SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તંદુલવાલિય– [૩૫] આ શરીર વિષ્ઠાનું ઘર છે આવા મળગૃહમાં કોણ રાગ કરે ? જેમ વિષ્ઠાના કુવા નજીક કાગડા ફરે છે. તેમાં કૃમિ દ્વારા સુલ-સુલ શબ્દ થયા કરે છે અને સ્ત્રોતોથી દુર્ગધ નીકળે છે. (મરેલા શરીર ની પણ આ જ દશા છે. મૃત શરીરના નેત્રને પક્ષી ચાંચ થી ખોદે છે. લતાની માફક હાથ ફેલાય જાય છે. આંત બહાર કાઢી લે છે અને ખોપરી ભયંકર દેખાય છે. મૃત શરીર ઉપર માંખી બણબણ કરે છે. સડેલા માંસમાંથી સુલ–સુલ અવાજ આવે છે. તેમાં ઉત્પન્ન કમિ સમૂહ મિસમિસ અવાજ કરે છે. આંતરડામાંથી થિવથિવ શબ્દ થાય છે. આમ આ ઘણું બીભત્સ લાગે છે. [૧૩૬-૧૪૨]પ્રગટ પાંસળી વાળું વિકરાળ, સુકા સાંધાથી યુક્ત, ચેતના રહિત શરીરની અવસ્થા જાણો. નવ દ્વારોથી અશુચિ ને કાઢનાર, ઝરતા કાચા ઘડા સમાન આ શરીર પ્રતિ નિર્વેદ ભાવ ધારણ કરો. બે હાથબે પગ અને મસ્તક ધડ સાથે જોડેલ છે. તે મલિન મલનું કોષ્ઠાગાર છે. આ વિષ્ઠાને તમે કેમ ઉપાડીને ફરો છો ? આ રૂપવાળા શરીરને રાજપથ ઉપર ફરતું જોઈને પ્રસન્ન થાઓ છો અને પર ગંધ થી સુગંધિત તમારી ગંધ માનો છો, ગુલાબ, ચંપો, ચમેલી, અગર, ચંદન અને તરૂષ્ક ની ગંધને પોતાની ગંધ માની પ્રસન્ન થાઓ છો. તારું મોઢું મુખવાસથી, અંગ-પ્રત્યંગ અગરથી, કેશ સ્નાનાદિ વેળા લગાડેલ સુગંધિત દ્રવ્યોથી સુગંધિત છે. તો આમાં તારી પોતાની ગંધ શું છે? તે પુરુષ ! આંખ-કાન-નાક નો મેલ તથા શ્લેષ્મ, અશુચિ અને મુત્ર એ જ તો તારી પોતાની ગંધ છે. [૧૪૩) કામ રાગ અને મોહરૂપી વિવિધ દોરડાથી બંધાયેલ હજારો શ્રેષ્ઠ કવિઓ દ્વારા આ સ્ત્રિયોની પ્રશંસા માં ઘણું જ કહેવાયું છે. વસ્તુતઃ તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે. સ્ત્રિયો સ્વભાવથી કુટીલ, પ્રિયવચનોની લતા, પ્રેમ કરવામાં પહાડની નદીની જેમ કુટીલ, હજારો અપરાધોની સ્વામિની, શોક ઉત્પન્ન કરાવનારી, વાળનો વિનાશ કરનારી, પુરુષો માટે વધસ્થાન લજ્જાનો નાશ કરનારી, અવિનયની રાશિ, પાપખંડનું ઘર, શત્રુતાની ખાણ, શોકનું ઘર, મયદા તોડનારી, રાગનું ઘર, દુરાચારિયોનું નિરાસ સ્થાન, સંમોહનની માતા, જ્ઞાનનો નાશ કરનારી, બ્રહ્મચર્યનાશ કરનારી, ધર્મમાં વિધ્વરૂપ, સાધુઓની શત્રુ, આચાર સંપન્ન માટે કલંકરૂપ કર્મરૂપી રજનું વિશ્રામ ગૃહ મોક્ષમાર્ગમાં વિદ્ધભૂત, દરિદ્રતાનો આવાસ, કોપાયમાન થાય ત્યારે ઝેરી સાપ જેવી, કામથી વશ થાય ત્યારે મદોન્મત હાથી જેવી, દુષ્ટ હૃદયા હોવાથી વાઘણ જેવી, કાલિમાં વાળા હૃદયની હોવાથી તૃણ આચ્છાદિત કૂવા સમાન, જાદૂગરની જેમ સેંકડો ઉપચાર થી આબદ્ધ કરનારી, દુગ્રહ્યિ સભાવ હોવા છતાં આદર્શની પ્રતિમા, શીલને સળગાવવામાં વનખંડની આગ જેવી, અસ્થિર ચિત્ત હોવાથી પર્વત માર્ગની જેમ અનવસ્થિત, અન્તરંગ વણ ની સમાન કુટીલ હૃદય. કાળા સર્પની જેમ અવિશ્વાસનીય. છળ છવા યુક્ત હોવાથી પ્રલય જેવી, સંધ્યાની લાલીમાની જેમ ક્ષણિક પ્રેમ કરનારી, સમુદ્રના તરંગની જેમ ચપળ સ્વભાવવાળી, માછલીની જેમ દુષ્પરિવર્તનીય, ચંચળતા માં વાંદરા જેવી, મૃત્યુની જેમ કંઈ બાકી ન રાખનારી, કાળની જેમ કુર, વરુણની જેમ કામપાશરૂપી હાથ વાળી, પાણીની જેમ નિમ્ન-અનુગામિની, કૃપણ ની જેમ ઉલટા હાથ વાળી, નરક સમાન ભયાનક, ગર્દભની જેમ દુશીલા, દુષ્ટ ઘોડાની જેમ દુનીય, બાળકની જેમ ક્ષણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy