SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ મહાનિસીહ-દ-૧૦૬૪ તે પણ જયણાથી જ કરવાની આજ્ઞા છે. અજયણાથી શ્વાસોશ્વાસ લેવા મૂકવાના સર્વથા હોતા નથી. અજયણાથી ઉશ્વાસ લેનારને તપ કે ધર્મ ક્યાંથી હોય? [૧૦૬૫-૧૦૬૯] હે ભગવંત ! જેટલું દેખ્યું હોય કે જાણ્યું હોય તેનું પાલન તેટલા પ્રમાણમાં કેવી રીતે કરી શકાય ? જેઓએ હજુ પરમાર્થ જાણ્યો નથી, કૃત્ય અને અકૃત્યના જાણકાર થયા નથી. તેઓ પાલન કેવી રીતે કરી શકશે? હે ગૌતમ! કેવલી ભગવંતો એકાંતહીત વચનને કહે છે. તેઓ પણ જીવોના હાથ પકડીને બલાત્કારથી ધર્મ કરાવતા નથી. પરન્તુ તીર્થંકર ભગવંતે કહેલા વચનને “તહત્તિ' કહેવા પૂર્વક જેઓ તે પ્રમાણે વર્તન કરે છે, તેઓના ચરણમાં હર્ષ પામતા ઈન્દ્રો અને દેવતાના સમુદાયો પ્રણામ કરે છે. જેઓએ હજુ પરમાર્થ જાણ્યો નથી, કૃત્યાયનો વિવેક જાણ્યો નથી. તેઓ આંધળાની પાછળ આંધળો ચાલ્યા કરે અને ખાડા ટેકરા પાણી છે કે જમીન છે કે કાદવ છે કે ઠીકરા છે. તેનું ભાન હોતું નથી. તેમ અજ્ઞાનીને ધર્મની આરાધના થાય છે કે વિરાધના તેનું જાણ પણું હોતું નથી. માટે કાંતો પોતે ગીતાર્થ-શાસ્ત્રના જાણકાર હોય, તેનો વિહાર અથવા તેવા ગીતાર્થની નિશ્રામાં-આજ્ઞામાં રહીને વિહાર કરવાની ઉત્તમ સાધુ માટે શાસ્ત્રકારોએ અનુજ્ઞા આપેલી છે. આ બે સિવાય ત્રીજો વિકલ્પ શાસ્ત્રમાં નથી. [૧૦૭૦-૧૦૭૧] સારી રીતે સંવેગ પામેલા હોય, આળસ રહિત હોય, વૃઢવ્રતવાળા હોય, નિરંતર અખલિત ચારિત્રવાળા હોય, રાગ-દ્વેષ વગરના હોય, ચારે કષાયોને ઉપશમાવેલા હોય, ઈન્દ્રિયોને જીતનારા હોય એવા ગુણવાળા જે ગીતાર્થ ગુરૂ હોય તેવાની સાથે વિહાર કરવો. કારણકે તેઓ છવસ્થ હોવા છતાં (શ્રત) કેવલી છે. ૧૦૭૨-૧૦૭૬] હે ગૌતમ ! જ્યાં સૂક્ષ્મ પૃથ્વીકાયના એક જીવને કિલામણા થાય છે તો તેનો સર્વ કેવલીએ અલ્પારંભ કહે છે. જ્યાં નાના પૃથ્વીકાયના એક જીવનો પ્રાણય વિયોગ થાય તેને સર્વ કેવલીઓ મહારંભ કહે છે. એક પૃથ્વીકાયના જીવને થોડો મસળવામાં આવે તો તેનાથી અશાતાવેદનીય કર્મબંધ થાય. કે જે પાપશલ્ય ઘણી મુશ્કેલીથી છોડી શકાય. તે જ પ્રમાણે અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય તથા મૈથુન સેવનનાં ચીકણાં પાપકર્મ ઉપાર્જન કરે છે. માટે મૈથુનસંકલ્પ, પૃથ્વીકાયાદિ જીવ વિરાધના દુરત ફલ આપતા હોઈ જાજીવ ત્રિવિધ ત્રિવિધ તજવા. [૧૦૭૭-૧૦૮૨] માટે જેઓ પરમાર્થને જાણતા નથી, તેમજ હે ગૌતમ ! જેઓ અજ્ઞાની છે, તેઓએ દુર્ગતિના પંથને આપનાર એવા પૃથ્વીકાય આદિની વિરાધના ગીતાર્થ ગુરુનિશ્રામાં રહી સંયમસાધના કરવી. ગીતાર્થના વચને હલાહલ ઝેરનું પાન કરવું. કોઈ પણ વિકલ્પ કર્યા વગર તેમના વચનનાઅનુસારે તત્કાલ ઝેરનું પણ ભક્ષણ કરી લેવું. પરમાર્થથી વિચાર કરીએનો તે વિષ નથી. ખરેખર તેમનું વચન અમૃત રસના આસ્વાદ સરખું છે. આ સંસારમાં તેમના વચનને અનુસાર વગર વિચારે અનુસરનારો મરીને પણ અમૃત પામે છે. અગીતાર્થના વચનથી અમૃતનું પણ પાન ન કરવું. પરમાર્થથી અગીતાર્થનું વચન અમૃત નથી પણ તે ઝેર યુક્ત હળાહળ કાલકૂટ વિષ છે. તેના વચનથી અજરામર બની શકાતું નથી. પરંતુ મૃત્યુ પામીને દુગતિમાં જાય છે. માર્ગમાં મુસાફરી કરનારને ચોરો વિદ્ધ કરનારા થાય છે તે પ્રમાણે મોક્ષમાર્ગની મુસાફરી કરનાર માટે અગીતાર્થ અને કુસીલનો સમાગમ એ વિધ્ધ કરનાર છે, માટે તેવાનો સંગ દૂરથી તજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy