________________
૧૪૪
નિસીહ-૧૯૧૩૩૬ કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
(નોંધ:- ઉદ્દેસા-૧૪ ના સૂત્ર ૮૩ થી ૮૬૬ માં આ ચારે દોષનું વિશદ્ વિવરણ કરાયેલું છે. તે મુજબ જાણી-સમજી લેવું ફક માત્ર એટલો કે ત્યાં પાત્ર ખરીદી માટે આ દોષ કહ્યા છે જે અહીં ઔષધ માટે સમજવા).
[૧૩૩૭-૧૩૩૯] જે સાધુ- સાધ્વી પ્રાસુક કે નિદોંષ એવા બહુ મૂલ્ય ઔષધ ગ્લાન માટે પણ ત્રણ માત્રા (ત્રણદત્તી કે ભાગ) કરતાં વધુ લાવે, - - આવું ઔષધ એક ગામથી બીજે ગામ જતાં સાથે રાખે, - - આવું ઔષધ પોતે ગાળે-નિતારે, ગળાવે કે ગાળીને લાવેલું સામેથી કોઈ આપે ત્યારે ગ્રહણ કરે-કરાવે-અનુમોદે.
[૧૩૪૦] જે સાધુ-સાધ્વી ચાર સંધ્યા- સૂર્યોદય, સૂયતિ, મધ્યાહ્ન અને મધ્યરાત્રી ના પહેલા અને પછીનો અધમુહૂર્ત કાળ આ સમયે સ્વાધ્યાય કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
[૧૩૪૧-૧૩૪૨] જે સાધુ-સાધ્વી કાલિક સૂત્રની નવ કરતા વધુ અને -- દષ્ટિવાદની ૨૧ કરતા વધુ પૃચ્છા એટલે કે પૃચ્છના રૂપ સ્વાધ્યાય, અસ્વાધ્યાય અથવા તો દિવસ અને રાત્રિના પહેલા કે છેલ્લા પ્રહર સિવાયના કાળમાં કરેકરાવે- અનુમોદે.
[૧૩૪૩-૧૩૪૪] જે સાધુ-સાધ્વી ઈન્દ્ર, સ્કંદ, યક્ષ, ભૂતએ ચાર મહામહોત્સવ, - - અને ત્યાર બાદની ચાર મહા પ્રતિપદામાં અથતુ ચૈત્ર, અષાઢ, આસો અને કાર્તિક પૂર્ણિમા તથા તે પછી આવતી એકમે સ્વાધ્યાય કરે-કરાવે કરનારની અનુમોદના કરે.
[૧૩૪૫ જે સાધુ-સાધ્વી ચાર પોરિસિ અથતિ દિવસ અને રાત્રિના પહેલા-છેલ્લા પ્રહરમાં (જે કાલિક સૂત્રનો સ્વાધ્યાય કાળ છે તેમાં સ્વાધ્યાય ન કરે, ન કરવા કહે કે ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્.
[૧૩૪૬-૧૩૪૭] જે સાધુ-સાધ્વી શાસ્ત્ર નિર્દિષ્ટ કે, - - પોતાના શરીર સંબંધે થતા એવા અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરે, કરાવે, અનુમોદે તો પ્રાયશ્ચિત્.
[૧૩૪૮-૧૩૪] જે સાધુ-સાધ્વી નીચેના સૂત્રાર્થની વાંચના આપ્યા સિવાય સીધી જ ઉપરના સૂત્રોની વાંચના આપે અથતુ શાસ્ત્ર નિર્દિષ્ટ ક્રમથી સૂત્રની વાચના ન આપે, - - નવબંભર અથતુ આચારાંગ ના પ્રથમ શ્રુતસ્કન્ધના નવ અધ્યયનોની વાંચના આપ્યા સિવાય સીધી જ ઉપરની એટલે કે છેદત્ર કે દષ્ટિવાદની વાંચના આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્.
[૧૩પ૦-૧૩પપ જે સાધુ-સાધ્વી અવિનિતને, -- અપાત્ર કે અયોગ્ય ને અને - - અવ્યક્ત એટલે કે ૧૬- વર્ષ નો ન થયો હોય તેવાને વાચના આપે અપાવે અનુમોદ, અને વિનિતને, - - પાત્ર કે યોગ્યતા વાળાને, - - અને વ્યક્ત એટલે ૧૬ વર્ષની ઉપરનાને વાંચના ન આપે- ન અપાવે- ન આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
[૧૩પ૬] જે સાધુ-સાધ્વી, બે સમાન યોગ્યતાવાળા હોય ત્યારે એકને શિક્ષા અને વાચના આપે અને એકને શિક્ષા કે વાચના ન આપે. આવું પોતે કરે, બીજા પાસે કરાવે, તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org