SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ નિસીહ – ૩/૧૩૮ શોભાવધા૨વા) એક કે વધુ વખત પ્રમાર્જ-સાફ કરે,.. પગચંપી કે માલીશ કરે, તેલ, ઘી, માખણ કે ચરબી વડે મર્દન કરે,..લોઘ (નામનું એકદ્રવ્ય), કલ્ક (અનેક દ્રવ્ય મિશ્રિત દ્રવ્ય), ચૂર્ણ (સુગંધી દ્રવ્ય), વર્ણ (અબીલ આદિ દ્રવ્ય). કમળ ચૂર્ણ, એ દ્રવ્યો વડે મર્દન કરે,.. અચિત કરાયેલ ઠંડા કે ગરમ પાણી વડે પ્રક્ષાલન કરે પહેલા કોઈ દ્રવ્યથી લિપી સુકવવા ફુંકમારે કે રંગે આ કર્યો કરે, કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૧૩૯-૧૪૪] જે સાધુ કે સાધ્વી પોતાની કાયા-એટલે કે શરીર ને એક કે વધુ વખત પ્રમાએઁ, માલીશ કરે, મર્દન કરે, પ્રક્ષાલન કરે, રંગે (આ બધું સૂત્ર ૧૩૩-૧૩૮ માફક સમજી લેવું)...તો પ્રાયશ્ચિત્ [૧૪૫-૧૫૦]જે સાધુ-સાધ્વી પોતાના ત્રણ જેવા કે કોઢ, દાદર, ખુજલી, ગંડમાલ, લાગવા કે પડવાથી થયેલા ઘા વગેરેનું (સૂત્ર ૧૩૩થી ૧૩૮ માં જણાવ્યા મુજબ) પ્રમાર્જન, મર્દન, પ્રક્ષાલન, રંગવું, માલીશ આદિ કરે-કરાવે-અનુમોદે. ૧૧૬ [૧૫૧-૧૫૬]જે સાધુ સાધ્વી પોતાના શરીરમાં રહેલા ગુમડા, ફોડલા, મસા, ભગંદર આદિ વ્રણો કોઈ તિક્ષ્ણ શસ્ત્ર વડે એક કે અનેક વાર છેદે, છેદીને પરૂ લોહી કાઢે કે વિશુદ્ધિ-સફાઈ કરે,... લોહી કે પર્ નીકળ્યા પછી અચિત એવા શીતકે ઉષ્ણ જળથી એક કે અનેક વાર પ્રક્ષાલન કરે,... એ રીતે પ્રક્ષાલન કર્યા પછી એક કે અનેક વાર તેના ઉપર લેપ કે મલમ કરે,..તે કર્યા પછી તેલ, ઘી માખણ કે ચરબીથી એક કે અનેક વાર મર્દન કરે, .. તે કયાં પછી કોઈ પણ જાતના ધૂપ વડે ત્યાં ધૂપ કરે કે સુગંધિત કરે.આમાંનો કોઈપણ દોષ પોતે સેવે, બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુર્મોદના કરે [૧૫૭] જે સાધુ-સાધ્વી પોતાની ગુદામાં કે નાભિમાં રહેલા ક્ષુદ્ર કે નાના જીવોકૃમિ વગેરેને આંગળી નાખી નાખીને બહાર કાઢે, કઢાવે કે કાઢનારની અનુમોદના કરે. [૧૫૮] જે સાધુ-સાધ્વી પોતાના વધેલા નખના અગ્ર ભાગને કાપે, શોભા વધારવા સંસ્કાર કરે- કાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૧૫૯-૧૬૩] જે સાધુ સાધ્વી પોતાના વધેલા એવા-જાંઘના, ગુહ્યભાગના, રોમજિના,.. બગલના, દાઢી મુછ વગેરેના વાળ કાપે. કપાવે-કાપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૧૬૪-૧૬૬] જે સાધુ-સાધ્વી પોતાના દાંત એકવાર કે અનેકવાર (મીઠું-ક્ષાર વગેરેથી) ઘસે...વે,.. મોઢાના વાયુ વડે ફુંક મારીને કે રંગવાના દ્રવ્યથી રંગે આ કાર્ય કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૧૬૭-૧૭૨] જે સાધુ-સાધ્વી પોતાના .હોઠ એક વાર કે અનેકવાર પ્રમાએઁધોવે,.. પરિમર્દન કરે, તેલ ઘી, ચરબી કે માખણ થી મર્દન-માલીશ કરે, લોધ (નામક દ્રવ્ય,) કલ્ક (અનેક દ્રવ્યમિશ્રિત દ્રવ્ય વિશેષ), ચૂર્ણ (સુગંધી દ્રવ્ય) વર્ણ (અબિલ આદિ દ્રવ્ય,) કે પદ્મ ચૂર્ણ થી મર્દન કરે, ...અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણી થી ધ્રુવે,...રંગે આ કાર્યો કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૭૩-૧૭૪] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા વધેલા મશૂ-મૂંછના વાળ,..આંખની પાપણના વાળ, કાપે, શોભા વધા૨વા ગોઠવે, બીજા પાસે તેમ કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૧૭૫-૧૮૦] જે સાધુ-સાધ્વી પોતાની આંખને એકવાર કે અનેકવાર (સૂત્ર For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy