________________
ગાથા - ૨૧
પ૯ જે પુણ્યવાન આત્માઓ પામે છે, તે આત્માઓએ જગતમાં સારભૂત જ્ઞાન વગેરે રત્નોનાં આભૂષણોથી પોતાની શોભાને વધારી છે.'
[૨૨]સમસ્ત લોકમાં ઉત્તમ અને સંસાર સાગરના પારને આણનાર એવું શ્રીજિનપ્રણીત તીર્થ, તે મેળવ્યું છે કારણ કે શ્રીજિનપ્રણીત તીર્થનાં સ્વચ્છ અને શીતળ ગુણરૂપ જલપ્રવાહોમાં સ્નાન કરી, અનંતા મુનિવરોએ નિવણ સુખ પ્રાપ્ત કર્યું છે.
[૨૩] “આશ્રવ, સંવર અને નિર્જરા વગેરે તત્ત્વો, જે તીર્થમાં સુવ્યવસ્થિત જળવાઈ રહ્યાં છે; તથા શીલ, વ્રત આદિ ચારિત્ર ધર્મરૂપ સુંદર પગથીયાઓથી જેનો માર્ગ સારી રીતે વ્યવસ્થિત છે, તે શ્રીજિનપ્રણીત તીર્થ કહેવાય છે.”
[૨૪] જેઓ પરિષહની સેનાને જીતીને, ઉત્તમ પ્રકારના સંયમબળથી યુક્ત બને છે, તે પુણ્યવાન આત્માઓ કર્મથી મુક્ત બનીને અનુત્તર, અનન્ત, અવ્યાબાઘ અને અખંડ એવા નિવણ સુખને ભોગવે છે.”
[૨૫-૨૬શ્રીજિનકથિત સંથારાની આરાધનાને પ્રાપ્ત કરવાથી તે ત્રણ ભુવનના રાજ્યમાં મૂળ કારણ સમાધિસુખને મેળવ્યું છે. સર્વ સિદ્ધાન્તોમાં અસાંધારણ અને વિશાલકુલનું કારણ એવા સંથારા રૂપ રાજ્યાભિષેક, તેને પણ લોકને વિષે તેં મેળવ્યો. આથી મારું મન આજે અવશ્ય આનન્દને અનુભવે છે, કારણ કે મોક્ષના સાધનરૂપ ઉપાય અને પરમાર્થથી વિસ્તારના માર્ગરૂપ સંથારાને તે પ્રાપ્ત કર્યો છે.”
[૨૭]દેવલોકને વિષે બહપ્રકારના દેવતાઈ સુખોને ભોગવનારા દેવો પણ, શ્રીજિનકથિત સંથારાની આરાધનાનું પૂર્ણ આદરભાવપૂર્વક ધ્યાન કરતાં આસન, શયન આદિ અન્ય સર્વ વ્યાપાર ત્યજી દે છે.
[૨૮-૨૯]ગુપ્તિ સમિતિથી સહિત; વળી સંયમ, તપ, નિયમ અને યોગોમાં ઉપયોગશીલ, તેમજ જ્ઞાન, અને દર્શનની આરાધનામાં અનન્ય મનવાળા, તથા સમાધિથી યુક્ત એવા સાધુ, ચન્દ્રની જેમ પ્રેક્ષણીય અને સૂર્યની જેમ તેજથી દેદીપ્યમાન હોય છે. વળી તે સુવિહિત સાધુ, જ્ઞાનરૂપ ધનવાળા, ગુણવાન, અને સ્થિરતા ગુણથી મહાહિમવાન પર્વતની જેમ પ્રસિદ્ધિને પામે છે.
[૩૦]પર્વતોમાં જેમ મેરૂપર્વત, સર્વ સાગરોને વિશે જેમ સ્વયંભૂરમણ, તારાઓના સમૂહને વિષે જેમ ચન્દ્ર, તેમ સર્વ પ્રકારનાં શુભ અનુષ્ઠાનોની મધ્યમાં સંથારારૂપ અનુષ્ઠાન પ્રધાન ગણાય છે.
[૩૧]હે ભગવન્! કેવા પ્રકારના સાધુપુરૂષના માટે આ સંથારાની આરાધના. વિહિત છે? વળી કયા આલંબનને પામીને આ અન્તિમકાલની આરાધના થઈ શકે ? અને અનશનને કયારે સ્વીકારી શકાય ? આ વસ્તુ હું જાણવાને ઈચ્છું છું,
[૩ર-૩૪]“જેના મન, વચન અને કાયાના શુભયોગો સીદાતા હોય, વળી જે સાધુને અનેક પ્રકારના રોગો શરીરમાં ઉત્પન્ન થયા હોય, આ કારણે પોતાના મરણ કાલને નજીક સમજીને, જે સંથારાને સ્વીકારે છે, તે સંથારો સુવિશુદ્ધ છે. પણ જે ત્રણ પ્રકારના ગારવથી ઉન્મત્ત બની ગુરૂની પાસે સરળતાથી પાપોની આલોચના લેવા તૈયાર નથી. આ સાધુ સંથારાને સ્વીકારે તો તે સંથારો અવિશદ્ધ છે. જે આલોચનાને યોગ્ય છે, અને ગુરૂની પાસે નિર્મળભાવ પૂર્વક આલોચના લઈ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org