________________
ગાથા -૧૬
૨૫ એકલાને મરણ હોય છે અને એકલો જ જીવ કમરજ રહિત થઈ મોક્ષ પામે છે. એકલો કર્મ કરે છે, તેનું ફલ પણ એકલો જ અનુભવે છે, એકલો જન્મે છે ને મરે છે ને પરલોકમાં એકલાજ ઉત્પન્ન થાય છે. જ્ઞાન, દર્શન, લક્ષણવંત એકલો મારો આત્મા શાશ્વતો છે; બાકીના મારા બાહ્ય ભાવ સર્વે સંયોગરૂપ છે.
[૧૭]જેનું મૂળ સંયોગ છે એવી દુખની પરંપરા જીવ પામ્યો તે માટે સર્વ સંયોગ સંબંધને ત્રિવિધે વોસિરાવું છું.
[૧૮]અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ, અને જીવ તથા અજીવને વિશે મમત્વ, તેને હું નિંદુ છું અને ગુરૂની સાક્ષીએ ગણું છું.
[૧૯]મિથ્યાત્વને સારી રીતે જાણું છું. તેથી સર્વ અસત્ય વચનને અને સર્વ થકી મમતાને છાંડું છું અને સર્વને ખમાવું છું.
૨૦]જે જે ઠેકાણે મારા અપરાધો થએલા જિનેશ્વર ભગવાન જાણે છે સર્વ પ્રકારે ઉપસ્થિત થએલો હું તે અપરાધને તેમજ આલોચું છું.
[૨૧]ઉત્પન્ન એટલે વર્તમાનકાલની, અનુત્પન એટલે ભવિષ્યકાલની માયા બીજીવાર ન કરું એ રીતે આલોચન નિંદન અને ગહ વડે ત્યાગ કરૂં છું.
[૨૨]જેમ બોલતું બાળક કાર્ય અને અકાર્ય બધુએ સરળ પણે કહી દે તેમ માયા અને મદવડે રહિત પુરૂષ સર્વ પાપ આલોચે.
[૨૩]જેમ ધી વડે સિંચેલો અગ્નિ દીપે તેમ સરળ થએલા માણસને આલોઅણ શુદ્ધ થાય અને શુદ્ધ થએલાને વિશે ધર્મ સ્થિર રહે તેમજ પરમ નિવર્ણિ એટલે મોક્ષને તે પામે.
[૨૪] શલ્ય સહિત માણસ સિદ્ધિ પામે નહિ, એમ પાપ મેલ ખરી ગએલા (વીતરાગ) ના શાસનમાં કહેલું છે, માટે સર્વ શલ્યને ઉદ્વરીને કલેશ રહિત એવો જીવ સિદ્ધિ પામે છે.
૨૫-૨૬ઘણું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે આલોવીને નિઃશલ્ય થઈ સંથારો (અણશણ) આદરે તો તેઓ આરાધક થાય છે. જેઓ થોડું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે ન આલોવે તે અત્યંત જ્ઞાનવંત છતાં પણ આરાધક ન થાય.
[૨૭]ખરાબ રીતે વાપરેલું શસ્ત્ર, વિષ, દુષ્પયુકત વૈતાલ દુષ્યયુક્ત યંત્ર, અને પ્રમાદથી કોપેલો સાપ તેવું કામ ન કરે. (જેવું ભાવ શલ્ય કરે.)
[૨૮-૨૯]જે કારણથી અંત કાળે અણઉદ્વરેલું ભાવ શલ્ય દુર્લભ બોધિપણું અને અનંત સંસારીપણું કરે તે કારણથી ગારવ રહિત જીવો પુનર્ભવ રૂપી લતાઓના મૂળ સરખા મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્યને ઉદ્ધરે
[૩]જેમ ભારનો વહન કરનારો માણસ ભાર ઉતારીને હળવો થાય તેમ પાપનો કરનારો માણસ આલોચના અને નિંદા કરીને ઘણો જ હળવો થાય છે.
[૩૧-૩૨] માર્ગને જાણનારા ગુરૂ તેનું જે પ્રાયશ્ચિત કહે છે તે અનવસ્થાના (-અયોગ્ય) પ્રસંગની બીકવાળા માણસે તેમજ અનુસરવું. તે માટે જે કંઈ અકાર્ય કર્યું હોય તે સર્વ છુપાવ્યા સિવાય દસ દોષ રહિત જેમ થયું હોય તેમજ કહેવું જોઈએ.
[૩૩]સર્વ પ્રાણીઓના આરંભ, સર્વ અસત્યવચન, સર્વ અદત્તાદાન, સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org