________________
ઉદ્દેશો-૮, સૂત્ર-પ૭૦
૧૨૫ શાળા, પરિયાગગૃહ, લોહાદિશાળા, લોહાદિઘર, - - ગોશાળા, ગમાણ, મહાશાળા કે મહાગૃહ, (આમાંના કોઈપણ સ્થાન માં) કોઈ એકલા સાધુ એકલી સ્ત્રી સાથે (એકલા સાથ્વી એકલા પુરુષ સાથે) વિચરે, સ્વાધ્યાયકરે, અશનાદિ આહાર કરે, મળ-મૂત્ર પરઠવે અથતુ ચંડિલભૂમિ જાય, નિદિત-નિષ્ફર-શ્રમણને આચરવા યોગ્ય નહીં તેવો વિકારોત્પાદક વાતલિાપ કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
[૭૦] જે સાધુ રાત્રિમાં કે વિકાલે-સંધ્યા અવસરે સ્ત્રી સમુદાયમાં કે સ્ત્રીનો સંઘટ્ટો થતો હોય ત્યાં અથવા ચારે દિશામાં સ્ત્રીઓ રહેલી હોય ત્યારે અપરિમિત (પાંચ કરતા વધુ પ્રશ્નોના ઉત્તર આપે કે વધુ સમય ધર્મકથા કરે) સમય માટે કથન (ધર્મકથાદિ) કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્.
(નોંધઃ- સાધ્વી હોય તો પુરુષના સંદર્ભમાં આ બધું સમજીલેવું)
[પ૭૧] જે સાધુ સ્વગચ્છ કે પરગચ્છ સંબંધિ સાધ્વી સાથે, (સાધ્વી હોય તો સાધુ સાથે) એક ગામથી બીજે ગામ વિચરતા, આગળ જતા, પાછળ ચાલતા જ્યારે તેનો વિયોગ થાય ત્યારે ઉત્ક્રાન્ત મન વાળા થાય, ચિંતા ના શોક સમુદ્રમાં ડૂબી જાય, લમણે હાથ દઈને બેસે, આર્તધ્યાન વાળા થાય અને એ રીતે વિહાર કરે અથવા વિહારમાં સાથે ચાલતા સ્વાધ્યાય કરે. આહાર કરે, Úડિલભૂમિ ાય, નિંદિતનિષ્ફર-શ્રમણને ન કરવા યોગ્ય એવી વિકારોત્પાદક કથા કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
પિ૭૨-પ૭૪] જે સાધુ સ્વ પરિચિત કે અપરિચિત શ્રાવક કે અન્ય મતાવલંબી સાથે વસતિમાં (ઉપાશ્રયમાં) અડધી કે આખી રાત્રિ સંવાસ કરે- અથતું રહે, આ અહીં છે એમ માની બહાર જાય કે બહારથી આવે - - અથવા તેને રહેવાની મનાઈ ન કરે (ત્યારે તે ગૃહસ્થ રાત્રિ ભોજન, સચિત્ત સંઘટ્ટન, આરંભ-સમારંભ કરે તેવો સંભવ હોવાથી) પ્રાયશ્ચિતુ. (એજ રીતે સાધ્વીજી શ્રાવિકા કે અન્ય ગૃહસ્થ સ્ત્રી સાથે વાસ કરે- કરાવે અનુમોદે, તેને આશ્રિને બહાર આવે જાય, તે સ્ત્રીને ત્યાં રહેવાની મનાઈ ન કરે- કરાવે- અનુમોદે કે- તો પ્રાયશ્ચિત્.
પિ૭પ-પ૭૯] જે સાધુ સાધ્વી રાજા, ક્ષત્રિય (ગ્રામપતિ) કે શુદ્ધ વંશવાળાના રાજ્યાદિ અભિષેક, ગોષ્ઠી, પિંડદાન, ઈન્દ્ર-સ્કન્દ-રૂદ્ર- મુકુન્દ-ભૂત-જક્ષ-નાગ- સૂપચૈત્ય- રૂક્ષગિરિ-દરી-અગડ(હવાડો)- તળાવ- દૂહનદી- સરોવર- સાગર-ખાણ(વગેરે) મહોત્સવ કે તેવા અન્ય પ્રકારના વિવિધ જાતના મહામહોત્સવ (સંક્ષેપમાં કહીએ તો રાજા આદિના અનેક પ્રકારના મહોત્સવો) માં જઈને અશનઆદિ ચારપ્રકારના આહારમાંથી કંઈ પણ ગ્રહણ કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્, • - એ જ રીતે રાજાદિની ભ્રમણ શાળા કે ભ્રમણ ગૃહમાં ફરવા જાય, - - અશ્વ-હતિ-મંત્રણા- ગુપ્તકાર્ય-રહસ્ય કે મૈથુન અંગેની શાળા માં જાય, અને અશનાદિ આહાર ગ્રહણ કરે - રાજાદિ ને ત્યાં રખાયેલ દુધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ ખાંડ, સાકર, મિશ્રી કે તેવા બીજા કોઈ ભોજન ને ગ્રહણ કરે, - - કાગડા વગેરેને ફેંકવાના - જમ્યા બાદ બીજાને આપવાના- અનાથને દેવાના- યાચકને આપવાના કે ગરીબોને આપવાના ભોજનને ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્
એ પ્રમાણે ઉદ્દેશા-૮ માં કહ્યા મુજબનો કોઈ પણ દોષ સ્વયં સેવે, અન્ય પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org