SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર- ૭૦ ૪૯ સંહનન હતા તે આ પ્રમાણે-વજઋષભ નારાચ, ઋષભ નારાચ, નારાચ, અર્ધનારા, કાલિકા અને સેવાર્ત, વર્તમાન કાળે મનુષ્યોને સેવા સંહનન જ હોય છે. હે આયુષ્યમાન ! પૂર્વકાળમાં મનુષ્યોને છ પ્રકારના સંસ્થાન હતા તે આ પ્રમાણે - સમચતુરસ્ત્ર, ચોધ પરિમંડલ, સાદિક, કુન્જ, વામન અને હુંડક પણ હે આયુષ્યમાનું ! વર્તમાનકાળે માત્ર હુંડક સંસ્થાન જ હોય છે. મનુષ્યોના સંહનન, સંસ્થાન, ઊંચાઈ અને આયુ અવસર્પિણી કાળના દોષ ને કારણે સમયે-સમયે ક્ષીણ થતા જાય છે ક્રોધ-માન-માયા- લોભ તથા ખોટા તોલ માપ ની પ્રવૃત્તિ વગેરે બધા અવગુણ વધે છે. ત્રાજ્યા અને જનપદોમાં માપતોલ વિષમ હોય છે. રાજકુળ અને વર્ષ વિષમ હોય છે. વિષમ વર્ષોમાં ઔષધિની શક્તિ ઘટી જાય છે. આ સમયમાં “ઔષધિની દુર્બળતાને લીધે આવુ પણ ઘટે છે. આ રીતે કષ્ણ પક્ષના ચંદ્રમાની જેમ હૂાસમાન લોકમાં જે ધર્મમાં અનુરકત મનુષ્ય છે તે સારી રીતે જીવન જીવે છે. [૭૧-૭૩]હે આયુષ્યમાનું ! તે જે કોઈ પણ નામનો પુરુષ નાહીને, દેવપૂજા કરીને, કોતક મંગલ અને પ્રાયશ્ચિત કરીને, માથે નાહીને ગળામાં માળા પહેરી, મણી અને સોનાના આભૂષણો ધારણ કરી, નવા અને બહુમૂલ્ય વસ્ત્રો પહેરી. ચંદન ના લેપ વાળા શરીરે, શુદ્ધ માળા અને વિલેપન યુક્ત, સુંદર હાર-અદ્ધહાર- ત્રિસરોહાર, કંદોરાથી શોભાયમાન થઈને, વક્ષસ્થળ ઉપર રૈવેયક, આંગળીમાં સુંદર વીટી, બાહુ ઉપર અનેક પ્રકારના મણી અને રત્નોથી જડીત બાજુ બંધથી વિભૂષિત, અત્યધિક શોભાયુકત, કુંડળથી પ્રકાશિત મુખવાળા, મુગટથી દીપતા મસ્તકવાળ, વિસ્તૃતહાર થી શોભતા વક્ષસ્થળ, લાંબા સુંદર વસ્ત્રના ઉત્તરીય ને ધારણ કરી, વીંટી થી પીળાવણની આંગળીવાળા, વિવિધ મણી-સુવર્ણ, વિશુદ્ધ રત્નયુક્ત, બહુમૂલ્ય પ્રકાશયુક્ત, સુશ્લિષ્ઠ, વિશિષ્ઠ, મનોહર, રમણીય અને વીરત્વના સૂચક કડા ધારણ કરે. વધારે કેટલું કહેવું? કલ્પ વૃક્ષ જેવા, અલંકૃત વિભૂષિત અને પવિત્ર થઈને પોતાના માતા-પિતાને પ્રણામ કરે ત્યારે તેઓ આ પ્રમાણે કહે- હે પુત્ર ! સો વર્ષનો થા. પણ તેનું આયુષ્ય ૧૦૦ વર્ષ હોય તો જીવે અન્યથા વધારે કેટલું જીવે? સો વર્ષ જીવતો તે વીસ યુગ જીવે છે. આથી તે ૨૦૦ અયન કે ૬૦૦ ઋતુ કે ૧૨૦૦ મહિના કે ૨૪૦૦ પક્ષ કે ૩000 રાતદિવસ કે ૧૦૮૦૦૦૦ મુહૂર્ત કે ૪૦૭૪૮૪૦૦૦૦ શ્વાસોશ્વાસ જેટલું જીવે છે. હે ભગવન્! તે સાડાબાવીસ “તંદુલવાહ” કઈ રીતે ખાય છે ? હે ગૌતમ ! દુર્બલ સ્ત્રી વડે ખાંડેલ, બળવાનું સ્ત્રી દ્વારા સૂપડાથી છડેલ. ખરઅસલ થી કુટેલ, ભુંસા અને કાંકરા રહિત કરેલ અખંડિત અને પરિપૂર્ણ ચોખાના સાડા બાર “પલનો એક પ્રસ્થ’ થાય. તે પ્રસ્થ ને “માગધ' પણ કહે છે. (સામાન્યથી) રોજ સવારે એક પ્રસ્થ અને સાંજે એક પ્રસ્થ એમ બે વખત ભાત ખાય છે. એક પ્રકમાં ૬૪000 ભાત હોય છે. ૨૦૦૦ ચોખા ના દાણાનો એક કવલ (કોળીયો) થકી પુરુષનો આહાર ૩૨ કવલ સ્ત્રીનો આહાર ૨૮ કવલ અને નપુંસકનો ૨૪ કવલ હોય છે. આ ગણના આ રીતે છે. બે અસતીની પ્રસૃતિ, બે પ્રકૃતિ ની એક સેતિકા, ચાર સેતિકાનો એક કુડવ, ચાર કુડવનો એક પ્રસ્થક, ચાર પ્રસ્થકનો એક આઢક, સાઈઠ આઠક નો એક જઘન્ય કુંભ, એસી આઢક નો એક મધ્યમકુંભ, સો આઢક નો એક ઉત્કૃષ્ટ કુંભ અને ૮૦૦ આઢકનો એક વાહ થાય છે. આ વાહ પ્રમાણે સાડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy