SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૧૦૩ હિતની ગવેષણા કરે છે. તે મનુષ્યો સર્વ દુઃખનો પાર પામે છે. [૧૦૪]સંયમમાં અપ્રમત્ત બની જે પુરૂષ ક્રોધ, માન, માયા, લોભ, અરતિ અને દુર્ગછાને ખપાવી દે છે. તેઓ પરમ સુખને અવશ્ય પ્રાપ્ત કરે છે. ૧૦૫]અત્યન્ત દુર્લભ મનુષ્ય જન્મ મેળવીને પણ જે મનુષ્ય તેની વિરાધના. કરે છે, જન્મને સાર્થક બનાવતો નથી, તે વહાણ ભાંગી પડવાથી દુઃખી થતા વહાણવટીઓની જેમ પાછળથી અત્યંત દુઃખી થાય છે. [૧૦૬દુર્લભતર શ્રમણધર્મને પામી જે પુરૂષો મન, વચન અને કાયાના યોગથી તેની વિરાધના કરતા નથી, તેઓ દરિયામાં વહાણ મેળવનાર નાવિકની જેમ પાછલથી શોક પામતા નથી. [૧૦૭સર્વ પ્રથમ તો મનુષ્ય જન્મ મળવો દુર્લભ મનુષ્ય જન્મમાં બોધિ પ્રાપ્તિ દુર્લભ છે. બોધિ મળે તો પણ શ્રમણપણું અત્યન્ત દુર્લભ છે. [૧૦૮]સાધુપણું મલવા છતાં શાસ્ત્રોનું રહસ્યજ્ઞાન મળવું ઘણું દુર્લભ છે. જ્ઞાનનું રહસ્ય સમજાવા છતાં ચારિત્રની શુદ્ધિ થવી અતિ દુર્લભ છે. એથી જ જ્ઞાની પુરૂષો આલોચનાદિ કરવા દ્વારા ચારિત્રની વિશુદ્ધિ માટે સતત ઉદ્યમશીલ રહે છે. [૧૦]કેટલાક પુરૂષો સમ્યક્ત્વગુણની નિયમા પ્રશંસા કરે છે. કેટલાક પુરૂષો ચારિત્રની શુદ્ધિને વખાણે છે તો કેટલાક સમ્યગુ જ્ઞાનને વખાણે છે. [૧૧૦-૧૧૨]સમ્યકત્વ અને ચારિત્ર અને ગુણો સાથે પ્રાપ્ત થતાં હોય તો બુદ્ધિશાળી પુરૂષે તેમાંથી કયો ગુણ પ્રથમ કરવો જોઈએ ? ચારિત્ર વિના પણ સમ્યકત્વ હોય. જેમ કૃષ્ણ અને શ્રેણિક મહારાજાને અવિરતિપણામાં પણ સમ્યકત્વ હતું. પણ જેઓ ચારિત્રવાનું છે, તેઓને સમ્યકત્વ નિયમા હોય છે. ચારિત્રથી ભ્રષ્ટ થયેલાએ શ્રેષ્ઠતર સમ્યકત્વને અવશ્ય ધારણ કરી રાખવું જોઈએ. કેમકે દ્રવ્ય ચારિત્રને નહિ પામેલા પણ સિદ્ધ બની શકે છે, પરંતુ દર્શનગુણ રહિત જીવો સિદ્ધ થઈ શકતા નથી. [૧૧૩]ઉત્કૃષ્ટ ચારિત્રને પાળનારા પણ કોઈક મિથ્યાત્વના યોગે સંયમ શ્રેણીથી પડી જાય છે, તો સરાગ ધર્મમાં વર્તતા-સમ્યગદષ્ટિ તેમાંથી પતિત થઈ જાય એમાં શી નવાઈ? [૧૧૪]જે મુનિની બુદ્ધિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત છે. અને જે રાગ દ્વેષ કરતો નથી, તેનું ચારિત્ર શુદ્ધ બને છે. [૧૧]તે ચારિત્રની શુદ્ધિ માટે સમિતિ અને ગુપ્તિના પાલન રુપ કાર્યમાં પ્રયત્નપૂર્વક ઉદ્યમ કરો. તેમજ સમ્યગ્દર્શન, ચારિત્ર અને જ્ઞાનની સાધનામાં લેશમાત્ર પ્રમાદ ન કરો..! [૧૧]આ રીતે ચારિત્રધર્મના ગુણો-મહાન લાભો મેં ટુંકમાં વર્ણવ્યા છે. હવે સમાધિમરણના ગુણ વિશેષો ને એકાગ્ર ચિત્તે સાંભલો. [૧૧૭-૧૨૦]જેમ અનિયંત્રિત-ઘોડા ઉપર બેઠેલો અજાણ-પુરૂષ શત્રુ સૈન્યને પરાસ્ત કરવા કદાચ ઈચ્છે, પરંતુ તે પુરૂષ અને ઘોડો અગાઉ તેવી તાલીમ-અને અભ્યાસ નહિ કરવાથી..સંગ્રામમાં શત્રુ સૈન્યને જોતાંની સાથે જ નાશી જાય છે, તેમ પૂર્વે સુધાદિ પરીષહો, લોચાદિ કષ્ટો અને તપનો અભ્યાસ નથી કર્યો. એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy