________________
અધ્યયન-૮/ચૂલિકા-૨
૩૮૫ સુજ્ઞશ્રીનું અપહરણ કર્યું. પછી મધ દૂધ ખાઈને સુજ્ઞશ્રીએ પૂછ્યું કે ક્યાં જશો ? ગોકુલમાં બીજીવાત તેને એ કહી કે જો તું મારા સાથે વિનયથી વતવ કરીશ તો તને તારી ઈચ્છા પ્રમાણે ત્રણે ટંક ઘણા ગોળ અને ઘીથી ભરપુર દરરોજ દુધ અને ભોજન આપીશ.
જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે સુજ્ઞશ્રી તે મહિયારી સાથે ગઈ. પરલોક અનુષ્ઠાન કરવામાં તત્પર બનેલાં અને શુભધ્યાનમાં પરોવાએલા માનસવાળા તે ગોવિંદ બ્રાહ્મણ વગેરેએ આ સુજ્ઞશ્રીને યાદ પણ ન કરી. ત્યાર પછી જે પ્રમાણે તે મહીયારીએ કહ્યું હતું તે પ્રમાણે ઘી ખાંડથી ભરપુર એવી ખીર વગેરેનું ભોજન આપતી હતી.
હવે કોઈ પ્રકારે કાલક્રમે બાર વરસનો ભયંકર દુષ્કાલ સમય પૂર્ણ થયો. સમગ્ર દેશ ઋદ્ધિ-સમૃદ્ધિથી સ્થિર થયો હવે કોઈક સમયે અતિકિંમતી શ્રેષ્ઠ સૂર્યકાંત-ચન્દ્રકાંત વગેરે ઉત્તમ જાતિના વીશ મણિરત્નો ખરીદ કરીને સુજ્ઞશીવ પોતાના સ્વદેશમાં પાછો જવા માટે નીકળેલો છે. લાંબી મુસાફરી કરવાથી ખેદ પામેલા દેહવાળો જે માર્ગેથી જતો હતો તે માર્ગમાં જ ભવિતવ્યતા યોગે પેલી મહીયારીનું ગોકુલ આવતા જેનું નામ લેવામાં પણ પાપ છે એવો તે પાપમતિવાળો સુજ્ઞશીવ કાકતાલીય ન્યાયે આવી પહોચ્યો. સમગ્ર ત્રણે ભુવનમાં જે નારીઓ છે તેના રૂપ લાવણ્ય અને કાંતિથી ચડીયાતી રૂપકાંતિ લાવણ્યવાળી સુજ્ઞશ્રીને દેખીને ઈન્દ્રીયોની ચપળતાથી અનંત દુઃખ દાયક કિંપાક ફળની ઉપમાવાળા વિષયોની રમ્યતા હોવાથી, જેણે સમગ્ર ત્રણે ભુવનને જીતેલ છે તેવા કામદેવના વિષયમાં આવેલા મહાપાપકર્મ કરનાર સુજ્ઞશીવે તે સુજ્ઞશ્રીને કહ્યું કે - હે બાલિકા ? જો આ તારા માતા-પિતા બરાબર રજા આપે તો હું તારા સાથે લગ્ન કરું. બીજું તારા બંધુવર્ગને પણ દારિદ્ર રહિત કરું. વળી તારા માટે પૂરેપુરા સો-પલ (એક માપ છે) પ્રમાણ સુવર્ણના અલંકારો ઘડાવું., જલ્દી આ વાત તારા માતા-પિતાને જણાવ, ત્યાર પછી હર્ષ અને સંતોષ પામેલી તે સુજ્ઞશ્રીએ તે મહીયારીને આ હકીકત જણાવી. એટલે મહીયારી તરત સુજ્ઞશિવ પાસે આવીને કહેવા લાગી કે - અરે ! તું કહેતો હતો તેમ મારી પુત્રી માટેનું સો-પલ પ્રમાણ સુવર્ણ નાણું બતાવ, ત્યારે તેણે શ્રેષ્ઠ મણિઓ બતાવ્યા. ત્યારે મહિયારીએ કહ્યું કે સો સૌનેયા આપ. આ બાળકને રમવા યોગ્ય પાંચિકાનું પ્રયોજન નથી ત્યારે સુજ્ઞશીવે કહ્યું કે - ચાલો આપણે નગરમાં જઈને આ પાંચિકાનો પ્રભાવ કેવો છે તેની ત્યાંના વેપારીઓ પાસે ખાત્રી કરીએ. ત્યાર પછી પ્રભાત સમયે નગરમાં જઈને ચંદ્રકાન્ત અને સૂર્યકાન્ત મણિના શ્રેષ્ઠ જોડલા રાજાને બતાવ્યા. રાજાએ પણિ રત્નના પરીક્ષકોને બોલાવીને કહ્યું કે - આ શ્રેષ્ઠ મણિઓનું મુલ્ય જણાવો. જો મુલ્યની તુલના - પરીક્ષા કરીએ તો તેનું મુલ્ય જણાવવા સમર્થ નથી. ત્યારે રાજાએ કહ્યું અરે માણિકયના વિદ્યાર્થી ! અહિં કોઈ એવો પુરુષ નથી કે જે આ મણિઓનું મુલ્ય આંકી શકે. તો હવે કિંમત કરાવ્યા વગર ઉચક દશક્રોડ દ્રવ્ય માત્ર લઈ જા. ત્યારે સુજ્ઞશીવે કહ્યું કે મહારાજની જેવી કૃપા થાય તે બરાબર છે. બીજા એક વિનંતિ કરવાની છે કે આ નજીકના પર્વતની સમીપમાં અમારું એક ગોકુલ છે, તેમાં એક યોજન સુધીની ગોચરભુમિ છે, તેનો રાજ્ય તરફથી લેવાતો કર મુક્ત કરાવશો. રાજાએ કહ્યું કે ભલે એમ થાઓ. આ પ્રમાણે સર્વને અદરિદ્ર અને કરમુક્ત ગોકુલ કરીને તે ઉચ્ચાર ન કરવા લાયક નામવાળા સુજ્ઞશીવે પોતાની પુત્રી સુજ્ઞશ્રી સાથે લગ્ન કર્યું.
તેઓ બંને વચ્ચે પરસ્પર પ્રીતિ ઉત્પન થઈ. સ્નેહાનુરાગથી અતિ રંગાઈ ગયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org