________________
૧૭૨
વવહાર - પ/૧૩૮ સાધ્વી જેમને આગળ કરીને વિચારતા હોય તે મોટા સાધ્વી કદાચ કાળ કરે તો તે સમુદાયમાં રહેલા બીજા કોઈ યોગ્ય સાધ્વીને વડીલ સ્થાપી તેની આજ્ઞામાં રહે, જે વડીલ તરીકે તેવા કોઈ યોગ્ય ન જણાય અને અન્ય સાધ્વી આચાર-ઐકલ્પ થી અજ્ઞાન હોય તો એક રાત્રીનો અભિગ્રહ લઈ, જે-જે દિશામાં તેમની માંડલીની અન્ય સાધ્વી હોય ત્યાં જવું કલો જો કે ત્યાં વિહાર નિમિત્તે રહેવું ન કહ્યું પણ રોગાદિ કારણે રહેવું કહ્યું. કારણ પુરું થયે જો કોઈ બીજા સાધ્વી કહે કે હે આય ! એક કે બે રાત્રી અહીં રહો તો રહેવું કહ્યું, તે ઉપરાંત જેટલી રાત્રી રહે તેટલું છેદ કે પરિવાર તપ પ્રાયશ્ચિતુ આવે.
[૧૩૯-૧૪૦]પ્રવર્તિની સાધ્વી રોગ આદિ કારણે,. કે મોહના ઉદયે ચારિત્ર છોડી (મૈથુનાથ) દેશાન્તર જાય ત્યારે અન્યને એમ કહે કે હું કાળ કરે ત્યારે, ” કે મારા પછી મારી પદવી અમુક સાધ્વીને આપજો. જો તેની યોગ્યતા લાગે તો પદવી આપે, યોગ્ય ન લાગે તો પદવી ન આપવી. તે ટુકડીમાં અન્ય કોઈ યોગ્ય જણાય તો તેને પદવી આપે, જો કોઈ યોગ્ય ન લાગે તો પૂર્વે કહયું હોય તેને પદવી આપે. તેમ કર્યા પછી કોઈ સાધ્વી એમ કહે કે હે આય! તમારી આ પદવી દોષયુક્ત છે માટે તેને મૂકી દો ત્યારે તે સાધ્વી જો પદવી મૂકી દે તો તેને છેદ કે તપનું પ્રાયશ્ચિતુ ન આવે. જો તેનો પક્ષ લઈ કોઈ સાધમિક સાધ્વી તેને પદવી મૂકાવા પ્રવૃત્ત ન થાય તો જેટલા દિવસ તેની પદવી રહે તેટલા દિવસનું સર્વેને છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ આવે.
[૧૪૧-૧૪૨]દીક્ષાને આશ્રીને નવા કે તરુણ સાધુ, - - કે સાધ્વી હોય તેને આચારપ્રકલ્પ-નિસીહ અધ્યયન ભૂલી જાય તો તેને પૂછવું કે હે આર્ય! (આય?) શા કારણે તમે આચાર પ્રકલ્પ અધ્યયન ભૂલી ગયા. રોગ થી કે પ્રમાદથી ? જો તે એમ કહે કે રોગથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયા તો તેને જાવજીવ માટે પદવી આપવી નહીં જો તે એમ કહે કે રોગથી ભૂલાઈ ગયું-પ્રમાદથી નહીં તો ફરી પાઠ આપવો અને પદવી પણ આપવી કહ્યું પણ જે તે ભણીશ એમ કહડ્યા પછી ભણે નહીં કે પૂર્વેનું સંભારે નહીં તો તેને પદવી આપવો ન કલ્પે.
[૧૪૩-૧૪સ્થિવિર સાધુ ઊંમર થવાથી આચાર પ્રકલ્પ અધ્યયન ભૂલી જાય ત્યારે જો તે ફરી અધ્યયન સંભારે તો તેને આચાર્ય આદિ છ પદવી આપવી કે ધારવી કહ્યું. જો તે ન સંભારે તો પદવી આપવી-ધારવી ન કહ્યું, - - તે સ્થવિર જો બળ હોય તો બેઠાબેઠા આચારપ્રકલ્પ સંભારે અને શક્તિ ન હોય તો સૂતા સૂતા કે " ટેકે બેસીને પણ સંભારે.
[૧૪૫-૧૪] જે સાધુ સાધ્વી સાંભોગિક હોય (ગોચરી-શધ્યાદિ ઉપધિ પરસ્પર લેવા-દેવાની છૂટ હોય તેવા એક માંડલી વાળા તે સાંભોગિક કહેવાય.) તેમને કંઈ દોષ લાગે તો અન્યોન્ય આલોચના કરવી કહ્યું જો ત્યાં કોઈ યોગ્ય આલોચના દાતા હોય તો તેની પાસે આલોચના કરવી કહ્યું. અને જો ત્યાં કોઈ યોગ્ય ન હોયતો પરસ્પર સમીપે આલોચના કરવી કહ્યું, - - પણ તે સાંભોગિક સાધુ આલોચના કર્યા બાદ એક બીજાની વૈયાવચ્ચ કરવી ન કલ્પે. જો ત્યાં કોઈ બીજો સાધુ હોય તો તેની પાસે વૈયાવચ્ચ કરાવે. જો ન હોય તો રોગાદિક કારણે પરસ્પર વૈયાવચ્ચ કરાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org