SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ રિ૪] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ૨૬મહાપચ્ચકખાણ પઈણય zzzzzzzzzzzz G SSSSSSSSSSSS (ત્રીજું પ્રકિર્ણક-ગુર્જર છાયા) [૧] હવે હું ઉત્કૃષ્ટ ગતિવાલા તીર્થકરોને, સર્વ જિનોને, સિદ્ધોને અને સંતો (સાધુઓ) ને નમસ્કાર કરું છું [૨]સર્વ દુઃખ રહિત એવા સિદ્ધોને અને અરિહંતોને નમસ્કાર થાઓ, જિનેશ્વર ભગવાને ભાખેલું સર્વ સદ્દઉં છું, અને પાપના યોગને પચ્ચકખું છું. [જે કંઈ પણ માઠું આચરણ મારાથી થયું હોય તે હું સાચા ભાવથી નિંદુ છું, અને મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારે સર્વ આગાર રહિત સામાયિક હું કરું છું. ૪-૫બાહ્ય ઉપધિ (વસ્ત્રાદિક), અત્યંતર ઉપધિ (ક્રોધાદિક), શરીર વિગેરે ભોજન સહિત સર્વને મન, વચન, કાયાએ વોસિરાવું છું. રાગનો બંધ, દ્વેષ, હર્ષ દીનપણું આકુળપણું, ભય, શોક, રતિ અને મદને હું વોસિરાવું છું. []રોષ વડે, કદાગ્રહ વડે, અકૃતજ્ઞતા વડે તેમજ અસતું ધ્યાનવડે જે કાંઈ હું અવિનયપણે બોલ્યો હોઉં તે ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું. [9]સર્વે જીવોને ખમાવું છું. સર્વે જીવો મને ખમો, આશ્રયોને વોસિરાવીને સમાધિ (શુભ) ધ્યાનને હું આદરૂં છું. | [૮]જે નિંદવા યોગ્ય હોય તેને હું નિંદુ છું, જે ગુરૂ, સાક્ષીએ નિંદવા યોગ્ય હોય તેને ગહું છું અને જિનેશ્વરે જે જે નિષેધ્યું છે તે સર્વને હું આલોચું છું. [૯]ઉપધી, શરીર ચતુર્વિધ આહાર, અને સર્વે દ્રવ્યોને વિષે મમતા તે સર્વને ' જાણીને હું ત્યાગ કરૂ છું. [૧૦]નિર્મમપણાને વિષે ઉદ્યમવંત થએલો હું મમતાનો સમસ્ત પ્રકારે ત્યાગ કરું છું. એક મારે આત્માનું જ આલંબન છે, બીજું સર્વ વોસિરાવું છું. ૧૧]મારૂં જે જ્ઞાન તે મારો આત્મા છે, આત્મા તેજ મારું દર્શન અને ચારિત્ર છે, આત્મા જ પચ્ચકખાણ છે. આત્મા જ મારૂં સંયમ અને આત્મા જ મારો યોગ છે. [૧૨]મૂલગુણ અને ઉત્તરગુણ જે મેં પ્રમાદથી ન આરાધ્યા હોય તે સર્વને હું નિંદુ છું અને આગામી કાલને વિષે થનારાથી હું પાછો વળું છું. [૧૩-૧૬]હું એકલો છું, મારૂં કોઈ નથી, અને હું પણ કોઈનો નથી એમ અદીન ચિત્તવાળો આત્માને શિક્ષા આપે. જીવ એકલો ઉપજે છે, અને એકલો નાશ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy