________________
નિસીહ – ૫/૩૯૨
૧૨૨
ઉદ્ઘાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જેને “લઘુમાસિક પ્રાયશ્ચિત્ ” પણ કહે છે. પાંચમાં ઉદ્દેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલી “ગુર્જર-છાયા” પૂર્ણ
ઉદ્દેશો-૬
“નિસીહ” સુત્રના આ ઉદ્દેશામાં ૩૯૩ થી ૪૬૯ એટલે કે કુલ- ૭૭ સૂત્રો છે. જેમાંના કોઈ પણ દોષનું ત્રિવિધ સેવન કરનાર ને ચાહાસિય પરિહારકાળ અનુન્ધાતિયં નામનું પ્રાયશ્ચિત્ આવે છે. જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ કહે છે.
[૩૯૩-૪૦૨] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (સાધ્વી હોય તો પુરુષને) વિનવણી કરે,- હસ્ત કર્મ કરે અર્થાત્ હાથ વડે થતી ક્રિયાઓ કરે, - જનનેનિન્દ્રયનું સંચાલન કરે યાવત્ શુક્ર (સાધ્વી હોય તો ૨) બહાર કાઢે. (ઉદ્દેશા-૧ માઁ સૂત્ર ૨ થી ૧૦ સુધી વર્ણન કરાયેલી બધી ક્રિયાઓ અહીં સમજી લેવી) આ ક્રિયા સ્વયં કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્
-
[૪૦૩-૪૦૫] જે સાધુ- મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (સાધ્વી. પુરુષને) વસ્ત્ર રહિત કરે, વસ્ત્રરહિત થવા કહે, સ્ત્રી (પુરુષ) સાથે કલહ-કજીયા કરે, ક્રોધાવેશથી બોલે, -- લેખ એટલે કે પત્રો લખે. આ કાર્યો કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૪૦૬-૪૧૦]જે સાધુ-મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીની (સાધ્વી પુરુષની) જનનેન્દ્રિય, ગુહ્ય ભાગ, કે છિદ્રોને ઔષધિ વિશેષથી લેપ કરે, - - અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી એક કે અનેક વાર પ્રક્ષાલન કરે, - પ્રક્ષાલન બાદ એક કે અનેક વખત કોઈ આલેપન વિશેષથી વિલેપન કરે, - - વિલેપન બાદ તેલ, ઘી, ચરબી કે માખણ થી અવ્યંગન કે પ્રક્ષણ કરે, ત્યાર બાદ કોઈ સુગંધી દ્રવ્ય થી તેને ધુપ કરે અર્થાિત્ સુગંધિત કરે. આ સર્વે કાર્ય પોતે કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૪૧૧-૪૧૫] જે સાધુ-સાધ્વી મૈથુનની ઈચ્છાથી અખંડ વસ્ત્રો (વસ્ત્રના તાકા) ધારણ કરે અર્થાિત્ પોતાની પાસે રાખે, અક્ષત (ફાટ્યા તુટ્યા વગરના), - ધોયેલા (સફેદ- ઉજ્જવલ) કે મલિન - - રંગીન, - - રંગ બે રંગી સુંદર વસ્ત્રો ધારણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્.
[ ૪૧૬-૪૬૮]જે સાધુ-સાધ્વી મૈથુન સેવનની ઈચ્છા થી એક કે અનેક વખત પોતાના પગ પ્રમાર્જન કરે- કરાવે અનુમોદે (આ કાર્યથી આરંભીને) એક ગામથી બીજે ગામ જતાં પોતાના મસ્તકનું આચ્છાદન કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્.
- -
(નોંધઃ- અહીં ૪૧૬ થી ૪૬૮ માં કુલ-૫૩ સૂત્રો છે. તેનું વિવરણ ઉદ્દેશો-૩ ના સૂત્ર ૧૩૩ થી ૧૮૫ મુજબ જાણી લેવું. વધારા માં માત્ર એટલું કે “પગ પ્રમાર્જન થી મસ્તક આચ્છાદન” સુધીની આ સર્વે ક્રિયા મૈથુન સેવનની ઈચ્છાથી કરાયેલી હોય ત્યારે “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ આવે તેમ જાણવું)
[૪૬૯] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનની ઈચ્છાથી દુધ, દહીં, માખણ, ઘી, ગોળ, ખાંડ, સાકર, મિશ્રી કે તેવો અન્ય કોઈ સરસ-પૌષ્ટિક આહાર કરે- ક૨ાવે અનુમોદે.
Jain Education International
એ પ્રમાણે ઉદ્દેસા-૬માં કહેવાયા મુજબના કોઈપણ એક કે વધુ દોષનું સેવન કરે-કરાવે- અનુમોદે તો તે સાધુ, સાધ્વી ને ચાતુમિિસક પરિહારસ્થાન અનુાતિક
For Private & Personal Use Only
www.jainelibrary.org