SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૪ ૨૮૯ શ્રુતજ્ઞાનને અપ્રમાણ કરે છે તથા શાસ્ત્રના સભાવો અને રહસ્યને જાણતા નથી, અનાચારની પ્રશંસા કરે છે, તેની પ્રભાવના કરે છે, જે પ્રમાણે સુમતિએ તે સાધુઓની પ્રશંસા અને પ્રભાવના કરી કે - તેઓ કુશીલ સાધુઓ નથી, જો આ સાધુઓ પણ કુશીલ છે તો અહિં આ ગતમાં કોઈ સુશીલ સાધુ નથી. તે સાધુઓ સાથે જઈને મારે પ્રવજ્યા અંગીકાર કરવાનો નિશ્ચય છે, તથા જેવા પ્રકારના તમે નિબુધ્ધી છો તેવા પ્રકારના તે તીર્થંકર પણ હશે.” એ પ્રમાણે બોલવાથી હે ગૌતમ તેણે મોટું એવું તપ કરતો હોવા છતાં પણ પરમાધામી અસુરોને વિષે તે ઉત્પન થશે. હે ભગવંત ! પરમાધાર્મિક દેવો ત્યાંથી મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થાય ? હે ભગવંત ! પરમધામિક અસરો દેવતામાંથી બહાર નીકળી તે સુમતિનો જીવ ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મંદભાગી એવા તેણે અનાચારની પ્રશંસા તથા અભ્યદય કરવા સારા સન્માર્ગના નાશને અભિનંદુ તે કર્મના દોષથી અનંત સંસાર ઉપાર્જન કર્યો. તેના કેટલા ભવોની ઉત્પત્તિ કહેવી ? અનેક પુદગલ પરાવર્તન કાળ સુધી ચાર ગતિરૂપ સંસારમાંથી જેનો નીકળવાનો આરો નથી તો પણ સંક્ષેપથી કેટલાક ભવો કહું છું. તે સાંભળઃ આ જ જંબુદ્વિપ નામના દ્વીપને ચારે બાજુ ફરતો વર્તુળાકારનો લવણ સમુદ્ર છે. તેમાં જે સ્થળે સિંધુ મહાનદી પ્રવેશ કરે છે તે પ્રદેશના દક્ષિણ દિશા ભાગમાં પપ યોજના પ્રમાણવાળી વેદિકાના મધ્યભાગમાં સાડા બાર યોજન પ્રમાણ હાથીના કુંભસ્થલના આકાર સરખું પ્રતિસંતાપદાયક નામનું એક સ્થળ છે. તે સ્થળ લવણસમુદ્રના જળથી સાડા સાત યોજન પ્રમાણ ઉંચું છે. ત્યાં અત્યન્ત ઘોર ગાઢ અંધકારવાળી ઘડિયાલ સંસ્થાનના આકારવાળી છેતાલીસ ગુફાઓ છે. તે ગુફાઓમાં બબ્બે બબ્બેની વચ્ચે વચ્ચે જલચારી મનુષ્યો વાસ કરે છે. તેઓ વઋષભનારી સંઘયણવાળા, મહાબલ અને પરાક્રમવાળ, સાડાબાર વેંત પ્રમાણ કાયાવાલા, સંખ્યાતાવર્ષના, આયુષ્યવાળા, જેમને મધ, માંસ પ્રિય છે. તેવા, સ્વભાવથી સ્ત્રીઓમાં લોલુપી, અતિશય ખરાબ વર્ણવાળા, સુકુમાર, અનિષ્ઠ, કઠણ, ખરબચડા દેહવાળા, ચંડાલના નેતા સરખા કહેલા ભયંકર મુખવાળા, સિંહ સમાન ઘોર દ્રષ્ટિવાળા, યમરાજા સરખા ભયાનક, કોઈને પીઠ ન બતાવનાર, વિજળીની જેમ નિષ્ફર પ્રહાર કરનાર, અભિમાનથી માંધાતા થએલા તેઓ અંડગોલિક મનુષ્યો તરીકે ઓળખાય છે. તેઓના શરીરમાં જે અંતરંગ ગોલિકાઓ હોય છે. તેને ગ્રહણ હરીને ચમરી ગાયના શ્વેત પુંછડાના વાળથી તે ગોલિકાઓ ગૂંથે છે. ત્યાર પછી તે બાંધેલી ગોલિકાઓને બન્ને કાન સાથે બાંધીને મહાકિંમતી ઉત્તમ જાતિવંત રત્ન ગ્રહણ કરવાની ઈચ્છાવાળા સમુદ્રની અંદર પ્રવેશ કરે છે. સમુદ્રમાં રહેલા જલ હાથી, ભેંશ, ગોધા, મગર, મોટા મસ્સો તંતુ સુંસુમાર વગેરે દુષ્ટ વ્યાપદો તેને કોઈ ઉપદ્રવ કરતા નથી. તે ગોલિકાના પ્રભાવથી ભય પામ્યા વગર સર્વ સમુદ્રજળમાં ભ્રમણ કરીને ઈચ્છા પ્રમાણે ઉત્તમ પ્રકારના જાતિવંત રત્નોનો સંગ્રહ કરીને અખંડ શરીરવાળો બહાર નિકળી આવે છે. તેઓને જે અંતરગ ગોલિકાઓ હોય છે. તેના સંબંધથી તે બિચારા હે ગૌતમ ! અનુપમ અતિઘોર ભયંકર દુઃખ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા અતિરૌદ્ર કમને આધીન બનેલા તેઓ અનુભવે છે. Jain Euration International Eng For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy