SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૩૩ ૧૦૭ [૩૩]પ્રતિપૂર્ણ રૂપ ધન, ધર્મ, કાંતિ, ઉદ્યમ, યશવાળા છો ભયસંજ્ઞા પણ તમારાથી શિથિલ બની છે તેથી હે નાથ ! તમે ભયાંત છો. [૩૪]આલોક, પરલોક, આદિ સાત પ્રકારના ભય વિનાશ પામ્યા છે. તેથી હે જિનેશ ! તમે ભયાંત છો. કિપીચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર રૂપ એવા તિર્થને કરવાના આચારવાળા છો માટે તમે તિર્થકર છો. [૩]એ પ્રમાણે ગુણસમૂહ થી સમર્થ ! તમને શક પણ અભિનંદે તેમાં શું આશ્ચર્ય? તેથી શક્રથી અભિનંદિત હે જિનેશ્વર ! તમને નમસ્કાર થાઓ. [૩૭મનઃ પર્યવ, અવધિ, ઉપશાંત અને ક્ષય મોહ એ ત્રણને જિન કહે છે. તેમાં તમે પરમ ઐશ્વર્યવાળા ઈદ્ર સમાન છો માટે તમને જિનેન્દ્ર કહ્યા. [૩૮]શ્રી સિદ્ધાર્થ નરેશ્વરના ઘરમાં ધન-કંચન- દેશ-કોશ વગેરેની તમે વૃદ્ધિ કરી માટે હે જિનેશ્વર તમે વર્તમાન છો. [૩૯કમળનો નિવાસ છે, હસ્ત તલમાં શંખ, ચક્ર, સારંગ (ના ચિલો) છે. વર્ષિદાનને આપેલું છે. માટે હે જિનવર તમે વિષ્ણુ કહેવાયા છે. [૪૦]તમારી પાસે શિવ-આયુધ નથી અને તમે નીલકંઠ પણ નથી તો પણ પ્રાણીઓની બાહ્ય અત્યંતર (કમ) રજને તમે હરો છો માટે તમે હર (શીવ) છો. [૪૧]કમલ રૂપી આસન છે. ચારે મુખે ચતુર્વિધ ધર્મ કહો છો હંસ અથતિ હસ્વગમનથી જનાર છો માટે તમે જ બ્રહ્મા કહેવાયા છો.. [૪૨]સમાન અર્થ વાળા એવા જીવાદિ તત્ત્વ ને સવિશેષ જાણો છો. ઉત્તમ નિર્મલ કેવળ (જ્ઞાન-દર્શન) પામેલા છો માટે તમને બુદ્ધ માને છે. [૪૩]શ્રી વીર નિણંદને આ નામાવલિ વડે મંદપુન્ય એવા મેં સંતવ્યા છે. હે જિનવર મારા ઉપર કરુણા કરીને હે વિર ! મને પવિત્ર શિવપંથમાં સ્થિર કરો. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ૩૩ વીરસ્થઓ પયત્નો ગુર્જરછાયા પૂર્ણ દસમો પયનો ગુર્જરછાયા પૂર્ણ દશે પાયનાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા-પૂર્ણ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy