________________
ઉદ્દેસી-૫, સૂત્ર-૩૪૮
૧૨૧ કરે (રાખે), -- ઉપભોગ કરે (વાપરે) આ કાર્ય કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્.
[૩૪૯-૩પ૦] જે સાધુ- સાધ્વી નવા વસેલા ગામ, નગર, ખેડ, કબ્બડ, મંડલ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, ઘર, નિગમ, શહેર, રાજધાની, કે સંનિવેશમાં, - - લોઢા, તાંબા, જસત, સીસા, ચાંદી, સોના, રત્નની ખાણમાં- પ્રવેશ કરીને અશન-પાન-ખાદિમ-સ્વદિમ ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
(નવા પ્રામાદિમાં સાધુ- સાધ્વી પ્રવેશ કરે ત્યારે લોકો મંગલભૂત માને, ભાવોલ્લાસ વધે તો નિમિત્તાદિ દોષયુક્ત આહાર તૈયાર કરે, અમંગલ માને તે ત્યાં નિવાસ ન કરે તો અંતરાય થાય. વળી નવી વસતિમાં સચિત્ત પૃથ્વી. અપૂકાય
વનસ્પતિકાયાદિ વિરાધનાનો સંભવ રહે, ખાણ વગેરે સચિત્ત હોય તેથી સંયમ ની * અને પડવાથી આત્મવિરાધના સંભવ બને.
[૩પ૧-૩૭૪] જે સાધુ સાધ્વી મુખ, દાંત હોઠ, નાક,- - બગલ,- - હાથ, - - નખ, - -પાંદડુ - - પુષ્પ, - - ફળ, - - બીજ-- હરીત- વનસ્પતિ વડે વીણા (એક પ્રકારનું વાજિંત્ર) બનાવે એટલે કે તેવા પ્રકારનો આકાર કરે, - - મુખ આદિ દ્વારા વીણા જેવા પ્રકારના શબ્દો કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું.
[૩૭૫-૩૭૭] જે સાધુ-સાધ્વી ઔદેશિક (સાધુના નિમિત્તે બનેલી),- - સપ્રાભૃતિક (સાધુ ને માટે સમયાનુસાર પરિવર્તન કરીને બનાવેલી),- - સપરિકમ (લિંપણ, ગુંપણ, રંગન આદિ પરિકર્મ કરીને બનાવેલી) શય્યા અર્થાતુ વસતિ કે સ્થાનક માં પ્રવેશ કરે- કરાવે કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
[૩૭૮] જે સાધુ-સાધ્વી સંભોગ પ્રત્યયિક ક્રિયા નથી” અથતું એક માંડલીમાં સાથે બેસી આહારાદિ ક્રિયા જેમાં થતી હોય તે સાંભોગિક ક્રિયા કહેવાય, “જે સાંભોગિક હોય તેના સાથે માંડલી આદિ વ્યવહાર ન કરવા અને અસાંભોગિક સાથે વ્યવહાર કરવો એમાં કોઈ દોષ નથી” એવું બોલે બોલાવે- બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
[૩૭૯-૩૮૧]જે સાધુ-સાધ્વી અખંડ, દઢ, લાંબા કાળ સુધી ચાલે તેવા ટકાઉ અને ઉપયોગમાં આવી શકે તેવા તુંબડા, લાકડાં કે માટીના પાત્રાને ભાંગીનાખી કે ટુકડા કરી નાંખી પરઠવી દે - - વસ્ત્ર, કંબલ કે પાદ પ્રોંછનક (૨જોહરણ) ના ટુકડા. કરી લીરા કરી ને પરઠવી દે, - - દાંડો, દાંડી, વાંસની સળી વગેરે ના ભાંગીને ટુકડા કરીને પરઠવે- પરઠવાવે- પરઠવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
[૩૮૨-૩૯૨] જે સાધુ-સાધ્વી રજોહરણ ૩ર અંગુલ પ્રમાણ કરતા મોટું ધારણ કરે. તેની દશી નાની બનાવે, દડાની જેમ ગોળ ગોળ બાંધે- અવિધિએ બાંધે,- - ઓધારીયા- નિશેથીયારૂપ બે વસ્ત્રને એક જ દોરી વડે બાંધે, - -ત્રણ કરતા વધુ બંધને બાંધ, - - અનિકૃષ્ટ અથતિ અનેકમાલિક નું રજોહરણ હોવા છતાં તેમાંના કોઈ એક માલિક આપે તો પણ તેને ધારણ કરે. . પોતાનાથી (સાડાત્રણ હાથ કરતાં પણ) દૂર રાખે,-- રજોહરણ ઉપર બેસે, -- તેના ઉપર માથું રાખી સુવે. -- તેના ઉપર સુતા પડખાં ફેરવે. આમાંનો કોઈ દોષ પોતે કરે, કરાવે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
એ પ્રમાણે આ ઉદેશ- ૫ -દશવિલા દોષમાંનો કોઈપણ દોષ સ્વયં સેવે. બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો તેને માસિક પરિહાર સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org