SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-પ૪ ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદુ છું. [૫૪] મન, વચન, અને કાયા વડે કરવા, કરાવવા, અને અનુમોદવા થકી આચરેલું જે ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ એવું સર્વ પાપ તેને હું નિંદુ છું. [પપહવે દુષ્કતની નિંદાથી આકરાં પાપ કર્મોનો નાશ કરનાર અને સુકૃતના રાગથી વિકસ્વર થએલી પવિત્ર રોમરાજીવાળો તે જીવ પ્રગટપણે આમ કહે છે. [૫૬-૫૭અરિહંતોને વિષે અરિહંતપણું. વળી સિદ્ધોને વિષે જે સિદ્ધપણું, આચાર્ય માં જે આચાર, ઉપાધ્યાયમાં ઉપાધ્યાયપણું. સાધુઓનું જે ઉત્તમ ચરિત્ર, શ્રાવકલોકોનું દેશવિરતિપણું, અને સમદ્ધિદષ્ટિનું સમક્તિ એ સર્વને હું અનુમોદુ છું. [૫૮]અથવા વીતરાગના વચનને અનુસાર જે સર્વ સુકૃત ત્રણે કાળમાં કર્યું હોય તે ત્રણ પ્રકારે (મન, વચન, અને કાયાઓ કરી) અમે અનુમોદીએ છીએ. [૫૯]નિરંતર શુભપરિણામવાળો જીવ ચારશરણની પ્રાપ્તિ વગેરેને આચરતો પુન્ય પ્રવૃતિઓને બાંધે છે અને (અશુભ) બાંધેલીને શુભ અનુબંધવાળી કરે છે. [0]વળી તે શુભ પરિણામવાળો જીવ જે (શુભ) પ્રકૃતિઓ મંદ રસવાળી બાંધી હોય તેને જ તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ (મંદ રસવાળી) પ્રકૃતિઓને અનુબંધ રહિત કરે છે, અને તીવ્ર રસવાળીને મંદ રસવાળી કરે છે. ( [૧]તે માટે પંડિતોએ હંમેશાં સંકલેશમાં (રોગાદિ કારણમાં) આ આરાધન નિત્ય કરવું, અસંકલેશપણામાં પણ ત્રણે કાળ સારી રીતે કરવું તે આરાધન સુકૃતના ઉપાર્જનરૂપ ફળનું નિમિત્ત છે. [૨]જે (દાન, શિયળ, તપ, અને ભાવરૂપ) ચાર અંગવાળો જિનધર્મ ન કર્યો જેણે (અરિહંતાદિ) ચાર પ્રકારનું શરણ પણ ન કર્યું. તેમજ જેણે ચાર ગતિરૂપ સંસારનો છેદ ન કર્યો, તે ખરેખર મનુષ્ય જન્મ હારી ગયો. [૬૩]હે જીવ ! આ રીતે પ્રમાદરૂપી મોટા શત્રને જીતનાર, કલ્યાણરૂપ અને મોક્ષના સુખોના અવંધ્ય કારણભૂત આ અધ્યયનનું ત્રણ સંધ્યાએ ધ્યાન કર. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ૨૪ ચઉસરણપયનો ગુર્જરછાયા પૂર્ણ પહેલો પયનો ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy