________________
૩૧૮
મહાનિસીહ-પી-૮૩૭ મુંઝાએલા, નામ માત્રના આચાર્ય અને ગચ્છનાયકોએ શ્રાવકો પાસેથી ધન મેળવીને દ્રવ્ય એકઠું કરી કરીને હજાર સ્તંભોવાળું ઉચું એવું દરેક મમત્વભાવથી પોતપોતાના નામનું ચેત્યાલય કરાવીને તેઓ દુરંત પંત લક્ષણવાળા અધમાધમી તેજ ચૈત્યાલયોમાં રહેવા સાથે, રક્ષણ કરવા લાગ્યા.
તેઓમાં બલવીય પરાક્રમ પુરુષાર્થ હોવા છતાં તે પુરૂષકાર પરાક્રમ બળ વીર્યને છુપાવીને ઉગ્ર અભિગ્રહો કરવા અનિયત વિહાર કરવાનો ત્યાગ કરીને-છોડીને નિત્યવાસનો સાશ્રય કરીને, સંયમ વગેરેમાં શિથિલ થઈને રહેલા હતા. પાછળથી આ લોક અને પરલોકના નુકશાનની ચિંત્તાનો ત્યાગ કરીને, લાંબા કાળનો સંસાર અંગીકાર કરીને તે જ મઠ અને દેવ કુલોમાં અત્યન્ત પરિગ્રહ, બુદ્ધિ, મૂચ્છ, મમત્વકરણ, અહંકાર વગેરે કરીને સંયમ માર્ગમાં પાછા પડેલા પરાભવિત થયા પછી પોતે વિવિધ પુષ્પોની માળા આદિથી (ગ્રહસ્થોની જેમ) દેવાર્શન કરવા ઉદ્યમશીલ બનવા લાગ્યા. જે વળી શાસ્ત્રના સારભૂત શ્રેષ્ઠ એવું સર્વજ્ઞનું વચન છે, તેને અતિશય - ઘણાંજ દુરથી ત્યાગ કર્યું. તે આ પ્રમાણે સર્વે જીવો, સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે સત્ત્વો ન હણવા, તેમને વેદના ઉત્પન્ન ન કરવી. તેમને પરિતાપ ન પમાડવા, તેને ગ્રહણ ન કરવા, અથતિ, પકડીને પૂરવા નહીં. તેમની વિરાધના ન કરવી, તેમની કિલામણા ન કરવી. તેમને ઉપદ્રવ ન કરવાં, સૂક્ષ્મ બાદર, ત્રસકે સ્થાવર, પર્યાપ્ત, અપર્યાપ્તા, એકેન્દ્રિય, જે કોઈ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, જે કોઈ ચઉરિન્દ્રિય જીવો હોય, પંચેન્દ્રિય જીવો હોય તે સર્વે ત્રિવિધ-ત્રિવિધ મન-વચન-કાયાથી માર મારવા નહિં, મરાવવા નહીં મારતાને સારા માનવાં નહીં- તેની અનુમોદના કરવી નહીં, આવી પોતે સ્વીકારેલી મહાવ્રતની પ્રતિજ્ઞા પણ ભૂલી ગયા. વળી હે ગૌતમ! મૈથુન એકાંતે કે નિશ્ચયથી કે દ્રઢપણે તેમ જ જળ અને અગ્નિનો સમારંભ સર્વથા સર્વ પ્રકારે મુનિ સ્વયં વર્ષે. આવા પ્રકારનો ધર્મ ધ્રુવ, શાશ્વત, નિત્ય છે, એમ લોકોના ખેદ-દુઃખને જાણનાર સર્વજ્ઞતીર્થંકર ભગવંતોએ પ્રરૂપેલું છે.
[૮૩૮] હે ભગવંત! જે કોઈ સાધુ કે સાધ્વી અથવા નિગ્રંથ-અણગાર દ્રવ્યસ્તવ કરે તેનું શું કહેવાય? હે ગૌતમ! જે કોઈ સાધુ કે સાધ્વી અથવા નિગ્રંથ અણગારદ્રવ્યસ્તવ કરે તે અસંયત, અયતિ, દેવદ્રવ્યનો ભોગિક અથવા દેવનો પૂજારી ઉન્માર્ગની પ્રતિષ્ઠા કરનાર, શીલને દુરથી ત્યાગ કરનાર,કુશીલ, સ્વચ્છેદાચારી એવા શબ્દોથી બોલાવાય.
[૮૩૯] એવી રીતે હે ગૌતમ ! આ પ્રકારે અનાચાર પ્રવતવનારા ઘણા આચાર્યો તેમજ ગચ્છનાયકોની અંદર એક મરકતરત્ન સરખી કાંતિવાળા કુવલયપ્રભ નામના મહાતપસ્વી અણગાર હતા. તેમને અતિશય મહાનું જીવાદિક પદાર્થો વિષયક સૂત્ર અને અર્થ સંબંધી વિસ્તારવાળું જ્ઞાન હતું. આ સંસાર-સમુદ્રમાં તે તે યોનિઓમાં રખડવાના ભયવાળા હતા. તે સમયે તેવા પ્રકારનું અસંયમ પ્રવતિ રહેલું હોવા છતાં અનાચાર ચાલતો હોવાછતાં, ઘણા સાધમિકો સસંયમ અને અનાચારો સેવી રહેલા હોવા છતાં તે કુવલયપ્રભ અનગાર તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં ન હતા.
હવે કોઈક સમયે જેણે બલવીર્ય પુરષકાર અને પરાક્રમ નથી છૂપાવ્યા એવા તે સારા શિષ્યોના પરિવાર સહિત સર્વ પ્રરૂપેલા. આગમસૂત્ર તેના અર્થ તેમજ ઉભયના અનુસારનાર, રાગદ્વેષ, મોહ, મિથ્યાત્વ, મમત્વભાવ અહંકાર રહિત, સર્વ પદાર્થોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ. અને ભાવથી નિર્મમગ્ધ થએલા; વધારે તેમના કેટલા ગુણો વર્ણવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org