયો હોય તો દરેકે ક્ષમા આપવી, ત્રિવિધ-ત્રિવિધે ત્રિકરણ શુદ્ધથી હું સભા મંડપમાં રહેલા રાજકુલ અને નગરજનો આદિ સર્વેની ક્ષમા માંગુ છું. એમ કહીને રાજકુલમાંથી બહાર નીકળી ગયો. પોતાના રહેઠાણે પહોંચી ગયો. ત્યાંથી માર્ગમાં ખાવા માટેનું પાથેય ગ્રહણ કર્યું. ફીણના જથાના તરંગ સરખા સુકમાલ સફેદ વસ્ત્રના બે ખંડ કરીને પહેય. સજ્જનના દય સમાન સરલ નેતર લતાની સોટી અને અર્પઢાલ જમણા હાથમાં ગ્રહણ કરી ત્યાર પછી ત્રણે ભુવનના અદ્વિતીય ગુરુ એવા અરિહંત ભગવંતો જગતમાં સહુથી શ્રેષ્ઠ ધર્મ તીર્થકરોની યથોકત વિધિથી સંસ્તવના, વંદના, સ્તુતિ, નમસ્કાર કરીને ચાલ ચાલ કર્યા Page #382 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮ચલિકા-૨ ૩૭૯ કર્યું. એમ ચાલતા ચાલતા કુમાર ઘણા દુર દેશાન્તરમાં ત્યાં પહોંચ્યા કે જ્યાં હિરણક્કર્ડી નામની રાજધાની હતી. તે રાજધાનીમાં રહીને વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યના આવવાના સમાચાર મેળવવા માટે કુમાર ખોળ કરતો હતો, અને વિચારતો હતો કે જ્યાં સુધી વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યનો યોગ ન થાય ત્યાં સુધી મારે અહિં રોકાઈ જવું. એમ વિચારતા કેટલાક દિવસો પસાર થયા. ઘણા દેશમાં વિસ્તાર પામેલી કીર્તિવાળા ત્યાંના રાજાની સેવા કરું એમ મનમાં મંત્રણા ગોઠવીને રાજાને મળ્યો. કરવા યોગ્ય નિવેદન કર્યું. રાજાએ સન્માન્યો. સેવા મેળવી. કોઈક સમયે પ્રાપ્ત થએલા અવસરે તે કુમારને તે રાજાએ પૂછ્યું કે- હે મહાનુભાવ ! મહાસત્વશાલિનું ! આ તારા હાથમાં કોના નામથી અલંકૃત મુદ્રારત્ન શોભી રહેલું છે ? આટલા કાળ સુધી તે કયા રાજાની સેવા કરી ? અથવા તો તારો સ્વામીએ તારી અનાદર કેવી રીતે કર્યો ? કુમારે રાજાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે જેના નામથી અલંકૃત આ મુદ્રારત્ન છે તેની મેં આટલા કાલ સુધી સેવા કરી. ત્યાર પછી રાજાએ પુછયું કે – તેને કયા શબ્દના નામથી બોલાવાય છે? કુમારે કહ્યું કે - જળ્યા વગર . હું તે ચક્ષુકુશીલ અધમનું નામ નહિં ઉચ્ચારીશ. ત્યારે રાજાએ પૂછ્યું કે અરે. મહાસત્વશાલિન્! એ ચક્ષુકુશીલ એવા શબ્દોથી કેમ સંબોધાય છે. તેમજ જમ્યા વગર તેનું નામ ન ઉચ્ચારવાનું શું કારણ છે? કુમારે કહ્યું કે ચક્ષુકુ શીલ એવું નામ શબ્દપૂર્વક ઉચ્ચારીશ નહીં કોઈ બીજા સ્થાનમાં કદાપિ તમને પ્રત્યક્ષ ખાત્રી થશે. વળી બીજા કોઈ નિરાંતના સમયે તે હકીકત કહીશ. જમ્યા વગર તેના નામનો શબ્દ ન બોલવો, તે કારણે મેં તેનું નામ ન ઉચ્ચાર્યું. કદાચ જગ્યા વગર તે ચક્ષુકુશીલ અધમનું નામ બોલું તો તે દિવસે પાન-ભોજનની પ્રાપ્તિ ન થાય. ત્યારે હે ગૌતમ ! અતિ વિસ્મય પામેલા રાજાએ કુતુહલતાથી જલ્દી રસવંતી મંગાવી. રાજકુમાર અને સર્વ પરિવાર સાથે ભોજન મંડપમાં બેઠો. અઢાર પ્રકારના મિષ્ટાન ભોજન સુખડી ખાજા અને વિવિધ પ્રકારની આહારની સામગ્રી મંગાવી. આ સમયે રાજાએ કુમારને કહ્યું કે-ભોજન કર્યા પછી કહીશ. રાજાએ ફરી કહ્યું કે – હે મહાસત્વવાનું ! જમણા હાથમાં કોળીયાને ધારણ કરેલો છે, હવે નામ બોલો. કદાચ જો આ સ્થિતિમાં રહેલા આપણને કોઈ વિઘ્ન થયા તો અમને પણ તેની પ્રત્યક્ષ ખાત્રી થાય એટલે નગર સહિત સર્વે તમારી આજ્ઞાથી આત્મહિતની સાધના કરીએ. ત્યારપછી હે ગૌતમ ! તે કુમારે કહ્યું કે તે ચક્ષુકુશીલાધામ દુરંત પ્રાન્ત લક્ષણવાળા ન દેખવા લાયક દુર્થાત જન્મવાળા તેનું આવું આવું અમુક શબ્દથી બોલવા લાયક નામ છે. ત્યારપછી હે ગૌતમ ! જેટલામાં આ તે કુમારવર નામ બોલ્યો તેટલામાં પહેલાં ખબર ન પડે તેમ અણધારેલી રીતે અકસ્માત તે જ ક્ષણે તે રાજધાની ઉપર શત્રુ સૈન્ય ઘેરાઈ વળ્યું. બખ્તર પહેરીને સજ્જ થએલા ઊંચે ધ્વજા ફરકાવતા તીક્ષ્ણ ધારદાર તલવાર ભાલા ચકચકાટ કરતા ચક્ર વગેરે હથિયારો જેના અગ્ર હસ્તમાં રહેલા છે. હણો હણો એવા હણના શબ્દોથી ભયંકર, ઘણા યુદ્ધોના સંઘર્ષમાં કોઈ વખત પીઠ ન બતાવનારા, જીવનનો અંત કરનારા, અતુલબલ-પરાક્રમવાળા મહાબલવાળા શત્રુસૈન્યના યોદ્ધાઓ ધસી આવ્યા. આ સમયે કુમારના ચરણમાં નમી પડીને- પ્રત્યક્ષ દેખેલા પ્રમાણથી મરણના Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ મહાનિસીહ– ૮-૧૪૯૮ ભયથી આકુલ થવાના કારણે પોતાના કુલ ક્રમગત પુરુષકારની ગણના કર્યા વગર રાજા પલાયન થઈ ગયો. એક દિશા પ્રાપ્ત કરીને પરિવાર સહિત તે રાજા નાસવા લાગ્યો. હે ગૌતમ ! તે સમયે કુમારે ચિંતવ્યું કે મારા કુલક્રમમાં પીઠ બતાવવી એવું કોઈથી બનેલું નથી. બીજી બાજુ અહિંસા લક્ષણ ધર્મને જાણનાર તેમજ પ્રાણાતિપાતના કરેલા પ્રત્યાખ્યાનવાળા મને કોઈના ઉપર પ્રહાર કરવો યોગ્ય નથી. તો હવે અત્યારે મારે શું કરવું? અથવા આગારવાળા ભોજન-પાણીના ત્યાગના પચ્ચકખાણ કરું? એક દ્રષ્ટિમાત્રથી કુશીલનું નામ ગ્રહણ કરવામાં પણ આટલું મોટું નુકશાનકારક કાર્ય ઉભું થયું. તો અત્યારે હવે મારે મારા શીલની પરીક્ષાપણ અહિં કરવી. એમ વિચારીને કુમાર કહેવા લાગ્યો કે - જો હું વાચા માત્રથી પણ કુશીલ હોઉં તો આ રાજધાનીમાંથી ક્ષેમ કુશલ અક્ષત શરીરવાળો નહિં નીકળી શકીશ. જો હું મન-વચન-કાયા એમ ત્રણે પ્રકારથી સર્વ પ્રકારથી શીલયુક્ત હોઉં તો મારા ઉપર આ અતિ તીક્ષ્ણ ભયંકર, જીવનો અંત કરનાર હથિયારના ઘા ન થશો. “નમો અરિહંતાણં નમો અરિહતાંણ” એમ લોભીને જેટલામાં શ્રેષ્ઠ તોરણવાળા દરવાજાના દ્વાર તરફ ચાલચાલ કરવા લાગ્યા. એટલામાં હજુ થોડી ભૂમિભાગમાં પગલા માંડતો હતો તેટલામાં શોર બકોર કરતાં કોઈક કહ્યું કે - ભિક્ષુકના વેષમાં આ રાજા જાય છે. એમ કહીને આનંદમાં આવી જઈને કહેવા લાગ્યો-હણો-હણો, મારો-મારો, ઈત્યાદિક શબ્દો બોલતા તલવાર વગેરે હથિયારો ઉંચકીને પ્રવર બલવાળા યોદ્ધાઓ જેટલામાં દોડી આવ્યા, અત્યંત ભયંકર જીવનો અંત કરનાર, શત્રુ સૈન્યના યોદ્ધાઓ ઘસી આવ્યા. ત્યારો ખેદ વગરના ધીમે ધીમે નિર્ભયપણે ત્રાસ પામ્યા વગર અદીન મનવાળા કુમારે કહ્યું કે અરે દુષ્ટ પુરુષો ! આવા ઘોર તામસ ભાવથી તમે મારી પાસે આવો. અનેક વખત શુભ અધ્યવસાયથી એકઠાં કરેલા પુણ્યની પ્રકર્ષતાવાળો હું એ જ છું. અમુક રાજા તમારે સાચો શત્રુ છે. તમે એમ ન બોલશે કે અમારા ભયથી રાજા અદ્રશ્ય થયો છે. જો તમારામાં શક્તિ પરાક્રમ હોય તો પ્રહાર કરો. એટલામાં આટલું બોલ્યો તેટલામાં તે જ ક્ષણે તે સર્વે તંભી ગયા. હે ગૌતમ ! શીલાંલકત પુરૂષની વાણી દેવતાઓને પણ અલંઘનીય છે. તે નિશ્ચલ દેહવાળો થયો. ત્યાર પછી ઘસ કરતાંક મુચ્છ પામીને ચેણ રહિત થઈને ભૂમિ ઉપર કુમાર ઢળી પડ્યો. હે ગૌતમ ! એ અવસરે કપટી અને માયાવી તે અધમ રાજાએ સર્વભ્રમણ કરતા લોકોને અને સર્વત્ર રહેલા એવા ધીર, સમર્થ, ભીરું, વિચક્ષણ, મુખ શુરવીર, કાયર, ચતુર, ચાણક્ય સરખા બુદ્ધિશાળી બહુ પ્રપંચોથી ભરેલા સંધી કરાવનારા, વિગ્રહ કરાવનારા, ચતુર રાજસેવકો વગેરે પુરુષોને કહ્યું કે અરે ! આ રાજધાનીમાંથી તમે જલ્દી હીરા, નીલરત્ન, સૂર્યકાન્ત, ચન્દ્રકાન્ત મણિ, શ્રેષ્ઠમણિ અને રત્નના ઢગલાઓ, હેમ અર્જુન તપનીય જાંબુનદ સુવર્ણ વગેરે લાખભાર પ્રમાણ ગ્રહણ કરો. વધારે કેટલું કહેવું ? વિશુદ્ધ બહુમતિવંત એવા મોતીઓ. વિદુમ -પરવાળાં વગેરે લાખો ખારિ (એ જાતનું તે સમયે ચાલતું પાલી સરખું માપ વિશેષ) થી ભરપુર ભંડાર ચતુરંગ સેનાને આપી દો, ખાસ કરીને તે સુગૃહિત સવારના પહોરમાં ગ્રહણ કરવા. લાયક નામવાળા એવા તે પુરુષસિંહ વિશુદ્ધ શીલવાળા ઉત્તમકુમારના સમાચાર લાવો જેથી હું શાંતિ પામું. હે ગૌતમ ! ત્યાર પછી રાજાને પ્રણામ કરીને તે રાજસેવક પુરષો ઉતાવળ ઉતાવળા વેગથી ચપળતાથી પવન સરખી ગતિથી ચાલે તેવા ઉત્તમ Page #384 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮/ચૂલિકા-૨ ૩૮૧ પ્રકારના અશ્વો પર આરૂઢ થઈને વનમાં, ઝાડીમાં, પર્વતની ગુફાઓમાં, બીજાં એકાન્ત પ્રદેશમાં ગયા. ક્ષણવારમાં રાજધાનીમાં પહોંચ્યા. ત્યારે જમણી અને ડાબી ભુજાના. કર પલ્લવથી મસ્તકના કેશનો લોચ કરતો કુમાર જોવામાં આવ્યો. તેની આગળ સુવર્ણના આભુષણો અને વસ્ત્ર સજાવટ યુક્ત દશે દિશાઓને પ્રકાશિત કરતા જયજયકારના મંગલ શબ્દો ઉચ્ચારતા, રજોહરણ પકડેલા અને હલસ્તકમલની રચેલી અંજલિ યુક્ત દેવતાઓ તેને દેખીને વિસ્મયપામેલા મનવાળા લેપકર્મની બનાવેલી પ્રતિમાની જેમ સ્થિર ઉભા રહ્યા. આ સમયે હે ગૌતમ ! હર્ષપૂર્ણ દય અને રોમાંચ કંચુકથી આનંદિત થએલા શરીરવાળા આકાશમાં રહેલા પ્રવચન દેવતાએ “નમો અરિહંતાણં' એમ ઉચ્ચારણ કરીને તે કુમારને આ પ્રમાણે કહ્યું કે [૧૪૯૯-૧૫૦૩] જેઓ મુષ્ઠિના પ્રહાર માત્રથી મેરુને ચુરી નાખી શકે છે, પૃથ્વીને પી જાય છે, ઈન્દ્રને સ્વર્ગમાંથી ઢાળી શકે છે, ક્ષણવારમાં ત્રણે ભુવનનું પણ શિવકલ્યાણ કરનાર થાય છે પરંતુ તેવો પણ અક્ષત શીલવાળાની તુલનામાં આવી શકતો નથી. ખરેખર તે જ જન્મેલો છે એમ ગણાય, તે જ ત્રણે ભુવનને વંદન કરવા યોગ્ય છે, તે જ પુરુષ છે કે સ્ત્રી ગમે તે હોય જે કુલમાં જન્મ પામીને શીલનું ખંડન કરતા નથી. પરમ પવિત્ર સત્પષોથી સેવિત, સમગ્ર પાપનો નાશ કરનાર, સર્વોત્તમ સુખનો ભંડાર, એવું સત્તર પ્રકારનું શીલ જય પામો. એમ બોલીને હે ગૌતમ ! પ્રવચન દેવતાઓએ કુમાર ઉપર પુષ્પની વૃષ્ટિ છોડી, ફરી પણ દેવતા કહેવા લાગ્યા કે - [૧૫૦૪-૧૫૦૦ જગતના અજ્ઞાની આત્માઓ પોતાના કર્મથી કષાય કે દુષ્પી થયા હોય તો દેવ-ભાગ્ય કે દેવતાને દોષ આપે છે. પોતાના આત્માને ગુણોમાં સ્થાપન કરતો નથી. દુઃખ સમયે સમતામાં રમણ કરતો નથી. સુખો ફોગટના મફતીયા મળી જાય તેવી યોજના સ્વીકારે છે. આ દેવ-ભાગ્ય મધ્યસ્થ ભાવમાં રહેનાર, સમાન રીતે દરેકને જોનાર, અને તેમાં સર્વ લોક વિશ્વાસ રાખનારા હોય છે. જે જે કંઈ પણ કમનસારે પ્રાપ્ત થાય છે, તેનો નિક્ષેપ કે ત્યાગ દેવ કરાવતો નથી. તે હવે તમે સર્વજનો બોધ પામો. અને સર્વોત્તમ શીલ ગુણથી મહર્બિક એવા કુમારના ચરણ કમળમાં તામસ ભાવ રહિત બની પ્રણામ કરો. એમ બોલીને દેવતા અદ્રશ્ય થયો. [૧૫૦૭] આ પ્રસંગ દેખીને તે ચતુર રાજપુરુષોએ જલ્દી રાજા પાસે પહોંચીને દેખેલો વૃતાન્ત નિવેદન કર્યો. તે સાંભળીને ઘણા વિકલ્પો રૂપ તરંગમાલા વડે પુરાતા બ્દયસાગરવાળો હર્ષ અને વિષાદ પામેલો હોવાથી ભય સહિત ઉભો થયો. ત્રાસ અને વિસ્મય યુક્ત દયવાળો રાજા ધીમે ધીમે ગુપ્ત સુરંગના નાના દ્વારથી કંપતા સર્વગાત્રવાળો મહાકૌતુકથી કુમાર દર્શનની અત્યંત ઉત્કંઠાવાળો તે પ્રદેશમાં આવ્યો. સુગૃહીત નામવાળા મહાયશસ્વી મહાસત્ત્વાળા મહાનુભાવ કુમારના રાજાએ દર્શન કર્યા. અપ્રતિપાતિ મહાઅવધિજ્ઞાનના પ્રત્યયથી સંખ્યાતીત ભવોના અનુભવેલા સુખ દુઃખો સમ્યકત્વાદિની પ્રાપ્તિ, સંસાર, સ્વભાવ, કર્મબંધ, તેની સ્થિતિ, તેથી મુક્તિ કેમ થાય? વૈર બન્ધવાળા રાજાદિને અહિંસા લક્ષણ પ્રમાણ ધર્મનો ઉપદેશ આપે છે. સુખપૂર્વક બેઠેલા સૌધમધપતિ ઈન્દ્રમહારાજાએ મસ્તક પર ધરી રાખેલા સફેદ છત્રવાળા કુમારને દેખીને પૂર્વે કોઈ પણ વખત ન દેખેલું એવું આશ્ચર્ય દેખીને પરિવાર Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ મહાનિસીહ-૮-/૧૫૦૭ સહિત તે રાજા પ્રતિબોધ પામ્યો અને દીક્ષા અંગીકાર કરી. શત્રુ ચક્રાધિપતિ રાજા પણ પ્રતિબોધ પામ્યો. અને દીક્ષા અંગીકાર કરી. આ સમયે ચારે નિકાયના દેવોએ સુંદર સ્વરવાળી ગંભીર દુંદુભિનો મોટો શબ્દ કર્યો. અને પછી ઉદ્ઘોષણા કરી છે - [૧૫૦૮-૧૫૦૯] હે કર્મની આઠે ગાંઠોનો ચુરો કરનાર ! પરમેષ્ઠિન ! મહાયશવાળા! ચારિત્ર દર્શન જ્ઞાન સહિત તમો જય પામો. આ જગતમાં એક તે માતા ક્ષણે ક્ષણે વંદનીય છે. જેના ઉદરમાં મેરુ પર્વત સરખા મહામુનિ ઉત્પન થઈને વસ્યા. [૧૫૧૦] એમ કહીને સુગંધી પુષ્પોની વૃષ્ટિ છોડતાં ભક્તિપૂર્ણ દયવાળા હસ્તકમલની અંજલિ જેઓએ રચેલી છે. એવા ઈન્દ્રો સહિત દેવસમુદાયો આકાશમાંથી નીચે ઉતરી આવ્યા. હે ગૌતમ ! ત્યાર પછી કુમારના ચરણકમળ નજીક દેવસુંદરીઓએ નૃત્ય કર્યું. ફરી ફરી ઘણી સ્તવના કરી. નમસ્કાર કરી લાંબા સમય સુધી પર્યાપાસના કરી દેવસમુદાયો પોતાના સ્થાનકે ગયા. [૧૫૧૧] હે ભગવંત ! તે મહાયશવાળા સુગ્રહીત નામ ધારણ કરવાવાળા કુમાર મહર્ષિ આવા પ્રકારના સુલભબોધિ કેવી રીતે થયા ? હે ગૌતમ ! અન્ય જન્મનાં શ્રમણભાવમાં રહેલા હતા ત્યારે તેણે વચનદંડનો પ્રયોગ કર્યો હતો. તે નિમિત્તે જીંદગી સુધી ગુરુના ઉપદેશથી મૌનવ્રત ધારણ કર્યું હતું. બીજું સંયતોને ત્રણ મહાપાપ સ્થાનકો કહેલા છે, તે આ પ્રમાણે અપ્લાય, અગ્નીકાયઅને મૈથુન આ ત્રણે સર્વ ઉપાયોથી સાધુએ ખાસ વર્જવા જોઈએ. તેણે પણ તે રીતે સર્વથા વર્જેલા હતા. તે કારણે તે સુલભ બોધિ થયા. હવે કોઈક સમયે હે ગૌતમે ઘણા શિષ્યોથી પરિવરેલા તે કુમાર મહર્ષિએ છેલ્લા સમયે દેહ છોડવા માટે સમેત શિખર પર્વતના શિખર તરફ પ્રયાણ કર્યું. વિહાર કરતા કરતા કાલક્રમે તે જ માર્ગે ગયા કે જ્યાં તે રાજકુલ બાલિકાવરેન્દ્ર ચક્ષુકુશીલ હતી. રાજમંદિરમાં સમાચાર આપ્યા તે ઉત્તમ ઉધાનમાં વંદન કરવા માટે સ્ત્રીનરેન્દ્ર આવ્યા. કુમાર મહર્ષિને પ્રણામ કરવા પૂર્વક સપરિવાર યથોચિત ભૂમિ સ્થાનમાં નરેન્દ્ર બેઠો. મુનેશ્વરે પણ ઘણા વિસ્તારથી ધર્મદિશના કરી. ધર્મ દેશના સાંભળી ત્યાર પછી સપરિવાર સ્ત્રી નરેન્દ્ર નિ સંગતા ગ્રહણ કરવા તૈયાર થયો. હે ગૌતમ ! તે અહીં નરેન્દ્ર દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી અત્યન્ત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકારી, દુષ્કર તપ સંયમ અનુષ્ઠાન ક્રિયામાં રમણતા કરનાર એવા તે સર્વે કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવમાં મમત્વભાવ રાખ્યા વગર વિહાર કરતા હતા. ચક્રવર્તી, ઈન્દ્ર વગેરેની ઋદ્ધિ સમુદાયના શરીર સુખમાં કે સાંસારિક સુખનાં અત્યન્ત નિસ્પૃહભાવ રાખનાર એવા તેમનો કેટલોક સમય પસાર થયો. વિહાર કરતાં કરતાં સમેત પર્વતના શિખર નજીક આવ્યો. હે ગૌતમ ! ત્યાર પછી તે કુમાર મહર્ષિએ રાજકુમાર બાલિકા નરેન્દ્ર શ્રમણીને કહ્યું કે - હે દુષ્કર કારિકે ? તું શાંત ચિત્તથી સર્વભાવથી અંતઃકરણ પૂર્વક તદ્દન વિશુદ્ધ શલ્ય વગરની આલોચના જલ્દી આપ કારણકે અત્યારે અમો સર્વ દેહનો ત્યાગ કરવા માટે કટિબદ્ધ લક્ષવાળા થયા છીએ. નિઃશલ્ય આલોચના નિન્દા, ગહ, યથોકત્ત શુદ્ધાશયપૂર્વક જે પ્રમાણે શાસ્ત્રોમાં ભગવંતે ઉપદેશેલું છે તે પ્રમાણે પ્રાયશ્ચિત કરીને શલ્યનો ઉદ્ધાર કરીને કલ્યાણ દેખેલું છે જેમાં એવી સંખના કરવી છે. ત્યાર પછી. રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીએ યશોક્ત વિધિથી સર્વ આલોચના કરી. ત્યારપછી Page #386 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮ચૂલિકા-૨ ૩૮૩ બાકી રહેલી આલોચના તે મહામુનિએ યાદ કરાવી આપી કે- તે સમયે રાજસભામાં તું બેઠેલી હતી ત્યારે ગૃહસ્થ ભાવમાં રાગ સહિત તેમજ સ્નેહાભિલાષથી મને નિરખ્યો હતો તે વાતની આલોચના. હે દુષ્કરકારિકે! તું કર ! જેથી તારી સર્વોત્તમ શુદ્ધિ થાય. ત્યાર પછી તેણે મનમાં ખેદ પામીને અતિ ચપળ આશય તથા કપટનું ઘર એવી પાપ સ્ત્રી સ્વભાવના કારણે આ સાધ્વીના સમુદાયમાં નિરંતર વાસ કરનારી અમુક રાજાની પુત્રી ચક્ષુ કુશીલ અથવા કુદ્રષ્ટિ કરનારી છે એવી મારી ખ્યાતિ રખે થઈ જાય તો ? એમ વિચારીને હે ગૌતમ ! તે નિભાગિણી શ્રમણીએ કહ્યું કે - હે ભગવંત! આવા કારણથી મેં તમોને રાગવાળી દ્રષ્ટિથી જોયા ન હતા કે ન હું તમારી અભાલાષા કરતી હતી, પરંતુ જે પ્રકારે તમો સર્વોત્તમરૂપ તારુણ્ય યૌવન લાવણ્ય કાંતિ સૌભાગ્યકળાનો સમુદાય, વિજ્ઞાન જ્ઞાનાતિશય વગેરે ગુણોની સમૃદ્ધિથી અલંકૃત છો તે પ્રમાણો વિષયોમાં નિરભિલાષી અને ધૈર્યવાળા તે પ્રમાણે છો કે નથી, તેમ તમારું માપ તોલવા માટે રાગ સહિત અભિલાષાવાળી નજર જોડી હતી. પણ રાગભિલાષાની ઈચ્છાથી વૃષ્ટિ કરી ન હતી. અથવા આજ આલોચના થાઓ. આમાં બીજો કયો દોષ છે? મને પણ આ ગુણ કરનારો થશે. તીર્થમાં જઈને માયા કપટ કરવાથી શું વધારે ફાયદો ? કુમારમુનિ વિચારવા લાગ્યા કે - અત્યન્ત મહા સંવેગ પામેલ એવી સ્ત્રીને સો સૌનેયો કોઈ આપે તો સંસારમાં સ્ત્રીઓનો કેવો ચપલ સ્વભાવ છે તે જાણી શકાય છે અથવા તો તેના મનોગત ભાવ જાણવા ઘણા દુષ્કર છે. એમ ચિંતવીને મુનિવરે કહ્યું કે ચપલ સ્વભાવવાળી પાપી સ્ત્રીઓને ધિક્કાર થાઓ. જુઓ ! જુઓ ! આટલા માત્ર ટુંકા સમયમાં કેવા પ્રકારનું કપટ કેળવ્યું ? અહો આ દુર્જન ચપળ સ્ત્રીઓના ચલખ્યપલઅસ્થિર-ચંચલ સ્વભાવો ! એકના વિશે માનસ ની સ્થાપનારી, એક ક્ષણ પણ સ્થિર મન ન રાખનારી, અહો દુષ્ટ જન્મવાળી, અહો સમગ્ર અકાર્ય કરનારી ભાંડનારી, સ્કૂલના પામનારી, અહો સમગ્ર અપયશ અપકીર્તિ ને વૃદ્ધિ પમાડનારી, અહો પાપ કર્મી કરવાના અભિમાની આશયવાળી, પરલોકમાં અંધકારની અંદર ઘોર ભયંકર ખણજ, ઉકળતા કડાયામાં તેલમાં તળાવાનું, શામલી વૃક્ષ, કુંભમાં રંધાવાનું, વગેરે દુઃખ સહન કરવા પડે તેવી નારકીમાં જવું પડશે. એના ભય વગરની ચંચળ સ્ત્રીઓ હોય છે. આ પ્રકારે કુમાર શ્રમણ મનમાં ઘણો ખેદ પામ્યા. તેની વાતનો સ્વીકાર ન કરતા ધર્મમાં એક રસિક એવા કુમાર મુનિ અતિપ્રશાન્ત વદનથી પ્રશાન્ત મધુર અક્ષરોથી. ધદિશના કરવા પૂર્વક રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીને કહ્યું કે - હે દુષ્કર કારિકે આવા માયાના વચન બોલીને અત્યન્ત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટ દાયક ,દુષ્કર, તપ, સંયમ, સ્વાધ્યાય ધ્યાન વગેરે કરીને જે તે સંસાર ન વધે તેવો મોટો પુણ્યપ્રકર્ષ એકઠો કરેલો છે. તેને નિષ્ફલ ન કર. અનંત સંસાર આપનાર એવા માયા-દંભ કરવાનું કોઈ પ્રયોજન નથી. નિઃશંકપણે આલોચના કરીને તારા આત્માને શલ્ય વગરનો કર અથવા જેમ અંધકારમાં નદીનું નૃત્ય નિરર્થક થાય છે, ધમેલું સુવર્ણ એક જોરવાળી ફૂંક માત્રમાં તેની કરેલી મહેનત નિરર્થક જાય છે, તે પ્રમાણે અત્યાર સુધી રાજગાદી સ્વજનાદિકનો ત્યાગ કરી કેશ લોચ કર્યો. ભિક્ષા ભ્રમણ, ભુમિ પર શય્યા કરવી, બાવીશ પરિષહો સહેવા, ઉપસર્ગ સહેવો, એ વગેરે જે કલેશો સહન કર્યા તે સર્વ કરેલા ચારિત્ર અનુષ્ઠાનો તારા નિરર્થક થશે? ત્યારે નિભગીએ જવાબ આપ્યો કે - હે ભગવંત ! શું આપ એમ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ મહાનિસીહ-૮-૧૫૧૧ માનો છો કે આપની સાથે કપટથી વાત કરું છું ! વળી ખાસ કરીને આલોચના આપતી વખતે આપની સાથે કપટ કરાય જ નહિ. આ મારી વાત નિશંકપણે સાચી માનો. કોઈ પ્રકારે તે વખતે બીલકુલ મેં નેહરાગની અભિલાષાથી કે રાગ કરવાની અભિલાષાથી આપની તરફ દ્રષ્ટિ કરી ન હતી, પરંતુ આપની પરીક્ષા કરવા, તમે કેટલા પાણીમાં છો, શીલમાં કેટલા દ્રઢ છો, તેની પરીક્ષા કરવા માટે નજર કરી હતી. એમ બોલતી કર્મપરિણિતિને આધીન થએલી બદ્ધ - ધૃષ્ટ નિકાચિત એવું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સ્ત્રી નામ કર્મ ઉપાર્જન કરી વિનાશ પામી, હે ગૌતમ કપટ કરવાના સ્વાભાવથી તે રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીએ ઘણા લાંબા કાળનો નિકાચિત સ્ત્રીવેદ ઉપાર્જન કર્યો. - ત્યાર પછી હે ગૌતમ ! શિષ્યગણ પરિવાર સહિત મહા આશ્ચર્ય ભૂત સ્વયંબુદ્ધ કુમાર મહર્ષિએ વિધિપૂર્વક આત્માની સંલેખના કરીને ૧ માસનું પાદપોપગમન અનસન કરીને સમેત પર્વતના શિખર ઉપર કેવલીપણે શિષ્યગણના પરિવાર સાથે નિવણિ પામી મોક્ષે ગયા. [૧૫૧૨] હે ગૌતમ ! તે રાજકુલબાલિકા નરેન્દ્ર શ્રમણી તે માયાશલ્યના ભાવદોષથી વિકુમાર દેવલોકમાં સેવક દેવોમાં સ્ત્રી નોળીયા રૂપે ઉત્પન થઈ. ત્યાંથી ચવીને ફરી ફરી ઉત્પન્ન થતી અને મૃત્યુ પામતી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં સમગ્ર દૌભગ્ય દુઃખ દારિદ્ર, પામતી સમગ્ર લોકથી પરાભવ-અપમાન, તિરસ્કાર પામતી પોતાના કર્મના ફલને અનુભવતી હે ગૌતમ! યાવતું કોઈ પ્રકારે કર્મનો ક્ષયોપશમ - ઓછા થવાના કારણે ઘણા ભવો ભ્રમણ કર્યા પછી આચાર્યપદ પ્રાપ્ત કરીને નિરતિચાર શ્રમણપણે યથાર્થ પરિપાલન કરીને સર્વ સ્થાનમાં સર્વ પ્રમાદના આલંબનથી મુક્ત થઈને સંયમ ક્રિયામાં ઉદ્યમ કરીને તે ભવમાં માયાથી કરેલા ઘણા કમ બાળીને ભસ્મ કરીને હવે માત્ર અંકુર સરખો ભવ બાકી રાખેલો છે, તો પણ હે ગૌતમ ! જે તે સમયે રાગવાળી દ્રષ્ટિની આલોચના ન કરી તે કર્મના દોષથી બ્રાહ્મણની સ્ત્રી પણે ઉત્પન્ન થઈ. તે રાજકુલબાલિકા નરેન્દ્ર શ્રમણી (રૂપી સાધ્વી)નો જીવ નિર્વાણ પામ્યો. [૧૫૧૩ હે ભગવંત! જે કોઈ શ્રમણપમણાનો ઉદ્યમ કરે તે એક વગેરે યાવત્ સાત આઠ ભાવોમાં નક્કી સિદ્ધિ પામે તો પછી આ શ્રમણીને કેમ ઓછા કે અધિક નહિં એવા લાખો ભવો સુધી સંસારમાં ભ્રમાર કરવું પડ્યું. હે ગૌતમ ! જે કોઈ નિરતિ ચાર શ્રમણપણું નિવહ કરે તે નક્કી એકથી માંડી આઠ ભવ સુધીમાં સિદ્ધિ પામેજે કોઈ સુક્ષ્મ કે બાદર જે કોઈ માયા શલ્યવાળા હોય, અપકાયનો ભોગવટો કરે, તેઉકાયનો ભોગવટો કરે, કે મૈથુન કાર્ય કે તે સિવાય બીજો કોઈ આજ્ઞાભંગ કરીને શ્રમણ પણામાં અતિચાર લગાડે તે લાખ ભવ કરીને ભટકીને પછી સિદ્ધિ મેળવવાનો લાભ મેળવવા યોગ્યતા પ્રાપ્ત કરશે. કારણકે શ્રમણ પણું મેળવીને પછી જો તેમાં અતિચાર લગાડે તો બોધિપણું દુઃખથી મેળવે. હે ગૌતમ ! આ તે બ્રાહ્મણીના જીવે આટલી અલ્પ માત્ર માયા કરી હતી તેનાથી આવા દારુણ વિપાકો ભોગવવા પડ્યા. [૧૫૧૪] હે ભગવંત ! તે મહીયારી-ગોકુલપતિ પત્નીને તેઓએ ડાંગસું ભાજન આપ્યું કે ન આપ્યું ? અથવા તો તે મહીયારી તેઓની સાથે સમગ્ર કમનો ક્ષય કરીને નિર્વાણ પામી હતી? હે ગૌતમ! તે મહિયારીને તંદુલ ભાજન આપવા માટે શોધ કરવા જતી હતી ત્યારે આ બ્રાહ્મણીની પુત્રી છે એમ ધારીને જતી હતી ત્યારે વચ્ચેથી જ Page #388 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮/ચૂલિકા-૨ ૩૮૫ સુજ્ઞશ્રીનું અપહરણ કર્યું. પછી મધ દૂધ ખાઈને સુજ્ઞશ્રીએ પૂછ્યું કે ક્યાં જશો ? ગોકુલમાં બીજીવાત તેને એ કહી કે જો તું મારા સાથે વિનયથી વતવ કરીશ તો તને તારી ઈચ્છા પ્રમાણે ત્રણે ટંક ઘણા ગોળ અને ઘીથી ભરપુર દરરોજ દુધ અને ભોજન આપીશ. જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે સુજ્ઞશ્રી તે મહિયારી સાથે ગઈ. પરલોક અનુષ્ઠાન કરવામાં તત્પર બનેલાં અને શુભધ્યાનમાં પરોવાએલા માનસવાળા તે ગોવિંદ બ્રાહ્મણ વગેરેએ આ સુજ્ઞશ્રીને યાદ પણ ન કરી. ત્યાર પછી જે પ્રમાણે તે મહીયારીએ કહ્યું હતું તે પ્રમાણે ઘી ખાંડથી ભરપુર એવી ખીર વગેરેનું ભોજન આપતી હતી. હવે કોઈ પ્રકારે કાલક્રમે બાર વરસનો ભયંકર દુષ્કાલ સમય પૂર્ણ થયો. સમગ્ર દેશ ઋદ્ધિ-સમૃદ્ધિથી સ્થિર થયો હવે કોઈક સમયે અતિકિંમતી શ્રેષ્ઠ સૂર્યકાંત-ચન્દ્રકાંત વગેરે ઉત્તમ જાતિના વીશ મણિરત્નો ખરીદ કરીને સુજ્ઞશીવ પોતાના સ્વદેશમાં પાછો જવા માટે નીકળેલો છે. લાંબી મુસાફરી કરવાથી ખેદ પામેલા દેહવાળો જે માર્ગેથી જતો હતો તે માર્ગમાં જ ભવિતવ્યતા યોગે પેલી મહીયારીનું ગોકુલ આવતા જેનું નામ લેવામાં પણ પાપ છે એવો તે પાપમતિવાળો સુજ્ઞશીવ કાકતાલીય ન્યાયે આવી પહોચ્યો. સમગ્ર ત્રણે ભુવનમાં જે નારીઓ છે તેના રૂપ લાવણ્ય અને કાંતિથી ચડીયાતી રૂપકાંતિ લાવણ્યવાળી સુજ્ઞશ્રીને દેખીને ઈન્દ્રીયોની ચપળતાથી અનંત દુઃખ દાયક કિંપાક ફળની ઉપમાવાળા વિષયોની રમ્યતા હોવાથી, જેણે સમગ્ર ત્રણે ભુવનને જીતેલ છે તેવા કામદેવના વિષયમાં આવેલા મહાપાપકર્મ કરનાર સુજ્ઞશીવે તે સુજ્ઞશ્રીને કહ્યું કે - હે બાલિકા ? જો આ તારા માતા-પિતા બરાબર રજા આપે તો હું તારા સાથે લગ્ન કરું. બીજું તારા બંધુવર્ગને પણ દારિદ્ર રહિત કરું. વળી તારા માટે પૂરેપુરા સો-પલ (એક માપ છે) પ્રમાણ સુવર્ણના અલંકારો ઘડાવું., જલ્દી આ વાત તારા માતા-પિતાને જણાવ, ત્યાર પછી હર્ષ અને સંતોષ પામેલી તે સુજ્ઞશ્રીએ તે મહીયારીને આ હકીકત જણાવી. એટલે મહીયારી તરત સુજ્ઞશિવ પાસે આવીને કહેવા લાગી કે - અરે ! તું કહેતો હતો તેમ મારી પુત્રી માટેનું સો-પલ પ્રમાણ સુવર્ણ નાણું બતાવ, ત્યારે તેણે શ્રેષ્ઠ મણિઓ બતાવ્યા. ત્યારે મહિયારીએ કહ્યું કે સો સૌનેયા આપ. આ બાળકને રમવા યોગ્ય પાંચિકાનું પ્રયોજન નથી ત્યારે સુજ્ઞશીવે કહ્યું કે - ચાલો આપણે નગરમાં જઈને આ પાંચિકાનો પ્રભાવ કેવો છે તેની ત્યાંના વેપારીઓ પાસે ખાત્રી કરીએ. ત્યાર પછી પ્રભાત સમયે નગરમાં જઈને ચંદ્રકાન્ત અને સૂર્યકાન્ત મણિના શ્રેષ્ઠ જોડલા રાજાને બતાવ્યા. રાજાએ પણિ રત્નના પરીક્ષકોને બોલાવીને કહ્યું કે - આ શ્રેષ્ઠ મણિઓનું મુલ્ય જણાવો. જો મુલ્યની તુલના - પરીક્ષા કરીએ તો તેનું મુલ્ય જણાવવા સમર્થ નથી. ત્યારે રાજાએ કહ્યું અરે માણિકયના વિદ્યાર્થી ! અહિં કોઈ એવો પુરુષ નથી કે જે આ મણિઓનું મુલ્ય આંકી શકે. તો હવે કિંમત કરાવ્યા વગર ઉચક દશક્રોડ દ્રવ્ય માત્ર લઈ જા. ત્યારે સુજ્ઞશીવે કહ્યું કે મહારાજની જેવી કૃપા થાય તે બરાબર છે. બીજા એક વિનંતિ કરવાની છે કે આ નજીકના પર્વતની સમીપમાં અમારું એક ગોકુલ છે, તેમાં એક યોજન સુધીની ગોચરભુમિ છે, તેનો રાજ્ય તરફથી લેવાતો કર મુક્ત કરાવશો. રાજાએ કહ્યું કે ભલે એમ થાઓ. આ પ્રમાણે સર્વને અદરિદ્ર અને કરમુક્ત ગોકુલ કરીને તે ઉચ્ચાર ન કરવા લાયક નામવાળા સુજ્ઞશીવે પોતાની પુત્રી સુજ્ઞશ્રી સાથે લગ્ન કર્યું. તેઓ બંને વચ્ચે પરસ્પર પ્રીતિ ઉત્પન થઈ. સ્નેહાનુરાગથી અતિ રંગાઈ ગયેલા Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ મહાનિસીહ-૮-૧૫૧૪ માનસવાળા પોતાના સમય પસાર કરી રહેલા છે. તેટલામાં ઘરે આવેલા સાધુઓને એમને એમ વહોર્યા વગર પાછા ફરેલા દેખીને હાહા પૂર્વક આકંદન કરતી સુશ્રીને સુજ્ઞશીવે પૂછ્યું કે હે પ્રિયે ! પહેલા કોઈ વખત ન દેખેલ ભિક્ષાચર યુગલને જોઈને કેમ આવા પ્રકારની ઉદાસીન અવસ્થા પામી ત્યારે તેણે જણાવ્યું મારા શેઠાણી હતા ત્યારે આ સાધુઓને પુષ્કળ ભક્ષ્ય અન્ન પાણી આપીને તેમના પાત્રો ભરી દેતા હતા. ત્યાર પછી હર્ષ પામેલી ખુશી થએલી શેઠાણી મસ્તક નીચું નમાવી તેના ચરણાગ્ર ભાગમાં પ્રણામ કરતી હતી. તેઓને આજે દેખવાથી તે શેઠાણી મને યાદ આવ્યા. ત્યારે ફરી પણ તે પાપિણીને પુછ્યું કે તારી સ્વામિની કોણ હતી? ત્યારે હે ગૌતમ! અતિશય ગળું બેસી જાય તેવું આકરું રુદન કરતી દુઃખવાળા ન સમજાય તેવા શબ્દો બોલતી વ્યાકુલ થએલી. અશ્રુ પાડતી એવી સુજ્ઞશ્રીએ પોતાના પિતાને શરૂથી માંડીને અત્યાર સુધીની સર્વ હકીકત જણાવી. ત્યારે મહાપાપકર્મી એવા સુજ્ઞશીવને જાણવામાં આવ્યું કે – આતો સુજ્ઞશ્રી મારી પોતાની જ પુત્રી છે. આવી અજ્ઞાત સ્ત્રીને આવા રૂપ કાંતિ શોભા લાવણ્ય સૌભાગ્ય સમુદાયવાળી શોભા ન હોય, એમ ચિંતવીને વિલાપ કરવા લાગ્યો કે [૧૫૧૫ આવા પ્રકારના પાપકર્મ કરવામાં રક્ત થએલા મારા ઉપર ધડગડ શબ્દ કરતું વજ તુટી ન પડે તો પછી અહિંથી કયાં જઈને હવે હું શુદ્ધ થઈશ? [૧૫૧૬] એમ બોલીને મહાપાપકર્મ કરનાર તે વિચારવા લાગ્યો કે - શું હવે હું શસ્ત્રો વડે મારા ગાત્રને તલતલ જેવડા ટુકડા કરીને છેદી નાંખુ ? અથવા તો ઉંચા પર્વતના શિખર ઉપરથી પડતું મુકીને અનંત પાપસમુહના ઢગલારૂપ આ દુષ્ટ શરીરને સખ્ત રીતે ચુરી નાંખુ ? અથવા તો લુહારની શાળામાં જઈને સારી રીતે તપાવીને લાલચોળ કરેલા લોખંડને જેમ જાડા ઘણથી કોઈ ટીપે તેમ લાંબા કાળ સુધી મારા અંગને ટીપાવું ? અથવા તો શું હું બરાબર મારા શરીરના મધ્યમ ભાગમાં કરવંતના તીક્ષ્ણ દાંતથી કપાવું અને તેમાં સારી રીતે ઉકાળેલા સીસા- તાંબા કાંસા- લોહ લુણ અને ઉસનાસાજી ખારના રસ રેડાવું ? અથવા તો મારા પોતાના હાથે જ મારું મસ્તક છેદી નાંખુ ? અથવા તો હું મગરના ઘરમાં પ્રવેશ કરે અથવા તો બે ઝાડ વચ્ચે મને દોરડાથી બાંધી લટકાવીને નીચે મુખે અને ઉપર પગ હોય તેવી રીતે રાખીને નીચે અગ્નિનો ભડકો કરાવું ? વધારે કેટલું કહેવું ? મસાણ ભૂમિમાં પહોંચીને કાષ્ટની ચિતામાં મારા શરીરને બાળી નાંખ. એમ વિચારીને હે ગૌતમ ! ત્યાં મોટી ચિતા બનાવરાવી, ત્યાર પછી સમગ્ર લોકની હાજરીમાં લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરીને સર્વલોકને જાહેર કરતાં કહ્યું કે મેં ન કરવા લાયક આવા પ્રકારનું અપૂકાર્ય કરેલું છે. એમ કહીને ચિતાઉપર આરૂઢ થયો ત્યારે ભવિતવ્યતા યોગે તેવા પ્રકારના દ્રવ્યો અને ચૂર્ણિના યોગના સંસર્ગથી તે સર્વે કાષ્ટો છે- એમ માનીને ફૂંક મારવા છતાં અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં અગ્નિ સળગ્યો નહિં. ત્યાર પછી લોકો એ તિરસ્કાર કર્યો કે આ અગ્નિ પણ તેને સહારો આપતો નથી. તારી પાપ પરિણતિ કેટલી આકરી છે, કે જો આ અગ્નિ પણ સળગતો નથી. એમ કહીને તે લોકોએ બન્નેને ગોકુળમાંથી હાંકી કાઢ્યા. આ અવસરે બીજા નજીકના ગામમાંથી ભોજન પાણી ગ્રહણ કરીને તેજ માર્ગ ઉદ્યાનની સન્મુખ આવતા મુનિ યુગલને જોયા. તેમને જોઈને તેમની પાછળ તે બન્ને પાપીઓ ગયા. ઉદ્યાનમાં પહોચ્યા તો ત્યાં સમગ્ર ગુણ સમુહને ધારણ કરવાવાળા Page #390 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮/ચૂલિકા-૨ ૩૮૭ ચારજ્ઞાનવાળા ઘણાશિષ્યગણથી પરિવરેલા, દેવન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન કરાતા, સુગૃહીત નામવાળા જગાણંદ નામના અણગારને દેખ્યા. તેમને જોઈને તે બન્નેએ વિચાર્યું કે આ મહાયશવાળા મુનિવરની પાસે મારી વિશુદ્ધિ કેમ થાય તેની માંગણી કરું. એમ વિચારીને પ્રણામ કરવા પૂર્વક તે ગણને ધારણ કરવા વાળા ગચ્છાધિપતિ આગળ યથાયોગ્ય ભૂમિભાગમાં બેઠો. તે ગણસ્વામિએ સુજ્ઞશીલને કહ્યું કે - અરે દેવાનુપ્રિયા શલ્ય રહિતપણે પાપની આલોચના જલ્દી કરીને સમગ્ર પાપનો અંત કરનાર પ્રાયશ્ચિત કર. આ બાલિકા તો ગર્ભવતી હોવાથી તેનું પ્રાયશ્ચિત નથી, કે જ્યાં સુધી તે બાળકને જન્મ આપશે નહિ. હે ગૌતમ ! ત્યાર પછી અતિમહાસંવેગની પરાકાષ્ઠા પામેલો તે સુજ્ઞશિવ જન્મથી માંડીને થએલા તમામ પાપકર્મોની નિઃશલ્ય આલોચના આપીને (કહીને) ગુરુમહારાજાએ કહેલા ઘોર અતિ દુષ્કર મોટા પ્રાયશ્ચિતનું સેવન કરીને ત્યાર પછી અતિ વિશુદ્ધ પરિણામ યુક્ત શ્રમણપણામાં પરાક્રમ કરીને છવ્વીશ વર્ષ અને તેર રાત્રિ દિવસ સુધી અત્યન્ત ઘોર વીર ઉગ્ર કષ્ટકારી દુષ્કર તપઃ સંયમ યથાર્થ પાલન કરીને તેમજ એક બે ત્રણ ચાર પાંચ છ માસ સુધીના લાગલગાટ ઉપરા ઉપરી સામટા ઉપવાસ કરીને શરીરની ટાપટીપ કે મમતા કર્યા વગરના તેણે સર્વ સ્થાનકમાં અપ્રમાદ રહિતપણે નિરંતર રાત-દિવસ દરેક સમયે સ્વાધ્યાય ધ્યાનાદિકમાં પરાક્રમ કરીને બાકીના કર્મમલને ભસ્મ કરીને અપૂર્વકરણ કરીને ક્ષપકશ્રેણી માંડી અંતગડ કેવલી થઈ સિદ્ધ થયા. [૧૫૧૭] હે ભગવંત ! તેવા પ્રકારનું ઘોર મહાપાપ કર્મ આચરીને આવો સુજ્ઞશીવ જલ્દી થોડી કાળમાં કેમ નિર્વાણ પામ્યો ! હે ગૌતમ ! જેવા પ્રકારના ભાવમાં રહીને આલોયણા આપી જેવા પ્રકારનો સંવેગ પામીને તેવું ઘોર દુષ્કર મોટું પ્રાયશ્ચિત આચર્યું. જેવા પ્રકારે અત્યન્ત વિશુદ્ધ અધ્યવસાયથી તેવા પ્રકારનું અત્યન્ત ઘોર વીર ઉગ્ર કષ્ટ કરનાર અતિ દુષ્કર તપ સંયમની ક્રિયામાં વર્તતા અખંડિત-અવિરાધિત મુલ ઉતરગુણોનું પાલન કરતા નિરતિચાર શ્રમણ્યનો નિર્વાહ કરીને જેવા પ્રકારના રૌદ્ર ધ્યાન આર્તધ્યાનથી મુક્ત બનીને રાગ-દ્વેષ મોહ મિથ્યાત્વ મદ ભય ગારવાદિ દોષોનો અંત કરનાર, મધ્યસ્થ ભાવમાં રહેલા, દીનતા વગરના માનસવાળા એ સુજ્ઞશીવ શ્રમણે બાર વરસની સંલેખના કરીને પાદપોપગમન અનસન અંગીકાર કરીને તેવા પ્રકારના એકાંત શુભ અધ્યવસાયથી માત્ર એક જ સિદ્ધિ ન પામે, પરંતુ જો કદાચ બીજાએ કરેલા કર્મનો સંક્રમ કરી શકતો હોય તો સર્વે ભવ્ય સત્વોના સમગ્ર કર્મનો ક્ષય અને સિદ્ધિ પામે. પરન્તુ બીએ કરેલા કર્મોની સંક્રમ કદાપિ કોઈનો થતો નથી. જે કર્મ જેણે ઉપાર્જન કર્યું હોય તે તેણે જ ભોગવવું જોઈએ. હે ગૌતમ ! જ્યારે યોગનો વિરોધ કરનાર થાય ત્યારે સમગ્ર પણ આઠે કમરાશિને નાના કાલના વિભાગથી જ નાશ કરનાર થયા છે. સમગ્ર કર્મ આવવાના ને સારી રીતે બંધ કરનાર તેમજ યોગોનો વિરોધ કરનારનો કર્મક્ષય જોયો છે, પરન્ત કાલસંખ્યાથી કર્મક્ષય જોયો નથી. કહેલું છે કે [૧૫૧૮-૧૫૨૩] કાલથી તો કર્મ ખપાવે છે, કાલવડે કર્મ બાંધે છે, એક બાંધે, એક કર્મનો ક્ષય કરે, હે ગૌતમ! કાલ તો અનંત છે, યોગનો વિરોધ કરનાર કર્મ વેદે છે પરન્તુ Page #391 -------------------------------------------------------------------------- ________________ મહાનિસીહ – ૮/--૧૫૨૩ ૩૮૮ કર્મ બાંધતા નથી. જુના કર્મનો નાશ કરે છે, નવા કર્મનો તો તેને અભાવ જ છે, આ પ્રમાણે કર્મનો ક્ષય જાણવો. આ વિષયમાં કાળની ગણતરી ન કરવી. અનાદિ કાળથી આ જીવ છે તો પણ કર્યો ખલાસ થતા નથી. કર્મોનો ક્ષયોપશમ થવાના કારણે જ્યારે વિરતિ ધર્મનો વિકાસ થયા, ત્યારે કાલક્ષેત્ર ભવ અને ભાવ દ્રવ્ય પ્રાપ્ત કરીને યાવત્ અપ્રમાદી બનીને જીવ કર્મ ખપાવે ત્યારે જીવની કોટી માર્ગમાં આગળ વધે, જે પ્રમાદી જીવ હોય તે તો અનંતકાલનું કર્મ બાંધે, ચારે ગતિમાં સર્વકાલ અત્યન્ત દુઃખી જીવો વાસ કરનારા હોય છે, માટે કાલ-ક્ષેત્ર-ભવ-ભાવને પામીને હે ગૌતમ ! બુદ્ધિવાળો આત્મા એકદમ કર્મનો ક્ષય કરનારો થાય. [૧૫૨૪] હે ભગવંત ! પેલી સુજ્ઞશ્રી ક્યાં ઉત્પન્ન થઈ ? હે ગૌતમ ! છઠ્ઠી ન૨ક પૃથ્વીમાં હે ભગવંત ! કયા કારણે ? તેનો ગર્ભનો નવમાસથી અધિક કાળ પૂર્ણ થયો ત્યારે એવો વિચાર કર્યો કે આવતી કાલે સવારે ગર્ભ પડાવીશ. એવા પ્રકારના અધ્યવસાય કરતી તેણે બાલકને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી તરત જ તે જ ક્ષણે મૃત્યુ પામી. આ કારણે સુજ્ઞશ્રી છઠ્ઠી નરકે ગઈ. હે ભગવંત ! જે બાળકનો તેણે જન્મ આપ્યો પછી મૃત્યુ પામી તે બાલક જીવતો રહ્યો કે ન રહ્યો ? હે ગૌતમ ! જીવતો રહેલો છે. હે ભગવંત ! કેવી રીતે ? હે ગૌતમ ! જન્મ આપતાની સાથે જ તે બાલક તેવા પ્રકારની ઓર ચરબી લોહી ગર્ભને વીંટળાઈને રહેલ, દુર્ગંધ મારતા પદાર્થો પરુ ખારી દુધપૂર્ણ અશુચિ પદાર્થોથી વીંટળએલ અનાથ વિલાપ કરતાં તે બાળકને એક શ્વાને કુંભારના ચક્ર ઉ૫૨ સ્થાપીને ભક્ષણ કરવા લાગ્યો. એટલે કુંભારે તે બાલકને જોયો, ત્યારે તેની પત્ની સહિત કુંભાર બાળક તરફ દોડ્યો. બાળકના શરીરને નાશ કર્યા સિવાય શ્વાન નાસી ગયો. ત્યારે કરુણાપુર્ણ હૃદયવાળા કુંભા૨ને પુત્ર ન હોવાથી આ મારો પુત્ર થશે - એમ વિચાર કરીને કુંભારે તે બાળકને પોતાની પત્નીને સમર્પણ કર્યો. તેણે પણ સાચા સ્નેહથી તેનું પાલન પોષણ કરીને તે બાળકને મનુષ્યરૂપે તૈયાર કર્યો. તે કુંભારે લોકાનુંવૃત્તિથી પોતાને પિતા થવાના અભિમાનથી તેનું સુસઢ એવું નામ પાડ્યું. હે ગૌતમ ! કાલક્રમે સુસાધુઓનો સમાગમ થયો. દેશના સાંભળી પ્રતિબોધ પામ્યો. અને તે સુસઢે દીક્ષા અંગીકાર કરી. યાવત્ પરમશ્રદ્ધા સંવેગ અને વૈરાગ્ય પામ્યો. અત્યન્ત ઘોર વીર ઉગ્ર કષ્ટ કરી દુષ્કર મહાકાય કલેશ કરે છે. પરન્તુ સંયમમાં યતના કેમ કરવી તે જાણતો નથી. અજયણાના દોષથી સર્વત્ર અસંયમના સ્થાનમાં અપરાધ કરનારો થાય છે. ત્યારે તેને ગુરુએ કહ્યું કે - અરે મહાસત્વશાલી ! તું અજ્ઞાન દોષના કારણે સંયમમાં જયણા કેમ કરવી તે જાણતો ન હોવાથી મહાન કાયકલેશ કરનારો થાય છે. હંમેશા આલોયણા આપીને પ્રાયશ્ચિત કરતો નથી. તો આ તારું કરેલું સર્વ તપ-સંયમ નિષ્ફલ થાય છે. જ્યારે આ પ્રમાણે ગુરુએ તેને પ્રેરણા આપી ત્યારે નિરંતર આલોચના આપે છે, તે ગુરુ પણ તેને તેવા પ્રકારનું પ્રાયશ્ચિત આપે છે કે જેવી રીતે તે સંયમમાં જયણા કરનારો થાય. તે જ પ્રમાણે રાત-દિવસ દરેક સમયે આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી મુક્ત થએલો શુભ અધ્યવસાયમાં નિરંતર વિચરતો હતો. હે ગૌતમ ! કોઈક સમયે તે પાપ મતિ વાળો જે કોઈ છઠ્ઠ-અઠ્ઠમ-ચાર-પાંચ-અર્ધમાસ-માસ યાવત્ છ માસના ઉપવાસ કે બીજા મોટા કાયકલેશ થાય તેવા પ્રાયશ્ચિતો તે પ્રમાણે બરાબર Page #392 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-ટાચૂલિકા-૨ ૩૮૯ સેવન કરે પરન્તુ જે કંઈ પણ સંયમ ક્રિયાઓમાં જણાવાળા મન-વચન-કાયાના યોગો, સમગ્ર આશ્રવોનો રોધ, સ્વાધ્યાય ધ્યાન-આવશ્યક આદિથી સમગ્ર પાપકર્મના રાશિને બાળીને ભસ્મ કરવા સમર્થ પ્રાયશ્ચિત છે, તેમાં પ્રમાદ કરે, તેની અવગણના હેલના કરે, અશ્રદ્ધા કરે, શિથિલતા કરે, યાવતું અરે આમાં કયું દુષ્કર છે? એમ કરીને તે પ્રકારે યથાર્થ પ્રાયશ્ચિત સેવન ન કરી આપે. હે ગૌતમ ! તે સુસઢ પોતાનું યથાયોગ્ય આયુષ્ય ભોગવીને મરીને સૌધર્મકલામાં ઈન્દ્ર મહારાજાના મહર્દિક સામાનિક દેવપણે ઉત્પન થયા. ત્યાંથી ચવીને અહિં વાસુદેવ થઈને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન થયો. ત્યાંથી નીકળીને મહાકાયવાળો હાથી થઈને મૈથુનાસક્ત માનસવાળો મરીને અનંતકાય વનસ્પતિમાં ગયો. હે ગૌતમ! આ તે સુસઢ કે જેણે [૧પ૨૫] આલોચના નિન્દા ગહ પ્રાયશ્ચિત આદિ કરવા છતાં પણ જયણાનો અજાણ હોવાથી લાંબા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે. હે ભગવંત! કઈ જયણા તેણે ન જાણી કે જેથી તેવા પ્રકારનો દુષ્કર કાયકલેશ કરીને પણ તે પ્રકારે લાંબા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે? હે ગૌતમ! જયણા તેને કહેવાય કે અઢાર હજાર શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને અવિરાધિત પણે માવજીવ રાત દિવસ દરેક સમયે ધારણ કરે અને સમગ્ર સંયમ ક્રિયાને બરાબર સેવે. તે વાત તે સુસઢે ન જાણી. તે કારણે તે નિભાંગી લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. હે ભગવંત! કયા કારણે તેને જયણા ન જાણવામાં આવી? હે ગૌતમ ! જેટલો તેણે કાયકલેશ સહ્યો તેના આઠમા ભાગનો જો સચિત જળનો ત્યાગ કર્યો હોત તો તે સિદ્ધિમાં જ પહોંચી ગયો હોત. પરન્તુ તે સચિત જળનો ઉપયોગ પરિભોગ કરતો હતો. સચિત જળનો પરિભોગ કરનારનો ઘણો કાયકલોશ હોય તો પણ નિરર્થક જાય છે. હે ભગવંત! અપ્લાયઅગ્નિકાય અને મૈથુન આ ત્રણે મહાપાપના સ્થાનકો કહેલાં છે. અબોધિ આપનાર છે. ઉત્તમ સંયત સાધુએ તે ત્રણેનો એકાંતે ત્યાગ કરવો જોઈએ. તે ન સેવવા જોઈએ. આ કારણે તેણે તે જયણા ન જાણી. હે ભગવંત ! કયા કારણથી અકાય, અગ્નિકાય, મૈથુન અબોધિ આપનાર જણાવ્યા છે ? હે ગૌતમ ! જો કે સર્વ છ એ કાયનો સમારંભ મહાપાપસ્થાનક જણાવેલ છે, પરન્તુ અપકાય અગ્નિકાયનો. સમારંભ અનંત સત્વોનો ઉપઘાત કરનાર છે. મૈથુન સેવનથી તો સંખ્યાતા અસંખ્યાતા, જીવોનો વિનાશ થાય છે. સજ્જડ રાગ-દ્વેષ અને મોહથી યુક્ત હોવાથી એકાંત અપ્રશસ્ત અધ્યવસાયને આધીન હોય છે. જે કારણથી આમ હોય છે તે કારણથી હે ગૌતમ ! તે જીવોનો સમારંભ સેવન પરિભોગ કરનાર તેવા પાપમાંથી વર્તનાર જીવ પ્રથમ મહાવ્રતને ધારણ કરનાર ન થાય. તેના અભાવમાં બાકીના મહાવ્રતો સંયમાનુષ્ઠાનોનો અભાવ જ છે, જેથી આમ છે. તેથી સર્વથા વિરાધિત શ્રમણપણું ગણાય. જે કારણથી આ પ્રમાણે છે તેથી સમ્યગુ માર્ગ પ્રવર્તે છે. તેનો વિનાશ કરનારો થાય છે. તે કારણે જે કાંઈ પણ કર્મબંધન કરે તેનાથી નરક તિર્યંચ કુમનુષ્યપણામાં અનંતી વખત ઉત્પન્ન થાય કે જ્યાં વારંવાર ધર્મ એવા અક્ષરો પણ સ્વપ્નમાં ન સાંભળે અને ધર્મ ન પ્રાપ્ત કરતો સંસારમાં ભ્રમણ કરે. આ કારણે જળ, અગ્નિ અને મૈથુન અબોધિદાયક કહેલા છે. હે ભગવંત! શું છ8, અટ્ટમ, ચાર પાંચ ઉપવાસ અધમાસ એક માસ યાવત્ છે Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ મહાનિસીહ– ૮-૧પ૨૫ માસ સુધીના નિરંતરના ઉપવાસ અત્યન્ત ઘોર વીર ઉગ્ર કષ્ટકારી દુષ્કર સંયમ જયણા રહિત એવો અતિમહાત્ કાયકલેશ કરેલો હોય તો શું નિરર્થક થાય? હે ગૌતમ ! હા, નિરર્થક જાય. હે ભગવંત ! શા કારણથી ? હે ગૌતમ ! ગધેડા, ઉંટ, બળદો વગેરે જાનવરો પણ સંયમ જયણા રહિત પણે વગર ઈચ્છાએ આવી પડેલા તાપ તડકા ભાર માર વગેરે પરાધીનતાથી વગર ઈચ્છાએ દુઃખ સહન કરી અકામનિરા કરીને સૌધર્મકલ્પ વગેરેમાં જાય છે. ત્યાં પણ ભોગાવલી કર્મનો ક્ષય થવાથી ચવીને તિર્યંચાદિક ગતિમાં જઈને સંસારને અનુસરનારો અથવા સંસારમાં ભ્રમણ કરનારો થાય છે. તથા અશુચિ દુર્ગધ પીગળેલા પ્રવાહી ક્ષાર પિત્ત ઉલટી શ્લેષ્મથી પૂર્ણ ચરબી શરીર પર વીંટળાએલ ઓર, પર, અંધકાર વ્યાપ્ત, લોહીના કાદવવાળા, દેખી ન શકાય તેવી બિભત્સ, અંધકાર સમુહયુક્ત, ગર્ભવાસમાં વેદનાઓ, ગર્ભપ્રવેશ, જન્મ, જરા, મરણાદિક અનેક શારીરિક, માનસિક ઉત્પન થએલા ઘોર દારુણ દુઃખો નો ભોગવટો કરવાનું ભાજન બને છે. સંયમની જયણા વગર જન્મ-જરા-મરણાદિકના ઘોર, પ્રચંડ, મહારૌદ્ધ, દારણ દુઃખનો નાશ એકાંતે કે આત્યંતિક થતો નથી. આ કારણે જયણા રહિત સંયમ કે અતિશય મહાન કાય-કલેશ કરે તો પણ હે ગૌતમ! તે સર્વ નિરર્થક જાય છે. હે ભગવંત ! શું સંયમની જયણાને બરાબર જોનારો પાળનારો સારી રીતે તેનું અનુષ્ઠાન કરનારો જન્મ-જરા-મરણાદિકના દુઃખથી જલ્દી છુટી જાય છે. હે ગૌતમ ! એવા પણ કોઈ હોય છે કે જે જલ્દી તેવા દુઃખોથી ન છૂટી જાય અને કેટલાક એવા હોય છે કે જે જલ્દી છુટી જાય. હે ભગવંત! કયા કારણથી આપ એમ કહો છો? હે ગૌતમ! કેટલાક એવા હોય છે કે જેઓ લગાર અલ્પ થોડું પણ સભાસ્થાન જોયા વગર અપેક્ષા રાખ્યા વગર રાગ સહિત અને શલ્ય સહિત સંયમની યાતના કરે. જે એવા પ્રકારનો હોય તો લાંબા કાળે જન્મ-જરા-મરણ-વગેરે અનેક સાંસારિક દુઃખોથી મુક્ત થાય. કેટલાક એવા આત્મા હોય છે કે જેઓ સર્વશલ્યને નિર્મળ ઉખેડીને આરંભ અને પરિગ્રહ વગરના થઈને મમતા અને અહંકાર રહિત થઈને રાગદ્વેષ મોહ મિથ્યાત્વ કષાયના મલ કલંક જેમના ચાલ્યા ગયા છે, સર્વ ભાવો ભાવાન્તરોથી અતિવિશુદ્ધ આશયવાળા, દીનતા વગરના માનસવાળા એકાંત નિર્જરા કરવાની અપેક્ષાવાળો પરમ શ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય પામેલો, સમગ્ર ભય ગારવ વિચિત્ર અનેક પ્રમાદના આલંબનોથી મુક્ત થએલા, ઘોર પરિષહ ઉપસર્ગોને જેમણે જીતેલા છે, રૌદ્રધ્યાન જેમણે દુર કરેલા છે, સમગ્ર કર્મનો ક્ષય કરવા માટે યથોક્ત જયણાનો ખપ રાખતો હોય, બરાબર પ્રેક્ષા-નજર કરતો હોય, પાલન કરતો હોય, વિશેષ પ્રકારે જયણાનું પાલન કરતો હોય, યાવતું સમ્યક પ્રકારે તેનું અનુષ્ઠાન કરતો હોય. જે એવા પ્રકારના સંયમ અને જ્યણાના અર્થી હોય તે જલ્દી જન્મ-જરા-મરણ-આદિ અનેક સાંસારિક દુઃખે કરીને છોડી શકાય તેવા દુઃખની જાળથી મુક્ત થાય છે. હે ગૌતમ! આ કારણથી એમ કહેવાય છે કે એક જલ્દી સંસારથી છૂટી જાય છે અને એક જલ્દી છુટી શકતો નથી. હે ભગવંત ! જન્મ-જરા-મરણાદિ અનેક સાંસારિક દુખ જાળથી બુક્ત થયા પછી જીવ ક્યાં વાસ કરે? હે ગૌતમ! જ્યાં જરા નથી, મૃત્યુ નથી, વ્યાધિ નથી, અપયશ નથી, ખોટા આળ ચડતાં નથી, સંતાપ, ઉદ્વેગ, કંકાસ, ટંટા, કલેશ, દારિદ્ર, ઉપતાપ, જ્યાં હોતા નથી. ઈષ્ટનો વિયોગ થતો નથી. કેટલું વધારે કહેવું ? એકાંતે અક્ષય, ધ્રુવ, શાશ્વત, Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ અધ્યયન-૮ચૂલિકા-૨ નિરુપમ, અનંત સુખ જેમાં છે એવા મોક્ષમાં વાસ કરનાર થાય છે. આ પ્રમાણે કહ્યું. આઠમા અધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ [૧૫૨૭] આ મૂત્રમાં “વર્ધમાન વિદ્યા” આપેલી છે. તેથી તેની ગુર્જર છાયા આપી નથ. જિજ્ઞાસુઓએ અમારું ગામ કુત્તા - - રૂ મનિસીહં સૂત્ર -પૃષ્ઠ-૧૪૨-૧૪૩ જોવું. [૧પ૨૮] ‘મહાનિસીહ સૂત્ર ૪૫૦૪ શ્લોક પ્રમાણે અત્યારે મળે છે. ૩૯ મહાનિસીહ સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ છઠું છેદ સૂત્ર-ગુર્જરછાયા પૂર્ણ છેદ સૂત્રો ની ગુર્જરછાયા પૂર્ણ ) -- ૪ O – ૪ – ૪ આગમદીપ - ખંડ-૬ ગુર્જરછાયા પૂર્ણ — — -X — -X ૦ G Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ પરિશિષ્ઠ - - - - : પરિશિષ્ટ પ્રાયશ્વિતુ વિધાન ક્રિમ (૧) પરાધીનના કે અપવાદિક સ્થિતિ હોય ત્યારે પ્રાયશ્વિત નામ જધન્યતપ | ઉત્કૃષ્ટ તપ લઘુમાસી એક એકાસણું | ૨૭ – એકાસણા ગુરુમાસી એક નવી ૩૦ - નીવી લઘુચોમાસી એક આયંબિલ | ૧૦૮ - ઉપવાસ ગુરચૌમાસી | એક ઉપવાસ | ૧૨૦ - ઉપવાસ ક્રમ (૨) આશક્તિ કે શિથિલતા થી લાગતા દોષોમાં - પ્રાયશ્વિત નામ | જધન્યતા | ઉત્કૃષ્ટ તપ લઘુમાસી એક આયંબિલ | | ર૭ – આયંબિલ કે ઉપવાસ ગુરુમાસી એક ઉપવાસ | ૩૦ - આયંબિલ કે ઉપવાસ લઘુચૌમાસી ચાર આયંબિલ , ૧૦૮ - ઉપવાસ ૪ | ગુરુચૌમાસી | ચાર ઉપવાસ | ૧૨૦ - ઉપવાસ Page #396 -------------------------------------------------------------------------- ________________ 1 ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Shejih 11&176 Ucl2FoPro Ichalt શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા 1-1819K 613 H1c1ac