________________
૧૭૫
ઉદ્દેશો–૭, સૂત્ર-૧૩ વિસંભોગી કરવા કહ્યું. સન્મુખ હોય ત્યારે કહે કે હે આર્ય! આ અમુક કારણ થી હવે તમારી સાથે સાંભોગિક વ્યવહાર નહીં કરું. એમ કહી વિસંભોગ કરવો. જો તે પોતાના કાર્યનો પશ્ચાતાપ કરે તો તેને વિસંભોગી કરવો ન કલ્પે. પણ જો પશ્ચાતાપ ન કરે તો તેને મોઢા મોઢ કહીને વિસંભોગી કરે.
[૧૬૪]જે કોઈ સાધુ-સાધ્વી સમાનસમાચારીવાળા છે તે પૈકીના કોઈ સાધ્વીને બીજા સાધ્વીએ પ્રત્યક્ષ સંભોગીપણામાંથી વિસંભોગી પણું એટલે કે માંડલી વ્યવહાર બંધ કરવો ન કલ્પે. પરોક્ષ રીતે અન્ય દ્વારા કહેવડાવી વિસંભોગી પણું કરવું કહ્યું. પોતાના આચાર્ય- ઉપાધ્યાયને એમ કહે કે અમુક કારણે અમુક સાધ્વી સાથે માંડલી વ્યવહાર બંધ કરેલ છે. હવે જો તે સાધ્વી પશ્ચાતાપ કરે તો * જણાવી વ્યવહાર બંધ-કરવો ન કલ્પે. જો તે પશ્ચાતાપ ન કરે તો વિસંભોગી કરવું કલ્પ
[૧૬૫-૧૬૮]સાધુએ સાધ્વીને કે, . સાધ્વીએ સાધુને પોતાના અર્થે દિક્ષા દેવી, મુંડ કરવા, આચાર શીખવવો, શીષ્યત્વ આપવું, ઉપસ્થાપન કરવું, સાથે રહેવું, આહાર કરવો કે થોડા દિવસ અથવા કાયમ માટે પદવી આપવી ન કહ્યું .. બીજાના અર્થે દીક્ષા આપવી વગેરે સર્વે કાર્યો કરવા કહ્યું.
[૧૬૯-૧૭૦]સાધ્વી ને વિકટ દિશામાં વિહાર કરવો કે ધારવો ન કલ્પે, . સાધુ ને કહ્યું.
[ ૧૭૧-૧૭૨] સાધુને વિકટ દેશને વિશે કઠોર વચનાદિનું પ્રાયશ્ચિત્ લઈ ત્યાં બેઠા ખમાવવું ન કલ્પ. . . સાધ્વીને કહ્યું.
[૧૭૩-૧૭૪]સાધુ-સાધ્વીને વિકાલે સ્વાધ્યાય કરવો ન કલ્પે, .. જો સાધુની નિશ્રા-આજ્ઞા હોય તો સાધ્વીને વિકાલે પણ સ્વાધ્યાય કરવા કહ્યું.
[૧૭૫-૧૭૬]સાધુ-સાધ્વીને અસઝાયમાં સ્વાધ્યાય કરવો ન કલ્પે. - - સજ્ઝાયે (-સ્વાધ્યાયકાળ) સ્વાધ્યાય કરવા કહ્યું.
[૧૭૭સાધુ-સાધ્વીને પોતાની શારીરિક અસઝાય માં સજ્ઝાય કરવી ન કલ્પ અન્યોન્ય વાંચના દેવી કહ્યું.
[૧૭૮-૧૭૯]ત્રણ વર્ષના દીક્ષાપયિ વાળા સાધુને ૩૦ વર્ષના દીક્ષાવાળા સાધ્વીને ઉપાધ્યાય રૂપે સ્વીકારવા કહ્યું, .. પાંચ વર્ષના પર્યાયવાળા સાધુને ૬૦ વર્ષના પર્યાયવાળા સાધ્વીને ઉપાધ્યાય રૂપે સ્વીકારવા કલ્પે.
[૧૮]એક ગામથી બીજે ગામ વિહાર કરતા સાધુ-સાધ્વી કદાચીત્ કાળ કરે, તેના શરીરને કોઈ એક સાધર્મિક-સાધુ જુએ તો તે સાધુ તે મૃતકને વસ્ત્રાદિ વડે ઢાંકીને એકાંત, અચિત્ત, નિદોંષ ચંડીલ ભૂમિને જોઈ- પૂજીને પાઠવવું કહ્યું જો ત્યાં કોઈ ઉપકરણ આદિ હોય તો તે આગાર સહિત ગ્રહણ કરે બીજી વખત આજ્ઞા લઈને તે ઉપરકરણ રાખવા કે ત્યાગ કરવાનું કહ્યું.
[૧૮૧-૧૮૨]સજ્જાતર ઉપાશ્રય ભાડે આપે કે વેચે પણ લેનારને કહે કે આ જગ્યામાં અમુક સ્થાને નિર્ઝન્થ સાધુ વસે છે. તે સિવાયની જગ્યા ભાડે કે વેચાણ આપીશું તો તે સાતરના આહાર-પાણી વહોરવા ન કલ્પે જો આપનારે કંઈ ન કડ્યું હોય પણ લેનાર એમ કહે કે આટલી જગ્યામાં સાધુ ભલે વિચરે તો લેનારના આહાર-પાણી ન કલ્પે જો દેનાર-લેનાર બંને કહે તો બંનેના આહાર-પાણી ન કલ્પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org