________________
અધ્યયન
૩૩૫ શ્રમણપણું શ્રુતજ્ઞાનના સંસર્ગના પ્રત્યેનીકપણાના કારણે ઈશ્વર લાંબા કાળ સુધી નરકમાં દુખનો અનુભવ કરીને અહીં આવીને સમુદ્રમાં મહામસ્થ થઈને ફરી પણ સાતમી નારકીમાં તેત્રીશ સાગરોપમના મોટા કાળ સુધી દુખે કરી સહન કરી શકાય તેવા ભયંકર દુઃખો ભોગવીને અહીં આવેલો ઈશ્વરનો જીવ તિર્યંચ એવા પક્ષીમાં કાગડા. પણે ઉત્પન્ન થયો. ત્યાંથી વળી પ્રથમ નારકીમાં જઈને આયુષ્ય પૂર્ણ કરીને અહીં દુષ્ટ શ્વાનપણે ઉત્પન્ન થઈને ફરી પણ પહેલી નારકીમાં ગયો. ત્યાંથી નીકળીને સિંહપણે ફરી પણ મરીને ચોથીમાં જઈને અહિં આવ્યો. અહિંથી પણ નરકમાં જઈને તે ઈશ્વરનો જીવ કુંભારપણે ઉત્પન્ન થયો. ત્યાં કુષ્ઠી થઈને અતિશય દુઃખી થએલો, કૃમિઓથી ફોલી ખવાતો પચાસ વર્ષ સુધી પરાધીન પણ તેનું પારાવાર દુઃખ સહન કરી અકામ નિર્જરા કરી અને ત્યાંથી દેવ ભવમાં ઉત્પન્ન થઈને ત્યાંથી અહિં રાજા પણું પામીને સાતમી નારકીમાં ગયો. એ પ્રમાણે ઈશ્વરનો જીવ સ્વકલ્પના કરવાના કારણે નારક અને તિર્યંચ ગતિમાં તેમજ કુત્સિત - અધમ મનુષ્યગતિમાં લાંબા કાળસુધી ભવ ભ્રમણ કરીને ઘોર દુઃખ ભોગવીને અત્યન્ત દુઃખી થએલો અત્યારે ગોશાકલ પણે થએલો છે. અને તે જ આ ઈશ્વરનો જીવ છે. માટે પરમાર્થ સમજવા પૂર્વક સારાસારથી પરિપૂર્ણ એવા શાસ્ત્રના ભાવને જલદી જાણીને ગીતાર્થ મુનિ બનવું.
[૧૧૩૯-૧૧૪૦] સારાસારને જાણ્યા વગર અગીતાર્થપણાના દોષથી રજુઆયએ એક વચન માત્રથી જે પાપને ઉપાર્જન કર્યું. તે પાપથી તે બિચારાને નારકી-તિર્યંચ ગતિમાં તેમજ અધમ મનુષ્ય પણામાં જે જે પ્રકારની નિયંત્રણાઓ હેરાન ગતિઓ ભોગવવી પડશે, તે સાંભળીને કોને વૃતિ પ્રાપ્ત થાય?
[૧૧૪૧] હે ભગવંત ! તે રજુ આય કોણ હતી અને તેણે અગીતાર્થપણાના દોષથી વચન માત્રથી કેવું પાપ કર્મ ઉપાર્જન કર્યું કે જે વિપાકો સાંભળીને વૃતિ ન મેળવી શકાય? હે ગૌતમ આ જ ભરત ક્ષેત્રમાં ભદ્ર નામના આચાર્ય હતા. તેમને મહાનુભાવ એવા પાંચસો શિષ્યો અને બારસો નિર્ઝન્થી-સાધ્વીઓ હતા. તે ગચ્છમાં ચોથા (આયંબિલ) રસયુક્ત ઓસામણ, ત્રણ ઉકાળાવાળું અતિ ઉકાળેલ એવા ત્રણ પ્રકારના અચિત જળ સિવાય ચોથા પ્રકારના જળનો વપરાશ ન હતો. કોઈક સમયે રજ્જા નામની આયને પૂર્વે કરેલા અશુભ પાપ-કર્મના ઉદયના કારણે કુષ્ઠવ્યાધિથી શરીર સડી ગયું અને તેમાં કૃમિઓ ઉત્પન્ન થઈને તેને ફોલી ખાવા લાગી. કોઈક સમયે-આયને દેખીને ગચ્છમાં રહેલી બીજી સંયતીઓ તેને પૂછવા લાગી કે - અરે અરે દુષ્કરકારિકે? આ તને એકદમ શું થયું?
ત્યારે હે ગૌતમ ! મહાપાપકર્મી ભગ્નલક્ષણ જન્મવાળી તે રજ્જા-આર્યાએ સંયતીઓને એવો પ્રત્યુત્તર આપ્યો છે આ અચિત જળનું પાન કરવાના કારણે આ મારું શરીર વણસીને નાશ પામ્યું છે.” જેટલામાં આ વચન બોલી તેટલામાં સર્વ સંયત્તિઓના સમૂહનું દૃય એકદમ ક્ષોભ પામ્યું કે આપણો આ અચિત જળનું પાન કરીએ તેથી આની જેમ મૃત્યુ પામીશું. પરન્તુ તે ગચ્છમાંથી એક સાધ્વીએ ચિંતવ્યું કે-કદાચ આ મારું શરીર એક પલકારા જેટલા અલ્પ કાળમાં જ સડી જાવ અને સડીને ટુકડે ટુકડા થઈ જાય તો પણ સચિત્ત જળનું પાન આ જન્મમાં કદી પણ કરીશ નહિં. અચિત્ત જળનો ત્યાગ નહિં કરીશ. બીજું અચિત જળથી આ સાધ્વીનું શરીર વણસી ગયું છે એ હકીકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org