________________
૨૭૦
મહાનિસીહ-૩-૫૪૨ કોઈ શાશ્વતકે સ્થિર સ્થાન નથી. લાંબા કાળે પણ જેમાં દુઃખ આવવાનું હોય તેવા વર્તમાનના સુખને સુખ કેમ કહી શકાય ? જેમાં છેવટે મરણ આવવાનું હોય અને અલ્પકાલનું શ્રેય તેવા સુખને તુચ્છ ગણેલું છે. સમગ્ર નર અને દેવોનું સર્વ લાંબા કાળ સુધીનું સુખ એકઠું કરીઓતો પણ તે સુખ મોક્ષના અનંતમાં ભાગ જેટલું પણ શ્રવણ કે અનુભવ કરી શકાય તેવું નથી.
[૫૪૩-૫૫] હે ગૌતમ! અતિ મહાન એવા સંસારના સુખોની અંદર અનેક હજાર ઘોર પ્રચંડ દુઃખો છુપાઈને રહેલા હોય છે. પરન્ત મંદ બુદ્ધિવાળા શાતા વેદનિય કર્મના ઉદયમાં તેને જાણી શકતો નથી. મણિ સુવર્ણના પર્વતમાં અંદર છુપાઈને રહેલ લોઢ રોડાની જેમ અથવા વણિકની પુત્રીની જેમ, [આ કોઈ પ્રસંગનું પાત્ર છે. ત્યાં એવો અર્થ ઘટી શકે છે કે જેમ કુળવાન લજ્જાળુ અને લાજકાઢનારી વણિક પુત્રીનું મુખ બીજા જોઈ શકતા નથી તેમ મોક્ષનું સુખ પણ વર્ણવી શકાતું નથી. ]નગરના મહેમાન તરીકે રહીને આવેલો ભીલ રાજમહેલ આદિના નગરસુખને વર્ણવીને કહી શકતો નથી. તેમ અહિં દેવતા અસુરો અને મનુષ્યોવાળા જગતમાં મોક્ષના સુખને સમર્થ જ્ઞાની પુરુષો પણ વર્ણવી શકતાં નથી.
પિ૪૬] લાંબાકાળે પણ જેનો અન્ત દેખાતો હોય તેને પુણ્ય શી રીતે કહી શકાય ! તેમજ જેનો છેડો દુઃખમાં આવવાનો હોય અને જે ફરી સંસારની પરંપરા વધારનાર હોય તેને પુછ્યું કે સુખકેમ કહી શકાય?
પિ૪૭] તે દેવ વિમાનનો વૈભવ તેમજ દેવલોકમાંથી આવવાનું થાય. આ બન્નેનો વિચાર કરનારનું હૈયું ખરેખર વૈક્રિય શરીરનું મજબૂત ઘડાયેલું છે. નહિંતર તેનાં સો ટુકડા થઈને તુટી જાય.
[૫૪૮-૫૪૯] નરકગતિની અંદર અતિદુસહ એવા જે દુઃખો છે તેને ક્રોડ વર્ષ સુધી જીવનાર વર્ણ શરુ કરે તો પણ પૂર્ણ કરી શકે નહિ. તેથી હે ગૌતમ! દસ પ્રકારનો યતિ ધર્મ ઘોર તપ અને સંયમના અનુષ્ઠાનો આરાધવા તે રૂપ ભાવસ્તવથી જ અક્ષય મોક્ષ સુખ મેળવી શકાય છે.
[૫૦] નારકના ભવમાં, તિર્યંચના ભવમાં, દેવભવમાં કે ઈન્દ્રપણામાં તે નથી મેળવી શકાતું કે જે કંઈ મનુષ્ય ભવમાં મેળવી શકાય છે.
[પપ૧] અતિ મહાન ઘણા જ ચારિત્રાવરણીય નામના કમ દૂર થાય ત્યારે જ તે ગૌતમ ! જીવો ભાવસ્તવ કરવાની યોગ્યતા મેળવી શકે છે.
[પપ૨] જન્માન્તરમાં ઉપાર્જન કરેલા મોટા પુણ્ય સમૂહને તેમજ મનુષ્ય જન્મને પ્રાપ્ત કર્યા સિવાય ઉત્તમ ચારિત્ર ધર્મ મેળવી શકાતો નથી.
| પિપ૩] સારી રીતે આરાધન કરેલ, શલ્ય અને દંભરહિત બનીને જે ચારિત્રના પ્રભાવથી તુલના ન કરી શકાય તેવા અનંત અક્ષય ત્રણે લોકના અગ્રભાગ પર રહેલા મોક્ષ સુખને મેળવે છે.
પિપ૪-પપ૬] ઘણા ભવમાં એકઠા કરેલા, ઉંચા પહાડ સરખા, આઠ પાપકર્મના ઢગલાને બાળી નાખનાર વિવેક આદિ ગુણયુક્ત મનુષ્ય-જન્મ પ્રાપ્ત કર્યો. આવો ઉત્તમ મનુષ્ય જન્મ પામીને જે કોઈ આત્મહિત તેમજ શ્રુતાનુસાર આશ્રવ નિરોધ કરતા નથી, વળી અપ્રમત્ત થઈને અઢાર હજાર શીલાંગને જેઓ ધારણ કરતા નથી. તેઓ લાંબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org