SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ મહાનિસીહ-પ/-૮૪૦ વિવાદને સમાવી શકે. તથા તેમાંથી એક એમ કહે છે કે આ વિષયના જાણકાર અમુક આચાર્ય અમુક સ્થાને રહેલા છે. બીજો વળી બીજાનું નામ સુચવે, એમ વિવાદ ચાલતા ચાલતા એકે કહ્યું કે અહિં બહુ પ્રલાપ કરવાથી શું ? આપણને સર્વેને આ વિષયમાં સાવદ્યાચાર્ય જે નિર્ણય આપે તે પ્રમાણભૂત ગણાય. બીજા સામા પક્ષવાળાએ પણ તે વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જલ્દી તેમને બોલાવો. હે ગૌતમ ! તેમને બોલાવ્યા એટલે દૂર દેશથી તેઓ સતત અપ્રતિબદ્ધ વિહાર કરતા કરતા સાત મહિનામાં આવી પહોંચ્યા. દરમ્યાન એક આયને તેનાં દર્શન થયાં. કષ્ટકારી ઉગ્રતા અને ચારિત્રથી શોષાય ગએલા શરીરવાળા, જેનાં શરીરમાં માત્ર ચામડી અને હાડકાં બાકી રહેલા છે, તપના તેજથી અત્યંત દપતા એવા તે સાવદ્યાચાર્યને દેખીને અત્યન્ત વિસ્મય પામેલી તે ક્ષણે વિતર્કો કરવા લાગી કે શું આ મહાનુભાવ તે અરિહંત છે કે આ મૂર્તિમાન ધર્મ છે! વધારે શું વિચારવું? દેવેન્દ્રોને પણ વંદનીય છે. તેમના ચરણ યુગલ મને વંદન કરવા યોગ્ય છે. - એમ ચિંતવીને ભક્તિપૂર્ણ દયવાળી તેમને ફરતી પ્રદક્ષિણાઓ આપીને મસ્તકથી પગનો સંઘટ્ટો થઈ જાય તેમ અણધારી એકદમ તે સાવદ્યાચાયને પ્રણામ કરતી અને પગનો સંઘટ્ટો થતો દેખ્યો. કોઈક સમયે તે આચાર્ય તેઓને જેવી રીતે જગતના ગુરુ તીર્થંકરભગવંતે ઉપદેશ આપ્યો છે. તે પ્રમાણે ગુરુના ઉપદેશાનુસાર ક્રમ પ્રમાણે યથાસ્થિત સૂત્ર અને અર્થની પ્રરૂપણા કરે છે, તે પ્રમાણે તેઓ તેની સહણ કરે છે. એક દિવસ હે ગૌતમ! એ પ્રમાણેકહ્યું કે અગીઆર અંગો; ચૌદ પૂર્વે, બાર અંગરૂપ શ્રુતજ્ઞાનનો સાર હોય, રહસ્ય હોય, નવનીત હોયતો સમગ્ર પાપનો પરિવાર અને આઠ કર્મનો સમજાવનાર મહાનિશીથ શ્રત રૂંઘનું પાંચમું અધ્યયન છે. હે ગૌતમ ! આ અધ્યયનમાં જેટલામાં વિવેચન કરતા હતા એટલામાં આ ગાથા આવી [૮૪૧] “જે ગચ્છમાં તેવું કારણ ઉત્પન્ન થાય અને વસ્ત્રના આંતરા સહિત હસ્તથી સ્ત્રીના હાથનો સ્પર્શ કરવામાં અને અરિહંત પણ પોતે તે કરસ્પર્શ કરે તો તે ગચ્છ મુલગુણ રહિત સમજવો.” [૮૪૨] ત્યારે પોતાની શંકાવાળા તેમણે વિચાર્યું કે જો અહિં હું યથાર્થ પ્રરૂપણા કરીશ તો તે સમયે વંદના કરતી તે આયએ પોતાના મસ્તકથી મારા ચરણાગ્રનો સ્પર્શ કર્યો હતો, તે સર્વે આ ચૈત્યવાસીઓએ મને જોયો હતો. તો જેવી રીતે મારું સાવદ્યાચાર્ય નામ પડ્યું છે, તે પ્રમાણે બીજું પણ એવું કંઈક અવહેલના કરનાર નામ ઠોકી બેસાડશે, જેથી સર્વ લોકમાં હું અપૂજ્ય થઈશ. તો હવે હું સૂત્ર અને અર્થ અન્યથા પ્રરૂપું. પરન્તુ એમ કરવામાં મહા આશાતના થશે તો હવે મારે શું કરવું? તો આ ગાથાની પ્રરૂપણા કરવી કે ન કરવી? અગર જુદા રૂપે પ્રરૂપણા કરવી? અથવા અરેરે આ યુક્ત નથી. બન્ને પ્રકારે અત્યન્ત ગહણીય છે. આત્મહિતમાં રહેલાએ વિરુદ્ધ પ્રરૂપણા કરવી એ યોગ્ય ન ગણાય. કારણકે શાસ્ત્રનો આ અભિપ્રાય છે કે :- જે ભિક્ષ બાર અંગરૂપ કૃતવચનને વારંવાર ચૂકી જાય, ખલના પામે તેમાં પ્રમાદ કરે. શંકાદિકના ભયથી એક પણ પદઅક્ષર-બિન્દુ-માત્રાને અન્યથા રૂપે વિરુદ્ધ પ્રરૂપણા કરે, સંદેહવાળા સૂત્ર અને અર્થની વ્યાખ્યા કરે. અવિધિથી અયોગ્યને વાચના આપે, તે ભિક્ષુ અનંત સંસારી થાય. તો હવે અહિં મારે શું કરવું? જે થવાનું હોય તે થાઓ. ગુરુના ઉપદેશ અનુસાર યથાર્થ સૂત્રાર્થને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy