________________
ગાથા – ૨૬
૧૫
મોક્ષને પામેલા, અચિંત્ય બળવાલા, મંગળકારી સિદ્ધ પદમાં રહેલા, અને અનંત સુખે કરી પ્રશસ્ત સિદ્ધો મને શરણ હો.
[૨૬] રાગ દ્વેષ રૂપ શત્રુને મૂલમાંથી ઉખેડી નાખનાર, અમૂઢ લક્ષ્યવાળા (સદા ઉપયોગવંત) સયોગી કેવળીઓને પ્રત્યક્ષ જણાતા, સ્વભાવિક સુખનો અનુભવ કરનાર ઉત્કૃષ્ટ મોક્ષવાળા સિદ્ધો (મને) શરણ હો.
[૨૭]રાગાદિક શત્રુઓનો તિરસ્કાર કરનાર, સમગ્ર ધ્યાનરૂપ અગ્નિ વડે ભવ બીજ (કર્મો) ને બાળી નાખનાર, યોગીશ્વરોને આશ્રય કરવા યોગ્ય અને સર્વ પ્રાણીઓને સ્મરણ કરવા યોગ્ય સિદ્ધો મને શરણ હો.
[૨૮]પરમ આનંદને પામેલા, ગુણોના સાર ભૂત, ભવરૂપ કંદનો સર્વથા નાશ કરનાર, કેવળજ્ઞાનના પ્રકાશ વડે સૂર્ય અને ચંદ્રને ઝાંખા કરનાર, વળી રાગદ્વેષાદિ દ્વંદ્વોનો નાશ કરનાર સિદ્ધો મને શરણ હો.
[૨૯]પરમ બ્રહ્મ (ઉત્કૃષ્ટ જ્ઞાન) ને પામેલા, મોક્ષરૂપ દુર્લભ લાભ મેળવનાર, અનેક પ્રકારના સમારંભથી મૂકાએલા, ત્રણ ભુવન રૂપી ઘરને ધારણ કરવામાં સ્તંભસમાન, આરંભરહિત સિદ્ધો મને શરણ હો.
[૩૦]સિદ્ધના શરણવડે નય (જ્ઞાન) અને બ્રહ્મના કારણભૂત સાધુના ગુણોમાં પ્રગટેલા અનુરાગવાળો ભવ્ય પ્રાણી પોતાના અતિ પ્રશસ્ત મસ્તકને પૃથ્વી ઉપર મૂકીને આ રીતે કહે છે.
[૩૧]જીવલોક (છ જીવનિકાય) ના બંધુ, કુગતિ રૂપી સમુદ્રના પાર પામનાર, મહા ભાગ્યવાળા અને જ્ઞાનાદિક વડે મોક્ષ સુખના સાધનાર સાધુઓ મને શરણ હો. [૩૨]કૈવલીઓ, પરમાવધિજ્ઞાનવાળા, વિપુલમતિમન:પર્યવજ્ઞાની શ્રુતધરો તેમજ જિનમતને વિશે રહેલા આચાર્યો, અને ઉપાધ્યાયો તે સર્વે સાધુઓ મને શરણ હો. [૩૩-૩૪]ચૌદપૂર્વી, દસપૂર્વી અને નવપૂર્વી, અને વળી જે બારઅંગ ધરનાર અને અગિયારઅંગ ધરનાર, જિનકલ્પી, યથાલંદી તથા પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાસાધુઓ ક્ષીરાશ્રવલબ્ધિવાળા, મધ્યાશ્રવલબ્ધિવાળા, સંભિન્નશ્રોતલબ્ધિવાળા, કોષ્ટબુદ્ધિવાળા, ચારણમુનિયો, વૈક્રિયલબ્ધિવાળા અને પદાનુસારીલબ્ધિવાળા સાધુઓ મને શરણ હો.
[૩૫]વૈર વિરોધ ત્યજનાર, હમેશાં અદ્રોહ વૃત્તિવાળા, અતિશય શાંત મુખની શોભાવાળા, ગુણના સમૂહનું બહુમાન કરનારા અને મોહને હણનારા સાધુઓ મને શરણ હો.
[૩૬]સ્નેહરૂપ બંધન તોડનાર, નિર્વિકારી સ્થાનમાં રહેનાર, વિકારરહિત સુખની ઈચ્છાવાળા, સત્પુરૂષોના મનને આનંદ આપનાર અને આત્મામાં રમનાર મુનિઓ મને શરણ હો.
[૩૭]વિષયો, કષાયોને દૂર કરનાર, ઘર અને સ્ત્રીના સંગના સુખના સ્વાદનો ત્યાગ કરનાર, હર્ષ તથા શોક રહિત અને પ્રમાદ રહિત સાધુઓ મને શરણ હો.
[૩૮]હિંસાદિક દોષ રહિત, કરૂણા ભાવવાળા સ્વયંભુરમણ સમુદ્ર સમાન વિશાળ બુદ્ધિવાલા, જરા અને મરણ રહિત મોક્ષ માર્ગમાં જનારા, અને અતિશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org